GSEB Solutions Class 12 Biology Chapter 16 પર્યાવરણીય સમસ્યાઓ

Gujarat Board GSEB Textbook Solutions Class 12 Biology Chapter 16 પર્યાવરણીય સમસ્યાઓ Textbook Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 12 Biology Chapter 16 પર્યાવરણીય સમસ્યાઓ

GSEB Class 12 Biology પર્યાવરણીય સમસ્યાઓ Text Book Questions and Answers

પ્રશ્ન 1.
ઘરેલું વાહિત મળના વિવિધ ઘટકો કયા છે? વાહિત મળના નદીમાં વિસર્જન થવાથી થતી અસરોની ચર્ચા કરો.
ઉત્તર:

  • ઘરવપરાશના સુએજમાં મ્યુનિસિપાલિટી કચરામાં 0.1% અશુદ્ધિઓ અને 99.9% પાણી હોય છે. મનુષ્યના મળ, ખોરાકના વધેલા અવશેષો, ડિટર્જન્ટ અને એવી બધી જ વસ્તુઓ જે રહેઠાણ વિસ્તારની ગટરમાંથી પસાર થતી હોય, ભેગી મળી ઘરવપરાશનાં સુએજનું નિર્માણ કરે છે. અગત્યના ઘટકો નીચે પ્રમાણે જોવા મળે છેઃ
    1. નિલંબિત ઘટકો, રેતીના કઠણ ભૂમિ અને કાંપ
    2. કલિલ કણોમાં મળ, કાગળના અને કાપડનાં તંતુઓ, બૅક્ટરિયાનો સમાવેશ થાય છે.
    3. ઓગળેલાં દ્રવ્ય અકાર્બનિક પોષકો જેવાં કે નાઇટ્રેટ, એમોનિયા, સોડિયમ, કૅલ્શિયમ ધરાવે છે.
  • નદીમાં ઠલવાતા સુએજની અસરો
    • નદીનું પાણી જુદા જુદા ચેપી એજન્ટોથી દૂષિત થાય છે. સૂક્ષ્મસજીવો ઑક્સિજનનો ઉપયોગ કરે છે જેથી પાણી ઑક્સિજનવિહીન બને છે. જેના પરિણામે લીલ વિસ્ફોટ અને જલીય પ્રાણીઓનું મૃત્યુ થાય છે.
    • ઘરવપરાશની સુએજથી વિઘટકોની ક્રિયાવિધિ ઉત્તેજિત થાય છે. જેમાં પુષ્કળ 09 ની જરૂર પડે છે. તેથી BOD (બાયૉલૉજીકલ ઑક્સિજન ડિમાન્ડ) વધે છે. દ્રાવ્ય O2 ની ગુણવત્તા ઘટે છે. પરિણામે માછલીઓ અને અન્ય મીઠા પાણીના સજીવો મૃત્યુ પામે છે.
    • કાર્બનિક કચરો પ્રદૂષિત પાણીમાં કાદવ અને રગડો બનાવે છે જે ઔદ્યોગિક વપરાશ માટે અયોગ્ય બને છે.

પ્રશ્ન 2.
તમે તમારા ઘર, શાળાકે બીજાં અન્ય સ્થળોએ ભ્રમણ દરમિયાન જે કચરો ઉત્પન્ન કરો છો, તેમની યાદી બનાવો. શું તમે તેમને સરળતાથી ઓછા કરી શકો છો? એવો કયો કચરો છે જેને ઓછો કરવો મુશ્કેલકે અસંભવ છે?
ઉત્તર:

  1. ઘર : કાગળ, કપડાં, પ્લાસ્ટિક, ટીનના ડબ્બા, ખોખા, ક્રોકરી, થર્મોકોલ.
  2. શાળામાં કાગળ, ચોક, પરબીડિયા, પૉલિથીન.
  3. પ્રવાસ દરમિયાન : ડીસ્પોઝેબલ કપ્સ, ગ્લાસીસ, ચમચી, વધેલો ફેંકેલો ખોરાક, પોલિથીન.
  4. ઘટાડી શકાય તેવો કચરો તેને જૈવવિઘટનીય કચરો કહે છે જે સૂક્ષ્મ સજીવો દ્વારા કુદરતી રીતે વિઘટિત થાય છે. તેમાં ઓર્ગેનિક ઉત્પત્તિ ધરાવતી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. દા.ત., વધેલો ખોરાક, કાગળો, લાકડાં, ચીંથરા વગેરે.
  5. જે કચરાનું વિઘટન નથી થઈ શકતું તૂટેલા પ્યાલા, ધાતુના ટીનના ડબ્બા, પ્લાસ્ટિક્સ અને પૉલિથીન સૂક્ષ્મજીવો દ્વારા વિઘટિત નથી થતાં તેને જૈવ અવિઘટિત ઘટકો કહે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 16 પર્યાવરણીય સમસ્યાઓ

પ્રશ્ન 3.
વૈશ્વિક ઉષ્ણતામાનમાં થતા વધારાનાં કારણો અને અસરોની ચર્ચા કરો. વૈશ્વિક ઉષ્ણતામાનમાં થતા વધારાને નિયંત્રિત કરવાના ઉપાયો કયા છે?
ઉત્તર:

  • પૃથ્વી પરના વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓ (CO2, CH4, CFC)ની સાંદ્રતામાં વધારાના કારણે તાપમાનમાં થતા વધારાની વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ કહે છે.
  • કારણોઃ
    1. ઓટોમોબાઇલ્સ અને ઉદ્યોગો દ્વારા અશ્મિ બળતણનો વપરાશ
    2. ડીફોરેસ્ટેશન.

અસરોઃ

  1. તાપમાનમાં વધારાને કારણે ધ્રુવીય બરફાચ્છાદિત શિખરો પીગળે જેના કારણે દરિયાઈ પાણીની સપાટી ઊંચી આવે.
  2. વૈશ્વિક તાપમાન વધારાથી નીંદણની વૃદ્ધિ વિસ્ફોટક બને. વનસ્પતિ રોગો અને પેસ્ટનું પ્રમાણ વધશે. આ બધા પરિબળોથી ઉષ્ણ કટિબંધીય અને ઉપઉષ્ણ કટિબંધ પ્રદેશોમાં પાકનું ઉત્પાદન ઘટશે.

નિયંત્રક પગલાંઓ/ઉપાયોઃ

  1. ડિફોરેસ્ટેશન ઘટાડવા પુનઃવનીકરણને વેગ આપવો.
  2. વધુ વૃક્ષો વાવવાં
  3. શક્તિના વૈકલ્પિક સ્રોતોના ઉપયોગ દ્વારા અશ્મિ બળતણનો મર્યાદિત ઉપયોગ
  4. મનુષ્યની વસ્તીમાં ઘટાડો.

પ્રશ્ન 4.
કોલમત અનેBમાં આપેલા શબ્દોને સંગત કરોઃ

કોલમ – A કોલમ – B
(a) ઉદ્દીપક પરિવર્તક (i) કણીય દ્રવ્ય (Particulate matter)
(b) સ્થિરવિધુત અવક્ષેપક (ii) કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ
(c) કર્ણમફ (Earnuff) (iii) ઊંચું ઘોંઘાટ સ્તર
(d) લેન્ડફિક્સ (iv) ઘન કચરો

ઉત્તર:
(a – ii) (b – i) (c – iii) (d – iv)

પ્રશ્ન 5.
નીચેનાપર આલોચનાત્મકનોંધ લખોઃ
(a) સુપોષકતકરણ
(b)જૈવવિવર્ધન(જૈવિક વિશાલન)
(c) ભૂમિજળ અવક્ષય અને તેની પુનઃપૂર્તિની રીતો
ઉત્તર:
(a) સુપોષકતકરણ :

  • સુપોષકતકરણ (Eutrophication)એ તળાવના પાણીમાં પોષક તત્ત્વોના વધારા દ્વારા થતી તેની પ્રાકૃતિક જીર્ણતા (aging) છે.
  • નવનિર્મિત તળાવનું પાણી ઠંડું અને સ્વચ્છ હોય છે. થોડાક જીવનને આધાર આપે છે જેના કારણે જલીય જીવોની વૃદ્ધિ થાય છે. જેમ-જેમ તળાવની ફળદ્રુપતા વધે છે તેમ-તેમ વનસ્પતિ તથા પ્રાણીજીવન પાંગરતા રહે છે અને કાર્બનિક અવશેષો તળાવના તળિયે જમા થાય છે.
  • જેમ જેમ કાંપ (silt) અને કાર્બનિક અવશેષી પદાર્થોના ઢગલા થાય છે તેમ તેમ તળાવ છીછરાં અને ગરમ થતા જાય છે. તળાવના ઠંડા વાતાવરણમાં જીવન જીવતા સજીવોના સ્થાને ગરમ હૂંફાળા પાણીના સજીવોનું જીવન વસે છે.
  • ઘાસમય નીચાણવાળા કળણ ભૂમિવિસ્તારની વનસ્પતિઓ છીછરી જગ્યાએ મૂળ જમાવી અને તળાવના મૂળભૂત તટપ્રદેશને ભરી દે છે. આખરે તરતી વનસ્પતિઓની મોટી સંખ્યાથી તળાવ ભરાઈ જાય છે. ભેજવાળી પોચી જમીન બને છે, છેવટે ભૂમિમાં પરિવર્તિત થઈ જાય છે.
  • આબોહવા, તળાવનું કદ અને અન્ય પરિબળોના આધારે તળાવના આ કુદરતી જીર્ણતામાં હજારો વર્ષો લાગી શકે છે પણ ઉદ્યોગો અને ઘરગથ્થુ કચરા જેવી મનુષ્યની ક્રિયાવિધિઓથી જીર્ણતાની પ્રક્રિયામાં ધરમૂળથી ગતિ વધી ગઈ છે. આ ઘટનાને સંવર્ધિત કે પ્રવેગિત સુપોષકતકરણ કહે છે.
  • છેલ્લી શતાબ્દિમાં પૃથ્વી પરના ઘણા ભાગોમાં તળાવો વાહિત મળ અને કૃષિવિષયક કે ઔદ્યોગિક નકામા કચરાથી સુપોષિત થયા છે. તેમાં મુખ્ય અશુદ્ધિઓ નાઇટ્રેટ્સ અને ફૉસ્ફટ્સ છે કે જે વનસ્પતિઓ માટે પોષક તત્ત્વોનું કામ કરે છે.
  • આના કારણે લીલની અતિશય વૃદ્ધિ થાય છે. જેના કારણે સપાટી પર લીલું આચ્છાદાન (Scum) બને છે, દુર્ગધ આવે છે. પાણીમાં દ્રાવ્ય O2 નું પ્રમાણ ઘટી જાય છે. તેની સાથે તળાવમાં વહીને આવેલા અન્ય પ્રદૂષકો માછલીઓની સંપૂર્ણ વસ્તીને ઝેરી બનાવી શકે છે. જેના વિઘટનથી પાણીમાં ઓગળેલા O2નું પ્રમાણ વધુ ઘટી જાય છે આ પ્રકારે તળાવની જૈવિકતા અવરોધાઈમૃત્યુ પામે છે.

(b) જૈવવિવર્ધન (જૈવિક વિશાલન) :
GSEB Solutions Class 12 Biology Chapter 16 પર્યાવરણીય સમસ્યાઓ 1

  • ઉદ્યોગોના નકામા પાણીમાં રહેલા કેટલાક ઝેરી પદાર્થો જલીય આહાર શૃંખલામાં જૈવિક વિશાલન (Biomagnification) કરી શકે છે.
  • જૈવિક વિશાલનનો અર્થ છે કે અનુક્રમિત પોષક સ્તરોએ ઝેરીલા પદાર્થોની સાંદ્રતામાં વધારો થવો.
  • આ ઘટનાને કારણે સજીવોમાં ઝેરી પદાર્થો એકત્રિત થવાથી તેમનું ચયાપચય કે ઉત્સર્જન થઈ શકતું નથી. આથી તેનું વહન ક્રમિક ઉચ્ચ પોષક સ્તરે થાયછે.
  • આ ઘટનામરક્યુરી અને DDT (ડાયક્લોરો ડાયફિનાઈલ ટ્રાયક્લોરોઇથેનો માટે જાણીતી છે.
  • આ પ્રમાણે જલીય આહારશૃંખલામાં DDTનું જૈવસંકેન્દ્રણ વધતું જાય છે.
  • જો પાણીમાં આ સંકેન્દ્રણ 0.003 ppb (parts perbillion)થી શરૂ થાય છે, તો જૈવિક વિશાલન દ્વારા માછલી ખાનારાં પક્ષીઓમાં વધીને તે 25 ppm સુધી પહોંચી શકે છે.
  • આના કારણે પક્ષીઓમાં કૅલ્શિયમના ચયાપચયને ખલેલ પહોંચે છે, જેના કારણે અંડકવચ પાતળાં થઈ જાય છે, પરિપક્વતા પહેલાં તૂટી જાય છે તેથી પક્ષીઓની વસ્તીમાં ઘટાડો થાય છે.

(c)
ભૂગર્ભીય જળનું પ્રમાણ શહેરી વિસ્તાર અને ખેતીવાડીની માંગને કારણે દિવસે દિવસે ઘટતું જાય છે. સપાટીય જળના વધુ પડતા વપરાશના કારણે લોકો સિંચાઈ માટે, પીવા માટે અને ઔદ્યોગિક વપરાશ માટે ભૂમીય જળ પર આધાર રાખે છે. લગભગ 85 ટકા ગ્રામ્ય પાણી અને 50 ટકા શહેરી અને ઔદ્યોગિક પુરવઠો ખોદી મેળવાય છે. જેના પરિણામે ભૂગર્ભીય જળમાં ઘટાડો નોંધાયછે.

ભૂગર્ભીય જળ પુનઃસંચિત કરવા :

  1. વરસાદનાં પાણીનો સંગ્રહ
  2. વપરાશ અને વેડફવામાં ઘટાડો કરવો જરૂરી છે.

GSEB Solutions Class 12 Biology Chapter 16 પર્યાવરણીય સમસ્યાઓ

પ્રશ્ન 6.
એન્ટાર્કટિકાની ઉપર ઓઝોન છિદ્ધ શા માટે બને છે? પારજાંબલી વિકિરણોના વધારાથી આપણા ઉપર કેવા પ્રકારની અસર પડશે?
ઉત્તર:
મર્યાદિત વિસ્તારમાં ઓઝોન સ્તરની જાડાઈમાં ઘટાડાને ઓઝોન ગર્ત કહે છે. તે સૌપ્રથમ ઍન્ટાર્કટિકામાં શોધાયું. ઍન્ટાર્કટિકાની હવા બાકીના વિશ્વથી પોલર વર્ટેક્ષ પવનના પરિભ્રમણથી સંપૂર્ણ રીતે અલગ પડે છે. વાતાવરણમાં મુક્ત થતો CFCs ધીમે ધીમે સ્ટ્રેટોસ્ફિયરમાં પ્રવેશે છે અને પવન તેમને ધ્રુવીય પ્રદેશો તરફ ધકેલે છે. ઍન્ટાર્કટિકા પ્રદેશમાં પ્રવર્તિત વાતાવરણીય પરિસ્થિતિ શિયાળાના મહિનાઓ દરમિયાન ઓઝોન ગર્તના નિર્માણ માટે સહાયક બને છે. શિયાળાના મહિનાઓ દરમિયાન સૂર્યપ્રકાશનો અભાવ, નીચું તાપમાન બરફના વાદળો બનાવે છે જે ક્લોરિન પ્રક્રિયા માટે ઉત્મરકસપાટી પૂરી પાડે છે. UV-B વિકિરણો ખૂબ હાનિકારક છે. આંખની કીકી આ વિકિરણોનું શોષણ કરે છે અને પરિણામે સોજો આવે છે. આ અનિયમિતતાને ‘સ્નોબ્લાઇન્ડનેસ’ (મોતિયો) કહે છે જે આંખની દષ્ટિ ક્ષમતામાં ઘટાડો કરે છે. UV-B વિકિરણો ત્વચાના કોષોને હાનિ પ્રેરે છે અને ત્વચાનું કૅન્સર પ્રેરે છે.

પ્રશ્ન 7.
જંગલોનું સંરક્ષણ અને સુરક્ષામાં મહિલાઓ તથા સમુદાયો (communities)ની ભૂમિકાની ચર્ચા કરો.
ઉત્તર:
(i) 1731માં જોધપુરના રાજાનો મહેલ બનાવવા માટેના લાકડાની વ્યવસ્થા કરવા, રાજાના કર્મચારી કે જયાં બિશ્નોઈ પરિવારના લોકો રહેતા તેની નજીકના જંગલમાં વૃક્ષો કાપવા માટે ગયા. અમૃતા નામની મહિલા વૃક્ષોને ન કાપવાં દેવા માટે વૃક્ષને વળગીને ઊભી રહી. રાજાના લોકોએ અમૃતાદેવી અને તેની ત્રણ પુત્રીઓ ઉપરાંત ઘણાં બધાં લોકોની કતલ કરી. ઇતિહાસમાં આ એક અદ્ભુત દાખલો છે જેમાં પર્યાવરણની રક્ષા માટે લોકોએ બલિદાન આપ્યું હોય. ભારત સરકારે, અમૃતાદેવી બિશ્નોઈ વન્યજીવ – સંરક્ષણ પુરસ્કાર શરૂ કર્યો છે.

(ii) 1974માં ચિપકો ચળવળ હિમાચલના ગઢવાલ પ્રદેશની સ્થાનિક મહિલાઓ દ્વારા શરૂ કરાઈ હતી. ઠેકેદારો દ્વારા કાપી નખાતાં વૃક્ષોની સુરક્ષા માટે સ્થાનિક મહિલાઓએ બહાદુરીપૂર્વક ચળવળ ચલાવી હતી.

સ્થાનિક સમુદાયોની ભાગીદારીના મહત્ત્વને સમજતાં ભારત સરકારે 1980માં સંયુક્ત વનવ્યવસ્થાપન (JFM)ની કલ્પના રજૂ કરી. જેનાથી સ્થાનિક સમુદાયો સાથે મળી જંગલોનું રક્ષણ અને વ્યવસ્થાપનનું કાર્ય સરળ રીતે થઈ શકે છે.

પ્રશ્ન 8.
પર્યાવરણીય પ્રદૂષણને રોકવા માટે એક વ્યક્તિરૂપે તમે શું ઉપાયો કરશો?
ઉત્તર:
હું એવી વસ્તુઓનો ઉપયોગ કરીશ કે જે વિઘટનીય હોય કે રિસાઇકલ થઈ ઉપયોગમાં લઈ શકાય.

  1. મારી શાળામાં અને આસપાસવૃક્ષારોપણમાં મદદ કરીશ.
  2. અશ્મિ બળતણનો ઉપયોગ ઓછામાં ઓછો થઈ શકે તેવા પ્રયત્નો કરીશ.

પ્રશ્ન 9.
નીચેનાની સંક્ષિપ્તમાં ચર્ચા કરો:
(a) કિરણોત્સર્ગી કચરો
(b) બિનઉપયોગી જહાજ અને ઈ-કચરો
(e) નગરપાલિકાનો ઘન કચરો

(a) કિરણોત્સર્ગી કચરોઃ આન્યુક્લિઅર પ્લાન્ટ્સ દ્વારા ઉત્પન્ન થતો કચરો છે જે રેડિયોએક્ટિવિટી મુક્ત કરે છે. તેમનાં તત્ત્વોનાં ન્યુક્લિઓઇડ (નાભિ)માંથી α-કણો, β-કણો અને ગામા કિરણો છોડે છે.

રેડિયોએક્ટિવિટીના પ્રમાણના આધારે ત્રણ પ્રકારનો રેડિયો ઍક્ટિવ કચરો જોવા મળે છેઃ નીચા સ્તરનો, મધ્યસ્તરનો અને ઉચ્ચ સ્તરનો.

ઉચ્ચ સ્તરની રેડિયોઍક્ટિવિટી ખૂબ જ વિનાશક છે જે એટોમિક રિએક્ટરના આકસ્મિક લીકેજના કારણે જોવા મળે છે. આ વિકિરણો ગાંઠ, કેન્સર અને જનીનિક અનિયમિતતા માટે કારણરૂપ છે. ઉચ્ચ સ્તરના કચરા માટે ખાસ પ્રકારના રક્ષણાત્મક આવરણ, તેમની જાળવણી, વહન દરમિયાન કુલિંગની આવશ્યકતા છે.

(b) બિનઉપયોગી જહાજ અને ઈ-કચરો : જૂના બિનકાર્યરત વહાણોને વિકાસશીલ દેશો જેવાં કે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં તોડવામાં આવે છે. તેનું કારણ સસ્તી મજૂરી અને સ્ટેપ મટીરીયલ/ધાતુની માંગ છે. આ વહાણો સંખ્યાબંધ ઝેરી દ્રવ્યો જેવા કે એમ્બેસ્ટોસ લીડ, મરક્યુરી, ટ્રાયબુટીલીન અને પોલિક્લોરિનેટેડ બાફિનાઈલ્સ ધરાવે છે. જે મજૂરો આ વહાણને તોડવા રોકાયા હોય છે તે આ ઝેરી દ્રવ્યો સામે ખુલ્લાં બને છે. દરિયાઈ કાંઠાના વિસ્તાર જ્યાં આ વહાણ તોડવાની પ્રવૃત્તિ ચાલતી હોય છે તે પણ પ્રદૂષિત થાય છે.

ઈ-કચરામાં સમારકામ ન થઈ શકે તેવા કપ્યુટર્સ અન્ય ઇલેક્ટ્રોનિક સામાન્ય જે વિકાસશીલ દેશોમાં રિસાઇકલિંગ દ્વારા, ધાતુઓનાં અલગ કરવા માટે આયાત કરાય છે, તેનો સમાવેશ થાય છે.

(c) નગરપાલિકાનો ઘન કચરો : આ ઘરો, ઑફિસો, સ્ટોર્સ હૉસ્પિટલો અને લઘુઉદ્યોગોમાંથી રહેઠાણના વિસ્તારમાં મુક્ત કરાતો કચરો છે. તેમાં કપડાં, તૂટેલાં કાચ, બોટલ્સ, પૉલિથીન, કોથળીઓ, ચામડું, ધાતુઓ અને ઇલેક્ટ્રોનિક સામાન વગેરેનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 10.
દિલ્લીમાં વાહનોથી થતાં વાયુ-પ્રદૂષણને ઓછું કરવા માટે કયા પ્રયત્નો કરવામાં આવ્યા ? શું દિલ્લીના વાયુઓની ગુણવત્તા (quality)માં સુધારો થયો છે?
ઉત્તર:

  • હવાના પ્રદૂષણના મુખ્ય બે સ્રોત છે
  • 1990ના આંકડા પ્રમાણે વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત41 શહેરોમાં દિલ્હીનો ચોથો ક્રમ છે.
  • દિલ્હીમાં સંખ્યાબંધ વાહનોની અવરજવરના કારણે હવાના પ્રદૂષણનું સ્તર આપણા દેશમાં સૌથી વધારે છે.
  • દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યાની ગંભીરતા જોતાં કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરાઈ. ત્યાર બાદ ભારત સરકારને, સાર્વજનિક પરિવહનના સમગ્ર કાફલામાં ફેરબદલી સહિત યોગ્ય પગલાં લેવાનો આદેશ કરાયો.
    1. જાહેર ટ્રાન્સપોર્ટ બસોમાં ડીઝલના સ્થાને CNGનો ઉપયોગ, 2002 સુધીમાં બધી જ બસોને CNGમાં પરિવર્તિત કરવામાં આવી.
    2. અન્ય સમાંતર પગલાંઓમાં ધીરે ધીરે જૂનાં વાહનોનો નિકાલ કરવો.
    3. સીસારહિત પેટ્રોલનો વપરાશ
    4. ઓછાં સલ્ફરયુક્તડીઝલ/પેટ્રોલનો ઉપયોગ
    5. વાહનોમાં કેટલાયટિક કન્વર્ટર લગાડવા
    6. (vi)વાહનોમાં પીયુસી કરાવવું વગેરે.
  • આ સમગ્ર નિયમોને અનુસરવાથી દિલ્લીમાં એક અંદાજ પ્રમાણે 1997થી 2005 વચ્ચે કાર્બન ડાયોક્સાઇડ તથા સલ્ફર
    ડાયૉક્સાઇડનું સ્તર નોંધપાત્ર રીતે નીચે આવ્યું છે.

GSEB Solutions Class 12 Biology Chapter 16 પર્યાવરણીય સમસ્યાઓ

પ્રશ્ન 11.
નીચેનાની સંક્ષિપ્તમાં ચર્ચા કરોઃ
(a) ગ્રીનહાઉસ ગેસ
(b) ઉદ્દીપક પરિવર્તક
(c) પારજાંબલી-B
ઉત્તર:
(a) ગ્રીનહાઉસ ગેસ : ગ્રીનહાઉસ વાયુઓ વાતાવરણમાં ઉષ્મા શોષવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તે બધાં જ સૂર્ય વિકિરણોને અવકાશમાં પાછા ફરતાં અટકાવે છે. આ ગુણધર્મને કારણે ગ્રીનહાઉસ વાયુઓ પૃથ્વીના તાપમાનને ઈષ્ટતમ સ્તરે જાળવી રાખે છે. ગ્રીનહાઉસ વાયુઓનાં ઉદાહરણમાં CO2 મિથેન અને CFC (ક્લોરોફ્લોરો કાર્બન) છે. ઊંચા ઉત્સર્જનને કારણે વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓની સાંદ્રતા વધી છે. તેના કારણે વૈશ્વિક તાપમાનમાં વધારો થયો છે. જે આબોહવાકીય ફેરફારોનું નિર્માણ કરે છે.

(b) ઉદ્દીપક પરિવર્તક : વાહનોમાં કેટલાયટિક કન્વર્ટર ઝેરી વાયુઓના ઉત્સર્જનને ઘટાડવા માટે લગાડાય છે. તેમાં મોંઘી ધાતુઓ જેવી કે પ્લેટિનમ-પેલેડિયમ અને રોડિયમનો કેટાલિસ્ટ તરીકે વપરાશ થાય છે. જ્યારે એક્ઝોસ્ટ કેટાલાયટિક કન્વર્ટરમાંથી પસાર થાય છે ત્યારે દહન નહીં પામેલા હાઇડ્રોકાર્બન CO2 અને પાણીમાં ફેરવાય છે, કાર્બન મોનૉક્સાઈડ અને નાઈટ્રિક ઍસિડ એ કાર્બન ડાયૉક્સાઈડ અને નાઇટ્રોજન વાયુમાં ફેરવાય છે. તે વાહનોમાંથી પ્રદૂષિત વાયુઓના ઉત્સર્જનને ઘટાડવામાં મદદ કરે છે.

(c) પારજાંબલી – B: UV-B DNAને નુકસાન કરે છે જેથી વિકૃતિ થવાની શક્યતા રહે છે. તે ત્વચામાં વૃદ્ધત્વ, ત્વચાના કોષોને હાનિ અને વિવિધ પ્રકારના ત્વચાના કેન્સરનું કારણ બને છે. મનુષ્યની આંખમાં નેત્રપટલ UV-B રેડિએશન શોષે છે જેના કારણે તેમાં સોજો આવે છે જેને સ્નોબ્લાઇન્ડનેસ (મોતિયો) વગેરે કહે છે. આવા સંપર્કથી નેત્રપટલોને કાયમી નુકસાન થઈ શકે છે.

GSEB Class 12 Biology પર્યાવરણીય સમસ્યાઓ NCERT Exemplar Questions and Answers

બહુવિકલ્પ પ્રશ્નો (MCQs)

પ્રશ્ન 1.
કોના દ્વારા જેવઅવિઘટનીયપ્રદૂષકોનું નિર્માણ થાય છે?
(A) કુદરત
(B) સ્રોતોનો વધુ પડતો ઉપયોગ
(C) માનવો દ્વારા
(D) કુદરતી આપત્તિઓ
જવાબ
(C) માનવો દ્વારા

  • જૈવ અવિઘટનીય પ્રદૂષકોને સામાન્ય રીતે સામાન્ય જીવવિજ્ઞાનની પ્રક્રિયાઓ દ્વારા અધોગતિનો ધીમો અથવા શૂન્ય દર હોય છે. તેમાં પ્લાસ્ટિક, ટીનના કન્ટેઇનર, સખત ધાતુઓ, રેડિયો ઍક્ટિવ પદાર્થો વગેરે. આ બધી માનવીની પ્રવૃત્તિઓ જેવી કે ઔદ્યોગિકીકરણ દ્વારા થાય છે.
  • જૈવ વિઘટનીય પ્રદૂષકો જૈવિક પ્રક્રિયાઓ દ્વારા ઝડપથી અધોગતિ કે વિઘટન પામે છે. કાગળો, ઘરગથ્થુ કચરો જેવા કે શાકભાજીનાં છોતરાં, ફળો અને નકામા પદાર્થો, સુએજ, માનવી દ્વારા ઉત્પન્ન થતાં જૈવવિઘટનીય પ્રદૂષકો છે.

પ્રશ્ન 2.
સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અનુસાર કેટલા વ્યાસના કણોને કારણે માનવ-સ્વાથ્યને વધુ હાનિ પહોંચે છે?
(A) 2.5 માઈક્રોમીટર,
(B) 5.0 માઈક્રોમીટર
(C) 10.00 માઈક્રોમીટર
(D) 7.5 માઈક્રોમીટર
જવાબ
(A) 2.5 માઈક્રોમીટર

  • કાળી મૅશ, ધુમાડો, વિવિધ પ્રકારની ધૂળ, પરાગરજ, બીજાણુઓ, ફર, વાળ વગેરે તરતાં હવાઈ પ્રદૂષકોને નીચે બેસી જતાં (10μm કે તેથી વધુ) તરીકે અને હવામાં તરતાં (10μm કરતાં ઓછા કદના) તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
  • વાતાવરણમાં તેની અસર તેઓના કદ ઉપર આધાર રાખે છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના મંતવ્ય પ્રમાણે 2.5 μm કે તેથી ઓછા વ્યાસવાળી પ્રદૂષિત હવાના કણો માનવ તંદુરસ્તી ઉપર ગંભીર નુકસાન પહોંચાડે છે. 2.5 μm કે તેથી નાના કદની પ્રદૂષિત હવા શ્વસનમાર્ગમાં ફેફસાં સુધી ઊંડે શ્વાસ દ્વારા લેવામાં આવે ત્યારે શ્વસનમાર્ગની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે અને તે માનવીના મૃત્યુ સુધી લઈ જાય છે.

પ્રશ્ન 3.
રેકોર્ડિંગ સુડિયો અને ઓડિટોરિયમ વગેરે જેવા ઓરડાઓને ધ્વનિ-પ્રતિરોધક બનાવવા માટે સામાન્ય રીતે શાનો ઉપયોગ કરાય છે?
(A) કપાસ
(B) કાથી
(C) લાકડાં
(D) સ્ટાયરોફોમ
જવાબ
(D) સ્ટાયરોફોમ

  • રેકોર્ડિંગ સુડિયો, સિનેમા હૉલ વગેરેને અવાજરહિત (સાઉન્ડ પ્રૂફ) બનાવવા માટે વાપરવામાં આવતા પદાર્થને સ્ટાયરોફોમ કહે છે કે જે અવાજને શોષી લે છે અને સાઉન્ડ પ્રૂફ બનાવવામાં મદદ કરે છે.
  • વાણિજ્ય અને ઔદ્યોગિક એકમોમાં કામ કરતાં લોકો ઇયર પ્લગ વાપરે છે કે જે ખૂબ જ ઝીણું ગ્લાસવુલ કે રૂના વુલ જેમાં મીણ આવેલ હોય છે. જયારે કાનના મસ કે જે પ્રવાહીના સીલ કે અવાજને શોષી લેતાં પ્લાસ્ટિકના ફોર્મ હોય છે.

પ્રશ્ન 4.
કોસ્પેસ્ટનેચરલ ગેસ(CNG) શું છે?
(A) પ્રોપેન
(B) મિથેન
(C) ઇથેન
(D) બ્યુટેન
જવાબ
(B) મિથેન

  • કૉસ્પેન્ડ કુદરતી વાયુ (CNG) ઉચ્ચ કક્ષાનો અને સસ્તુ ઇંધણ છે. તેને પેટ્રોલ અને ડીઝલને બદલે બળતણ તરીકે વાપરવામાં આવે છે. કારણ કે તેને શુદ્ધબળતણ ગણવામાં આવે છે.
  • કૉસ્પેન્ડ કુદરતી વાયુ 90 ટકા મિથેન ધરાવે છે. તેને તેના કદમાં 1 % જેટલો દબનીય બનાવીને તે સ્ટાન્ડર્ડ વાતાવરણનું દબાણ ધરાવે છે. પ્રોપેન અને બ્યુટેન બંને ભેગા મળીને પ્રવાહી પેટ્રોલિયમ ગેસ અથવા પ્રવાહીપણું ધરાવતો પેટ્રોલિયમ ગેસ બનાવે છે જ્યારે ઇથેન રાસાયણિક ઉદ્યોગોમાં ઇથેન બનાવવામાં વપરાય છે.

પ્રશ્ન 5.
વિશ્વનું સૌથી વધુ સમસ્યા સર્જતું જલીયનીંદણકયું છે?
(A) અઝોલા
(B) વુલ્ફીઆ
(C) આઇકોર્નિયા
(D) ટ્રાપા
જવાબ
(C) આઈકોર્નિયા

  • આઇકોર્નિયા (વૉટર હાયસિન્થ), ભારતમાં પાણી પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે રજૂ કરવામાં આવેલ હતું. આ વનસ્પતિ પારો, કેડમિયમ, સીસું અને નિકલને સુએજના દૂષિત પાણીમાંથી શોષી લે છે.
  • તે વિશ્વની સૌથી વધુ સમસ્યાજનક જંગલી નીંદણ છે કારણ કે તે સૌથી વધુ ઝડપી ફેલાતી આક્રમક જાતિ છે. જો તેના ઉપર નિયંત્રણ મૂકવામાં ન આવે તો વૉટર હાયેસિન્થ સમગ્ર તળાવ કે સરોવરને આવરી લે છે અને પાણીના પ્રવાહને અસર પહોંચાડે છે. તે સૂર્યપ્રકાશને અવરોધે છે અને મચ્છર, યકૃત કૃમિ, ચપટાં કૃમિના યજમાન નેઇલની મુખ્ય વસવાટરચે છે. તેમજ પાણીમાં ઑક્સિજનનું પ્રમાણ ઘટાડે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 16 પર્યાવરણીય સમસ્યાઓ

પ્રશ્ન 6.
નીચે આપેલપૈકી કોના દ્વારા જૈવિક વિશાલન સર્જાય છે?
(A) SO2
(B) મરક્યુરી
(C) DDT
(D) (B) અને (C)બંને
જવાબ
(D) (B) અને (C)બંને

  • મરક્યુરી DDT જેવાં ઝેરી પદાર્થોને જુદા જુદા ટ્રોપિક વિસ્તારોમાં અવિઘટનીય ઝેરી પદાર્થોને ભેગા થવાની ક્રિયાને જૈવસંગ્રહિત પદાર્થોને જૈવિકવિશાલન કહે છે.
  • પોષણ કડીના ક્રમિક ટ્રોપિક સ્તરોમાં જૈવ અવિઘટનીય પ્રદૂષકોની સાંદ્રતા, જૈવિક વિશાલનની પ્રક્રિયામાં વધતી જાય છે. આ રીતે પર્યાવરણ કે નિવસનતંત્રને ચેતવણી સ્વરૂપે નુકસાન કરે છે.
    જ્યારે SO2 (સલ્ફર ડાયોક્સાઇડ) હવામાં રહેલ હવાઈ પ્રદૂષણ છે અને અગ્રવર્તી રીતે ઍસિડ વર્ષા તરીકે પ્રદૂષિત પદાર્થ છે.

પ્રશ્ન 7.
DDTનું પૂર્ણનામ શું છે?
(A) ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન
(B) ડાયક્લોરો ડાયઇથાઇલ ટ્રાયક્લોરોઇથેન
(C) ડાયક્લોરો ડાયપાયરીડિલ ટ્રાયક્લોરોઇથેન
(D) ડાયક્લોરો ડાયફિનાઇલ ટેટ્રાક્લોરોએસટેટ
જવાબ
(B) ડાયક્લોરોડાયઇથાઇલટ્રાયક્લોરોઇથેન

  • ડીડીટીનું વિસ્તૃત સ્વરૂપ ડાયક્લોરો ડાઇફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન છે. તે કીટનાશક છે જેનું સંશ્લેષણ 1874માં સૌપ્રથમથયેલ હતું. કીટકોમાં તે તેમના ચેતાકોષોની સોડિયમ આયન ચેનલો ખોલે છે. તે સ્પાસને આગળ વધારે છે અને ડીડીટી આખરે મૃત્યુ લાવે છે. બી.એચ.સી. કાર્બનિક સંયોજન છે કે જેઓ 1970 અને 1980માં જંતુઓ વિરુદ્ધ અસરકારક રીતે વાપરવામાં આવેલ હતું.
  • આજે તેઓની ઓછી અસર કે ડિગ્રેડેશન થતું હોવાથી હાલમાં તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે.

પ્રશ્ન 8.
નીચે આપેલપૈકી કયુંદ્રવ્ય જૈવવિઘટન માટે સૌથી વધુ સમય લે છે?
(A) કપાસ
(B) પેપર
(C) અસ્થિ
(D) શણ જવાબ
(C) અસ્થિ
અસ્થિ જૈવવિઘટન માટે સૌથી વધુ સમય લે છે જ્યારે જીવાણુઓની અસરની મદદથી કપાસ (રૂ), કાગળ અને શણનું સરળતાથી વિઘટન પામી શકે છે. અસ્થિ પ્રોટીનના ઘટકો, ખનીજ ઘટકો અને કાર્બનિક પદાર્થોનું બનેલ છે.

પ્રશ્ન 9.
નીચે આપેલપૈકી એક વિધાનઅસત્ય છે, તે પસંદ કરો:
(A) મોન્ટ્રિયલ પ્રોટોકોલ ઓઝોનનું વિઘટન દર્શાવતા ઘટકોની અસરના નિયંત્રણ સાથે સંકળાયેલ છે.
(B) મિથેન અને કાર્બનડાયોક્સાઇડ બંને ગ્રીનહાઉસ વાયુઓ છે.
(C) ઑક્સિજન પ્રમાણનું માપન કરવા માટે ડૉબસન એકમનો ઉપયોગ થાય છે.
(D) હૉસ્પિટલના કચરાનો નાશ કરવા માટે ભસ્મક યંત્ર (incinerators) અતિઆવશ્યક છે.
જવાબ
(C) ઑક્સિજન પ્રમાણનું માપન કરવા માટે ડૉબસન એકમનો ઉપયોગ થાય છે.
ટ્રેસ વાયુઓ એટલે કે ઓઝોનની ઘનતાના કૉલમને દર્શાવવા માટે ડૉબસન યુનિટ વાપરવામાં આવે છે. બીજી બાજુએ ઑક્સિજન સેન્સર છોડવામાં આવેલ ઓક્સિજન ગૅસની સાંદ્રતા માપવા માટે વપરાય છે.

પ્રશ્ન 10.
નીચે આપેલ પૈકી કયા એકને કારણે વધુ માત્રામાં ઘરેલું રાસાયણિક પ્રદૂષણ થાય છે?
(A) કોલસા બળવાથી
(B) રાંધણગેસના બળવાથી
(C) મચ્છર મારવાની કૉઇલ બળવાથી
(D) રૂમએ વાપરવાથી જવાબ
(A) કોલસા બળવાથી

  • ઘરેલું રાસાયણિક પ્રદૂષણ માટે મુખ્ય કારણ બળતો કોલસો છે. તે વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ છોડે છે. તે ઑક્સિજન સાથે સંયોજાઈને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે કે જે પર્યાવરણને ચેતવણીરૂપ (હાનિકારક) છે અથવા તે કાર્બન મોનોક્સાઇડ બનાવે છે કે જે માનવની તંદુરસ્તી માટે નુકસાનકારક છે.
  • બળતો કોલસો, નાઇટ્રોજનના ઑક્સાઈડ, સલ્ફર ડાયોક્સાઈડ, ધાતુઓ અને સિમેન્ટના ન લઈ શકાય તેવા રજકણો પણ મુક્ત કરે છે. જોકે મચ્છર માટેની સળગતી કૉઈલ અને રૂમમાં છંટાતા એ ઘરમાં રાસાયણિક પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. પરંતુ તેની અસરો લાંબા ગાળાની હોય છે.

પ્રશ્ન 11.
મીઠા પાણીમાં જોવા મળતાં લીલા મેલને શું કહે છે?
(A) નીલહરિત લીલ
(B) રાતી લીલ
(C) લીલી લીલ
(D) (A) અને (C)બંને
જવાબ
(D) (A) અને (C) બંને
મીઠા પાણીમાં જોવા મળતા લીલા મેલને લીલી લીલ અને નીલહરિતલીલ કહે છે જ્યારે રાતી લીલ મુખ્યત્વે દરિયાઈ હોયછે.

GSEB Solutions Class 12 Biology Chapter 16 પર્યાવરણીય સમસ્યાઓ

પ્રશ્ન 12.
ધ્વનિનું વિશાલનકે જેની સામે તકલીફ વગરવ્યક્તિ ટકી શકે છે.
(A) 150 MB
(B) 215 dB
(C) 30 dB.
(D) 80 MB
જવાબ
(D) 80 MB

  • અવાજનું સંબંધિત મોટાપણુ 30 GB થી 60 GB હોય તે સામાન્ય રીતે નુકસાનકારક નથી. 60 dB થી 80 dB જેટલો મોટો અવાજ વધુ અગવડભરેલ નથી. જયારે 80 dBથી વધારે મોટો અવાજ હોય તો તે દુઃખદાયક હોય છે અને તે ધીમે ધીમે સાંભળવાની ક્ષમતામાં કાયમી ઘટાડો થાય છે કે બહેરાશ આવે છે.
  • જુદા જુદા વિસ્તારોમાં પરવાનગીપાત્ર અવાજનું સ્તર નીચે આપેલ છેઃ
વિસ્તાર દિવસ રાત્રી
ઔદ્યોગિક 75 dB 70 dB
વાણિજ્ય 65 dB 55 MB
રહેઠાણ 55 dB 45 MB
શાંત વિસ્તાર 50 dB 40 dB

પ્રશ્ન 13.
વૈશ્વિક સ્તરે ધ્વનિ-પ્રદૂષણના મુખ્ય સ્રોત તેને લીધે છે:
(A) ઑફિસના સાધન દ્વારા
(B) પરિવહનતંત્ર દ્વારા
(C) ખાંડ, કાપડ અને કાગળ ઉદ્યોગ દ્વારા
(D) ઑઇલ રિફાઇનરીઓ અને થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા
જવાબ
(B) પરિવહનતંત્ર દ્વારા

  • સમગ્ર વિશ્વમાં અવાજના પ્રદૂષણનો મુખ્ય સ્રોત પરિવહન (ખાનગી વાહનો અને જાહેર પબ્લિક વાહનો) છે.
  • જ્યારે અવાજ ઉત્પન્ન કરતાં બધા મશીનો, કૃષિના, મોટર વાહનના મશીનો અને વિવિધ ઔદ્યોગિક એકમોના મશીનો જેવાં કે કાપડના છાપકામના, ખાંડ ઉદ્યોગ, એન્જિનિયરિંગ અને કૃષિવિષયક મશીનો અવાજનું પ્રદૂષણ ઉત્પન્ન કરતા એકમો છે.

પ્રશ્ન 14.
યોગ્ય જોડકાં જોડો અને સારો વિકલ્પ પસંદ કરોઃ

કોલમ – I કોલમ – II
(a) એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ (i) 1974
(b) એર પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ (ii) 1987
(c) વોટર એક્ટ (iii) 1986
(d) એમેન્ડમેન્ટ ઓફ એર એક્ટ ટુ ‘ઇશુડ નોઇસ એઝ એન એર પોલ્યુશન (iv) 1981

સાચી જોડ છે:
(A) (a – iii) (b – iv)(c – i) (d – ii)
(B) (a – i) (b – iii) (c – ii) (d – iv)
(C) (a – iv) (b – i) (c – ii) (d – iii)
(D) (a – iii) (b – iv) (c – ii) (d – i).
જવાબ
(A) (a – iii) (b – iv)(c – i) (d – ii)

  • ધી ઍન્વાયરન્મેન્ટ પ્રોટેક્શન ઍક્ટ નવેમ્બર 1986માં, ભારતના પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીની જન્મજયંતી સમયે અમલમાં આવ્યો હતો.
  • ધી ઍર (પ્રિવેન્શન ઍન્ડ કન્ટ્રોલ ઑફ પોલ્યુશન) એક્ટ 1981થી અમલમાં આવ્યો હતો. તે હવાની ગુણવત્તા જાળવવા માટે આવેલ છે.
  • સપાટીય અને જમીનમાં રહેલાં બધા જ પ્રકારના પાણીની ગુણવત્તા જાળવવા માટે વૉટર ઍક્ટ 1974માં અમલમાં આવેલ હતો.
  • ઘોંઘાટના પ્રદૂષણને ઉમેરતો ઍર ઍક્ટમાં સુધારો 1987માં અમલમાં આવ્યો હતો.

પ્રશ્ન 15.
ઓટોમોબાઇલ(વાહનો)માંથી મુક્ત થતાં નુકસાનકારક વાયુઓનું પ્રમાણ ઘટાડવા માટે તેમાં ઉદ્દીપકીય રૂપાંતરકો ફિટ કરેલા હોય છે. ઉદ્દીપકીય રૂપાંતરકો દહન ન થયેલા હાઇડ્રોકાર્બન્સનું રૂપાંતરણશામાં કરે છે?
(A) કાર્બનડાયોક્સાઇડ અને પાણી
(B) કાર્બન મોનૉક્સાઇડ
(C) મિથેન
(D) કાર્બનડાયૉક્સાઈડ અને મિથેન
જવાબ
(A) કાર્બન ડાયોક્સાઈડ અને પાણી
ઉદ્દીપક રૂપાંતરકોમાં રોડિયમ અને પ્લેટિનમ – પેલેડિયમ જેવી મોંધી ધાતુઓ ઉદ્દીપકો તરીકે જોડવામાં આવેલ હોય છે. આ ઉદ્દીપક રૂપાંતરકો જયારે ન બળેલ હાઇડ્રોકાર્બન (કેન્સર માટે કારણભૂત)ને ઑક્સિડાઇઝડ કરીને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર પામે છે.

પ્રશ્ન 16.
પેટ્રોલિયમનીપજોમાંથી સલ્ફરને દૂર કરવું શા માટે આવશ્યક છે?
(A) બહાર નીકળતા ધુમાડામાં સલ્ફર ડાયોક્સાઇડને બહાર નીકળતા ઘટાડે છે.
(B) ઑટોમોબાઇલ્સ એન્જિન્સની ક્ષમતામાં વધારો કરે છે.
(C) વ્યાપારિક ઉપયોગ માટે પેટ્રોલિયમમાંથી સલ્ફરને દૂર કરવામાં આવે છે.
(D) એન્જિન સાઈલેન્સર્સની આયુમાં વધારો કરે.
જવાબ
(A) બહાર નીકળતા ધુમાડામાં સલ્ફર ડાયોક્સાઇડને બહાર નીકળતા ઘટાડે છે.
પેટ્રોલિયમ પેદાશો (ડીઝલ)માંથી સલ્ફર દૂર કરવાથી છોડવામાં આવેલ ધુમાડામાં સલ્ફરના ઑક્સાઈડો જેવાં કે SO2, અને SO3ને ઓછા કરવામાં આવવા જોઈએ.

GSEB Solutions Class 12 Biology Chapter 16 પર્યાવરણીય સમસ્યાઓ

પ્રશ્ન 17.
નીચે આપેલપૈકી કઈ અશુદ્ધિઓનકામા પાણીમાંથી સરળતાથી દૂર કરવામાં આવે છે?
(A) બૅક્ટરિયા
(B) કલિલકણો
(C) દ્રાવ્યઘન ઘટકો
(D) નિલંબિત ઘન ઘટકો
જવાબ
(D) નિલંબિત ઘનઘટકો

  • નકામા પાણીમાંથી નિલંબિત ઘન ઘટકો દૂર કરવા સરળ છે પરંતુ ઓગળેલા ક્ષારો જેવા કે કૅલ્શિયમ, એમોનિયા, ઝેરી પદાર્થો, ફૉસ્ફટ, સોડિયમ અને નાઈટ્રેટને દૂર કરવા મુશ્કેલ છે.
  • તેઓ સિવાય ઘન પદાર્થો જેવાં કે રેતીના કણો અને માટીની (Clay’s) અશુદ્ધિઓ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી સરળતાથી દૂર થઈ શકે છે.

પ્રશ્ન 18.
નીચે આપેલ પૈકી રોગોમાંથી કયો રોગ દૂષિત પાણીને લીધે થતો નથી?
(A) હિપેટાઈટીસ-B
(B) કમળો
(C) કૉલેરા
(D) ટાઈફૉઈડ
જવાબ
(A) હિપેટાઇટીસ-B
હિપેટાઈટીસ-બી પાણીના દૂષણથી થતો રોગ નથી, પરંતુ ચેપી માધ્યમો દ્વારા થાય છે. જ્યારે બીજી બાજુએ કમળો; કૉલેરા અને ટાઇફોઈડ પાણી અને ખોરાક દ્વારા થતાં રોગ છે કે જેઓ ખોરાકની વસ્તુઓના દૂષણ દ્વારા થાય છે.

પ્રશ્ન 19.
કુદરતી પાણીમાં જલજ વનસ્પતિઓની ઉપદ્રવી વૃદ્ધિ અને લીલનું પુરબહારમાં ઊગી નીકળવું તે કોના ઊંચા સંકેન્દ્રણને કારણે થાય છે?
(A) કાર્બન
(B) સલ્ફર
(C) કૅલ્શિયમ
(D) ફૉસ્ફરસ
જવાબ
(D) ફૉસ્ફરસ
કુદરતી પાણીમાં જલજ વનસ્પતિઓ અને લીલની અતિશય વૃદ્ધિને કારણે થતો વસ્તીવિસ્ફોટ, પાણીમાં વધુ પ્રમાણમાં ઓગળેલ કાર્બનિક અને અકાર્બનિક પોષક પદાર્થોના કારણે થાય છે. પાણીમાં ઓગળેલ ફૉસ્ફરસનું વધુ પ્રમાણ જલીય વનસ્પતિઓના છોડ જેવાં કે આઇકોર્નિયા (વૉટર હાયસિન્થ) અને કેટલીક નીલ હરિત લીલની વૃદ્ધિપ્રેરે છે.

પ્રશ્ન 20.
લીલનો સમૂહપાણીને વિશિષ્ટરંગબક્ષે છે, જે શેના લીધે છે?
(A) તેઓના રંજકદ્રવ્યકણો
(B) રંગીન ઘટકોના ઉત્સર્જન
(C) લીલના દેહધાર્મિક વિઘટનને કારણે રંગીન રસાયણોના નિર્માણને ઉત્તેજન મળે છે.
(D) લીલની કોષદીવાલદ્વારા પ્રકાશનું શોષણ
જવાબ
(A) તેઓનારંજકદ્રવ્યકણો

  • પાણીની સમગ્ર સપાટી ઉપર છવાઈ જતી લીલ પાણીને ચોક્કસ વિશિષ્ટ રંગબલે છે તે તેના રંજકદ્રવ્યકણોને લીધે જોવા મળે છે.
  • લીલના કેટલાંક સમૂહના રંજકદ્રવ્યકણોનું બંધારણ નીચે મુજબ છેઃ
  • લીલલીલ → હરિતદ્રવ્ય-b
  • બદામી લીલ → હરિતદ્રવ્ય-C1 + C2 ક્યુકોઝેન્થીન
  • પીળી લીલ → હરિતદ્રવ્ય-C1 + C2 ફ્યુકોઝેન્થીન
  • રાતી લીલ → ફાયકોડરશ્રીન, ફાયકોસાઇનીઝ
  • નીલહરિત લીલ → ફાયકોઇરેગ્રીન, ફાયકોસાયનીન

પ્રશ્ન 21.
કોલમ – I અને કોલમ – II માં આપેલને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:

કોલમ – I કોલમ – II
(a) UV (i) જૈવવિશાલન
(b) જૈવ વિઘટનીય કાર્બનિક દ્રવ્ય (ii) સુપોષકતીકરણ
(C) DDT (iii) ખોબ્લાઇન્ડનેસ
(d) ફોસ્ફટ (iv) BOD

સાચી જોડ છે.
(A) (a – ii) (b – i) (c – iv) (d – iii)
(B) (a – iii) (b – ii) (c – iv) (d – i)
(C) (a – iii) (b – iv) (c – i) (d – ii)
(D) (a – iii) (b – i) (c – iv) (d – ii)
જવાબ
(C) (a-iii) (b – iv)(c – i) (d – i)

પ્રશ્ન 22.
તમારા પાઠ્યપુસ્તકમાં “ત્રણ માઇલ ટાપુ અને ચનોંબિલ દુર્ઘટના રેડિયો ઍક્ટિવ કચરાના અચાનક લીકેજને કારણે થઈ હતી.” ભારતમાં ભોપાલ ગેસ દુર્ઘટના થઈ હતી. તેનીચે આપેલમાંથી કોની સાથે સંકળાયેલી ઘટના છે?
(A) CO2
(B) મિથાઇલ આઇસોસાઇનેટ
(C) CFC
(D) મિથાઇલ સાયનેટ
જવાબ
(B) મિથાઇલ આઇસોસાઇનેટ
ભોપાલમાં યુનિયન કાર્બાઇડના સાવિન (SAVIN) જંતુનાશકના યુનિટમાંથી મિથાઇલ આઇસોસાયનેટ (MIC) લીક થયેલ હતો. જેને કારણે ભોપાલ ગેસ ટ્રેજેડી થયેલ હતી. આ રાસાયણિક ટ્રેજેડી મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં 2જી ડિસેમ્બર 1984ના રોજ થયેલ હતી. આમાં તે જ રાત્રીએ 2000થી 3000 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા.

GSEB Solutions Class 12 Biology Chapter 16 પર્યાવરણીય સમસ્યાઓ

અતિ ટૂંકજવાબી પ્રશ્નો (VSQs)

પ્રશ્ન 1.
વાહનો દ્વારા થતાં પ્રદૂષણને ઘટાડવા માટે સીસારહિત પેટ્રોલ કે ડીઝલવપરાશને પ્રાધાન્ય અપાય છે. સીસાની મુખ્ય ભૂમિકા શું છે?
ઉત્તર:

  • વાહનોમાંથી ઝેરી ગેસો ઓછા બહાર ઉત્સર્જિત થાય તે માટે અને ન વપરાયેલ હાઇડ્રોકાર્બનને CO2 અને H2O માં રૂપાંતર કરવા માટે ખર્ચાળ ધાતુઓ જેવી કે પ્લેટિનમ, પેલેડિયમ અને રોડિયમને વિઘટકો (વિઘટન કરતાં રૂપાંતરકો) તરીકે વાહનોમાં જોડવામાં આવેલ હોય છે.
  • મોટર વ્હીકલોમાં વિઘટન કરતાં રૂપાંતરકો જોડવામાં આવેલ હોય છે. તેમાં સીસા વગરના પેટ્રોલ અથવા ડીઝલ વાપરવા જરૂરી બને છે. કારણ કે પેટ્રોલ, ડીઝલમાં આવેલ સીસું વિઘટનકારકોને નિષ્ક્રિય બનાવે છે અને હાઇડ્રોકાર્બનને ઉત્સર્જિત કરે છે અને તે દ્વારા વાતાવરણને દૂષિત કરે છે.

પ્રશ્ન 2.
કયા વર્ષમાં એર પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ હેઠળધ્વનિ-પ્રદૂષણને હવાના પ્રદૂષણ તરીકે સમાવેશ અપાયો હતો?
ઉત્તર:
1987માં ધી એર પ્રિવેન્શન ઍન્ડ કન્ટ્રોલ ઑફ પૉલ્યુશન ઍક્ટમાં સુધારો દર્શાવીને ધ્વનિ પ્રદૂષણને હવાના પ્રદૂષણના સ્રોત તરીકે ઉમેરવામાં આવેલ છે.

પ્રશ્ન 3.
આપણા દેશના એક શહેરમાં સમગ્ર જાહેર માર્ગ પરિવહન (પબ્લિક રોડ ટ્રાન્સપોર્ટ) CNG દ્વારા ચાલે છે. તે શહેરનું નામ આપો.
ઉત્તર:
દિલ્હીમાં, સમગ્ર જાહેર માર્ગ પરિવહન, ખાસ કરીને રોડ પરિવહન કૉમૅસ્ટકુદરતી ગેસ (CNG)થી ચાલે છે.

પ્રશ્ન 4.
ઓવરહેડ ટાંકીમાંથી તળિયે બેસેલ કચરાને એકઠું કરવું એ સામાન્ય પ્રક્રિયા છે. પાણીના ટાંકામાં નીચે જમા થતા કચરા (salt)નો સ્રોત કયો છે?
ઉત્તર:
ઓવરહેડ પાણીની ટાંકીઓમાં નીચે જમા થતાં કચરાનો મૂળ સ્રોત માટીના કણો છે કે જે ઊંડાં બોરવેલ, નદીઓમાંથી આવતાં પાણી સાથે આવે છે.

પ્રશ્ન 5.
સંવર્ધિત સુપોષકતકરણ એટલે શું?
ઉત્તર:
આ ઘટનામાં ઉદ્યોગો અને ઘરમાંથી આવતાં કચરાઓ, કુદરતી અને સુધારેલ તળાવ અને બીજા પાણીના સ્થાનોમાં વાર્થકની ક્રિયાપ્રેરે છે કે જે સામાન્ય રીતે કુદરતી જીવંતગાળો વર્ષોનો હોય છે. આ ક્રિયાવિધિને સંવર્ધિત કે પ્રવેગિતસુપોષકતકરણ કહે છે.

પ્રશ્ન 6.
માનવસ્વાથ્યપર કણમયદ્રવ્યની કોઈપણ બેઅસરો જણાવો.
ઉત્તર:
કણમય દ્રવ્યો કે જેના સૂક્ષ્મકણોનું કદ 2.5μm કે ઓછું હોય તે માનવમાં તેની તંદુરસ્તી ઉપર થતી અસરો :

  1. શ્વાસોચ્છવાસ અને શ્વસનની ક્રિયા,
  2. સોજો,
  3. દાહ કે બળતરા
  4. ફેફસાંમાં નુકસાન અને વહેલું મૃત્યુ.

GSEB Solutions Class 12 Biology Chapter 16 પર્યાવરણીય સમસ્યાઓ

પ્રશ્ન 7.
પોલીબ્લેન્ડમાટેનો કાચોમાલશો છે?
ઉત્તર:
બે કે તેથી વધારે પોલિમર્સ ખાસ કરીને પ્લાસ્ટિકના કચરાની પેદાશથી બનાવાતાં માનવનિર્મિત રેસાઓને પોલીબ્લેન્ડ કહે છે.

પ્રશ્ન 8.
પોલીબ્લેન્ડ અને બિટુમેનના મિશ્રણનો ઉપયોગ કરીને, રોડની આવરદા કયાં ત્રણ પરિબળો દ્વારા વધારાય છે ?
ઉત્તર:
તેનું કારણ શું છે? પોલીબ્લેન્ડએ ફરીથી ઉપયોગમાં લેવાયેલ રૂપાંતરિત પ્લાસ્ટિકનો ઝીણો પાવડર છે. પ્લાસ્ટિકની બંધાવાની ગુણવત્તાથી રોડ મજબૂત બને છે. કારણ કે,

  1. ડામર (બિટુમેન)નું પીગળવા માટેનું તાપમાન પ્લાસ્ટિક વધારે છે કે જે ભારતના ગરમ અને સૌથી વધુ ભેજવાળા વાતાવરણમાં તેનું તાપમાન કેટલીક વખત 50°C ને વટાવી દે છે.
  2. ડામરમાં પ્લાસ્ટિક હોવાને કારણે વરસાદનું પાણી અંદર પ્રવેશી શકશે નહીં.

પ્રશ્ન 9.
કૃષિક્ષેત્રે ખેતરમાં પવન અવરોધવા માટે કોઈપણ બે વનસ્પતિઓનાં ઉદાહરણો જણાવો.
ઉત્તર:
પવનને અવરોધતા આશ્રય સ્થાનો; પવન સામે રક્ષણ આપી, જમીનનું ધોવાણ અટકાવે છે. જાંબુ અને આમલી તથા બીજા વૃક્ષો જેવાં કે બાવળ, મેંદી, થેવેટીઆ, આકડો ખેતરમાં પવનને રોકવાનું કાર્ય કરે છે.

પ્રશ્ન 10.
એવા ઉધોગનું નામ આપો કે જેના લીધે વાયુ-પ્રદૂષણ અને થર્મલપ્રદૂષણ બંને થાય છે તેમજ સુપોષણકારક સર્જાય છે.
ઉત્તર:
રાસાયણિક ખાતરનો એકમ, થર્મલ પાવર પ્લાન્ટ, રિફાઇનરીઓ, ધાતુ ગાળતાં અને મેટાલર્જિકલ પ્રોસેસિંગ યુનિટો, સ્ટીલની મીલો અને પાણી તેમજ વરાળને ઠંડા પાડવા માટે વપરાય છે તે વાયુ સ્વરૂપના અને થર્મલ પ્રદૂષણો ઉત્પન્ન કરે છે. આ ઉદ્યોગો કે જેમાં રસાયણો (નાઇટ્રોજન અને ફૉસ્ફરસ વધુ હોય) મુક્ત કરે છે તે સુપોષકતકરણમાં રૂપાંતર થાય છે.

પ્રશ્ન 11.
લીલનો વસ્તી વિસ્ફોટ એટલે શું?
ઉત્તર:
GSEB Solutions Class 12 Biology Chapter 16 પર્યાવરણીય સમસ્યાઓ 2

  • જળાશયોમાં વધુ પ્રમાણમાં પોષક દ્રવ્યોની હાજરીના કારણે પ્લવકીય (Free Floating) લીલની અતિશય વૃદ્ધિ થાય છે જેને લીલ પ્રફુટન (algalbloom) કહે છે.
  • આ જળાશયોને અલગ રંગ આપે છે, પાણીની ગુણવત્તા ઘટાડે છે, માછલીઓ મૃત્યુ પામે છે. કેટલીક પ્રફુટનકારક લીલ મનુષ્યો અને પ્રાણીઓ માટે અતિશય ઝેરી હોય છે.

પ્રશ્ન 12.
જૈવવિશાલન માટે તમારી સમજણ શી છે?
ઉત્તર:

  • સજીવોની આહાર શૃંખલાના વિભિન્ન સ્તરે કોઈ દ્રવ્યના સંકેન્દ્રણના વધારાને જૈવ કે જૈવિક વિશાલન કહે છે. આ ઘટનાને કારણે સજીવોમાં ઝેરી ઘટકોની સાંદ્રતા આહાર શૃંખલાના વિભિન્ન પોષક સ્તરે વધતી જાયછે.
  • આમ બને છે તેનું કારણ સજીવોમાં એકત્રિત થતાં ઝેરી ઘટકોનું ચયાપચયથતું નથી કે તેનો નિકાલ થતો નથી અને જયારે આ સજીવનો ખોરાક તરીકે ઉચ્ચ પોષક સ્તરના બીજા પ્રાણી દ્વારા લેવાય છે ત્યારે બીજા પ્રાણીમાં પસાર થાય છે અને પછી બીજા ઉચ્ચ કક્ષાના પોષક સ્તરના પ્રાણીમાં પસાર થાય છે અને તે જ રીતે આગળ વધે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 16 પર્યાવરણીય સમસ્યાઓ

પ્રશ્ન 13.
ઘર-વપરાશના નકામા પાણીમાં કઈ ત્રણ પ્રકારની મુખ્ય અશુદ્ધિઓ હોય છે?
ઉત્તર:
ઘર-વપરાશના પ્રદૂષિત પાણીમાં ત્રણ પ્રકારની મુખ્ય અશુદ્ધિઓ નીચે મુજબ હોય છે:

  1. પાણીમાં દ્રાવ્ય ક્ષારો જેવાં કે નાઇટ્રેટ્સ, ફૉસ્ફ; બીજા પોષક દ્રવ્યો, ઝેરી દ્રવ્યો, ધાતુઓના આયનો અને કાર્બનિક સંયોજનો હોય છે.
  2. જૈવ વિઘટનીય કાર્બનિક પદાર્થો
  3. રોગો ઉત્પન્ન કરતાં સૂક્ષ્મ જીવાણુઓ.

પ્રશ્ન 14.
પુનઃ વનીકરણ એટલે શું?
ઉત્તર:
પુનઃ વનીકરણ એ જંગલોનું ફરીથી નિર્માણ કરવાની પદ્ધતિ છે. જે ભૂતકાળમાં અસ્તિત્વમાં હતી પરંતુ કોઈ એક સમયે તે નીકળી ગઈ હતી. જોકે વનનાશ થયેલ ક્ષેત્રોમાં પુનઃવનીકરણ કુદરતી રીતે થાય છે. પરંતુ આપણે ઝડપથી વૃક્ષો વાવવાથી તેની વૃદ્ધિ ઝડપથી થાય છે. જે વિસ્તારમાં જૈવવિવિધતા નાશ પામેલ હતી ત્યાં જૈવવિવિધતા સ્થાપિત થાય છે.

પ્રશ્ન 15.
ઇલેક્ટ્રોનિક કચરાની સારવાર માટેનો સૌથી શ્રેષ્ઠ ઉકેલ કયો છે?
ઉત્તર:

  • ઇલેક્ટ્રોનિક કચરાની સારવાર માટેની સૌથી વધુ સારી પ્રક્રિયા રિસાઇક્લિગ છે. ઇલેક્ટ્રોનિક કચરાની રિસાઇક્લિગ સુવિધા માટે અગાઉથી વિચારણા થવી જોઈએ.
  • હાલમાં તેઓનું રિસાઇક્લિગ95.98% વજનથી થાય છે.
  • રિસાઇક્લિગનાબેગણા ફાયદા:
    1. તે કયૂટરના ઝેરી ભાગોને નાજુક વાતાવરણ અને લેન્ડફિલ દ્વારા જમીનમાં જતાં અટકાવે છે.
    2. તે પ્રાથમિક કાચા માલોને મેળવવા અને તેના ઉપયોગને ધીમો કરે છે.

ટૂંકજવાબી પ્રકારના પ્રશ્નો

પ્રશ્ન 1.
તે શું સાચું છે કે કાર્પેટ્સ અને પડદાઓ જમીન પર કે દીવાલની સપાટીએ હોવાને લીધેધ્વનિનું સ્તર ઘટે છે. ટૂંકમાં સમજાવો.
ઉત્તર:
હા, એ સાચું છે કે જમીન પર કે દીવાલની સપાટી ઉપર કાર્પેટ (પાથરણાં) વાપરવાથી અને દીવાલની સપાટી ઉપર અને બારીઓમાં પડદા લગાવવાથી ઘોંઘાટનું સ્તર ઘટાડી શકાય છે. આનું કારણ એ છે કે પડદાઓ અને કાર્પેટમફલિંગ ડિવાઇસ તરીકે કાર્ય કરે છે અને સામાન્ય સ્તરના અવાજને શોષે છે.

પ્રશ્ન 2.
હાઇબ્રીડ વેહિકલ ટેક્નોલોજી શું છે? યોગ્ય ઉદાહરણ સહિત તેના ફાયદાઓ સમજાવો.
ઉત્તર:
ટેક્નોલૉજી કે જેના દ્વારા વાહનોના બેવડા અંદાજ ઉપર પેટ્રોલ અથવા કૉમૅસ્ટકુદરતી વાયુ (CNG)ને હાઇબ્રીડવેહિકલ ટેકનોલૉજી કહે છે. આ વાહનો પેટ્રોલ કે CNG ઉપર ચાલે છે. CNG એ ચોખ્ખું અને Green fual (બળતણ) છે. આથી તે વાતાવરણનું પ્રદૂષણ ઓછું કરવામાં મદદ કરે છે અને પેટ્રોલ કે અશ્મિ બળતણને બચાવવામાં મદદ કરે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 16 પર્યાવરણીય સમસ્યાઓ

પ્રશ્ન 3.
તે સાચું છે કે જો દ્રાવ્ય ઓક્સિજનનું સ્તર શૂન્ય બને તો પાણી વિપકારી (septic) બની જાય છે. એવું એક જળાશયમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ઘટાડી શકે તેવા ઘટકનું એક ઉદાહરણ આપો.
ઉત્તર:
હા તે સાચું છે. ઑક્સિજનનું સ્તર શૂન્ય બને ત્યારે પાણી વિષકારી બને છે. ફર્ટિલાઇઝર જેવાં કાર્બનિક પ્રદૂષકો જલીય માધ્યમોમાં હોય ત્યારે ઓગળેલ ઑક્સિજનનું પ્રમાણ શૂન્ય સુધી ઘટાડવા માટે જવાબદાર છે.

પ્રશ્ન 4.
કોઈ પણ એક ગ્રીનહાઉસ વાયુનું નામ આપો અને મોટા પાયે તેનું ઉત્પાદન કરતા શક્ય સ્રોત જણાવો. તેની હાનિકારક અસરો શી છે?
ઉત્તર:

  • સામાન્ય ગ્રીનહાઉસ તરીકે CO2; CH4 (મિથેન); ક્લોરોફલોરો કાર્બન (CFC); નાઇટ્રોજન ઑક્સાઇડ (N2O); પાણીની વરાળ અને ઓઝોન (O3). મોટા પ્રમાણમાં વનોનો નાશ થવાને કારણે કાર્બન ડાયૉક્સાઈડ (ગ્રીનહાઉસ ગૅસ)નું પ્રમાણ વધે છે. જમીનના વપરાશમાં ફેરફાર અને અમર્યાદિત રીતે અશ્મિ બળતણ, ગ્લોબલ વોર્મિંગ તરફ દોરી જાય છે.
  • મિથેનનો સ્રોત અને બીજા મુખ્ય ગ્રીનહાઉસ ગેસોનો સ્રોત કચરાના ઢગલાં (Garbage dump)નું અજારક મિથેનોજેન્સ દ્વારા થતું અપૂર્ણ વિઘટન, ડાંગરના ખેતરોમાં પૂર આવવાથી અને માર્શી જમીન છે. લગભગ 90થી 95 ટકા મિથેન (CH4) એશિયાના ડાંગરના ખેતરોમાં ઉત્પન્ન થાય છે.

પ્રશ્ન 5.
બિલ્ડિંગની દીવાલે કોટની નજીકમાં વૃક્ષો અને ક્ષુપોનું વાવવું સામાન્ય છે. તેઓને વાવવાનું કારણ શું છે?
ઉત્તર:
વસવાટનાં મકાનો, ઑફિસનાં મકાનોની દીવાલે કોટની નજીકમાં વૃક્ષો અને સુપ વાવવા માટેની પ્રણાલી છે. વસવાટનાં મકાનો અને ઑફિસનાં મકાનો અવાજના અંતરાય તરીકે કાર્ય કરે છે અને અવાજના પ્રદૂષણને અટકાવે છે. આ વૃક્ષો અને સુપનો હરિયાળો પટ્ટો પ્રાથમિક હવાના પ્રદૂષકો જેવાં કે ધૂળના રજકણો વગેરેને અસરકર્તા છે.

પ્રશ્ન 6.
નેશનલ ફોરેસ્ટ કમિશન ઓફ ઇન્ડિયા શા માટે એવો આગ્રહ રાખે છે કે મેદાનો કરતાં ટેકરીઓ મોટા જંગલીય વિસ્તારોથી આવરિત હોવી જોઈએ?
ઉત્તર:
ભારતમાં માનવજાત માટે વધુ પ્રમાણમાં ઉપયોગી વનવિસ્તારને જાળવવા, સંરક્ષણ આપવાની આપણી નૈતિક ફરજ છે. 20મી સદીમાં લગભગ 30 ટકા જેટલી જમીનને વન દ્વારા આવરી લેવામાં આવેલ હતી કે જે 2000ના વર્ષમાં 18 ટકાથી 19 ટકા જેટલી ઘટાડેલ છે. ભારતમાં નેશનલ ફૉરેસ્ટ કમિશન (1988)માં પર્વતો ઉપર 67 ટકા જેટલો મોટો વનવિસ્તાર અને મેદાનોમાં 33 ટકા જેટલા વનવિસ્તાર માટે ભલામણ કરેલ હતી.

પર્વતોના મોટા વિસ્તારમાં વનની ભલામણ વનસ્પતિ- વૃક્ષોની લાક્ષણિકતાઓ જેવી કે જમીનનું ધોવાણ, પાણી ઝમવું, અને જમીનમાં રહેલ પાણીમાં ઉમેરો થવો, જમીનના સ્તરો ધસી પડવા અને બીજી કુદરતી આફતો અને પર્વતો ઉપરની કુદરતી વનસ્પતિઓ અને કુદરતી પ્રાણીઓને જાળવવી જોઈએ.

પ્રશ્ન 7.
કેવી રીતે કાપણી અને બાળી નાંખેલ કૃષિ, પર્યાવરણને અનુકૂળ બની શકે છે?
ઉત્તર:
કાપણી અને બાળી નાંખેલ કૃષિ, પર્યાવરણને અનુકૂળ બની શકે છે, જો,

  1. નાના-મોટા પ્રમાણમાં છૂટાછવાયા પ્લોટ્સને વનના ઉછેર માટે વાપરવાથી વનપર્યાવરણને નુકસાન થાય નહીં.
  2. પાકોની ફેરબદલી કરવી જોઈએ કે જેથી જમીનની ફળદ્રુપતા સમગ્ર રીતે ગુમાવાય નહીં.
  3. વાવેતરનો સમય ઓછો અને ખેડીને રાખેલ વાવ્યા વગરની જમીન લાંબા સમય માટે રાખવી જોઈએ.

પ્રશ્ન 8.
ભારત સરકાર દ્વારા દાખલ કરાયેલ “જોઇન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ કોન્સેપ્ટ પાછળનો મુખ્યવિચાર શો છે?
ઉત્તર:

  1. ભારત સરકાર દ્વારા દાખલ કરેલ જોઇન્ટ ફૉરેસ્ટ મેનેજમેન્ટ (સંયુક્ત જંગલ વ્યવસ્થાપન) કૉન્સેપ્ટ પાછળનો મુખ્ય વિચાર સ્થાનિક સમાજોને જંગલના વ્યવસ્થાપનમાં ભાગ લેતાં કરવાનો છે.
  2. આ ધ્યેયને ખાસ પ્રકારની હિંમત અને સ્થાનિક લોકોએ જંગલી જાતિઓને રક્ષણ આપી, બિશ્નોઈ ચળવળ કે જોધપુરમાં થઈ તે ચળવળ દ્વારા અને હિમાચલમાં ગઢવાલમાં થયેલ ચીપકો ચળવળ થઈ તેના દ્વારા આધ્યેય સંભાળેલ છે.

પ્રશ્ન 9.
ખોબ્લાઇન્ડનેસ દ્વારા તમે શું સમજો છો?
ઉત્તર:
નેત્રપટલ ઉપર આવેલ સોજો, બળતરા (દાહ), વધુ પ્રમાણમાં અસ્ટ્રાવાયોલેટ-B ના વિકિરણો શોષાવાથી થાય છે. તેને સ્નોબ્લાઇન્ડનેસ (મોતિયો) કહે છે.

GSEB Solutions Class 12 Biology Chapter 16 પર્યાવરણીય સમસ્યાઓ

પ્રશ્ન 10.
પક્ષીઓની વસ્તી ઘટવામાંDDT કેવી રીતે કારણભૂત છે?
ઉત્તર:
ડીડીટીનું વધુ પ્રમાણ પક્ષીઓમાં કેલ્શિયમના ચયાપચયમાં વિક્ષેપ ઉત્પન્ન કરે છે. જેને કારણે ઈંડાંના કવચ પાતળાં બને છે અને ઈંડાં પુખ્ત થાય તે પહેલાં તૂટી જાય છે. આથી આખરે પક્ષીઓની વસતિમાં ઘટાડો થાય છે.

પ્રશ્ન 11.
આકૃતિ A અને Bનું અવલોકન કરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપોઃ
GSEB Solutions Class 12 Biology Chapter 16 પર્યાવરણીય સમસ્યાઓ 3
(i) વિધુતનું નિર્માણ ઉપર્યુક્ત બે પદ્ધતિઓ દ્વારા થાય છે જે પ્રદૂષણરહિત છે. સાચું,ખોટું?
(ii) સૌરઊર્જાના કોઈ પણ બે ઉપયોજનનીનોંધકરો.
(iii) ફોટોવોલ્ટેઇકસેલશું છે?
ઉત્તર:
(i) આકૃતિ-A સોલાર ઍનર્જી પેનલની છે અને આકૃતિ B પવનચક્કીની છે. બંને વાતાવરણને પ્રદૂષિત કર્યા વગર વીજળી ઉત્પન્ન કરે છે.
(ii) સોલાર લેમ્પ (દીવો) (જે LED દીવાની બનેલ છે. ફોટોવોલ્ટેઇક સોલાર પેનલ અને રિચાર્જ કરી શકાય તેવી બેટરી ધરાવે છે.) અને સોલાર ગરમ પાણીની પદ્ધતિ. આ બંને સોલર ઍનર્જીના ઉપયોગો છે.
(ii) સોલાર સેલ (કોષ)ને પણ ફોટોવોલ્ટેઇક કોષ કહે છે. તે ફોટો ઇલેક્ટ્રિક કોષના સ્વરૂપમાં હોય છે કે જે સૂર્યપ્રકાશની શક્તિને ફોટોવોલ્ટેઇક કોષ દ્વારા ઇલેક્ટ્રિકશક્તિમાં રૂપાંતર કરે છે.

દીર્ઘજવાબી પ્રશ્નો

પ્રશ્ન 1.
ઇલેક્ટ્રોનિક કચરા વિશે ટૂંક નોંધ લખો. ૯ – વેસ્ટ માટેના વિવિધ સ્રોત જણાવો અને તેના નિકાલ સાથે સંકળાયેલ સમસ્યાઓ જણાવો.
ઉત્તર:

  • મરામત ના થઈ શકે તેવા ઇલેક્ટ્રોનિક માલસામાન અને કયૂટરને ઈ-કચરો કહે છે.
  • ઈ-કચરાને લૅન્ડફિલ્મ સાઇટમાં દાટવામાં આવે છે કે સળગાવી દેવામાં આવે છે.
  • વિકસિત દેશોમાં ઉત્પન્ન થયેલા ઈ-કચરાની વિકાસશીલ દેશો જેવાં કે ચીન, ભારત અને પાકિસ્તાનમાં નિકાસ થાય છે. અહીં રિસાઇક્લિગ દ્વારા તેમાંથી તાંબું, લોખંડ, સિલિકોન, નિકલ અને સોના જેવી ધાતુઓ પુનઃપ્રાપ્ત થાય છે.
  • આ કાર્યમાં ઘણીવાર શારીરિક (હાથેથી બનાવવાની – manual) ભાગીદારી હોય છે. આથી કાર્ય કરતા કર્મચારીઓ પર ઈ
    કચરામાં રહેલા ઝેરી પદાર્થોની અસર થાય છે.

પ્રશ્ન 2.
કાર્બનિક ખેતી એટલે શું ? ભારત જેવાં વિકાસશીલ રાષ્ટ્રના સંદર્ભે કાર્બનિક ખેતીના ફાયદાઓ વિશે ચર્ચા કરો.
ઉત્તર:

  • સંકલિત કાર્બનિક ખેતી (integrated organic farming) એક ચક્રીય, કદી કચરો ઉત્પન્ન ન થાય તેવી પ્રક્રિયા છે. અહીં એક પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલો કચરો બીજી પ્રક્રિયા માટે પોષક દ્રવ્યો તરીકે કાર્ય કરે છે.
  • આ પ્રમાણે સ્રોતોની મહત્તમ ઉપયોગિતા થઈ શકે છે, ઉત્પાદન ક્ષમતા વધે છે. રમેશચંદ્ર ડાગર નામના સોનીપત (હરિયાણા)ના એક ખેડૂત આ જ કાર્ય કરી રહ્યા છે.
  • મધમાખી-પાલન, ડેરી-વ્યવસ્થાપન, જળ-સંગ્રહણ, સેન્દ્રીય બનાવટતથા કૃષિ વિષયક કાર્ય વગેરેનો સમાવેશ શૃંખલામય પ્રક્રિયા વડે કરી રહ્યા છે જે એકબીજા પર આધારિત છે. આ રીતે તે આર્થિક રીતે પરવડે અને લાંબો સમય ચાલે તેવી પ્રવૃત્તિ બની રહે છે.
  • આ ઊપજો માટે રાસાયણિક ખાતરોની જરૂર પડતી નથી, કારણ કે પશુધનના ઉત્સર્ગ પદાર્થો (છાણ-ગોબર)નો ખાતર તરીકે ઉપયોગ કરાય છે. ઊપજના કચરાનો મિશ્ર ખાતર બનાવવા ઉપયોગ કરાય છે જે કુદરતી ખાતર કે કુદરતી ગેસ (બાયોગેસ) બનાવવા વપરાય છે.
  • શ્રી ડાગરે દ્વારા સ્થાપિત હરિયાણા કિસાન કલ્યાણ ક્લબના પ્રવર્તમાન સભ્યો 5000ની સંખ્યામાં છે.

પ્રશ્ન 3.
હરિયાળી ક્રાંતિની જાગૃતિમાં પાણીનો ભરાવો અને ભૂમિની ક્ષારતા કેટલીક સમસ્યાઓ ઊભી કરે છે. તેઓનાં કારણોની ચર્ચા કરો અને પરિઆવરણપર થતી અસરો જણાવો.
ઉત્તર:
વધુ પડતી સિંચાઈ અને પાણીના યોગ્ય નિકાલના અભાવના કારણે પાણીનો ભરાવો અને ભૂમિની ક્ષારતા (Soil Salinity)ની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. જમીન ઉપર પાણીની સતત હાજરીને કારણે જમીનની સપાટી ઉપર ક્ષાર જમા થાય છે કે જે પાતળા સ્તર સ્વરૂપે જમીનની સપાટી ઉપર આવે છે અથવા વનસ્પતિઓના મૂળની પાસે એકઠાં થાય છે.

ગંભીર અસરો (Adverse effects):

  1. ક્ષારની વધુ પડતી જમાવટ પાકની (વનસ્પતિની) વૃદ્ધિ અટકાવે છે.
  2. મૂળના કોષો, ખારા પાણીથી સંતૃપ્ત થતાં નુકસાન પામે છે.
  3. વનસ્પતિ નાશ પામે છે.
  4. પાકના ઉત્પાદનને નુકસાન પહોંચાડે છે.
  5. ખેડૂતોને નાણાકીય નુકસાન પહોંચે છે.

પ્રશ્ન 4.
બહુહેતુક વૃક્ષો એટલે શું ? કોઈ પણ બે તમે જાણતા હોય તેવાં વૃક્ષોનાં સામાન્ય નામ અને વૈજ્ઞાનિક નામ આપો તથા તેના ઉપયોગનીનોંધતૈયાર કરો.
ઉત્તર:
બહુહેતુક વૃક્ષો એ એવાં વૃક્ષો છે કે જે વાવવાથી ઘણાં હેતુઓ – છાંયો; જમીનની સુધારણા, લાકડું, ફળ, ખોરાક વગેરે પૂરા પાડે છે. બીજા શબ્દોમાં બહુહેતુક વૃક્ષો ઘણા વિવિધ પ્રકારે, કાર્યની વિવિધતાની દષ્ટિએ અને માનવજાતને ઉપયોગી છે.

(1) લીમડો-નીમ : તેનું વૈજ્ઞાનિક નામ અઝાર્ડિકા ઇન્ડિકા છે. લીમડાની ઔષધીય ઉપયોગીતા જાણીતી છે. તેના ફળ, પાન, લાકડું અને તેલ મેળવવામાં આવે છે અને તેનું લાકડું ઘણી આયુર્વેદિક દવાઓમાં વાપરવામાં આવે છે. તેનું લાકડું ઉધઈ પ્રતિકારક છે. કારણ કે તેમાં અઝાર્ડિશન નામનું રસાયણ આવેલ છે.

(2) નાળિયેરી-કોકોનટ પામ તેનું વૈજ્ઞાનિક નામ કોક્સ ન્યુસીફેરા (Cocos Nucifera) છે. તે પામ કુળની વનસ્પતિ છે. તે કાર્યની દૃષ્ટિએ ઘણી ઉપયોગી છે. આ વનસ્પતિમાંથી આપણે ખોરાકના તંતુઓ, લાકડું અને તેલ મેળવીએ છીએ. આ વનસ્પતિ રેસાઓ, ઔષધીય અને વાણિજય અગત્યતા ધરાવે છે.

બીજી કેટલીક બહુહેતુક વનસ્પતિઓ મોરીંગા ઓલેઇફેરા અને ગ્લીરીસીડીયા સેપીયમ છે. જે વિશાળ રીતે મધ્ય અમેરિકામાં વાડ કરવા (fences) માટે વપરાય છે. તે ફાયરવુડ ફોડર તરીકે વપરાય છે અને વાતાવરણમાં N2 નું સ્થાપન કરે છે.

જ્યારે એમ. ઓલાઇફેરા નામની વનસ્પતિ પ્રાણીઓમાં ખોરાક તરીકે વપરાય છે. તેનાં પર્ણો પણ પ્રાણીઓ ખાયછે.

પ્રશ્ન 5.
આધુનિક લેન્ડફિલ (landi) (જ્યાં કચરો ઠાલવવામાં આવે)ની પાયાની લાક્ષણિકતાઓ શી છે? કોઈ પણ ત્રણની નોંધ કરો અને તેઓના ઉપયોગમાટેનાં કારણો જણાવો.
ઉત્તર:

  • મૉડર્ન (આધુનિક) લેન્ડફિલ સાઇટના પાયાનાં લક્ષણો નીચે પ્રમાણે હોય છે :
    1. માટીના આવરણ અને પ્લાસ્ટિકના આવરણ વિષયક માહિતી ધરાવે છે.
    2. કચરાને સંઘનિત કરી ઢાંકવામાં આવે છે કે જેથી પવનથી તે ઊડી ન જાય.
    3. લૅન્ડફિલમાં ગેસ નિષ્કર્ષણ પદ્ધતિને સ્થાપિત કરી ગેસ દ્વારા ઊર્જા મુક્ત કરવા માટે ગૅસને નિષ્કર્ષણ કરવામાં આવે છે.
  • મૉર્ડન લેન્ડફિલ ક્ષેત્રોને નીચેનાં કારણોસર ઉત્તેજન આપવું જોઈએ :
    • રિસાઇક્લિગ અને કચરાની પુનઃપ્રાપ્તિ દ્વારા કચરાના નિવારણને ઉત્તેજન આપવું જોઈએ.
    • તેઓ કચરાના નિકાલ માટે યોગ્ય ખર્ચ નક્કી કરે છે તથા કચરાના નિકાલ માટે બિનજરૂરી પરિવહન ઘટાડે છે.
    • તે વાતાવરણ ઉપર નકારાત્મક અસરો ઘટાડે છે. તે ઉપરાંત માનવતંદુરસ્તી ઉપરનું જોખમ જે કચરાના લૅન્ડફિલિંગ દ્વારા ઉત્પન્ન થાય છે તે ઘટાડે છે.
  • GSEB Solutions Class 12 Biology Chapter 16 પર્યાવરણીય સમસ્યાઓ

પ્રશ્ન 6.
ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર કેવી રીતે કાર્ય કરે છે?
ઉત્તર:
થર્મલ પાવર પ્લાન્ટમાંથી નીકળેલ ધુમાડામાં રહેલ 99 ટકા કરતા ભારે વાયુ સ્વરૂપના રજકણોને ઇલેક્ટ્રૉસ્ટેટિક પ્રેસિપિટેટર્સ નીચેની પદ્ધતિ દ્વારા દૂર કરે છે:

  1. તેમાં રહેલ ઇલેક્ટ્રૉડ વાયર કે જે ઘણાં હજારો વોલ્ટ ઉપર નિયમન પામે છે કે જે વીજક્ષેત્ર (કોરોના) ઉત્પન્ન કરે છે તે ઇલેક્ટ્રૉન મુક્ત કરે છે.
  2. આ ઇલેક્ટ્રૉન ધૂળના રજકણોને ચોટે છે અને ઋણભાર (-) આપે છે.
  3. ભેગી કરેલ પ્લેટો નીચે મૂકેલ હોય છે અને ચાર્જ કરેલ ધૂળના રજકણોને આકર્ષે છે.
  4. પ્લેટોની વચ્ચે હવાની ઘનતા ઓછી રાખવામાં આવે છે કે જેથી ધૂળના રજકણો નીચે પડી જાય છે.

પ્રશ્ન 7.
આપેલ આકૃતિનું અવલોકન કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો:
GSEB Solutions Class 12 Biology Chapter 16 પર્યાવરણીય સમસ્યાઓ 1
(i) ભિન્ન પોષક સ્તરોએ DDTના સંચયન માટે કયો પરિસ્થિતિવિધાકીય શબ્દનો ઉપયોગ થાય છે?
(ii) પક્ષીઓ પરથDTની સંચયનની કોઈ પણ એક અસરની નોંધ કરો.
(iii) શું DDTની સંચયન સુપોષકતાકરણને દોરે છે?
(iv) શું તેBOD પર અસર કરશે?
(v) કોઈ પણ ભારે ધાતુના જમાવટથી થતાં રોગનું નામ આપો.
ઉત્તર:
(i) ભિન્ન પોષક સ્તરે ડીડીટીના સંચયન માટે જૈવિક વિશાલન શબ્દનો ઉપયોગ થાય છે.
(ii) પક્ષીઓમાં ડીડીટીની ઊંચી સાંદ્રતા કૅલ્શિયમ મેટાબોલિઝમ ઉપર અસર કરે છે કે જેથી પક્ષીઓના ઈંડાંની બહારની સપાટી ઉપર પાતળું સ્તર જોવા મળે છે. ક્યારેક પરિપક્વ થતાં પહેલાં તૂટી જાય છે. આથી પક્ષીઓની વસતિમાં ઘટાડો જોવા મળે છે.
(iii) ડીડીટીની સંચયન સુપોષકતકરણ દોરે છે.
(iv) BODની માત્રા વધવાથી જળાશયોમાં ઓગળેલા ઑક્સિજનની માત્રા ઘટી જાય છે.
(v) પક્ષી દ્વારા ખવાતી માછલીમાં પારો; ભારે ધાતુ જમા થયેલ હોય છે. આથી મીનામાટા (minamata) નામનો રોગ થાય છે. તેના લક્ષણ તરીકે ઝાડા, હીમોલાયસિસ, નિષ્ક્રિયતા, બહેરાપણું, માનસિક રીતે નિષ્ક્રિય, મનીજીટીસ અને મૃત્યુ થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *