Class 9 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 1 એટલામાં રાજી!

Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 1 એટલામાં રાજી! Questions and Answers, Notes Pdf.

Std 9 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 1 એટલામાં રાજી!

એટલામાં રાજી! પ્રશ્નોત્તર

પ્રશ્ન. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો:

પ્રશ્ન 1.
આખા જંગલમાં રોજ રોજ શું ફૂટે છે?
A. ઘાસ
B. મૉર
C. ગરવા
D. તાજી કૂંપળ
ઉત્તરઃ
D. તાજી કૂંપળ

Class 9 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 1 એટલામાં રાજી!

પ્રશ્ન 2.
ડાળ પર એકાદ પંખી બેસે તો કવિને કેવું લાગે છે?
A. નારાજ થાય છે.
B. ચિંતા કરે છે.
C. આખું આકાશ મળ્યું હોય તેવું લાગે છે.
D. પંખીને ઉડાવવાની ઇચ્છા થાય છે.
ઉત્તરઃ
C. આખું આકાશ મળ્યું હોય તેવું લાગે છે.

પ્રશ્ન 3.
મોસમનું કોઈ એકાદું ગીત ગાય તો કવિના રોમ રોમે શું ફૂટે છે?
A. પલાશ
B. આંબો
C. લીમડો
D. વડ
ઉત્તરઃ
A. પલાશ

Class 9 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 1 એટલામાં રાજી!

પ્રશ્ન 4.
પાણીની એકાદી છાલકમાં શું રેલાય છે?
A. કેદાર
B. મલ્હાર
C. ભૈરવી
D. કાફે
ઉત્તરઃ
B. મલ્હાર

પ્રશ્ન 5.
“આટલામાં રાજી’ કાવ્ય આપણને ……………………
A. હળવાશભર્યું જીવન જીવવાની પ્રેરણા આપે છે.
B. જંગલમાં રહેવાનો સંદેશ આપે છે.
C. “મલ્હાર રાગ ગાવાનો સંદેશ આપે છે.
D. આંગણામાં પલાશ ઉગાડવાનો સંદેશો આપે છે.
ઉત્તરઃ
A. હળવાશભર્યું જીવન જીવવાની પ્રેરણા આપે છે.

એટલામાં રાજી! Summary in Gujarati

એટલામાં રાજી (કાવ્ય) કાવ્ય-પરિચય
રમણીક સોમેશ્વર (જન્મઃ 02-01-1951)

પ્રકૃતિ સાથેની આત્મીયતા આપણને આનંદમય જીવન જીવવાની પ્રેરણા આપે છે. પ્રકૃતિ સાથેનો સંબંધ આપણને સંતોષ અને આનંદ આપે છે, તે વાત આ કાવ્યમાં સરળ ભાષામાં વ્યક્ત કરવામાં આવી છે.

Class 9 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 1 એટલામાં રાજી!

[Attachment with nature inspires us to live joyful life. That the relation with nature gives is satisfaction and joy is described in simple language in this poem.]

કાવ્યની સમજૂતી આપણે તો એટલામાં રાજી!

[We are happy in that much !]

આખા જંગલમાં દરરોજ ક્યાંક એક કૂંપળ તો તાજી ફૂટે છે. (અને) આપણે તો એટલામાં રાજી !

(Everyday there is a blossom of fresh sprout anywhere in the jungle. And we are happy in that much !)

જો એકાદ પંખી પણ ડાળ ઉપર બેસે, તો (અમને) આખું આકાશ મળ્યું હોય તેમ (આનંદ) થાય.

[If a bird sits on a branch, we are pleased as if we have got the whole sky.]

(જો) કોઈ મોસમનું એકાદું ગીત ગાય તોય (અમારા) રુંવાડે રૂંવાડે પલાશ (કેસૂડો) ફૂટે. (અમને આનંદ થાય.)

[If somebody sings a song of the season, we feel that ‘kesudo’ (a kind of tree) has blossomed on every short thin hair of the body. (We are pleased.)]

Class 9 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 1 એટલામાં રાજી!

(જ્યાં) પવનની એકાદી લહેરખી (શરીર) સ્પર્શે, ત્યાં રણઝણતી ઝાલરી વાગે. (અમને આનંદ થાય.) આપણે તો એટલામાં રાજી!

(A gong rings where a pleasant breeze touches on the body. (We are pleased.) We are happy in that much !]

પાણીની એકાદી છાલકમાં ક્યારેક રીમઝીમ મલ્હાર રેલાય છે.

[In a splash of water, sometimes ‘malhar’ (one kind of tune) is spread. (is heard)]

છાતીમાં નાંગરેલા સપનામાં કોઈ એકાદી (આનંદની) ક્ષણનો વિસ્તાર હોય.

(Anchored dream in the chest (heart), there may be area of enjoyment for a moment.]

એક-એક કૂંપળમાં જંગલ ઊભરાય? કોઈ (એમ) પૂછે તો કહીએ કે હાજી. આપણે તો એટલામાં રાજી!

[Does a jungle overflow in a sprout? If someone asks such question we say, ‘Yes’. We are happy in that much !]

એટલામાં રાજી! શબ્દાર્થ (Meanings)

  • એટલામાં – જણાવેલા માપ કે સંખ્યામાં; in that much.
  • ફૂટવું- ખીલવું; to blossom,
  • કૂંપળ – નવું ફૂટતું પાંદડું; sprout.
  • ડાળ – શાખા; branch.
  • મોસમ – ઋતુ; season. Class 9 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 1 એટલામાં રાજી!
  • રોમરોમ – રુવાડે રૂંવાડે; on every short thin hair of the body.
  • પલાશ – ખાખરો, કેસૂડો; one kind of tree.
  • લહેરખી – હળવો પવન; pleasant breeze.
  • ઝાલરી – ચપટી થાળી જેવો મોગરીથી વગાડવાનો ઘંટ; gong.
  • છાલક – છલકાઈને બહાર ઊડવું; splash of water.
  • મલ્હાર – મલાર, એક રાગ; one kind of tune.
  • નાંગરવું-લંગરવું; to anchor.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *