Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Chapter 14 દાદાજી Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 11 Gujarati Textbook Solutions Chapter 14 દાદાજી
Class 11 Gujarati Textbook Solutions Chapter 14 દાદાજી Textbook Questions and Answers
દાદાજી સ્વાધ્યાય
1. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
જદુનાથે એમની તમામ મિલકત શામાં વાપરી નાખવાનું નક્કી કર્યું?
ઉત્તરઃ
જિદુનાથે એમની તમામ મિલકત કલ્યાણીનાં લગ્નમાં વાપરી નાખવાનું નક્કી કર્યું.
પ્રશ્ન 2.
લગ્ન માટે આવેલા યુવકના કુટુંબમાં કેટલા સભ્યો હતાં?
ઉત્તરઃ
લગ્ન માટે આવેલા કુટુંબમાં ત્રણ જ સભ્યો હતા. યુવક, એની બુઢી મા અને નાની બહેન.
પ્રશ્ન 3.
યુવક પૈસાદાર નથી, પણ કેવો છે?
ઉત્તરઃ
યુવક પૈસાદાર નથી, પણ ખાનદાન છે
પ્રશ્ન 4.
વેઇટિંગરૂમની બહાર કલ્યાણીને દાદાજી જેવું કોણ દેખાયું?
ઉત્તરઃ
વેઇટિંગ રૂમની બહાર કલ્યાણીને દાદાજી જેવો રેંકડીવાળો ડોસો દેખાયો.
પ્રશ્ન 5.
જિદુનાથના મનને કોણ તંદ્રિત બનાવી દેતું હતું?
ઉત્તરઃ
જિદુનાથના મનને કલ્યાણીની દુઃખભરી મધુર સ્મૃતિનો બોજ તંદ્રિત બનાવી દેતો હતો.
2. નીચેના દરેક પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
વૃદ્ધ હોવા છતાં જિદુનાથ શા માટે ખૂબ દોડધામ કર્યા કરતા હતા?
ઉત્તર :
કલ્યાણીનાં લગ્નનો દિવસ હવે દૂર નહોતો. તેથી તેનાં લગ્નની તૈયારી માટે વૃદ્ધ હોવા છતાં જિદુનાથ ખૂબ દોડધામ કર્યા કરતા હતા.
પ્રશ્ન 2.
નદીકિનારેથી મળી આવેલ બાળકને જિવાડવા અને ઉછેરવા માટે જિદુનાથે શું કર્યું?
ઉત્તરઃ
નદીકિનારેથી મળી આવેલ બાળકને જિવાડવા અને ઉછેરવા માટે જિદુનાથે એનું કાળજીપૂર્વક જતન કર્યું. એમણે પોતાની જાતને એમાં પરોવી.
પ્રશ્ન 3.
કલ્યાણી લગ્નનો અર્થ બરાબર સમજતી ન હતી તેનો ખ્યાલ શા ઉપરથી આવી શકે છે?
ઉત્તરઃ
“તારાં લગ્ન થશે, બેટા! પછી તું એકલી નહિ રહે. જે ગામ તારાં લગ્ન થશે એ ગામ તું આ બધું છોડીને ચાલી જશે.” એમ જિદુનાથ કલ્યાણીને કહે છે ત્યારે કશાય ખ્યાલ વગર એમ ને એમ કલ્યાણી બોલી ગઈ ‘તમે પણ સાથે આવશો ને, દાદાજી! આ ઉપરથી કલ્યાણી લગ્નનો અર્થ બરાબર સમજી ન હતી તેનો ખ્યાલ આવી શકે છે.
પ્રશ્ન 4.
જિદુનાથે કેવા પરિવારમાં કલ્યાણીનું લગ્ન ગોઠવ્યું?
ઉત્તરઃ
જિદુનાથે એમના જેવા જ તરછોડાયેલાં છતાં ભદ્ર લોકોના પરિવારમાં કલ્યાણીનું લગ્ન ગોઠવ્યું. તેમાં યુવક, એની બુઢી મા અને નાની બહેન હતાં. કુટુંબ પૈસાદાર નહિ પણ ખાનદાન હતું.
પ્રશ્ન 5.
રેંકડીવાળા ડોસાને જોવાથી કલ્યાણીના મન પર શી અસર થઈ? એણે શો નિર્ણય લીધો?
ઉત્તર :
રેંકડીવાળા ડોસાનો અવાજ, એની કોમળ નજર બરાબર દાદાજીના જેવાં જ હતાં. એની નજર સમક્ષ જિદુનાથનો જીર્ણ થઈ ગયેલો દેહ કલ્યાણીને દેખાવા લાગ્યો. એણે પાછા દાદાજી પાસે જવાનો નિર્ણય લીધો.
3. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :
પ્રશ્ન 1.
કલ્યાણીના લગ્નની તારીખ નક્કી થયા પછીના જિદુનાથના મનોભાવોને વર્ણવો.
ઉત્તરઃ
કલ્યાણી અનાથ બાળકી હતી. સોળ વરસ પહેલાં જિદુનાથને તે નદીકિનારેથી મળી આવી હતી. એકલવાયું જીવન ગુજારતા જિદુનાથે “દાદાજી’ બની, તેને પોતાની પોત્રી ગણીને અખૂટ સ્નેહથી તેને ઉછેરી. આજે એ સોહામણી ફૂલવેલ બની ગઈ છે. તેનાં લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે.
જિદુનાથે એમની તમામ મિલકત લગ્નમાં વાપરી નાખવાનું નક્કી કર્યું છે. તે કલ્યાણી માટે સુંદર વસ્તુઓ લાવે છે. સુંદર વસ્તુઓ જોઈને પણ એના (કલ્યાણીના) મનમાં આનંદ પ્રગટતો નથી.
કલ્યાણીના મોં સામે જોઈને જિદુનાથનું દિલ બળી જાય છે. એમની આંખમાં મલિન દુઃખની છાયા ભરાઈ બેઠી છે. વાતવાતમાં ફૂલવેલશી કન્યાને હાસ્યની લખલૂટ છોળોથી હસાવી મૂકનારનું મોં આજે મલકતું નથી.
જમતાં કોળિયો હાથમાં રહી જાય છે ને આંખો શૂન્ય બની હવામાં જડાઈ રહે છે. પાણી પીવા પ્યાલો ભરે છે ને પાણી પીધા વિના જ ઢોળી નાખે છે. સોળ વરસથી સાથે વણાતી આવેલી બે જિંદગીમાં એટલું એત્વ આવી ગયું છે કે એ બેને જુદી પાડવાની વાત દેહથી પ્રાણને જુદા પાડવા જેવી લાગે છે. જિદુનાથને ક્યારેક થઈ આવે છે, “ના, શા માટે કલ્યાણીના લગ્ન કરવાં?”
પ્રશ્ન 2.
કલ્યાણીનાં લગ્ન પછીની જિદુનાથની વેદના અને તેનું પરિણામ વર્ણવો.
ઉત્તર :
કલ્યાણીનાં લગ્નની વિધિ સમાપ્ત થઈ. નવદંપતી જિદુનાથને પગે લાગવા આવ્યાં. બંનેએ જિદુનાથના પગમાં માથું નમાવ્યું. જિદુનાથ પગથી માથા સુધી કંપી ઊઠ્યા. ભાંગતા અવાજે તે બોલ્યા: “સુખી રહો બેટા…’ કલ્યાણીએ એક ડૂસકું ખાધું ને વિદાય થઈ.
અગાસી ઉપરથી જિદુનાથ નીચે આવીને ખાટલા પર બેઠા. પળો બધી જાણે લાંબી લાંબી થવા લાગી. એની છાતી પર દુઃખનો ભાર વધવા લાગ્યો. નીરવ હૃદયસાગર ઘુઘવાટ કરી નિરંતર જે એનાં ગીત સંભળાવી રહ્યું હતું, વારંવાર મનમાં જેની સુગંધ મહેકી જતી હતી તે ક્યાંય નહોતી.
તેની મૂંગી સ્મરણ સુધા જ માત્ર ઘરને ખૂણેખૂણેથી ઝરી રહી હતી. કલ્યાણીના મીઠા બોલ દાદાજીને યાદ આવતા હતા. જિદુનાથના હૃદયની વેદના વધવા માંડી. મૃત્યુ પહેલાંની વેદના ઊંડી, ઘેરી, ઘૂંટાતી વેદનાનો બોજ એમના પર ખડકાવા લાગ્યો. કલ્યાણીનાં પગલાંનો ઝણકાર સંભળાયો.
પછી કલ્યાણીના સૂરો સંભળાયા : ‘દાદાજી! ઓ દાદાજી!’ જિદુનાથે ઘેરાતી આંખો મહામહેનતે ઉઘાડી. સામે કલ્યાણીને ઊભેલી જોઈ. આઘાતથી એ બેહોશ બની ગયા. બોલ્યા “ચાલી આવી કલ્યાણી? વરને છોડીને ચાલી આવી અભાગી?”
જિદુનાથનું માથું કલ્યાણીએ ખોળામાં લીધું ને હળવે હાથે દાબવા લાગી ને બોલી, ‘તમને છોડીને જવું ગમતું નહોતું, દાદાજી ! – કેમે કર્યું ગમ્યું નહિ. વચ્ચેથી જ ચાલી આવી. હવે કદી નહિ જાઉં.’
પ્રશ્ન 3.
કલ્યાણીનું પાત્રાલેખન કરો.
ઉત્તર :
કલ્યાણી અનાથ બાળકી હતી. જિદુનાથને તે સોળ વરસ પહેલાં નદીકિનારેથી મળી હતી. જિદુનાથ અનુકંપાથી પ્રેરાઈને તેને પોતાને ઘેર લાવ્યા હતા. પોતે એલરામ હતા. એલવાયું જીવન ગુજારતા જિદુનાથ દાદાજી’ બનીને અખૂટ સ્નેહથી તેને ઉછેરવા લાગ્યા.
કલ્યાણી એક સોહામણી ફૂલવેલ બની ગઈ. દાદાજીના પ્રાણને એણે સ્નેહને ઝૂલે ઝુલાવ્યાં છે. જીર્ણ બની ગયેલા દાદાના દેહ પર મમતાનો હાથ ફેરવ્યો છે. ઝીણી ઝીણી એની કાળજીને લઈને એમને અવશ બનાવી મૂક્યા છે.
દાદાજી સંન્યાસી બની હિમાલય બાજુ જવાનું કહે છે તો તે તેમની સાથે જવા તૈયાર થાય છે. કલ્યાણીનાં લગ્ન નક્કી થઈ જાય છે. રોજરોજ દાદાજી કલ્યાણી માટે સુંદર વસ્તુઓ લાવે છે, પરંતુ સુંદર વસ્તુઓ જોઈને એના મનમાં આનંદ પ્રગટતો નથી. તેને દાદાજીને છોડીને સાસરે જવું ગમતું નથી.
જિદુનાથે કન્યાદાન કર્યું. લગ્નની વિધિ સમાપ્ત થઈ ગઈ. વિદાયવેળાએ “જવું ગમતું નથી, દાદાજી!” શબ્દો વારંવાર કલ્યાણી ઘૂંટી રહી હતી. રેલગાડીમાં, વેઇટિંગ રૂમમાં પણ તેને દાદાજીની યાદ આવે છે. તેના હૃદયમાં ઊંડે ઊંડે વેદના થાય છે. એના મનમાં પ્રશ્નો ઊઠે છે :
“દાદાજી શું કરતા હશે?” “દાદાજીનું માથું દુઃખતું હશે?” “રાત્રે એમને પાણી કોણ આપશે?” રેંકડીવાળાને જોઈને એને દાદાજી પાસે જવાની તીવ્ર ઇચ્છા થઈ આવે છે. તે બાદલપુરની ગાડીમાં બેસીને દાદાજી પાસે દોડી આવે છે.
જિદુનાથનું માથું ખોળામાં લઈને હળવે હાથે દાબવા લાગે છે ને બોલે છે, “તમને છોડીને જવું ગમતું નહોતું, દાદાજી ! – કેમે કર્યું ગમ્યું નહિ. વચ્ચેથી જ ચાલી આવી. હવે કદી નહિ જાઉં.’
આમ, કલ્યાણીના પાત્ર દ્વારા જો કોઈ અનાથ બાળકને સ્નેહથી ઉછેરવામાં આવે, તો તે સ્વજનથી પણ વિશેષ પ્રેમ આપે છે તે સમજાય છે.
4. નીચેનાં વાક્યોનો મર્મ સમજાવો :
પ્રશ્ન 1.
જાણે બાળકના જીવનનાં મૂલ્ય માબાપની કાયદેસરતા પર જ અવલંબેલાં હતાં, જીવનનો જીવન તરીકે ત્યાં કોઈ સ્વીકાર નહોતો.
ઉત્તરઃ
જિદુનાથ એકલરામ હતા. એક દિવસ વહેલી સવારે નદીકિનારે ફરવા જતાં એમને એક તરતનું જન્મેલું બાળક જોવા મળ્યું. અનુકંપાથી પ્રેરાઈને એને એ ઘેર લાવ્યા. એમના પર જે – જે મમતા રાખતાં હતાં તે તમામ પર એમને શ્રદ્ધા હતી.
પરંતુ એમાંથી કોઈએ એ બાળકને રાખવાની ને પાળવાની હા પાડી નહિ. ઉપરથી એમને એક – બે કડવાં વચનો પણ સંભળાવ્યાં. જીવનને જીવન તરીકે સ્વીકારવા કોઈ તૈયાર નહોતું. બાળકનાં કાયદેસરનાં માબાપ સિવાય એનો કોઈ સ્વીકાર કરતું નથી.
પ્રશ્ન 2.
સાન્નિધ્યમાં જેનું સ્વરૂપ નહોતું સમજાયું એને આજ વિદાયની વેદના-જવાળાના અજવાળામાં એ સ્પષ્ટપણે સમજી રહ્યા છે.
ઉત્તર :
જિદુનાથ અનાથ બાળકીને ઘેર લાવ્યા. પોતાના પર મમતા રાખનારાંમાંથી કોઈએ એ બાળકીને રાખવાની ને પાળવાની હા પાડી નહીં. જિદુનાથે અખૂટ નેહથી તેને ઉછેરી. આજે તે સોહામણી ફૂલવેલ બની ગઈ. તેના લગ્નના દિવસો નજીક આવ્યા.
જેને એ પાળતાપોષતા આવ્યા હતા ને પોતે પોતાની જાતને કેવી પરોવી રહ્યા હતા તે હવે વિદાયવેળાએ તેમને સમજાયું. આમ, સાન્નિધ્યમાં જેનું સ્વરૂપ નહોતું સમજાયું અને આજે વિદાયની વેદના – જ્વાળાના અજવાળામાં એ સ્પષ્ટપણે સમજી રહ્યા હતા.
પ્રશ્ન 3.
દિવસો જેના વીત્યા વીતતા ન હતા એની સાંજ તે દી જલદી પડી.
ઉત્તરઃ
જિદુનાથ એકલરામ હતા. અનાથ બાળકીને સ્નેહથી ઉછેરતા હતા. બીજમાંથી અંકુર, અંકુરમાંથી છોડ, ને વધતાં વધતાં અનાથ કલ્યાણી એક સોહામણી ફૂલવેલ બની ગઈ હતી. સોળ વર્ષ વીતી ગયાં હતાં. તેના લગ્નનો દિવસ જલદી નજીક આવી ગયો. જિદુનાથે કન્યાદાન આપ્યું.
એમનું શરીર થરથર ધ્રુજતું હતું. એમની વૃદ્ધાવસ્થા જલદી આવી પહોંચી હતી.
Std 11 Gujarati Textbook Solutions Chapter 14 દાદાજી Additional Important Questions and Answers
દાદાજી પ્રશ્નોત્તર
1. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
જિદુનાથ કોના પર શ્રદ્ધા રાખીને અનાથ બાળકીને પોતાની સાથે ઘેર લઈ આવ્યા? તેમને તેનો કેવો અનુભવ થયો?
ઉત્તરઃ
જિદુનાથ એમના પર જે – જે મમતા રાખતાં હતાં એ તમામ પર શ્રદ્ધા રાખીને અનાથ બાળકીને પોતાની સાથે ઘેર લઈ આવ્યા. નંદુબહેન, રેવાબહેન, કાશીમા – એમાંથી કોઈએ એ બાળકીને રાખવાની ને પાળવાની ઘસીને સ્પષ્ટ ના પાડી દીધી હતી. ઉપરથી એક – બે કડવાં વચનો પણ તેમને સંભળાવ્યાં હતાં.
પ્રશ્ન 2.
વેઈટિંગ રૂમમાં કલ્યાણીના મનમાં ક્યા વિચારો આવ્યા?
ઉત્તરઃ
વેઇટિંગ રૂમમાં કલ્યાણીના મનમાં દાદાજીના વિચારો આવ્યાં. “દાદાજી શું કરતા હશે?” “દાદાજીનું માથું દુઃખતું હશે?” “રાત્રે એમને પાણી કોણ આપશે?”
2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1.
પોતાના પરિચિતોમાં પોતે જે શ્રદ્ધા આરોપી એ કેવળ અજ્ઞાનનું બીજું સ્વરૂપ હતું એવું સ્પષ્ટ જિદુનાથને ક્યારે સમજાયું?
ઉત્તરઃ
પોતાના પર મમતા રાખતાં હતાં એમાંથી કોઈએ અનાથ બાળકને રાખવાની ને પાળવાની હા પાડી નહિ, ત્યારે જિદુનાથને સમજાયું કે પોતાના પરિચિતોમાં પોતે જે શ્રદ્ધા આરોપી એ કેવળ અજ્ઞાનનું જ બીજું સ્વરૂપ હતું.
પ્રશ્ન 2.
કલ્યાણીની હંમેશાંની સાથીદાર કોણ હતી?
ઉત્તરઃ
કલ્યાણીની હંમેશાંની સાથીદાર તેની સફેદ બિલાડી હતી.
3. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
“દાદાજી’ પાઠના લેખકનું નામ જણાવો.
(a) ચંદ્રકાન્ત મહેતા
(b) રાઘવજી માધડ
(c) કુન્દનિકા કાપડિયા
(1) દિલીપ રાણપુરા
ઉત્તર :
(c) કુન્દનિકા કાપડિયા
પ્રશ્ન 2.
‘દાદાજી’ પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
(a) લઘુકથા
(b) એકાંકી
(c) નવલિકા
(d) ચિંતન
ઉત્તર :
(c) નવલિકા
પ્રશ્ન 3.
કુન્દનિકા કાપડિયાની કોઈ એક પ્રખ્યાત નવલકથા જણાવો.
(a) સાત પગલાં આકાશમાં
(b) કોકિલા
(c) ઝેર તો પીધાં છે જાણી જાણી
(d) કંકુ
ઉત્તર :
(a) સાત પગલાં આકાશમાં
દાદાજી વ્યાકરણ Vyakaran
1. નીચેનાં વાક્યો ભાષાની દષ્ટિએ સુધારીને ફરીથી લખોઃ
(1) કાન પર પડે છે ક્ષીણ કંઠે આવતી એ અવાજ.
(2) મુશ્કેલ બનતુ જાય શ્વાસ લેવાની છે.
(3) અંધકારમાં પ્રકાશ બત્તીઓની ઝબકે છે.
(4) પગથિયાં અટકી ગઈ એ ઊતરતી – ઊતરતી.
ઉત્તરઃ
(1) ક્ષીણ કંઠે આવતો એ અવાજ કાન પર પડે છે.
(2) શ્વાસ લેવાનું મુશ્કેલ બનતું જાય છે.
(3) અંધકારમાં બત્તીઓનો પ્રકાશ ઝબકે છે.
(4) પગથિયાં ઊતરતાં – ઊતરતાં એ અટકી ગઈ.
2. નીચેનાં વાક્યોમાંથી પ્રત્યય શોધીને લખો:
(1) નિરભ્ર આકાશમાં તારા ચમકી રહ્યા હતા.
(2) કલ્યાણીની આંખો મીંચાઈ નહિ.
(3) જિદુનાથના મનમાં મૂંઝવણ થવા લાગી.
(4) આઘાતથી એ બેહોશ બની ગયા.
ઉત્તરઃ
(1) માં
(2) ની
(3) ના, મા
(4) થી
3. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી, વાક્યમાં પ્રયોગ કરોઃ
(1) મોં પડી જવું – ઝંખવાણું પડી જવું
વાક્યઃ સાસરે જવાની વાત સાંભળી રેખાનું મોં પડી ગયું.
(2) મન પ્લાન થઈ જવું – ખિન્ન – ગમગીન બની જવું
વાક્ય: ભૂતકાળનો દુઃખદ પ્રસંગ યાદ આવતાં માનું મન પ્લાન થઈ ગયું.
(3) આંખોમાંથી શ્રાવણધાર નીતરવી – ખૂબ જ રડવું
વાક્ય : દીકરીને સાસરે વિદાય આપતી વખતે મા – દીકરીની આંખોમાંથી શ્રાવણધાર નીતરતી હતી.
(4) મન હાહાકાર કરી ઊઠવું ખૂબ જ ઉદ્વેગ થવો
વાક્યઃ એકલવાયું જીવન જીવતા પિતાની યાદ આવતાં દીકરીનું મન હાહાકાર કરી ઊઠ્યું.
(5) છાતી પર ગંજ ખડકાઈ જવા – ખૂબ જ ઉપાધિમાં મૂકાઈ જવું
વાક્યઃ એકલવાયું જીવન જીવતા વૃદ્ધની છાતી પર વેદનાના ગંજ ખડકાઈ ગયા.
4. નીચે “અ” વિભાગમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો “બ” વિભાગમાંથી શોધીને લખો
“અ” વિભાગ – “બ” વિભાગ
(1) સ્વર – આંખ, લોચન
(2) અનુકંપા – ફોરમ, સુગંધ
(૩) સમક્ષ – ધ્વનિ, અવાજ
(4) નયન – પરતંત્ર, લાચાર
(5) અવશ – પ્રત્યક્ષ, રૂબરૂ
(6) મહેક – દયા, સહાનુભૂતિ
ઉત્તરઃ
(1) સ્વર – ધ્વનિ, અવાજ
(2) અનુકંપા – દયા, સહાનુભૂતિ
(3) સમક્ષ – પ્રત્યક્ષ, રૂબરૂ
(4) નયન – આંખ, લોચન
(5) અવશ – પરતંત્ર, લાચાર
(6) મહેક – ફોરમ, સુગંધ
5. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખોઃ
- પરિચિત
- પ્લાન
- અતૃપ્ત
- બેફિકર
- અજ્ઞાન
- અવશ
- દુર્બળ
- જીર્ણ
ઉત્તરઃ
- પરિચિત ✗ અપરિચિત
- પ્લાન ✗ પ્રફુલ્લિત
- અતૃપ્ત ✗ તૃપ્ત
- બેફિકર ✗ ફિકર
- અજ્ઞાન ✗ જ્ઞાન
- અવશ ✗ વશ
- દુર્બળ ✗ સબળ
- જીર્ણ ✗ અજીર્ણ
6. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખોઃ
- નિરવ
- સાનિધ્ય
- શોહામણિ
- તદ્રીત
- મુઝવણ
- અનીર્વાય
- નીરભ્ર
- પરીચિત
- સ્વભાવીક
- શર્વસ્વ
ઉત્તરઃ
- નીરવ
- સાન્નિધ્ય
- સોહામણી
- તંદ્રિત
- મૂંઝવણ
- અનિવાર્ય
- નિરભ્રા
- પરિચિત
- સ્વાભાવિક
- સર્વસ્વ
7. નીચેના શબ્દોની સંધિ છૂટી પાડોઃ
- નિ:શ્વાસ
- સમક્ષ
- ઉજ્જડ
- નિર્મળ
- હિમાલય
ઉત્તરઃ
- નિઃશ્વાસ = નિઃ + શ્વાસ
- સમક્ષ = સન્ + અક્ષ
- ઉજ્જડ = ઉત્ + જડ
- નિર્મળ = નિઃ + મળ
- હિમાલય = હિમ + આલય
8. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ
(1) વસંત ફૂલ –
(2) શ્રાવણધાર –
(3) કન્યાદાન –
(4) સ્મરણ સુધા –
ઉત્તરઃ
(1) તપુરુષ સમાસ
(2) તપુરુષ સમાસ, મધ્યમપદલોપી સમાસ
(3) તપુરુષ સમાસ, મધ્યમપદલોપી સમાસ
(4) તપુરુષ સમાસ
દાદાજી Summary in Gujarati
દાદાજી પ્રાસ્તાવિક
કુન્દનિકા કાપડિયા [જન્મ: 11 – 1 – 1927]
કલ્યાણી અનાથ બાળકી છે. જિદુનાથ સોળ વર્ષ પહેલાં નદીકિનારેથી અનુકંપાથી પ્રેરાઈને તેને પોતાને ઘેર લાવે છે. પોતે એકલરામ છે. તે કલ્યાણીને અખૂટ સ્નેહથી પોતાની દીકરીની જેમ ઉછેરે છે. કલ્યાણીને સ્વજનથીયે વિશેષ પ્રેમ દાદાજી જિદુનાથ પાસેથી મળે છે.
બંને એકબીજાનાં આધાર બની ગયાં છે. સોળ વરસે કલ્યાણીનાં લગ્ન થાય છે. પરણીને સાસરે જતાં અડધેથી તે દાદાજી પાસે પાછી આવે છે. વાર્તાવસ્તુના વળાંક માટે રેકડીવાળો અને તેની સ્નેહાળ પૌત્રીનો ઉપપ્રસંગ કારણ બને છે.
કોઈ અનાથ બાળકને પણ સ્વજન જેવો પ્રેમ મળે, તેને સ્નેહથી ઉછેરવામાં આવે તો તે કેવી લાગણી અનુભવે છે તેનું લેખિકાએ આ વાર્તામાં સુંદર આલેખન કર્યું છે.
દાદાજી શબ્દાર્થ
- સ્વર – ધ્વનિ, અવાજ.
- જીવનની પાનખર – વૃદ્ધાવસ્થા, જીવનસંધ્યા.
- ખખડધજ – (વૃદ્ધ છતાં) મજબૂત બાંધાનું.
- અથાક – થાકે નહિ તેવું.
- સમક્ષ – પ્રત્યક્ષ, રૂબરૂ, નજર સામે.
- અનુકંપા – દયા, સહાનુભૂતિ.
- અવલંબન – સાથ, મદદ, ટેકો.
- નંદવાઈ ગયેલી – તૂટી ગયેલી, ભાંગી ગયેલી.
- અનિમેષ – પલકારા વિનાનું, સ્થિર.
- નયન – આંખ, લોચન. સોહામણી સુશોભિત.
- જીર્ણ – છેક જૂનું, ઘસાઈ કે ખવાઈ ગયેલું.
- અવશ – પરતંત્ર, લાચાર.
- મહેક – ફોરમ, સુગંધ.
- કેડી – પગદંડી.
- અસીમ – સીમા વિનાનું.
- વિલીન – લય પામેલું, લીન થયેલું.
- પરિચિત – ઓળખીતા.
- જતન – સંભાળ, સાચવણી.
- સાનિધ્ય – પાસે, નજીક.
- અકથ્ય – કલ્પના ન કરી શકાય તેવું.
- સંગત – સંબંદ્ધ, સુસંગત.
- વ્યાપક – વિશાળ, સર્વ ઠેકાણે વ્યાપી રહેલું.
- પ્લાન – કરમાયેલું, ખિન્ન.
- તાણાવાણા – વણાટ વખતે તાણેલા લાંબા ઊભા તાર (તાણા) અને આડા તાર (વાણા), (અહીં) સ્નેહબંધનના તાણાવાણા.
- મલિન – મેલી.
- લખલૂટ – પુષ્કળ.
- એકત્વ – એક હોવાપણું, એકતા. ઉજ્જડ વેરાન.
- અનિવાર્ય – નિવારી ન શકાય તેવું.
- સ્નિગ્ધ – લીસું, કોમળ, ચીકણું.
- અતૃપ્ત – અસંતુષ્ટ.
- ભદ્ર – (અહીં) સભ્ય, ખાનદાન.
- કાંતિમાન – કાંતિવાળું, તેજસ્વી.
- કુલીન – ઊંચા કુળનું, ખાનદાન.
- વિરક્ત – અનુરાગ કે સ્પૃહા વિનાનું.
- ઓળાઓ – લીલા ચણાના પોપટા.
- નિરભ્ર – અભ્ર (વાદળાં) વગરનું.
- બુખાર (હિ) – તાવ.
- ફિરને સે (હિ) – ફરવાથી.
- વિચલિત – અસ્થિર, હાલતું.
- ચિત્કાર – ચીસ.
- ક્ષીણ – નબળું, (અહીં) ધીમું.
- નીરવ – અવાજ વગરનું, શાંત.
- નિરંતર – સતત, હંમેશા
- તંદ્રિત – તંદ્રાવાળું, સુસ્ત.
- ગંજ – ઢગલો.
- વ્યાકુળ – બાવરું, ગભરાયેલું.
- અભાગી – કમનસીબ.