Loading [MathJax]/extensions/tex2jax.js

Class 9 Gujarati Textbook Solutions Chapter 19 પંખીલોક

Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions Chapter 19 પંખીલોક Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 9 Gujarati Textbook Solutions Chapter 19 પંખીલોક

Class 9 Gujarati Textbook Solutions Chapter 19 પંખીલોક Textbook Questions and Answers

પંખીલોક સ્વાધ્યાય

1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો :

પ્રશ્ન 1.
કબૂતરો બેઘર બન્યાં છે, કારણ કે…
(A) જૂનાં દેશી નળિયાવાળાં ઘર તૂટ્યાં છે.
(B) ધાબાવાળાં મકાનો તૂટ્યાં છે.
(C) નવા કૂવા બનતા નથી.
(D) નવાં મકાનો તૂટ્યાં છે.
ઉત્તરઃ
(A) જૂનાં દેશી નળિયાવાળાં ઘર તૂટ્યાં છે.

Class 9 Gujarati Textbook Solutions Chapter 19 પંખીલોક

પ્રશ્ન 2.
ફળિયાં હવે પંખીઓથી છલકાતાં કેમ નથી ?
(A) ચણ નાખનારા વૃદ્ધ વડીલો રહ્યા નથી.
(B) ફળિયામાં હવે ફટાકડા ફૂટે છે.
(C) પંખીઓ પરદેશ ચાલ્યાં ગયાં છે.
(D) કર્કશ અવાજ કરનારાં મશીનો આવી ગયા છે.
ઉત્તરઃ
(A) ચણ નાખનારા વૃદ્ધ વડીલો રહ્યા નથી.

પ્રશ્ન 3.
વતી તી… વતી તી રટતી ટીંટોડીઓ આપણને શો સંદેશ આપે છે?
(A) હવે ગમતી નથી.
(B) અકળાવે છે.
(C) મૃત્યનો સંદેશો આપે છે.
(D) જીવતરની આશા બંધાવે છે.
ઉત્તરઃ
(D) જીવતરની આશા બંધાવે છે.

પ્રશ્ન 4.
‘સારસ’ માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી ?
(A) તે હંમેશાં યુગલરૂપે જ રહે છે.
(B) લેખકને તો એ ઊડતાં વિમાનો લાગે છે.
(C) મધુર રણકદાર અવાજ રાત્રિના પ્રહરે પ્રહરે સંભળાવે છે.
(D) જમીનને વણખેલ્વે પોચી રાખે છે.
ઉત્તરઃ
(D) જમીનને વણખેલ્વે પોચી રાખે છે.

Class 9 Gujarati Textbook Solutions Chapter 19 પંખીલોક

2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
પંખીઓનું પર્યાવરણ કેમ જોખમાયું છે ?
ઉત્તરઃ
વિલાયતી ખાતરો અને વિલાયતી દવાઓ ખેતરમાં વપરાવા માંડ્યા તેને કારણે જીવજંતુ ઘટવા માંડ્યાં અને પક્ષીઓનું પર્યાવરણ જોખમાયું છે.

પ્રશ્ન 2.
ગામ કેમ હવે સૂનમૂન લાગે છે ?
ઉત્તર :
‘ધાબાવાળા’ પાકાં મકાનો થયાં, વૃક્ષો કપાયાં, ચબૂતરા તૂટ્યા, ચણ નાખનારા વૃદ્ધ વડીલો ગયા એટલે ફળિયાં હવે પંખીઓથી છલકાતાં નથી. એટલે ગામ હવે સૂનમૂન લાગે છે.

3. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો :

પ્રશ્ન 1.
જુદાં જુદાં પક્ષીઓની વિશેષતા તમારા શબ્દોમાં લખો
ઉત્તરઃ
આપણી આસપાસ જાતજાતનાં પક્ષીઓ જોવા મળે છે. ચકલીઓ અને કાબરોનો કલબલાટ આપણને વહેલી સવારે જગાડે છે. પારેવાં ઘૂઘુ કરી મૂકે છે. વૃક્ષની કુંજમાં કોયલ પોતાના મધુર સ્વરથી આપણને પ્રફુલ્લિત કરે છે. ચબૂતરે જાતજાતનાં પક્ષીઓ આવીને સંપથી દાણા ચણે છે. વરસાદના આગમન સાથે મોરના ટહુકા સંભળાય છે અને તેને કળા કરી નાચતો જોવાનો આનંદ મળે છે. કાગડા તેમના કાગારોળ માટે જાણીતા છે. ટીંટોડીઓ તેમનાં વક્તી તી વક્તી તી’ સૂર માટે જાણીતી છે. તેતર જરાક અવાજ થતા “ફરુક’ કરતાં ઊડી જાય છે. વનલાવરી એનાં પીછાં પરનાં ટપકાં માટે જાણીતી છે. સારસબેલડી તેમના એકબીજા પ્રત્યેના પ્રેમ માટે જાણીતી છે. ગીધ-સમડીને ઊંચે આકાશમાં સ્થિર ગતિએ ઊડતાં જોવાની મજા છે. ઘુવડ તેના ડરામણા ચહેરા અને અવાજ માટે જાણીતું છે. બુલબુલ પણ તેના મધુર કંઠ માટે જાણીતું છે. આમ, દરેક પક્ષીની પોતાની આગવી વિશેષતા છે.

Class 9 Gujarati Textbook Solutions Chapter 19 પંખીલોક

પ્રશ્ન 2.
પક્ષીઓની સંભાળ તમે કઈ રીતે લેશો? પાઠના આધારે સમજાવો.
ઉત્તર :
“ધાબાવાળાં પાકાં મકાનો થયાં, વૃક્ષો કપાયાં, ચબૂતરા નષ્ટ થયા, તળાવો સુકાયાં અને જંગલો ઘટ્યાં. આ બધાંની પક્ષીજગત પર માઠી અસર થઈ છે. શહેરોનાં કૉક્રીટનાં જંગલોમાં હવે ચકલી જોવા મળતી નથી. પક્ષીઓની સંખ્યા વધે તે માટે આપણે ઠેર ઠેર ? ઘટાદાર વૃક્ષો ઊગાડવાં જોઈએ. પક્ષીઓને ચણ અને પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. તળાવો મોટાં થાય અને તેમાં બારેમાસ પાણી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. આપણા ઘરઆંગણે પણ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ.

Std 9 Gujarati Textbook Solutions Chapter 19 પંખીલોક Additional Important Questions and Answers

પંખીલોક પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
લેખક સારસબેલડીઓ વિશે શું કહે છે?
ઉત્તરઃ
સારસબેલડીઓ ખેતરોમાં ચરતાં હોય – ગમ્મત કરતાં હોય. ઊડે ત્યારે આકાશ ભરાઈ જાય! એમની લાંબી ડોક આગળ અને એવા જ પાછળ ખેંચાતા લાંબા પગ … બે મોટી પાંખો … લેખકને તો એ ઊડતાં વિમાનો લાગતાં. એમના મધુર રણકદાર અવાજો તો રાત્રિના પ્રહરે પ્રહરે સંભળાયા કરતા.

2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો

પ્રશ્ન 1.
કાગડાઓ શું જોઈને કાકા કરતા ટોળે વળતા?
ઉત્તર :
કાગડાઓ કાગડાનું શબ જોઈને કાકા કરતા ટોળે વળતા.

Class 9 Gujarati Textbook Solutions Chapter 19 પંખીલોક

પ્રશ્ન 2.
તારસ્વરે કયું પંખી બોલે છે?
ઉત્તર :
તારસ્વરે કલકલિયો બોલે છે.

પ્રશ્ન 3.
કબૂતરો શિયાળામાં મીઠો તડકો ક્યાં માણતાં?
ઉત્તરઃ
કબૂતરો શિયાળામાં ઘર-પડાળે ને વચલા મોભારે મીઠો 3 તડકો માણતાં.

પ્રશ્ન 4.
ગામ હવે સૂનમૂન કેમ લાગે છે?
ઉત્તરઃ
ગામ હવે સૂનમૂન લાગે છે, કારણ કે ગામમાં પંખીઓનો કલરવ નથી.

