Gujarat Board GSEB Class 8 Social Science Important Questions Chapter 7 આધુનિક ભારતમાં કલા Important Questions and Answers.
GSEB Class 8 Social Science Important Questions Chapter 7 આધુનિક ભારતમાં કલા
1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો:
પ્રશ્ન 1.
માનવની અભિવ્યક્તિનું માધ્યમ કયું છે?
A. સાહિત્ય
B. કલા
C. પ્રવાસ
D. સ્વાતંત્ર્ય
ઉત્તર:
B. કલા
પ્રશ્ન 2.
કલાશાસ્ત્રીઓ કલાને કેટલા ભાગમાં વહેંચે છે?
A. બે
B. ત્રણ
C. ચાર
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
A. બે
પ્રશ્ન 3.
દશ્યકલામાં કઈ બે કલાઓનો સમાવેશ થાય છે?
A. ચિત્ર અને સંગીત
B શિલ્પ અને નૃત્ય
C. નૃત્ય અને નાટ્ય
D. ચિત્ર અને શિલ્પ
ઉત્તર:
D. ચિત્ર અને શિલ્પ
પ્રશ્ન 4.
પ્રદર્શિત કલામાં કઈ બે કલાઓનો સમાવેશ થાય છે?
A. સંગીત અને ચિત્ર
B નૃત્ય અને શિલ્પ
C. નૃત્ય અને નાટ્ય
D. વાદ્ય અને ચિત્ર
ઉત્તર:
C. નૃત્ય અને નાટ્ય
પ્રશ્ન 5.
સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ કયું છે?
A. મહાપુરુષો
B. મહાનગ્રંથો
C. કલા
D. નદીઓ
ઉત્તર:
C. કલા
પ્રશ્ન 6.
વૈશ્વિકતા, વિવિધતામાં એકતા અને ધર્મનિરપેક્ષતા શામાં જોવા મળે છે?
A. ભારતીય કલામાં
B. પ્રકૃતિમાં
C. પ્રાચીન સાહિત્યમાં
D. શાસનપદ્ધતિમાં
ઉત્તર:
A. ભારતીય કલામાં
પ્રશ્ન 7.
ચિત્રકલાના શરૂઆતના વિષયો કયા હતા?
A. ધર્મગ્રંથોના પ્રસંગો
B. દેવી-દેવતાઓ
C. પશુ-પક્ષીઓ
D. આપેલ તમામ
ઉત્તર:
D. આપેલ તમામ
પ્રશ્ન 8.
કઈ વિશ્વવિદ્યાલયોમાં કલાશિક્ષણ આપવામાં આવતું હતું?
A. તક્ષશિલા અને વલભી
B. તક્ષશિલા અને નાલંદામાં
C. નાલંદા અને વિક્રમશિલા
D. વલભી અને વિક્રમશિલા
ઉત્તર:
B. તક્ષશિલા અને નાલંદામાં
પ્રશ્ન 9.
કચ્છના મહારાવ પ્રાગમલજીએ કયા શહેરમાં કલાશાળા શરૂ કરી હતી?
A. ગાંધીધામમાં
B. લખપતમાં
C. ભુજમાં
D. અંજારમાં
ઉત્તર:
C. ભુજમાં
પ્રશ્ન 10.
મહારાજા સયાજીરાવે વડોદરામાં કલાશિક્ષણ માટે કઈ સંસ્થા સ્થાપી હતી?
A. કલાશાળા
B. કલાભવન
C. કલાઘર
D. કલાસદન
ઉત્તર:
B. કલાભવન
પ્રશ્ન 11.
ઈ. સ. 1951માં શિક્ષકોને કલાનું શિક્ષણ આપવા ‘કલાશાળા’ની સ્થાપના કયા શહેરમાં થઈ હતી?
A. રાજકોટમાં
B. વડોદરામાં
C. ભાવનગરમાં
D. અમદાવાદમાં
ઉત્તર:
D. અમદાવાદમાં
પ્રશ્ન 12.
અમદાવાદમાં શેઠ સી. એન. વિદ્યાલયમાં સ્થપાયેલી ‘કલાશાળા’ના પ્રથમ આચાર્ય કોણ હતા?
A. રવિશંકર રાવળ
B. સોમાલાલ શાહ
C. રસિકલાલ પરીખ
D. રમેશભાઈ પંડ્યા
ઉત્તર:
C. રસિકલાલ પરીખ
પ્રશ્ન 13.
અમદાવાદમાં શેઠ સી. એન. વિદ્યાલયમાં ઈ. સ. 1951માં સ્થપાયેલી લાશાળાનું મહાલા વિદ્યાલયમાં નામસંસ્કરણ કઈ સાલમાં થયું?
A. ઈ. સ. 1955માં
B. ઈ. સ. 1960માં
C. ઈ. સ. 1962માં
D. ઈ. સ. 1965માં
ઉત્તર:
B. ઈ. સ. 1960માં
પ્રશ્ન 14.
ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ કેટલો જૂનો છે?
A. પાષાણયુગ જેટલો
B. તામ્રયુગ જેટલો
C. લોહયુગ જેટલો
D. ધાતુયુગ જેટલો
ઉત્તર:
A. પાષાણયુગ જેટલો
પ્રશ્ન 15.
ઈ. સ. પૂર્વે 7000ના કાળના મધ્ય પ્રદેશની કઈ ગુફાઓમાંથી ચિત્રો મળી આવ્યાં છે?
A. નરસિંહગઢની
B. બાદામીની
C. ભીમબેટકાની
D. સિત્તાનાવસલની
ઉત્તર:
C. ભીમબેટકાની
પ્રશ્ન 16.
ઈ. સ. પૂર્વે 2000ની આસપાસના સમયનાં ચિત્રો મહારાષ્ટ્રની કઈ ગુફાઓમાંથી મળી આવ્યાં છે?
A. બાદામીની
B. સિત્તાનાવસલની
C. ભીમબેટકાની
D. નરસિંહગઢની
ઉત્તર:
D. નરસિંહગઢની
પ્રશ્ન 17.
ભીમબેટકાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે?
A. મહારાષ્ટ્રમાં
B. ગુજરાતમાં
C. મધ્ય પ્રદેશમાં
D. બિહારમાં
ઉત્તર:
C. મધ્ય પ્રદેશમાં
પ્રશ્ન 18.
કઈ ગુફાઓમાંથી મળી આવેલા ચિત્રો ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણાય છે?
A. બાદામીની
B. ભીમબેટકાની
C. સિત્તાનાવસલની
D. નરસિંહગઢની
દામીની
ઉત્તર:
B. ભીમબેટકાની
પ્રશ્ન 19.
કયા યુગને ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ગણાવી શકાય?
A. મુઘલયુગને
B. આધુનિક યુગને
C. ગુપ્તયુગને
D. મૌર્યયુગને
ઉત્તર:
C. ગુપ્તયુગને
પ્રશ્ન 20.
અજંતા અને ઇલોરાની ગુફાઓના વિશ્વવિખ્યાત ચિત્રો કયા યુગ દરમિયાન નિર્માણ પામ્યાં હતાં?
A. રાજપૂતયુગ દરમિયાન
B. મુઘલયુગ દરમિયાન
C. ગુપ્તયુગ દરમિયાન
D. મોર્યયુગ દરમિયાન
ઉત્તર:
C. ગુપ્તયુગ દરમિયાન
પ્રશ્ન 21.
અજંતા અને ઇલોરાની ગુફાઓનાં ચિત્રોના કેન્દ્રમાં કઈ કથાઓ વણાયેલી છે?
A. પંચતંત્રની કથાઓ
B. હિતોપદેશની કથાઓ
C. ઇસપની કથાઓ
D. બૌદ્ધ જાતક કથાઓ
ઉત્તર:
D. બૌદ્ધ જાતક કથાઓ
પ્રશ્ન 22.
અજંતાની કઈ કઈ ગુફાઓનાં ચિત્રો ખૂબ જ વિખ્યાત થયેલાં છે?
A. ગુફા નં. 5 અને 10નાં
B. ગુફા નં. 10 અને 12નાં
C. ગુફા નં. 9 અને 10નાં
D. ગુફા નં. 10 અને 15નાં
ઉત્તર:
C. ગુફા નં. 9 અને 10નાં
પ્રશ્ન 23.
અજંતાની ગુફાઓનું ભગવાન બુદ્ધનું કયું ચિત્ર વિશ્વવિખ્યાત થયેલું છે?
A. બોધિસત્ત્વનું
B. પદ્મપાણિનું
C. વજપાણિનું
D. સિતારપાણિનું
ઉત્તર:
B. પદ્મપાણિનું
પ્રશ્ન 24.
બાદામીની ગુફા કયા રાજ્યમાં આવેલી છે?
A. કર્ણાટકમાં
B. તમિલનાડુમાં
C. મધ્ય પ્રદેશમાં
D. આંધ્ર પ્રદેશમાં
ઉત્તર:
A. કર્ણાટકમાં
પ્રશ્ન 25.
સિત્તાનાવસલની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે?
A. આંધ્ર પ્રદેશમાં
B. મધ્ય પ્રદેશમાં
C. કર્ણાટકમાં
D. તમિલનાડુમાં
ઉત્તર:
D. તમિલનાડુમાં
પ્રશ્ન 26.
કયા મંદિરની દીવાલો પર ભારતનાં મહાકાવ્યોને ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવ્યાં છે?
A. કોણાર્કના સૂર્યમંદિરની
B. બૃહદેશ્વર મંદિરની
C. વિરુપાક્ષ(શિવ)ના મંદિરની
D. મીનાક્ષી મંદિરની
ઉત્તર:
B. બૃહદેશ્વર મંદિરની
પ્રશ્ન 27.
નીચેના પૈકી કયા મુઘલ બાદશાહે ચિત્રકલાને પ્રોત્સાહન આપ્યું નહોતું?
A. અકબરે
B. જહાંગીરે
C. ઓરંગઝેબે
D. શાહજહાંએ
ઉત્તર:
C. ઓરંગઝેબે
પ્રશ્ન 28.
કયા મુઘલ બાદશાહે ચિત્રશાળાની સ્થાપના કરી હતી?
A. જહાંગીરે
B. અકબરે
C. હુમાયુએ
D. બાબરે
ઉત્તર:
A. જહાંગીરે
પ્રશ્ન 29.
ઈ. સ. 1750 પછીના ભારતમાં અંગ્રેજો અને ભારતીયોએ ચિત્રકલાની કઈ શૈલી વિકસાવી હતી?
A. પાલ શૈલી
B. અર્ધ પાશ્ચાત્ય શૈલી
C. રાજપૂત શૈલી
D. કાંગડા શેલી
ઉત્તર:
B. અર્ધ પાશ્ચાત્ય શૈલી
પ્રશ્ન 30.
નીચેના પૈકી કયા ચિત્રકારને ચિત્રકલાના શ્રેષ્ઠ કલાકાર ગણાવી શકાય?
A. રવીન્દ્રનાથ ટાગોરને
B. રવિશંકર રાવળને
C. રાજા રવિવર્માને
D. નંદલાલ બોઝને
ઉત્તર:
C. રાજા રવિવર્માને
પ્રશ્ન 31.
રાજા રવિવર્માનાં ઉત્કૃષ્ટ તૈલચિત્રોમાં કયું ચિત્ર પ્રખ્યાત થયું છે?
A. ગંગા અવતરણનું
B. દેવી સરસ્વતીનું
C. બિલ્વમંગળનું
D. શકુંતલાનું
ઉત્તર:
B. દેવી સરસ્વતીનું
પ્રશ્ન 32.
મુંબઈમાં ઈ. સ. 1858માં કઈ ચિત્રસંસ્થાની સ્થાપના થઈ હતી?
A. સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટની
B. સર કે. કે. સ્કૂલ ઑફ આર્ટની
C. સર બિરલા સ્કૂલ ઑફ આર્ટની
D. નૅશનલ સ્કૂલ ઑફ આર્ટની
ઉત્તર:
A. સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટની
પ્રશ્ન 33.
ઈ. સ. 1901માં બંગાળમાં કઈ ચિત્રસંસ્થાની સ્થાપના થઈ હતી?
A. ટાગોરનિકેતનની
B. કલાનિકેતનની
C. રવીન્દ્રનિકેતનની
D. શાંતિનિકેતનની
ઉત્તર:
D. શાંતિનિકેતનની
પ્રશ્ન 34.
કે. સી. એસ. પાણિકરે કયા શહેરમાં ચિત્રશાળાની સ્થાપના કરી હતી?
A. મુંબઈમાં
B. મદુરાઈમાં
C. ચેન્નઈમાં
D. તુતીકોરીનમાં
ઉત્તર:
C. ચેન્નઈમાં
પ્રશ્ન 35.
‘મદ્રાસ સ્કૂલ ઑફ આર્ટ’ ચિત્રશાળાની સ્થાપના કયા કલાકારે કરી હતી?
A. દેવીપ્રસાદ રૉય ચોધરીએ
B રાજા રવિવર્માએ
C. રવિશંકર રાવળે
D. અવનીન્દ્રનાથ ટાગોરે
ઉત્તર:
A. દેવીપ્રસાદ રૉય ચોધરીએ
પ્રશ્ન 36.
આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ કઈ કલાસંસ્થામાં સંગૃહીત થયેલો છે?
A. ‘નૅશનલ સ્કૂલ ઑફ આર્ટ ગૅલરી’માં
B. ‘ઈન્ડિયન ગેલરી ઑફ મોડર્ન આર્ટ’માં
C. ‘નૅશનલ ગેલરી ઑફ મોડર્ન આર્ટ’માં
D. ‘દિલ્લી ગૅલરી ઑફ મોડર્ન આર્ટ’માં
ઉત્તર:
C. ‘નૅશનલ ગેલરી ઑફ મોડર્ન આર્ટ’માં
પ્રશ્ન 37.
પ્રાચીન ચિત્રશૈલીઓ કઈ કઈ છે?
A. હિંદુ, બૌદ્ધ, જૈન
B. હિંદુ, બૌદ્ધ, શીખ
C. હિંદુ, શીખ, જૈન
D શીખ, હિંદુ, ખ્રિસ્તી
ઉત્તર:
A. હિંદુ, બૌદ્ધ, જૈન
પ્રશ્ન 38.
આધુનિક સમયમાં વિકસેલી ચિત્રશૈલીઓમાં કઈ ચિત્રશૈલીનો સમાવેશ કરી શકાય નહિ?
A. ઑઇલ પેઇન્ટિંગનો
B. એ પેઇન્ટિંગનો
C. કૅનવાસ પેઈન્ટિંગનો
D. કાપડ ચિત્રશૈલીનો
ઉત્તર:
D. કાપડ ચિત્રશૈલીનો
પ્રશ્ન 39.
બંગાળ, બિહાર, નેપાલ અને તિબેટ સુધી વિસ્તરેલી ચિત્રશૈલીને કયા નામે ઓળખવામાં આવે છે?
A. જૈન શૈલીના નામે
B. કાંગડા શેલીના નામે
C. પાલ શૈલીના નામે
D. રાજપૂત શૈલીના નામે
ઉત્તર:
C. પાલ શૈલીના નામે
પ્રશ્ન 40.
કઈ ચિત્રશૈલીનો મુખ્ય વિષય મહાયાન બૌદ્ધ સંપ્રદાય રહ્યો છે?
A. કાંગડા શૈલીનો
B. જેન શેલીનો
C. રાજસ્થાન શૈલીનો
D. પાલ શૈલીનો
ઉત્તર:
D. પાલ શૈલીનો
પ્રશ્ન 41.
પાલ શેલીનાં ચિત્રો કયા પ્રકારનાં છે?
A. ગુરુચિત્રો પ્રકારનાં
B. કાપડ ચિત્રો પ્રકારનાં
C. લઘુચિત્રો પ્રકારનાં
D. મોડર્ન ચિત્રો પ્રકારનાં
ઉત્તર:
C. લઘુચિત્રો પ્રકારનાં
પ્રશ્ન 42.
12મી સદીથી ગુજરાત, માળવા અને રાજસ્થાનના પ્રદેશોમાં કઈ શૈલીનો વિકાસ થયો હતો?
A. રાજપૂત શૈલીનો
B. જૈન શૈલીનો
C. રાજસ્થાન શૈલીનો
D. ગુજરાત શૈલીનો
ઉત્તર:
B. જૈન શૈલીનો
પ્રશ્ન 43.
કલ્પસૂત્ર, કાલકાચાર્ય કથા અને કથાસરિતસાગર નામના ગ્રંથોમાં કઈ શૈલીનાં લઘુચિત્રો મૂકવામાં આવ્યાં છે?
A. જૈન શૈલીનાં
B. ગુજરાત શૈલીનાં
C. કાંગડા શેલીનાં
D. રાજપૂત શૈલીનાં
ઉત્તર:
A. જૈન શૈલીનાં
પ્રશ્ન 44.
ગુજરાતમાં કઈ શૈલીનાં ચિત્રો વિશેષ જોવા મળ્યાં છે?
A. કાંગડા શૈલીનાં
B. રાજપૂત શૈલીનાં
C. રાજસ્થાન શૈલીનાં
D. જૈન શૈલીનાં
ઉત્તર:
D. જૈન શૈલીનાં
પ્રશ્ન 45.
રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં 10મીથી 12મી સદી દરમિયાન રાજપૂત રાજાઓના આશ્રય નીચે કઈ ચિત્રશૈલી પ્રચલિત થઈ હતી?
A. રાજપૂત શૈલી
B. ગુજરાત શૈલી
C. કાંગડા શૈલી
D. જૈન શૈલી
ઉત્તર:
A. રાજપૂત શૈલી
પ્રશ્ન 46.
કઈ ચિત્રશૈલીના કેન્દ્રમાં રાધાકૃષ્ણ, કૃષ્ણભક્તિ, રાસલીલા વગેરે વિષયો રહેલા છે?
A. જૈન શૈલીના
B. રાજપૂત શૈલીના
C. કાંગડા શેલીના
D. પહાડી શૈલીના
ઉત્તર:
B. રાજપૂત શૈલીના
પ્રશ્ન 47.
રાજસ્થાન શૈલીનો વિકાસ કયાં સ્થળોએ થયો હતો?
A. બુંદી, જેસલમેર, બિકાનેર અને જોધપુરમાં
B. અજમેર, જેસલમેર, બિકાનેર અને જોધપુરમાં
C. જયપુર, અજમેર, બુંદી અને કિશનગઢમાં
D. બુંદી, કિશનગઢ, બિકાનેર અને જોધપુરમાં
ઉત્તર:
D. બુંદી, કિશનગઢ, બિકાનેર અને જોધપુરમાં
પ્રશ્ન 48.
ભારતીય અને ઈરાની શૈલીના સમન્વયથી કઈ ચિત્રશૈલી અસ્તિત્વમાં આવી હતી?
A. મુઘલ ચિત્રશૈલી
B. દરબારી ચિત્રશૈલી
C. રાજપૂત ચિત્રશૈલી
D. કાંગડા ચિત્રશૈલી
ઉત્તર:
A. મુઘલ ચિત્રશૈલી
પ્રશ્ન 49.
કયા મુઘલ બાદશાહના સમયમાં મુઘલ ચિત્રશૈલી તેના સર્વોચ્ચ શિખરે પહોંચી હતી?
A. શાહજહાંના
B. જહાંગીરના
C. અકબરના
D. બાબરના
ઉત્તર:
B. જહાંગીરના
પ્રશ્ન 50.
કયા મુઘલ બાદશાહના દરબારમાં મજૂર અને બિશનદાસ જેવા પ્રખ્યાત ચિત્રકારો હતા?
A. શાહજહાંના
B. અકબરના
C. જહાંગીરના
D. હુમાયુના
ઉત્તરઃ
C. જહાંગીરના
પ્રશ્ન 51.
કઈ ચિત્રકલા દરબારી કલા હતી?
A. મુઘલ ચિત્રકલા
B. કાંગડા ચિત્રકલા
C. રાજપૂત ચિત્રકલા
D. જૈન ચિત્રકલા
ઉત્તર:
A. મુઘલ ચિત્રકલા
પ્રશ્ન 52.
હિમાલયના પહાડી પ્રદેશોમાં રાજસ્થાનના ચિત્રકારો અને મુઘલ ચિત્રકારોએ મળીને કઈ ચિત્રશૈલી વિકસાવી હતી?
A. કમલકારી ચિત્રશૈલી
B. મિથિલા ચિત્રશૈલી
C. કાંગડા ચિત્રશૈલી
D. રાજપૂત ચિત્રશૈલી
ઉત્તર:
C. કાંગડા ચિત્રશૈલી
પ્રશ્ન 53.
કાંગડા શેલીના મહાન ચિત્રકાર કોણ હતા?
A. બિશનદાસ
B. મસૂર
C. કિશનદાસ
D. મોલારામ
ઉત્તર:
D. મોલારામ
પ્રશ્ન 54.
કઈ શૈલીના મુખ્ય વિષયોમાં ભગવાન શ્રીકૃષ્ણ અને કૃષ્ણભક્તિ ઉપરાંત હિમાલયનું સૌંદર્ય જોવા મળે છે?
A. જૈન શૈલીના
B. મધુબની શૈલીના
C. કાંગડા શૈલીના
D. કાલીઘાટ શૈલીના
ઉત્તર:
C. કાંગડા શૈલીના
પ્રશ્ન 55.
નીચેના પૈકી કયા ચિત્રકારનો ભારતના નામાંકિત ચિત્રકારોમાં સમાવેશ થાય છે?
A. પીરાજી સાગરાનો
B. રવીન્દ્રનાથ ટાગોરનો
C. રવિશંકર રાવળનો
D. રમેશભાઈ પંડ્યાનો
ઉત્તર:
B. રવીન્દ્રનાથ ટાગોરનો
પ્રશ્ન 56.
નીચેના પૈકી ક્યા ચિત્રકારનો ગુજરાતના નામાંક્તિ ચિત્રકારોમાં સમાવેશ થાય છે?
A. રવિશંકર રાવળનો
B. દેવીપ્રસાદ રૉય ચૌધરીનો
C. જગન્નાથ અહિવાસીનો
D. નંદલાલ બોઝનો
ઉત્તર:
A. રવિશંકર રાવળનો
પ્રશ્ન 57.
મોલારામ કઈ ચિત્રશૈલીનો મહાન ચિત્રકાર હતો?
A. મુઘલ ચિત્રશૈલીનો
B. કાંગડા ચિત્રશૈલીનો
C. રાજપૂત ચિત્રશૈલીનો
D. જેન ચિત્રશૈલીનો
ઉત્તર:
B. કાંગડા ચિત્રશૈલીનો
પ્રશ્ન 58.
બૉમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક કલા પ્રદર્શનમાં ચિત્ર રજૂ કરનાર પ્રથમ ગુજરાતી કલાકાર કોણ હતા?
A. વૃંદાવન સોલંકી
B. પીરાજી સાગરા
C. રસિકલાલ પરીખ
D. રવિશંકર રાવળ
ઉત્તર:
D. રવિશંકર રાવળ
પ્રશ્ન 59.
કલાગુરુ રવિશંકર રાવળના કયા ચિત્રને સુવર્ણપદક મળ્યો હતો?
A. ‘બિલ્વમંગળ’ને
B. ‘શકુંતલા’ને
C. ‘ઉર્વશી’ને
D. ‘ગંગા અવતરણ’ને
ઉત્તર:
A. ‘બિલ્વમંગળ’ને
પ્રશ્ન 60.
ઈ. સ. 1924માં ‘કુમાર’ માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો?
A. રમેશભાઈ પંડ્યાએ
B. રવિશંકર રાવળે
C. સોમાલાલ શાહ
D. રસિકલાલ પરીખે
ઉત્તર:
B. રવિશંકર રાવળે
પ્રશ્ન 61.
ગુજરાત કલા સંઘની સ્થાપના કોણે કરી હતી?
A. રસિકલાલ પરીખે
B. નટુ પરીખે
C. રવિશંકર રાવળે
D. હકુભાઈ શાહે
ઉત્તર:
C. રવિશંકર રાવળે
પ્રશ્ન 62.
ગુજરાતના કયા કલાકાર ‘કલાગુરુ’ ગણાય છે?
A. વૃંદાવન સોલંકી
B. રવિશંકર રાવળ
C. રમેશભાઈ પંડ્યા
D. રસિકલાલ પરીખ
ઉત્તર:
B. રવિશંકર રાવળ
પ્રશ્ન 63.
રાજા રવિવર્માનો જન્મ ક્યારે થયો હતો?
A. ઈ. સ. 1842માં
B. ઈ. સ. 1846માં
C. ઈ. સ. 1848માં
D. ઈ. સ. 1858માં
ઉત્તર:
C. ઈ. સ. 1848માં
પ્રશ્ન 64.
રાજા રવિવર્માનો જન્મ કેરલ રાજ્યના કયા ગામમાં થયો હતો?
A. કોટ્ટયમમાં
B. કિલિમનુરમાં
C. મલપુરમમાં
D. કાલપટ્ટામાં
ઉત્તર:
B. કિલિમનુરમાં
પ્રશ્ન 65.
વ્યક્તિચિત્રો તૈયાર કરવામાં ક્યા કલાકાર અનન્ય સિદ્ધિ ધરાવતાં હતાં?
A. રવીન્દ્રનાથ ટાગોર
B. જગન્નાથ અદિવાસી
C. અવનીન્દ્રનાથ ટાગોર
D. રાજા રવિવર્મા
ઉત્તર:
D. રાજા રવિવર્મા
પ્રશ્ન 66.
ભારતના કયા કલાકારનાં ચિત્રો વાસ્તવદર્શી હતાં?
A. રાજા રવિવર્માનાં
B. રવીન્દ્રનાથ ટાગોરનાં
C. નંદલાલ બોઝનાં
D. કુમારી અમૃતા શેરગીલનાં
ઉત્તર:
A. રાજા રવિવર્માનાં
પ્રશ્ન 67.
‘વિરાટનો દરબાર’ ચિત્ર કયા કલાકારનું છે?
A. રાજા રવિવર્માનું
B. નંદલાલ બોઝનું
C. જગન્નાથ અહિવાસીનું
D. એમ. એસ. બેન્દ્રનું
ઉત્તર:
A. રાજા રવિવર્માનું
પ્રશ્ન 68.
રાજા રવિવર્માએ લિથગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ કયા શહેરમાં શરૂ કરી હતી?
A. ચેન્નઈમાં
B. મુંબઈમાં
C. દિલ્લીમાં
D. કોલકાતામાં
ઉત્તર:
B. મુંબઈમાં
પ્રશ્ન 69.
વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે કયા કલાકારને આમંત્રણ આપીને રાજકુટુંબનાં અને કેટલાંક પોરાણિક ચિત્રો તૈયાર કરાવ્યાં હતાં?
A. રવિશંકર રાવળને
B. નંદલાલ બોઝને
C. રાજા રવિવર્માને
D. પીરાજી સાગરાને
ઉત્તર:
C. રાજા રવિવર્માને
પ્રશ્ન 70.
ભાવનગરના રાજાએ કયા કલાકારને નિમંત્રણ આપીને રાજકુટુંબનાં અને કેટલાંક પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યાં હતાં?
A. રાજા રવિવર્માને
B. નંદલાલ બોઝને
C. સોમાલાલ શાહને
D. જગન્નાથ અહિવાસીને
ઉત્તર:
A. રાજા રવિવર્માને
પ્રશ્ન 71.
બ્રિટિશ સરકારે રાજા રવિવર્માને કયો ખિતાબ આપ્યો હતો?
A. ‘નાઇટ ફૂડ’નો
B. ‘કેસરે હિંદ’નો
C. ‘કેસરે ભારત’નો
D. ‘રૉયલ આર્ટિસ્ટ’નો
ઉત્તર:
B. ‘કેસરે હિંદ’નો
પ્રશ્ન 72.
નીચેના પૈકી કયા કલાકાર કલાના રાજા અને દેશની અમૂલ્ય ધરોહર હતા?
A. નંદલાલ બોઝ
B. રાજા રવિવર્મા
C. જગન્નાથ અહિવાસી
D. રવીન્દ્રનાથ ટાગોર
ઉત્તર:
B. રાજા રવિવર્મા
પ્રશ્ન 73.
કવિવર રવીન્દ્રનાથ ટાગોરને તેમની કઈ રચના માટે નૉબેલ પારિતોષિકથી સન્માનિત કર્યા હતા?
A. ‘ગીતાંજલિ’ માટે
B. ‘દેવાંજલિ’ માટે
C. ‘ભાવાંજલિ’ માટે
D. ‘દેશાંજલિ’ માટે
ઉત્તર:
A. ‘ગીતાંજલિ’ માટે
પ્રશ્ન 74.
કયા કલાકારે શાંતિનિકેતનને સાહિત્ય, સંગીત, નૃત્ય, ચિત્ર વગેરે કલાઓનું સંગમતીર્થ બનાવ્યું હતું?
A. અવનીન્દ્રનાથ ટાગોરે
B. નંદલાલ બોઝ
C. રવીન્દ્રનાથ ટાગોરે
D. પીરાજી સાગરાએ
ઉત્તર:
C. રવીન્દ્રનાથ ટાગોરે
પ્રશ્ન 75.
કવિવર રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ ક્યારે થયો હતો?
A. ઈ. સ. 1841માં
B. ઈ. સ. 1851માં
C. ઈ. સ. 1861માં
D. ઈ. સ. 1871માં
ઉત્તર:
C. ઈ. સ. 1861માં
પ્રશ્ન 76.
કયા કલાકારે પાશ્ચાત્ય કલાની અસરમાંથી મુક્ત રહીને પોતાની આગવી ચિત્રશૈલી વિકસાવી હતી?
A. કુમારી અમૃતા શેરગીલે
B. રવીન્દ્રનાથ ટાગોર
C. નંદલાલ બોઝે
D. અવનીન્દ્રનાથ ટાગોર
ઉત્તર:
B. રવીન્દ્રનાથ ટાગોર
પ્રશ્ન 77.
ક્યા ક્લાકારને આધુનિક ભારતીય ચિત્રક્લાના ‘ભીષ્મપિતામહ’ તરીકે ઓળખવામાં આવે છે?
A. રવિશંકર રાવળને
B. રાજા રવિવર્માને
C. નંદલાલ બોઝને
D. રવીન્દ્રનાથ ટાગોરને
ઉત્તર:
D. રવીન્દ્રનાથ ટાગોરને
પ્રશ્ન 78.
કયા કલાકારનાં ચિત્રોમાં રેખાઓમાં ગતિ, રંગોમાં તાજગી અને નિરૂપણમાં ભાવાત્મકતા જોવા મળે છે?
A. રવીન્દ્રનાથ ટાગોરનાં
B. સોમાલાલ શાહનાં
C. જગન્નાથ અહિવાસીનાં
D. દેવીપ્રસાદ રૉય ચૌધરીનાં
ઉત્તર:
A. રવીન્દ્રનાથ ટાગોરનાં
પ્રશ્ન 79.
કયા કલાકારનાં ચિત્રો શાંતિનિકેતનમાં, રવીન્દ્રભવનમાં અને દિલ્લીની નૅશનલ ગેલરી ઑફ મોડર્ન આર્ટમાં સંગૃહીત છે?
A. રવીન્દ્રનાથ ટાગોરનાં
B. અવનીન્દ્રનાથ ટાગોરનાં
C. નંદલાલ બોઝનાં
D. જગન્નાથ અહિવાસીનાં
ઉત્તર:
A. રવીન્દ્રનાથ ટાગોરનાં
પ્રશ્ન 80.
અવનીન્દ્રનાથ ટાગોરનો જન્મ ક્યારે થયો હતો?
A. ઈ. સ. 1841માં
B. ઈ. સ. 1951માં
C. ઈ. સ. 1861માં
D. ઈ. સ. 1871માં
ઉત્તર:
D. ઈ. સ. 1871માં
પ્રશ્ન 81.
કયા કલાકારે ભારતીય મુઘલ તાંજોર, ચાઇનીઝ અને જાપાનીઝ ચિત્રશૈલીનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો?
A. શૈલેન્દ્રનાથ ટાગોરે
B. રવીન્દ્રનાથ ટાગોરે
C. કવીન્દ્રનાથ ટાગોરે
D. અવનીન્દ્રનાથ ટાગોરે
ઉત્તર:
D. અવનીન્દ્રનાથ ટાગોરે
પ્રશ્ન 82.
અવનીન્દ્રનાથ ટાગોરે ચિત્રકળાના પ્રસાર માટે કઈ કલાશાળા સ્થાપી હતી?
A. ‘બંગાળ કલાસંઘ’ની
B. ‘બંગાળ કલાશાળા’ની
C. ‘બંગાળ સ્કૂલ ઑફ આર્ટ’ની
D. ‘બંગાળ મહાકલાશાળા’ની
ઉત્તર:
C. ‘બંગાળ સ્કૂલ ઑફ આર્ટ’ની
પ્રશ્ન 83.
‘ભારતમાતા’ ચિત્રકૃતિના કલાકાર કોણ છે?
A. રવીન્દ્રનાથ ટાગોર
B. અવનીન્દ્રનાથ ટાગોર
C. નંદલાલ બોઝ
D. રાજા રવિવર્મા
ઉત્તર:
B. અવનીન્દ્રનાથ ટાગોર
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ
1. કલા એ માનવીની ……………………… નું માધ્યમ છે.
ઉત્તર:
અભિવ્યક્તિ
2. ………………………. માં ચિત્ર, શિલ્પ અને હસ્તકલાનો સમાવેશ થાય છે.
ઉત્તર:
દશ્યકલા
3. …………………………. કલામાં સંગીત, નૃત્ય, વાદ્ય અને નાટ્યકલાનો સમાવેશ થાય છે.
ઉત્તર:
પ્રદર્શિત
4 કલા એ ………………………. ને ઉજાગર કરતું માધ્યમ છે.
ઉત્તર:
સંસ્કૃતિ
5. પ્રારંભથી જ પ્રકૃતિ અને ધર્મ ……………………… ના કેન્દ્રમાં રહ્યાં છે.
ઉત્તર:
ચિત્રકલા
6. તક્ષશિલા અને નાલંદા જેવી પ્રખ્યાત વિદ્યાપીઠોમાં ……………………….. આપવામાં આવતું હતું.
ઉત્તર:
કલાશિક્ષણ
7. કચ્છના મહારાજા ………………………. એ ભુજમાં ઈ. સ. 1877 – 78માં કલાશાળા શરૂ કરી હતી.
ઉત્તર:
પ્રાગમલજી
8. વડોદરાના મહારાજા ……………………. ગાયકવાડે ‘કલાભવન’ નામની કલાશાળા સ્થાપી હતી.
ઉત્તર:
સયાજીરાવ
9. અમદાવાદમાં શેઠ સી. એન. વિદ્યાલયમાં ઈ. સ. ………… માં ‘કલાશાળા’ની સ્થાપના થઈ હતી.
ઉત્તર:
1951
10. અમદાવાદમાં શેઠ સી. એન. વિદ્યાલયમાં સ્થપાયેલી ‘કલાશાળા’ના પ્રથમ આચાર્ય કલાકાર ………………………… હતા.
ઉત્તર:
રસિકલાલ પરીખ
11. અમદાવાદની સી. એન. વિદ્યાલયમાં સ્થપાયેલી ‘કલાશાળા’નું ઈ. સ. 1960માં …………………….. નામસંસ્કરણ થયું.
ઉત્તર:
મહાકલા વિદ્યાલય
12. ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ …………………….. જેટલો જૂનો છે.
ઉત્તર:
પાષાણયુગ
13. ઈ. સ. પૂર્વે 7000ના કાળના મધ્ય પ્રદેશની ……………………….. ની ગુફાઓમાં ચિત્રો મળી આવ્યાં છે.
ઉત્તર:
ભીમબેટકા
14 મધ્ય પ્રદેશની …………………………. ની ગુફાઓનાં ચિત્રો ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણાય છે.
ઉત્તર:
ભીમબેટકા
15. ઈ. સ. પૂર્વે 2000ની આસપાસના સમયનાં ચિત્રો મહારાષ્ટ્રની ……………………. ની ગુફાઓમાંથી મળી આવ્યાં છે.
ઉત્તર:
નરસિંહગઢ
16. …………………….. અને ……………………….. ગુફાઓનાં વિશ્વવિખ્યાત ચિત્રો ગુપ્તયુગ દરમિયાન નિર્માણ પામ્યાં હતાં.
ઉત્તર:
અજંતા, ઇલોરા
17. અજંતાની ગુફાઓમાંનું ………………………… બુદ્ધનું ચિત્ર ખૂબ જ પ્રખ્યાત છે.
ઉત્તર:
પદ્મપાણિ
18. બાદામીની ગુફા ………………………….. રાજ્યમાં આવેલી છે.
ઉત્તર:
કર્ણાટક
19. તમિલનાડુના કાંચીપુરમમાં આવેલ ……………………….. ગુફાઓનાં ચિત્રો ચિત્રકલાના ઉત્કૃષ્ટ નમૂના છે.
ઉત્તર:
સિત્તાનાવસલ
20. બૃહદેશ્વરના મંદિરની દીવાલો પર ભારતનાં …………………………. ને ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવ્યાં છે.
ઉત્તર:
મહાકાવ્યો
21. મુઘલ બાદશાહ ………………………….. ચિત્રશાળાની સ્થાપના કરી હતી.
ઉત્તર:
જહાંગીરે
22. ………………………. આંદોલનને કારણે પણ ભારતમાં ચિત્રકલાનો નોંધપાત્ર વિકાસ થયો હતો.
ઉત્તર:
ભક્તિ
23. ઈ. સ. 1750 પછીના ભારતમાં અંગ્રેજો અને ભારતીયોએ ……………………… શૈલીની ચિત્રકલા વિકસાવી હતી.
ઉત્તર:
અર્ધ પાશ્ચાત્ય
24. ચિત્રકલા ક્ષેત્રે ટોચનું નામ મહાન ચિત્રકાર ………………………… નું ગણાવી શકાય.
ઉત્તર:
રાજા રવિવર્મા
25. રાજા રવિવર્માએ ભારતીય પૌરાણિક અને સામાજિક વિષયનાં ઉત્કૃષ્ટ …………………………. બનાવ્યાં છે.
ઉત્તર:
તૈલચિત્રો
26. દેવી ……………………… નું ચિત્ર રાજા રવિવર્માનું પ્રખ્યાત ચિત્ર છે.
ઉત્તર:
સરસ્વતી
27. ઈ. સ. ……………………….. માં મુંબઈમાં ‘સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટી’ નામની કલાશાળા સ્થપાઈ.
ઉત્તર:
1858
28. ઈ. સ. ………………………… માં વડોદરામાં ‘કલાભવન’ નામની કલાશાળા સ્થપાઈ.
ઉત્તર:
1890
29. ઈ. સ. ………………………. માં બંગાળમાં ‘શાંતિનિકેતન’ નામની કલાશાળા સ્થપાઈ.
ઉત્તર:
1901
30. ઈ. સ. 1948માં ………………….. ના નેતૃત્વમાં એસ. એચ. રઝા અને એસ. કે. બાકરે પ્રગતિશીલ કલાસંઘની સ્થાપના ‘કરી.
ઉત્તર:
ફ્રાન્સિસ ન્યૂટન સૂઝા
31. ચેન્નઈમાં કે. સી. એસ. પાણિકર અને દેવીપ્રસાદ રૉય ચોધરીએ ‘……………………..’ ની સ્થાપના કરી.
ઉત્તર:
મદ્રાસ સ્કૂલ ઑફ આર્ટ
32. સ્વતંત્ર ભારતમાં દિલ્લીમાં આવેલ ‘……………………….’ મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
ઉત્તર:
નૅશનલ ગૅલરી ઑફ મોડર્ન આર્ટ
33. …………………….. શેલી મુખ્યત્વે હસ્તપ્રતો અને ગ્રંથોમાં જોવા મળે છે.
ઉત્તર:
લઘુ ચિત્રકલા
34. ……………………… ચિત્રશૈલી પાલ રાજાઓના આશ્રયે વિકસી હતી.
ઉત્તર:
પાલ
35. ………………………. ચિત્રશૈલીનો મુખ્ય વિષય મહાયાન બૌદ્ધ સંપ્રદાય રહ્યો છે.
ઉત્તર:
પાલ
36. ……………………… ચિત્રશૈલીમાં જાતક કથાઓ અને બોધિસત્ત્વનાં ચિત્રો છે.
ઉત્તર:
પાલ
37. ……………………. ચિત્રશૈલી ગુજરાત, રાજસ્થાન અને માળવાના પ્રદેશોમાં 12મીથી વિકાસ થયો હતો.
ઉત્તર:
જૈન
38. કલ્પસૂત્ર, કાલકાચાર્ય કથા, કથાસરિતસાગર વગેરે ગ્રંથોમાં ……………………… શૈલીનાં લઘુચિત્રો મૂકવામાં આવ્યાં છે.
ઉત્તર:
જૈન
39. ગુજરાતમાં જૈન શૈલીનાં ચિત્રો વિશેષ મળ્યાં હોવાથી તેને ‘………………………..’ પણ કહેવામાં આવે છે.
ઉત્તર:
ગુજરાત શૈલી
40. ……………………… ચિત્રશૈલીમાં રાધાકૃષ્ણ, કૃષ્ણભક્તિ, રાસલીલા અને રાજસ્થાની લોકજીવન વગેરે વિષયો કેન્દ્રમાં રહ્યા છે.
ઉત્તર:
પાલ
41. ભારતમાં આવેલા ……………………… સમ્રાટો ચિત્રકલાના ખૂબ પ્રેમી હતા.
ઉત્તર:
મુઘલ
42. ………………….. ચિત્રશૈલી એ ભારતીય અને ઈરાની શૈલીના સમન્વયથી વિકસી હતી.
ઉત્તર:
મુઘલ
43. મુઘલ સમ્રાટ ………………………. સમયથી ગ્રંથચિત્રો અને વ્યક્તિચિત્રો બનાવવાની શરૂઆત થઈ.
ઉત્તર:
અકબર
44. મુઘલ બાદશાહ …………………….. ના સમયમાં મુઘલ શૈલી તેના સર્વોચ્ચ શિખરે પહોંચી હતી.
ઉત્તરઃ
જહાંગીર
45. મુઘલ સમ્રાટ જહાંગીરના દરબારમાં …………………………. અને ………………………….. જેવા વિખ્યાત ચિત્રકારો હતા.
ઉત્તરઃ
મસૂર, બિશનદાસ
46. મુઘલ ચિત્રકલા એ ………………………… કલા હોવાથી તેના કેન્દ્રમાં શાહી ઠાઠ જોવા મળે છે.
ઉત્તરઃ
દરબારી
47. હિમાલયના પહાડી પ્રદેશોમાં રાજસ્થાનના અને મુઘલ ચિત્રકારોએ ભેગા મળીને ……………………….. ચિત્રશૈલી વિકસાવી હતી.
ઉત્તરઃ
કાંગડા
48. ……………………………. એ કાંગડા ચિત્રશૈલીનો મહાન ચિત્રકાર હતો.
ઉત્તરઃ
મોલારામ
49. ભગવાન શ્રીકૃષ્ણ અને કૃષ્ણભક્તિ, ઉપરાંત હિમાલયનું સૌંદર્ય જેવા વિષયો ………………………… ચિત્રશૈલીના મુખ્ય વિષયો હતા.
ઉત્તરઃ
કાંગડા
50. ચિત્રકાર ……………………. કલાગુરુ તરીકે ઓળખાય છે.
ઉત્તરઃ
રવિશંકર રાવળ
51. બૉમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક પ્રદર્શનમાં ચિત્ર રજૂ કરનાર પ્રથમ ગુજરાતી ……………………….. હતા.
ઉત્તર:
રવિશંકર રાવળ
52. બૉમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક પ્રદર્શનમાં રવિશંકર રાવળના ‘……………………..’ ચિત્રને સુવર્ણપદક મળ્યું હતું.
ઉત્તર:
બિલ્વમંગળ
53. રવિશંકર રાવળનું ‘બિલ્વમંગળ’ ચિત્ર ……………………….. ચિત્રશૈલીના ઢબે સપાટ રંગોમાં બનાવેલ હતું.
ઉત્તર:
રાજપૂત
54. ઈ. સ. 1924માં ………………………… ‘કુમાર’ માસિક શરૂ કર્યું હતું.
ઉત્તર:
રવિશંકર રાવળ
55. કલાગુરુ રવિશંકર રાવળે અમદાવાદમાં ‘…………………………..’ ની સ્થાપના કરી હતી.
ઉત્તર:
ગુજરાત કલાસંઘ
56. રાજા રવિવર્માનો જન્મ કેરલ રાજ્યના ………………………. ગામમાં થયો હતો.
ઉત્તર:
કિલિમનુર
57. રાજા રવિવર્માનાં ચિત્રો ……………………. છે.
ઉત્તર:
વાસ્તવદર્શી
58. ………………………. તૈયાર કરવામાં રાજા રવિવર્માની સિદ્ધિ અનન્ય હતી.
ઉત્તર:
વ્યક્તિચિત્રો
59. રાજા રવિવર્માએ ઈ. સ. 1894માં મુંબઈના ઘાટકોપર …………………………. પ્રેસ શરૂ કર્યું હતું.
ઉત્તર:
લિથોગ્રાફી પ્રિન્ટિંગ
60. બ્રિટિશ સરકારે રાજા રવિવર્માને ………………………… નો ખિતાબ આપ્યો હતો.
ઉત્તર:
કૈસરે હિંદ
61. ……………………. કલાના રાજા અને ભારતદેશની અમૂલ્ય ધરોહર હતા.
ઉત્તર:
રાજા રવિવર્મા
62. કવિવર રવીન્દ્રનાથ ટાગોરને તેમના ‘……………………..’ મહાકાવ્ય માટે નૉબેલ પારિતોષિક મળ્યું હતું.
ઉત્તર:
ગીતાંજલિ
63. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે શાંતિનિકેતનને સાહિત્ય, સંગીત, …………………………… નૃત્ય, ચિત્ર વગેરે કલાઓનું – બનાવ્યું હતું.
ઉત્તર:
સંગમતીર્થ
64. કવિવર રવીન્દ્રનાથ ટાગોરને આધુનિક ભારતીય ચિત્રકલાના ……………………….. તરીકે ઓળખવામાં આવે છે.
ઉત્તર:
ભીષ્મપિતામહ
65. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે ……………………….. કરતાં પણ વધારે ચિત્રોનું સર્જન કર્યું છે.
ઉત્તર:
2000
66. …………………………… નાં ચિત્રોમાં રેખાઓમાં ગતિ, રંગોમાં તાજગી અને નિરૂપણમાં ભાવાત્મક્તા જોવા મળે છે.
ઉત્તર:
રવીન્દ્રનાથ ટાગોર
67. કવિવર રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ ઈ. સ. …………………………. માં થયો હતો.
ઉત્તર:
1861
68. અવનીન્દ્રનાથ ટાગોરનો જન્મ ઈ. સ. ……………………….. માં થયો હતો.
ઉત્તર:
1871
69. …………………….. વૉશ પદ્ધતિથી દોરેલાં અવનીન્દ્રનાથ ટાગોરનાં ચિત્રોમાં વાતાવરણની ગહનતા અને પાત્રોની ભાવવાહિતા ધબતી જોવા મળે છે.
ઉત્તર:
જાપાનીઝ
70. ………………………. ચિત્રકલાના પ્રસાર માટે બંગાળ સ્કૂલ ઑફ આર્ટની સ્થાપના કરી હતી.
ઉત્તર:
અવનીન્દ્રનાથ ટાગોરે
નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ
1. લા એ માનવીની અભિવ્યક્તિનું માધ્યમ છે.
ઉત્તર:
ખરું
2. કલા એ સંસ્કારને ઉજારત કરતું માધ્યમ છે.
ઉત્તર:
ખોટું
૩. માંગરોળના મહારાજા સૂરજમલજીએ ભુજમાં લાશાળા સ્થાપી હતી.
ઉત્તર:
ખોટું
4. વડોદરાના કલાભવન’નો અભિગમ કલા ઉદ્યોગના શિક્ષણ પરત્વે વધુ હતો.
ઉત્તર:
ખરું
5. અમદાવાદમાં શેઠ સી. એન. વિદ્યાલયમાં આવેલી ‘કલાશાળા’માં DTC Diploma Training Certificate)નો અભ્યાસક્રમ ચાલે છે.
ઉત્તર:
ખોટું
6. ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ પાષાણયુગ જેટલો જૂનો છે.
ઉત્તર:
ખરું
7. ઈ. સ. પૂર્વે 10,000ના કાળના મધ્ય પ્રદેશની ભીમબેટકાની ગુફાઓમાંથી ચિત્રો મળ્યાં છે.
ઉત્તર:
ખોટું
8. ભીમબેટકાની ગુફાઓનાં ચિત્રો એ ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો છે.
ઉત્તર:
ખરું
9. ઈ. સ. પૂર્વે 2000ની આસપાસનાં ચિત્રો તમિલનાડુના નરસિંહગઢની ગુફાઓમાંથી મળ્યાં છે.
ઉત્તર:
ખોટું
10. ભારતીય ચિત્રકળાનો સર્વશ્રેષ્ઠ સમય ગુપ્તયુગને ગણી શકાય.
ઉત્તરઃ
ખરું
11. અજંતા અને ઍલિફન્ટાની ગુફાઓ ગુપ્તયુગ દરમિયાન નિર્માણ પામી હતી.
ઉત્તર:
ખોટું
12. અજંતાની ગુફાઓનાં ચિત્રોમાંથી ગુફા નં. 9 અને ગુફા નં. 12નાં ચિત્રો ખૂબ ખ્યાતિ પામ્યાં છે.
ઉત્તર:
ખોટું
13. પદ્મપાણિ બુદ્ધનું ચિત્ર અજંતાની ગુફામાં આવેલું છે.
ઉત્તર:
ખરું
14. ભારતીય ચિત્રકલા ઉત્તર ભારતથી દક્ષિણ ભારત સુધી ફેલાયેલી હતી.
ઉત્તર:
ખરું
15. કર્ણાટકમાં આવેલી બાદામીની ગુફાનાં ચિત્રો ચિત્રકલાના ઉત્કૃષ્ટ નમૂના છે.
ઉત્તર:
ખરું
16. મીનાક્ષી મંદિરની દીવાલો પર ભારતનાં મહાકાવ્યોને ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવ્યાં છે.
ઉત્તર:
ખોટું
17. બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, ઔરંગઝેબ વગેરે મુઘલ બાદશાહોએ ચિત્રકલાને નોંધપાત્ર પ્રોત્સાહન આપ્યું હતું.
ઉત્તર:
ખોટું
18. મુઘલ બાદશાહ અકબરે ચિત્રશાળા સ્થાપી હતી.
ઉત્તર:
ખોટું
19. રાજા રવિવર્માએ ભારતીય પૌરાણિક અને સામાજિક વિષયનાં ઉત્કૃષ્ટ તૈલચિત્રો બનાવ્યાં હતાં.
ઉત્તર:
ખરું
20. રાજા રવિવર્માનું દેવી સરસ્વતીનું ચિત્ર પ્રખ્યાતિ પામ્યું છે.
ઉત્તર:
ખરું
21. ઈ. સ. 1962માં કોલકાતા અને મુંબઈમાં ચિત્રશાળાઓની સ્થાપના કરવામાં આવી હતી.
ઉત્તર:
ખોટું
22. પુડુચેરીમાં કે. સી. એસ. પાણિકર અને દેવીપ્રસાદ રૉય ચૌધરીએ ‘મદ્રાસ સ્કૂલ ઑફ આર્ટ’ની સ્થાપના કરી હતી.
ઉત્તર:
ખોટું
23. કલાના વિકાસ માટે ભારતમાં નૅશનલ ગેલેરી ઑફ મોડર્ન આર્ટ મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
ઉત્તર:
ખરું
24. ચેન્નઈની ‘મદ્રાસ સ્કૂલ ઑફ આર્ટ’માં આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ છે.
ઉત્તર:
ખોટું
25. હિંદુ, બૌદ્ધ અને જૈન ચિત્રશૈલીઓ ભારતની પ્રાચીન ચિત્રશૈલીઓ છે.
ઉત્તર:
ખરું
26. ઑઇલ પેઇન્ટિંગ, એ પેઇન્ટિંગ અને કેનવાસ પેઇન્ટિંગ એ આધુનિક ચિત્રશૈલીઓ છે.
ઉત્તર:
ખરું
27. પાલ ચિત્રશૈલીનો મુખ્ય વિષય હીનયાન બોદ્ધ સંપ્રદાય રહ્યો છે.
ઉત્તર:
ખોટું
28. પાલ ચિત્રશૈલીમાં જાતક કથાઓ અને બોધિસત્ત્વનાં ચિત્રો જોવા મળે છે.
ઉત્તર:
ખરું
29. પાલ શૈલીનાં ચિત્રો લઘુચિત્રો પ્રકારનાં છે.
ઉત્તર:
ખરું
30. જૈન શૈલીનાં ચિત્રો મુખ્યત્વે તૈલચિત્રો છે.
ઉત્તર:
ખોટું
31. રાજપૂત ચિત્રશૈલીમાં લઘુચિત્રો અને ભીંતચિત્રોનો સમાવેશ થાય છે.
ઉત્તર:
ખરું
32. રાજસ્થાન શેલી રાજપૂત શૈલી તરીકે પણ ઓળખાય છે.
ઉત્તર:
ખોટું
33. ભારતમાં આવેલા મુઘલ રાજાઓ નાટ્યકલાના ખૂબ પ્રેમી હતા.
ઉત્તર:
ખોટું
34. મુઘલ શૈલી ભારતીય અને ગ્રીક શૈલીના સમન્વયથી અસ્તિત્વમાં આવી છે.
ઉત્તર:
ખોટું
35. મુઘલ બાદશાહ જહાંગીરના સમયમાં મુઘલ શૈલી તેના સર્વોચ્ચ શિખરે પહોંચી હતી.
ઉત્તર:
ખરું
36. મુઘલ બાદશાહ જહાંગીરના દરબારમાં મજૂર અને મોલારામ જેવા પ્રખ્યાત ચિત્રકારો હતા.
ઉત્તર:
ખોટું
37. મોલારામ કાંગડા શૈલીનો મહાન ચિત્રકાર હતો.
ઉત્તર:
ખરું
38. બિહારમાં મિથિલા ચિત્રશૈલી (મધુબની ચિત્રકલા) વિકસી હતી.
ઉત્તર:
ખરું
39. આંધ્ર પ્રદેશમાં કલમકારી ચિત્રકલા વિકસી હતી.
ઉત્તર:
ખરું
40. ઓડિશામાં કાલીઘાટ ચિત્રકલા વિકસી હતી.
ઉત્તર:
ખોટું
41. રાજસ્થાનમાં ફાડ ચિત્રશૈલી વિકસી હતી.
ઉત્તર:
ખરું
42. સંથાલ જનજાતિના પ્રદેશમાં ગોંડ ચિત્રકલા વિકસી હતી.
ઉત્તર:
ખરું
43. વારલી ચિત્રકલા એ મહારાષ્ટ્રની જનજાતિઓની ચિત્રકલા હતી.
ઉત્તર:
ખરું
44. પીઠોરા ચિત્રકલા એ ગુજરાતની ચિત્રકલા હતી.
ઉત્તર:
ખરું
45. કાલીઘાટ ચિત્રકલા એ બિહારની ચિત્રકલા હતી.
ઉત્તર:
ખોટું
46. રવીન્દ્રનાથ ટાગોર ગુજરાતના નામાંકિત ચિત્રકાર હતા.
ઉત્તર:
ખોટું
47. કલાગુરુ રસિકલાલ પરીખ મહારાષ્ટ્રના નામાંક્તિ ચિત્રકાર હતા.
ઉત્તર:
ખોટું
48. કલાગુરુ રવિશંકર રાવળે કલાનું શિક્ષણ મુંબઈમાં મેળવ્યું હતું.
ઉત્તર:
ખરું
49. કલાગુરુ રવિશંકર રાવળના ‘દેવી સરસ્વતી’ના ચિત્રને સુવર્ણપદક મળ્યું હતું.
ઉત્તર:
ખોટું
50. ઈ. સ. 1928માં રવિશંકર રાવળે ‘કુમાર’ નામના માસિકનો પ્રારંભ કર્યો હતો.
ઉત્તર:
ખોટું
51. રાજા રવિવર્માનાં ચિત્રો વાસ્તવદર્શી છે.
ઉત્તર:
ખરું
52. વ્યક્તિચિત્રો તૈયાર કરવામાં રાજા રવિવર્માની સિદ્ધિ અનન્ય હતી.
ઉત્તર:
ખરું
53. રાજા રવિવર્માનું ભારતમાતાનું ચિત્ર ઉત્કૃષ્ટ તૈલચિત્ર ગણાય છે.
ઉત્તર:
ખોટું
54. બ્રિટિશ સરકારે રાજા રવિવર્માને ‘કલા-એ-હિંદ’નો ખિતાબ આપી સન્માન્યા હતા.
ઉત્તર:
ખોટું
55. રાજા રવિવર્મા કલાના રાજા અને દેશની અમૂલ્ય ધરોહર હતા.
ઉત્તર:
ખરું
56. ‘ગીતાંજલિ’ મહાકાવ્ય માટે રવીન્દ્રનાથ ટાગોરને નૉબેલ પારિતોષિક મળ્યું હતું.
ઉત્તર:
ખરું
57. કવિવર રવીન્દ્રનાથ ટાગોર આધુનિક ભારતીય ચિત્રકલાના ‘ભીષ્મપિતામહ’ કહેવાય છે.
ઉત્તર:
ખરું
58. અવનીન્દ્રનાથ ટાગોરનાં ચિત્રોમાં રેખાઓમાં ગતિ, રંગોમાં તાજગી અને નિરૂપણમાં ભાવાત્મકતા જોવા મળે છે.
ઉત્તર:
ખરું
59. અવનીન્દ્રનાથ ટાગોરની ચિત્રશૈલીમાં ભારતીય વાતાવરણ અને ભાવુકતા જોવા મળતી હતી.
ઉત્તર:
ખરું
60. અવનીન્દ્રનાથ ટાગોરનાં જાપાનીઝ વૉશ પદ્ધતિથી દોરેલાં ચિત્રોમાં હિમાલયના પહાડી પ્રદેશનાં દશ્યો જોવા મળે છે.
ઉત્તર:
ખોટું
61. અવનીન્દ્રનાથ ટાગોરના સમયમાં અસ્તિત્વમાં આવેલી ચિત્રશૈલી ‘ટાગોર સ્કૂલ ઑફ આર્ટ’ શૈલી તરીકે નામના પામી હતી.
ઉત્તર:
ખોટું
બંધબેસતાં જોડકાં જોડો:
1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ભીમબેટકાની ગુફાઓ | (1) તમિલનાડુ |
(2) નરસિંહગઢની ગુફાઓ | (2) કર્ણાટક |
(3) બાદામીની ગુફાઓ | (3) ગુજરાત |
(4) સિત્તાનાવસલની ગુફાઓ | (4) મહારાષ્ટ્ર |
(5) મધ્ય પ્રદેશ |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ભીમબેટકાની ગુફાઓ | (5) મધ્ય પ્રદેશ |
(2) નરસિંહગઢની ગુફાઓ | (4) મહારાષ્ટ્ર |
(3) બાદામીની ગુફાઓ | (2) કર્ણાટક |
(4) સિત્તાનાવસલની ગુફાઓ | (1) તમિલનાડુ |
2.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ઈ. સ. 1858 | (1) શાંતિનિકેતન |
(2) ઈ. સ. 1890 | (2) બંગાળ સ્કૂલ ઑફ આર્ટ |
(3) ઈ. સ. 1901 | (3) સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટ |
(4) ઈ. સ. 1948 | (4) વડોદરાનું કલાભવન |
(5) પ્રગતિશીલ કલાકાર સંઘ |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ઈ. સ. 1858 | (3) સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટ |
(2) ઈ. સ. 1890 | (4) વડોદરાનું કલાભવન |
(3) ઈ. સ. 1901 | (1) શાંતિનિકેતન |
(4) ઈ. સ. 1948 | (5) પ્રગતિશીલ કલાકાર સંઘ |
૩.
વિભાગ ‘આ’ (સ્થળો) | વિભાગ ‘બ’ (ચિત્રશૈલીઓ) |
(1) બિહાર | (1) કલમકારી |
(2) આંધ્ર પ્રદેશ | (2) મિથિલા |
(3) ઓડિશા | (3) ફાડ |
(4) રાજસ્થાન | (4) ગોંડ |
(5) પટ્ટ |
ઉત્તર:
વિભાગ ‘આ’ (સ્થળો) | વિભાગ ‘બ’ (ચિત્રશૈલીઓ) |
(1) બિહાર | (2) મિથિલા |
(2) આંધ્ર પ્રદેશ | (1) કલમકારી |
(3) ઓડિશા | (5) પટ્ટ |
(4) રાજસ્થાન | (3) ફાડ |
4.
વિભાગ ‘આ’ (સ્થળો) | વિભાગ ‘બ’ (ચિત્રશૈલીઓ) |
(1) સંથાલ જનજાતિ | (1) વારલી |
(2) મહારાષ્ટ્રની જનજાતિઓ | (2) કાલીઘાટ |
(3) ગુજરાત | (3) યમુનાઘાટ |
(4) બંગાળ | (4) પીઠોરા |
(5) ગોંડ |
ઉત્તર:
વિભાગ ‘આ’ (સ્થળો) | વિભાગ ‘બ’ (ચિત્રશૈલીઓ) |
(1) સંથાલ જનજાતિ | (5) ગોંડ |
(2) મહારાષ્ટ્રની જનજાતિઓ | (1) વારલી |
(3) ગુજરાત | (4) પીઠોરા |
(4) બંગાળ | (2) કાલીઘાટ |
5.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) રવિશંકર રાવળ | (1) કલાશાળાના પ્રથમ આચાર્ય |
(2) રાજા રવિવર્મા | (2) ગીતાંજલિ |
(3) રવીન્દ્રનાથ ટાગોર | (3) દેશની અમૂલ્ય ધરોહર |
(4) અવનીન્દ્રનાથ ટાગોર | (4) કલાગુરુ |
(5) જાપાનીઝ વૉશ પદ્ધતિ |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) રવિશંકર રાવળ | (4) કલાગુરુ |
(2) રાજા રવિવર્મા | (3) દેશની અમૂલ્ય ધરોહર |
(3) રવીન્દ્રનાથ ટાગોર | (2) ગીતાંજલિ |
(4) અવનીન્દ્રનાથ ટાગોર | (5) જાપાનીઝ વૉશ પદ્ધતિ |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપોઃ
પ્રશ્ન 1.
માનવીની અભિવ્યક્તિનું માધ્યમ કયું છે? શા માટે?
ઉત્તરઃ
માનવીની અભિવ્યક્તિનું માધ્યમ કલા છે, કારણ કે તેના દ્વારા માનવચિત્ત અને સમાજનું દર્શન થાય છે.
પ્રશ્ન 2.
કલાના વિભાગો કેટલા છે? કયા કયા?
ઉત્તર:
કલાના બે વિભાગો છે:
- દશ્યકલા અને
- પ્રદર્શિત કલા.
પ્રશ્ન 3.
દશ્યકલાઓ અને પ્રદર્શિત કલાઓમાં કઈ કઈ કલાઓનો સમાવેશ થાય છે?
ઉત્તર:
દશ્યકલાઓમાં ચિત્રકલા, શિલ્પકલા અને હસ્તકલાનો તથા પ્રદર્શિત કલાઓમાં સંગીતકલા, નૃત્યકલા, વાદ્યકલા અને નાટ્યકલાનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 4.
સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ કયું છે?
ઉત્તર:
સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ કલા છે.
પ્રશ્ન 5.
ભારતીય કલા કયાં કયાં તત્ત્વો સાથે સુયોજિત છે?
ઉત્તર:
ભારતીય કલા વૈશ્વિકતા, વિવિધતામાં એકતા અને ધર્મનિરપેક્ષતાનાં તત્ત્વો સાથે સુયોજિત છે.
પ્રશ્ન 6.
શરૂઆતથી જ ચિત્રકલાના કેન્દ્રમાં કયા કયા વિષયો રહ્યા છે?
ઉત્તર:
શરૂઆતથી જ ચિત્રકલાના કેન્દ્રમાં ધર્મગ્રંથોમાં આવતા પ્રસંગો, દેવી-દેવતાઓ, પશુ-પક્ષીઓ, વ્યક્તિઓ, સામાજિક રીતરિવાજો વગેરે વિષયો રહ્યા છે.
પ્રશ્ન 7.
પ્રાચીન ભારતની કઈ વિશ્વવિદ્યાલયોમાં કલાશિક્ષણ અપાતું હતું?
ઉત્તર:
પ્રાચીન ભારતની તક્ષશિલા અને નાલંદા વિશ્વવિદ્યાલયોમાં કલાશિક્ષણ અપાતું હતું.
પ્રશ્ન 8.
ભુજમાં કલાશાળા કોણે શરૂ કરી હતી? ક્યારે?
ઉત્તર:
ભુજમાં કલાશાળા કચ્છના મહારાજા પ્રાગમલજીએ ઈ. સ. 1877 – 1878માં શરૂ કરી હતી.
પ્રશ્ન 9.
અમદાવાદમાં કલાશાળાની સ્થાપના ક્યાં, ક્યારે અને શા માટે કરવામાં આવી હતી?
ઉત્તર:
અમદાવાદમાં કલાશાળા શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલય(શેઠ સી. એન. વિદ્યાલય)માં ઈ. સ. 1951માં શિક્ષકોને ચિત્રકલાની તાલીમ આપવા માટેનો અભ્યાસક્રમ PTC (Drawing Teacher Certificate) શરૂ કરવા સ્થાપના કરવામાં આવી હતી.
પ્રશ્ન 10.
અમદાવાદની ‘કલાશાળા’ના પ્રથમ આચાર્ય બનવાનું બહુમાન કોને ફાળે જાય છે?
ઉત્તર:
અમદાવાદની ‘કલાશાળા’ના પ્રથમ આચાર્ય બનવાનું બહુમાન કલાકાર શ્રી રસિકલાલ પરીખને ફાળે જાય છે.
પ્રશ્ન 11.
શેઠ સી. એન. વિદ્યાલયમાં સ્થપાયેલી ‘કલાશાળા’નું કયા નામમાં રૂપાંતર થયું? ક્યારે થયું?
ઉત્તર:
શેઠ સી. એન. વિદ્યાલયમાં સ્થપાયેલી ‘કલાશાળા’નું ઈ. સ. 1960માં ‘મહાકલા વિદ્યાલય’ નામમાં રૂપાંતર થયું.
પ્રશ્ન 12.
ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ કેટલો જૂનો છે?
ઉત્તર:
ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ પાષાણયુગ જેટલો જૂનો છે.
પ્રશ્ન 13.
ઈ. સ. પૂર્વે 7000ના કાળમાં કયા પ્રદેશની કઈ ગુફાઓમાંથી ચિત્રો મળી આવ્યાં છે?
ઉત્તર:
ઈ. સ. પૂર્વે 7000ના કાળમાં મધ્ય પ્રદેશની ભીમબેટકાની ગુફાઓમાંથી ચિત્રો મળી આવ્યાં છે.
પ્રશ્ન 14.
કઈ ગુફાઓનાં ચિત્રો ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણાય છે?
ઉત્તર:
ઈ. સ. પૂર્વે 7000ના કાળના મધ્ય પ્રદેશની ભીમબેટકાની ગુફાઓનાં ચિત્રો ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણાય છે.
પ્રશ્ન 15.
ઈ. સ. પૂર્વે 2000ની આસપાસનાં ચિત્રો કઈ ગુફાઓમાંથી મળી આવ્યાં છે?
ઉત્તર:
ઈ. સ. પૂર્વે 2000ની આસપાસનાં ચિત્રો મહારાષ્ટ્રના નરસિંહગઢની ગુફાઓમાંથી મળી આવ્યાં છે.
પ્રશ્ન 16.
ઈ. સ. પૂર્વેની આસપાસનાં ચિત્રો ક્યાં ક્યાં જોવા મળે છે?
ઉત્તરઃ
ઈ. સ. પૂર્વેની આસપાસનાં ચિત્રો ગુફાઓમાં તેમજ ભોજપત્રો અને શિલાઓ પર તથા મંદિરો અને મઠોની દીવાલો પર જોવા મળે છે.
પ્રશ્ન 17.
ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય કોને ગણાવી શકાય?
ઉત્તર
ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ગુપ્તયુગને ગણાવી શકાય.
પ્રશ્ન 18.
ગુપ્તયુગ દરમિયાન કયાં વિશ્વવિખ્યાત ચિત્રોનું નિર્માણ થયું હતું? એ ચિત્રોના કેન્દ્રમાં કયો વિષય હતો?
ઉત્તર:
ગુપ્તયુગ દરમિયાન અજંતા અને ઇલોરાની વિશ્વવિખ્યાત ચિત્રોનું નિર્માણ થયું હતું. એ ચિત્રોના કેન્દ્રમાં બૌદ્ધધર્મની જાતક કથાઓનો વિષય હતો.
પ્રશ્ન 19.
અજંતાની ગુફાઓમાં કઈ ગુફાઓનાં ચિત્રો ખૂબ જ વિખ્યાત થયાં છે? એ ચિત્રોમાં કયું ચિત્ર પ્રખ્યાત છે?
ઉત્તરઃ
અજંતાની ગુફાઓમાં ગુફા નં. 9 અને નં. 10નાં ચિત્રો ખૂબ જ વિખ્યાત થયાં છે. એ ચિત્રોમાં પદ્મપાણિ બુદ્ધનું ચિત્ર પ્રખ્યાત છે.
પ્રશ્ન 20.
ભારતીય ચિત્રકલા દેશમાં ક્યાં સુધી ફેલાયેલી હતી?
ઉત્તર:
ભારતીય ચિત્રકલા દેશમાં ઉત્તર ભારતથી દક્ષિણ ભારત સુધી ફેલાયેલી હતી.
પ્રશ્ન 21.
ભારતમાં ક્યા કયા પ્રદેશની કઈ કઈ ગુફાઓમાંથી ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા છે?
ઉત્તર:
ભારતમાં કર્ણાટકમાં આવેલી બાદામીની ગુફામાંથી અને તમિલનાડુના કાંચીપુરમમાં આવેલી સિત્તાનાવસલની ગુફામાંથી ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા છે.
પ્રશ્ન 22.
ભારતનાં મહાકાવ્યોને ચિત્રો દ્વારા ક્યાં સુશોભિત કરવામાં આવ્યાં છે?
ઉત્તર:
ભારતનાં મહાકાવ્યોને દક્ષિણ ભારતમાં થંજાવુર ખાતે આવેલ બૃહદેશ્વર મંદિરની દીવાલો પર સુશોભિત કરવામાં આવ્યાં છે.
પ્રશ્ન 23.
કયા મુઘલ બાદશાહે ચિત્રશાળાની સ્થાપના કરી હતી?
ઉત્તરઃ
મુઘલ બાદશાહ જહાંગીરે ચિત્રશાળાની સ્થાપના કરી હતી.
પ્રશ્ન 24.
ઈ. સ. 1750 પછીના ભારતમાં કોણે, કઈ શૈલીની ચિત્રકલા વિકસાવી હતી?
ઉત્તર:
ઈ. સ. 1750 પછીના ભારતમાં અંગ્રેજો અને ભારતીયોએ અર્ધ પાશ્ચાત્ય શૈલીની ચિત્રકલા વિકસાવી હતી.
પ્રશ્ન 25.
કોનાં, કયાં ચિત્રોથી ભારતમાં અર્ધ પાશ્ચાત્ય ચિત્રશૈલીનો વિકાસ થયો?
ઉત્તર:
ચિત્રકાર શેખ ઝીયાઉદીનનાં ‘લેડી ઈમ્પ’ માટે કરેલ પક્ષી અધ્યયનનાં ચિત્રોથી અને ગુલામઅલી ખાંએ ‘વિલિયમ ફ્રેઝર’ તથા ‘કર્નલ સ્કીનર’ માટે કરેલ વ્યક્તિ ચિત્રોથી અર્ધ પાશ્ચાત્ય ચિત્રશૈલીનો વિકાસ થયો.
પ્રશ્ન 26.
કયા ચિત્રકારે, કયા વિષયનાં ઉત્કૃષ્ટ તૈલચિત્રો બનાવ્યાં છે?
ઉત્તર:
ચિત્રકલા ક્ષેત્રે ટોચનું નામ ધરાવનાર મહાન ચિત્રકાર રાજા રવિવર્માએ ભારતીય પૌરાણિક અને સામાજિક વિષયનાં ઉત્કૃષ્ટ તૈલચિત્રો બનાવ્યાં છે.
પ્રશ્ન 27.
રાજા રવિવર્માનું કયું તૈલચિત્ર પ્રખ્યાત થયું છે?
ઉત્તર:
રાજા રવિવર્માનું દેવી સરસ્વતીનું તૈલચિત્ર પ્રખ્યાત થયું છે.
પ્રશ્ન 28.
ભારતમાં 19મી સદીમાં ક્યાં ક્યાં, કઈ કઈ સંસ્થાઓની સ્થાપના થઈ? ક્યારે થઈ?
ઉત્તર:
ભારતમાં 19મી સદીમાં ઈ. સ. 1858માં મુંબઈમાં સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટની અને ઈ. સ. 1890માં વડોદરામાં ‘કલાભવન’ની સ્થાપના થઈ.
પ્રશ્ન 29.
ઈ. સ. 1901માં બંગાળમાં કઈ કલાસંસ્થા સ્થપાઈ?
ઉત્તર:
ઈ. સ. 1901માં બંગાળમાં ‘શાંતિનિકેતન’ નામની કલાસંસ્થા સ્થપાઈ.
પ્રશ્ન 30.
પ્રગતિશીલ કલાકાર સંઘની સ્થાપના ક્યારે, કોના નેતૃત્વમાં કોણે કોણે કરી?
ઉત્તર:
પ્રગતિશીલ કલાકાર સંઘની સ્થાપના ઈ. સ. 1948માં ફ્રાન્સિસ ન્યૂટન સૂઝાના નેતૃત્વમાં એસ. એચ. રઝા અને એસ. કે. બાકરે કરી.
પ્રશ્ન 31.
ઈ. સ. 1950માં ક્યાં ક્યાં ચિત્રશાળાઓની સ્થાપના કરવામાં આવી?
ઉત્તર:
ઈ. સ. 1950માં કોલકાતા અને મુંબઈમાં ચિત્રશાળાઓની સ્થાપના કરવામાં આવી.
પ્રશ્ન 32.
‘મદ્રાસ સ્કૂલ ઑફ આર્ટ’ની સ્થાપના ક્યાં, કોણે કરી હતી?
ઉત્તર:
‘મદ્રાસ સ્કૂલ ઑફ આર્ટી’ની સ્થાપના ચેન્નઈમાં કે. સી. એસ. પાણિકર અને દેવીપ્રસાદ રૉય ચૌધરીએ કરી હતી.
પ્રશ્ન 33.
આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ કઈ કલાસંસ્થામાં આવેલ છે?
ઉત્તરઃ
આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ દિલ્લીમાં આવેલ ‘નૅશનલ ગૅલરી ઑફ મોડર્ન આર્ટ’ નામની કલાસંસ્થામાં આવેલ છે.
પ્રશ્ન 34.
કલાના વિકાસ માટે સ્વતંત્ર ભારતમાં કઈ કલાસંસ્થા અગત્યનું સ્થાન ધરાવે છે?
ઉત્તર:
કલાના વિકાસ માટે સ્વતંત્ર ભારતમાં નૅશનલ ગૅલરી ઑફ મોડર્ન આર્ટ નામની કલાસંસ્થા અગત્યનું સ્થાન ધરાવે છે.
પ્રશ્ન 35.
ભારતીય ચિત્રશૈલીમાં મુખ્યત્વે ગુફા ચિત્રશૈલી અને શિલા ચિત્રશૈલીમાં કયાં કયાં ચિત્રોનો સમાવેશ થાય છે?
ઉત્તર:
ભારતીય ચિત્રશૈલીમાં મુખ્યત્વે ગુફા ચિત્રશૈલીમાં આદિમાનવે દોરેલા ચિત્રોનો અને ઈસુની 9મી સદી સુધીની અજંતા-ઇલોરા જેવી ગુફાઓનાં ચિત્રોનો સમાવેશ થાય છે; જ્યારે શિલા ચિત્રશૈલીમાં શિલાઓ પર દોરેલા ચિત્રોનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 36.
ધર્મ આધારિત પ્રાચીન ચિત્રશૈલીઓમાં કઈ કઈ ચિત્રશૈલીઓનો સમાવેશ થાય છે? એ શૈલીઓનાં ચિત્રો ક્યાં જોવા મળે છે?
ઉત્તરઃ
ધર્મ આધારિત પ્રાચીન ચિત્રશૈલીઓમાં હિંદુ, બૌદ્ધ અને જેન ચિત્રશૈલીઓનો સમાવેશ થાય છે. એ શૈલીઓનાં ચિત્રો ધર્મસ્થાનોની દીવાલો પર જોવા મળે છે.
પ્રશ્ન 37.
કઈ કઈ ચિત્રશૈલીઓનો વિકાસ થયેલો જોવા મળે છે?
ઉત્તર:
ભીંત ચિત્રશૈલી, ભોંયતળિયે દોરવામાં આવતી રંગોળી અથવા સુશોભનની કલા, લઘુ ચિત્રકલા શૈલી, કાપડ ચિત્રશૈલી વગેરે ચિત્રશૈલીઓનો વિકાસ થયેલો જોવા મળે છે.
પ્રશ્ન 38.
આધુનિક સમયમાં કઈ કઈ ચિત્રશૈલીઓ વિકસી છે? તેમાં શું જોવા મળે છે?
ઉત્તરઃ
આધુનિક સમયમાં ઑઇલ પેઇન્ટિંગ, એ પેઇન્ટિંગ, કેનવાસ પેઇન્ટિંગ વગેરે ચિત્રશૈલીઓ વિકસી છે. તેમાં બહુરંગી પરિમાણીય (મલ્ટિકલર ડાયમેન્શન) જોવા મળે છે.
પ્રશ્ન 39.
પાલ ચિત્રશૈલીનો મુખ્ય કયો વિષય રહ્યો છે? તેમાં કોનાં ચિત્રો જોવા મળે છે?
ઉત્તરઃ
પાલ ચિત્રશૈલીનો મુખ્ય વિષય બૌદ્ધધર્મનો મહાયાન સંપ્રદાય રહ્યો છે. તેમાં ભગવાન બુદ્ધની જાતક કથાઓ અને બોધિસત્ત્વનાં ચિત્રો જોવા મળે છે.
પ્રશ્ન 40.
જૈન શૈલીનો વિકાસ ક્યારથી અને કયા કયા પ્રદેશોમાં થયો હતો? જૈન શૈલીમાં કયા પ્રકારનાં ચિત્રો આલેખાયેલાં છે?
ઉત્તર:
જૈન શૈલીનો વિકાસ ઈસુની 12મી સદીથી ગુજરાત, રાજસ્થાન અને માળવાના પ્રદેશોમાં થયો હતો. જૈન શૈલીનાં ચિત્રો તાડપત્રો અને હસ્તપ્રતો પર આલેખાયેલાં લઘુચિત્રો છે.
પ્રશ્ન 41.
કયા ગ્રંથોમાં જૈન શૈલીનાં ચિત્રો મૂકવામાં આવ્યાં છે?
ઉત્તર:
જેનધર્મના કલ્પસૂત્ર, કથાસરિતસાગર અને કાલકાચાર્ય કથા નામના ગ્રંથોમાં જૈન શૈલીનાં લઘુચિત્રો મૂકવામાં આવ્યાં છે.
પ્રશ્ન 42.
રાજપૂત ચિત્રશૈલી કોના આશ્રય નીચે, ક્યારે પ્રચલિત થઈ હતી? :
ઉત્તર:
રાજપૂત ચિત્રશૈલી રાજસ્થાન અને મધ્ય પ્રદેશના રાજાઓના આશ્રય નીચે ઈસુની 10મીથી 16મી સદી દરમિયાન વિકસિત થઈ હતી.
