GSEB Std 12 Computer MCQ Answers Ch 5 એમ-કૉમર્સનો પરિચય in Gujarati

Well-structured Std 12 Computer Textbook MCQ Answers and Std 12 Computer MCQ Answers Ch 5 એમ-કૉમર્સનો પરિચય can serve as a valuable review tool before computer exams.

GSEB Std 12 Computer Chapter 5 MCQ એમ-કૉમર્સનો પરિચય

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી, વિકલ્પ પાસે દર્શાવેલ વર્તુળને પેનથી પૂર્ણ ઘટ્ટ (O) કરો :

પ્રશ્ન 1.
ઇન્ટરનેટના સંદર્ભમાં એમ-કૉમર્સ એટલે શું?
A. મૉડર્ન કૉમર્સ
B. મલ્ટિમીડિયા કૉમર્સ
C. મોબાઇલ કૉમર્સ
D. મલ્ટિપલ કૉમર્સ
ઉત્તરઃ
C. મોબાઇલ કૉમર્સ

પ્રશ્ન 2.
ઇન્ટરનેટ ધરાવતા વાયરલેસ સાધનનો ઉપયોગ કરી માલ કે સેવાના ખરીદ-વેચાણને શું કહે છે?
A. ઇન્ટરનેટ
B. મોબાઇલ વેપાર
C. એમ-બૅન્કિંગ
D. WWW
ઉત્તરઃ
B. મોબાઇલ વેપાર

પ્રશ્ન 3.
મોબાઇલ ફોન દ્વારા કરવામાં આવતા ધંધાકીય વ્યવહારને શું કહે છે?
A. એમ-કૉમર્સ
B. એમ-કૉમર્સ
C. એમ-વેપાર
D. કૉમર્સ ઑન મોબાઇલ
ઉત્તરઃ
A. એમ-કૉમર્સ

પ્રશ્ન 4.
મોબાઇલ કૉમર્સ કયા સાધન દ્વારા થઈ શકે?
A. મોબાઇલ ફોન
B. સ્માર્ટ ફોન
C. ટૅબ્લેટ
D. આપેલ તમામ
ઉત્તરઃ
D. આપેલ તમામ

પ્રશ્ન 5.
PDAનું પૂરું નામ જણાવો.
A. Personal Data Administrator
B. Personal Data Assistant
C. Personal Digital Assistant
D. Personal Digital Administrator
ઉત્તરઃ
C. Personal Digital Assistant

પ્રશ્ન 6.
મોબાઇલ કૉમર્સ દ્વારા ઉપયોગકર્તાને નીચેનામાંથી કયો લાભ થાય છે?
A. લવચીકતા (ગતિશીલતા)
B. સાર્વત્રિકતા
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તરઃ
C. A તથા B બંને

GSEB Std 12 Computer MCQ Answers Ch 5 એમ-કૉમર્સનો પરિચય in Gujarati

પ્રશ્ન 7.
નીચેનામાંથી કયું કાર્ય મોબાઇલ કૉમર્સ દ્વારા થઈ શકે?
A. હવાઈ ટિકિટની ખરીદી
B. ફિલ્મની ટિકિટની ખરીદી
C. રેલવે-ટિકિટની ખરીદી
D. આપેલ તમામ
ઉત્તરઃ
D. આપેલ તમામ

પ્રશ્ન 8.
બૅન્ક દ્વારા પોતાના ખાતેદારોને મોબાઇલ પર આપવામાં આવતી સેવાને શું કહે છે?
A. કસ્ટમર સર્વિસ
B. મોબાઇલ બૅન્કિંગ
C. માસ્ટર બૅન્કિંગ
D. મલ્ટિમીડિયા બૅન્કિંગ
ઉત્તરઃ
B. મોબાઇલ બૅન્કિંગ

પ્રશ્ન 9.
મોબાઇલ ઉપકરણ પર પૂરી પાડવામાં આવતી શૅરબજારને લગતી સેવાને શું કહે છે?
A. મોબાઇલ શૅર
B. બઝાર ઑન મોબાઇલ
C. મોબાઇલ બ્રોકરેજ
D. નેટવર્ક બ્રોકરેજ
ઉત્તરઃ
C. મોબાઇલ બ્રોકરેજ

પ્રશ્ન 10.
નીચેનામાંથી કયો વિકલ્પ મોબાઇલ કૉમર્સનો ફાયદો દર્શાવે છે?
A. સરળ ઉપલબ્ધતા
B. ગતિશીલતા
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તરઃ
C. A તથા B બંને

પ્રશ્ન 11.
નીચેનામાંથી કયાં કારણોસર મોબાઇલ કૉમર્સ વધુ લોકપ્રિય બન્યું છે?
A. સરળ ઉપલબ્ધતા અને ગતિશીલતા
B. તત્કાલ ઇન્ટરનેટ જોડાણ
C. 3G જેવી ઝડપી ઇન્ટરનેટ સેવા
D. આપેલ તમામ
ઉત્તરઃ
D. આપેલ તમામ

પ્રશ્ન 12.
મોબાઇલ કૉમર્સની મર્યાદા ………………….. છે.
A. સ્ક્રીનનું કદ
B. ગતિશીલતા
C. તત્કાલ જોડાણ
D. 3G જેવી ઝડપી ઇન્ટરનેટ સેવા
ઉત્તરઃ
A. સ્ક્રીનનું કદ

GSEB Std 12 Computer MCQ Answers Ch 5 એમ-કૉમર્સનો પરિચય in Gujarati

પ્રશ્ન 13.
નીચે આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ મોબાઇલ કૉમર્સની મર્યાદા દર્શાવે છે?
A. સ્ક્રીનનું કદ
B. ફાઈલના પ્રકાર બાબતે સુવિધા
C. વીડિયો દર્શાવવાની ક્ષમતા
D. આપેલ તમામ
ઉત્તરઃ
D. આપેલ તમામ

પ્રશ્ન 14.
નીચેનામાંથી કયો વિકલ્પ મોબાઇલ ઉપકરણની મર્યાદા દર્શાવે છે?
A. સંગ્રહક્ષમતા
B. સ્ક્રીનનું કદ
C. કમ્પ્યુટિંગ ક્ષમતા
D. આપેલ તમામ
ઉત્તરઃ
D. આપેલ તમામ

પ્રશ્ન 15.
વ્યવસાયિક હેતુ માટે સ્થાનની માહિતી પૂરી પાડતી તનિકના ઉપયોગને શું કહે છે?
A. ઇ-કૉમર્સ
B. એમ-કૉમર્સ
C. એલ-કૉમર્સ
D. પરંપરાગત કૉમર્સ
ઉત્તરઃ
C. એલ-કૉમર્સ

પ્રશ્ન 16.
GPS એટલે શું?
A. Global Positioning System
B. Global Postal System
C. Grand Positioning System
D. Google Positioning System
ઉત્તરઃ
A. Global Positioning System

પ્રશ્ન 17.
મોબાઇલ કૉમર્સ વડે ટિકિટનું બુકિંગ કર્યા બાદ ઉપયોગકર્તાના મોબાઇલ ૫૨ …………………… મોકલવામાં આવે છે.
A. આર-ટિકિટ
B. ઇ-ટિકિટ
C. એમ-ટિકિટ
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તરઃ
B. ઇ-ટિકિટ

પ્રશ્ન 18.
મોબાઇલ કૉમર્સ વડે નીચેનામાંથી કઈ સાઇટમાં રેલવે-ટિકિટનું બુકિંગ કરાવી શકાય છે?
A. www.railticket.com
B. www.indticket.com
C. www.irctc.co.in
D. www.irticket.co.in
ઉત્તરઃ
C. www.irctc.co.in

GSEB Std 12 Computer MCQ Answers Ch 5 એમ-કૉમર્સનો પરિચય in Gujarati

પ્રશ્ન 19.
મોબાઇલ કૉમર્સમાં નીચેનામાંથી કઈ વેબ સાઇટ હરાજીની સુવિધા આપે છે?
A. www.irctc.co.in
B. www.eBay.com
C. www.amazon.com
D. www.google.com
ઉત્તરઃ
B. www.eBay.com

પ્રશ્ન 20.
સ્થાન આધારિત કૉમર્સ(L-commerce)માં સ્થાન અંગેની માહિતી કેવી રીતે દર્શાવવામાં આવે છે?
A. અક્ષર સ્વરૂપે
B. ધ્વનિ સ્વરૂપે
C. A અથવા B
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. A અથવા B

પ્રશ્ન 21.
મોબાઇલ ઉપકરણથી GPSનો ઉપયોગ કરી ઉપયોગકર્તા કઈ કામગીરી કરી શકે છે?
A. પોતાના સ્થળના આધારે લૉગ-ઇન કરી શકે છે.
B. અન્ય વ્યક્તિનું સ્થાન શોધી શકે છે.
C. બૅન્ક, હૉસ્પિટલ, સિનેમાગૃહ, રેસ્ટોરન્ટનું સ્થાન શોધી શકે છે.
D. આપેલ તમામ
ઉત્તરઃ
D. આપેલ તમામ

પ્રશ્ન 22.
નીચેનામાંથી કઈ સિસ્ટમ પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતાં ઉપગ્રહોના સમૂહ દ્વારા મોકલાતાં સિગ્નલનાં છેદબિંદુનો ઉપયોગ કરે છે?
A. Bluetooth
B. Wi-Fi
C. GPS
D. આપેલ તમામ
ઉત્તરઃ
C. GPS

પ્રશ્ન 23.
મોબાઇલ ઉપકરણની સ્થિતિ જાણવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?
A. Wi-Fi
B. Google Search
C. GPS
D. આપેલ તમામ
ઉત્તરઃ
C. GPS

પ્રશ્ન 24.
Wi-Fi એટલે શું?
A. Wireless Fidelity
B. Wired Field
C. Wireless Fone
D. Wired Fone
ઉત્તરઃ
A. Wireless Fidelity

GSEB Std 12 Computer MCQ Answers Ch 5 એમ-કૉમર્સનો પરિચય in Gujarati

પ્રશ્ન 25.
નીચેનામાંથી કઈ પદ્ધતિમાં સૅટેલાઇટ ટ્રેકિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે?
A. GPS (Global Positioning System)
B. Bluetooth
C. Wi-Fi
D. આપેલ તમામ
ઉત્તરઃ
A. GPS (Global Positioning System)

પ્રશ્ન 26.
GPS સિસ્ટમ કેટલા મીટરની રેન્જમાં ઉપકરણનું સ્થાન દર્શાવી શકે છે?
A. 200
B. 500
C. 700
D. 1000
ઉત્તરઃ
B. 500

પ્રશ્ન 27.
જ્યારે GPS સિગ્નલ અલ્પ કે અવરોધરૂપ હોય ત્યારે મોબાઇલ ઉપકરણ …………………… તરફથી મળતાં સિગ્નલોનો ઉપયોગ કરે છે.
A. મોબાઇલ ટાવર
B. સર્વર
C. મોબાઇલ વાન
D. આપેલ તમામ
ઉત્તરઃ
A. મોબાઇલ ટાવર

પ્રશ્ન 28.
સ્થાન આધારિત વિનિયોગનો ઉપયોગ કરવા માટે મોબાઇલ ઉપકરણમાં શેની સુવિધા હોવી જોઈએ?
A. SMS
B. MMS
C. GPS
D. UPS
ઉત્તરઃ
C. GPS

પ્રશ્ન 29.
મોબાઇલમાં એક સ્થળેથી બીજા સ્થળ સુધીનું દિશાસુચન ……………………… વડે થાય છે.
A. નેવિગેશન
B. ગૂગલ સર્ચ
C. વાઈ-ફાઈ
D. બ્લ્યૂટૂથ
ઉત્તરઃ
A. નેવિગેશન

પ્રશ્ન 30.
ઇ-કૉમર્સમાં ઑનલાઇન ખરીદી કરતાં સમયે આપવામાં આવતી અંગત માહિતી ક્યાં મોકલવામાં આવે છે?
A. ઉપયોગકર્તાના સ્ક્રીન પર
B. વેપારીના સર્વર પર
C. A અથવા B
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
B. વેપારીના સર્વર પર

GSEB Std 12 Computer MCQ Answers Ch 5 એમ-કૉમર્સનો પરિચય in Gujarati

પ્રશ્ન 31.
ઇ-કૉમર્સમાં ઑનલાઇન ખરીદી સમયે વેપારીનું સર્વર અંગત માહિતી કોના દ્વારા કાર્ડ આપનાર બૅન્કને ખરાઈ માટે મોકલે છે?
A. ફૅક્સ
B. કસ્ટમર
C. પેમેન્ટ ગેટવે
D. કસ્ટમર ગેટવે
ઉત્તરઃ
C. પેમેન્ટ ગેટવે

પ્રશ્ન 32.
ઇ-કૉમર્સમાં ચુકવણી માટે કયા વિકલ્પનો ઉપયોગ થાય છે?
A. ક્રેડિટ કાર્ડ
B. ડેબિટ કાર્ડ
C. ઑનલાઇન બૅન્કિંગ
D. આપેલ તમામ
ઉત્તરઃ
D. આપેલ તમામ

પ્રશ્ન 33.
નીચેનામાંથી કયો વિકલ્પ એમ-કૉમર્સની સુરક્ષાનો મુદ્દો દર્શાવે છે?
A. ગુપ્તતા
B. અખંડિતતા
C. અધિકૃતતા અને અસ્વીકાર
D. આપેલ તમામ
ઉત્તરઃ
D. આપેલ તમામ

પ્રશ્ન 34.
અનધિકૃત ઉપયોગકર્તા વાંચી ન શકે તે માટે માહિતીને ગુપ્ત રાખવાની પદ્ધતિને સુરક્ષાના કયા પ્રકાર તરીકે ઓળખવામાં આવે છે?
A. ગુપ્તતા (Confidentiality)
B. અખંડિતતા (Integrity)
C. અસ્વીકાર (Non-repudiation)
D. અધિકૃતતા (Authorization)
ઉત્તરઃ
A. ગુપ્તતા (Confidentiality)

પ્રશ્ન 35.
વિતરણ દરમિયાન વિગતને અકસ્માતથી કે દૂષિત ઇરાદાઓથી બદલવામાં આવ્યા નથી કે તેની સાથે કોઈ ચેડાં કરવામાં આવ્યા નથી – આને સુરક્ષાનો કયો પ્રકાર કહેવાય?
A. ગુપ્તતા
B. અખંડિતતા
C. અસ્વીકાર
D. અધિકૃતતા
ઉત્તરઃ
B. અખંડિતતા

પ્રશ્ન 36.
માત્ર અધિકૃત ઉપયોગકર્તાને જ સિસ્ટમના ઉપયોગની પરવાનગી આપવામાં આવે – તે સુરક્ષાનો કયો પ્રકાર દર્શાવે છે?
A. અધિકૃતતા
B. ગુપ્તતા
C. અસ્વીકાર
D. અખંડિતતા
ઉત્તરઃ
A. અધિકૃતતા

GSEB Std 12 Computer MCQ Answers Ch 5 એમ-કૉમર્સનો પરિચય in Gujarati

પ્રશ્ન 37.
નીચેનામાંથી સુરક્ષાનો કયો પ્રકાર ખાતરી આપે છે કે સંદેશ મોકલનાર સંદેશ મોકલ્યાનો ઇનકાર કરી શકશે નહીં?
A. અધિકૃતતા
B. ગુપ્તતા
C. અસ્વીકાર
D. અખંડિતતા
ઉત્તરઃ
C. અસ્વીકાર

પ્રશ્ન 38.
ઇન્ટરનેટ ઉપર માહિતીની ગુપ્તતા રાખવા કઈ પ્રક્રિયા કરવામાં આવે છે?
A. સાંકેતીકરણ (Cryptograph)
B. સ્પૂફિંગ
C. ઑનલાઇન ચુકવણી
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તરઃ
A. સાંકેતીકરણ (Cryptograph)

પ્રશ્ન 39.
ઇન્ટરનેટ ઉપર અગત્યની માહિતીને સાંકેતિક લખાણના સ્વરૂપમાં પ્રસારિત કરવાની પદ્ધતિને શું કહે છે?
A. સ્ફૂટિંગ
B. અસાંકેતીકરણ
C. સાંકેતીકરણ
D. આપેલ તમામ
ઉત્તર:
C. સાંકેતીકરણ

પ્રશ્ન 40.
સાંકેતીકરણથી પ્રસારિત કરવામાં આવતા સંદેશાને કોનો ઉપયોગ કરીને મૂળ સ્વરૂપમાં ફેરવવામાં આવે છે?
A. પ્રોટોકૉલ
B. સ્પૂફિંગ
C. ચુકવણી
D. કી (Key)
ઉત્તર:
D. કી (Key)

પ્રશ્ન 41.
ઇન્ટરનેટ પર અંગત માહિતીને બાહ્ય આક્રમણથી સુરક્ષિત રાખવા શેનો ઉપયોગ થાય છે?
A. સ્ફૂટિંગ
B. પ્રોટોકૉલ
C. સાંકેતીકરણ
D. ઑફલાઇન ચુકવણી
ઉત્તરઃ
C. સાંકેતીકરણ

પ્રશ્ન 42.
ઇ-કૉમર્સ / એમ-કૉમર્સમાં ગ્રાહકે ઇન્ટરનેટ પર મોકલેલ ઑર્ડર કોના દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે?
A. વિશ્વસનીય ત્રાહિત પક્ષ (Trusted Third Party – TTP)
B. ડિજિટલ સહી (Digital Signature)
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તરઃ
C. A તથા B બંને

GSEB Std 12 Computer MCQ Answers Ch 5 એમ-કૉમર્સનો પરિચય in Gujarati

પ્રશ્ન 43.
કમ્પ્યૂટરને નુકસાન કરે તેવા કોડને શું કહે છે?
A. સોર્સ કોડ
B. ઑબ્જેક્ટ કોડ
C. નુકસાન કોડ
D. દૂષિત કોડ
ઉત્તરઃ
D. દૂષિત કોડ

પ્રશ્ન 44.
ઇન્ટરનેટનો ઉપયોગ કરી કમ્પ્યૂટર કે રાઉટર દ્વારા મોકલનારથી પ્રાપ્તકર્તા સુધી વહેતી માહિતીની નોંધ લેતા પ્રોગ્રામને ……………………. કહે છે.
A. વાયરસ
B. સ્નિફર
C. દૂષિત કોડ
D. સોર્સ કોડ
ઉત્તરઃ
B. સ્નિફર

પ્રશ્ન 45.
સ્નિફર પ્રોગ્રામ કઈ માહિતી વાંચી શકે છે?
A. ક્રેડિટ કાર્ડ નંબર અને પાસવર્ડ
B. ઇ-મેઇલ સંદેશ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તરઃ
C. A તથા B બંને

પ્રશ્ન 46.
ઇન્ટરનેટનો ઉપયોગ કરતા સમયે નીચેનામાંથી કઈ બાબતથી ચેતવું જરૂરી છે?
A. દૂષિત કોડ
B. સેવાના અસ્વીકાર સ્વરૂપે આક્રમણ
C. સ્નિફિંગ
D. આપેલ તમામ
ઉત્તરઃ
D. આપેલ તમામ

પ્રશ્ન 47.
નીચેનામાંથી કયો વિકલ્પ અખંડિતતા ઉલ્લંઘનનું ઉદાહરણ દર્શાવે છે?
A. સ્નિફર
B. સાયબર જંગલિયાત
C. દૂષિત કોડ
D. આપેલ તમામ
ઉત્તરઃ
B. સાયબર જંગલિયાત

પ્રશ્ન 48.
હયાત વેબ સાઇટ પર ઇલેક્ટ્રૉનિક પદ્ધતિથી કરવામાં આવતાં ગેરકાયદેસર સુધારાને શું કહે છે?
A. દૂષિત કોડ
B. સેવાના અસ્વીકાર સ્વરૂપે આક્રમણ
C. સ્નિફિંગ
D. સાયબર જંગલિયાત
ઉત્તરઃ
B. સેવાના અસ્વીકાર સ્વરૂપે આક્રમણ

GSEB Std 12 Computer MCQ Answers Ch 5 એમ-કૉમર્સનો પરિચય in Gujarati

પ્રશ્ન 49.
કયા પ્રકારના આક્રમણથી વેબ સાઇટની મૂળ વિગતોને પોતાની વિગતોથી બદલી નાખે છે?
A. સેવાના અસ્વીકાર સ્વરૂપે આક્રમણ
B. સાયબર જંગલિયાત
C. સ્નિફિંગ
D. આપેલ તમામ
ઉત્તરઃ
B. સાયબર જંગલિયાત

પ્રશ્ન 50.
ઇન્ટરનેટ પર કોઈના ફોટોગ્રાફ પર કરવામાં આવતા દૂષિત ફેરફારોને શું કહે છે?
A. સેવાના અસ્વીકાર સ્વરૂપે આક્રમણ
B. સાયબર જંગલિયાત
C. સ્નિફિંગ
D. આપેલ તમામ
ઉત્તરઃ
A. સેવાના અસ્વીકાર સ્વરૂપે આક્રમણ

પ્રશ્ન 51.
ઇન્ટરનેટ પર વ્યવસાયિક વિગતોને અરુચિકર સામગ્રી સાથે બદલી નાખવાની ક્રિયાને શું કહે છે?
A. સ્નિફિંગ
B. સેવાના અસ્વીકાર સ્વરૂપે આક્રમણ
C. સાયબર જંગલિયાત
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તરઃ
C. સાયબર જંગલિયાત

પ્રશ્ન 52.
નીચેનામાંથી શેમાં દૂષિત કોડ હોઈ શકે છે?
A. વાયરસ
B. વૉર્મ
C. ટ્રોજનહૉર્સ
D. આપેલ તમામ
ઉત્તરઃ
B. વૉર્મ

પ્રશ્ન 53.
ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે રહેલાં ભયસ્થાનો સામે શેના દ્વારા સુરક્ષા મેળવી શકાય?
A. ફાયરવૉલ
B. ઍન્ટિવાયરસ સૉફ્ટવેર
C. સિક્યોર સૉકેટ લેયર
D. આપેલ તમામ
ઉત્તરઃ
D. આપેલ તમામ

પ્રશ્ન 54.
કમ્પ્યૂટરમાં આવેલ વાયરસ, વૉર્મ વગે૨ે પ્રકારના દૂષિત કોડને શોધીને તેને નાશ કરતા પ્રોગ્રામને શું પડે છે
A. ફાયરવૉલ
B. ઍન્ટિવાયરસ સૉફ્ટવેર
C. સિક્યોર સૉકેટ લેયર
D. આપેલ તમામ
ઉત્તરઃ
D. આપેલ તમામ

GSEB Std 12 Computer MCQ Answers Ch 5 એમ-કૉમર્સનો પરિચય in Gujarati

પ્રશ્ન 55.
ઇન્ટરનેટ પર કમ્પ્યૂટર કે રાઉટર દ્વારા પ્રેષકથી પ્રાપ્તકર્તા સુધી મોકલાતી માહિતીની નોંધ રાખતા પ્રોગ્રામને શું કહે છે?
A. Sniffer
B. Denial of Service Attack
C. Malicious Code
D. Spoofing
ઉત્તરઃ
A. Sniffer

પ્રશ્ન 56.
ઉપયોગકર્તાના મશીન કે નેટવર્કને સ્થગિત કરી નાખી, તેને નિરુપયોગી બનાવી દેવાનું આક્રમણ નીચેનામાંથી કયા નામે ઓળખાય છે?
A. Malicious Code
B. Denial of Service Attack
C. Spoofing
D. Cyber Vandalism
ઉત્તરઃ
B. Denial of Service Attack

પ્રશ્ન 57.
હયાત વેબ સાઇટનાં પાનાંને ઇલેક્ટ્રૉનિક પદ્ધતિથી સુધારવાની પદ્ધતિને શું કહે છે?
A. Cyber Vandalism
B. Denial of Service Attack
C. Spoofing
D. Malicious Code
ઉત્તરઃ
A. Cyber Vandalism

પ્રશ્ન 58.
કોઈની સમક્ષ તમે જે નથી તે સ્વરૂપે રજૂ થવું અથવા કોઈ નકલી વેબ સાઇટને પ્રમાણભૂત વેબ સાઇટ તરીકે રજૂ કરવી તેને શું કહેવાય છે?
A. Cyber Vandalism
B. Malicious Code
C. Denial of Service Attack
D. Spoofing
ઉત્તરઃ
D. Spoofing

પ્રશ્ન 59.
વાયરસ, વૉર્મ અને ટ્રોજનહૉર્સ જેવા દૂષિત કોડને શોધી, અટકાવી અને દૂર કરવાની પ્રક્રિયા કરતા કમ્પ્યૂટર પ્રોગ્રામને શું કહે છે?
A. ઍન્ટિવાયરસ સૉફ્ટવેર
B. ડિજિટલ સર્ટિફિકેટ
C. ફાયરવૉલ
D. ક્રિપ્ટોગ્રાફી
ઉત્તરઃ
A. ઍન્ટિવાયરસ સૉફ્ટવેર

પ્રશ્ન 60.
ઍન્ટિવાયરસ સૉફ્ટવેર નીચેનામાંથી કયું કાર્ય કરે છે?
A. દૂષિત કોડને શોધવાનું
B. દૂષિત કોડ અટકાવવાનું
C. દૂષિત કોડને દૂર કરવાનું
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ

GSEB Std 12 Computer MCQ Answers Ch 5 એમ-કૉમર્સનો પરિચય in Gujarati

પ્રશ્ન 61.
કમ્પ્યૂટરને વાયરસ, વૉર્મ કે ટ્રોજનહૉર્સ જેવા દૂષિત કોડથી બચાવવા શું ઇન્સ્ટોલ કરવું જોઈએ?
A. ઑપરેટિંગ સિસ્ટમ પ્રોગ્રામ
B. ઍપ્લિકેશન પ્રોગ્રામ
C. ઍન્ટિવાયરસ પ્રોગ્રામ
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તરઃ
C. ઍન્ટિવાયરસ પ્રોગ્રામ

પ્રશ્ન 62.
સંસ્થાના નેટવર્ક અને બહારની દુનિયા વચ્ચેની સુરક્ષા માટે શેનો ઉપયોગ થાય છે?
A. ઍન્ટિવાયરસ સૉફ્ટવેર
B. ફાયરવૉલ
C. લૉગ-ઇન નેમ અને પાસવર્ડ
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તરઃ
B. ફાયરવૉલ

પ્રશ્ન 63.
ફાયરવૉલની મદદથી કોની વચ્ચેની સુરક્ષા મેળવી શકાય છે?
A. સંસ્થાના નેટવર્ક
B. સંસ્થાના પ્રિન્ટર
C. બહારની દુનિયામાં ઉપયોગમાં લેવાતા નેટવર્ક
D. A તથા C બંને
ઉત્તરઃ
D. A તથા C બંને

પ્રશ્ન 64.
ઇલેક્ટ્રૉનિક વ્યવહારમાં ઉપયોગકર્તાની ઓળખ સાબિત કરવા ………………… સર્ટિફિકેટનો ઉપયોગ થાય છે.
A. ડિજિટલ
B. ઍનેલોગ
C. યુનિવર્સિટી
D. કંપની
ઉત્તરઃ
A. ડિજિટલ

પ્રશ્ન 65.
ડિજિટલ સર્ટિફિકેટ કોના દ્વારા આપવામાં આવે છે?
A. વિશ્વસનીય વ્યવસાયી
B. વિશ્વસનીય ખરીદનાર
C. વિશ્વસનીય ત્રાહિત પક્ષ
D. વિશ્વસનીય બૅન્ક
ઉત્તરઃ
C. વિશ્વસનીય ત્રાહિત પક્ષ

પ્રશ્ન 66.
ઇન્ટરનેટના સંદર્ભમાં TTPનું સાચું પૂરું નામ કયું છે?
A. Trusted Third Party
B. Trusted Third Purchaser
C. Trusted Transport Protocol
D. Trusted Third Protocol
ઉત્તરઃ
A. Trusted Third Party

GSEB Std 12 Computer MCQ Answers Ch 5 એમ-કૉમર્સનો પરિચય in Gujarati

પ્રશ્ન 67.
ડિજિટલ સર્ટિફિકેટ આપનાર ત્રાહિત પક્ષને શું કહે છે?
A. બૅન્ક ઑથોરિટી
B. સર્ટિફિકેશન ઑથોરિટી
C. સોશિયલ ઑથોરિટી
D. ઇન્ટરનેટ ઑથોરિટી
ઉત્તરઃ
B. સર્ટિફિકેશન ઑથોરિટી

પ્રશ્ન 68.
ડિજિટલ સર્ટિફિકેટમાં શેનો ઉલ્લેખ હોય છે?
A. સર્ટિફિકેટ ધારકનું નામ અને સહી
B. સર્ટિફિકેટ આપનાર પક્ષની સહી
C. સર્ટિફિકેટ ધારકની પબ્લિક કી
D. આપેલ તમામ
ઉત્તરઃ
D. આપેલ તમામ

પ્રશ્ન 69.
ઍન્ક્રિપ્શન અલ્ગોરિધમનો ઉપયોગ કરી ‘સાદા લખાણ’ તરીકે ઓળખાતા મૂળ લખાણને ‘ગુપ્ત લખાણ’ તરીકે ઓળખાતા અવાચ્ય લખાણમાં પરિવર્તિત કરવાની ક્રિયાને શું કહે છે?
A. ફાયરવૉલ
B. ઍન્ક્રિપ્શન
C. ઍન્ટિવાયરસ સૉફ્ટવેર
D. ડિજિટલ સર્ટિફિકેટ
ઉત્તરઃ
B. ઍન્ક્રિપ્શન

પ્રશ્ન 70.
ગુપ્ત લખાણને ફરી મૂળ લખાણમાં પરિવર્તિત કરવાની ક્રિયાને શું કહે છે?
A. ફાયરવૉલ
B. ડિજિટલ સર્ટિફિકેટ
C. ડિસ્ક્રિપ્શન
D. વાયરસ
ઉત્તર:
C. ડિસ્ક્રિપ્શન

પ્રશ્ન 71.
માહિતીને અવાચ્ય લખાણમાં પરિવર્તિત કરવાની ક્રિયાને શું કહે છે?
A. ઍન્ક્રિપ્શન
B. ડિસ્ક્રિપ્શન
C. હાઇડિંગ
D. ફાયરવૉલ
ઉત્તરઃ
A. ઍન્ક્રિપ્શન

પ્રશ્ન 72.
માહિતીના સાંકેતીકરણ (ઍન્ક્રિપ્શન) અને બિન- સાંકેતીકરણ (ડિક્રિપ્શન) માટે શેનો ઉપયોગ થાય છે?
A. દૂષિત કોડ
B. ગુપ્ત કી
C. ગુપ્ત ચિહ્ન
D. આપેલ તમામ
ઉત્તરઃ
B. ગુપ્ત કી

GSEB Std 12 Computer MCQ Answers Ch 5 એમ-કૉમર્સનો પરિચય in Gujarati

પ્રશ્ન 73.
ઇ-કૉમર્સ / એમ-કૉમર્સની સુરક્ષા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે?
A. ઇ-મેઇલ
B. વાયરસ
C. પ્રોટોકૉલ
D. પ્રોટોટાઇપ
ઉત્તરઃ
C. પ્રોટોકૉલ

પ્રશ્ન 74.
ATMનું પૂરું નામ જણાવો.
A. Automatic Talking Machine
B. Automatic Teller Machine
C. Automatic Take Money
D. Automatic Telenet Machine
ઉત્તરઃ
B. Automatic Teller Machine

પ્રશ્ન 75.
ઇન્ટરનેટ પર વેબ વ્યવહારોને સુરક્ષિત રાખવા માટે કયા પ્રોટોકૉલનો ઉપયોગ કરવામાં આવે છે?
A. TCP/IP
B. HTTP
C. Bluetooth
D. SSL
ઉત્તરઃ
D. SSL

પ્રશ્ન 76.
SSL પ્રોટોકૉલની રચના કોણે કરી?
A. Google
B. Netscape
C. Yahoo
D. Firefox
ઉત્તરઃ
B. Netscape

પ્રશ્ન 77.
નીચેનામાંથી વેબ સાઇટની કઈ શરૂઆત દર્શાવે છે કે સાઇટને SSL દ્વારા સુરક્ષિત કરવામાં આવેલી છે?
A. http://
B. ssl://
C. https://
D. http-ssl://
ઉત્તરઃ
C. https://

પ્રશ્ન 78.
SSLનું પૂરું નામ શું છે?
A. Secret Setup Layer
B. Secure Socket Layer
C. Secure Setup Link
D. Secret Setup Link
ઉત્તરઃ
B. Secure Socket Layer

GSEB Std 12 Computer MCQ Answers Ch 5 એમ-કૉમર્સનો પરિચય in Gujarati

પ્રશ્ન 79.
ઇ-કૉમર્સ / એમ-કૉમર્સનાં વ્યવહારમાં માહિતીની સુરક્ષા માટે કયા પ્રોટોકૉલનો ઉપયોગ થાય છે?
A. SST
B. STS
C. SSL
D. SLS
ઉત્તરઃ
C. SSL

પ્રશ્ન 80.
નીચેનામાંથી કયો લોગો વેબ સાઇટ સુરક્ષિત હોવાની ખાતરી આપે છે?
A. વેરિસાઇન
B. ગૂગલ
C. માઇક્રોસૉફ્ટ
D. યાહૂ
ઉત્તર:
A. વેરિસાઇન

પ્રશ્ન 81.
ઇન્ટરનેટ પર વેબ સાઇટની કઈ લાક્ષણિકતા વેબ સાઇટ સુરક્ષિત હોવાનો નિર્દેશ કરે છે?
A. વેબ સાઇટના નામની શરૂઆત https://થી થાય
B. વેબ સાઇટમાં વેરિસાઇન લોગો હાજર હોય
C. વેબ સાઇટમાં કંપનીનો લોગો હોય
D. A તથા B બંને
ઉત્તરઃ
D. A તથા B બંને

પ્રશ્ન 82.
ભારત સરકાર દ્વારા ઇન્ટરનેટના ઉપયોગ બાબતે ઘડવામાં આવેલ IT Lawમાં IT શેનો નિર્દેશ કરે છે?
A. Internet Technology
B. Indian Technology
C. Information Technology
D. International Technology
ઉત્તરઃ
C. Information Technology

પ્રશ્ન 83.
ઑનલાઇન વ્યવસાય કરતી સંસ્થાઓને કયા દુરુપયોગ બાબતે IT Law કાયદાકીય સુરક્ષા પૂરી પાડે છે?
A. ડિજિટલ માહિતી
B. કૉપીરાઇટ
C. કંપની લોગો
D. આપેલ તમામ
ઉત્તરઃ
D. આપેલ તમામ

પ્રશ્ન 84.
સર્જકના મૂળભૂત કાર્યનો ઉપયોગ અન્ય અનધિકૃત ઉપયોગકર્તા દ્વારા થતો અટકાવવા સર્જકને કઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે?
A. ટ્રેડમાર્ક
B. કૉપીરાઇટ
C. ડિજિટલ વૉટરમાર્કિંગ
D. સ્ટેગ્નોગ્રાફી
ઉત્તરઃ
B. કૉપીરાઇટ

GSEB Std 12 Computer MCQ Answers Ch 5 એમ-કૉમર્સનો પરિચય in Gujarati

પ્રશ્ન 85.
ઉત્પાદન કે સેવાને બજારના અન્ય ઉત્પાદન કે સેવાથી અલગ રાખવા વ્યક્તિ કે સંસ્થા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા નિશ્ચિત લોગો, શબ્દ, નિશાની, શૈલી, શબ્દસમૂહ કે ચિત્રને શું કહે છે?
A. ટ્રેડમાર્ક
B. કૉપીરાઇટ
C. ડિજિટલ વૉટરમાર્કિંગ
D. સ્ટેગ્નોગ્રાફી
ઉત્તરઃ
A. ટ્રેડમાર્ક

પ્રશ્ન 86.
નીચેનામાંથી કઈ ટ્રેડમાર્કની નિશાની છે?
A. TM, MT અને ©
B. TM, MS અને (R)
C. TM, SM અને (R)
D. TM, SM અને ©
ઉત્તરઃ
C. TM, SM અને (R)

પ્રશ્ન 87.
નીચેનામાંથી કયો મુદ્દો બૌદ્ધિક સંપત્તિની સુરક્ષાનો નિર્દેશ કરે છે?
A. ટ્રેડમાર્ક (Trademark)
B. કૉપીરાઇટ (Copyright)
C. ડોમેઇન નામની તકરાર (Domain Name Dispute)
D. આપેલ તમામ
ઉત્તરઃ
D. આપેલ તમામ

પ્રશ્ન 88.
વેબ પેજ પરની વિગતોની નકલ કરવી તે શેનો ભંગ ગણાય?
A. કૉપીરાઇટ
B. ટ્રેડમાર્ક
C. A અથવા B
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તરઃ
A. કૉપીરાઇટ

પ્રશ્ન 89.
સૉફ્ટવેરના વિતરણનો અધિકાર કોની પાસે હોય છે?
A. ઉપયોગકર્તા
B. બૅન્ક
C. કૉપીરાઇટ ધારક (Copyright holder)
D. આપેલ તમામ
ઉત્તરઃ
C. કૉપીરાઇટ ધારક (Copyright holder)

પ્રશ્ન 90.
લોકો દ્વારા ઉપયોગમાં ન લેવાતા હોય તેવા ડોમેઇન નામની નોંધણી કરાવી, તેને કોઈ સંસ્થાને ઊંચી કિંમતે વેચવામાં આવે તેને શું કહેવાય?
A. સ્ક્રૂફિંગ
B. સાયબર ક્રાઇમ
C. સાયબર પ્રૉફિટ
D. સાયબર સ્ક્વૉટિંગ
ઉત્તર:
D. સાયબર સ્ક્વૉટિંગ

GSEB Std 12 Computer MCQ Answers Ch 5 એમ-કૉમર્સનો પરિચય in Gujarati

પ્રશ્ન 91.
સ્ટેગ્નોગ્રાફીની મદદથી કયા પ્રકારની ફાઈલને સંતાડી શકાય છે?
A. લખાણ
B. ધ્વનિ
C. ચિત્ર
D. આપેલ તમામ
ઉત્તરઃ
D. આપેલ તમામ

પ્રશ્ન 92.
સ્ટેગ્નોગ્રાફીથી બનાવેલ ફાઈલમાં અદૃશ્ય માહિતી કયા સ્વરૂપે હોઈ શકે છે?
A. ચિત્ર
B. ગુપ્ત લખાણ
C. સાદું લખાણ
D. આપેલ તમામ
ઉત્તરઃ
D. આપેલ તમામ

પ્રશ્ન 93.
એક માહિતીમાં અન્ય માહિતી સંતાડવાની ક્રિયાને શું કહે છે?
A. Squatting
B. Steganography
C. Name changing
D. Copyright
ઉત્તરઃ
B. Steganography

પ્રશ્ન 94.
ફાઈલની કૉપીરાઇટ માહિતીને ઓળખવા માટે ચિત્ર, ઓડિયો કે વીડિયોમાં ઉમેરવામાં આવતા ડિજિટલ કોડને શું કહે છે?
A. Image mark
B. Digital mark
C. Code mark
D. Watermark
ઉત્તરઃ
D. Watermark

પ્રશ્ન 95.
ઇન્ટરનેટ પર કલાકારો ચિત્રની અંદર પોતાનું નામ છુપાવીને કયું ચિહ્ન બનાવે છે?
A. ઓળખિચહ્ન
B. સૂર્યચિહ્ન
C. ગ્રાફિક્સ ચિહ્ન
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તરઃ
A. ઓળખિચહ્ન

પ્રશ્ન 96.
ફાઈલની કૉપીરાઇટ માહિતીને ઓળખવા માટે ચિત્ર, ઓડિયો કે વીડિયોમાં વૉટરમાર્ક સ્વરૂપે શું ઉમેરવામાં આવે છે?
A. કલાકારનો ફોટો
B. કલાકારની સહી
C. ડિજિટલ કોડ
D. આપેલ તમામ
ઉત્તરઃ
C. ડિજિટલ કોડ

GSEB Std 12 Computer MCQ Answers Ch 5 એમ-કૉમર્સનો પરિચય in Gujarati

પ્રશ્ન 97.
ચિત્રની અંદર કૉપીરાઇટ માહિતી છુપાવવા નીચેનામાંથી કયા એડિટર સૉફ્ટવેરનો ઉપયોગ થાય છે?
A. GIMP
B. HIMP
C. CIMP
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તરઃ
A. GIMP

પ્રશ્ન 98.
GIMPનું પૂરું નામ ……… છે.
A. General Image Making Program
B. GNU Image Manipulation Program
C. GNU Image Making Program
D. General Image Program Manipulation
ઉત્તરઃ
B. GNU Image Manipulation Program

પ્રશ્ન 99.
ઉપયોગકર્તાને ક્રેડિટ કાર્ડ તથા વેપારીને ચુકવણીની ખાતરી કોણ આપે છે?
A. વેપારી
B. ઇસ્યુઇંગ બૅન્ક
C. ઍક્વાયરિંગ બૅન્ક
D. ગ્રાહક
ઉત્તરઃ
B. ઇસ્યુઇંગ બૅન્ક

પ્રશ્ન 100.
નીચેનામાંથી ચુકવણીના કયા કાર્ડની સપાટી પર માઇક્રોચિપ જડેલી હોય છે?
A. સ્માર્ટ કાર્ડ
B. ડેબિટ કાર્ડ
C. ક્રેડિટ કાર્ડ
D. ચાર્જ કાર્ડ
ઉત્તર:
C. ક્રેડિટ કાર્ડ

પ્રશ્ન 101.
ચુકવણીની પરંપરાગત પદ્ધતિમાં શેના દ્વારા ચુકવણી કરવામાં આવે છે?
A. રોકડ
B. ચેક
C. A અથવા B
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તરઃ
C. A અથવા B

પ્રશ્ન 102.
ઇન્ટરનેટ પર ચુકવણીની કઈ પદ્ધતિ વધુ ઉપયોગમાં લેવાય છે?
A. રોકડ
B. ઇલેક્ટ્રૉનિક
C. ઑનલાઇન
D. B અથવા C
ઉત્તરઃ
D. B અથવા C

GSEB Std 12 Computer MCQ Answers Ch 5 એમ-કૉમર્સનો પરિચય in Gujarati

પ્રશ્ન 103.
નીચેનામાંથી કયા કાર્ડ દ્વારા ચુકવણી થઈ શકે છે?
A. ક્રેડિટ કાર્ડ
B. ડેબિટ કાર્ડ
C. સ્માર્ટ કાર્ડ
D. આપેલ તમામ
ઉત્તરઃ
D. આપેલ તમામ

પ્રશ્ન 104.
ઇ-કૉમર્સમાં વેપારી ઍક્વાયરિંગ બૅન્કમાં ખાતું ખોલાવી કઈ સેવા મેળવે છે?
A. ઑનલાઇન ચુકવણી
B. ઑનલાઇન અધિકૃતતા
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તરઃ
C. A તથા B બંને

પ્રશ્ન 105.
ઇન્ટરનેટ પર ઇ-કૉમર્સ/એમ-કૉમર્સમાં ચુકવણી માટેની સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પદ્ધતિ કઈ છે?
A. ક્રેડિટ કાર્ડ
B. રોકડ
C. ટેલીટ્રાન્સફર
D. આપેલ તમામ
ઉત્તરઃ
A. ક્રેડિટ કાર્ડ

પ્રશ્ન 106.
ગ્રાહકને ક્રેડિટ કાર્ડ ……………… આપે છે.
A. રાષ્ટ્રીય બૅન્ક
B. ઇસ્યુઇંગ બૅન્ક
C. ઍક્વાયરિંગ બૅન્ક
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તરઃ
B. ઇસ્યુઇંગ બૅન્ક

પ્રશ્ન 107.
વેબ સાઇટ દ્વારા ક્રેડિટ કાર્ડથી ચુકવણી સ્વીકારવા વેપારીને ………………… બૅન્કમાં ખાતું ખોલાવવું જરૂરી છે.
A. રાષ્ટ્રીય બૅન્ક
B. ઇસ્યુઇંગ બૅન્ક
C. ઍક્વાયરિંગ બૅન્ક
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તરઃ
C. ઍક્વાયરિંગ બૅન્ક

પ્રશ્ન 108.
નીચેનામાંથી કોણ ઑનલાઇન ચુકવણીમાં અગત્યનો ભાગ ભજવે છે?
A. પેમેન્ટ ગેટવે
B. પેમેન્ટ પ્રોસેસર
C. વેપારી
D. A તથા B બંને
ઉત્તરઃ
D. A તથા B બંને

GSEB Std 12 Computer MCQ Answers Ch 5 એમ-કૉમર્સનો પરિચય in Gujarati

પ્રશ્ન 109.
પે-પાલ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાને …………………… કહે છે.
A. પેમેન્ટ ગેટવે
B. રજિસ્ટ્રેશન
C. ક્રેડિટ ગેટવે
D. આપેલ તમામ
ઉત્તરઃ
A. પેમેન્ટ ગેટવે

પ્રશ્ન 110.
ઇ-કૉમર્સ વેબ સાઇટમાં વેપારી ……………….. દ્વારા જોડાયેલ હોય છે.
A. ક્રેડિટ ગેટવે
B. પેમેન્ટ ગેટવે
C. રજિસ્ટ્રેશન પ્રોસેસર
D. સ્થાનિક બૅન્ક
ઉત્તરઃ
B. પેમેન્ટ ગેટવે

પ્રશ્ન 111.
પેમેન્ટ ગેટવે ગ્રાહકના ક્રેડિટ કાર્ડની માહિતી કોને મોકલે છે?
A. વેપારીને
B. ઉપયોગકર્તાને
C. પ્રોસેસરને
D. A તથા B બંનેને
ઉત્તરઃ
C. પ્રોસેસરને

પ્રશ્ન 112.
ક્રેડિટ કાર્ડ દ્વારા થતી ઑનલાઇન ચુકવણીમાં પ્રોસેસર ચુકવણીની વિગતો કોને મોકલે છે?
A. ગ્રાહકની ઇસ્યુઇંગ બૅન્કને
B. વિક્રેતાની બૅન્કને
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તરઃ
C. A તથા B બંને

પ્રશ્ન 113.
ઑનલાઇન વ્યવહારોને સુરક્ષિત બનાવવા માટે મોટા ભાગની ક્રેડિટ કાર્ડ સંસ્થાઓ શેનો ઉપયોગ કરે છે?
A. Secure Electronic Transfer
B. Portable Electronic Transfer
C. General Electronic Transfer
D. Cash Electronic Transfer
ઉત્તરઃ
A. Secure Electronic Transfer

પ્રશ્ન 114.
સ્માર્ટ કાર્ડ રીડર નીચેનામાંથી કઈ કામગીરી કરે છે?
A. સ્માર્ટ કાર્ડમાં માહિતી ઉમેરવાની
B. સ્માર્ટ કાર્ડમાં રહેલ માહિતી વાંચવાની
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તરઃ
B. સ્માર્ટ કાર્ડમાં રહેલ માહિતી વાંચવાની

પ્રશ્ન 115.
નીચેનામાંથી કયા કાર્ડમાં ગ્રાહકના બૅન્ક ખાતામાંથી ખરીદીની રકમ તાત્કાલિક કપાઈ જાય છે?
A. ક્રેડિટ કાર્ડ
B. ડેબિટ કાર્ડ
C. સ્માર્ટ કાર્ડ
D. આપેલ તમામ
ઉત્તરઃ
B. ડેબિટ કાર્ડ

GSEB Std 12 Computer MCQ Answers Ch 5 એમ-કૉમર્સનો પરિચય in Gujarati

પ્રશ્ન 116.
સ્માર્ટ કાર્ડમાં માહિતી સ્વરૂપે સંગ્રહેલ ……………… હોય છે.
A. સાંકેતિક
B. અક્ષર
C. ચિત્ર
D. આંકડા
ઉત્તરઃ
A. સાંકેતિક

પ્રશ્ન 117.
નીચેનામાંથી કયું કાર્ડ સૌથી સુરક્ષિત કહેવાય ?
A. ક્રેડિટ કાર્ડ
B. ડેબિટ કાર્ડ
C. સ્માર્ટ કાર્ડ
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તરઃ
C. સ્માર્ટ કાર્ડ

પ્રશ્ન 118.
ગ્રાહક પોતાના બૅન્ક ખાતામાં નેટ બૅન્કિંગની સુવિધા શા માટે લે છે?
A. ઑનલાઇન ખરીદી કરવા
B. ઑનલાઇન બિલની ચુકવણી કરવા
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તરઃ
C. A તથા B બંને

પ્રશ્ન 119.
જે વેપારી ઉપયોગકર્તાની વિગતો વારંવાર ભરાવવાના બદલે એક વખત ભરેલ ફૉર્મમાં રહેલ વિગતોનો સંગ્રહ પોતાના સર્વર પર કરે છે, તે કઈ સુવિધા આપે છે?
A. ઇ-ફૉર્મ
B. ઑટો ફૉર્મ ફિલ
C. ઇ-કૉપી
D. ઇ-વૉલેટ
ઉત્તરઃ
D. ઇ-વૉલેટ

પ્રશ્ન 120.
નીચેનામાંથી કોણ ઇ-વૉલેટની સુવિધા આપી શકે છે?
A. બૅન્કો
B. ટેલિફોન સેવાઓ
C. A તથા B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તરઃ
C. A તથા B બંને

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *