Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 10 માપન InText Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 10 માપન InText Questions
પ્રયત્ન કરો: (પાન નંબર 206 – 207)
પ્રશ્ન 1.
તમારા અભ્યાસ કરવાના ટેબલની ચારે બાજુની લંબાઈ માપો અને લખો.
AB = …………….. સેમી
BC = ……………. સેમી
CD = ……………. સેમી
DA = ………….. સેમી
હવે, ચારે બાજુની લંબાઈઓનો સરવાળો
= AB + BC + CD + DA
= ______ સેમી + ______ સેમી + ______ સેમી + ______ સેમી
= ______ સેમી
પરિમિતિ કેટલી છે?
જવાબ:
= 150 સેમી + 100 સેમી + 150 સેમી + 100 સેમી
= 500 સેમી
પરિમિતિ કેટલી છે? 500 સેમી
નોંધ: આ એક પ્રવૃત્તિ છે. દરેકનાં માપ જુદાં જુદાં હોઈ શકે.
પ્રશ્ન 2.
તમારી નોટબુકના એક પાનાની ચારે બાજુની લંબાઈ માપો અને લખો. ચારે બાજુની લંબાઈનો સરવાળો
= AB + BC + CD + DA
= ______ સેમી + ______ સેમી + ______ સેમી + ______ સેમી
= ______ સેમી
પાનાની પરિમિતિ કેટલી છે?
જવાબ:
= AB + BC + CD + DA
= 20 સેમી + 25 સેમી + 20 સેમી + 25 સેમી
= 90 સેમી
પાનાની પરિમિતિ કેટલી છે? 90 સેમી
પ્રશ્ન 3.
મીરાં એક બાગમાં ગઈ. જેની લંબાઈ 150 મીટર અને પહોળાઈ 80 મીટર હતી. તેણે બાગની સીમારેખા પર ચાલીને એક પૂરો આંટો માર્યો. તેણે કેટલું અંતર કાપ્યું હશે?
જવાબ:
150 મી બાગની લંબાઈ = 150 મી તથા
80 મી બાગની પહોળાઈ = 80 મી છે.
150 મી હવે, બાગની પરિમિતિ = લંબાઈ + પહોળાઈ + લંબાઈ + પહોળાઈ
= 150 મી + 80 મી + 150 મી + 80 મી
= (150 + 80 + 150 + 80) મી
= 460
મી મીરાંએ કુલ 460 મી અંતર કાપ્યું હશે.
પ્રશ્ન 4.
નીચેની આકૃતિઓની પરિમિતિ શોધોઃ
(a)
પરિમિતિ = AB + BC + CD + DA
= ……… + ……… + ……… + ……….
= …………..
જવાબ:
અહીં, AB = 40 સેમી, BC = 10 સેમી, CD = 40 સેમી અને DA = 10 સેમી
∴ પરિમિતિ = AB + BC + CD + DA
= 40 સેમી + 10 સેમી + 40 સેમી + 10 સેમી
= 100 સેમી
(b)
પરિમિતિ = AB + BC + CD + DA
= ……… + ……… + ……… + ……….
= …………..
જવાબ:
અહીં, AB = 5 સેમી, BC = 5 સેમી, CD = 5 સેમી અને DA = 5 સેમી
∴ પરિમિતિ = AB + BC + CD + DA
= 5 સેમી + 5 સેમી + 5 સેમી + 5 સેમી
= 20 સેમી
(c)
પરિમિતિ = AB + BC + CD + DE + EF + FG + GH + HI + IJ + JK + KL + LA
= ……… + ……… + ……… + ……… + ……… + ……… + ……… + ……… + ……… + ……… + ……… + ………
= ………………
જવાબ:
પરિમિતિ = AB + BC + CD + DE + EF + FG + GH + HI + IJ + JK + KL + LA
= 1 સેમી + 3 સેમી + 3 સેમી + 1 સેમી + 3 સેમી + 3 સેમી + 1 સેમી + 3 સેમી + 3 સેમી + 1 સેમી + 3 સેમી + 3 સેમી
= 28 સેમી
(d)
પરિમિતિ = AB + BC + CD +DE + EF + FA
= ……… + ……… +………. + ……… + ……….. + ………..
= ………….
જવાબ:
પરિમિતિ = AB + BC + CD + DE + EF + FA
= 100 મી + 120 મી + 90 મી + 45 મી + 60 મી + 80 મી
= 495 મી
પ્રયત્ન કરો: (પાન નંબર 208).
પ્રશ્ન 1.
નીચેના લંબચોરસની પરિમિતિ શોધો :
જવાબ:
(ii) બધી બાજુઓનો સરવાળો કરતાં પરિમિતિ
= 0.5 મી + 0.25 મી + 0.5 મી + 0.25 મી
= 1.5 મી
સૂત્ર 2 × (લંબાઈ + પહોળાઈ) વડે પરિમિતિ
= 2 × (0.5 મી + 0.25 મી) = 2 × 0.75 મી
= 1.5 મી
(iii) બધી બાજુઓનો સરવાળો કરતાં પરિમિતિ
= 18 સેમી + 15 સેમી + 18 સેમી + 15 સેમી = 66 સેમી
સૂત્ર 2 × (લંબાઈ + પહોળાઈ) વડે પરિમિતિ
= 2 × (18 સેમી + 15 સેમી) = 2 × 33 સેમી
= 66 સેમી
(iv) બધી બાજુઓનો સરવાળો કરતાં પરિમિતિ
= 10.5 સેમી + 8.5 સેમી + 10.5 સેમી + 8.5 સેમી = 38 સેમી
સૂત્ર 2 × (લંબાઈ + પહોળાઈ) વડે પરિમિતિ
= 2 × (10.5 સેમી + 8.5 સેમી) = 2 × 10 સેમી
= 38 સેમી
પ્રયત્ન કરો: (પાન નંબર 215)
પ્રશ્ન 1.
આલેખપત્ર પર વર્તુળ દોરો. આવરિત ચોરસની ગણતરી કરી ક્ષેત્રફળનો અંદાજ મૂકો.
જવાબ:
અનુકૂળ ત્રિજ્યા લઈ આલેખપત્ર ઉપર એક વર્તુળ દોરો.
વર્તુળની અંદરના ભાગમાંના આખા ચોરસ, અર્ધ ચોરસ, અર્ધ કરતાં વધારે ચોરસ અને અર્ધ કરતાં ઓછા ચોરસની સંખ્યા ગણો.
અહીં, આપણે દોરેલી આકૃતિમાં સમાયેલા –
આખા ચોરસ = 16 (√ નિશાની)
અર્ધ ચોરસ = 8 (• નિશાની)
અર્ધ કરતાં વધારે ચોરસ = 8 (+ નિશાની)
અર્ધ કરતાં ઓછા ચોરસને અવગણીશું.
કુલ ક્ષેત્રફળ = 16 + 8 × \(\frac{1}{2}\) + 8 × 1 ચો સેમી
= 16 + 4 + 8 ચો સેમી
= 28 ચો સેમી
પ્રશ્ન 2.
આલેખપત્ર પર પાંદડાં, ફૂલની પાંખડીઓ કે અન્ય વસ્તુઓના આકાર બનાવી ક્ષેત્રફળનો અંદાજ લગાવો.
જવાબ:
નોંધઃ આ પ્રવૃત્તિ છે. તે વિદ્યાર્થીઓએ જાતે કરવી.
પ્રયત્ન કરો: (પાન નંબર 217)
પ્રશ્ન 1.
તમારા વર્ગખંડના ભોંયતળિયાનું ક્ષેત્રફળ ગણો.
જવાબ:
ધારો કે, વર્ગખંડના ભોંયતળિયાની લંબાઈ 12 મીટર અને પહોળાઈ 10 મીટર છે.
વર્ગખંડના લંબચોરસ ભોંયતળિયાનું ક્ષેત્રફળ = લંબાઈ × પહોળાઈ
= 12 મીટર × 10 મીટર
= 120 ચો મીટર
પ્રશ્ન 2.
તમારા ઘરના કોઈ પણ એક બારણાનું ક્ષેત્રફળ શોધો.
જવાબ:
ધારો કે, ઘરના એક બારણાની લંબાઈ 2 મીટર અને પહોળાઈ (અહીં ઊંચાઈ) 3 મીટર છે.
∴ લંબચોરસ બારણાનું ક્ષેત્રફળ = લંબાઈ × પહોળાઈ
= 2 મીટર × 3 મીટર
= 6 ચો મીટર
HOTS પ્રકારના પ્રશ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે માં લખો
પ્રશ્ન 1.
એક ચોરસની પરિમિતિ 64 સેમી છે, તો ચોરસની બાજુની લંબાઈ = ……………. સેમી.
A. 8
B. 6
C. 16
D. 32
જવાબ:
C. 16
પ્રશ્ન 2.
એક ચોરસની બાજુની લંબાઈ 10 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ = …………….. સેમી.
A. 20
B. 100
C. 40
D. 80
જવાબ:
B. 100
પ્રશ્ન 3.
એક નિયમિત પટ્ટણની પરિમિતિ 48 સેમી છે, તો તેની બાજુની લંબાઈ = ……………… સેમી.
A. 8
B. 12
C. 6
D. 16
જવાબ:
A. 8
પ્રશ્ન 4.
એક લંબચોરસની લંબાઈ 12 સેમી અને પહોળાઈ 3 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ …………….. ચો સેમી થાય.
A. 30
B. 15
C. 36
D. 60
જવાબ:
C. 36
પ્રશ્ન 5.
એક સમબાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેમી છે, તો તેની બાજુની લંબાઈ ……………. સેમી હોય.
A. 5
B. 6
C. 15
D. 10
જવાબ:
D. 10
પ્રશ્ન 6.
એક લંબચોરસનું ક્ષેત્રફળ 48 ચો સેમી છે. જો લંબાઈ 8 સેમી હોય, તો પહોળાઈ …………… સેમી હોય.
A. 6
B. 8
C. 12
D. 16
જવાબ:
A. 6