Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 3 પ્રયાણ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 10 Gujarati Textbook Solutions Chapter 3 પ્રયાણ
Class 10 Gujarati Textbook Solutions Chapter 3 પ્રયાણ Textbook Questions and Answers
સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.
પ્રશ્ન 1.
ટિકિટ માટે ભદ્રંભદ્ર કયો શબ્દ પ્રયોજે છે ?
(a) મૂલ્યપત્રિકા
(b) પત્રિકા
(c) કંકોતરી
(d) નિમંત્રણ કાર્ડ
ઉત્તરઃ
(a) મૂલ્યપત્રિકા
પ્રશ્ન 2.
‘શું બકેચ ? આય તો તીકીટ ઑફિસ છે.’ – વાક્ય કોણ બોલે છે ?
(a) સોરાબજી
(b) ભદ્રંભદ્ર
(c) હિંદુ મુસાફર
(d) અંબારામ
ઉત્તરઃ
(a) સોરાબજી
2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
ભદ્રંભદ્ર અને અંબારામ કયા કાર્ય માટે પ્રયાણ કરી રહ્યા હતા ?
ઉત્તરઃ
આપણા વેદધર્મોનું રક્ષણ કરવો, આર્યધર્મનો જય કરવા, સનાતન ધર્મનો પ્રચાર કરવા ભદ્રંભદ્ર અને અંબારામ મુંબઈ પ્રયાણ કરી રહ્યા હતા.
પ્રશ્ન 2.
ટિકિટ, સ્ટેશન અને મુંબઈ માટે પાઠમાં ભદ્રંભદ્ર કયા શબ્દો પ્રયોજ્યા છે ?
ઉત્તરઃ
ટિકિટ માટે ‘મૂલ્યપત્રિકા’, સ્ટેશન માટે ‘અગ્નિરથ વિરામસ્થલ’ (પાઠમાં આ શબ્દ શોધશો નહિ !) અને મુંબઈ માટે ‘શ્રી મોહમયી – નગરી જેવા શબ્દો ભદ્રંભદ્ર પ્રયોજ્યાં છે.
3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1.
ભદ્રંભદ્રનું વર્તન ક્યારે ક્યારે હાસ્ય જન્માવે છે ?
ઉત્તરઃ
ભદ્રંભદ્રનું વર્તન જ આપણને અનેક પ્રસંગે હાસ્ય જન્માવે તેવું હોય છે. થોડા પ્રસંગ જુઓ :
- ભદ્રંભદ્ર ઘેરથી નીકળતાં જ અપાર આનંદમાં હોય છે. અકથ્ય ઉમંગની વાતે આપણને હસવું આવે છે.
- શિયાળવાને વરુ ધારીને ભદ્રંભદ્ર દોડવામાં અંબારામ આગળ નીકળી ગયેલા એ વાતથી આપણને હસવું આવે છે.
- મુંબઈની ટિકિટઃ લેવા ટિકિટબારીમાં ખભા સુધી ડોકું ઘાલીને પારસી પાસેથી ટિકિટ માગે છે, ત્યારે આપણને હસવું આવે છે.
- મુંબઈ, ટિકિટ વિશેના એમના સંસ્કૃતપ્રચુર શબ્દો સાંભળીને આપણને હસવું આવે છે.
- પવનના સ્પર્શથી સ્નાન કરવું; પાણી પીવા ચોકો કરવો – વગેરે પ્રસંગો પણ આપણાને સારું એવું હાસ્ય પૂરું પાડે છે.
પ્રશ્ન 2.
અંબારામ ભદ્રંભદ્રના વેગ માટે કઈ ઘટના યાદ કરાવે છે ?
ઉત્તરઃ
અંબારામ ભદ્રંભદ્રના વેગ માટે એક હાસ્યજનક ઘટનાનું વર્ણન કરે છે. અંબારામ કહે છે, “મહારાજ , તે દહાડે જમાલપુર દરવાજા બહાર એક શિયાળવાને વરુ ધારીને આપણે પાછા ફર્યા હતા તે દહાડે તો તમે મારાથી બહુ અગાડી નીકળી ગયા હતા, તેવાં … ‘ વેગ કહો છો ?” જવાબમાં ભદ્રંભદ્ર ગંભીરતાથી કહે છે, “કંઈક તે, પણ તેથી સરસ.”
4. નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો.
પ્રશ્ન 1.
‘પ્રયાણ’ નવલકથાખંડમાં નિષ્પન્ન થતી રમૂજનાં ચિત્રો વર્ણવો.
ઉત્તરઃ
‘પ્રયાણ’ નવલ કથાખંડમાં નિખન થતાં રમૂજનાં અનેક સુંદર ચિત્રો આવેલાં છે. થોડાક નમૂનાઓ નીચે મુજબ છે :
- ભદ્રંભદ્રનું મુંબઈ જવું અને આગગાડીમાં બેસવું. એમનાં એકધ્ય ઉમંગ આપણને હા પ્રેરે છે.
- જમાલપુર દરવાજે શિયાળને વરુ ધારીને અંબારામ કરતાં દોડવામાં આગળ નીકળી જવું – પ્રસંગ હોય પ્રેરે છે,
- ટિકિટ લેવાં ખભા સુધી ડોકું અંદર નાખી સંસ્કૃતપ્રચુર ભાષામાં મુંબઈની બે ટિકિટ માગવાનો પ્રસંગ હાસ્યપ્રેરક છે.
- પારસી સોરાબજી અને ભદ્રંભદ્ર વચ્ચેની વાતચીત હાસ્ય ઉત્પન્ન કરે છે, ’
- યવનનો સ્પર્શ, સ્નાન, ચોકો કરી પાણી પીવું અને બે બાદમીના નામ તેમજ આયુષ્ય વધારવાની વાતથી હાસ્ય ઉત્પન્ન થાય છે.
આમ, ‘પ્રયાણ’ નવલકથાખંડમાં ઉપરનાં બનાવોથી નિષ્પન્ન થતી રમૂજનાં સુંદર ચિત્રો સાંપડે છે.
Std 10 Gujarati Textbook Solutions Chapter 3 પ્રયાણ Additional Important Questions and Answers
સ્વાધ્યાય
નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી કોઈ એક સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો.
પ્રશ્ન 1.
ભદ્રંભદ્ર અને અંબારામ ક્યાં જવા નીકળે છે ?
(A) મૂલ્યપત્રિકા
(B) જમશેદપુર
(C) મુંબઈ
(D) અમદાવાદ
ઉત્તરઃ
(C) મુંબઈ
પ્રશ્ન 2.
ભદ્રંભદ્ર અને અંબારામ જમીને ક્યાં જાય છે ?
(A) કાંકરિયા
(B) બગીચામાં
(C) ક્રિકેટ રમવા
(D) સ્ટેશને
ઉત્તરઃ
(D) સ્ટેશને
પ્રશ્ન 3.
ભદ્રંભદ્ર કપાળે શેનો લેપ કરેલ છે ?
(A) હળદરનો
(B) ચંદનનો
(C) કંકુનો
(D) ભસ્મનો
ઉત્તરઃ
(C) કંકુનો
પ્રશ્ન 4.
રાવણનો પરાજય કોણે કર્યો હતો ?
(A) હનુમાનજીએ
(B) શ્રીરામે
(C) લમણે
(D) જાંબુવાને
ઉત્તરઃ
(B) શ્રીરામે
પ્રશ્ન 5.
કંસનો વધ કોણે કર્યો હતો ?
(A) શ્રીકૃષ્ણ
(B) બલરામે
(C) વસુદેવે
(D) નંદબાબાએ
ઉત્તરઃ
(A) શ્રીકૃષ્ણ
પ્રશ્ન 6.
ભીમસેને કોને માર્યો હતો ?
(A) ધૃતરાષ્ટ્રને
(B) વિદૂરને
(C) કીચ કને
(D) અભિમન્યુને
ઉત્તરઃ
(C) કીચ કને
પ્રશ્ન 7.
ભદ્રંભદ્ર અને અંબારામ શેમાં મુસાફરી કરવાના છે ?
(A) આગગાડીમાં
(B) ઘોડાગાડીમાં
(C) બસમાં
(D) બળદગાડામાં
ઉત્તરઃ
(A) આગગાડીમાં
પ્રશ્ન 8.
અમદાવાદના કયા દરવાજાની વાત અહીં આવે છે ?
(A) દરિયાપુરના
(B) કાલુપુરના
(C) જમાલપુરના
(D) સારંગપુરના
ઉત્તરઃ
(C) જમાલપુરના
પ્રશ્ન 9.
ભદ્રંભદ્ર અને અંબારામ શિયાળવાને શું ધારે છે ?
(A) વાધે.
(B) હરણ
(C) ચિત્તો
(D) વરુ
ઉત્તરઃ
(D) વરુ
પ્રશ્ન 10.
ટિકિટ કઢાવવા કોણ જાય છે ?
(A) અંબારામ
(B) ભદ્રંભદ્ર
(C) પ્રવાસી
(D) હમાલ
ઉત્તરઃ
(B) ભદ્રંભદ્ર
પ્રશ્ન 11.
ભદ્રંભદ્ર કયા શહેરની બે મૂલ્યપત્રિકા માગે છે ?
(A) શ્રી મોહમયીની
(B) શ્રી કલકત્તાની
(C) શ્રી જાલંધરની
(D) શ્રી સુરતની
ઉત્તરઃ
(A) શ્રી મોહમયીની
પ્રશ્ન 12.
ટિકિટ માસ્તર કેવા હતા ?
(A) પંજાબી
(B) ગુજરાતી
(C) અંગ્રેજ
(D) પારસી
ઉત્તરઃ
(D) પારસી
પ્રશ્ન 13.
ટિકિટ ઓફિસમાં બીજું કોણ હતું ?
(A) એ કે હિંદુ
(B) એક મરાઠી
(C) એક બંગાળી
(D) એક મુસ્લિમ
ઉત્તરઃ
(A) એ કે હિંદુ
પ્રશ્ન 14.
પારસી ટિકિટ માસ્તરનું શું નામ હતું ?
(A) બાર
(B) તૈયબજી
(C) સોરાબજી
(D) રૂસ્તમજી
ઉત્તરઃ
(C) સોરાબજી
પ્રશ્ન 15.
એક હિંદુએ સોરાબજીને ક્યાંની બે ટિકિટ આપવાનું કહ્યું ?
(A) વિલેપાર્લેન
(B) ગ્રાંટ રોડની
(C) આગ્રા રોડની
(D) ભાયખલ્લાની
ઉત્તરઃ
(B) ગ્રાંટ રોડની
પ્રશ્ન 16.
ભદ્રંભદ્ર પારસી ટિકિટ માસ્તરને ગુસ્સામાં કયા નામે સંબોધે છે ?
(A) દુષ્ટ પવન
(B) દુષ્ટ રાક્ષસ
(C) દુષ્ટ કપટી
(D) દુષ્ટ પાગલ
ઉત્તરઃ
(A) દુષ્ટ પવન
પ્રશ્ન 17.
ટિકિટ ઑફિસમાંથી માં બહાર કાઢીને ભદ્રંભદ્ર કોને પંપાળે છે ?
(A) હાથને
(B) જીભને
(C) નાકને
(D) આંખને
ઉત્તરઃ
(C) નાકને
પ્રશ્ન 18.
ભદ્રંભદ્રને શા માટે સ્નાન કરવું પડે છે ?
(A) દુર્ણ પવનનો સ્પર્શ થયો
(B) ટિકિટ જ ન મળી
(C) આગગાડી જતી રહી
(D) અંબારામને તાવ આવ્યો
ઉત્તરઃ
(A) દુર્ણ પવનનો સ્પર્શ થયો
પ્રશ્ન 19.
ગાડી ઉપડવાને કેટલી વાર હતી ?
(A) દસ મિનિટની
(B) પંદર મિનિટની
(C) વીસ મિનિટની
(D) પાંચ મિનિટની
ઉત્તરઃ
(B) પંદર મિનિટની
પ્રશ્ન 20.
ભદ્રંભદ્ર સ્ટેશન ઉપર ચોકો કરાવી શું પીવે છે ?
(A) છારી
(B) શરબત
(C) પાણી
(D) નારિયેળ પાણી
ઉત્તરઃ
(C) પાણી
પ્રશ્ન 21.
ગાડી ઉપડવાની તૈયારી થઈ તેવામાં કેટલા આદમી દોડતા આવ્યા ?
(A) પાંચ
(B) ચાર
(C) ત્રણ
(D) બે
ઉત્તરઃ
(D) બે
પ્રશ્ન 22.
ટ્રેઈનનું બારણું કોણે ઉધાડી આપ્યું ?
(A) ભદ્રંભદ્ર
(B) પોર્ટર
(C) ગાર્ડ
(D) સ્ટેશન માસ્તરે
ઉત્તરઃ
(B) પોર્ટર
પ્રશ્ન 23.
બે આવેલા આદમીમાં એકનું નામ શું હતું ?
(A) કૃપાશંકર
(B) રામરાંકર
(C) રાધાકૃષ્ણ,
(D) રમાશંકર
ઉત્તરઃ
(B) રામરાંકર
પ્રશ્ન 24.
બે આવેલા આદમીમાં બીજા ભાઈનું શું નામ હતું ?
(A) શિવશંકર
(B) ગૌરીશંકર
(C) પાર્વતીશંકર
(D) લક્ષમીરાં કર
ઉત્તરઃ
(A) શિવશંકર
પ્રશ્ન 25.
રામર્શ કરના ઘરનું નામ શું હતું ?
(A) નમાલો
(B) નખોદી
(C) અજાણ્યો
(D) અભણ
ઉત્તરઃ
(B) નખોદી
પ્રશ્ન 26.
શિવશંકરનું ઘરનું નામ શું હતું ?
(A) માટી ખોદી
(B) દરિયો ખોદી
(C) ઝાડ ખોદી
(D) ઘોર ખોદી
ઉત્તરઃ
(D) ઘોર ખોદી
પ્રશ્ન 27.
છોકરાં ન જીવે તેથી કોણે આવા વિચિત્ર નામ પાડેલાં ?
(A) વલભાએ
(B) મા-બાપે
(C) પુરાણીજીએ
(D) ફંબાએ
ઉત્તરઃ
(B) મા-બાપે
પ્રશ્ન 28.
પુરાણનું શું નામ હતું ?
(A) શંકર
(B) શંભુ
(C) શિવ
(D) મહાદેવ
ઉત્તરઃ
(B) શંભુ
પ્રશ્ન 29.
શંભુ પુરાણીના ભાણેજનું શું નામ હતું ?
(A) વલભો
(B) કલ્પો
(C) મગનો
(D) રતનો
ઉત્તરઃ
(A) વલભો
પ્રશ્ન 30.
કમરખ જેવડી દાબડીમાં શું ભરેલું હોય છે ?
(A) પ્રાણવાયુ
(B) અંગારવાયુ
(C) વરાળ
(D) ઓઝોન
ઉત્તરઃ
(A) પ્રાણવાયુ
પ્રશ્ન 31.
કોઠામાંથી પિત્ત નીકળે એટલે શું વધે ?
(A) વાત
(B) કેફ
(C) આયુષ્ય
(D) ઊંચાઈ
ઉત્તરઃ
(C) આયુષ્ય
પ્રશ્ન 32.
‘પ્રયાણ’ નવલ કથાના લેખક કોણ છે ?
(A) નરસિંહરાવ
(B) નવલરામ
(C) રમણભાઈ
(D) રસિકભાઈ
ઉત્તરઃ
(C) રમણભાઈ
પ્રશ્ન 33.
“પ્રયાણ” ખંડનું સાહિત્યની કેવી કૃતિ કહીશું ?
(A) નિબંધ
(B) નવલકથાનું
(C) નવલિકા
(D) નાટયખંડ.
ઉત્તરઃ
(B) નવલકથાનું
નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1.
ભદ્રંભદ્ર અને અંબારામ મુંબઈ જવા ક્યાં જાય છે ?
ઉત્તર :
ભદ્રંભદ્ર અને અંબારામ મુંબઈ જ વા જમીને સ્ટેશને જાય છે,
પ્રશ્ન 2.
ભદ્રંભદ્ર કપાળે શું લગાવ્યું છે ?
ઉત્તર :
ભદ્રંભદ્ર કપાળે કંકુનો લેપ લગાડેલ છે.
પ્રશ્ન 3.
શ્રીરામે કોનો પરાજય કરેલો ?
ઉત્તર :
શ્રીરામે રાવણનો પરાજય કરેલો.
પ્રશ્ન 4.
કંસનો વધ કોણે કર્યો હતો ?
ઉત્તર :
કંસનો વધ ‘શ્રીકૃષરો કર્યો હતો.
પ્રશ્ન 5.
ભીમે કોનું મર્દન કર્યું હતું ?
ઉત્તર :
ભીમે કીચકનું મર્દન કર્યું હતું.
પ્રશ્ન 6.
ભદ્રંભદ્ર આગગાડીમાં જતાં પોતાનો આનંદ કેવી રીતે વ્યક્ત કરે છે ?
ઉત્તર :
ભદ્રંભદ્રનું નાગગાડીમાં જવાનું છે તેથી ખૂબ આનંદમાં છે. કહે છે : “મારી વૃત્તિ પણ આજ એ કથ્ય છે. મારો ઉત્સાહ પણ આ જ અકથ્ય છે અને મારો ઉમંગ પણ આજ એ કથ્ય છે.”
પ્રશ્ન 7.
અંબારામ ભદ્રંભદ્રના આ ‘વેગ’ને કેવો કહીને મજાક કરે છે ?
ઉત્તર :
અંબારામ ભદ્રંભદ્રના ‘ર્વગ’ વિશે મજાકમાં કહે છે : “મહારાજ , તે દિવસે જ માલપુર દરવાજા બહાર એક શિયાળવાને વરું ધારીને આપણે પાછા ફર્યા તે દહાડે તો તમે મારાથી બહુ અગાડી નીકળી ગયા હતા. તેવો વેગ કહો છો ?”
પ્રશ્ન 8.
મુંબઈની બંનેની ટિકિટ કઢાવવા કોણ જાય છે ?
ઉત્તર :
મુંબઈની બંનેની ટિકિટ કઢાવવા ભરંભદ્ર પોતે જાય છે.
પ્રશ્ન 9.
મુંબઈની ટિકિટ કઢાવવા ભદ્રંભદ્ર શું કરે છે ?
ઉત્તર :
મુંબઈની ટિકિટ કઢાવવા ભદ્રંભદ્ર ટિકિટબારીમાં ખભા સુધી ડોકું ઘાલીને કહે છે : “શ્રી મોહમયીની બે મૂલ્યપત્રિકા આપો.’
પ્રશ્ન 10.
ટિકિટ આપનાર કોણ હતો ?
ઉત્તર :
ટિકિટ આપનાર માસ્તર પારસી હતો.
પ્રશ્ન 11.
પારસી ટિકિટ માતરે ભદ્રંભદ્રને શું કહ્યું ?
ઉત્તર :
પારસી ટિકિટ માસ્તરે ભદ્રંભદ્રને કહ્યું : “શું બકેચ ? આય તો ટિકિટ ઑફિસ છે.”
પ્રશ્ન 12.
ભદ્રંભદ્ર પારસીને શું ઉત્તર પાઠવે છે ?
ઉત્તર :
ભદ્રંભદ્ર પારસીને કહે છે : “યવન ! તેથી હું અન્ન નથી. મારે મોહમયીની બે મૂલ્યપત્રિકાની આવશ્યકતા છે, તેનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે.”
પ્રશ્ન 13.
ટિકિટ ઑફિસના એક હિંદુએ પારસીને શું કહ્યું ?
ઉત્તર :
ટિકિટ ઑફિસમાં એક હિંદુએ પારસીને કહ્યું કે એને ગ્રાંટ રોડની બે ટિકિટ આપો,
પ્રશ્ન 14.
ટિકિટ આપતા સોરાબજી શું બોલે છે ?
ઉત્તર :
ટિકિટ આપતાં સોરાબજી કહે છે : “સાલો કંઈ મંદ થયેલોચ. હું તો સમજ્યો જ નહિ, કે એ શું બકેચ.”
પ્રશ્ન 15.
ટિકિટ માસ્તર પારસીનું શું નામ હતું ?
ઉત્તર :
ટિકિટ માસ્તર પારસીનું નામ સોરાબજી હતું.
પ્રશ્ન 16.
ભદ્રંભદ્ર પારસીને ટિકિટ લીધા પછી શું કીધું ?
ઉત્તર :
પારસી પાસેથી ટિકિટ લીધા પછી ભદ્રંભદ્ર પારસીને કહ્યું : “દુષ્ય યવન ! તારી ભ્રષ્ટ વાસનાને લીધે તું અજ્ઞાને રહ્યો છે. મુર્ખ.”
પ્રશ્ન 17.
ભદ્રંભદ્ર નો આવી આકરી ટીકાનો પારસીએ કેવો જવાબ આપ્યો ?
ઉત્તર :
ભદ્રંભદ્રની આવી આકરી ટીકા સાંભળી પારસીએ ભદ્રંભદ્રના નાક ઉપર મુક્કો માર્યો.
પ્રશ્ન 18.
ભદ્રંભદ્ર બચાવમાં શું કર્યું ?
ઉત્તર :
ભદ્રંભદ્રે આગળ બોલવાને બદલે એકાએક ડોકું બહાર ખેંચી લીધું અને અંબારામને સ્વબચાવમાં કહ્યું કે દુષ્ય યવનનો સ્પર્શ થયો – છે તેથી સ્નાન કરવું પડશે.
પ્રશ્ન 19.
ભદ્રંભદ્ર સ્નાન કર્યા પછી ક્યાં બેસે છે ?
ઉત્તર :
ભદ્રંભદ્ર અને અંબારામ – ભદ્રંભદ્રના સ્નાન કર્યા પછી બંને આગગાડીમાં જઈને બેસે છે.
પ્રશ્ન 20.
ગાડી ઊપડવાને કેટલી મિનિટની વાર હતી ?
ઉત્તર :
ગાડી ઊપડવાને પંદર મિનિટ જેટલી વાર હતી.
પ્રશ્ન 21.
ભદ્રંભદ્ર ક્યાં અને કેવી રીતે પાણી પીવે છે ?
ઉત્તર :
ભદ્રંભદ્ર સ્ટેશન ઉપર પાણી છંટાવી, ચોકો કરી તે ઉપર ઊભા રહીને પાણી પીવે છે.
પ્રશ્ન 22.
ગાડી ઊપડવાની થઈ ત્યારે કેટલા આદમી આવે છે ?
ઉત્તર :
ગાડી ઊપડવાની થઈ ત્યારે બે આદમી. દોડતી આવે છે
પ્રશ્ન 23.
બે આદમી શું બોલે છે ?
ઉત્તર :
બે આદમી બોલે છે : “માસ્તર, આ તો બંધ છે, બારણું ઉઘાડો, બારણું ઉઘાડો.”
પ્રશ્ન 24.
ગાડીનું બારણું ખોલનાર કોણ છે ?
ઉત્તર :
ગાડીનું બારણું ખોલનારે એક પોર્ટર છે.
પ્રશ્ન 25.
બે આદમી ગાડીમાં કોની પાસે બેસે છે ?
ઉત્તર :
બે આદમી ગાડીમાં ભદ્રંભદ્રની પાસે બેસે છે.
પ્રશ્ન 26.
ભદ્રંભદ્ર બંને આદમીને શું પૂછે છે ?
ઉત્તર :
ભદ્રંભદ્ર બંને આદમીને “ક્યાં જ શો ?” એમ પ્રશ્ન પૂછે છે.
પ્રશ્ન 27.
બંને આદમી ક્યાં જતાં હતા ?
ઉત્તર :
બંને આદમી મુંબઈ જતાં હતા, છે.
પ્રશ્ન 28.
બંને આદમીના કયા કયા નામ હતા ?
ઉત્તર :
એક આદમીનું નામ રામશંકર અને બીજા આદમીનું નામ શિવશંકર હતું.
પ્રશ્ન 29.
બંને આદમીના ઘરના નામ શું હતાં ?
ઉત્તર :
બંને આદમીના ઘરના નામ નખોદી અને ઘોરખોદી હતાં.
પ્રશ્ન 30.
એક ઉતારું શું બોલે છે ?
ઉત્તર :
એ ક ઉતારું, “વહેમ, ઈમ કંઈ સોકરાં જીવે સે ?” એમ બોલે છે.
પ્રશ્ન 31.
નખોદીઓ અને ઘોરખોદી નામ પાડવા પાછળ કયું કારણ હતું ?
ઉત્તર :
છોકરાં ન જીવે તેથી મા-બાપે નખોદી અને ઘોરખોદી નામ પાડેલાં.
પ્રશ્ન 32.
શંભુ પુરાણીના ભાણેજનું શું નામ હતું ?
ઉત્તર :
શંભુ પુરાણીના ભાણેજનું વલભો નામ હતું.
પ્રશ્ન 33.
વલભો ક્યાં જઈને અંગ્રેજી ભણી આવ્યો છે ?
ઉત્તર :
વલભો મુંબઈ જ ઈને અંગ્રેજી ભણી આવ્યો છે.
પ્રશ્ન 34.
કોઠામાં વચ્ચે શું આવેલું છે ?
ઉત્તર :
કોઠામાં વચ્ચે કમરખ જેવી દાબડી આવેલી છે.
પ્રશ્ન 35.
કમરખ જેવી દાબડીમાં શું ભરેલું છે ?
ઉત્તર :
કમરખ જેવી દાબડીમાં પ્રાણવાયુ ભરેલો છે.
પ્રશ્ન 36.
કોઠામાંથી શું નીકળે છે ?
ઉત્તર :
કોઠામાંથી પિત્ત નીકળે છે.
પ્રશ્ન 37.
પિત્ત નીકળવાથી શું થાય ?
ઉત્તર :
પિત્ત નીકળવાથી આયુષ્ય વધે છે.
પ્રશ્ન 38.
કમરખમાંથી શેની ધાર છૂટે છે ?
ઉત્તર :
કમરખમાંથી પ્રાણવાયુની ધાર છૂટે છે,
પ્રશ્ન 39.
પિત્ત છૂટે એટલે શું થાય ?
ઉત્તર :
પિત્ત છૂટે એટલે એનું જોર નરમ પડે.
પ્રશ્ન 40.
પિત્તનું જોર નરમ પડે એટલે શું થાય ?
ઉત્તર :
પિત્તનું જોર નરમ પડે એટલે આયુષ્ય વધે છે.
નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો.
પ્રશ્ન 1.
મુંબઈની ટિકિટ લેવાનો પ્રસંગ વર્ણવો.
ઉત્તર :
ભદ્રંભદ્ર મુંબઈની ટિકિટ લેવા ખભા સુધી ડોકું ટિકિટબારીમાં ઘાલે છે. “શ્રી મોહમયીની બે મૂલ્યપત્રિકા આપો.” એમ બોલવું, પછી “થવન, તેથી હું અન્ન નથી. મારે મોહમયીની બે મૂલ્યપત્રિકાની આવશ્યકતા છે, તેનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે,” તથા “ગુસ્સામાં, દુષ્ટ થવન ! તારી ભ્રષ્ટ વાસનાને લીધે તું અજ્ઞાન રહ્યો છે, મુખ” જેવા શબ્દોથી અને પારસીના નાક ઉપર મારેલા મુક્કાથી ભદ્રંભદ્રનું મુંબઈની ટિકિટ લેવાનું કાર્ય પૂરું થાય છે.
પ્રશ્ન 2.
ટિકિટ બારીના પારસીનું ભદ્રંભદ્ર તરફનું વર્તન કેવું છે ?
ઉત્તર :
ભદ્રંભદ્રની સંસ્કૃત પ્રચુર ભાષા પારસીને સમજાતી નથી એટલે બોલે છે : “શું બે કય ? ખાય તો ટિકિટ ઑફિસ છે.” ભદ્રંભદ્રનો ઉત્તર પછી એક હિંદુના કહેવાથી પારસી તેને બે ટિકિટ ગ્રાંટ રોડની આપે છે ત્યારે બોલે છે. “સાલો, કંઈ ભેદ થયેલોચ , હું તો સમજતો જ નહિ કે એ શું બકેચ .” એ દરમિયાન સોરાબજી ભદ્રંભદ્રને ગુસ્સામાં નાક ઉપર એક મુક્કો મારે છે. એ પ્રસંગ પણ માણવા જેવો લાગે છે !
પ્રશ્ન 3.
બે પ્રવાસી આદમીના નામ વિશેની ચર્ચા કરો.
ઉત્તર :
મુંબઈ જવા બે પ્રવાસીઓ ગાડીમાં બેસે છે. એકનું નામ રામશંકર છે, જ્યારે બીજાનું નામ શિવશંકર છે. પણ ધરના નામ નખોદી અને ઘોરખોદીઓ છે. છોકરાં ન જીવે એ માટે તેમનાં મા-બાપે આવાં હીન નામ પાડેલાં.
પ્રશ્ન 4.
શાસ્ત્રમાં આયુષ્ય વધે એ માટે શું લખ્યું છે ?
ઉત્તર :
શાસ્ત્રમાં આયુષ્ય વધે એ માટે એમ વર્ણન આવે છે કે આપણા શરીરમાં નાસકમાં કઠોડા મળે છે તેવા કોઠા છે, તેમાં વચ્ચે કમરખ જેવી દાબડી છે, તેમાં પ્રાણવાયુ ભરેલો છે. આવાં હલકાં નામ બોલીએ એટલે કમરખ આસપાસમાં કોઠામાંથી પિત્ત નીકળે એટલે આયુષ્ય વધે, કમરખમાંથી પ્રારાવાયુની ધાર છૂટે તે જીભને વળગી બહાર ઝરે તેની જોડે પેલું પિત્ત છૂટતું જાય, તેનું જોર નરમ પડે એટલે આયુષ્ય વધે.
નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો.
પ્રશ્ન 1.
બીજા ઉતારુએ વર્ણવેલ આયુષ્ય વધારવાના પ્રસંગનું વર્ણન કરો.
ઉત્તર :
મુંબઈ જતી આગગાડીમાં બીજા ઉતારુ આયુષ્ય વધારવાના નીચેના પ્રસંગનું વર્ણન કરેલ છે. શાસ્ત્રમાં તો લખ્યું છે કે આપણા શરીરમાં નાસ કમાં કઠોડાં મળે છે તેના જેવા કોઠા છે, તેમાં વચ્ચે કમરખ જેવી દાબડી, છે, તેમાં પ્રાણવાયુ ભરેલો છે. આવા હલકા નામ બોલીએ ત્યારે કમરખ આસપાસ કોઠામાંથી પિત્ત નીકળે, એટલે આયુષ્ય વધે. કમરખમાંથી પ્રાણવાયુની ધાર છૂટે, તે જીભને વળગી બહાર ઝરે, તેની જોડે પેલું પિત્ત છૂટતું જાય, તેનું જોર નરમ પડે એટલે આયુષ્ય વધે. તેથી કોઈ વહેમ નથી, ખરી વાત છે. ઘણા” અજમાવી જોયેલું છે.
પ્રશ્ન 2.
ભદ્રંભદ્રનું શબ્દચિત્ર આલેખો.
ઉત્તર :
ભદ્રંભદ્ર ચુસ્ત સનાતની માણસ છે, સંસ્કૃત અને આર્યધર્મના પ્રચારક છે, દરેક સ્થળે પવિત્રતાના આગ્રહી છે. પરિણામે ખૂબ હેરાન થાય છે. મુંબઈમાં આર્યધર્મનો પ્રચાર કરવા આગગાડીમાં જવાથી એ કથ્ય ઉમંગ બતાવે છે, મુંબઈ માટે ‘શ્રીમોહમયી’ અને ટિકિટ માટે મૂલ્યપત્રિકા’ જેવા શબ્દોથી પારસી સાથે અણબનાવ બને છે.
નાક ઉપર મુક્કો ખાઈ, ગુસ્સે થઈ, યવન સ્પર્શથી સ્નાન કરે છે, પોતે સાચાં છે; તેથી અન્ય ઉપર ગુસ્સે થાય છે – વગેરે પ્રસંગો પરથી તેમની પ્રાચીન સંસ્કૃતિ તરફની લાગણી વ્યક્ત થાય છે, કપાળે કંકુનો લેપ પણ તેમનો સંસ્કૃતિ પ્રેમ દર્શાવે છે. મુસાફરો તરફનો તેમનો અણગમો અને અવિશ્વાસ પણે પોતાનું આગવું અને પ્રાચીન સંસ્કૃતિ તરફનું માન બતાવે છે. આમ, ભદ્રંભદ્રનું આ શબ્દચિત્ર આપણને ૨મૂજ સાથે ગૌરવની લાગણી બતાવવા પૂરતું લાગે છે !
પ્રશ્ન 3.
‘પ્રયાણ’ પાઠના શીર્ષકની ચર્ચા કરો.
ઉત્તર :
પ્રયાણ’ પાઠનું શીર્ષક યથાર્થ છે. પાઠને અને ભદ્રંભદ્રને સમજવામાં આ શીર્ષક ખરેખર યોગ્ય સાબિત થાય છે. આર્યધર્મ અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે મુંબઈ જવામાં ‘પ્રયાણ કરવું પડે છે. ભદ્રંભદ્ર આ કારણે એ કથ્ય ઉમંગ અનુભવે છે. પ્રસંગોપાત સંસ્કૃત પ્રચુર ભાષામાં વાતચીત કરે છે ત્યારે તેમનું આર્યધર્મ સાચવવાનું ‘પ્રયાણ” કારણભૂત બને છે.
યવનના સ્પર્શથી સ્નાન કરીને શુદ્ધ થવાનું પ્રયાણ જરૂરી બને છે, ચકો કરીને તે પર ઊભા રહીને પાણી પીવું, એ ભારતીય સંસ્કૃતિને બચાવવાનું પ્રયાણ દર્શાવે છે. આમ, ભદ્રંભદ્ર વેદધર્મનું રક્ષણા કરવા, આર્યધર્મનો જય કરવા, સનાતન ધર્મનો જય કરવા – પ્રચાર કરવા અનેરા ઉમંગથી મુંબઈ જવા પ્રયાણ કરે છે, એ વાતથી જ ‘પ્રયાણા’ પાઠનું શીર્ષક પથાર્થ સાબિત થાય છે.
સૂચના પ્રમાણે જવાબ લખો.
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો.
- રક્ષણા × ભાણા
- વિદિત × અવિદિત
- ઝડપી × મંદ
- ક્રોધ × શાંતિ
- અસ × શાની.
- ઉમંગ × આળસ
- કૃત્રિમ × કુદરતી
- નરમ × કઠેરા
નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યપ્રયોગ કરો.
રઘવાયા થવું, અર્થ : બહુ જ ઉતાવળા થઈ જવું.
વા.પ્ર. : જેસલ વાતવાતમાં રઘવાઈ થઈ જાય છે.
કોપ શમાવી શક્યો નહિ. અર્થ : બહુ ગુસ્સે થવું.
વા.પ્ર.: ચિરાગ નાની વાતે પણ કોપ શમાવી શકતો નથી.
ચોકો કરવો. અર્થ : પવિત્ર કરવું.
વા.પ્ર. ; વંશિકા રસોઈ કર્યા પછી ગેસની સગડીને ચોકી કરે છે.
રઘવાયા થવું. અર્થ : ખૂબ ગભરાઈ જવું.
વા.પ્ર. : અક્ષત રઘવાયો થઈને ઘરની બહાર ભાગ્યો !
નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.
- કહી ન શકાય તેવું – અકથ્ય.
- આગથી ચાલતી ગાડી – આગગાડી
- જાણવાની ઇચ્છા – જિજ્ઞાસા.
- યુવાન દેશનો વાસી – યવન
- ખોટી માન્યતા – વહેમ
- મુંબઈ નગરીનું કૃત્રિમ નામ – મોહમયી
નીચેના શબ્દોનાં વિશેષણ બનાવો.
- ઉત્સાહ – ઉત્સાહિત
- જિજ્ઞાસા – જિજ્ઞાસુ
- વિદેશ – વિદેશી
- શબ્દ – શાબ્દિક
- ક્રોધ – ક્રોધ
- નિમંત્રણ – નિમંત્રિત
- શાસ્ત્ર – શાસ્ત્રીય
- અજ્ઞાન – એજ્ઞાની
નીચેના શબ્દોની સાચી જોડણી લખો.
- ટીકીટ – ટિકિટ
- વિદીત – વિદિત
- સમુહ – સમૂહ
- સમજુતી – સમજૂતી
- રૂઢી – રૂઢિ
- કુતરીમ – કૃત્રિમ
પ્રયાણ Summary in Gujarati
પ્રયાણ કાવ્ય-પરિચય :
લેખક પરિચય : રમણભાઈ મહિપતરામ નીલકંઠનું વતન અમદાવાદ હતું. તેઓ પંડિતયુગના અગ્રણી સાહિત્યકાર હતા. સાહિત્ય ઉપરાંત તેમની સમાજસેવા નોંધપાત્ર છે. તેમણે “ભદ્રંભદ્ર’ જેવી હાસ્યરસની વિખ્યાત નવલકથા તથા “રાઈનો પર્વત’ જેવું શિષ્ટ નાટક લખ્યું છે. “કવિતા અને સાહિત્ય ભાગ 1 થી 4’માં વિવેચનો-વ્યાખ્યાનો સંગ્રહાયાં. ‘ધર્મ અને સમાજ’ નામના બે ભાગમાં તત્ત્વચર્ચાને લગતાં વ્યાખ્યાનો ગ્રંથસ્થ છે.
પાઠનો સારાંશ : આ ખંડ ગુજરાતીની પ્રસિદ્ધ હાસ્યનવલકથા ‘ભદ્રંભદ્ર’માંથી લેવામાં આવ્યો છે. ભદ્રંભદ્ર અને તેમના શિષ્ય અંબારામને મુંબઈ જવાનું હોય છે તે ઘટનામાંથી ભદ્રંભદ્રની વિચિત્રતાઓ, જૂનવાણી ખ્યાલો અને કૃત્રિમ, સંસ્કૃતપ્રધાન ભાષાના પ્રયોગથી હાસ્ય નિપજે છે. લેખકે ધર્મના નામે ચાલતા દંભ ઉપર કટાક્ષ કરવા સાથે મનુષ્ય પોતાના પુરાણા ખ્યાલોમાં કેવો બંધાયેલો હોય છે તેની ઘટનાઓ વર્ણવી છે. વિચિત્રતા કે આત્યંતિકતામાંથી કેવું હાસ્ય પેદા થાય છે, તેના દૃષ્ટાંતરૂપ આ ખંડ છે.
પ્રયાણ શબ્દાર્થ :
- પ્રયાણ કરવું – પ્રસ્થાન કરવું
- ત્વરિત – ઝડપી, વેગીલું
- અજ્ઞ – અજાણ
- વહેમ – સંશય, ખોટી માન્યતા, ભ્રમ
- નાદ – સ્વર, અવાજ
- મર્દન – ચોળવું
- ઉમંગ – ઉમળકો, ઉત્સાહ
- વિદિત – જાણેલું, જાણમાં આવેલું
- મોહમયી – મુંબઈ નગરીનું કૃત્રિમ નામ
- મૂલ્યપત્રિકા – ટિકિટ
- કર્તવ્ય – ફરજ
- કોપ – ગુસ્સો, ક્રોધ
પ્રયાણ તળપદા શબ્દો :
- હોટે – મોટે
- અગાડી – આગળ
- આંય – અહીં
- સોકરા – છોકરાં
- દાબડી – નાનો દાબડો, ડી
- સે – છે
- યવન – યુનાન દેશનો વાસી, વિદેશી
- બકેચ – બોલે છે
- તવ – તારું, તમારું
- કમરખ – એક ખોટું ફળ