Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions પૂરક વાચન Chapter 3 સત્યવ્રત Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 10 Gujarati Textbook Solutions Purak Vachan Chapter 3 સત્યવ્રત
સ્વાધ્યાય
નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો.
પ્રશ્ન 1.
એક વખત કોણ વહોરવા નીકળ્યું હતું ?
(A) ભારતી બાપુ
(B) મોરારિ બાપુ
(C) જૈન સાધુ
(D) ફકીર બાબા
ઉત્તર :
(C) જૈન સાધુ
પ્રશ્ન 2.
એક માણસે એમનું શું કરી ?
(A) પ્રાર્થના
(B) વિનંતી
(C) માગણી,
(D) વાવણી
ઉત્તર :
(B) વિનંતી
પ્રશ્ન 3.
આ માણસે શું લીધું ન હતું ?
(A) દાન
(B) નિયમ
(C) પુસ્તક
(D) વ્રત
ઉત્તર :
(D) વ્રત
પ્રશ્ન 4.
જૈન સાધુ આ માણસને પહેલાં કયું વ્રત લેવાનું કહે છે ?
(A) દારૂ નહીં પીવાનું
(B) તાડી નહીં પીવાનું
(C) પાણી નહીં પીવાનું
(D) દૂધ નહીં પીવાનું
ઉત્તર :
(A) દારૂ નહીં પીવાનું
પ્રશ્ન 5.
જૈન સાધુ આ માણસને બીજું કયું વ્રત લેવાનું કહે છે ?
(A) અહિંસા પાળવાની
(B) જુગાર નહી રમવાનું
(C) મારામારી નહીં કરવાની
(D) દિવસે સૂવાનું નહીં
ઉત્તર :
(B) જુગાર નહી રમવાનું
પ્રશ્ન 6.
જૈન સાધુ આ માણસને ત્રીજું કયું વ્રત લેવાનું કહે છે ?
(A) પગાર નહીં લેવાનો
(B) ઝાડ ઉપર ચડવાનું નહિ
(C) વ્યભિચાર નહીં કરવાનો
(D) કેરી નહીં ખાવાની
ઉત્તર :
(C) વ્યભિચાર નહીં કરવાનો
પ્રશ્ન 7.
જૈન સાધુ આ માણસને ચોથું કયું વ્રત લેવાનું કહે છે ?
(A) ચોરી નહિ કરવાનું
(B) સોનું નહિ પહેરવાનું
(C) ખેતી નહિ કરવાનું
(D) પાણીમાં તરવાનું નહિ
ઉત્તર :
(A) ચોરી નહિ કરવાનું
પ્રશ્ન 8.
જૈન સાધુના કહેવાથી આ માણસ પાંચમું કયું વ્રત લે છે ?
(A) એક વખત જમવું
(B) સાચું બોલવું
(C) પર્વત પર ચડવું
(D) અપાસરે દર્શને જવું
ઉત્તર :
(B) સાચું બોલવું
પ્રશ્ન 9.
આ માણસ ક્યાં ચોરી કરવાનું વિચારે છે ?
(A) શેઠને ત્યાં
(B) વેપારીને ત્યાં
(C) રાજાને ત્યાં
(D) પ્રધાનને ત્યાં
ઉત્તર :
(C) રાજાને ત્યાં
પ્રશ્ન 10.
આ માણસને રસ્તામાં કોણ મળે છે ?
(A) સિપાઈ
(B) મિત્ર
(C) ગાય
(D) ચીબરી
ઉત્તર :
(A) સિપાઈ
પ્રશ્ન 11.
આ માસ ચોરી કરવા ક્યાં જતો હતો ?
(A) બેન્કમાં
(B) મંદિરમાં
(C) રાજમહેલમાં
(D) સુપર બજારમાં
ઉત્તર :
(C) રાજમહેલમાં
પ્રશ્ન 12.
રાજમહેલમાં શું ખુલ્યું હતું ?
(A) બારણું
(B) દરવાજો
(C) તિજોરી
(D) બારી
ઉત્તર :
(D) બારી
પ્રશ્ન 13.
છેવટે ચોરને શું જોવામાં આવ્યું ?
(A) તલવાર
(B) સોનાની વીંટી
(C) મુગટ
(D) એક દાબડી
ઉત્તર :
(D) એક દાબડી
પ્રશ્ન 14.
આ દાબડીમાં બીજું શું હતું ?
(A) ચિટ્ટી
(B) રાણીનો ફોટો
(C) એક રત્ન
(D) બીજી દાબડી
ઉત્તર :
(D) બીજી દાબડી
પ્રશ્ન 15.
બીજી દાબડીમાં શું હતું ?
(A) પાંચ રત્નો
(B) છ રત્નો
(C) સાત રત્નો
(D) ચાર રત્નો
ઉત્તર :
(C) સાત રત્નો
પ્રશ્ન 16.
ચોરે કેટલા રત્નો ચોરી લીધાં ?
(A) એક
(B) બે
(C) ત્રણ
(D) ચાર
ઉત્તર :
(D) ચાર
પ્રશ્ન 17.
રસ્તામાં એને કોણે રોક્યો ?
(A) સિપાઈએ
(B) એક માણસે
(C) એક સ્ત્રીએ
(D) બીજા ચોરે
ઉત્તર :
(B) એક માણસે
પ્રશ્ન 18.
રાજાએ શું ક્યું હતું ?
(A) વેશપલટો
(B) કાળો કોટ પહેર્યો હતો
(C) હાથમાં તલવાર હતી
(D) કપાળે ચાંદલો કર્યો હતો
ઉત્તર :
(A) વેશપલટો
પ્રશ્ન 19.
ચોર રાજાને શું બતાવે છે ?
(A) ચાર રત્નો
(B) ચારે વટી
(C) ચાર આંગળી
(D) ચાર બંગડી
ઉત્તર :
(A) ચાર રત્નો
પ્રશ્ન 20.
રાજમહેલમાં જઈને કોસ સૂઈ જાય છે ?
(A) પ્રધાન
(B) ચોર
(C) રાણી
(D) રાજા
ઉત્તર :
(D) રાજા
પ્રશ્ન 21.
રાજમહેલમાં શું પડ્યું હતું ?
(A) એક દીવાલ
(B) એક શેત્રુંજી
(C) ખાતર
(D) વરસાદ
ઉત્તર :
(C) ખાતર
પ્રશ્ન 22.
પ્રધાનને દાબડીમાંથી શું ચોરી લીધું ?
(A) ત્રણ રત્નો
(B) દાબડી
(C) ત્રણ વટી
(D) તલવાર
ઉત્તર :
(A) ત્રણ રત્નો
પ્રશ્ન 23.
પ્રધાને રાજાને કેટલા રત્નો ચોરી થઈ એમ કહ્યું ?
(A) પાંચ
(B) છે
(C) સાત
(D) ચોર
ઉત્તર :
(C) સાત
પ્રશ્ન 24.
રાજાએ પ્રધાનને કોને જલદી પકડી લાવવાનું કહ્યું ?
(A) સિપાઈને
(B) ચોરને
(C) શાહુકારને
(D) મજૂરને
ઉત્તર :
(B) ચોરને
પ્રશ્ન 25.
ચોરે એક રત્ન કોને આપ્યું ?
(A) ચોકીઘરને
(B) રાજાને
(C) શેઠજીને
(D) પ્રધાનને
ઉત્તર :
(C) શેઠજીને
પ્રશ્ન 26.
રાજાએ શું લખ્યું ?
(A) ચિટ્ટી
(B) પત્ર
(C) દસ્તાવેજ
(D) રાજીનામું
ઉત્તર :
(A) ચિટ્ટી
પ્રશ્ન 27.
ચોર ઘરમાં શેના પર મજાથી સૂતેલો હતો ?
(A) પલંગ પર
(B) ખાટલા પર
(C) સોફા પર
(D) ખુરશી પર
ઉત્તર :
(B) ખાટલા પર
પ્રશ્ન 28.
ચોર પાસે હવે કેટલા ૨નો રહ્યાં છે ?
(A) બે
(B) ત્રણ
(C) ચાર
(D) એક
ઉત્તર :
(B) ત્રણ
પ્રશ્ન 29.
ચોરે ત્રણ ૨નો કોણે ચોય છે, તેમાં કોનું નામ લીધું ?
(A) સિપાઈનું
(B) પ્રધાનનું
(C) શેઠનું
(D) રાણીનું
ઉત્તર :
(B) પ્રધાનનું
પ્રશ્ન 30.
ચોર રાજસભામાં કયા વતની વાત જાહેર કરે છે ?
(A) સત્યવ્રતની
(B) અહિસાની
(C) જીવદયાની
(D) ઉપવાસની
ઉત્તર :
(A) સત્યવ્રતની
પ્રશ્ન 31.
પ્રધાનજીને રાજાએ ક્યાં મોકલ્યા ?
(A) કેદખાનામાં
(B) બાગમાં
(C) મંદિરે
(D) વિદેશમાં
ઉત્તર :
(A) કેદખાનામાં
પ્રશ્ન 32.
રાજાએ ચોરને કયું પદ આપ્યું ?
(A) સેનાપતિનું
(B) સિપાઈનું
(C) પ્રધાનપદનું
(D) અંગરક્ષકનું
ઉત્તર :
(C) પ્રધાનપદનું
પ્રશ્ન 33.
રાજાએ ચોરનું કયું નામ રાખ્યું ?
(A) સત્યવ્રતનું
(B) સાધુનું
(C) મૂર્ખ ચોરનું
(D) આળસુનો પીરનું
ઉત્તર :
(A) સત્યવ્રતનું
પ્રશ્ન 34.
‘સત્યવ્રત’ વાર્તાના લેખક કોણ છે ?
(A) કૌશિક આચાર્ય
(B) ઘનશ્યામ વ્યાસ
(C) ઉમાશંકર જોશી
(D) રણછોડ જોશી
ઉત્તર :
(C) ઉમાશંકર જોશી
નીચે આપેલા પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
કોણ વહોરવા નીકળ્યું છે ?
ઉત્તર :
એક જૈન સાધુ વહોરવા નીકળ્યા છે.
પ્રશ્ન 2.
એક માણસે જૈન સાધુને શી વિનંતી કરી ?
ઉત્તર :
એક માણસે જૈન સાધુને વિનંતી કરી, ‘મહારાજ, મારે ત્યાં વહોરવા પધારો.’
પ્રશ્ન 3.
જેન સાધુએ કેમ ના પાડી ?
ઉત્તર :
જૈન સાધુએ એટલા માટે ના પાડી કે આ માણસે કોઈ વ્રત લીધું ન હતું.
પ્રશ્ન 4.
જૈન સાધુએ આ માણસને કયા કયા રાત લેવાનું કહ્યું?
ઉત્તર :
જૈન સાધુએ આ માણસને ક્રમશઃ દારૂ ન પીવાનું, જુગાર ન રમવાનું, વ્યભિચાર ન કરવાનું, ચોરી નહિ કરવાનું વ્રત લેવાનું કહ્યું. આ માણસે આમાંનું એક પણ વ્રત લેવાની ના પાડી.
પ્રશ્ન 5.
આ માણસે આખરે કયું વ્રત લીધું?
ઉત્તર :
આ માણસે આખરે ‘સાચું બોલવું’ એવું વ્રત લીધું.
પ્રશ્ન 6.
સાચું બોલવાનું વ્રત લેવાતી આ માણસને શો ફાયદો થયો ?
ઉત્તર :
સાચું બોલવાનું વ્રત લેવાથી આ માણસને બહુ ફાયધે થયો. દારૂ, જુગાર, વ્યભિચાર જેવાં દુર્ગણો દૂર થયાં, માત્ર ચોરી કરવાનું બાકી રાખ્યું; અને તે પણ સત્ય બોલીને.
પ્રશ્ન 7.
આ માણસ ક્યાં ચોરી કરવી એવું નક્કી કરે છે ?
ઉત્તર :
આ માણસ રાજાને ત્યાં ચોરી કરવી એવું નકકી કરે છે.
પ્રશ્ન 8.
આ માણસને રસ્તામાં કોણ કોણ મળે છે ?
ઉત્તર :
આ માણસને રસ્તામાં એક સિપાઈ મળે છે, રાજ દરબારમાં જતાં એક ચોકીદાર મળે છે અને વેશપલટો કરેલ રાજા મળે છે.
પ્રશ્ન 9.
ચોર રાજમહેલમાં ચોરી કરવા ક્યાંથી દાખલ થાય છે ?
ઉત્તર :
ચોર રાજમહેલમાં ચોરી કરવા માટે, રાજમહેલની એક ખુલ્લી બારીમાંથી પ્રખલ થાય છે.
પ્રશ્ન 10.
ચોર રાજમહેલની ચીજવસ્તુઓ વિશે શું વિચારે છે ?
ઉત્તર :
ચોર રાજમહેલની અનેક વસ્તુઓ જુએ છે, પણ ચોરી કરીને રાખે ક્યાં ? અને કોઈ પૂછે તો સાચું બોલવું પડે. એટલે કોઈ મોટી કે કિંમતી વસ્તુ લેતો નથી.
પ્રશ્ન 11.
છેવટે ચોરને શું દેખાય છે ?
ઉત્તર :
છેવટે ચોરને એક દાબડી દેખાય છે.
પ્રશ્ન 12.
આ દાબડીમાં શું હોય છે ?
ઉત્તર :
આ દાબડીમાં બીજી નાની દાબડી હોય છે અને આ બીજી નાની ઘબડીમાં સાત કિંમતી રત્નો હોય છે.
પ્રશ્ન 13.
ચોરે કેટલા ૨નો ચોરે છે ? કેમ ?
ઉત્તર :
ચોર સંતોષી અને સમજુ છે. તે સાત રત્નોમાંથી ફક્ત ચાર રનોની ચોરી કરે છે. એમ વિચારે છે કે આટલાં બધાંને શું કરવા છે ? ચાર રત્નો પૂરતાં છે; આખી જિંદગી નીકળી જશે !
પ્રશ્ન 14.
વેશપલટો કરેલ રાજાને તે કેટલા રનો બતાવે છે ?
ઉત્તર :
વેશપલટો કરેલ રાજાને રાજમહેલમાંથી પોતે ચાર રનો ચોરેલ છે, તે બતાવે છે, સત્ય બોલવાનું વ્રત છે; એ કારણે.
પ્રશ્ન 15.
રાજા એની પાસેથી શું લે છે ?
ઉત્તર :
રાજા એની પાસેથી એના રહેઠાણનું ઠેકાણું લે છે.
પ્રશ્ન 16.
આ ચોરની રાજા ઉપર કેવી અસર થઈ ?
ઉત્તર :
આ ચોરની પ્રામાણિકતા અને સત્ય બોલવાની રીતથી રાજા ખૂબ પ્રભાવિત થયો. રાજમહેલમાં જઈને આરામથી સૂઈ પણ ગયો !
પ્રશ્ન 17.
પ્રધાનજીએ સવારે રાજમહેલમાં શેની જાહેરાત કરી ?
ઉત્તર :
પ્રધાનજીએ સવારે રાજમહેલમાં ચોરી થઈ છે એની જાહેરાત કરી અને કહ્યું કે આ સાત રનોની પણ ચોરી થઈ છે.
પ્રશ્ન 18.
ખરેખર કેટલાં રત્નો ચોરાયાં હતાં ? બાકીના ત્રણ ક્યાં ગયાં ?
ઉત્તર :
ખરેખર સત્યવ્રત ચાર જ ૨નો થયાં હતાં, પ્રધાનજીએ ચોરને મૂર્ખ કહીને બાકીના ત્રણ ૨નો પોતે ચોરી લીધાં; એટલે એમણે સાત રત્નોની ચોરી થઈ એવી જાહેરાત કરી.
પ્રશ્ન 19.
ચોરે શેઠજીને એક રન આપી શું કહ્યું :
ઉત્તર :
રે શેઠજીને એક રત્ન આપી કહ્યું : ‘શેઠજી, આમાંથી ચાલે ત્યાં સુધી મારે ઘેર સીધું મોકલી આપજો. ખૂટે ત્યારે કહેજો.’
પ્રશ્ન 20.
ચોર સીધાનું શું કરે છે ?
ઉત્તર :
ચોર સીધું આવે એટલે પકાવી, ખાઈ કરી ખાટલામાં ધરખૂણે પડી રહેતો. બહાર નીકળે તો જૂઠું બોલવું પડે ને ?
પ્રશ્ન 21.
એક દિવસ રાજાએ શું કર્યું ?
ઉત્તર :
એક દિવસ રાજાએ દરબારમાં અધિકારીઓને પૂછવું કે તમારાથી ચોર પકડાશે કે નહિ ? સૌએ ના પાડી, ત્યારે રાજાએ એક માણસને ચિઠ્ઠી લખીને આપી અને કહ્યું કે આ માણસને દરબારમાં હાજર રહેવા બોલાવો.
પ્રશ્ન 22.
રાજદરબારમાં શું થયું ?
ઉત્તર :
રાજદરબારમાં રાજાએ ચોરને જે પ્રશ્નો પૂછવાં તેના સાચા જવાબો આપ્યાં. ત્રણ ૨નો વિશે પૂછવું તો નિઃસંકોચ પ્રધાનજીનું નામ આપ્યું.
પ્રશ્ન 23.
રાજાએ આ ત્રણ રનોની ચોરીની વાત વિશે પ્રધાનજીને શું કહ્યું?
ઉત્તર :
રાજાએ આ ત્રણ રત્નોની ચોરીની વાત વિશે પ્રધાનજીને એ કહ્યું કે ‘પ્રધાન, આ માણસે તો પેટનો ખાડો પૂરવા ચોરી કરી હતી છે અને છતાં સાચું બોલવાનું ચૂક્યો નથી અને તમે તો ખાવાપીવાની કશી ખોટ નથી તો વધુ સંધરો કરવા ત્રણ રત્નો ચોરી ગયા.
પ્રશ્ન 24.
રાજાએ પ્રધાનને કઈ સજા કરી ?
ઉત્તર :
રાજાએ પ્રધાનને કેદખાનામાં રહેવાની સજા કરી.
પ્રશ્ન 25.
રાજાએ સત્યવ્રતને કયું પદ આપ્યું ?
ઉત્તર :
રાજાએ સત્યવ્રતને પ્રધાનપદ આપ્યું.
પ્રશ્ન 26.
આ ‘સત્યવત’ વાર્તાના લેખક કોણ છે ?
ઉત્તર :
આ ‘સત્યવ્રત’ વાર્તાના લેખક ઉમાશંકર જોશી છે.
પ્રશ્ન 27.
સત્ય બોલવાના વતથી ચોરને શો ફાયદો થયો ?
ઉત્તર :
સત્ય બોલવાના વતથી ચોરને કાયમ માટે ચોરી કરવાથી છૂટકારો મળ્યો અને પ્રધાનપદ મળવાથી જીવન સુખી થયું.
નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
જૈન સાધુએ એક માણસને કયા કયા વ્રત લેવાનું સૂચવ્યું? –
ઉત્તર :
જૈન સાધુએ એક માણસને ઘરૂ ન પીવાનું અથવા જુગાર ન રમવાનું અથવા વ્યભિચાર ન કરવાનું અથવા ચોરી ન કરવાનું વત લેવાનું કહ્યું, કારણ કે તેથી વ્યક્તિ અને સમાજનું નૈતિક પતન થાય છે અને સમાજમાં અનિષ્ટ ફેલાય છે.
પ્રશ્ન 2.
એક માણસ આખરે કયું વ્રત લે છે અને શા માટે ?
ઉત્તર :
એક માણસ આખરે સાચું બોલવાનું વ્રત લે છે; કારણ કે આ વ્રત લેવામાં કોઈ વસ્તુ જતી કરવી પડે એમ નથી અને એને માટે કોઈ પૂજા-અર્ચના કરવાની જરૂર નથી. સાચું બોલવાથી કંઈ ગુમાવવાનું નથી. આવું વિચારી ઓ માણસ સાચું બોલવાનું વ્રત લે.
પ્રશ્ન 3.
ના પાસે સાચું બોલવાનું વ્રત લીધું. પછી તેનું વર્તન કેવું રહું?
ઉત્તર :
આ માણસે સાચું બોલવું એવું વ્રત લીધું તેથી બીજાં અવગુણો અને કુટેવો જતી રહી. જો દારૂ પીવે તો કેફમાં જેમ તેમ બોલવું પડે, જુગાર રમે તો ખોટું બોલવું પડે. વ્યભિચાર આદરે તો ખોટું કામ કરવું પડે, ચોરી કરે તો જેલવાસ થઈ શકે – એટલે આ બધાં દુર્ગુણોથી બચી જાય છે.
પ્રશ્ન 4.
આ માણસના ચોરી વિશેના વિચારો વિશે ટૂંકમાં લખો.
ઉત્તર :
આ માણસનો મુખ્ય ધંધો જ ચોરી કરીને જીવવાનો છે. ચોરી વગર ખાવું શું ? એણે ખૂબ વિચાર કરીને એવું નક્કી કર્યું કે એકવાર થરી કરવી અને એ પણ રાજાને ત્યાંપછી ચોરી કરવી જ નહિ પડે. કારણ કે એટલું બધું ધન મળશે કે જેથી આરામથી ખાઈ પી શકાશે અને બહાર જઈને જૂઠું બોલવું પડશે નહિ.
પ્રશ્ન 5.
ચોરી કરવા જતી વખતે મળેલ માણસો વિશે ટૂંકમાં લખો.
ઉત્તર :
ચોરી કરવા જતી વખતે સિપાઈ મળે છે, સાચી વાત કહી દે છે. રાજ મહેલમાં દોઢી પર પો કીદારને સાચી વાત કરે છે, બંને જણા આ માણસને ગાંડો અને પાગલ ગણીને હસી કાઢે છે. રાજાને પણ આ માણસ અસાધારણ લાગે છે.
પ્રશ્ન 6.
પ્રધાનજી શા માટે ત્રણ રત્નોની ચોરી કરે છે ?
ઉત્તર:
પ્રધાનજીને ચોર મૂર્ખ અને પાગલ લાગે છે, જ્યારે ચરી જ કરવાની છે; તો પછી સાત ૨નો જ ચોરવાના હોય ને ? એમાંથી માત્ર ચાર ચોરવાની શી જરૂર ? એટલે પોતે જ બાકી બચેલા ત્રણ રત્નો ચોરી લે છે અને જાહેરાત કરે છે કે રાજમહેલમાંથી સાત ૨નોની ચોરી થઈ છે, બધો ગુનો ચોર ઉપર ઓઢાડી દે છે. સામાન્ય લોકો પણ આ વાત માનવાના છે, માત્ર રાજાજીને ખબર છે કે સત્ય બોલનાર ચોરે માત્ર ચાર રનો જ ચોર્યા છે. બાકીનાં ત્રણ તો પ્રધાને ચોરી લીધાં છે !
પ્રશ્ન 7.
આપણા આ સત્યવાદી ચોરે માત્ર ચાર રનો જ કેમ ચોર્યા ? સાત કેમ નહિ ?
ઉત્તર :
આપણો આ ચોર ખરેખર સત્યવાદી છે. જૈન સાધુને આપેલ ‘સાચું બોલવું’ વ્રત બરાબર પાળે છે. ચોરી કરવા જતી વખતે અને પાછાં ફરતી વખતે માત્ર સત્ય જ બોલે છે, ચાર રનો એટલા માટે ચોર્યા કે તેથી આખી જિંદગી સુધી બીજી ચોરી કરવાની જરૂર પડશે નહિ, એક એક રત્ન શેઠજીને આપીને સીધું-સામાન મંગાવવાનો અને તેની રસોઈ બનાવીને જમીને ખાટલામાં આરામથી ઊંધી જવાનું. સાત રનનું શું કામ છે ?
પ્રશ્ન 8.
રાજદરબારમાં પ્રધાનજીની પોલ કેવી રીતે ખુલે છે ?
ઉત્તર :
રાજ દરબારમાં સત્યવાદી ચોર હાજર થાય છે. રાજાના એક પ્રશ્નના જવાબમાં કહે છે કે અમને ચોર લોકોને ખબર પડી જાય છે કે બાકીનાં ત્રણ ૨નો કોણે ચોર્યા હશે ? પછી પ્રધાનજીનું નામ આપે છે, ત્યારે રાજાને અને સભાને ખૂબ આશ્ચર્ય થાય છે, રાજાજીના ધમકાવવાથી પ્રધાનજી પણ ૨નો ચોરવાની વાત સ્વીકારે છે. આમ, પ્રધાનજીની પોલ ખુલી જાય છે.
પ્રશ્ન 9.
સત્ય બોલવાથી ચોરને શું ફાયદો થયો ?
ઉત્તર :
સત્ય બોલવાથી ચોરને દારૂ, જુગાર, વ્યભિચાર અને હવે ચોરી કરવાના જૂઠો અને નઠારાં કામોથી મુક્તિ મળી. રાજા એ ચોરને પ્રધાન બનાવ્યો અને ચોર પ્રધાનજીને કેદખાનામાં નાખ્યા. આમ, અંતે સત્યનો જય થયો. સત્યવ્રતનું સારું પરિણામ આવ્યું. ચરના બધાં જ દુર્ગુણો નાશ પામ્યાં.
નીચેના પ્રશ્નોના વિસ્તારથી ઉત્તર લખો :
પ્રશ્ન 1.
એક માણસ અને જૈન સાધુ વચ્ચે શું વાતચીત થાય છે ?
ઉત્તર :
જૈન સાધુને એક માણસ પોતાને ઘેર વહોરવા પધારવા વિનંતી કરે છે, જૈન સાધુ ના પાડે છે, આ માણસ ના પાડવાનું કારણ પૂછે છે ત્યારે જૈન સાધુ તેને કહે છે કે તે કોઈ વ્રત લીધું નથી, તેથી હું તારે ત્યાં વહરવા નહીં આવું. આ માણસ કોઈ એક વ્રત લેવાનું નક્કી કરે છે; જૈન સાધુ તેને બે-ત્રણ અઘરા વ્રત બતાવે છે; પણ તે ‘સાચું બોલવું’ એ વાત આ માણસે લે છે અને સાધુપુરુષ ખુશ થઈને જતાં રહે છે. દારૂ પીવો, જુગાર રમવું, વ્યભિચાર કરવો, ચોરી કરવી એના કરતાં સત્ય બોલવું સહેલું છે, તેથી આ માણસ ‘સત્ય બોલવું’ એવું વ્રત લઈને જૈન સાધુને રાજી કરે છે !
પ્રશ્ન 2.
ચોરની સત્ય બોલવાની ટેવથી શું ફાયદો થાય છે ?
ઉત્તર :
ચરની સત્ય બોલવાની ટેવથી સહેલાઈથી ચોરી કરી શકે છે અને છેલ્લે પ્રધાનપદ સુધી પéચી જાય છે, સિપાઈ અને ચોકીદાર તેને ગાંડો ગણીને રાજમહેલમાં થરી કરવા જવા દે છે, માત્ર ચાર રત્નો જ ચોરે છે, વેશપલટો કરેલ રાજાને પણ સાચી વાત જણાવી, ચાર રત્નો બતાવીને પોતાનું ઠેકાણું બતાવીને નિર્ભય થઈને ઘેર પહોંચે છે. છેલ્લે સાચી વાત બોલવાને કારણે રાજા તેને પોતાનો પ્રધાન બનાવે છે અને ‘સત્યવ્રત’ નામ આપે છે. આમ, ચોરને સત્ય બોલવાથી અનેક ફાયદાઓ થાય છે, બધાં દુર્ગણો જતાં રહે છે.
નીચેના પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર આપો :
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો :
- કેફ – નશ
- કરગરવું – કાલાવાલાં કરવાં, આજીજી કરવી
- આયખાભર – જીવનભર, જિંદગી સુધી
- કેદખાનું – જેલ, કારાવાસ
- વહોરવું – ભિક્ષા આપવી.
- વેશપલટો – જુદો વેશ
- ગુજારો – ગુજરાન, ભરણપોષણ
- લાચાર – નિરુપાય, વિવશ
- પ્રસન્ન – આનંદિત
- ખોટ – ખામી
- દાબડી – ડબ્બી, નાની પેટી
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :
- સાચું × ખોટું.
- પ્રસન્ન × અપ્રસન્ન
- ગાંડો × ડાહ્યો
- ચોર × શાહુકાર
- ઉત્તમ × કનિષ્ઠ
- સાધુ × ચોર
- ના × હા
- મહારાજ × ભિખારી
- આજ × કાલ
- ઈચ્છા × અનિચ્છા
- મુશ્કેલ × સહેલું
- સુવિચાર × કુવિચાર
નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :
- નિયમપૂર્વક આચરવાનું પુણ્ય કર્મ – વ્રત
- મોટો મહેલ કે મકાન વગેરેના પ્રવેશદ્વારની ચોકી – દોઢી
- સમુદ્રમાંથી ડૂબકી મારી મોતી કાઢનાર – મરજીવો
- સોંપેલા કામમાં ઓછું કરવાની વૃત્તિવાળું – કામચોર
- જ્યાં આકાશ અને પૃથ્વી અડે છે એવી કલ્પિત રેખા – ક્ષિતિજ
નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યપ્રયોગ કરો:
ખાતર પાડવું. અર્થ: ચોરી કરવી.
વા. પ્ર.. ચોર પોલીસને ઘેર જ ખાતર પાડીને નાસી ગયો.
આંખ આડા કાન કરવા. અર્થ : ધ્યાન ન આપવું.
વાપ્ર. – દીકરીના દુર્ગુણો સામે આંખ આડા કાન કરવાથી માતા દુઃખી થાય છે.
સત્યવ્રત Summary in Gujarati
સત્યવ્રત કાવ્ય-પરિચય :
લેખક પરિચય : ઉમાશંકર જેઠાલાલ જોશીનું વતન અરવલ્લી જિલ્લાનું બામણા છે, તેમણે કવિતા, વાર્તા, એકાંકી, નિબંધ, વિવેચન, સંશોધન, અનુવાદ, સંપાદક તરીકે ઉત્તમ પ્રદાન કર્યું છે, ‘વિશ્વશાંતિ’, ‘ગંગોત્રી’, ‘નિશીથ’, ‘વસંતવર્ષા’, ‘ધારાવસ્ત્ર’, ‘સપ્તપદી’ તેમના કાવ્યસંગ્રહો છે. પ્રાચીના’ અને ‘મહાપ્રસ્થાન’ પદ્યનાટકના સંગ્રહો છે. ‘શ્રાવણી મેળો’ અને ‘વિસામો’ વાર્તાસંગ્રહો છે. ‘સાપના ભારા’ અને ‘હવેલી’ નોંધપાત્ર એકાંકી સંગ્રહો છે. ‘સમસંવેદન’, ‘કવિની શ્રદ્ધા’, ‘કવિની સાધના’, ‘અખો એક અધ્યયન’ તેમના મહત્વના વિવેચન સંગ્રહો છે.
આ ઉત્તમ સર્જકને રણજીતરામ સુવર્ણચંદ્રક, ભારતીય સાહિત્ય અકાદમી એવોર્ડ, સોવિયેટ લૅન્ડ પુરસ્કાર, કુમાર આશન પુરસ્કાર તથા જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયેલા છે. તેમણે ભારતીય સાહિત્ય અકાદમીના પ્રમુખની જવાબદારી પણ સંભાળી હતી.
પાઠનો સારાંશ : જૈન સાધુના એક દ્રતના પ્રભાવથી માણસનું જીવન કેવી રીતે સુખી થઈ જાય છે, તે શ્રી ઉમાશંકર જોશી સરસ રીતે બતાવે છે. સત્ય બોલવાની ટેકથી તેનાં બધાં જ વ્યસનો છૂટી જાય છે. સહેલાઈથી ચોરી કરી શકે છે અને અંતે સત્યની ટેકને કારણે જ તે પ્રધાનપદને પામે છે. સત્યનારાયણ જેવા સત્યવ્રતનો જય હો !
સત્યવ્રત શબ્દાર્થ :
- કેહ – નશો
- ગુજારો – ગુજ રાન, ભરણપોષણ
- કરગરવું – કાલાવાલા કરવા, આજીજી કરવી
- લાચાર – નિરુપાય, વિવશ
- આયખાભર – જીવનભર, આજીવન
- પ્રસન્ન – આનંદિત