Class 11 Gujarati Textbook Solutions Chapter 10 બે લઘુકથાઓ

Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Chapter 10 બે લઘુકથાઓ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 11 Gujarati Textbook Solutions Chapter 10 બે લઘુકથાઓ

Class 11 Gujarati Textbook Solutions Chapter 10 બે લઘુકથાઓ Textbook Questions and Answers

ઠેસ સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
પુત્રવધૂ સાસુને ઉમળકાભેર શું બતાવી રહી હતી?
ઉત્તર :
પુત્રવધૂ સાસુને ઉમળકાભેર બજારમાંથી ખરીદી લાવેલા કાપડના જુદા જુદા પીસ બતાવી રહી હતી.

Class 11 Gujarati Textbook Solutions Chapter 10 બે લઘુકથાઓ

પ્રશ્ન 2.
વહુએ બધા પીસ કેમ સંકેલી લીધા?
ઉત્તર :
વહુને સાસુના શબ્દો – કેમ ન ગમે? બધું કાપડ સરસ છે’ – માં રણકાર જણાયો નહિ એટલે એણે બધા પીસ સંકેલી લીધા.

પ્રશ્ન 3.
સાસુને જુદા જુદા પીસ જોતાં કોણ યાદ આવ્યું?
ઉત્તરઃ
સાસુને જુદા જુદા પીસ જોતાં દીકરી યાદ આવી.

2. નીચેના પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખો :

પ્રશ્ન 1.
‘ઠેસ’ લઘુકથાના શીર્ષકની યોગ્યતા વિશે નોંધ લખો.
ઉત્તરઃ
ઠેસ’ લઘુકથામાં એક સામાન્ય ઘટના છે. પુત્રવધૂ બજારમાંથી કાપડ ખરીદી લાવી સાસુને ઉમળકાભેર બતાવે છે, પરંતુ સાસુના ચહેરા પર પ્રસન્નતા જોવા મળતી નથી. સાસુ કમુબહેન ત્યારે અતીતની ઘટના તરફ ખેંચાય છે. એમની સ્મૃતિમાં દીકરીવાળો પ્રસંગ તાજો થાય છે.

દીકરીએ ઉનાળાના વેકેશનમાં કાલા ફોલીને એકઠી કરેલી મજૂરીની રકમમાંથી કૉલેજમાં પહેરવા માટે મનપસંદ કાપડ લઈ આવી ત્યારે દીકરીને કહ્યું હતું, “કાલાની રકમ તો તારી ફી અને ચોપડીઓ માટે હતી અને તું આ શું લઈ આવી? આવું મોંઘું કાપડ આપણને પોસાય?

તને ભણાવવાની છે, મોટાને પરણાવવાની છે, ઘરના ખર્ચા કાઢવાના છે, આપણને આવો વૈભવ ન પોસાય, બેટા !’ એમના મનમાં આ વાત પડઘાતી હતી. એમનું મન બોલી ઊઠતું: દીકરી બિચારી પહેલી વાર કૉલેજમાં પહેરવા સારું કાપડ લઈ આવી, અને મૂઈ હું એ ન જીરવી શકી!”

Class 11 Gujarati Textbook Solutions Chapter 10 બે લઘુકથાઓ

હૈયાની આ ઠેસ કમુબહેનના ચહેરા ઉપર રાજીપો લાવવા દેતી નહોતી. આમ, આ લઘુકથાનું ઠેસ’ શીર્ષક યોગ્ય છે.

શા સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
નિશીથે ઘાસ કઢાવીને શું રોપવાનું કહ્યું?
ઉત્તર :
નિશીથે ઘાસ કઢાવીને ફૂલછોડ રોપવાનું કહ્યું.

પ્રશ્ન 2.
આંગણું શાથી અવાવરું પડ્યું હતું?
ઉત્તરઃ
ચોમાસા પછી સાફસૂફી થઈ નહોતી એટલે આંગણું અવાવરું પડ્યું હતું.

પ્રશ્ન 3.
કોદાળીનું પાનું કોના પગલા વચ્ચેથી ઊંડું ઊતરી ગયું છે?
ઉત્તર :
કોદાળીનું પાનું નાયકની સ્વર્ગસ્થ પત્નીના ગારામાં સુકાઈ ગયેલા પગલા વચ્ચેથી ઊંડું ઊતરી ગયું છે.

2. નીચેના પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખો :

પ્રશ્ન 1.
ઘા’ લઘુકથાના શીર્ષકની યોગ્યતા વિશે નોંધ લખો.
ઉત્તર :
નિશીથની બા હતી ત્યારે ચોમાસા પછી ઘર આગળ ઊગી નીકળેલા ઘાસને સાફ કરતી. તે વખતે ભીની માટીમાં પગ ખૂંપી જવાને લીધે માટી સુકાયા પછી પગલું બીબારૂપ બની ગયેલું.

પછીના ચોમાસે નિશીથને આંગણું સાફ કરવાનું યાદ આવ્યું નહિ એટલે વાર્તાનાયકે કોદાળી લઈ આંગણામાં ઘાસ અને ઊબડખાબડ હતું ત્યાં કોદાળીનો ઘા કર્યો.

Class 11 Gujarati Textbook Solutions Chapter 10 બે લઘુકથાઓ

ગારામાં સુકાઈ ગયેલા એક પગલાને ચીરતું કોદાળીનું પાનું જમીનમાં ઊંડું ઊતરી ગયું. તે સાથે જ નાયકના ચિત્તમાં પત્ની યાદ આવી ગઈ. કોદાળીનો ઘા ચિત્તમાં ક્ષોભનું કારણ બન્યો. તેથી લઘુકથાનું ઘા’ શીર્ષક યોગ્ય છે.

Std 11 Gujarati Textbook Solutions Chapter 10 બે લઘુકથાઓ Additional Important Questions and Answers

ઠેસ પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના બે – ત્રણ વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
દીકરીએ કેવી રીતે રકમ એકઠી કરી હતી? એ રકમનું તેણે શું કર્યું?
ઉત્તર :
દીકરીએ ઉનાળાના વૅકેશનમાં રાત – દિવસ કાલાં ફોલીને મજૂરીની સારી રકમ એકઠી કરી હતી. જૂનમાં કૉલેજ ઊઘડે એ પહેલાં એ આ રકમનું કાપડ ખરીદી લાવી.

પ્રશ્ન 2.
કમુબહેનને ઘરમાં કયાં કાર્યો કરવાનાં હતાં?
ઉત્તરઃ
કમુબહેનને દીકરીને ભણાવવાની હતી, મોટાને પરણાવવાની હતી. આ ઉપરાંત ઘરના ખર્ચા કાઢવાના હતા.

2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો

પ્રશ્ન 1.
કમુબહેનનું ઘર કેવી રીતે નભતું હતું?
ઉત્તરઃ
કમુબહેનનું ઘર એમની મજૂરીની કમાણી પર નભતું હતું.

પ્રશ્ન 2.
“કાલાંની રકમ તો તારી ફી અને ચોપડીઓ માટે હતી અને તું આ શું લઈ આવી?” આ વાક્ય કોણ બોલે છે?
ઉત્તરઃ
‘કાલાંની રકમ તો તારી ફી અને ચોપડીઓ માટે હતી અને તું આ શું લઈ આવી?” આ વાક્ય કમુબહેન બોલે છે.

Class 11 Gujarati Textbook Solutions Chapter 10 બે લઘુકથાઓ

3. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
ઠેસ લઘુકથાના લેખકનું નામ લખો.
(a) જનક ત્રિવેદી
(b) મોહનલાલ પટેલ
(c) મનુભાઈ પંચોલી
(d) મોહમ્મદ માંકડ
ઉત્તર :
(b) મોહનલાલ પટેલ

પ્રશ્ન 2.
“કેસ’ પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
(a) લઘુકથા
(b) ચિંતન
(c) નવલિકા
(d) નાટ્યખંડ
ઉત્તર :
(a) લઘુકથા

3. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
“ઘા’ લઘુકથાના લેખકનું નામ લખો.
(a) જનક ત્રિવેદી
(b) મોહનલાલ પટેલ
(c) મનુભાઈ પંચોલી
() મોહમ્મદ માંકડ
ઉત્તરઃ
(a) જનક ત્રિવેદી

Class 11 Gujarati Textbook Solutions Chapter 10 બે લઘુકથાઓ

પ્રશ્ન 2.
‘ઘા પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
(a) ચિંતન
(b) નવલિકા
(c) નાટ્યખંડ
(d) લઘુકથા
ઉત્તરઃ
(d) લઘુકથા

પ્રશ્ન 3.
“ઘા” લઘુકથા શામાંથી લેવામાં આવી છે?
(a) સમીપ
(b) સંગ્રહ
(c) સંચય
(d) સન્માર
ઉત્તરઃ
(c) સંચય

ઠેસ  વ્યાકરણ Vyakaran

1. નીચેના વાક્યો ભાષાની દષ્ટિએ સુધારીને ફરીથી લખો:

(1) આપણને આવી વૈભવ ન પોસાય, બેટા !
(2) ગરીબોના કપરા દિવસો કમુબહેન માટે ભુતકાળ બની ગયો હતો.
(3) તારી છોકરાં રમાડવા સિવાય મારે બીજો કામેય શું છે!
ઉત્તરઃ
(1) આપણને આવો વેભવ ન પોસાય, બેટા
(2) ગરીબીના કપરા દિવસો કમુબહેન માટે ભૂતકાળ બની ગયા હતા.
(3) તારાં છોકરાં રમાડવા સિવાય મારે બીજું કામેય શું છે?

Class 11 Gujarati Textbook Solutions Chapter 10 બે લઘુકથાઓ

2. નીચેનાં વાક્યોમાંથી પ્રત્યય શોધીને લખો:

(1) પણ નિશીથને આંગણે યાદ આવ્યું જ નહિ.
(2) નિશીથની બાએ ફરિયાદ કરેલી.
(3) કાપડ ગમવાની વાત બાજુએ રહી.
(4) પુત્રવધૂ બજારમાંથી કાપડ ખરીદી લાવી.
ઉત્તરઃ
(1) ને
(2) ની, એ
(3) ની, એ
(4) માંથી

3. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી, વાક્યમાં પ્રયોગ કરોઃ

(1) મોટું ચડી જવું – (અહીં) અણગમો વ્યક્ત કરવો
વાક્યઃ હરેશને વાતવાતમાં મોઢું ચડી જાય છે.

(2) મોટું પડી જવું – ઝંખવાણા પડી જવું
વાક્ય: પરીક્ષામાં નકલ કરતાં પકડાઈ જતાં ઝલકનું મોટું પડી ગયું.

(૩) જાત સંભાળી લેવી – લાગણી પર કાબૂ કરવો
વાક્ય : વહુની વાત સાંભળી સાસુને ક્રોધ આવ્યો, પરંતુ તેમણે જાત સંભાળી લીધી.

4. નીચે વિભાગમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો બ’ વિભાગમાંથી શોધીને લખોઃ

“અ” વિભાગ – “બ” વિભાગ
(1) મહોર – કઠિન, અઘરા
(2) ઠેસ – છાપ, સિક્કો
(3) કપરા – મોજું, કલ્પના
(4) તરંગ – ઠોકર, લાત
ઉત્તરઃ
(1) મહોર – છાપ, સિક્કો
(2) ઠેસ – ઠોકર, લાત
(3) કપરા – કઠિન, અઘરા
(4) તરંગ – મોજું, કલ્પના

Class 11 Gujarati Textbook Solutions Chapter 10 બે લઘુકથાઓ

5. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો:

(1) મોંધું
(2) વિસર્જિત
(૩) ખરીદી
(4) કપરું
ઉત્તરઃ
(1) મોંઘું ✗ સોંઘું
(2) વિસર્જિત ✗ સંગઠિત
(૩) ખરીદી ✗ વેચાણ
(4) કપરું ✗ સરળ

6. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખોઃ

(1) વિસર્જીત
(2) પ્રશનતા
(3) પુત્રવધુ
(4) ફરીયાદ
ઉત્તરઃ
(1) વિસર્જિત
(2) પ્રસન્નતા
(3) પુત્રવધૂ
(4) ફરિયાદ

Class 11 Gujarati Textbook Solutions Chapter 10 બે લઘુકથાઓ

7. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ

(1) સુખસગવડ –
(2) ઊબડખાબડ –
ઉત્તરઃ
(1) દ્વન્દ સમાસ
(2) દ્વન્દ સમાસ

બે લઘુકથાઓ Summary in Gujarati

ઠેસ પ્રાસ્તાવિક
મોહનલાલ પટેલ [જન્મઃ 30 – 4 – 1927].

પુત્રવધૂ બજારમાંથી ખરીદેલા કાપડના પીસ સાસુને બતાવે છે. સાસુ તે જોઈને પ્રસન્ન થતાં નથી. વહુ તેનું કારણ કળી શકતી નથી. સાસુને તે વખતે પોતાની દીકરીનો પ્રસંગ યાદ આવે છે.

આખા વૅકેશન દરમિયાન કાલાં ફોલીને ભેગાં કરેલાં નાણાંમાંથી દીકરી કૉલેજમાં પહેરવા માટે કપડાં સિવડાવવા મનપસંદ કાપડ લઈ આવી ત્યારે એ રકમનો શો ઉપયોગ કરવાનો હતો તે જણાવે છે.

માની મજૂરીની કમાણી પર ઘર નભતું હતું, તેથી આવો વૈભવ માને પોસાય તેમ નહોતો. તેના હૈયાને ઠેસ લાગે છે, એમનું મન બોલી ઊઠે છેદીકરી બિચારી પહેલી વાર કૉલેજમાં પહેરવા સારું કાપડ લઈ આવી, અને મૂઈ હું એ જીરવી ન શકી !’

ઠેસ શબ્દાર્થ

  • પુત્રવધૂ – પુત્રની વહુ.
  • પીસ – ટુકડા.
  • મહોર – છાપ, સિક્કો.
  • કપરા – કઠિન, અઘરા.
  • ઠેસ – ઠોકર, લાત.
  • તરંગ – મોજું, કલ્પના.

શા પ્રાસ્તાવિક
જનક ત્રિવેદી (જન્મઃ 10 – 6 – 1944; મૃત્યુઃ 29 – 1 – 2007].

આ લઘુકથામાં સામાન્ય ઘટના છે. ઘરઆંગણામાં ઊગી નીકળેલા ઘાસને સાફ કરવામાં નાયકની કોદાળીનું પાનું સ્વર્ગસ્થ પત્નીના પગલાંની છાપમાં ઊતરી જાય છે. તે નાયકના ચિત્તમાં ભારે ક્ષોભનું કારણ બની રહે છે.

Class 11 Gujarati Textbook Solutions Chapter 10 બે લઘુકથાઓ

શા શબ્દાર્થ

  • અવાવરું – બહુ વખતથી વપરાયા વિનાનું, અવડ.
  • ઊબડખાબડ – ખાડાટેકરા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *