Well-structured Std 12 Computer Textbook MCQ Answers and Std 12 Computer MCQ Answers Ch 13 અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ can serve as a valuable review tool before computer exams.
GSEB Std 12 Computer Chapter 13 MCQ અન્ય ઉપયોગી નિઃશુલ્ક ટૂલ્સ અને સેવાઓ
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી, વિકલ્પ પાસે દર્શાવેલ વર્તુળને પેનથી પૂર્ણ ઘટ્ટ (O) કરો :
પ્રશ્ન 1.
નીચેનામાંથી કઈ તનિક વડે આપણે માહિતી સંગ્રહ કરવા માટે સ્મૃતિસંચય (Memory) અને તકતી (Disk) ઉપરની જગ્યામાં ઘટાડો કરી શકીએ?
A. માહિતી-પુનરાવર્તન
B. માહિતી-પ્રસ્થાપન
C. માહિતી-સંકોચન
D. આપેલ તમામ
ઉત્તર:
C. માહિતી-સંકોચન
પ્રશ્ન 2.
નીચેનામાંથી કોણ જુદી જુદી જગ્યાના નકશાઓ પૂરા પાડતી ઑનલાઇન સેવા છે?
A. ગૂગલ ચાર્ટ
B. ગૂગલ મૅપ
C. વર્લ્ડ મૅપ
D. ઇન્ડિયા મૅપ
ઉત્તર:
B. ગૂગલ મૅપ
પ્રશ્ન 3.
આખી ડિરેક્ટરીને એક ફાઈલમાં મૂકવા માટે વિકસાવવામાં આવેલ તનિકને શું કહે છે?
A. અપાચે
B. આર્ચી
C. આર્કી
D. આર્ચિવ (આર્કાઇવ્ઝ)
ઉત્તર:
D. આર્ચિવ (આર્કાઇવ્ઝ)
પ્રશ્ન 4.
કમ્પ્યૂટર ફાઈલ અને ડિરેક્ટરી માટેની સંગ્રહસ્થાનની જરૂરિયાતો ઘટાડવા માટે વિકસાવવામાં આવેલ તનિકને શું કહેવામાં આવે છે?
A. માહિતી-પુનરાવર્તન
B. માહિતી-સંકોચન
C. માહિતી-રક્ષણ
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
B. માહિતી-સંકોચન
પ્રશ્ન 5.
નીચેનામાંથી કઈ ફાઈલ તેમાં રહેલ આખા ડિરેક્ટરી-માળખાનો ઉલ્લેખ કરે છે?
A. અપાચે
B. આર્ચી
C. આર્કી
D. આર્ચિવ (આર્કાઇવ્ઝ)
ઉત્તર:
D. આર્ચિવ (આર્કાઇવ્ઝ)
પ્રશ્ન 6.
માહિતી-સંકોચન નીચેનામાંથી કયું કાર્ય કરે છે?
A. માહિતીના પુનરાવર્તનને ઓળખવાનું
B. માહિતીના પુનરાવર્તનને ઘટાડવાનું
C. માહિતીના પુનરાવર્તનને દૂર કરવાનું
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 7.
સામાન્ય રીતે માહિતી-સંકોચનનું કાર્ય શેના દ્વારા કરવામાં આવે છે?
A. માહિતી દૂર કરીને
B. માહિતીના પુનરાવર્તન દ્વારા
C. સંકેતલેખન દ્વારા
D. આપેલ તમામ
ઉત્તર:
C. સંકેતલેખન દ્વારા
પ્રશ્ન 8.
નીચેનામાંથી કઈ તનિક ઓછી મહત્ત્વની માહિતીને દૂર કરી જગ્યાનું સંરક્ષણ કરે છે?
A. માહિતી-પુનરાવર્તન
B. માહિતી-પ્રેષણ
C. માહિતી-સંકોચન
D. માહિતી-વિસ્તરણ
ઉત્તર:
C. માહિતી-સંકોચન
પ્રશ્ન 9.
માહિતી-સંકોચનની પ્રક્રિયામાં નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે?
A. ચિત્રો
B. અંકો
C. અક્ષરો
D. B તથા C બંને
ઉત્તર:
D. B તથા C બંને
પ્રશ્ન 10.
સંકેતલેખન દ્વારા તૈયાર કરવામાં આવેલ સાંકેતિક લિપિ ધરાવતી ફાઈલની શરૂઆતમાં કયું ચિહ્ન મૂકવામાં આવે છે?
A. #
B. ^
C. $
D. %
ઉત્તર:
B. ^
પ્રશ્ન 11.
સંકેતલેખન દ્વારા તૈયાર કરવામાં આવેલ સાંકેતિક લિપિ ધરાવતી ફાઈલના અંતમાં કયું ચિહ્ન મૂકવામાં આવે છે?
A. #
B. ^
C. $
D.%
ઉત્તર:
C. $
પ્રશ્ન 12.
લિનક્સ ઑપરેટિંગ સિસ્ટમ દ્વારા આર્ચિવના સંચાલન માટે કયો પ્રોગ્રામ પૂરો પાડવામાં આવે છે?
A. વિનઝિપ
B. આર્ચિવ મૅનેજર
C. મીડિયા મૅનેજર
D. આર્થિવ પ્લસ
ઉત્તર:
B. આર્ચિવ મૅનેજર
પ્રશ્ન 13.
લિનક્સ ઑપરેટિંગ સિસ્ટમનું આર્ચિવ માળખું કયું છે?
A. ZIP
B. TAT
C. TAP
D. TAR
ઉત્તર:
D. TAR
પ્રશ્ન 14.
TARનું પૂરું નામ જણાવો.
A. Tape Archiver
B. Tape Attacher
C. Tape Administrator
D. Tape Analyzer
ઉત્તર:
A. Tape Archiver
પ્રશ્ન 15.
લિનક્સમાં TAR આર્ચિવ માળખું કઈ સુવિધા પૂરી પાડે છે?
A. આર્શિવના સંકોચનની
B. ફાઈલનું કદ ઘટાડવાની
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. A તથા B બંને
પ્રશ્ન 16.
નીચેનામાંથી કયું સર્વસામાન્ય સંકુચિત ફાઈલ માળખું છે?
A. pdf
B. zip
C. tar.gz
D. B તથા C બંને
ઉત્તર:
D. B તથા C બંને
પ્રશ્ન 17.
ટાર(TAR)નું આખું નામ શું છે?
A. ટેપ આર્થિવર
B. ટૈક આર્ચિવર
C. ટેસ્ટ આર્ચિવર
D. ટાઇટ આર્શિવર
ઉત્તર:
A. ટેપ આર્થિવર
પ્રશ્ન 18.
કયા આર્ચિવ પ્રકારમાં પાસવર્ડ વિકલ્પ ઉપલબ્ધ હોય છે?
A. ઝિપ
B. ટાર
C. tar.gz
D. ઝિપ અને tar.gz બંને
ઉત્તર:
D. ઝિપ અને tar.gz બંને
પ્રશ્ન 19.
નીચેનામાંથી કઈ પદ્ધતિમાં એક કરતાં વધુ ફાઈલોને tar. માળખાની સંકોચન રહિત ફાઈલમાં ભેગી કરવામાં આવે છે?
A. વિન્ડોઝ
B. લિનક્સ
C. યુનિક્સ
D. B તથા C બંને
ઉત્તર:
D. B તથા C બંને
પ્રશ્ન 20.
tar ફાઈલ માળખાની ફાઈલને શેનો ઉપયોગ કરીને zip માળખાની ફાઈલમાં સંકુચિત કરવામાં આવે છે?
A. zip archiver
B. gzip
C. ztar
D. gtar
ઉત્તર:
B. gzip
પ્રશ્ન 21.
gzipનું પૂરું નામ જણાવો.
A. Google zip
B. GNU zip
C. GUN zip
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
B. GNU zip
પ્રશ્ન 22.
જાવામાં કઈ ફાઈલમાં ઝિપસંકોચનનો ઉપયોગ થાય છે?
A. JAAR
B. JER
C. JAR
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. JAR
પ્રશ્ન 23.
નીચેનામાંથી આર્ચિવ ફાઈલનું અનુલંબન (Extension) શું રાખી શકાય?
A. .tar
B. .zip
C. .jar
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 24.
આર્ચિવ મૅનેજરના ટૂલબારમાં Up બટનનું કાર્ય શું છે?
A. સંકુચિત ફાઈલને અસંકુચિત કરી શકાય છે.
B. પૅરેન્ટ ડિરેક્ટરીમાં જઈ શકાય છે.
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
B. પૅરેન્ટ ડિરેક્ટરીમાં જઈ શકાય છે.
પ્રશ્ન 25.
નીચેનામાંથી કયું મીડિયા પ્લેયર લાક્ષણિકતાની દૃષ્ટિએ સમૃદ્ધ છે?
A. VAC
B. VEC
C. VLC
D. VNC
ઉત્તર:
C. VLC
પ્રશ્ન 26.
VLCનું આખું નામ શું છે?
A. વીડિયો લેન ક્લાયન્ટ
B. વીડિયો લાઇન કોડર
C. વીડિયો લેન્થ કોડર
D. વીડિયો લિસ્ટ ક્રિએટર
ઉત્તર:
A. વીડિયો લેન ક્લાયન્ટ
પ્રશ્ન 27.
VLC કયા પ્રકારનું મીડિયા પ્લેયર છે?
A. લાઇસન્સ
B. ઓપન સોર્સ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
B. ઓપન સોર્સ
પ્રશ્ન 28.
VLC મીડિયા પ્લેયર કઈ ઑપરેટિંગ સિસ્ટમમાં ઉપલબ્ધ છે?
A. લિનક્સ
B. મેક
C. વિન્ડોઝ
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 29.
મલ્ટિમીડિયાની વિષયવસ્તુનું સંકેતીકરણ અને અસંકેતીકરણ કરવાની ક્રિયાને શું કહે છે?
A. મોડેમ (Modem)
B. કોડેક (Codec)
C. મોડેક (Modec)
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
B. કોડેક (Codec)
પ્રશ્ન 30.
કોડેક(Codec)નું પૂરું નામ જણાવો.
A. Company Decode
B. Correct Decoder
C. Coder Decoder
D. Code Decode
ઉત્તર:
C. Coder Decoder
પ્રશ્ન 31.
નીચેનામાંથી કયા વિકલ્પનો ઉપયોગ કરી VLC મીડિયા પ્લેયર શરૂ કરી શકાય છે?
A. Application → Sound and Video → VLC media player
B. Application → VLC media player
C. Application → Media → VLC media player
D. Application → Accessories → VLC media player
ઉત્તર:
A. Application → Sound and Video → VLC media player
પ્રશ્ન 32.
VLC મીડિયા પ્લેયરના પ્લે-લિસ્ટનો સંગ્રહ કરવા કયા મેનૂ વિકલ્પનો ઉપયોગ થાય છે?
A. Media → Playlist → Save
B. Media → Save Playlist to File
C. Media → Save
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
B. Media → Save Playlist to File
પ્રશ્ન 33.
VLC મીડિયા પ્લેયરમાં પ્લે-લિસ્ટને ખોલવા માટે કયા મેનૂ કમાન્ડનો ઉપયોગ થાય છે?
A. Media → Open → Playlist
B. Media → Playlist → Open
C. View → Playlist
D. View → Open → Playlist
ઉત્તર:
C. View → Playlist
પ્રશ્ન 34.
મીડિયા પ્લેયરના સંદર્ભમાં M3Uનું પૂરું નામ જણાવો.
A. MPEG URL sound reference file
B. MPEG 3rd URL file
C. MPEG Three sound reference file
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
A. MPEG URL sound reference file
પ્રશ્ન 35.
VLC મીડિયા પ્લેયરમાં ટ્રૅકને શરૂ કરવા કયા બટનનો ઉપયોગ કરવામાં આવે છે?
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
પ્રશ્ન 36.
VLC મીડિયા પ્લેયરમાં ટ્રૅકને વગાડવાનું બંધ કરવા કયા બટનનો ઉપયોગ કરવામાં આવે છે?
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
પ્રશ્ન 37.
VLC મીડિયા પ્લેયરમાં આગળના ટ્રૅકને વગાડવા કયા બટનનો ઉપયોગ કરવામાં આવે છે?
ઉત્તર:
પ્રશ્ન 38.
VLC મીડિયા પ્લેયરમાં પાછળનો ટ્રૅક વગાડવા કયા બટનનો ઉપયોગ કરવામાં આવે છે?
ઉત્તર:
પ્રશ્ન 39.
VLC મીડિયા પ્લેયરમાં ઉપલબ્ધ પ્લે-લિસ્ટ જોવા માટે કયા બટનનો ઉપયોગ કરવામાં આવે છે?
ઉત્તર:
પ્રશ્ન 40.
નીચેની કઈ વેબ સાઇટમાંથી ગૂગલ નકશાની સેવા મેળવી શકાય છે?
A. www.google.co.in
B. www.maps.google.co.in
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. A તથા B બંને
પ્રશ્ન 41.
મોબાઇલ ફોનમાં કઈ સુવિધા ઉપલબ્ધ હોય તો હાલના વિસ્તારનો ખ્યાલ મેળવી શકાય છે?
A. Bluetooth
B. GPS
C. Wi-Fi
D. Radio
ઉત્તર:
B. GPS
પ્રશ્ન 42.
કઈ તકનિક આપણા સ્થાનનો ચોક્કસ ખ્યાલ આપે છે?
A. GRS
B. GPRS
C. GRPS
D. GPS
ઉત્તર:
D. GPS
પ્રશ્ન 43.
GPSનું પૂરું નામ ………………….. છે.
A. Global Positioning System
B. Global Pointing System
C. Globe Positioning System
D. Globe Pointing System
ઉત્તર:
A. Global Positioning System
પ્રશ્ન 44.
નીચેનામાંથી કયા સ્વરૂપે ગૂગલ મૅપમાં સ્થળની માહિતી મેળવી શકાય છે?
A. Map View
B. Satellite View
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. A તથા B બંને
પ્રશ્ન 45.
ગૂગલ મૅપમાં ચોક્કસ સ્થળે પહોંચવા માટે કઈ સુવિધા ઉપલબ્ધ હોય છે?
A. Go Location
B. Get Directions
C. Reach Location
D. આપેલ તમામ
ઉત્તર:
B. Get Directions
પ્રશ્ન 46.
નીચેનામાંથી કઈ સેવા ગૂગલ મૅપ દ્વારા મેળવી શકાય છે?
A. કોઈ પણ સ્થળની ચોક્કસ જગ્યા શોધી શકાય છે.
B. ઉપયોગકર્તા કોઈ પણ જગ્યાનો નકશો પોતાની વેબ સાઇટમાં દર્શાવી શકે છે.
C. નજીકનાં ATM, ભોજનાલય કે બસસ્ટૉપ અંગેની માહિતી મેળવી શકાય છે.
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 47.
………………….. પ્રોગ્રામનો ઉપયોગ કોઈ પણ વિનિયોગમાં યુનિકોડ (Unicode) અક્ષર દાખલ કરવા માટે થાય છે.
A. ASCII કોડ
B. સોળ-અંકી કોડ
C. કૅરેક્ટર મૅપ
D. ASCII મૅપ
ઉત્તર:
C. કૅરેક્ટર મૅપ
પ્રશ્ન 48.
કોઈ પણ વિનિયોગ યુનિકોડ અક્ષર દાખલ કરવા માટે કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે?
A. કૅરેક્ટર મૅપ
B. કૅરેક્ટર ઇન્સર્ટ
C. કૅરેક્ટર ઇનપુટ
D. કૅરેક્ટર ફાઈલ
ઉત્તર:
A. કૅરેક્ટર મૅપ
પ્રશ્ન 49.
કૅરેક્ટર મૅપ શરૂ કરવા માટેનો સાચો વિકલ્પ પસંદ કરો.
A. Application → Graphics → Character map
B. Application → Accessories → Character map
C. Application → Character map
D. Application → Settings → Character map
ઉત્તર:
B. Application → Accessories → Character map
પ્રશ્ન 50.
નીચેનામાંથી કયું આંકડાકીય ગણતરી માટેનું નિઃશુલ્ક સૉફ્ટવેર છે?
A. Mathematica
B. Matlab
C. ‘R’ software
D. MS Excel
ઉત્તર:
C. ‘R’ software
પ્રશ્ન 51.
‘આર’ સૉફ્ટવેરનો ઉપયોગ શું છે?
A. ટેબલ બનાવવાનો
B. પત્રવ્યવહારનો
C. પ્રેઝન્ટેશન બનાવવાનો
D. આંકડાકીય ગણતરી કરવાનો
ઉત્તર:
D. આંકડાકીય ગણતરી કરવાનો
પ્રશ્ન 52.
‘આર’ સૉફ્ટવેરને પોતાની ………………… ભાષા છે.
A. સ્ક્રિન્ટિંગ
B. એચટીએમએલ
C. પ્રોગ્રામિંગ
D. એડિટિંગ
ઉત્તર:
A. સ્ક્રિન્ટિંગ
પ્રશ્ન 53.
‘આર’ સૉફ્ટવેરમાં કેટલા કાર્યપ્રદેશ હોય છે?
A. એક
B. બે
C. ત્રણ
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
B. બે
પ્રશ્ન 54.
‘આર’સૉફ્ટવેરમાં નીચેનામાંથી કયો કાર્યપ્રદેશ હોય છે?
A. કમાન્ડ લાઇન
B. ગ્રાફિક્સ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. A તથા B બંને
પ્રશ્ન 55.
CLIનું પૂરું નામ જણાવો.
A. Command Line Interaction
B. Command Line Interface
C. Command Line Interval
D. Command Line Imaging
ઉત્તર:
B. Command Line Interface
પ્રશ્ન 56.
GUIનું પૂરું નામ જણાવો.
A. Graphical User Interface
B. Graphical Universal Interface
C. Graphical User Interaction.
D. Graphical Universal Interaction
ઉત્તર:
A. Graphical User Interface
પ્રશ્ન 57.
‘આર’ સૉફ્ટવેરમાં જો આપણે GUI પ્રદેશનો ઉપયોગ કરવો હોય તો ઉબુન્ટુ સૉફ્ટવેર કેન્દ્રમાંથી કયા ગ્રાફિકલ એડિટરને પ્રસ્થાપિત કરવું પડે?
A. ‘આર’ કમાન્ડર
B. ‘આર’ સ્ટુડિયો
C. A અથવા B
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. A અથવા B
પ્રશ્ન 58.
ટર્મિનલ વિન્ડોમાંથી આર લિપિને બોલાવવા માટે કમાન્ડ પ્રૉમ્પ્ટ ઉપર શું લખી એન્ટર કી દબાવવામાં આવે છે?
A. R
B. Calc
C. S
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
A. R
પ્રશ્ન 59.
‘આર’ સૉફ્ટવેર કૉમેન્ટની નિશાની તરીકે નીચેનામાંથી શેનો ઉપયોગ કરે છે?
A. /*
B #
C. */
D. /..
ઉત્તર:
B #
પ્રશ્ન 60.
‘આર’ સૉફ્ટવેરમાં મૂળભૂત ડેટા ટાઇપ કેટલી
A. બે
B. ત્રણ
C. પાંચ
D. છ
ઉત્તર:
A. બે
પ્રશ્ન 61.
નીચેનામાંથી કયો વિકલ્પ ‘આર’ સૉફ્ટવેરની મૂળભૂત ડેટા ટાઇપ સૂચવે છે?
A. નંબર
B. સ્ટ્રિંગ
C. પૉઇન્ટર
D. A તથા B બંને
ઉત્તર:
D. A તથા B બંને
પ્રશ્ન 62.
‘આર’સૉફ્ટવેરમાં સ્ટ્રિંગને કયા ચિહ્નની વચ્ચે ઉમેરવામાં આવે છે?
A. હેશ (#)
B. સિંગલ ક્વૉટ્સ (‘ ‘)
C. ડબલ ક્વૉટ્સ (” “)
D. B અથવા C
ઉત્તર:
D. B અથવા C
પ્રશ્ન 63.
બીજી પ્રોગ્રામિંગ ભાષાની જેમ ‘આર’ સૉફ્ટવેરમાં શું ઉપલબ્ધ હોય છે?
A. પ્રક્રિયકો
B. વિધેયો
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. A તથા B બંને
પ્રશ્ન 64.
નીચેનામાંથી કઈ નિશાની ‘આર’ સૉફ્ટવેરનો પ્રૉમ્પ્ટ દર્શાવે છે?
A. >
B. <
C. $
D. ..
ઉત્તર:
A. >
પ્રશ્ન 65.
‘આર’ સૉફ્ટવેરમાં q( ) આદેશનું કાર્ય જણાવો.
A. સૉફ્ટવેરની ઝડપ વધારવાનું
B. સૉફ્ટવેરમાં દાખલ થવાનું
C. સૉફ્ટવેરમાંથી બહાર નીકળવાનું
D. આપેલ તમામ
ઉત્તર:
C. સૉફ્ટવેરમાંથી બહાર નીકળવાનું
પ્રશ્ન 66.
‘આર’ સૉફ્ટવેરમાં ઑનલાઇન મદદ મેળવવા કયો કમાન્ડ વપરાય છે?
A. help ( )
B. h( )
C. help
D. onlineh( )
ઉત્તર:
A. help ( )
પ્રશ્ન 67.
નીચેનામાંથી કર્યો કમાન્ડ ‘આર’ સૉફ્ટવેરમાંથી બ્રાઉઝરમાં ઑનલાઇન મદદ ખોલવા વપરાય છે?
A. help ( )
B. help.start( )
C. help
D. help.online( )
ઉત્તર:
B. help.start( )
પ્રશ્ન 68.
‘આર’ સૉફ્ટવેરમાં કોઈ નિશ્ચિત વિધેય માટે મદદ જોઈતી હોય, તો નીચેનામાંથી કઈ વાક્યરચના વપરાય છે?
A. help.function name
B. function name.help
C. help(function name)
D. આપેલ તમામ
ઉત્તર:
C. help(function name)
પ્રશ્ન 69.
‘આર’ સૉફ્ટવેરમાં ઍરે લિસ્ટનો કેવા પ્રકા૨ે ઉલ્લેખ કરવામાં આવે છે?
A. શ્રેણિક
B. ચિત્ર
C. ચલ
D. વેક્ટર
ઉત્તર:
D. વેક્ટર
પ્રશ્ન 70.
‘આર’ સૉફ્ટવેરમાં બનાવેલ તમામ અચલની યાદી મેળવવા કયા વિધેયનો ઉપયોગ થાય છે?
A. ls( )
B. list( )
C. constant( )
D. clist( )
ઉત્તર:
A. ls( )
પ્રશ્ન 71.
‘આર’ સૉફ્ટવેરમાં સ્ક્રીનને સાફ કરવા નીચેનામાંથી કયા વિકલ્પનો ઉપયોગ થાય છે?
A. Ctrl + C
B. Ctrl + D
C. Ctrl + L
D. Clear
ઉત્તર:
C. Ctrl + L
પ્રશ્ન 72.
‘આર’ સૉફ્ટવેરમાં a નામના અચલમાં કિંમત 25નો સંગ્રહ કરવા કર્યો આદેશ વપરાય છે?
A. a → 25
B. a ← 25
C. a = 25
D. a = = 25
ઉત્તર:
B. a ← 25
પ્રશ્ન 73.
‘આર’ સૉફ્ટવેરમાં a નામના અચલમાં સંગ્રહેલ કિંમત દર્શાવવા કયા આદેશનો ઉપયોગ થાય છે?
A. list a ↵
B. a ↵
C. display a ↵
D. a( ) ↵
ઉત્તર:
B. a ↵
પ્રશ્ન 74.
‘આર’સૉફ્ટવેરમાં ન્યૂનતમ કિંમત શોધવા કયા વિધેયનો ઉપયોગ થાય છે?
A. lowest ( )
B. low( )
C. minimum( )
D.min( )
ઉત્તર:
D.min( )
પ્રશ્ન 75.
‘આર’સૉફ્ટવેરમાં મહત્તમ કિંમત શોધવા કયા વિધેયનો ઉપયોગ થાય છે?
A. high( )
B. highest( )
C. max( )
D. maximum( )
ઉત્તર:
C. max( )
પ્રશ્ન 76.
‘આર’ સૉફ્ટવેરમાં મધ્યક શોધવા કયા વિધેયનો ઉપયોગ થાય છે?
A. mean( )
B. median( )
C. avg( )
D. આપેલ તમામ
ઉત્તર:
A. mean( )
પ્રશ્ન 77.
‘આર’ સૉફ્ટવેરમાં મધ્યસ્થ શોધવા કયા વિધેયનો ઉપયોગ થાય છે?
A. mean( )
B. median( )
C. avg( )
D. આપેલ તમામ
ઉત્તર:
B. median( )
પ્રશ્ન 78.
‘આર’ સૉફ્ટવેરમાં હિસ્ટોગ્રામ બનાવવા કયા કમાન્ડનો ઉપયોગ થાય છે?
A. hist
B. hgram
C. histogram
D. histo
ઉત્તર:
A. hist
પ્રશ્ન 79.
‘આર’ સૉફ્ટવેરમાં નીચેનામાંથી કઈ કામગીરી કરી શકાય છે?
A. ગાણિતિક
B. આલેખ
C. હિસ્ટોગ્રામ
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 80.
નીચેનામાંથી કયું સૉફ્ટવેર જુદા જુદા કાર્યક્ષેત્રમાં કામ કરતા લોકોને યોજનાનો પ્લાન બનાવવામાં તેમજ નિર્વાહ કરવામાં મદદ કરે છે?
A. ‘આર’
B. સ્કાઇપ
C. રેશનલ પ્લાન
D. ‘આર’ પ્લાન
ઉત્તર:
C. રેશનલ પ્લાન
પ્રશ્ન 81.
કોઈ પણ વિનિયોગમાં અક્ષરો દાખલ કરવા કયા પ્રોગ્રામનો ઉપયોગ થાય છે?
A. કૅરેક્ટર ડિસ્પ્લે
B. કૅરેક્ટર ઇન્સર્ટ
C. કૅરેક્ટર મૅપ (અક્ષર નકશો)
D. કૅરેક્ટર સિલેક્ટ
ઉત્તર:
C. કૅરેક્ટર મૅપ (અક્ષર નકશો)
પ્રશ્ન 82.
Rમાંથી બહાર નીકળવા માટે કયો કમાન્ડ વપરાય છે?
A. quit( )
B. q( )
C. exit( )
D. close( )
ઉત્તર:
B. q( )
પ્રશ્ન 83.
Rમાં બાર ગ્રાફ બનાવવા માટે કયા વિધેયનો ઉપયોગ થાય છે?
A. bar( )
B. plot( )
C. bargraph( )
D. barplot( )
ઉત્તર:
D. barplot( )
પ્રશ્ન 84.
નીચેનામાંથી રેશનલ પ્લાનનાં જુદાં જુદાં સ્વરૂપો કયાં છે?
A. સિંગલ, મલ્ટિ, વ્યૂઅર
B. સિંગ્યુલર, મલ્ટિપલ
C. વ્યૂ, પ્રિવ્યૂ
D. સર્વર, ક્લાયન્ટ
ઉત્તર:
A. સિંગલ, મલ્ટિ, વ્યૂઅર
પ્રશ્ન 85.
રેશનલ પ્લાન સૉફ્ટવેર કઈ વેબ સાઇટ પરથી નિઃશુલ્ક મેળવી શકાય છે?
A. www.rationalplan.com
B. www.google.rationalplan.com
C. www.msn.rationalplan.com
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
A. www.rationalplan.com
પ્રશ્ન 86.
રેશનલ પ્લાન નીચેનામાંથી કઈ ઑપરેટિંગ સિસ્ટમમાં ચલાવી શકાય છે?
A. લિનક્સ
B. વિન્ડોઝ
C. મેકજી
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 87.
રેશનલ પ્લાન સૉફ્ટવેરમાં કેટલા ડેસ્કટૉપ ઉત્પાદનનો સમાવેશ થાય છે?
A. બે
B. ત્રણ
C. ચાર
D. પાંચ
ઉત્તર:
B. ત્રણ
પ્રશ્ન 88.
નીચેનામાંથી કોણ રેશનલ પ્લાન સૉફ્ટવેરનું ડેસ્કટૉપ ઉત્પાદન છે?
A. સિંગલ
B. મલ્ટિ
C. વ્યૂઅર
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 89.
રેશનલ પ્લાન સૉફ્ટવેરનું કયું ડેસ્કટૉપ ઉત્પાદન સ્વતંત્ર યોજના કે જે બીજી કોઈ અન્ય યોજના સાથે જોડાયેલ ન હોય તેનું સંચાલન કરવામાં ઉપયોગી છે?
A. રેશનલ પ્લાન સિંગલ
B. રેશનલ પ્લાન મલ્ટિ
C. રેશનલ પ્લાન વ્યૂઅર
D. આપેલ તમામ
ઉત્તર:
A. રેશનલ પ્લાન સિંગલ
પ્રશ્ન 90.
રેશનલ પ્લાન સૉફ્ટવેરનું કયું ડેસ્કટૉપ ઉત્પાદન અન્ય યોજના સાથે જોડાયેલ હોય છે?
A. રેશનલ પ્લાન સિંગલ
B. રેશનલ પ્લાન મલ્ટિ
C. રેશનલ પ્લાન વ્યૂઅર
D. આપેલ તમામ
ઉત્તર:
B. રેશનલ પ્લાન મલ્ટિ
પ્રશ્ન 91.
રેશનલ પ્લાન સિંગલ ઉપયોગકર્તાને કઈ સુવિધા પૂરી પાડે છે?
A. નોંધપત્રક બનાવવાની
B. નોંધપત્રકમાં સુધારા-વધારા કરવાની
C. નોંધપત્રકને દૂર કરવાની
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 92.
રેશનલ પ્લાનની મૂળ ફાઈલ નીચેનામાંથી કયા પ્રકારનું માળખું ધરાવે છે?
A. .XTP
B. .pla
C. .rpl
D. .xls
ઉત્તર:
A. .XTP
પ્રશ્ન 93.
રેશનલ પ્લાન સૉફ્ટવેરના કયા ડેસ્કટૉપની મદદથી માઇક્રોસૉફ્ટ યોજનાની ફાઈલ ખોલી શકાય છે?
A. રેશનલ પ્લાન સિંગલ
B. રેશનલ પ્લાન મલ્ટિ
C. રેશનલ પ્લાન વ્યૂઅર
D. આપેલ તમામ
ઉત્તર:
C. રેશનલ પ્લાન વ્યૂઅર
પ્રશ્ન 94.
કમ્પ્યૂટરમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરીને કૉલ કરવાની સુવિધા કોણ પૂરી પાડે છે?
A. ગૂગલ મૅપ
B. સ્કાઇપ
C. એમેઝોન
D. ઇકૉલ.કોમ
ઉત્તર:
B. સ્કાઇપ
પ્રશ્ન 95.
કમ્પ્યૂટરમાં સ્કાઇપ વિનિયોગનો ઉપયોગ કરી નીચેનામાંથી કયું કાર્ય કરી શકાય છે?
A. નિઃશુલ્ક ફોન કૉલ
B. ફાઈલને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવાની
C. વીડિયો કૉન્ફરન્સની
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 96.
સ્કાઇપની મદદથી ફોન કૉલ કરવા કમ્પ્યૂટરમાં શું કાર્યરત હોવું જરૂરી છે?
A. સાઉન્ડ ઇનપુટ સાધન
B. સાઉન્ડ આઉટપુટ સાધન
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. A તથા B બંને
પ્રશ્ન 97.
સ્કાઇપ શરૂ ક૨વા માટેનો સાચો વિકલ્પ પસંદ કરો.
A. Application → Internet → Skype
B. Application → Skype
C. Application → Accessories → Skype
D. આપેલ તમામ
ઉત્તર:
A. Application → Internet → Skype