GSEB Solutions Class 6 Science Chapter 2 આહારના ઘટકો

Gujarat Board GSEB Solutions Class 6 Science Chapter 2 આહારના ઘટકો Textbook Questions and Answers, Textbook Activities Pdf.

આહારના ઘટકો Class 6 GSEB Solutions Science Chapter 2

GSEB Class 6 Science આહારના ઘટકો Textbook Questions and Answers

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
આપણા ખોરાકમાં મુખ્ય પોષક ઘટકોનાં નામ લખો.
ઉત્તરઃ
આપણા ખોરાકના મુખ્ય પોષક ઘટકોનાં નામ નીચે મુજબ છે :

  1. કાર્બોદિત
  2. પ્રોટીન
  3. ચરબી
  4. વિટામિન
  5. ખનીજ ક્ષાર. આ ઉપરાંત પાચક રેસા અને પાણી પણ ખોરાકમાં સામેલ છે, જે શરીરને ઉપયોગી છે.

પ્રશ્ન 2.
આહારના ઘટકો પ્રશ્ન 2. નીચે આપેલાનાં નામ લખોઃ

પ્રશ્ન 1.
પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઊર્જા પ્રદાન કરે છે.
ઉત્તર:
કાર્બોદિત અને ચરબી

GSEB Solutions Class 6 Science Chapter 2 આહારના ઘટકો

પ્રશ્ન 2.
પોષક દ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે જરૂરી છે.
ઉત્તર:
પ્રોટીન

પ્રશ્ન 3.
વિટામિન કે જે આપણી સારી દષ્ટિ માટે જવાબદાર છે.
ઉત્તર:
વિટામિન A

પ્રશ્ન 4.
ખનીજ કે જે હાડકાં માટે આવશ્યક છે.
ઉત્તર:
કૅલ્શિયમ અને ફૉસ્ફરસ

પ્રશ્ન 3.
બે એવા ખાદ્ય પદાર્થનું નામ લખો કે જેમાં નીચે આપેલ પોષક દ્રવ્ય પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય છે?

પ્રશ્ન 1.
ચરબી
ઉત્તરઃ
ચરબી ઘી, તેલ (માંસ, ઈંડાં)

પ્રશ્ન 2.
સ્ટાર્ચ
ઉત્તરઃ
સ્ટાર્ચઃ ચોખા, ઘઉં (મકાઈ, બટાટા)

પ્રશ્ન ૩.
પાચક રેસા (રક્ષાંશ)
ઉત્તરઃ
પાચક રેસા (રૂક્ષાંશ) : આખા અનાજ, લીલાં શાકભાજી

પ્રશ્ન 4.
પ્રોટીન
ઉત્તરઃ
પ્રોટીન કઠોળ, માંસ (માછલી, દૂધ)

પ્રશ્ન 4.
આપેલમાંથી સાચાં વિધાનો માટે GSEB Solutions Class 6 Science Chapter 2 આહારના ઘટકો 1 ની નિશાની કરોઃ

(1) માત્ર ભાત (ચોખા) ખાવાથી આપણે આપણા શરીરની પોષક આવશ્યક્તાઓ પૂરી કરી શકીએ છીએ. GSEB Solutions Class 6 Science Chapter 2 આહારના ઘટકો 2
(2) ત્રુટીજન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે. GSEB Solutions Class 6 Science Chapter 2 આહારના ઘટકો 1
(3) શરીર માટે સમતોલ આહારમાં વિવિધતાસભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ. GSEB Solutions Class 6 Science Chapter 2 આહારના ઘટકો 1
(4) શરીરને બધાં જ પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવવા માટે માત્ર માંસ પર્યાપ્ત છે. GSEB Solutions Class 6 Science Chapter 2 આહારના ઘટકો 2
(નોંધઃ સાચાં વિધાન સામે GSEB Solutions Class 6 Science Chapter 2 આહારના ઘટકો 1 કરેલ છે.].

પ્રશ્ન 5.
ખાલી જગ્યાની પૂર્તિ કરોઃ

પ્રશ્ન 1.
……….. વિટામિન Dની ઊણપથી થાય છે.
ઉત્તરઃ
સુકતાન

GSEB Solutions Class 6 Science Chapter 2 આહારના ઘટકો

પ્રશ્ન 2.
………..ની ત્રુટિ(ઊણપ)થી બેરીબેરીનો રોગ થાય છે.
ઉત્તરઃ
વિટામિન B1

પ્રશ્ન 3.
વિટામિન Cની ત્રુટિ(ઊણપ)થી ……………….. નો રોગ થાય છે.
ઉત્તરઃ
સ્કર્વી

પ્રશ્ન 4.
આપણા આહારમાં ના અભાવથી રતાંધળાપણું થાય છે.
ઉત્તરઃ
વિટામિન A

GSEB Class 6 Science આહારના ઘટકો Textbook Activities

‘પાચપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ

પ્રવૃત્તિ 1:
વિવિધ ક્ષેત્રો/રાજ્યોના લોકોના ભોજનમાં લેવામાં આવતા ખાદ્ય પદાર્થો વિશે માહિતી મેળવવી.
પદ્ધતિ: સામાન્ય રીતે આપણા આહારમાં અનાજની બનેલી ઓછામાં ઓછી એક વસ્તુ તો હોય છે. બીજા ખાદ્ય પદાર્થોમાં દાળ અથવા માંસની કોઈ વાનગી કે શાકભાજી હોઈ શકે છે. તેમાં દહીં, છાશ, મઠો અથવા અથાણું પણ સામેલ થઈ શકે છે. વિવિધ ક્ષેત્રોનાં આહારના કેટલાંક ઉદાહરણો કોષ્ટક 2.1માં આપવામાં આવ્યાં છે. અન્ય રાજ્યોના ખોરાકને ઉમેરો તથા તેની કોષ્ટક 2.1 મુજબ યાદી બનાવો.

કોષ્ટક 2.1: વિવિધ ક્ષેત્રો/રાજ્યોનાં લોકોનાં કેટલાંક સામાન્ય ભોજન
GSEB Solutions Class 6 Science Chapter 2 આહારના ઘટકો 3
નિર્ણયઃ જુદાં જુદાં રાજ્યોનાં લોકોનાં ભોજનમાં વિવિધતા જોવા મળે છે.

GSEB Solutions Class 6 Science Chapter 2 આહારના ઘટકો

પ્રવૃત્તિ 2:
ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબીની હાજરી તપાસવી.
ખાદ્ય પદાર્થોઃ કાચા બટાટા, દૂધ, મગફળી, ચોખાનો લોટ, રાંધેલા ચોખા, સૂકું કોપરું, ચણાનો લોટ, રાંધેલી દાળ, શાકભાજીનો ટુકડો, ફળનો ટુકડો, બાફેલ ઈંડું (સફેદ ભાગ).
(1) સ્ટાર્ચનું પરીક્ષણ: હેતુઃ આપેલ ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચની હાજરી તપાસવી.
GSEB Solutions Class 6 Science Chapter 2 આહારના ઘટકો 4
સાધન-સામગ્રીઃ આપેલ પદાર્થના નમૂના, આયોડિનનું દ્રાવણ, ગ્રેપર, કાચની પ્લેટ.

પદ્ધતિઃ

  1. આપેલ ખાદ્ય પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો. તેને કાચની પ્લેટ પર મૂકો.
  2. તેના પર આયોડિનના દ્રાવણનાં બે-ત્રણ ટીપાં નાખો.
  3. દ્રાવણનો રંગ ભૂરો-કાળો થાય છે કે નહિ તે તપાસો.
  4. આ રીતે દરેક ખાદ્ય પદાર્થની કસોટી કરો.

અવલોકન : બટાટા, ચોખાનો લોટ અને રાંધેલા ચોખા પર આયોડિનના દ્રાવણનાં ટીપાં નાખવાથી તે પદાથ ભૂરા-કાળા રંગના બને છે.
નિર્ણયઃ બટાટા, ચોખા અને રાંધેલા ચોખા(ભાત)માં સ્ટાર્ચ છે.

(2) પ્રોટીનનું પરીક્ષણ
હેતુઃ આપેલ ખાદ્ય પદાર્થોમાં પ્રોટીનની હાજરી તપાસવી.
સાધન-સામગ્રીઃ આપેલ પદાર્થના નમૂના, કૉપર સલ્ફટ(મોરથૂથું)નું દ્રાવણ, કૉસ્ટિક સોડાનું દ્રાવણ, કસનળી, ડ્રૉપર.

પદ્ધતિઃ

  1. આપેલ ખાદ્ય પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો.
  2. જો નમૂનો ઘન પદાર્થ હોય, તો તેને દળીને ભૂકો બનાવો.
    GSEB Solutions Class 6 Science Chapter 2 આહારના ઘટકો 6
  3. કસનળીમાં પદાર્થનો થોડો ભૂકો લઈ તેમાં પાણી ઉમેરી પેસ્ટ બનાવો.
  4. હવે ડ્રૉપરની મદદથી કસનળીમાં કૉપર સલ્ફટના દ્રાવણનાં બે ટીપાં અને કૉસ્ટિક સોડાના દ્રાવણનાં દસ ટીપાં નાખો.
  5. દ્રાવણને બરાબર હલાવી કસનળીને થોડા સમય માટે રહેવા દો.
  6. દ્રાવણનો રંગ જાંબલી થાય છે કે નહિ તે જુઓ.
  7. આ રીતે દરેક ખાદ્ય પદાર્થની કસોટી કરો.

અવલોકન: દૂધ, મગફળી, ચણાનો લોટ, રાંધેલી દાળ, બાફેલ ઈંડું વગેરેનો રંગ જાંબલી બને છે.

નિર્ણયઃ દૂધ, મગફળી, કાચી તુવેર-દાળ, રાંધેલ દાળ, બાફેલ ઇંડું વગેરેમાં પ્રોટીન હોય છે.

(3) ચરબીનું પરીક્ષણઃ
હેતુઃ આપેલ ખાદ્ય પદાર્થોમાં ચરબીની હાજરી તપાસવી.
સાધન-સામગ્રી આપેલ પદાર્થના નમૂના, કાગળ, પથ્થર.

પદ્ધતિઃ

  1. આપેલ ખાદ્ય પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો.
  2. તેને એક કાગળમાં વીંટીને પથ્થરની મદદથી બુંદો.
  3. કાગળને ખોલીને સીધો કરો.
  4. કાગળ પર તૈલી પદાર્થના ડાઘ દેખાય છે તે જુઓ.
  5. કાગળને પ્રકાશની સામે લાવી તૈલી ડાઘ હોવાની ખાત્રી કરો.
  6. આ રીતે દરેક ખાદ્ય પદાર્થની કસોટી કરો.

અવલોકન: દૂધ, મગફળી, સૂકું કોપરું, બાફેલ ઈંડાં વગેરેનો કાગળ પર તૈલી ડાઘ જોવા મળે છે.
નિર્ણયઃ દૂધ, મગફળી, સૂકું કોપરું અને બાફેલ ઈંડાંમાં ચરબી રહેલી છે. ઉપરની ત્રણેય કસોટીઓના અવલોકનોને આધારે નીચેના કોષ્ટકમાં આપેલ પદાર્થો જે ઘટકની હાજરી દર્શાવે છે તેમાં હા લખો:
કોષ્ટક 2.2: ખાદ્ય પદાર્થોમાં હાજર પોષક તત્ત્વો (દ્રવ્યો)
GSEB Solutions Class 6 Science Chapter 2 આહારના ઘટકો 7
GSEB Solutions Class 6 Science Chapter 2 આહારના ઘટકો 8

GSEB Solutions Class 6 Science Chapter 2 આહારના ઘટકો

પ્રવૃત્તિ ૩:
ઘણા ખાદ્ય પદાર્થોમાં પાણી રહેલું છે.
પદાર્થોઃ ટામેટાં અને લીંબુ

પદ્ધતિઃ

  1. એક ટામેટું (કે લીંબુ) લો.
  2. તેને હાથમાં પકડી ચપ્પા વડે કાપો. તમારા હાથ તપાસો.

અવલોકન: ટામેટાં(કે લીંબુ)ને કાપવાથી તેમાંથી પાણી બહાર નીકળે છે. આથી હાથ ભીના થયેલાં માલૂમ પડે છે.
નિર્ણયઃ ટામેટાં અને લીંબુ જેવા પદાર્થોમાં પાણી રહેલું છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *