Gujarat Board GSEB Class 6 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 4 સાચી વિદ્યા Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 6 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 4 સાચી વિદ્યા
ભાષાસજતા
સમાનાર્થી શબ્દો આપો :
- વન – જંગલ, અરણ્ય
- વૃક્ષ – ઝાડ
- સંધ્યા – સાંજ
- એશ્વ – ઘોડો
- શેર્સ – હથિયાર
- શિષ્ય – વિદ્યાર્થી
- કુશળ – પ્રવીણ, હોશિયાર
- શંકા – વહેમ, સંદેહ, શક
- સૂર્ય – સૂરજ, રવિ
- સમુદ્ર – દરિયો, સાગર
- સરોવર – સરિતા
- ભૂમિ – ધરતી
વિરુદ્ધાર્થી શબ્દો આપો?
- દૂર × નજીક
- શિસ્ત × ગેરશિસ્ત
- વહેલું × મોડું
- સંધ્યા × ઉષા
- છાંયડો × તડકો
- પ્રશ્ન × ઉત્તર
- ધ્યાન × બેધ્યાન
- ઉપયોગી × નિરુપયોગી
- નાની × એજ્ઞાની
- વ્યવસ્થિત × અવ્યવસ્થિત
- અધૂરું × પૂરું
- ધર્મ × અધર્મ
- ખબર × બેખબર
- સગવડ × અગવડ
નીચેનાં વાક્યોમાંથી નામપદ અને ક્રિયાપદ શોધીને લખો :
પ્રશ્ન 1.
બાળ કી આશ્રમમાં ભણવા જતાં.
ઉત્તર :
નામપદ : બાળકો, આશ્રમમાં ક્રિયાપદ : જતાં
પ્રશ્ન 2.
ગુરુજી સૌને કામ વહેંચી દેતા.
ઉત્તર :
નામપદ : ગુરુજી ક્રિયાપદ : વહેંચી દેતા
પ્રશ્ન 3.
વિશ્વામિત્ર મુનિ ખૂબ નાની હતા.
ઉત્તર :
નામપદ : વિશ્વામિત્ર, શાની ક્રિયાપદ : હતા
પ્રશ્ન 4.
વારુણિને ધ્યયન ખૂબ ગમતું.
ઉત્તર :
નામપદ ? વારુણિ, અધ્યયન ક્રિયાપદ : ગમતું
નીચેના શબ્દોની જાતિ (લિંગ) ઓળખાવો :
- આશ્રમ – નરજાતિ
- દિવાળી – નારીતિ
- વિદ્યાર્થી – નરજાતિ
- વૃક્ષ – નાન્યતર જાતિ
- શિષ્ય – નરજાતિ
- ખેતર – નાન્યતર જાતિ
- સૂતર – નાન્યતર જાતિ
- પાણી -નાન્યતર જાતિ
- કૂવો – નરજાતિ
- બુદ્ધિ – નારીજાતિ
- સૂર્ય – નરજાતિ
- સમુદ્ર – નરજાતિ
- પૃથ્વી – નારીજાતિ
- ખોરાક – નરજાતિ
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ અનુસાર ગોઠવીને લખો:
પ્રશ્ન 1.
આશ્રમ, અશ્વવિઘા, ઉપનયન, શિસ્ત, પ્રાર્થના, આયુર્વેદ
ઉત્તર :
એશ્વવિદ્યા, આયુર્વેદ, નામ, ઉપનયન, પ્રાર્થના, શિસ્ત
પ્રશ્ન 2.
આસન, શિષ્ય, તેજસ્વી, અવ્યવસ્થિત, વિદ્વાન, શાની
ઉત્તર :
અવ્યવસ્થિત, આસન, જ્ઞાની, તેજસ્વી, વિદ્વાન, શિષ્ય
પ્રસ્નોત્તર
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :
પ્રશ્ન 1.
આશ્રમમાં ભણવાની સાથે શિષ્યોએ બીજું શું કરવાનું રહેતું?
ઉત્તર :
આશ્રમમાં ભણવાની સાથે શિષ્યોએ ગુરુજી જે કહે તે કામ પણ કરવાનું રહેતું.
પ્રશ્ન 2.
આશ્રમમાં શિષ્યો શામાંથી આસન બનાવતા ?
ઉત્તર :
આશ્રમમાં શિષ્યો દાભ કાપી લાવી એમાંથી આસન બનાવતા.
પ્રશ્ન 3.
વારુણિને શાનો કંટાળો આવતો હતો ?
ઉત્તર :
વારુણિને કામ કરવાનો કંટાળો આવતો હતો.
પ્રશ્ન 4.
વાણિનું કામ કેવું રહેતું?
ઉત્તર :
વારુશ્વિનું કામ અધૂરું અને અવ્યવસ્થિત રહેતું.
પ્રશ્ન 5.
વારુણિ કામ બાબતે શું વિચારતો ?
ઉત્તર :
વાણિ વિચારતો કે, ‘હું અહીં ભણવા આવ્યો છું, વિદ્વાનું થવા આવ્યો છું, મારે આવાં કામો શા માટે કરવો જોઈએ.’
પ્રશ્ન 6.
પાઠના આધારે ‘વારુણિ’ વિશે પાંચ-સાત વાક્યો લખો :
ઉત્તર :
વાણિ વિશ્વામિત્ર મુનિના આશ્રમમાં ભણતો એક શિષ્ય હતો. તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો, ગુરુએ સવારે જે શીખવ્યું હોય તે સાંજ સુધીમાં તો એને યાદ રહી જતું, વારુણિને અંધ્યયન કરવું ખૂબ ગમતું, પણ કામ કરવાનો કંટાળો આવતો હતો. કામ કરતી વખતે પણ એ ભણવાના જ વિચારો કરતો, આથી એનું કામ પણ અધૂરું અને અવ્યવસ્થિત રહેતું, એકવાર ગુરુજીએ વારુણિને રેટના ઉદાહરણ દ્વારા જે કામથી જ્ઞાન વધે એ પણ વિઘા જ છે એવું સચોટ રીતે સમજાવ્યું. છેવટે ગુરુજીના સમાવવાથી વારુણિને જ્ઞાન થયું કે, ‘સારું અને બુદ્ધિપૂર્વક કામ કરતાં શીખવું એ પણ વિદ્યા શીખવા બરાબર જ છે.’
નીચેના પ્રશ્નોના ઉત્તર બે-ત્રણ વાક્યોમાં આપોઃ
પ્રશ્ન 1.
આશ્રમમાં વિદ્યાર્થીઓને ક્યાં-કયાં કામ કરવાં પડતાં ?
ઉત્તર :
આશ્રમમાં વિદ્યાર્થીઓને ખેતરનું કામ, રસોડાનું કામ, વૃક્ષો ઉછેરવાનું કામ, ઉપયોગી વસ્તુઓ બનાવવાનું કામ વગેરે પ્રકારનાં કામ કરવાં પડતાં.
પ્રશ્ન 2.
ખેતરના કામમાં વિલંબ શા માટે થયો ?
ઉત્તર :
રેંટ ચલાવતાં – ચલાવતાં વારુણિ ભણવાના વિચારોમાં ખોવાઈ ગયો. જેથી એના હાથ-પગ ચાલતા અટકી ગયા. રેટ ફરતો બંધ થઈ ગયો. આથી ખેતરમાં જતું પાણી પણ બંધ થઈ જતાં ખેતરના કામમાં વિલંબ થયો.
પ્રશ્ન 3.
વરસાદ કઈ રીતે આવે છે?
ઉત્તર :
સૂર્યનાં કિરણોથી નદી, સાગર વગેરેમાં રહેલું પાણી ગરમ થાય, એમાંથી વરાળ બની વાદળાં બંધાય અને એમાંથી વરસાદ રૂપે પાણી આપણને મળે છે.
નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો :
પ્રશ્ન 1.
આશ્રમમાં વિદ્યાર્થીઓ ભણવા ક્યાં બેસતા ?
A. આશ્રમની છત પર
B. આશ્રમના ઓરડામાં
C. કોઈ ઘટાદાર વૃક્ષની છાયામાં
D. નદીકિનારે
ઉત્તર :
C. કોઈ ઘટાદાર વૃક્ષની છાયામાં
પ્રશ્ન 2.
આશ્રમમાં શાનું અધ્યયન થતું?
A. બાળગીતોનું
B. જોડકણાંનું
C. વિવિધ ભાષાઓનું
D. વેદ-વેદાંગો અને વિવિધ શાસ્ત્રોનું
ઉત્તર :
D. વેદ-વેદાંગો અને વિવિધ શાસ્ત્રોનું
પ્રશ્ન 3.
દાભ કાપવામાં કાળજી ન રાખવામાં આવે તો શું થાય ?
A. ગુરુજી ઠપકો આપે
B. ગુરુજી સજા કરે
C. આંગળીઓમાં ચીરા પડે
D. કામ અધૂરું રહી જાય
ઉત્તર :
C. આંગળીઓમાં ચીરા પડે
પ્રશ્ન 4.
આશ્રમજીવનનું સૂત્ર કર્યું હતું?
A. કામ કરતા જાઓ અને કામ શીખતા જાઓ.
B. હરતા જાઓ, ફરતા જાઓ અને ખાતા જુઓ.
C. માત્ર ને માત્ર ભણતા જાઓ.
D. રમતા જાઓ અને ભણતા જુઓ.
ઉત્તર :
A. કામ કરતા જાઓ અને કામ શીખતા જાઓ.
પ્રશ્ન 5.
વાણિ કયા મુનિના આશ્રમમાં અભ્યાસ કરતો હતો ?
A. દુર્વાસા મુનિ
B. વિશ્વામિત્ર
C. કૃપાચાર્ય
D. દ્રોણાચાર્ય
ઉત્તર :
B. વિશ્વામિત્ર
પ્રશ્ન 6.
વારુણિ ભણવામાં કેવો હતો ?
A. ખૂબ જ નબળો
B. ખૂબ જ હોશિયાર
C. મધ્યમ
D. ઠીક – ઠીક
ઉત્તર :
B. ખૂબ જ હોશિયાર
પ્રશ્ન 7.
વારુણિ કામ કરતી વખતે શાના વિચારો કરતો?
A. ભણવાના
B. રેમવાના
C. ઘરના લોકોના
D. ફરવાના
ઉત્તર :
A. ભણવાના
પ્રશ્ન 8.
વારુણિનું કામ કેવું રહેતું ?
A. સુંદર અને સ્વચ્છ
B. ચોખું અને સુઘડ
C. અધૂરું અને અવ્યવસ્થિત.
D. પૂર્વ અને વ્યવસ્થિત
ઉત્તર :
C. અધૂરું અને અવ્યવસ્થિત.
પ્રશ્ન 9.
ગુરુના મતે સાચી વિઘા કઈ છે?
A. ખાતાં ખાતાં કામ કરવું.
B. કામ કરતાં – કરતાં ભણવું.
C. હરતાં – ફરતાં કામ કરવું.
D. માત્ર ને માત્ર ભણવું.
ઉત્તર :
B. કામ કરતાં – કરતાં ભણવું.
સાચી વિદ્યા Summary in Gujarati
સાચી વિદ્યા પાઠ-પરિચય :
આજે શિક્ષણનું સ્તર દિવસે ને દિવસે કથળતું જાય છે, એવા સમયમાં પ્રસ્તુત પાઠ દીવાદાંડી સમાન છે. આ પક્ષ વેદ-ઉપનિષદ માં સાચી વિધા એટલે શું? સમજાવતી અનેક વાતો છે. અહીં વાસિન ઉદાહરણથી સાચી વિદ્યા કોને કહેવાય તે સમ જવવામાં આવ્યું છે. સાચી વિદ્યા – સાચું જ્ઞાન જીવનના રોજરોજના અનુભવોમાંથી મળતું હોય છે. આ બાબત રેટનો દાખલો લઈ ગરેજી વાષિને સચોટ રીતે સમજાવે છે. ‘એકલું ભવું જીવનમાં કામ ન લાગે. જીવવા માટે જીવનને ઉપયોગી વિઘા પન્ન શીખવી પડે. એ વિધા કામ કરવાથી તેમજ કામ મન અને બુદ્ધિપૂર્વક કરવાથી જ આવડે છે. કામ કરતાં-કરતાં ભજવું એ સાચી વિધા છે.’
સાચી વિદ્યા શબ્દાર્થ :
- આશ્રમ – (અહી) છાત્રાલય સાથેની
- શાળા – મહાશાળા
- ઉપનયન સંસ્કાર – જનોઈ દેવાનો સંસ્કાર
- બટુક – જનોઈ દીધા વગરનો છોકરો
- શિસ્ત – નિયમબદ્ધ વર્તન
- સંધ્યાવંદન – સાંજ સમયનું નિત્ય કર્મ
- છાયા – (અહી) આશ્રય, ઓથ
- વિરામ – આરામ, વિસામો
- ઉપદેશ – બોધ, શિખામણ
- અશ્વવિધા – ઘોડા પારખવાની, કેળવવાની તથા ચલાવવાની વિદ્યા
- આયુર્વેદ – આર્યોનું કે ભારતીય વૈદકશાસે
- શાસ્ત્રો – ધર્મગ્રંથો
- શિષ્ય – ચેલો, વિદ્યાર્થી
- દાભ – એક
- વનસ્પતિ – દર્ભ
- મુનિ – ઋષિ, તપસ્વી
- રટવું – વારે વારે યાદ
- કરવું – બોલવું
- શંકા – વહેમ
- નિરાકરણ – નિવેડો
- વિદ્વાન – પંડિત, જ્ઞાની
- તક – અનુકૂળ વખત, પ્રસંગ, લાગ
- રાહ – વાટે, પ્રતીક્ષા
- કૈટ – કૂવામાંથી પાણી કાઢવાની ઢોચ કોવાળા ચક્કરની યોજના
- આરાધના – પૂજ, સેવા
- થાળું – કૂવાના મોં ઉપર ચણીને બનાવેલી પત્રકાર જગા
- ધોરિયો – (અહીં) પાણીની નીક, ઢાળિયો
- વિલંબ – ઢીલ, વાર
- ઋચા – વેદનો મંત્ર
- નીક – પાણી જવાનો રસ્તો
- સરવાણી – ઝરણું
- અન્ન – અનાજ, ખોરાક
- સમાપન – સમાપ્ત કે પૂરું કરવું તે, સમાપ્તિ