Gujarat Board GSEB Solutions Class 7 Maths Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ Ex 10.1 Textbook Exercise Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 7 Maths Chapter 10 પ્રાયોગિક ભૂમિતિ Ex 10.1
પ્રશ્ન 1.
રેખા AB દોરો અને તેની બહાર બિંદુ C લો. તેમાંથી B રેખાને સમાંતર રેખા માત્ર માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી દોરો.
જવાબઃ
રચનાના મુદ્દાઃ
1. AB રેખા દોરો. AB રેખાની બહારના ભાગમાં એક બિંદુ C લો.
2. AB રેખા ઉપર કોઈ બિંદુ D લો. \(\overline{\mathrm{CD}}\) દોરો.
3. D કેન્દ્ર અને અનુકૂળ ત્રિજ્યા લઈ એક ચાપ દોરો જે \(\overleftrightarrow{\mathrm{AB}}\)ને Xમાં અને \(\overline{\mathrm{CD}}\)ને ૪માં છેદે.
4. હવે C કેન્દ્ર અને તેટલી જ ત્રિજ્યા લઈ ચાપ દોરો જે \(\overline{\mathrm{CD}}\)ને Pમાં છેદે.
5. P કેન્દ્ર અને XY જેટલી ત્રિજ્યા લઈ ચાપ દોરો જે અગાઉના ચાપને ઉમાં છેદે.
6. C અને D જોડીને રેખા જો રચો.
આમ, m || \(\overleftrightarrow{\mathrm{AB}}\)
પ્રશ્ન 2.
રેખા l દોરો. ના કોઈ પણ એક બિંદુ આગળ, lઅને લંબરેખા દોરો. આ લંબરેખા પર બિંદુ x લો, જે lથી 4 સેમી દૂર હોય. xમાંથી lઅને સમાંતર રેખા m દોરો.
જવાબઃ
રચનાના મુદ્દા:
1. રેખા l દોરો તેની ઉપર એક બિંદુ Y લો.
2. રેખા l પરના બિંદુ Y આગળ 90°ના માપનો ખૂણો બનાવતો. લંબ રચો.
3. આ લંબરેખા ઉપર બિંદુ X એવું લો કે જેથી YX = 4 સેમી થાય.
4. x બિંદુએ XY રેખાખંડ પર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબ રચો. (રેખા m).
આમ, m એ માગ્યા મુજબની રેખા છે. જે l || m છે.
પ્રશ્ન 3.
રેખા l અને તેના પર ન હોય તેવું બિંદુ ? લો. Pમાંથી lને સમાંતર રેખા m દોરો. હવે Pને, l પરના કોઈક બિંદુ Q સાથે જોડો. m પર કોઈ પણ બિંદુ R લો. Rમાંથી PQને સમાંતર રેખા દોરો. ધારો કે આ રેખા lને sમાં મળે છે. આ સમાંતર રેખાઓ કયો આકાર બનાવે છે?
જવાબઃ
રચનાના મુદ્દાઃ
1. રેખા l દોરો. રેખા lની બહારની બાજુએ બિંદુ P લો.
2. રેખા l પર બિંદુ Q લો. P અને Q જોડો.
3. P બિંદુમાંથી પસાર થતી lને સમાંતર m રેખા દોરો.
4. રેખા m પર બિંદુ R લો.
5. R બિંદુમાંથી પસાર થતી \(\overleftrightarrow{\mathrm{PQ}}\)ને સમાંતર \(\overleftrightarrow{\mathrm{RS}}\) દોરો. જે રેખા lને S બિંદુમાં છેદે. હવે, l || m છે. તેથી RP || SQ છે. વળી PQ || RS દોરેલ છે.
∴ PQRS એ સમાંતરબાજુ ચતુષ્કોણ છે.