Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Chapter 19 રસ્તા વસંતના Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 11 Gujarati Textbook Solutions Chapter 19 રસ્તા વસંતના
Class 11 Gujarati Textbook Solutions Chapter 19 રસ્તા વસંતના Textbook Questions and Answers
રસ્તા વસંતના સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
પ્રત્યેક ડાળ કવિને કેવી લાગે છે?
ઉત્તર :
પ્રત્યેક ડાળ કવિને વસંતના રસ્તા જેવી લાગે છે.
પ્રશ્ન 2.
ફૂલોની સરખામણી કવિએ કોની સાથે કરી છે?
ઉત્તર :
ફૂલોની સરખામણી કવિએ વસંતનાં પગલાં સાથે કરી છે.
પ્રશ્ન 3.
ઈશ્વર શાના વડે વસંતનો નકશો કંડારે છે?
ઉત્તરઃ
ઈશ્વર મલયાનિલોની પીંછી અને ફૂલોના રંગો વડે વસંતનો નકશો કંડારે છે.
2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
વસંતના બે ફાંટા પડી ગયા એમ કવિ શાથી કહે છે?
ઉત્તરઃ
વસંતના બે ફાંટા પડી ગયા એમ કવિ કહે છે કારણ કે વસંતની અસર પ્રકૃતિ પર થાય છે તેમ તેની અસર માનવહૈયાને પણ થાય છે.
પ્રશ્ન 2.
આ ગઝલમાં રજૂ થયેલા ઉલ્ટેક્ષા અલંકારનાં ઉદાહરણો લખો.
ઉત્તરઃ
ઉન્મેલા અલંકારનાં ઉદાહરણો:
- આ એક તારા અંગે ને બીજો ચમન મહીં,
જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના. - આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
નોંધઃ “અલંકાર’ અભ્યાસક્રમમાં નથી.].
3. નીચેના પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખો :
પ્રશ્ન 1.
આ કાવ્યમાં રજૂ થયેલું વસંતઋતુનું સૌંદર્ય તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તરઃ
ઋતુરાજ વસંતના આગમન સાથે જ પ્રકૃતિમાં નવચેતના આવે છે. વૃક્ષોની ડાળીઓ વસંતના રસ્તાની જેમ અને ફૂલો વસંતનાં પગલાની જેમ મહોરી ઊઠે છે. શીતળ ને સુગંધીદાર પવન પીંછીની જેમ વૃક્ષ વૃક્ષ અને ફૂલે ફૂલે ફરી વળીને વસંતના રસ્તા દોરી રહ્યો હોય છે.
આંબે અંબે મંજરી મહેકી રહે છે. મન ભરીને માણવાનું મન થાય એવો સોના જેવો સૂરજનો તડકો હોય છે.
વસંતના બે ફાંટા પડી જાય છે. એક ફાંટો પ્રકૃતિ તરફ અને બીજો ફાંટો માનવહૈયાં તરફ ફંટાય છે. પ્રકૃતિ જેમ ખીલી ઊઠે છે તેમ માનવહૈયાં પણ ખીલી ઊઠે છે. માનવામાં પણ નવી ચેતના, આનંદ અને ઉમંગ જોવા મળે છે.
આમ, વસંતનું સૌંદર્ય વનમાં અને જનમાં જોવા મળે છે.
Std 11 Gujarati Textbook Solutions Chapter 19 રસ્તા વસંતના Additional Important Questions and Answers
રસ્તા વસંતના પ્રશ્નોત્તરી
1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
“રસ્તા વસંતના ગઝલના કવિ શેની ફાટું ભરવાની કહે છે? શા માટે?
ઉત્તરઃ
‘રસ્તા વસંતના’ ગઝલના કવિ સૂરજના સોના જેવા વસંતના તડકાની ફાંટું ભરી લેવાનું કહે છે કારણ કે આવા તડકા ફરી નહિ આવે.
2. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
“રસ્તા વસંતના’ ગઝલના કવિનું નામ જણાવો.
(a) અશ્વિની પાનસે
(b) વેણીભાઈ પુરોહિત
(c) રાજેન્દ્ર શાહ
(d) મનોજ ખંડેરિયા
ઉત્તરઃ
(d) મનોજ ખંડેરિયા
પ્રશ્ન 2.
રસ્તા વસંતના’ કાવ્યનો સાહિત્યપ્રકાર જણાવો.
(a) ગઝલ
(b) લોકગીત
(c) સૉનેટ
(d) ઊર્મિકાવ્ય
ઉત્તરઃ
(a) ગઝલ
રસ્તા વસંતના વ્યાકરણ Vyakaran
1. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખોઃ
(1) મંઝરી
(2) સોનુ
(3) સુરજ
ઉત્તરઃ
(1) મંજરી
(2) સોનું
(3) સૂરજ
2. નીચેના શબ્દની સંધિ છૂટી પાડોઃ
મલયાનિલો
ઉત્તરઃ
મલયાનિલો = મલય + અનિલો
રસ્તા વસંતના Summary in Gujarati
રસ્તા વસંતના પ્રાસ્તાવિક
મનોજ ખંડેરિયા (જન્મઃ 6-7-1943; મૃત્યુઃ 27-10-2003]
આ ગઝલમાં કવિના પ્રકૃતિપ્રેમનો સરસ પરિચય મળે છે. પ્રકૃતિવર્ણનની સાથે સાથે યુવાહૈયાની સંવેદના પણ કાવ્યમાં રજૂ થઈ છે. વસંતમાં વૃક્ષની ડાળીઓ, ફૂલો, આમ્રમંજરી વગેરે મોર્યા છે તેની સાથે માનવહૈયાં પણ ખીલી ઊઠ્યાં છે.
રસ્તા વસંતના કાવ્યની સમજૂતી
આ પ્રત્યેક ડાળ જાણે કે વસંતના રસ્તા (જેવી છે), ફૂલો એ બીજું કંઈ નથી (પણ) વસંતનાં પગલાં (છે).
મલયાનિલોની (શીતળ અને સુગંધીદાર પવન) પીંછી અને ફૂલોના રંગ છે. તેનાથી વસંતના આ નકશા કોણ દોરી રહ્યું છે !
(વસંતમાં શીતળ સુગંધીદાર પવન ફૂંકાય છે અને ફૂલો ખીલી ઊઠે છે.)
[34] આ એક તારા અંગે (વસંત ખીલી છે.) અને બીજા આ બાગમાં (વસંત ખીલી છે), એમ જાણે વસંતના બે ફાંટા પડી ગયા છે.
(વસંત જનમાં અને વનમાં ખીલી ઊઠી છે.)
મળે છે). આંખમાં આજે વસંતના આંબા હોય છે.
(સો વસંતના વાતાવરણથી પ્રસન્ન છે.)
અબીલ અને ગુલાલની યાદ અપાવતા રંગો ઊગી રહ્યા છે (રંગબેરંગી ફૂલો ખીલી રહ્યાં છે), આજે તો હૈયે વસંતના છાંટા થયા છે. (હૈયે ઠંડક વળી છે.)
હવે ફાંટુ (પોટલું) ભરીને સૂરજનું સોનું ભરું, (કેમ કે) વસંતના તડકા પાછા ફરી નહિ આવે (વસંતના કોમળ તડકાનો આનંદ લેવાય તેટલો લઈ લઉં).
રસ્તા વસંતના શબ્દાર્થ
- પૃષ્ઠ 88વસંત – ચૈત્ર-વૈશાખ માસની ઋતુ, ઋતુરાજ.
- મલયાનિલો – મલય પર્વતમાંથી આવતા શીતળ અને સુગંધીદાર પવન. નકશા જગા કે પ્રદેશના માપસર આલેખ.
- ચમન – બાગ, આનંદ, મોજમજા.
- ફાંટા પડવા – ફંટાવું, શાખ કે ભાગ થવા.
- મંજરી – મોર,
- ફૂલની કળીઓનું ઝૂમખું – ડાળખી, કૂંપળ.
- હોર્યા – (અહીં) ઊગ્યા.
- હૈયે – હૃદયે.
- ફાંટું – (અહીં) પોટલું, પોટલી.
- સોનું સૂરજનું – સૂર્યનો સોના જેવા પીળા રંગનો પ્રકાશ કે તડકો.