Class 12 Gujarati Textbook Solutions Chapter 4 નારાયણ હેમચંદ્ર

Gujarat Board GSEB Std 12 Gujarati Textbook Solutions Chapter 4 નારાયણ હેમચંદ્ર Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 12 Gujarati Textbook Solutions Chapter 4 નારાયણ હેમચંદ્ર

Class 12 Gujarati Textbook Solutions Chapter 4 નારાયણ હેમચંદ્ર Textbook Questions and Answers

નારાયણ હેમચંદ્ર સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1.
નારાયણ હેમચંદ્ર કઈ કઈ ભાષાના જાણકાર હતા?
ઉત્તર:
નારાયણ હેમચંદ્ર હિન્દી, મરાઠી અને બંગાળી ભાષાના જાણકાર હતા. આ ઉપરાંત તેમણે અંગ્રેજી અને ફ્રેંચ પણ શીખી લીધું.

Class 12 Gujarati Textbook Solutions Chapter 4 નારાયણ હેમચંદ્ર

પ્રશ્ન 2.
નારાયણ હેમચંદ્રને શો શોખ હતો?

પ્રશ્ન 3.
ગાંધીજી અને નારાયણ હેમચંદ્ર વિશે શું સામ્ય જોવા મળે છે?
ઉત્તરઃ
ગાંધીજી અને નારાયણ હેમચંદ્ર વચ્ચે વિચાર અને આચાર સામ્ય જોવા મળે છે.

પ્રશ્ન 4.
અમેરિકામાં નારાયણ હેમચંદ્ર પર શો આરોપ મુકાયો?
ઉત્તર :
અમેરિકામાં નારાયણ હેમચંદ્ર ધોતિયું પહેર્યું, તેથી તેના પર અસભ્ય પોશાક પહેર્યાનો આરોપ મુકાયો.

પ્રશ્ન 5.
શા કારણે નારાયણ હેમચંદ્ર વિચિત્ર લાગતા?
ઉત્તરઃ
નારાયણ હેમચંદ્ર બેડોળ પાટલૂન, ઉપર ચોળાઈ ગયેલો, કાંઠલેથી મેલો બદામી રંગનો નેક ટાઈ વિનાનો પારસી ઘાટનો પણ ડોળ વિનાનો કોટ અને માથે ફૂમતાવાળી ઊનની ગૂંથેલી ટોપી પહેરતા. બધા ફૂલફટાક લોકો વચ્ચે નારાયણ હેમચંદ્ર તેના આવા પોશાકને કારણે વિચિત્ર લાગતા હતા.

2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ટૂંકમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1.
નારાયણ હેમચંદ્ર કેવો પોશાક પહેરતા?
ઉત્તરઃ
નારાયણ હેમચંદ્રનો પોશાક વિચિત્ર હતો. બેડોળ પાટલૂન પહેરતા. ઉપર ચોળાઈ ગયેલો, કાંઠલેથી મેલો બદામી રંગનો નેક ટાઈ વિનાનો પારસી ઘાટનો પણ ડોળ વિનાનો કોટ અને માથે ફૂમતાવાળી ઊનની ગૂંથેલી ટોપી પહેરતા.

Class 12 Gujarati Textbook Solutions Chapter 4 નારાયણ હેમચંદ્ર

પ્રશ્ન 2.
મહાપુરુષો વિશે હેમચંદ્રની શી માન્યતા હતી?
ઉત્તરઃ
કાર્ડિનલ મેનિંગ અને જૉન બર્સના પ્રયત્નોથી ગોદીના મજૂરોની હડતાલ બંધ રહી હતી. આ સાંભળીને હેમચંદ્ર આ સાધુપુરુષને મળવા ગાંધીજીને પત્ર લખવા કહે છે. પત્ર વાંચીને કાર્ડિનલ મેનિંગ બે – ત્રણ દિવસમાં જ મળવાનો સમય આપ્યો ત્યારે ગાંધીજીએ દસ્તુર મુજબ પોશાક પહેર્યો પણ હેમચંદ્ર એ જ કોટ અને એ જ પાટલૂન પહેર્યું. એથી ગાંધીજીએ વિનોદ કર્યો ત્યારે હેમચંદ્ર કહ્યું કે મહાપુરુષો 3 કદી પોશાક સામું જોતાં નથી એ તો હૃદયને તપાસે છે.

પ્રશ્ન 3.
કાર્ડિનલ મૅનિંગ સાથે નારાયણ હેમચંદ્રને શો અનુભવ થયો?
ઉત્તરઃ
એક વખત ગાંધીજી અને હેમચંદ્ર કાર્ડિનલ મૅનિંગને મળવા ગયા. એમનું મકાન મહેલ જેવું હતું. તેઓ બેઠા કે તરત એક સુકલકડી ઊંચા બુઢા પુરુષ બહાર આવ્યા, જે મિ. મેનિંગ હતા. એમણે ગાંધીજી અને હેમચંદ્રની સાથે હાથ મેળવ્યા અને હેમચંદ્રને આવકાર આપ્યો.

તરત જ હેમચંદ્રે કહ્યું કે, “મારે તમારો વખત નથી લેવો. હું તો આપે હડતાલમાં જે કામ કર્યું એ સારુ આપનો ઉપકાર માનવા આવ્યો છું.

સાધુપુરુષોના દર્શનનો મેં રિવાજ રાખ્યો છે એ માટે છે આપને આટલી તસ્દી આપી.” મેનિંગ રાજી થયા. એમણે કહ્યું “ઉમેદ રાખું છું તમને અહીંનો વસવાટ અનુકૂળ આવશે, અહીંના લોકોની કે તમે ઓળખાણ કરશો. ઈશ્વર તમારું ભલું કરે.” આમ, આટલી ટૂંકી મુલાકાત દ્વારા નારાયણ હેમચંદ્રને આ મહાન વ્યક્તિની સાદગી અને મહાનતાના દર્શન થયા.

3. સવિસ્તર ઉત્તર લખો.

પ્રશ્ન 1.
નારાયણ હેમચંદ્રનું ચરિત્ર ચિત્રણ કરો.
ઉત્તરઃ
નૅશનલ ઇન્ડિયન એસોસિયેશનવાળા મિસ મેનિંગને ત્યાં ગાંધીજીની હેમચંદ્ર સાથે મુલાકાત થઈ. લેખક તરીકે એ જાણીતા હતા. તેમની અભ્યાસ પ્રીતિ, ભાષાજિજ્ઞાસા, નિખાલસતા, નિરાભિમાન, અખૂટ ધીરજ અને આત્મવિશ્વાસ જેવા ગુણોને કારણે રાષ્ટ્રપિતા ગાંધી એના પર મોહિત થયા હતા.

નારાયણ હેમચંદ્રનો પોશાક વિચિત્ર હતો. બેડોળ પાટલૂન, ઉપર ચોળાઈ ગયેલો, કાંઠલેથી મેલો બદામી રંગનો નેક ટાઈ વિનાનો પારસી ઘાટનો પણ ડોળ વિનાનો કોટ અને માથે ફૂમતાવાળી ઊનની ગૂંથેલી ટોપી પહેરતા.

કાર્ડિનલ મેનિંગ અને જન બર્સના પ્રયત્નોથી ગોદીના મજૂરોની હડતાલ બંધ રહી હતી. આ સાંભળીને હેમચંદ્ર આ સાધુપુરુષને મળવા જવાનું નક્કી કર્યું. ગાંધીજીએ દસ્તૂર મુજબ પોશાક પહેર્યો પણ હેમચંદ્ર એ જ કોટ અને એ જ પાટલૂન પહેર્યું એથી ગાંધીજીએ વિનોદ કર્યો ત્યારે હેમચંદ્રે કહ્યું કે, “મહાપુરુષો કદી પોશાક સામું જોતાં નથી એ તો હૃદયને તપાસે છે.”

Class 12 Gujarati Textbook Solutions Chapter 4 નારાયણ હેમચંદ્ર

નારાયણ હેમચંદ્રને વ્યાકરણનું જ્ઞાન નહિવત્ હતું, પણ બધી જ ભાષા શીખીને તેના અનુવાદ દ્વારા મહાને પુરુષોના અવિરલ પુસ્તકોનું જ્ઞાન લોકો સુધી તેમને પહોંચાડવું હતું. તેમને અલગ અલગ દેશોનો પ્રવાસ કરવાનો શોખ હતો. તેમનું જીવન એકદમ સાદું અને સરળ હતું.

અમેરિકામાં એમના અસભ્ય પોશાક માટે તેમની ધરપકડ થઈ. પણ પછીથી તેમના જીવનના સિદ્ધાંતોને કારણે તેમને છોડી દીધા હતા.

આમ, નારાયણ હેમચંદ્ર અલગ વ્યક્તિત્વ ધરાવતા અનોખા ઇન્સાન હતા.

પ્રશ્ન 2.
નોંધ લખો.

a. નારાયણ હેમચંદ્રની ખાસિયતો
ઉત્તરઃ
ગાંધીજીની આત્મકથામાંથી લેવાયેલા આ ગદ્યખંડમાં નારાયણ હેમચંદ્ર રંગ – રૂપે, સ્વભાવ – અવાજે, પોશાકે પૂરેપૂરો વિચિત્ર હોવા છતાં તેની પ્રવાસપ્રીતિ, વિવિધ ભાષાઓ શીખવાની જિજ્ઞાસા, નિખાલસતા, અખૂટ ધીરજ અને આત્મવિશ્વાસ વગેરે જેવા ગુણો એ એના સ્વભાવની ઉમદા ખાસિયતો હતી.

નારાયણ હેમચંદ્રને વ્યાકરણનું જ્ઞાન નહિવત્ હતું. પણ તેને હિન્દી, મરાઠી અને બંગાળી ભાષા આવડતી હતી. એમણે ગાંધીજી પાસે અંગ્રેજી ભાષા શીખી લીધી. બધી જ ભાષાઓ શીખીને તેના ડે અનુવાદ દ્વારા મહાન પુરુષોના અવિરલ પુસ્તકોનું જ્ઞાન લોકો સુધી તેમને પહોંચાડવું હતું.

કાર્ડિનલ મેનિંગ અને જન અંર્સ પ્રયત્નોથી ગોદીના મજૂરોની હડતાલ બંધ રહી હતી. આ સાંભળીને હેમચંદ્ર આ સાધુપુરુષને મળવા ગયા ત્યારે ગાંધીજીએ દસ્તૂર મુજબ પોશાક પહેર્યો પણ હેમચંદ્ર એ જ કોટ અને એ જ પાટલૂન પહેર્યું.

ગાંધીજીએ હેમચંદ્રને આવા પોશાક માટે ટકોર કરી ત્યારે તેમણે કહ્યું કે, “મહાપુરુષો કદી પોશાક સામું જોતાં નથી એ તો હૃદયને તપાસે છે.” આ બધી તેમની ખાસિયતોને કારણે ગાંધીજીની પ્રીતિને પાત્ર બન્યા હતા.

b. નારાયણ હેમચંદ્રની નિખાલસતા અને સાદાઈ
ઉત્તરઃ
‘સત્યના પ્રયોગો’માંથી લેવાયેલા આ ગદ્યખંડમાં નારાયણ હેમચંદ્ર રંગ – રૂપે, સ્વભાવ – અવાજે, પોશાકે પૂરેપૂરો વિચિત્ર હોવા છતાં તેની નિખાલસતા, અખૂટ ધીરજ, સાદગી અને આત્મવિશ્વાસ જેવા ગુણોને કારણે એક અલગ છાપ ઉપજાવે છે.

નારાયણ હેમચંદ્રનો પોશાક વિચિત્ર હતો. બેડોળ પાટલુન પહેરતા. ઉપર ચોળાઈ ગયેલો. કાંલેથી મેલો બદામી રંગનો નેક ટાઈ વિનાનો પારસી ઘાટનો પણ ડોળ વિનાનો કોટ અને માથે ફૂમતાવાળી ઊનની ગૂંથેલી ટોપી પહેરતા. તેમને દેખાવ પ્રત્યે જરાપણ લગાવ ન હતો. એમનું માનવું હતું કે, “મહાપુરુષો કદી પોશાક સામું જોતાં નથી એ તો હૃદયને તપાસે છે.”

Class 12 Gujarati Textbook Solutions Chapter 4 નારાયણ હેમચંદ્ર

નારાયણ હેમચંદ્રને વ્યાકરણનું જ્ઞાન નહિવત્ હતું પણ એને એની શરમ ન હતી. એ જ્યાંથી મળે ત્યાંથી જ્ઞાન મેળવવા હંમેશાં ઉત્સુક રહેતા. બધી જ ભાષાઓ શીખીને તેના અનુવાદ દ્વારા મહાન પુરુષોના અવિરલ પુસ્તકોનું જ્ઞાન લોકો સુધી તેમને પહોંચાડવું હતું.

એમણે સાધુપુરુષોને મળવાનો રિવાજ રાખ્યો હતો. માટે કાર્ડિનલ મેનિંગ કે જેમના પ્રયત્નોથી ગોદીના મજૂરોની હડતાલ બંધ રહી હતી, એમને મળવા ગયા ત્યારે પોશાકની સાદગી અને શબ્દોની નિખાલસતાથી એમણે મેનિંગને પ્રભાવિત કર્યા.

Std 12 Gujarati Textbook Solutions Chapter 4 નારાયણ હેમચંદ્ર Additional Important Questions and Answers

નારાયણ હેમચંદ્ર પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો 1 ગુણ) :

પ્રશ્ન 1.
નારાયણ હેમચંદ્રને શો શોખ હતો?
ઉત્તરઃ
નારાયણ હેમચંદ્રને જુદાં જુદાં પુસ્તકો વાંચી, એનું ભાષાંતર કરી, તેનું જ્ઞાન લોકો સુધી પહોંચાડવાનો અને જુદા જુદા દેશનો પ્રવાસ કરવાનો શોખ હતો.

પ્રશ્ન 2.
નારાયણ હેમચંદ્ર પાઠ કયા પુસ્તકમાંથી લેવાયો છે?
ઉત્તર :
નારાયણ હેમચંદ્ર પાઠ ‘ગાંધીજીની આત્મકથામાંથી લેવાયો છે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 4 નારાયણ હેમચંદ્ર

પ્રશ્ન 3.
નારાયણ હેમચંદ્ર પાઠના લેખક કોણ છે?
ઉત્તરઃ
નારાયણ હેમચંદ્ર પાઠના લેખક ગાંધીજી છે.

પ્રશ્ન 4.
નારાયણ હેમચંદ્ર પાઠનો પ્રકાર જણાવો.
ઉત્તર:
નારાયણ હેમચંદ્ર પાઠનો પ્રકાર આત્મકથા – ખંડ છે.

પ્રશ્ન 5.
નારાયણ હેમચંદ્ર પાઠમાંથી શો બોધ મળે છે?
ઉત્તરઃ
માણસનો દેખાવ નહીં પણ માણસનું મન ઓળખવું જોઈએ. એવો બોધ આ પાઠમાંથી મળે છે.

2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો [1 ગુણ].

પ્રશ્ન 1.
‘નારાયણ હેમચંદ્ર’ પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
A. આત્મકથા – ખંડ
B. પરિચયાત્મક લેખ
C. નવલકથા – ખંડ
D. ચરિત્રચિત્રણ
ઉત્તર :
A. આત્મકથા – ખંડ

Class 12 Gujarati Textbook Solutions Chapter 4 નારાયણ હેમચંદ્ર

પ્રશ્ન 2.
‘અસભ્ય પોશાક પહેયોના તહોમત પર કોને અને ક્યાં પકડવામાં આવ્યા હતા?
A. ગાંધીજી – દક્ષિણ આફ્રિકા
B. શ્યામજી વર્મા – ગ્રેટ બ્રિટન
C. નારાયણ હેમચંદ્ર – અમેરિકા
D. સ્વામી વિવેકાનંદ – યુ.એસ.એ.
ઉત્તર :
C. નારાયણ હેમચંદ્ર – અમેરિકા

પ્રશ્ન 3.
“નારાયણ હેમચંદ્ર પાઠમાંથી શો બોધ મળે છે?
A. માણસનો દેખાવ નહિ પણ માણસનું મન ઓળખવું જોઈએ.
B. માણસનું મન નહિ પણ માણસનો દેખાવ જોવો જોઈએ.
C. માણસના દેખાવ અને મન બંને જોવા જોઈએ.
D. માણસ પાસે અતિ સંપત્તિ હોવી જોઈએ.
ઉત્તર :
A. માણસનો દેખાવ નહિ પણ માણસનું મન ઓળખવું જોઈએ.

પ્રશ્ન 4.
“નારાયણ હેમચંદ્ર પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે?
A. સત્યના પ્રયોગો
B. હિંદસ્વરાજ
C. ત્યાગમૂર્તિ
D. કેળવણીનો કોયડો
ઉત્તર :
A. સત્યના પ્રયોગો

Class 12 Gujarati Textbook Solutions Chapter 4 નારાયણ હેમચંદ્ર

પ્રશ્ન 5.
ગાંધીજી અને નારાયણ હેમચંદ્ર વચ્ચે શું સામ્ય જોવા મળે છે?
A. વિદ્વત્તા – બુદ્ધિમત્તા
B. રહેણી – કરણી
C. વિચાર – આચાર
D. વાદ – વિવાદ
ઉત્તર :
C. વિચાર – આચાર

પ્રશ્ન 6.
નારાયણ હેમચંદ્ર શાનો રિવાજ રાખ્યો હતો?
A. સાહિત્ય સમાગમનો
B પ્રવાસે જવાનો
C. ઋષિઓને મળવાનો
D. સાધુપુરુષોને મળવાનો
ઉત્તર :
D. સાધુપુરુષોને મળવાનો

પ્રશ્ન 7.
‘નારાયણ હેમચંદ્ર’ પાઠના લેખક કોણ છે?
A. મહાદેવભાઈ દેસાઈ
B. મોહનદાસ ગાંધી
C. નારાયણ દેસાઈ
D. પુરુષોત્તમ દેશપાંડે
ઉત્તર :
B. મોહનદાસ ગાંધી

Class 12 Gujarati Textbook Solutions Chapter 4 નારાયણ હેમચંદ્ર

નારાયણ હેમચંદ્ર વ્યાકરણ (Vyakaran)

1. નીચેનાં વાક્યોમાં યોગ્ય પ્રત્યય મૂકી વાક્ય ફરીથી લખોઃ

પ્રશ્ન 1.
હેમચંદ્ર પ્રવાસ ખૂબ જ રસ હતો.
ઉત્તરઃ
હેમચંદ્રને પ્રવાસમાં ખૂબ જ રસ હતો.

પ્રશ્ન 2.
હેમચંદ્ર કાર્ડિનલ મેનિંગ મુલાકાત લીધી.
ઉત્તરઃ
હેમચંદ્ર કાર્ડિનલ મેનિંગની મુલાકાત લીધી.

પ્રશ્ન 3.
મારે તો સાધુપુરુષ મળવું છે.
ઉત્તર :
મારે તો એ સાધુપુરુષને મળવું છે.

પ્રશ્ન 4.
હેમચંદ્ર દેખાવ વિચિત્ર હતા.
ઉત્તરઃ
હેમચંદ્ર દેખાવે વિચિત્ર હતા.

Class 12 Gujarati Textbook Solutions Chapter 4 નારાયણ હેમચંદ્ર

પ્રશ્ન 5.
ગાંધીજી હેમચંદ્ર વિચારો પ્રભાવિત થયા.
ઉત્તરઃ
ગાંધીજી હેમચંદ્રના વિચારોથી પ્રભાવિત થયા.

2. નીચેનાં વાક્યોમાં યોગ્ય વિરામચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો

પ્રશ્ન 1.
એ તો બહુ મોટાં માણસ રહ્યા તમને કેમ મળશે
ઉત્તર:
“એ તો બહુ મોટાં માણસ રહ્યા, તમને કેમ મળશે?”

પ્રશ્ન 2.
જરૂર એ નવી દુનિયા જોયા વિના હું પાછો જાઉં કે
ઉત્તરઃ
“જરૂર એ નવી દુનિયા જોયા વિના હું પાછો જાઉં કે?”

પ્રશ્ન 3.
ત્યારે તમે અમેરિકા જવાના જ
ઉત્તર :
“ત્યારે તો તમે અમેરિકા જવાના જ.”

3. યોગ્ય સંયોજકોનો ઉપયોગ કરીને નીચેનાં સાદાં વાક્યો જોડોઃ

પ્રશ્ન 1.
(અ) હેમચંદ્રનો ભાષા પ્રત્યેનો પ્રેમ અજોડ હતો.
(બ) હેમચંદ્રનો સાહિત્ય પ્રત્યેનો પ્રેમ અજોડ હતો.
(ક) હેમચંદ્રનો અનુવાદ પ્રત્યેનો પ્રેમ અજોડ હતો.
ઉત્તરઃ
હેમચંદ્રનો ભાષા, સાહિત્ય અને અનુવાદ પ્રત્યેનો પ્રેમ અજોડ હતો.

Class 12 Gujarati Textbook Solutions Chapter 4 નારાયણ હેમચંદ્ર

પ્રશ્ન 2.
(અ) ગાંધીજી અને હેમચંદ્ર વચ્ચે આચાર સામ્ય ઠીક હતું.
(બ) ગાંધીજી અને હેમચંદ્ર વચ્ચે વિચાર સામ્ય ઠીક હતું.
(ક) ગાંધીજી અને હેમચંદ્ર વચ્ચે નિર્ણય સામ્ય ઠીક હતું.
ઉત્તરઃ
ગાંધીજી અને હેમચંદ્ર વચ્ચે આચાર, વિચાર અને નિર્ણય સામ્ય ઠીક હતું.

પ્રશ્ન 3.
(અ) અહીંનો વસવાટ તમને અનુકૂળ આવશે.
(બ) અહીંના લોકોની તમે ઓળખાણ કરશો.
(ક) અહીંના લોકોનો તમે પરિચય કરશો.
ઉત્તરઃ
અહીંનો વસવાટ તમને અનુકૂળ આવશે ને લોકોની ઓળખાણ અને પરિચય તમે કરશો.

4. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
નીચેના રૂઢિપ્રયોગોનો સાચો અર્થ શોધો :
1. પી જવું
A. ન ગાંઠવું
B. સંતૃપ્ત થવું
C. ફાવવું નહિ
D. નિરાંત થવી
ઉત્તર :
A. ન ગાંઠવું

Class 12 Gujarati Textbook Solutions Chapter 4 નારાયણ હેમચંદ્ર

પ્રશ્ન 2.
મોહી જવું
A. મોહ દૂર થવો
B. આસક્ત થવું
C. અનાસક્ત થવું
D. નિર્મોહી બનવું
ઉત્તર :
B આસક્ત થવું

5. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધોઃ

પ્રશ્ન 1.
મુકરર
A. નિશ્ચિત
B. અનિશ્ચિત
C. નિશ્ચિત
D. સચેત
ઉત્તર :
A. નિશ્ચિત

પ્રશ્ન 2.
દસ્તૂર
A. રિયાજ
B. સંબંધ
C. રિવાજ
D. મર્યાદા
ઉત્તર :
C. રિવાજ

Class 12 Gujarati Textbook Solutions Chapter 4 નારાયણ હેમચંદ્ર

6. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ શોધો:

પ્રશ્ન 1.
ઉપકાર
A. અહેસાન
B. અપકાર
C. પરોપકાર
પરમાર્થ
ઉત્તર :
B. અપકાર

પ્રશ્ન 2.
અલ્પ
A. સ્વલ્પ
B. નિર્મુલ્ય
C. મૂલ્યવાન
D. અધિક
ઉત્તર :
D. અધિક

7. નીચેના શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો.

Class 12 Gujarati Textbook Solutions Chapter 4 નારાયણ હેમચંદ્ર

પ્રશ્ન 1.
A. તરજુમો
B. તરઝૂમો
C. તર્જુમો
D. તરઝુમો
ઉત્તર :
A. તરજુમો

નારાયણ હેમચંદ્ર Summary in Gujarati

નારાયણ હેમચંદ્ર પાઠ – પરિચય

ગાંધીજીની આત્મકથામાંથી લેવાયેલા આ ગદ્યખંડમાં નારાયણ હેમચંદ્ર રંગ – રૂપે, સ્વભાવ – અવાજે, પોશાકે પૂરેપૂરો વિચિત્ર હોવા છતાં તેની પ્રવાસપ્રીતિ, વિવિધ ભાષાઓ શીખવાની જિજ્ઞાસા, નિખાલસતા, અખૂટ ધીરજ અને આત્મવિશ્વાસ વગેરે જેવા ગુણોને કારણે ગાંધીજી તેના પર પ્રભાવિત થયા હતા.

વ્યક્તિના બાહ્ય દેખાવ કરતાં તેના અંતરમનને પરખવાની ગાંધીજીની આત્મસૂઝ સરાહનીય છે. મહાપુરુષો પોશાકને નહીં પણ તેના હૃદયને તપાસે છે. કાર્ડિનલ મેનિંગ વિશે નારાયણ હેમચંદ્રની માર્મિક ટકોર આપણાં બંધ અંતર દ્વારને ખોલવાની ચાવી બતાવે છે. તેનો જેટલો આનંદ માણીએ એટલો ઓછો.

[This text has been taken from The Autobiography of Gandhiji. In this lesson though Narayan Hemchandra was strange in his outlook, nature, voice, dress, etc. Gandhiji was impressed by his interest in touring, curiosity in learning different languages, open – heart, patience and self – confidence.

Gandhiji’s sense of recognising a person’s inner mind than his outlook was praiseworthy. Great persons examine a person’s heart, not his dress. Narayan Hemchandra’s remark for Kardinal Mening shows us the key to open our locked hearts. Let’s enjoy it.]

નારાયણ હેમચંદ્ર શબ્દાર્થ (Meanings)

  • અરસામાં – તે સમયે; at that time.
  • વિલાયત – પરદેશ; foreign.
  • પોશાક (૫) – પહેરવેશ; dress.
  • બેડોળ – કદરૂપું; ugly.
  • વિચિત્ર – અજુગતું; bizarre. Class 12 Gujarati Textbook Solutions Chapter 4 નારાયણ હેમચંદ્ર
  • ઘાટ (૫) – (અહીં) બાંધો; structure.
  • કદ (નવું) – બાંધો; body structure.
  • ભાંભરો – ઘોઘરો, ભારે; heavy voice.
  • રાજી થવું – ખુશ થવું; to be happy.
  • મહેનત કરવી – (અહીં) શીખવવું; to teach.
  • પાઠમાળા (સ્ત્રી.) – પાઠ્યપુસ્તક; textbook.
  • મુકરર – નિશ્ચિત; determine.
  • સ્નેહગાંઠ (સ્ત્રી) – પ્રેમનું બંધન; affection.
  • મુદ્દલ – જરાપણ; not at all.
  • અલ્પ – ઓછું; less.
  • તરજુમો (મું) – ભાષાંતર; translation.
  • શબ્દભંડાર (૬) – શબ્દભંડોળ; vocabulary.
  • બહોળું – વિશાળ; vast.
  • ધારા (સ્ત્રી.) – પ્રવાહ, સતત; continuous.
  • લોભ (૫) – મોહ; greed.
  • અપાર – પુષ્કળ; plenty of.
  • ટાપટીપ (સ્ત્રી.) – સુઘડતા, ભપકો; show off.
  • નિખાલસતા (સ્ત્રી.) – દિલાવરી; frankness.
  • વિશ્વાસ (૫) – ભરોસો; trust.
  • આચારસામ્ય – સરખી રીતભાત; lifestyle.
  • સ્વયંપાક – જાતે રસોઈ બનાવવી; self – cooking.
  • ઢબ (સ્ત્રી.) – રીત; method.
  • વહેવાર (૫) – રિવાજ; custom.
  • ગોદી – વખાર; warehouse.
  • પરોપકાર (૫) – પરદુઃખભંજન; generosity.
  • દુભાષિયા – બે ભાષા જાણનાર; interpreter.
  • દસ્તૂર (૫) – રિવાજ; custom.
  • વિનોદ (૫) – મશ્કરી; to make fun of.
  • બીકણ – ડરપોક; timid. Class 12 Gujarati Textbook Solutions Chapter 4 નારાયણ હેમચંદ્ર
  • આવકાર (૫) – સ્વાગત welcome.
  • ઉપકાર (૫) – અહેસાન; thanks.
  • સ્ટી (સ્ત્રી.) – શ્રમ, મહેનત; effort.
  • તહોમત (૫) – આરોપ; blame.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *