Class 11 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 2 બાબુ વીજળી

Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 2 બાબુ વીજળી Questions and Answers, Notes Pdf.

Std 11 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 2 બાબુ વીજળી

બાબુ વીજળી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
– જન્મ: 1 – 11 – 1935; મૃત્યુઃ 31 – 7 – 1981

પ્રાસ્તાવિક અહીં બાબુનું ચરિત્ર આપવામાં આવ્યું છે. બાબુ ભણવામાં ઠોઠ હોવા છતાં ‘વર્નાક્યુલર ફાઈનલ’ સુધી પહોંચ્યો હતો. આંકડા જોઈને એ ગભરાઈ જતો; ગણિતમાં ઢ, પણ રામાયણ, મહાભારતના પ્રસંગો અને સારી રીતે યાદ રહેતાં. ચોપાઈઓ અને ભજનો એ બરાબર લલકારતો.

Class 11 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 2 બાબુ વીજળી

બાબુ માતાજીના ચોકમાં ખેલાતી ભવાઈમાં ખેલ કરતો અને સ્ત્રીનો પાઠ ભજવતો. એના અભિનયથી ખુશ થઈ છોકરાઓએ એનું નામ “વીજળી’ પાડ્યું હતું. બાબુની તળપદી ભાષા મીઠી લાગે છે.

બાબુ વીજળી શબ્દાર્થ

  • ચ્યારનો ગોખુ સુ – ક્યારનો ગોખું છું.
  • ઈયાદ – યાદ.
  • સાપ્પાનું ભૂલી જ્યા હસી – છાપવાનું ભૂલી ગયા હશે.
  • ચ્યમ સાપતા હસી? – કેમ છાપતા હશે?
  • હાહુનું – સાસુનું.
  • ડોયો – જડ.
  • હેડો – ચાલો. ઈયોના – તેના.
  • વાણોતર – ગુમાસ્તો.
  • ભલ આવ – ભલે આવ.
  • રાખસી – રાખશે.
  • લેટ – લેઈટ (.) મોડો.
  • પરસાદ – પ્રસાદ.
  • લચ્છમન – લક્ષ્મણ.
  • ખલાં – ખિસકોલાં. Class 11 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 2 બાબુ વીજળી
  • બોટી લેવું – પહેલેથી જ કબજો કરી લેવો.
  • વિદૂષક – મશ્કરો, રંગલો.
  • કરવેઠું – પરંપરિત બાધા.
  • નાચસીસ્તો – નાચશે જ તો!
  • પોહે – પાસે.
  • હમકારો (મોટર – ખટારાનો) ચમકારો.
  • ક – ક્યાંક.
  • કુટ – અન્નકૂટ,
  • શતરૂપા – ભગવાન મનુની માતા.
  • વિકર્ણ – કૌરવોનો ભાઈ.
  • અલર્ક – ઋતુધ્વજ અને મદાલસાનો સૌથી નાનો દીકરો (મહાભારત).
  • હમજ્યો – સમજ્યો.
  • ભણસી નૈ – ભણશે નહિ.
  • હારાં – સારાં.
  • કુણ – કોણ.
  • દેસી – દેશે.
  • સ – છે. Class 11 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 2 બાબુ વીજળી
  • નટવો – દોરડા પર નાચનાર.
  • સારસરંજામસાધન – સામગ્રી.
  • આમ્બેસ? – આવવું છે?

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *