Computer Class 11 GSEB Solutions Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ

Students frequently turn to Computer Class 11 GSEB Solutions and GSEB Computer Textbook Solutions Class 11 Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ for practice and self-assessment.

GSEB Computer Textbook Solutions Class 11 Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ

પ્રશ્ન 1.
કમાન્ડ પ્રૉમ્પ્ટ એટલે શું?
ઉત્તરઃ
કમાન્ડ પ્રૉમ્પ્ટ એવું સૂચવે છે કે, ઇન્ટરફેસ હવે ઉપયોગકર્તા સાથે કમાન્ડ સ્વરૂપે સંવાદ કરવા તૈયાર છે અને હવે આપણે કમાન્ડ ટાઇપ કરી શકીએ. કમાન્ડ પ્રૉમ્પ્સની મદદથી આપણે આપણાં ઇચ્છિત કાર્યો પાર પાડી શકીએ છીએ.

પ્રશ્ન 2.
શેલનું વર્ણન કરો. કોઈ પણ ત્રણ લિનક્સ શેલનાં નામ આપો.
ઉત્તર:
શેલ એ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ છે તે ઉપયોગકર્તા સાથે પરસ્પર સંવાદ કરી શકાય તે માટેનો ઉપયોગકર્તાનો પ્રોગ્રામ છે.
ઉબન્ટુ લિનક્સ સિસ્ટમ ઉપર કામ કરવા માટેનાં ત્રણ શેલનાં નામ નીચે મુજબ છે :

  1. બોર્ન (Bourne) શેલ
  2. C શેલ (csh અને tesh), અને
  3. કોર્ન (korn) શૈલ

પ્રશ્ન 3.
શેલ કમાન્ડનું અર્થઘટન કેવી રીતે કરે છે? સમજાવો.
ઉત્તર:
શેલ એ કમાન્ડ લેંગ્વેજ ઇન્ટરપ્રિટર (Command Language Interpreter) છે, જે કમાન્ડ આપે છે અને સ્વીકારે છે. શેલ તેને આપેલ કમાન્ડનું અર્થઘટન કરે છે અને આપેલ સૂચના મુજબ અમલ કરવા તેમજ પરિણામ દર્શાવવા કર્નલ સાથે પરામર્શ કરે છે.

Computer Class 11 GSEB Solutions Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ

પ્રશ્ન 4.
ઉબન્ટુ લિનક્સમાં ટર્મિનલ શરૂ કરવા માટે ઉપયોગમાં લેવાતાં પગલાં લખો.
ઉત્તર:
ઉબન્ટુ લિનક્સ ટર્મિનલ શરૂ કરવા માટેનાં પગલાં નીચે મુજબ છે :

  1. Application → Accessories → Terminal પર ક્લિક અથવા
  2. કી-બોર્ડ પરથી CTRL + ALT + t કી દબાવવી

પ્રશ્ન 5.
નીચેના કમાન્ડની વિગતે ચર્ચા કરો :
1s, cat, wc, chmod
ઉત્તર:
1s કમાન્ડ :
ફાઈલ સિસ્ટમમાં ઘૂમવું (Moring around the file system)

  • 1s કમાન્ડ આપણને હાલની ડિરેક્ટરી કે દર્શાવેલ ડિરેક્ટરીમાં ઉપલબ્ધ ફાઈલ / ડિરેક્ટરીની યાદી આપે છે.
  • આકૃતિ માં 1s કમાન્ડનું પરિણામ દર્શાવેલ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ 1

  • 1s કમાન્ડ વિવિધ વિકલ્પો સાથે ઉપયોગમાં લઈ શકાય છે.
  • લિનક્સમાં ‘.’થી શરૂ થતી દરેક ફાઈલને છૂપી ફાઈલ ગણવામાં આવે છે. માટે સામાન્ય સંજોગોમાં આવી ફાઈલ દર્શાવવામાં આવતી નથી.
  • હાલની ડિરેક્ટરીમાં પડેલી આવી છૂપી ફાઈલોની યાદી મેળવવા 1s કમાન્ડ સાથે -a વિકલ્પ ઉપયોગમાં લેવો પડે, જે આકૃતિ માં દર્શાવેલ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ 2

  • આકૃતિ માં દેખાતી (.) અને (..) નામની શરૂઆતની બે વિગતો અગત્યની છે. જ્યારે નવી ડિરેક્ટરી બનાવવામાં આવે, ત્યારે આપમેળે આવી બે વિગતો બની જ જાય છે.
  • 1s કમાન્ડની સાથે ઉપયોગમાં લઈ શકાતા કેટલાક વિકલ્પો કોષ્ટક 3માં આપવામાં આવેલ છે.
    કોષ્ટક 3 : 1s કમાન્ડના કેટલાક વિકલ્પો
વિકલ્પ ઉપયોગ
1s ~ ઉપયોગકર્તાની હોમ-ડિરેક્ટરીમાં પડેલી ફાઈલોની યાદી રજૂ કરે છે.
1s [svics]* એ તમામ ફાઈલોની યાદી દર્શાવો, જેના ફાઈલના નામનો પ્રથમ અક્ષર ચોરસ કૌંસમાં આપેલ કોઈ પણ અક્ષર સાથે મળતો આવતો હોય. ફાઈલ નામના બાકીના અક્ષર કોઈ પણ માન્ય ASCII અક્ષર હોઈ શકે છે.
1s [n-s][5-7]?? ચાર અક્ષરવાળી તમામ ફાઈલોની યાદી રજૂ કરે છે. એ શરત સાથે કે ફાઈલના નામનો પ્રથમ અક્ષર n થી s ની વચ્ચેનો હોવો જોઈએ. બીજો અક્ષર 5થી 7ની વચ્ચેનો હોવો જોઈએ. જ્યારે ત્રીજો અને ચોથો અક્ષર કોઈ પણ માન્ય ASCII અક્ષર હોવો જોઈએ.
1s -r ઊંધા ક્રમમાં ગોઠવીને ફાઈલની યાદી દર્શાવવા.
1s -t સુધારો કર્યાના સમયને આધારે ગોઠવીને ફાઈલોની યાદી રજૂ કરવી.
1s -F ફાઈલોની યાદી દર્શાવો અને તમામ ઍક્ઝિક્યુટેબલ ફાઈલોને * વડે અને ડિરેક્ટરીને ‘/’ ચિહ્ન વડે નિશાની કરો.
1s -l એક લીટી પર એક ફાઈલ એ રીતે યાદી દર્શાવો.

cat કમાન્ડ :
cat કમાન્ડનો ઉપયોગ કરી ફાઈલ બનાવવી (Creating file using cat command)

  • અહીં આપણે ઇચ્છીએ છીએ કે અગાઉ આપણે બનાવેલ economics નામની ડિરેક્ટરીમાં introduction નામની ફાઈલ બનાવીએ.
  • તે માટે પ્રથમ d કમાન્ડનો ઉપયોગ કરી economics નામની ડિરેક્ટરીમાં જવું. ત્યારબાદ નીચે મુજબ કમાન્ડ આપવો :
    $cat > introduction
    નવી ફાઈલ બનાવવા માટેનો કમાન્ડ.
  • જ્યારે આપણે ઉપરના કમાન્ડનો અમલ કરીશું ત્યારે ફાઈલમાં સંગ્રહવા માટેનું લખાણ ટાઇપ કરવા આપણી રાહ જોતું કર્સર કમાન્ડ લાઇનની નીચેની લીટી પર આવી જશે.
  • તમારે ફાઈલમાં જે લખાણ સંગ્રહવું હોય તે અહીં ટાઇપ કરો અને CTRL + d કી દબાવો. આમ કરવાથી કર્સર પાછું કમાન્ડ પ્રૉમ્પ્ટ પર આવી જશે.
  • લિનક્સમાં CTRL + dનું સંયોજન ફાઈલના અંતનો નિર્દેશ કરે છે.
    અહીં ઉપરના કમાન્ડમાં ઉપયોગમાં લેવાયેલું ના કરતાં વધુ(greater than)નું ચિહ્ન (>) દિશાફેર ચિહ્ન તરીકે ઓળખાય છે.
  • આકૃતિ માં ફાઈલ બનાવવાની અને પાછી દર્શાવવાની પ્રક્રિયા દર્શાવેલ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ 3

wc કમાન્ડ :
ફાઈલમાં સંગ્રહેલા અક્ષરો, શબ્દો અને લીટીઓ ગણવી (Counting lines, words and characters in a file (wc))

  • કોઈ ચોક્કસ ફાઈલ કે ફાઈલોમાં પડેલી કુલ લીટીઓ, શબ્દો અને અક્ષરોની સંખ્યા ગણવા માટે wc કમાન્ડ ઉપયોગી છે.
  • wc કમાન્ડ સાથે ત્રણ વિકલ્પોનો ઉપયોગ કરી શકાય છેઃ

(1) – l → ફાઈલમાં રહેલ લીટીઓ ગણવા
(2) – w → ફાઈલમાં રહેલ શબ્દો ગણવા
(3) – c → ફાઈલમાં રહેલ અક્ષરો ગણવા
દા. ત.,
(1) $ wc – l introduction.txt
આ કમાન્ડ introduction.txt નામની ફાઈલમાં રહેલ લીટીઓની સંખ્યા ગણીને દર્શાવશે અને આઉટપુટ નીચે મુજબ દર્શાવશે : (જો file માં 4 લીટી હશે, તો)
4 introduction.txt

(2) $ wc – w introduction.txt
આ કમાન્ડ શબ્દો ગણીને દર્શાવશે.

(3) $ wc – c introduction.txt
આ કમાન્ડ અક્ષરોની સંખ્યા ગણીને દર્શાવશે.

(4) $ wc – l – w – c introduction.txt
આ કમાન્ડ introduction.txt નામની ફાઈલમાં રહેલ કુલ લાઇન, શબ્દો તથા અક્ષરોની સંખ્યા ગણી નીચે મુજબ આઉટપુટ દર્શાવશે :
4 49 307 introduction.txt
એટલે કે introduction.txt ફાઈલમાં કુલ 4 લાઇન, 49 શબ્દો અને 307 અક્ષરો છે.

chmod કમાન્ડ :
ફાઈલ પરવાનગી બદલવી (Changing File Permissions (chmod))

  • $ 1s −1 કમાન્ડ આપતાં મળતું પરિણામ આકૃતિ માં દર્શાવેલ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ 4

  • પરિણામનું અવલોકન કરતા માલૂમ પડે છે કે આપણને આપણી ફાઈલ પદ્ધતિમાં એક ઑબ્જેક્ટ (ઑબ્જેક્ટ એટલે કોઈ એક ફાઈલ, એક ડિરેક્ટરી અથવા એક પ્રક્રિયા) વિશેની સંપૂર્ણ માહિતી આપી દે છે.
  • તે આપણને ઑબ્જેક્ટના માલિક, ઑબ્જેક્ટનું કદ, ઑબ્જેક્ટના ઉદ્ભવની તારીખ અને સમયની સાથે સાથે ઑબ્જેક્ટનું નામ દર્શાવે છે.
  • હવે આપણે ફાઈલ પરવાનગીને વિસ્તારપૂર્વક સમજીએ. આકૃતિ માલિક, જૂથ અને અન્ય ઉપયોગકર્તાના પરિપ્રેક્ષ્યમાં વિવિધ પરવાનગીઓનો સંબંધ દર્શાવે છે.

Computer Class 11 GSEB Solutions Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ 5

આકૃતિ માં જોઈ શકાય છે કે કુલ દસ ખાનાં છે તે દરેકનું વિવરણ નીચે મુજબ છેઃ

ખાના નંબર વિગત
1 તે ઑબ્જેક્ટનો પ્રકાર દર્શાવે છે.

‘–’અક્ષર એટલે ફાઈલ

‘d’ અક્ષર એટલે ડિરેક્ટરી

‘p’ અક્ષર એટલે પ્રક્રિયા

2થી 4 ફાઈલના માલિકને આપવામાં આવેલી પરવાનગી

r – ફાઈલનું લખાણ વાંચવાની પરવાનગી

w – ફાઈલમાં લખવાની પરવાનગી તથા ફાઈલ કાઢી નાખવાની પરવાનગી

x – ફાઈલ અમલ કરવાની પરવાનગી કોઈ પણ સ્થાન પર ‘-’નો અર્થ છે કે તે ચોક્કસ ક્રિયાની પરવાનગી આપવામાં આવી નથી.

5થી 7 ઉપયોગકર્તા જૂથ(Group)ને મળેલ પરવાનગી દર્શાવે છે. અહીં, rwx અને -નો અર્થ ઉપર મુજબ જ થાય.
8થી 10 અન્ય કોઈ ઉપયોગકર્તા કે જૂથને આ ફાઈલના ઉપયોગ માટે આપવામાં આવેલી પરવાનગી સ્પષ્ટ કરે છે.

અહીં પણ rwx અને -નો અર્થ (ઉપ૨ મજબ જ થાય

  • ફાઈલોની પરવાનગી અંક સ્વરૂપે પણ આપી શકાય.
  • અંક સ્વરૂપે પરવાનગી દર્શાવવા અહીં અષ્ટ-અંકી (8 નો આધાર ધરાવતી) સંખ્યાલેખન પદ્ધતિનો ઉપયોગ થાય છે.
  • દરેક અષ્ટ-અંકી સંખ્યા એકસાથે વાંચવાની, લખવાની અને અમલ કરવાની પરવાનગી ધરાવે છે. દા. ત.,
    પરવાનગી અંક 644માં “6” ઉપયોગકર્તાના અધિકાર દર્શાવે છે, “4” જૂથના અધિકાર દર્શાવે છે અને “4” અન્યના અધિકાર રજૂ કરે છે.
  • જ્યારે પરવાનગી તરીકે 0644 આપવામાં આવે, ત્યારે માલિકને લખવાની અને વાંચવાની પરવાનગી તથા જૂથ અને અન્યને વાંચવાની પરવાનગી એ રીતે અર્થઘટન કરવામાં આવે છે.
  • જ્યારે અષ્ટ-અંકી સંખ્યાલેખન પદ્ધતિના અંકોને પરવાનગી તરીકે ઉપયોગમાં લેવાય, ત્યારે કરાતું અર્થઘટન કોષ્ટક 6માં દર્શાવેલ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ

કોષ્ટક 6 : અષ્ટ-અંકી સંખ્યા અને પરવાનગી

શાબ્દિક પરવાનગી અક્ષર અષ્ટ-અંકી પરવાનગી અંક અર્થ
– – – 0 કોઈ પરવાનગી અપાઈ નથી.
– – X 1 માત્ર અમલ કરવાની પરવાનગી અપાઈ છે.
– W – 2 માત્ર લખવાની પરવાનગી અપાઈ છે.
– WX 3 લખવાની અને અમલ કરવાની પરવાનગી અપાઈ છે.
r – – 4 માત્ર વાંચવાની પરવાનગી અપાઈ છે.
r – x 5 વાંચવાની અને અમલ કરવાની પરવાનગી અપાઈ છે.
rw – 6 વાંચવાની અને લખવાની પરવાનગી અપાઈ છે.
rwx 7 બધી જ પરવાનગી અપાઈ છે.

પરવાનગી બદલવી (chmod) : લિનક્સમાં પરવાનગી નદલવા માટે chmod કમાન્ડનો ઉપયોગ થાય છે. પરવાનગી નદલવાના કામને ‘ચેન્જ મોડ ઑપરેશન’ (Change mode peration) તરીકે પણ ઓળખવામાં આવે છે.
દા. ત.,
(1) $chmod ugo-w introduction.txt
આ કમાન્ડમાં ‘u’ અક્ષર ઉપયોગકર્તા (user) માટે, ‘g જૂથ (group) માટે અને ‘o’ અન્ય (other) માટે છે.

  • ઉપર્યુક્ત કમાન્ડથી introduction.txt ફાઈલમાં ઉપયોગકર્તા, જૂથ અને અન્ય માટે લખવાની પરવાનગી નાબૂદ (કૅન્સલ) થશે એટલે કે આ ફાઈલ પર ફક્ત વાંચવાની પરવાનગી સેટ થશે.
  • પરિણામ તપાસવા નીચે મુજબ કમાન્ડ આપવો :
    $1s -1 introduction.txt
    પરિણામ નીચે મુજબ મળશે :
    – r – -r – – – – 1 administrator administrator 307
    2013-02-11 14 : 19 introduction.txt

(2) $ chmod u + wx script10.sh
આ કમાન્ડથી ઉપયોગકર્તાને script10.sh નામની ફાઈલમાં લખવાની (write) અને અમલ કરવાની (execute) પરવાનગી મળશે.
પરિણામ જોવા નીચે મુજબ કમાન્ડ આપો :
$1s – 1 script10.sh
આ કમાન્ડનું આઉટપુટ નીચે મુજબ મળશે :
– rxr – – r – – 1 administrator administrator 226
2013 – 02 – 2016 : 05 script10.sh
chmod સાથે ઉપયોગમાં લેવાતા કેટલાક ટૂંકાક્ષરો (Abbreviations) અને તેના અર્થ કોષ્ટક 7માં દર્શાવેલ છે.
કોષ્ટક 7 : chmod દ્વારા ઉપયોગમાં લેવાતા ટૂંકાક્ષરો

Category Operation Permission
u-user + assign permission r-read permission
g-group – remove permission w-write permission
o-other = assign absolute permission x-execute permission
a-all

પ્રશ્ન 6.
ઉબન્ટુ લિનક્સમાં ‘ઇન્ટરનલ કમાન્ડ’નો અર્થ શું છે?
ઉત્તર :
ઉબન્ટુ લિનક્સમાં એવા કમાન્ડ કે જે સીધા શેલ (Shell) દ્વારા અમલમાં મૂકી શકાય છે, તેને આંતરિક (Internal) કમાન્ડ કહે છે.

પ્રશ્ન 7.
ઉબન્ટુ લિનક્સમાં કોઈ પણ કમાન્ડ વિશેની મદદ કેવી રીતે શોધી શકો?
ઉત્તરઃ
લિનક્સ કમાન્ડ વિશે મદદ મેળવવી (Getting help on the Linux Commands)
ઉપયોગકર્તા જ્યારે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ દ્વારા કાર્ય કરતો હોય, ત્યારે તેને મદદરૂપ થવા માટે લિનક્સમાં ત્રણ કમાન્ડ આપવામાં આવ્યા છે :
(1) −h (−-help),
(2) man અને
(3) whatis

(1) −h (–help) : વિકલ્પ, કમાન્ડ કઈ રીતે વાપરવો તે બાબતનું ટૂંકું વર્ણન દર્શાવે છે. આકૃતિ mv કમાન્ડની મદદ –help કમાન્ડથી કેવી રીતે મેળવાય તે દર્શાવે છે.
Computer Class 11 GSEB Solutions Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ 6
(2) man : આપણે જે કમાન્ડ વિશે જાણવું હોય, તે સંબંધિત ચોક્કસ કમાન્ડ માટે મૅન્યુઅલ સક્રિય કરવાનું કામ man કમાન્ડ કરે છે.
દા. ત., man mv કમાન્ડ આપણને mv કમાન્ડની મદદ માટે મૅન્યુઅલ દર્શાવશે. આકૃતિ man નું પરિણામ દર્શાવે છે.
Computer Class 11 GSEB Solutions Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ 7

  • man આદેશ આપણને કોઈ પણ કમાન્ડ વિશે સંપૂર્ણ માહિતી દર્શાવે છે. તેથી તે કદાચ એક કરતાં વધુ સ્ક્રીન જેટલી થઈ શકે છે.
  • man કમાન્ડને પૂર્ણ કરી સ્ક્રીનમાંથી બહાર નીકળવા ‘q’ દબાવવામાં આવે છે.

(3) whatis : આપણે કમાન્ડનું માત્ર ટૂંકું વર્ણન જોઈતું હોય, તો તેવા કિસ્સામાં whatis આદેશનો ઉપયોગ કરી શકાય.

  • તે આપણને ફક્ત એક લાઇનનું વર્ણન આપે છે.
  • આકૃતિ whatis કમાન્ડનું નમૂનારૂપ પરિણામ દર્શાવે છે.

Computer Class 11 GSEB Solutions Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ 8

  • ઘણી વાર કદાચ એવું પણ બને કે, આપણે ચોક્કસ કયા કમાન્ડ વિશે જોવું તે જ ન જાણતા હોઈએ, તો આવી પરિસ્થિતિમાં આપણે apropos કમાન્ડનો ઉપયોગ કરી શકીએ.
    દા. ત.,
    $ apropos string
  • આપણે જ્યારે આ કમાન્ડનો અમલ કરીશું, ત્યારે આપણને એવા બધા કમાન્ડની યાદી મળશે, જેના કમાન્ડ કે કમાન્ડના વર્ણનમાં string શબ્દ આવતો હોય છે.
  • $ apropos copy કમાન્ડનું પરિણામ આકૃતિ માં દર્શાવેલ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ 9

Computer Class 11 GSEB Solutions Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ

પ્રશ્ન 8.
યોગ્ય ઉદાહરણ આપીને વિવિધ વાઇલ્ડકાર્ડ અક્ષરો વિશે સમજાવો.
ઉત્તર:
ચોક્કસ ઢબની ફાઈલો દર્શાવવા – વાઇલ્ડકાર્ડ (Pattern Matching-The Wildcards)

  • * (asterisk) અને? (પ્રશ્નાર્થ ચિહ્ન)ને વાઇલ્ડકાર્ડ અક્ષર તરીકે ઓળખવામાં આવે છે, જે ઉપયોગકર્તાને તેની ઇચ્છા અનુસાર ચોક્કસ ઢબ(pattern)વાળા નામ ધરાવતી ફાઈલો શોધીને ઉપયોગમાં લેવા મદદરૂપ થાય છે.
  • શેલ દ્વારા વપરાતા વાઇલ્ડકાર્ડની કામગીરીનો સારાંશ કોષ્ટક 4માં આપવામાં આવેલ છે.

કોષ્ટક 4 : wildcard અક્ષરો

વાઇલ્ડકાર્ડ સરખાવવામાં આવનાર ચોક્કસ ઢબ (Pattern to be matching)
* ગમે તેટલી સંખ્યામાં ગમે તે અક્ષર
? કોઈ પણ માત્ર એક અક્ષર
[abc] એક અક્ષર -a, અથવા b કે c ઉપયોગકર્તા આ રીતે abc ને બદલે તેની જરૂરિયાત મુજબના કોઈ પણ એક અક્ષર મૂકી શકે.
[! abc] a, b કે c સિવાયના ગમે તે માત્ર એક અક્ષર (ઉપયોગકર્તા) આ રીતે abc ને બદલે તેની જરૂરિયાત મુજબના કોઈ પણ અક્ષર મૂકી શકે.
[p-s] pથી s સુધી વચ્ચે આવતો કોઈ પણ એક અક્ષર (ઉપયોગકર્તા પોતાની જરૂરિયાત અનુસાર આ સિવાય બીજા કોઈ પણ અક્ષરનો ઉપયોગ કરી શકે.)
[!p-s] pથી s સિવાયનો કોઈ પણ એક અક્ષર (ઉપયોગકર્તા પોતાની જરૂરિયાત અનુસાર આ સિવાય બીજા કોઈ પણ અક્ષર આ રીતે દર્શાવી શકે.)

પ્રશ્ન 9.
યોગ્ય ઉદાહરણ આપીને (pipe) નો ઉપયોગ સમજાવો.
ઉત્તરઃ
પાઇપિંગ (Piping)

  • ઘણી વાર કોઈ એક કાર્ય પાર પાડવા માટે આપણે એક કરતાં વધુ કમાન્ડનો ઉપયોગ કરવાની જરૂર પડે છે. આવા કિસ્સામાં લિનક્સની પાઇપિંગ સવલત મદદરૂપ નીવડે છે.
  • એક કમાન્ડના આઉટપુટને બીજા કમાન્ડના ઇનપુટ તરીકે પહોંચાડવા માટેની સવલતને પાઇપિંગ (Piping) સવલત તરીકે ઓળખવામાં આવે છે.
  • આ માટે બે કમાન્ડની વચ્ચે પાઇપિંગ દર્શાવવા (Computer Class 11 GSEB Solutions Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ 10) પાઇપિંગ ચિહ્ન તરીકે ટાઇપ કરવામાં આવે છે.

Computer Class 11 GSEB Solutions Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ 11
આ કમાન્ડ 1s કમાન્ડનું આઉટપુટ wc કમાન્ડને ઇનપુટ તરીકે આપે છે.

  • ઉપર્યુક્ત કમાન્ડનું પરિણામ હાલની ડિરેક્ટરીમાં રહેલ ફાઈલોની કુલ સંખ્યા આવશે.
  • ફિલ્ટર સાથે ઉપયોગ કરતાં પાઇપિંગ સવલતની સાચી ક્ષમતાનો ખ્યાલ મેળવી શકાય છે.

પ્રશ્ન 10.
દિશાફેર (Redirection) એટલે શું? યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તરઃ
I/O દિશાફેર (I/O Redirection)

  • ઉપયોગકર્તા સ્ટાન્ડર્ડ ઇનપુટ ડિવાઇસ(કી-બોર્ડ)નો ઉપયોગ કરીને ઑપરેટિંગ સિસ્ટમ સાથે સંવાદ સાધે છે.
  • ઑપરેટિંગ સિસ્ટમ સ્ટાન્ડર્ડ આઉટપુટ ડિવાઇસ (મૉનિટર) પર પરિણામ દર્શાવે છે.
  • કેટલીક વાર ઇનપુટ કે આઉટપુટની દિશાફેર કરી ફાઈલ કે પ્રિન્ટર તરફ લઈ જવી ઉપયોગી બને છે.
  • સ્ટાન્ડર્ડ ઇનપુટ / આઉટપુટના પ્રવાહને બદલવા લિનક્સમાં દિશાફેર ચિહ્ન (Redirection symbol) આપવામાં આવ્યા છે.
    < ‘ના કરતાં ઓછું’ (ઇનપુટ દિશાફેર ચિહ્ન) : આ ચિહ્ન ઑપરેટિંગ સિસ્ટમને સૂચના આપે છે કે, ઇનપુટને કી-બોર્ડ ૫૨થી મેળવવાને બદલે ઉપયોગકર્તા દ્વારા સૂચવવામાં આવેલ સ્થાન (File) પરથી મેળવે :
    > ‘ના કરતાં મોટું’ (આઉટપુટ દિશાફેર ચિહ્ન) : આ ચિહ્ન ઑપરેટિંગ સિસ્ટમને સૂચના આપે છે કે, આઉટપુટને મૉનિટર ૫૨ દર્શાવવાને બદલે ઉપયોગકર્તા દ્વારા સૂચવવામાં આવેલ સ્થાન (File) ૫૨ મોકલવામાં આવે.
    દા. ત.,

(1) $wc – 1 < introduction.txt
આ કમાન્ડ ઑપરેટિંગ સિસ્ટમને કી-બોર્ડને બદલે introduction.txt નામની ફાઈલમાંથી ઇનપુટ મેળવવા સૂચના આપે છે.

(2) $ 1s > 1ist.txt
આ કમાન્ડનો જ્યારે અમલ કરાશે, ત્યારે 1s કમાન્ડના આઉટપુટને મૉનિટર પર દર્શાવવાને બદલે list.txt નામની ફાઈલમાં મોકલશે.

પ્રશ્ન 11.
લિનક્સમાં વપરાતા ફિલ્ટર કમાન્ડની યાદી આપો.
ઉત્તર:
લિનક્સમાં મુખ્યત્વે નીચે મુજબનાં ફિલ્ટર કમાન્ડ વપરાય છે :

  1. head,
  2. tail,
  3. cut,
  4. paste,
  5. sort અને
  6. grep

Computer Class 11 GSEB Solutions Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ

Computer Class 11 GSEB Notes Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ

કમાન્ડ લાઇન ઇન્ટરફેસ(CLI)નો પરિચય (Introduction to CLI)

  • ઉબન્ટુ લિનક્સ ધરાવતી કમ્પ્યૂટર સિસ્ટમમાં ઉપયોગકર્તા એક વાર લૉગ-ઇન થાય. એ પછી તે/તેણી કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અથવા ગ્રાફિક્સ યુઝર ઇન્ટરફેસનો ઉપયોગ કરીને કમ્પ્યૂટર સાથે સંવાદ કરી શકે છે.
  • આ બંને ઇન્ટરફેસ અગત્યના છે અને તે બંનેના પોતાના ઉપયોગો છે.
  • કમાન્ડ લાઇન ઇન્ટરફેસ આપણને ઊંચી કાર્યક્ષમતા સાથે લિનક્સની સાચી શક્તિનો ઉપયોગ કરવા દે છે.
  • કમાન્ડ લાઇન ઇન્ટરફેસ (CLI) એ ઉબન્ટુ સિસ્ટમનો સૌથી પ્રભાવશાળી ભાગ છે.
  • આમ કરવાથી સ્ક્રીન ઉપર આકૃતિ માં દર્શાવ્યા મુજબ ટર્મિનલ વિન્ડો દેખાશે.

Computer Class 11 GSEB Solutions Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ 12

  • આકૃતિ માં manish@ubuntu:~$ એ લિનક્સનો કમાન્ડ પ્રૉમ્પ્ટ દર્શાવે છે.
  • તેમાં પ્રથમ શબ્દ ઉપયોગકર્તાનું નામ (યુઝરનેમ) હોય છે. તેના પછી @ ચિહ્ન હોય છે. @ ચિહ્નની પાછળ આપણે જે કમ્પ્યૂટરનો ઉપયોગ કરતાં હોઈએ તે કમ્પ્યૂટર સિસ્ટમનું નામ દર્શાવાય છે. અંતમાં, તમને : ચિહ્ન જોવા મળશે અને એના પછી તમે જે ડિરેક્ટરીમાં કામ કરતા હોય તે ડિરેક્ટરીનું નામ દર્શાવાય છે.
    [નોંધ : સામાન્ય રીતે તમે તમારી મૂળ (Home) ડિરેક્ટરીમાંથી જ કાર્ય શરૂ કરતાં હશો. તેથી તેને ~ ચિહ્ન દ્વારા દર્શાવાય છે.]
  • કમાન્ડ પ્રૉમ્પ્ટ એવું સૂચવે છે કે, ઇન્ટરફેસ હવે ઉપયોગકર્તા સાથે કમાન્ડ સ્વરૂપે સંવાદ કરવા તૈયાર છે.
  • કમાન્ડ એ મૂળભૂત રીતે એક પ્રોગ્રામ હોય છે, જે આપણું કોઈ ચોક્કસ કાર્ય પાર પાડે છે.

ઉબન્ટુ લિનક્સમાં ટર્મિનલ ચાલુ કરવું (Starting up the Terminal in Ubuntu Linux)

  • ગ્રાફિકલ ઇન્ટરફેસમાં કમાન્ડ લાઇન કૉન્સોલ (Command line console) ખોલવા, લિનક્સમાં ટર્મિનલ (Terminal) નામની વિન્ડો આપવામાં આવે છે.
  • ટર્મિનલ વિન્ડો ખોલવા માટે
    Applications → Accessories → Terminal ક્લિક કરો.
    અથવા
    CTRL + ALT + t કી દબાવો.

શેલ પરિચય (Introduction to Shell)

  • શેલ એ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ છે.
  • શેલ એ ઉપયોગકર્તા સાથે પરસ્પર સંવાદ કરી શકાય તે માટેનો ઉપયોગકર્તાનો પ્રોગ્રામ છે.
  • શેલ એ કમાન્ડ લેંગ્વેજ ઇન્ટરપ્રિટર (Command Language Interpreter) છે, જે કમાન્ડ આપે છે અને સ્વીકારે છે. તેનું અર્થઘટન કરે છે અને આપેલ સૂચના મુજબ અમલ કરવા તેમજ પરિણામ દર્શાવવા કર્નલ સાથે પરામર્શ કરે છે.
  • ઉબન્ટુ લિનક્સ સિસ્ટમ ઉપર કામ કરવા અનેક શેલ ઉપલબ્ધ છે, પરંતુ કોઈ એક ચોક્કસ સિસ્ટમ પર ઉપલબ્ધ શેલની સંખ્યા અલગ અલગ હોઈ શકે.

લિનક્સ સાથે ઉપલબ્ધ કેટલાક પ્રચલિત શેલ આ મુજબ છે :
(1) બોર્ન (Bourne) શેલ (sh),
(2) C શેલ (csh અને tesh),
(3) કોર્ન (korn) શેલ (ksh) અને
(4) બાશ (Bash) શેલ.

(1) બોર્ન (Bourne) શેલ (sh) : sh ના ટૂંકા નામ સાથેનો બોર્ન શેલ એ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ તરીકે ઉપયોગમાં લેવાતો યુનિક્સનો શરૂઆતનો શેલ છે.
બોર્ન શેલ, શેલસ્ક્રિપ્ટ પ્રોગ્રામિંગ માટેની મૂળ તંત્ર- વ્યવસ્થા (Mechanism) પૂરી પાડે છે, જે આપણને સંપૂર્ણ કમાન્ડ પર આધારિત પ્રોગ્રામ લખવાની છૂટ આપે છે.

(2) C શેલ (csh અને tesh) : csh તરીકે ઓળખાતો C શેલ એ લિનક્સ સિસ્ટમ પર સામાન્ય રીતે ઉપલબ્ધ શેલ છે.

  • આ શેલમાં પ્રોગ્રામિંગ કરી શકાય છે.
  • tcsh શેલ : cshની નવી આવૃત્તિને tesh તરીકે ઓળખવામાં આવે છે.
  • csh ની મર્યાદાઓને પૂરી કરવા તે વધારાની શેલ- સ્ક્રિપ્ટ પ્રોગ્રામિંગની સવલતો આપે છે.

(3) કોર્ન (korn) શેલ (ksh) : ksh શેલને sh અને csh બંનેની લાક્ષણિકતાઓને ભેગી કરવા માટે બનાવવામાં આવેલ છે.

(4) બાશ (Bash) શેલ : Bash શેલ એ બોર્ન શેલની નવી આવૃત્તિ છે.

  • તે sh જેવાં જ કાર્યો અને વાક્યરચના ધરાવે છે.
  • આજકાલ, bashને લિનક્સ સિસ્ટમ માટે પ્રમાણભૂત (સ્ટાન્ડર્ડ) શેલ ગણવામાં આવે છે.
  • તમામ લિનક્સ ઑપરેટિંગ સિસ્ટમ ઉપર તે ઉપલબ્ધ હોય છે અને વપરાય છે.

સિસ્ટમ પર ઉપલબ્ધ શેલની યાદી મેળવવી (Listing the shells available on the system)

  • તમારી સિસ્ટમમાં ઉપલબ્ધ તમામ શેલ શોધી કાઢવા તમે cat કમાન્ડનો ઉપયોગ કરી શકો.
  • કમાન્ડ પ્રૉમ્પ્ટની સામે આકૃતિ માં દર્શાવ્યા મુજબ cat/etc/shells કમાન્ડ ટાઇપ કરો. આમ કરવાથી તમારી સિસ્ટમમાં ઉપલબ્ધ શેલની યાદી મળશે, જે આકૃતિ માં દર્શાવેલ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ 13

પૂર્વનિર્ધારિત શેલ નક્કી કરવો (Determining the default shell)

  • દરેક ‘ઉબન્ટુ લિનક્સ એકાઉન્ટ’ સાથે સામાન્ય રીતે તેના કમાન્ડ લાઇન ઇન્ટરફેસ તરીકે કોઈ એક ચોક્કસ શેલ ગોઠવાયેલ હોય છે.
  • દર વખતે તમે તેમાં લૉગ-ઇન થાઓ, ત્યારે સિસ્ટમ સાથે કામ કરવા આ પૂર્વનિર્ધારિત શેલને ઉપયોગમાં લેવામાં આવે છે.
  • પૂર્વનિર્ધારિત શેલની કિંમત SHELL નામના એક પર્યાવરણીય ચલમાં સંગ્રહવામાં આવે છે.
  • આમ, SHELL ચલની કિંમત દર્શાવીને આપણે જાણી શકીએ છીએ કે આપણો પૂર્વનિર્ધારિત શેલ કયો છે.
  • આકૃતિ માં દર્શાવ્યા મુજબ કમાન્ડ પ્રૉમ્પ્ટની સામે echo $SHELL કમાન્ડ ટાઇપ કરીને Enter કી દબાવતા આકૃતિ માં દર્શાવ્યા મુજબ આપણા પૂર્વનિર્ધારિત શેલનું નામ દર્શાવાય છે. [નોંધ ઃ લિનક્સ કમાન્ડ ‘કેસ-સેન્સિટિવ’ છે. એટલે કે SHELL, Shell, shell આ ત્રણેય એકસરખા નથી.]

Computer Class 11 GSEB Solutions Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ 14

હાલના શેલને બદલવો (Changing the Current shell)

  • તમારા પૂર્વનિર્ધારિત (Default) શેલને બદલવા, તમારે જે શેલનો ઉપયોગ કરવો હોય તેનું નામ કમાન્ડ લાઇન પર ટાઇપ કરી Enter કી દબાવવી.
  • પૂર્વનિર્ધારિત શેલમાં પરત આવવા માટે નવા શેલના કમાન્ડ પ્રૉમ્પ્ટની સામે exit ટાઇપ કરો અથવા CTRL + d કી દબાવો.
    નોંધ : શેલનો ફેરફાર કામચલાઉ છે અને જ્યાં સુધી તમે તે કમાન્ડ લાઇન પર લૉગ-ઑન હશો ત્યાં સુધી જ તે ચાલુ રહેશે.

Computer Class 11 GSEB Solutions Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ

લિનક્સ કમાન્ડની વાક્યરચના (Linux Command Syntax)
લિનક્સ કમાન્ડની વાક્યરચનામાં ત્રણ ભાગ હોય છે, જે નીચે મુજબ છે.
(1) નામ (Name) : આ કમાન્ડનું નામ છે. દા. ત., echo, read વગેરે.

(2) વિકલ્પ (Option) : કમાન્ડની સાથે ઇચ્છિત વધારાના વિકલ્પો લગાડવાથી કમાન્ડની વર્તણૂકમાં બદલાવ લાવી શકાય છે.

  • કમાન્ડને શૂન્ય કે વધુ વિકલ્પો હોઈ શકે.
  • જ્યારે વિકલ્પ દર્શાવવામાં આવે ત્યારે હંમેશાં – થી શરૂ થાય છે.
  • વિકલ્પ સામાન્ય રીતે એક અક્ષર અથવા એક આંકડાનો હોય છે.

(3) સંલગ્ન મૂલ્ય (આર્ગ્યુમેન્ટ – Argument’s) : વિકલ્પોની સાથે ઉપયોગકર્તા કમાન્ડનું ઇચ્છિત સ્વરૂપે પરિણામ મેળવવા તેની સાથે સંલગ્ન મૂલ્ય (Argument) પણ આપી શકે.

લિનક્સ કમાન્ડનું વર્ગીકરણ (Classification of Linux Command)

  • લિનક્સ કમાન્ડની દ્વિઅંકી (બાઇનરી) ફાઈલ હયાત છે કે નહીં તેના આધારે લિનક્સ કમાન્ડને બે વર્ગમાં વર્ગીકૃત કરી શકાય છે :
    1. આંતરિક (ઇન્ટરનલ) કમાન્ડ અને
    2. બાહ્ય (એક્સ્ટર્નલ) કમાન્ડ.
  • એવા કમાન્ડ કે જે સીધા શેલ (Shell) દ્વારા અમલમાં મૂકી શકાય છે, તેને આંતરિક (ઇન્ટરનલ) કમાન્ડ કહે છે.
  • એવા કમાન્ડ કે જેની દ્વિઅંકી ફાઈલ અલગ રીતે
    કાં તો /sbin, /usr/sbin, /usr/bin, /bin અથવા /usr/local/bin ડિરેક્ટરીમાં સંગ્રહવામાં આવેલી હોય તેને (એક્સ્ટર્નલ) કમાન્ડ કહે છે.
  • બાહ્ય (એક્સ્ટર્નલ) કમાન્ડનો અમલ સામાન્ય રીતે કર્નેલ (Kernel) દ્વારા થાય છે.
  • લિનક્સમાં મોટા ભાગના કમાન્ડ જે આપણે વાપરીએ છીએ, તે બાહ્ય (એક્સ્ટર્નલ) કમાન્ડ જ છે.
  • કોઈ પણ કમાન્ડ આંતરિક કમાન્ડ છે કે બાહ્ય કમાન્ડ છે, તે જાણવા માટે type કમાન્ડનો ઉપયોગ કરી શકાય છે.
  • દા. ત., $ type info કમાન્ડ આપતા પરિણામ નીચે મુજબ મળશે :
    info is /usr/bin/info એટલે કે આ કમાન્ડ દ્વિઅંકી ફાઈલ info સ્વરૂપે છે, જે /usr/bin માં સંગ્રહેલ છે. આમ, આ એક બાહ્ય કમાન્ડ છે.

સામાન્ય હેતુ માટેના લિનક્સ કમાન્ડ (General purpose Linux Commands)

  • કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાં કમાન્ડ આપવા તમે કમાન્ડનું નામ ટાઇપ કરી તેની પાછળ જરૂરી વિકલ્પો અને સંલગ્ન મૂલ્ય ટાઇપ કરી શકો છો.
  • બીજો રસ્તો એ છે કે, તમે કમાન્ડના શરૂઆતના અમુક અક્ષરો ટાઇપ કરી Tab કી દબાવો. આમ કરવાથી Shell આપમેળે બાકીની માહિતી દર્શાવશે.

કૅલેન્ડર (cal)

  • કોઈ ચોક્કસ મહિનાનું અથવા આખા વર્ષનું તારીખિયું (કૅલેન્ડર) દર્શાવવા માટે cal કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે.
  • cal કમાન્ડના પરિણામરૂપે સામાન્ય રીતે ચાલુ માસનું કૅલેન્ડર જોવા મળે છે. (જુઓ આકૃતિ)

Computer Class 11 GSEB Solutions Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ 15

  • આપણી જરૂરિયાત મુજબ કૅલેન્ડર કમાન્ડને બદલી શકાય છે.
    દા. ત.,

    1. $ cal 01 2013 → જાન્યુઆરી, 2013 મહિનાનું કૅલેન્ડર દર્શાવવા માટે
    2. $ cal 2013 → 2013નું આખા વર્ષનું કૅલેન્ડર દર્શાવવા માટે
    3. $ cal 2013 : more → 2013નું આખા વર્ષનું કૅલેન્ડર પેજવાઇઝ દર્શાવવા માટે

તારીખ (date)

  • date કમાન્ડનો ઉપયોગ સિસ્ટમની તારીખ દર્શાવવા માટે કરવામાં આવે છે.
  • $ date કમાન્ડનું પરિણામ આકૃતિ માં દર્શાવેલ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ 16

  • date કમાન્ડની પાછળ આર્ગ્યુમેન્ટ તરીકે ચોક્કસ સ્વરૂપ નિર્દેશકો પણ ઉપયોગમાં લઈ શકાય છે. દરેક સ્વરૂપની શરૂઆતમાં + ચિહ્ન પછી % ચિહ્ન અને છેલ્લે જે-તે સ્વરૂપ વર્ણવતો એક ચોક્કસ અક્ષર ટાઇપ કરવામાં આવે છે.
    દા. ત., $ date +%D → માત્ર હાલની તારીખને mm/dd/yy સ્વરૂપે દર્શાવવા માટે
  • ઉપરના કમાન્ડનું આઉટપુટ આકૃતિ માં દર્શાવેલ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ 17

કમાન્ડ લાઇન કૅલ્ક્યુલેટર (bc) (The command line calculator (bc))

  • લિનક્સમાં bc કમાન્ડ એ કમાન્ડ લાઇન કૅલ્ક્યુલેટર છે. સાદી ગાણિતિક ક્રિયાઓ, કેટલીક વૈજ્ઞાનિક ગણતરીઓ કરવા
    ઉપરાંત તે કોઈ પણ કિંમતનું જુદી જુદી સંખ્યાલેખન પદ્ધતિઓ વચ્ચે રૂપાંતરણ પણ કરી શકે છે.
  • આ કમાન્ડનો ઉપયોગ કરવા માટે નીચે મુજબની વાક્યરચનાનો ઉપયોગ કરો :
    $ bc -1
    આમ કરવાથી આકૃતિ માં દર્શાવ્યા મુજબનો સ્ક્રીન દેખાશે.

Computer Class 11 GSEB Solutions Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ 18

  • અહીં એ નોંધ લો કે $ પ્રૉમ્પ્ટ સ્ક્રીન પર અદશ્ય થઈ ગયો છે. તે એવું દર્શાવે છે કે, bc કમાન્ડ હવે તમારી પાસેથી ઇનપુટ મેળવવા તૈયાર છે.
  • -1 સ્વિચ(Switch)નો ઉપયોગ પ્રમાણભૂત ગણિત લાઇબ્રેરી (Standard math library) સામેલ કરવા માટે થાય છે.
  • હવે તમારે જેની ગણતરી કરવી હોય તે સૂત્ર(Formula)ને ઝબૂકતી લીટી (કર્સર) સામે ટાઇપ કરો પછી Enter કી દબાવો.
  • ગ્રાફિક્સ કૅલ્ક્યુલેટરની સરખામણીએ ‘કમાન્ડ લાઇન કૅલ્ક્યુલેટર bc’ વધુ ઝડપી અને લવચીક છે.
  • કૅલ્ક્યુલેટર બંધ કરી લિનક્સના કમાન્ડ પ્રૉમ્પ્ટ પર પરત આવવા CTRL + d કી દબાવો.
  • હવે કૅલ્ક્યુલેટરમાં ગણતરી કરવાનાં થોડાંક ઉદાહરણ જોઈએ :

(1) ((99.1/5.15) *99.9) આ પદાવલિ ટાઇપ કરી Enter કી દબાવતા મળતું પરિણામ આકૃતિ માં દર્શાવેલ છે.
Computer Class 11 GSEB Solutions Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ 19

Computer Class 11 GSEB Solutions Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ

(2) 1(2013) → કિંમત 2013નો કુદરતી લઘુગુણક (Natural logarithm) શોધવા.
7.60738142563979148420 → પરિણામ મળશે.

(3) obase = 16 → દશાંશ-પદ્ધતિમાં ઇનપુટ કરેલી કિંમતને સોળઅંકી પદ્ધતિ(Hexadecimal system)માં પરિવર્તન કરવા.
ઉપરનો કમાન્ડ (3) આપ્યા બાદ.
(256)10 ટાઇપ કરી Enter આપતા પરિણામ (100)16 મળશે.

(4) obase = 2 → દશાંશ કિંમતને દ્વિઅંકી પદ્ધતિની સંખ્યામાં રૂપાંતર કરવા.
ઉપરનો કમાન્ડ (4) આપ્યા બાદ.
100 ટાઇપ કરી Enter આપતા પરિણામ 1100100 મળશે.

(5) ibase = 16 → ઇનપુટ માટે સોળઅંકી પદ્ધતિ ઉપયોગમાં લેવા.

(6) ibase = 10 → ઇનપુટ માટે દશાંશ-પદ્ધતિમાં પાછા ફરવા.

(7) sqrt(256) → સંખ્યા 256નું વર્ગમૂળ શોધવા.
16.00000000000000000000 → પરિણામ મળશે.

સંદેશો દર્શાવવો (Displaying a message (echo))
ટર્મિનલ ઉપર સંદેશો દર્શાવવા માટે echo કમાન્ડ ઉપયોગમાં લેવાય છે.
દા. ત.,
(1) $echo Hi, I am learning Ubuntu Linux
ઉપર મુજબ આદેશ આપવાથી ટર્મિનલ ઉપર નીચે દર્શાવેલ આઉટપુટ મળે છે :
Hi, I am learning Ubuntu Linux
કોઈ ચલની કિંમત દર્શાવવા માટે પણ echo આદેશનો ઉપયોગ કરી શકાય છે.

(2) $cost = 10 → cost નામના ચલમાં કિંમત 10નો સંગ્રહ થશે.
$echo The cost of product is ₹ $cost
ઉપર મુજબ આદેશ આપવાથી નીચે દર્શાવેલ આઉટપુટ દર્શાવાશે :
The cost of product is ₹ 10

  • $ શબ્દથી શરૂ થતા શબ્દને ચલનું નામ સમજવામાં આવે છે.
  • echo કમાન્ડને જ્યાં $થી શરૂ થતો કોઈ શબ્દ મળશે, તો તે તેને ચલનું નામ સમજશે અને તેથી તે શબ્દને બદલે તે ચલની કિંમત જાણીને તે છાપશે.
  • echo કમાન્ડની સાથે અન્ય કમાન્ડનો ઉપયોગ પણ કરી શકાય છે.

(3) $echo Current time is ‘date +%T’

  • અહીં એ નોંધ કરવી જરૂરી છે કે જે કમાન્ડને echo કમાન્ડના ભાગ તરીકે ઉપયોગમાં લેવાય છે, તે કમાન્ડને અવળા અવતરણ ચિહ્ન (back quote ` `) કે જે ~ ચિહ્નવાળી કી પર ઉપલબ્ધ હોય છે, તેમાં આવરીને દર્શાવવામાં આવે છે.
  • ઉપર મુજબ આદેશ આપવાથી નીચે મુજબ પરિણામ દર્શાવાશે :
    Current time is 14: 55 : 04

પાસવર્ડ બદલવો (Changing password (passwd))

  • passwdકમાન્ડની મદદથી ઉપયોગકર્તા તેનો પાસવર્ડ બદલી શકે છે.
    દા. ત.,
    $passwd → આ આદેશ ટાઇપ કરી Enter કી દબાવતા નીચે મુજબ સંદેશો દર્શાવાશે :
    Changing password for administrator (current) UNIX password :
  • અહીં તમારો અત્યારનો પાસવર્ડ ટાઇપ કરી Enter કી દબાવો. જો તમારો પાસવર્ડ સાચો હશે, તો નીચે દર્શાવ્યા મુજબ તમને નવો પાસવર્ડ ટાઇપ કરવા અને ફરીથી એનો એ જ પાસવર્ડ ટાઇપ કરવા જણાવવામાં આવશે.
    Enter new UNIX password :
    Retype new UNIX password :
  • અહીં જો તમે નવો પાસવર્ડ સચોટ રીતે ટાઇપ કર્યો હશે, તો સિસ્ટમ દ્વારા તમારો પાસવર્ડ નોંધી લેવામાં આવશે અને નીચે મુજબનો સંદેશ આવશે :
    Passwd: password updated successfully
  • ઍડમિનિસ્ટ્રેટર દ્વારા કોઈ પણ ઉપયોગકર્તાનો પાસવર્ડ બદલી શકાય છે. તે માટે passwd આદેશની પાછળ ઉપયોગકર્તાનું નામ (Username) ટાઇપ કરવું પડે છે.
    દા. ત., આપણે ઉપયોગકર્તા કે જેનું username harshal છે. તેનો પાસવર્ડ બદલવા નીચે મુજબ આદેશ આપવો
    $passwd harshal

સ્ક્રીન સાફ કરવો (Clearing the screen (clear))

  • કમાન્ડ પ્રૉમ્પ્ટ પર કામ કરતી વખતે વારંવાર સ્ક્રીન અક્ષરો અને આંકડાઓથી ભરચક થઈ જાય છે. આવા કિસ્સામાં પરિણામ સ્પષ્ટ નિહાળવામાં તકલીફ પડે છે.
  • આ માટે સ્ક્રીન પર દર્શાવેલ લખાણને ભૂંસવા માટે clear કમાન્ડનો ઉપયોગ કરી શકાય છે.

ડિરેક્ટરી સાથે કાર્ય કરવું (Working with directories)

  • લિનક્સમાં ડિરેક્ટરી એ એક એવી વિશિષ્ટ ફાઈલ છે, જે વિવિધ ફાઈલો અને અન્ય ડિરેક્ટરીઓને સંગ્રહવા માટે ઉપયોગમાં લેવાય છે.
  • અહીં ‘/ ‘ ચિહ્ન મૂળ (Root) ડિરેક્ટરીનો નિર્દેશ કરે છે. બાકીની બધી ડિરેક્ટરી મૂળ (Root) ડિરેક્ટરીમાં આવેલી હોય છે.

હોમ-ડિરેક્ટરી (Home Directory)

  • ઉપયોગકર્તા જ્યારે સિસ્ટમમાં લૉગ-ઑન થાય છે, ત્યારે લિનક્સ આપમેળે ઉપયોગકર્તાને હોમ-ડિરેક્ટરીના નામે ઓળખાતી ડિરેક્ટરીમાં મૂકે છે.
  • હોમ-ડિરેક્ટરી જ્યારે ઉપયોગકર્તાનું ખાતું બનાવવામાં આવે છે, તે સમયે તૈયાર કરવામાં આવે છે અને સામાન્ય રીતે તેનો પથ (Path) /home/username હોય છે. (username એટલે લૉગ-ઇન નામ.)
    $ echo $ HOME
    આ કમાન્ડ ઉપયોગકર્તાની હોમ-ડિરેક્ટરી દર્શાવશે.
  • જો ઉપયોગકર્તાનું લૉગ-ઇન નામ harshal હશે, તો નીચે મુજબ આઉટપુટ દર્શાવશે :
    /home/harshal

હાલના કામની ડિરેક્ટરી (Present working directory (pwd))

  • કોઈ ચોક્કસ ક્ષણે આપણે જે ડિરેક્ટરીમાં હોઈએ, તે ડિરેક્ટરીને કરન્ટ ડિરેક્ટરી (હાલની ડિરેક્ટરી) અથવા પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે.
  • અત્યારે હાલ આપણે કઈ ડિરેક્ટરીમાં કાર્ય કરી રહ્યા છીએ, તે કરન્ટ ડિરેક્ટરી જાણવા pwd કમાન્ડનો ઉપયોગ થાય છે.
    $ pwd
    આ કમાન્ડ આપણે હાલ જે ડિરેક્ટરીમાં કામ કરી રહ્યા છીએ તે દર્શાવશે.
    નવી ડિરેક્ટરી બનાવવી (Creating a new directory (mkdir))
  • લિનક્સમાં mkdir કમાન્ડનો ઉપયોગ કરીને આપણે નવી ડિરેક્ટરી બનાવી શકીએ છીએ.
  • જે નામની ડિરેક્ટરી બનાવવી હોય, તે નામ આ કમાન્ડની પાછળ આર્ગ્યુમેન્ટ તરીકે દર્શાવવું પડે. દા. ત.,
    $ mkdir subject
    આ કમાન્ડ આપતા subject નામની નવી ડિરેક્ટરી બનશે.
  • GUI નો ઉપયોગ કરીને એક સમયે માત્ર એક જ ડિરેક્ટરી બનાવી શકાય છે, જ્યારે કમાન્ડ પ્રૉમ્પ્ટ પર એક જ mkdir કમાન્ડ આપીને એકસાથે અનેક ડિરેક્ટરી બનાવી શકાય છે. દા. ત.,
    $ mkdir animals birds vehicles plants
    આ કમાન્ડની મદદથી એકસાથે animals, birds, vehicles અને plants નામની નવી ડિરેક્ટરીઓ બનશે.

ડિરેક્ટરી બદલવી (Change directory (cd))

  • cd કમાન્ડનો ઉપયોગ કરીને આપણે કોઈ ચોક્કસ ડિરેક્ટરીમાં જઈ શકીએ (બદલી શકીએ) છે. દા. ત., ઉપર બનાવેલ subject નામની ડિરેક્ટરીમાં math, science અને economics નામની ડિરેક્ટરી બનાવીએ.
    પ્રથમ પગલું : $cd subject
    આ કમાન્ડથી આપણે subject નામની ડિરેક્ટરીમાં જઈશું.
    બીજું પગલું : $pwd
    આ કમાન્ડ હાલની કામની ડિરેક્ટરી બતાવશે. .e. /home/administrator/subject
    ત્રીજું પગલું :
    $mkdir math science economics
    આ કમાન્ડથી math, science અને economics નામની ડિરેક્ટરી બનશે.
  • એક ડિરેક્ટરી પાછા આવવા $cd.. કમાન્ડ વપરાય છે.
    નોંધ : અહીં subject ડિરેક્ટરીમાંથી admini- stratorમાં પાછા આવી શકાય છે.
  • કમાન્ડ cd .. માં બે ટપકાં (..) પૅરેન્ટ ડિરેક્ટરીનો નિર્દેશ કરે છે.
    નોંધ : અહીં cd કમાન્ડ અને .. વચ્ચે એક અક્ષર જેટલી જગ્યા રાખવી જરૂરી છે.
  • cd .. કમાન્ડ દર વખતે આપણને એક સ્તર નીચે
    લઈ આવશે. જો આપણે M સ્તર સુધી ડિરેક્ટરીમાં અંદર ગયા હોઈશું, તો આપણે M વખત cd કમાન્ડનો ઉપયોગ કરવો પડશે.
  • એના બદલે cd કમાન્ડનો ઉપયોગ એક જ વાર કરવાનો વૈકલ્પિક કમાન્ડ $cd ../.. છે.
  • cd કમાન્ડના ઉપયોગના વર્ણન સાથેનાં કેટલાંક ઉદાહરણ કોષ્ટક 1માં આપેલ છે.

કોષ્ટક 1 : cd કમાન્ડનાં કેટલાંક ઉદાહરણ

આપવામાં આવતો કમાન્ડ કરવામાં આવતું કાર્ય
cd ~/Desktop કોઈ પણ કરન્ટ પથમાંથી /home/username/Desktop, ડિરેક્ટરી બદલે છે. અહીં ~ ચિહ્ન ઉપયોગકર્તાની હોમ-ડિરેક્ટરી દર્શાવે છે.
cd/ હાલના પથ પરથી ડિરેક્ટરી બદલીને રૂટ-ડિરેક્ટરીમાં જશે.
cd હાલના પથ પરથી હોમ-ડિરેક્ટરીમાં ડિરેક્ટરી બદલે છે.
cd- અગાઉ બદલેલી ડિરેક્ટરીમાં ડિરેક્ટરી બદલે છે.
cd/var/www ડિરેક્ટરી બદલીને સીધા var ડિરેક્ટરીની અંદર આવેલી www ડિરેક્ટરીમાં પહોંચે છે. જ્યારે આપણને આખો પથ ખબર હોય, ત્યારે આ ખૂબ જ ઉપયોગી છે.

ડિરેક્ટરી કાઢી નાખવી (Removing Directory (rmdir)
કોઈ પણ ખાલી ડિરેક્ટરીને rmdir કમાન્ડનો ઉપયોગ કરીને કાઢી નાખી શકાય છે. દા. ત.,

(1) $rmdir science
આ કમાન્ડ જો science નામની ડિરેક્ટરી ખાલી હશે, તો તેને કાઢી નાખશે. જો ખાલી નહીં હોય, તો
‘$rmdir: failed to remove ‘science’:
Directory not empty’
આવો ભૂલસંદેશ દર્શાવશે.

(2) $rmdir – r science
આ કમાન્ડ જો science નામની ડિરેક્ટરી ખાલી નહીં હોય, તો તેને કાઢી નાખશે.

Computer Class 11 GSEB Solutions Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ

લિનક્સમાં નામ આપવાની પ્રણાલિકા (Naming Conventions in Linux)

  • આજની મોટા ભાગની લિનક્સ સિસ્ટમમાં ફાઈલ કે ડિરેક્ટરીનું નામ વધુમાં વધુ 255 અક્ષરોનું હોઈ શકે.
  • લિનક્સમાં નામ તરીકે માત્ર શ્લેષ (/) અને ખાલી જગ્યા(NULL Character)ને બાદ કરતા બધા ASCII અક્ષરો વાપરી શકાય છે.
  • અન્ય કોઈ પણ ‘કંટ્રોલ કૅરેક્ટર્સ’ અથવા છાપી ન શકાય તેવા (Non-printable) અક્ષરો વાપરવાની પણ
    છૂટ છે.
  • name, ^myname^-++. -{ }(), test$#, xy.ab.of વગેરે કેટલાંક માન્ય ફાઈલ કે ડિરેક્ટરીનાં નામોનાં ઉદાહરણ છે.
  • એ ખાસ સલાહભર્યું છે કે, લિનક્સમાં ફાઈલ કે ડિરેક્ટરીનાં નામ અર્થપૂર્ણ તેમજ તર્કસંગત હોય અને તેમાં બને ત્યાં સુધી અંગ્રેજી મૂળાક્ષરો, અંકો, પૂર્ણવિરામનું ચિહ્ન (.), હાઇન (-) અને નીચે લીટી(અન્ડરસ્કોર ‘–’)નો જ ઉપયોગ કરવો.
  • લિનક્સ ચુસ્તપણે ‘કેસ-સેન્સિટીવિટી’ને અનુસરે છે અને math, Math અને MATH નામ લિનક્સ માટે જુદા જુદા છે.

ફાઈલો સાથે કામ કરવું (Working with Files)

  • ડિરેક્ટરી સામાન્ય રીતે એક પાત્ર તરીકે કાર્ય કરે છે. આપણો ડેટા સામાન્ય રીતે ફાઈલમાં સંગ્રહવામાં આવે છે.
  • લિનક્સમાં ટેક્સ્ટ ફાઈલ તૈયાર કરવા માટે સામાન્ય રીતે nano, pico, vi અથવા vim, ed જેવા ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ થાય છે.
  • તેમ છતાં, ઘણી વાર ઉપયોગકર્તાને કોઈ ફાઈલ વધુ ઝડપથી બનાવવી હોય, તો cat કમાન્ડ હાથવગું હથિયાર સાબિત થઈ શકે છે.

cat કમાન્ડ દ્વારા વિગતો ઉમેરવી (Appending contents using cat command)

  • તમારી પાસે એક ફાઈલ હયાત છે અને તેમાં તમે થોડી વધુ માહિતી ઉમેરવા માંગો છો. આ માટે cat કમાન્ડની સાથે ઍપેન્ડ આઉટપુટ (>>) દિશાફેર ચિહ્નનો ઉપયોગ કરવો પડશે.
    $cat >> introduction
    આ કમાન્ડથી introduction નામની ફાઈલના છેડે વધુ માહિતી ઉમેરાશે.
  • ખાસ નોંધશો કે જો ફાઈલ હયાત જ હોય અને આપણે cat > filename કમાન્ડનો ઉપયોગ કરીએ, તો ફાઈલમાં પડેલ અગાઉના લખાણની ઉપર નવું લખાણ લખાઈ જશે.

cat કમાન્ડના ઉપયોગથી ફાઈલો જોડવી (Concatenating multiple files using cat command)
એક કરતાં વધુ ફાઈલોનાં લખાણને જોડીને ભેગું કરી નવી ફાઈલમાં સંગ્રહવા માટે પણ cat કમાન્ડનો ઉપયોગ કરી શકાય છે.
$cat file1 file2>file3
આ કમાન્ડ દ્વારા file3 તરીકે દર્શાવેલ નામની નવી ફાઈલ બનશે, જેમાં file1 અને file2 તરીકે દર્શાવેલ બંને ફાઈલનાં લખાણને સંગ્રહવામાં આવશે.

ફાઈલને કાઢી નાખવી (Deleting a file (rm))

  • એક કે તેથી વધુ ફાઈલોને કાઢી નાખવા દૂર કરવા rm કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. દા. ત.,
    $rm introduction
    આ કમાન્ડથી introduction નામની ફાઈલ દૂર થશે.
    $rm file1 file2 file3
    આ કમાન્ડથી file1, file2 અને file3 એમ ત્રણેય ફાઈલ એકસાથે દૂર થશે.
  • rm કમાન્ડની સાથે ઉપયોગમાં લઈ શકાય, તેવા વિવિધ વિકલ્પો કોષ્ટક 2માં દર્શાવવામાં આવેલ છે.
    કોષ્ટક 2 : rm કમાન્ડના કેટલાક વિકલ્પો
વિકલ્પ ઉપયોગ
rm -i Filename પરસ્પર સંવાદની સ્થિતિ(Interactive mode)માં ફાઈલોને કાઢે છે. ફાઈલ કાઢી નાખતાં પહેલાં ઉપયોગકર્તાને ચકાસણી માટે પૂછવામાં આવશે.
rm -r Directory name ડિરેક્ટરીમાં સમાવિષ્ટ તમામ વિગતો સાથે સંપૂર્ણ ડિરેક્ટરીને કાઢી નાખવામાં આવે છે.
rm -r* હાલની ડિરેક્ટરીમાં પડેલી તમામ વિગતો(ફાઈલ અને / અથવા ડિરેક્ટરી)ને દૂર કરે છે. અહીં * ચિહ્ન વાઇલ્ડકાર્ડ અક્ષર તરીકે ઓળખાય છે.

આ વિકલ્પ ખરેખર ભયજનક છે, કારણ કે તે હાલની ડિરેક્ટરીમાં પડેલી તમામ ડિરેક્ટરી અને ફાઈલોને એકસાથે કાઢી નાખે છે. આમ, આ કમાન્ડ પૂરતી જાણકારી સાથે સભાનપણે આપવો જરૂરી છે. એ કમાન્ડના પરિણામની ગંભીરતા જાણવી જરૂરી છે.

rm -rf ઉપરના rm -r જેવો જ છે, પરંતુ ફરક માત્ર એટલો છે કે, તે ‘રાઇટ પ્રૉટેક્ટ’ (ફાઈલમાં લખવા કે ફાઈલ કાઢવા બાબતે સુરક્ષિત) કરેલી ફાઈલો પણ કાઢી નાખે છે.

ફાઈલો અને ડિરેક્ટરીઓનો કાર્યક્ષમ ઉપયોગ (Manipulating Files and Directories)
ફાઈલની નકલ કરવી (Copying a file (cp))

  • લિનક્સમાં cp કમાન્ડ તેના આર્ગ્યુમેન્ટ તરીકે દર્શાવેલ એક કે તેથી વધુ ફાઈલની નકલ તૈયાર કરે છે.
  • cp કમાન્ડને ઓછામાં ઓછા બે આર્ગ્યુમેન્ટની જરૂર પડે છે.
  • પ્રથમ આર્ગ્યુમેન્ટ તરીકે જેની નકલ કરવાની છે, તે ફાઈલ(સોર્સ ફાઈલ)નું નામ આપવું પડે અને બીજા આર્ગ્યુમેન્ટ તરીકે નકલને જ્યાં અને જે નામે સંગ્રહવાની હોય, તે (ટાર્ગેટ) ફાઈલનું નામ આપવું પડે. દા. ત.,
    $cp introduction new_introduction
    આ કમાન્ડથી introduction નામની ફાઈલની બીજી કૉપી new_introduction નામની ફાઈલમાં થશે.
    નોંધ : જો new_introduction નામની ફાઈલ હયાત હશે, તો કોઈ પણ જાતની ચેતવણી વગર જૂની વિગત ઉપર નવી વિગત લખાઈ જશે. જો આ ફાઈલ હયાત નહીં હોય, તો new_introduction નામની નવી ફાઈલ બનશે.
  • એક કરતાં વધુ ફાઈલોની કોઈ ચોક્કસ ડિરેક્ટરીમાં નકલ કરવા માટે પણ cp કમાન્ડનો ઉપયોગ થઈ શકે છે.
    દા. ત.,
    $cp file1 file2 my_dir
    આ કમાન્ડથી file1 અને file2 નામની બે ફાઈલોની my_dir નામની ડિરેક્ટરીમાં નકલ કરાશે.
    કોષ્ટક 5માં cp કમાન્ડના ઉપયોગનાં કેટલાંક ઉદાહરણ આપેલ છે.

કોષ્ટક 5 : cp કમાન્ડના કેટલાંક ઉદાહરણ

કમાન્ડ વર્ણન
cp/vol/examples/tutorial/science.txt. science.txt ફાઈલની હાલની ડિરેક્ટરીમાં નકલ કરે છે. છેલ્લે દર્શાવેલ ટપકું (dot.) હાલની ડિરેક્ટરીનો નિર્દેશ કરે છે.
cp chap01 progs/unit1 chap01 નામની ફાઈલની progs નામની ડિરેક્ટરીમાં unit1 નામની ફાઈલ તરીકે નકલ કરશે. (progs ડિરેક્ટરીમાં unit1 નામની ડિરેક્ટરી હયાત ન હોવી જોઈએ.)
cp chap01 progs chap01 નામની ફાઈલની progs ડિરેક્ટરીમાં એ જ નામે નકલ કરવામાં આવશે. (કારણ કે progs ડિરેક્ટરી છે.)
cp -r progs newprogs progs ડિરેક્ટરીમાં પડેલ તમામ વિગતો સાથે આખી ડિરેક્ટરીની નકલ કરવામાં આવશે અને newprogs નામની ડિરેક્ટરી તરીકે સંગ્રહે છે.

ફાઈલનું નામ બદલવું અને/ અથવા અન્યત્ર લઈ જવી (Renaming files and/or moving files (mv))

  • mv કમાન્ડનો ઉપયોગ ફાઈલ કે ડિરેક્ટરીનું નામ બદલવા ઉપયોગમાં લેવાય છે. દા. ત.,
    $mv introduction introduction.txt
    આ કમાન્ડ introduction નામની ફાઈલનું નામ બદલીને introduction.txt આપશે.
  • આ કમાન્ડ ફાઈલને નવા નામ સાથે તે જ જગ્યાએ સંગ્રહશે.
  • એક ફાઈલ કે ફાઈલોના સમૂહને અન્ય જુદી ડિરેક્ટરીમાં સ્થાનાંતર કરવા માટે પણ mv કમાન્ડનો ઉપયોગ કરી શકાય.
    દા. ત.,
    $mv file1 file2 my_dir
    આ કમાન્ડ file1 અને file2 નામની ફાઈલને my_dir નામની ડિરેક્ટરીમાં લઈ જશે.
  • ડિરેક્ટરીના નામને બદલવા માટે પણ mv કમાન્ડનો ઉપયોગ થાય છે. દા. ત.,
    $mv math mathematics
    આ કમાન્ડ math નામની ડિરેક્ટરીનું નામ બદલીને mathematics કરી આપશે.
  • mv કમાન્ડ આ મુજબનાં ત્રણ કામ કરે છેઃ
    1. ફાઈલનું નામ બદલવાનું,
    2. ફાઈલનું સ્થાનાંતર કરવાનું અને
    3. ડિરેક્ટરીનું નામ બદલવાનું.

પરિણામનું પાઇપિંગ કરવું (Piping output (more))

  • લખાણના પાનાને સ્ક્રીન પર દર્શાવતી વખતે એક સમયે એક પાનું દર્શાવાય તેવું કરવા more કમાન્ડ ઉપયોગમાં આવે છે.
  • દા. ત., જો introduction.txt ફાઈલનું લખાણ એક જ સ્ક્રીનમાં સમાઈ જાય તેટલું ન હોય, તો સ્ક્રીન પર ફાઈલનું લખાણ વાંચવું મુશ્કેલભર્યું બને છે.
  • જો more કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે, તો તે એક સમયે માત્ર એક જ પાનું દર્શાવે છે.
  • પછીનું પાનું દર્શાવાય તે માટે આપણે કી-બોર્ડની કોઈ પણ કી દબાવવાની હોય છે.
    નોંધ : અગાઉનું પાનું જોવા માટે ‘b’ કી અને સૌથી પહેલું પાનું જોવા માટે ‘f” કી દબાવી શકાય. દા. ત.,
    $ more introduction.txt
    આ કમાન્ડ introduction.txt ફાઈલનું લખાણ પેજવાઇઝ બતાવશે.

બે ફાઈલોને સરખાવવી (Comparing two files (cmp))

  • cmp કમાન્ડ કોઈ પણ પ્રકારની બે ફાઈલોની સરખામણી કરે છે અને તેના પરિણામને સ્ટાન્ડર્ડ આઉટપુટ સાધન પર રજૂ કરે છે.
  • જો સરખાવવામાં આવતી બે ફાઈલો તેના લખાણની બાબતમાં જુદી પડતી હશે, તો સૌથી પહેલા જે લીટી અને લાઇન પર પહેલો તફાવત માલૂમ પડશે તે દર્શાવવામાં આવશે.
  • જો બે ફાઈલોના લખાણમાં કોઈ તફાવત નહીં મળે, તો તેવા કિસ્સામાં આપણને સીધો જ કમાન્ડ પ્રૉમ્પ્ટ દેખાશે.
    દા. ત.,
    $cmp introduction introduction.txt
    આ કમાન્ડ introduction અને introduction. txt નામની ફાઈલની સરખામણી કરશે.

તફાવત (Difference (diff))

  • cmp કમાન્ડનું વિસ્તરણ diff કમાન્ડ છે.
  • diff કમાન્ડ તેને આર્ગ્યુમેન્ટ તરીકે મળેલ બે ફાઈલોનાં લખાણને સરખાવે છે અને બંને ફાઈલનાં લખાણને દર્શાવે છે તથા જણાવે છે કે તફાવત ક્યાં છે.
  • diff કમાન્ડની કાર્યશૈલી સમજવા માટે આપણે $cmp introduction.txt new_intro.txt કમાન્ડની મદદથી introduction.txt ફાઈલની new_intro.txt નામની નકલ બનાવી છે.
  • આપણે નવી ફાઈલમાંથી કેટલીક લીટીઓ પણ કાઢી નાખી છે.
    $ diff introduction.txt new_intro.txt
    કમાન્ડનું પરિણામ આકૃતિ માં દર્શાવેલ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ 20

  • આકૃતિ માં < ચિહ્ન સાથે શરૂ થતી લીટી એવો નિર્દેશ કરે છે કે introduction.txt ફાઈલમાં દર્શાવેલ લખાણ છે, પરંતુ new_intro.txt ફાઈલમાં એ લખાણ નથી.
  • new_intro.txt ફાઈલમાં કોઈ પણ ફેરફાર હશે, તો તેવા કિસ્સામાં લીટીની શરૂઆતમાં > ચિહ્ન દર્શાવાશે.

Computer Class 11 GSEB Solutions Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ

ફિલ્ટર (Filters)

  • ‘ફિલ્ટર’એ એવા કમાન્ડ છે, જે સ્ટાન્ડર્ડ ઇનપુટ તરફથી ડેટા સ્વીકારે છે, તેના ૫૨ પ્રક્રિયા કરે છે અને છેલ્લે તેના પરિણામને સ્ટાન્ડર્ડ આઉટપુટ પર દર્શાવે છે.
  • ઉબન્ટુ લિનક્સમાં વિવિધ ફિલ્ટર્સ જેવા કે, head, tail, cut, paste, sort અને uniq ઉપલબ્ધ છે.

ફાઈલની ટોચ પરથી લીટીઓ દર્શાવવી (Displaying lines form top of the file (head))

  • head કમાન્ડનો ઉપયોગ ફાઈલની શરૂઆતમાં આવેલી લીટીઓમાંથી જોઈતી સંખ્યામાં લીટીઓ દર્શાવવા કરાય છે.
  • head કમાન્ડ જો કોઈ પણ વિકલ્પ વગર ઉપયોગમાં લેવાય, તો ફાઈલની શરૂઆતની 10 લીટીઓ દર્શાવાય છે.
  • head કમાન્ડની સાથે આર્ગ્યુમેન્ટ તરીકે જેટલી લીટી દર્શાવવી હોય તેની સંખ્યા આપવી પડે છે. દા. ત.,
    $ head 2 introduction.txt
    આ કમાન્ડ introduction.txt નામની ફાઈલની પ્રથમ 2 લાઇનો દર્શાવશે.

ફાઈલમાં નીચેના ભાગે રહેલી લીટીઓ દર્શાવવી (Displaying lines form bottom of the file (tail))

  • tail કમાન્ડ ફાઈલના નીચેના ભાગે રહેલી અમુક ચોક્કસ સંખ્યા જેટલી લીટીઓ દર્શાવે છે. દા. ત.,
    tail – 2 introduction.txt
    આ કમાન્ડ introduction.txt નામની ફાઈલની છેલ્લી 2 લીટી દર્શાવશે.
  • tail કમાન્ડનો ઉપયોગ ફાઈલની અંદર nth લીટીથી પછીની લીટીઓ દર્શાવવા માટે પણ થઈ શકે છે. દા. ત.,
    $ tail + 5 – n introduction.txt
    આ કમાન્ડ introduction.txt નામની ફાઈલમાંથી 5 મી લીટી પછીની લીટીઓ દર્શાવાશે.

ફાઈલની ઊભી ચીરી કાપવી (Slicing a file vertically (cut))

  • cut કમાન્ડનો ઉપયોગ કરીને આપણે ફાઈલને ઊભી રીતે કાપી શકીએ.
  • જો ફાઈલમાં ચોક્કસ ડેલિમીટર(Delimiter)નો ઉપયોગ કરવામાં આવ્યો હોય, તો cut કમાન્ડ એકદમ સચોટ અને ચોક્કસ પરિણામ આપી શકે છે.
  • cut કમાન્ડ સમજવા નીચે દર્શાવ્યા મુજબ address. txt નામની ડેલિમીટેડ ફાઈલ બનાવીએ જેમાં ડેલિમીટર તરીકે ‘,’ નો ઉપયોગ કરીએ :

$ cat address.txt
20013, Vaidehi, Sanjay. Shah, Sector 23, Gh -6, Gandhinagar, 382023
20014, Dhrumil, Ajay, Patel, Yesh Enclave, Mota Bazar, Vidyanagar, 388120
20015, Harshit, Amit, Jam, 58, Jaldeep I. Ahrnadabad, 380058
20016, Abdul, Shamsher, Khan, Khan Villa, M. G. Road, Nadlad, 388011
20017, Nirav, Jose, Mackwan, Jose House, M. G. Road, Nadiad, 388011
20018, Vidita, Harshal, Arolkar, 17, Jaldeep I, Ahmadabad, 380058

અક્ષરો કાપવા (- c) (Cutting charactors (- c))

  • ફાઈલની દરેક લીટીમાંથી ચોક્કસ અક્ષરોને મેળવવા –c વિકલ્પ સાથે cut કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે.
    દા. ત.,
    $cut-c 1 – 15 address.txt
    આ કમાન્ડ address.txt નામની ફાઈલનાં પ્રથમ 15 અક્ષર કાપી તે પરિણામ તરીકે આપશે.
  • પરિણામ નીચે મુજબ આવશે :
    20013, Vaidehi,
    20014, Dhrumil,
    20015, Harshit,
    20016, Abdul, S
    20017, Nirav, J
    20018, Vidita
  • ઉપરના પરિણામમાં દેખાય છે કે Abdul અને Niravના ડેટામાં પાછળ વધારાના અક્ષરો દેખાય છે, જે એક સમસ્યા કહેવાય.

ફિલ્ડ કાપવા (- f) (Cutting fields (- f)

  • – c વિકલ્પમાં દર્શાવેલ સમસ્યાનો ઉકેલ લાવવા આપણે ડેલિમીટરનો ઉપયોગ કરી શકીએ.
  • ડેલિમીટર દ્વારા છૂટી પાડેલ કિંમતોને cut કમાન્ડ અલગ ફિલ્ડ તરીકે ગણી શકે છે.
  • address.txt ફાઈલમાં આપણે ડેલિમીટર તરીકે ‘,’ (અલ્પવિરામ) ચિહ્નનો ઉપયોગ કરેલ છે. દા. ત.,
    $cut – d “,” -f 1, 2 address.txt
  • આ કમાન્ડ address.txt ફાઈલમાંથી પ્રથમ અને બીજું ફિલ્ડ એટલે કે રોલનંબર અને નામ અલગ તારવીને આપશે.
  • ઉપર્યુક્ત કમાન્ડનું પરિણામ નીચે દર્શાવ્યા પ્રમાણે આવશે :
    20013, Vaidehi,
    20014, Dhrumil,
    20015, Harshit,
    20016, Abdul,
    20017, Nirav,
    20018, Vidita
  • ઉપર્યુક્ત કમાન્ડમાં – d વિકલ્પનો ઉપયોગ ફાઈલમાં આવતા ડેલિમીટર દર્શાવવા માટે થાય છે. (આપણા કિસ્સામાં ‘,’) અને જે ફિલ્ડને સામેલ કરવા હોય, તે ફિલ્ડનો ક્રમ દર્શાવવા – f વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. (આપણા કિસ્સામાં roll number (1) અને first name (2))
  • ફાઈલની વચ્ચેથી ફિલ્ડને તારવીને પણ ફાઈલની માહિતી ઊભી ચીરી શકાય છે. દા. ત.,
    $ cut d “,” -f 2, 7-address.txt
  • આ કમાન્ડ address.txt નામની ફાઈલના 2 નંબર, 7 નંબર તથા 7 થી આગળનાં ફિલ્ડ (એટલે કે firstname, city અને pincode) કાપી પરિણામ આપશે.
  • પરિણામ નીચે મુજબ આવશે :
    Vaidehi, Gandhinagar, 382023
    Dhrumil, Vidyanagar, 388120
    Harshit, Ahmadabad, 380058
    Abdul, Nadiad, 388011
    Nirav, Nadiad, 388011
    Vidita, Ahmadabad, 380058
  • ઉપર્યુક્ત કમાન્ડમાં 7- નો અર્થ એ થાય કે આપણે address.txt ફાઈલમાંથી ફિલ્ડ ક્રમ 7 પછીના તમામ ફિલ્ડ દર્શાવવા ઇચ્છીએ છીએ.
  • આઉટપુટને ફાઈલ તરફ દિશાફેર કરવાનું પણ શક્ય છે. દા. ત.,
    $ cut – d “,” -f 2, 7- address.txt > output_cut.txt
  • આ કમાન્ડનું આઉટપુટ મૉનિટર પર દર્શાવવાને બદલે output_cut.txt નામની ફાઈલમાં જશે.

લખાણને જોડવું (Joining Contents (paste))

  • બે ફાઈલોને paste કમાન્ડ દ્વારા ભેગી કરી શકાય છે.
    નોંધ : paste કમાન્ડ સારી રીતે કામ કરી શકે તે માટે આપણે એ ખાતરી કરી લેવી પડે કે, બંને ફાઈલમાં એક જ સરખી સંખ્યામાં લીટીઓ હોય.
  • આકૃતિ 6.19 માં દર્શાવ્યા મુજબ આપણે cut કમાન્ડનો ઉપયોગ કરી part1.txt અને part2.txt નામની બે જુદી જુદી ફાઈલ બનાવી છે અને પછી paste કમાન્ડથી તેમને જોડી છે.

Computer Class 11 GSEB Solutions Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ 21

Computer Class 11 GSEB Solutions Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ

આઉટપુટને ક્રમબદ્ધ ગોઠવવું (Ordering Output (sort))

  • ફાઈલમાં સંગ્રહેલી વિગતોને દર્શાવતી વખતે ચડતા કે ઊતરતા ક્રમમાં ગોઠવીને રજૂ કરવા sort કમાન્ડનો ઉપયોગ થાય છે.
  • જ્યારે કોઈ પણ વિકલ્પ વગર sort કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે, તો તે આખી લીટીને આધારે ફાઈલને ગોઠવે છે. તે ASCII ક્રમના આધારે લીટીઓને પુનઃ ગોઠવે છે.
  • sort કમાન્ડથી ગોઠવણીની ક્રિયા, સૌપ્રથમ ખાલી જગ્યાઓ એના પછી અંકો, ત્યારબાદ મોટા અક્ષરો (અપર કેસ) અને છેલ્લે નાના અક્ષરો (લોઅર કેસ) પર કરવામાં આવે છે. દા. ત.,
    $ sort – r address.txt
    આ કમાન્ડ address.txt ફાઈલને રોલનંબરના ઊતરતા ક્રમમાં ગોઠવશે.
  • મોટે ભાગે sort કમાન્ડ હંમેશાં કોઈ અન્ય કમાન્ડની સાથે જ પ્રયોજાય છે. દા. ત.,
    $ cut – d “,” -f 2 – 4 address.txt/sort
    આ કમાન્ડ address.txt ફાઈલમાંથી બીજું, ત્રીજું અને ચોથું ખાનું (ફિલ્ડ) તારવે છે. આ રીતે અલગ તારવેલ આઉટપુટ sort કમાન્ડને ઇનપુટ તરીકે આપવામાં આવે છે. એ પછી sort કમાન્ડ મળેલ ઇનપુટને ગોઠવીને સ્ક્રીન પર દર્શાવે છે.

અક્ષર-રૂપાંતરણ (Character Conversion (tr))

  • tr (translate) કમાન્ડ કોઈ એક આડી હારના કોઈ એક અક્ષર સાથે કાર્ય કરવા અનુમતિ આપે છે.
  • એક પ્રકારના અક્ષરોમાંથી અન્ય પ્રકારના અક્ષરોમાં લખાયેલી લાઇન કે ઢબ(patterns)ને અનુવાદિત (રૂપાંતરિત) કરવા ઉપયોગમાં લેવાય છે.
    $ cat address.txt/tr -s ‘[,]’ ‘[ ]’
    આ કમાન્ડ address.txt ફાઈલમાં લખેલ વિગત cat કમાન્ડથી દર્શાવશે પરંતુ tr કમાન્ડની મદદથી ડેલિમીટર તરીકે વાપરેલ ‘,’ના સ્થાને ખાલી જગ્યા (blank space) દર્શાવશે.
  • – s વિકલ્પ ફાઈલમાં ક્યાંય પણ દેખાતી વધારાની ખાલી જગ્યાને કાઢી નાખે છે.

પૅટર્ન મૅચિંગ (Pattern matching (grep))

  • ક્રિયાને શોધવી એ GUI વિનિયોગોમાં સૌથી વધુ વપરાતી ક્રિયાઓમાંની એક છે.
  • ફાઈલની અંદર કોઈ ચાવીરૂપ શબ્દ (Keyword) શોધવા માટે CTRL + fકીનો ઉપયોગ કર્યો જ હશે. કમાન્ડ લાઇન ઇન્ટરફેસ પરથી એવું જ કાર્ય grep કમાન્ડ કરે છે.
  • grep કમાન્ડ search globally for a regular expression(g/re/p)ના મૂળભૂત વિચાર ઉપર કાર્ય કરે છે અને કોઈ નિયમિત પદાવલિ(Regular expression)ને આખા દસ્તાવેજમાં (Globally) શોધે છે અને જ્યાં આ પદાવિલ મળે તે લીટી દર્શાવે છે.
  • આકૃતિ માં address.txt ફાઈલમાંથી “Vidita” નામ શોધીને તેનો રેકૉર્ડ દર્શાવવા grep કમાન્ડનો ઉપયોગ દર્શાવેલ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ 22

  • અહીં એ અવલોકન કરો કે, જે શબ્દોને આપણે શોધીએ છીએ તે શબ્દો લાલ રંગે દર્શાવાય છે. તથા grep કમાન્ડની સાથે આપવામાં આવતા શોધવા માટેના શબ્દ ‘કેસ સેન્સિટીવ’ હોય છે.
  • grep કમાન્ડ સાથે ઉપયોગ કરતા જુદા જુદા વિકલ્પો કોષ્ટક 8માં દર્શાવેલ છે.

કોષ્ટક 8 : grep કમાન્ડના વિકલ્પો

વિકલ્પ ઉપયોગ
– c લખાણ દર્શાવ્યા વગર માત્ર મળેલ શોધની સંખ્યા દર્શાવે છે.
– i શોધતી વખતે અક્ષરો નાના છે કે મોટા (અપર કેસ / લોઅર કેસ) તેને અવગણે છે.
– l લખાણ દર્શાવ્યા વગર માત્ર શબ્દો જેમાં મળ્યા હોય, તે ફાઈલનું નામ આપે છે.
– n શોધેલ શબ્દ મળે તો તે શબ્દવાળું આખું લખાણ દર્શાવવાની સાથે લીટીનો ક્રમ સંખ્યા પણ દર્શાવાય છે.
– v જેમાં શોધેલ શબ્દ મળતો ન હોય, તેવી લીટીઓ દર્શાવે છે.
– w માત્ર તેવી જ લીટીઓ દર્શાવે છે, જેમાં શોધેલ આખો શબ્દ મળે.
– o માત્ર શોધેલ શબ્દો જ દર્શાવે છે.
  • grep કમાન્ડનું મજબૂત પાસું એ છે કે, તેમાં ચાવીરૂપ શબ્દો તરીકે નિયમિત પદાવલિનો ઉપયોગ કરી શકાય છે. ત., આપણે એવી વ્યક્તિઓની વિગત શોધવી છે કે જેમાં શબ્દની શરૂઆત ‘Jal’ થી થતી હોય અને અંતમાં ‘I’ આવતો ય, આવા કિસ્સામાં નીચે દર્શાવેલ કમાન્ડનો ઉપયોગ કરી શકાય :
    $ grep “Jal.*I” address.txt
    આ કમાન્ડનું પરિણામ આકૃતિ માં દર્શાવ્યું છે.
    અહીં “Jal.*I” એ એક નિયમિત પદાવલિ છે.

Computer Class 11 GSEB Solutions Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ 23

  • નિયમિત પદાવલિમાં સામાન્ય રીતે કોષ્ટક 9માં દર્શાવેલ ઘણાં પુનરાવર્તન ચિહ્નો (Repetition operators) જોડાય છે.

કોષ્ટક 9 : પુનરાવર્તન ચિહ્ન

પુનરાવર્તન અર્થ
? આગળની બાબત મરજિયાત છે અને એક વાર સરખાવાય છે.
* આગળની બાબત શૂન્ય કે વધુ વખત સરખાવાશે.
+ આગળની બાબત એક કે વધુ વખત સરખાવવામાં આવશે.
{n} આગળની બાબત પૂરેપૂરી n વખત સરખાવાશે.
{n,} આગળની બાબત n કે વધુ વખત સરખાવવામાં આવશે.
{,m} આગળની બાબત m વખત તો સરખાવાશે.
{n, m} આગળની બાબત ઓછામાં ઓછી n વખત સરખાવાશે, પરંતુ m કરતાં વધુ વખત નહીં.

Computer Class 11 GSEB Solutions Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ

ફાઈલ કે ડિરેક્ટરી શોધવી (Searching a file or Directory (find))

  • ઘણી વાર આપણે બનાવેલી ફાઈલ કે ડિરેક્ટરી ક્યાં બનાવી હતી, તે સ્થાન ભૂલી જઈએ છીએ. આવી ભુલાઈ જવાયેલી ફાઈલ કે ડિરેક્ટરી શોધવામાં find કમાન્ડ મદદરૂપ નીવડે છે.
  • find કમાન્ડ આપણે દર્શાવેલા, ‘શોધવા માટેના માપદંડ’ (Criteria) અનુસાર આપણે દર્શાવેલી ડિરેક્ટરી અને એ પછી તેની અંદરની તમામ પેટા-ડિરેક્ટરીઓમાં શોધ કરે છે.
  • આપણે ફાઈલ કે ડિરેક્ટરીને તેના નામ, માલિક, જૂથ, પ્રકાર, પરવાનગી, તારીખ અને અન્ય માપદંડને આધારે પણ શોધી શકીએ છીએ. દા. ત.,
    $ find -name introduction.txt
    આ કમાન્ડ introduction.txt નામની ફાઈલ શોધવા માટે વપરાય છે.
  • જો આ નામની ફાઈલ ઉપલબ્ધ હશે, તો પરિણામ તરીકે તેનો પથ દર્શાવાશે. અન્યથા આપણને કાં તો ભૂલસંદેશ મળે અથવા જો આવી કોઈ ફાઈલ નહીં હોય, તો કમાન્ડ પ્રૉમ્પ્ટ દશ્યમાન થશે. દા. ત.,
    $ find -name intro*
    આ કમાન્ડ “intro” શબ્દથી શરૂ થતી તમામ ફાઈલો શોધવામાં મદદરૂપ નીવડશે.
  • લિનક્સમાં આપણે ફાઈલનું અનુલંબન (એક્સ્ટેન્શન) દર્શાવતા નથી. તેથી ઉપરના ઉદાહરણના પરિણામમાં intro1, intro અને introduction એ ફાઈલ છે કે ડિરેક્ટરી તે આપણે જાણી શકતા નથી.
  • નીચે દર્શાવ્યા મુજબ type વિકલ્પનો ઉપયોગ કરી શોધકાર્યને ચોક્કસ બનાવી શકાય :
    $ find-name intro*-type f
    કોષ્ટક 6.10માં find કમાન્ડનાં કેટલાંક ઉદાહરણ અને તેનાં અપેક્ષિત પરિણામનું વર્ણન દર્શાવેલ છે.

કોષ્ટક 10 : find કમાન્ડનાં ઉદાહરણ

કમાન્ડ વર્ણન
find/-type d રૂટ-ડિરેક્ટરીમાં ઉપલબ્ધ તમામ ડિરેક્ટરી અને સબ-ડિરેક્ટરી શોધે છે.
find/-mtime -1 છેલ્લા 24 કલાકની અંદર જેમાં સુધારા કરેલ હોય તેવી ફાઈલ અને ડિરેક્ટરી શોધે છે.
find/-mtime +1 48 કલાક કરતાં વધુ સમય અગાઉ સુધારા કરેલ ઑબ્જેક્ટ શોધે છે.
find./dir1 ./dir2 script.sh ફાઈલ માટે “./dir1” અને “./dir2” ડિરેક્ટરીમાં શોધે છે.
-name script.sh શૂન્ય બાઇટવાળી ફાઈલ શોધે છે અને તેને ડિસ્ક પરથી કાઢી નાખે છે.
find-size 0-delete હાલની ડિરેક્ટરીમાં ઍક્ઝિક્યુટેબલ ફાઈલ શોધે છે.
find-executable હોમ-ડિરેક્ટરી અને તેની સબ-ડિરેક્ટરીમાં જેનો માલિક (Owner) ‘jagat’ હોય તેવી ફાઈલ કે ડિરેક્ટરી શોધે છે.
find/home -user jagat એવા ઑબ્જેક્ટને શોધે છે, જેના માલિકને અને જૂથને વાંચવા અને લખવાની પરવાનગી હોય, પરંતુ અન્ય ઉપયોગકર્તાને માત્ર વાંચવાની પરવાનગી હોય.

સુપર યુઝર તરીકે કમાન્ડ ચલાવવા (Running Commands as Super user)

  • જ્યારે તમે તમારા કમ્પ્યૂટરમાં લૉગ-ઇન થાવ છો, ત્યારે જે ખાતું તમે વાપરો છો, તે નિયમિત ઉપયોગકર્તાનું ખાતું છે. આ ખાતાને મર્યાદિત હકો છે.
  • ઘણી વખત ઉપયોગકર્તાને ઍડમિનિસ્ટ્રેટિવ હકોની જરૂર પડે છે. ઍડમિનિસ્ટ્રેટિવ હકો માત્ર સુપર યુઝર (Super user) તરીકે ઓળખાતા ઉપયોગકર્તાને જ મળે છે.
  • ટર્મિનલનો ઉપયોગ કરતી વખતે સુપર યુઝરના ખાતાનો ઉપયોગ કરવા, આપણે જે કમાન્ડનો અમલ કરવો હોય તે કમાન્ડની આગળ sudo લખવું પડશે.
  • દા. ત., કમાન્ડ લાઇન પરથી skype નામના પ્રોગ્રામને પ્રસ્થાપિત (Install) ક૨વા નીચે મુજબના કમાન્ડનો અમલ કરો :
    $ sudo apt-get install skype
  • તમે જ્યારે આ કમાન્ડનો અમલ કરશો ત્યારે તે પાસવર્ડ પૂછશે. અહીં સુપર યુઝરનો પાસવર્ડ આપો. આ પાસવર્ડ એ પ્રથમ ઉપયોગકર્તાનો પાસવર્ડ છે, જેને કમ્પ્યૂટર પર લિનક્સ પ્રસ્થાપિત કરતી વખતે તમે ઉમેર્યો હતો.
  • સુપર યુઝર પર સિસ્ટમમાં ઉપયોગકર્તા, જૂથ અથવા ઑબ્જેક્ટને ઉમેરી શકે, કાઢી નાખે અથવા સુધારી શકે. દા. ત.,

(1) adduser : adduser કમાન્ડ સિસ્ટમ પર એક નવો ઉપયોગકર્તા બનાવે છે. આકૃતિ ઉપયોગકર્તા બનાવવાની પ્રક્રિયા દર્શાવે છે.

  • કમાન્ડનો જ્યારે અમલ કરવામાં આવશે ત્યારે આકૃતિ માં દર્શાવ્યા મુજબની કેટલીક વધારાની માહિતી પૂછશે.
  • એક વાર બધી જરૂરી વિગતો આપી દીધા બાદ સિસ્ટમમાં હોમ-ડિરેક્ટરી સાથે એક નવો ઉપયોગકર્તા બનાવવામાં આવશે.

Computer Class 11 GSEB Solutions Chapter 6 ઉબન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ 24

(2) passwd : જ્યારે સુપર યુઝર તરીકે passwd કમાન્ડનો ઉપયોગ કરવામાં આવશે, ત્યારે તે આપણને સિસ્ટમના કોઈ પણ માન્ય ઉપયોગકર્તાના પાસવર્ડ બદલવા દે છે.

(3) who : જ્યારે who કમાન્ડનો અમલ કરવામાં આવશે, ત્યારે સિસ્ટમમાં જેટલા ઉપયોગકર્તા લૉગ-ઇન થયેલા હશે, તે બધાની યાદી દર્શાવશે.

(4) addgroup : addgroup કમાન્ડ એક નવું જૂથ ઉમેરે છે. ઉપયોગકર્તાઓને સામાન્ય રીતે જૂથમાં વહેંચવામાં આવે છે, જેથી કરીને તેમના પર વધુ સારો અંકુશ રાખી શકાય.

(5) deluser : deluser કમાન્ડ સિસ્ટમમાંથી એક ઉપયોગકર્તાને કાઢી નાખે છે. અહીં એ નોંધ કરો કે, – remove – home વિકલ્પનો ઉપયોગ કરીને ઉપયોગ- કર્તાની ફાઈલો અને હોમ-ડિરેક્ટરી આપણે દૂર કરવી પડે.

(6) delgroup : delgroup કમાન્ડ સિસ્ટમમાંથી એક આખા જૂથ(group)ને કાઢી નાખે છે. આ કાર્ય પાર પાડવા માટે આપણે સૌપ્રથમ એ ખાતરી કરી લેવી પડે કે, આપણે જેને કાઢી નાખવા માગીએ છીએ, એ જૂથ સાથે કોઈ ઉપયોગકર્તા સંકળાયેલ નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *