Gujarat Board GSEB Class 7 Social Science Important Questions Chapter 9 અઢારમી સદીના રાજકીય શાસકો Important Questions and Answers.
GSEB Class 7 Social Science Important Questions Chapter 9 અઢારમી સદીના રાજકીય શાસકો
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:
પ્રશ્ન 1.
ભારતમાં કઈ સદી અનેક રાજકીય ઊથલપાથલવાળી હતી?
A. 15મી
B. 16મી
C. 17મી
D. 18મી
ઉત્તર:
D. 18મી
પ્રશ્ન 2.
ઓરંગઝેબનું અવસાન ક્યારે થયું હતું?
A. ઈ. સ. 1690માં
B. ઈ. સ. 1695માં
C. ઈ. સ. 1707માં
D. ઈ. સ. 1717માં
ઉત્તર:
C. ઈ. સ. 1707માં
પ્રશ્ન 3.
કયા મુઘલ બાદશાહના અવસાન પછી ભારત નાનાં નાનાં રાજ્યોમાં વહેંચાઈ ગયું?
A. શાહજહાં
B. ઔરંગઝેબ
C. અકબર
D. હુમાયુ
ઉત્તર:
B. ઔરંગઝેબ
પ્રશ્ન 4.
ઔરંગઝેબના અવસાન પછી મુઘલ ગાદી પર કોણ આવ્યું?
A. શાહઆલમ પહેલો
B. મહંમદશાહ
C. જહાંદરશાહ
D. બહાદુરશાહ
ઉત્તર:
D. બહાદુરશાહ
પ્રશ્ન 5.
કયા મુઘલ શાસકે મરાઠાઓ વચ્ચે વારસાવિગ્રહ કરાવ્યો હતો?
A. બહાદુરશાહે
B. મહંમદશાહે
C. ઔરંગઝેબે
D. અકબરે
ઉત્તર:
A. બહાદુરશાહે
પ્રશ્ન 6.
કોના મૃત્યુ બાદ શીખ સરદાર બંદાબહાદુરે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો હતો?
A. ગુરુ તેજબહાદુરના
B. ગુરુ ગોવિંદસિંહના
C. ગુરુ અર્જુનસિંહના
D. ગુરુ ખુશવંતસિંહના
ઉત્તર:
B. ગુરુ ગોવિંદસિંહના
પ્રશ્ન 7.
બહાદુરશાહના અવસાન પછી મુઘલ ગાદી પર કોણ આવ્યું?
A. જહાંદરશાહ
B. મહંમદશાહ
C. ફખસિયર
D. શાહઆલમ પહેલો
ઉત્તર:
A. જહાંદરશાહ
પ્રશ્ન 8.
જહાંદરશાહને ઊથલાવીને મુઘલ ગાદી પર કોણ આવ્યું?
A. સૈયદ ભાઈઓ
B. બહાદુરશાહ
C. ફર્ખસિયર
D. મહંમદશાહ
ઉત્તર:
C. ફર્ખસિયર
પ્રશ્ન 9.
બે સૈયદ ભાઈઓએ ફર્ખસિયરને ગાદી પરથી ઉઠાડીને કોને બાદશાહ બનાવ્યો?
A. મહંમદશાહને
B. શાહઆલમ બીજાને
C. નાદીરશાહને
D. જહાંદરશાહને
ઉત્તર:
A. મહંમદશાહને
પ્રશ્ન 10.
ઈ. સ. 1739માં કોણે ભારત પર આક્રમણ કર્યું?
A. બાબરે
B. તૈમૂરે
C. હુમાયુએ
D. નાદીરશાહે
ઉત્તરઃ
D. નાદીરશાહે
પ્રશ્ન 11.
ઈરાનના નાદીરશાહે ભારત પર ક્યારે આક્રમણ કર્યું હતું?
A. ઈ. સ. 1761માં
B. ઈ. સ. 1752માં
C. ઈ. સ. 1745માં
D. ઈ. સ. 1739માં
ઉત્તર:
D. ઈ. સ. 1739માં
પ્રશ્ન 12.
ઈ. સ. 1759માં મુઘલ ગાદી પર કોણ આવ્યું?
A. મહંમદશાહ
B. શાહઆલમ પહેલો
C. શાહઆલમ બીજો
D. સિરાજ-ઉદ્દોલા
ઉત્તર:
C. શાહઆલમ બીજો
પ્રશ્ન 13.
અંગ્રેજોએ ક્યા યુદ્ધમાં શાહઆલમ બીજાને હરાવીને બ્રિટિશ કંપનીનો પેન્શનર બનાવી દીધો?
A. પાણિપતના યુદ્ધમાં
B. બક્સરના યુદ્ધમાં
C. તરાઈના યુદ્ધમાં
D. પ્લાસીના યુદ્ધમાં
ઉત્તર:
B. બક્સરના યુદ્ધમાં
પ્રશ્ન 14.
કોના આક્રમણથી મુઘલ સામ્રાજ્યના પાયા હચમચી ગયા?
A. શેરશાહના
B. તૈમૂરના
C. નાદીરશાહના
D. ફ્લાઈવના
ઉત્તર:
C. નાદીરશાહના
પ્રશ્ન 15.
મુર્શિદકુલીખાં અને અલીવર્દીખાંએ કયા સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી?
A. બુંદેલખંડ
B. બંગાળ
C. ગુજરાત
D. હૈદરાબાદ
ઉત્તર:
B. બંગાળ
પ્રશ્ન 16.
ઈ. સ. 1757માં બંગાળનો નવાબ કોણ હતો?
A. સીજા-ઉદ્-દૌલા
B. સુજા-ઉદ્-દૌલા
C. મિરાજ-ઉદ્દોલા
D. સિરાજ-ઉદ્-દૌલા
ઉત્તર:
A. સીજા-ઉદ્-દૌલા
પ્રશ્ન 17.
ઈ. સ. 1757માં કયું યુદ્ધ થયું હતું?
A. પાણિપતનું
B. બક્સરનું
C. તરાઈનું
D. પ્લાસીનું
ઉત્તર:
D. પ્લાસીનું
પ્રશ્ન 18.
ઈ. સ. 1757માં પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું?
A. મરાઠાઓ અને એહમદશાહ અબ્દાલી વચ્ચે
B. બંગાળના નવાબ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે
C. શાહઆલમ બીજા અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે
D. શીખ નેતા રણજિતસિંહ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે
ઉત્તર:
B. બંગાળના નવાબ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે
પ્રશ્ન 19.
નીચેના પૈકી કયું રાજ્ય રાજસ્થાનનું સૌથી શક્તિશાળી રાજ્ય હતું?
