Gujarat Board GSEB Solutions Class 10 Science Chapter 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે? Textbook Questions and Answers, Intext Questions, Textbook Activities Pdf.
સજીવો કેવી રીતે પ્રજનન કરે છે? Class 10 GSEB Solutions Science Chapter 8
GSEB Class 10 Science સજીવો કેવી રીતે પ્રજનન કરે છે? Textbook Questions and Answers
સ્વાધ્યાયના પ્રગ્નોત્તર
પ્રશ્ન 1.
……………………. માં અલિંગી પ્રજનન કલિકાસર્જન દ્વારા થાય છે?
(a) અમીબા
(b) યીસ્ટ
(c) પ્લાઝમોડિયમ
(d) લેશમાનિયા
ઉત્તરઃ
(b) યીસ્ટ
પ્રશ્ન 2.
નીચે આપેલ પૈકી કયું માનવ માદા પ્રજનનતંત્રનો ભાગ નથી?
(a) અંડાશય
(b) ગર્ભાશય
(c) શુક્રવાહિકા / શુક્રવાહિની
(d) અંડવાહિની (March 20)
ઉત્તર:
(c) શુક્રવાહિકા ને શુક્રવાહિની
પ્રશ્ન ૩.
પરાગાશયમાં …………………. હોય છે.
(a) વજપત્ર
(b) અંડાશય
(c) સ્ત્રીકેસર
(d) પરાગરજ
ઉત્તર:
(d) પરાગરજ
પ્રશ્ન 4.
અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનનથી શું લાભ થાય છે?
ઉત્તર:
અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનનથી નીચેના લાભ થાય છે:
- લિંગી પ્રજનનમાં નર અને માદા પિતૃના અનુક્રમે નર અને માદા જનનકોષ સંમિલન પામી ફિલિતાંડ(યુમનજ)ની રચના કરે છે. આમ, સંતતિ બાળપેઢીને બે જુદા જુદા પિતૃના DNA પ્રાપ્ત થતાં ભિન્નતા જોવા મળે છે.
- લિંગી પ્રજનનમાં જનનકોષના નિર્માણનો સમાવેશ થાય છે. નર અને માદા જનનકોષના નિર્માણ દરમિયાન અર્ધસૂત્રીભાજન થાય છે. આ ક્રિયા દરમિયાન જનીનોનાં નવાં જોડાણ રચાય છે. તે ભિન્નતા તરફ દોરી જાય છે. બે પિતૃઓની સંયુક્ત ભિન્નતાઓ નવાં જોડાણ ધરાવતા પરિવર્તકો રચે છે.
- લિંગી પ્રજનનમાં પેઢી-દર-પેઢી ભિન્નતા સર્જાય છે. તે જાતિના અસ્તિત્વ માટે ઉપયોગી છે.
- લિંગી પ્રજનન દરમિયાન એકત્રિત થતી ભિન્નતાઓ લાંબા ગાળે ઉદ્વિકાસનું કારણ બને છે.
પ્રશ્ન 5.
માનવના શુક્રપિંડનું કાર્ય શું છે?
ઉત્તરઃ
માનવના શુક્રપિંડનું કાર્યઃ
- શુક્રકોષોનું ઉત્પાદન અને
- ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ.
પ્રશ્ન 6.
ઋતુસ્ત્રાવ શા માટે થાય છે?
ઉત્તર:
જ્યારે અંડકોષનું ફલન ન થાય ત્યારે ગર્ભાશયની અંદરની જાડી, છિદ્રિષ્ટ અને પુષ્કળ રુધિર-પુરવઠાસભર દીવાલ તૂટવા લાગે છે. તેના કારણે સ્ત્રીમાં ઋતુસ્ત્રાવ થાય છે.
પ્રશ્ન 7.
પુષ્યના આયામ છેદની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.
ઉત્તરઃ
સપુષ્પી વનસ્પતિઓ મુખ્યત્વે આવૃત બીજધારી(Angiosperm)ઓના લિંગી પ્રજનન અંગને પુષ્પ કહે છે.
પુષ્પના ભાગોઃ વજપત્રો, દલપત્રો, પુંકેસર અને સ્ત્રીકેસર. આ પૈકી પુંકેસર અને સ્ત્રીકેસર પુષ્પના પ્રજનન ભાગો છે.
પુંકેસર (stamen): તે નર પ્રજનન ભાગ (જનનાંગ) છે. તે તંતુ અને પરાગાશયનો બનેલો છે.
પરાગાશય પરાગરજનું નિર્માણ કરે છે. પરાગરજ સામાન્ય રીતે પીળા રંગની હોય છે.
સ્ત્રીકેસર (Pistil/Carpel): તે માદા પ્રજનન ભાગ (જનનાંગ) છે. તે પુષ્પના મધ્યમાં ગોઠવાય છે. તે ત્રણ ભાગોથી રચાયેલું છે : (1) અંડાશય : તલ0 ફલેલો ભાગ, (2) પરાગવાહિની : મધ્યનો લંબાયેલો ભાગ અને (3) પરાગાસનઃ ચીકાશયુક્ત અગ્ર ભાગ.
અંડાશયમાં અંડક (બીજાંડ) હોય છે અને પ્રત્યેક અંડકમાં એક અંડકોષ હોય છે.
પ્રજનન ભાગોના આધારે પુષ્યના પ્રકારઃ
(1) એકલિંગી પુષ્પો: જ્યારે પુષ્ય પુંકેસર અથવા સ્ત્રીકેસર ધરાવતું હોય તેને એકલિંગી પુષ્પ કહે છે. ઉદા., પપૈયું, તડબૂચ. . (2) કિલિંગી (ઉભયલિંગી) પુષ્પો: જ્યારે પુષ્ય પુંકેસર અને સ્ત્રીકેસર બંને ભાગ ધરાવતું હોય તેને દ્વિલિંગી પુષ્ય કહે છે. ઉદા., જાસૂદ, રાઈ, ધતૂરો.
પ્રશ્ન 8.
ગર્ભનિરોધનની વિવિધ રીતો કઈ છે?
ઉત્તર:
પ્રશ્ન 9.
એકકોષીય અને બહુકોષીય સજીવોની પ્રજનન પદ્ધતિમાં શું તફાવત છે?
ઉત્તર:
એકકોષીય સજીવો સરળ કોષવિભાજન એટલે કે ભાજન પદ્ધતિ વડે પ્રજનન દર્શાવે છે. જ્યારે બહુકોષીય સજીવો જટિલ શરીર-સંરચના ધરાવતા હોવાથી વધુ જટિલ પ્રજનન પદ્ધતિ અર્થાત્ લિંગી પ્રજનન પદ્ધતિ દર્શાવે છે.
પ્રશ્ન 10.
પ્રજનન કોઈ જાતિની વસતિની સ્થાયિતામાં કેવી રીતે મદદરૂપ થાય છે?
ઉત્તર:
પ્રજનન દ્વારા નવી સંતતિનું નિર્માણ થાય છે. કોઈ સજીવ અમર નથી. ઊંચો મૃત્યુદર વસતિનું કદ ઘટાડે છે. વસતિના જન્મદર અને મૃત્યુદર વડે તેનું કદ નક્કી થાય છે.
તેથી પ્રજનનક્રિયા દ્વારા સજીવો તેમની વસતિનો વધારો કરે છે, જે જાતિની વસતિની સ્થાયિતામાં મદદરૂપ થાય છે.
પ્રશ્ન 11.
ગર્ભનિરોધક યુક્તિઓ કે સાધનો અપનાવવાનાં કયાં કારણ હોઈ શકે છે?
ઉત્તર:
ગર્ભનિરોધક યુક્તિઓ કે સાધનો અપનાવવાનાં કારણો :
- અનિચ્છિત ગર્ભધારણ રોકવા માટે
- માનવવસતિના નિયંત્રણ માટે
- જાતીય સંક્રમિત રોગોનો ફેલાવો અટકાવવા માટે
GSEB Class 10 Science સજીવો કેવી રીતે પ્રજનન કરે છે? Intext Questions and Answers
Intext પ્રશ્નોત્તર (પા. ૫. પાના નં. 128)
પ્રશ્ન 1.
DNA પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્ત્વ છે?
ઉત્તર:
DNA પ્રતિકૃતિનું પ્રજનનમાં મહત્ત્વ નીચે મુજબ છેઃ
- પિતૃમાંથી તેમની સંતતિઓમાં આનુવંશિક માહિતીના વહન માટે.
- DNAમાં ફેરફારને કારણે ભિન્નતાઓ સર્જાય છે. પ્રજનનમાં સર્જાતી આ ભિન્નતાઓ જાતિના ઉદ્વિકાસનો આધાર બને છે.
પ્રશ્ન 2.
સજીવોમાં ભિન્નતા જાતિઓ માટે તો લાભદાયક છે, પરંતુ વ્યક્તિગત રીતે આવશ્યક નથી. કેમ?
ઉત્તર:
પ્રજનનમાં DNA પ્રતિકૃતિનું સર્જન એ મૂળભૂત ઘટના છે. DNA પ્રતિકૃતિના સર્જનની ક્રિયા કેટલીક ભિન્નતાઓ દર્શાવી શકે છે. આ ભિન્નતાઓ વ્યક્તિગત રીતે ઉપયોગી ન પણ હોય, પરંતુ, આ ભિન્નતાઓ લાંબા સમયગાળા માટે એકત્રિત થતી રહે છે અને જાતિમાં ફેરફાર સર્જી શકે છે. આ ફેરફારો ઉદ્વિકાસ પ્રેરી શકે છે.
Intext પ્રશ્નોત્તર (પા.પુ. પાના નં 133)
પ્રશ્ન 1.
વિભાજન એ બહુભાજનથી કેવી રીતે ભિન્ન છે?
ઉત્તર:
દ્વિભાજન એ ભાજનનો એક પ્રકાર છે. તેમાં પિતૃકોષ બે બાળસજીવ કોષમાં વિભાજન પામે છે. ઉદા., અમીબા, બૅક્ટરિયા.
બહુભાજન પણ ભાજનનો એક પ્રકાર છે. તેમાં એકકોષી સજીવ એક જ સમયે ઘણા બાળકોષોમાં વિભાજન પામે છે. ઉદા., પ્લાઝમોડિયમ.
આમ, એક દ્વિભાજનને અંતે બે બાળસજીવ, જ્યારે એક બહુભાજનને અંતે ઘણા બાળસજીવ એકસાથે ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન 2.
બીજાણુ દ્વારા પ્રજનનથી સજીવને કેવી રીતે લાભ થાય છે?
ઉત્તર:
પ્રતિકૂળ પરિસ્થિતિમાં બીજાણુ જાડી રક્ષણાત્મક દીવાલથી – આવરિત રહે છે. તે પ્રતિકૂળ પરિસ્થિતિમાં અસ્તિત્વ જાળવી રાખવા મદદરૂપ છે. બીજાણુ લાંબા અંતર સુધી વિકિરણ પામે છે. અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જ બીજાણુ અંકુરણ પામે છે. આ રીતે બીજાણુ દ્વારા પ્રજનનથી સજીવને લાભ થાય છે.
પ્રશ્ન 3.
તે માટેનું કારણ તમે વિચારી શકો કે જટિલ સંરચનાવાળા સજીવો પુનર્જનન દ્વારા નવી સંતતિ શા માટે ઉત્પન્ન કરી શકતા નથી?
ઉત્તર:
જટિલ સંરચનાવાળા સજીવો નીચેના કારણોસર પુનર્જનન દ્વારા નવી સંતતિ ઉત્પન્ન કરી શકતા નથી :
- જટિલ સજીવોમાં વિવિધ કોષપ્રકારો વિવિધ ચોક્કસ કાર્ય કરે છે.
- જટિલ સજીવો પેશીઓ અને અંગો ધરાવે છે.
- આ વિશિષ્ટ પેશીઓ અને અંગોને કારણે જટિલ સજીવોમાં પુનર્જનન ક્ષમતા દૂર થઈ જાય છે.
- જટિલ સજીવોમાં પ્રજનન પણ વિશિષ્ટ પ્રકારના કાષો વડે થાય છે.
- જટિલ સજીવોમાં પુનર્જનન માટેના વિશિષ્ટ કોષો હોતા નથી.
પ્રશ્ન 4.
કેટલીક વનસ્પતિઓનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે?
ઉત્તર:
કેટલીક વનસ્પતિઓનો ઉછેર કરવા માટે વાનસ્પતિક પ્રજનનનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે (1) બીજ દ્વારા ઉછરાતી વનસ્પતિઓની સરખામણીમાં વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉછેરાતી વનસ્પતિઓમાં વહેલાં પુષ્પ અને ફળ ધારણ થાય છે. (2) જે વનસ્પતિઓએ બીજનિર્માણ-ક્ષમતા ગુમાવી દીધી હોય, તેમનો પણ ઉછેર કરી શકાય છે. (3) પેઢી-દર-પેઢી ઉપયોગી લક્ષણો જાળવી શકાય છે.
પ્રશ્ન 5.
DNAની પ્રતિકૃતિ બનાવવી પ્રજનન માટેની આવશ્યકતા કે કેમ છે?
ઉત્તર:
DNA પ્રતિકૃતિ બનાવવી પ્રજનન માટેની આવશ્યકતા છે, કારણ કે પિતૃની સમગ્ર જનીનિક માહિતી તેમની બાળપેઢીમાં DNA દ્વારા વહન પામે છે. કોષકેન્દ્રમાં રહેલ DNA પ્રોટીનસંશ્લેષણનો સ્રોત છે. પ્રોટીન શારીરિક સંરચના માટે અગત્યનું છે.
Intext પ્રશ્નોત્તર (પા.પુ. પાના નં. 140)
પ્રશ્ન 1. પરાગનયનની ક્રિયા એ ફલનની ક્રિયાથી કેવી રીતે ભિન્ન છે?
ઉત્તર:
પરાગનયન એ પુંકેસરના પરાગાશયથી સ્ત્રીકેસરના પરાગાસન સુધી પરાગરજના સ્થળાંતરની ક્રિયા છે.
ફલન એ નર જનનકોષની માદા જનનકોષ સાથે સંમિલનની ક્રિયા છે.
પ્રશ્ન 2.
શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા શું છે?
ઉત્તર:
પ્રોસ્ટેટ ગ્રંથિ અને શુક્રાશયના સાવ શુક્રકોષોના સ્થળાંતરણને સરળ બનાવે છે તેમજ શુક્રકોષોને પોષણ આપે છે.
પ્રશ્ન 3.
યૌવનારંભના સમયે છોકરીઓમાં કયાં પરિવર્તનો જોવા મળે છે?
ઉત્તર:
યૌવનારંભના સમયે છોકરીઓમાં સ્તનગ્રંથિના કદમાં વધારો થાય છે. સ્તનાગ્રની ત્વચાનો રંગ ઘેરો બને છે. માસિક ચક્ર શરૂ થાય છે.
પ્રશ્ન 4.
માતાના શરીરમાં ગર્ભસ્થ ભૂણને પોષણ કેવી રીતે પ્રાપ્ત થાય છે?
ઉત્તરઃ
માતાના શરીરમાં ગર્ભસ્થ ભૂણને પોષણ જરાય વડે પ્રાપ્ત થાય છે. જરાયુની ભૂણ તરફની પેશીમાં આવેલા રસાંકુર પ્રવધ દ્વારા ભૃણ માતાના શરીરમાંથી લૂકોઝ, ઑક્સિજન અને અન્ય પદાર્થો મેળવે છે.
પ્રશ્ન 5.
જો કોઈ સ્ત્રી કોપર-1નો ઉપયોગ કરી રહી છે, તો શું આ તેણીનું જાતીય સંક્રમિત રોગોથી રક્ષણ કરશે?
ઉત્તર:
ના, કોપર-Tનો ઉપયોગ કરતી સ્ત્રીને જાતીય સંક્રમિત રોગોથી રક્ષણ મળી શકે નહીં, કારણ કે જાતીય સમાગમ દરમિયાન પુરુષ અને સ્ત્રી-શરીરના પ્રવાહી શિશ્ન અને યોનિમાર્ગ વડે સીધા સંપર્કમાં આવે છે.
GSEB Class 10 Science સજીવો કેવી રીતે પ્રજનન કરે છે? Textbook Activities
પ્રવૃત્તિ 8.1 (પા.પુ. પાના નં. 129)
યીસ્ટમાં કલિકાસર્જન- અલિંગી પ્રજનન પદ્ધતિનું અવલોકન કરવું.
સાધનોઃ કસનળી, કોનિકલ લાસ્ક, કૉટન પ્લગ, કવરસ્લિપ, કાચની સ્લાઇડ, માઇક્રોસ્કોપ, ડ્રૉપર.
પદાર્થો: પાણી, ખાંડ, યીસ્ટ પાવડર,
પદ્ધતિ:
- કોનિકલ ફલાસ્કમાં 100 mL પાણી લો. તેમાં 10g ખાંડ ઓગાળી ખાંડનું દ્રાવણ તૈયાર કરો.
- કસનળીમાં 20 mL ખાંડનું દ્રાવણ લો. તેમાં થોડા પ્રમાણમાં યીસ્ટ પાવડર ઉમેરો. મિશ્રણને હલાવો અને કૉટન પ્લગથી કસનળીને ચુસ્ત રીતે બંધ કરો.
- આ કસનળીને 1થી 2 કલાક સુધી હૂંફાળી જગ્યામાં મૂકો.
- કસનળીમાં ઊભરો આવે ત્યારે તેમાંથી ડ્રૉપર વડે યીસ્ટના સંવર્ધિત દ્રાવણનાં એક-બે ટીપાં કાચની સ્લાઇડ પર મૂકો.
- તેના પર કવરસ્લિપ ઢાંકી, સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરો.
પ્રશ્નોઃ
પ્રશ્ન 1.
સૂક્ષ્મદર્શક યંત્રમાં શું જોવા મળે છે?
ઉત્તર:
સૂક્ષ્મદર્શક યંત્રમાં યીસ્ટકોષો જોવા મળે છે.
પ્રશ્ન 2.
કલિકાનો અર્થ જણાવો.
ઉત્તર:
કલિકાનો અર્થ યીસ્ટકોષની સપાટી પર કોષવિભાજનને કારણે જોવા મળતી બાહ્ય વૃદ્ધિ.
પ્રશ્ન 3.
શું યીસ્ટ સુષુપ્તાવસ્થામાં રહી શકે છે?
ઉત્તર:
હા
પ્રવૃત્તિ 8.2 (પા.પુ. પાના નં. 129)
બ્રેડના ટુકડા પર રાઇઝોપસ ફૂગની વૃદ્ધિનું અવલોકન કરવું.
સાધનોઃ પેટ્રી ડિશ, વિવર્ધિત કાચ.
પદાર્થો: ભેજયુક્ત બ્રેડનો ટુકડો.
પદ્ધતિ:
- બ્રેડનો ટુકડો પાણીમાં સહેજ પલાળો. પલાળેલા બ્રેડના ટુકડાને પેટ્રી ડિશમાં મૂકો. પેટ્રી ડિશને 3-5 દિવસ અંધારામાં ઠંડકમય વાતાવરણમાં મૂકો.
- બ્રેડના ટુકડાનું વિવર્ધિત કાચ વડે અવલોકન કરો.
પ્રશ્નો:
પ્રશ્ન 1.
બ્રેડના ટુકડા પર શું જોવા મળે છે?
ઉત્તર:
બ્રેડના ટુકડા પર રૂના સફેદ તાંતણા જેવી જાળીદાર રચના જોવા મળે છે.
પ્રશ્ન 2.
બ્રેડના ટુકડા પર ફૂગ ક્યાંથી આવી?
ઉત્તર:
હવામાં રહેલા ફૂગના બીજાણુઓ રૂપે ફૂગ બ્રેડના ટુકડા પર આવી.
પ્રશ્ન 3.
બ્રેડ પર કઈ ફૂગ વૃદ્ધિ પામે છે?
ઉત્તર:
બ્રેડ પર રાઇઝોપસ ફૂગ વૃદ્ધિ પામે છે.
પ્રશ્ન 4.
ફૂગના બીજાણુ શા માટે બ્રેડ પર અંકુરણ પામી શકે છે?
ઉત્તર:
ફૂગના બીજાણુ બ્રેડ પર અંકુરણ પામી શકે છે, કારણ કે બ્રેડ પર અંકુરણ માટે જરૂરી ભેજવાળું પર્યાવરણ અને પોષક દ્રવ્યો પ્રાપ્ત થઈ શકે છે.
પ્રશ્ન 5.
બીજાણુ વડે થતું પ્રજનન ક્યા પ્રકારનું ગણાય છે?
ઉત્તર:
અલિંગી પ્રજનન
પ્રશ્ન 6.
યીસ્ટ અને મોલ્ડ(Mould)ની વૃદ્ધિની તુલના કરો.
ઉત્તર:
યીસ્ટ એ ફૂગનો જ પ્રકાર છે અને તે એક કોષરૂપે વૃદ્ધિ પામે છે. મોલ્ડ પણ ફૂગ જ છે. તે બહુકોષી તંતુમય રચના સ્વરૂપે વૃદ્ધિ પામે છે. તેને કવકજાલ કહે છે. એક જ સજીવમાંથી નિર્માણ પામેલી નલિકામય શાખાઓ (કવકતંતુ) જનીનિક રીતે સમરૂપ ઘણાં કોષકેન્દ્રો ધરાવે છે.
યીસ્ટમાં કલિકાસર્જન પદ્ધતિથી પ્રજનન થાય છે, જ્યારે મોલ્ડમાં અલિંગી બીજાણુઓ વડે પ્રજનન થાય છે.
પ્રવૃત્તિ 8.3 (પા.પુ. પાના નં. 129)
અમીબામાં દ્વિભાજનનું અવલોકન કરવું.
સાધનોઃ સૂક્ષ્મદર્શક યંત્ર, અમીબાની કાયમી સ્લાઈડ.
પદ્ધતિ :
- અમીબાની કાયમી સ્લાઇડનું સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ અવલોકન કરો.
- અમીબામાં દ્વિભાજન દર્શાવતી બીજી કાયમી સ્લાઇડનું સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ અવલોકન કરો.
- બંને અવલોકનની સરખામણી કરો.
આકૃતિ: જુઓ આકૃતિ 8.3 (a).
પ્રશ્નો :
પ્રશ્ન 1.
અમીબા આદિકોષકેન્દ્રી સજીવ છે કે સુકોષકેન્દ્રી?
ઉત્તરઃ
સુકોષકેન્દ્રી સજીવ
પ્રશ્ન 2.
અમીબામાં દ્વિભાજનના ક્રમિક તબક્કા જણાવો.
ઉત્તર:
અમીબામાં દ્વિભાજનના તબક્કા : કોષકેન્દ્ર-વિભાજન →
કોષરસ-વિભાજન → કોષનું બે બાળકોષોમાં વિભાજન
પ્રશ્ન 3.
દ્વિભાજન દ્વારા કયા એકકોષી સુકોષકેન્દ્રી સજીવો પ્રજનન કરે છે?
ઉત્તર:
દ્વિભાજન દ્વારા અમીબા, પેરામીશિયમ, લેશમાનિયા, યુગ્લિના વગેરે એકકોષી સુકોષકેન્દ્રી સજીવો પ્રજનન કરે છે.
પ્રવૃત્તિ 8.4 (પા.પુ. પાના નં. 130)
સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ તંતુમય લીલમાં અવખંડનનું અવલોકન કરવું.
સાધનોઃ સૂક્ષ્મદર્શક યંત્ર, સ્લાઇડ, કવરસ્લિપ.
પદાર્થો: ગ્લિસરીન, તળાવનું પાણી, બ્લૉટિંગ પેપર.
પદ્ધતિઃ
- તળાવ કે સરોવર જેનું પાણી ઘેરું લીલું હોય અને જેમાં તંતુઓ દેખાતા હોય, તેનું પાણી એકત્ર કરો.
- કાચની સ્લાઇડ પર એક અથવા બે તંતુઓ મૂકો.
- આ તંતુઓ પર ગ્લિસરીનનું એક ટીપું મૂકો. તેના પર કવરસ્લિપ મૂકો. વધારાનું પાણી અને ગ્લિસરીન બ્લૉટિંગ પેપર મૂકી શોષી લો.
- સ્લાઇડનું સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ અવલોકન કરો.
પ્રશ્નો :
પ્રશ્ન 1.
તંતુમય સજીવનું ઉદાહરણ આપો.
ઉત્તર:
તંતુમય લીલઃ સ્પાયરોગાયરા
પ્રશ્ન 2.
શું સ્પાયરોગાયરાના તંતુઓમાં વિવિધ પેશીઓ ઓળખી શકાય?
ઉત્તર:
ના, સ્પાયરોગાયરાના તંતુમાં પેશીઓનો અભાવ હોય છે.
પ્રશ્ન 3.
સ્પાયરોગાયરાના તંતુ શા માટે લીલા રંગના છે?
ઉત્તરઃ
સ્પાયરોગાયરાના તંતુ હરિતકણની હાજરીના કારણે લીલા રંગના છે.
પ્રશ્ન 4.
સ્પાયરોગાયરા આદિકોષકેન્દ્રી સજીવ છે કે સુકોષકેન્દ્રી?
ઉત્તર:
સુકોષકેન્દ્રી
પ્રશ્ન 5.
સ્પાયરોગાયરામાં અલિંગી પ્રજનન કઈ રીતે થાય છે?
ઉત્તરઃ
સ્પાયરોગાયરામાં અલિંગી પ્રજનન અવખંડન રીતે થાય છે.
પ્રવૃત્તિ 8.5 (પા.પુ. પાના નં 132)
બટાટામાં વાનસ્પતિક પ્રજનનનો અભ્યાસ કરવો.
સાધનો: ટ્રે, રૂ
પદાર્થ: બટાટું
પદ્ધતિ:
- બટાટાનું કંદ લઈ તેની સપાટીનું અવલોકન કરો.
- તેની સપાટી પર આવેલા ખાડા અને તેમાં રહેલી કલિકાનું અવલોકન કરી, માર્કર વડે તેની ફરતે ગોળ નિશાની કરો.
- આ બટાટાના ટુકડા એવી રીતે કરો કે જેથી અમુક ટુકડા કલિકા ધરાવતા હોય અને અમુક ટુકડા કલિકા ન ધરાવતા હોય.
- ટ્રેમાં ભીનું રૂ મૂકો. તેના પર બટાટાના ટુકડા મૂકો.
- થોડા દિવસ ટ્રેમાં પાણી ઉમેરી, રૂને ભેજયુક્ત રાખો.
- બટાટાના ટુકડામાં થતા ફેરફારનું અવલોકન કરો.
પ્રશ્નો :
પ્રશ્ન 1.
બટાટાનું ગ્રંથિલ મૂળ છે કે પ્રકાંડ?
ઉત્તર:
બટાટાનું ગ્રંથિલ પ્રકાંડ છે.
પ્રશ્ન 2.
બટાટા સિવાય અન્ય કઈ વનસ્પતિઓ વાનસ્પતિક પ્રજનન માટે પ્રકાંડ પર કલિકાઓ ઉત્પન્ન કરે છે?
ઉત્તર:
આદુ, સૂરણ વગેરેના કંદ વાનસ્પતિક પ્રજનન માટે પ્રકાંડ પર કલિકાઓ ઉત્પન્ન કરે છે.
પ્રશ્ન 3.
બટાટાના કયા ટુકડા પર મૂળ અને લીલા પ્રરોહ વિકાસ પામે છે?
ઉત્તર:
બટાટાના જે ટુકડાઓ પર કલિકા હોય છે, તેના પર મૂળ અને લીલા મરોહ વિકાસ પામે છે.
પ્રવૃત્તિ 8.6 (પા.પુ. પાના નં 132)
પ્રકાંડના ટુકડાઓ વડે વાનસ્પતિક પ્રજનન દર્શાવવું.
પદાર્થો: અડુની વેલ (Money-plant કે Pothos)
પદ્ધતિ:
- અડુની વેલનો એક છોડ લો.
- આ છોડના ટુકડા એવી રીતે કરો કે જેથી અમુક ટુકડામાં એક પર્ણ તેના ગાંઠ સ્થાને હોય.
- અને અમુક ટુકડામાં બે પર્ણ વચ્ચેનો (ગાંઠ વગરનો) ભાગ હોય.
- બધા ટુકડાઓને એક છેડેથી પાણીમાં ડુબાડી રાખો.
- થોડા દિવસ તેનું અવલોકન કરો.
પ્રશ્નો :
પ્રશ્ન 1.
કયા ટુકડાઓ વૃદ્ધિ પામી તાજાં પર્ણોનો વિકાસ દર્શાવે છે?
ઉત્તર:
જે ટુકડાઓ ગાંઠ સ્થાને એક પર્ણ ધરાવતા હતા, તે ટુકડાઓ વૃદ્ધિ પામી તાજાં પર્ણોનો વિકાસ દર્શાવે છે.
પ્રશ્ન 2.
તમારું તારણ જણાવો.
ઉત્તર:
અડુની વેલમાં પ્રકાંડ દ્વારા વાનસ્પતિક પ્રજનન માટે ગાંઠ આવશ્યક છે.
પ્રશ્ન 3.
પ્રકાંડના ટુકડાઓ (કલમ) દ્વારા વાનસ્પતિક પ્રજનન થઈ શકે તેવી વનસ્પતિઓનાં ઉદાહરણ આપો.
ઉત્તર:
ગુલાબ, જાસૂદ, લીંબુ, શેરડી, આંબલી વગેરે.
પ્રવૃત્તિ 8.7 (પા.પુ. પાના નં. 135)
બીજના વિવિધ ભાગોનું અવલોકન કરવું.
પદાર્થોઃ ચણાનાં બીજ, પાણી, ભીનું કપડું.
પદ્ધતિઃ
- ચણાનાં બીજ (આખા ચણા) પાણીમાં પલાળો અને એક દિવસ માટે મૂકી રાખો.
- બીજા દિવસે વધારાનું પાણી દૂર કરી, પલાળેલાં બીજને ભીના કપડાથી ઢાંકી એક દિવસ માટે મૂકી રાખો.
- ધ્યાન રાખો કે બીજ તેમજ કપડું સુકાઈ ન જાય.
- બીજને કાળજીપૂર્વક ખોલી, તેના વિવિધ ભાગોનું અવલોકન કરો.
પ્રશ્નો :
પ્રશ્ન 1.
વનસ્પતિનું ભૂણ એટલે શું?
ઉત્તર:
ભૂણ એ ભાવિ વનસ્પતિ છે, જે તરુણ રોપામાં વિકાસ પામે છે.
પ્રશ્ન 2.
ભૂણમાં કઈ રચનાઓ જોવા મળે છે?
ઉત્તર:
ભૂણમાં ભૃણમૂળ, પ્રાંકુર / ભૂણાગ્ર અને બીજપત્રો જોવા મળે છે.
પ્રશ્ન 3.
ચણાના બીજમાં બીજપત્રોની શું ભૂમિકા છે?
ઉત્તર:
ચણાના બીજમાં બીજપત્રો ખોરાકનો સંગ્રહ કરે છે અને બીજ અંકુરણ દરમિયાન ભૂણના વિકાસ માટે પોષક દ્રવ્યો પૂરાં પાડે છે.
પ્રશ્ન 4.
બીજમાં કયો ભાગ ભાવિ મૂળ અને કયો ભાગ ભાવિ પ્રરોહ તરીકે ઓળખાય છે?
ઉત્તર:
બીજમાં ભૃણમૂળ ભાગ ભાવિ મૂળ તરીકે અને પ્રાંકુર / ભૂણાગ્ર ભાગ ભાવિ પ્રરોહ તરીકે ઓળખાય છે.
પ્રશ્ન 5.
યુગ્મનજમાંથી ભૂણનું નિર્માણ કેવી રીતે થાય છે?
ઉત્તર:
યુગ્મનજ અનેક વખત વિભાજન પામી ભૂણનું નિર્માણ કરે છે.