Class 10 Gujarati Textbook Solutions Chapter 1 મોરલી

Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 1 મોરલી Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 10 Gujarati Textbook Solutions Chapter 1 મોરલી

Class 10 Gujarati Textbook Solutions Chapter 1 મોરલી Textbook Questions and Answers

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો. 

પ્રશ્ન 1.
કોના દર્શનથી મીરાંબાઈનાં દુઃખ દૂર થાય છે ?
(a) ગિરિધર
(b) વિષ્ણુ
(c) શિવ
(d) હનુમાનજી
ઉત્તરઃ
(a) ગિરિધર

Class 10 Gujarati Textbook Solutions Chapter 1 મોરલી

પ્રશ્ન 2.
મોરલીનો નાદ ક્યાં ગાજે છે ?
(a) ગગન
(b) ધરતી
(c) દિશાઓ
(d) પાતાળ
ઉત્તરઃ
(a) ગગન

2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
વૃંદાવનના માર્ગે વ્હાલો શું માંગે છે ?
ઉત્તરઃ
વૃંદાવનને માર્ગે વહાલો દધિના દાણ માગે છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 1 મોરલી

પ્રશ્ન 2.
આ કાવ્યમાં ‘વ્હાલો’ શબ્દ કોના માટે પ્રયોજાયો છે ?
ઉત્તરઃ
આ કાવ્યમાં “વહાલા” શબ્દ શ્રીકૃષ્ણ પરમાત્મા વાસુદેવના અર્થમાં પ્રયોજાયો છે.

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1.
આ કાવ્યને આધારે કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો.
ઉત્તરઃ
શ્રીકૃષ્ણ પહેરવેશમાં સુંદર મજાનું પીળું પીતાંબર ધારણ કરેલ છે, જરકસી જામાં પહેરેલ છે, માથે કે કેડ ઉપર પીળાં પટકા ધારણ કરેલ છે, શ્રી કૃષ્ણના કાનમાં કુંડળ ઝળકે છે, મસ્તક ઉપર મુગટ ધારણ કરે છે અને મુખ ઉપર મોરલી બિરાજેલ છે, આમ, શ્રીકૃષ્ણનો પહેરવેશમાં સૌ કોઈને આકર્ષિત કરે એવા સુંદર છે.

પ્રશ્ન 2.
કૃષ્ણ ક્યાં અને કેવી રીતે નાચે છે ?
ઉત્તરઃ
શ્રીકૃષ્ણ વૃંદાવનની કુંજ ગલીમાં નાચે છે, શ્રીકૃષ્ણ વૃંદાવનની કુંજગલીમાં થનક થનક થૈ થૈ કરીને નાચે છે. સૌના મનને મોહિત કરે છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 1 મોરલી

4. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો.

પ્રશ્ન 1.
આ કાવ્યને આધારે કૃષ્ણની રાસલીલાનું વર્ણન કરો.
ઉત્તરઃ
વૃંદાવનમાં ગિરિધર શ્રીકૃષ્ણ પોતાની પ્રિય ગોપીઓ સાથે નિરંતર રાસ રમે છે. પોતે અનેક રૂપે દરેક ગોપીની સાથે જોડી બનાવે છે. રાસમંડળના મુખ્ય અતિથિ તરીકે તેઓ જ કેન્દ્રમાં રહે છે, સૌ ગોપીઓ અને બાળમિત્રો પણ આ રાસમાં જોડાય છે. મોરલીના મધુર સૂરો રાસ સાથે જોડાવાથી રાસમાં દિવ્ય વાતાવરણ ઊભું થાય છે. આ રાસલીલાથી ગોપીઓ, ગોપબાળકો અને ભક્તોને અનેરો આનંદ પ્રાપ્ત થાય છે.

Std 10 Gujarati Textbook Solutions Chapter 1 મોરલી Additional Important Questions and Answers

સ્વાધ્યાય

નીચેના પ્રશ્નોમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો.

પ્રશ્ન 1.
વૃંદાવનમાં કોનો નાદ સંભળાય છે ?
(A) શરણાઈનો
(B) બીનનો.
(C) મીરલીનો
(D) વીણાનો
ઉત્તરઃ
(C) મીરલીનો

પ્રશ્ન 2.
મોરલી ક્યાં વાગે છે ?
(A) ગોકુળ
(B) મથુરા
(C) દ્વારિકા
(D) વૃંદાવન
ઉત્તરઃ
(D) વૃંદાવન

Class 10 Gujarati Textbook Solutions Chapter 1 મોરલી

પ્રશ્ન 3.
વહાલો કઈ વસ્તુના દાણ માગે છે ?
(A) પીતાંબર
(B) મધુ
(C) દધિ
(D) દૂધ
ઉત્તરઃ
(C) દધિ

પ્રશ્ન 4.
વહાલો વૃંદાવનમાં કઈ જગ્યાએ જતાં દાણા માગે છે ?
(A) નદી
(B) મારગ
(C) વન
(D) ઝાડ
ઉત્તરઃ
(B) મારગ

પ્રશ્ન 5.
‘વૃંદાવનમાં શું રચાયું છે ?
(A) રાસ
(B) બંગલો
(C) ઉજાણી
(D) ખેલ
ઉત્તરઃ
(A) રાસ

પ્રશ્ન 6.
વહાલો શેમાં બિરાજે છે ?
(A) ભક્તમંડળ
(B) રાસમંડળ
(C) સખીમંડળ
(D) ધસમંડળ
ઉત્તરઃ
(B) રાસમંડળ

Class 10 Gujarati Textbook Solutions Chapter 1 મોરલી

પ્રશ્ન 7.
શ્રીકૃષ્ણ પરમાત્માએ શું પહેર્યું છે ?
(A) ધોતી
(B) કેસરી વસ્ત્ર
(C) પીતાંબર
(D) નીલાંબર
ઉત્તરઃ
(C) પીતાંબર

પ્રશ્ન 8.
વહાલાનો જામો કેવો છે ?
(A) સુવર્ણરંગી
(B) પીળો
(C) સફેદ
(D) જરકસી
ઉત્તરઃ
(D) જરકસી

પ્રશ્ન 9.
કઈ પીળી વસ્તુ વહાલાને બિરાજે છે ?
(A) પાટલો
(B) ચોટલો
(C) ચાટલો
(D) પટકો
ઉત્તરઃ
(D) પટકો

પ્રશ્ન 10.
વહાલાને કાને શું શોભે છે ?
(A) કુંડળ
(B) સુવર્ણ
(C) પીતાંબર
(D) રજત
ઉત્તરઃ
(A) કુંડળ

Class 10 Gujarati Textbook Solutions Chapter 1 મોરલી

પ્રશ્ન 11.
પ્રભુને મસ્તક ઉપર શું બિરાજે છે ?
(A) જટા
(B) ગંગા
(C) સર્પ
(D) મુગટ
ઉત્તરઃ
(D) મુગટ

પ્રશ્ન 12.
પ્રભુ શ્રી કૃષ્ણના મુખ ઉપર શું બિરાજે છે ?
(A) જલેબી
(B) માખણ
(C) મોરલી
(D) દધિ
ઉત્તરઃ
(C) મોરલી

પ્રશ્ન 13.
વૃંદાવનની કઈ ગલી પ્રખ્યાત છે ?
(A) લેતા
(B) કેબ
(C) નંદ
(D) કુંજ
ઉત્તરઃ
(D) કુંજ

પ્રશ્ન 14.
કોણ થનક થનક થૈ નાચે છે ?
(A) મીરાંબાઈ
(B) ભક્તવૃંદ
(C) વહાલો
(D) મયૂર
ઉત્તરઃ
(C) વહાલો

Class 10 Gujarati Textbook Solutions Chapter 1 મોરલી

પ્રશ્ન 15.
મીરાંબાઈ કોના ગુણ ગાય છે ?
(A) ગિરિધર
(B) ગોપી
(C) કુંજગલી
(D) કુંડળ
ઉત્તરઃ
(A) ગિરિધર

પ્રશ્ન 16.
શ્રીકૃષ્ણ પ્રભુના દર્શનથી શું ભાંગે છે ?
(A) હાર્ડ કાં
(B) દુ:ખ
(C) સુખ
(D) મોટું
ઉત્તરઃ
(B) દુ:ખ

પ્રશ્ન 17.
‘મોરલી’ પદના કવયિત્રી કોણ છે ?
(A) દાસી જીવણ
(B) ગંગા સતિ
(C) પાનબાઈ
(D) મીરાંબાઈ
ઉત્તરઃ
(D) મીરાંબાઈ

Class 10 Gujarati Textbook Solutions Chapter 1 મોરલી

પ્રશ્ન 18.
મીરાંબાઈએ કયા પદની રચના કરી છે ?
(A) મોરલી
(B) રાસમંડળ
(C) કુંજ ગલી,
(D) ગગન
ઉત્તર :
(A) મોરલી

નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
વૃંદાવનમાં શું વાગે છે ?
ઉત્તર :
વૃંદાવનમાં શ્રીકૃષ્ણ પ્રભુની મોરલી વાગે છે.

પ્રશ્ન 2.
આ મોરલીનો નાદ ક્યાં ગાજે છે ?
ઉત્તર :
આ મોરલીનો નાદ ગગનમાં ગાજે છે.

પ્રશ્ન 3.
વૃંદાવનમાં પ્રભુએ શું રચ્યું છે ?
ઉત્તર :
વૃંદાવનમાં પ્રભુએ રાસ રચ્ય છે.

પ્રશ્ન 4.
આ રાસમંડળમાં કોણ બિરાજે છે ?
ઉત્તર :
પ્રભુ શ્રીકૃષ્ણ આ રાસમંડળમાં બિરાજે છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 1 મોરલી

પ્રશ્ન 5.
‘શ્રીકૃષણ પ્રભુએ પીળું શું પહેર્યું છે ?
ઉત્તર :
શ્રીકૃષ્ણ પ્રભુએ પીળું પીતાંબર પહેર્યું છે.

પ્રશ્ન 6.
શ્રીકૃષ્ણ પરમાત્માને શું બિરાજે છે ?
ઉત્તર :
શ્રીકૃષ્ણ પરમાત્માને પટકો બિરાજે છે.

પ્રશ્ન 7.
પ્રભુએ કાને શું ધારણ કર્યું છે ?
ઉત્તર :
પ્રભુએ કાને કુંડળ ધારણ કરેલ છે.

પ્રશ્ન 8.
પ્રભુના મસ્તકે શું બિરાજે છે ?
ઉત્તર :
પ્રભુના મસ્તકે મુગટ બિરાજે છે.

પ્રશ્ન 9.
શ્રીકૃષ્ણ પ્રભુએ મોરલી ક્યાં ધારણ કરી છે ?
ઉત્તર :
શ્રી કૃષ્ણ પ્રભુએ મુખ ઉપર મોરલી ધારણ કરી છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 1 મોરલી

પ્રશ્ન 10.
વહાલો ક્યાં થનક થનક થૈ થૈ નાચે છે ?
ઉત્તર :
વહાલો વૃંદાવનની કુંજગલીમાં થનક થનક થૈ થૈ નાચે છે.

પ્રશ્ન 11.
મીરાંબાઈના પ્રભુ કોણ છે ?
ઉત્તર :
મીરાંબાઈના પ્રભુ ગિરિધર ગોપાલ છે.

પ્રશ્ન 12.
કોના દર્શનથી દુઃખ માંગે છે ?
ઉત્તર :
શ્રીકૃષ્ણ ગિરિધરના દર્શનથી દુઃખ માંગે છે.

પ્રશ્ન 13.
‘મોરલી’ પદના કવયિત્રી કોણ છે ?
ઉત્તર :
રાંબાઈ ‘મોરલી’ પદના કવયિત્રી છે.

નીચેના પ્રસ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
શ્રીકૃષ્ણ કેવી મોરલી વગાડે છે ? એની શું અસર થાય છે ?
ઉત્તર :
શ્રીકૃષ્ણ મધુર રાગે મોરલી વગાડે છે. એની અસર સમગ્ર ગગનમંડળમાં ફેલાય છે, એના સૂર એવા મોહક છે. સૌને તે મનભાવે

Class 10 Gujarati Textbook Solutions Chapter 1 મોરલી

પ્રશ્ન 2.
કોના દર્શનથી દુઃખ માંગે છે ?
ઉત્તર :
શ્રીકૃષણ ગિરિધર છે. તેઓ અનેક ગુણોની ખાણ છે. પ્રભુના માત્ર દર્શનથી જ સૌ ભક્તજનોના દુ:ખ ભાંગી જાય છે, વહાલાની ભક્ત ઉપર આ મોટી કરુણા છે.

નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :

પ્રશ્ન 1.
શ્રીકૃષ્ણ દાણ માગવાની પદ્ધતિ વિશે જણાવો.
ઉત્તર :
શ્રીકૃષ્ણ એ જમાનાના આરોગ્ય પ્રધાન હોય એમ લાગે છે. ગોકુળમાંથી દહીં, દૂધ, ઘી, માખણ જેવા પૌષ્ટિક પદાર્થો ગોપીઓ વૃંદાવનના મારગે થઈને મથુરા વેચવા જતા હોય છે. આના કારણે ગોકુળમાં દહીં, દૂધ, ઘી અને માખણની અછત વર્તાય છે. ઉપરાંત ગોકુળના રહીશોની આ પૌષ્ટિક પદાર્થોની ઊણપથી તંદુરસ્તી સારી રહેતી નથી. આ કારણે શ્રીકૃષ્ણ વૃંદાવનને મારગે દધિનું દાણ ઉધરાવે છે.

જેથી માત્ર થોડી જ માત્રામાં દધિ કે ધી કે દૂધ કે માખણ ગોકુળથી મથુરામાં જાય . આમ, શ્રી કૃષ્ણ દાણ ઉધરાવીને આરોગ્યની જાળવણીનું કાર્ય કરે છે; છતાં ગોપીઓને શ્રીકૃષ્ણ પ્રિય તો રહે જ છે !

આપેલ પ્રશ્નોના ઉત્તર સૂચના પ્રમાણે લખો.

નીચેના શબ્દસમૂહ માટે એક-એક શબ્દ લખો.

  1. પીળા રંગનું વસ્ત્ર – પીતાંબર
  2. વૃંદા(તુલસી)થી ભરેલું પાત્ર – વૃંદાવન
  3. કાને પહેરવાનું એક ઘરેણું – કુંડળ
  4. ગિરિ પર્વત)ને ધારણ કરનાર – ગિરિધર
  5. કસબના ભરતવાળું – જરકસી
  6. જ્યાં આજુ બાજુ લતા, ફૂલ, વૃક્ષો વાવેલાં હોય તેવી ગલી – કુંજગલી
  7. રાસમાં કરવામાં આવતી લીલા – રાસલીલા
  8. રાસમાં આવેલું મંડળ – રાસમંડળ,

Class 10 Gujarati Textbook Solutions Chapter 1 મોરલી

નીચેના શબ્દોના વિરોધી શબ્દ આપો.

  • ગગન × પાતાળ
  • વને × બાગ.
  • ગુણ × અવગુણ
  • દુ:ખ × સુખ
  • નાચવું × બેસવું

નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો.

  • મોરલી – વાંસળી, બંસરી
  • દધિ – દહીં
  • નોદ – અવાજ
  • ગગન – આભ
  • દાણા – વેર
  • પ્ર – પરમાત્મા
  • ગિરિધર – શ્રીકૃષણ
  • વહાલો – પ્રિય પ્રભુ, શ્રી કૃષ્ણા

નીચેના શબ્દોની સંધિ છોડો.

  • પીતાંબર – પીત + અંબર
  • સત્સંગ – સદ્ + સંગ
  • ઉપરાંત – ઉપર + અંત
  • સ્વાધ્યાય – સ્વ + અધ્યાય
  • વિદ્યાર્થી – વિદ્યા + અર્થી
  • નીલાંબર – નીલ + અંબર

Class 10 Gujarati Textbook Solutions Chapter 1 મોરલી

નીચેના શબ્દોની સાચી જોડણી લખો.

  • વૃંદાવન – વૃંદાવન
  • પિતામ્બર – પીતાંબર
  • મોરલિ – મોરલી
  • પિર – પીળો દૂધી – ધિ
  • કુંડળ – કુંડળ
  • બીરાજે – બિરાજે
  • ગીરીધર – ગિરિધર

નીચેના શબ્દોના વિશેષણ આપો.

  1. મૂલ્ય – મૂલ્યવાન
  2. સ્વાદ – સ્વાદિષ્ટ
  3. સમૃદ્ધિ – સમૃદ્ધ
  4. માન – માનનીય
  5. સમર્પણ – સમર્પિત
  6. સાહિત્ય – સાહિત્યિક
  7. ધર્મ – ધાર્મિક
  8. હેત – હેતાળ
  9. રૂ૫ – રૂપાળું
  10. શાસ્ત્ર – શાસ્ત્રીય
  11. પાણી – પાણીદાર
  12. ઇતિહાસ – એતિહાસિક
  13. પૃથ્વી – પાર્થિવ
  14. માસ – માસિક

Class 10 Gujarati Textbook Solutions Chapter 1 મોરલી

મોરલી Summary in Gujarati

મોરલી કાવ્ય-પરિચય

લેખક પરિચય : મીરાંબાઈનો જન્મ રાજસ્થાનના મેડતા ગામમાં રાજ કુટુંબમાં થયો હતો. નાનપણથી જ તેમને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો. તેમણે મેવાડ, વ્રજ અને દ્વારિકામાં સાધુ-સંતો સાથે સત્સંગમાં કૃષ્ણમય જીવન વિતાવ્યું એમ મનાય છે.

કાવ્યનો સારાંશ : તેમનાં કૃષ્ણ ભક્તિનાં પદો ગુજરાતી ઉપરાંત વ્રજ, રાજસ્થાની અને હિંદી ભાષામાં મળે છે. તેમના પદોમાં કૃષ્ણ માટેની ઝંખનાનું ભાવવાહી નિરૂપણ જોવા મળે છે.

સંતહૃદયની સંવેદનાની તીવ્રતા અને ભાષાની સાદગી માટે તેમનાં પદો જાણીતાં છે.

મીરાંબાઈનાં પદોમાં કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ સદા દેખાય છે. આ પદમાં પણ કવયિત્રીએ કૃષ્ણની લીલાઓનું વર્ણન કર્યું છે. વૃન્દાવનમાં વાગતી કૃષ્ણની મોરલીના સૂરનો નાદ આખા ગગનને ગજવે છે. ગોપીઓ પાસે કૃષ્ણ દધિનાં દાણ માગે છે તોય ગોપીઓને કૃષ્ણ વહાલો જ લાગે છે. કૃષ્ણની વૃન્દાવનની રાસલીલાનું સુંદર વર્ણન મીરાંબાઈ કરે છે. કૃષ્ણનો શણગાર, એનો રાસ સોને ઘેલો કરે છે. મીરાંબાઈ કહે છે કે કૃષ્ણના દર્શન માત્રથી બધાં દુઃખ દૂર થાય છે. ભક્તિના આ પદમાં મોરલીનો મહિમા ગાતાં ગાતાં મીરાંબાઈ કષ્ણનો મહિમા પ્રગટ કરે છે.

નીચે આપેલ પાંશોનો ભાવાર્થ સ્પષ્ટ કરો :

વાગે છે રે વાગે છે, ……….. ગાજે છે, વૃંદા.
વૃંદાવનમાં મોરલી વાગે છે અને એનો નાદ ગગનમાં ગાજે છે. વૃંદાવનમાં શ્રીકૃષ્ણ મોરલી એવી રીતે વગાડે છે કે જેનો નાદ સમગ્ર આકાશમંડળમાં સંભળાય છે. આવી મોરલી વૃંદાવનમાં વાગે છે.

વંદા તે વનને ………….. બિરાજે છે.

ગોપીઓ વૃંદાવનને માર્ગે દધિ વેચવા જાય છે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ દધિના દાણ માગે છે. બીજું, વૃંદાવનના વનમાં વહાલા શ્રીકૃષ્ણ ભગવાને રાસ રચ્યો છે, તો એમાં ભગવાન શ્રીકૃષ્ણ રાસમંડળમાં બિરાજે છે.

પીળાં પીતાંબર …………………… મોરલી બિરાજે છે.

શ્રીકૃષ્ણ પરમાત્માએ પીળું પીતાંબર ધારણ કરેલ છે. જરકસી જામા પહેરેલ છે. પીળા રંગનો પટકો પણ ધારણ કરેલ છે. કાનમાં કુંડળ શોભે છે. માથા ઉપર મુગટ શોભાયમાન થાય છે અને મુખ ઉપર મોરલી બિરાજે છે.

વૃંદા તે વનની …………………… દુ:ખ માંગે છે.

વૃંદાવનની કુંજગલીમાં વહાલા શ્રીકૃષ્ણ પ્રભુ થનક થનક થૈ થૈ કરીને નાચે છે. ભક્ત કવયિત્રી મીરાંબાઈના પ્રભુ ગિરિધરના ગુણ ગાય છે, અને કહે છે કે પ્રભુ શ્રીકૃષ્ણના દર્શન થતાં જ સમગ્ર દુ:ખ ભાંગી જાય છે, ભાગી જાય છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 1 મોરલી

મોરલી શબ્દાર્થ :

  1. દાણ – જકાત, કર, વેરો
  2. દધિ – દહીં, મહી, ગોરસ
  3. જરકસી – કસબી, કસબના ભરતવાળું
  4. નાદ – અવાજ , ઘોષ
  5. પટકો – લૂગડાનો ટૂંકો કટકો, માથે અથવા કમરે બાંધવાનો લૂગડાનો કટકો
  6. ભાંગે – દૂર થવું
  7. ગગન – આકાશ, આભ
  8. વન – જંગલ, અરણ્ય.
  9. તળપદા શબ્દો થે – થઈ
  10. મારગ – માર્ગ
  11. કે – કહે
  12. થકી – થી, વડે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *