Gujarat Board GSEB Class 6 Social Science Important Questions Chapter 5 શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર Important Questions and Answers.
GSEB Class 6 Social Science Important Questions Chapter 5 શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
કેટલી જાતકકથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે?
A. 500 જેટલી
B. 550 જેટલી
C. 600 જેટલી
D. 650 જેટલી
ઉત્તર:
B. 550 જેટલી
પ્રશ્ન 2.
ભારતમાં ઈ. સ. પૂર્વે છઠ્ઠીમાં કયા મહાન સુધારકોએ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સુધારણાનાં કાર્યો કર્યા હતાં?
A. બુદ્ધ અને મહાવીરે
B. ચાણક્ય અને વર્ષકેતુએ
C. વરાહમિહિર અને ચરકે
D. નાગભટ્ટ અને વેતાળભટ્ટ
ઉત્તર:
A. બુદ્ધ અને મહાવીરે
પ્રશ્ન 3.
કપિલવસ્તુ નામનું રાજ્ય ક્યાં આવેલું હતું?
A. અરવલ્લી ક્ષેત્રમાં
B. નીલગિરિ ક્ષેત્રમાં
C. હિમાલય ક્ષેત્રમાં
D. માળવા ક્ષેત્રમાં
ઉત્તર:
C. હિમાલય ક્ષેત્રમાં
પ્રશ્ન 4.
કપિલવસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા?
A. ગૌતમ બુદ્ધ
B. નંદિવર્ધન
C. સિદ્ધાર્થ
D. શુદ્ધોધન
ઉત્તર:
D. શુદ્ધોધન
પ્રશ્ન 5.
ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું?
A. તથાગત
B. સિદ્ધાર્થ
C. વર્ધમાન
D. દેવદત્ત
ઉત્તર:
B. સિદ્ધાર્થ
પ્રશ્ન 6.
સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું?
A. વર્ધમાન
B. નંદિવર્ધન
C. યશોધન
D. શુદ્ધોધન
ઉત્તર:
D. શુદ્ધોધન
પ્રશ્ન 7.
ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું?
A. યશોધરા
B. પ્રિયંકા
C. યશોદા
D. લીલાવતી
ઉત્તર:
A. યશોધરા
પ્રશ્ન 8.
સિદ્ધાર્થની પાલકમાતાનું નામ શું હતું?
A. યશોધરા
B. ત્રિશલાદેવી
C. યશોદા
D. ગૌતમી મહાપ્રજાપતિ
ઉત્તર:
D. ગૌતમી મહાપ્રજાપતિ
પ્રશ્ન 9.
સિદ્ધાર્થના ગુરુનું નામ શું હતું?
A. ચાણક્ય
B. આલારકલામ
C. તથાગત
D. કપિલમુનિ
ઉત્તર:
B. આલારકલામ
પ્રશ્ન 10.
ગૌતમ બુદ્ધે કેટલાં વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું હતું?
A. 25
B. 30
C. 32
D. 18
ઉત્તર:
B. 30
પ્રશ્ન 11.
ગૌતમ બુદ્ધને કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું?
A. ચૈત્રી પૂર્ણિમાના દિવસે
B. શરદ પૂર્ણિમાના દિવસે
C. વૈશાખી પૂર્ણિમાના દિવસે
D. માણેકઠારી પૂર્ણિમાના દિવસે
ઉત્તર:
C. વૈશાખી પૂર્ણિમાના દિવસે
પ્રશ્ન 12.
બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે?
A. ધર્મચક્રપ્રવર્તન
B. મહાભિનિષ્ક્રમણ
C. બોધિગયા
D. તત્ત્વબોધ
ઉત્તર:
A. ધર્મચક્રપ્રવર્તન
પ્રશ્ન 13.
ગૌતમ બુદ્ધના મતે આર્ય સત્ય કેટલા છે?
A. પાંચ
B. ચાર
C. ત્રણ
D. બે
ઉત્તર:
B. ચાર
પ્રશ્ન 14.
બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇન્કાર કરી શાને મહત્ત્વ આપ્યું હતું?
A. અદ્વૈતવાદને
B. યોગવાદને
C. કર્મવાદને
D. દૈતવાદને
ઉત્તર:
C. કર્મવાદને
પ્રશ્ન 15.
ગૌતમ બુદ્ધે કયા વૃક્ષની નીચે બેસીને સત્ય અને જ્ઞાનપ્રાપ્તિ મિાટે સાધના કરી હતી?
A. પીપળાના
B. વડના
C. આસોપાલવના
D. આંબાના પ્રશ્ન
ઉત્તર:
A. પીપળાના
પ્રશ્ન 16.
જૈન ધર્મના ત્રેવીસમા તીર્થંકર કોણ હતા?
A. પાર્શ્વનાથ
B. નેમિનાથ
C. આદિનાથ
D. ઋષભદેવા
ઉત્તર:
A. પાર્શ્વનાથ
પ્રશ્ન 17.
જૈનધર્મના ચોવીસમા અને છેલ્લા તીર્થકર કોણ હતા?
A. નેમિનાથ
B. આદિનાથ
C. મહાવીર સ્વામી
D. ઋષભદેવ
ઉત્તર:
C. મહાવીર સ્વામી
પ્રશ્ન 18.
મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું?
A. દેવદત્ત
B. બુદ્ધિમાન
C. વર્ધમાન
D. સિદ્ધાર્થ
ઉત્તર:
C. વર્ધમાન
પ્રશ્ન 19.
મહાવીર સ્વામીનો જન્મ કયા ગણરાજ્યમાં થયો હતો?
A. કપિલવસ્તુમાં
B. સેવાગ્રામમાં
C. પાવાપુરીમાં
D. કુંડગ્રામમાં
ઉત્તર:
D. કુંડગ્રામમાં
પ્રશ્ન 20.
મહાવીર સ્વામીએ કેટલાં વ્રતો આપ્યાં હતાં?
A. અગિયાર
B. સાત
C. પાંચ
D. ત્રણ
ઉત્તર:
C. પાંચ
પ્રશ્ન 21.
વર્ધમાનની પત્નીનું નામ શું હતું?
A. યશોદા
B. યશોધરા
C. યશોમતિ
D. માયાદેવી
ઉત્તર:
A. યશોદા
પ્રશ્ન 22.
વર્ધમાનની પુત્રીનું નામ શું હતું?
A. પ્રિયદર્શિની
B. પ્રિયંકા
C. પ્રિયવંદના
D. પ્રિયનંદિની
ઉત્તર:
A. પ્રિયદર્શિની
પ્રશ્ન 23.
મહાવીર સ્વામીએ કઈ નદીના કિનારે સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત
કરવા બાર વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી હતી?
A. ગંગા
B. ગંડકી
C. બ્રહ્મપુત્ર
D. ઋજુપાલિક
ઉત્તર:
D. ઋજુપાલિક
પ્રશ્ન 24.
મહાવીર સ્વામીએ આપેલ ઉપદેશને ક્યા સિદ્ધાંત તરીકે
ઓળખવામાં આવે છે?
A. સમ્યક દર્શન તરીકે
B. ત્રિરત્નના સિદ્ધાંત તરીકે
C. પંચશીલના સિદ્ધાંત તરીકે
D. મહાવ્રતના સિદ્ધાંત તરીકે
ઉત્તર:
B. ત્રિરત્નના સિદ્ધાંત તરીકે
પ્રશ્ન 25.
મહાવીર સ્વામીએ પોતાનાં મન અને ઇન્દ્રિયો પર વિજય
પ્રાપ્ત કર્યા હોવાથી તેઓ શું કહેવાયા?
A. ‘ઈન્દ્રજિત’
B. ‘વર્ધમાન’
C. ‘જિન’
D. ‘સ્થિતપ્રજ્ઞ’
ઉત્તર:
C. ‘જિન’
પ્રશ્ન 26.
મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ શું હતું?
A. હર્ષવર્ધન
B. નંદિવર્ધન
C. રાજવર્ધન
D. પ્રભાકરવર્ધન
ઉત્તર:
B. નંદિવર્ધન
પ્રશ્ન 27.
મહાવીર સ્વામીએ ભિક્ષુકજીવન ધારણ કર્યા પછી કેટલાં વર્ષ
સુધી કઠોર તપશ્ચર્યા કરી હતી?
A. દસ
B. પંદર
C. બાર
D. આઠ
ઉત્તર:
C. બાર
પ્રશ્ન 28.
જૈનધર્મને જાણવાના મહત્ત્વપૂર્ણ ગ્રંથો કયા છે?
A. ઉપવેદો
B. આગમગ્રંથો
C. બૌદ્ધગ્રંથો
D. ઉપનિષદો
ઉત્તર:
B. આગમગ્રંથો
પ્રશ્ન 29.
મહાવીર સ્વામી 72 વર્ષની વયે ક્યાં નિર્વાણ (અવસાન) પામ્યા હતા?
A. કુંડગ્રામમાં
B. કુશીનારામાં
C. શ્રવણ બેલગોડામાં
D. પાવાપુરીમાં
ઉત્તર:
D. પાવાપુરીમાં
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો:
1. ભારતમાં હિમાલય નજીક ………………………… ની તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું.
ઉત્તર:
નેપાલ
2. કપિલવસ્તુના ક્ષત્રિયો ……………………………… જાતિના હતા.
ઉત્તર:
શાક્ય
3. ગૌતમ બુદ્ધનો જન્મ ઈ. સ. પૂર્વે ……………………………. માં શુદ્ધોધન અને મહાદેવીના ઘરે થયો હતો.
ઉત્તર:
566
4. ગૌતમ બુદ્ધના પુત્રનું નામ ………………………… હતું.
ઉત્તર:
રાહુલ
5. ગૌતમ બુદ્ધ ……………………….. ખાતે પીપળાના વૃક્ષ નીચે બેસીને સાધના કરી હતી.
ઉત્તર:
બોધિગયા
6. ગૌતમ બુદ્ધ સૌપ્રથમ વખત પાંચ બ્રાહ્મણમિત્રોને ……………………… ખાતે ઉપદેશ આપ્યો હતો.
ઉત્તર:
સારનાથ
7. ગૌતમ બુદ્ધ ઈશ્વર અને આત્માનો ઇન્કાર કરી …………………………. ને મહત્ત્વ આપ્યું હતું.
ઉત્તર:
કર્મવાદ
8. ગૌતમ બુદ્ધની માતાનું નામ ………………………… હતું.
ઉત્તર:
મહાદેવી (માયાવતી)
9. બૌદ્ધગ્રંથો …………………….. માંથી બૌદ્ધધર્મ વિશેની ઘણી માહિતી મળે છે.
ઉત્તર:
ત્રિપિટક
10. જૈનધર્મમાં કુલ …………………………. તીર્થંકરો થયા હતા.
ઉત્તર:
ચોવીસ
11. પાર્શ્વનાથ ……………………… વર્ષની વયે ગૃહત્યાગ કરી સંન્યાસી બન્યા હતા.
ઉત્તર:
ત્રીસ
12. ગૌતમ બુદ્ધના પિતાનું નામ ……………………….. હતું.
ઉત્તર:
શુદ્ધોધન
13. મહાવીર સ્વામીએ ……………………… વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી.
ઉત્તર:
ત્રીસ
14. ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવાના પરાક્રમથી વર્ધમાન ………………………….. તરીકે જાણીતા થયા.
ઉત્તર:
મહાવીર
15. મહાવીર સ્વામી માનતા કે …………………………. એ માનવસમાજનું સૌથી મોટું દૂષણ છે.
ઉત્તર:
હિંસા
16. મહાવીર સ્વામીએ જૈન સાધુઓ અને સાધ્વીઓને ………………………… નું પાલન કરવા જણાવ્યું હતું.
ઉત્તર:
બ્રહ્મચર્ય
17. મહાવીર સ્વામી 72 વર્ષની ઉંમરે …………………………. માં નિર્વાણ પામ્યા.
ઉત્તર:
પાવાપુરી
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
1. ગૌતમ બુદ્ધ વૈશાલી ગણરાજ્યના રાજકુમાર હતા.
ઉત્તર:
ખોટું
2. કપિલવસ્તુના ક્ષત્રિયો લિચ્છવી જાતિના હતા.
ઉત્તર:
ખોટું
3. ગૌતમ બુદ્ધનું પાલનપોષણ તેમની માતાએ કર્યું હતું.
ઉત્તર:
ખોટું
4. ‘બુદ્ધ’ નો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે.
ઉત્તર:
ખરું
5. જ્ઞાનપ્રાપ્તિ પછી વર્ધમાન ગૌતમ બુદ્ધ કહેવાયા.
ઉત્તર:
ખોટું
6. ગૌતમ બુદ્ધ સૌપ્રથમ ઉપદેશ પાંચ બ્રાહ્મણમિત્રોને આપ્યો હતો.
ઉત્તર:
ખરું
7. ગૌતમ બુદ્ધ વિંધ્યાચળમાં જઈને સાધના શરૂ કરી હતી.
ઉત્તર:
ખોટું
8. ગૌતમ બુદ્ધનું અવસાન 80 વર્ષની વયે કુશીનારામાં થયું હતું.
ઉત્તર:
ખરું
9. ગૌતમ બુદ્ધે આગમગ્રંથોની રચના કરી હતી.
ઉત્તર:
ખોટું
10. મહાવીર સ્વામીએ બાર વર્ષ સુધી કઠોર તપ કરી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.
ઉત્તરઃ
ખરું
11. મહાવીર સ્વામી જૈનધર્મના પ્રથમ તીર્થકર હતા.
ઉત્તર:
ખોટું
12. મહાવીર સ્વામીએ અહિંસાનું કડક પાલન કરવા કહ્યું હતું.
ઉત્તર:
ખરું
13. મહાવીર સ્વામી બૌદ્ધધર્મના મહાન સુધારક ગણાય છે.
ઉત્તર:
ખોટું
14. મહાવીર સ્વામી ચોરીને સૌથી મોટું અનિષ્ટ માનતા.
ઉત્તર:
ખરું
15. વર્ધમાનના પિતા સિદ્ધાર્થ કપિલવસ્તુના રાજા હતા.
ઉત્તર:
ખોટું
16. જૈનધર્મમાં વીસ તીર્થંકરો થઈ ગયા.
ઉત્તર:
ખોટું
17. મહાવીર સ્વામીના બાળપણનું નામ વર્ધમાન હતું.
ઉત્તર:
ખરું
18. મહાવીર સ્વામી શ્રવણ બેલગોડામાં નિર્વાણ પામ્યા હતા.
ઉત્તરઃ
ખોટું
બંધબેસતાં જોડકાં જોડોઃ
1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ગૌતમ બુદ્ધનું નગર | (1) બોધિગયા |
(2) ગૌતમ બુદ્ધની જ્ઞાનપ્રાપ્તિનું સ્થળ | (2) કુશીનારા |
(3) ગૌતમ બુદ્ધના નિર્વાણનું સ્થળ | (3) લુમ્બિની વન |
(4) ગૌતમ બુદ્ધના પ્રથમ ઉપદેશનું સ્થળ | (4) કપિલવસ્તુ |
(5) સારનાથ |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ગૌતમ બુદ્ધનું નગર | (4) કપિલવસ્તુ |
(2) ગૌતમ બુદ્ધની જ્ઞાનપ્રાપ્તિનું સ્થળ | (1) બોધિગયા |
(3) ગૌતમ બુદ્ધના નિર્વાણનું સ્થળ | (2) કુશીનારા |
(4) ગૌતમ બુદ્ધના પ્રથમ ઉપદેશનું સ્થળ | (5) સારનાથ |
2.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) મહાવીર સ્વામીનું જન્મસ્થળ | (1) આગમગ્રંથો |
(2) જૈનધર્મના ગ્રંથો | (2) કુશીનારા |
(3) મહાવીર સ્વામીના નિર્વાણનું સ્થળ | (3) કુંડગ્રામ |
(4) મહાવીર સ્વામીનો ઉપદેશ | (4) પાવાપુરી |
(5) ત્રિરત્ન સિદ્ધાંત |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) મહાવીર સ્વામીનું જન્મસ્થળ | (3) કુંડગ્રામ |
(2) જૈનધર્મના ગ્રંથો | (1) આગમગ્રંથો |
(3) મહાવીર સ્વામીના નિર્વાણનું સ્થળ | (4) પાવાપુરી |
(4) મહાવીર સ્વામીનો ઉપદેશ | (5) ત્રિરત્ન સિદ્ધાંત |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
બૌદ્ધગ્રંથ ત્રિપિટકમાં કયા કયા ગ્રંથોનો સમાવેશ થયેલા
ઉત્તર:
બૌદ્ધગ્રંથ ત્રિપિટકમાં સૂત્ર પિટ્ટક, વિનય પિટ્ટક અને અભિધમ્મ પિટ્ટક આ ત્રણ ગ્રંથોનો સમાવેશ થયેલ છે.
પ્રશ્ન 2.
ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે અને કોના ત્યાં થયો હતો?
ઉત્તર:
ગૌતમ બુદ્ધનો જન્મ ઈ. સ. પૂર્વે 566માં કપિલવસ્તુના વડા શુદ્ધોધન અને મહાદેવી(માયાવતી)ને ત્યાં થયો હતો.
પ્રશ્ન 3.
સિદ્ધાર્થનાં લગ્ન યુવાવસ્થામાં જ કેમ કરાવવામાં આવ્યાં?
ઉત્તર:
રાજકુમાર સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા રહેતા હતા. તેથી તેમના પિતાને ચિંતા થઈ કે સિદ્ધાર્થ સંન્યાસી તો નહિ થઈ જાય ને? આ ચિંતાને કારણે સિદ્ધાર્થનાં લગ્ન યુવાવસ્થામાં જ કરાવવામાં આવ્યાં.
પ્રશ્ન 4.
સિદ્ધાર્થે શા માટે સંન્યાસી બનવાનું નક્કી કર્યું?
ઉત્તરઃ
સિદ્ધાર્થે જ્ઞાનપ્રાપ્તિ અને સત્યની શોધ માટે સંન્યાસી બનવાનું નક્કી કર્યું.
પ્રશ્ન 5.
ગૃહત્યાગની રાત્રે સિદ્ધાર્થની સાથે કોણ હતું?
ઉત્તરઃ
ગૃહત્યાગની રાત્રે સિદ્ધાર્થની સાથે તેમનો સારથી છન્ન અને તેમનો પ્રિય ઘોડો કંથક હતો.
પ્રશ્ન 6.
ગૃહત્યાગ બાદ સિદ્ધાર્થ ક્યાં ક્યાં ગયા હતા?
ઉત્તરઃ
ગૃહત્યાગ બાદ સિદ્ધાર્થ રાજગૃહ અને પુરૂવેલા નામનાં સ્થળોએ ગયા હતા.
પ્રશ્ન 7.
ગૌતમ બુદ્ધને જ્ઞાનપ્રાપ્તિ ક્યાં અને ક્યારે થઈ હતી?
ઉત્તરઃ
ગૌતમ બુદ્ધને બોધિગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે વૈશાખી પૂર્ણિમાના દિવસે જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી.
પ્રશ્ન 8.
‘બુદ્ધનો શો અર્થ થાય છે?
ઉત્તરઃ
‘બુદ્ધ’નો અર્થ જાગૃત કે જ્ઞાની થાય છે.
પ્રશ્ન 9.
જ્ઞાનપ્રાપ્તિ બાદ ગૌતમ બુદ્ધ સૌપ્રથમ ક્યાં ગયા હતા?
ઉત્તરઃ
જ્ઞાનપ્રાપ્તિ બાદ ગૌતમ બુદ્ધ સૌપ્રથમ સારનાથ ગયા હતા.
પ્રશ્ન 10.
ગૌતમ બુદ્ધે સમજાવેલાં ચાર આર્ય સત્ય કઈ રીતે જાણીતાં છે?
ઉત્તરઃ
ગૌતમ બુદ્ધ સમજાવેલાં ચાર આર્ય સત્ય બૌદ્ધધર્મના સિદ્ધાંત તરીકે જાણીતાં છે.
પ્રશ્ન 11.
ગૌતમ બુદ્ધના સમયમાં હિંદુધર્મ કેટલા વર્ષોમાં વહેચાયેલો હતો?
ઉત્તરઃ
ગૌતમ બુદ્ધના સમયમાં હિંદુધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા ચાર વર્ષોમાં વહેંચાયેલો હતો.
પ્રશ્ન 12.
મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો?
ઉત્તરઃ
મહાવીર સ્વામીનો જન્મ વર્જાિસંઘના એક ગણરાજ્ય કુંડગ્રામના જ્ઞાતૃક ક્ષત્રિય વંશમાં થયો હતો.
પ્રશ્ન 13.
મહાવીર સ્વામીનાં માતાપિતાનાં નામ જણાવો.
ઉત્તરઃ
મહાવીર સ્વામીની માતાનું નામ ત્રિશલાદેવી અને પિતાનું નામ સિદ્ધાર્થ હતું.
પ્રશ્ન 14.
મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું?
ઉત્તરઃ
મહાવીર સ્વામીનું બાળપણનું નામ વર્ધમાન હતું.
પ્રશ્ન 15.
ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું?
ઉત્તર:
ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું.
પ્રશ્ન 16.
વર્ધમાનની પત્નીનું અને પુત્રીનું નામ શું હતું?
ઉત્તર:
વર્ધમાનની પત્નીનું નામ યશોદા અને પુત્રીનું નામ પ્રિયદર્શિની હતું.
પ્રશ્ન 17.
વર્ધમાન ‘જિન’ શાથી કહેવાય?
ઉત્તરઃ
વર્ધમાને મન અને ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હતો. હું તેથી તે ‘જિન’ કહેવાયા.
પ્રશ્ન 18.
મહાવીર સ્વામીએ કયાં પાંચ વ્રતો આપ્યાં હતાં?
ઉત્તરઃ
મહાવીર સ્વામીએ આપેલાં પાંચ વ્રતોઃ
- અહિંસા,
- સત્ય,
- અસ્તેય,
- અપરિગ્રહ અને
- બ્રહ્મચર્ય.
પ્રશ્ન 19.
ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીએ કઈ ભાષામાં ઉપદેશ આપ્યો?
ઉત્તરઃ
ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીએ લોકભાષા પ્રાકૃત અને અર્ધમાગ્ધીમાં ઉપદેશ આપ્યો.
પ્રશ્ન 20.
ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશની લોકો પર શી અસર થઈ?
ઉત્તર:
ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશથી લોકોને નવા વિચારો મળ્યા. લોકોએ ધાર્મિક ક્રિયાકાંડો અને પશુબલિનો ત્યાગ કર્યો. મોટી સંખ્યામાં લોકો તેમના અનુયાયી બન્યા.
નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
ગૌતમ બુદ્ધના ગૃહત્યાગનો પ્રસંગ તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તરઃ
ગૌતમ બુદ્ધ 30 વર્ષની ઉંમરે જ્ઞાનપ્રાપ્તિ અને સત્યની શોધ માટે સંન્યાસી બનવાનું નક્કી કર્યું. એક રાત્રે તેઓ પોતાના સારથી છન્ન અને પ્રિય અશ્વ કંથકને લઈને ચૂપચાપ ઘર છોડીને ચાલી નીકળ્યા. રાજ્યની બહાર નદીકિનારે જઈને ગૌતમ બુદ્ધ પોતાના રાજવી પોશાકનો ત્યાગ કર્યો. તેમણે પોતાનાં તમામ આભૂષણો સારથી છન્નને આપી કંથકને લઈને રાજમહેલ જવા આજ્ઞા આપી અને પોતે સંન્યાસીનાં ભગવાં કપડાં ધારણ કરી વન તરફ ચાલી નીકળ્યા.
પ્રશ્ન 2.
રાજકુમારમાંથી સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ કેવી રીતે બન્યા?
ઉત્તરઃ
ગૃહત્યાગ પછી સિદ્ધાર્થ રાજગૃહ અને પછી પુરૂવેલા ગયા. અહીં તેમણે પાંચ બ્રાહ્મણો સાથે તપશ્ચર્યા કરી. તેમને લાગ્યું કે અન્ન-જળનો ત્યાગ કરી શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન મળશે નહિ. તેથી તેમણે એ બ્રાહ્મણોનો સાથ છોડીને એકલા જ તપશ્ચર્યા કરવાનો નિર્ણય કર્યો. બોધિગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસીને તેમણે સત્ય અને જ્ઞાન મેળવવા સાધના શરૂ કરી. ઘણા દિવસોની સાધના પછી તેમને વૈશાખી પૂર્ણિમાના દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત થતાં તેઓ સિદ્ધાર્થમાંથી બુદ્ધ થયા. ‘બુદ્ધ’નો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે. પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાયા.
પ્રશ્ન 3.
ગૌતમ બુદ્ધના મતે ચાર આર્ય સત્ય કયાં કયાં છે?
ઉત્તર:
ગૌતમ બુદ્ધના મતે ચાર આર્ય સત્ય આ મુજબ છેઃ
- સંસાર દુઃખમય છે.
- દુઃખનું કારણ તૃષ્ણા છે.
- દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે.
- અષ્ટાંગિક માર્ગ રે અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે.
ગૌતમ બુદ્ધનો પરિચય આપો.
અથવા
ટૂંક નોંધ લખો:
ગૌતમ બુદ્ધ
ઉત્તર:
ગૌતમ બુદ્ધ બૌદ્ધધર્મના સ્થાપક હતા. તેમનો જન્મ ઈ. સ. પૂર્વે 566માં હિમાલય પર્વતની તળેટીમાં કપિલવસ્તુ નામના ગણરાજ્યમાં થયો હતો. તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. તેમના પિતાનું નામ શુદ્ધોધન અને માતાનું નામ માયાદેવી (મહાદેવી) હતું. તેમની પત્નીનું નામ યશોધરા અને પુત્રનું નામ રાહુલ હતું. સિદ્ધાર્થ ક્ષત્રિય હતા. તેઓ શાક્ય ગણરાજ્યના રાજકુમાર હતા. તેઓ સંસારનાં દુઃખોમાંથી સમગ્ર માનવજાતને ઉગારવા ઇચ્છતા હતા. આ માટે તેઓ વનમાં જઈ તપ કરીને જ્ઞાન મેળવવા માગતા હતા. તેથી તેમણે ગૃહત્યાગ કર્યો.
વૈશાખી પૂર્ણિમાના દિવસે ગૌતમ પીપળાના વૃક્ષ નીચે બેસીને તપ કરતા હતા ત્યારે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. ગૌતમ બુદ્ધ પહેલો ઉપદેશ સારનાથમાં આપ્યો. તેમણે લોકોને પ્રાકૃત અને અર્ધમાષ્પીભાષામાં ઉપદેશ આપતાં કહ્યું કે, “જન્મથી કોઈ ઊંચ કે નીચ નથી. જે વ્યક્તિ સારા કર્મો કરે તે ઉચ્ચ અને જે વ્યક્તિ ખરાબ કામ કરે તે નીચ ગણાય. ભલા થાઓ અને ભલું કરો. પ્રાણીમાત્ર પર દયા રાખો. હંમેશાં સત્કમ કરો. ગુસ્સે થનાર ઉપર જે સામો ગુસ્સો કરતો નથી તે મહાન છે. ક્યારેય કોઈની જાતિ પૂછવી નહિ. ધર્મ અને જ્ઞાનને શરણે જવું.” તેમણે તૃષ્ણાને દુઃખનું કારણ કહ્યું. 80 વર્ષની ઉંમરે તેઓ વૈશાલી નજીક કુશીનારા(બિહાર)માં નિર્વાણ પામ્યા હતા.
મહાવીર સ્વામીનો પરિચય આપો.
અથવા
ટૂંક નોંધ લખો:
મહાવીર સ્વામી
ઉત્તર:
મહાવીર સ્વામી જૈનધર્મના 24મા તીર્થંકર છે. તેમનું મૂળ નામ વર્ધમાન હતું. તેમનો જન્મ ક્ષત્રિય કુળમાં વર્જાિસંઘના ગણરાજ્ય કુંડગ્રામ(બિહાર)માં થયો હતો. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલાદેવી હતું. તેમની પત્નીનું નામ યશોદા અને પુત્રીનું નામ પ્રિયદર્શિની હતું. 30 વર્ષની ઉંમરે ગૃહસ્થ જીવન છોડી તેમણે બાર વર્ષ સુધી કઠોર તપ કરીને જ્ઞાન મેળવ્યું. પોતાને મળેલા જ્ઞાનનો ઉપદેશ આપી તેમણે લોકોને અહિંસાના માર્ગે વાળ્યા. મહાવીર સ્વામીએ લોકોને પ્રાકૃત અને અર્ધમાગ્ધી ભાષામાં ઉપદેશ આપ્યો. તેમણે કહ્યું કે, “સત્ય જાણવાની ઈચ્છા કરનારે ગૃહત્યાગ કરવો જોઈએ. અહિંસાનું કડક પાલન
કરવું જોઈએ. અહિંસાનો અર્થ ‘માત્ર હત્યા ન કરવી’ એવો નથી, પરંતુ કોઈ પણ જીવને કષ્ટ ન આપવું’ એવો થાય છે; . કારણ કે દરેક જીવ જીવવા ઇચ્છે છે. અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રતોનું પાલન કરવું.” તેમણે લોકોને ભોજન માટે ભિક્ષા માગીને સાદું જીવન જીવવા જણાવ્યું. મહાવીર સ્વામી જૈનધર્મના મહાન સુધારક અને સમાજના ‘સદ્વિચારપ્રવર્તક’ તરીકે ઓળખાય છે.
વિચારો પ્રશ્નોત્તર
ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીએ આપેલો ઉપદેશ આપણને કેવી રીતે ઉપયોગી છે?
ઉત્તર:
આજથી લગભગ 2500 વર્ષો પહેલાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીએ સમાજને આપેલા નવા વિચારો અને ઉપદેશ વર્તમાન સમયમાં પણ ખૂબ જ ઉપયોગી અને પ્રેરણારૂપ છે. આજે વિશ્વમાં આતંકવાદ, અસલામતી, નૈતિક અધઃપતન, અરાજકતા, ગરીબી જેવી વૈશ્વિક સમસ્યાઓ છે. આ સમસ્યાઓના ઉકેલ માટે બુદ્ધ અને જૈન વિચારધારા નીચે મુજબ ઉપયોગી છે:
- આજે વિશ્વશાંતિ માટે શાંતિ અને અહિંસાની જરૂર છે.
- સૌને સમાન ગણવામાં આવે, તો સૌના અધિકારોનું રક્ષણ થાય.
- અહિંસાના માર્ગે સો ચાલે, તો વિશ્વમાંથી આતંકવાદ નાબૂદ થાય.
- સ્ત્રીઓનું યોગ્ય સમ્માન થાય, તો તેમની શક્તિઓ રાષ્ટ્રનિર્માણમાં ઉપયોગી બને.
- જૈનધર્મનો અપરિગ્રહ સિદ્ધાંત સૌ સમજે, તો આજે ? વિશ્વમાંથી ગરીબી દૂર થઈ જાય.
પ્રવૃત્તિઓ
1. શાળા પુસ્તકાલયનો ઉપયોગ કરીને તેમજ તમારા વર્ગશિક્ષકની મદદથી નીચેની માહિતી મેળવી તમારી નોંધપોથીમાં નોંધ કરો :
(1) ગુજરાતમાં આવેલી બૌદ્ધધર્મની ગુફાઓ અને શિલાલેખોની યાદી બનાવો.
(2) ગુજરાતમાં આવેલાં જેનધર્મનાં તીર્થસ્થાનોની યાદી બનાવો.
2. ‘સત્યની શોધ’ નામની જાતકકથામાં ભગવાન બુદ્ધનું જીવનચરિત્ર આપેલું છે. આ પુસ્તક મેળવીને તેનું વર્ગખંડમાં વાંચન કરો.
૩. ‘અંગુલિમાલ’ ફિલ્મ નિહાળી બુદ્ધના જીવનપ્રસંગો નોંધો.
4. જૈનધર્મના કુલ 24 તીર્થકરો છે. તેમની યાદી બનાવો.
5. બુદ્ધ અને મહાવીરના જીવન સાથે જોડાયેલા પ્રેરકપ્રસંગો સંદર્ભ સાહિત્યમાંથી મેળવીને પ્રાર્થનાસભામાં રજૂ કરો.
6. તમારી શાળાની નજીકના જૈન મંદિરની મુલાકાતનું આયોજન ગોઠવો.
7. વિવિધ ધર્મોની ઉપદેશાત્મક બાબતો શોધો અને તેમાં શું સરખાપણું છે તેની નોંધ કરો.
HOTs પ્રણોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલ માં લખો:
પ્રશ્ન 1.
નીચેનામાંથી કઈ બાબત ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલ નથી?
A. સારથી છન્ન અને અશ્વ કંથક
B. યશોધરા અને રાહુલ
C. કુંડગ્રામ અને પાવાપુરી
D. સારનાથ અને કુશીનારા
ઉત્તરઃ
C. કુંડગ્રામ અને પાવાપુરી
પ્રશ્ન 2.
નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામી સાથે જોડાયેલ છે?
A. સારથી છન્ન અને અશ્વ કંથક
B. યશોધરા અને રાહુલ
C. કુંડગ્રામ અને પાવાપુરી
D. સારનાથ અને કુશીનારા
ઉત્તરઃ
C. કુંડગ્રામ અને પાવાપુરી
પ્રશ્ન 3.
જ્ઞાતૃક પ્રજાનું કયું ગણરાજ્ય વર્જાિસંઘમાં જોડાયેલ હતું?
A. કપિલવસ્તુ
B. વૈશાલી
C. મિથિલા
D. કુંડગ્રામ
ઉત્તરઃ
D. કુંડગ્રામ
પ્રશ્ન 4.
ગુજરાતમાં કયું પ્રખ્યાત જૈનતીર્થ આવેલું છે?
A. પાવાપુરી
B. શ્રવણ બેલગોડા
C. રાણકપુર
D. પાલિતાણા
ઉત્તરઃ
D. પાલિતાણા
પ્રશ્ન 5.
ભારતમાં કયા મહાત્મા થઈ ગયા કે જે શાંતિ અને અહિંસાના પૂજારી હતા?
A. ગાંધીજી
B. મેડમ કામા
C. સરદારસિંહ રાણા
D. વીર નર્મદ
ઉત્તરઃ
A. ગાંધીજી
પ્રશ્ન 6.
નીચેનામાંથી કઈ બાબત જૈનધર્મને લાગુ પડતી નથી?
A. ‘જિન’
B. સમ્યક દર્શન
C. અપરિગ્રહ
D. ત્રિપિટક
ઉત્તરઃ
D. ત્રિપિટક
પ્રશ્ન 7.
નીચેનામાંથી ક્યું વિધાન ગૌતમ બુદ્ધ વિશે સાચું નથી?
A. તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું.
B. ગૌતમ બુદ્ધનાં યુવાવસ્થામાં જ લગ્ન કરાવવામાં આવ્યાં.
C. તેમનું અવસાન કુંડગ્રામમાં થયું હતું.
D. ગૌતમ બુદ્ધની પત્નીનું નામ યશોધરા હતું.
ઉત્તરઃ
C. તેમનું અવસાન કુંડગ્રામમાં થયું હતું.
પ્રશ્ન 8.
નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામી સાથે બંધબેસતી નથી?
A. જૈનધર્મ
B. કુંડગ્રામ
C. યશોદા
D. કપિલવસ્તુ
ઉત્તરઃ
D. કપિલવસ્તુ
પ્રશ્ન 9.
ગૌતમ બુદ્ધને નીચેનામાંથી કયા દિવસે જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી?
A. શરદપૂર્ણિમાના દિવસે
B. વૈશાખી પૂર્ણિમાના દિવસે
C. ગુરુપૂર્ણિમાના દિવસે
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તરઃ
B. વૈશાખી પૂર્ણિમાના દિવસે