Gujarat Board GSEB Class 11 Biology Important Questions Chapter 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન Important Questions and Answers.
GSEB Class 11 Biology Important Questions Chapter 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન
ટૂંક જવાબી પ્રશ્નો (SQ)
પ્રશ્ન 1.
કોષોના કાર્યોને અનુલક્ષીને પેશીઓના પ્રકાર જણાવો.
ઉત્તર:
કોષોના કાર્યોને અનુલક્ષીને તેની રચના બદલાતી રહે છે. તેથી પેશીઓ જુદા જુદા પ્રકારની હોય છે અને મુખ્યત્વે ચાર પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે.
- અધિચ્છદીય પેશી
- સંયોજક પેશી
- સ્નાયુ પેશી
- ચેતા પેશી.
પ્રશ્ન 2.
અધિચ્છદીય પેશીના મુખ્ય પ્રકાર જણાવો.
ઉત્તર:
અધિચ્છદીય પેશીના મુખ્ય બે પ્રકાર છે :
- સરળ અધિચ્છદ પેશી
- સંયુક્ત અધિચ્છદ પેશી.
પ્રશ્ન 3.
લાદીસમ અધિચ્છદ પેશીનું સ્થાન અને કાર્ય જણાવો.
ઉત્તર:
સ્થાન : આ પેશી રૂધિરવાહિનીઓની દીવાલ, ફેફસાંનાં વાયુકોષ્ઠોમાં જોવા મળે છે,
કાર્ય : પ્રસરણ સીમા તરીકેનું કામ કરે છે.
પ્રશ્ન 4.
સ્થાન અને કાર્ય જણાવો ? સૂથમાંકુરો.
ઉત્તર:
સ્થાન મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાના નિકટવર્તી ગૂંચળામય નલિકા (PCT)ની અધિચ્છદ સપાટી પર સૂકમાં કુરો હોય છે,
કાર્ય : શૌષણ.
પ્રશ્ન 5.
પક્સલ અધિચ્છદ કોને કહેવાય ?
ઉત્તર:
જો ઘનાકાર અથવા ખંભાકાર કોષોની મુક્ત સપાટી પલ્મો ધરાવતી હોય તો તેને પહ્મલ અધિચ્છદ કહે છે.
પ્રશ્ન 6.
શ્રાવના નિકાલના આધારે ગ્રંથિઓના પ્રકાર જણાવો.
ઉત્તર:
બે પ્રકાર પડે છે :
(a) બાહ્યમાવી ગ્રંથિ
(b) અંતઃસ્ત્રાવી ગ્રંથિ.
પ્રશ્ન 7.
અગત્યતા જણાવો દંઢ જોડાણ, અભિલગ્ન જોડાણ અને અવકાશી જોડાણ.
ઉત્તર:
- દંઢ જોડાણ આ જો ડાણ પદાર્થોને પેશીની બહાર નીકળતા અટકાવે છે,
- અભિલગ્ન જોડાણ : આ જોડાણ પાસપાસેના કોષોને એકબીજાથી જોડવાનું કામ કરે છે.
- અવકાશી જોડાણ : આ જોડાક્ષ કોષોના કોષીય દ્રવ્યને એકબીજા સાથે જોડીને ખાયનો તથા નાના અણુઓ તેમજ કેટલીકવાર બૃહદ્ અશુઓને ત્વરિત સ્થળાંતરણ માટે અનુકૂળતા પૂરી પાડે છે
પ્રશ્ન 8.
સ્થાન અને કાર્ય જણાવો : ખંભાકાર અધિચ્છદ પેશી.
ઉત્તર:
સ્થાન : આ પેશી જઠર અને આંતરડાની સપાટી પર જોવા મળે છે.
કાર્ય : આ પેશી સ્રાવ અને શોષણમાં મદદ કરે છે.
પ્રશ્ન 9.
સંયોજક પેશીના પ્રકાર જણાવો.
ઉત્તર:
ત્રણ પ્રકાર છે :
- શિથિલ સંયોજક પેશી
- સઘન સંયોજક પેશી
- વિશિષ્ટ સંયોજક પેશી.
પ્રશ્ન 10.
તંતુઘટક પેશી ક્યા કોષો ધરાવે છે ?
ઉત્તર:
- તંતુ કોષ”
- બૃહદ્ કોષો (ભક્ષક કોષ)
- માસ્ટ કોષો.
પ્રશ્ન 11.
કાર્ય જણાવો : મેદપૂર્ણ પેશી.
ઉત્તર:
‘આ પેશીના કોષો મેદના સંગ્રહ માટે વિશિષ્ટીકરણ પામેલ હોય છે, જે વધારાના પોષક પદાર્થ કે જે ત્વરિત રીતે ઉપયોગમાં લેવાતા નથી, તે મેદમાં રૂપાંતરણ પામે છે અને આ પેશીમાં સંગ્રહિત થાય છે.
પ્રશ્ન 12.
કાસ્થિનું આંતરકોષીય દ્રવ્ય કેવું હોય છે ?
ઉત્તર:
કાસ્થિનું આંતરકોષીય દ્રવ્ય કઠણ, સ્થિતિસ્થાપક અને દબાણથી પ્રતિરોધી હોય છે.
પ્રશ્ન 13.
અસ્થિનું આધારક દ્રવ્ય કેવું હોય છે ?
ઉત્તર:
અસ્થિ સખત અને અસ્થિતિસ્થાપક આધારક દ્રવ્ય ધરાવે છે કે જે કેલ્શિયમ ક્ષારો અને કૉલેજના તંતુઓથી સમૃદ્ધ હોય છે કે જે અસ્થિને મજબૂતાઈ આપે છે.
પ્રશ્ન 14.
કોન્ફોસાઇટ્સ અને ઓસ્ટિસાઇટ્સની લાક્ષણિકતા જણાવો.
ઉત્તર:
- કોન્ડોસાઇટ્સ કે જે કાસ્થિ કોષો છે. તે સ્વયે અવિત આધારકમાં નાની ગુહાઓમાં બંધ સ્વરૂપે હોય છે,
- ઓસ્ટિસાઇટ્સ કે જે અસ્થિકોષો છે, તે કોષસ્થાનોના અવકાશમાં આવેલા હોય છે.
પ્રશ્ન 15.
અસ્થિના કાર્ય જણાવો.
ઉત્તર:
- અસ્થિ કોમળ પેશીઓ તથા અંગોને આધાર અને રક્ષણ આપે છે.
- પગના અસ્થિ જેવા લાંબા અસ્થિ ભારવહનનું કાર્ય કરે છે.
- અસ્થિ, કંકાલ સ્નાયુઓ સાથે જોડાઈને પરસ્પર ક્રિયા દ્વારા હલનચલન પ્રદાન કરે છે.
- કેટલાક અસ્થિઓમાં અસ્થિમજજા રૂધિરકોષોનાં ઉત્પાદન માટેનું સ્થાને છે,
પ્રશ્ન 16.
સ્નાયુતંતુકો કોને કહેવાય ?
ઉત્તર:
દરેક સ્નાયુ ઘણા બધા લાંબા નળાકાર તંતુઓના બનેલ હોય છે, જે સમાંતર પંક્તિઓમાં ગોઠવાયેલા હોય છે, જેને સ્નાયુતંતુકો કહે છે.
પ્રશ્ન 17.
સ્નાયુપેશીની ક્રિયાવિધિ વાતાવરણમાં થતા ફેરફારને સાનુકૂળ થવા શું કરે છે ?
ઉત્તર:
સ્નાયુપેશીની ક્રિયાવિધિ વાતાવરણમાં થતા ફેરફારને સાનુકૂળ થવા શરીરનું હલનચલન પ્રેરે છે તેમજ શરીરના વિવિધ ભાગોને યોગ્ય સ્થિતિમાં જાળવી રાખે છે.
પ્રશ્ન 18.
સ્નાયુપેશીના પ્રકાર જણાવો.
ઉત્તર:
ત્રણ પ્રકાર છે :
- કંકાલ સ્નાયુપેશી
- સરળ સ્નાયુપેશી (અરેખિત)
- હૃદ સ્નાયુપેશી.
પ્રશ્ન 19.
બંને છેડેથી અણીવાળા હોય અને પટ્ટાનો અભાવ હોય તેવા સ્નાયુપેશીનું નામ જણાવો.
ઉત્તર:
અરેખિત (સરળ) સ્નાયુપેશી.
પ્રશ્ન 20.
સરળ સ્નાયુપેશીને શા માટે અનૈચ્છિક સ્નાયુપેશી કહે છે ?
ઉત્તર:
સરળ સ્નાયુપેશીની ક્રિયાવિધિ પર સીધું નિયંત્રણ હોતું નથી માટે તેને અનૈચ્છિક સ્નાયુપેશી કહે છે.
પ્રશ્ન 21.
સંકોચનશીલ સ્નાયુપેશીનું નામ જણાવો.
ઉત્તર:
હૃદ સ્નાયુપેશી.
પ્રશ્ન 22.
કયા કોષો ચેતાપેશીનું અડધાથી વધારે કદ બનાવે છે ?
ઉત્તર:
આધાર કોષો.
પ્રશ્ન 23.
કયો ઉત્તેજનાશીલ કોષ તરીકે ઓળખાય છે ?
ઉત્તર:
ચેતાકોષ ચેતાતંત્રનો એકમ કે જે ઉત્તેજનાશીલ કોષ છે.
પ્રશ્ન 24.
અધિબિંબ શેમાં જોવા મળે છે ?
ઉત્તર:
હૃદ નાયુપેશીમાં અધિબિંબ જોવા મળે છે.
પ્રશ્ન 25.
અળસિયાના જઠરમાં આવેલ કઈ ગ્રંથિ હ્યુમસમાં રહેલ હ્યુમિક ઍસિડને તટસ્થ બનાવે છે ?
ઉત્તર:
કેલ્સિફેરસ ગ્રંથિ.
પ્રશ્ન 26.
અળસિયાનો ખોરાક જણાવો.
ઉત્તર:
અળસિયાનો ખોરાક કોહવાયેલા પર્ણો અને માટીમાં મિશ્રિત કાર્બનિક પદાર્થ હોય છે.
પ્રશ્ન 27.
અંધાત્ર કોને કહેવાય ?
ઉત્તર:
અળસિયાના 26મા ખંડમાં આંતરડામાંથી એક જડ ટૂંકા અને શંકુ આકારના અંધાંત્રો ઉદ્ભવે છે.
પ્રશ્ન 28.
ભિત્તિભંજ કોને કહેવાય ? તેનું કાર્ય જણાવો.
ઉત્તર:
અળસિયાના આંતરડાની વિશિષ્ટતા 26મા ખંડથી છેલ્લા 20 થી 22 ખંડો સિવાય આંતરડાની પૃષ્ઠ બાજુ પર આંતરિક વલય જોવા મળે છે, તેને ભિત્તિભંજ કર્યો છે.
કાર્ય : તે આંતરડામાં શોષસપાટીમાં વધારો કરે છે.
પ્રશ્ન 29.
ફેરેટિમામાં કેવા પ્રકારનું રૂધિરાભિસરણતંત્ર જોવા મળે છે ?
ઉત્તર:
બંધ પ્રકારનું રૂધિરાભિસરણતંત્ર,
પ્રશ્ન 30.
સ્થાન જણાવો ? રૂધિરગ્રંથિઓ.
ઉત્તર:
અળસિયાની રૂધિરગ્રંથિઓ ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં આવેલી હોય છે.
પ્રશ્ન 31.
અળસિયાની શરીરદીવાલ વિશે જણાવો.
ઉત્તર:
- અળસિયાની શરીરદીવાલ બહારથી એ ક પાતળા એકોષીય ક્યુટિકલ વડે ઢંકાયેલ હોય છે.
- તેની નીચે અધિચર્મ, બે સ્નાયુસ્તરો (વર્તુળી અને આયામ) અને સૌથી અંદરની તરફ દેહકોષ્ટીય અધિચ્છદ જોવા મળે છે.
- અધિચર્મ સ્તંભીય અધિચ્છદીય કોષોના એક સ્તરથી બનેલ હોય છે કે જે સ્ત્રાવી ગ્રંથિ કોષો પન્ન ધરાવે છે.
પ્રશ્ન 32.
ઉત્સગિકા એટલે શું ? તેના પ્રકાર જણાવો.
ઉત્તર:
1. અળસિયાના ઉત્સર્ગ અંગો ખંડીય રીતે ગોઠવાયેલ અને ગૂંચળામય નલિકાઓના બનેલ હોય છે, જેને ઉત્સર્ગિકા કહે છે.
2. પ્રકાર : ત્રણ પ્રકાર છે.
- વિટપીય ઉત્સર્શિકા
- ત્વચીય ઉત્સર્ગિકા
- કંઠનાલીય ઉત્સર્શિકા
પ્રશ્ન 33.
ચેતાકડી કેવી રીતે બને છે ?
ઉત્તર:
અળસિયાના ચેતાતંત્રમાં ચેતાકંદો છે, જે સામાન્ય રીતે બેવડા વલ ચેતારજજુ પર ખંડીય રીતે ગોઠવાયેલા હોય છે. આગળના ભાગે (3 અને 4 ખંડમાં) ચેતારજુ બે ભાગમાં વહેંચાઈને કંઠનળીને પાર્થ બાજુથી વીંટળાઈને પૃષ્ઠ બાજુ પર મસ્તિષ્ક ચેતાકંદ સાથે જોડાઈ ચેતાકડી બનાવે છે.
પ્રશ્ન 34.
અળસિયાના સંવેદી અંગોનાં કાર્યો જણાવો.
ઉત્તર:
- પ્રકાશ અને સ્પર્શ સંવેદી અંગ : તે પ્રકાશની તીવ્રતા અને જમીનમાં થતા કંપન વગેરેથી અળસિયાને પ્રેરિત કરે છે.
- રસાયણગ્રાહી (સ્વાદગ્રાહી) રચના : તે અળસિયાને રાસાયણિક ઉજકોથી પ્રેરિત કરે છે,
પ્રશ્ન 35.
સ્થાન અને કાર્ય જણાવો : શુક્રસંગ્રહાશય.
ઉત્તર:
સ્થાન : અળસિયાના 6-9 પ્રત્યેક ખંડોમાં શુક્રસંમહાશયોની એક જોડ આવેલ હોય છે.
કાર્ય : તે મૈથુનક્રિયા દરમિયાન મેળવેલા સાથી અળસિયાના શુક્રકોષોનો સંગ્રહ કરે છે,
પ્રશ્ન 36.
અંડઘર કેવી રીતે બને છે ? તેમાં શું આવેલ હોય છે ?
ઉત્તર:
અળસિયાના વલયિકાના ગ્રંથિકોષો દ્વારા ઉત્પન્ન થયેલ અંડઘરમાં પરિપક્વ શુક્રકોષો, અંડકોષો અને પોષકદ્રવ્યયુક્ત પ્રવાહી આવેલ હોય છે.
પ્રશ્ન 37.
અળસિયામાં કેવો વિકાસ જોવા મળે છે ?
ઉત્તર:
અળસિયામાં સીધો વિકાસ જોવા મળે છે એટલે કે ડિંભ બનતા નથી.
પ્રશ્ન 38.
અળસિયા ખેડૂતના મિત્ર તરીકે ઓળખાય છે. શા માટે ?
ઉત્તર:
અળસિયા ખેડૂતના મિત્ર તરીકે ઓળખાય છે, કારણ કે તે માટીમાં પર બનાવે છે અને તેને છિદ્રાળુ બનાવે છે કે જે વિકાસ પામતા મૂળને શ્વસનમાં અને માટીમાં દાખલ થવામાં મદદરૂપ થાય છે.
પ્રશ્ન 39.
વર્મિકમ્પોસ્ટીંગ એટલે શું ?
ઉત્તર:
અળસિયા દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવાની પ્રક્રિયાને વર્ષિ કંમ્પોસ્ટીંગ કહે છે.
પ્રશ્ન 40.
માછલી પકડવાના ગલમાં ભણ્ય ભેરવવા કયા પ્રાણીનો ઉપયોગ થાય છે ?
ઉત્તર:
અળસિયું.
પ્રશ્ન 41.
વંદાનું શરીર કયા ભાગોમાં વહેંચાયેલ હોય છે ?
ઉત્તર:
મુખ્ય ત્રણ ભાગમાં વહેંચાયેલ :
- શીર્ષ
- ઉરસ
- ઉદર,
પ્રશ્ન 42.
ઉપરીકવચ અને અધો કવચ કોને કહેવાય ?
ઉત્તર:
- વંદાના પ્રત્યેક ખંડમાં બાહ્ય કંકાલમાં પૃષ્ઠક હોય છે, જેને કઠક તરીકે ઓળખાય છે.
- પૃષ્ઠ બાજુએ ઉપરીકવચ (પૃષ્ઠક) અને વશ બાજુએ અધોકવચ કહે છે.
પ્રશ્ન 43.
સંધિપટલ એટલે શું ?
ઉત્તર:
ઉપરીકવચ અને અપ કવય ને કબીજા સાથે પાતળા અને લચકદાર પટલથી જોડાયેલા રહે છે, જેને થીજી કલા (વક્ષક) અથવા સંક્ષિપટલ કહે છે.
પ્રશ્ન 44.
વંદાનું શીર્ષ કેટલા ખંડો ભેગા મળીને બને છે ?
ઉત્તર:
વંદાનું શીર્ષ છ ખંડો ભેગા મળીને બને છે.
પ્રશ્ન 45.
સ્થાન અને કાર્ય જણાવો : અશ.
ઉત્તર:
સ્થાન : આંખોના અગપટલમય ભાગમાંથી એક જોડી દોરી જેવા સ્પર્શકો ઉદ્દભવે છે.
કાર્ય : તેમાં સંવેદનામાહકો આવેલા હોય છે, જે પર્યાવરણને ચકાસવામાં મદદરૂપ છે.
પ્રશ્ન 46.
ઉરસ ક્યા ભાગોમાં વહેંચાયેલ છે ?
ઉત્તર:
વંદાનું ઉરસ ત્રણ ભાગમાં વહેંચાયેલ છે.
- પૂર્વ ઉરસ
- મુણ ઉરસ
- પશ્વ ઉરસ.
પ્રશ્ન 47.
અગ્રપાંખ વિશે જણાવો.
ઉત્તર:
- વંદાની અમ્રપાંખો (મધ્યઉરસીય) જેને પ્રાવરપાંખ (Tagnina) કહે છે.
- તે અપારદર્શક ઘેરા રંગની અને ચર્મીય હોય છે.
- તે વિશ્રામ અવસ્થામાં પશ્વપાંખોને ઢાંકે છે.
પ્રશ્ન 48.
પશ્વપાંખ વિશે જણાવો.
ઉત્તર:
- વંદાની પથપાંખો પારદર્શક, પટલમય હોય છે,
- તે ઉડવા માટે ઉપયોગી છે.
પ્રશ્ન 49.
ઉંદર કેટલા ખંડોનું બનેલું હોય છે ?
ઉત્તર:
નર અને માદા બંને વંદામાં ઉદર 10 ખંડોનું બનેલું હોય છે.
પ્રશ્ન 50.
પુચ્છકંટિકા વિશે જણાવો.
ઉત્તર:
- નર વંદામાં ટૂંકી, દોરી જેવી જોડમાં પુચ્છર્કટિકા આવેલ હોય છે.
- માદા વંદામાં તેનો અભાવ હોય છે.
પ્રશ્ન 51.
પુચ્છશૂળ કોને કહેવાય ?
ઉત્તર:
નર અને માદા બંને વંદામાં 10મા ખંડ પર એક જોડ જોડાયેલ તંતુમય ૨ચના આવેલી હોય છે, જેને પુચ્છળ કહે છે,
પ્રશ્ન 52.
વંદાનો અન્નમાર્ગ દેહગુહામાં કયા ભાગોમાં વહેંચાયેલો હોય છે ?
ઉત્તર:
ત્રણ ભાગોમાં વહેંચાયેલો :
- અગ્રાંત્ર
- મધ્યાંત્ર
- પદ્માંત્ર
પ્રશ્ન 53.
અન્નસંગ્રહાશય કોને કહેવાય ? તેનું કાર્ય જણાવો.
ઉત્તર:
વંદામાં અન્નનળી એક કોથળી જેવી રચનામાં ખૂલે છે, જેને અન્નસંગ્રહાશય કહે છે. કાર્ય : તે ખોરાકના સંગ્રહ માટે ઉપયોગી છે.
પ્રશ્ન 54.
સ્થાન અને કાર્ય જણાવો : અંધાંત્રો.
ઉત્તર:
સ્થાન : વંદાના અગ્રાંત્ર અને મધ્યાંત્રના જોડાણના સ્થાને આંગળીઓ જેવી સરખી 6 થી 8 અંધનલિકાઓ આવેલી હોય છે, જેને યકૃતીય અથવા જઠરીય અંધાંત્રો કહે છે.
કાર્ય : તે પાચકરસનો સ્રાવ કરે છે.
પ્રશ્ન 55.
હિમોલિમ્ફ કોને કહેવાય ?
ઉત્તર:
વંદામાં આવેલ પ્રવાહીને હિમોલિમ્ફ કહે છે, જે રંગવિહીન પ્લાઝમા અને હિમોસાઇટ્સ ધરાવે છે.
પ્રશ્ન 56.
વંદાના હૃદય વિશે જણાવો.
ઉત્તર:
વંદાનું હૃદય એક લાંબી સ્નાયુલ નળી જેવું હોય છે, હૃદય ગળણી આકારના હૃદખંડોમાં વિભેદિત થયેલું હોય છે. તે ઉરસ અને ઉદરની મધ્ય પૃષ્ઠરેખા સાથે આવેલું હોય છે.
પ્રશ્ન 57.
વંદાના શ્વસનછિદ્રોની ખૂલવાની ક્રિયા કોના દ્વારા નિયંત્રિત થાય છે ?
ઉત્તર:
વંદાના શ્વસનછિદ્રોની ખૂલવાની ક્રિયા વાલ્વ દ્વારા નિયંત્રિત થાય છે,
પ્રશ્ન 58.
વંદાના ઉત્સર્ગઅંગ વિશે જણાવો.
ઉત્તર:
- વંદામાં ઉત્સર્જન માલ્પિધિયન નલિકાઓ દ્વારા થાય છે.
- મેદકાયો, નેફ્રોસાઇ (કિત્સર્ગકોષો) અને યુરિકોઝ ગ્રંથિઓ પણ ઉત્સર્જનમાં સહાય કરે છે.
પ્રશ્ન 59.
શા માટે વંદાને યુરિકોટૅલિક કહે છે ?
ઉત્તર:
વંદાની માલ્પિધિયન નલિકાઓ ગ્રંથિમય તેમજ પદ્મલ કોષોથી આવૃત્ત હોય છે. તે નાઇટ્રોજનયુક્ત નકામાં દ્રવ્યોનું શોષણ કરી તેને યુરિક ઍસિડમાં રૂપાંતરિત કરે છે, જેનો નિકાલ પધાંત્ર દ્વારા થાય છે. તેથી આ કીટકને યુરિક ઍસિડત્યાગી યુરિકોટેલિક) કહે છે.
પ્રશ્ન 60.
શા માટે વંદાના શીર્ષને કાપી નાખવામાં આવે તેમ છતાં પણ તે એક અઠવાડિયા જેટલા લાંબા સમય સુધી જીવતો રહી શકે છે ?
ઉત્તર:
કારણ કે, વંદાના શીર્ષમાં ચેતાતંત્રનો થોડોક જ ભાગ આવેલો હોય છે, જયારે બાકીનો ભાગ શરીરના અન્ય ભાગોમાં વક્ષ બાજુએ આવેલો હોય છે.
પ્રશ્ન 61.
વૈદાના સંવેદી અંગો વિશે જણાવો.
ઉત્તર:
વંદામાં સંવેદી અંગો તરીકે સ્પર્શકો, આંખો, જન્મમૃર્ગો, પુચ્છશૂળ વગેરે આવેલા હોય છે.
પ્રશ્ન 62.
વંદાની આંખ શેની બનેલી છે ?
ઉત્તર:
વંદાની પ્રત્યેક આંખ લગભગ 2,000 જેટલી અકોણાકાર નેત્રિકાઓની બનેલી હોય છે.
પ્રશ્ન 63.
મોઝેક પ્રતિબિંબ કોને કહેવાય ?
ઉત્તર:
ઘણી બધી નેત્રિકાની મદદથી વંદો એક જ પદાર્થના ધન્ના પ્રતિબિંબ મેળવે છે. આ પ્રકારની દૃષ્ટિર્ન મોઝેક પ્રતિબિંબ કહે છે.
પ્રશ્ન 64.
જનનદંઢકો કોને કહેવાય ?
ઉત્તર:
વંદાના નર જનનછિદ્રની ફરતે આવેલી કાઈટીનયુક્ત અસમિતિય રચનાને જનનદંઢકો તરીકે ઓળખાય છે.
પ્રશ્ન 65.
સ્થાન અને કાર્ય જણાવો : છત્રાકાર ગ્રંથિ.
ઉત્તર:
સ્થાન : નર વંદાના ઉદરના 6 થી 7 ખંડમાં આવેલી.
કાર્ય : સહાયક પ્રજનન ગ્રંથિ.
પ્રશ્ન 66.
વંદાની હાનિકારક અસરો જણાવો.
ઉત્તર:
- વંદાની ઘન્ની બધી જાતિઓ જંગલી હોય છે અને તેનું કોઈ આર્થિક મહત્ત્વ હોતું નથી.
- કેટલીક જાતિઓ મનુષ્યની વસાહતના સ્થાને અથવા તેની આજુબાજુ ઉછેર પામે છે. તે ઉપદ્રવી તરીકે કામ કરે છે. કારણ કે તે ખોરાકને નષ્ટ કરે છે તથા દુર્ગંધયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો દ્વારા ખોરાકને દૂષિત કરી દે છે,
- ખોરાકને દૂષિત કરીને અનેક બેક્ટરિયલ રોગોનો ફેલાવો કરે છે.
પ્રશ્ન 67.
શા માટે દેડકાને ઉભયજીવી પ્રાણી તરીકે ઓળખાય છે ?
ઉત્તર:
દેડકો જમીન અને મીઠા પાણી બંનેમાં વસવાટ કરે છે. માટે તેને – કભયજીવી પ્રાણી તરીકે ઓળખાય છે.
પ્રશ્ન 68.
ભારતમાં દેડકાની કઈ સામાન્ય જાતિ જોવા મળે છે ?
ઉત્તર:
ભારતમાં જોવા મળતા દેડકાની સામાન્ય તિ રાના ટાઇગીના છે.
પ્રશ્ન 69.
દેડકો કયા સમુદાયનું અને કયા વર્ગનું પ્રાણી છે ?
ઉત્તર:
સમુદાય ; મેરૂદંડી, વર્ગ : ઉભયજીવી,
પ્રશ્ન 70.
સમતાપી પ્રાણ કોને કહેવાય ?
ઉત્તર:
જે પ્રાણીના શરીરનું તાપમાન સ્થિર હોતું નથી. એટલે કે પ્રાણીના શરીરનું તાપમાન વાતાવરણના તાપમાન અનુસાર બદલાતું રહે છે, આ પ્રકારના પ્રાણીને સમતાપી અથવા શીત રૂષિરવાળાં પ્રાણી કહે છે.
પ્રશ્ન 71.
રૂપનકલ કોને કહે છે ?
ઉત્તર:
દેડકો જયારે ધાસમાં અને સુકી જમીન ઉપર હોય ત્યારે તે રંગ બદલે છે. તે તેના દુશ્મનથી સંતાવવા માટે રંગ બદલવાની ક્ષમતા ધરાવે છે, આ રક્ષણાત્મક રંગ બદલવાની ધટેનાને રૂપન કલ કહે છે,
પ્રશ્ન 72.
શીતનિંદ્રા અને ગ્રીષ્મનિકા કોને કહેવાય ?
ઉત્તર:
દેડકો શિયાળા અને ઉનાળામાં જોવા મળતો નથી. આ સમયે તે ઠંડી અને ગરમીથી રક્ષણ મેળવવા ઊંડા ખાડામાં જતો રહે છે. આને ક્રમશઃ શીતનિંદ્રા અને ગ્રીષ્મનિંદ્રા કહે છે.
પ્રશ્ન 73.
દેડકો શા માટે મનુષ્ય માટે લાભદાયી પ્રાણી છે ?
ઉત્તર:
- દેડકો કીટકોને ખાય છે અને પાકનું રક્ષણ કરે છે.
- દેડકો પર્યાવરણીય સંતુલન જાળવી રાખે છે, કારણ કે નિવસનતંત્રની આહારશૃંખલા અને આહારજાળ માટેની મહત્ત્વની
- કેટલાક દેશોમાં દેડકાના માંસલપગ મનુષ્ય દ્વારા ખોરાક તરીકે ખવાય છે. આથી, કહી શકાય કે દેડકો મનુષ્ય માટે લાભદાયી પ્રાણી છે,
પ્રશ્ન 74.
દેડકાનું શરીર કેટલા ભાગોમાં વિભાજિત થયેલ છે ?
ઉત્તર:
બે ભાગમાં વિભાજિત થયેલ છે :
- શીર્ષ
- ધડ. (પૂંછડી અને ગરદનનો અભાવ હોય છે.)
પ્રશ્ન 75.
દેડકાની આંખોનો કેવી રીતે પાણીની અંદર બચાવ થઈ શકે છે ?
ઉત્તર:
દેડકાની આંખો બહારની તરફ ઉપસેલી અને પારદર્શકપટલથી ઢંકાયેલી. હોય છે, જેથી પાણીની અંદર આંખોનો બચાવ થઈ શકે છે.
પ્રશ્ન 76.
શા માટે દેડકાના પલ્પ ઉપાંગ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે ?
ઉત્તર:
૫શ્વ ઉપાંગ પાંચ લાંબી અને માંસલ આંગળીઓ ધરાવે છે. આ આંગળીઓ પટલથી જોડાયેલી હોય છે, જેથી તે તરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, ‘
પ્રશ્ન 77.
દેડકાનો બાહ્યલિંગભેદ જણાવો.
ઉત્તર:
- દેડકામાં બાહ્યલિંગભેદ જોવા મળે છે.
- નર દેડકામાં અવાજ ઉત્પન્ન કરવા માટે સ્વરપેટી તથા એગ્રઉપાંગની પહેલી આંગળી પાસે પૈથુનગાદી હોય છે.
- માદા દેડકામાં તેનો અભાવ હોય છે.
પ્રશ્ન 78.
આમપાર્ક એટલે શું ?
ઉત્તર:
દેડકાની જઠરની દીવાલો દ્વારા ગ્નવિત હાઇડ્રોક્લોરિક ઍસિડ અને જઠરરસ દ્વારા ખોરાકનું પાચન થાય છે, આ અર્ધપાચિત ખોરાકને આમપાકે કહે છે,
પ્રશ્ન 79.
દેડકો પાણી અને જમીનમાં કોની મદદથી શ્વસન કરે છે ?
ઉત્તર:
- દેડકો પાન્નીમાં ત્વચા દ્વારા શ્વસન કરે છે – (ત્વચીય શ્વસન).
- દેડકો જમીન ઉપર મુખગુહા, ત્વચા અને ફેફસાં દ્વારા શ્વસન કહે છે(મુખમુછીય શ્વસન, ત્વચીય શ્વસન, ફુડુસીય શ્વસન).
પ્રશ્ન 80.
સ્થાન અને કાર્ય જણાવો : શિરાકોટર.
ઉત્તર:
સ્થાન : દેડકાના હૃદયના જમન્ના કર્ણક સાથે જોડાયેલ ત્રિકોણાકાર રચના છે.
કાર્ય : તે મહાશિરાઓ દ્વારા રૂધિર પ્રાપ્ત કરે છે.
પ્રશ્ન 81.
દેડકાના રૂધિરાભિસરણતંત્રમાં કોનો સમાવેશ થાય છે ?
ઉત્તર:
દેડકાના રૂધિરાભિસરણતંત્રમાં હૃદય, રૂધિરવાહિનીઓ અને રૂધિરનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 82.
દેડકાનું લસિકાતંત્ર શેનું બનેલું છે ?
ઉત્તર:
દેડકાનું લસિકાતંત્ર લસિકા, લસિકાવાહિનીઓ અને લસિકાગાંઠોનું બનેલું હોય છે.
પ્રશ્ન 83.
દેડકાની લસિકા કેવી રીતે રૂધિરથી અલગ હોય છે ?
ઉત્તર:
દેડકાની લસિકા રૂધિરથી અલગ હોય છે, કારણ કે તેમાં કેટલાક પ્રોટીન અને રક્તકણનો અભાવ હોય છે.
પ્રશ્ન 84.
નેફ્રોન્સન એટલે શું ?
ઉત્તર:
દેડકાનું મૂત્રપિંડ ઘણા બધા રચનાત્મક અને ક્રિયાત્મક એકમના બનેલ છે, જેને નેફ્રોન્સ (મૂત્રપિંડ નલિકાઓ) કહે છે.
પ્રશ્ન 85.
યુરિઓટેલિક એટલે શું ?
ઉત્તર:
દેડકો યુરિયાનું ઉત્સર્જન કરે છે, આથી તેને યુરિટેલિક (યુરિયાત્યાગી પ્રાણ) કહે છે.
પ્રશ્ન 86.
દેડકાના મગજમાંથી કેટલી મસ્તિષ્કતાઓ ઉદ્ભવે છે ?
ઉત્તર:
10 જોડ મસ્તિષ્ક ચેતાઓ.
પ્રશ્ન 87.
દેડકાની મુખ્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જણાવો.
ઉત્તર:
મુખ્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ :
- પિટ્યુટરી ગ્રંથિ
- થાઇરોઇડ ગ્રંથિ
- પેરાથાઇરોઇડ ગ્રંથિ
- થાયમસ સંધિ
- પિનિયલકાય
- સ્વાદુપિંડના કોષપૂંજો
- એડ્રિનલ ગ્રંથિ
- જૂનન પિંડો.
પ્રશ્ન 88.
દેડકાના સંવેદાંગો જણાવો.
ઉત્તર:
દેડકામાં પાંચ પ્રકારના સંવેદાંગો હોય છે.
- સ્પર્શસંવેદી અંગ (સંવેદી અંકુરકો)
- સ્વાદસંવેદી અંગ (સ્વાદ કલિકાઓ)
- ગંધસંવેદી અંગ (નાસિકા અધિચ્છદ)
- દૃષ્ટિસંવેદી અંગ (આંખ)
- શ્રવણસંવેદી અંગ (ર્ણપટલ અને અંતઃકર્ણ)
પ્રશ્ન 89.
શુક્રપિંડ બંધ કોને કહે છે ?
ઉત્તર:
દેડકાના શુક્રપિંડ એ મૂત્રપિંડના ઉપરના ભાગમાં અધિવૃક્કીય આવરણ નામના બેવડા પડ દ્વારા જોડાયેલા હોય છે, જેને શુક્રપિંડ બંધ કહે છે. .
પ્રશ્ન 90.
ટેડપોલ એટલે શું ?
ઉત્તર:
- દેડકાનો ભૂણવિકાસ ડિઝ્મ સ્વરૂપે થાય છે, જેને ટેપોલ કહે છે.
- ટેપોલ રૂપાંતરણની વિવિધ અવસ્થાઓમાંથી પસાર થઈને પુખ્ત દેડકામાં ફેરવાય છે.
પ્રશ્ન 91.
દેડકામાં કેવા પ્રકારનું ફલન જોવા મળે છે ?
ઉત્તર:
દેડકામાં બાહ્ય ફલન પ્રકારનું ફલન પાણીમાં જોવા મળે છે.
Higher Order Thinking Skills (HOTS)
પ્રશ્ન 1.
ધૂણીય વિકાસ દરમિયાન સૌ પ્રથમ કઈ પૈશી ઉદ્ભવે છે ?
ઉત્તર:
ધૂણીય વિકાસ દરમિયાન સૌ પ્રથમ અધિચ્છદીય પેશી ઉદ્દભવે છે.
પ્રશ્ન 2.
કઈ પેશીમાં પુનર્જનનની ક્ષમતા જોવા મળે છે ? કંઈ પેશીમાં પુનર્જનનની ક્ષમતા ગેરહાજર કે ઓછી જોવા મળે છે ?
ઉત્તર:
અધિચ્છદીય પેશીમાં પુનર્જનનની ક્ષમતા જોવા મળે છે, ચેતા પેશીમાં પુનર્જનનની ક્ષમતા ગેરહાજર કે ઓછી જોવા મળે છે.
પ્રશ્ન 3.
સ્નાયુ અધિચ્છદ ક્યા ભાગોમાં જોવા મળે છે ?
ઉત્તર:
સ્તનગ્રંથિ અને પ્રસ્વેદગ્રંથિની આસપાસ (ઝાવી એકમની આસપાસ) સ્નાયુ અધિચ્છદ આવેલ હોય છે.
પ્રશ્ન 4.
સૌથી બહારના સ્તરના કોષોના આકાર મુજબ સ્મૃત અધિચ્છદના પ્રકાર જણાવો.
ઉત્તર:
- મૃત લાદીસમ અધિચ્છદ
- સ્મૃત ઘનાકાર અધિચ્છદ
- સ્મૃત સ્તંભાકાર અધિચ્છદ
પ્રશ્ન 5.
ગ્રંથિઓ એટલે શું ? તે કઈ પેશીની બનેલી છે ?
ઉત્તર:
કોષ કે કોષના સમૂહ જે રાસાયણિક ઘટકોનો સ્રાવ કરે છે તેને ગ્રંથિઓ કહે છે.
બધી જ ગ્રંથિઓ અધિચ્છદીય પેશીની બનેલી છે.
પ્રશ્ન 6.
પ્લાસમાં કોષોનું કાર્ય જણાવો.
ઉત્તર:
એન્ટીબોડીનું ઉત્પાદન, સ્રાવ અને વહન.
પ્રશ્ન 7.
એક ખંડવાળા અને બહુ ખંડવાળા મેદકોષોની લાક્ષણિકતાઓ જણાવો.
ઉત્તર:
- એક ખંડવાળા મેદકોષોમાં કોષકેન્દ્ર અને કોષરસ પરિધિય છે અને કોષરસની માત્રા ઓછી હોય છે. આ મેદકોષો શ્વેત મેદની રચના કરે છે.
- બહુ ખંડવાળા મેદકોષોમાં કોષરસની માત્રા વધારે જોવા મળે છે અને કોષકેન્દ્ર ગોળાકાર અને મધ્યમાં જોવા મળે છે. આ મૈદકોષો બદામી રંગના મેદની રચના કરે છે.
પ્રશ્ન 8.
મધ્યોતક કોષો સંયોજક પેશીના અવિભેદિત કોષો છે. શા માટે ?
ઉત્તર:
મધ્યોતક કોષો સંયોજક પેશીના અવિર્ભદિત કોષો છે, કારણ કે તે સરળ સંયોજક પેશીના કોઈપણ કોષમાં રૂપાંતરિત થઈ શકે છે
પ્રશ્ન 9.
યકૃત અને રૂધિરના ભક્ષક કોષો ક્યા નામે ઓળખાય છે ?
ઉત્તર:
યકૃતમાં કૂર કોષો અને રૂધિરમાં એકકેન્દ્રીય કોર્પો.
પ્રશ્ન 10.
કાસ્થિના પ્રકારો જણાવો.
ઉત્તર:
પ્રશ્ન 11.
સ્નાયુપેશીનું કાર્ય જણાવો.
ઉત્તર:
નાયુતંતુના બંધારણમાં સંકોચનશીલ પ્રોટીન આવેલ છે, તેથી શરીરના તથા અંગોના હલન ચલન સાથે સંકળાયેલી પેશી છે.
પ્રશ્ન 12.
અધિબિબ કોને કહેવાય ?
ઉત્તર:
કદ નાયુકોષોના અંતે પ્રભાવી ત્રાંસા પટ્ટા (તંતુઓ) જોવા મળે છે તેને અધિબિ કો છે,
પ્રશ્ન 13.
અરેખિત સ્નાયુઓ તેમના ઊર્મિવેગ કોના દ્વારા મેળવે છે ?
ઉત્તર:
અરેખિત સ્નાયુઓ તેમના ઊર્મિવેગ સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા મેળવે છે.
પ્રશ્ન 14.
સ્નાયુતંતુક ખંડ કોને કહેવાય ?
ઉત્તર:
કંકાલ સ્નાયુપેશીમાં ક્રમશઃ આવતા બે z બિંબ વચ્ચેના ખંડને સ્નાયુતંતુક ખેડ કરી છે,
પ્રશ્ન 15.
ચેતોપાગમ એટલે શું ?
ઉત્તર:
એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાન્તો અન્ય ચેતાકોષના શિખાતંતુના ચેતાત્ત સાથે સીષા જૈવિક સંપર્કમાં હોતા નથી. તેમના વચ્ચેના અવકાશને ચેતોપાગમ કહે છે.
પ્રશ્ન 16.
એકધ્રુવીય ચેતાકોષ ક્યાં જોવા મળે છે ? ‘
ઉત્તર:
ગભય અવસ્થામાં, .
પ્રશ્ન 17.
વિધ્રુવીય ચેતાકોષ ક્યાં જોવા મળે છે ?
ઉત્તર:
આંખના નેત્રપટલમાં.
પ્રશ્ન 18.
અળસિયાના ઉદરના ખંડોની દીવાલના ગ્રંથિ કોષો ક્યા ઉન્સેચકોનો આવ કરે છે ?
ઉત્તર:
અળસિયાના ઉદરના ખંડોની દીવાલના ગ્રંથિ કોષો પ્રોટીલાયટીક ઉન્સેચકોનો સ્ત્રાવ કરે છે.
પ્રશ્ન 19.
અળસિયાના શરીરના કયા ખંડો આંતરખંડીય પટલ ધરાવતા નથી ?
ઉત્તર:
9મા અને 10મા ખંડો આંતરખંડીય પટલ ધરાવતા નથી.
પ્રશ્ન 20.
અળસિયાની પૃષ્ઠવાહિનીનું કાર્ય જણાવો.
ઉત્તર:
પૃષ્ઠવાહિની છેલ્લા ખંડથી 14મા ખંડ સુધી સંગ્રાહકવાહિની, તરીકે કાર્ય કરે છે. તે પાચનમાર્ગમાંથી રૂધિર એકઠું કરે છે.
અગ્રભાગમાં પૃષ્ઠવાહિની વિતરસવાહિની તરીકે વર્તે છે. તે પ્રથમથી 13મા ખંડ સુધી રૂધિર પૂરું પાડે છે.
પ્રશ્ન 21.
અળસિયાની લસિકાગ્રંથિનું સ્થાન અને કાર્ય જણાવો.
ઉત્તર:
સ્થાન : લસિકાગ્રંથિ પાચનમાર્ગની પૃષ્ઠબાજુએ આવેલી છે.
26મા ખંડથી છેલ્લા ખંડ સુધી વિસ્તરેલી છે.
દરેક ખંડમાં 1 જોડ આવેલી છે. કાર્ય : તે ભક્ષકકોષોની રચના કરે છે અને તેમને શારીરગુહામાં ઠાલવે છે.
પ્રશ્ન 22.
ચલનપાદના પાંચ મુખ્ય ભાગ જણાવો.
ઉત્તર:
ઉરસના દરેક ખંડમાં એક જોડ ચલનપાદ આવેલા હોય છે.
ચલનપાદના પાંચ મુખ્ય ભાગ :
- કક્ષ
- અબુદ
- કીટર્જવ
- આંતરજીપ
- કીટગુલ૯.
પ્રશ્ન 23.
કીટકુલ કેટલા ખંડોનું બનેલું હોય છે ?
ઉત્તર:
કીટગુફ એ કાઈટીનયુક્ત પાંચ ખંડોનું બનેલું હોય છે.
પ્રશ્ન 24.
યુરિકોઝ ગ્રંથિનું કાર્ય જણાવો.
ઉત્તર:
તે નર વંદામાં ઉત્સર્જન માટે મદદ કરે છે.
પ્રશ્ન 25.
અંતરાવસ્થા એટલે શું ?
ઉત્તર:
બે નિર્મોચન વચ્ચેનો સમયગાળો અંતરાવસ્થા (stadium) તરીકે ઓળખાય છે, [નોંધ : કાયાન્તર દરમિયાન 7 થી 12 વખત નિમંચન થાય છે. (સરેરાશ – 10 વખત નિર્મોચન)]
પ્રશ્ન 26.
દેડકામાં કેટલી કશેરૂકાઓ આવેલી હોય છે ?
ઉત્તર:
10 કશેરૂકાઓ.
પ્રશ્ન 27.
મધ્યસ્થ ચેતાતંત્ર કોને કહેવાય ? તેનું કાર્ય જણાવો.
ઉત્તર:
મધ્યસ્થ ચેતાતંત્ર મગજ અને કરોડરજજુનું બનેલું હોય છે. તે સંવેદનાના પૃથ્થકરણ સાથે સંકળાયેલું છે.
પ્રશ્ન 28.
સ્વરકોથળીનું કાર્ય જણાવો.
ઉત્તર:
તે નર દેડકાના ગળામાં આવેલી ફુગ્ગા જેવી સ્થિતિસ્થાપક રચના ધરાવતી જોડ છે. તે નર દેડકાના અવાજનું વિસ્તરણ કરે છે. પ્રજનનઋતુ દરમિયાન તેનો ઉપયોગ માદાને આકર્ષિત કરવા માટે થાય છે.
Curiosity Questions
પ્રશ્ન 1.
અધિચ્છદીય પેશી શા માટે સંયોજક પેશી પર તેમના પોષણ માટે આધાર રાખે છે ?
ઉત્તર:
અધિચ્છદીય પેશીમાં આંતરકોષીય અવકાશની ગેરહાજરી કે અલ્પ હાજરીને કારણે રૂધિર પરિવહન ગેરહાજર છે. આથી કોષો નીચે આવેલી સંયોજક પેશી પર તેમના પોષણ માટે આધાર રાખે છે.
પ્રશ્ન 2.
સ્ટીરીઓસિલિયા કોને કહેવાય ?
ઉત્તર:
સ્તંભાકાર કોષોની મુક્ત છે. સ્ટીરીઓસિલિયા આવેલા હોય છે. તે લાંબા કોષરસીય પ્રવ છે. તે ગતિવિહીન અને સંકોચન વિહીન છે. તે અધિવૃષણ નલિકા અને શુક્રવાહિનીમાં જોવા મળે છે.
પ્રશ્ન 3.
કઈ અધિચ્છદીય પેશીમાં આધારકલા ગેરહાજર છે ?
ઉત્તર:
પરિવર્તિત અધિચ્છદ (યુરોસ્થેલિયમ) એક જ એવી પેશી છે, જેમાં આધારકલા ગેરહાજર છે.
પ્રશ્ન 4.
ચેતાસંવેદી અધિચ્છદ કયા ભાગોમાં જોવા મળે છે ?
ઉત્તર:
આંખના નેત્રપટલમાં, અંતઃકર્ણની અંતઃસપાટીમાં, જીભની સ્વાદકલિકાની ફરતે ચેતાસંવેદી અધિચ્છદ જોવા મળે છે.
પ્રશ્ન 5.
સ્મૃત લાદીસમ અધિચ્છદના પ્રકાર જણાવો.
ઉત્તર:
સૌથી બહારના કોષોમાં કેરાટીન પ્રોટીનની હાજરીને અનુલક્ષી સ્મૃત લાદીસમ અધિચ્છદ બે પ્રકારના છે.
(a) કેરાટીનયુક્ત સ્મૃત લાદીસમ અધિચ્છદ
(b) કેરાટીનવિહીન મૃત લાદીસમ અધિચ્છદ
પ્રશ્ન 6.
બર્હિસ્રાવી ગ્રંથિ અને ઉભયસ્રાવી ગ્રંથિનું ઉદાહરણ આપો.
ઉત્તર:
(i) બર્હિસ્રાવી ગ્રંથિ → સ્રાવનલિકા હાજર → યકૃત (સૌથી મોટી ગ્રંથિ) હોય છે.
પ્રશ્ન 7.
તંતુકોષોને સંયોજક પેશીના અવિભેદિત કોષો તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે ?
ઉત્તર:
તંતુકોષો અસ્થિ અને કાસ્થિની રચના માટે અસ્થિસર્જક અને અસ્થિવિનાશકમાં રૂપાંતર થઈ શકે છે. આથી તંતુકોષોને સંયોજક પેશીના અવિર્ભદિત કોષો તરીકે પણ ઓળખવામાં આવે છે.
પ્રશ્ન 8.
માસ્ટ કોષો કયા ત્રણ પ્રકારના સક્રિય દ્રવ્યો ધરાવે છે ?
ઉત્તર:
- હીપેરીન
- હિસ્ટેમાઈન
- સેરોટોનીન,
પ્રશ્ન 9.
કોલાજન તંતુ અને ઇલાસ્ટીન તંતુનું પાચન કયા ઉત્સચેકથી થાય છે ?
ઉત્તર:
- કોલાજન તંતુ (શ્વેત તંતુ)નું પાચન પેપ્સીન ઉત્સેચક દ્વારા થઈ શકે છે.
- ઇલાસ્ટીન તંતુ (પીળા તંતુ)નું પાચન ટ્રિપ્સિન ઉત્સેચક દ્વારા થઈ શકે છે.
પ્રશ્ન 10.
મેદકોષોને આધારે પ્રાણીઓમાં કેટલા પ્રકારની ચરબી જોવા મળે છે ?
ઉત્તર:
બે પ્રકારની ચરબી જોવા મળે છે:
(a) સફેદ ચરબી
(b) બદામી ચરબી.
પ્રશ્ન 11.
સફેદ ચરબી અને બદામી ચરબી શેમાં જોવા મળે છે ?
ઉત્તર:
ઊંટની ખૂંધ, પીળી અસ્થિમજ્જામાં, વ્હેલ, સીલ, હાર્થીમાં સફેદ ચરબી જોવા મળે છે.
ઉંદર, છછૂંદર જેવા શીત સુષુપ્તતા ધરાવતા પ્રાણીઓમાં બદામી ચરબી જોવા મળે છે.
પ્રશ્ન 12.
એન્ડોમાયસીયમ શું ધરાવે છે ?
ઉત્તર:
કદ નાયુપેશીમાં આવેલ એન્ડોમાયસીયમ તંતુકોષો અને કૉલેજનયુક્ત જાળી જેવી રચના ધરાવે છે,
પ્રશ્ન 13.
હદ નાયુપેશીમાં કયા કયા બિંબ જોવા મળે છે ?
ઉત્તર:
ઉદ નાયુપેશીમાં A, I, Z અને H બિંબ જોવા મળે છે તેમજ અધિબિંબ આવેલ હોય છે.
પ્રશ્ન 14.
ન્યુરોટ્રાન્સમીટર કોને કહેવાય ?
ઉત્તર:
ઊર્મિવેગો બે ચેતાકોષોની વચ્ચે ચેતોપાગમ દ્વારા એસિટાઇલ કોલાઇન અંતઃસ્ત્રાવની મદદથી પસાર થાય છે, આ સ્રાવો ન્યુરોટ્રાન્સમીટર તરીકે ઓળખાય છે.
પ્રશ્ન 15.
શિખાતંતુને અંતવાંહી પ્રવર્ષ (અંતવાહી શાખા) તરીકે ઓળખાય છે. શા માટે ?
ઉત્તર:
ચેતાકોષકાયમાંથી ઉદ્ભવતા અથતંતુ સિવાયના પ્રવર્ષો શિખાતંતુઓ છે કે જે કોષકાય ત૨૯ ઊર્મિવેગનું વહન કરે છે. આથી તેને અંતર્નાદી પ્રવર્ષ તરીકે ઓળખાય છે.
પ્રશ્ન 16.
ચેતાવરણ કોને કહેવાય ? તે શેનું બનેલું છે ?
ઉત્તર:
- મજાપડ પારદર્શક કોષીય બાહ્ય આવરણથી ઢંકાયેલું હોય છે, જેને ચેતાવરણ કરે છે,
- ચેતાવરણ ચપટું, પ્રસરેલા, એકાકી ધાનના કોષોના આવરણનું બનેલું છે.
પ્રશ્ન 17.
અંડઘરમાં અવતું પોષણમય દ્રવ્ય શેમાંથી પ્રાપ્ત થાય છે ?
ઉત્તર:
અધિચર્મની આક્યુમિન ગ્રંથિ દ્વારા અંડઘરમાં પોષક પ્રવાહી પ્રાપ્ત થાય છે,
પ્રશ્ન 18.
દેહકોષ્ઠીય તરલના કાર્ય જણાવો.
ઉત્તર:
- દેહકોષ્ઠીય કંકાલ જેમ વર્તે કે જે પ્રચલનમાં મદદરૂપ છે,
- પૃછિદ્રોમાં રહેલું પ્રવાહી શ્વસનમાં મદદ કરે છે.
- તરલને લીધે અળસિયાનું શરીર ચમકેલું લાગે છે,
પ્રશ્ન 19.
અળસિયાના ઉપયોગ જણાવો.
ઉત્તર:
કેરેટીમા (અળસિયું) આમવાત, હરસ-મસા, અસ્થમા, પાયોરિયા, કમળો, ચાંદુ તેમજ નપુંસકતા વગેરેના ઉપચાર માટે વપરાશમાં લેવાય છે.
પ્રશ્ન 20.
અળસિયાથી થતી હાનિ જણાવો.
ઉત્તર:
- સ્પૌરોજીંઆ પ્રજીવ – મોનોસિસ એ શુક્રવાહિનીમાં અને વૃષણ કોથળીમાં પરોપજીવી તરીકે વસે છે.
- અળસિયું સોપારીના મૂળને નુકસાન પહોંચાડે છે.
- કેટલાક પરોપજીવીઓના પારગમનમાં (વહન) યજમાન તરીકે વર્તે છે.
પ્રશ્ન 21.
ઉપરી અન્નાલીય વાહિની શેમાંથી રૂધિર એકઠું કરે છે ?
ઉત્તર:
ઉપરી અન્નનાલીય વાહિની 9-13 ખંડમાં પાચનમાર્ગની પૃષ્ઠ સપાટી પર એટલે કે ઉદર પર આવેલી છે.
તે પૈષણી અને ઉદરની દીવાલમાંથી રૂધિર એકઠું કરે છે,
પ્રશ્ન 22.
વંદાની શરીરદીવાલની અધિચર્મમાં કયા ખાસ પ્રકારના કોષો જોવા મળે છે ?
ઉત્તર:
શુક્રજનનકોષ, ટોર્મોનનકોષ, ચેતાસંવેદી કોષો, પીત્તાણું.
પ્રશ્ન 23.
સંગ્રહિત ઉત્સર્જન એટલે શું ?
ઉત્તર:
રૂધિરગુહામાંથી ઉત્સર્ગ દ્રવ્યોનું શોષણ અને યુરિક એસિડ સ્વરૂપે સંગ્રહ મેદકાયના યુરેટકોષો દ્વારા થાય છે, જેને સંગ્રહિત ઉત્સર્જન કહે છે.
પ્રશ્ન 24.
વંદાનું રૂધિર શું કાર્ય કરે છે ?
ઉત્તર:
વંદાનું રૂધિર “હાઇડ્રોલિક કંકાલ” તરીકે વર્તે છે. – તે ખોરાક, અંત:સ્ત્રાવ તથા ઉત્સર્ગ દ્રવ્યના વિનિમયમાં ભાગ ભજવે છે,
પ્રશ્ન 25.
વૃક્કકોષિકા કોને કહેવાય ?
ઉત્તર:
વંદાના હૃદયની દીવાલ સાથે ખાસ પ્રકારના કોષો જોડાયેલ હોય છે, જેને વૃકૌષિકા કહે છે.
પ્રશ્ન 26.
વંદામાં ઉત્સર્ગદ્રવ્ય મુખ્યત્વે કયા સ્વરૂપે આવેલું હોય છે ?
ઉત્તર:
“પોટેશિયમ યુરેટ” સ્વરૂપે.
પ્રશ્ન 27.
ભ્રૂકુટિબિંદુ એટલે શું ?
ઉત્તર:
દેડકાની બે આંખોની વચ્ચે, પૃષ્ઠમય બાજુએ આવેલું નાનું, વર્તુળીય આછા રંગનું બિંદુ છે.
પ્રશ્ન 28.
શા માટે દેડકાના આંતરડાની લંબાઈ ઓછી હોય છે ?
ઉત્તર:
દેડકો કીટભક્ષી હોવાને લીધે તેમના આંતરડાની લંબાઈ ઓછી હોય છે. આથી તેમનો પાચનમાર્ગ ટૂંકો હોય છે.
પ્રશ્ન 29.
પિત્તરસનું કાર્ય જણાવો.
ઉત્તર:
યકૃત પિત્ત નિર્માણ કરે છે. પિત્તનો સંગ્રહ પિત્તાશયમાં થાય છે. પિત્તનો સ્રાવ આંતરડામાં થાય છે.
પિત્તરસ ક્ષારયુક્ત પ્રવાહી છે. તે ખોરાકની અમ્લીય pHને આલ્કાઇનમાં ફેરવે છે. તે ચરબીનું તૈલોદીકરણ કરે છે.