GSEB Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર

Gujarat Board GSEB Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર Important Questions and Answers.

GSEB Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર

વિશેષ પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(1) ઍસિડ અને બેઇઝ શેમાંથી અને કેવી રીતે બને છે?
ઉત્તર:
અધાતુ તત્ત્વોના ઑક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી ? ઍસિડ બને છે. જેમ કે,
GSEB Solutions Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 14

(2) સમજાવોઃ પ્રબળ ઍસિડ અને નિર્બળ ઍસિડ
ઉત્તરઃ
પ્રબળ ઍસિડઃ જે ઍસિડને પાણીમાં ઓગાળતાં તેનું સંપૂર્ણ આયનીકરણ થાય છે, તેવા ઍસિડને પ્રબળ ઍસિડ કહે છે. > હાઇડ્રોક્લોરિક ઍસિડ (HCl), સફ્યુરિક ઍસિડ (H2SO4) અને
નાઈટ્રિક ઍસિડ (HNO3) જેવા ખનીજ ઍસિડને પાણીમાં ઓગાળતાં તેનું સંપૂર્ણ આયનીકરણ થાય છે. આથી તે પ્રબળ ઍસિડ છે.

પ્રબળ ઍસિડના જલીય દ્રાવણમાં બધો જ દ્રાવ્ય પદાર્થ સંપૂર્ણ આયનીકરણને કારણે તેના આયન સ્વરૂપે હોય છે, એટલે કે બધો જ દ્રાવ્ય પદાર્થ H3O+ માં આયનીકરણ પામેલો હોય છે. દા. ત.,
GSEB Solutions Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 15
1M આમ, 1 M H2SO4ના જલીય દ્રાવણમાં H3O+ અને SO42- ની સાંદ્રતા અનુક્રમે 2 M અને 1 M હોય છે, કારણ કે 1 મોલ H2SO4ના જલીય દ્રાવણના આયનીકરણથી 2 મોલ H3O+ બને છે.

નિર્બળ ઍસિડઃ જે ઍસિડને પાણીમાં ઓગાળતાં તેનું આંશિક અથવા અપૂર્ણ આયનીકરણ થાય છે, તે ઍસિડને નિર્બળ ઍસિડ કહે છે.

ઍસિટિક ઍસિડ (વિનેગરમાં), લેક્ટિક ઍસિડ (દહીં, છાશમાં), સાઇટ્રિક ઍસિડ (લીંબુ, નારંગીમાં), ટાટરિક ઍસિડ (આમલીમાં), ઑક્ઝલિક ઍસિડ(ટામેટામાં)ને પાણીમાં ઓગાળતાં તેનું આંશિક અથવા અપૂર્ણ આયનીકરણ થાય છે. આથી તે નિર્બળ ઍસિડ છે.
દા. ત., 1 M CH3COOHના જલીય દ્રાવણમાં H3O+ની સાંદ્રતા 1 M હોતી નથી, પણ ખૂબ જ ઓછી (આશરે 2થી 3 %) હોય છે.

GSEB Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર

(૩) સમજાવોઃ પ્રબળ બેઇઝ અને નિર્બળ બેઇઝ
ઉત્તર:
પ્રબળ બેઈઝ: જે બેઇઝને પાણીમાં ઓગાળતાં તેનું સંપૂર્ણ આયનીકરણ થાય છે, તેવા બેઇઝને પ્રબળ બેઇઝ કહે છે. દા. ત., સોડિયમ હાઇડ્રૉક્સાઈડ (NaOH), પોટેશિયમ હાઇડ્રૉક્સાઇડ (KOH).

પ્રબળ બેઇઝના જલીય દ્રાવણમાં બધો જ દ્રાવ્ય પદાર્થ સંપૂર્ણ આયનીકરણને કારણે તેના આયન સ્વરૂપે હોય છે, એટલે કે બધો જ દ્રાવ્ય પદાર્થ OH માં આયનીકરણ પામેલો હોય છે. દા. ત.,
GSEB Solutions Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 16
આમ, 1 M Mg(OH)2 ના જલીય દ્રાવણમાં Mg2+ અને OH ની સાંદ્રતા અનુક્રમે 1 M અને 2 M હોય છે, કારણ કે 1 મોલ Mg(OH)2 ના જલીય દ્રાવણના આયનીકરણથી 2 મોલ OH બને છે.