પ્રશ્ન 5.
મહાકાવ્ય યુગનાં ઋષિઓને પણ પ્રિય એવાં નિર્દોષ પ્રેમાળ પંખીઓ કયાં છે?
ઉત્તર :
મહાકાવ્ય યુગનાં ત્રષિઓને પણ પ્રિય એવાં નિર્દોષ પ્રેમાળ પંખીઓ સારસ છે.

પ્રશ્ન 6.
કયાં પંખીઓ હંમેશાં યુગલરૂપે જ રહે છે?
ઉત્તરઃ
સારસ હંમેશાં યુગલરૂપે જ રહે છે.

Class 9 Gujarati Textbook Solutions Chapter 19 પંખીલોક

પ્રશ્ન 7.
અળસિયાં શું કરે છે?
ઉત્તર :
અળસિયાં જમીનને વણખેડ્યે પોચી કરે છે.

પ્રશ્ન 8.
કોના અવાજમાં વેદના પણ છે અને થોડી ચીમકી પણ?
ઉત્તર :
કોયલના અવાજમાં વેદના પણ છે અને થોડી ચીમકી પણ.

પ્રશ્ન 9.
બંદૂકમાં તુવેરના દાણા ભરીને બાપુ તેતરનો શિકાર કરતા આવી વાતો કોણ કરતું?
ઉત્તર :
‘બંદૂકમાં તુવેરના દાણા ભરીને બાપુ તેતરનો શિકાર કરતા’ આવી વાતો દાદા કરતા.

પંખીલોક વ્યાકરણ (Vyakaran)

1. સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો :

પ્રશ્ન 1.
કરો
(અ) ભીંત
(બ) વાડ
(ક) કાંટા
ઉત્તરઃ
(અ) ભીંત

Class 9 Gujarati Textbook Solutions Chapter 19 પંખીલોક

પ્રશ્ન 2.
વિરલ
(અ) વીર
(બ) દુર્લભ
(ક) પ્રેમાળ
ઉત્તરઃ
(બ) દુર્લભ

પ્રશ્ન 3.
ઉદાસ
(અ) ઉદાર
(બ) હૃદય
(ક) હતાશ
ઉત્તરઃ
(ક) હતાશ

પ્રશ્ન 4.
સૂનમૂન
(અ) આળસુ
(બ) એકાકી
(ક) બેકાર
ઉત્તરઃ
(બ) એકાકી

Class 9 Gujarati Textbook Solutions Chapter 19 પંખીલોક

પ્રશ્ન 5.
યુગલ
(અ) જોડી
(બ) યુવાન
(ક) ગભરુ
ઉત્તરઃ
(અ) જોડી

2. સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો:

પ્રશ્ન 1.
સગવડ
(અ) અગવડ
(બ) સરસ
(ક) વિરલ
ઉત્તરઃ
(અ) અગવડ

પ્રશ્ન 2.
નિર્દોષ
(અ) હતાશ
(બ) આનંદ
(ક) દોષિત
ઉત્તરઃ
(ક) દોષિત

Class 9 Gujarati Textbook Solutions Chapter 19 પંખીલોક

3. આપેલા શબ્દોમાંથી સાચી જોડણી શોધીને લખો

પ્રશ્ન 1.
(અ) પૂછડી
(બ) પૂંછડી
(ક) પુંછડી
ઉત્તરઃ
(બ) પૂંછડી

પ્રશ્ન 2.
(અ) ઋષિમુનિ
(બ) ઋષીમુનિ
(ક) ઋષીમુની
ઉત્તરઃ
(અ) ઋષિમુનિ

પ્રશ્ન 3.
(અ) સુનમૂન
(બ) ઉદાસ
(ક) વીરલ
ઉત્તરઃ
(બ) ઉદાસ

Class 9 Gujarati Textbook Solutions Chapter 19 પંખીલોક

4. લિંગ શબ્દ ઓળખાવોઃ

પ્રશ્ન 1.
પુંલ્લિંગ શબ્દ ઓળખાવો.
(અ) દરજીડો
(બ) ભીંત
(ક) છાપરું
ઉત્તરઃ
(અ) દરજીડો

પ્રશ્ન 2.
સ્ત્રીલિંગ શબ્દ ઓળખાવો.
(અ) ચબૂતરો
(બ) સવાર
(ક) બુલબુલ
ઉત્તરઃ
(બ) સવાર

પ્રશ્ન 3.
નપુંસકલિંગ શબ્દ ઓળખાવો.
(અ) પંખી
(બ) દાણો
(ક) પૂંછડી
ઉત્તરઃ
(અ) પંખી

Class 9 Gujarati Textbook Solutions Chapter 19 પંખીલોક

5. વચન બદલોઃ

પ્રશ્ન 1.
લોટો
(અ) લોટ
(બ) લોટા
(ક) લોટી
ઉત્તરઃ
(બ) લોટા

પ્રશ્ન 2.
છાપરું
(અ) છાપરાં
(બ) છાપરુંઓ
(ક) છાપરીઓ
ઉત્તરઃ
(અ) છાપરાં

પ્રશ્ન 3.
ચબૂતરો
(અ) ચબૂતારાઓ
(બ) ચબૂતરા
(ક) ચબૂતરી
ઉત્તરઃ
(બ) ચબૂતરા

Class 9 Gujarati Textbook Solutions Chapter 19 પંખીલોક

6. વિશેષણ શોધોઃ

પ્રશ્ન 1.
ત્યારે તો ધૂળિયા નેળિયામાં હુદહુદ ચણતાં હતાં.
ઉત્તર :
ધૂળિયા

પ્રશ્ન 2.
એય હવે માંડ આઠ-દસના જૂથમાં જોવા મળે છે.
ઉત્તર :
માંડ, આઠ-દસ

7. નીચેનાં વાક્યોને યોગ્ય સંયોજકથી જોડોઃ

પ્રશ્ન 1.
વૃદ્ધ વડીલો ગયા. ફળિયાં હવે પંખીઓથી છલકાતાં નથી.
ઉત્તર :
વૃદ્ધ વડીલો ગયા એટલે ફળિયાં હવે પંખીઓથી છલકાતાં નથી.

પ્રશ્ન 2.
ખેતરોના ક્યારાઓમાં પાણી ફરે છે. થોડાં ઢેક અને બગલાં આવીને બેસે છે.
ઉત્તર :
ખેતરોના ક્યારાઓમાં પાણી ફરે છે ત્યારે થોડાં ઢેક અને બગલાં આવીને બેસે છે.

Class 9 Gujarati Textbook Solutions Chapter 19 પંખીલોક

8. યોગ્ય વિરામચિહ્ન મૂકોઃ

હું મને પૂછું છું ક્યાં છે મારો પંખીલોક
ઉત્તર :
હું મને પૂછું છું – “ક્યાં છે મારો પંખીલોક?”

9. સમાસ ઓળખાવો:

પ્રશ્ન 1.
સારસબેલડી
(અ) તત્પરુષ
(બ) દ્વન્દ
(ક) કર્મધારય
ઉત્તરઃ
(અ) તત્પરુષ

પ્રશ્ન 2.
સાંજ-સવાર
(અ) તપુરુષ
(બ) દ્વન્દ્ર
(ક) કર્મધારય
ઉત્તરઃ
(બ) દ્વન્દ્ર

Class 9 Gujarati Textbook Solutions Chapter 19 પંખીલોક

પ્રશ્ન 3.
આઠ-દસ
(અ) તપુરુષ
(બ) દ્વન્દ
(ક) કર્મધારય
ઉત્તરઃ
(બ) દ્વન્દ

10. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો

પ્રશ્ન 1.
પંખીઓને દાણા ચણવાની જગ્યા
(અ) ખેતર
(બ) ખળું
(ક) ચબૂતરો
ઉત્તર :
(ક) ચબૂતરો

પ્રશ્ન 2.
છાપરાનો મોભાવાળો ભાગ
(અ) ટોચ
(બ) મોભારો
(ક) છત
ઉત્તરઃ
(બ) મોભારો

Class 9 Gujarati Textbook Solutions Chapter 19 પંખીલોક

11. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ લખો:

(1) લોટો ઢોળવા જવું
(2) મન ભરી દેવું
(3) સેલ્લારા લેવા
ઉત્તર :
(1) સંડાસ જવું
(2) આનંદ આપવો
(3) ફરવું, વિચરવું

પંખીલોક Summary in Gujarati

પંખલોડ પાઠ-પરિચય
મણિલાલ હરિદાસ પટેલ (જન્મ: 09-11-1949)

આ પૃથ્વી માત્ર મનુષ્યજાતની જ નથી. પશુ-પંખી અને વનસ્પતિ પણ આ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. પરંતુ આજના પ્રદૂષિત પર્યાવરણે પશુ-પંખી અને વનસ્પતિના અસ્તિત્વ પર માઠી અસર કરી છે. આ નિબંધમાં પંખીઓની અવદશાનો ચિતાર છે. પંખીઓની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય છે. પ્રસ્તુત નિબંધના લેખકને પંખીઓનો ગાઢ પરિચય છે, એ આ નિબંધમાં જોઈ શકાય છે. તેથી પંખીઓની અવદશાથી તે દુઃખી છે. તેમનું દુઃખ તેમના આ પ્રશ્નમાં વ્યક્ત થાય છે – “ક્યાં છે મારો પંખીલોક?’

આ નિબંધ દ્વારા લેખકનો સંદેશો છે કે પર્યાવરણ બચાવો.

[The earth is not only for mankind. Animals, birds and plants also live on the earth. But the modern polluted environment has affected on the existence of birds, animals and plants. In this essay the sorry plight of the birds has been described. The number of birds is decreasing day by day. The writer of the essay has close relation (intimacy) with the birds and it is seen in this essay. So he is unhappy for the worse condition of the birds. Therefore at the end of the essay he asks himself, where is my birdfolk ?’

The message of the essay is : ‘Save Environment]

Class 9 Gujarati Textbook Solutions Chapter 19 પંખીલોક

પંખીલોક શબ્દાર્થ (Meanings)

  • સીમ – ખેતર કે ગામની હદ; boundary of the farm or village.
  • ચબૂતરો – પક્ષીઓને દાણા ચણવાની જગ્યા; place where rain is kept to feed birds.
  • મોભારો-છાપરાનો મોભવાળો ભાગ; high place of the shed.
  • કરો – ભીંત; wall.
  • બેઘર – ઘરવિહોણાં; homeless.
  • ફળિયું -મહોલ્લો, શેરી; street.
  • પડસાળ – ઘરનો આગળનો ભાગ, ઓસરી; verandah.
  • બખોલ – છિદ્ર, કાણું; hole.
  • નમણાં-નાજુક – આકર્ષક વળાંકવાળા – કોમળ; beautifully curved – tender, delicate.
  • લોકાચાર – સામાજિક જીવનપ્રણાલી; ways of social life.
  • કોહરામ – ધમાલ, અવાજ; noise. કણજી – એક જાતનું વૃક્ષ; one kind of tree.
  • ભાળવા મળવું જોવા મળવું; can be seen.
  • ગભરું – બીકણ, ડરપોક, ભોળું, નિર્દોષ; simplehearted, innocent.
  • મન ભરી દેવું – આનંદ આપવો; to give pleasure.
  • લોટો ઢોળવા જવું-સંડાસ જવું; to go for latrine.
  • યુગલ – જોડી; couple.
  • વિરલ – દુર્લભ; rare.
  • મધુર – મીઠો; sweet.
  • મહાકાવ્ય – કથાકાવ્ય; epic.
  • યુગ – સમયના પાડેલા લાંબા ચોક્કસ વિભાગો; age.
  • નિર્દોષ-દોષરહિત, નિરપરાધી; innocent, guiltless.
  • લણણી – પાક કાપવો તે; reaping, harvesting.
  • સેલ્લારા લેવા – ફરવું, વિચરવું; to wander.
  • નેળિયું – સાંકડી ગલી; narrow path.
  • વિલાયતી – (અહીં) રાસાયણિક; fertilizer.
  • ઉદાસ – હતાશ; sad. Class 9 Gujarati Textbook Solutions Chapter 19 પંખીલોક
  • “ખમૈયા” – થોભો; stop.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *