Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Chapter 23 સહવાસ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 11 Gujarati Textbook Solutions Chapter 23 સહવાસ
Class 11 Gujarati Textbook Solutions Chapter 23 સહવાસ Textbook Questions and Answers
સહવાસ સ્વાધ્યાય
1. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
પાણીનું ટીપું તાવડી પર પડે તો શું થાય?
ઉત્તરઃ
પાણીનું ટીપું તાવડી પર પડે તો એનું અસ્તિત્વ જ મટી જાય.
પ્રશ્ન 2.
કોના સહવાસથી ટીપું મોતીની જેમ ચમકે છે?
ઉત્તર :
કમળના સહવાસથી ટીપું મોતીની જેમ ચમકે છે.
પ્રશ્ન 3.
ટીપું મોતીમાં ક્યારે રૂપાંતર પામે છે?
ઉત્તરઃ
ટીપું છીપમાં પડે તો તે મોતીમાં રૂપાંતર પામે છે.
2. નીચેના દરેક પ્રશ્નનો બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
સહવાસ કાવ્યને આધારે સહવાસનું માહાસ્ય સમજાવો.
ઉત્તરઃ
જીવનમાં સહવાસનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. સંગ એવો રંગ. એક જ વ્યક્તિ જો સંસ્કારી વ્યક્તિના સહવાસમાં રહે તો તે આદર્શ વ્યક્તિ બને છે, પરંતુ જો તે કુસંસ્કારી વ્યક્તિના સહવાસમાં રહે તો તે જ વ્યક્તિ અન્ય માટે બોજારૂપ, ત્રાસરૂપ બને છે.
Std 11 Gujarati Textbook Solutions Chapter 23 સહવાસ Additional Important Questions and Answers
સહવાસ પ્રશ્નોત્તર
1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
કયા નક્ષત્રમાં દરિયાની છીપમાં પડેલું પાણી મોતી બની જાય છે?
ઉત્તરઃ
સ્વાતિ નક્ષત્રમાં દરિયાની છીપમાં પડેલું પાણી મોતી બની જાય છે.
2. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:
પ્રશ્ન 1.
“સહવાસ’ કાવ્યના કવિનું નામ જણાવો.
(a) મનોજ ખંડેરિયા
(b) ચં. ચી. મહેતા
(C) અશ્વિની પાનસે
(d) રાજેન્દ્ર શાહ
ઉત્તર :
(c) અશ્વિની પાનસે
પ્રશ્ન 2.
“સહવાસ’ કવિતા ભર્તુહરિના ક્યા ગ્રંથના શ્લોક પર આધારિત છે?
(a) નીતિશાસ્ત્ર
(b) બોધશાસ્ત્ર
(c) નીતિશતક
() બોધશતક
ઉત્તર :
(c) નીતિશતક
પ્રશ્ન 3.
“સહવાસ’ કવિતાનો સાહિત્યપ્રકાર જણાવો.
(a) પદ
(b) ભક્તિગીત
(c) લોકગીત
(d) ઊર્મિકાવ્ય
ઉત્તર :
(d) ઊર્મિકાવ્ય
સહવાસ વ્યાકરણ
1. નીચે “અ” વિભાગમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો બ” વિભાગમાંથી શોધીને લખો:
“અ” વિભાગ – “બ” વિભાગ
(1) તાવડી – હયાતી, હસ્તી
(2) સહવાસ – પેણી, કઢાઈ
(3) અસ્તિત્વ – સોબત, સંબંધ
ઉત્તરઃ
(1) તાવડી – પેણી, ઢાઈ
(2) સહવાસ – સોબત, સંબંધ
(3) અસ્તિત્વ – હયાતિ,હસ્તિ
2. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો:
(1) અસ્તીત્વ
(2) સીપ
ઉત્તર :
(1) અસ્તિત્વ
(2) છીપ
સહવાસ Summary in Gujarati
સહવાસ પ્રાસ્તાવિક
અશ્વિની પાનસે; અનુ. અરુણા જાડેજા
પ્રસ્તુત કાવ્યમાં સંગતનો મહિમા દર્શાવ્યો છે: “સોબત તેવી અસર’, “સંગ એવો રંગ’ વગેરે કહેવતો સોબતની અસરનો નિર્દેશ કરે છે. જેના સાનિધ્યમાં વ્યક્તિ સતત રહે તેના વિચારોની અસર તે વ્યક્તિ પર થતી જ હોય છે.
અહીં આ વાત પાણીના ટીપાના ઉદાહરણથી સમજાવી છે. વ્યક્તિએ સંસ્કારી વ્યક્તિનો સંગ કરવો જોઈએ.
સહવાસ કાવ્યની સમજૂતી
પાણીનું એક ટીપું જો તાવડી પર પડે તો તેનું અસ્તિત્વ જ મટે છે (ગરમીને લીધે તેની વરાળ થઈ જાય છે).
એ (પાણીનું ટીપું) જો કમળનાં પાન પર પડે તો એ મોતી જેવું ચમકી ઊઠે છે સુંદર દેખાય છે).
અને જો (એ ટીપું) છીપમાં પડ્યું હોય તો તે મોતી જ થઈ જાય છે (મૂલ્યવાન બની જાય છે).
પાણીનું ટીપું એ જ (છે) તફાવત માત્ર સહવાસ(સંગ)નો છે.
સહવાસ શબ્દાર્થ
- તાવડી – પેણી, કઢાઈ.
- અસ્તિત્વ – હયાતી, હસ્તિ.
- છીપ – દરિયાઈ જીવનું કોચલું.
- સહવાસ – સોબત, સંબંધ.