પ્રશ્ન 43.
રાજપૂત ચિત્રશૈલીમાં ક્યા ક્યા વિષયો કેન્દ્રસ્થાને રહ્યા છે?
ઉત્તરઃ
રાજપૂત ચિત્રશૈલીમાં રાજપૂત રાજાઓનું જીવન, તેમના રીતરિવાજો, પહેરવેશ, ઉત્સવો તેમજ રાધાકૃષ્ણ, કૃષ્ણભક્તિ, રાસલીલા, રાજસ્થાની લોકજીવન વગેરે વિષયો કેન્દ્રસ્થાને રહ્યા છે.
પ્રશ્ન 44.
રાજપૂત ચિત્રશૈલી રાજસ્થાની ચિત્રશૈલી તરીકે શાથી ઓળખાય છે?
ઉત્તર:
રાજપૂત ચિત્રશૈલી રાજસ્થાનના બુંદી, કિશનગઢ, બિકાનેર અને જોધપુરમાં વિકાસ પામી હોવાથી તે રાજસ્થાનની ચિત્રશૈલી તરીકે પણ ઓળખાય છે.
પ્રશ્ન 45.
મુઘલ સમ્રાટો શાના ખૂબ પ્રેમી હતા?
ઉત્તર:
મુઘલ સમ્રાટો ચિત્રકલાના ખૂબ પ્રેમી હતા.
પ્રશ્ન 46.
કયા કયા મુઘલ સમ્રાટોએ ચિત્રકલાને પ્રોત્સાહન આપ્યું હતું?
ઉત્તર:
બાબરથી શાહજહાં સુધીના મુઘલ સમ્રાટોએ ચિત્રકલાને પ્રોત્સાહન આપ્યું હતું.
પ્રશ્ન 47.
મુઘલ ચિત્રશૈલી કેવી રીતે અસ્તિત્વમાં આવી હતી?
ઉત્તર:
મુઘલ ચિત્રશૈલી ભારતીય અને ઈરાની ચિત્રશૈલીના સમન્વયથી અસ્તિત્વમાં આવી હતી.
પ્રશ્ન 48.
મુઘલ સમ્રાટ અકબરના સમયમાં કેવાં ચિત્રો બનાવવાની શરૂઆત થઈ?
ઉત્તર:
મુઘલ સમ્રાટ અકબરના સમયમાં ગ્રંથચિત્રો અને વ્યક્તિચિત્રો બનાવવાની શરૂઆત થઈ.
પ્રશ્ન 49.
કયા મુઘલ બાદશાહના સમયમાં મુઘલ શૈલી તેના સર્વોચ્ચ શિખરે પહોંચી હતી?
ઉત્તર:
મુઘલ બાદશાહ જહાંગીરના સમયમાં મુઘલ શૈલી તેના સર્વોચ્ચ શિખરે પહોંચી હતી.
પ્રશ્ન 50.
મુઘલ સમ્રાટ જહાંગીરના દરબારમાં ક્યા ચિત્રકારો હતા?
ઉત્તરઃ
મુઘલ સમ્રાટ જહાંગીરના દરબારમાં મજૂર અને બિશનદાસ જેવા ચિત્રકારો હતા.
પ્રશ્ન 51.
ભારતમાં મુઘલયુગ દરમિયાન કયા કયા પ્રકારનાં ચિત્રો તૈયાર થયાં હતાં?
ઉત્તર:
ભારતમાં મુઘલયુગ દરમિયાન પશુ-પંખીનાં ચિત્રો અને કુદરતી દશ્યોનાં ચિત્રો તેમજ રાજદરબારનાં, યુદ્ધનાં, શિકારનાં અને પ્રાણીઓની સાઠમારીનાં ચિત્રો તૈયાર થયાં હતાં.
પ્રશ્ન 52.
મુઘલ ચિત્રકલાનાં કેન્દ્રમાં શાહી ઠઠ શાથી જોવા મળે છે?
ઉત્તર:
મુઘલ ચિત્રકલા દરબારી કલા હોવાથી તેના કેન્દ્રમાં શાહી ઠાઠ જોવા મળે છે.
પ્રશ્ન 53
કાંગડા ચિત્રશૈલી ક્યાં, કોણે વિકસાવી હતી?
ઉત્તર:
કાંગડા ચિત્રશૈલી હિમાલયના પહાડી પ્રદેશોમાં રાજસ્થાનના ચિત્રકારો અને મુઘલ ચિત્રકારોએ વિકસાવી હતી.
પ્રશ્ન 54.
કાંગડા ચિત્રશૈલીનાં મુખ્ય કેન્દ્રો કયાં કયાં હતાં?
ઉત્તર:
કાંગડા, કુલું, ગઢવાલ, ચંબા, મંડી વગેરે કાંગડા ચિત્રશૈલીનાં મુખ્ય કેન્દ્રો હતાં.
પ્રશ્ન 55.
કાંગડા ચિત્રશૈલીનો મહાન ચિત્રકાર કોણ હતો?
ઉત્તર:
મોલારામ કાંગડા ચિત્રશૈલીનો મહાન ચિત્રકાર હતો.
પ્રશ્ન 56.
કાંગડા ચિત્રશૈલીના મુખ્ય વિષયો કયા કયા હતા?
ઉત્તર:
ભગવાન શ્રીકૃષ્ણ અને કૃષ્ણભક્તિ તેમજ હિમાલયનું સૌંદર્ય વગેરે કાંગડા ચિત્રશૈલીના મુખ્ય વિષયો હતા.
પ્રશ્ન 57.
ભારતના નામાંકિત ચિત્રકારો કયા કયા છે?
ઉત્તરઃ
રાજા રવિવર્મા, કવિવર રવીન્દ્રનાથ ટાગોર વગેરે ? ભારતના નામાંકિત ચિત્રકારો છે.
પ્રશ્ન 58.
ગુજરાતના નામાંકિત ચિત્રકારો કયા કયા છે?
ઉત્તરઃ
કલાગુરુ રવિશંકર રાવળ, રસિકલાલ પરીખ અને રમેશભાઈ પંડ્યા એ ગુજરાતના નામાંકિત ચિત્રકારો છે.
પ્રશ્ન 59.
રવિશંકર રાવળે કયા સ્થળને પોતાની કર્મભૂમિ બનાવી હતી?
ઉત્તર:
રવિશંકર રાવળે મુંબઈમાં કલાશિક્ષણ મેળવીને અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી હતી.
પ્રશ્ન 60.
રવિશંકર રાવળે તેમનું કયું ચિત્ર કયા કલા પ્રદર્શનમાં રજૂ કર્યું હતું? એ ચિત્રને કયું પારિતોષિક મળ્યું હતું?
ઉત્તરઃ
રવિશંકર રાવળે તેમનું ‘બિલ્વમંગળ’ ચિત્ર બૉમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક પ્રદર્શનમાં રજૂ કર્યું હતું. એ ચિત્રને સુવર્ણપદક મળ્યું હતું.
પ્રશ્ન 61.
બૉમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક પ્રદર્શનમાં ચિત્ર રજૂ કરનાર પ્રથમ ગુજરાતી કલાકાર કોણ હતા?
ઉત્તર:
બૉમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક પ્રદર્શનમાં ચિત્ર રજૂ કરનાર પ્રથમ ગુજરાતી કલાકાર કલાગુરુ રવિશંકર રાવળ હતા.
પ્રશ્ન 62.
‘બિલ્વમંગળ’ ચિત્ર કયા રંગોમાં કરેલ હતું?
ઉત્તરઃ
‘બિલ્વમંગળ’ ચિત્ર રાજપૂત શૈલીની ઢબે સપાટ રંગોમાં કરેલ હતું.
પ્રશ્ન 63.
‘કુમાર’ નામના માસિકનો પ્રારંભ ક્યારે, કોણે કર્યો હતો? ‘કુમાર’ માસિકથી લોકોને શો ફાયદો થયો?
ઉત્તર:
ઈ. સ. 1924માં કલાગુરુ રવિશંકર રાવળે ‘કુમાર’ નામના માસિકનો પ્રારંભ કર્યો હતો. ‘કુમાર’ માસિકથી લોકોને કલાકારો અને તેમનાં ચિત્રોનો પરિચય થયો.
પ્રશ્ન 64.
રવિશંકર રાવળે ચિત્રકલા ક્ષેત્રે શું પ્રદાન કર્યું હતું?
ઉત્તર:
રવિશંકર રાવળે લોકોમાં કલાના સંસ્કાર આપ્યા અને કલા પ્રત્યે લોકોમાં રસવૃત્તિ અને જાગૃતિ કેળવી. તેમણે પોતાને ત્યાં ગુજરાત કલા સંઘની સ્થાપના કરીને યુવા પેઢીને મફત ચિત્રતાલીમ આપી હતી.
પ્રશ્ન 65.
કઈ ઐતિહાસિક ઘટના જોઈને રવિશંકર રાવળે તેનું શીધ્ર ચિત્ર દોર્યું હતું?
ઉત્તરઃ
12મી માર્ચ, 1922ના રોજ અમદાવાદની કોર્ટ(હાલમાં શાહીબાગમાં આવેલું સર્કિટ હાઉસ)માં ગાંધીજી અને શંકરલાલ બૅન્કર પર રાજદ્રોહના આરોપનો જે મુકદમો ચાલતો હતો તે ઐતિહાસિક ઘટના જોઈને રવિશંકર રાવળે તેનું શીધ્ર ચિત્ર દોર્યું હતું.
પ્રશ્ન 66.
રાજા રવિવર્માનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો?
ઉત્તર :
રાજા રવિવર્માનો જન્મ ઈ. સ. 1848માં કેરલ રાજ્યના કિલિમનુર ગામમાં એક રાજવી કુટુંબમાં થયો હતો.
પ્રશ્ન 67.
રવિવર્મા, રાજા રવિવર્મા તરીકે શાથી ઓળખાયા?
ઉત્તરઃ
રવિવર્માનો જન્મ કેરલના કિલિમનુર ગામમાં એક રાજવી કુટુંબમાં થયો હતો. તેથી તેઓ રાજા રવિવર્મા તરીકે ઓળખાયા.
પ્રશ્ન 68.
રાજા રવિવર્માએ કઈ રીતે પોતાની આગવી ચિત્રશૈલી વિકસાવી હતી?
ઉત્તરઃ
રાજા રવિવર્માએ શ્રી રામાસ્વામી નાયડુ, થિયોડોર જેન્સન અને રાજવી કુટુંબમાંથી આવતા યુરોપિયન મહેમાન કલાકારો પાસેથી કલાનું શિક્ષણ અને માર્ગદર્શન મેળવીને પોતાની આગવી ચિત્રશૈલી વિકસાવી હતી.
પ્રશ્ન 69.
રાજા રવિવર્માનાં ચિત્રો કેવાં હતાં? કેવાં ચિત્રો તૈયાર કરવામાં તેમની સિદ્ધિ અનન્ય હતી?
ઉત્તર:
રાજા રવિવર્માનાં ચિત્રો વાસ્તવદર્શી હતાં; તેમનાં 3 ચિત્રોમાં ભાવને બદલે દૈનિકનું પ્રાધાન્ય વધારે હતું. વ્યક્તિચિત્રો તૈયાર કરવામાં તેમની સિદ્ધિ અનન્ય હતી.
પ્રશ્ન 70.
રાજા રવિવર્માએ કોને કેન્દ્રમાં રાખીને તૈયાર કરેલાં કયાં કયાં તૈલચિત્રો ખૂબ પ્રશંસા પામ્યાં હતાં?
ઉત્તર:
રાજા રવિવર્માએ પૌરાણિક ધર્મગ્રંથો અને સંસ્કૃત સાહિત્યમાં આલેખિત પ્રસંગો તથા પાત્રોને કેન્દ્રમાં રાખીને તૈયાર કરેલાં દેવી સરસ્વતી, વિરાટનો દરબાર, ગંગા અવતરણ, ઉર્વશી, શકુંતલા, પોટ્રેટ ઑફ લેડી વગેરે તૈલચિત્રો ખૂબ પ્રશંસા પામ્યાં હતાં.
પ્રશ્ન 71.
રાજા રવિવર્માએ ક્યારે, ક્યાં અને કયું પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું? એ પ્રેસમાં છપાતાં હિંદુ દેવી-દેવતાઓનાં ચિત્રોની શી ખાસિયત હતી?
ઉત્તરઃ
રાજા રવિવર્માએ ઈ. સ. 1894માં મુંબઈમાં ઘાટકોપરમાં એક લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું. એ પ્રેસમાં છપાતાં હિંદુ દેવી-દેવતાઓનાં ચિત્રો તેની ઓછી (સામાન્ય) કિંમતને કારણે સામાન્ય લોકો પણ ખરીદી શકતા હતા.
પ્રશ્ન 72.
રાજા રવિવર્માને કોણે કોણે નિમંત્રણ આપીને કેવાં ચિત્રો તૈયાર કરાવ્યાં હતાં?
ઉત્તરઃ
રાજા રવિવર્માને વડોદરાના સર મહારાજા સયાજીરાવ ગાયકવાડે અને ભાવનગરના રાજાએ નિમંત્રણ આપીને રાજવી કુટુંબનાં અને કેટલાંક પૌરાણિક ચિત્રો તૈયાર કરાવ્યાં હતાં.
પ્રશ્ન 73.
રાજા રવિવર્માનાં ચિત્રો ક્યાં ક્યાં સચવાયેલાં છે?
ઉત્તરઃ
રાજા રવિવર્માનાં ચિત્રો ત્રિવેન્દ્રમના સંગ્રહાલયમાં, વડોદરાની ફતેહરાવ આર્ટ ગૅલરીમાં અને ભાવનગરના દરબારમાં સચવાયેલાં છે.
પ્રશ્ન 74.
બ્રિટિશ સરકારે રાજા રવિવર્માને કયો ખિતાબ આપીને સમ્માન કર્યું હતું?
ઉત્તર:
બ્રિટિશ સરકારે રાજા રવિવર્માને ‘કેસરે હિંદ’નો ખિતાબ આપીને સમ્માન કર્યું હતું.
પ્રશ્ન 75.
રાજા રવિવર્મા કેવું વ્યક્તિત્વ ધરાવતા હતા?
ઉત્તરઃ
રાજા રવિવર્મા કલાના રાજા અને દેશની અમૂલ્ય ધરોહર હતા.
પ્રશ્ન 76.
કવિવર રવીન્દ્રનાથ ટાગોરને કઈ રચના માટે કયા પારિતોષિકથી સમ્માનિત કરવામાં આવ્યા હતા?
ઉત્તર:
કવિવર રવીન્દ્રનાથને તેમના ગીતાંજલિ’ મહાકાવ્ય માટે નૉબેલ પારિતોષિકથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
પ્રશ્ન 77.
કવિવર રવીન્દ્રનાથે શાંતિનિકેતનને કઈ કઈ કલાઓનું સંગમતીર્થ બનાવ્યું હતું?
ઉત્તરઃ
કવિવર રવીન્દ્રનાથે શાંતિનિકેતનને સાહિત્ય, સંગીત, નૃત્ય, ચિત્ર વગેરે કલાઓનું સંગમતીર્થ બનાવ્યું હતું.
પ્રશ્ન 78.
કયા કલાકારને આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મપિતામહ તરીકે ઓળખવામાં આવે છે? શા માટે?
ઉત્તરઃ
કવિવર રવીન્દ્રનાથ ટાગોરને આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મપિતામહ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેમણે ભારતીય અને પાશ્ચાત્ય કલા જેવી પરંપરાગત કલાની 3 અસરમાંથી મુક્ત રહી પોતાની આગવી ચિત્રશૈલી વિકસાવી હતી.
પ્રશ્ન 79.
રવીન્દ્રનાથ ટાગોરે કેટલાં ચિત્રોનું સર્જન કર્યું છે? એ ચિત્રોમાં શું શું જોવા મળે છે?
ઉત્તર:
રવીન્દ્રનાથ ટાગોરે 2000 કરતાં વધારે ચિત્રોનું સર્જન કર્યું છે. એ ચિત્રોમાં રેખાઓમાં ગતિ, રંગોમાં તાજગી અને નિરૂપણમાં ભાવાત્મકતા જોવા મળે છે.
પ્રશ્ન 80.
રવીન્દ્રનાથ ટાગોરનાં ચિત્રો ક્યાં ક્યાં સંગૃહીત છે?
ઉત્તર:
રવીન્દ્રનાથ ટાગોરનાં ચિત્રો શાંતિનિકેતનમાં, રવીન્દ્રભવનમાં અને દિલ્લીની નેશનલ ગૅલરી ઑફ મોડર્ન આર્ટમાં સંગૃહીત છે.
પ્રશ્ન 81.
રવીન્દ્રનાથ ટાગોરની સર્જનાત્મક અભિવ્યક્તિને કોણે પ્રેરક બળ પૂરું પાડ્યું?
ઉત્તર:
રવીન્દ્રનાથ ટાગોરે ચિત્રકલાની પદ્ધતિસર તાલીમ લીધી નહોતી. આમ છતાં, તેમની તીવ્ર સંવેદના અને અંતઃ પ્રેરણાએ તેમની સર્જનાત્મક અભિવ્યક્તિને પ્રેરક બળ પૂરું પાડ્યું હતું.
પ્રશ્ન 82.
અવનીન્દ્રનાથ ટાગોરે કઈ કઈ ચિત્રશૈલીનો અભ્યાસ કર્યો હતો?
ઉત્તર:
અવનીન્દ્રનાથ ટાગોરે ભારતીય મુઘલ તાંજોર, ચાઈનીઝ અને જાપાનીઝ ચિત્રશૈલીઓનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો.
પ્રશ્ન 83.
અવનીન્દ્રનાથ ટાગોરે જાપાનીઝ વૉશ પદ્ધતિથી દોરેલાં ‘ ચિત્રોમાં શું જોવા મળે છે?
ઉત્તરઃ
અવનીન્દ્રનાથ ટાગોરે જાપાનીઝ વૉશ પદ્ધતિથી દોરેલાં ચિત્રોમાં વાતાવરણની ગહનતા અને પાત્રોની ભાવવાહિતા ધબતી જોવા મળે છે.
પ્રશ્ન 84.
અવનીન્દ્રનાથ ટાગોરના સમયમાં કઈ ચિત્રશૈલી અસ્તિત્વમાં આવી હતી?
ઉત્તર:
અવનીન્દ્રનાથ ટાગોરના સમયમાં બંગાળ સ્કૂલ ઑફ આર્ટ’ નામની ચિત્રશૈલી અસ્તિત્વમાં આવી હતી.
નીચેના પ્રશ્નોના ઉત્તર લખો:
પ્રશ્ન 1.
ભારતીય કલાનો પરિચય આપો.
ઉત્તર:
પ્રાચીન સમયથી ભારતીય કલા અને સંસ્કૃતિ વિશ્વભરમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. કલા એ માનવીની અભિવ્યક્તિનું માધ્યમ છે. તેના દ્વારા માનવચિત્ત અને સમાજનું દર્શન થાય છે. કલાશાસ્ત્રીઓ કલાને બે ભાગમાં વહેચે છેઃ
(1) દશ્યકલા અને
(2) પ્રદર્શિતકલા. દશ્યકલાઓમાં ચિત્રકલા, શિલ્પકલા અને હસ્તકલાનો તથા પ્રદર્શિત કલાઓમાં સંગીતકલા, નૃત્યકલા, વાદ્યકલા અને નાટ્યકલાનો સમાવેશ થાય છે. કલા એ સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ છે. ભારતીય કલા વૈશ્વિકતા, વિવિધતામાં એકતા અને ધર્મનિરપેક્ષતાનાં તત્ત્વો સાથે સુયોજિત છે.
પ્રશ્ન 2.
ગુજરાતમાં કલાશિક્ષણ માટે થયેલા પ્રયત્નો જણાવો.
ઉત્તર:
અંગ્રેજી શાસન દરમિયાન ભારતીય કલા અને સંસ્કૃતિ વિસરાઈ ગઈ હતી. એ સમયે ગુજરાતમાં કલાશિક્ષણ માટે કોઈ સંસ્થા નહોતી. સૌપ્રથમ ભુજમાં કલાશાળા કચ્છના મહારાજા પ્રાગમલજીએ ઈ. સ. 1877 – 1878માં શરૂ કરી હતી. વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે કલાનું શિક્ષણ આપવા માટે કલાભવન’ની સ્થાપના કરી હતી. ‘કલાભવન’નો અભિગમ કલાઉદ્યોગના શિક્ષણ પરત્વે વધુ હતો. અમદાવાદમાં શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલય(શેઠ સી. એન. વિદ્યાલયોમાં ઈ. સ. 1951માં કલાશાળાની સ્થાપના કરવામાં આવી હતી. અહીં શિક્ષકોને ચિત્રકલાની તાલીમ આપવા માટેનો અભ્યાસક્રમ DTC(Drawing Teacher Certificate) નો અભ્યાસક્રમ શરૂ
કરવામાં આવ્યો હતો. ઈ. સ. 1960માં કલાશાળાનું ‘મહાકલા વિદ્યાલય’ નામ રાખવામાં આવ્યું હતું. આ કલાશાળાના પ્રથમ આચાર્ય બહુમાન કલાકાર શ્રી રસિકલાલ પરીખને ફાળે જાય છે.
પ્રશ્ન 3.
18મી અને 19મી સદી દરમિયાન ભારતમાં થયેલો ચિત્રકલાનો ઇતિહાસ વર્ણવો.
ઉત્તર:
ઈ. સ. 1750 પછી ભારતમાં અંગ્રેજો અને ભારતીય કલાકારોએ અર્ધ પાશ્ચાત્ય શૈલીની ચિત્રકલા વિકસાવી હતી. ચિત્રકાર શેખ ઝીયાઉદીને ‘લેડી ઈમ્પ’ માટે કરેલ પક્ષીઅધ્યયનાં ચિત્રોથી અને ગુલામઅલી ખાંએ ‘વિલિયમ ફ્રેઝર’ અને ‘કર્નલ સ્કીનર’ માટે કરેલ વ્યક્તિચિત્રોથી અર્ધ પાશ્ચાત્ય શૈલીનો વિકાસ થયો હતો. ચિત્રકલા ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવનાર કેરલના મહાન ચિત્રકાર રાજા રવિવર્માએ ભારતના પૌરાણિક અને સામાજિક વિષયનાં ઉત્કૃષ્ટ તૈલચિત્રો બનાવ્યાં છે. તેમાં દેવી સરસ્વતીનું ચિત્ર પ્રખ્યાત થયું છે.
19મી સદી દરમિયાન ભારતમાં પુનઃજાગૃતિના સમયે કલાક્ષેત્રે ખૂબ વિકાસ થયો. ઈ. સ. 1858માં મુંબઈમાં ‘સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટ’ની અને ઈ. સ. 1890માં વડોદરામાં ‘કલાભવન’ની સ્થાપના થઈ.
ઈ. સ. 1901માં બંગાળમાં ‘શાંતિનિકેતન’ નામની કલાસંસ્થા સ્થપાઈ. તેમાં ચિત્રકલાના ઉત્તમ નમૂનાઓનું સર્જન થયું.
ઈ. સ. 1948માં ફ્રાન્સિસ ન્યૂટન સૂઝાના નેતૃત્વમાં એસ. એચ. રઝા અને એસ. કે. બાકરે પ્રગતિશીલ કલાકાર સંઘની સ્થાપના કરી. એ સંઘની સ્થાપનાથી ભારતમાં આધુનિક ચિત્રકલાની સંગીન પ્રસ્તુતિ થઈ.
ઈ. સ. 1950માં કોલકાતા અને મુંબઈમાં ચિત્રશાળાઓની સ્થાપના કરવામાં આવી.
ચેન્નઈમાં કે. સી. એસ. પાણિકર અને દેવીપ્રસાદ રૉય ચોધરીએ મદ્રાસ સ્કૂલ ઑફ આર્ટની સ્થાપના કરી હતી. કલાના વિકાસ માટે ભારતમાં દિલ્હી ખાતે આવેલી નૅશનલ ગેલેરી ઑફ મોડર્ન આર્ટ’ નામની સંસ્થા ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એ સંસ્થામાં આધુનિક ભારતીય ચિત્રોનો વિશાળ સંગ્રહ આવેલો છે.
પ્રશ્ન 4.
પ્રાચીન અને આધુનિક ચિત્રશૈલીઓ વિશે માહિતી આપો.
ઉત્તર:
ભારતીય ચિત્રશૈલીમાં મુખ્યત્વે ગુફા ચિત્રશૈલીમાં આદિમાનવે દોરેલા ચિત્રોનો અને ઈસુની 9મી સદી સુધીની અજંતા-ઇલોરા જેવી ગુફાઓનાં ચિત્રોનો સમાવેશ થાય છે; જ્યારે શિલા ચિત્રશૈલી(રૉક પેઇન્ટિંગ)માં શિલાઓ પર દોરેલા ચિત્રોનો સમાવેશ થાય છે. એ ચિત્રોમાં એ સમયનાં ચિત્રોની પરંપરા જોવા મળે છે. કેટલીક પ્રાચીન ચિત્રશૈલીઓમાં હિંદુ, બૌદ્ધ અને જૈન ચિત્રશૈલીઓનો સમાવેશ થાય છે. તેમાં જે-તે ધર્મ ચિત્રશૈલીના કેન્દ્રસ્થાને હોય છે. એ ચિત્રો ધર્મસ્થાનોની દીવાલો પર સુશોભિત કરવામાં આવ્યાં હોય છે. ચિત્રોના કેન્દ્રમાં જે-તે ધર્મના ધર્મગ્રંથો રહેલા હોય છે.
ભારતના કેટલાક વિશિષ્ટ પ્રદેશોમાં ભીંત પર દોરાતાં ચિત્રોની ભીંત ચિત્રશૈલી તેમજ તહેવારોના શુભ પ્રસંગે આંગણામાં કે ભોયતળિયે કરવામાં આવતી સુશોભિત રંગોળી અથવા સુશોભન કલા પણ અગત્યની ચિત્રશૈલીઓ વિકાસ પામી હતી. એ સમયે હિંદુધર્મ, બૈદ્ધધર્મ અને જૈનધર્મની હસ્તપ્રત સામગ્રીને પૂરક બનતાં ચિત્રોની એક લઘુ ચિત્રકલા શૈલી પણ વિકાસ પામી હતી. લઘુ ચિત્રકલા શૈલી હસ્તપ્રતોમાં અને ગ્રંથોમાં જોવા મળે છે. આ ઉપરાંત, કાપડ પર પણ ચિત્રોની છાપ ઉપસાવીને તૈયાર કરવામાં આવેલી કાપડ ચિત્રશૈલીનો પણ વિકાસ થયો હતો.
આધુનિક સમયમાં ઑઇલ પેઇન્ટિંગ, એ પેઇન્ટિંગ, કૅનવાસ પેઇન્ટિંગ વગેરે શેલીઓ વિકસી છે. તેમાં બહુરંગી પરિમાણીય (મલ્ટિકલર ડાયમેન્શન) જોવા મળે છે.
ટૂંક નોંધ લખો:
પ્રશ્ન 1.
પાલ ચિત્રશૈલી
ઉત્તર:
ભારતમાં પાલ રાજાઓના આશ્રયે વિસ્તરેલી ચિત્રશૈલીને પાલ શૈલી કહેવામાં આવે છે. તે બંગાળ, બિહાર, નેપાલ અને તિબેટ સુધી વિસ્તરેલી હતી.
પાલ ચિત્રશૈલીનો મુખ્ય વિષય બૌદ્ધધર્મનો મહાયાન સંપ્રદાય રહ્યો છે. તેમાં ભગવાન બુદ્ધની જાતક કથાઓ અને બોધિસત્ત્વનાં ચિત્રો જોવા મળે છે. પાલ ચિત્રશૈલીનાં ચિત્રોવાળી કેટલીક હિંદુ હસ્તપ્રતો મળી આવી છે. તે ચિત્રપોથીની અંદર દોરેલાં હોવાથી છે તે ચિત્રો લઘુ ચિત્રશૈલીનાં છે.
પ્રશ્ન 2.
જૈન ચિત્રશૈલી
ઉત્તર:
જૈન શૈલીનો વિકાસ ઈસુની 12મી સદીથી ગુજરાત, રાજસ્થાન અને માળવાના પ્રદેશોમાં થયો હતો. જૈન શૈલીનાં ચિત્રો તાડપત્રો અને હસ્તપ્રતો પર આલેખાયેલાં લઘુચિત્રો છે. આ શેલીનાં ચિત્રોમાં મુખ્યત્વે જૈનધર્મ કેન્દ્રસ્થાને રહેલો છે. જૈનધર્મના કલ્પસૂત્ર, કથાસરિતસાગર અને કાલકાચાર્ય કથા નામના ગ્રંથોમાં જૈનશૈલીનાં લઘુચિત્રો મૂકવામાં આવ્યાં છે. ગુજરાતમાં હસ્તપ્રતોમાં લઘુચિત્રો વિશેષ જોવા મળ્યાં છે. તેથી જૈન શૈલીને ગુજરાત શૈલી’ પણ કહેવામાં આવે છે.
પ્રશ્ન 3.
મુઘલ ચિત્રશૈલી
ઉત્તર:
ભારતમાં આવેલા મુઘલ સમ્રાટો ચિત્રકલાનો ભારે શોખ ધરાવતા હતા.
બાબરથી શાહજહાં સુધીના મુઘલ સમ્રાટોએ ચિત્રકલાને પ્રોત્સાહન આપ્યું હતું. મુઘલ ચિત્રશૈલી ભારતીય અને ઈરાની ચિત્રશૈલીના સમન્વયથી અસ્તિત્વમાં આવી હતી.
મુઘલ સમ્રાટ અકબરના સમયમાં ગ્રંથચિત્રો અને વ્યક્તિચિત્રો બનાવવાની શરૂઆત થઈ. બાદશાહ બાબરની આત્મકથા બાબરનામાનાં ચિત્રો મુઘલ શૈલીનાં છે.
મુઘલ બાદશાહ જહાંગીરના સમયમાં મુઘલ શેલી તેના સર્વોચ્ચ 3 શિખરે પહોંચી હતી. તેના દરબારમાં મજૂ અને બિશનદાસ જેવા ચિત્રકારો હતા. ભારતમાં મુઘલયુગ દરમિયાન પશુ-પંખીનાં ચિત્રો અને કુદરતી દશ્યોનાં ચિત્રો તેમજ રાજદરબારનાં, યુદ્ધનાં, શિકારનાં અને પ્રાણીઓની સાઠમારીનાં ચિત્રો તૈયાર થયાં હતાં. મુઘલ ચિત્રકલા દરબારી કલા હોવાથી તેના કેન્દ્રમાં શાહી ઠાઠ જોવા મળે છે.
નીચેના ચિત્રકારોનો પરિચય આપોઃ
પ્રશ્ન 1.
કલાગુરુ રવિશંકર રાવળ
ઉત્તર:
રવિશંકર રાવળે મુંબઈમાં ‘જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં કલાશિક્ષણ મેળવીને અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી હતી. તેમણે ગુજરાતને ચિત્રકલા ક્ષેત્રે નવી દિશા બતાવી હતી.
બૉમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક પ્રદર્શનમાં રવિશંકર રાવળે તેમનું ‘બિલ્વમંગળ’ ચિત્ર રજૂ કર્યું હતું. એ ચિત્રને સુવર્ણપદક મળ્યું હતું. એ ચિત્ર રાજપૂત શૈલીની ઢબે સપાટ રંગોમાં દોરેલું હતું. બૉમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક પ્રદર્શનમાં ચિત્ર રજૂ કરનાર પ્રથમ ગુજરાતી કલાકાર કલાગુરુ રવિશંકર રાવળ હતા.
ઈ. સ. 1924માં તેમણે ‘કુમાર’ નામના માસિકનો પ્રારંભ કર્યો હતો. ‘કુમાર’ માસિકથી લોકોને કલાકારો અને તેમનાં ચિત્રોનો પરિચય થયો.
રવિશંકર રાવળે લોકોમાં કલાના સંસ્કાર આપ્યા અને કલા પ્રત્યે લોકોમાં રસવૃત્તિ અને જાગૃતિ કેળવી. તેમણે પોતાને ત્યાં ગુજરાત કલા સંઘની સ્થાપના કરીને યુવા પેઢીને મફત ચિત્રતાલીમ આપી હતી.
12 માર્ચ, 1922ના રોજ અમદાવાદની કોર્ટ(હાલમાં શાહીબાગમાં આવેલું સર્કિટ હાઉસ)માં ગાંધીજી અને શંકરલાલ બૅન્કર પર રાજદ્રોહના આરોપનો જે મુકદમો ચાલતો હતો તે ઐતિહાસિક ઘટનાને નજરે જોઈને રવિશંકર રાવળે ઉપર દર્શાવેલું શીધ્ર ચિત્ર દોર્યું હતું.
પ્રશ્ન 2.
કવિવર રવીન્દ્રનાથ ટાગોર
ઉત્તર:
કવિવર રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ બંગાળમાં ઈ. સ. 1861માં થયો હતો. કવિવર રવીન્દ્રનાથને તેમના ‘ગીતાંજલિ’ મહાકાવ્ય માટે નૉબેલ પારિતોષિકથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ પ્રતિભાશી ચિત્રકાર હતા. તેમણે શાંતિનિકેતનને સાહિત્ય, સંગીત, નૃત્ય, ચિત્ર વગેરે કલાઓનું સંગમતીર્થ બનાવ્યું હતું. કવિવર રવીન્દ્રનાથ ટાગોરને આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મપિતામહ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેમણે ભારતીય અને પાશ્ચાત્ય કલા જેવી પરંપરાગત કલાની અસરમાંથી મુક્ત રહી છે પોતાની આગવી ચિત્રશૈલી વિકસાવી હતી. તેમણે 2000 કરતાં વધારે ચિત્રોનું સર્જન કર્યું છે. એ ચિત્રોમાં રેખાઓમાં ગતિ, રંગોમાં હું તાજગી અને નિરૂપણમાં ભાવાત્મકતા જોવા મળે છે. રવીન્દ્રનાથનાં ચિત્રો શાંતિનિકેતનમાં, રવીન્દ્રભવનમાં અને દિલ્લીની નૅશનલ ગૅલરી ઑફ મોડર્ન આર્ટમાં સંગૃહીત છે.
રવીન્દ્રનાથ ટાગોરે ચિત્રકલાની પદ્ધતિસર તાલીમ લીધી નહોતી. આમ છતાં, તેમની તીવ્ર સંવેદના અને અંત:પ્રેરણાએ તેમની હું સર્જનાત્મક અભિવ્યક્તિને પ્રેરક બળ પૂરું પાડ્યું હતું.
પ્રશ્ન 3.
અવનીન્દ્રનાથ ટાગોર
ઉત્તર:
અવનીન્દ્રનાથ ટાગોરનો જન્મ બંગાળમાં ઈ. સ. 1871માં થયો હતો. તેમણે ભારતીય મુઘલ તાંજોર, ચાઇનીઝ અને જાપાનીઝ ચિત્રશૈલીઓનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો. તેમણે પાશ્ચાત્ય ચિત્રકારોનું માર્ગદર્શન મેળવીને એક ડ્રે નવતર શૈલીનાં ચિત્રોનું નિર્માણ કરી ભારતીય ચિત્રકલાને એક નવી દિશા ચીંધી હતી. તેમનાં જાપાનીઝ વૉશ પદ્ધતિથી દોરેલાં ચિત્રોમાં વાતાવરણની ગહનતા અને પાત્રોની ભાવવાહિતા ધબકતી જોવા મળે છે. અવનીન્દ્રનાથ ટાગોરે ચિત્રકળાના પ્રસાર માટે બંગાળ સ્કૂલ ઑફ આર્ટની સ્થાપના કરી હતી. એમના સમયમાં અસ્તિત્વમાં આવેલી ચિત્રશૈલી ‘બંગાળ સ્કૂલ ઑફ આર્ટ’ શૈલી તરીકે નામના પામી હતી.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો:
પ્રશ્ન 1.
ગુપ્તકાળ દરમિયાન ચિત્રકલાનો ઇતિહાસ જણાવો.
ઉત્તર:
ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ગુપ્તયુગને ગણાવી શકાય. ગુપ્તયુગ દરમિયાન અજંતા અને ઇલોરાની ગુફાઓમાં વિશ્વવિખ્યાત ચિત્રોનું નિર્માણ થયું હતું. તે ચિત્રોના કેન્દ્રમાં બૌદ્ધધર્મની જાતક કથાઓનો વિષય હતો. અજંતાની ગુફાઓમાં ગુફા નં. 9 અને નં. 10નાં ચિત્રો ખૂબ જ વિખ્યાત થયાં છે. એ ચિત્રોમાં પદ્મપાણિ બુદ્ધનું ચિત્ર પ્રખ્યાત છે. ભારતીય ચિત્રકલા દેશમાં ઉત્તર ભારતથી દક્ષિણ ભારત સુધી ફેલાયેલી હતી. ભારતમાં કર્ણાટકમાં આવેલી બાદામીની ગુફામાંથી અને તમિલનાડુના કાંચીપુરમમાં આવેલી સિત્તાનાવસલની ગુફામાંથી ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત થયા છે.
પ્રશ્ન 2.
ભારતના વિવિધ પ્રદેશોમાં વિકસેલી ચિત્રશૈલીઓ વિશે માહિતી આપો.
ઉત્તર:
ભારતના વિવિધ પ્રદેશોમાં વિકસેલી ચિત્રશૈલીઓ નીચે પ્રમાણે છેઃ
- બંગાળ અને બિહારમાં વિકસેલી પાલ ચિત્રશૈલી;
- ગુજરાત, રાજસ્થાન અને માળવાના પ્રદેશોમાં વિકસેલી જૈન ચિત્રશૈલી;
- હિમાલયના પહાડી પ્રદેશોમાં વિકસેલી કાંગડા ચિત્રશૈલી;
- બિહારની મિથિલા ચિત્રશૈલી (મધુબની ચિત્રકલા);
- આંધ્ર પ્રદેશની કલમકારી ચિત્રશૈલી;
- ઓડિશાની પટ્ટ ચિત્રશૈલી;
- રાજસ્થાનની ફાડ ચિત્રશૈલી;
- સંથાલ જનજાતિની ગોંડ ચિત્રશૈલી;
- મહારાષ્ટ્રની જનજાતિઓની વારલી ચિત્રશૈલી;
- ગુજરાતની પીઠોરા ચિત્રશૈલી;
- બંગાળની કાલીઘાટ ચિત્રકલા વગેરે.
પ્રશ્ન 3.
ગુજરાત અને ભારતના નોંધપાત્ર ચિત્રકારો જણાવો.
ઉત્તર:
કલાગુરુ રવિશંકર રાવળ, રસિકલાલ પરીખ અને રમેશભાઈ પંડ્યા એ ગુજરાતના નામાંકિત ચિત્રકારો છે.
રાજા રવિવર્મા અને કવિવર રવીન્દ્રનાથ ટાગોર એ ભારતના નામાંકિત ચિત્રકારો છે. આ ઉપરાંત, અન્ય નામી-અનામી ચિત્રકારોએ ચિત્રકલા ક્ષેત્રે પોતાના પ્રદાન દ્વારા ભારતની નામનામાં વધારો કર્યો છે.
પ્રવૃત્તિઓ
1. તમને મનગમતાં ચિત્રોની ચિત્રપોથી બનાવો.
2. ભારતના ચાર-પાંચ નામાંકિત ચિત્રકારોના ફોટા મેળવી તેને તમારી ચિત્રપોથીમાં ચોંટાડો અને તેમના વિશે પાંચેક વાક્યો લખો.
3. ગુજરાતના ચાર-પાંચ નામાંકિત ચિત્રકારોના ફોટા મેળવી તેને તમારી ચિત્રપોથીમાં ચોંટાડો અને તેમના વિશે પાંચેક વાક્યો લખો.
4. તમારા વિષયશિક્ષકની મદદથી ભારતની નામાંકિત કલા-સંસ્થાઓની યાદી બનાવો.
5. વર્તમાનપત્રો અને સામયિકોમાંથી વિવિધરંગી ચિત્રો મેળવી તેની ચિત્રસંગ્રહપોથી બનાવો.
6. તમારા વિષયશિક્ષકની વર્ગમાં અક્ષરલેખન કે પદાર્થચિત્ર દોરવાની હરીફાઈ ગોવો.
HOTs પ્રણોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલા માં લખો:
પ્રશ્ન 1.
ઈ. સ. પૂર્વે 7000ના પાષાણયુગીન કાળમાં કઈ ગુફામાંથી ચિત્રો મળી આવ્યાં હતાં?
A. નરસિંહગઢમાંથી
B. ભીમબેટકામાંથી
C. અજંતામાંથી
D. ઇલોરામાંથી
ઉત્તર:
B. ભીમબેટકામાંથી
પ્રશ્ન 2.
દેવી સરસ્વતીનું જાણીતું ચિત્ર કયા ચિત્રકારે દોરેલ છે?
A. રવીન્દ્રનાથ ટાગોરે
B. રવિશંકર રાવળે
C. રાજા રવિવર્માએ
D. અવનીન્દ્રનાથ ટાગોરે
ઉત્તર:
C. રાજા રવિવર્માએ
પ્રશ્ન 3.
મજૂર અને બિશનદાસ જેવા વિખ્યાત ચિત્રકારો કઈ ચિત્રશૈલી સાથે સંકળાયેલ હતા?
A. કાંગડા શૈલી
B. રાજપૂત શૈલી
C. પાલ શેલી
D. મોગલ શૈલી
ઉત્તર:
D. મોગલ શૈલી
પ્રશ્ન 4.
નીચેનામાંથી કઈ ચિત્રશૈલી ગુજરાત સાથે સંકળાયેલી છે?
A. ફાડ ચિત્રશૈલી
B. ગોંડ ચિત્રશૈલી
C. પીઠોરા ચિત્રશૈલી
D. કલમકારી ચિત્રશૈલી
ઉત્તર:
C. પીઠોરા ચિત્રશૈલી
પ્રશ્ન 5.
નીચેના પૈકી કઈ પ્રદર્શન કલાનું ઉદાહરણ સાચું છે?
A. ચિત્રકળા
B. હસ્તકળા
C. નૃત્યકળા
D. શિલ્પકળા
ઉત્તર:
C. નૃત્યકળા
પ્રશ્ન 6.
બાજુમાં આપેલ ચિત્ર કઈ ચિત્રશૈલીનું છે? ઓળખીને ઉત્તર લખો.
A. પાલ ચિત્રશૈલીનું
B. જૈન ચિત્રશૈલીનું
C. રાજપૂત ચિત્રશૈલીનું
D. મુઘલ ચિત્રશૈલીનું
ઉત્તર:
C. રાજપૂત ચિત્રશૈલીનું
પ્રશ્ન 7.
બાજુમાં આપેલ વ્યક્તિચિત્ર કયા કલાકારનું છે? ઓળખીને ઉત્તર લખો.
A. અવનીન્દ્રનાથ ટાગોરનું
B. રવીન્દ્રનાથ ટાગોરનું
C. રાજા રવિવર્માનું
D. રવિશંકર રાવળનું
ઉત્તર:
B. રવીન્દ્રનાથ ટાગોરનું
પ્રશ્ન 1.
કાંગડા શૈલી અને રાજપૂત શૈલી વચ્ચે રહેલી સામ્યતા અને ભિન્નતા જણાવો.
ઉત્તર:
કાંગડા શેલી અને રાજપૂત શૈલી વચ્ચે રહેલી સામ્યતા નીચે પ્રમાણે છે:
કાંગડા શૈલી | રાજપૂત શૈલી |
(1) કાંગડા શેલીના વિકાસમાં રાજસ્થાનના ચિત્રકારોનું યોગદાન જોવા મળે છે. | (1) રાજપૂત શૈલીના વિકાસમાં રાજસ્થાનના ચિત્રકારોનું વિશેષ પ્રદાન રહેલું છે. |
(2) આ શૈલીનાં ચિત્રોમાં ભગવાન શ્રીકૃષ્ણ અને કૃષ્ણભક્તિના વિષયો કેન્દ્રમાં રહ્યા છે. | (2) આ શેલીનાં ચિત્રોમાં રાધા-કૃષ્ણ, કૃષ્ણભક્તિ, રાસલીલા વગેરે વિષયો કેન્દ્રમાં રહ્યા છે. |
કાંગડા શૈલી અને રાજપૂત શૈલી વચ્ચે રહેલી ભિન્નતા નીચે પ્રમાણે છે:
કાંગડા શૈલી | રાજપૂત શૈલી |
(1) કાંગડા શેલી હિમાલયના પહાડી પ્રદેશોમાં વિકસી હતી. | (1) રાજપૂત શૈલી રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં વિકસી હતી. |
(2) હિમાલય પ્રદેશનાં કાંગડા, કુલ, ગઢવાલ, ચંબા, મંડી વગેરે તેનાં મુખ્ય કેન્દ્રો હતાં. | (2) રાજસ્થાનનાં બુંદી, કિશનગઢ, બિકાનેર, જોધપુર વગેરે તેનાં મુખ્ય કેન્દ્રો હતાં. |
(3) તેનાં ચિત્રોમાં હિમાલયનું સૌંદર્ય એ મુખ્ય વિષય રહેલો છે. | (3) તેનાં ચિત્રોમાં રાજપૂત રાજાઓનું જીવન, તેમના રીતરિવાજો, પહેરવેશ, ઉત્સવો વગેરે વિષયો કેન્દ્રમાં રહ્યા છે. |
(4) તેનો વિકાસ રાજપૂત શૈલીના વિકાસ પછીથી થયેલો છે. | (4) તેનો વિકાસ ઈસુની 10મીથી 16મી સદી દરમિયાન થયેલો છે. |
પ્રશ્ન 2.
મુઘલ શૈલીનાં ચિત્રોનું મુખ્ય વિષયવસ્તુ કયું હોઈ શકે? કેમ?
ઉત્તર:
મુઘલ ચિત્રશૈલીનાં ચિત્રોનું મુખ્ય વિષયવસ્તુ દરબારી હોઈ શકે. આ શેલીમાં મુખ્યત્વે રાજદરબારનાં, યુદ્ધનાં, શિકારનાં, પ્રાણીઓની સાઠમારીનાં અને શાહી ઠાઠનાં ચિત્રો જોવા મળે છે.
મુઘલ શૈલીનાં ચિત્રોનું મુખ્ય વિષયવસ્તુ દરબારી હોઈ શકે છે, કારણ કે તે મુઘલ સમ્રાટોના આશ્રયે વિકસી હતી. બાબરથી શાહજહાં સુધીના મુઘલ સમ્રાટોએ આ ચિત્રશૈલીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
પ્રશ્ન 3.
ચિત્રકલાના ઇતિહાસની શરૂઆત ગુફાચિત્રોથી થઈ હશે એવું કેમ માની શકાય?
ઉત્તર:
ચિત્રકલાના ઇતિહાસની શરૂઆત ગુફાચિત્રોથી થઈ હશે એવું નીચેની બાબતો પરથી માની શકાય:
- ઈ. સ. પૂર્વે 7000 વર્ષના સમયનાં ચિત્રો મધ્ય પ્રદેશની ભીમબેટકાની ગુફાઓમાંથી મળી આવ્યાં છે, તે ભારતીય ચિત્રકલાના ઇતિહાસનો પ્રથમ નમૂનો છે.
- ઈ. સ. પૂર્વે 2000ની આસપાસના સમયગાળાનાં ચિત્રો મહારાષ્ટ્રના નરસિંહગઢની ગુફાઓમાંથી મળી આવ્યાં છે.
- મહારાષ્ટ્રમાં અજંતા અને ઇલોરાનાં વિશ્વવિખ્યાત અને ઉત્કૃષ્ટ ચિત્રકલાનાં ગુફાચિત્રો ગુપ્તયુગ દરમિયાન નિર્માણ પામ્યાં હતાં.
- કર્ણાટકમાં આવેલ બાદામીની ગુફા અને તમિલનાડુના કાંચીપુરમમાં આવેલ સિત્તાનાવસલની ગુફાઓનાં ચિત્રો ચિત્રકલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ છે.