Gujarat Board GSEB Textbook Solutions Class 12 Biology Chapter 5 આનુવંશિક્તા અને ભિન્નતાના સિદ્ધાંતો Textbook Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 12 Biology Chapter 5 આનુવંશિક્તા અને ભિન્નતાના સિદ્ધાંતો
GSEB Class 12 Biology આનુવંશિક્તા અને ભિન્નતાના સિદ્ધાંતો Text Book Questions and Answers
પ્રશ્ન 1.
મેડલ દ્વારા વટાણાના છોડને પ્રયોગ માટે પસંદગી કરવા માટેના લાભો જણાવો.
ઉત્તર:
વટાણાનો છોડ વર્ષાયુ છે જે એક જ વર્ષમાં પરિણામ આપે છે. એક પેઢીમાં વટાણાના છોડ દ્વારા મોટા પ્રમાણમાં બીજ (seeds) ઉત્પન્ન થાય છે. વટાણાના છોડનું જીવનચક્ર ટૂંકું હોય છે. વટાણાનો છોડ વિરોધાભાસી લક્ષણો ધરાવે છે. વટાણામાં પરફલન સહેલાઈથી કરાવી શકાય છે. વટાણાની સંકર જાતો ફળદ્રુપ હોય છે.
પ્રશ્ન 2.
નીચેનામાં ભેદ સ્પષ્ટકરોઃ
(a) પ્રભાવી અને પ્રચ્છન્ન
(b) સમયુગ્મી અને વિષમયુગ્મી
(c) એકસંકરણ અને દ્વિસંકરણ
ઉત્તર:
(a) પ્રભાવી જનીન-પ્રચ્છના જનીનઃ
પ્રભાવી જનીનઃ જે જનીન તેના વૈકલ્પિક જનીનની અભિવ્યક્તિ પ્રદર્શિત થવા દેતું નથી.
પ્રચ્છન્ન જનીન: જે જનીન પ્રભાવી જનીનની હાજરીમાં પોતાનાં લક્ષણોની અભિવ્યક્તિ નથી કરી શકતું.
(b) સમયુગ્મી અને વિષમયુગ્મી:
સમયુગ્મ સમાન જનીનોની જોડને સમયુગ્મી કહે છે. દા.ત.,TT
વિષમયુગ્મી બે અસમાન જનીનોની જોડને વિષમયુગ્મી કહે છે. જેમાં એક પ્રભાવી, બીજું પ્રચ્છન્ન હોય છે. દા.ત., Tt
(c) બે વિરોધાભાસી લક્ષણોમાં સંકરણને એકસંકરણ કહે છે. જ્યારે 4 વિરોધાભાસી લક્ષણો વચ્ચેના સંકરણને દ્વિસંકરણ પ્રયોગ કહે છે.
પ્રશ્ન 3.
કોઈ દ્વિકીય સજીવ4 સ્થાનો માટે વિષમયુગ્મી છે, તો કેટલા પ્રકારના જન્યુઓ ઉત્પન્નકરી શકશે?
ઉત્તર:
24 (16પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થઈ શકે.)
પ્રશ્ન 4.
એકસંકરણનો ઉપયોગકરીને પ્રભુતાનો નિયમ સમજાવો.
ઉત્તર:
- જે પ્રયોગોમાં એક જ લક્ષણનું વારસાગમન નક્કી કરવામાં આવે તો તેવા પ્રયોગોને એકસંકરણ પ્રયોગો કહે છે.
- મેન્ડલે વટાણાનાં બે છોડ પસંદ કર્યા. જે પૈકી એક ઊંચા પ્રકાંડ વાળો (TT) અને બીજા નીચા છોડવાળો (tt) હતો. આ પિતૃ છોડ વચ્ચે પરફલન કરાવતાં F1 સંતતિ મેળવાઈ જે બધાં જ ઊંચા છોડ ધરાવતાં હતાં.
- F1 પેઢીના છોડ વચ્ચે સ્વફલન કરાવતાં જે પ્રમાણ પ્રાપ્ત થયું તેને એકસંકરણ પ્રમાણ કહે છે.
- પ્રભુતાનો નિયમ: વિષમયુગ્મી સંતતિમાં યુગ્મ જનીનો પૈકી જે જમીન અભિવ્યક્ત થાય છે તેને પ્રભાવી જનીન અને જે જનન અવ્યક્ત રહે છે તેને પ્રચ્છન્ન જનીન કહે છે.
- 3 : 1 દેખાવ સ્વરૂપ પ્રમાણ, 1 : 2 : 1 જનીન સ્વરૂપ પ્રમાણ
પ્રશ્ન 5.
કસોટીસંકરણની વ્યાખ્યા અને રૂપરેખા આપો.
ઉત્તર:
- Test Cross (કસોટી સંકરણ): સંકરણ કે જેમાં અજ્ઞાત પ્રભાવી દેખાવ સ્વરૂપ ધરાવતા સજીવને તે જ લક્ષણ માટેનાં પ્રચ્છન્ન સજીવ સાથે સંકરણ કરાવવામાં આવે. તેથી અજ્ઞાત સજીવના જનીનસ્વરૂપ જાણવા માટે જરૂરી છે. (પ્રભાવી લક્ષણ માટે સમયુગ્મી કે વિષમયુગ્મી છે.)
- શરત I : જો અજ્ઞાત સમયુગ્મી (TT) હોય તો પ્રચ્છન્ન (tt) સાથેનું સંકરણ બધી જ ઊંચીસંતતિ ઉત્પન્ન કરે છે.
TT × tt → Tt (બધાં જ ઊંચા) - શરત II : જો અજ્ઞાત વિષમયુગ્મી ઊંચા (Tt) હોય તો વામન (tt) સાથેનું સંકરણ 50 % ઊંચી (Tt) અને 50 %નીચી (tt) સંતતિ ઉત્પન્ન કરે છે.
પ્રશ્ન 6.
એક જ જનીન સ્થાનવાળી સમયુગ્મી માદા અને વિષમયુગ્મી નરના સંકરણથી પ્રાપ્ત પ્રથમ સંતતિ પેઢીના સ્વરૂપ પ્રકાર વિતરણને પુનેટ ક્વેર બનાવીને નિર્દેશિત કરો.
ઉત્તર:
પ્રશ્ન 7.
ઊંચા છોડ પીળા બીજવાળા (TtYy)નું સંકરણ ઊંચા છોડ લીલા બીજવાળા(Ttyy) સાથે કરવાથી નીચેનામાંથી કેવા પ્રકારનો સ્વરૂપ પ્રકાર ધરાવતી સંતતિની અપેક્ષા રાખી શકાયઃ
(a) ઊંચા અને લીલા
(b) નીચા અને લીલા
ઉત્તર:
પ્રશ્ન 8.
બે વિષમયુગ્મી પિતૃનો પરફલન કરવામાં આવ્યો. જો તેમાં બે સ્થળો સહલગ્ન છે, તો દ્વિસંકરણ પરફલનમાં F2 પેઢીના સ્વરૂપ પ્રકારનાં લક્ષણોનું વિતરણ કર્યું હશે?
ઉત્તર:
ફક્ત બે પ્રકારના જન્યુઓ પ્રત્યેક પિતૃ દ્વારા ઉત્પન્ન થશે. કારણ એ સ્થાન સંલગ્નછે.
પ્રશ્ન 9.
જનીનવિધામાં ટી.એચ. મોર્ગનના યોગદાનને સંક્ષિપ્તમાં વર્ણવો.
ઉત્તર:
થોમસ હન્ટ મોર્ગને રંગસૂત્રો માટે સંલગ્નતાવાદ તેના ફળમાખ પરના (Drosophila melanogester) પ્રયોગો દ્વારા સમજાવ્યો. તેણે સંલગ્નતાનો સિદ્ધાંત સ્થાપિત કર્યો. લિંગ સંલગ્નતા શોધી અને રંગસૂત્રનાં મૅપિંગ માટેની ટેકનીક / પદ્ધતિની શોધ કરી તેણે “જનન વાદ’ નામનું પુસ્તક લખ્યું હતું. 1933માં તેમને નોબલ પારિતોષિક એનાયત કરાયું હતું.
પ્રશ્ન 10.
વંશાવળી પૃથક્કરણ શું છે? આ પૃથક્કરણ કેવી રીતે ઉપયોગી છે. ટિપ્પણીકરો.
ઉત્તર:
- મૅન્ડલના કાર્યનાં સંશોધનો પછી મનુષ્યમાં વારસાગત લક્ષણોની ભાત (pattern)નું પૃથક્કરણ કરવાનો અભ્યાસ શરૂ થયો.
- મહત્ત્વની વાત એ છે કે વટાણાના છોડ અને અન્ય સજીવોમાં કરવામાં આવેલ તુલનાત્મક સંકરણ પ્રયોગ મનુષ્યમાં સંભવ નથી માટે એકજવિકલ્પ રહે છે કે વિશિષ્ટલક્ષણની આનુવંશિકતાના સંદર્ભે વંશના ઇતિહાસનો અભ્યાસ કરવામાં આવે.
- માનવકુટુંબમાં અનેક પેઢીઓ સુધી કોઈ એક લક્ષણની નોંધ રાખવાની બાબતને વંશાવળી પૃથક્કરણ (pedigree analysis) કહે છે. વંશાવળી પૃથક્કરણમાં વંશવૃક્ષ (family tree) તરીકે વિશેષ લક્ષણનું પેઢી દર પેઢી વિશ્લેષણ કરવામાં આવે છે.
- માનવ જનીનવિદ્યામાં વંશાવળી અભ્યાસ એક મહત્ત્વપૂર્ણ ઉપકરણ છે. જેનો વિશેષ લક્ષણ, અસામાન્યતા અથવા રોગની તપાસ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તેમાં લેવાતાં કેટલાંક સંકેતો ઉપર આકૃતિમાં દર્શાવાયા છે.
- કોઈ પણ સજીવનું પ્રત્યેક લક્ષણ રંગસૂત્રમાં આવેલા DNA પરના એક અથવા બીજા જનીન દ્વારા નિયંત્રિત થાય છે. DNA આનુવંશિક માહિતીનું વાહક છે તે કોઈ પણ પરિવર્તન વગર એક પેઢીમાંથી બીજી પેઢીમાં સ્થાનાંતરિત થાય છે.
- ક્યારેક થતાં પરિવર્તન રૂપાંતરણને વિકૃતિ કહે છે. જેનો સંબંધ રંગસૂત્રકે જનીનના પરિવર્તન પર હોય છે.
પ્રશ્ન 11.
મનુષ્યમાં લિંગનિશ્ચયનકેવીરીતે થાય છે?
ઉત્તર:
જો ફલિતાંડXX રંગસૂત્ર ધરાવતો હોય તો તે માદા બાળક તરીકે વિકાસ પામે છે. પણ જો ફલિતાંડXY રંગસૂત્ર ધરાવતું હોય તો તે નર બાળક તરીકે વિકસે છે.
પ્રશ્ન 12.
શિશુનું ધિરજૂથ O છે. પિતાનું રૂધિરજૂથA અને માતાનું રધિરજૂથ B છે. પિતૃઓના જનીન પ્રકારની તપાસ કરો અને અન્ય સંતતિમાં સંભવિત જનીન પ્રકારની જાણકારી પ્રાપ્તકરો.
ઉત્તર:
બાળકનાં માતા-પિતા તેમનાં રુધિરજૂથ માટે વિષમયુગ્મી હોઈ શકે. તેથી A રુધિરજૂથ ધરાવતાં પિતાનું જનીનસ્વરૂપ IA IO અને માતાનું (Bરુધિરજૂથ) જનીન સ્વરૂપ IBIA હોઈ શકે.
પ્રશ્ન 13.
નીચેના શબ્દોને ઉદાહરણ સહિત સમજાવો.
(a) સહ-પ્રભાવિતા
(b) અપૂર્ણપ્રભુતા
ઉત્તર:
(a) સહ-પ્રભાવિતાજે કારકો તેમની સ્વતંત્ર અભિવ્યક્તિ સાથે હોય ત્યારે પણ દર્શાવે છે. તેને સહ-પ્રભાવિતા કારકો કહે છે અને ઘટનાને સહપ્રભાવિતા કહે છે. દા.ત., AB રુધિરજૂથની મનુષ્યમાં આનુવંશિકતા.
(b) અપૂર્ણ પ્રભુતા આ ઘટનામાં, બેમાંથી કોઈ પણ વિરોધાભાસી લક્ષણો પ્રભુત્વનથી દર્શાવતા. – સંકર જાતિમાં લક્ષણની અભિવ્યક્તિ વચગાળાની હોય છે. ઉદા. સફેદ અને લાલ રંગ ધરાવતા પિતૃની Fi સંતતિ ગુલાબી રંગદર્શાવે છે.
પ્રશ્ન 14.
પોઇન્ટમ્યુટેશન શું છે? ઉદાહરણ સહિત સમજાવો.
ઉત્તર:
જનીન વિકૃતિ જેમાં એક જ ન્યુક્લિઓટાઇડ DNA ના નાઇટ્રોજન બેઇઝમાં ફેરફાર થાય તેને પૉઇન્ટમ્યુટેશન કહે છે.
પ્રશ્ન 15.
આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ કોણે પ્રસ્થાપિત કર્યો?
ઉત્તર:
સટન અને બોવરી (Sutton and Boveri).
પ્રશ્ન 16.
કોઈ પણ બે જનીનિક અનિયમિતતાનો તેનાં લક્ષણો સહિત ઉલ્લેખકરો.
ઉત્તર:
- સિકલસેલ એનીમિયા: દર્દીના RBC લાંબા (ત્રાક આકારના) અને વળેલાં થાય છે, O2,ના ઓછા દબાણ નીચે ત્રાક આકારના RBC સામાન્ય કરતાં ખૂબ ઝડપથી નાશ પામે છે. જે એનીમિયામાં પરિણમે છે.
- ડાઉન્સ સિન્ડ્રોમઃ અસરકર્તા વ્યક્તિનો બાંધો નીચો, ગોળ નાનું માથું, ફૂલેલી જીભ અને અર્ધખુલ્લું માં હોય છે. શારીરિક અને માનસિક વિકાસ કુંઠિત હોય છે.
GSEB Class 12 Biology આનુવંશિક્તા અને ભિન્નતાના સિદ્ધાંતો NCERT Exemplar Questions and Answers
‘બહુવિકલ્પ પ્રશ્નો (MCQs)
પ્રશ્ન 1.
સમાન (એક જ) રંગસૂત્ર પર આવેલાં બધાં જ જનીનો માટે સાચું વિધાનપસંદ કરો.
(A) તેઓ સંબંધિત અંતર આધારિત ભિન્ન જૂથોનું નિર્માણ કરે છે.
(B) એકસંલગ્ન જૂથનું નિર્માણ કરે છે.
(C) કોઈ પણ સંલગ્ન જૂથનું નિર્માણ કરતાં નથી.
(D) પારસ્પરિક જૂથોનું નિર્માણ થાય જે બાહ્ય સ્વરૂપને અસર કરે.
જવાબ
(B) એકસંલગ્ન જૂથનું નિર્માણ કરે છે.
- ચોક્કસ રંગસૂત્ર પર આવેલા બધા જ જનીનો સંલગ્ન જૂથ બનાવે. જાતિના સંલગ્ન જૂથની સંખ્યા તે જાતિનાં વિવિધ રંગસૂત્રોની કુલ સંખ્યા પ્રમાણે સંબંધિત હોય. તે ફક્ત એકકીય (n) રંગસૂત્ર સંખ્યા ના હોઈ શકે.
- દા.ત., નરમાં =22 દૈહિક રંગસૂત્ર + 1Xરંગસૂત્ર + Y રંગસૂત્ર એટલે 24 સંલગ્ન જૂથ અને સ્ત્રીમાં 22 જોડદૈહિક રંગસૂત્ર + 2X રંગસૂત્ર = 23 સંલગ્ન જૂથ. તેથી વિકલ્પ A,C અને D અસંગત છે.
પ્રશ્ન 2.
2n + 1, 21 – 1અને 2n + 2, 2n – 2 કેર્યોટાઈપની પરિસ્થિતિને શું કહે છે?
(A) એન્યુપ્લોઇડી
(B) પોલિપ્લોઇડી
(C) એલોપોલિપ્લોઇડી
(D) મોનોસોમી
જવાબ
(A) એન્યુપ્લોઈડી
એક્યુપ્લોઇડી, રંગસૂત્ર સંખ્યામાં આખા સેટમાંથી વધારો કે ઘટાડો થવાથી થતા ફેરફારનો સમાવેશ કરાય છે. આ સ્થિતિમાં સજીવ એક કે વધુ રંગસૂત્ર મેળવે | ગુમાવે છે પણ આખો સેટ નથી મેળવતો. પોલિપ્લોઇડીમાં રંગસૂત્રનો આખા સેટનો ઉમેરો થાય છે. પોલિપ્લોઇડી ત્રિકીય (31) ચતુષ્કીય (40) પંચકીય (51) વગેરે હોય. એલોપોલિપ્લોઈડી, પોલિપ્લોઇડી છે જેમાં રંગસૂત્રોનો સેટ અસમજાત છે. બીજા શબ્દોમાં, એલોપોલિપ્લોઇડી વિષમયુગ્મી જથ્થામાંથી ઉત્પન્ન થાય છે. મોનોસોમી પ્રક્રિયામાંથી દ્વિકીય રંગસૂત્રના સેટમાંથી એક રંગસૂત્ર (2n – 1) દૂર કરાય છે.
પ્રશ્ન 3.
જનીનો અને પુનઃસંયોજનની ટકાવારી વચ્ચેનું અંતર શું દશવિછે?
(A) સીધો સંબંધ દર્શાવે છે.
(B) વ્યસ્ત સંબંધદર્શાવે છે.
(C) સમાંતર સંબંધ દર્શાવે છે.
(D) કોઈ સંબંધનદર્શાવે.
જવાબ
(A) સીધો સંબંધ દર્શાવે છે.
વ્યતિકરણ, જનીનોને એકબીજાથી દૂર કરે છે. તેથી જનીનો વચ્ચેનું અંતર અને પુનઃસંયોજનની ટકાવારી સીધો સંબંધ દર્શાવે છે. દા.ત., જો જનીનો સાથે નજીકતા ધરાવતા હોય, તે ઊંચી સંલગ્નતા અને નીચી પુનઃસંયોજન ફ્રીકવન્સી ધરાવે છે. આમ, બીજા વિકલ્પ અસંગત છે, કારણ તે સમાંતર કે પ્રતિવર્તી સંબંધ ધરાવતા નથી.
પ્રશ્ન 4.
સામાન્ય સ્વરૂપ દર્શાવતી પરંતુ વાહક સ્ત્રી તેની કેટલીક નર સંતતિમાં જનીનિક રોગનું વારસાગમન કરે છે, તો આ માટે સાચું શું છે?
(A) દૈહિક પ્રભાવિતા
(B) દૈહિક પ્રચ્છન્નતા
(C) લિંગ-સંકલિત પ્રભાવિતા
(D) લિંગ-સંકલિત પ્રચ્છન્નતા.
જવાબ
(D) લિંગ-સંકલિતપ્રચ્છન્નતા
- મોટા ભાગની લિંગ-સંલગ્ન (X-સંલગ્ન) પરિસ્થિતિ પ્રચ્છન્ન હોય છે. તેનો અર્થ એ છે કે બે X રંગસૂત્રો ધરાવતી વ્યક્તિ (સ્ત્રી), જનીનોની બંને કૉપીમાં પ્રત્યેક એક X રંગસૂત્ર પર) ફેરફાર કે વિકૃતિ દર્શાવે, જ્યારે એકX રંગસૂત્ર ધરાવતી વ્યક્તિ (નર)માં ફક્ત જનીનની એક જ કૉપી વિકૃતિ દર્શાવે. સ્ત્રી જેમાં એક વિકૃત જનીન કૉપી X રંગસૂત્ર પર હોયતે X સંલગ્ન સ્થિતિની વાહક કહેવાય છે.
- X સંલગ્ન પ્રચ્છન્ન રોગ માટે, બિનપ્રભાવી વાહક માતા જેમાં X રંગસૂત્ર પરનાં જનીન પર વિકૃતિ હોય તે X રંગસૂત્ર વિકૃતિ સાથે, અથવા સામાન્ય X રંગસૂત્રનું બાળકમાં વહન કરે છે.
- દૈહિક પ્રભાવી આનુવંશિકતાની પરિસ્થિતિ સીધી કે આડકતરી રીતે પ્રભાવી ખામીયુક્ત જનીન દૈહિક રંગસૂત્ર પર હોવાનું સૂચવે છે. દૈહિક પ્રચ્છન્ન આનુવંશિકતા સીધી કે આડકતરી રીતે ખામીયુક્ત પ્રચ્છન્ન જનીનની હાજરીદૈહિક રંગસૂત્ર પરસૂચવે છે.
- લિંગ-સંલગ્ન પ્રભાવિતા ઓછી જોવા મળે છે. જેમાં એક અસામાન્ય જનીનX રંગસૂત્ર પર હોય છે.
પ્રશ્ન 5.
સિકલસેલ એનીમિયામાં ત્રુટામિક એસિડનું પ્રતિસ્થાપન વેલાઇન દ્વારા થાય છે. નીચે આપેલ પૈકી કયો એક ત્રિઅંકી જનીન સંકેત વેલાઇન માટેનો છે?
(A) GGG
(B) AAG
(C) GAA
(D) GUG
જવાબ
(D) GUG
સિકલસેલ એનીમિયા દૈહિક રંગસૂત્ર સંલગ્ન પ્રચ્છન્ન લક્ષણ છે. આ રોગનું નિયમન એક જોડકારક HbA અને HbS દ્વારા થાય છે. ફક્ત સમયુગ્મી વ્યક્તિ HbSદા.ત., HbSHbS દેખાવ સ્વરૂપ રોગ દર્શાવે છે. વિષમયુગ્મી વ્યક્તિ વાહક હોય છે. (HbAHbS) પૉઇન્ટ વિકૃતિને લીધે લુટામિક ઍસિડ (Glu)નું સ્થાન વેલાઇન (val) હિમોગ્લોબિન અણુની β શૃંખલાના 6th સ્થાને લે છે. આ ફેરફાર એક બેઇઝ સબસ્ટિટ્યુશન બીટા ગ્લોબિન જનીન GAG (Glu)થી GUG (Val)થી થાય છે. જ્યારે બીજા સંકેત GGG, AAG, GAA વેલાઈન માટેનો સંકેત ધરાવતા નથી.
પ્રશ્ન 6.
એક વ્યક્તિનો જનીન પ્રકાર IaIb છે, જે AB ધિરજૂથ ધરાવે છે. આકોને કારણે દર્શાવાય છે?
(A) પ્લિોટ્રોપી
(B) સહપ્રભાવિતા
(C) વિશ્લેષણ
(D) અપૂર્ણ પ્રભાવિતા
જવાબ
(B) સહપ્રભાવિતા પાક
- મનુષ્યમાં ABO જૂથ સહપ્રભાવિતાનું ઉદાહરણ છે. ABO રુધિરજૂથ જનીન I થિી નિયંત્રિત થાય છે. જનીન I ત્રણ કારકો IA, IB અને O ધરાવે છે. IA અને IB પ્રભાવકારો છે. જ્યારે IA અને IB સાથે હોય ત્યારે બંને સમાન રીતે અભિવ્યક્ત થઈ સપાટીય એન્ટિજન્સ ઉત્પન્ન કરે છે. (A અને B) જય IO પ્રચ્છન્ન કારક છે અને કોઈ એન્ટિજન ઉત્પન્ન કરતું નથી. પ્લીયોટ્રોપી, એક જનીનની દેખાવ સ્વરૂપ લક્ષણો પરની જનીનિક અસર દર્શાવે છે.
- અપૂર્ણ પ્રભુતામાં એક કારક અન્ય કારક પરની સંપૂર્ણ પ્રભુતા નથી ધરાવતો.
- અલગીકરણમાં જન્યુજનનને કારણે કારકો છૂટાં પડે છે. આ પેઢીમાં પ્રશ્કેન્સ લક્ષણના પુનઃ આગમનનો પાયો છે.
પ્રશ્ન 7.
શેમાં ZZ/ZW પ્રકારનું લિંગનિશ્ચયન જોવા મળે છે?
(A) પ્લેટિપસ
(B) સ્નેઇલ
(C) વંદો
(D) મોર
જવાબ
(D) મોર
- ZZ/ZW કિસ્સામાં માદા વિષમ પ્રકારના (ZW) લિંગી રંગસૂત્ર અને નરમાં સમરૂપ (ZZ) લિંગી રંગસૂત્ર હોય છે તેથી મોર (પક્ષી) ZZ/ ZW લિંગ નિશ્ચયન પ્રકારદર્શાવે છે.
- પ્લેટિપસમાં લિંગ નિશ્ચયન XX-XY પ્રકારનું છે. બંને નર અને માદા 10 લિંગી રંગસૂત્ર ધરાવે છે. નરમાં XY.XY, XY,XY અને માદામાં XX, XX, XX, XX, XX.
- ગોકળગાયમાં લિંગ નિશ્ચયન વાતાવરણ પ્રેરિત જ્યારે વંદામાં XX. XO પ્રકારનું છે. આમાં X રંગસૂત્ર ગેરહાજર હોય છે. અહીં અયુગ્મી Xરંગસૂત્ર નરજાતિ નિશ્ચયન કરે છે.
પ્રશ્ન 8.
બે ઊંચા છોડ વચ્ચે પરફલન કરાવતાં તેને પરિણામે પ્રાપ્ત સંતતિ કેટલાક વામન છોડ ધરાવે છે, તો તે બંને પિતૃઓનો જનીન પ્રકાર કયો હોઈ શકે?
(A) TT અને Tt
(B) Tt અને Tt
(C) TT અને TT
(D) Tt અને tt
જવાબ
(B) Tt અને Tt
- આપણે ઉદાહરણમાં મૅન્ડલના વટાણાનાં ઊંચા અને વામન છોડનાં સંકરણનો ઉપયોગ કરીએ છીએ.
- જનીનસ્વરૂપTtધરાવતાં છોડQફલિત છે. (બંનેમાં T અને t)
- ‘T’ પ્રભાવી કારક ‘t’ પ્રચ્છન્ન કારક ધરાવે છે. તેથી ઊંચા છોડ જેમાં વિષમયુગ્મી કારકો છે. તેની સંતતિમાં ઊંચા અને નીચા છોડના કારકો હોય છે.
- જ્યારે F1 પેઢીના સભ્યો વચ્ચે સંકરણ કરાવાય ત્યારે ર, F2 પેઢી મળે છે.
- પિતૃ પેઢીના ઊંચા અને નીચા છોડના સંકરણથી દેખાવ સ્વરૂપ ઊંચા છોડઉત્પન્ન થાય છે.
પ્રશ્ન 9.
દ્વિસંકરણમાં જો તમે 9 : 3 :: 3 : 1 નું ગુણોત્તર પ્રમાણ નોંધો છો, તે દશવિછે કે,
(A) બે જનીનોનાં વૈકલ્પિક કારકો એકબીજા સાથે આંતરક્રિયા કરે છે.
(B) તે બહુજનીનિક આનુવંશિકતા છે.
(C) તે એક બહુવૈકલ્પિક જનીનોની આનુવંશિકતાનો કિસ્સો છે.
(D) બે જનીનોનાં વૈકલ્પિક કારકો એકબીજાથી સ્વતંત્ર વિશ્લેષણ પામે છે.
જવાબ
(D) બે જનીનોનાં વૈકલ્પિક કારકો એકબીજાથી સ્વતંત્ર વિશ્લેષણ પામે છે.
- જો વટાણાના છોડમાં ગોળ અને પીળા બીજ ધરાવતા છોડનું સંકરણ ખરબચડાં અને લીલા બીજવાળા છોડ સાથે કરાવાય તો બધાં જ F સંકરિત પીળા અને ગોળ બીજયુક્ત હોય. કારણ પીળો રંગ લીલા પર અને ગોળ આકાર, ખરબચડાં પર પ્રભાવી છે.
- જયારે F1 સંકરિત છોડનું સ્વફલન કરાય તો F2 પેઢી નીચે મુજબ જોવા મળે.
- ક્રિસંકરણનું પરિણામ સ્પષ્ટ કરે છે કે બીજના રંગનું અલગીકરણ બીજના આકારથી અલગ રીતે થાય છે અને પિતૃ અને લક્ષણોનાં નવાં સંયોજનો F2 પેઢીમાં જોવા મળે છે. દા.ત., એક જોડીનાં જનીનોનું સંયોજનબીજ જોડીનાં સંયોજનથી અલગ રીતે થતું જોવા મળે છે.
પ્રશ્ન 10.
નીચે આપેલપૈકીકરું એક ભાઈ-બહેન વચ્ચે ભિન્નતાપ્રેરતું નથી?
(A) જનીનોનું સ્વતંત્ર વિશ્લેષણ
(B) વ્યક્તિકરણ
(C) સંલગ્નતા
(D) વિકૃતિ
જવાબ
(C) સંલગ્નતા
- સંલગ્નતા દ્વારા સંતતિમાં ભિન્નતા જોવા મળતી નથી. મોર્ગને ડોસોફિલામાં કેટલાંક દ્વિસંકરણ પ્રયોગો દ્વારા લિંગ સંલગ્ન જનીનોનો અભ્યાસ કર્યો હતો.
- મોર્ગનને જાણવા મળ્યું કે જનીનો X રંગસૂત્ર પર સ્થિત હોય છે અને જ્યારે દ્વિસંકરણમાં બે જનીનો એક જ રંગસૂત્ર પર હોય તો પિતૃજનીનનાં સંયોજનોનું પ્રમાણ બિન-પિતૃપ્રકાર કરતાં વધુ હોય છે.
- બે જનીનોનાં ભૌતિક જોડાણના કારણે સંતતિઓમાં ભિન્નતા જોવા મળતી નથી. જનીનોની સ્વતંત્ર અભિવ્યક્તિનો અર્થ છે કે કારકોની જોડી જવુનિર્માણ સમયે સ્વતંત્ર રીતે છૂટી પડે છે. તેનો અર્થ કે લક્ષણો સંતતિમાં એકબીજાથી સ્વતંત્ર રીતે અભિવ્યક્ત થાય છે. વ્યતિકરણમાં જનીનિક દ્રવ્યનું સમજાત રંગસૂત્રો વચ્ચે આપ-લે થાય છે. તે જનીનિક પુનઃસંયોજનનો અંતિમ તબક્કો છે. વિકૃતિ એકાએક, આનુવંશિક ફેરફારજનીન દ્રવ્યમાં જોવા મળે છે જે બીજી પેઢીમાં વહન પામે છે.
પ્રશ્ન 11.
મેડલના મુક્ત વિશ્લેષણનો સિદ્ધાંત કયાં સ્થિત જનીનો માટે અનુરૂપ છે?
(A) અસમજાત રંગસૂત્રો પર
(B) સમજાત રંગસૂત્રો
(C) બાહ્ય કોષકેન્દ્રીય જનીનિકતત્ત્વ પર
(D) તે જ રંગસૂત્ર પર
જવાબ
(A) અસમજાત રંગસૂત્રો પર
- મૅન્ડલનો મુક્ત વિશ્લેષણનો સિદ્ધાંત બે અલગજનીનો અલગ રંગસૂત્રો પર હોય તેને માટે સાચો છે.જ્યારે જનીનો સ્વતંત્ર રંગસૂત્રો પર હોય, તો એક જનીનના બે કારકો (A અને a) બીજા જનીનનાં બીજા કારકો (B અને b)જન્યુઓમાં સ્વતંત્ર રીતે છૂટાં પડે છે.
- સમજાત રંગસૂત્રો સમાન હોય છે પણ એક નથી હોતાં. પ્રત્યેક સમાન જનીનને સમાન ક્રમમાં વહન કરે છે પણ દરેક લક્ષણ માટેના કારકો સમાન હોતાં નથી. બાહ્ય કોષકેન્દ્રીય જનીનિક ઘટકો પ્લાઝમિડ તરીકે પણ ઓળખાય છે. માતૃઅસર આનુવંશિકતા દર્શાવે છે.
પ્રશ્ન 12.
ક્યારેક એક જનીન એક કરતાં વધારે અસર દશવિ. આ ઘટનાને શું કહે છે?
(A) બહુવૈકલ્પિકતા
(B) મોઝેઇસીઝમ (Mosaicism)
(C) પ્લિોટ્રોપી
(D) પોલિજેની (બહુજનીનિક)
જવાબ
(C) પ્લિોટ્રોપી
કેટલીક વાર, એક જનીન એક કરતાં વધુ લક્ષણોની અભિવ્યક્તિ દર્શાવે છે. આ ઘટનાને પ્લીયોટ્રોપી કહે છે. કેટલીકવાર એકલક્ષણ ખૂબ સ્પષ્ટ હોય, બીજાં એટલાં સ્પષ્ટ ના હોય. દા.ત., ડોસોફિલામાં સફેદ આંખનું જનીન નરમાં અંગોના આકાર, શુક્રસંગ્રહ વગેરેને પણ અસર કરે છે. તે જ રીતે સિકલસેલ એનીમિક વ્યક્તિ એકથી વધુ પ્રોબ્લેમ ધરાવે છે તે સિકલ-સેલ કારકોની પ્લીયોટ્રોપિક અસર છે. બહુવિકલ્પી કારતા, ત્રણ કે વધુ વિકલ્પી અથવા જનીનના કારક સ્વરૂપ છે. ફક્ત બે સામાન્ય દ્વિકીય વ્યક્તિમાં જોવા મળે છે. ઉદા. મનુષ્યમાં રુધિર જૂથનાં જનીનો. મોસેઇઝમની ઘટનામાં શરીરના કોષોથી અલગ જનીન બંધારણ ધરાવતા કોષોની ઉત્પત્તિસૂચવે છે.
પોલિજીની, એક જ લાક્ષણિક્તા બેથી વધુ જનીન દ્વારા નિયંત્રિત થતી દર્શાવે છે. (બહુકાર્યકારી આનુવંશિકતા)
પ્રશ્ન 13.
કીટકની એક નિશ્ચિત જાતિમાં કેટલાકમાં રંગસૂત્રોની સંખ્યા 17 અને અન્ય કેટલાકમાં રંગસૂત્રોની સંખ્યા 18 છે. 17 અને 18 રંગસૂત્રો ધરાવતાં સજીવો વિશે સાચું શું છે?
(A) અનુક્રમે નર અને માદા છે.
(B) અનુક્રમે માદા અને નર છે.
(C) બધા જ નર છે.
(D) બધા જમાદા છે.
જવાબ
(A) અનુક્રમે નર અને માદા છે.
કેટલાંક કીટકોમાં, જેમ કે વંદામાં Y રંગસૂત્ર હોતું નથી તેથી નર XO રંગસૂત્ર ધરાવે છે. (0 એકલિંગી રંગસૂત્ર ગેરહાજર) જયારે માદામાં XX હોય છે. તેથી નર17 રંગસૂત્રો અને માદા 18 રંગસૂત્રો ધરાવે છે.
પ્રશ્ન 14.
મનુષ્યની પેઢીમાં જનીનિક આનુવંશિકતાનો અભ્યાસ વંશાવળી પૃથક્કરણ દ્વારા થાય છે. વંશાવળી નકશાઓમાં લક્ષણનો અભ્યાસ કોના સમકક્ષ છે?
(A) જથ્થાત્મક લક્ષણ
(B) મૅન્ડેલિયન લક્ષણ
(C) બહુજનીનિક લક્ષણ
(D) માતૃઅસરીયલક્ષણ
જવાબ
(B) મૅન્ડેલિયન લક્ષણ
- મનુષ્યમાં મૅન્ડેલિયન આનુવંશિકતાનો અભ્યાસ કરવો મુશ્કેલ છે. હાલના મેન્ડેલિયન આનુવંશિકતાની સમજૂતી કુટુંબના વંશાવળી પૃથક્કરણ અથવા લગ્નનાં પરિણામો દ્વારા મેળવાય છે. વંશાવળીના પૃથક્કરણ દ્વારા આપણે લક્ષણો કઈ રીતે આનુવંશિકતામાં મળે છે તે સમજી શકીએ છીએ.
- ગુણાત્મક લક્ષણો, બહુજનીનિક લક્ષણો અને માતૃઅસરીય લક્ષણોનો અભ્યાસ વંશાવળી પૃથક્કરણ દ્વારા નથી થતો.
પ્રશ્ન 15.
મેડલે સૂચવ્યું કે કોઈ પણ લક્ષણ માટેનું કારક અલગ અને સ્વતંત્ર હોય છે. તેમનું આ સૂચનકોને આધારિત છે?
(A) પરફલનનાં F3 પેઢીના પરિણામને
(B) અવલોકિત થયેલું છે કે, બે વિરુદ્ધ લક્ષણો ધરાવતી વનસ્પતિઓ વચ્ચેના પરફલનથી સર્જાતી સંતતિમાં કોઈ પણ પ્રકારની મિશ્ર અસર વગર, એક જલક્ષણ ઊતરી આવે છે.
(C) સ્વ-પરાગનયનની F1 સંતતિ
(D) F1 સંતતિનું પ્રચ્છન્ન પિતૃ સાથેના પરફલનથી
જવાબ
(B) અવલોકિત થયેલું છે કે, બે વિરુદ્ધ લક્ષણો ધરાવતી વનસ્પતિઓ વચ્ચેના પરફલનથી સર્જાતી સંતતિમાં કોઈ પણ પ્રકારની મિશ્ર અસર વગર, એકજલક્ષણ ઊતરી આવે છે.
- દ્વિસંકરણ પ્રયોગનું પરિણામ કે જેમાં બે પિતૃ જોડીના વિરોધાભાસી લક્ષણોમાં બીજનો રંગ અને બીજના આકારમાં ભિન્નતાનો સમાવેશ કરાયેલો છે.
- બાકીના વિકલ્પ મૅન્ડલના ભિન્નતાના વિકલ્પને આધાર નથી આપતાં.
પ્રશ્ન 16.
બે જનીનો ‘A’ અને ‘B’ સંલગ્ન છે. આ બંને જનીનો ધરાવતા દ્વિસંકરણ પ્રયોગમાં, F1 વિષમયુગ્મી સંતતિનું સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃ (aa bb) સાથે પરફલન કરવામાં આવ્યું. આગામી પેઢીમાં સંતતિનું ગુણોત્તર પ્રમાણે શું પ્રાપ્ત થશે?
(A) 1 : 1 :: 1 : 1
(B) 9 : 3 :: 3 : 1
(C) 3 : 1
(D) 1 : 1
જવાબ
(A) 1 : 1 :: 1 : 1
- તેને નીચેના કસોટી સંકરણ દ્વારા સમજાવી શકાય છેઃ
- જનીન પ્રમાણ 1 : 1 : 1 : 1
- અન્ય વિકલ્પો અસંગત છે.
પ્રશ્ન 17.
મેન્ડેલિયન દ્વિસંકરણમાં F2 પેઢીમાં સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકારની સંખ્યા કેટલી છે?
(A) સ્વરૂપ પ્રકાર-4, જનીનપ્રકાર-16
(B) સ્વરૂપપ્રકાર-9; જનીનપ્રકાર-4
(C) સ્વરૂપ પ્રકાર-4, જનીનપ્રકાર-8
(D) સ્વરૂપ પ્રકાર-4, જનીનપ્રકાર-9
જવાબ
(D) સ્વરૂપ પ્રકાર-4જનીનપ્રકાર-9
બીજા સંયોજનો મૅન્ડેલિયન આનુવંશિકતાનું ક્રિસંકરણ પ્રમાણ નથી દર્શાવતાં.
પ્રશ્ન 18.
‘O’ રધિરજૂથ ધરાવતી વ્યક્તિનાં માતા અને પિતાનું રૂધિરજૂથ અનુક્રમે ‘A’ અને ‘B’ છે, તો માતા અને પિતાનો જનીન પ્રકાર શું હોઈ શકે?
(A) માતા ‘A’ રુધિરજૂથ માટે સમયુગ્મી પિતા ‘B’ રુધિરજૂથ માટે વિષમયુગ્મી હોય.
(B) માતા ‘A’ રુધિરજૂથ માટે વિષમયુગ્મી અને પિતા “B’ રુધિરજૂથ માટે સમયુગ્મી હોય.
(C) માતા અને પિતા બંને અનુક્રમે ‘A’ અને ‘B’ રુધિરજૂથ માટે વિષમયુગ્મી હોય.
(D) બંને માતા અને પિતા A અને B રુધિરજૂથ માટે સમયુગ્મી ક્રમશઃ
જવાબ
(C) માતા અને પિતા બંને અનુક્રમે ‘A’ અને ‘B’ રુધિરજૂથ માટે વિષમયુમીહોય.
બધાચાર રુધિરજૂથ 3 એલેલીકજનીન IA, IB અને થી નિયમન થાય છે. તેથી તે બહુવિકલ્પી કારકતા દર્શાવે છે. IA અને IB બંને પર પ્રભાવી છે. જયારે બંને સાથે હોય ત્યારે સહપ્રભાવિતા દ્વારા AB રૂધિરજૂથ બનાવે છે. આ ત્રણ કારકોના સંયોજનોથી છ જનીનપ્રકારની શક્યતા છે. તેથી અન્ય વિકલ્પો અસંગત છે.
અતિ ટૂંકજવાબી પ્રશ્નો (VsQs)
પ્રશ્ન 1.
F1 સંતતિ અને સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃ વચ્ચેના પરફલનને શું ? કહે છે?તે કેવી રીતે ઉપયોગી છે?
ઉત્તર:
- જયારે F1 સંતતિનું સંકરણ સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃ સાથે કરાવાય તેને કસોટી સંકરણ કહે છે.
- શુદ્ધ પ્રભાવીત A અને સંકરિત પ્રભાવી (B) વ્યક્તિ વચ્ચેનું પ્રચ્છન્ન પિતૃ સાથેનું સંકરણ નીચે મુજબદર્શાવાયું છે:
- અજ્ઞાત લક્ષણો માટેનું જનીનસ્વરૂપ આ પ્રકારના સંકરણથી નક્કી થાય છે. દા.ત., તેઓ લક્ષણ માટે વિષમયુગ્મી કે સમયુગ્મી પ્રભાવી છે.
પ્રશ્ન 2.
મેડલે પસંદ કરેલ લક્ષણો જો એક જ રંગસૂત્ર પર આવેલાં હોત, તો શું તમે વિચારી શકો છો કે તેમણે આપેલ આનુવંશિકતાના નિયમો અલગહોત?
ઉત્તર:
જો એક જ રંગસૂત્ર પરલક્ષણો આવેલાં હોત તો તેઓ સ્વતંત્ર રીતે છૂટાં નથી પડી શકતા, કારણ તેઓ એક જ રંગસૂત્ર પર સંલગ્ન હોય છે. : સંલગ્નતાની ટકાવારી જનીનો વચ્ચેના અંતર પર આધારિત છે. સંલગ્નતાને કારણે ચોક્કસ નિયમો ન રચી શકાયા હોત.
પ્રશ્ન 3.
નિયંત્રિત પર-પરાગનયનના તબક્કાઓની નોંધ તૈયાર કરો. કુકરબીટમાં ઇમેક્યુલેશન શું આવશ્યક છે? તમારા જવાબમાટેનાં કારણો આપો.
ઉત્તર:
- નિયંત્રિત પર-પરાગનયન માટેના તબક્કાનીચે પ્રમાણે છે:
- ઇચ્છિત લક્ષણો ધરાવતાં પિતૃની પસંદગી
- વંધ્યીકરણ. દા.ત., જો માદા પિતૃમાં કિલિંગી પુષ્પો હોય તો સ્ફોટન પહેલા પુંકેસરને ફોરસેપથી દૂર કરવા.
- કોથળી બાંધવી. દા.ત., વંધ્યીકૃત પુષ્પને યોગ્ય કદની કોથળીથી (સામાન્ય રીતે બટર પેપરથી) આવૃત્ત કરવા જેથી પરાગાસન અનિચ્છિત પરાગરજથી પ્રદૂષિત ના થાય.
- જ્યારે કોથળી ચઢાવેલ પુષ્પનું પરાગાસન પ્રવેશશીલતા યોગ્ય બને ત્યારે નર પિતૃમાંથી એકત્ર કરાયેલ પરાગરજનો છંટકાવ.
- ફરી પુષ્પને કોથળી ચઢાવી, ફળના નિર્માણને થવા દેવું. કાકડી (કુકરબીટ)ના છોડમાં હંમેશાં વંધ્યીકરણની જરૂર હોતી નથી. તેની જરૂર કિલિંગી પુષ્પમાં સ્વ-પરાગનયન રોકવા માટે હોય છે. કાકડીમાં સામાન્ય રીતે એકલિંગી પણ ક્યારેકટ્રિલિંગી પુષ્પ ઉત્પન્ન થતાં હોય છે.
પ્રશ્ન 4.
એક વ્યક્તિ કેટલાંક આનુવંશિક લક્ષણોના વારસાગમનનો અભ્યાસ કરવા માટે સજીવોમાં પરફલન કરાવે છે. સજીવોને પસંદ કરવા માટેના માપદંડો જણાવો.
ઉત્તર:
આનુવંશિકતાના અભ્યાસ માટે સજીવોને પસંદ કરવાના માપદંડ :
- સરળતાથી જોઈ શકાય અને અલગ લક્ષણો.
- ટૂંકો આયુષ્ય કાળ
- સરળ પરાગનયન પ્રક્રિયા
- સજીવ સાચાં સંકરિત
- જન્યુઓનું ફલન અવ્યવસ્થિત
- સહેલાઈથી વાપરી શકાય.
પ્રશ્ન 5.
વંશાવળીનકશો નીચે આપેલ છે. જે એકનિયત લક્ષણ માટે દશવિલ છે, જેમાં તેલક્ષણ પિતૃઓમાં ગેરહાજર છે, પરંતુ તેના પછીની પેઢીમાં અનુલક્ષિત જાતિઓમાં જોવા મળે છે. વંશાવળી નકશાને આધારે તમારો નિર્ણય તારવો.
ઉત્તર:
વંશાવળી ચાર્ટ દર્શાવે છે કે લક્ષણ દૈહિક સંલગ્ન અને પ્રચ્છન્ન છે પણ પિતૃઓ વાહક છે. (દા.ત., વિષમયુગ્મી) તેથી સંતતિમાં ફક્ત કેટલાંક જ જાતિ (લિંગ) પ્રમાણ સિવાય લક્ષણ દર્શાવે છે. બાકીની સંતતિ સામાન્ય કે વાહક હોઈ શકે.
પ્રશ્ન 6.
F1 સંતતિ મેળવવા માટે મેડલ શુદ્ધ ઊંચા છોડનું પરાગનયન શુદ્ધ નીચા છોડ સાથે કરાવે છે. પરંતુ F2 સંતતિ મેળવવા માટે તેઓ F1 સંતતિના ઊંચા છોડનું સામાન્યતઃ સ્વ-પરાગનયન કરે છે. શા માટે?
ઉત્તર:
જન્યુ નિર્માણ દરમિયાન લક્ષણો છૂટાં પડે છે. શુદ્ધ સંકરિત પિતૃ અને F1 વિષમયુગ્મી નિર્માણ કર્યા. ફક્ત વિષમયુગ્મીના સ્વફલનથી લક્ષણોના બધા જ શક્ય પુનઃ સંયોજનો મળી શકે છે કારણ ફલન અવ્યવસ્થિત હોય છે.
પ્રશ્ન 7.
નિયત લક્ષણને અભિવ્યક્ત કરવા માટે જનીનો તે માટેની જરૂરી માહિતી ધરાવે છે. આ વિધાનની સમજૂતી આપો.
ઉત્તર:
નીચેના પ્રયોગથી આ વિધાન સમજાવી શકાય છે. બીડલ અને ટાટમે પ્રયોગ દ્વારા પુરવાર કર્યું કે એક જનીન નિયત લક્ષણ ધરાવે છે અને એક ઉન્સેચક કે પ્રોટીન નિર્માણ માટે જવાબદાર છે. તેઓએ ન્યુરોસ્પોરા ક્રાસા પર પ્રયોગ કર્યો જે પોષક રીતે વિકૃત હતા તે સાબિત થયેલ છે. એક પ્રોટીન ઘણા પોલિપેપ્ટાઇડ ધરાવે છે અને પ્રત્યેક પોલિપેપ્ટાઇડ અલગ જનીનથી નિયંત્રિત થાય છે. તેથી પ્રત્યેક જનીન નિયત લક્ષણ અભિવ્યક્ત કરે છે. આ વાદનો એક જનીન – એક ઉત્સુચક કે એક જનીન -એક પોલિપેપ્ટાઇડસિદ્ધાંત કહે છે.
પ્રશ્ન 8.
એક નિશ્ચિત જનીનના વૈકલ્પિક કારકો એકબીજાથી કેવી રીતે અલગ પડે છે? તેની અગત્યવર્ણવો.
ઉત્તર:
કારકો બહુરૂપ હોય છે જે તેમનાં ન્યુક્લિઓટાઇડ ક્રમથી અલગ પડે છે. પરિણામે અલગ દેખાવ સ્વરૂપ અભિવ્યક્તિ દર્શાવે છે. કારકો એક જ જનીનનાં વૈકલ્પિક સ્વરૂપ છે. ઉદા. ઊંચાઈના જનીનના બે કારકો છે, એક વામનતા (t) અને બીજું ઊંચાઈ માટેનું (T).
અગત્યતા :
- લક્ષણ – એકથી વધુ વિભિન્ન દેખાવ સ્વરૂપ અભિવ્યક્તિ ધરાવી શકે તેથી વસતિમાં વિવિધતા જોવા મળે.
- તેનો ઉપયોગ આનુવંશિકતાના અભ્યાસ અને તેની વર્તણૂક સમજવા માટે થઈ શકે છે.
પ્રશ્ન 9.
લાલ પુષ્પો અને સફેદ પુષ્પો ધરાવતાં છોડ વચ્ચે એક સંકરણ કરાવતાં, મેડલને માત્ર લાલ પુષ્પો મળ્યાં હતાં. સ્વ-પરાગનયન દ્વારા F1 છોડ લાલ અને સફેદ બંને પુષ્પો ધરાવે છે, જે 3 : 1 નો ગુણોત્તર ધરાવે છે. RR અનrr સંજ્ઞાઓનો આધાર લઈને પિતૃપેઢીની વનસ્પતિના જનીના પ્રકારની સમજૂતી આપો.
ઉત્તર:
સામાન્ય રીતે કૅપિટલ લેટર પ્રભાવી અને સ્મોલ લેટર એક જ જનીનના કારક માટે વપરાય છે. પ્રયોગ દર્શાવે છે કે F2 પેઢી 3: 1 પ્રમાણ દર્શાવે છે. આ પિતૃની શુદ્ધ-પ્રજનનતા દર્શાવે છે. પિતૃ દ્વિકીય હોય અને સમયુગ્મી રંગસૂત્ર RR કે rr ધરાવતાં કારકોનું વહન કરે છે.
પ્રશ્ન 10.
જનીનો, લક્ષણોની અભિવ્યક્તિ માટેની ક્ષમતા ધરાવે છે અને પર્યાવરણતેમાટેની તક પૂરી પાડે છે. આ વિધાનની સત્યતા ચકાસો.
ઉત્તર:
- હકીકતમાં, જનીન દ્વારા દેખાવ સ્વરૂપ નિશ્ચિત થતું નથી. વાતાવરણ પણ લક્ષણોની અભિવ્યક્તિમાં ભાગ ભજવે છે. જનીનો ખરેખર આપણા જીવનમાં ખૂબ સક્રિય હોય છે. તેમની વાતાવરણ સાથેની પ્રતિક્રિયા દરમિયાન ખૂલ બંધ થાય છે.
- આંતરિક પરિબળો જેવાં કે અંતઃસ્ત્રાવ, ચયાપચય-જનીન અભિવ્યક્તિને અસરકર્તા હોય છે. બાહ્ય પરિબળો, તાપમાન પ્રકાશ, પોષણ પણ જનીન અભિવ્યક્તિને અસર કરે છે અને છેવટે દેખાવસ્વરૂપ ફેરફારો સૂચવે છે.
- તેથી આપણે કહી શકીએ કે જનીનો લક્ષણોની અભિવ્યક્તિ માટેની ક્ષમતા ધરાવે છે અને પર્યાવરણ તે માટેની તક પૂરી પાડે છે.
પ્રશ્ન 11.
A, B, D ત્રણ સ્વતંત્ર વિશ્લેષણ ધરાવતાં જનીનો છે. જેઓના પ્રચ્છન્ન વૈકલ્પિક જનીનો અનુક્રમે a, b, d છે. Aa, bb, DD જનીનપ્રકાર ધરાવતાં સજીવનું પરફલન aa, bb, dd સાથે કરવાથી પ્રાપ્તસંતતિનો જનીન પ્રકાર શોધો.
ઉત્તર:
આપેલ સંકરણ Aa, bb, DD × aa, bb, dd ત્રિસંકરીય ક્રૉસ છે. તે પ્રમાણે વિવિધ સંતતિનું જનીન પ્રમાણ નીચે પ્રમાણે છે:
પ્રશ્ન 12.
આપણા સમાજમાં નર બાળક ન થાય તો સ્ત્રીને દોષ આપવામાં આવે છે. શું તમે આ વિધાનને સાચું માનો છો ? તેની યથાર્થતા જણાવો.
ઉત્તર:
આપણા સમાજમાં સ્ત્રીને સામાન્ય રીતે નર બાળકને જન્મ ન આપવા માટે દોષી ગણે છે. તેમની અવગણના અને અપમાન કરાય છે, આ માન્યતા તદ્દન ખોટી છે. 23 જોડી રંગસૂત્રોમાંથી 22 જોડી નર અને માદામાં સરખી હોય છે તેને દૈહિક રંગસૂત્રો કહે છે. સ્ત્રીમાં X રંગસૂત્રની જોડ હોય છે જ્યારેX અને Y રંગસૂત્રની હાજરી નરપણું નિશ્ચિત કરે છે. નરમાં શુક્રકોષજનન દરમિયાન બે પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થાય છે. 50 % શુક્રકોષો X રંગસૂત્ર અને બાકીના 50 %Y રંગસૂત્ર ધરાવે છે (દહિક રંગસૂત્ર સહિત) માદા ફક્ત એક જ પ્રકારના X રંગસૂત્ર ધરાવતા અંડકોષ ઉત્પન્ન કરે છે. જો અંડકોષ X રંગસૂત્ર ધરાવતાં શુક્રકોષ દ્વારા ફલિત થાય તો ફલિતાંડસ્ત્રીમાં વિકાસ પામે અને જો Yરંગસૂત્ર ધરાવતાં શુક્રકોષથી ફલિત થાય તો તે નરમાં વિકાસ પામે. આમ, શુક્રકોષના જનીનિક બંધારણ દ્વારા બાળકની જાતિ, લિંગ નિશ્ચયન થાયછે.
પ્રશ્ન 13.
વટાણાના ખરબચડા સ્વરૂપપ્રકાર ધરાવતા બીજ માટેના જનીનિક આધારની ચર્ચા કરો.
ઉત્તર:
- બીજનો આકાર એક જનીન, જેમાં (R) કારક ગોળ અને કારક (r) ખરબચડાં આકાર માટે છે. જો બીજના આકારનું નિયંત્રણ કરતાં જનીનના કારક સમયુગ્મી હોય તો તે જ કારકનાં દેખાવ સ્વરૂપને પ્રદર્શિત કરે છે. દા.ત., RR ગોળ, rrખરબચડાં.
- બીજી બાજુ જો જનીનના કારકો વિષમયુગ્મી હોય તો તે પ્રભાવી કારકનાં દેખાવ સ્વરૂપને પ્રદર્શિત કરે છે. દા.ત., Rr ગોળ બીજ (rખરબચડાં પ્રચ્છન્ન).
પ્રશ્ન 14.
જો કોઈ એક લક્ષણ બહુવૈકલ્પિકતા ધરાવતું હોય તોપણ વ્યક્તિને લક્ષણ માટેનાં બે જવૈકલ્પિક જનીનો ધરાવે છે. શામાટે?
ઉત્તર:
બહુવિકલ્પી કારકો જનીનના ગુણિત સ્વરૂપ છે જે એક જ જનીન સ્થાન પર ઉત્પન્ન થાય છે, પણ વિવિધ સજીવોમાં જનીન પુલ દ્વારા વહેંચાતા, ફક્ત બે કારકોનું વહન કરે છે અને જન્યુમાં ફક્ત એક જ કારક હોય છે. બહુવિકલ્પી કારકતા હોવા છતાં, વ્યક્તિમાં ફક્ત બે કારકો જોવા મળે છે. કારણ વ્યક્તિ ફલિતાંડમાંથી વિકાસ પામે છે જે અંડકોષ અને શુક્રકોષના જોડાણથી થાય છે. શુક્રકોષ અને અંડકોષમાં એક જ જમીન (કારક) લક્ષણ માટે હોય છે. ફલિતાંડ જયારે દ્વિતીય અને ત્યારે પ્રત્યેક લક્ષણનાં બે કારકો ધરાવે છે.
પ્રશ્ન 15.
મ્યુટેજનકેવી રીતે વિકૃતિપ્રેરે છે? ઉદાહરણ સાથે વર્ણવો.
ઉત્તર:
વિકૃતિ પ્રેરક ભૌતિક દા.ત., આયોનાઇઝિંગ રેડિયેશન, x-કિરણ, ગામા-કિરણ, UV-કિરણ, DNA પ્રક્રિયક રસાયણો દા.ત., હાઇડ્રોક્સિલ રેડિકલ્સ, H2O2 વગેરે અથવા જૈવિક જેમ કે વાઇરસ હોઈ શકે છે.
વિકૃતિ પ્રેરક બેઇઝ અનુક્રમમાં આરોપણ, લોપ કે અવેજી દ્વારા વિકૃતિ પ્રેરે છે. ઉદા. β ગ્લોબિનના 6th સંકેતમાં એક બેઇઝ અનુક્રમમાં સંકેત GAGને બદલે GUG બદલાય છે. તેના પરિણામે બ્યુટામિક ઍસિડ (Glu) ને બદલે B ગ્લોબિન શૃંખલાના 6th સ્થાને વેલાઇન હિમોગ્લોબિન અણુમાં દાખલ થાય છે. વિકૃત હિમોગ્લોબિન અણુ બહુલીકરણ પામે છે, ઓછા O2 દબાણને લીધે RBC નો આકાર
દ્વિઅંતર્ગોળને બદલે દાતરડા જેવો થઈ જાય છે જે કાર્યશીલનથી.
ટૂંકજવાબી પ્રકારના પ્રશ્ન
પ્રશ્ન 1.
મેન્ડેલિયન એક સંકરણમાં F2 પેઢી જનીનપ્રકાર અને સ્વરૂપ્રકારનો ગુણોત્તર સમાન ધરાવે છે. તે આપણને વૈકલ્પિક કાકો વિશે શું કહેવા માંગે છે?તમારા જવાબની યથાર્થતા જણાવો.
ઉત્તર:
- અપૂર્ણ પ્રભુતામાં મેન્ડેલિયનસંકરણ નીચે પ્રમાણે પરિણામો દર્શાવે છેઃ
- અહીં દેખાવ સ્વરૂપ અને જનીન સ્વરૂપ બંને ગુણોત્તર સરખા હોય છે. તેથી આપણે વિચારી શકીએ કે જ્યારે જનીન સ્વરૂપ અને દેખાવ સ્વરૂપ સરખા હોય તો તે અપૂર્ણ પ્રભુતા દર્શાવે છે. દા.ત., બેમાંથી કોઈ પણ કારક પ્રભુતા દર્શાવતા નથી તેથી સંકરણ મધ્યસ્થ બે સમયુગ્મી કારકોની અભિવ્યક્તિ દર્શાવે છે.
પ્રશ્ન 2.
જો પિતૃઓ ‘A’ અને ‘B’ રુધિરજૂથ ધરાવે તો શું બાળક ‘O’ રુધિરજૂથધરાવી શકે? સમજૂતી આપો.
ઉત્તર:
- બાળકનું રુધિરજૂથ0નીચેના કિસ્સામાં હોઈ શકે.
- સંતતિમાં નીચેનાં શક્યરુધિરજૂથ હોય. દા.ત., AB, A ,B અને O.
(2) પિતાનુ IAi(Bજૂથ) માતા A જૂથ Iai
- બાળકનું રુધિરજૂથ ‘O’ હોય જ્યારે પિતૃઓ વિષમયુગ્મી કારકો ‘A’ અને ‘B’ માટે ધરાવે છે.
પ્રશ્ન 3.
ડાઉન સિન્ડ્રોમ એટલે શું? તેનાં લક્ષણો અને કારણો આપો. જો માતાની ઉંમર 40 વર્ષ કરતાં વધુ હોય, તો બાળકમાં ડાઉન્સ સિન્ડ્રોમ થવાની સંભાવના કેમ વધી જાય છે?
ઉત્તર:
- ડાઉન્સ સિન્ડ્રોમ મનુષ્યમાં જનીનિક અનિયમિતતા, ટ્રાયસોમી 21માં રંગસૂત્રની છે. આ વ્યક્તિ એન્યુપ્લોઈડી ધરાવે છે અને 41 રંગસૂત્રો ધરાવે છે.
- ડાઉન્સ સિન્ડ્રોમનાં લક્ષણો :
- માનસિક મંદતા
- વૃદ્ધિની અનિયમિતતા
- ખુલ્લું રહેતું મોં
- વામનતા વગેરે અને જનનપિંડો અલ્પવિકસિત.
- અનિયમિતતાનું કારણ નોન-ડિજંક્શન છે. ઉંમર વધતાં રંગસૂત્રોની છૂટાં પડવાની ક્રિયા પર અસર થાય છે.
પ્રશ્ન 4.
તે કેવી રીતે નિર્ણય કરી શકાય કે જનીનો રંગસૂત્રો પર ગોઠવાયેલાં છે?
ઉત્તર:
આનુવંશિકતાનો રંગસૂત્રવાદ સટન અને બાવરી દ્વારા પ્રતિપાદિત કરાયો. આ વાદ માને છે કે રંગસૂત્રો આનુવંશિક માહિતી માટેના વાહકો છે. મેન્ડેલિયન કારકો કે જનીનો ધરાવે છે અને રંગસૂત્રો સ્વતંત્ર રીતે છુટાં પડી એક પેઢીથી બીજી પેઢીમાં વહન પામે છે.
પ્રશ્ન 5.
એક છોડ લાલ પુષ્પો ધરાવે છે. તેનું પરફલન પીળાં પુષ્પો ધરાવતા છોડ સાથે કરાય છે. જો બધાં જ પુષ્પો નારંગી રંગના હોય તો તેની આનુવંશિકતા સમજાવો.
ઉત્તર:
અપૂર્ણ પ્રભુતાની ઘટનામાં બંનેમાંથી કોઈ કારક પ્રભુતા દર્શાવતું નથી અને તે સમયુગ્મી સ્થિતિમાં વચગાળાનું સંકરણ જે બંને કારકોની અભિવ્યક્તિની વચ્ચેનું હોય તે દર્શાવે છે. આ કિસ્સામાં, મૂળ દેખાવ સ્વરૂપની વચ્ચેનું નવું દેખાવસ્વરૂપ જોવા મળે છે.
પ્રશ્ન 6.
શુદ્ધ સંવર્ધનની રૂપરેખાની લાક્ષણિકતાઓ કઈ છે?
ઉત્તર:
- સતત સ્વપરાગનયનનાં પરિણામે સ્થાયી લાક્ષણિક આનુવંશિકતા અને કેટલીક પેઢી સુધીની અભિવ્યક્તિ સાચું પ્રજનન છે.
- શુદ્ધ સંવર્ધનની રૂપરેખાની લાક્ષણિકતાઓ
- કૃત્રિમ સંકરણ માટે તેઓ પિતૃ તરીકે ઉપયોગમાં લેવાય છે. કારણ તેઓ સમાન લક્ષણો ધરાવતાં જન્યુઓ ઉત્પન્ન કરે છે.
- જનીનસ્વરૂપ નક્કી કરવા, ટેસ્ટ ક્રૉસમાં સમયુગ્મી પ્રચ્છન્ન વનસ્પતિ ઉપયોગમાં લેવાય છે.
પ્રશ્ન 7.
વટાણામાં ઊંચાપણું નીચાપણા પર પ્રભાવી છે અને લાલ રંગનાં પુષ્પો, સફેદ રંગનાં પુષ્પો પર પ્રભાવી છે. જ્યારે લાલપુષ્પો ધરાવતાં ઊંચા છોડનું પરાગનયન સફેદ પુષ્પો ધરાવતાં નીચા છોડ વડે થાય છે, તો સંતતિમાં સ્વરૂપપ્રકારનાં ભિન્ન જૂથો પ્રાપ્ત થાય છે, જે નીચે જણાવેલ છે:
ઊંચા, લાલરંગનાં પુષ્પો = 138, ઊંચા, સફેદ રંગનાં પુષ્પો = 132
નીચાં, લાલરંગનાં પુષ્પો = 136 નીચાં, સફેદ રંગનાં પુષ્પો = 128
તો બે પિતૃઓના જનીન પ્રકારો અને તેમની ચાર સંતતિઓના જનીનપ્રકારો જણાવો.
ઉત્તર:
- પરિણામ દર્શાવે છે કે ચાર પ્રકારની સંતતિ 1 : 1 : 1 : 1 ના પ્રમાણમાં છે. આ પ્રકારનું પરિણામ, દ્વિસંકરણ પ્રયોગનાં ટેસ્ટ ક્રૉસ સંતતિમાં જોવા મળે છે.
- સંકરણ આ પ્રકારે દર્શાવાય છેઃ
પિતૃઊંચા અને લાલ(TtRr) × વામન અને સફેદ (trr)
સંતતિઓ
પ્રશ્ન 8.
શા માટે સ્ત્રીઓ કરતાં પુરુષોમાં લાલ લીલી રંગઅંધતાનું પ્રમાણ વધારે ઊંચું હોય છે?
ઉત્તર:
રંગઅંધતા X સંલગ્ન લિંગી આનુવંશિકતા છે. રંગઅંધ બનવા માટે સ્ત્રીમાં તેનાં બંને X રંગસૂત્રો પર કારકો હોવાં જોઈએ અને જો ફક્ત એક જ રંગસૂત્ર પર રંગઅંધતાના લક્ષણ માટેનો કારક હોય તો તે રંગઅંધતાના લક્ષણ માટેની વાહક બને છે. પણ નરમાં તેના એક જX રંગસૂત્ર પરનો કારક હોય તો તે રંગઅંધ બને છે. આમ, નરમાં રંગઅંધતાનું પ્રમાણ સ્ત્રીઓ કરતાં વધુ હોય છે.
પ્રશ્ન 9.
જો પિતા અને પુત્ર બંને લાલ લીલી રંગની ખામી ધરાવે છે. શું આ લક્ષણ પુત્રમાં આનુવંશિક રીતે પિતામાંથી ઊતરી આવેલું છે? તેની ચર્ચા કરો.
ઉત્તર:
રંગઅંધતા માટેનું જનીન X રંગસૂત્ર સંલગ્ન છે, પુત્રને તેનો એકમાત્ર રંગસૂત્ર માતા તરફથી મળે છે, પિતા તરફથી નહીં. મનુષ્યમાં નરથી નરની આનુવંશિકતા X સંલગ્નતા માટે શક્ય નથી. આપેલા કિસ્સામાં પુત્રની માતા વાહક હોવી જોઈએ (વિષમયુગ્મી). તેથી પુત્રમાં જનીનનું વહન દર્શાવે છે.
પ્રશ્ન 10.
શા માટે ડ્રોસોફિલાનો જનીનિક અભ્યાસ માટે બહોળા પ્રમાણમાં ઉપયોગથાય છે?
ઉત્તર:
મોર્ગને નાજુક ફળમાખ, કોસોફિલા મેલેનોગસ્ટર પર કાર્ય કર્યું, જે નીચેની લાક્ષણિકતાઓને કારણે જનીનવિદ્યાના અભ્યાસ માટે અનુકૂળ પડે છેઃ
- તેઓનો ઉછેર સરળ કૃત્રિમ માધ્યમમાં પ્રયોગશાળામાં થઈ શકે છે.
- તેઓ તેમનું જીવનચક્ર બે અઠવાડિયામાં પૂરું કરે છે.
- એક જ પ્રજનન દ્વારા મોટી સંખ્યામાં ફળમાખની સંતતિ મળે છે.
- સ્પષ્ટ લિંગભેદ નર અને માદા સહેલાઈથી ઓળખી શકાય છે.
- તેમનામાં ઘણી આનુવંશિક ભિન્નતાઓ છે જે સાદા માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકાયછે.
પ્રશ્ન 11.
જનીનિક અભ્યાસને આધારે કેવી રીતે કહી શકાય કે જનીન અને રંગસૂત્રો સમાનતા ધરાવે છે?
ઉત્તર:
- 1902માં અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રોની ગતિનો અભ્યાસ કરાયો. વૉલ્ટર સટન અને થીઓડોરબીવરી (1902)એ નોંધ કરી કે રંગસૂત્રોની વર્તણૂક અને જનીનોની વર્તણૂક સમાનતા ધરાવે છે અને રંગસૂત્રની ગતિનોમૅન્ડલના નિયમો સમજાવવા ઉપયોગ કર્યો.
- તેમણે સમભાજન અને અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રોની વર્તણૂકનો અભ્યાસ કર્યો. રંગસૂત્રો અને જનીનો જોડમાં જોવા મળે છે અને જમીન જોડીના બે કારકો, સમયુગ્મી રંગસૂત્રમાં સમયુગ્મી સ્થાને આવેલાં હોય છે.
- અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રની ગતિ અને જન્યુકોષનું નિર્માણ ચાર રંગસૂત્રો સાથે જન્યુકોષમાં નિર્માણ દરમિયાન રંગસૂત્રો છૂટાં પડે છે.
પ્રશ્ન 12.
પુનઃસંયોજન એટલે શું ? જનીનિક ઇજનેરીની દૃષ્ટિએ પુનઃસંયોજનના ઉપયોગની ચર્ચાકરો.
ઉત્તર:
- પિતૃ પ્રકારના જનીનોની અલગ જનીનોનાં નવાં સંયોજનોને પુનઃસંયોજન કહે છે. તે વ્યતિકરણથી, અર્ધીકરણમાં જન્ય નિર્માણ પહેલાં થાય છે.
- પુનઃસંયોજનનો ઉપયોગ :
- તે જનીનોનાં નવાં સંયોજનો દાખલ કરે છે. તેથી નવાં લક્ષણો નિર્માણ થાય છે.
- તેને કારણે ભિન્નતા વધે છે જે પ્રાકૃતિક પસંદગી માટે બદલાતાં પર્યાવરણમાં ઉપયોગી બને છે.
- વ્યતિકરણની માત્રા બે જનીનોના અંતર પર આધારિત હોય છે જેથી આ ઘટના સંલગ્ન રંગસૂત્રનાં નકશા તૈયાર કરવા માટે વપરાય છે.
- તે પુરવાર કરે છે કે જનીનો રંગસૂત્રો પર રેખીય રીતે આવેલાં છે.
- પુનઃસંયોજનના ઉપયોગથી બ્રીડર્સ ધાન્ય પાકમાં અને પ્રાણીઓમાં નવી ભિન્નતા ઉત્પન્ન કરે છે. જનીનક્રાંતિ ભારતમાં પસંદગીયુક્ત પુનઃસંયોજનથી મેળવાઈ છે.
પ્રશ્ન 13.
કૃત્રિમ પસંદગી એટલે શું? તમે શું વિચારી શકો છો કે તે નૈસર્ગિક પસંદગીની પ્રક્રિયાને અસત્કાસ્કછે?કેવી રીતે?
ઉત્તર:
કૃત્રિમ પસંદગી (પસંદગીયુક્ત પ્રજનન) કેટલાંક લક્ષણો માટેનું ઇરાદાપૂર્વક પ્રજનન અથવા મનુષ્ય દ્વારા લક્ષણોનાં સંયોજનને વર્ણવે છે, જે જાતિમાં હાજર ભિન્નતાઓમાં વધારો પ્રેરે છે. તે ત્રણ પ્રકારે જોવા મળે છે સામૂહિક પસંદગી, શુદ્ધ-લાઇન પસંદગી અને ક્લોનિંગ પસંદગી. તે પ્રાકૃતિક પસંદગીને અસર કરે છે. પ્રાકૃતિક પસંદગી સજીવોની યોગ્યતા આધારે લક્ષણોની પસંદગી દર્શાવે છે. કૃત્રિમ પસંદગીમાં લક્ષણો મનુષ્યની ઇચ્છા પ્રમાણે સુધારાય છે.
પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયા લક્ષણોની અભિવ્યક્તિમાં વસતિમાં ઉવિકાસીય ફેરફારો પ્રેરે છે, જયારે કૃત્રિમ પસંદગી સરખી જ પ્રક્રિયા હોવાં છતાં, મનુષ્યનાં લાભ માટે દાખલ કરાયેલાં લક્ષણોને સાંકળે છે. તે ખૂબ ઝડપી પ્રક્રિયા છે અને લાંબા સમયે પર્યાવરણ માટે અયોગ્ય થવાની સમસ્યા ઊભી કરી શકે છે.
પ્રશ્ન 14.
ઉદાહરણસહિતાપૂર્ણ પ્રભાવિતા અને સહપ્રભાવિતાનો ભેદ આપો.
ઉત્તર:
- અપૂર્ણ પ્રભાવિતાની ઘટનામાં બે વિરોધાભાસી કારકો સાથે હોવા છતાં બંનેમાંથી કોઈ પણ કારકબીજા પર પ્રભાવિતા દર્શાવતું નથી અને વચગાળાનાં દેખાવસ્વરૂપનું નિર્માણ થતું જોવા મળે છે.
- દા.ત., ગુલબાસના છોડની આનુવંશિકતા (મિરાબિલીસ જાપા) જેમાં વચગાળાનાં લક્ષણો F, પેઢીમાં જોવા મળે છે. સહપ્રભાવિતાની ઘટનામાં બે વિરોધાભાસી કારકો સાથે જોવા મળે છે અને બંને કારકો તેમની અભિવ્યક્તિ દર્શાવે છે. દા.ત., મનુષ્યમાં AB રુધિરજૂથ જેમાં બંને કારકો રક્તકણની સપાટી પર એન્ટિજન A અને Bદર્શાવે છે.
- (i) અપૂર્ણપ્રભાવિતા દર્શાવતું સંકરણ
- (ii) સહપ્રભાવિતા-રુધિરજૂથ
પ્રશ્ન 15.
અભ્યાસ જણાવે છે કે સમય જતાં વસ્તીમાંથી હાનિકારક વૈકલ્પિક જનીનો દૂર થાય છે. હજી પણ સિકલ-સેલ એનીમિયા માનવવસ્તીમાં જોવા મળે છે? શા માટે?
ઉત્તર:
- સિકલ – સેલ એનીમિયા દૈહિક રંગસૂત્ર પર આવેલ પ્રચ્છન્ન રોગ છે જે રક્તકણોમાં ઑક્સિજનનું વહન કરતાં હિમોગ્લોબિન પ્રોટીનની ખામીયુક્ત રચનાથી થાય છે. રોગનાં હાનિકારક લક્ષણો હોવા છતાં તે મેલેરિયાના વાહકથી રક્ષણ આપે છે. તેના કારકો આફ્રિકન વસાહતમાંથી ઊતરી આવેલા મનુષ્યમાં વધુ સામાન્ય હોય છે. (લગભગ 7 %) અને કેટલાંક અન્ય જ્યાં મેલેરિયા વધુ પ્રમાણમાં જોવા મળે.
- તે મેલેરિયા સામે જીવંત રક્ષણ આપે છે. HbAS વિષમજવુક સાથેની વ્યક્તિઓ HbSS વ્યક્તિઓ કરતાં વધુ યોગ્ય રીતે ટકી શકે છે.
દીર્ણજવાબી પ્રશ્નો
પ્રશ્ન 1.
એક વનસ્પતિમાં ઊંચાપણાનું લક્ષણ નીચાપણા પર પ્રભાવી છે અને લાલરંગનાં પુષ્પો સફેદ રંગનાં પુષ્પો પર પ્રભાવી છે. પિતૃપેઢીથી શરૂ કરી, હિસંકરણ પ્રયોગનો અભ્યાસ કરો. દ્વિસંકરણનો આદર્શ ગુણોત્તર શું છે? પ્રશ્નમાં આપેલ બે જનીનો વચ્ચે આંતરક્રિયા થાય તો શું તેનું મૂલ્યબદલાય?
ઉત્તર:
સ્થાયી દ્વિસંકરણ પ્રમાણ 9 : 3 : 3 : 1 હોય છે. જો બંને જનીનો એકબીજા સાથે પ્રક્રિયા કરતા હોય તો મૂલ્યમાં ફેરફાર થઈ શકે. જ્યારે જનીનો સંલગ્ન હોય ત્યારે સ્વતંત્ર રીતે વિશ્લેષિત થતાં નથી અને જન્યુ તેમજ સંતતિમાં સાથે રહે છે અને 3 : 1 દ્વિસંકરણ પ્રમાણ આપે છે. ટેસ્ટ ક્રૉસનું પ્રમાણ 1 : 1 : 1 : 1ને બદલે 1 : 1 દર્શાવે છે.
પ્રશ્ન 2.
(a) માનવમાં પુરુષ વિષમયુગ્મી અને સ્ત્રી સમયુગ્મી છે. સમજાવો. શું એવાં કોઈ ઉદાહરણો છે કે જેમાં નર સમયુગ્મી અને માદા વિષમયુગ્મી હોય?
(b) ન જન્મેલા બાળકનું લિંગનિશ્ચયન કોના દ્વારા નક્કી થાય છે તે વર્ણવો. લિંગ-નિશ્ચયનમાં તાપમાનની ભૂમિકા વિશે જણાવો.
ઉત્તર:
(a)
(i) સમયુગ્મી સજીવનાં જન્યુઓ એક જ પ્રકારનાં લિંગી રંગસૂત્રો ધરાવે છે. જ્યારે વિષમયુગ્મી સજીવનાં જન્યુઓ બે અલગ પ્રકારનાં લિંગી રંગસૂત્રો ધરાવે છે. મનુષ્ય XX/XY પ્રકારનું લિંગ નિશ્ચયન દર્શાવે છે. માદા બે (XX) રંગસૂત્રો ધરાવે છે. જ્યારે નર એકX અને બીજું Y (XY) રંગસૂત્ર ધરાવે છે. તેથી અંડકોષો એક જ પ્રકારનાં (X) રંગસૂત્ર ધરાવે છે. જ્યારે શુક્રકોષો (X) / (Y) પ્રકારનાં રંગસૂત્રો ધરાવે છે. તેથી મનુષ્યમાં માદા સમયુગ્મી અને નર વિષમયુગ્મી છે.
(ii) કેટલાંક એવા ઉદાહરણ જોવા મળે છે જેમાં નર સમયુગ્મી અને માદા વિષમયુગ્મી હોય છે. કેટલાંક પક્ષીઓમાં નર (ZZ) લિંગી રંગસૂત્ર ધરાવે છે. માદા (ZW) લિંગી રંગસૂત્ર ધરાવે છે. આવું જ મોથ (ફૂદાં) અને પતંગિયામાં પણ જોવા મળે છે.
(b)
(i) ન જન્મેલા બાળકના લિંગ નિશ્ચયનમાં વિષમયુગ્મી સજીવનો ફાળો હોય છે. મનુષ્યમાં નર વિષમયુગ્મી હોય છે તેથી બાળકની જાતિ નિશ્ચયનમાં નર ભાગ ભજવે છે.
(ii) મગર જેવા કેટલાંક પ્રાણીઓમાં નીચા તાપમાને માદા સંતતિ અને વધુ તાપમાન હોય તો નર સંતતિ ઉત્પન્ન થતી જોવા મળે છે.
પ્રશ્ન 3.
સામાન્ય દષ્ટિ ધરાવતી સ્ત્રી કે જેના પિતા રંગઅંધ હતા, તે સામાન્ય દેષ્ટિ ધરાવતા પુરુષ સાથે લગ્નગ્રંથિથી જોડાય છે. તે સ્ત્રીનાં પુત્રો કે પુત્રીઓમાં રંગઅંધતાની શક્યતા શું હશે ? વંશાવળી નકશાની મદદથી તેનું વર્ણન કરો.
ઉત્તર:
માદા સામાન્ય દૃષ્ટિ ધરાવતી હોય પણ રંગઅંધતાની વાહક હોય અને પિતા XY રંગઅંધ હોય તો તેમના પુત્ર અને પુત્રીમાં રંગઅંધતા થવાની શક્યતા, નીચે પ્રમાણે વંશાવળી ચાર્ટથી દર્શાવી શકાય છે.
પ્રશ્ન 4.
મોર્ગન અને ટુઅર્ટનું યોગદાન જનીનવિધાના ક્ષેત્રમાં ઊંડાણપૂર્વક ચર્ચો.
ઉત્તર:
- ટી.એચ. મોર્ગનને (1866-1945) 1933માં નોબેલ પ્રાઇઝ મળ્યું હતું.
- તેમણે ફળમાખ (ડોસોફીલા મેલેનોમેસ્ટર) પર પ્રયોગો દ્વારા રંગસૂત્રમાં સંલગ્નતાવાદની રજૂઆત કરી હતી.
- તેમણે દર્શાવ્યું કે જનીનો રંગસૂત્ર પર રહેલાં છે. તેમણે સંલગ્નતા વાદ, વ્યતિકરણ, લિંગ-આધારિત આનુવંશિકતા વિશે સમજૂતી આપી.
- તેમણે રંગસૂત્રોનાં મૅપિંગ માટેની પદ્ધતિ વિકસાવી. આલ્ફર્ડ હેન્રી ટુઅર્ટો (1891-1970) સૌપ્રથમ જનીનમૅપની રચના કરી.
- તેમનું મુખ્ય કાર્ય જનીનિક રીતે સંલગ્ન જૂથોનું પૃથક્કરણ હતું. તે રંગસૂત્રોના મૅપિંગમાં હાલના તબક્કે પણ ઉપયોગમાં લેવાય છે.
- તેમનો મુખ્ય ફાળો તેમણે આપેલા સિદ્ધાંત કે બે જનીનો વચ્ચે જોવા મળતાં વ્યતિકરણના દર આધારે તેમની રેખીય જનીનમૅપ પરની નિકટતા જાણી શકાય છે.
પ્રશ્ન 5.
એક્યુપ્લોઇડીને વ્યાખ્યાયિત કરો. તે પોલિપ્લોઇડીથી કેવી રીતે ભિન્ન છે? નીચેની રંગસૂત્રીય અનિયમિતતા ધરાવતી વ્યક્તિઓને વર્ણવોઃ
(a) 21મીરંગસૂત્રીય ટ્રાયસોમી
(b) XXY
(c) Xo
ઉત્તર:
એક્યુપ્લોઇડીનું કારણ નોન-ડિસ્કેક્શન છે. જેના કારણે અર્ધીકરણ દરમિયાન એક કે વધુ રંગસૂત્રોની સંખ્યામાં વધારો કે ઘટાડો જોવા મળે છે.
પોલિપ્લોઇડીની ઘટનામાં સજીવ (n) સંખ્યાના ગુણાંકમાં રંગસૂત્રોની સંખ્યા ધરાવે છે. 3n, 4n વગેરે. પોલિપ્લોઇડી સામાન્ય રીતે વનસ્પતિઓમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે.
(a) ડાઉન્સ સિન્ડ્રોમ 21મા રંગસૂત્રની ટ્રાયસોમીથી થતી દૈહિક રંગસૂત્રની અનિયમિતતા દર્શાવે છે. આવી વ્યક્તિ વામન, ગોળ-મોટું માથું ધરાવે છે, મોં ખુલ્લું રહે છે, જીભ જાડી ને લબડતી હોય છે. ટૂંકી ગરદન, ત્રાંસી, ઢળતાં પોપચાંવાળી આંખ ધરાવે છે. આવી વ્યક્તિ માનસિક મંદતા, અલ્પવિકસિત પ્રજનન અંગો ધરાવે છે.
(b) ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ, લિંગી રંગસૂત્ર સાથે સંકળાયેલ છે. જેમાં XXY બંધારણ જોવા મળે છે. સજીવ નર હોવાં છતાં માદાના લક્ષણો ધરાવે છે. વિકસિત સ્તન, શરીર પર વાળનો અભાવ, વંધ્યતા, તીણો અવાજ, દાઢી-મૂછનો અભાવ જોવા મળે છે.
(c) ટર્નર્સ સિન્ડ્રોમ લિંગી રંગસૂત્રીય અનિયમિતતા છે. XO (મોનોસોમી) બંધારણ દર્શાવે છે. માદા વંધ્ય હોય છે. અંડપિંડ, પ્રજનન અંગો, અલ્પવિકસિત ઢાલ આકારની છાતી, કરચલીવાળી ગરદન, સ્તન અલ્પવિકસિત, ટૂંકું કદ, માનસિક મંદતા જોવા મળે છે.