A. અજમેર
B. મેવાડ
C. જયપુર
D. જોધપુર
ઉત્તર:
C. જયપુર
પ્રશ્ન 20.
નીચેના પૈકી કયા રાજા કુશાગ્ર રાજનેતા, સુધારક, કાયદાવિદ્ અને વિજ્ઞાનપ્રેમી હતા?
A. સવાઈ જયસિંહ
B. સવાઈ ભગવાનસિંહ
C. સવાઈ માધોસિંહ
D. સવાઈ માનસિંહ
ઉત્તરઃ
A. સવાઈ જયસિંહ
પ્રશ્ન 21.
રાજા સવાઈ જયસિંહે કયા શહેરની સ્થાપના કરી હતી?
A. ભરતપુરની
B. જશવંતપુરની
C. ઉદયપુરની
D. જયપુરની
ઉત્તર:
D. જયપુરની
પ્રશ્ન 22.
નીચેના પૈકી કયા રાજા મહાન ખગોળશાસ્ત્રી હતા?
A. સવાઈ માનસિંહ
B. સવાઈ જયસિંહ
C. સવાઈ ભગવાનસિંહ
D. સવાઈ માધોસિંહ
ઉત્તર:
B. સવાઈ જયસિંહ
પ્રશ્ન 23.
નીચેના પૈકી કયા શહેરમાં રાજા સવાઈ જયસિંહે વેધશાળા સ્થાપી નહોતી?
A. ઉજ્જૈનમાં
B. દિલ્લીમાં
C. મથુરામાં
D. અજમેરમાં
ઉત્તર:
D. અજમેરમાં
પ્રશ્ન 24.
નીચેના પૈકી કયા રાજ્યનો સમાવેશ અગત્યનાં રાજપૂત રાજ્યોમાં થતો નથી?
A. મેવાડ
B. મારવાડ
C. જોધપુર
D. બિકાનેર
ઉત્તર:
B. મારવાડ
પ્રશ્ન 25.
15મી સદીમાં શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી?
A. ગુરુ નાનકે
B. ગુરુ અર્જુનસિંહે
C. ગુરુ ગોવિંદસિંહે
D. ગુરુ બંદાબહાદુરે
ઉત્તર:
A. ગુરુ નાનકે
પ્રશ્ન 26.
શીખ ધર્મગુરુ પરંપરામાં કુલ કેટલા ગુરુઓ થઈ ગયા?
A. 8
B. 12
C. 10
D. 15
ઉત્તર:
C. 10
પ્રશ્ન 27.
શીખ રાજ્યની સ્થાપના કયા ગુરુએ કરી હતી?
A. ગુરુ નાનકે
B. ગુરુ અર્જુનસિંહે
C. ગુરુ બંદાબહાદુરે
D. ગુરુ ગોવિંદસિંહે
ઉત્તર:
D. ગુરુ ગોવિંદસિંહે
પ્રશ્ન 28.
શીખોના સુકરચકિયા સમૂહના શક્તિશાળી નેતા કોણ હતા?
A. સંગ્રામસિંહ
B. રણજિતસિંહ
C. જશવંતસિંહ
D. ભગવાનસિંહ
ઉત્તર:
B. રણજિતસિંહ
પ્રશ્ન 29.
કોણે કશ્મીર, પેશાવર અને મુલતાન પર વિજય મેળવી શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર કર્યો હતો?
A. રણજિતસિંહે
B. ગુમાનસિંહે
C. સંગ્રામસિંહે
D. ગોવિંદસિંહે
ઉત્તર:
A. રણજિતસિંહે
પ્રશ્ન 30.
રણજિતસિંહે કયા સ્થળે તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું?
A. અમૃતસરમાં
B. જોધપુરમાં
C. દિલ્લીમાં
D. લાહોરમાં
ઉત્તર:
D. લાહોરમાં
પ્રશ્ન 31.
કયા શીખ શાસકના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા?
A. ભગવાનસિંહના
B. સંગ્રામસિંહના
C. રણજિતસિંહના
D. ગોવિંદસિંહના
ઉત્તર:
C. રણજિતસિંહના
પ્રશ્ન 32.
મહારાષ્ટ્રમાં એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કોણે કર્યું હતું?
A. સ્વામી રામદાસે
B. બાલાજી બાજીરાવે
C. છત્રપતિ શિવાજીએ
D. બાલાજી વિશ્વનાથે
ઉત્તર:
C. છત્રપતિ શિવાજીએ
પ્રશ્ન 33.
કોના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપામાર યુદ્ધપદ્ધતિ અપનાવી હતી?
A. છત્રપતિ શિવાજીના
B. બાલાજી બાજીરાવના
C. બાલાજી વિશ્વનાથના
D. બાજીરાવ પહેલાના
ઉત્તર:
A. છત્રપતિ શિવાજીના
પ્રશ્ન 34.
ઔરંગઝેબે કયા મરાઠા શાસકને કેદ કર્યો હતો?
A. સંભાજીને
B. શાહુને
C. રાજારામને
D. શિવાજી બીજાને
ઉત્તર:
B. શાહુને
પ્રશ્ન 35.
છત્રપતિ શાહુને કોણે કેદ કર્યો હતો?
A. ઓરંગઝેબે
B. શાહજહાંએ
C. જહાંગીરે
D. અકબરે
ઉત્તર:
A. ઓરંગઝેબે
પ્રશ્ન 36.
તારાબાઈ અને શાહુ વચ્ચે થયેલા વારસાવિગ્રહમાં શાહુને કોણે જીત અપાવી હતી?
A. સંભાજીએ
B. બાલાજી બાજીરાવે
C. બાલાજી વિશ્વનાથે
D. બાજીરાવ પહેલાએ
ઉત્તર:
C. બાલાજી વિશ્વનાથે
પ્રશ્ન 37.
કયા પેશ્વાએ મરાઠા રાજ્યની તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી હતી?
A. બાલાજી બાજીરાવે
B. બાલાજી વિશ્વનાથે
C. બાજીરાવ પહેલાએ
D. માધવરાવે
ઉત્તર:
B. બાલાજી વિશ્વનાથે
પ્રશ્ન 38.
બાલાજી વિશ્વનાથ પછી કોણ પેશ્વા બન્યા?
A. બાલાજી બાજીરાવ
B. માધવરાવ
C. બાજીરાવ પહેલો
D. બાજીરાવ બીજો
ઉત્તર:
C. બાજીરાવ પહેલો
પ્રશ્ન 39.
કયા પેશ્વાએ મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યું હતું?
A. નાના ફડણવીસે
B. બાલાજી વિશ્વનાથે
C. બાજીરાવ પહેલાએ
D. બાલાજી બાજીરાવે
ઉત્તર:
C. બાજીરાવ પહેલાએ
પ્રશ્ન 40.
પેશ્વા બાજીરાવ પહેલાનું અવસાન ક્યારે થયું?
A. ઈ. સ. 1707માં
B. ઈ. સ. 1920માં
C. ઈ. સ. 1727માં
D. ઈ. સ. 1740માં
ઉત્તર:
D. ઈ. સ. 1740માં
પ્રશ્ન 41.
પેશ્વા બાજીરાવ પહેલાના અવસાન પછી કોણ પેશ્વા બન્યું?
A. બાલાજી બાજીરાવ
B. માધવરાવ
C. બાલાજી વિશ્વનાથ
D. બાજીરાવ બીજો
ઉત્તર:
A. બાલાજી બાજીરાવ
પ્રશ્ન 42.
ઈ. સ. 1761માં ભારત પર કોણે આક્રમણ કર્યું?
A. એહમદશાહ અબ્દાલીએ
B. બાબરે
C. તૈમૂરે
D. નાદીરશાહે
ઉત્તર:
A. એહમદશાહ અબ્દાલીએ
પ્રશ્ન 43.
પાણિપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું?
A. ઇબ્રાહીમ લોદી અને બાબર વચ્ચે
B. અકબર અને હેમુ વચ્ચે
C. એહમદશાહ અબ્દાલી અને મરાઠાઓ વચ્ચે
D. રણજિતસિંહ અને અંગ્રેજો વચ્ચે
ઉત્તર:
C. એહમદશાહ અબ્દાલી અને મરાઠાઓ વચ્ચે
પ્રશ્ન 44.
પાણિપતના ત્રીજા યુદ્ધમાં મરાઠા સૈન્યના પરાજયના સમાચાર મળતાં થયેલા આઘાતથી કયા પેશ્વાનું અવસાન થયું હતું?
A. નાના ફડણવીસનું
B. બાલાજી બાજીરાવનું
C. સવાઈ માધવરાવનું
D. બાલાજી વિશ્વનાથનું
ઉત્તર:
B. બાલાજી બાજીરાવનું
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ
1. ઈ. સ. 1707માં ………………………….. ના મૃત્યુ પછી ભારત : નાનાં નાનાં રાજ્યોમાં વહેંચાઈ ગયું હતું.
ઉત્તર:
ઔરંગઝેબ
2. ઔરંગઝેબના અવસાન પછી ……………………. નામનો સુલતાન મુઘલ ગાદી પર આવ્યો.
ઉત્તર:
બહાદુરશાહ
૩. ગુરુ …………………….. ના મૃત્યુ બાદ શીખ સરદાર બંદાબહાદુરે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો હતો.
ઉત્તર:
ગોવિંદસિંહ
4. ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ શીખ સરદાર ……………………….. મુઘલ સામ્રાજ્ય સામે બળવો કર્યો હતો.
ઉત્તર:
બંદાબહાદુરે
5. બહાદુરશાહનું અવસાન થતાં …………………….. મુઘલ ગાદી પર આવ્યો.
ઉત્તર:
જહાંદરશાહ
6. ઈ. સ. 1713માં જહાંદરશાહને ઊથલાવીને …………………………. ગાદી પર બેઠો.
ઉત્તર:
ફર્ખસિયર
7. સૈયદબંધુઓએ ફર્ખસિયરને ગાદી પરથી ઉઠાડી ……………………… અને બાદશાહ બનાવ્યો.
ઉત્તર:
મહંમદશાહ
8. ઈ. સ. ………………………… માં ઈરાનના શાહ નાદીરશાહે ભારત પર આક્રમણ કર્યું હતું.
ઉત્તર:
1739
9. ઈ. સ. 1739માં ઈરાનના શાહ ……………………… ભારત પર આક્રમણ કર્યું હતું.
ઉત્તર:
નાદીરશાહે
10. અંગ્રેજોએ શાહઆલમ બીજાને ……………………. ના યુદ્ધમાં હરાવ્યો હતો.
ઉત્તરઃ
બકર
11. અંગ્રેજોએ ………………………. ને બક્સરના યુદ્ધમાં હરાવીને તેને કંપનીનો પેન્શનર બનાવી દીધો.
ઉત્તર:
શાહઆલમ બીજા
12. …………………… અને ………………એ બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી.
ઉત્તર:
મુર્શિદકુલીખાં, અલીવર્દીખાં
13. ઈ. સ. ………………………. માં સિરાજ-ઉદ્-દૌલા બંગાળનો નવાબ બન્યો હતો.
ઉત્તર:
1757
14. ઈ. સ. 1757માં બંગાળના નવાબ સિરાજ-ઉદ્-દૌલા અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે …………………….. નું યુદ્ધ થયું હતું.
ઉત્તર:
પ્લાસી
15. પ્લાસીના યુદ્ધની જીતથી અંગ્રેજોને બંગાળમાં …………………….. ની જાગીર મળી.
ઉત્તર:
24 પરગણા
16. ……………………… ના યુદ્ધમાં હાર થતાં બંગાળમાં નવાબના શાસનનો અંત આવ્યો.
ઉત્તર:
બક્સર
17, સવાઈ ……………………….. જયપુરના રાજા હતા.
ઉત્તર:
જયસિંહ
18. રાજા સવાઈ જયસિંહે ……………….. શહેરની સ્થાપના કરી હતી.
ઉત્તર:
જયપુર
19. રાજા સવાઈ જયસિંહ મહાન ………………………. હતા.
ઉત્તર:
ખગોળશાસ્ત્રી
20. રાજા સવાઈ જયસિંહે દિલ્લી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક ……………………. નું નિર્માણ કરાવ્યું હતું.
ઉત્તર:
વેધશાળાઓ
21. 15મી સદીમાં ગુરુ …………………….. શીખધર્મની સ્થાપના કરી હતી.
ઉત્તર:
નાનકે
22. 15મી સદીમાં ગુરુ નાનકે ………………………. ધર્મની સ્થાપના કરી હતી.
ઉત્તર:
શીખ
23. 10મા ગુરુ ………………….. શીખ રાજ્યની સ્થાપના કરી હતી.
ઉત્તર:
ગોવિંદસિંહે
24. …………………….. મુઘલ સામ્રાજ્ય વિરુદ્ધ ભયંકર વિદ્રોહ કર્યો હતો.
ઉત્તર:
બંદાબહાદુરે
25. સુકરચકિયા સમૂહના શક્તિશાળી નેતા ……………………. પંજાબમાં શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો હતો.
ઉત્તર:
રણજિતસિંહે
26. ……………………………. ના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા.
ઉત્તર:
રણજિતસિંહ
27. …………………….. તેમના સૈન્યને યુરોપના સૈન્યની જેમ અતિ આધુનિક બનાવ્યું હતું.
ઉત્તર:
રણજિતસિંહે
28. ……………………… 17મી સદીના મહાન શાસકોમાં અગ્રસ્થાને હતા.
ઉત્તર:
છત્રપતિ શિવાજી
29. ………………………. એ મહારાષ્ટ્રમાં એક સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી.
ઉત્તર:
છત્રપતિ શિવાજી
30. છત્રપતિ શિવાજી મહારાજના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં ………………………… યુદ્ધપદ્ધતિ અપનાવી હતી.
ઉત્તર:
છાપામાર
31. ઈ. સ. 1707માં શિવાજીના પૌત્ર શાહુ અને તેમનાં કાકી ………………………. વચ્ચે વારસાવિગ્રહ થયો હતો.
ઉત્તર:
તારાબાઈ
32. …………………….. પ્રથમ પેશ્વા હતા.
ઉત્તર:
બાલાજી વિશ્વનાથ
૩૩. પેશ્વા બાલાજી વિશ્વનાથના અવસાન પછી ……………………. પેશ્વા બન્યા.
ઉત્તર:
બાજીરાવ પહેલો
34. પેશ્વા ……………………. એ મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યું હતું.
ઉત્તર:
બાજીરાવ પહેલા
35. પેશ્વા બાજીરાવ પહેલાના અવસાન પછી ……………………….. પેશ્વા બન્યા.
ઉત્તર:
બાલાજી બાજીરાવ
36. ઈ. સ. 1761માં ઈરાનના શાહ ………………………. એ ભારત પર આક્રમણ કર્યું.
ઉત્તર:
એહમદશાહ અબ્દાલી
37. ઈ. સ. 1761માં ઈરાનના શાહ એહમદશાહ અબ્દાલી અને મરાઠાઓ વચ્ચે …………………… યુદ્ધ થયું.
ઉત્તર:
પાણિપતનું ત્રીજું
38. પાણિપતના ત્રીજા યુદ્ધમાં મરાઠા સૈન્યના પરાજયના સમાચાર મળતાં આઘાતથી પેશ્વા ………………………. નું અવસાન થયું.
ઉત્તર:
બાલાજી બાજીરાવ
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
1. ભારતમાં 16મી સદી અનેક ઊથલપાથલવાળી હતી.
ઉત્તર:
ખોટું
2. ઔરંગઝેબના અવસાન પછી બહાદુરશાહ મુઘલ ગાદી પર આવ્યો.
ઉત્તર:
ખરું
૩. બહાદુરશાહે મરાઠાઓ વચ્ચે વારસાવિગ્રહ કરાવ્યો હતો.
ઉત્તર:
ખરું
4. બહાદુરશાહના અવસાન પછી મહંમદશાહ મુઘલ ગાદી પર આવ્યો.
ઉત્તર:
ખોટું
5. ફર્ખસિયરને ગાદી પરથી ઉઠાડીને શાહઆલમ બીજાને મુઘલ ગાદી પર બેસાડવામાં આવ્યો.
ઉત્તર:
ખોટું
6. ઈ. સ. 1739માં ઈરાનના શાહ નાદીરશાહે ભારત પર આક્રમણ કરીને મુઘલ સામ્રાજ્યને મોટો ફટકો માર્યો હતો.
ઉત્તર:
ખરું
7. અંગ્રેજોએ સિરાજ-ઉદ્-દૌલાને બક્સરના યુદ્ધમાં હરાવીને કંપનીનો પેન્શનર બનાવી દીધો.
ઉત્તર:
ખોટું
8. ઈ. સ. 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું.
ઉત્તર:
ખરું
9. મુઘલ સામ્રાજ્યના પતન પછી રાજસ્થાનમાં જોધપુર એક શક્તિશાળી રાજ્ય હતું.
ઉત્તર:
ખોટું
10. રાજા સવાઈ જયસિંહે જયપુરની સ્થાપના કરી હતી.
ઉત્તર:
ખરું
11. રાજા સવાઈ જયસિંહ મહાન રસાયણશાસ્ત્રી હતા.
ઉત્તર:
ખોટું
12. રાજા સવાઈ જયસિંહે ભારતનાં ચાર શહેરોમાં રાજમહેલો બંધાવ્યા હતા.
ઉત્તર:
ખોટું
13. 15મી સદીમાં ગુરુ નાનકે શીખધર્મની સ્થાપના કરી હતી.
ઉત્તર:
ખરું
14 શીખધર્મ પરંપરામાં કુલ 10 ગુરુઓ થયા હતા.
ઉત્તર:
ખરું
15. ગુરુ તેજબહાદુરે પંજાબમાં શીખ રાજ્યની સ્થાપના કરી હતી.
ઉત્તર:
ખોટું
16. સુકરચકિયાના શક્તિશાળી નેતા રણજિતસિંહે શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો હતો.
ઉત્તર:
ખરું
17. રણજિતસિંહે અમૃતસરમાં તોપ બનાવવાનું કારખાનું શરૂ કર્યું હતું.
ઉત્તર:
ખોટું
18. છત્રપતિ શિવાજીએ મહારાષ્ટ્રમાં – દખ્ખણમાં એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું.
ઉત્તર:
ખરું
19. છત્રપતિ શિવાજીના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપામાર યુદ્ધપદ્ધતિ અપનાવી હતી.
ઉત્તર:
ખરું
20. ઓરંગઝેબે છત્રપતિ શિવાજી પછી શિવાજીના પૌત્ર સંભાજીને કેદ કર્યો હતો.
ઉત્તર:
ખોટું
21. બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશ્વા હતા.
ઉત્તર:
ખરું
22. ઈ. સ. 1720માં પેશ્વા બાલાજી વિશ્વનાથના અવસાન પછી બાલાજી બાજીરાવ પેશ્વા બન્યા.
ઉત્તર:
ખોટું
23. પેશ્વા બાજીરાવ પહેલાએ હૈદરાબાદના નિઝામને હરાવ્યો હતો.
ઉત્તર:
ખરું
24. પેશ્વા બાલાજી વિશ્વનાથે બંગાળથી છેક મૈસૂર સુધી વિજયો મેળવ્યા હતા.
ઉત્તર:
ખોટું
25. ઈ. સ. 1617માં ઈરાનના શાહ એહમદશાહ અબ્દાલીએ ભારત પર આક્રમણ કર્યું હતું.
ઉત્તર:
ખોટું
26. ઈ. સ. 1761માં ઈરાનના શાહ એહમદશાહ અબ્દાલી અને મરાઠાઓ વચ્ચે પાણિપતનું ત્રીજું યુદ્ધ થયું હતું.
ઉત્તર:
ખરું
27. પાણિપતના ત્રીજા યુદ્ધમાં એહમદશાહ અબ્દાલી સામે મરાઠા સૈન્યનો વિજય થયો હતો.
ઉત્તરઃ
ખોટું
બંધબેસતાં જોડકાં જોડોઃ
1.
વિભાગ ‘અ’ (સાલ) | વિભાગ ‘બ’ (બનાવો) |
(1) ઈ. સ. 1707 | (1) શાહઆલમ બીજો મુઘલ ગાદી પર બેઠો. |
(2) ઈ. સ. 1712 | (2) નાદીરશાહનું ભારત પર આક્રમણ |
(3) ઈ. સ. 1739 | (3) પ્લાસીનું યુદ્ધ થયું |
(4) ઈ. સ. 1759 | (4) બહાદુરશાહનું અવસાન |
(5) ઔરંગઝેબનું અવસાન |
ઉત્તર:
વિભાગ ‘અ’ (સાલ) | વિભાગ ‘બ’ (બનાવો) |
(1) ઈ. સ. 1707 | (5) ઔરંગઝેબનું અવસાન |
(2) ઈ. સ. 1712 | (4) બહાદુરશાહનું અવસાન |
(3) ઈ. સ. 1739 | (2) નાદીરશાહનું ભારત પર આક્રમણ |
(4) ઈ. સ. 1759 | (1) શાહઆલમ બીજો મુઘલ ગાદી પર બેઠો. |
2.
વિભાગ ‘અ’ (સાલ) | વિભાગ ‘બ’ (બનાવો) |
(1) ઈ. સ. 1720 | (1) પ્લાસીનું યુદ્ધ થયું. |
(2) ઈ. સ. 1740 | (2) પાણિપતનું ત્રીજું યુદ્ધ થયું. |
(3) ઈ. સ. 1757 | (3) બક્સરનું યુદ્ધ થયું. |
(4) ઈ. સ. 1761 | (4) બાલાજી વિશ્વનાથનું અવસાન |
(5) બાજીરાવ પહેલાનું અવસાન |
ઉત્તર:
વિભાગ ‘અ’ (સાલ) | વિભાગ ‘બ’ (બનાવો) |
(1) ઈ. સ. 1720 | (4) બાલાજી વિશ્વનાથનું અવસાન |
(2) ઈ. સ. 1740 | (5) બાજીરાવ પહેલાનું અવસાન |
(3) ઈ. સ. 1757 | (1) પ્લાસીનું યુદ્ધ થયું. |
(4) ઈ. સ. 1761 | (2) પાણિપતનું ત્રીજું યુદ્ધ થયું. |
3.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) બંગાળનો નવાબ | (1) સવાઈ જયસિંહ |
(2) મહાન ખગોળશાસ્ત્રી | (2) સુજા-ઉદ્દોલા |
(3) શીખધર્મના સ્થાપક | (3) સિરાજ-ઉદ્દોલા |
(4) શીખ રાજ્યના સ્થાપક | (4) ગુરુ નાનક |
(5) ગુરુ ગોવિંદસિંહ |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) બંગાળનો નવાબ | (3) સિરાજ-ઉદ્દોલા |
(2) મહાન ખગોળશાસ્ત્રી | (1) સવાઈ જયસિંહ |
(3) શીખધર્મના સ્થાપક | (4) ગુરુ નાનક |
(4) શીખ રાજ્યના સ્થાપક | (5) ગુરુ ગોવિંદસિંહ |
4.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) શીખ સામ્રાજ્યનો વિસ્તાર ક્ય | (1) બાલાજી વિશ્વનાથ |
(2) તોપ બનાવવાનું કારખાનું | (2) રણજિતસિંહ |
(3) દખ્ખણમાં સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું | (3) લાહોર |
(4) પ્રથમ પેશ્વા | (4) અમૃતસર |
(5) છત્રપતિ શિવાજી |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) શીખ સામ્રાજ્યનો વિસ્તાર ક્ય | (2) રણજિતસિંહ |
(2) તોપ બનાવવાનું કારખાનું | (3) લાહોર |
(3) દખ્ખણમાં સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું | (5) છત્રપતિ શિવાજી |
(4) પ્રથમ પેશ્વા | (1) બાલાજી વિશ્વનાથ |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
ભારત નાનાં નાનાં રાજ્યોમાં ક્યારે વહેચાઈ ગયું?
ઉત્તર:
ઈ. સ. 1707માં ઔરંગઝેબના અવસાન પછી ભારત નાનાં નાનાં રાજ્યોમાં વહેંચાઈ ગયું.
પ્રશ્ન 2.
ઔરંગઝેબના અવસાન પછી મુઘલ ગાદી પર કોણ આવ્યું?
ઉત્તર:
ઔરંગઝેબના અવસાન પછી બહાદુરશાહ નામનો સુલતાન મુઘલ ગાદી પર આવ્યો.
પ્રશ્ન 3.
મુઘલ સામ્રાજ્ય સામે કોણે વિદ્રોહ કર્યો હતો?
ઉત્તર:
શીખ સરદાર બંદાબહાદુરે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો હતો.
પ્રશ્ન 4.
ઈ. સ. 1712માં મુઘલ ગાદી પર કોણ આવ્યું?
ઉત્તર:
ઈ. સ. 1712માં જહાંદરશાહ મુઘલ ગાદી પર આવ્યો.
પ્રશ્ન 5.
ઈ. સ. 1913માં મુઘલ ગાદી પર કોણ આવ્યું? કેવી રીતે?
ઉત્તર:
ઈ. સ. 1713માં બાદશાહ જહાંદરશાહને પદભ્રષ્ટ કરીને ફર્ખસિયર મુઘલ ગાદી પર આવ્યો.
પ્રશ્ન 6.
મહંમદશાહ મુઘલ બાદશાહ કેવી રીતે બન્યો?
ઉત્તરઃ
મુઘલ સામ્રાજ્યમાં ભારે વર્ચસ્વ ધરાવતા બે સૈયદ ભાઈઓએ ફર્ખસિયરને ગાદી પરથી ઉઠાડી મહંમદશાહને મુઘલ બાદશાહ બનાવ્યો.
પ્રશ્ન 7.
ઈ. સ. 1739માં કોણે ભારત પર આક્રમણ કર્યું?
ઉત્તરઃ
ઈ. સ. 1739માં ઈરાનના શાહ નાદીરશાહે ભારત પર આક્રમણ કર્યું.
પ્રશ્ન 8.
અંગ્રેજોએ મુઘલ બાદશાહ શાહઆલમ બીજાને કંપનીનો પેન્શનર કેવી રીતે બનાવ્યો?
ઉત્તર:
ઈ. સ. 1764માં અંગ્રેજો અને મુઘલ બાદશાહ શાહઆલમ બીજા વચ્ચે બક્સરનું યુદ્ધ થયું. એ યુદ્ધમાં શાહઆલમ બીજાને હરાવીને અંગ્રેજોએ તેને કંપનીનો પેન્શનર બનાવી દીધો.
પ્રશ્ન 9.
બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કોણે કરી?
ઉત્તર:
મુર્શિદકુલીખાં અને અલીવદખાએ બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી.
પ્રશ્ન 10.
ઈ. સ. 1757માં બંગાળનો નવાબ કોણ બન્યું?
ઉત્તર:
ઈ. સ. 1757માં સિરાજ-ઉદ્-દૌલા બંગાળનો નવાબ બન્યો.
પ્રશ્ન 11.
પ્લાસીનું યુદ્ધ ક્યારે, કોની કોની વચ્ચે થયું? એ યુદ્ધનું શું પરિણામ આવ્યું?
ઉત્તરઃ
પ્લાસીનું યુદ્ધ ઈ. સ. 1757માં અંગ્રેજો અને બંગાળના નવાબ સિરાજ-ઉદૌલા વચ્ચે થયું. એ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. અંગ્રેજોને બંગાળમાં 24 પરગણાની જાગીર મળી.
પ્રશ્ન 12.
બંગાળમાં નવાબના શાસનનો અંત ક્યારે આવ્યો?
ઉત્તરઃ
બક્સરના યુદ્ધમાં અંગ્રેજો સામે નવાબનો પરાજય થતાં બંગાળમાં નવાબના શાસનનો અંત આવ્યો.
પ્રશ્ન 13.
મુઘલ સામ્રાજ્યના પતન પછી રાજસ્થાનનું સૌથી શક્તિશાળી રાજ્ય કર્યું હતું?
ઉત્તર:
મુઘલ સામ્રાજ્યના પતન પછી જયપુર રાજસ્થાનનું સૌથી શક્તિશાળી રાજ્ય હતું.
પ્રશ્ન 14.
રાજા સવાઈ જયસિંહનું વ્યક્તિત્વ કેવું હતું?
ઉત્તરઃ
રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર રાજનેતા, સુધારક, કાયદાવિદ્ અને વિજ્ઞાનપ્રેમી હતા.
પ્રશ્ન 15.
રાજા સવાઈ જયસિંહે કયાં કયાં શહેરોમાં વેધશાળાઓ સ્થાપી હતી?
ઉત્તર:
રાજા સવાઈ જયસિંહ મહાન ખગોળશાસ્ત્રી હતા. તેમણે દિલ્લી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓ સ્થાપી હતી.
પ્રશ્ન 16.
શીખધર્મની સ્થાપના કોણે કરી? ક્યારે?
ઉત્તરઃ
15મી સદીમાં ગુરુ નાનકે શીખધર્મની સ્થાપના કરી.
પ્રશ્ન 17.
શીખ રાજ્યની સ્થાપના કોણે કરી?
ઉત્તરઃ
10માં ગુરુ ગોવિંદસિંહે શીખ રાજ્યની સ્થાપના કરી.
પ્રશ્ન 18.
મુઘલ સામ્રાજ્ય વિરુદ્ધ કોણે મોટો વિદ્રોહ કર્યો હતો?
ઉત્તરઃ
બંદાબહાદુરે મુઘલ સામ્રાજ્ય વિરુદ્ધ મોટો વિદ્રોહ કર્યો હતો.
પ્રશ્ન 19.
શીખો કેટલા સમૂહમાં વિભાજિત હતા?
ઉત્તર:
શીખો 12 સમૂહમાં વિભાજિત હતા.
પ્રશ્ન 20.
શીખ સામ્રાજ્યનો વિસ્તાર કોણે કર્યો?
ઉત્તરઃ
સુકરચકિયા સમૂહના શક્તિશાળી નેતા રણજિતસિંહે શીખ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો.
પ્રશ્ન 21.
રણજિતસિંહે તેમના સૈન્યને કેવી રીતે અતિ આધુનિક બનાવ્યું હતું?
ઉત્તર:
રણજિતસિંહે તેમના સૈન્યમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકોની નિમણૂક કરી હતી. તેમણે તેમના સૈન્યને યુરોપના દેશોના સૈન્યની જેમ અતિ આધુનિક બનાવ્યું હતું.
પ્રશ્ન 22.
રણજિતસિંહે લાહોરમાં શાની સ્થાપના કરી હતી?
ઉત્તર:
રણજિતસિંહે લાહોરમાં તોપો બનાવવાના કારખાનાની સ્થાપના કરી હતી.
પ્રશ્ન 23.
અંગ્રેજોએ શીખ સામ્રાજ્યને ક્યારે બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું?
ઉત્તરઃ
અંગ્રેજોએ ઈ. સ. 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું.
પ્રશ્ન 24.
દખ્ખણમાં કોણે સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું? કેવી રીતે?
ઉત્તર:
છત્રપતિ શિવાજીએ મુઘલ સમ્રાટ ઔરંગઝેબ, બીજાપુરના સુલતાન, પોર્ટુગીઝોનો સફળ સામનો કરી દખ્ખણમાં સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું.
પ્રશ્ન 25.
કોના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં કઈ યુદ્ધપદ્ધતિ અપનાવી હતી?
ઉત્તર
છત્રપતિ શિવાજીના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપામાર યુદ્ધપદ્ધતિ અપનાવી હતી.
પ્રશ્ન 26.
ઔરંગઝેબે છત્રપતિ શિવાજી પછી કોને કેદ કર્યો હતો?
ઉત્તર:
ઔરંગઝેબે છત્રપતિ શિવાજી પછી શિવાજીના પૌત્ર શાહુને કેદ કર્યો હતો.
પ્રશ્ન 27.
કોના સમયથી મરાઠા રાજ્યમાં પેશ્વા પ્રથાની શરૂઆત થઈ?
ઉત્તરઃ
બાલાજી વિશ્વનાથના સમયથી મરાઠા રાજ્યમાં પેશ્વા પ્રથાની શરૂઆત થઈ.
પ્રશ્ન 28.
પ્રથમ પેશ્વા કોણ હતા?
ઉત્તર:
બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશ્વા હતા.
પ્રશ્ન 29.
બાલાજી વિશ્વનાથ પછી કોણ પેશ્વા બન્યું?
ઉત્તર:
બાલાજી વિશ્વનાથ પછી બાજીરાવ પહેલો પેશ્વા બન્યો.
પ્રશ્ન 30.
પેશ્વા બાજીરાવ પહેલા પછી કોણ પેશ્વા બન્યું?
ઉત્તર:
પેશ્વા બાજીરાવ પહેલા પછી તેમના પુત્ર બાલાજી બાજીરાવ પેશ્વા બન્યા.
નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો:
પ્રશ્ન 1.
ઈ. સ. 1712થી 1759 સુધી મુઘલ ગાદી પર થયેલાં પરિવર્તનોની માહિતી આપો.
ઉત્તર:
ઈ. સ. 1712માં બહાદુરશાહનું અવસાન થતાં જહાંદરશાહ મુઘલ ગાદી પર આવ્યો. ઈ. સ. 1713માં તેને ઊથલાવીને ફર્ખસિયર મુઘલ ગાદી પર બેઠો. આ સમયે મુઘલ સામ્રાજ્યમાં વર્ચસ્વ ધરાવતા બે સૈયદ ભાઈઓએ ફર્ખસિયરને પદભ્રષ્ટ કરી મહંમદશાહને બાદશાહ બનાવ્યો. તેણે લાંબા સમય સુધી શાસન કર્યું. તેના સમયમાં ઈ. સ. 1739માં ઈરાનના શાહ નાદીરશાહે ભારત પર આક્રમણ કરી મુઘલ સામ્રાજ્યના પાયા હચમચાવી નાખ્યા. ઈ. સ. 1759માં શાહઆલમ બીજો ગાદી પર આવ્યો. અંગ્રેજોએ તેને ઈ. સ. 1764ના બક્સરના યુદ્ધમાં હરાવ્યો અને તેને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પેન્શનર બનાવી દીધો.
પ્રશ્ન 2.
શીખ સામ્રાજ્યના શક્તિશાળી શાસક રણજિતસિંહની કામગીરી જણાવો.
ઉત્તર:
રણજિતસિંહ શીખ સામ્રાજ્યના મહાન શાસક હતા. તેમણે લાહોર, અમૃતસર, કશ્મીર, પેશાવર અને મુલતાન પર વિજય મેળવી શીખ સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર કર્યો હતો. તેમણે તેમના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકોની નિમણૂક કરી હતી. તેમણે તેમના સૈન્યને યુરોપના દેશોના સૈન્યની જેમ અતિ આધુનિક બનાવ્યું હતું. રણજિતસિંહે લાહોરમાં તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું. તેઓ ધાર્મિક રીતે ઉદાર હતા. રણજિતસિંહના અવસાન પછી અંગ્રેજોએ ઈ. સ. 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું.
પ્રશ્ન 3.
મરાઠા રાજ્યમાં પેશ્વા પ્રથા ક્યારથી શરૂ થઈ?
ઉત્તર:
ઔરંગઝેબે છત્રપતિ શિવાજી બાદ શિવાજીના પૌત્ર શાહુને કેદ કર્યો હતો. ઈ. સ. 1707માં ઔરંગઝેબનું અવસાન થયું. એ પછી શાહને કેદમાંથી છોડી મૂકવામાં આવ્યો. શાહુ પુણે પાછા આવતાં તેમનાં કાકી તારાબાઈ વચ્ચે વારસાવિગ્રહ થયો. એ વખતે શાહુ સાથે સારા સંબંધો ધરાવતા બાલાજી વિશ્વનાથે વારસાવિગ્રહમાં શાહુને વિજય અપાવ્યો. આ બનાવના સમયથી મરાઠા રાજ્યમાં પેશ્વા પ્રથા શરૂ થઈ.
પ્રશ્ન 4.
મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં કોણે પરિવર્તિત કર્યું? કેવી રીતે?
ઉત્તર:
પેશ્વા બાજીરાવ પહેલો કુશળ યોદ્ધા અને કુશળ રાજનીતિજ્ઞ હતા. તેમણે સૌપ્રથમ મુઘલ વિસ્તારો મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દીધા. એ પછી તેમણે માળવા, ગુજરાત અને બુંદેલખંડ જીતી લીધાં. તેમણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો. આ રીતે પેશ્વા બાજીરાવ પહેલાએ મહારાષ્ટ્રને એક મહાન સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યું.
પ્રશ્ન 5.
પાણિપતનું ત્રીજું યુદ્ધ ક્યારે થયું હતું? તેનું શું પરિણામ આવ્યું હતું?
ઉત્તર:
પાણિપતનું ત્રીજું યુદ્ધ ઈ. સ. 1761માં થયું હતું. એ યુદ્ધમાં મરાઠાઓનો પરાજય થયો હતો. મરાઠા સૈન્યના પરાજયના સમાચાર મળતાં આઘાતથી પેશ્વા બાલાજી બાજીરાવ અવસાન પામ્યા હતા. તદુપરાંત, પાણિપતના ત્રીજા યુદ્ધમાં પરાજિત બનેલા મરાઠાઓ નિર્બળ બનતાં ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો.
પરિચય આપો:
(1) બહાદુરશાહ
(2) રાજા સવાઈ જયસિંહ
(3) છત્રપતિ શિવાજી
(4) બાલાજી વિશ્વનાથ
(5) બાજીરાવ પહેલો
(6) બાલાજી બાજીરાવ
ઉત્તર:
(1) બહાદુરશાહ: ઔરંગઝેબના અવસાન પછી બહાદુરશાહ મુઘલ બાદશાહ બન્યો હતો. તેણે રાજપૂતો અને મરાઠાઓ સાથે શાંતિભર્યા સંબંધો બાંધ્યા હતા. પરંતુ તેણે મરાઠાઓ વચ્ચે વારસાવિગ્રહ કરાવ્યો હતો. તેના સમયમાં ગુરુ ગોવિંદસિંહના અવસાન પછી શીખ સરદાર બંદાબહાદુરે મુઘલ સામ્રાજ્ય સામે વિદ્રોહ કર્યો હતો.
(2) રાજા સવાઈ જયસિંહઃ સવાઈ જયસિંહ જયપુરના રાજા હતા. તેમણે જયપુર શહેરની સ્થાપના કરી હતી. તેઓ કુશાગ્ર રાજનેતા, સુધારક, કાયદાવિદ્ અને વિજ્ઞાનપ્રેમી હતા. તેઓ મહાન ખગોળશાસ્ત્રી હતા. તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓનું નિર્માણ કરાવ્યું હતું.
(૩) છત્રપતિ શિવાજી છત્રપતિ શિવાજી 17મી સદીના સૌથી મહાન શાસક હતા. તેમણે મુઘલ સમ્રાટ ઔરંગઝેબ, બીજાપુરના સુલતાન, પોર્ટુગીઝો વગેરેને હંફાવીને દખ્ખણમાં એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું. છત્રપતિ શિવાજીના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ દખ્ખણમાં છાપામાર યુદ્ધપદ્ધતિ અપનાવીને ઘણા પ્રદેશો મેળવીને વિશાળ મરાઠા સામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું. છત્રપતિ શિવાજીએ રાજ્ય માટે કુશળ, કાર્યક્ષમ અને પ્રજાકલ્યાણકારી શાસનતંત્રની રચના કરી હતી. છત્રપતિ શિવાજીએ સહિષ્ણુતા અને ઉદારતા દાખવ્યાં હતાં. તેઓ કાબેલ વહીવટકર્તા 5 અને ઉત્તમ રાજનીતિજ્ઞ હતા. તેમણે કુનેહ અને મુત્સદ્દીગીરીથી ? દખ્ખણમાં હિંદુ રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું.
(4) બાલાજી વિશ્વનાથ છત્રપતિ શાહુના અમલ દરમિયાન રાજ્યની બધી સત્તા બાલાજી વિશ્વનાથ પાસે હતી. તેમણે બધી સત્તા પોતાના હસ્તક લઈ એક રાજકર્તા તરીકે વહીવટ સંભાળ્યો હતો. મરાઠા રાજ્યના પ્રથમ પેશ્વા બનીને બાલાજી વિશ્વનાથે પોતાના વારસદારો માટે પેશ્વાપદ’ વંશપરંપરાગત બનાવ્યું હતું. તેમણે મરાઠા રાજ્યનો સારો વિકાસ કર્યો હતો.
(5) બાજીરાવ પહેલો
ઉત્તરઃ
પેશ્વા બાજીરાવ પહેલો કુશળ યોદ્ધા અને કુશળ રાજનીતિજ્ઞ હતા. તેમણે સૌપ્રથમ મુઘલ વિસ્તારો મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દીધા. એ પછી તેમણે માળવા, ગુજરાત અને બુંદેલખંડ જીતી લીધાં. તેમણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો. આ રીતે પેશ્વા બાજીરાવ પહેલાએ મહારાષ્ટ્રને એક મહાન સામ્રાજ્યમાં પરિવર્તિત કર્યું.
(6) બાલાજી બાજીરાવ: બાજીરાવ પહેલાના અવસાન પછી ઈ. સ. 1740માં બાલાજી બાજીરાવ પેશ્વા બન્યા. તેઓ બહાદુર અને સારા વહીવટકર્તા હતા. તેમણે બંગાળથી છેક મૈસૂર સુધી વિજયો મેળવ્યા હતા. બાલાજી બાજીરાવના સમયમાં એહમદશાહ અબ્દાલી સાથે પાણિપતનું ત્રીજું યુદ્ધ થયું હતું. એ યુદ્ધમાં મરાઠા સેન્યનો પરાજય થયો હતો. પરાજયના સમાચાર સાંભળી બાલાજી બાજીરાવને આઘાત લાગ્યો. પરિણામે તેમનું ટૂંક સમયમાં અવસાન થયું હતું.
પ્રવૃત્તિઓ
1. પાઠ્યપુસ્તકના પાના નં. 50 પરના નકશાને આધારે ભારતના રેખાંકિત નકશામાં 18મી સદીના ભારતનાં રાજ્યો દર્શાવો.
2. ‘શિવાજીનું હાલરડું’ ગીત મેળવીને વર્ગમાં સમૂહગાન કરો.
3. ભારતનાં શહેરોમાં આવેલી વેધશાળાઓનાં ચિત્રો મેળવી તેની સંગ્રહપોથી બનાવો.
4 શિવાજી મહારાજના જીવનમાંથી કોઈ એક પ્રસંગ મેળવીને નોંધપોથીમાં નોંધ કરો.
5. તમારા શિક્ષક, વાલી કે શાળાના પુસ્તકાલય કે ઈન્ટરનેટના માધ્યમથી 18મી સદીના શાસકોની નીચે મુજબ યાદી બનાવો:
(1) રાજપૂત શાસકો (જયપુર, જોધપુર, બિકાનેર)
(2) મુઘલ શાસકો (બહાદુરશાહ પ્રથમથી)
(3) મરાઠા રાજ્યના પેશ્વા શાસકો
(4) શીખ સામ્રાજ્યના 10 ગુરુઓ
HOTs પ્રણોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલ માં લખો:
પ્રશ્ન 1.
મુઘલવંશના અંતિમ શાસકોમાં કોનો સમાવેશ કરી ન શકાય?
A. શાહઆલમ બીજાને
B. મહંમદશાહને
C. જહાંદરશાહને
D. જહાંગીરને
ઉત્તર:
D. જહાંગીરને
પ્રશ્ન 2.
દિલ્લી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં વેધશાળાઓની સ્થાપના કરનાર ખગોળશાસ્ત્રી રાજા કોણ હતા?
A. રણજિતસિંહ
B. સવાઈ જયસિંહ
C. બહાદુરશાહ
D. રાજા માનસિંહ
ઉત્તર:
B. સવાઈ જયસિંહ
પ્રશ્ન 3.
મરાઠા રાજ્યના પ્રથમ પેશ્વા કોણ હતા?
A. બાલાજી વિશ્વનાથ
B. માધવરાવ
C. બાજીરાવ પહેલો
D. જસવંત હોલકર
ઉત્તર:
A. બાલાજી વિશ્વનાથ
પ્રશ્ન 4.
શીખ રાજ્યની સ્થાપના કરનાર શીખ ગુરુ કોણ હતા?
A. ગુરુ નાનક
B. ગુરુ અર્જુનસિંહ
C. ગુરુ ગોવિંદસિંહ
D. બંદાબહાદુર
ઉત્તર:
C. ગુરુ ગોવિંદસિંહ
પ્રશ્ન 5.
પાણિપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું?
A. અંગ્રેજો અને મરાઠા વચ્ચે
B. મરાઠા અને મુઘલો વચ્ચે
C. મરાઠાઓ અને એહમદશાહ અબ્દાલી વચ્ચે
D. અંગ્રેજો અને મુઘલો વચ્ચે
ઉત્તર:
C. મરાઠાઓ અને એહમદશાહ અબ્દાલી વચ્ચે
પ્રશ્ન 6.
નીચેનાં સ્થળો પૈકી કયા સ્થળે વેધશાળા આવેલી નથી?
A. ઉજ્જૈન
B. મથુરા
C. જયપુર
D. બિકાનેર
ઉત્તર:
D. બિકાનેર
પ્રશ્ન 7.
નીચેના પૈકી કયા શાસક પાસે પેશ્વાપદ નહોતું?
A. બાલાજી બાજીરાવ પાસે
B. છત્રપતિ શાહુ પાસે
C. બાલાજી વિશ્વનાથ પાસે
D. બાજીરાવ પહેલા પાસે
ઉત્તર:
B. છત્રપતિ શાહુ પાસે