Gujarat Board GSEB Std 12 Gujarati Textbook Solutions Chapter 15 આ રસ્તાઓ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 12 Gujarati Textbook Solutions Chapter 15 આ રસ્તાઓ
Class 12 Gujarati Textbook Solutions Chapter 15 આ રસ્તાઓ Textbook Questions and Answers
આ રસ્તાઓ સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1.
કવિ પોતાના હૈયાને કેવું ગણાવે છે?
ઉત્તર:
કવિ પોતાના હૈયાને રખડું ગણાવે છે.
પ્રશ્ન 2.
‘રસ્તાઓ’ શી રીતે પૃથ્વી પર વીંટળાયેલા છે?
ઉત્તરઃ
“રસ્તાઓ’ અક્ષાંશ પર રેખાંશની ગૂંથણી કરી પૃથ્વી પર ભરડાની જેમ વીંટળાયેલા છે.
પ્રશ્ન 3.
સ્વર્ગારોહણ પછી પણ કવિની શી ઈચ્છા પ્રબળ બની રહી?
ઉત્તર :
સ્વર્ગારોહણ પછી પણ હજી કેટલાય રસ્તાઓ એવા છે કે જેના પર તેઓ ચાલ્યા નથી માટે કવિ એ ઈચ્છા પૂર્ણ કરવા ધરતી પર પાછા આવવા માગે છે.
2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1.
કવિને શેના પ્રત્યે આકર્ષણ છે? શા માટે?
ઉત્તરઃ
કવિને વિવિધ રસ્તાઓ પ્રત્યે આકર્ષણ છે, કારણ કે કવિને જુદા જુદા રસ્તાઓ પર ફરીને પૃથ્વીનાં બધાં જ સ્થળો જોવા ‘ છે. વળી, કવિને પૃથ્વી પરના બધા જ રસ્તાઓનું પરિભ્રમણ કરીને પોતાની પ્રવાસપ્રીતિ સંતોષવી છે.
પ્રશ્ન 2.
કવિને સ્વપ્નમાં શું નજરે ચઢે છે?
ઉત્તર :
કવિને સ્વપ્નમાં એવું લાગે છે કે રસ્તાઓ જાણે ભરડો લઈને પૃથ્વીની આસપાસ વીંટાઈ ગયા છે. અક્ષાંશ અને રેખાંશની ઉપર જાણે નવીન ગૂંથણી આ રસ્તાઓએ કરેલી છે. વાંકા અંકોડાની જેમ સમુદ્રના પાણીમાં તળિયે પડ્યાં છે. ઘણા રસ્તાઓ વૃક્ષની ડાળીઓની જેમ ફેલાયા છે. વસ્તીના મધપૂડા ઊડે અને નાની નાની કૂંપળની જેમ આ રસ્તાઓ વિસ્તર્યા છે.
પ્રશ્ન 3.
ગલની શી દશા થઈ? શા માટે?
ઉત્તર :
ગલ એટલે કે માછલાં પકડવાનો વાંકો અંકોડો. માછલાં પકડવાના કાર્યમાં ઘણી વખત આ અંકોડો પાણીમાં પડી જાય અને આ અંકોડો સમુદ્રના તળિયે જઈને નિરર્થક બનીને પડ્યો રહે છે.
પ્રશ્ન 4.
ઝાડની ડાળી પર શું રહેલું છે? તેને હલાવતાં શી સ્થિતિ થાય છે?
ઉત્તરઃ
ઝાડની ડાળી પર મધપૂડો રહેલો છે એને હલાવતાં એમાં રહેલી મધમાખી ઊડે છે અને સર્વત્ર ફેલાય છે. ઝાડની ડાળીઓ પર નવી ફૂટેલી કૂંપળની જેમ રસ્તાઓ બધે જ વિસ્તરેલા છે.
3. વિસ્તૃત ઉત્તર લખો.
પ્રશ્ન 1.
‘આ રસ્તાઓ” શીર્ષક ચર્ચો.
ઉત્તરઃ
કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા ‘ઉશનસ્’ લિખિત “આ રસ્તાઓ’ કાવ્યમાં કવિની ભ્રમણપ્રીતિ અહીં લાક્ષણિક રીતે વ્યક્ત થઈ છે.
પ્રસ્તુત કાવ્યની શરૂઆતમાં કવિ રસ્તાઓ વિશે ફરિયાદ કરે છે. ખરેખર તો અહીં કવિની ભ્રમણપ્રીતિ વ્યક્ત થઈ છે. રસ્તાઓ કવિને અલગ અલગ દિશાઓમાંથી બોલાવે છે. આ રસ્તાઓ કવિને જંપવા દેતાં નથી. ચાલવા માટે લોભાવે છે. સ્વપ્નમાં આવે છે. પૃથ્વીની આસપાસ ભરડો લીધો છે.
વાંકાચૂકાં રસ્તાઓની અક્ષાંશ અને રેખાંશની ઉપર નવી ગૂંથણી થઈ છે. આ દ્વારા કાવ્યમાં નવીનતા સર્જાય છે. કાવ્યમાં એક મજાની વાત પણ છે. કવિની ભ્રમણપ્રીતિને કારણે રસ્તાની વ્યાપ વધતો જાય છે.
ધીરે ધીરે રસ્તા અને પૃથ્વીને એવા ચાહતા થઈ જાય છે કે મૃત્યુ પછી પણ રસ્તાનું પ્રલોભન રહે છે. કવિની અપેક્ષા છે કે હજી ઘણા રસ્તાઓ એવા છે કે જેના પર તેઓ ચાલ્યા નથી. તેના પર ચાલવાની ઝંખના છે.
આમ, સમગ્ર કાવ્યમાં કવિની રસ્તાપ્રીતિ સ્પષ્ટ થાય છે, માટે આ શીર્ષક યોગ્ય જ છે.
પ્રશ્ન 2.
રસ્તાની આગવી વિશિષ્ટતા કાવ્યનાં આધારે તારવો.
ઉત્તર :
કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યા “ઉશનસ્’ લિખિત “આ રસ્તાઓ’ કાવ્યમાં કવિની ભ્રમણપ્રીતિ અહીં લાક્ષણિક રીતે વ્યક્ત થઈ છે.
રસ્તાઓ કવિને જરાપણ શાંતિથી બેસવા દેતાં નથી. ઘર વગરના ચોરની જેમ ઘરમાં ઘૂસી આવે છે. કવિના મનને આકર્ષિત કરીને હાથ પકડીને ઘરની બહાર ઘસડી જાય છે. શાંતિથી સૂવા પણ દેતાં નથી. કવિને સ્વપ્નમાં એવું લાગે છે કે રસ્તાઓ જાણે ભરડો લઈને પૃથ્વીની આસપાસ વીંટાઈ ગયા છે.
અક્ષાંશ અને રેખાંશની ઉપર જાણે નવીન ગૂંથણી આ રસ્તાઓએ કરેલી છે. સમુદ્ર તળિયે પાણીમાં વાંકા અંકોડાની જેમ પડ્યાં છે. ઘણા રસ્તાઓ વૃક્ષની ડાળીઓની જેમ ફેલાયા છે. વસ્તીના મધપૂડા ઊડે એમ નાની નાની કૂંપળની જેમ આ રસ્તાઓ વિસ્તર્યા છે.
કવિને પૃથ્વીનો પ્રેમ એવો મળ્યો છે કે દીવાલોની ભીતર એ રહી શક્તા નથી. કવિનું મન રસ્તાઓના આકર્ષણને હંમેશાં ભમતું રહ્યું છે. સ્વર્ગે ગયા પછી પણ ન જોયેલા રસ્તાઓ જોવાની અદમ્ય ઇચ્છા છે.
Std 12 Gujarati Textbook Solutions Chapter 15 આ રસ્તાઓ Additional Important Questions and Answers
આ રસ્તાઓ પ્રશ્નોત્તર
1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો [1 ગુણ)
પ્રશ્ન 1.
“આ રસ્તાઓ કાવ્યના કવિ કોણ છે?
ઉત્તર :
“આ રસ્તાઓ’ કાવ્યના કવિ નટવરલાલ પંડ્યા ઉશનસ્’ છે.
પ્રશ્ન 2.
“આ રસ્તાઓ’ કાવ્યનો પ્રકાર જણાવો.
ઉત્તર :
“આ રસ્તાઓ’ કાવ્યનો પ્રકાર સૉનેટ છે.
પ્રશ્ન 3.
“આ રસ્તાઓ’ કાવ્યમાં કવિની શી ઇચ્છા છે?
અથવા
કવિ ઉશનસુની મૃત્યુ પછી કઈ અપેક્ષા છે?
ઉત્તર :
જે રસ્તાઓ પર કવિ ચાલ્યા નથી તે રસ્તાઓ પર મૃત્યુ પછી ધરતી પર પાછા આવીને તેઓ ચાલવા માગે છે.
2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો [1 ગુણ)
પ્રશ્ન 1.
ઉશનનું કયું કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં છે?
A. આ રસ્તાઓ
B. હંકારી જા
C. મેળો આપો તો
D. વીડી વાઢનારા
ઉત્તરઃ
A. આ રસ્તાઓ
પ્રશ્ન 2.
નીચેનામાંથી કયા કાવ્યમાં કવિની ભ્રમણપ્રીતિ અભિવ્યક્ત થઈ છે?
A. મેળો આપો તો
B. વીડી વાઢનારા
C. આ રસ્તાઓ
D. હંકારી જા
ઉત્તરઃ
C. આ રસ્તાઓ
પ્રશ્ન ૩.
“આ રસ્તાઓ’ કાવ્યનો સાહિત્યપ્રકાર જણાવો.
A. ઊર્મિકાવ્ય
B. પદ
C. ભજન
D. સૉનેટ
ઉત્તરઃ
D. સૉનેટ
પ્રશ્ન 4.
ઉશનસ્ કયા કવિનું ઉપનામ છે?
A. ત્રિભુવનદાસ લુહાર
B. નટવરલાલ પંડ્યા
C. ગોવર્ધનરામ ત્રિપાઠી
D. ઈશ્વર પેટલીકર
ઉત્તરઃ
B નટવરલાલ પંડ્યા
પ્રશ્ન 5.
“આ રસ્તાઓ’ કાવ્યમાં શાની લાક્ષણિક અભિવ્યક્તિ થઈ છે?
A. ભ્રમણપ્રીતિ
B. વાચનપ્રીતિ
C. પ્રવાસપ્રીતિ
D. સાહિત્યપ્રીતિ
ઉત્તરઃ
A. ભ્રમણપ્રીતિ
પ્રશ્ન 6.
રસ્તાઓ પૃથ્વીની આસપાસ શી રીતે વીંટળાયેલા છે?
A. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ
B. આભ અને પૃથ્વીની ક્ષિતિજ
C. અક્ષાંશ અને રેખાંશ
D. પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ
ઉત્તરઃ
C. અક્ષાંશ અને રેખાંશ
પ્રશ્ન 7.
કવિ સ્વર્ગેથી પૃથ્વી પર શા માટે પાછા આવશે?
A. લક્ષ્મપૂર્તિ કરવા
B. બાકી રહી ગયેલા રસ્તાઓ પર ચાલવા
C. માતા-પિતાના આશિષ લેવા
D. બાકી રહી ગયેલો હિસાબ ચૂકવવા
ઉત્તરઃ
B. બાકી રહી ગયેલા રસ્તાઓ પર ચાલવા
આ રસ્તાઓ વ્યાકરણ
1. નીચેનાં વાક્યોમાંથી સાદું વાક્ય ઓળખાવોઃ
પ્રશ્ન 1.
A. વાંકાચૂકા રસ્તાઓ અક્ષાંશ-રેખાંશનો ખ્યાલ આપે છે.
B. કવિ પૃથ્વીનું પરિભ્રમણ કરીને અનેક રસ્તાઓ પર ચાલ્યા.
C. રસ્તાઓ કવિને જંપવા દેતાં નથી અને ચાલવા લલચાવે છે.
D. રસ્તાઓ કવિને ઊંઘમાંથી ઉઠાડી સાથે વિહરવા બોલાવે છે.
ઉત્તરઃ
A. વાંકાચૂકા રસ્તાઓ અક્ષાંશ-રેખાંશનો ખ્યાલ આપે છે.
પ્રશ્ન 2.
A. કવિને થોડા રસ્તાઓ પર ચાલવાનું બાકી છે તેથી તેઓ ન જંપ્યા.
B. કવિને રસ્તાઓ પર ચાલવાનું આકર્ષણ છે.
C. સમુદ્રની સપાટીએ દોરાયેલી આડી-ઊભી રેખાઓ અને રસ્તાઓ કવિને સમાન લાગે છે.
D. પુસ્તક પ્રેમને કારણે રાતનો ઉજાગરો કરીને અને સમયને સાચવીને જ્ઞાન મેળવ્યું.
ઉત્તરઃ
B. કવિને રસ્તાઓ પર ચાલવાનું આકર્ષણ છે.
પ્રશ્ન 3.
A. ખળખળ વહેતા ઝરણાંમાં નહાવાની ને પંખીની પાંખે ઊડવાની મહેચ્છા સહુને હોય જ.
B. સૂર્યોદયના સમયે પંખીઓ કલરવ કરીને લોકોને જગાડે છે.
C. કવિને પૃથ્વીની પ્રદક્ષિણા કરવી છે.
D. સપનાઓથી જગાડીને રસ્તાઓ તેમને લલચાવે છે, કારણ કે તેમની ભ્રમણપ્રતિ અપાર છે.
ઉત્તરઃ
C. કવિને પૃથ્વીની પ્રદક્ષિણા કરવી છે.
2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખોઃ
1. નીચેના સામાસિક શબ્દોના અર્થ આપોઃ
પ્રશ્ન 1.
તરુવિટપ
A. વૃક્ષની ડાળી
B. વૃક્ષને વીંટળાયેલું
C. શાખા પરનું મૃગ
D. તરુની આસપાસનું
ઉત્તરઃ
A. વૃક્ષની ડાળી
પ્રશ્ન 2.
અક્ષાંશ-રેખાંશ
A. સમુદ્રની સપાટીએ દોરાયેલી આડી-ઊભી રેખાઓ
B. પૃથ્વી પરની કાલ્પનિક આડી-ઊભી રેખાઓ
C. પૃથ્વી પર દોરાયેલું વમળ
D. ધરતીની સપાટી પર દોરાયેલી રેખાઓ
ઉત્તરઃ
B. પૃથ્વી પરની કાલ્પનિક આડી-ઊભી રેખાઓ
પ્રશ્ન 3.
ગલ
A. તર્કવિતર્કથી જોડાયેલું
B. ધારણાને આધારે નક્કી કરવું
C. માછલાં પકડવાનો આંકડો
D. દરિયામાં રહેલું એક જળચર
ઉત્તરઃ
C. માછલાં પકડવાનો આંકડો
2. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધોઃ
પ્રશ્ન 1.
જલધિ
A. સરિતા
B. મહેરામણ
C. સરોવર
D. જલજ
ઉત્તરઃ
B. મહેરામણ
પ્રશ્ન 2.
ભરડો
A. ભરાયેલું
B. ભરચક
C. ભરેલું
D. આલિંગન
ઉત્તરઃ
D. આલિંગન
3. નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધોઃ
પ્રશ્ન 1.
આકર્ષણ
A. અનાકર્ષણ
B. બંધાવું . આસક્તિ
D. મોહ
ઉત્તરઃ
A. અનાકર્ષણ
4. નીચેના શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો.
A. પ્રવૃત્તિ
B. નીખાલશતા
C. સિધ્ધપુરુષ
D. ફાનશ
ઉત્તરઃ
A. પ્રવૃત્તિ
5. નીચેના શબ્દોમાંથી ખોટી જોડણીવાળો શબ્દ શોધો.
A. ઉત્તમ
B. મિજાજ
C. ભક્તિ
D. સરણાઈ
ઉત્તરઃ
D. સરણાઈ
આ રસ્તાઓ Summary in Gujarati
આ રસ્તાઓ કાવ્ય-પરિચય
પ્રસ્તુત કાવ્યમાં રસ્તાઓને વિષય બનાવી કવિની ભ્રમણપ્રીતિ વ્યક્ત થઈ છે. રસ્તાઓ કવિને અલગ અલગ દિશાઓમાંથી બોલાવે છે. આ રસ્તાઓ કવિને જંપવા દેતાં નથી. ચાલવા માટે લોભાવે છે. સ્વપ્નમાં આવે છે. આ કાવ્યમાં એક મજાની વાત પણ છે.
કવિની ભ્રમણપ્રીતિને કારણે રસ્તાનો વ્યાપ વધતો જાય છે. ધીરે ધીરે રસ્તા અને પૃથ્વીને એવા ચાહતા થઈ જાય છે કે મૃત્યુ પછી પણ રસ્તાનું પ્રલોભન રહે છે. કવિની અપેક્ષા છે કે હજી ઘણાં રસ્તાઓ એવાં છે કે જેના પર તેઓ ચાલ્યા નથી.
[The poet has exhibited his love for wandering choosing the subject ‘The Roads’. The roads call the poet from different directions. The roads do not let the poet rest. They tempt him to walk. They come in his dream. There is an interesting matter too in this poem.
The extension of the road is increasing. The poet slowly begins to love the roads and the earth so much that he desires to walk on roads even after his death. The poet expects to walk on the roads on which he has not travelled yet. ]
આ રસ્તાઓ કાવ્યની સમજૂતી (Explanation of the Poem)
મને આ રસ્તાઓ જરાપણ શાંતિથી બેસવા દેતાં નથી, ઘર વગરના ચોરની જેમ ઘરમાં ઘૂસી આવે છે, મારા મનને આકર્ષિત કરીને હાથ પકડીને ઘરની બહાર ઘસડી જાય છે, શાંતિથી સૂવા દેતાં નથી. સ્વપ્નમાં પણ નજર આવે છે.
[The roads do not let me sit peacefully. They enter into the house like a thief without house. They attract me and pull me out of the house fetching my hand. They come in my dream.]
પૃથ્વીની આસપાસ રસ્તાઓ ભરડો લઈને કેવાં વીંટાયા! નવા અક્ષાંશ ઉપર નવા રેખાંશની અજબ ગૂંથણી કરી ન હોય!
[How tightly the roads wrapped around the earth! Wonderful knitting of the new longitudes on the new latitudes.]
અરે આ રસ્તા સમુદ્રના પાણીમાં વાંકા અંકોડાની જેમ પડ્યા! રસ્તાઓ વૃક્ષની ડાળીઓની જેમ ફેલાયા મધપૂડા! જેવા
[How curved the roads happened like hooks in the sea-water! The roads spread like branches of the road.]
વસ્તીવધારાની જેમ નાની શી કોમળ કૂંપળની જેમ વિસ્તર્યા! રસ્તા મને આ પૃથ્વીની પ્રીત પણ અરે, એવી મળી; જેથી ના દીવાલોની ભીતર ગૃહિણીની જેમ ઘર કરી હું શકું મારું મન રસ્તાઓના આકર્ષણમાં એવું લખ્યું કે સ્વર્ગે ગયા પછી પણ હું પૃથ્વી પર પાછો ફરીશ કેમ કે હજી ઘણાં રસ્તાઓ પર હું ચાલ્યો નથી.
[The roads spread like small soft tender leaves. I got love of the earth so much that I cannot live in the house like a housewife. The attraction of the road is so much that I will return to the earth and will walk on the roads on which I have not walked yet.]
આ રસ્તાઓ (Meanings)
- કર (૫) – હાથ; hand.
- સ્વપ્ન (નવું) – સોણલું, dream.
- ભરડો (૫) – આલિંગન; hug.
- અક્ષાંશ – રેખાંશ – પૃથ્વી પરની કલ્પિત આડી અને ઊભી રેખાઓ; longitude and latitude.
- ગલ (૫) – માછલાં પકડવાનો આંકડો; fishhook.
- જલધિ (૫) – સમુદ્ર; sea, ocean.
- તરુવિટપ – વૃક્ષની ડાળી; branch of a tree.
- ટીશી – અંકુર, કૂંપળ; sprout.
- હવા – હમણાં; now.
- પદમુદ્રા – પગના નિશાન; footprint.
- વણ – વિના; without.