GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો

   

Gujarat Board GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો Important Questions and Answers.

GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો

વિશેષ પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.

પ્રશ્ન 1.
નીચેનાં સંયોજનોના બંધારણીય સૂત્ર પરથી IUPAC નામ આપો :

1. CH3-CH2-CH2-cl

2.
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 67

3.
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 68

4. CH3 – CH2 – CH2 – CH2 – OH

5.
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 69

6.
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 70

7. CH3-CH2-CH2-CHO

8. CH3-CHO

9. CH3-CH2-CH2-CH2-CHO

10. CH3-CO-CH3

11. CH3 – CH2 – CO – CH3

12. CH3 – CH2 – CH3 – CO – CH3

13. CH3 – CH2 – COOH

14. CH3 – CH2 – CH2 – COOH

15. CH3 – COOH

16. CH3 – CH = CH2

17. CH3 – CH2 – CH ≡ CH2

18. CH3 – C ≡ CH

19. CH3 – CH2 – C ≡ CH

20. CH ≡ CH
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 71
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 72

GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો

પ્રશ્ન 2.
નીચેનાં સંયોજનોનાં આUPAC નામ પરથી બંધારણીય સૂત્ર આપો :

1.2-ક્લોરોપ્રોપેન
2. બ્રોમોપેન્ટેન
3. 2-બ્રોમો-2-મિથાઇલપ્રોપેન
4. પેન્ટનોલ
5. ઈથેનોલ
6. મિથેનોલ
7.મિથેનાલ
8. ઇથેનાલ
9. પેન્ટ-૩-ઓન
10. પ્રોપેન-2-ઓન
11. મિથેનોઇક ઍસિડ
12. પેન્ટનોઇક ઍસિડ
13. ઇથીન
14. બ્યુ-2-ઇન
15. 1-પેન્ટાઇન
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 73
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 74

પ્રશ્ન 2.
તફાવત આપો:

પ્રશ્ન 1.
આયોનિક સંયોજનો અને સહસંયોજક સંયોજનો
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 75

પ્રશ્ન 2.
હીરો અને ગ્રેફાઇટ
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 76

પ્રશ્ન ૩.
સંતૃપ્ત કાર્બન સંયોજનો અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 77

પ્રશ્ન 3.
નીચેના વિધાનોનાં વૈજ્ઞાનિક કારણો આપો :

પ્રશ્ન 1.
મીણબત્તી પીળા રંગની જ્યોતથી સળગે છે.
ઉત્તર:
મીણબત્તી એ 18થી 20 કાર્બન ધરાવતા સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી છે.

  • મીણબત્તી જ્યારે સળગે છે ત્યારે તેનું મીણ પીગળે છે, જે વાટની ઉપર બાષ્પ સ્વરૂપે જમા થાય છે. પરિણામે હવામાંના O2નું સંપૂર્ણ મિશ્રણ થતું નથી.
  • અર્થાત્ અહીં અપૂર્ણ દહન થાય છે. આમ, પૂરતા પ્રમાણમાં ઑક્સિજનની હાજરી હોવા છતાં સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું સંપૂર્ણ દહન થતું નથી.
  • તદ્દુપરાંત દહનથી મુક્ત થયેલા કાર્બનના કણો એ વાટ ઉપર જ રહે છે. તેમનું દહન થવાથી મીણબત્તી પીળા રંગની જ્યોતથી સળગે છે.

પ્રશ્ન 2.
સળગતા પદાર્થો જ્યોત સાથે અથવા જ્યોત વગર સળગે છે.
ઉત્તર:
કેટલાંક બળતણો વાયુ સ્વરૂપે હોય છે. તેમનું દહન કરતાં તેના પરમાણુઓને ઉખા મળતાં તે એક તીવ્ર જ્યોતિ સ્વરૂપે પ્રકાશિત થવાનું શરૂ કરે છે.

  • હીરામાં સહસંયોજક બંધની સંખ્યા વધુ હોવાથી તેમને વિખંડિત કરવા માટે ખૂબ જ વધુ ઊર્જાની જરૂર પડે છે. આથી હીરો ઊંચું ગલનબિંદુ ધરાવે છે.

GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ જણાવો.
ઉત્તર:
તમામ સજીવ સંરચનાઓ કાર્બન પર આધારિત છે.

  • પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં કાર્બનની માત્રા (હાજરી – પ્રમાણ) ખૂબ જ અલ્પ છે.
  • પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ 0.02 % છે. તે કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસો અને પેટ્રોલિયમ સ્વરૂપે રહેલો છે.
  • વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ 0.03 % છે. તે કાર્બન ડાયૉક્સાઇડ સ્વરૂપે હોય છે.

પ્રશ્ન 2.
આયનીય સંયોજનોના ગુણધર્મો જણાવો.
ઉત્તર:
આયનીય સંયોજનોના ગુણધર્મો નીચે મુજબ છેઃ

  1. તેનાં ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ પ્રમાણમાં ઊંચા હોય છે.
  2. તેમની વચ્ચે આંતરઆયનીય આકર્ષણ બળો પ્રબળ હોય છે.
  3. તેઓ તેમના જલીય દ્રાવણમાં કે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે.
  4. તેઓ મોટા ભાગે ઘન અવસ્થા ધરાવે છે.
  5. તેઓ સામાન્ય રીતે પાણીમાં સુદ્રાવ્ય હોય છે.

પ્રશ્ન 3.
કાર્બન સંયોજનોના ગુણધર્મો જણાવો. અથવા સહસંયોજક સંયોજનોના ગુણધર્મો જણાવો.
ઉત્તર:
કાર્બન (સહસંયોજક) સંયોજનોના ગુણધર્મો નીચે મુજબ છે :

  1. તેનાં ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ પ્રમાણમાં નીચાં હોય છે.
  2. તેમની વચ્ચે આંતરઆવીય આકર્ષણ બળો નિર્બળ હોય છે.
  3. તેઓ વિદ્યુતના અવાહકો છે.
  4. તેઓ ઘન, પ્રવાહી અથવા વાયુ અવસ્થા ધરાવે છે.
  5. તેઓ સામાન્ય રીતે પાણીમાં અદ્રાવ્ય, પરંતુ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય છે.

પ્રશ્ન 4.
કાર્બનની ચતુઃસંયોજકતા સમજાવો.
ઉત્તર:
કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક 6 છે.

  • આથી કાર્બન પરમાણુની ઇલેક્ટ્રૉન-રચના નીચે મુજબ થશે :
    GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 1
    આમ, કાર્બન પરમાણુ તેના બાહ્ય કક્ષામાં ચાર ઇલેક્ટ્રૉન ધરાવે છે.
  • કોઈ પણ તત્ત્વની પ્રતિક્રિયાત્મકતા (સક્રિયતા) સંપૂર્ણ ભરાયેલ બાહ્યતમ કક્ષા એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને આધારે સમજાવી શકાય છે.
  • આયનીય સંયોજનોની રચના કરતાં તત્ત્વો નિષ્ક્રિય વાયુ જેવી રચના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રૉન મેળવીને અથવા ગુમાવીને પ્રાપ્ત કરે છે.
  • કાર્બન પરમાણુને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રૉન-રચના (અષ્ટક રચના) પ્રાપ્ત કરવા માટે તેણે ચાર ઇલેક્ટ્રૉન મેળવવા અથવા ગુમાવવા જરૂરી છે.
  • જો કાર્બન પરમાણુને ઇલેક્ટ્રૉન મેળવવા કે ગુમાવવા હોય, તો
    1.  તે ચાર ઇલેક્ટ્રૉન મેળવીને C4- એનાયન (સાયન) બનાવી શકે છે, પરંતુ છ પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે દસ ઇલેક્ટ્રૉન એટલે કે ચાર વધારાના ઇલેક્ટ્રૉન સમાવવા મુશ્કેલ થઈ શકે છે, જે અસ્થાયી છે.
    2. તે ચાર ઇલેક્ટ્રૉન ગુમાવીને C4+ કેટયન (ધનાયન) બનાવી શકે છે, પરંતુ છ પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે ચાર ઇલેક્ટ્રૉન દૂર કરીને કેન્દ્રમાં માત્ર બે ઇલેક્ટ્રૉન સમાવતો કાર્બન કેટયન બનાવવા માટે મોટા પ્રમાણમાં ઊર્જાની જરૂર પડે છે, જે અસ્થાયી છે.
      • ટૂંકમાં, કાર્બન પરમાણુ વિદ્યુત સંયોજકતાથી એટલે કે આયોનિક બંધથી જોડાઈ શકતો નથી.
      • આથી કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ અથવા અન્ય તત્ત્વોના પરમાણુઓ સાથે સંયોજકતા ઇલેક્ટ્રૉનની ભાગીદારી કરીને અણુનું નિર્માણ કરે છે.
      • બે પરમાણુઓના બાહ્યતમ કોશના ઈલેક્ટ્રૉનની ભાગીદારી દ્વારા રચાતા બંધને સહસંયોજક બંધ કહે છે.
      • સહસંયોજક બંધની રચનામાં ભાગીદારી પામતા ઇલેક્ટ્રૉન બંને પરમાણુઓની બાહ્યતમ કક્ષાના હોય છે અને બંને પરમાણુઓ નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે.

પ્રશ્ન 5.
હાઇડ્રોજન અણુHમાં સહસંયોજક બંધની રચના સમજાવો.
ઉત્તરઃ
હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 છે. તેથી તેની ઇલેક્ટ્રૉનરચના 5 છે.

  • આમ, હાઇડ્રોજન તેના K કક્ષા(કોશ)માં 1 ઇલેક્ટ્રૉન ધરાવે છે.
  • આ K કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ એક ઇલેક્ટ્રૉનની આવશ્યકતા છે.
  • તેથી હાઈડ્રોજનના બે પરમાણુઓ તેમના K કક્ષાના એક-એક ઇલેક્ટ્રૉનની ભાગીદારી કરી, હાઇડ્રોજન અણુ(Hy)નું નિર્માણ કરે છે.
  • પરિણામે, હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ (He) જેવી ઇલેક્ટ્રૉન-રચના પ્રાપ્ત કરે છે, જે તેના K કોશમાં બે ઇલેક્ટ્રૉન ધરાવે છે.
  • અહીં, આ બે સંયોજકતા ઇલેક્ટ્રૉનનું નિરૂપણ ચોકડી દ્વારા છે દર્શાવેલું છે.
    GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 2
  • H2 અણુમાં ભાગીદારી પામેલ ઈલેક્ટ્રૉનની જોડ (ઇલેક્ટ્રૉન-યુગ્મ) બે હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચે એકલબંધ રચે છે, જે નીચે દર્શાવ્યા મુજબ બે પરમાણુઓ વચ્ચે રેખા દ્વારા પણ રજૂ કરી શકાય છે.

GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 3

GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો

પ્રશ્ન 6.
ક્લોરિન અણુ(Clઝમાં સહસંયોજક બંધની રચના સમજાવો.
ઉત્તરઃ
ક્લોરિનનો પરમાણ્વીય ક્રમાંક 17 છે. તેથી તેની ટ્રૉન
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 4

  • આમ, ક્લોરિન તેની ન કક્ષામાં 7 ઇલેક્ટ્રૉન ધરાવે છે.
  • આ M કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ એક ઇલેક્ટ્રૉનની આવશ્યકતા છે.
  • તેથી ક્લોરિનના બે પરમાણુઓ તેમના M કક્ષાના એક-એક ઇલેક્ટ્રૉનની ભાગીદારી કરી, ક્લોરિન અણુ(Cl2)નું નિર્માણ કરે છે.
  • પરિણામે, ક્લોરિનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ આર્ગોન (Ar) જેવી ઇલેક્ટ્રૉન-રચના પ્રાપ્ત કરે છે, જે તેના M કક્ષામાં આઠ ઇલેક્ટ્રૉન ધરાવે છે.
  • અહીં, આ બે સંયોજકતા ઇલેક્ટ્રૉનનું નિરૂપણ ચોકડી દ્વારા દર્શાવેલું છે.
    GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 5

પ્રશ્ન 7.
એમોનિયા અણુNH)માં સહસંયોજક બંધની રચના સમજાવો.
ઉત્તર:
એમોનિયાના અણુમાં મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન છે. તેનો પરમાણ્વીય ક્રમાંક 7 છે. તેથી તેની ઇલેક્ટ્રૉન-રચના GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 6

  • આમ, નાઇટ્રોજન તેની L કક્ષામાં 5 ઇલેક્ટ્રૉન ધરાવે છે.
  • આ L કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ ત્રણ ઇલેક્ટ્રૉનની આવશ્યકતા છે.
  • તેથી હાઇડ્રોજનના ત્રણ પરમાણુઓ તેમના K કક્ષાના એક-એક ઇલેક્ટ્રૉનની ભાગીદારી કરી, એમોનિયાના અ(NH3)નું નિર્માણ કરે છે.
  • પરિણામે, એમોનિયામાંનો નાઈટ્રોજન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન (Ne) જેવી ઈલેક્ટ્રૉન-રચના પ્રાપ્ત કરે છે, જે તેના L કક્ષામાં આઠ ઈલેક્ટ્રૉન ધરાવે છે. જ્યારે હાઇડ્રોજન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ (He) જેવી ઇલેક્ટ્રૉન-રચના પ્રાપ્ત કરે છે, જે તેના K કક્ષામાં બે ઇલેક્ટ્રૉન ધરાવે છે.
  • અહીં, આ ત્રણ સંયોજકતા ઇલેક્ટ્રૉનનું નિરૂપણ ટપકાં અને ચોકડી દ્વારા દર્શાવેલું છે.
    GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 7

પ્રશ્ન 8.
પાણીના અણુ(H2O)માં સહસંયોજક બંધની રચના સમજાવો.
ઉત્તરઃ
પાણીના અણુમાં મધ્યસ્થ પરમાણુ ઑક્સિજન છે. તેનો પરમાણ્વીય ક્રમાંક 8 છે. તેથી તેની ઇલેક્ટ્રૉન-રચના GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 8 છે.

  • આમ, ઑક્સિજન તેની L કક્ષામાં 6 ઈલેક્ટ્રૉન ધરાવે છે.
  • આ L કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ બે ઇલેક્ટ્રૉનની આવશ્યકતા છે.
  • તેથી હાઇડ્રોજનના બે પરમાણુઓ તેમના K કક્ષાના એક-એક ઇલેક્ટ્રૉનની ભાગીદારી કરી, પાણીના અણુ(H2O)નું નિર્માણ કરે છે.
  • પરિણામે, પાણીમાંનો ઑક્સિજન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન (Ne) જેવી ઇલેક્ટ્રૉન-રચના પ્રાપ્ત કરે છે, જે તેની L કક્ષામાં આઠ ઇલેક્ટ્રૉન ધરાવે છે. જ્યારે હાઈડ્રોજન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ (He) જેવી ઇલેક્ટ્રૉન-રચના પ્રાપ્ત કરે છે, જે તેની X કક્ષામાં બે ઇલેક્ટ્રૉન ધરાવે છે.
  • અહીં, આ બે સંયોજક્તા ઇલેક્ટ્રૉનનું નિરૂપણ ટપકાં અને ચોકડી દ્વારા દર્શાવેલું છે.
    GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 9

પ્રશ્ન 9.
મિથેનના અણુ(CH4)માં સહસંયોજક બંધની રચના સમજાવો.
ઉત્તરઃ
મિથેન અણુમાં મધ્યસ્થ પરમાણુ કાર્બન છે. તેનો પરમાણ્વીય ક્રમાંક 6 છે. તેથી તેની ઇલેક્ટ્રૉન-રચના GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 10 છે.

  • આમ, કાર્બન તેની L કક્ષામાં 4 ઇલેક્ટ્રૉન ધરાવે છે.
  • આ L કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ ચાર ઇલેક્ટ્રૉનની આવશ્યક્તા છે.
  • તેથી હાઇડ્રોજનના ચાર પરમાણુઓ તેમના K કક્ષાના એક-એક ઇલેક્ટ્રૉનની ભાગીદારી કરી, મિથેનના અણુ(CH4)નું નિર્માણ
  • પરિણામે, મિથેનમાંનો કાર્બન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન (Ne) જેવી ઇલેક્ટ્રૉન-રચના પ્રાપ્ત કરે છે, જે તેના L કક્ષામાં આઠ ઇલેક્ટ્રૉન ધરાવે છે. જ્યારે હાઇડ્રોજન પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ (He) જેવી ઇલેક્ટ્રૉન-રચના પ્રાપ્ત કરે છે, જે તેના K કક્ષામાં બે ઇલેક્ટ્રૉન ધરાવે છે.
  • અહીં, આ ચાર સંયોજકતા ઇલેક્ટ્રૉનનું નિરૂપણ ટપકાં અને ચોકડી દ્વારા દર્શાવેલું છે.
    GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 11

પ્રશ્ન 10.
ઑક્સિજનના અણુ09)માં સહસંયોજક બંધની રચના સમજાવો.
ઉત્તરઃ
ઑક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક 8 છે. તેથી તેની ઈલેક્ટ્રૉન-રચના GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 12

  • આમ, ઑક્સિજન તેની L કક્ષામાં 6 ઇલેક્ટ્રૉન ધરાવે છે.
  • આ L કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ બે ઇલેક્ટ્રૉનની આવશ્યકતા છે.
  • તેથી ઑક્સિજનના બે પરમાણુઓ તેમના કક્ષાના બે-બે ઇલેક્ટ્રૉનની ભાગીદારી કરી, ઑક્સિજન અણુ09)નું નિર્માણ કરે છે. જેને બે પરમાણુઓ વચ્ચે દ્વિબંધની રચના થઈ એમ કહેવાય છે.
  • પરિણામે, ઑક્સિજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન (Ne) જેવી ઇલેક્ટ્રૉન-રચના પ્રાપ્ત કરે છે, જે તેના L કક્ષામાં આઠ ઈલેક્ટ્રૉન ધરાવે છે.
  • અહીં, આ ચાર સંયોજકતા ઇલેક્ટ્રૉનનું નિરૂપણ ચોકડી દ્વારા દર્શાવેલું છે.
    GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 13

પ્રશ્ન 11.
નાઈટ્રોજનના અણુ(Nઝ)માં સહસંયોજક બંધની રચના સમજાવો.
ઉત્તર:
નાઇટ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 7 છે. તેથી તેની ઈલેક્ટ્રૉન-રચના GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 14

  • આમ, નાઇટ્રોજન તેની L કક્ષામાં 5 ઇલેક્ટ્રૉન ધરાવે છે.
  • આ L કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ ત્રણ ઇલેક્ટ્રૉનની આવશ્યકતા છે.
  • તેથી નાઇટ્રોજનના બે પરમાણુઓ તેમના મ કક્ષાના ત્રણ-ત્રણ ઇલેક્ટ્રૉનની ભાગીદારી કરી, નાઇટ્રોજન અણુ(NJ)નું નિર્માણ કરે છે. જેને બે પરમાણુઓ વચ્ચે ત્રિબંધની રચના થઈ એમ કહેવાય છે.
  • પરિણામે, નાઇટ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન (Ne) જેવી ઇલેક્ટ્રૉન-રચના પ્રાપ્ત કરે છે, જે તેના L કક્ષામાં આઠ ઇલેક્ટ્રૉન ધરાવે છે.
  • અહીં, આ છ સંયોજકતા ઇલેક્ટ્રૉનનું નિરૂપણ ચોકડી દ્વારા દર્શાવેલું છે.
    GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 15

પ્રશ્ન 12.
અપરરૂપ અથવા બહુરૂપ એટલે શું?
ઉત્તર:
એક જ તત્ત્વનાં બે કે તેથી વધુ સ્વરૂપો કે જેમના ભૌતિક ગુણધર્મો અસમાન, પરંતુ રાસાયણિક ગુણધર્મો સમાન હોય, તેવાં સ્વરૂપોને તે તત્ત્વના અપરરૂપ અથવા બહુરૂપ કહે છે.

GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો

પ્રશ્ન 13.
ટૂંક નોંધ લખો : કાર્બનનાં અપરરૂપો
ઉત્તર:
કુદરતમાં કાર્બન તત્ત્વ અનેક વિવિધ ભૌતિક ગુણધર્મો સાથે જુદાં જુદાં સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. પરંતુ આ બધાં સ્વરૂપોના રાસાયણિક ગુણધર્મો સમાન છે. આમ, કાર્બન અપરરૂપો ધરાવે છે.

  • કાર્બન ત્રણ અપરરૂપો ધરાવે છે : (1) હીરો, (2) ગ્રેફાઇટ અને (3) ફુલેરિન.
  • આ ત્રણેય અપરરૂપો શુદ્ધ કાર્બન ધરાવે છે. તેમનું દહન કરતાં CO2 વાયુ ઉદ્ભવે છે, જે રંગહીન અને ગંધહીન વાયુ છે તથા ચૂનાના નીતર્યા પાણીને દૂધિયું બનાવે છે. આમ, ત્રણેય અપરરૂપોના રાસાયણિક ગુણધર્મો સમાન છે.

(1) હીરો:

(a) બંધારણઃ હીરામાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય ચાર પરમાણુઓ સાથે બંધ બનાવીને સખત ત્રિપરિમાણીય ચતુલકીય રચના બનાવે છે.
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 16

(b) હીરાના ભૌતિક ગુણધર્મો હીરો કાર્બનની ચતુલકીય ગોઠવણી ધરાવતો હોવાથી તે સૌથી સખત પદાર્થ છે.

  • હીરામાં કાર્બનની ગીચ ગોઠવણીના કારણે તેની ઘનતા વધુ છે.
    (ઘનતા = 3.51 g cm-3).
  • હીરામાં અસંખ્ય સહસંયોજક બંધ હોવાથી તેનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું છે. (ગલનબિંદુ : 4203 K)
  • હીરામાં કાર્બન પરમાણુ પાસે એક પણ મુક્ત ઇલેક્ટ્રૉન ના હોવાથી તે વિદ્યુત અવાહક છે.
  • હીરાનો વક્રીભવનાંક (રિફ્રેક્ટિવ ઇન્ડેક્ષ) વધુ (2.5) હોવાથી તે પારદર્શિતા ધરાવે છે.
  • શુદ્ધ કાર્બનને અત્યંત ઊંચા દબાણે અને તાપમાને લઈ જવાથી હીરાનું સંશ્લેષણ કરી શકાય છે. આ સાંશ્લેષિત હીરા એ કુદરતી હીરા કરતાં પ્રમાણમાં નાના હોય છે, પરંતુ સરળતાથી અલગ કરી શકાતા નથી.

(2) ગ્રેફાઇટઃ

(a) બંધારણ ગ્રેફાઇટમાં કાર્બનનો પ્રત્યેક પરમાણુ કાર્બનના અન્ય ત્રણ પરમાણુ સાથે સમાન સ્તરમાં બંધ બનાવીને ષટ્કોણીય માળખું આપે છે. આ બંધો પૈકી એક તિબંધ હોય છે. તેથી કાર્બનની સંયોજકતા સંતોષાય છે.

  • એક સ્તર પર બીજું સ્તર એમ અનેક સ્તરોથી બનતા પકોણીય માળખા દ્વારા ગ્રેફાઇટનું બંધારણ રચાય છે.
    GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 17

(b) ગ્રેફાઇટના ભૌતિક ગુણધર્મો: ગ્રેફાઇટ લીસો અને ચીકણો હોય છે.

  • ગ્રેફાઇટની ઘનતા હીરા કરતાં ઓછી હોય છે.
    (ઘનતા = 2.22 g cm-3)
  • ગ્રેફાઇટમાં કાર્બનના ચાર સંયોજકતા ઇલેક્ટ્રૉન પૈકી એક ઇલેક્ટ્રૉન મુક્ત હોવાથી તે વિદ્યુત અને ઉષ્માનો સુવાહક છે.

(3) ફુલેરિનઃ ફલેરિન્સ કાર્બનનાં અપરરૂપોનો અન્ય વર્ગ રચે છે.

  • સૌપ્રથમ ઓળખાયેલ C-60 ફૂટબૉલના આકારની કાર્બન પરમાણુઓની ગોઠવણી ધરાવે છે.
  • તે અમેરિકન આર્કિટેક્ટર બકમિન્સ્ટર ફુલર દ્વારા ડિઝાઇન કરેલ જિયોડેસિક ગુંબજ જેવો દેખાય છે. તેથી આ અણુનું નામ ફુલેરિન રાખવામાં આવ્યું.
    GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 18

પ્રશ્ન 14.
વોહલરે કઈ માન્યતાનું ખંડન કર્યું? ઉદાહરણ આપો.
ઉત્તર:
કાર્બન પરમાણુ બે વિશિષ્ટ લક્ષણો – ચતુઃસંયોજકતા અને કેટનેશનના કારણે મોટી સંખ્યામાં સંયોજનોનું નિર્માણ કરે છે.

  • આ પૈકીનાં કેટલાંક સંયોજનો વિભિન્ન કાર્બનની શૃંખલાઓ સાથે જોડાયેલ અકાર્બનિક પરમાણુ અથવા પરમાણુઓના સમૂહ ધરાવે છે.
  • આ સંયોજનોનું નિષ્કર્ષણ શરૂઆતમાં કુદરતી પદાર્થોમાંથી કરવામાં આવ્યું હતું.
  • પ્રાચીન સમયમાં એમ માનવામાં આવતું હતું કે, સજીવમાં રહેલું કંઈક મહત્ત્વપૂર્ણ બળ કાર્બનિક પદાર્થોની બનાવટ માટે જરૂરી હોય છે.
  • આ માન્યતાનું ઈ. સ. 1828માં જર્મન વૈજ્ઞાનિક ફેડરીચ વોહલરે ખંડન કર્યું હતું.

ઉદાહરણ તેમણે અકાર્બનિક પદાર્થ એમોનિયમ સાયનેટમાંથી કાર્બનિક પદાર્થ યૂરિયા બનાવ્યો હતો.
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 19

પ્રશ્ન 15.
કોઈ પણ હાઈડ્રોકાર્બન સંયોજનનું બંધારણીય સૂત્ર ? કેવી રીતે નક્કી કરવામાં આવે છે? ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તર:
સરળ કાર્બન સંયોજનોનું બંધારણ બે તબક્કામાં નક્કી કરવામાં આવે છે:
તબક્કો 1: પ્રથમ તબક્કામાં કાર્બન પરમાણુઓને એકબીજા સાથે એકલબંધથી જોડવામાં આવે છે.
દા. ત., C-C
આમ, આ તબક્કામાં કાર્બનની એક સંયોજકતા કાર્બન પરમાણુ વડે જ સંતોષાય છે.
તબક્કો 2: બીજા તબક્કામાં કાર્બનની બાકી રહેલી સંયોજકતાઓ હાઇડ્રોજન પરમાણુ દ્વારા સંતોષવામાં આવે છે.

