GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો Ex 4.2

Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો Ex 4.2 Textbook Exercise Questions and Answers.

Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો Ex 4.2

પ્રશ્ન 1.
નીચેના વક્રનું
(i) ખુલ્લા અને
(ii) બંધ વક્રમાં વર્ગીકરણ કરો:
GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો Ex 4.2 1
જવાબ:
જેના છેડાઓ એકબીજા સાથે જોડાતા હોય તે વક્ર બંધ વક્ર કહેવાય અને જેના છેડાઓ એકબીજા સાથે જોડાતા ન હોય તે વક ખુલ્લો વક્ર કહેવાય. ઉપર આપેલી આકૃતિઓમાં (a) અને (c) એ ખુલ્લા વક્ર છે. જ્યારે (b), (d) અને (e ) એ બંધ વક્ર છે.

પ્રશ્ન 2.
નીચેની પરિસ્થિતિ દર્શાવતી રફ આકૃતિ દોરોઃ
(a) ખુલ્લો વક્ર
(b) બંધ વક્ર
જવાબ:
(a) જુઓ દર્શાવેલ વક્ર એ ખુલ્લો વક્ર છે, કારણ કે તેના છેડાઓ એકબીજાને જોડતા નથી.
GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો Ex 4.2 2

(b) જુઓ દર્શાવેલ વક્ર એ બંધ વક્ર છે, કારણ કે તેના છેડાઓ એકબીજાને જોડે છે.
GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો Ex 4.2 3

GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો Ex 4.2

પ્રશ્ન ૩.
કોઈ પણ બહુકોણ દોરી તેનો અંદરનો ભાગ છાયાંકિત કરો.
જવાબ:
GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો Ex 4.2 4
જવાબ:
અહીં PQRS એ બહુકોણ છે. બહુકોણ PQRSની અંદરનો ભાગ છાયાંકિત કર્યો છે.

પ્રશ્ન 4.
નીચે આપેલી આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપોઃ
(a) શું તે વક્ર છે?
(b) શું તે બંધ છે?
GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો Ex 4.2 5
જવાબ:
(a) હા, તે વક્ર છે. કારણ કે આકૃતિ રેખાખંડોથી બનેલી નથી.
(b) હા, તે બંધ છે. કારણ કે તેના છેડાઓ એકબીજાને જોડે છે.

પ્રશ્ન 5.
જો શક્ય હોય, તો નીચેની પરિસ્થિતિ દર્શાવતી રફ આકૃતિ દોરોઃ
(a) બંધ વક્ર કે જે બહુકોણ ન હોય.
(b) ખુલ્લો વક્ર કે જે સંપૂર્ણપણે રેખાખંડનો બનેલો હોય.
(c) બે બાજુવાળો બહુકોણ
જવાબ:
(a) અહીં દર્શાવેલ આકૃતિ એ બંધ વક્ર છે. પરંતુ તે બહુકોણ નથી. જુઓ આકૃતિમાં એક બાજુ રેખાખંડ નથી પણ વક્ર છે. બહુકોણ એ રેખાખંડો વડે બનેલી બંધ આકૃતિ હોય.
GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો Ex 4.2 6

GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો Ex 4.2

(b) અહીં દર્શાવેલ આકૃતિ એ ખુલ્લા વક્રની છે. આ વક્રની બે બાજુઓ રેખાખંડોથી બનેલી છે અને એક બાજુ વક્ર છે. આકૃતિના બંને છેડા એકબીજાને જોડતા નથી. તેથી આકૃતિ એ ખુલ્લો વક્ર છે.
GSEB Solutions Class 6 Maths Chapter 4 ભૂમિતિના પાયાના ખ્યાલો Ex 4.2 7
(c) બે બાજુવાળો બહુકોણ દોરી ન શકાય.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *