Gujarat Board GSEB Solutions Class 8 Maths Chapter 4 પ્રાયોગિક ભૂમિતિ Ex 4.4 Textbook Exercise Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 8 Maths Chapter 4 પ્રાયોગિક ભૂમિતિ Ex 4.4
1. નીચેના ચતુષ્કોણની રચના કરોઃ
પ્રશ્ન (i).
ચતુષ્કોણ DEAR
DE = 4 સેમી,
EA = 5 સેમી,
AR = 4.5 સેમી,
∠E = 60°,
∠A = 90°
ઉત્તરઃ
રચનાના મુદ્દાઃ
- 4 સેમી લંબાઈનો રેખાખંડ DE દોરો.
- \(\overline{\mathrm{DE}}\)ના E બિંદુએ 60° નો ખૂણો બનાવતું \(\overrightarrow{\mathrm{EM}}\) રચો.
- E કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યાનો \(\overrightarrow{\mathrm{EM}}\)ને છેદતો ચાપ દોરો. છેદબિંદુને A કહો.
- \(\overline{\mathrm{EA}}\) પર A બિંદુએ 90°નો ખૂણો બનાવતું \(\overrightarrow{\mathrm{AN}}\) દોરો.
- A કેન્દ્ર લઈ 4.5 સેમી ત્રિજ્યાનો \(\overrightarrow{\mathrm{AN}}\)ને છેદતો ચાપ દોરો. છેદબિંદુને R કહો.
- \(\overline{\mathrm{DR}}\) દોરો.
□ DEAR એ માગ્યા મુજબનો ચતુષ્કોણ છે.
પ્રશ્ન (ii).
ચતુષ્કોણ TRUE
TR = 3.5 સેમી,
RU = 3 સેમી,
UE = 4 સેમી,
∠R = 75°,
∠U = 120°
ઉત્તરઃ
રચનાના મુદ્દા :
- 3.5 સેમી લંબાઈનો \(\overline{\mathrm{TR}}\) દોરો.
- \(\overline{\mathrm{TR}}\)ના R બિંદુએ 75°ના માપનો ખૂણો બનાવતું \(\overrightarrow{\mathrm{RM}}\) દોરો.
- R કેન્દ્ર લઈ 3 સેમી ત્રિજ્યાનો \(\overrightarrow{\mathrm{RM}}\)ને છેદતો ચાપ દોરો. છેદબિંદુને U કહો.
- \(\overline{\mathrm{RU}}\)ના U બિંદુએ 120°નો ખૂણો બનાવતું \(\overrightarrow{\mathrm{UN}}\) દોરો. (કોણમાપકનો ઉપયોગ કરો.)
- U કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાનો \(\overrightarrow{\mathrm{UN}}\)ને છેદતો ચાપ દોરો. છેદબિંદુને E કહો.
- \(\overline{\mathrm{ET}}\) દોરો.
આમ, □ TRUE એ માગ્યા મુજબનો ચતુષ્કોણ છે.