  • દરેક કાર્બન પરમાણુની ત્રણ સંયોજકતા સંતોષાયા વગરની બાકી રહે છે. તેથી તે દરેક ત્રણ હાઈડ્રોજન પરમાણુ સાથે બંધ બનાવીને નીચે પ્રમાણે સંરચના આપે છેઃ
    GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 20
  • દરેક કાર્બન પરમાણુ ત્રણ હાઈડ્રોજન પરમાણુઓ સાથે જોડાયેલો છે.

પ્રશ્ન 16.
ઇથેનનું ઇલેક્ટ્રૉન-બિંદુ નિરૂપણ જણાવો. ઉત્તર: કાર્બનની ઇલેક્ટ્રૉન-રચના નીચે મુજબ છેઃ
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 21

  • ઇથેનનું ઇલેક્ટ્રૉન-બિંદુ નિરૂપણ નીચે મુજબ છેઃ
    GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 22

પ્રશ્ન 17.
ઇથીનનું બંધારણીય સૂત્ર દોરો.
ઉત્તર:
ઇથીનનું આણ્વીય સૂત્ર C2H4 છે.

  • તબક્કો 1: C-C
  • GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 23
  • તબક્કો ૩: કાર્બનની ચાર સંયોજકતા પૂર્ણ કરવા માટે અહીં કાર્બન-કાર્બન વચ્ચે દ્વિબંધ મૂકવો જરૂરી છે. આથી બંધારણીય સૂત્રઃ GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 24

પ્રશ્ન 18.
ઇથીનની ઇલેક્ટ્રૉન-બિંદુ રચના દોરો.
ઉત્તરઃ
ઈથીનનું આવીય સૂત્ર C2H4 છે.

  • ઇથીનનું ઇલેક્ટ્રૉન-બિંદુ નિરૂપણ નીચે મુજબ છેઃ
    GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 25

પ્રશ્ન 19.
ઇથાઇનની ઈલેક્ટ્રૉન-બિંદુ રચના દોરો.
ઉત્તર:
ઇથાઇન (એસિટિલીન)નું આણ્વીય સૂત્ર C2H2 છે.

  • ઇથાઇનનું ઇલેક્ટ્રૉન-બિંદુ નિરૂપણ નીચે મુજબ છે :
    GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 26

પ્રશ્ન 20.
સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો એટલે શું?
ઉત્તરઃ
સંતૃપ્ત કાર્બન સંયોજનોઃ જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુઓ માત્ર એકલબંધથી જોડાયેલા હોય તેવાં સંયોજનોને સંતૃપ્ત કાર્બન સંયોજનો કહે છે.
અસંતૃપ્ત કાર્બન સંયોજનોઃ જે કાર્બનિક સંયોજનોમાં બે કે તેથી વધુ કાર્બન પરમાણુઓ તિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય તેવાં
સંયોજનોને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહે છે.

  • અસંતૃપ્ત સંયોજનો સંતૃપ્ત સંયોજનો કરતાં વધુ ક્રિયાશીલ – હોય છે.

GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો

પ્રશ્ન 21.
કાર્બનના પ્રથમ છ સંતૃપ્ત સંયોજનોનાં નામ, સૂત્રો અને બંધારણ જણાવો.
ઉત્તર:
કાર્બનના પ્રથમ છ સંતૃપ્ત સંયોજનોનાં નામ, સૂત્રો અને બંધારણ નીચે મુજબ છેઃ
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 27

પ્રશ્ન 22.
હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું? તેનું વર્ગીકરણ સમજાવો.
ઉત્તર:
જે કાર્બન સંયોજનો માત્ર કાર્બન અને હાઈડ્રોજન ધરાવે 3 છે, તેમને હાઈડ્રોકાર્બન સંયોજનો કહે છે. હાઇડ્રોકાર્બન સંયોજનોનું વર્ગીકરણ નીચે મુજબ છેઃ
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 28
આલ્બન સંયોજનો: જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન-કાર્બન પરમાણુ વચ્ચે માત્ર એકલબંધ હોય તેવાં સંયોજનોને આલ્કન સંયોજનો કહે છે. દા. ત., બ્યુટેન, પેન્ટેન, હેક્શન વગેરે.
આલ્કીન સંયોજનોઃ જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન-કાર્બન પરમાણુ વચ્ચે એક અથવા વધુ દ્વિબંધ હોય તેવાં સંયોજનોને આલ્કીન સંયોજનો કહે છે. દા. ત., બ્યુટીન, પેન્ટીન, હેક્ઝીન વગેરે.
આલ્ટાઇન સંયોજનો: જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન-કાર્બન પરમાણુ વચ્ચે એક અથવા વધુ ત્રિબંધ હોય તેવાં સંયોજનોને આલ્ફાઈન સંયોજનો કહે છે. દા. ત., બ્યુટાઈન, પેન્ટાઇન, હેક્ઝાઈન વગેરે.

પ્રશ્ન 23.
હાઈડ્રોકાર્બન સંયોજનોનું બંધારણના આધારે વર્ગીકરણ સમજાવો.
ઉત્તરઃ
હાઈડ્રોકાર્બન સંયોજનોનું કાર્બન પરમાણુની ગોઠવણીના આધારે (બંધારણના આધારે) ત્રણ પ્રકારમાં નીચે મુજબ વર્ગીકરણ કરી શકાય છેઃ
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 29

(a) સરળ શૃંખલાવાળાં સંયોજનો જે હાઈડ્રોકાર્બન સંયોજનોમાં બધા જ કાર્બન પરમાણુઓ એક સીધી હરોળમાં ગોઠવાયેલા હોય, તો તેવાં સંયોજનોને સરળ શૃંખલાવાળાં સંયોજનો કહે છે. દા. ત.,
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 30
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 31

નોંધઃ આ સંયોજનોના નિરૂપણ માટે તેમનાં નામની આગળ પૂર્વગ તરીકે n લગાવવામાં આવે છે. દા. ત., n-પેન્ટન, nહેક્શન વગેરે. (જ્યાં, n = normal)
વધુ ઉદાહરણ માટે જુઓ પ્રશ્ન 24.

(b) શાખીય શૃંખલાવાળાં સંયોજનોઃ જે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુઓ સીધી હરોળ ઉપરાંત એક કે તેથી વધુ જગ્યાએ શાખા ધરાવતા હોય, તો તેવાં સંયોજનોને શાખીય શૃંખલાવાળાં સંયોજનો કહે છે.
દા. ત.,

(1) બ્યુટેનમાં ચાર કાર્બન પરમાણુઓથી કાર્બન માળખું બનાવીએ, તો બે શક્યતાઓ રહેલી છેઃ
(i) c-c-c-c
(ii)
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 32

  • અહીં, બાકી રહેલ સંયોજકતાઓ હાઇડ્રોજન વડે ભરપાઈ કરતા (સંતોષતા) નીચે પ્રમાણેનાં સૂત્ર મળે છે:
    GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 33
    C4H10 સૂત્ર ધરાવતાં બે બંધારણો માટેના સંપૂર્ણ અણુઓ
    નોંધઃ આ સંયોજનોના નિરૂપણ માટે તેમનાં નામની આગળ પૂર્વગ તરીકે iso લગાવવામાં આવે છે. દા. ત., Aso-બ્યુટેન.

(2) હેઝેનમાં છ કાર્બન પરમાણુઓથી કાર્બન માળખું બનાવીએ, તો પાંચ શક્યતાઓ રહેલી છે:
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 34

  • અહીં, બાકી રહેલ સંયોજક્તાઓ હાઇડ્રોજન વડે ભરપાઈ કરતા (સંતોષતા) નીચે પ્રમાણેનાં સૂત્ર મળે છે:
    GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 35

(c) વલય (ચક્રીય) રચનાવાળાં સંયોજનો જે હાઈડ્રોકાર્બન સંયોજનોમાં પ્રથમ કાર્બન પરમાણુ અંતિમ કાર્બન પરમાણુ સાથે સીધો જ જોડાયેલો હોય અર્થાત્ વલય રચના ધરાવતો હોય, તો તેવાં સંયોજનોને વલય (ચક્રીય) રચનાવાળાં સંયોજનો કહે છે.
દા. ત.,
(1) સાયક્લોપેઝેનનું બંધારણઃ
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 36

(2) સાયક્લોપ્રોપેનનું બંધારણ:
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 37

(૩) સાયક્લોપેન્ટેનનું બંધારણ
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 38

પ્રશ્ન 24.
સાયક્લોપેઝેન(C6H12)નું ઇલેક્ટ્રોન-બિંદુ બંધારણ દોરો.
ઉત્તરઃ
સાયક્લોપેડ્ઝનનું ઇલેક્ટ્રૉન-બિંદુ બંધારણ નીચે મુજબ છેઃ
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 39

પ્રશ્ન 25.
બેન્ઝિનનું ઇલેક્ટ્રૉન-બિંદુ બંધારણ દોરો.
ઉત્તર:
બેન્ઝિન(C6H6)નું ઇલેક્ટ્રૉન-બિંદુ બંધારણ નીચે મુજબ છે :
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 40

GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો

પ્રશ્ન 26.
વિષમ પરમાણુ એટલે શું? ઉદાહરણ આપો.
ઉત્તરઃ
હાઈડ્રોકાર્બન શૃંખલામાં એક અથવા વધુ હાઇડ્રોજનનું  વિસ્થાપન કરતા તત્ત્વને વિષમ પરમાણુ કહે છે.

  • વિષમ પરમાણુ દ્વારા હાઇડ્રોજનનું વિસ્થાપન થવા છતાં શૃંખલામાં કાર્બનની સંયોજકતા સંતોષાયેલી જ રહે છે.
  • દા. ત.,
    1. ક્લોરિન, બ્રોમિન હેલોજન તત્ત્વો
    2. ઑક્સિજન, નાઈટ્રોજન અને સલ્ફર તત્ત્વો

પ્રશ્ન 27.
ક્રિયાશીલ સમૂહો એટલે શું? ઉદાહરણ આપો.
ઉત્તરઃ
વિષમ પરમાણુ અને તેમને સમાવતા સમૂહો કે જે સંયોજનોને વિશિષ્ટ ગુણધમ આપે છે, જે કાર્બન-શૃંખલાની લંબાઈ અને સ્વભાવ પર આધારિત નથી. તેમને ક્રિયાશીલ સમૂહો કહે છે.

અથવા

કાર્બનિક સંયોજનોની લાક્ષણિક પ્રક્રિયાઓ જે પરમાણુ કે પરમાણુઓના સમૂહ દ્વારા નક્કી થાય છે, તે પરમાણુ અથવા પરમાણુઓના સમૂહને ક્રિયાશીલ સમૂહ કહે છે.

  • એક જ ક્રિયાશીલ સમૂહ ધરાવતાં જુદાં જુદાં કાર્બનિક સંયોજનની રાસાયણિક પ્રક્રિયાઓ સમાન હોય છે.
  • જુદા જુદા ક્રિયાશીલ સમૂહ ધરાવતાં કાર્બનિક સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ અને ગુણધર્મો જુદા જુદા હોય છે.
  • સમૂહની મુક્ત સંયોજકતા અથવા સંયોજકતાઓ એકલરેખા (-) દ્વારા દર્શાવાય છે.
  • ક્રિયાશીલ સમૂહ આ સંયોજકતા વડે એક અથવા વધુ હાઇડ્રોજન પરમાણુઓનું વિસ્થાપન કરીને કાર્બન-શૃંખલા સાથે જોડાયેલા રહે છે.
    ઉદાહરણઃ
    GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 41

પ્રશ્ન 28.
સમાનધર્મી શ્રેણી એટલે શું? તેની લાક્ષણિકતાઓ જણાવો.
ઉત્તર:
કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી કે જેમાં કાર્બન-શૃંખલામાં રહેલ હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલ હોય, તેને સમાનધર્મી શ્રેણી કહે છે.

અથવા

સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતાં જે કાર્બનિક સંયોજનોની શ્રેણીનો દરેક સભ્ય તેની પહેલાંના કે પછીના ક્રમિક સભ્યથી કાર્બન અને હાઈડ્રોજન પરમાણુઓની ચોક્કસ સંખ્યા-(CH2)માં તફાવત ધરાવતો હોય, તો તે કાર્બનિક સંયોજનોની શ્રેણીને સમાનધર્મી શ્રેણી કહે છે.

સમાનધર્મી શ્રેણીની લાક્ષણિકતાઓ નીચે મુજબ છેઃ

  1. સમાનધર્મી શ્રેણીના દરેક સંયોજનમાં રહેલાં તત્ત્વો અને ૨ ક્રિયાશીલ સમૂહ સમાન હોય છે.
  2. શ્રેણીના દરેક સભ્યને સામાન્ય આણ્વીય સૂત્રોથી દર્શાવી શકાય છે. જેમ કે, આલ્કન શ્રેણીના દરેક સભ્યને સૂત્ર CnH2n+2 વડે દર્શાવી શકાય છે.
  3. શ્રેણીના કોઈ પણ બે ક્રમિક સભ્યોનાં આણ્વીય સૂત્રો વચ્ચે CH2 જેટલો તફાવત હોય છે.
  4. શ્રેણીના કોઈ પણ બે ક્રમિક સભ્યોનાં આવીય દળમાં 14 u જેટલો તફાવત હોય છે.
  5. શ્રેણીના દરેક સભ્યના નામકરણમાં સમાન પૂર્વગ અથવા પ્રત્યય લાગે છે.
  6. શ્રેણીના દરેક સભ્યમાં જો સમાન ક્રિયાશીલ સમૂહ હોય, તો તે શ્રેણીના દરેક સભ્યની રાસાયણિક પ્રક્રિયાઓ સમાન હોય છે.
  7. કોઈ પણ સમાનધર્મી શ્રેણીમાં જેમ આણ્વીય દળ વધે તેમ ભૌતિક ગુણધર્મોમાં ક્રમબદ્ધતા જોવા મળે છે. કારણ કે આણ્વીય દળ વધવાથી ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ વધે છે. અન્ય ભૌતિક ગુણધર્મો જેમ કે ચોક્કસ દ્રાવકમાં દ્રાવ્યતા પણ સમાન ક્રમબદ્ધતા દર્શાવે છે, પરંતુ રાસાયણિક ગુણધર્મોમાં એકસમાન જળવાઈ રહે છે.

પ્રશ્ન 29.
કાર્બન સંયોજનોનું નામકરણ કરવાની પદ્ધતિ ટૂંકમાં સમજાવો.
ઉત્તર:
કાર્બન સંયોજનોનું નામકરણ નીચે દર્શાવેલ પદ્ધતિ દ્વારા કરી શકાય છે :

(1) આપેલા સંયોજનમાં કાર્બન પરમાણુની સંખ્યા નક્કી કરી, સંયોજનનું આલ્કન મૂળ નામ નક્કી કરવામાં આવે છે.
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 42

(2) નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે ક્રિયાશીલ સમૂહની હાજરીના કિસ્સામાં તેને પૂર્વગ અથવા પ્રત્યય સહિત સંયોજનનાં નામમાં દર્શાવાય છે.
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 43

(3) જો ક્રિયાશીલ સમૂહનું નામ પ્રત્યયના આધારે આપવામાં આવે અને ક્રિયાશીલ સમૂહનો પ્રત્યય a, e, i, 0, u જેવા સ્વરથી શરૂ થતો હોય, તો કાર્બન-શૃંખલાના છેડે ‘e’ દૂર કરીને તેમાં યોગ્ય પ્રત્યય લગાવીને નામ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કીટોન સમૂહ ધરાવતી ત્રણ કાર્બનની શૃંખલાને નીચેની રીતે નામ આપવામાં આવે છે : Propane –‘e’ = Propan +’-one’ = Propanone (પ્રોપેનોન)

(4) જો કાર્બન-શૃંખલા અસંતૃપ્ત હોય, તો કાર્બન-શૃંખલાના નામમાં રહેલ અંતિમ ‘-એન’ (‘ane’)ને કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે ‘-ઇન’ (‘-ene’) અથવા ‘-આઇન” (-yne’) દ્વારા વિસ્થાપિત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે દ્વિબંધ ધરાવતી ત્રણ કાર્બનની શૃંખલા પ્રોપીન (Propene) કહેવાય છે અને જો તે ત્રિબંધ ધરાવે, તો તેને પ્રોપાઇન (Propyne) કહેવાય છે.

(5) ક્રિયાશીલ સમૂહનું સ્થાન દર્શાવવા માટે દીર્ઘતમ શંખલામાં ડાબી અથવા જમણી બાજુથી એ પ્રમાણે નંબર આપવા કે જેથી સમૂહ ધરાવતા કાર્બનને લઘુતમ ક્રમ મળે. દા. ત.,
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 44

GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો

પ્રશ્ન 30.
નીચેનાં સંયોજનોનું નામ આપો :
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 45
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 46

પ્રશ્ન 31.
નીચે દર્શાવેલાં સંયોજનોનાં બંધારણ દોરો :
(1) મિથેનોઇક ઍસિડ
(2) બ્રોમોબ્યુટેન
(૩) મિથેનાલ
(4) 2-બ્રોમોપ્રોપેન
(5) બ્યુટેનાલ
(6) પેન્ટીન
(7) પેન્ટાઇન
(8) 2-પેન્ટેનોન
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 47

પ્રશ્ન 32.
બંધારણીય સમઘટકો એટલે શું? ઉદાહરણ આપો.
ઉત્તર:
જે સંયોજનોનાં આણ્વીય સૂત્રો સમાન હોય, પરંતુ બંધારણીય સૂત્રો ભિન્ન હોય તેવાં સંયોજનોને બંધારણીય સમઘટકો કહે છે.
ઉદાહરણઃ
(1) બ્યુટેન(C4H10ના સમઘટકોઃ
(a)
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 48
અથવા
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 49

(2) પેન્ટેન(C5H12)ના સમઘટકોઃ
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 50

(3) હેન(C6H14)ના સમઘટકોઃ
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 51

પ્રશ્ન 33.
કાર્બન સંયોજનોના મુખ્ય રાસાયણિક ગુણધર્મો(પ્રક્રિયાઓ)નાં ફક્ત નામ જણાવો.
ઉત્તર:
કાર્બન સંયોજનોનાં મુખ્ય રાસાયણિક ગુણધમાં નીચે મુજબ છે :

  1. દહન,
  2. ઑક્સિડેશન,
  3. યોગશીલ પ્રક્રિયા અને
  4. વિસ્થાપન પ્રક્રિયા.

GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો

પ્રશ્ન 34.
દહન એટલે શું? ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તર:
દહન એ એક એવી પ્રક્રિયા છે કે જેમાં પદાર્થને હવા અથવા ઑક્સિજનની હાજરીમાં ગરમ કરવામાં આવે છે.

  • આ પ્રક્રિયામાં કાર્બન તેનાં બધાં જ અપરરૂપોમાં, હવામાં દહન પામીને કાર્બન ડાયૉક્સાઇડ સાથે ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે છે.
    GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 52
  • મોટા ભાગનાં કાર્બન સંયોજનો પણ દહન દ્વારા વધુ માત્રામાં ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે છે.
  • આ એક પ્રકારની ઑક્સિડેશન પ્રક્રિયા પણ ગણી શકાય.
    GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 53
  • સામાન્ય રીતે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન દહન દરમિયાન કાળા ધુમાડા રહિત જ્યોત આપે છે, જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ખૂબ જ કાળા ધુમાડા સાથે પીળી જ્યોત આપે છે.

પ્રશ્ન 35.
કોલસા અને પેટ્રોલિયમનું નિર્માણ સમજાવો.
ઉત્તર:
કોલસા અને પેટ્રોલિયમનું નિર્માણ જૈવભારથી થયું છે કે જુદી જુદી જૈવિક અને ભૂગર્ભીય પ્રક્રિયાઓને આધીન છે.

  • કોલસો એ વૃક્ષો અને ત્રિઅંગી વનસ્પતિઓ કે જે લાખો વર્ષ પહેલાં જીવિત હતી, તેના અવશેષ છે.
  • આ વૃક્ષો તેમજ ત્રિઅંગી વનસ્પતિઓ ભૂકંપ અથવા જ્વાળામુખી વિસ્ફોટને કારણે જમીનમાં દટાઈ ગઈ તથા ધીમે ધીમે ક્ષય પામી કોલસો બની ગઈ.
  • તેલ તથા વાયુ લાખો વર્ષો જૂના સમુદ્રી છોડ તથા સજીવોના અવશેષ છે. તે મૃત થવાથી તેમના શરીર સમુદ્રના તળિયે જમા થયા અને દરિયાઈ કાદવથી ઢંકાઈ ગયા.
  • મૃત અવશેષો પર બૅક્ટરિયાના આક્રમણથી, ઊંચા દબાણની અસર હેઠળ તેલ અથવા વાયુનું નિર્માણ થયું.
    આ પ્રમાણે કોલસો અને પેટ્રોલિયમનું નિર્માણ થયું.

પ્રશ્ન 36.
સમજાવોઃ આલ્કોહોલનું ઑક્સિડેશન
ઉત્તર:
કાર્બન સંયોજનોનું દહન કરતાં તેમનું સરળતાથી ઑક્સિડેશન થઈ શકે છે, જે સામાન્ય રીતે પૂર્ણ ઑક્સિડેશન છે.

  • આલ્કોહોલનું ઑક્સિડેશન આલ્કલાઇન પોટેશિયમ પરમેંગેનેટ અથવા ઍસિડિક પોટૅશિયમ ડાયક્રોમેટ વડે કરતાં તે કાર્બોક્સિલિક ઍસિડમાં રૂપાંતર પામે છે.
  • ઉદાહરણઃ
    GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 54

પ્રશ્ન 37.
ઉદ્દીપક એટલે શું? ઉદાહરણ આપો.
ઉત્તર:
ઉદ્દીપક એવો પદાર્થ કે જે પ્રક્રિયાને અસર પહોંચાડ્યા વગર જ પ્રક્રિયાને જુદા જુદા દરથી આગળ વધારે તેવા પદાર્થને ઉદ્દીપક કહે છે.
ઉદાહરણઃ નિકલ, પેલેડિયમ અને લોખંડ.

પ્રશ્ન 38.
યોગશીલ પ્રક્રિયા એટલે શું? સમજાવો.
ઉત્તર:
જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કાર્બનિક સંયોજનમાં બીજો અણુ ઉમેરાવાથી નવું કાર્બનિક સંયોજન બને, તો તે પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહે છે.

  • અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં પેલેડિયમ અથવા નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન ઉમેરાઈને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને છે.
    GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 55
  • આ પ્રક્રિયાનો ઉપયોગ સામાન્ય રીતે વનસ્પતિ તેલના હાઇડ્રોજીનેશનમાં થાય છે.
  • વનસ્પતિ તેલ લાંબી અસંતૃપ્ત કાર્બન-શૃંખલા ધરાવે છે, જ્યારે પ્રાણીજ ચરબી સંતૃપ્ત કાર્બન-શૃંખલા ધરાવે છે. તેથી વનસ્પતિ તેલ સ્વાથ્યવર્ધક હોય છે.
  • સામાન્ય રીતે પ્રાણીજ ચરબીમાં સંતૃપ્ત ફેટી ઍસિડ હોય છે, જે સ્વાથ્ય માટે નુકસાનકારક છે.
  • ખોરાક રાંધવા માટે અસંતૃપ્ત ફૅટી ઍસિડ ધરાવતા તેલ પસંદ કરવા જોઈએ.

પ્રશ્ન 39.
વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? સમજાવો.
ઉત્તર:
કાર્બનિક સંયોજનના અણુમાં રહેલા પરમાણુ કે પરમાણુઓના સમૂહનું અન્ય પરમાણુ કે પરમાણુઓના સમૂહ વડે 3 વિસ્થાપન થાય, તો તે પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે.

  • સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અત્યંત બિનપ્રતિક્રિયાત્મક હોય છે તેમજ મોટા ભાગના પ્રક્રિયકોની હાજરીમાં નિષ્ક્રિય હોય છે.
  • સૂર્યપ્રકાશની હાજરીમાં હાઇડ્રોકાર્બન સંયોજનોના ક્લોરિનેશનમાં ક્લોરિન પરમાણુ એક પછી એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરી શૃંખલામાં દાખલ થાય છે. આ પ્રકારની પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે.
    GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 56
  • આ પ્રક્રિયામાં ઊંચી સમાનધર્મી આલ્બન સાથે અનેક નીપજોનું નિર્માણ થાય છે.

પ્રશ્ન 40.
આલ્કોહોલ જીવિત મનુષ્ય પર કેવી રીતે અસર કરે છે? સમજાવો.
અથવા
“આલ્કોહોલ પીણાં તરીકે નુકસાનકારક છે.” વિધાન સવિસ્તાર સમજાવો.
ઉત્તર:
જ્યારે વધુ માત્રામાં ઈથેનોલનું સેવન કરવામાં આવે ત્યારે તે ચયાપચયની ક્રિયાને ધીમી કરે છે.

  • ઉપરાંત, મધ્યસ્થ ચેતાતંત્રને નિર્બળ બનાવે છે. પરિણામે જીવિત મનુષ્યમાં તાલમેલની ઊણપ, માનસિક દુવિધા, આળસ, સામાન્ય નિરોધન ઘટાડે છે. અંતે વ્યક્તિ બેહોશ થઈ જાય છે.
  • ઇથેનોલના સેવન દરમિયાન વ્યક્તિ માનસિક તાણમાં રાહત અનુભવે છે, પરંતુ તેની વિચારવાની સૂઝ, સમય-નિયંત્રણ સૂઝ તથા સ્નાયુઓના તાલમેલમાં ગંભીર રીતે ઘટાડો થાય છે.
  • ઇથેનોલના બદલે મિથેનોલની થોડી પણ માત્રા સેવન કરવામાં આવે, તો મૃત્યુ પણ થઈ શકે છે; કારણ કે યકૃતમાં મિથેનોલ(CH3OH)ના ઑક્સિડેશનથી મિથેનાલ (HCHO) બને છે, જે યકૃતકોષોના ઘટકો સાથે ત્વરિત પ્રક્રિયા કરી જીવરસનું સ્કંદન કરે છે. (સ્કંદન ઈંડાને ગરમ કરતાં પ્રવાહીનું ઘનમાં રૂપાંતર)
  • મિથેનોલ દષ્ટિચેતાને પણ અસર પહોંચાડે છે. તેનાથી વ્યક્તિ અંધ : થઈ શકે છે.
  • આમ, આલ્કોહોલનું સેવન જીવિત મનુષ્ય પર ગંભીર અસર : કરે છે.

પ્રશ્ન 41.
ઇથેનોલનો પીણાં તરીકે ઉપયોગ ટાળવા શું કરવું જોઈએ?
ઉત્તર:
ઇથેનોલ એક મહત્ત્વનું ઔદ્યોગિક દ્રાવક છે.

  • ઔદ્યોગિક ઉપયોગ માટે તૈયાર થતાં ઈથેનોલનો દુરુપયોગ રોકવા માટે તેમાં મિથેનોલ જેવો ઝેરી પદાર્થ મિશ્ર કરવામાં આવે છે. તેથી તે પીવાયોગ્ય રહેતું નથી.
  • આલ્કોહોલની સરળતાથી ઓળખ થઈ શકે તે માટે રંગક ઉમેરીને આલ્કોહોલને ભૂરા રંગનો બનાવવામાં આવે છે, જેને વિકૃત આલ્કોહોલ કહે છે.

પ્રશ્ન 42.
બળતણ સ્વરૂપે આલ્કોહોલનો ઉપયોગ સમજાવો.
ઉત્તર:
શેરડીના છોડ એ સૂર્યપ્રકાશ(પ્રકાશ-ઊર્જા)નું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર કરવા માટે સૌથી સક્ષમ રૂપાંતરક છે.

  • શેરડીનો રસ મોલાસિસ (શર્કરા) બનાવવા માટે ઉપયોગી છે. તેના આથવણ દ્વારા આલ્કોહોલ (ઇથેનોલ) બને છે.
  • આલ્કોહોલ (ઇથેનોલ) પૂરતી હવા(ઑક્સિજન)ની હાજરીમાં દહન પામે ત્યારે માત્ર કાર્બન ડાયૉક્સાઈડ અને પાણી ઉત્પન્ન કરતો હોવાથી તે સફાઈકર્તા બળતણ છે. પરિણામે કેટલાક દેશોમાં પેટ્રોલમાં આલ્કોહોલ ઉમેરણ તરીકે – બળતણ સ્વરૂપે ઉમેરવામાં આવે છે.

પ્રશ્ન 43.
ઇથેનોઇક ઍસિડના ભૌતિક ગુણધર્મો લખો.
ઉત્તર:
ઇથેનોઇક ઍસિડ(ઍસિટિક ઍસિડ)ના ભૌતિક ગુણધર્મો નીચે મુજબ છે :

  1. તે રંગવિહીન, તીવ્ર ખટાશયુક્ત વાસ ધરાવતું પ્રવાહી છે.
  2. શુદ્ધ ઇથેનોઇક ઍસિડનું ઉત્કલનબિંદુ 391 K છે.
  3. શુદ્ધ ઇથેનોઇક ઍસિડનું ગલનબિંદુ 290 K જેટલું નીચું હોવાથી શિયાળામાં તેમજ ઠંડી આબોહવામાં તે થીજી જાય છે. તેથી તેને ગ્લેસિયસ ઍસિટિક ઍસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  4. તેના પાણીમાં બનાવેલા 5-8 % સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણને સરકો (વિનેગર) કહે છે.
  5. તે નિર્બળ ઍસિડ છે, પરંતુ હાઈડ્રોક્લોરિક ઍસિડ એ પ્રબળ ઍસિડ (સંપૂર્ણ આયનીકરણ પામે) છે.

GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો

પ્રશ્ન 44.
ઇથેનોઇક ઍસિડના રાસાયણિક ગુણધર્મો સમજાવો.
અથવા
ઇથેનોઇક ઍસિડની રાસાયણિક પ્રક્રિયાઓ સમજાવો.
ઉત્તર:
(1) એસ્ટરીકરણ પ્રક્રિયા: ખનીજ ઍસિડ ઉદીપકની હાજરીમાં કાર્બોક્સિલિક ઍસિડ અને આલ્કોહોલ વચ્ચેની પ્રક્રિયાથી એસ્ટર અને પાણી નીપજે છે. આ પ્રક્રિયાને એસ્ટરીકરણ પ્રક્રિયા કહે છે.

  • ઇથેનોઇક ઍસિડ એ ખનીજ ઍસિડ ઉદ્દીપકની હાજરીમાં પરિશુદ્ધ છે આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરી ઇથાઇલએસિટેટ બનાવે છે અને ઉપનીપજ તરીકે પાણી નીપજે છે.
    GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 57
  • એસ્ટર એ મીઠી વાસ ધરાવતાં સંયોજનો છે. તે અત્તર બનાવવા તેમજ સ્વાદ ઉત્પન્નકર્તા પદાર્થ તરીકે ઉપયોગી છે. – એસ્ટરમાંથી આલ્કોહોલ અને કાબૉક્સિલિક ઍસિડના સોડિયમ ક્ષારમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને સાબુનીકરણ કહે છે.
  • સોડિયમ હાઇડ્રૉક્સાઇડ કે જે આલ્કલી (બેઇઝ) છે, તેના વડે ? એસ્ટરનું ફરીથી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક ઍસિડના સોડિયમ ક્ષારમાં રૂપાંતર થાય છે.
    GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 58

(2) બેઇઝ સાથેની પ્રક્રિયા (તટસ્થીકરણ) કાર્બોક્સિલિક ઍસિડ એ ખનિજ ઍસિડ(HCl, HNO3, H2SO4)ની જેમ બેઇઝ સાથે ? પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે, જેને તટસ્થીકરણ કહે છે. – ઇથેનીઇક ઍસિડ સોડિયમ હાઇડ્રૉક્સાઇડ સાથે પ્રક્રિયા કરી સોડિયમ ઇથેનોએટ (ક્ષાર) અને પાણી બનાવે છે.
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 59

(૩) કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયા: ઇથેનોઇક ઍસિડ કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. → અહીં, ઉત્પન્ન થતો ક્ષાર સામાન્ય રીતે સોડિયમ એસિટેટ કહેવાય છે.
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 60

પ્રશ્ન 45.
ઇથેનોઇક ઍસિડના ઉપયોગો લખો.
ઉત્તર:
ઇથેનોઇક ઍસિડના ઉપયોગો નીચે મુજબ છે :

  1. વિનેગરની બનાવટમાં જે ખોરાકમાં સ્વાદિષ્ટ ખટાશ લાવે છે.
  2. ખોરાકને લાંબો સમય સાચવવા માટે ખોરાક-સંરક્ષક (પ્રિઝર્વેટિવ) તરીકે;
  3. પ્રયોગશાળામાં દ્રાવક અને પ્રક્રિયક તરીકે;
  4. સફેદ લેડ (સફેદો) બનાવવા.

પ્રશ્ન 46. સાબુ એટલે શું? સાબુના અણુનું બંધારણ જણાવો.
ઉત્તર:
સાબુ એ લાંબી શૃંખલાયુક્ત કાર્બોક્સિલિક ઍસિડ(ફટી ઍસિડ)નો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે.

  • સાબુના અણુ-બંધારણમાં બે ભાગ હોય છે :
    1. અધ્રુવીય ભાગઃ જે લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા ધરાવે છે. તે જળવિરાગી છેડો છે. તે અધ્રુવીય પૂંછડી તરીકે ઓળખાય છે.
    2. ધ્રુવીય ભાગઃ જે ત્રણ ભાર ધરાવે છે. તે જળઅનુરાગી છેડો છે. તે ધ્રુવીય શીર્ષ તરીકે ઓળખાય છે.
      GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 61

પ્રશ્ન 47.
સાબુ અને ડિટર્જન્ટના ક્રિયાશીલ સમૂહ જણાવી, તેના અણુનું બંધારણ જણાવો.
ઉત્તર:
સાબુમાં હાઇડ્રોકાર્બન (R) સાથે –COONa (સોડિયમ કાર્બોક્સિલેટ) ક્રિયાશીલ સમૂહ જોડાયેલ હોય છે.
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 62
જ્યારે ડિટર્જન્ટમાં હાઇડ્રોકાર્બન (R) સાથે – SO3Na (સોડિયમ સલ્ફોનેટ) ક્રિયાશીલ સમૂહ જોડાયેલ હોય છે.
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 63

પ્રશ્ન 48.
મિસેલ રચનાની ક્રિયાવિધિ સમજાવો. અથવા સફાઈકાર્યમાં સાબુની અસર સમજાવો. અથવા સાબુની સફાઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો.
ઉત્તર:
સાબુના અણુ લાંબી શંખલા ધરાવતા કાબૉક્સિલિક ઍસિડના સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર છે.

  • સાબુના અણુના બંને છેડા અલગ ગુણધર્મો ધરાવે છે. એક છેડો જળઅનુરાગી છે, જે પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરે છે, જ્યારે બીજો છેડો જળવિરાગી છે, જે હાઇડ્રોકાર્બન સાથે પારસ્પરિક ક્રિયા કરે છે.
  • જ્યારે સાબુ પાણીની સપાટી પર હોય, ત્યારે સાબુની જળવિરાગી (હાઇડ્રોફોબિક) પૂંછડી’ પાણીમાં દ્રાવ્ય થશે નહિ અને તે પાણીની સપાટી પર ગોઠવાય છે. જ્યારે સાબુનું જળઅનુરાગી (હાઇડ્રોફિલિક) ‘શીર્ષ’ પાણીમાં દ્રાવ્ય થશે.
    GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 64
  • પાણીની અંદર આ અણુઓની એક વિશિષ્ટ પ્રકારની ગોઠવણી હોય છે, જે હાઇડ્રોકાર્બન ભાગને પાણીની બહાર રાખે છે.
  • આવું અણુઓનો મોટો સમૂહ બનવાને કારણે થાય છે. જેમાં જળવિરાગી પૂંછડી ઝૂમખા(ગુચ્છ)ના અંદરના ભાગમાં હોય છે, જ્યારે તેનો આયનીય છેડો ઝૂમખાની સપાટી પર હોય છે.
  • આ સંરચનાને મિસેલ કહે છે.
    GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 65
  • મિસેલના રૂપમાં સાબુ સફાઈ કરવા સક્ષમ હોય છે, કારણ કે તેલી મેલ મિસેલના કેન્દ્રમાં એકત્રિત થાય છે.
  • આ મિસેલ દ્રાવણમાં કલિલ સ્વરૂપે રહે છે.
  • આયન-આયન વચ્ચેના અપાકર્ષણના કારણે તે અવક્ષેપિત થવા માટે એકઠા થતા નથી.
  • આમ, મિસેલમાં વિલંબિત થયેલા મેલને સરળતાથી ધોઈ શકાય છે.
  • સાબુના મિસેલ મોટા પાયે પ્રકાશનું પ્રકીર્ણન કરી શકે છે. આથી સાબુનું દ્રાવણ ધૂંધળું (વાદળ જેવું) દેખાય છે.

પ્રશ્ન 49.
પ્રક્ષાલકો વિશે ટૂંક નોંધ લખો.
ઉત્તર:
વસ્તુની સપાટી પર ચોટેલા મેલને દૂર કરવા માટે વપરાતા રાસાયણિક પદાર્થોને પ્રક્ષાલકો કહે છે.

  • રાસાયણિક રીતે પ્રક્ષાલક લાંબી શૃંખલા ધરાવતા સલ્ફોનિક ઍસિડના સોડિયમ ક્ષાર કે ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ આયનો ધરાવતા એમોનિયમ ક્ષાર છે.
    GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 66
  • પ્રક્ષાલકોના વીજભારિત છેડા કઠિન પાણીમાં હાજર કૅલ્શિયમ અથવા મૅગ્નેશિયમ આયનો સાથે અદ્રાવ્ય અવક્ષેપ બનાવતા નથી, જે દ્રાવ્ય ક્ષારરૂપે હોય છે.
  • આમ, તે કઠિન પાણીમાં પણ અસરકારક રહે છે.
  • સામાન્ય રીતે પ્રક્ષાલકનો ઉપયોગ શૈપૂ અને કપડાં ધોવાના પદાર્થો બનાવવા માટે થાય છે.

પ્રશ્ન 50.
સાબુ અને ડિટર્જન્ટમાં કોણ વધુ અસરકારક પ્રક્ષાલક છે? શા માટે? સાબુ કરતાં ડિટર્જન્ટનો ઉપયોગ વધ્યો છે. કેમ? ?
ઉત્તર:
સાબુ અને ડિટર્જન્ટ પૈકી ડિટર્જન્ટ વધુ અસરકારક પ્રક્ષાલક છે. કઠિન પાણીમાં રહેલાં Ca2+ અને Mg2+ ધાતુ આયનો સાથે સાબુ પ્રક્રિયા કરી અવક્ષેપ આપે છે અને સાબુનો વ્યય થાય છે.
ડિટર્જન્ટ Ca2+ અને Mg2+ ધાતુ આયનો સાથે અવક્ષેપ આપતાં નથી, પરંતુ દ્રાવ્ય ક્ષારો આપે છે. આ કારણે ડિટર્જન્ટનો વ્યય થતો નથી. પરિણામે સાબુના પ્રમાણમાં ડિટર્જન્ટ ઓછો વપરાય છે. આથી સાબુ કરતાં ડિટર્જન્ટનો ઉપયોગ વધ્યો છે.

હેતુલક્ષી પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
એક શબ્દમાં ઉત્તર આપો :

પ્રશ્ન 1.
પૃથ્વીના પોપડામાં ખનિજ સ્વરૂપે રહેલ કાર્બનનું ટકાવાર પ્રમાણ જણાવો.
ઉત્તરઃ
0.02 %

પ્રશ્ન 2.
વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડનું ટકાવાર પ્રમાણ જણાવો.
ઉત્તરઃ
0.03 %

પ્રશ્ન 3.
કાર્બન, ઑક્સિજન અને નાઇટ્રોજન પરમાણુમાં L કોશમાં ઇલેક્ટ્રૉનની સંખ્યા અનુક્રમે જણાવો.
ઉત્તરઃ
4, 6, 5

પ્રશ્ન 4.
બાયોગૅસ અને CNGનો મુખ્ય ઘટક જણાવો.
ઉત્તરઃ
મિથેન

GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો

પ્રશ્ન 5.
સામાન્ય રીતે સહસંયોજક સંયોજનોનાં ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ છું કેવાં હોય છે?
ઉત્તરઃ
નીચાં

પ્રશ્ન 6.
વિદ્યુતના વહનની દષ્ટિએ કાર્બન સંયોજનો કેવાં હોય છે?
ઉત્તરઃ
અવાહક

પ્રશ્ન 7.
કાર્બનનું સૌથી સખત બહુરૂપ કયું છે?
ઉત્તરઃ
હીરો

પ્રશ્ન 8.
કેટેનેશનની દષ્ટિએ કાર્બન પછીના ક્રમે આવતું તત્ત્વ જણાવો.
ઉત્તરઃ
સલ્ફર

પ્રશ્ન 9.
કાર્બન સંયોજનોની સંખ્યા આશરે કેટલી અંદાજવામાં આવી છે?
ઉત્તરઃ
ત્રણ મિલિયન

પ્રશ્ન 10.
સંતૃપ્ત આલ્કન સંયોજનોનું સામાન્ય સૂત્ર જણાવો.
ઉત્તરઃ
CnH2n+2

પ્રશ્ન 11.
અસંતૃપ્ત આલ્કીન સંયોજનોનું સામાન્ય સૂત્ર જણાવો.
ઉત્તરઃ
CnH2n+2

પ્રશ્ન 12.
અસંતૃપ્ત આલ્કાઇન સંયોજનોનું સામાન્ય સૂત્ર જણાવો.
ઉત્તરઃ
CnH2n-2

પ્રશ્ન 13.
રાસાયણિક દષ્ટિએ સંતૃપ્ત સંયોજનો કરતાં અસંતૃપ્ત સંયોજનો કેવાં હોય છે?
ઉત્તરઃ
વધુ ક્રિયાશીલ

પ્રશ્ન 14.
કેટલા કાર્બનથી વધુ કાર્બન હોય, તો જ વલય-રચના શક્ય બને?
ઉત્તરઃ
ત્રણ

પ્રશ્ન 15.
હેઝેનના શક્ય સમઘટકો કેટલા છે?
ઉત્તરઃ
પાંચ

પ્રશ્ન 16.
આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક ઍસિડ ક્રિયાશીલ સમૂહનાં બંધારણીય સૂત્રો અનુક્રમે જણાવો.
ઉત્તરઃ
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 78

પ્રશ્ન 17.
સમાનધર્મી શ્રેણીના બે ક્રમિક સભ્યમાં આણ્વીય દળનો તફાવત કેટલો હોય છે?
ઉત્તરઃ
14u

પ્રશ્ન 18.
હાઇડ્રોજીનેશન પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વપરાતાં તત્ત્વો જણાવો.
ઉત્તરઃ
નિલ, પેલેડિયમ

પ્રશ્ન 19.
કઠિન પાણીમાં કયા આયનો હાજર હોય છે?
ઉત્તરઃ
કેલ્શિયમ, મેગ્નેશિયમ

પ્રશ્ન 20.
બ્યુટેનોન અને બ્યુટેનાલમાં અનુક્રમે કયા કયા ક્રિયાશીલ સમૂહ છે?
ઉત્તરઃ
કીટોન, આલ્ડિહાઇડ

પ્રશ્ન 2.
વ્યાખ્યા આપો :

પ્રશ્ન 1.
સહસંયોજક બંધ
ઉત્તર:
બે કે તેથી વધુ પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રૉનની ભાગીદારી દ્વારા રચાતા બંધને સહસંયોજક બંધ કહે છે.

પ્રશ્ન 2.
કેટેનેશન
ઉત્તર:
કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે બંધ : બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે, જેથી વધુ સંખ્યામાં અણુઓ (સંયોજનો) બને છે. કાર્બનના આ ગુણધર્મને કેટેનેશન કહે છે.

પ્રશ્ન 3.
સંતૃપ્ત કાર્બન સંયોજનો
ઉત્તર:
જે કાર્બનિક સંયોજનોમાં કાર્બન પરમાણુઓ માત્ર એકલબંધથી જોડાયેલા હોય તેવાં સંયોજનોને સંતૃપ્ત કાર્બન સંયોજનો કહે છે.

GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો

પ્રશ્ન 4.
અસંતૃપ્ત કાર્બન સંયોજનો
ઉત્તર:
જે કાર્બનિક સંયોજનોમાં બે કે તેથી વધુ કાર્બન પરમાણુઓ દ્વિબંધ કે ત્રિબંધથી જોડાયેલા હોય તેવાં સંયોજનોને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કહે છે.

પ્રશ્ન 5.
હાઈડ્રોકાર્બન
ઉત્તર:
જે કાર્બન સંયોજનો માત્ર કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે, તેમને હાઈડ્રોકાર્બન કહે છે.

પ્રશ્ન 6.
ક્રિયાશીલ સમૂહો
ઉત્તર:
વિષમ પરમાણુઓ અને તેમને સમાવતા સમૂહો કે જે સંયોજનોને વિશિષ્ટ ગુણધર્મો આપે છે, જે કાર્બન-શૃંખલાની લંબાઈ અને સ્વભાવ પર આધારિત નથી, તેમને ક્રિયાશીલ સમૂહો કહે છે.

પ્રશ્ન 7.
સમાનધર્મી શ્રેણી
ઉત્તર:
કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી કે જેમાં કાર્બન-શૃંખલામાં રહેલ હાઈડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલ હોય, તેને સમાનધર્મી શ્રેણી કહે છે.

પ્રશ્ન 8.
દહન પ્રક્રિયા
ઉત્તરઃ
કાર્બન (અથવા મોટા ભાગનાં કાર્બનિક સંયોજનો) તેના બધાં જ અપરરૂપોમાં, હવામાં દહન પામીને કાર્બન ડાયૉક્સાઇડ, ઉષ્મા અને પ્રકાશ મુક્ત કરે છે, તેને દહન પ્રક્રિયા કહે છે.

પ્રશ્ન 9.
ઑક્સિડેશનકર્તા
ઉત્તર:
કેટલાક પદાર્થો અન્ય પદાર્થોમાં ઑક્સિજન ઉમેરવા માટે – સક્ષમ હોય છે, તેને ઑક્સિડેશનકર્તા કહે છે.

પ્રશ્ન 10.
યોગશીલ પ્રક્રિયા
ઉત્તર:
જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કાર્બનિક સંયોજનોમાં બીજો અણુ ઉમેરાવાથી નવું કાર્બનિક સંયોજન બને, તો તે પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા કહે છે.

પ્રશ્ન 11.
વિસ્થાપન પ્રક્રિયા
ઉત્તર:
જે પ્રક્રિયામાં કાર્બનિક સંયોજનના અણુમાં રહેલા પરમાણુ – કે પરમાણુઓના સમૂહનું અન્ય પરમાણુ કે પરમાણુઓના સમૂહ વડે વિસ્થાપન થાય, તો તે પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે.

પ્રશ્ન 12.
એસ્ટરીકરણ
ઉત્તર:
ખનીજ ઍસિડ ઉદ્દીપકની હાજરીમાં કાર્બોક્સિલિક ઍસિડ – અને આલ્કોહોલ વચ્ચેની પ્રક્રિયાથી એસ્ટર અને પાણી નીપજે છે. આ પ્રક્રિયાને એસ્ટરીકરણ કહે છે.

પ્રશ્ન 13.
સાબુનીકરણ
ઉત્તરઃ
એસ્ટરમાંથી આલ્કોહોલ અને કાબૉક્સિલિક ઍસિડના ” સોડિયમ ક્ષારમાં રૂપાંતર થવાની ક્રિયાને સાબુનીકરણ કહે છે.

પ્રશ્ન 3.
ખાલી જગ્યા પૂરો :

પ્રશ્ન 1.
તમામ સજીવ સંરચનાઓ ……. પર આધારિત છે.
ઉત્તર:
કાર્બન

પ્રશ્ન 2.
પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે ……… કાર્બન ધરાવે છે.
ઉત્તર:
0.02 %

પ્રશ્ન 3.
કાર્બન તેના બાહ્યતમ કોશમાં ૫ ઇલેક્ટ્રૉન ધરાવે છે.
ઉત્તર:
ચાર

પ્રશ્ન 4.
ક્લોરિનનો પરમાણુક્રમાંક ………. છે.
ઉત્તર:
17

પ્રશ્ન 5.
એમોનિયાનું અણુસૂત્ર …….. છે.
ઉત્તર:
NH3

GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો

પ્રશ્ન 6.
બાયોગેસ અને CNGનો મુખ્ય ઘટક …….. છે.
ઉત્તર:
મિથેન

પ્રશ્ન 7.
સંતૃપ્ત સંયોજનોમાં કાર્બન પરમાણુ વચ્ચે …… બંધ હોય છે.
ઉત્તર:
એક

પ્રશ્ન 8.
કોલસો તથા પેટ્રોલ જેવાં બળતણોમાં થોડી માત્રામાં ……. તેમજ ………. હોય છે.
ઉત્તર:
નાઇટ્રોજન, સલ્ફર

પ્રશ્ન 9.
પ્રોપેનનું આણ્વીય સૂત્ર ………. છે.
ઉત્તર:
C3H8

પ્રશ્ન 10.
આલ્ફીનનું સામાન્ય સૂત્ર ……. છે.
ઉત્તર:
CnH2n

પ્રશ્ન 11.
મોટા ભાગનાં કાર્બન સંયોજનો દહન દ્વારા … અને ………… મુક્ત કરે છે.
ઉત્તર:
ઉષ્મા, પ્રકાશ

પ્રશ્ન 12.
અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ……… જ્યોત આપે છે.
ઉત્તર:
કાળા ધુમાડાવાળી પીળી

પ્રશ્ન 13.
આલ્કોહોલનું …….. માં ઑક્સિડેશન થાય છે.
ઉત્તર:
કાબોક્સિલિક ઍસિડ

પ્રશ્ન 14.
જે પદાર્થો પ્રક્રિયાને અસર પહોંચાડ્યા વગર જ પ્રક્રિયાને જુદા જુદા દરથી આગળ વધારે છે, તેને …… કહે છે.
ઉત્તર:
ઉદ્દીપકો

પ્રશ્ન 15.
વનસ્પતિ તેલના હાઇડ્રોજીનેશનમાં ………. ઉદ્દીપકનો ઉપયોગ થાય છે.
ઉત્તર:
Ni

પ્રશ્ન 16.
પ્રાણીજ ચરબીમાં ………. હોય છે.
ઉત્તર:
સંતૃપ્ત ફેટી ઍસિડ

પ્રશ્ન 17.
CH4નું સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિન વડે વિસ્થાપન થવાથી …….. બને છે.
ઉત્તર:
CH3Cl

પ્રશ્ન 18.
ટિક્યર આયોડિનની બનાવટમાં ઉપયોગી છે.
ઉત્તર:
ઇથેનોલ

પ્રશ્ન 19.
આલ્કોહોલની સોડિયમ સાથેની પ્રક્રિયાથી ……… ઉત્પન્ન થાય છે.
ઉત્તર:
H2/ હાઇડ્રોજન

પ્રશ્ન 20.
સાંદ્ર H2SO4 એ …… છે.
ઉત્તર:
નિર્જલીકરણકર્તા

પ્રશ્ન 21.
ઈથેનોઇક ઍસિડની ઍસિડ ઉદ્દીપકની હાજરીમાં ઇથેનોલ સાથેની પ્રક્રિયાથી ……. બને છે.
ઉત્તર:
એસ્ટર

પ્રશ્ન 22.
સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક ઍસિડના ………. ક્ષાર છે.
ઉત્તર:
સોડિયમ, પોટેશિયમ

પ્રશ્ન 23.
મિસેલ પાણીમાં ……….ની રચના કરે છે.
ઉત્તર:
પાયસ (ઇમલ્શન)

પ્રશ્ન 24.
યોગશીલ પ્રક્રિયામાં …….. ઉદીપકની હાજરીમાં અસંતૃપ્ત હાઈડ્રોકાર્બનમાં હાઈડ્રોજન ઉમેરાઈને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને છે.
ઉત્તર:
Pd/Ni

પ્રશ્ન 25.
કાર્બન અને હાઇડ્રોજનનું બનેલું સંયોજન ……. કહેવાય.
ઉત્તર:
હાઈડ્રોકાર્બન

પ્રશ્ન 4.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો ?

પ્રશ્ન 1.
પ્રોપીન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 2.
આલ્કન કરતાં અનુવર્તી આલ્કીન કે આલ્કાઇન સંયોજનોની ક્રિયાશીલતા વધુ હોય છે.
ઉત્તર:
ખરું

GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો

પ્રશ્ન 3.
સમાનધર્મી શ્રેણીના બે ક્રમિક સભ્યમાં પરમાણુની સંખ્યામાં CH2 જેટલો તફાવત હોય છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 4.
5 % પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને પરિશુદ્ધ આલ્કોહોલ કહે છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 5.
ફૉલ્ડિહાઈડનું આવીય સૂત્ર HCHO છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 6.
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 79
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 7.
પ્રક્ષાલકનો ઉપયોગ શેમ્પ અને કપડાં ધોવાના પદાર્થો બનાવવા માટે થાય છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 8.
સાબુનો અધુવીય છેડો જળઅનુરાગી, જ્યારે ધ્રુવીય છેડો જળવિરાગી છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 9.
સાબુનું દ્રાવણ ધૂંધળું દેખાય છે, કારણ કે મિસેલ પ્રકાશનું પ્રકીર્ણન કરે છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 10.
કાબૉક્સિલિક ઍસિડની સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરતાં CO2 ઉત્પન્ન થાય છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 11.
આલ્કોહોલ રંગક ઉમેરતાં ભૂરા રંગનો બને છે, જેને વિકૃત આલ્કોહોલ કહે છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 12.
ઇથેનોલના નિર્જલીકરણથી પ્રોપીન બને છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 13.
કોલસા તથા પેટ્રોલમાં થોડી માત્રામાં નાઇટ્રોજન અને સલ્ફર હોવાથી તેના દહનથી વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 5.
જોડકાં જોડોઃ
(1)
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 80
ઉત્તર:
(1 – s), (2 – p), (3 – q), (4 – r)

(2)
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 81
ઉત્તર:
(1 – q), (2 – r), (3 – s), (4 – p)

(3)
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 82
ઉત્તર:
(1 – s), (2 – p), (3 – q), (4 – r)

પ્રશ્ન 6.
નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો:

1. C + O2

2. CH4 + O2

3. CH3CH2OH + O2

4.
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 83

5.
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 84

6. CH3OH + Na →

7. CH3CH2OH + Na →

8.
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 85

9.
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 86

10.
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 87

11.
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 88

12.
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 89

13.
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 90

14. CH3COOH + KOH →

15. CH3CH2COOH + KOH →

16. CH3COOH + Na2CO3

17. CH3CH2COOH + Na2CO3

18. CH3COOH + NaHCO3

19. CH3CH2COOH + NaHCO3

20. CH3CH2CH2COOH + NaHCO3
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 91
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 92
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 93
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 94
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 95
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 96

પ્રશ્ન 7.
(I) નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

પ્રશ્ન 1.
(-CHO) ક્રિયાશીલ સમૂહ ધરાવતા પદાર્થોને કયા સંયોજનો કહે છે?
A. એમાઈડ
B. આલ્ડિહાઇડ
C. કીટોન
D. આલ્કોહોલ
ઉત્તર:
આલ્ડિહાઇડ

પ્રશ્ન 2.
કાબૉક્સિલિક ઍસિડ કયો ક્રિયાશીલ સમૂહ ધરાવે છે?
A. GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 97
B. -COOH
C. – CHO
D. -OH
ઉત્તર:
-COOH

GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો

પ્રશ્ન 3.
“-ઓલ’ પ્રત્યય કયા સમૂહ માટે નામકરણમાં જોડવામાં આવે છે?
A. – CHO
B. GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 98
C. -OH
D. -X
ઉત્તર:
—OH

પ્રશ્ન 4.
મિથાઇલઇથેનોએટમાં નીચેનામાંથી ક્યો ક્રિયાશીલ સમૂહ રહેલો છે?
A. આલ્કોહોલ
B. હેલાઇડ
C. કીટોન
D. એસ્ટર
ઉત્તર:
એસ્ટર

પ્રશ્ન 5.
મિથેનાલનું રિડક્શન કરતાં કયો પદાર્થ મળે છે?
A. ઇથેનોલ
B. CO2 અને O2
C. મિથેનોલ
D. આપેલ તમામ
ઉત્તર:
મિથેનોલ

પ્રશ્ન 6.
આલ્કોહોલ અને કાર્બોક્સિલિક ઍસિડની સાંદ્ર H2SO4ની હાજરીમાં થતી પ્રક્રિયા નીચેનામાંથી કઈ છે?
A. જળવિભાજન
B. બીટા વિલોપન
C. સાબુનીકરણ
D. એસ્ટરીકરણ
ઉત્તર:
એસ્ટરીકરણ

પ્રશ્ન 7.
નીચેના પૈકી કયા ક્રિયાશીલ સમૂહનું સંયોજન ઓછામાં ઓછા 3 કાર્બન પરમાણુ ધરાવતું હશે?
A. -COOH
B. –CHO
C. GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 99
D. -C-0-
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 99

પ્રશ્ન 8.
કીટોનમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે?
A. GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 99
B. -COOH
C. -CHO
D. -OH
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 99

પ્રશ્ન 9.
આલ્ડિહાઇડમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે?
A. GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 99
B. -COOH
C. -CHO
D. -OH
ઉત્તર:
– CHO

પ્રશ્ન 10.
–OH ક્રિયાશીલ સમૂહ ધરાવતો પદાર્થ કયો છે?
A. આલ્કોહોલ
B. કીટોન
C. એસ્ટર
D. કાબૉક્સિલિક એસિડ
ઉત્તર:
આલ્કોહોલ

પ્રશ્ન 11.
ફૉર્મિક ઍસિડમાં કેટલા કાર્બન હોય છે?
A. 1
B. 2
C. 3
D. 4
ઉત્તર:
1

પ્રશ્ન 12.
ખોરાક-સંરક્ષક તરીકે કયો પદાર્થ ઉપયોગી છે?
A. CH3OH
B. CH3COOH
C. CH3CHO
D. CH3COCH3
ઉત્તર:
CH3COOH

પ્રશ્ન 13.
સાબુ અને ડિટર્જન્ટમાં અધુવીય પૂંછડી ……. પ્રત્યે આકર્ષણ ધરાવે છે અને ઋણભારીય શીર્ષ …… પ્રત્યે આકર્ષણ ધરાવે છે.
A. ડાઘ, ગ્લિસરોલ
B. પાણીના અણુ, ડાઘ
C. ડાઘ, પાણીના અણુ
D. પાણીના અણુ, ગ્લિસરોલ
ઉત્તર:
ડાઘ, પાણીના અણુ

પ્રશ્ન 14.
ઇથેનોઇક ઍસિડનું સામાન્ય નામ શું છે?
A. ફૉર્મિક ઍસિડ
B. ઍસિટિક ઍસિડ
C. પ્રોપેનોઇક ઍસિડ
D. બ્યુટેનોઈક ઍસિડ
ઉત્તર:
ઍસિટિક ઍસિડ

પ્રશ્ન 15.
NH3નો અણુ શું ધરાવે છે?
A. માત્ર એકલબંધો
B. માત્ર દ્વિબંધો
C. માત્ર ત્રિબંધો
D. બે દ્વિબંધ અને એક એકલબંધ
ઉત્તર:
માત્ર એકલબંધો

GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો

પ્રશ્ન 16.
ફુલેરિન એ કોનું અપરરૂપ છે?
A. ફૉસ્ફરસ
B. સલ્ફર
C. કાર્બન
D. ટિન
ઉત્તર:
કાર્બન

પ્રશ્ન 17.
નીચેનામાંથી બ્યુટેનના આઇસોમરનું સાચું બંધારણ કયું છે?
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 100
A. (i) અને (iii)
B. (ii) અને (iv)
C. (i) અને (ii)
D. (iii) અને (iv)
ઉત્તર:
(i) અને (ii)

પ્રશ્ન 18.
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 101
પ્રક્રિયામાં KMnO4 કઈ રીતે વર્તે છે?
A. રિડક્શનકર્તા
B. ઑક્સિડેશનકર્તા
C. ઉદ્દીપક
D. નિર્જલીકરણકર્તા
ઉત્તર:
ઑક્સિડેશનર્ધા

પ્રશ્ન 19.
તેલની પેલેડિયમ અને નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી ચરબી બને છે, તે શેનું ઉદાહરણ છે?
A. યોગશીલ પ્રક્રિયા
B. વિસ્થાપન પ્રક્રિયા
C. પુનર્વિન્યાસ પ્રક્રિયા
D. ઑક્સિડેશન પ્રક્રિયા
ઉત્તર:
યોગશીલ પ્રક્રિયા

પ્રશ્ન 20.
ઇથાઇનનું બંધારણીય સૂત્ર જણાવો.
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 102
ઉત્તર:
H – C ≡ C – H

પ્રશ્ન 21.
નીચેનામાંથી કયું અસંતૃપ્ત સંયોજન છે?
(i) પ્રોપેન
(ii) પ્રોપીને
(iii) પ્રોપાઇન
(iv) ક્લોરોપ્રોપેન
A. (i) અને (ii).
B. ( ii) 24 (iv)
C. (iii) અને (iv)
D. (ii) અને (iii)
ઉત્તર:
(ii) અને (ii)

પ્રશ્ન 22.
કઈ પરિસ્થિતિમાં ક્લોરિન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથે ઓરડાના તાપમાને પ્રક્રિયા કરે છે?
A. સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં
B. સૂર્યપ્રકાશની હાજરીમાં
C. પાણીની હાજરીમાં
D. HCની હાજરીમાં
ઉત્તર:
સૂર્યપ્રકાશની હાજરીમાં

પ્રશ્ન 23.
ઇથેનોલ સોડિયમ સાથે પ્રક્રિયા કરી કઈ નીપજ આપશે?
A. સોડિયમ ઇથેનોએટ અને હાઇડ્રોજન
B. સોડિયમ ઇથેનોએટ અને ઑક્સિજન
C. સોડિયમ અથૉક્સાઈડ અને હાઈડ્રોજન
D. સોડિયમ અથૉક્સાઈડ અને ઑક્સિજન
ઉત્તર:
સોડિયમ અથૉક્સાઈડ અને હાઈડ્રોજન

પ્રશ્ન 24.
બ્યુટેનોઈક ઍસિડનું સાચું બંધારણીય સૂત્ર જણાવો.
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 103
ઉત્તર:
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 105

પ્રશ્ન 25.
વિનેગર શેનું દ્રાવણ છે?
A. આલ્કોહોલમાં 50 % – 60 % એસેટિક ઍસિડ
B. આલ્કોહોલમાં 5 %– 8% ઍસેટિક ઍસિડ
C. પાણીમાં 5 % -8 % ઍસેટિક ઍસિડ
D. પાણીમાં 50 %–60 % ઍસેટિક ઍસિડ
ઉત્તર:
પાણીમાં 5 %–8% ઍસેટિક ઍસિડ

પ્રશ્ન 26.
કાર્બન એક-સંયોજક પરમાણુ એટલે કે હાઈડ્રોજન સાથે પોતાના ચાર સંયોજકતા ઇલેક્ટ્રૉનની વહેંચણી કરીને ચાર સહસંયોજક બંધ બનાવે છે. ચાર બંધ બન્યા પછી કાર્બન કોના જેવી ઇલેક્ટ્રૉનરચના પ્રાપ્ત કરશે?
A. હિલિયમ
B. નિયોન
C. આર્ગોન
D. ક્રિપ્ટોન
ઉત્તર:
નિયોન

પ્રશ્ન 27.
કયું સમાનધર્મી શ્રેણી સાથે સંબંધિત નથી?
A. CH4
B. C2H6
C. C3H8
D. C4H8
ઉત્તર:
C4H8

પ્રશ્ન 28.
આલ્કલાઇનની સમાનધર્મી શ્રેણીનું પ્રથમ સભ્ય કયું છે?
A. ઇથાઇન
B. ઇથીન
C. પ્રોપાઇન
D. મિથેન
ઉત્તર:
ઇથાઇન

GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો

પ્રશ્ન 29.
કઈ પ્રક્રિયા સાબુનીકરણ દર્શાવે છે?
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 104
ઉત્તર:
CH3COOCH2CH3 + NaOH → CH3COONa + CH3CH2OH

પ્રશ્ન 30.
પેન્ટેન (C5H12) કેટલા સહસંયોજક બંધ ધરાવે છે?
A. 5
B. 12
C. 16
D. 17
ઉત્તર:
16

(II) એક કરતાં વધારે ઉત્તરવાળા પ્રશ્નો (MCQs)

પ્રશ્ન 1.
કાર્બન સંયોજન માટે કયાં વિધાન સાચાં નથી?
A. વિદ્યુતના સારા સુવાહક છે.
B. વિદ્યુતના અવાહક છે.
C. તેમના અણુ-અણુ વચ્ચે મજબૂત આકર્ષણ બળ છે.
D. તેમના અણુ-અણુ વચ્ચે મજબૂત આકર્ષણ બળ નથી.
ઉત્તર:
B, D

પ્રશ્ન 2.
નીચેના પૈકી કયાં સંયોજનો અસંતૃપ્ત સંયોજનો છે?
A. ઇથીન, ઇથાઇન, પ્રોપીન, પ્રોપાઈન
B. ઇથાઇન, બુટાઇન, પ્રોપેનોલ, બ્યુટેનોલ
C. ઇથીન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન
D. ઇથાઇન, પ્રોપાઈન, બ્યુટાઇન, પેન્ટાઇન
ઉત્તર:
A, C, D.

પ્રશ્ન 3.
નીચેનાં ત્રણ હાઈડ્રોકાર્બન સંયોજનો માટે કયાં વિધાનો સાચાં છે?
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 106
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 107
A. ત્રણેય હાઇડ્રોકાર્બન સંયોજનોનું સામાન્ય સૂત્ર સમાન છે.
B. ત્રણેય હાઈડ્રોકાર્બન સંયોજનો એકબીજાના સમઘટકો છે.
C. ત્રણેય હાઇડ્રોકાર્બન સંયોજનો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો છે.
D. ત્રણેય હાઈડ્રોકાર્બન સંયોજનની રાસાયણિક પ્રક્રિયાઓ સમાન છે.
ઉત્તર:
A, B, D

પ્રશ્ન 4.
નીચેના પૈકી બ્યુટેન ના સમઘટકો કયા ક્યા છે?
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 108
ઉત્તર:
A, B

પ્રશ્ન 5.
નીચેના પૈકી કઈ પ્રક્રિયા સાચી છે?
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 109
ઉત્તર:
B, C, D

(III) નીચેના દરેક પ્રશ્નમાં એક વિધાન A અને બીજું કારણ R : છે. દરેક વિધાન અને કારણનો કાળજીપૂર્વક અભ્યાસ કરી, નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :
A. વિધાન A અને કારણ R બંને સાચાં છે તથા કારણ R એ વિધાન Aની સાચી સમજૂતી આપે છે.
B. વિધાન A અને કારણ R બંને સાચાં છે પણ કારણ R એ વિધાન Aની સાચી સમજૂતી આપતું નથી.
C. વિધાન A સાચું છે અને કારણ R ખોટું છે.
D. વિધાન A અને કારણ R બંને ખોટાં છે.

પ્રશ્ન 1.
A: ઑક્સિજન અને ઇથાઇનનું મિશ્રણ વેલ્ડિંગ માટે સળગાવવામાં આવે છે.
R: આ દહનથી ખૂબ જ વધુ પ્રમાણમાં ઉષ્મા મુક્ત થાય છે.
ઉત્તર:
ઉત્તર:
A

પ્રશ્ન 2.
A: ઇથેનોલના ઑક્સિડેશન માટે ઍસિડિક K2Cr2O7 વપરાય છે.
R: ઍસિડિક K2Cr2O7 એ રિડક્શનકર્તા છે.
ઉત્તર:
C

પ્રશ્ન ૩.
A: ખોરાક રાંધવા માટે પ્રાણીજ ચરબીનો ઉપયોગ કરવો જોઈએ.
R: તે સ્વાથ્ય માટે ફાયદાકારક છે.
ઉત્તર:
D

પ્રશ્ન 4.
A: કાર્બન ચાર ઇલેક્ટ્રૉન મેળવી C4- એનાયન બનાવી શકે નહિ.
R: છ પ્રોટોન ધરાવતા કેન્દ્ર માટે દસ ઇલેક્ટ્રૉન સમાવવા મુશ્કેલ થઈ શકે છે.
ઉત્તર:
A

પ્રશ્ન 5.
A: GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 110 શ્રેણીના સભ્યો છે.
R: આ સભ્યો સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા નથી.
ઉત્તર:
C

મૂલ્યો આધારિત પ્રશ્નોત્તર (Value Based Questions with Answers)

પ્રશ્ન 1.
એક દિવસ મુદ્રા રસોડામાં તેની માતા સાથે વાત કરતી હતી. તેની માતા સ્ટીલના વાસણમાં શાક રાંધતી હતી. વાતચીત દરમિયાન મુદ્રાએ જોયું કે સ્ટીલના વાસણની બહારની બાજુએ કાળા ડાઘ પડે છે. આ અવલોકન તેણે તેની માતાને જણાવ્યું. તેની માતાએ કહ્યું કે, આવું તો છેલ્લા કેટલાક સમયથી થાય છે. તઉપરાંત વાસણ પરથી કાળા ડાઘ દૂર કરવા પણ અઘરા પડે છે. દસમા ધોરણમાં ભણતી મુદ્રાએ ગેસનો સ્ટવ તપાસ્યો અને તેણીએ કારણ શોધી, તેની માતાને પણ સમજાવ્યું. આ દરમિયાન મુદ્રાને શાળાએ જવાનું મોડું થયું. આથી તેણે તેની માતાને આ કાળા ડાઘ દૂર કરવાની રીત ઝડપથી સમજાવી. માતાએ તેણે સમજાવ્યા મુજબ કાળા ડાઘ દૂર કર્યા અને તે રીત અપનાવવાથી લાંબા સમય સુધી રાંધતી વખતે વાસણ પર ડાઘ પણ પડ્યા નહિ.

પ્રશ્ન 1.
વાસણ પર કાળા ડાઘ શા માટે પડતા હતા? સમજાવો.
ઉત્તર:
અહીં, બળતણ તરીકે વપરાતા LPGનું અપૂર્ણ દહન થતું હોવાથી કાર્બનના કણો મુક્ત થતા હોવાથી વાસણો પર કાળા ડાઘ પડે છે. LPGનું અપૂર્ણ દહન થવાથી પીળા રંગની જ્યોત મળે છે.

પ્રશ્ન 2.
આ પ્રમાણે જો વાસણ પર કાળા ડાઘ પડે, તો તેના બીજા બે ગેરફાયદા (નુક્સાન) જણાવો.
ઉત્તર:

  1. LPGનું અપૂર્ણ દહન થવાથી ઓછી ઉષ્મા મુક્ત થતી હોઈ બળતણનો વ્યય થાય છે.
  2. LPGનું અપૂર્ણ દહન થતાં મુક્ત થયેલા કાર્બનના કણોથી વાતાવરણ પ્રદૂષિત થાય છે.

પ્રશ્ન 3.
મુદ્રાએ ગૅસના સ્ટવની તપાસ દરમિયાન શું અવલોકન કર્યું?
ઉત્તર:
મુદ્રાએ અવલોકન કર્યું કે, ગેસ-સ્ટવનાં છિદ્રો આંશિક રીતે ભરાઈ ગયાં છે.

GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો

પ્રશ્ન 4.
આ ખામી દૂર કરવા તેણે કયાં પગલાં લીધાં?
ઉત્તર:
મુદ્રાએ તેની માતાને આ છિદ્રો સાફ કરવાનું જણાવ્યું. જેથી પૂરતા પ્રમાણમાં હવાનો જથ્થો બળતણને મળી શકે અને બળતણનું સંપૂર્ણ દહન થાય.

પ્રશ્ન 5.
મુદ્રાની સલાહ બાદ તેની માતાએ લીધેલાં પગલાં બાદ કેવી જ્યોત મળી?
ઉત્તર:
ગૅસ-સ્ટવના છિદ્રોની પૂર્ણ સફાઈ થવાથી હવાનો પૂરતો જથ્થો બળતણને પ્રાપ્ત થવાથી LPGનું સંપૂર્ણ દહન થાય છે. આથી હવે ભૂરા રંગની જ્યોત (ઑક્સિડાઇઝિંગ જ્યોત) મળે છે.

પ્રશ્ન 6.
આ ઘટનામાં મુદ્રાના કયા ગુણોનું અવલોકન થયું?
ઉત્તર:
મુદ્રામાં

  1. સારી અવલોકનક્ષમતા,
  2. બળતણના દહનનું જ્ઞાન,
  3. મેળવેલા જ્ઞાનનો રોજિંદા જીવનમાં ઉપયોગ અને
  4. પર્યાવરણની જાળવણી જેવા ગુણોનું અવલોકન થયું.

પ્રશ્ન 2.
યુગ એ ધોરણ 10માં ભણતા વિદ્યાર્થી છે. શાળાના અભ્યાસ સમય દરમિયાન તેના વિજ્ઞાન-શિક્ષક વિદ્યાર્થીઓ સાથે તેલ અને ચરબી વિશે ચર્ચા કરતા હતા. આ ચર્ચાથી યુગે તેલ અને ચરબી વિશેનાં કેટલાંક તો જાણ્યાં, જે તે પહેલાં નહોતો જાણતો. યુગે ઘેર આવી તેની માતાને પૂછ્યું કે તે રસોઈ બનાવતી વખતે કયા તેલનો ઉપયોગ કરે છે. તેની માતાએ જણાવ્યું કે, તે વનસ્પતિ ઘીનો ખોરાક રાંધવા માટે ઉપયોગ કરે છે. યુગે તેની માતાને વિનંતી કરી કે વનસ્પતિ ઘી સ્વાથ્ય માટે હાનિકારક હોવાથી તેનો ઉપયોગ કરવો જોઈએ નહિ. યુગે તેની માતાને સમજાવ્યું કે વનસ્પતિ તેલનો ઉપયોગ કરવો એ સ્વાથ્યવર્ધક છે. તેની માતાએ પણ તેની વિનંતી સ્વીકારી અને તેના જણાવ્યા અનુસાર વનસ્પતિ તેલથી રસોઈ રાંધવાની શરૂઆત કરી.

પ્રશ્નો :

પ્રશ્ન 1.
વનસ્પતિ ઘી અને વનસ્પતિ તેલની ભૌતિક સ્થિતિ જણાવો.
ઉત્તર:
વનસ્પતિ ઘી અને વનસ્પતિ તેલ અનુક્રમે ઘન અને પ્રવાહી અવસ્થા ધરાવે છે.

પ્રશ્ન 2.
વનસ્પતિ તેલ અને ચરબી રાસાયણિક દષ્ટિએ કેવી રીતે ભિન્ન છે?
ઉત્તર:
વનસ્પતિ તેલ એ અસંતૃપ્ત કાર્બન સંયોજન છે, જ્યારે ચરબી એ સંતૃપ્ત કાર્બન સંયોજન છે.

પ્રશ્ન 3.
વનસ્પતિ તેલનું વનસ્પતિ ઘીમાં રૂપાંતર કઈ પદ્ધતિ દ્વારા થાય છે?
ઉત્તર:
હાઇડ્રોજીનેશન પદ્ધતિ દ્વારા વનસ્પતિ તેલનું વનસ્પતિ ઘીમાં રૂપાંતર થાય છે.

પ્રશ્ન 4.
વનસ્પતિ ઘી સ્વાથ્ય માટે શા માટે યોગ્ય નથી?
ઉત્તર:
વનસ્પતિ ઘીમાં સંતૃપ્ત ફેટી ઍસિડ હોવાથી તે શરીરમાં ખરાબ કોલેસ્ટેરોલનું પ્રમાણ વધારે છે, જે લાંબા ગાળે હૃદયરોગનું જોખમ ઊભું કરે છે. આથી આ તે સ્વાથ્ય માટે યોગ્ય નથી.

પ્રશ્ન 5.
લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા પ્રાણીજ ચરબીનાં ઉદાહરણ આપો.
ઉત્તર:
માખણ એ લોકો દ્વારા ઉપયોગમાં લેવાતું પ્રાણીજ ચરબીનું ઉદાહરણ છે.

પ્રશ્ન 6.
વનસ્પતિ તેલ શા માટે સ્વાસ્થવર્ધક છે?
વનસ્પતિ તેલમાં અસંતૃપ્ત ફેટી એસિડ હોવાથી તે શરીરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે. આથી હૃદયરોગનું જોખમ ઘટે છે. આથી તે સ્વાથ્યવર્ધક છે.

પ્રાયોગિક કૌશલ્યો આધારિત પ્રશ્નોત્તર (Practical Skill Based Questions with Answers)

પ્રશ્ન 1.
કાર્બનિક સંયોજન “A’ જે અથાણાની સાચવણી માટે વપરાય છે. તેનું આણ્વીય સૂત્ર C2H4O2 છે. આ સંયોજનની ઍસિડની હાજરીમાં ઇથેનોલ સાથે પ્રક્રિયા કરતાં મીઠી સુગંધ ધરાવતું સંયોજન “B’ મળે છે.

પ્રશ્ન 1.
સંયોજન “A’ ઓળખાવો.
ઉત્તરઃ
સંયોજન A: CH3COOH (ઍસિટિક ઍસિડ)

પ્રશ્ન 2.
સંયોજન “A’ની ઍસિડની હાજરીમાં ઇથેનોલ સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખો.
ઉત્તરઃ
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 111

પ્રશ્ન 3.
ધોવાના સોડાની સંયોજન “A’ સાથે પ્રક્રિયા કરવાથી કયો વાયુ નીપજે છે? આ પ્રક્રિયાનું સમીકરણ લખો.
ઉત્તરઃ
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 112

GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો

પ્રશ્ન 4.
સંયોજન ‘B’માંથી સંયોજન “A’ મેળવવાની પ્રક્રિયાનું સમીકરણ લખો.
ઉત્તરઃ
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 113

પ્રશ્ન 2.
નીચેની પ્રક્રિયાઓમાં A, B, C, D અને E ઓળખાવો:
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 114
ઉત્તર:
(1) A = આલ્કલાઇન KMnO4 અથવા ઍસિડિક K2Cr2O7
(2) B = CH3COOC2H5
(3) B = CH3COOC2H5, C = CH3COONa
(4) D = CH3COOH, E = CO2 C
(5) E = CO2, F = CaCO3

પ્રશ્ન 3.
એક કાર્બનિક સંયોજન P ને વધુ પ્રમાણમાં સાંદ્ર H2SO4ની હાજરીમાં 443 K તાપમાને ગરમ કરતાં તેટલા જ કાર્બન ધરાવતું સંયોજન Q મળે છે. સંયોજન Q ની નિકલ અથવા પેલેડિયમની હાજરીમાં હાઈડ્રોજન સાથે પ્રક્રિયા કરતાં સંયોજન R મળે છે. એક મોલ સંયોજન R ની પૂરતા પ્રમાણમાં O2 સાથેની પ્રક્રિયાથી બે મોલ કાર્બન ડાયોક્સાઇડ અને ત્રણ મોલ પાણી નીપજે છે. સંયોજન P, Q, R ઓળખાવો તથા ત્રણેય સમીકરણ લખો.
ઉત્તર:
P: C2H5OH (ઇથેનોલ)
Q: H2C = CH2 (ઇથીન)
R: H3C – CH3 (ઇથેન)
રાસાયણિક પ્રક્રિયાઓઃ
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 115

GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 116
GSEB Class 10 Science Important Questions Chapter 4 કાર્બન અને તેનાં સંયોજનો 117

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *