Gujarat Board GSEB Class 9 Social Science Important Questions Chapter 18 વન્યજીવન Important Questions and Answers.
GSEB Class 9 Social Science Important Questions Chapter 18 વન્યજીવન
નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ખાલી જગ્યા પૂરો:
પ્રશ્ન 1.
સમગ્ર વિશ્વમાં વન્ય જીવસૃષ્ટિની લગભગ …………………………… પ્રજાતિઓ છે.
A. 20 લાખ
B. 15 લાખ
C. 12 લાખ
ઉત્તરઃ
B. 15 લાખ
પ્રશ્ન 2.
ભારતમાં પક્ષીઓની આશરે ……………………………. પ્રજાતિઓ છે.
A. 1230
B. 1580
C. 1690
ઉત્તરઃ
A. 1230
પ્રશ્ન 3.
ભારતમાં એકલિંગી ગેંડા ……………………………….. નદીનાં દલદલીય ક્ષેત્રોમાં જોવા મળે છે.
A. ગંગા
B. યમુના
C. બ્રહ્મપુત્ર
ઉત્તરઃ
C. બ્રહ્મપુત્ર
પ્રશ્ન 4.
કચ્છના નાના રણમાં …………………………….. નામે ઓળખાતાં જંગલી ગધેડાં જોવા મળે છે.
A. મુનખર
B. ઘુડખર
C. ચંદ્રખર
ઉત્તરઃ
B. ઘુડખર
પ્રશ્ન 5.
ભારતમાં એશિયાઈ સિંહો માત્ર …………………………….. નાં જંગલોમાં જોવા મળે છે.
A. ગીર
B. મધ્ય પ્રદેશ
C. કર્ણાટક
ઉત્તરઃ
A. ગીર
પ્રશ્ન 6.
ભારતમાં મૌર્યયુગના મહાન રાજા ……………………….. વન્ય જીવોના સંરક્ષણ માટે કાયદા બનાવ્યા હતા.
A. ચંદ્રગુપ્ત બીજાએ
B. સમુદ્રગુપ્ત
C. અશોકે
ઉત્તરઃ
C. અશોકે
પ્રશ્ન 7.
ઈ. સ. 2015ની સિંહોની વસ્તી ગણતરી મુજબ ગીરમાં સિંહોની કુલ સંખ્યા ………………………. જેટલી છે.
A. 675
B. 523
C. 462
ઉત્તરઃ
B. 523
પ્રશ્ન 8.
ભારતમાં કશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે : પરિયોજના અમલમાં છે.
A. હંગૂલ
B. કશ્મીરી
C. બારાસિંગા
ઉત્તરઃ
A. હંગૂલ
પ્રશ્ન 9.
ભારતમાં જીવસૃષ્ટિની ……………………. પ્રજાતિઓ જોવા મળે છે.
A. 60,228
B. 81,251
C. 42,251
ઉત્તરઃ
B. 81,251
પ્રશ્ન 10.
કચ્છના મોટા રણનાં જળપ્લાવિત ક્ષેત્રોમાં જોવા મળે છે.
A. પેલીકન
B. ઘોરાડ
C. સુરખાબ
ઉત્તરઃ
C. સુરખાબ
પ્રશ્ન 11.
નિકોબારી ………………………….. એ નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે.
A. મોર
B. પોપટ
C. કબૂતર
ઉત્તરઃ
C. કબૂતર
પ્રશ્ન 12.
વન અને પર્યાવરણ મંત્રાલયના ઈ. સ. 2014ના અંદાજ મુજબ ભારતમાં વાઘની કુલ સંખ્યા ……… છે.
A. 2226
B. 2540
C. 2080
ઉત્તરઃ
A. 2226
પ્રશ્ન 13.
કાઝીરંગા અભયારણ્ય …………………….. માં આવેલું છે.
A. મેઘાલય
B. અસમ
C. અરુણાચલ પ્રદેશ
ઉત્તરઃ
B. અસમ
પ્રશ્ન 14.
કાન્હા અભયારણ્ય ……………………………. માં આવેલું છે.
A. રાજસ્થાન
B. જમ્મુ-કશ્મીર
C. મધ્ય પ્રદેશ
ઉત્તરઃ
C. મધ્ય પ્રદેશ
પ્રશ્ન 15.
વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન …………………….. માં આવેલો છે.
A. ગુજરાત
B. રાજસ્થાન
C. આંધ્ર પ્રદેશ
ઉત્તરઃ
A. ગુજરાત
પ્રશ્ન 16.
દચિગામ રાષ્ટ્રીય ઉદ્યાન …………………………… માં આવેલો છે.
A. અસમ
B. ઉત્તરાખંડ
C. જમ્મુ-કશ્મીર
ઉત્તરઃ
C. જમ્મુ-કશ્મીર
પ્રશ્ન 17.
ગુજરાતમાં ……… અભયારણ્યો અને …….. રાષ્ટ્રીય ઉદ્યાનો છે.
A. 28, 6
B. 22, 4
C. 18, 8
ઉત્તરઃ
B. 22, 4
પ્રશ્ન 18.
…………………………. નાં ગીચ વનોના વિસ્તારોમાં ઊડતી ખિસકોલીઓ જોવા મળે છે.
A. અરવલ્લી
B. પશ્ચિમઘાટ
C. પૂર્વઘાટ
ઉત્તરઃ
B. પશ્ચિમઘાટ
પ્રશ્ન 19.
ભારતમાં કસ્તુરી મૃગ ક્યાં જોવા મળે છે?
A. પશ્ચિમઘાટનાં ગીચ વનોમાં
B. નિકોબાર ટાપુમાં
C. જમ્મુ-કાશ્મીરમાં
D. પશ્ચિમ બંગાળમાં
ઉત્તર :
C. જમ્મુ-કાશ્મીરમાં
પ્રશ્ન 20.
ભારતનાં કયાં રાજ્યોનાં જંગલોમાં વાઘ જોવા મળે છે?
A. ગુજરાત અને મધ્ય પ્રદેશ
B. રાજસ્થાન અને ઝારખંડ
C. મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળ
D. કર્ણાટક અને જમ્મુ-કશ્મીર
ઉત્તર :
C. મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળ
પ્રશ્ન 21.
ભારતમાં ઘુડખર (જંગલી ગધેડાં) ક્યાં જોવા મળે છે?
A. કચ્છના મોટા રણમાં
B. રાજસ્થાનના મરુસ્થલમાં
C. જલપ્લાવિત ક્ષેત્રોમાં
D. કચ્છના નાના રણમાં
ઉત્તર :
D. કચ્છના નાના રણમાં
પ્રશ્ન 22.
ભારતમાં સુરખાબ પક્ષીઓ ક્યાં જોવા મળે છે?
A. કચ્છના મોટા રણનાં જલપ્લાવિત ક્ષેત્રોમાં
B. ઘાસભૂમિના વિસ્તારોમાં
C. કચ્છના નાના રણનાં જલપ્લાવિત ક્ષેત્રોમાં
D. નિકોબાર ટાપુમાં
ઉત્તર :
A. કચ્છના મોટા રણનાં જલપ્લાવિત ક્ષેત્રોમાં
પ્રશ્ન 23.
ગુજરાતનું રાજ્ય-પ્રાણી કયું છે?
A. વાઘ
B. હાથી
C. સિંહ
D. ગેંડો
ઉત્તરઃ
C. સિંહ
પ્રશ્ન 24.
ગુજરાતનું રાજ્ય-પક્ષી કયું છે?
A. ગરુડ
B. પોપટ
C. સુરખાબ
D. મોર
ઉત્તરઃ
C. સુરખાબ
પ્રશ્ન 25.
ભારતમાં એશિયાઈ હાથી ક્યાં જોવા મળે છે?
A. બ્રહ્મપુત્ર નદીનાં દલદલીય ક્ષેત્રોમાં
B. હિમાલયનાં ઊંચાઈવાળાં ક્ષેત્રોમાં
C. કચ્છના મોટા રણમાં
D. દક્ષિણનાં દ્વીપકલ્પીય વર્ષાવનોમાં
ઉત્તરઃ
D. દક્ષિણનાં દ્વીપકલ્પીય વર્ષાવનોમાં
પ્રશ્ન 26.
ભારતમાં એકશિંગી ગેંડા ક્યાં જોવા મળે છે?
A: હિમાલયનાં ઊંચાઈવાળાં ક્ષેત્રોમાં
B. બ્રહ્મપુત્ર નદીનાં દલદલીય ક્ષેત્રોમાં
C. દક્ષિણ ભારતના જંગલ વિસ્તારોમાં
D. દક્ષિણનાં દ્વીપકલ્પીય વર્ષાવનોમાં
ઉત્તરઃ
B. બ્રહ્મપુત્ર નદીનાં દલદલીય ક્ષેત્રોમાં
પ્રશ્ન 27.
ભારતમાં હિમદીપડા ક્યાં જોવા મળે છે?
A. હિમાલયનાં ઊંચાઈવાળાં ક્ષેત્રોમાં
B. દક્ષિણનાં દ્વીપકલ્પીય વર્ષાવનોમાં
C. બ્રહ્મપુત્ર નદીનાં દલદલીય ક્ષેત્રોમાં
D. દક્ષિણ ભારતના જંગલ વિસ્તારોમાં
ઉત્તરઃ
A. હિમાલયનાં ઊંચાઈવાળાં ક્ષેત્રોમાં
પ્રશ્ન 28.
વીસમી સદીની શરૂઆતમાં ભારતનાં જંગલોમાં જોવા મળતું કર્યું પ્રાણી આજે સમગ્ર ભારતમાંથી લુપ્ત થયું છે?
A. ઝીબ્રા
B. કાળિયાર
C. ચિત્તો
D. દીપડો
ઉત્તરઃ
C. ચિત્તો
પ્રશ્ન 29.
ભારતનાં જંગલોમાં એશિયાઈ સિંહ ક્યાં જોવા મળે છે?
A. કેરલના જંગલમાં
B. કર્ણાટકના જંગલમાં
C. હિમાલયની તળેટીનાં ક્ષેત્રોમાં
D. ગીરના જંગલમાં
ઉત્તરઃ
D. ગીરના જંગલમાં
પ્રશ્ન 30.
ઈ. સ. 2015ની ગણતરી મુજબ ગીરનાં જંગલોમાં એશિયાઈ સિંહોની સંખ્યા કેટલી છે?
A. 778
B. 625
C. 465
D. 523
ઉત્તરઃ
D. 523
પ્રશ્ન 31.
ભારતમાં શ્યામ ગરુડ કયા વિસ્તારોનું મૂળ રહેવાસી છે?
A. પશ્ચિમઘાટના ગીચ વન વિસ્તારોનું
B. ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનું
C. હિમાલયના ઊંચા પર્વતીય વિસ્તારોનું
D. વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોનું
ઉત્તરઃ
B. ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનું
પ્રશ્ન 32.
મોર્યયુગના કયા રાજાએ વન્ય જીવોના સંરક્ષણ માટે કાયદા બનાવ્યા હતા?
A. સમુદ્રગુપ્ત
B. ચંદ્રગુપ્ત પહેલાએ
C. વિક્રમાદિત્યે
D. અશોકે
ઉત્તરઃ
D. અશોકે
પ્રશ્ન 33.
ગુજરાતનું સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભયારણ્ય કયું છે?
A. કચ્છ રણ અભયારણ્ય
B. વેળાવદર અભયારણ્ય
C. સાસણગીર અભયારણ્ય
D. નળ સરોવર અભયારણ્ય
ઉત્તર:
A. કચ્છ રણ અભયારણ્ય
પ્રશ્ન 34.
ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય કયું છે?
A. પોરબંદર પક્ષી અભયારણ્ય
B. દેડિયાપાડા અભયારણ્ય
C. પિરોટન અભયારણ્ય
D. બરડીપાડા અભયારણ્ય
ઉત્તર:
A. પોરબંદર પક્ષી અભયારણ્ય
પ્રશ્ન 35.
કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે?
A. મધ્ય પ્રદેશ
B. કર્ણાટક
C. રાજસ્થાન
D. અસમ
ઉત્તર:
D. અસમ
પ્રશ્ન 36.
કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે?
A. મધ્ય પ્રદેશ
B. ઉત્તર પ્રદેશ
C. પંજાબ
D. આંધ્ર પ્રદેશ
ઉત્તર:
A. મધ્ય પ્રદેશ
પ્રશ્ન 37.
બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે?
A. મધ્ય પ્રદેશ
B. કર્ણાટક
C. અસમ
D. પશ્ચિમ બંગાળ
ઉત્તર:
B. કર્ણાટક
પ્રશ્ન 38.
દચિગામ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે?
A. જમ્મુ-કશ્મીર
B. ઉત્તરાખંડ
C. હિમાચલ પ્રદેશ
D. પંજાબ
ઉત્તર:
A. જમ્મુ-કશ્મીર
પ્રશ્ન 39.
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા જિલ્લામાં આવેલો છે?
A. નવસારી
B. વેરાવળ
C. જૂનાગઢ
D. ભાવનગર
ઉત્તર:
C. જૂનાગઢ
પ્રશ્ન 40.
ગીર રાષ્ટ્રીય ઉદ્યાનનું મુખ્ય પ્રાણી કયું છે?
A. ચિત્તલ
B. સિંહ
C. ચૌસીંગા
D. વાઘ
ઉત્તર:
B. સિંહ
પ્રશ્ન 41.
વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલો છે?
A. નવસારી
B. જૂનાગઢ
C. જામનગર
D. ભાવનગર
ઉત્તર:
A. નવસારી
પ્રશ્ન 42.
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલો છે?
A. જામનગર
B. નવસારી
C જૂનાગઢ
D. ભાવનગર
ઉત્તર:
D. ભાવનગર
પ્રશ્ન 43.
દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલો છે?
A. ભાવનગર
B. જામનગર
C. નવસારી
D. જૂનાગઢ
ઉત્તર:
B. જામનગર
પ્રશ્ન 44.
બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં સંજ્ઞાંકિત કરેલા રાષ્ટ્રીય ઉદ્યાનના સ્થળનું નામ શું છે?
img
A. કાઝીરંગા
B. પોચરમ
C. બાંદીપુર
D. દચિગામ
ઉત્તર :
D. દચિગામ
પ્રશ્ન 45.
બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં સંજ્ઞાંક્તિ કરેલા રાષ્ટ્રીય ઉદ્યાનના સ્થળનું નામ શું છે?
img
A. બાંદીપુર
B. કાઝીરંગા
C. શિવપુરી
D. દચિગામ
ઉત્તર :
B. કાઝીરંગા
પ્રશ્ન 46.
બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં સંજ્ઞાંક્તિ કરેલા રાષ્ટ્રીય ઉદ્યાનના સ્થળનું નામ શું છે?
img
A. તાડોબા
B. કાન્હા
C. બાંદીપુર
D. કેવલાદેવ
ઉત્તર :
C. બાંદીપુર
પ્રશ્ન 47.
બાજુમાં આપેલા ભારતના વિભાગીય નકશામાં સંજ્ઞાંકિત કરેલા રાષ્ટ્રીય ઉદ્યાનના સ્થળનું નામ શું છે?
img
A. વેળાવદર
B. ગીર
C. માનસ
D. કોર્બેટ
ઉત્તર :
B. ગીર
પ્રશ્ન 48.
ઉત્તરથી શરૂ કરી દક્ષિણ તરફ આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનોનો સાચો ક્રમ કયો છે?
A. રણથંભોર, બાંદીપુર, દચિગામ, કાન્હા
B. કાન્હા, દચિગામ, બાંદીપુર, રણથંભોર
C. દચિગામ, કાન્હા, બાંદીપુર, રણથંભોર
D. દચિગામ, રણથંભોર, કાન્હા, બાંદીપુર
ઉત્તર :
D. દચિગામ, રણથંભોર, કાન્હા, બાંદીપુર
પ્રશ્ન 49.
દક્ષિણથી શરૂ કરી ઉત્તર તરફ આવેલાં અભયારણ્યોનો સાચો ક્રમ ક્યો છે?
A. કેવલાદેવ, ચંદ્રપ્રભા, એતુરનાગરમ, મદુમલાઈ
B. મદુમલાઈ, એતુરનાગરમ, ચંદ્રપ્રભા, કેવલાદેવ
C. એતુરનાગરમ, મદુમલાઈ, કેવલાદેવ, ચંદ્રપ્રભા
D. ચંદ્રપ્રભા, કેવલાદેવ, મદુમલાઈ, એતુરનાગરમ
ઉત્તર :
B. મદુમલાઈ, એતુરનાગરમ, ચંદ્રપ્રભા, કેવલાદેવ.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
પ્રશ્ન 1.
ભારતમાં કુલ આઠ પ્રાણી-ભૌગોલિક પ્રદેશો છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 2.
સુરખાબ પક્ષી કચ્છના મોટા રણનાં જલપ્લાવિત ક્ષેત્રોમાં જોવા મળે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 3.
શિયાળામાં ભારતનાં જલપ્લાવિત ક્ષેત્રોમાં ગરમ પ્રદેશોમાંથી અનેક જાતનાં યાયાવર પક્ષીઓ આવે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 4.
વન અને પર્યાવરણના ઈ. સ. 2014ના અંદાજ મુજબ ભારતમાં વાઘની કુલ સંખ્યા 2226 છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 5.
ઈ. સ. 2015ની સિંહગણતરી મુજબ ગીરમાં સિંહોની કુલ સંખ્યા 325 છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 6.
ગુજરાતમાં કુલ 22 અભયારણ્યો અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 7.
એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે ઈ. સ. 1972માં કચ્છમાં યોજના શરૂ કરવામાં આવી હતી.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 8.
ભારતમાં એશિયાઈ હાથી દક્ષિણના ઊંચાઈવાળાં ક્ષેત્રોમાં જોવા મળે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 9.
ભારતમાં કસ્તુરી મૃગ જમ્મુ-કશ્મીરમાં જોવા મળે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 10.
ભારતમાં વાઘ રાજસ્થાન અને ઝારખંડ રાજ્યોનાં જંગલોમાં જોવા મળે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 11.
ભારતમાં ઊડતી ખિસકોલીઓ પશ્ચિમઘાટનાં ગીચ જંગલોમાં જોવા મળે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 12.
ભારતનાં જંગલોમાં એશિયાઈ સિંહ ગીરનાં જંગલોમાં જોવા મળે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 13.
ઈ. સ. 2001ની મોજણી મુજબ ગુજરાતમાં સારસ પક્ષીની સંખ્યા 1400 જેટલી હતી.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 14.
વાઘ ગુજરાતનું રાજ્ય-પ્રાણી છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 15.
સુરખાબ ગુજરાતનું રાજ્ય-પક્ષી છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 16.
સાસણગીર અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 17.
પોરબંદર પક્ષી અભયારણ્ય ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 18.
કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અસમ રાજ્યમાં આવેલો છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 19.
કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન આંધ્ર પ્રદેશમાં આવેલો છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 20.
દચિગામ રાષ્ટ્રીય ઉદ્યાન હિમાચલ પ્રદેશમાં આવેલો છે.
ઉત્તર:
ખોટું
નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
જૈવ વૈવિધ્યની દષ્ટિએ વિશ્વમાં ભારત કયા ક્રમે આવે છે?
ઉત્તરઃ
છઠ્ઠા
પ્રશ્ન 2.
ભારતને કુલ કેટલા પ્રાણી-ભોગોલિક પ્રદેશોમાં વહેંચવામાં આવ્યો છે?
ઉત્તરઃ
નવ
પ્રશ્ન 3.
દક્ષિણનાં દ્વીપકલ્પીય વર્ષાવનોમાં કર્યું પ્રાણી જોવા મળે છે?
ઉત્તરઃ
એશિયાઈ હાથી
પ્રશ્ન 4.
બ્રહ્મપુત્ર નદીનાં દલદલ ક્ષેત્રોમાં કયું પ્રાણી જોવા મળે છે?
ઉત્તરઃ
એકશિંગી ભારતીય ગેંડા
પ્રશ્ન 5.
હિમાલયનાં ઊંચાઈવાળાં ક્ષેત્રોમાં કયું પ્રાણી જોવા મળે છે?
ઉત્તરઃ
હિમદીપડા
પ્રશ્ન 6.
ભારતમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ ક્યાં જોવા મળે છે?
ઉત્તરઃ
જમ્મુ-કાશ્મીરમાં
પ્રશ્ન 7.
દક્ષિણ ભારતનાં જંગલોમાં કયું પ્રાણી જોવા મળે છે?
ઉત્તરઃ
જંગલી ભેંસ (ભારતીય બાયસન)
પ્રશ્ન 8.
મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં કયું પ્રાણી જોવા મળે છે?
ઉત્તરઃ
વાઘ
પ્રશ્ન 9.
કચ્છના નાના રણમાં કયું પ્રાણી જોવા મળે છે?
ઉત્તરઃ
ઘુડખર
પ્રશ્ન 10.
કચ્છના મોટા રણનાં જલપ્લાવિત ક્ષેત્રોમાં કર્યું પ્રાણી જોવા મળે છે?
ઉત્તરઃ
સુરખાબ
પ્રશ્ન 11.
ઘોરાડ પક્ષી ક્યાં જોવા મળે છે?
ઉત્તરઃ
ઘાસભૂમિના વિસ્તારોમાં
પ્રશ્ન 12.
ઊડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે?
ઉત્તરઃ
પશ્ચિમઘાટનાં ગીચ વનોમાં
પ્રશ્ન 13.
કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ દ્વીપસમૂહમાં કઈ દુર્લભ પ્રજાતિઓ છે જોવા મળે છે?
ઉત્તરઃ
પરવાળાની
પ્રશ્ન 14.
આજે સમગ્ર ભારતનાં જંગલોમાંથી કયું પ્રાણી નષ્ટ થયું છે?
ઉત્તરઃ
ચિત્તો
પ્રશ્ન 15.
ભારતમાં એશિયાઈ સિંહો ક્યાં જોવા મળે છે?
ઉત્તરઃ
ગીરનાં જંગલોમાં
પ્રશ્ન 16.
ગુજરાતમાં કયા પક્ષીની સંખ્યા ઘટી ગઈ છે?
ઉત્તરઃ
સારસ પક્ષીની
પ્રશ્ન 17.
ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનું મૂળ રહેવાસી એવું કયું પક્ષી ક્વચિત્ જ જોવા મળે છે?
ઉત્તરઃ
શ્યામ ગરુડ
પ્રશ્ન 18.
ગુજરાતમાં સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યેજ દેખાતું પક્ષી કયું છે?
ઉત્તરઃ
ચિલોત્રો
પ્રશ્ન 19.
અસમના કયા અભયારણ્યમાં ગેંડા, જંગલી ભેંસ અને હરણ જોવા મળે છે?
ઉત્તરઃ
કાઝીરંગા
પ્રશ્ન 20.
રાજસ્થાનના કયા અભયારણ્યમાં રણનું વરુ, રણની બિલાડી અને ઘોરાડ જોવા મળે છે?
ઉત્તરઃ
થરનું રણ ?
પ્રશ્ન 21.
મધ્ય પ્રદેશના કયા અભયારણ્યમાં વાઘ અને સાબર જોવા મળે છે?
ઉત્તરઃ
કાન્હા
પ્રશ્ન 22.
ગુજરાતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં સિંહ, દીપડા અને ચિત્તલ જોવા મળે છે?
ઉત્તરઃ
ગીર
પ્રશ્ન 23.
ગુજરાતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાળિયાર, વરુ, ખડમોર અને ઘોરાડ જોવા મળે છે?
ઉત્તરઃ
વેળાવદર કાળિયાર
પ્રશ્ન 24.
કર્ણાટકના કયા અભયારણ્યમાં હાથી, રીંછ, સૂવર, જંગલી બિલાડા વગેરે જોવા મળે છે?
ઉત્તરઃ
બાંદીપુર
પ્રશ્ન 25.
કશ્મીરના કયા અભયારણ્યમાં હામુર (કશ્મીરી હરણ) અને કસ્તુરી મૃગ જોવા મળે છે?
ઉત્તરઃ
દચિગામ
પ્રશ્ન 26.
હિમાલયની તળેટીના કયા અભયારણ્યમાં વાઘ, હાથી, દીપડો, હરણ વગેરે જોવા મળે છે?
ઉત્તરઃ
કોર્બેટ
પ્રશ્ન 27.
મૌર્યયુગના કયા મહાન રાજાના સમયમાં વન્ય જીવોના સંરક્ષણ માટે કાયદા બનાવાયા હતા?
ઉત્તરઃ
અશોક
પ્રશ્ન 28.
કશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે કઈ પરિયોજના અમલમાં મુકાઈ છે?
ઉત્તરઃ
હંગૂલ પરિયોજના
નીચેના સવાલોના જવાબ માગ્યા મુજબ આપો :
પ્રશ્ન 1.
ભારતમાં વન્ય જીવોના સંરક્ષણ માટે કયા ઉપાયો હાથ ધરવામાં આવ્યા છે?
ઉત્તર:
ભારતમાં વન્ય જીવોના સંરક્ષણ માટેના હાથ ધરવામાં આવેલા ઉપાયો :
- નાગરિકની મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં વનો અને વન્ય જીવોનું સંરક્ષણ કરવાની તથા જીવો પ્રત્યે દયા દર્શાવવાની ફરજ સામેલ કરવામાં આવી છે.
- જીવોની રક્ષા માટે સરકારે વિવિધ પ્રકારના કાયદા ઘડ્યા છે. તેમાં વન્ય પ્રાણીઓનો શિકાર કરવા કે તેમને પકડવા પર, અભયારણ્યમાં પરવાનગી વગર પ્રવેશ કરવા પર તથા રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પશુઓને ચરાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ગુનાઓ માટે સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
- વન્ય જીવોની સુરક્ષા માટે વન્ય જીવ બોર્ડની ભલામણો સંદર્ભે ભારતીય સંસદે વન્ય જીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો છે અને દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં “રાજ્ય જીવ સલાહકાર બોર્ડ સ્થાપવામાં આવ્યાં છે.
- વન્ય જીવોની સુરક્ષા માટે દેશમાં અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના કરવામાં આવી છે, તે પૈકી ગુજરાતમાં 22 અભયારણ્યો, 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવવામાં આવ્યું છે.
- જે વન્ય પ્રાણીઓના અસ્તિત્વ સામે જોખમ હોય કે જે પ્રાણીઓ વિનાશને આરે હોય એવાં વિશિષ્ટ પ્રાણીઓની પ્રજાતિ માટે સરકારે સંરક્ષણની ખાસ પરિયોજનાઓ બનાવી છે.
- દેશના રાષ્ટ્રીય પ્રાણી વાઘની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાને ધ્યાનમાં લઈ ભારત સરકારે ઈ. સ. 1973માં પ્રોજેક્ટ ટાઈગર’ કાર્યક્રમ શરૂ કર્યો છે. તે મુજબ વાઘના રક્ષણ અને સંવર્ધન માટે દેશમાં 9 આરક્ષિત ક્ષેત્રો તૈયાર કરવામાં આવ્યાં છે. તેમાં હાલ 48 વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. એશિયાઈ સિંહોની સુરક્ષા માટે ગીરમાં સિંહ પરિયોજના’ શરૂ કરવામાં આવી છે.
- એ મુજબ કશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે હંગુલ પરિયોજના’, ખારા પાણીના મગરમચ્છ માટે “મગરમચ્છ પરિયોજના’, ભારતીય ગેંડાના રક્ષણ માટે “ગેંડા પરિયોજના’, ‘હિમદીપડા પરિયોજના’ વગેરે પરિયોજનાઓ શરૂ કરવામાં આવી છે.
- સરકાર અસુરક્ષિત પ્રાણીઓના રક્ષણની યોજના બનાવી ‘પ્રકૃતિ શિક્ષણ શિબિરો’ દ્વારા પ્રર્જામાં જાગરૂક્તા લાવવાનું કામ કરે છે.
નીચેના સવાલોના સવિસ્તર જવાબ આપો :
પ્રશ્ન 1.
ભારતના વન્ય જીવોની માહિતી આપો.
ઉત્તર:
ભારતમાં છેલ્લા કેટલાક દાયકાથી વન્ય જીવોના અસ્તિત્વ પર ભારે જોખમ ઊભું થયું છે, તેથી વન્ય જીવોની સંખ્યામાં ઘટાડો થયેલો છે.
- આજથી સો વર્ષ પહેલાં ભારતમાં વાઘની સંખ્યા હજારોમાં હતી. વન અને પર્યાવરણ મંત્રાલયના ઈ. સ. 2014ના અંદાજ મુજબ આજે તેમની સંખ્યા 2226 જેટલી છે.
- દુધાળા પશુઓની સારવારમાં વપરાતી પ્રતિબંધિત ડાયક્લોફેન્સ (Diclofence) નામની દવાથી દૂષિત થયેલું માંસ ખાવાથી ગીધની પ્રજાતિ નામશેષ થઈ રહી છે.
- 20મી સદીના પ્રારંભમાં ભારતનાં જંગલોમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર દેશમાંથી નામશેષ થઈ ગયા છે.
- એક સમયે એશિયાઈ સિંહો મધ્ય-પૂર્વ એશિયાઈ દેશોનાં જંગલોમાં હું વિહરતા જોવા મળતા હતા, તે આજે માત્ર ગીરનાં જંગલોમાં જ જોવા મળે છે. “વાઘ પરિયોજના'(પ્રોજેક્ટ ટાઇગર)ના અમલથી તેનું સંવર્ધન થતાં ઈ. સ. 2015માં તેની સંખ્યા 523 જેટલી થઈ છે.
- એક સમયે દેશમાં સારસ પક્ષી મોટી સંખ્યામાં જોવા મળતાં હતાં. આજે એ સંખ્યા ઘટી ગઈ છે.
- ગુજરાતનાં પર્વતીય જંગલોનું મૂળ રહેવાસી શ્યામ ગરુડ પક્ષી કોઈક વખત જ જોવા મળે છે.
- ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાનાં પર્વતીય જંગલોમાં સહજ જોવા મળતું ચિલોત્રો પક્ષી આજે ભાગ્યે જ જોવા મળે છે.
નીચેનાં વિધાનોનાં ભૌગોલિક કારણો આપોઃ
પ્રશ્ન 1.
ભારતનાં પક્ષીઓની વિવિધતા અજોડ છે.
ઉત્તરઃ
- પક્ષીઓની વિવિધતાની બાબતમાં ભારત લૅટિન અમેરિકા પછી બીજા નંબરે આવે છે.
- ભારતનાં ખ્યાતનામ પક્ષીઓમાં રે મોર, હંસ, સારસ, ઘોરાલ (ઘોરાડ), ચિલોત્રો વગેરે મુખ્ય છે. મોર તેનાં અતિ સુંદર પીંછાંને કારણે ખૂબ રળિયામણો દેખાય છે. બે ફૂટથી વધુ ઊંચું સારસ અને સૌથી વધારે વજનદાર ઘોરાલ (Great Indian Bustard) પણ આકર્ષક પક્ષીઓ છે.
- શિયાળામાં કચ્છના રણમાં ઈંડાં મૂકવા હજારોની સંખ્યામાં આવતાં સુરખાબ પક્ષીઓ પણ અનેરું સુરખાબનગર રચે છે.
- મીઠા અવાજવાળું કોયલ પક્ષી પણ ખૂબ પ્રખ્યાત છે.
- ભારતમાં કાગડા, કબૂતર, કાબર, ચકલી, પોપટ, બતક, બાજ, ઘુવડ, ગીધ, સમડી વગેરે અનેક જાતનાં પક્ષીઓ ખૂબ મોટી સંખ્યામાં છે. આમ, ભારતનાં પક્ષીઓની વિવિધતા અજોડ છે.
પ્રશ્ન 2.
વન્ય પ્રાણીઓના માથે સંકટ ઊભું થયું છે. અથવા વન્ય પ્રાણીઓના માથે સંકટ શાથી ઊભું થયું છે?
ઉત્તરઃ
- ભારતમાં જંગલોના થઈ રહેલા વિનાશને લીધે પ્રાણીઓ તેમનાં નૈસર્ગિક રહેઠાણો ગુમાવી રહ્યાં છે. આ કારણે તે સંકટમાં મુકાયા છે.
- પશુ-પક્ષીઓનાં માંસ, ચામડાં, હાડકાં, શિંગડાં, દાંત, પીંછાં વગેરે મેળવવા કે માત્ર શોખ ખાતર પશુ-પક્ષીઓનો શિકાર 3 કરવામાં આવે છે.
- ઘણી વાર ખેડૂતો પોતાના પાકની સુરક્ષા માટે જંતુનાશક દવાઓ અને ઝેરનો ઉપયોગ કરી પશુ-પક્ષીઓને મોતના મુખમાં ધકેલી દે છે.
- માનવીની પ્રાણીવિરોધી પ્રવૃત્તિઓ અને જંગલોમાં ઘણી જગ્યાએ જળસ્રોતો લુપ્ત થવાને કારણે પણ વન્ય પ્રાણીઓના માથે સંકટ ઊભું થયું છે.
પ્રશ્ન 3.
સરકારે વન્ય જીવોના સંરક્ષણ પર વિશેષ ધ્યાન આપ્યું છે.
ઉત્તર:
- વન્ય જીવો આપણા પર્યાવરણનું મહત્ત્વનું અને અવિભાજ્ય અંગ છે. તે પર્યાવરણના રક્ષકો છે, તેથી તે આપણા મિત્રો છે. તેમનાં કલ્યાણ અને રક્ષણમાં આપણું હિત સમાયેલું છે.
- પરંતુ આજે વન્ય જીવો ઘણી રીતે સંકટમાં છે, એટલે સરકારે તેમના રક્ષણ અને સંવર્ધન માટે નાગરિકોની મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં તેનો ઉલ્લેખ કર્યો છે.
- ભારતીય વન્ય જીવ બોર્ડની ભલામણ અનુસાર સંસદે વન્ય જીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો છે.
- આ અધિનિયમ મુજબ દેશમાં વન્ય જીવો માટે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રોની રચના કરવામાં આવે છે.
- આ ઉપરાંત, સરકારે જેમના અસ્તિત્વ સામે જોખમ હોય અને જે વિનાશના આરે હોય એવી વિશિષ્ટ પ્રાણી પ્રજાતિઓ માટે ખાસ સંરક્ષણ યોજનાઓ બનાવી છે. આમ, સરકારે વન્ય જીવોના સંરક્ષણ પર વિશેષ ધ્યાન આપ્યું છે.
નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો:
પ્રશ્ન 1.
વન્ય જીવો
અથવા
કયા પ્રકારના જીવો વન્ય જીવો’ કહેવાય છે?
ઉત્તરઃ
મનુષ્ય પર આધાર રાખ્યા વગર કુદરતમાં સ્વતંત્ર રીતે હું જીવતાં પ્રાણીઓ વન્ય જીવ’ કહેવાય છે.
પ્રશ્ન 2.
અભયારણ્ય
ઉત્તરઃ
- જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્ય જીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર ‘અભયારણ્ય’ કહેવાય છે. તેમાં વન્ય જીવસૃષ્ટિ અને પર્યાવરણ બંનેનું રક્ષણ કરવામાં આવે છે.
- અહીં વૃક્ષછેદન પર કડક નિયંત્રણો તથા પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ હોય છે.
પ્રશ્ન 3.
રાષ્ટ્રીય ઉદ્યાન
ઉત્તર:
- ‘રાષ્ટ્રીય ઉદ્યાન’ એ કુદરતી વનસ્પતિ, વન્ય જીવો, કુદરતી સૌંદર્યનાં સ્થળો તેમજ રાષ્ટ્રીય મહત્ત્વનાં સ્થળોની જાળવણી માટેનો સુરક્ષિત વિસ્તાર છે.
- તેમાં માનવ-વસવાટ, ચરાણ કે જંગલને લગતી આર્થિક પ્રવૃત્તિઓ કરવા પર અને પ્રાણીઓના શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે.
પ્રશ્ન 4.
તૃણાહારી (તૃણ + આહારી)
ઉત્તર:
તૃણ એટલે ઘાસ. જેમનો ખોરાક ઘાસ છે તે જીવો. દા. ત., હરણ, જંગલોમાં પાલતુ પશુઓના ચરાણથી તૃણાહારી જીવો ખોરાકની અછત અનુભવી રહ્યા છે. પરિણામે જંગલોમાં તેમની સંખ્યા ઘટી રહી છે.
નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
વિશ્વમાં વન્ય જીવસૃષ્ટિની કેટલી પ્રજાતિઓ છે? તેમાં કેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે?
ઉત્તર:
વિશ્વમાં વન્ય જીવસૃષ્ટિની 15 લાખ પ્રજાતિઓ છે. તેમાં 81,251 પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે.
પ્રશ્ન 2.
ભારતમાં એશિયાઈ હાથી ક્યાં જોવા મળે છે?
ઉત્તર:
ભારતમાં એશિયાઈ હાથી દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં જોવા મળે છે.
પ્રશ્ન 3.
ભારતમાં એકલિંગી ગેંડા ક્યાં વસે છે?
ઉત્તર:
ભારતમાં એકશિંગી ગેંડા બ્રહ્મપુત્ર નદીનાં દલદલીય ક્ષેત્રોમાં ૨ જોવા મળે છે.
પ્રશ્ન 4.
ભારતમાં હિમદીપડા ક્યાં વસે છે?
ઉત્તર:
ભારતમાં હિમદીપડા હિમાલય પર્વતનાં ઊંચાઈવાળાં ક્ષેત્રોમાં વસે છે.
પ્રશ્ન 5.
ભારતમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ ક્યાં જોવા 3 મળે છે?
ઉત્તર:
ભારતમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ જમ્મુકશ્મીરમાં જોવા મળે છે.
પ્રશ્ન 6.
ભારતમાં જંગલી ભેંસ (ભારતીય બાયસન) ક્યાં જોવા મળે છે?
ઉત્તર:
ભારતમાં જંગલી ભેંસ (ભારતીય બાયસન) દક્ષિણ = ભારતનાં જંગલોમાં જોવા મળે છે.
પ્રશ્ન 7.
ભારતમાં વાઘ ક્યાં વસે છે?
ઉત્તર:
ભારતમાં વાઘ મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળનાં : જંગલોમાં વસે છે.
પ્રશ્ન 8.
ભારતમાં ઘુડખર (જંગલી ગધેડા) અને સુરખાબ ક્યાં – જોવા મળે છે?
ઉત્તર:
ભારતમાં ઘુડખર (જંગલી ગધેડાં) કચ્છના નાના રણમાં – અને સુરખાબ કચ્છના મોટા રણનાં જલપ્લાવિત ક્ષેત્રોમાં જોવા મળે છે.
પ્રશ્ન 9.
ભારતમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાં કયાં કયાં યાયાવર (ભટકતા) પક્ષીઓ આવે છે?
ઉત્તર:
ભારતમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી સાઇબીરિયન ક્રેન, પેલીકન, તિબેટીયન બતક, કુંજ કરકરા વગેરે યાયાવર (ભટકતાં) પક્ષીઓ આવે છે.
પ્રશ્ન 10.
ભારતમાં ઊડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે?
ઉત્તર:
ભારતમાં ઊડતી ખિસકોલીઓ પશ્ચિમઘાટનાં ગીચ જંગલોમાં જોવા મળે છે.
પ્રશ્ન 11.
ભારતના નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી ક્યું છે?
ઉત્તર:
નિકોબારી કબૂતર ભારતના નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે.
પ્રશ્ન 12.
ભારતમાં પરવાળાંની દુર્લભ પ્રજાતિઓ ક્યાં જોવા મળે છે? 3
ઉત્તર:
ભારતમાં પરવાળાની દુર્લભ પ્રજાતિઓ કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ ટાપુસમૂહમાં જોવા મળે છે.
પ્રશ્ન 13.
ભારતમાં સરીસૃપોની કઈ જાતો જોવા મળે છે?
ઉત્તર:
ભારતમાં સરીસૃપોની આ જાતો જોવા મળે છે. રાજનાગ, સાપ, અજગર, પાટલા ઘો વગેરે.
પ્રશ્ન 14.
ભારતના સમુદ્રકિનારે અને અન્ય જળવિસ્તારોમાં કઈ કઈ જીવસૃષ્ટિ જોવા મળે છે?
ઉત્તર:
ભારતના સમુદ્રકિનારે અને અન્ય જળવિસ્તારોમાં દરિયાઈ સાપ, ડૉલ્ફિન, શાર્ક, ડુગાંગ (દરિયાઈ ગાય), ઑક્ટોપસ (રંગારા), મેકરેલ, બુમલા, પોમફ્રેટ, હેરિંગ, સામન, વહેલ વગેરે જીવસૃષ્ટિ જોવા મળે છે.
પ્રશ્ન 15.
ભારતના કૃષિ-વિસ્તારો, ગોચરો અને પડતર જમીનો પર કયાં કયાં પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે?
ઉત્તર:
ભારતના કૃષિ-વિસ્તારો, ગોચરો અને પડતર જમીનો પર શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલાં, જંગલી સૂવર, શેળો વગેરે પ્રાણીઓ અને કોયલ, પોપટ, મોર, સુઘરી, ઘુવડ, ચીબરી, સમડી, કાબર, ઢોરબગલા વગેરે પક્ષીઓ જોવા મળે છે.
પ્રશ્ન 16.
ક્યા ક્યા હેતુઓ માટે પ્રાણીઓનો શિકાર કરવામાં આવે છે?
ઉત્તર:
પ્રાણીઓનાં માંસ, ચામડાં, શિંગડાં, દાંત, પીંછાં વગેરે મેળવવા કે માત્ર શોખ ખાતર અથવા સાહસિકતાનું પ્રદર્શન કરવા પ્રાણીઓનો શિકાર કરવામાં આવે છે.
પ્રશ્ન 17.
ગુજરાતનું રાજ્ય-પ્રાણી અને રાજ્ય-પક્ષી કયાં છે?
ઉત્તર:
ગુજરાતનું રાજ્ય-પ્રાણી સિંહ અને રાજ્ય-પક્ષી સુરખાબ છે.
પ્રશ્ન 18.
ભારતમાં માત્ર ગુજરાતમાં જ કયાં પ્રાણીઓ જોવા મળે છે?
ઉત્તર:
ભારતમાં માત્ર ગુજરાતમાં જ એશિયાઈ સિંહ, ઘુડખર (જંગલી ગધેડાં) અને પટ્ટી ગરોળી જેવાં પ્રાણીઓ જોવા મળે છે.
પ્રશ્ન 19.
ગુજરાતનાં જંગલોમાંથી કયાં કયાં પ્રાણીઓ લુપ્ત થયાં છે?
ઉત્તર:
ગુજરાતનાં જંગલોમાંથી જંગલી ભેંસ (ભારતીય બાયસન), હાથી, ચિત્તો, મોટી ભારતીય ખિસકોલી, વાઘ વગેરે પ્રાણીઓ લુપ્ત થયાં છે.
પ્રશ્ન 20.
ગુજરાતમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતું અભયારણ્ય કયું છે?
ઉત્તર:
ગુજરાતમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતું અભયારણ્ય કચ્છ રણ અભયારણ્યનું છે.
પ્રશ્ન 21.
ગુજરાતમાં સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય કર્યું છે?
ઉત્તરઃ
ગુજરાતમાં સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય પોરબંદર પક્ષી અભયારણ્ય છે.
પ્રશ્ન 22.
પ્રાચીન સમયમાં કોના સમયમાં વન્ય જીવોના સંરક્ષણ માટે કાયદા બનાવવામાં આવ્યા હતા?
ઉત્તરઃ
પ્રાચીન સમયમાં મૌર્યયુગના મહાન રાજા અશોકના સમયમાં વન્ય જીવોના સંરક્ષણ માટે કાયદા બનાવવામાં આવ્યા હતા.
નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
વિશ્વમાં વન્ય જીવસૃષ્ટિની કેટલી પ્રજાતિઓ છે? તેમાં કેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે?
ઉત્તર:
વિશ્વમાં વન્ય જીવસૃષ્ટિની 15 લાખ પ્રજાતિઓ છે. તેમાં 81,251 પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે.
પ્રશ્ન 2.
ભારતમાં એશિયાઈ હાથી ક્યાં જોવા મળે છે?
ઉત્તર:
ભારતમાં એશિયાઈ હાથી દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય 3 વર્ષાવનોમાં જોવા મળે છે.
પ્રશ્ન 3.
ભારતમાં એકશિંગી ગેંડા ક્યાં વસે છે?
ઉત્તર:
ભારતમાં એકશિંગી ગેંડા બ્રહ્મપુત્ર નદીનાં દલદલીય ક્ષેત્રોમાં જોવા મળે છે.
પ્રશ્ન 4.
ભારતમાં હિમદીપડા ક્યાં વસે છે?
ઉત્તર:
ભારતમાં હિમદીપડા હિમાલય પર્વતનાં ઊંચાઈવાળાં ક્ષેત્રોમાં વસે છે.
પ્રશ્ન 5.
ભારતમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ ક્યાં જોવા મળે છે?
ઉત્તર:
ભારતમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ જમ્મુકશ્મીરમાં જોવા મળે છે.
પ્રશ્ન 6.
ભારતમાં જંગલી ભેંસ (ભારતીય બાયસન) ક્યાં જોવા મળે છે?
ઉત્તર:
ભારતમાં જંગલી ભેંસ (ભારતીય બાયસન) દક્ષિણ ૨ ભારતનાં જંગલોમાં જોવા મળે છે.
પ્રશ્ન 7.
ભારતમાં વાઘ ક્યાં વસે છે?
ઉત્તર:
ભારતમાં વાઘ મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળનાં જંગલોમાં વસે છે.
પ્રશ્ન 8.
ભારતમાં ઘુડખર (જંગલી ગધેડા) અને સુરખાબ ક્યાં રે જોવા મળે છે?
ઉત્તર:
ભારતમાં ઘુડખર (જંગલી ગધેડા) કચ્છના નાના રણમાં 3 અને સુરખાબ કચ્છના મોટા રણનાં જલપ્લાવિત ક્ષેત્રોમાં જોવા મળે છે.
પ્રશ્ન 9.
ભારતમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાં કયાં કયાં ૨ યાયાવર (ભટકતાં) પક્ષીઓ આવે છે?
ઉત્તર:
ભારતમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી સાઇબીરિયન ૨ ક્રેન, પેલીકન, તિબેટીયન બતક, કુંજ કરકરા વગેરે યાયાવર (ભટકતાં) પક્ષીઓ આવે છે.
પ્રશ્ન 10.
ભારતમાં ઊડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે છે?
ઉત્તર:
ભારતમાં ઊડતી ખિસકોલીઓ પશ્ચિમઘાટનાં ગીચ જંગલોમાં જોવા મળે છે.
પ્રશ્ન 11.
ભારતના નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી કયું છે?
ઉત્તર:
નિકોબારી કબૂતર ભારતના નિકોબાર ટાપુમાં જોવા મળતું = દુર્લભ પક્ષી છે.
પ્રશ્ન 12.
ભારતમાં પરવાળાંની દુર્લભ પ્રજાતિઓ ક્યાં જોવા મળે છે? 3
ઉત્તર:
ભારતમાં પરવાળાંની દુર્લભ પ્રજાતિઓ કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ ટાપુસમૂહમાં જોવા મળે છે.
પ્રશ્ન 13.
ભારતમાં સરીસૃપોની કઈ જાતો જોવા મળે છે?
ઉત્તર:
ભારતમાં સરીસૃપોની આ જાતો જોવા મળે છે: રાજનાગ, સાપ, અજગર, પાટલા ઘો વગેરે.
પ્રશ્ન 14.
ભારતના સમુદ્રકિનારે અને અન્ય જળવિસ્તારોમાં કઈ કઈ જીવસૃષ્ટિ જોવા મળે છે?
ઉત્તર:
ભારતના સમુદ્ર કિનારે અને અન્ય જળવિસ્તારોમાં દરિયાઈ સાપ, ડૉલ્ફિન, શાર્ક, ડુગાંગ (દરિયાઈ ગાય), ઑક્ટોપસ (રંગારા), ઍકરેલ, બુમલા, પોમફ્રેટ, હેરિંગ, સામન, વહેલ વગેરે જીવસૃષ્ટિ જોવા મળે છે.
પ્રશ્ન 15.
ભારતના કૃષિ-વિસ્તારો, ગોચરો અને પડતર જમીનો પર ? કયાં કયાં પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે?
ઉત્તર:
ભારતના કૃષિ-વિસ્તારો, ગોચરો અને પડતર જમીનો પર શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલાં, જંગલી સૂવર, શેળો વગેરે પ્રાણીઓ અને કોયલ, પોપટ, મોર, સુઘરી, ઘુવડ, ચીબરી, સમડી, કાબર, ઢોરબગલા વગેરે પક્ષીઓ જોવા મળે છે.
પ્રશ્ન 16.
કયા કયા હેતુઓ માટે પ્રાણીઓનો શિકાર કરવામાં આવે છે?
ઉત્તર:
પ્રાણીઓનાં માંસ, ચામડાં, શિંગડાં, દાંત, પીંછાં વગેરે મેળવવા કે માત્ર શોખ ખાતર અથવા સાહસિકતાનું પ્રદર્શન કરવા પ્રાણીઓનો શિકાર કરવામાં આવે છે.
પ્રશ્ન 17.
ગુજરાતનું રાજ્ય-પ્રાણી અને રાજ્ય-પક્ષી કયાં છે?
ઉત્તરઃ
ગુજરાતનું રાજ્ય-પ્રાણી સિંહ અને રાજ્ય-પક્ષી સુરખાબ છે.
પ્રશ્ન 18.
ભારતમાં માત્ર ગુજરાતમાં જ કયાં પ્રાણીઓ જોવા મળે છે?
ઉત્તર:
ભારતમાં માત્ર ગુજરાતમાં જ એશિયાઈ સિંહ, ઘુડખર (જંગલી ગધેડાં) અને પટ્ટી ગરોળી જેવાં પ્રાણીઓ જોવા મળે છે.
પ્રશ્ન 19.
ગુજરાતનાં જંગલોમાંથી ક્યાં ક્યાં પ્રાણીઓ લુપ્ત થયાં છે?
ઉત્તર:
ગુજરાતનાં જંગલોમાંથી જંગલી ભેંસ (ભારતીય બાયસન), હાથી, ચિત્તો, મોટી ભારતીય ખિસકોલી, વાઘ વગેરે પ્રાણીઓ લુપ્ત થયાં છે.
પ્રશ્ન 20.
ગુજરાતમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતું અભયારણ્ય કયું છે?
ઉત્તર:
ગુજરાતમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતું અભયારણ્ય કચ્છ રણ અભયારણ્યનું છે.
પ્રશ્ન 21.
ગુજરાતમાં સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય કયું છે?
ઉત્તરઃ
ગુજરાતમાં સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય પોરબંદર પક્ષી અભયારણ્ય છે.
પ્રશ્ન 22.
પ્રાચીન સમયમાં કોના સમયમાં વન્ય જીવોના સંરક્ષણ માટે કાયદા બનાવવામાં આવ્યા હતા?
ઉત્તર:
પ્રાચીન સમયમાં મૌર્યયુગના મહાન રાજા અશોકના સમયમાં વન્ય જીવોના સંરક્ષણ માટે કાયદા બનાવવામાં આવ્યા હતા.
પ્રશ્ન 23.
ગુજરાતમાં કેટલાં અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો છે?
ઉત્તરઃ
ગુજરાતમાં 22 અભયારણ્યો, 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર છે.
પ્રશ્ન 24.
કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં છે?
ઉત્તર:
કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અસમ રાજ્યમાં છે.
પ્રશ્ન 25.
કાહા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં છે?
ઉત્તર:
કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન મધ્ય પ્રદેશ રાજ્યમાં છે.
પ્રશ્ન 26.
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં છે?
ઉત્તર:
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત રાજ્યમાં છે.
પ્રશ્ન 27.
વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં છે?
ઉત્તર: વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત રાજ્યમાં છે.
પ્રશ્ન 28.
ભરતપુર – રાજસ્થાનમાં કયું અભયારણ્ય આવેલું છે?
ઉત્તર:
ભરતપુર – રાજસ્થાનમાં કેવલાદેવ અભયારણ્ય આવેલું છે.
પ્રશ્ન 29.
કર્ણાટકમાં ક્યો રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે?
ઉત્તર:
કર્ણાટકમાં બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે.
પ્રશ્ન 30.
દચિગામ રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે?
ઉત્તરઃ
દચિગામ રાષ્ટ્રીય ઉદ્યાન જમ્મુ-કશ્મીર રાજ્યમાં આવેલો છે.
પ્રશ્ન 31.
કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલો છે?
ઉત્તર:
કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન હિમાલયની તળેટીમાં આવેલો છે. આ
પ્રશ્ન 32.
ભારત સરકારે વાઘ પરિયોજના (પ્રોજેક્ટ ટાઈગર) ક્યારે અને શા માટે અમલમાં મૂકી?
ઉત્તરઃ
દેશના રાષ્ટ્રીય પ્રાણી વાઘની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાને તેમજ તેના થઈ રહેલા શિકારને ધ્યાનમાં લઈ ભારત સરકારે ઈ. સ. 1973માં વાઘ પરિયોજના (પ્રોજેક્ટ ટાઇગર) અમલમાં મૂકી.
કારણો આપી વિધાનો પૂરાં કરી:
પ્રશ્ન 1.
ભારતમાં પક્ષીઓની વિવિધતા અજોડ છે, કારણ કે…
ઉત્તર:
ભારતમાં મોર, હંસ, સારસ, ઘોરાલ (ઘોરાડ), ચિલોત્રો વગેરે મુખ્ય પક્ષીઓ છે. શિયાળામાં કચ્છના રણમાં હજારોની સંખ્યામાં સુરખાબ પક્ષીઓ આવે છે. ભારતમાં કાબર, કાગડા, કબૂતર, ચકલી, પોપટ વગેરે પક્ષીઓ ખૂબ મોટી સંખ્યામાં છે.
પ્રશ્ન 2.
ભારતમાં વન્ય પ્રાણીઓના માથે સંકટ ઊભું થયું છે, કારણ કે…
ઉત્તર:
ભારતમાં જંગલોનો થઈ રહેલો વિનાશ, માત્ર શોખ ખાતર પશુ-પક્ષીઓનો થતો શિકાર, માનવીની પ્રાણીવિરોધી પ્રવૃત્તિઓ અને જંગલોમાં ઘણી જગ્યાએ લુપ્ત થતા જળસ્ત્રોતો વગેરે બાબતોને લીધે વન્ય પ્રાણીઓ સંકટમાં મુકાયા છે.
પ્રશ્ન 3.
ભારત સરકારે વાઘ પરિયોજના (પ્રોજેક્ટ ટાઇગર) અમલમાં મૂકી, કારણ કે..
ઉત્તરઃ
દેશના રાષ્ટ્રીય પ્રાણી વાઘની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાને લઈને તેમજ તેના થઈ રહેલા શિકારને ધ્યાનમાં લઈ ભારત સરકારે ૬ વાઘ પરિયોજના (પ્રોજેક્ટ ટાઈગર) અમલમાં મૂકી.
યોગ્ય જોડકાં જોડો
પ્રશ્ન 1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. એકશિંગી ભારતીય | 1. કચ્છનું નાનું રણ |
2. બ્રહ્મપુત્ર નદીનું દલદલીય ક્ષેત્ર | 2. હિમદીપડા |
3. કચ્છનું મોટું રણ | 3. કસ્તુરી મૃગ |
4. હિમાલયનું ઊંચાઈવાળું ક્ષેત્ર | 4. ઘુડખર |
5. જમ્મુ-કશ્મીર |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. એકશિંગી ભારતીય | 2. હિમદીપડા |
2. બ્રહ્મપુત્ર નદીનું દલદલીય ક્ષેત્ર | 4. ઘુડખર |
3. કચ્છનું મોટું રણ | 5. જમ્મુ-કશ્મીર |
4. હિમાલયનું ઊંચાઈવાળું ક્ષેત્ર | 1. કચ્છનું નાનું રણ |
પ્રશ્ન 2.
વિભાગ ‘અ’ (રાષ્ટ્રીય ઉદ્યાનો) | વિભાગ ‘બ’ (પ્રદેશો). |
1. કાઝીરંગા | 1. ગુજરાત |
2. કાન્હા | 2. જમ્મુ-કશ્મીર |
3. ગીર | 3. અસમ |
4. બાંદીપુર | 4. કર્ણાટક |
5. મધ્ય પ્રદેશ |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ (રાષ્ટ્રીય ઉદ્યાનો) | વિભાગ ‘બ’ (પ્રદેશો) |
1. કાઝીરંગા | 3. અસમ |
2. કાન્હા | 5. મધ્ય પ્રદેશ |
3. ગીર | 1. ગુજરાત |
4. બાંદીપુર | 4. કર્ણાટક |
પ્રશ્ન 3.
વિભાગ ‘અ’ (રાષ્ટ્રીય ઉદ્યાનો) | વિભાગ ‘બ’ (પ્રદેશ) |
1. કોર્બેટ | 1. જમ્મુ-કશ્મીર |
2. કાળિયાર | 2. નવસારી જિલ્લો |
3. વાંસદા | 3. હિમાલયની તળેટી |
4. દચિગામ | 4. કર્ણાટક |
5. ભાવનગર જિલ્લો |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ (રાષ્ટ્રીય ઉદ્યાનો) | વિભાગ ‘બ’ (પ્રદેશ) |
1. કોર્બેટ | 3. હિમાલયની તળેટી |
2. કાળિયાર | 5. ભાવનગર જિલ્લો |
3. વાંસદા | 2. નવસારી જિલ્લો |
4. દચિગામ | 1. જમ્મુ-કશ્મીર |
પ્રશ્ન 4.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. એશિયાઈ સિંહો | 1. પશ્ચિમ બંગાળ |
2. વાઘ | 2. કચ્છનું મોટું રણ |
3. ઘોરાડ | 3. કચ્છનું નાનું રણ |
4. સુરખાબ | 4. ગીરનું જંગલ |
5. થરનું રણ |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. એશિયાઈ સિંહો | 4. ગીરનું જંગલ |
2. વાઘ | 1. પશ્ચિમ બંગાળ |
3. ઘોરાડ | 5. થરનું રણ |
4. સુરખાબ | 2. કચ્છનું મોટું રણ |