Gujarat Board GSEB Class 6 Gujarati Textbook Solutions પુનરાવર્તન 4 Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 6 Gujarati Textbook Solutions પુનરાવર્તન 4
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
પ્રશ્ન 1.
સાહેબ બધાંને મેહુલની નોટ બતાવે છે, તે બાબતે હાર્દિક અને મેહુલ શું-શું માને છે ?
ઉત્તર :
સાહેબ બધાંને મહુલની નોટ બતાવે છે તે બાબતે હાર્દિક માને છે કે મેહુલની નોટનાં પાનાં લીસાં લીસાં મસ્ત છે, તેથી સાહેબ ક્લાસમાં કાયમ મેહુલની નોટ જ બતાવે છે. જ્યારે મેહુલ માને છે કે માત્ર લીસો પાનાં હોવાને કારણે જ નહિ, પણ મારા સારા અક્ષર બાણને કારણે સાહેબ ક્લાસમાં મારી નોટ બધાંને બતાવે છે.
પ્રશ્ન 2.
કચ્છમાં કયા-કયા ડુંગરો આવેલા છે ?
ઉત્તર :
કચ્છમાં લીલિયો, ભુજિયો, ધીણોધર અને કાળો જેવા ડુંગરો આવેલા છે.
પ્રશ્ન 3.
‘ગાંધીની ગુજરાત કપરી જીરવવી’ એમ કવિ શા માટે કહે છે ?
ઉત્તર :
ગાંધીજીના કાળમાં સ્વતંત્રતા માટે પરદેશી સરકાર સામે મોરચા મંડાયા હતા. તેથી પ્રજાના જીવનમાં જે સંઘર્ષવાળું વાતાવરણ જખ્યું હતું તે કઠણ હતું. તેથી તે સમયમાં જીવવું ઘણું કપરું હતું. એટલે કવિ કહે છે “ગાંધીની ગુજરાત કપરી જીરવવી.’
પ્રશ્ન 4.
સિંહણના બચ્ચાને જોઈને બાળકે શું કર્યું ?
ઉત્તર :
સિંહણના બચ્ચાને જોઈને બાળકે બચ્ચાને ધીમેથી ઉપાડી લીધું અને તે બચ્ચાને રમાડવા લાગ્યો.
2. નીચે આપેલાં જોડકાંને યોગ્ય વીગત સાથે જોડો :
પ્રશ્ન 1.
ઉત્તર :
‘અ’ | ‘બ’ |
1. સારા અક્ષર | સોનલ |
2. ગુજરાત મોરી મોરી રે | ગિરનાર |
3. માતૃહૃદય | સિંહણનું બચ્ચું |
4. પત્ર | નારાયણ સરોવર |
5. સુભાષિત | મૈત્રીભાવ |
3. નીચેનાં વાક્યો કયા પાઠમાંથી લેવામાં આવ્યાં છે તે લખો :
પ્રશ્ન 1.
- ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ સફળ થઈશ.
- વચ્ચે બે ભૂલકાં : એક પશુદેહધારી, એક માનવદેહધારી. કુદરતની કેવી બલિહારી !
- ‘ધીંગી ધરા, ધીંગા ધોરી, ધીંગા બોલ, ધીંગી બોલી’
- ખડીરબેટની વચ્ચે ધોળાવીરા નામે નાનું ગામ છે.
ઉત્તર :
- સારા અક્ષર
- માતૃહૃદય
- સુગંધ કચ્છની
- સુગંધ કચ્છની
4. નીચે આપેલા શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :
પ્રશ્ન 1.
- ભરવાડોએ જંગલમાં બાંધેલાં ઝૂપડાંનું નામ – ………
- લાકડાના નાના-નાના ટુકડા – ………..
- ઢોરઉછેર કરતી જાતિનો માણસ – ………
- ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન – ………
- લખવાનું કામ કરનાર માણસ – …………
ઉત્તર :
- નેસ
- કરગઠિયા
- માલધારી
- ભેટ
- લહિયો
5. તમે કરેલ પ્રવાસ અંગેનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો.
પ્રશ્ન 1.
તમે કરેલ પ્રવાસ અંગેનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો.
ઉત્તર :
પ્રિયંક સાવલા,
‘વૈભવકૃપા’
3, મયુરનગર,
રાજકોટ – 360001
તા. 12-12-12
પ્રિય મિત્ર બ્રિજેશ,
મજામાં હોઈશ.
આ પત્ર હું તને ખાસ કારણથી લખી રહ્યો છું. તને કદાચ અંદાજ આવી ગયો હશે. અમે વેકેશનમાં મહારાષ્ટ્રના પ્રવાસે ગયા હતા. પ્રવાસમાં ખૂબ જ મજા પડી હતી. આ પત્ર દ્વારા હું તને અમારા પ્રવાસની થોડી માહિતી આપું છું.
અમે પ્રવાસ દરમિયાન નાસિક, શિરડી, પંચવટી અને વ્યંબકેશ્વર જેવાં ધાર્મિક સ્થળો જોયાં. અજેટા-ઇલોરાની ગુફાઓ ઈ. આ બધાં સ્થળો જોવાથી અમને ભારતની પ્રાચીન સંસ્કૃતિ, કલા અને સાહિત્યનો પરિચય થયો. પ્રવાસમાં અમને ક્યાંક ક્યાંક અગવડ પણ પડી, પરંતુ પ્રવાસ એટલે અગવડો વેઠવાની બાદશાહી સગવડ એમ કહી શકાય. મેં જોયેલાં સ્થળો અને અનુભવોની નોંધ પણ મેં મારી ડાયરીમાં કરી છે.
પ્રવાસમાં અમને ખૂબ જ મજા આવી. તું જયારે મારા ઘેર આવીશ ત્યારે આપણે પ્રવાસની વધુ વાતો કરીશું. આવા પ્રવાસો વારંવાર યોજાય તો બહુ મજા આવે ! બધાંને મારી યાદ, તારાં મમ્મીપપ્પાને મારા પ્રણામ કહેજે.
એજે
તારો મિત્ર
પ્રિયંક
6. ‘સારા અક્ષર’ પાઠનો સારાંશ લખો.
પ્રશ્ન 1.
‘સારા અક્ષર’ પાઠનો સારાંશ લખો.
ઉત્તર :
ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે એવું ગાંધીજીએ કહ્યું છે. અભ્યાસની સાથે-સાથે દૈનિક જીવનમાં પણ સારા અક્ષરનું મહત્ત્વ છે તે આ પાહ્યી સમાય છે. “ચારજો’ને બદલે “મારજો વંચાય ત્યારે કેવો અર્થનો અનર્થ થાય છે, તે તરફ આપણું ધ્યાન દોરવામાં આવ્યું છે, “સારા અક્ષર’ આયોજનપૂર્વકના પ્રયત્નોથી – શક્ય છે તે બાબત ધ્યાનમાં રાખવાની છે.
7. નીચે આપેલા મુદ્દા પરથી વાર્તાલેખન કરો :
બે સ્ત્રીઓ – એક બાળક માટે લડવું – ઝઘડો વધી જવો – ન્યાય માટે કાજી પાસે જવું – નોકરને બોલાવવા – બાળકના ટુકડા કરવા આદેશ – બાળકની માતાનું રુદન – બેભાન થવું – અન્ય સ્ત્રીને સજા
પ્રશ્ન 1.
નીચે આપેલા મુદ્દા પરથી વાર્તાલેખન કરો :
બે સ્ત્રીઓ – એક બાળક માટે લડવું – ઝઘડો વધી જવો – ન્યાય માટે કાજી પાસે જવું – નોકરને બોલાવવા – બાળકના ટુકડા કરવા આદેશ – બાળકની માતાનું રુદન – બેભાન થવું – અન્ય સ્ત્રીને સજા
ઉત્તર :
એક બસસ્ટેશનના બાંકડા પર એક સ્ત્રી બેઠી હતી. તેના ખોળામાં તેનું બાળક રમતું હતું. એવામાં બીજી એક સ્ત્રી આવીને એ જ બાંકડા પર બેસી ગઈ. એણે પેલી સ્ત્રીના ખોળામાં બેઠેલું રૂપાળું બાળક જોયું એટલે એ તેને રમાડવા લાગી.
એટલામાં એક બસ આવી. પહેલી સ્ત્રી તેના બાળકને લઈને ઊભી થઈ. બીજી સ્ત્રીએ એકાએક તેના હાથમાંથી બાળક ખેંચી લેતાં કહ્યું, “તું મારા બાળકને લઈને ક્યાં જાય છે ?”
બાળકની મા તો આ સાંભળીને ડઘાઈ જ ગઈ. તે બોલી, “બહેન, આ તો મારું બાળક છે. તું વળી તેની મા ક્યાંથી થઈ ગઈ ?”
બંને સ્ત્રીઓ બાળક માટે ઝઘડવા લાગી, ત્યાં લોકોનું ટોળું જમા થઈ ગયું. છેવટે બંને સ્ત્રીઓ ન્યાય મેળવવા ન્યાયાધીશ પાસે ગઇ. ન્યાયાધીશે બંનેની વાત ધ્યાનથી સાંભળી, પછી બંને સ્ત્રીઓને સમાવવાનો પ્રયત્ન કર્યો, પણ બંનેમાંથી કોઈ સ્ત્રી તે બાળકને છોડવા તૈયાર ન હતી.
ન્યાયાધીશે વિચાર કરીને ન્યાય આપ્યો, “આ બાળકના બે ટુકડા કરીને બંને સ્ત્રીઓને એક-એક ટુકડો આપી દો.”
બીજી સ્ત્રી બાળકના બે ટુકડા કરીને વહેંચી લેવા તરત જ સંમત થઈ ગઈ. પણ બાળકની સાચી મા રડી પડી અને બોલી, “સાહેબ, બાળકના બે ટુકડા નથી કરવા. ભલે એ સ્ત્રી બાળકને લઈ જતી. હું એને મારું બાળક સોંપી દેવા તૈયાર છું. એમ કરવાથી પણ મારું બાળક જીવતું તો રહેશે ને !” આટલું બોલતાં તે બેભાન થઈ ઢળી પડી. ન્યાયાધીશે માતૃશ્રદયને પારખી લીધું. તેમણે પહેલી સ્ત્રીને તેનું બાળકે સોંપ્યું અને બીજી સ્ત્રીને સજા કરી.
8. નીચે આપેલી પંક્તિઓ સમજાવો :
પ્રશ્ન 1.
હોય કામ મુશ્કેલ પણ, ઉદ્યમથી ઝટ થાય;
ખંત જો દિલમાં હોય તો, કદી ન ફોગટ જાય.
ઉત્તર :
આ પંક્તિમાં કવિ કહે છે કે કોઈ પણ મુશ્કેલ કામ મહેનત કરવાથી જલદી પૂરું થાય છે. જે આપણા દિલમાં ખેત હોય તો અઘરું લાગતું કામ પણ મહેનતથી પાર પાડી શકાય છે. આપણી મહેનત કદી નકામી જતી નથી.
કેટલાંક કામ અઘરાં હોય છે. પણ જો આપણે વિચાર જ કરતા રહીએ કે તે ક્યારે થશે અથવા કેવી રીતે થશે, તો તે કામ ક્યારેય થશે નહિ. આપણે ઉત્સાહથી અને આયોજનપૂર્વક એ કામ કરવા માંડીએ તો આપણને સફળતા ચોક્કસ મળે છે. વિદ્યાર્થી તરીકે આપણને જે વિષયો અઘરા લાગતા હોય તે શીખવા માટે આપણે ખંતથી મહેનત કરીએ તો એમાં ચોક્કસ સફળતા મળે છે. આપણે ખંતથી મહેનત કરવી જોઈએ.
પ્રશ્ન 2.
નમતાથી સૌ કો રીઝે, નમતાને બહુ માન,
સાગરને નદીઓ ભજે, છોડી ઊંચાં સ્થાન.
ઉત્તર :
આ પંક્તિઓમાં નમ્રતાનો મહિમા દર્શાવ્યો છે. નમ્રતાથી સૌ કોઈ રીઝે છે, જે નમતો રહે છે તેને બહુમાન મળે છે. નદીઓ ઊંચા સ્થાનેથી નીકળી નીચા સ્થાને રહેલા સાગરને મળે છે, તેથી નદીઓ લોકોનું બહુમાન મેળવે છે. નદીઓ પૂજાય છે. – નમ્રતા એટલે સરળતા, જેનામાં અભિમાન નથી. તે સરળ હોય છે, તેની વાણી અને તેના વર્તનમાં નમ્રતા હોય છે, તેથી તે સૌને ગમે છે, વિનયી વ્યક્તિ સાથે વાતચીત કરવાનું સૌને ગમે છે. નમ્ર વ્યક્તિનાં કામ જલદી ઊકલી જાય છે, સૌ એનું બહુમાન કરે છે. આપણે નમ્ર બનવું જોઈએ, નમે તે સૌને ગમે.
9. નીચેનામાંથી કોઈ પણ એક વિષય પર 15થી 20 વાક્યોમાં નિબંધ લખો :
પ્રશ્ન 1.
મારું પ્રિય પુસ્તક
ઉત્તર :
મને વાંચનનો શોખ છે. મેં ઘણાં પુસ્તકો વાંચ્યાં છે. એ બધાંમાં ‘સત્યના પ્રયોગો’ મારું સૌથી પ્રિય પુસ્તક છે. “સત્યના પ્રયોગો’ પુસ્તક ગાંધીજીની આત્મકથા છે. તેની ભાષા સરળ છે. તેમાં આપણને ગાંધીજીની નિખાલસતાનાં દર્શન થાય છે.
‘સત્યના પ્રયોગો’માં ગાંધીજીએ પોતાના જીવનના અનેક – પ્રસંગોનું વર્ણન કર્યું છે. ગાંધીજી બાળપણમાં એક સામાન્ય વિદ્યાર્થી હતા. તેમનામાં ચોરી અને ધૂમ્રપાન જેવી કુટેવો પણ હતી. એક વાર તેમણે ‘હરિશ્ચંદ્ર’ નાટક જોયું અને શ્રવણની વાર્તા સાંભળી. તેમાંથી તેમને સાચું બોલવાની અને મા-બાપની સેવા કરવાની પ્રેરણા મળી.
તેમનાથી ક્યારેક ભૂલો થતી ત્યારે તેઓ પોતાની ભૂલો કબૂલ કરી લેતા અને એ ભૂલો ફરીથી કરતા નહિ. ‘સત્યના પ્રયોગો’ માં ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં તેમને થયેલા અનુભવો, શ્રમજીવન, આઝાદીનું આંદોલન, દાંડીકૂચ, હિન્દુમુસ્લિમ એકતા માટેના તેમના પ્રયત્નો વગેરેનું વર્ણન કર્યું છે. આ બધા પ્રસંગોમાંથી આપણને ગાંધીજીનો દેશપ્રેમ, માનવપ્રેમ અને તેમની સાદાઈનો પરિચય થાય છે. ગાંધીજીના આચાર અને વિચારમાં ભેદ ન હતો. ભારતની આઝાદીની લડાઈમાં તેમણે જનતાનું નેતૃત્વ કર્યું હતું. આ પુસ્તકમાંથી મને સાદું, સત્યમય અને પ્રામાણિક જીવન જીવવાની પ્રેરણા મળે છે.
પ્રશ્ન 2.
ઉનાળાનો બપોર
ઉત્તર :
શિયાળાની સવાર આપણને તાજગી આપે છે, તો ઉનાળાની બપોર આપણને તાપથી અકળાવી મૂકે છે. ઉનાળામાં સવારે થોડી ઠંડક હોય છે. પછી ધીમે ધીમે ગરમી વધતી જાય છે. સૂરજ માથા પર આવતાં ગરમીનું પ્રમાણ ખૂબ વધી જય છે, જાણે આભમાંથી આગ વરસતી હોય એવી ગરમી પડે છે. જમીન એટલી બધી તપી જાય છે કે તેના પર ખુલ્લા પગે ચાલવાનું મુશ્કેલ બની જાય છે. રસ્તાઓ પર માણસોની અવર-જવર પણ ઓછી થઈ જાય છે. લોકો ઘરમાં જ પુરાઈ રહે છે. લોકો ગરમીથી રાહત મેળવવા માટે પંખા કે ઍરકન્ડિશનરનો
આશરો લે છે, કેટલાક લોકો ઠંડાં પીણાં પીએ છે કે આઇસક્રીમ ખાય છે. પશુ-પંખીઓ પર પણ ગરમીની અસર થાય છે, પંખીઓ તેમના માળામાં ભરાઈ રહે છે. ગરમીથી રાહત મેળવવા માટે ભેંસો તળાવ કે ખાબોચિયાના પાણીમાં પડી રહે છે. બાળકો પણ ઘરમાં બેસીને ઇન્ડોર ગેમ્સ રમે છે.
પ્રશ્ન 3.
ગરવી ગુજરાત
ઉત્તર :
“જય જય ગરવી ગુજરાત, દીપ અરુણ પ્રભાત…” આ કાવ્યપંક્તિ ગાતાં જ આપણા હૈયામાં ગુજરાત પ્રત્યેનો પ્રેમ ઊભરાઈ જાય છે. ગુજરાત ભારતની પશ્ચિમે આવેલું રાજય છે. ગુજરાતમાં નર્મદા, તાપી, મહી, સાબરમતી જેવી મોટી નદીઓ વહે છે. ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, પાલિતાણા, અંબાજી, ડાકોર જેવાં પ્રસિદ્ધ યાત્રાધામો આવેલાં છે. ગુજરાતને વિશાળ દરિયાકિનારો મળ્યો છે. ગુજરાતનાં ઉભરાટ, તીથલ, ડુમ્મસ, સાપુતારા અને ચોરવાડ જેવાં પ્રવાસધામો પ્રવાસીઓને આકર્ષે છે.
નરસિંહ મહેતા, મીરાંબાઈ, અખો, દયારામ, નર્મદ, કલાપી, મેઘાણી, કનૈયાલાલ મુનશી, ઉમાશંકર જોશી, સુન્દરમ્, ગિજુભાઈ વગેરે અનેક સંતો અને કવિઓનો ગુજરાતની સંસ્કૃતિના ઘડતરમાં મોટો ફાળો રહેલો છે.
ગાંધીજી અને સરદાર પટેલ જેવા ગુજરાતી મહાપુરુષોનો આપણા દેશની આઝાદીમાં વિશેષ ફાળો રહેલો છે. આઝાદી પછી ગુજરાત ખૂબ પ્રગતિ કરી છે. ખેતીવાડી, શિક્ષણ, વાહનવ્યવહાર, ઉદ્યોગો વગેરે અનેક ક્ષેત્રોમાં તેણે ઘણો વિકાસ સાધ્યો છે. ગુજરાતની પ્રજા વીર, ધીર, જ્ઞાની અને પ્રેમાળ છે. આવી પવિત્ર અને સમૃદ્ધ ભૂમિનું સંતાન હોવાનો મને ગર્વ છે.
10. નીચેનાં વાક્યોના અર્થને આધારે તેને માટે વપરાતી કહેવત તે વાક્યની સામે લખો :
પ્રશ્ન 1.
- ગરજ વખતે બુદ્ધિ કામ નથી કરતી. ……………..
- વિનાશ થવાનો હોય ત્યારે બુદ્ધિ બગડે છે. ……………..
- ઝાઝાં જણ ભેગાં મળે તો કામ ઝટ પૂરું થાય. ……………..
- બીજાની આશા રાખવાથી નિરાશ થવું પડે છે. ……………..
- દરેક કામમાં સાવચેતી રાખીએ તો સુખી થઈએ. ……………..
ઉત્તર :
- ગરજ વખતે બુદ્ધિ કામ નથી કરતી. – ગરજવાનને અક્કલ ન હોય
- વિનાશ થવાનો હોય ત્યારે બુદ્ધિ બગડે છે. – વિનાશ કાળે વિપરીત બુદ્ધિ
- ઝાઝાં જણ ભેગાં મળે તો કામ ઝટ પૂરું થાય. – ઝાઝા હાથ રળિયામણા
- બીજાની આશા રાખવાથી નિરાશ થવું પડે છે. – પારકી આશ સદા નિરાશ
- દરેક કામમાં સાવચેતી રાખીએ તો સુખી થઈએ. – ચેતતો નર સદા સુખી
11. ક અને ખ વિભાગમાં આપેલી કહેવતોમાંથી સમાન અર્થવાળી કહેવતોને સામસામે ગોઠવો :
પ્રશ્ન 1.
ક અને ખ વિભાગમાં આપેલી કહેવતોમાંથી સમાન અર્થવાળી કહેવતોને સામસામે ગોઠવો :
ઉત્તર :
‘ક’ | ‘ખ’ |
1. ફરે તે ચરે, બાંધ્યું ભૂખે | દાનત તેવી બરકત મળે મેવો |
2. જયારે વળે પરસેવો ત્યારે | મારે તેની તલવાર |
3. આંગળા ચાટ્ય પેટ ન | દાતણ વેએ દળદર ન જાય |
4. ભાવના તેવી સિદ્ધિ | બળિયાના બે ભાગ ભરાય |
12. ‘ક’ અને ‘ખ’ વિભાગમાં આપેલી વિરોધી અર્થ ધરાવતી કહેવતોને સામસામે ગોઠવો :
પ્રશ્ન 1.
‘ક’ અને ‘ખ’ વિભાગમાં આપેલી વિરોધી અર્થ ધરાવતી કહેવતોને સામસામે ગોઠવો :
ઉત્તર :
‘ક’ | ‘ખ’ |
1. પારકી આશ સદા નિરાશ | વાડ વગર વેલો ન ચડે |
2. શ્રમ વિના પ્રારબ્ધ પાંગળું | નસીબ ચાર ડગલાં આગળ |
3. માગ્યા કરતાં મરવું ભલું | માગ્યા વિના મા પણ ન પીરસે |
4. વિશ્વાસે વહાણ ચાલે | સગા બાપનોય વિશ્વાસ ન કરાય |
13. રોજિંદા વ્યવહારમાં ઉપયોગમાં લેવાતા પાંચ શબ્દો લખી તેમના વિરુદ્ધાર્થી શબ્દો લખો.
પ્રશ્ન 1.
રોજિંદા વ્યવહારમાં ઉપયોગમાં લેવાતા પાંચ શબ્દો લખી તેમના વિરુદ્ધાર્થી શબ્દો લખો.
ઉત્તર :
- કડવું × મીઠું
- હાજર × ગેરહાજર
- દિવસ × રાત
- નાનું × મોટું
- ફાયદો × નુકસાન