Gujarat Board GSEB Class 6 Social Science Important Questions Chapter 6 મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક Important Questions and Answers.
GSEB Class 6 Social Science Important Questions Chapter 6 મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો:
પ્રશ્ન 1.
ચંદ્રગુપ્ત મૌર્યનો શાસનકાળ જણાવો.
A. ઈ. સ. પૂર્વે 321થી ઈ. સ. પૂર્વે 297
B. ઈ. સ. પૂર્વે 273થી ઈ. સ. પૂર્વે 232
C. ઈ. સ. પૂર્વે 232થી ઈ. સ. પૂર્વે 219
D. ઈ. સ. પૂર્વે 297થી ઈ. સ. પૂર્વે 273
ઉત્તરઃ
A. ઈ. સ. પૂર્વે 321થી ઈ. સ. પૂર્વે 297
પ્રશ્ન 2.
મૌર્યવંશની જાણકારી મેળવવામાં કયા સ્ત્રોતનો સમાવેશ થતો નથી?
A. ‘અર્થશાસ્ત્ર’નો
B. ‘ઇન્ડિકા’નો
C. ‘મેઘદૂત’નો
D. ‘મુદ્રારાક્ષસ’નો
ઉત્તરઃ
C. ‘મેઘદૂત’નો
પ્રશ્ન ૩.
ચંદ્રગુપ્ત મૌર્યે કયા ગ્રીક રાજાને પરાજય આપ્યો હતો?
A. સિકંદરને
B. મૅગેનિસને
C. સેલ્યુકસને
D. ફિલિપને
ઉત્તરઃ
C. સેલ્યુકસને
પ્રશ્ન 4.
ચાણક્ય કયા ગોત્રના હતા?
A. ભારદ્વાજ
B. કૌટિલ્ય
C. વરુણ
D. અત્રિ
ઉત્તરઃ
B. કૌટિલ્ય
પ્રશ્ન 5.
ચંદ્રગુપ્તના રાજદરબારમાં કયો ગ્રીક રાજદૂત આવ્યો હતો?
A. નિકેતર
B. સિકંદર
C. મૅગેસ્થનિસ
D. યુઆન શ્વાંગ
ઉત્તરઃ
C. મૅગેસ્થનિસ
પ્રશ્ન 6.
મૅગેસ્થનિસના કયા ગ્રંથમાંથી મગધ સામ્રાજ્યની આધારભૂત જાણકારી મળે છે?
A. દીપવંશમાંથી
B. મહાવંશમાંથી
C. ઇન્ડિકામાંથી
D. અર્થશાસ્ત્રમાંથી
ઉત્તરઃ
C. ઇન્ડિકામાંથી
પ્રશ્ન 7.
ચંદ્રગુપ્ત મોર્યે ગિરિનગર(જૂનાગઢ)ના રાષ્ટ્રીય રાજ્યપાલ) તરીકે કોની નિમણૂક કરી હતી?
A. વિષ્ણુગુપ્તની
B. પુષ્યગુપ્તની
C. બિંદુસારની
D. સુશીમની
ઉત્તરઃ
B. પુષ્યગુપ્તની
પ્રશ્ન 8.
ગિરિનગર(જૂનાગઢ)માં પુષ્યગુપ્ત કયા તળાવનું નિર્માણ કરાવ્યું હતું?
A. મલાવ તળાવનું
B. સુદર્શન તળાવનું
C. સહસ્ત્રલિંગ તળાવનું
D. મુનસર તળાવનું
ઉત્તરઃ
B. સુદર્શન તળાવનું
પ્રશ્ન 9.
ચંદ્રગુપ્ત જીવનનો અંતિમ સમય કયા જૈનમુનિ સાથે વિતાવ્યો હતો?
A. મેરુતંગચાર્ય
B. શિલગુણસુરી
C. ભદ્રબાહુ
D. બુદ્ધિસાગર
ઉત્તરઃ
C. ભદ્રબાહુ
પ્રશ્ન 10.
ચંદ્રગુપ્ત મૌર્યે તેનો અંતિમ સમય કયા સ્થળે વિતાવ્યો હતો?
A. વૈશાલી
B. પાટલિપુત્ર
C. કંદહાર
D. શ્રવણ બેલગોડા
ઉત્તર:
D. શ્રવણ બેલગોડા
પ્રશ્ન 11.
‘મુદ્રારાક્ષસ’ નાટકનું સર્જન કોણે કર્યું હતું?
A. કલ્હણે
B. વિશાખદત્તે
C. કૌટિલ્ય
D. પાણિનિએ
ઉત્તરઃ
B. વિશાખદત્તે
પ્રશ્ન 12.
એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે?
A. ગ્રાન્ડ ટૂંક રોડ
B. કોલકાતાથી આગરાનો રોડ
C. દિલ્હીથી મુંબઈનો રોડ
D. કોલકાતાથી દિલ્લીનો રોડ
ઉત્તરઃ
A. ગ્રાન્ડ ટૂંક રોડ
પ્રશ્ન 13.
‘ગ્રાન્ડ ટૂંક રોડ’નું બીજી વખત કોણે નિર્માણ કરાવ્યું હતું?
A. અશોકે
B. બિંદુસારે
C. શેરશાહ સૂરીએ
D. અકબરે
ઉત્તરઃ
C. શેરશાહ સૂરીએ
પ્રશ્ન 14.
બિંદુસારે અવંતિના રાષ્ટ્રીય (રાજ્યપાલ) તરીકે કોની નિમણૂક કરી હતી?
A. સુશીમની
B. પુષ્યગુપ્તની
C. અશોકની
D. ઉપગુપ્તની
ઉત્તરઃ
C. અશોકની
પ્રશ્ન 15.
અશોકે કયા બોદ્ધ સાધુના ઉપદેશથી બોદ્ધ શાસ્ત્રોનું શરણું લીધું?
A. ગૌતમ બુદ્ધના
B. ઉપગુપ્તના
C. આનંદના
D. મોગલીપુત્ત તિષ્યના
ઉત્તરઃ
B. ઉપગુપ્તના
પ્રશ્ન 16.
અશોકે કેટલામી બૌદ્ધ ધર્મપરિષદ બોલાવી હતી?
A. પહેલી
B. ત્રીજી
C. બીજી
D. ચોથી
ઉત્તરઃ
B. ત્રીજી
પ્રશ્ન 17.
ત્રીજી બૌદ્ધ ધર્મપરિષદ કોના અધ્યક્ષપદે ભરવામાં આવી હતી?
A. સંઘમિત્રાના
B. વસુમિત્રના
C. મોગલીપુત્ત તિષ્યના
D. ઉપગુપ્તના
ઉત્તરઃ
C. મોગલીપુત્ત તિષ્યના
પ્રશ્ન 18.
મોર્ય શાસનમાં ખેતી વિભાગના વડાને કયા નામથી ઓળખવામાં આવતો?
A. મહાઅક્ષપટલ
B. સીતાધ્યક્ષ
C. મુદ્રાધ્યક્ષ
D. પપ્પાધ્યક્ષ
ઉત્તરઃ
B. સીતાધ્યક્ષ
પ્રશ્ન 19.
ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે?
A. અમરેલી
B. જૂનાગઢ
C. સુરેન્દ્રનગર
D. રાજકોટ
ઉત્તરઃ
B. જૂનાગઢ
પ્રશ્ન 20.
ચાણક્ય કયા વિષયમાં નિપુણ હતા?
A. અર્થશાસ્ત્રમાં
B. તર્કશાસ્ત્રમાં
C. સમાજશાસ્ત્રમાં
D. માનસશાસ્ત્રમાં
ઉત્તરઃ
A. અર્થશાસ્ત્રમાં
પ્રશ્ન 21.
ક્યા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હૃદયપરિવર્તન થયું?
A. કૌશામ્બીના
B. ઉજ્જૈનના
C. તક્ષશિલાના
D. કલિંગના
ઉત્તરઃ
D. કલિંગના
પ્રશ્ન 22.
અંગ્રેજ શાસનકાળ દરમિયાન ગ્રાન્ડ ટૂંક રોડનું પુનઃનિર્માણ કોણે કરાવ્યું હતું?
A. વેલેસ્લીએ
B. ડફરિને
C. ડેલહાઉસીએ
D. વિલિયમ બેન્ટિકે
ઉત્તરઃ
C. ડેલહાઉસીએ
પ્રશ્ન 23.
ચંદ્રગુપ્તના અવસાન બાદ મગધની ગાદીએ કોણ આવ્યું હતું?
A. કુણાલ
B. દશરથ
C. દેવવર્મા
D. બિંદુસાર
ઉત્તરઃ
D. બિંદુસાર
પ્રશ્ન 24.
કલિંગના કયા રાજા સામે અશોકે યુદ્ધ કર્યું હતું?
A. જયંત સામે
B. શશાંક સામે
C. દેવવર્મા સામે
D. અંભિક સામે
ઉત્તરઃ
A. જયંત સામે
પ્રશ્ન 25.
અશોકના પિતાનું નામ શું હતું?
A. બિંબિસાર
B. બિંદુસાર
C. ચંદ્રગુપ્ત મૌર્ય
D. અજાતશત્રુ
ઉત્તરઃ
B. બિંદુસાર
પ્રશ્ન 26.
મૌર્ય શાસનમાં વહીવટીતંત્રનું નાનામાં નાનું એકમ ક્યું હતું?
A. આહાર
B. સંગ્રહણ
C. ગોપ
D. ગ્રામ
ઉત્તરઃ
D. ગ્રામ
પ્રશ્ન 27.
ઈ. સ. પૂર્વે 185માં મગધની ગાદી પર શૃંગવંશની સ્થાપના કોણે કરી?
A. રાજમિત્ર શૃંગે
B. દેવમિત્ર શૃંગે
C. પુષ્યમિત્ર શૃંગે
D. શતમિત્ર શૃંગે
ઉત્તર:
C. પુષ્યમિત્ર શૃંગે
યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો:
1. સારનાથનો વિશાળ સ્તંભ સમ્રાટ ……………………… દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો.
ઉત્તરઃ
અશોક
2. તક્ષશિલાના આચાર્ય ………………………… કૌટિલ્ય ગોત્રના હતા.
ઉત્તરઃ
વિષ્ણુગુપ્ત
૩. નંદવંશના અંતિમ સમ્રાટ ………………………. ને હરાવીને ચંદ્રગુપ્ત મગધની ગાદી સંભાળી.
ઉત્તરઃ
ધનનંદ
4. સૌરાષ્ટ્રમાં …………………………….. સુદર્શન તળાવ બંધાવ્યું હતું.
ઉત્તરઃ
પુષ્યગુપ્ત
5. પાટલિપુત્રમાં રોકાણ દરમિયાન મૅગેનિસે ………………………………. નામનો ગ્રંથ લખ્યો હતો.
ઉત્તરઃ
‘ઇન્ડિકા’
6. ……………………….. નો સ્તંભ ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે.
ઉત્તરઃ
સારનાથ
7. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા સ્થાપવામાં આવેલું ભારતનું ……………………………. પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે.
ઉત્તરઃ
મૌર્ય સામ્રાજ્ય
8. વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટૂંક રોડ દિલ્લીથી ………………………… સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે.
ઉત્તરઃ
કોલકાતા
9. આચાર્ય વિષ્ણુગુપ્ત …………………………. ના નામે ઓળખાય છે.
ઉત્તરઃ
ચાણક્ય
10. અશોકના મોટા ભાગના અભિલેખોની લિપિ ……………………………. છે.
ઉત્તરઃ
બ્રાહ્મી
11. સમ્રાટ અશોકે ……………………….. ધર્મ સ્વીકાર્યો હતો.
ઉત્તરઃ
બૌદ્ધ
12. બૌદ્ધધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ………………………… અશોક બની ગયો.
ઉત્તરઃ
ધર્માનુરાગી
13. અશોકના રાજ્યમાં ધર્મખાતાનો ઉપરી અધિકારી) …………………………. રહેતો.
ઉત્તર:
ધમ્મ મહામાત્ર
14. મોર્ય વહીવટીતંત્રમાં આહારનો અધિકારી ………………………… કહેવાતો.
ઉત્તર:
રાજુક
15. મૌર્ય પ્રાદેશિક વહીવટીતંત્રમાં પ્રદેશનો અધિકારી ……………………… કહેવાતો.
ઉત્તર:
પ્રાદેશિક
16. ગુજરાતનો અશોકનો શિલાલેખ …………………….. ભાષામાં લખાયેલ છે.
ઉત્તર:
પ્રાકૃત
17. અશોકે પાટલિપુત્રમાં ………………………. ના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ ધર્મપરિષદ બોલાવી હતી.
ઉત્તર:
મોગલીપુત્ત તિષ્ય (તિસ્સા)
18. અશોકે પુત્ર ………………………. અને પુત્રી …………………………… ને બૌદ્ધધર્મના પ્રચાર માટે સિલોન (શ્રીલંકા) મોકલ્યાં હતાં.
ઉત્તર:
મહેન્દ્ર, સંઘમિત્રા
19. અશોકે ……………………. ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો.
ઉત્તર:
બૌદ્ધ
20. ચંદ્રગુપ્તના વહીવટીતંત્રના મુખ્યમંત્રી …………………………… હતા.
ઉત્તર:
વિષ્ણુગુપ્ત (ચાણક્ય)
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
1. ગ્રીક રાજા રુદ્રદામાને હરાવીને ચંદ્રગુપ્ત ચાર પ્રદેશો જીત્યા હતા.
ઉત્તર:
ખરું
2. ચંદ્રગુપ્ત જીવનનાં છેલ્લાં વર્ષોમાં બૌદ્ધધર્મ અંગીકાર કર્યો હતો.
ઉત્તર:
ખોટું
૩. ગ્રાન્ડ ટૂંક રોડ (STR) એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે.
ઉત્તર:
ખરું
4. ગ્રીક રાજા સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી.
ઉત્તર:
ખરું
5. સૌરાષ્ટ્રમાં પણ ચંદ્રગુપ્ત મૌર્યના શાસનના આધારો મળ્યા છે.
ઉત્તર:
ખરું
6. વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટૂંક રોડ દિલ્લીથી કન્યાકુમારી સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે.
ઉત્તર:
ખોટું
7. સમ્રાટ અશોકને રાજગાદી મેળવવા સાવકા ભાઈઓ સાથે સંઘર્ષ કરવો પડ્યો હતો.
ઉત્તર:
ખરું
8. અશોક શિલાલેખો દ્વારા પોતાનો સંદેશો પ્રજા સુધી પહોંચાડ્યો હતો.
ઉત્તર:
ખરું
9. ગુજરાતના અશોકના શિલાલેખમાં પાંચ રાજવીઓના લેખ છે.
ઉત્તર:
ખોટું
10. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં વહીવટીતંત્રના ત્રણ વિભાગો હતા.
ઉત્તરઃ
ખરું
11. મૌર્ય સામ્રાજ્યના વહીવટીતંત્રનો નાનામાં નાનો એકમ આહાર હતો.
ઉત્તરઃ
ખોટું
12. સારનાથનો સિંહસ્તંભ ચંદ્રગુપ્ત મોર્યે બંધાવ્યો હતો.
ઉત્તરઃ
ખોટું
13. આપણા દેશની દરેક ચલણી નોટ અને સિક્કા પર સારનાથના સિંહસ્તંભનું ચિત્ર હોય છે.
ઉત્તરઃ
ખરું
14. સમ્રાટ અશોક મગધ સામ્રાજ્યનો સ્થાપક હતો.
ઉત્તરઃ
ખોટું
15. કલિંગનું રાજ્ય દક્ષિણ ભારતમાં હતું.
ઉત્તરઃ
ખોટું
16. કલિંગ પર મેળવેલા વિજયમાં સમ્રાટ અશોક પોતાની સામે જ હારી ગયો.
ઉત્તરઃ
ખરું
17. બોદ્ધ સાધુ સમુદ્રગુપ્તના ઉપદેશથી સમ્રાટ અશોકે શસ્ત્ર સંન્યાસ લીધો.
ઉત્તરઃ
ખોટું
18. સમ્રાટ અશોકે બૌદ્ધધર્મના પ્રચાર માટે દેશભરમાં પ્રવાસ કર્યો.
ઉત્તરઃ
ખરું
19. સમ્રાટ અશોકના પિતાનું નામ બિંદુસાર હતું.
ઉત્તરઃ
ખરું
બંધબેસતાં જોડકાં રચોઃ
1.
વિભાગ ‘અ’ (કૃતિ) | વિભાગ ‘બ’ (કતા) |
(1) અર્થશાસ્ત્ર | (1) બૌદ્ધગ્રંથો |
(2) મુદ્રારાક્ષસ | (2) અશ્વઘોષ |
(3) ઇન્ડિકા | (3) વિશાખદત્ત |
(4) દીપવંશ અને મહાવંશ | (4) મૅગેસ્થનિસ |
(5) ચાણક્ય |
ઉત્તર:
વિભાગ ‘અ’ (કૃતિ) | વિભાગ ‘બ’ (કતા) |
(1) અર્થશાસ્ત્ર | (5) ચાણક્ય |
(2) મુદ્રારાક્ષસ | (3) વિશાખદત્ત |
(3) ઇન્ડિકા | (4) મૅગેસ્થનિસ |
(4) દીપવંશ અને મહાવંશ | (1) બૌદ્ધગ્રંથો |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં લખો:
પ્રશ્ન 1.
ચંદ્રગુપ્ત મૌર્યે ગ્રીક રાજા સેલ્યુકસને હરાવી ક્યા કયા પ્રદેશો જીત્યા હતા?
ઉત્તર:
ચંદ્રગુપ્ત મૌર્યે ગ્રીક રાજા સેલ્યુકસને હરાવી આ ચાર પ્રદેશો જીત્યા હતા:
- કાબુલ,
- કંદહાર,
- હેરાત અને
- બલુચિસ્તાન.
પ્રશ્ન 2.
અર્થશાસ્ત્ર ગ્રંથમાંથી મૌર્ય સામ્રાજ્યની કઈ માહિતી મળે છે?
ઉત્તર:
‘અર્થશાસ્ત્ર’ ગ્રંથમાંથી મૌર્ય સામ્રાજ્યની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે.
પ્રશ્ન 3.
મૅગેસ્થનિસના ગ્રંથ ‘ઇન્ડિકા’માંથી કઈ આધારભૂત જાણકારી મળે છે?
ઉત્તર:
મૅગેનિસના ગ્રંથ ‘ઇન્ડિકા’માંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટને લગતી અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે.
પ્રશ્ન 4.
ચંદ્રગુપ્ત મૌર્યે બનાવેલા ગ્રાન્ડ ટૂંક રોડનો વિસ્તાર જણાવો.
ઉત્તરઃ
ચંદ્રગુપ્ત મોર્ચે બનાવેલો ગ્રાન્ડ ટૂંક રોડ એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. તે તામ્રલિપ્તિથી તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો.
પ્રશ્ન 5.
મુઘલ કાળમાં કયા શાસકે ગ્રાન્ડ ટૂંક રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું?
ઉત્તર:
મુઘલ કાળમાં સૂરીવંશના શાસક શેરશાહે ગ્રાન્ડ ટૂંક રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું.
પ્રશ્ન 6.
વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટૂંક રોડ કયા નામે ઓળખાય છે?
ઉત્તરઃ
વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટૂંક રોડ દિલ્લીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે.
પ્રશ્ન 7.
બિંદુસારના સમયમાં તક્ષશિલાનો બળવો કોણે દબાવ્યો હતો?
ઉત્તર:
બિંદુસારના સમયમાં તક્ષશિલાનો બળવો અશોકે દબાવ્યો હતો.
પ્રશ્ન 8.
પિતાના અવસાન પછી અશોકને રાજગાદી સંભાળતાં કેટલો સમય લાગ્યો હતો? શા માટે?
ઉત્તર:
પિતાના અવસાન પછી અશોકને રાજગાદી સંભાળતાં ચાર વર્ષ જેટલો સમય લાગ્યો હતો. કારણ કે અશોકને મોટા ભાઈ સુશીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે સંઘર્ષ કરવો પડ્યો હતો.
પ્રશ્ન 9.
આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ કઈ લિપિમાંથી વિકસી છે?
ઉત્તરઃ
આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે.
પ્રશ્ન 10.
ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે?
ઉત્તર:
ગુજરાતમાં અશોકનો શિલાલેખ જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં તળેટીમાં દામોદર કુંડ પાસે આવેલો છે.
પ્રશ્ન 11.
અશોકના શિલાલેખમાં કયા ત્રણ રાજવીઓના લેખ છે?
ઉત્તરઃ
અશોકના શિલાલેખમાં આ ત્રણ રાજવીઓના લેખ છેઃ
- મહાક્ષત્રપ રુદ્રદામાનો,
- ચંદ્રગુપ્ત મૌર્યના રાષ્ટ્રીય પુષ્યગુપ્તનો અને
- અશોકના રાષ્ટ્રીય યવનરાજનો.
પ્રશ્ન 12.
અશોકના શાસનમાં ધર્મખાતાના ઉપરી (અધિકારી)ની શી ભૂમિકા હતી?
ઉત્તર:
અશોકના શાસનમાં ધર્મખાતાના ઉપરી(અધિકારી)એ પ્રજામાં બૌદ્ધધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાની કામગીરી કરવાની હતી.
પ્રશ્ન 13.
સમ્રાટ અશોકે ભગવાન બુદ્ધના કયા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો?
ઉત્તરઃ
સમ્રાટ અશોકે ભગવાન બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, અનુકંપા અને સદાચાર વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો.
પ્રશ્ન 14.
અશોકે કોના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી? એ પરિષદનો મુખ્ય હેતુ શો હતો?
ઉત્તરઃ
અશોકે મોગલીપુત્ત તિષ્યતિસ્સા)ના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી. પાટલિપુત્રમાં ભરાયેલી આ બૌદ્ધ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધધર્મમાં ઊભા થયેલા મતમતાંતરો દૂર કરી ધર્મમાં ધાર્મિક એકતા સ્થાપવાનો હતો.
પ્રશ્ન 15.
સમ્રાટ અશોકે ભારતનાં કયાં કયાં રાજ્યોમાં બૌદ્ધધર્મનો પ્રચાર કર્યો હતો?
ઉત્તરઃ
સમ્રાટ અશોકે ભારતનાં કશ્મીર, પાંડ્ય, ચોલ, કેરલ અને ગાંધાર રાજ્યોમાં બૌદ્ધધર્મનો પ્રચાર કર્યો હતો.
પ્રશ્ન 16.
સમ્રાટ અશોકે કયા કયા દેશોમાં બૌદ્ધધર્મનો પ્રચાર કર્યો હતો?
ઉત્તરઃ
સમ્રાટ અશોકે બ્રહ્મદેશ (મ્યાનમાર), સિલોન (શ્રીલંકા), સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં બૌદ્ધધર્મનો પ્રચાર કર્યો હતો.
પ્રશ્ન 17.
વિશાળ મૌર્ય સામ્રાજ્યનો વ્યવસ્થિત વહીવટ ચલાવવામાટેનું આયોજન કોણે કર્યું હતું?
ઉત્તર:
વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી આદર્શ રાજ્યવહીવટ કરવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર અર્થશાસ્ત્રી રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય (કોટિલ્ય) કર્યું હતું.
પ્રશ્ન 18.
મૌર્ય સામ્રાજ્યમાં વહીવટી તંત્રના કેટલા વિભાગો હતા? કયા કયા?
ઉત્તર:
મૌર્ય સામ્રાજ્યમાં વહીવટી તંત્રના આ ત્રણ વિભાગો હતાઃ
- કેન્દ્રીય,
- પ્રાંતીય અને
- પ્રાદેશિક (સ્થાનિક).
પ્રશ્ન 19.
મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રમાં સમ્રાટની કઈ ભૂમિકા હતી?
ઉત્તરઃ
મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રમાં સમ્રાટ શાસનવ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો. તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો.
પ્રશ્ન 20.
મોર્ય શાસનમાં ગામનો વહીવટ કોણ કરતું હતું?
ઉત્તરઃ
મૌર્ય શાસનમાં ગામનો ઉપરી ગ્રામસી ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગામનો વહીવટ કરતો હતો.
પ્રશ્ન 21.
મૌર્ય શાસનમાં રાષ્ટ્રીય(રાજ્યપાલ)નું મુખ્ય કાર્ય કર્યું હતું?
ઉત્તરઃ
મૌર્ય શાસનમાં રાષ્ટ્રીય(રાજ્યપાલ)નું મુખ્ય કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ-વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા, રાજ્યના આદેશોનું પાલન કરવું તેમજ પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટને વાકેફ રાખવા વગેરે હતું.
નીચેના પ્રશ્નોના ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
મૌર્યવંશની જાણકારી મેળવવાના સ્ત્રોત જણાવો.
ઉત્તરઃ
મૌર્યવંશની જાણકારી મેળવવાના સ્ત્રોત આ મુજબ છે:
- કૌટિલ્યકત અર્થશાસ્ત્ર,
- મૅગેનિસનો ગ્રંથ ઇન્ડિકા,
- દીપવંશ અને મહાવંશ જેવા બૌદ્ધગ્રંથો,
- વિશાખદત્તનું મુદ્રારાક્ષસ નાટક અને
- મૌર્ય સમ્રાટોએ કોતરાવેલ શિલાલેખો, સ્તંભલેખો, સ્તૂપો અને વિહારો વગેરે.
પ્રશ્ન 2.
બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશની સમ્રાટ અશોક પર શી અસરો થઈ?
ઉત્તરઃ
બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી સમ્રાટ અશોકે શસ્ત્રસંન્યાસ લીધો. તેણે ભવિષ્યમાં કદી યુદ્ધ ન કરવાનો નિર્ણય કર્યો. બૌદ્ધધર્મ અંગીકાર કરી તે રાજદ્વારીમાંથી ધર્માનુરાગી બની ગયો. બૌદ્ધધર્મના પ્રચાર-પ્રસાર માટે તેણે શિલાલેખો, મઠો, વિહારો, તૂપો વગેરે બંધાવ્યાં.
પ્રશ્ન 3.
સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યનું સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું?
ઉત્તરઃ
સમ્રાટ ચંદ્રગુપ્તનું સામ્રાજ્ય ઉત્તરમાં પેશાવરથી લઈને છેક કંદહાર સુધી હતું. પૂર્વમાં બંગાળા અને પશ્ચિમ ભારતમાં સૌરાષ્ટ્ર સુધી અને દક્ષિણ ભારતમાં કોંકણ, મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધી ફેલાયેલું હતું.
પ્રશ્ન 4.
સમ્રાટ અશોકનું હૃદયપરિવર્તન કયાં કારણોસર થયું?
ઉત્તર:
કલિંગ(ઓડિશા)ના યુદ્ધનાં પરિણામો જોઈને સમ્રાટ અશોકના હૃદયમાં અત્યંત દુઃખ થયું. તેના વિજયનો આનંદ ઊડી ગયો. તેના મનની શાંતિ ચાલી ગઈ. અનેક રાતો તે ઊંઘી શક્યો નહિ. તેને ઘણો સંતાપ અને પશ્ચાત્તાપ થયો. તેને સમજાયું કે યુદ્ધમાં મેળવેલો વિજય એ સાચો વિજય નથી. આટલા બધા માણસોને મારીને મેં શું મેળવ્યું? લાખો સ્ત્રીઓ અને બાળકોના નિસાસા જ ને? એ સમયે બૌદ્ધ સાધુ ઉપગુપ્ત સમ્રાટ અશોકને સત્ય, અહિંસા, કરુણા અને સદાચરણનો ઉપદેશ આપ્યો. એ ઉપદેશથી તેને અપાર શાંતિ મળી. પરિણામે સમ્રાટ અશોકનું હૃદયપરિવર્તન થયું.
પ્રશ્ન 5.
ગુજરાતમાં આવેલા અશોકના શિલાલેખોની માહિતી આપો.
ઉત્તર:
ગુજરાતના જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં અશોકનો શિલાલેખ આવેલો છે. તે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. અશોકના આ શિલાલેખમાં અન્ય ત્રણ રાજવીઓના લેખો છે. તેમાં એક ક્ષત્રપવંશના રાજા મહાક્ષત્રપ રુદ્રદામાનો લેખ છે. બીજા લેખમાં ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્પગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ સુદર્શન તળાવ વિશે અને ત્રીજા લેખમાં અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા ‘ સિંચાઈ માટે નહેરો કાઢવાની વિગતો આપવામાં આવી છે.
પ્રશ્ન 6.
સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શું કર્યું?
ઉત્તર:
સમ્રાટ અશોકે બૌદ્ધધર્મના પ્રચાર માટે આ કાય કર્યા:
- તે દેશભરમાં ફર્યો.
- તેણે તેના અધિકારીઓને બૌદ્ધધર્મનો ઉપદેશ આપવા આજ્ઞા આપી.
- તેણે બૌદ્ધધર્મના પ્રચાર માટે તેના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને સિલોન (શ્રીલંકા) મોકલ્યા.
- તેણે દેશમાં શિકાર કરવા પર પ્રતિબંધ મૂક્યો.
- તેણે યજ્ઞોમાં થતી પશુહિંસા બંધ કરાવી.
- તેણે બૌદ્ધધર્મનો ઉપદેશ લોકો સુધી પહોંચાડવા ઠેર ઠેર શિલાલેખો કોતરાવ્યા.
- તેણે દેશવિદેશમાં બૌદ્ધ સાધુઓને રહેવા માટે વિહારો અને મઠો તથા પૂજા માટે સ્તૂપો બંધાવ્યા.
- રાજ્યમાં ધર્મખાતાની રચના કરી પ્રજાનું નૈતિક મૂલ્ય ઊંચું લાવવાનું કાર્ય કર્યું.
પ્રશ્ન 7.
સમ્રાટ અશોક ઈતિહાસમાં એક મહાન રાજા શાથી કહેવાય છે?
અથવા
કારણો આપોઃ સમ્રાટ અશોક ઇતિહાસમાં એક મહાન રાજવી કહેવાય છે.
ઉત્તરઃ
સમ્રાટ અશોકે ખટપટો કરી રાજ્ય મેળવ્યું અને તેનો વિસ્તાર કર્યો. તેણે મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું. કલિંગ (ઓડિશા) પર વિજય મેળવવાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા તેણે તેના પર આક્રમણ કરી વિજય મેળવ્યો. પરંતુ યુદ્ધભૂમિ પર થયેલા લોહિયાળ હત્યાકાંડને જોઈને તેને ઘણો સંતાપ અને પશ્ચાત્તાપ થયાં. તેનું હૃદયપરિવર્તન થયું. તેણે ભવિષ્યમાં કદી યુદ્ધ ન કરવાનો નિર્ણય ર્યો. તે ધમપદેશક બની ગયો. વિજેતા બન્યા પછી હંમેશને માટે શસ્ત્રો હેઠાં મૂકી દઈ બૌદ્ધધર્મનાં મૂલ્યોને અનુસરીને તેનો પ્રચાર કરનાર અશોક જેવો બીજો કોઈ રાજા જગતમાં થયો નથી. તેથી સમ્રાટ અશોક ઇતિહાસમાં એક મહાન રાજા કહેવાય છે.
પ્રશ્ન 8.
મૌર્યવંશનું પતન કેવી રીતે થયું?
ઉત્તર:
એક સમયે સમગ્ર ભારતમાં મૌર્ય સામ્રાજ્ય ફેલાયેલું હતું. જૈન અને બૌદ્ધગ્રંથોમાંથી મળેલી માહિતી અનુસાર મૌર્યવંશનાં રાજાઓનું શાસન 137 વર્ષ સુધી ચાલ્યું હતું. અશોક પછીના શાસકો સબળ ન હતા. મૌર્યવંશના અંતિમ રાજા બૃહદ્રથની પકડ પ્રજા કે તેના ઉપર ન હતી. તેના નિર્મળ શાસનનો લાભ લઈ તેના જ સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી તેની હત્યા કરી હતી. આમ, મૌર્યવંશના છેલ્લા શાસકનો અંત આવ્યો અને ઈ. સ. પૂર્વે 185માં ભારતમાં શૃંગવંશની સ્થાપના થઈ.
ટૂંક નોંધ લખો:
પ્રશ્ન 1.
મૌર્યવંશનો સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય
ઉત્તરઃ
કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્ત તક્ષશિલાના ચંદ્રગુપ્તને તક્ષશિલા લઈ જઈને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. વિષ્ણુગુપ્તની તાલીમ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યે ઈ. સ. પૂર્વે 321માં નંદવંશના અંતિમ શાસક ધનનંદને હરાવીને મગધ પર મોર્યવંશની સ્થાપના કરી. તેણે ગ્રીક રાજા સેલ્યુકસ નિતરને હરાવી ચાર પ્રદેશો જીત્યા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. ચંદ્રગુપ્ત લગભગ સમગ્ર ભારતમાં સાર્વભૌમ સત્તા સ્થાપી હતી. ચંદ્રગુપ્ત જીવનનો અંતિમ સમય શ્રવણ બેલગોડા(કર્ણાટક)માં જૈનમુનિ ભદ્રબાહુ સાથે વિતાવ્યો હતો. ભારતમાં સૌપ્રથમ સામ્રાજ્ય સ્થાપનાર ચંદ્રગુપ્ત મૌર્યે મગધની ગાદી પર 24 વર્ષ સુધી શાસન કર્યું હતું.
પ્રશ્ન 2.
ગ્રાન્ડ ટૂંક રોડ
ઉત્તર:
વર્તમાન સમયમાં ચતુર્ભુજ બનાવવામાં આવતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના પાયામાં મૌર્યયુગમાં બનાવવામાં આવેલો ગ્રાન્ડ ટૂંક રોડ છે. તે એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ છે. ગ્રાન્ડ : ટૂંક રોડGTR)નું બાંધકામ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તે સમયે આ રોડ તામ્રલિપ્તિથી તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય : એશિયાને જોડતો હતો. એટલે કે, તે ગંગાના મેદાનથી ગંધાર ; સુધી જતો હતો. આ રોડનું પુનઃનિર્માણ મુઘલ સમયમાં શેરશાહ સૂરીએ કરાવ્યું હતું. અંગ્રેજ શાસનકાળ દરમિયાન ગવર્નર જનરલ
ડેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું.
પ્રશ્ન 3.
મૌર્યયુગનું વહીવટી તંત્ર
ઉત્તરઃ
મૌર્યયુગમાં વહીવટી તંત્રના ત્રણ વિભાગો હતા:
(1) કેન્દ્રીય, (2) પ્રાંતીય અને (3) પ્રાદેશિક.
કેન્દ્રીય વહીવટી તંત્રમાં સમ્રાટ શાસનવ્યવસ્થામાં કેન્દ્રસ્થાને હતો. તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. ચાણક્ય મૌર્યયુગનો વહીવટ કુલ 18 ખાતામાં દર્શાવ્યો છે. પ્રાંતીય વહીવટી તંત્રને પાંચ વિભાગમાં વહેંચવામાં આવ્યો હતો. પ્રાંતના વડા તરીકે રાજ્યપાલ હતો. પ્રાદેશિક વહીવટી તંત્રમાં પ્રાંતને આહાર અને આહારને પ્રદેશમાં વહેંચવામાં આવ્યો હતો. વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ હતું. ગ્રામનો વહીવટ ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામણી કરતો હતો. મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રમાં ખેતી વિભાગનો ઉપરી સીતાધ્યક્ષ અને લશ્કરખાતાનો વડો સેનાની તરીકે ઓળખાતો હતો.
વિચારો પ્રશ્નોત્તર
પ્રશ્ન 1.
વર્તમાન સમયમાં તમારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ વિશે માહિતી મેળવવી હોય તો તમે કેવી રીતે મેળવી શકશો?
ઉત્તર:
વર્તમાન સમયમાં આપણે કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ વિશે માહિતી મેળવવી હોય તો નીચે મુજબનાં માધ્યમોથી મેળવી શકીએ છીએ:
(1) ઈન્ટરનેટના માધ્યમથી વિકિપીડિયા (wikipedia) પર કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ વિશેની માહિતી સવિસ્તાર મેળવી શકાય છે.
(2) ઈન્ટરનેટના માધ્યમથી કોઈ પણ પ્રકારના પુસ્તક કે સ્થળની માહિતી મેળવી શકાય છે. કયું સ્થળ ક્યાં આવેલું છે, કઈ રીતે ત્યાં જઈ શકાય વગેરે માહિતી મેળવી શકાય છે.
(3) વર્તમાન સમયમાં મોટા ભાગનાં પુસ્તકાલયો અદ્યતન હોવાથી તેમાંથી માહિતી મેળવી શકાય છે.
(4) વર્તમાન સમયમાં કોઈ જાણીતી વ્યક્તિની માહિતી મેળવવી હોય તો સોશ્યિલ મીડિયાના માધ્યમથી મેળવી શકાય છે.
પ્રશ્ન 2.
કલિંગના યુદ્ધ પછી અશોકના વિચારોમાં કયું પરિવર્તન આવ્યું?
ઉત્તર:
કલિંગના યુદ્ધ પછી અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાત્તાપની લાગણી થઈ. તેને યુદ્ધની નિરર્થકતા સમજાઈ. જીવનભર હવે યુદ્ધ નહિ કરવાનો તેણે નિર્ણય કર્યો. તેનું હૃદયપરિવર્તન થયું. લોકોને ભયથી નહિ પણ પ્રેમથી જીતવા અનેક લોકોપયોગી કાર્યો કરવાનો તેણે દઢ નિર્ણય કર્યો. અશોક ધર્મપ્રેમી બન્યો. તેણે રાજ્યમાં હિંસા બંધ કરાવી. સમગ્ર જીવન બુદ્ધના શરણે મૂકીને તેણે બૌદ્ધધર્મનો પ્રચાર કર્યો. તેણે પોતાનાં બાળકોને બૌદ્ધધર્મના સંસ્કારો આપ્યા. આમ, કલિંગના યુદ્ધ પછી અશોક બૌદ્ધધર્મનો પ્રચારક અને ઉપદેશક બની ગયો.
પ્રશ્ન 3.
આ પ્રકરણમાં આપેલા નકશાનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો:
• અશોકના શિલાલેખો ક્યાંથી મળી આવ્યા છે?
• આ સ્થળો વર્તમાન સમયમાં ક્યાં આવેલાં છે તે શોધો.
ઉત્તર:
અશોકના શિલાલેખો ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાલમાંથી મળી આવ્યા છે:
આ સ્થળો વર્તમાન સમયમાં નીચેની જગ્યાએ આવેલાં છે:
1. બૃહદ શિલાલેખ
(1) મનસેહરા (પાકિસ્તાન- હજારા જિલ્લો)
(2) શાહબાઝગઢી (પેશાવર – પાકિસ્તાન)
(3) કાલસી, (દેહરાદૂન જિલ્લો – ઉત્તરાખંડ)
(4) ગિરનાર (જૂનાગઢ – ગુજરાત)
(5) ધૌલી અને જોગઠ (પુરી અને ઝંઝામ જિલ્લો – ઓડિશા) .
(6) એરગુડિ (કુર્નલ જિલ્લો – આંધ્ર પ્રદેશ)
(7) સોપારા (થાણા જિલ્લો – મહારાષ્ટ્ર)
2. લઘુશિલાલેખઃ
(1) રૂપનાથ (જબલપુર જિલ્લો – મધ્ય પ્રદેશ)
(2) ગુજરાં (દતિયા જિલ્લો – મધ્ય પ્રદેશ)
(3) સહસારામ (બિહાર)
(4) ભબુ (વિરાટ, હાલ – જયપુર જિલ્લો – રાજસ્થાન)
(5) બ્રહ્મગિરિ (ચિતલદુર્ગ જિલ્લો – કર્ણાટક)
3. સ્તંભલેખ શિલાલેખ:
(1) સાંચી (રાયસન જિલ્લો – મધ્ય પ્રદેશ)
(2) સારનાથ (વારાણસી – ઉત્તર પ્રદેશ)
(૩) કોશમ્બી (પ્રયાગરાજ – ઉત્તર પ્રદેશ)
(4) મિ – દેઈ (નેપાલ)
(5) મેરઠ (ઉત્તર પ્રદેશ)
(6) રામપુરવા (ચંપારણ જિલ્લો – બિહાર)
પ્રવૃત્તિઓ
1. અશોકના પ્રજાજોગ સંદેશમાં આપવામાં આવેલ વિગતોમાંથી કઈ વિગતો વર્તમાન સમયમાં પ્રાસંગિક છે?
2. સરકાર વિવિધ યોજનાઓ, નિયમો, સુધારા વગેરેની માહિતી લોકોને કયાં કયાં માધ્યમો દ્વારા આપે છે?
૩. ભારતનાં રાષ્ટ્રીય પ્રતીકો કયાં કયાં છે? એ પ્રતીકોનો સચિત્ર માહિતી અંક બનાવો.
4. ભારતીય રાષ્ટ્રીય મુદ્રા જેમાં હોય તેવી વસ્તુઓ, સિક્કાઓ, ચલણી નોટો, રાજપત્રો વગેરેની યાદી બનાવો.
5. ચાણક્ય વિશે વધુ માહિતી તમારા શિક્ષક પાસેથી અથવા પુસ્તકાલયમાંથી મેળવો.
6. ભારતના રેખાંકિત નકશામાં બૌદ્ધધર્મના શિલાલેખો, સ્તૂપો અને મઠોનાં સ્થળો દર્શાવો.
7. વર્તમાન સમયમાં દિલ્લીથી કોલકાતાને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલાં મહત્ત્વનાં સ્થળો(શહેરો)ની યાદી બનાવો.
8. જૈનધર્મ અને બૌદ્ધધર્મનાં ધર્મસ્થાનોની યાદી બનાવો.
પ્રોજેક્ટઃ ટી.વી. સીરિયલ અને ઇન્ટરનેટના માધ્યમથી નીચે જણાવેલ ઐતિહાસિક સ્થળો અને વ્યક્તિઓની પરિચયપોથી બનાવો:
(1) આચાર્ય ચાણક્ય
(2) બૌદ્ધ સાધુ ઉપગુપ્તા
(3) શ્રવણ બેલગોડા
(4) સારનાથ
(5) સાચી
(6) વિદિશા
(7) સેલ્યુકસ નિકેતર
(8) મૅગેસ્થનિસ
HOTs પ્રણોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો છે વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલ માં લખો:
પ્રશ્ન 1.
સારનાથના વિશાળ સ્તંભ પર આવેલી ચાર સિંહની આકૃતિને ભારતે શાના પ્રતીક તરીકે સ્વીકારેલ છે?
A. રાષ્ટ્રીય પ્રાણીના
B. રાષ્ટ્રીય મુદ્રાના
C. રાષ્ટ્રીય ફૂલના
D. રાષ્ટ્રીય ગીતના
ઉત્તર:
B. રાષ્ટ્રીય મુદ્રાના
પ્રશ્ન 2.
વર્તમાન સમયનું ઓડિશા મોર્યવંશમાં કયા રાજ્ય તરીકે ઓળખાતું હતું?
A. બિહાર
B. અવંતિ
C. કલિંગ
D. ચેદી
ઉત્તર:
C. કલિંગ
પ્રશ્ન ૩.
અહીં આપેલ ‘अ’ અક્ષર કઈ લિપિનો છે?
A. બાંગ્લા
B. મલયાલમ
C. પ્રારંભિક બ્રાહ્મી
D. દેવનાગરી (હિન્દી)
ઉત્તર:
D. દેવનાગરી (હિન્દી)
પ્રશ્ન 4.
મોર્ય શાસનવ્યવસ્થામાં સમ્રાટ ક્યું પદ ભોગવતો ન હતો?
A. વહીવટી વડાનું
B. મહેસૂલી વડાનું
C. લશ્કરી વડાનું
D. ન્યાયતંત્રના વડાનું
ઉત્તર:
B. મહેસૂલી વડાનું
પ્રશ્ન 5.
સમ્રાટ અશોકે કયા દેશમાં ધર્મપ્રચારક મંડળો મોકલ્યાં ન હતાં?
A. પર્શિયા(ઈરાન)માં
B. સિલોન(શ્રીલંકા)માં
C. બ્રહ્મદેશ(મ્યાનમાર)માં
D. મેસેડોનિયામાં
ઉત્તર:
A. પર્શિયા(ઈરાન)માં
પ્રશ્ન 6.
મોર્ય શાસનના પ્રાદેશિક વહીવટીતંત્રમાં ક્યા ઉપરીનો સમાવેશ થતો નથી?
A. રાજુક
B. આમીલ
C. ગોપ
D. ગ્રામણી
ઉત્તર:
B. આમીલ
પ્રશ્ન 7.
બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સમ્રાટ અશોકે પોતાના પુત્ર અને પુત્રીને ક્યાં મોકલ્યાં હતાં?
A. ભારતમાં
B. ચીનમાં
C. સિલોન(શ્રીલંકા)માં
D. પાકિસ્તાનમાં
ઉત્તર:
C. સિલોન(શ્રીલંકા)માં
પ્રશ્ન 8.
મૌર્ય સામ્રાજ્યના પ્રમુખ નગરમાં કોનો સમાવેશ થતો નથી?
A. તક્ષશિલાનો
B. પાટલીપુત્રનો
C. ઉજ્જૈનનો
D. સાંચીનો
ઉત્તર:
D. સાંચીનો
પ્રશ્ન 9.
ગ્રાન્ડ ટૂંક રોડ સંદર્ભે નીચેનામાંથી કઈ બાબત સાચી છે?
A. આ રોડનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું.
B. તે તામ્રલિપ્તિ થઈને તક્ષશિલાને જોડતો હતો.
C. વર્તમાન સમયમાં આ રોડ દિલ્લીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે.
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 10.
સૌરાષ્ટ્રમાં ગિરનાર પર્વત પર નીચેનામાંથી કોણે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું?
A. પુષ્યગુપ્ત
B. સ્કંદગુપ્ત
C. સમુદ્રગુપ્ત
D. અશોકે
ઉત્તર:
A. પુષ્યગુપ્ત
પ્રશ્ન 11.
સમ્રાટ અશોકના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
A. રાજધાની પાટલીપુત્રમાં રાજ્યાભિષેક
B. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી શસ્ત્રોનો ત્યાગ કર્યો.
C. પાટલીપુત્રમાં ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી.
D. અશોકના અભિલેખોની ભાષા સંસ્કૃત અને લિપિ ખરોષ્ઠી છે.
ઉત્તર:
D. અશોકના અભિલેખોની ભાષા સંસ્કૃત અને લિપિ ખરોષ્ઠી છે.
પ્રશ્ન 12.
મોર્યયુગના વહીવટીતંત્રમાં રાજકુમારોની નિમણૂક નીચેનામાંથી કયા પદ પર કરવામાં આવતી?
A. લોકપાલ
B. સામત
C. રાજ્યપાલ
D. રાષ્ટ્રપતિ
ઉત્તર:
C. રાજ્યપાલ