નિર્બળ બેઈઝઃ જે બેઇઝને પાણીમાં ઓગાળતાં તેનું આંશિક આયનીકરણ થાય છે, તેને નિર્બળ બેઇઝ કહે છે. દા. ત., એમોનિયમ હાઇડ્રૉક્સાઈડ (NH_OH) અને કૅલ્શિયમ હાઈડ્રૉક્સાઈડ (Ca(OH)2).

નિર્બળ બેઈઝના જલીય દ્રાવણમાં દ્રાવ્યનો અલ્પ જથ્થો જ (આશરે . 2થી 3 %) OH માં આયનીકરણ પામેલ હોય છે. દા. ત., 1 M NH4OHના જલીય દ્રાવણમાં OH ની સાંદ્રતા 1 M હોતી નથી, પણ ખૂબ જ ઓછી હોય છે.

(4) ઍસિડના રાસાયણિક ગુણધર્મો સમજાવો.
ઉત્તર:
ઍસિડની રાસાયણિક પ્રક્રિયા માટે તેના જલીય દ્રાવણમાં રહેલા H+ આયન અથવા H3O+ આયન જવાબદાર હોય છે.
(1) ઍસિડની ધાતુ સાથે પ્રક્રિયા ઍસિડની ધાતુ સાથે પ્રક્રિયા થઈ ધાતુને અનુરૂપ ક્ષાર અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. જેમ કે,
GSEB Solutions Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 17
ટૂંકમાં, ઍસિડ + ધાતુન્ → ધાતુનો ક્ષાર + ડાયહાઇડ્રોજન વાયુ

(ii) ઍસિડની બેઇઝ સાથે પ્રક્રિયા ઍસિડની બેઈઝ સાથે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે. આ પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે, જેમ કે,
(1) HCl(aq) + NaOH(aq) → NaCl(aq) + H2O1)
GSEB Solutions Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 18
ટૂંકમાં, ઍસિડ + બેઇઝ → ક્ષાર + પાણી

(iii) ઍસિડની ધાતુ-ઑક્સાઈડ સાથે પ્રક્રિયા ઍસિડની ધાતુઑક્સાઈડ સાથે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે. જેમ કે,
GSEB Solutions Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 19
ટૂંકમાં, ઍસિડ + ધાતુ-ઑક્સાઇડ → ક્ષાર + પાણી

GSEB Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર

(iv) ઍસિડની ધાતુ કાર્બોનેટ અથવા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા મોટા ભાગના ઍસિડ ધાતુ કાર્બોનેટ અથવા ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરી ક્ષાર, પાણી અને CO વાયુ ઉત્પન્ન કરે છે. જેમ કે,
GSEB Solutions Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 20
GSEB Solutions Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 21
ટૂંકમાં, ઍસિડ + ધાતુ કાર્બોનેટ / ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ → ક્ષાર + પાણી + CO2(g)

(5) બેઇઝના રાસાયણિક ગુણધર્મો સમજાવો.
ઉત્તર:
બેઇઝની રાસાયણિક પ્રક્રિયા માટે તેના જલીય દ્રાવણમાં રહેલા OH આયન જવાબદાર હોય છે.
(i) બેઇઝની ઍસિડ સાથે પ્રક્રિયા: બેઇઝની ઍસિડ સાથે પ્રક્રિયા 5 થઈ ક્ષાર અને પાણી બને છે. આ પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે. જેમ કે,
(1) NaOH(aq) + HCl(aq) → NaCl(aq) + H2O(l)
(2) 2KOH(aq) + H2SO4(aq) → K2SO4(aq) + 2H2O(l)
ટૂંકમાં, બેઇઝ + ઍસિડ → ક્ષાર + પાણી

(ii) બેઇઝની અધાતુ ઑક્સાઈડ સાથે પ્રક્રિયા બેઇઝની અધાતુ 2 ઑક્સાઈડ સાથે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે. જેમ કે,
GSEB Solutions Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 22
ટૂંકમાં, બેઇઝ + અધાતુ ઑક્સાઇડ → ક્ષાર + પાણી

(iii) બેઇઝની ધાતુ સાથે પ્રક્રિયાઃ સોડિયમ હાઈડ્રૉક્સાઈડ અને પોટેશિયમ હાઈડ્રૉક્સાઇડ જેવા પ્રબળ બેઇઝની કેટલીક ઉભયધર્મી ધાતુઓ (જેવી કે Z કે Al) સાથે પ્રક્રિયા થઈ ક્ષાર અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. જેમ કે,
GSEB Solutions Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 23
ટૂંકમાં, બેઇઝ + ધાતુ + પાણી → સંકીર્ણ ક્ષાર + H2(g)

(6) “નિર્બળ ઍસિડ અને પ્રબળ બેઇઝના તટસ્થીકરણથી ઉત્પન્ન થતાં ક્ષારનું જલીય દ્રાવણ બેઝિક સ્વભાવ ધરાવે છે, જ્યારે નિર્બળ બેઇઝ અને પ્રબળ ઍસિડના તટસ્થીકરણથી ઉત્પન્ન થતાં ક્ષારનું જલીય દ્રાવણ ઍસિડિક સ્વભાવ ધરાવે છે.” સમજાવો.
ઉત્તર:
GSEB Solutions Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 24
આમ, Na2CO3 ક્ષાર એ પ્રબળ બેઇઝ અને નિર્બળ ઍસિડમાંથી ઉત્પન્ન થતો હોવાથી તેના જલીય દ્રાવણમાં [H+(aq)] કરતાં [OH(aq))ની સાંદ્રતા વધુ હોવાથી દ્રાવણ બેઝિક સ્વભાવ ધરાવે છે.
GSEB Solutions Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 25
આમ, NH4CI ક્ષાર એ પ્રબળ ઍસિડ અને નિર્બળ બેઇઝમાંથી ઉત્પન્ન થતો હોવાથી તેના જલીય દ્રાવણમાં [OH(aq)] કરતાં H+(aq))ની સાંદ્રતા વધુ હોવાથી દ્રાવણ ઍસિડિક સ્વભાવ ધરાવે છે.

GSEB Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર

(7) બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર એ રાસાયણિક રીતે શું છે? કેક બનાવતી વખતે બેકિંગ પાઉડરના બદલે બેકિંગ સોડા નાખવામાં આવે તો શું થાય?
ઉત્તર:
બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર એ રાસાયણિક રીતે બેઝિક ક્ષાર છે. NaHCO3 – સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એ બેકિંગ સોડા છે. જ્યારે NaHCO3 અને ટાર્ટરિક ઍસિડના મિશ્રણને બેકિંગ પાઉડર કહે છે. કેક બનાવતી વખતે બેકિંગ સોડા ઉમેરવામાં આવે, તો તે ગરમ થતાં સોડિયમ કાર્બોનેટ ઉત્પન્ન કરે છે, જે કેકમાં કડવો સ્વાદ ઉમેરે છે. આ ટાળવા માટે બેકિંગ સોડામાં ટાટરિક ઍસિડ ઉમેરવામાં આવે, તો તે ઍસિડનો સોડિયમ ક્ષાર બનાવે છે, જે કેકના સ્વાદને અસર પહોંચાડતો નથી, અર્થાત્ સ્વાદ કડવો થતો નથી.

(8) જુદી જુદી pH ધરાવતાં બે ઍસિડિક જલીય દ્રાવણો A અને Bની ઍસિડિકતાની સરખામણી કરો.
ઉત્તર:
બે ઍસિડિક જલીય દ્રાવણોની ઍસિડિકતાની સરખામણી નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે :
GSEB Solutions Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 26
આમ, આપેલ કોષ્ટક પરથી કહી શકાય કે બે ઍસિડિક જલીય દ્રાવણની pH વચ્ચેનો તફાવત x હોય, તો ઓછી pHવાળું દ્રાવણ, વધુ pHવાળા દ્રાવણ કરતાં H3O+ની સાંદ્રતા 10x અથવા antilog x ગણી વધારે ધરાવે છે. એટલે કે તે દ્રાવણ 10x અથવા antilog x ગણું વધુ ઍસિડિક હોય છે.

પ્રશ્ન 2.
નીચેના વિધાનોના વૈજ્ઞાનિક કારણો આપોઃ
(1) FeCl3નું જલીય દ્રાવણ ઍસિડિક હોય છે.
ઉત્તર:
FeCl3 એ ક્ષાર છે. તેને પાણીમાં ઓગાળતાં પ્રબળ ઍસિડ (HCl) અને નિર્બળ બેઇઝ (Fe(OH)3) બને છે. આથી દ્રાવણમાં રહેલા OH(aq)ની સાંદ્રતા કરતાં H+(aq)ની સાંદ્રતા વધી જાય છે. આથી દ્રાવણ ઍસિડિક પ્રકૃતિ ધરાવે છે. આથી FeCl3નું જલીય દ્રાવણ ઍસિડિક હોય છે.

(2) CH3COONaનું જલીય દ્રાવણ બેઝિક હોય છે.
ઉત્તર:
CH3COONA એ ક્ષાર છે. તેને પાણીમાં ઓગાળતાં પ્રબળ બેઇઝ (NaOH) અને નિર્બળ ઍસિડ CH3COOH) બને છે. આથી દ્રાવણમાં રહેલા H+(aq) ની સાંદ્રતા કરતાં OH(aq) ની : સાંદ્રતા વધી જાય છે. આથી દ્રાવણ બેઝિક પ્રકૃતિ ધરાવે છે. આથી : CH3COONaનું જલીય દ્રાવણ બેઝિક હોય છે.

(3) NaClનું જલીય દ્રાવણ તટસ્થ હોય છે.
ઉત્તર:
NaCl એ ક્ષાર છે. તેને પાણીમાં ઓગાળતાં પ્રબળ ઍસિડ (HCI) અને પ્રબળ બેઇઝ (NaOH) બને છે. આથી દ્રાવણમાં રહેલા H+(aq) આયન અને OH(aq) આયનની સાંદ્રતા સમાન બને છે. આથી દ્રાવણ તટસ્થ પ્રકૃતિ ધરાવે છે. આથી NaClનું જલીય દ્રાવણ તટસ્થ હોય છે.

GSEB Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર

પ્રશ્ન 3.
નીચેના દાખલા ગણો :
(1) 8pHવાળા જલીય દ્રાવણમાં [OH (aq)ની સાંદ્રતા ગણો.
ઉકેલ:
GSEB Solutions Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 27

(2) HCIના 2 mol ને પાણીમાં ઓગાળી 500 mL જલીય દ્રાવણ બનાવેલું છે. આ દ્રાવણની મોલારિટી શોધો.
ઉકેલ:
GSEB Solutions Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 28

(3) 0.01 M HClના દ્રાવણની pH ગણો.
ઉકેલ:
HCl એ પ્રબળ ઍસિડ છે. તેનું નીચે પ્રમાણે સંપૂર્ણ આયનીકરણ થાય છે :
GSEB Solutions Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 29
∴ [H+(aq)] = 0.01 M = 1 × 10-2 M
હવે, pH = – log10[H+(aq)].
= -log [1 × 10-2] = – [latex]\overline{2} .0000[/latex]
= 2

(4) 50 mL KOHના દ્રાવણનું 5mL આપેલ HNOના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે. જો આપણે એ જ KOHનું 15 mL દ્રાવણ લઈએ, તો તેને તટસ્થ કરવા માટે HNO3 ના દ્રાવણનું કદ કેટલું જોઈએ?
ઉકેલ:
50 mL KOHનું દ્રાવણ એ 5 mL HNO3 ના દ્રાવણને તટસ્થ કરે છે.
∴ 15 mL KOHનું દ્રાવણ (?)
\(\frac{15 \times 5}{50}\) = 1.5 mL HNO3 જોઈએ.

(5) ApHવાળા જલીય દ્રાવણ કરતાં 2 pHવાળું જલીયા દ્રાવણ કેટલા ગણું વધુ ઍસિડિક હશે?
ઉકેલ:
4pHવાળા જલીય દ્રાવણ માટે,
pH = -log10[H3O+]
∴ -log10[H3O+] = 4
∴ log10[H3O+] =-4
∴ [H3O+] = 10-4 M થાય.
તે જ પ્રમાણે 2 pHવાળા જલીય દ્રાવણમાં [H3O+] = 10-2 M થાય.
GSEB Solutions Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 30
આમ, 4pHવાળા જલીય દ્રાવણ કરતાં 2 pHવાળા જલીય દ્રાવણમાં H3O+ ની સાંદ્રતા 100 ગણી વધુ છે. એટલે કે તે 100 ગણું વધુ ઍસિડિક હશે.

GSEB Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર

(6) 8pHવાળા બેઝિક જલીય દ્રાવણ કરતાં 11.9 pHવાળું બેઝિક જલીય દ્રાવણ oની કેટલા ગણી વધુ સાંદ્રતા ધરાવશે?
ઉકેલ:
8 pHવાળા બેઝિક જલીય દ્રાવણની
pOH = 14 – 8 = 6 થશે. (∵ pH + pOH = 14)
∴ [OH] = 1 × 10-6 M થાય.
આ જ પ્રમાણે, 11.9 pHવાળા બેઝિક જલીય દ્રાવણની
pOH = 14 – 11.9 = 2.1 થશે.
pOH = – log10 (OH)
∴ 2.1 = -log10 (OH)
∴ -2.1 = log10 (OH)
∴ log10[OH] = \(\)
∴ [OH] = antilog \(\overline{3} \cdot 9\)
= 7.943 × 10-3M
GSEB Solutions Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 31
આમ, 8pH વાળા બેઝિક જલીય દ્રાવણ કરતાં 11.9 pHવાળું બેઝિક જલીય દ્રાવણ 7943 ગણી વધુ સાંદ્રતા ધરાવશે.

પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
ઍસિડ અને બેઇઝના સામાન્ય ગુણધર્મો લખો.
ઉત્તરઃ
ઍસિડના ગુણધર્મો :
(1) ઍસિડ સ્વાદે ખાટા હોય છે. (2) તે ભીના ભૂરા લિટમસપેપરને લાલ બનાવે છે. (3) તે બેઇઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે. (4) તે ધાતુ સાથે પ્રક્રિયા કરી H2(g) મુક્ત કરે છે.

બેઈઝના ગુણધર્મો (1) બેઇઝ સ્વાદે તૂરા હોય છે. (2) તે ભીના લાલ લિટમસપેપરને ભૂરું બનાવે છે. (3) તે ઍસિડ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે.

પ્રશ્ન 2.
સૂચક એટલે શું? ઍસિડ-બેઇઝની પરખ માટે વપરાતા સૂચકો જણાવો.
ઉત્તરઃ
જે દ્રાવણ ઍસિડ અને બેઇઝની હાજરીમાં રંગપરિવર્તન કરે છે, તેને સૂચક કહે છે.
ઍસિડ-બેઇઝની પરખ માટે કૃત્રિમ સૂચકો – મિથાઇલ ઑરેન્જ અને ફિનોલ્ફથેલિન તથા કુદરતી સૂચકો – લિટમસપેપર, હળદર, લાલ કોબીજનાં પાન, હાઇડ્રન્જિયા, પેટ્રનિયા અને જેરાનિયમની રંગીન પાંખડીઓનો ઉપયોગ થાય છે.
વેનિલા અર્ક, ડુંગળી, લવિંગ વગેરે પદાર્થો ઍસિડ અને બેઇઝની હાજરીમાં વાસ બદલે છે, તેમને ધ્રાણેન્દ્રિય સૂચકો કહે છે.
આ ઉપરાંત લિટમસ દ્રાવણ જે જાંબુડિયા રંગનું હોય છે, જેને લાઈકેન કે જે થેલોફાયટા વર્ગ સાથે સંબંધ ધરાવતા છોડમાંથી કાઢવામાં આવે છે, જે સૂચક તરીકે વર્તે છે.

પ્રશ્ન 3.
ધ્રાણેન્દ્રિય (Olfactory) સૂચક કોને કહે છે? ઉદાહરણ આપો.
ઉત્તર:
જે પદાર્થોની ઍસિડિક કે બેઝિક માધ્યમમાં વાસ બદલાય છે, તેવા પદાર્થોને ધ્રાણેન્દ્રિય સૂચક કહે છે.
ઉદાહરણ : વેનિલા અર્ક, ડુંગળી અને લવિંગનું તેલ.

GSEB Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર

પ્રશ્ન 4.
ધ્રાણેન્દ્રિય સૂચકની મદદથી ઍસિડ અને બેઇઝની પરખ કેવી રીતે કરશો? ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તર:
ઍસિડ ઘ્રાણેન્દ્રિય સૂચક(પદાર્થ)ની વાસ દૂર કરતો નથી, પરંતુ બેઇઝ ધ્રાણેન્દ્રિય સૂચક(પદાર્થ)ની વાસ દૂર કરે છે.
દા. ત., લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડા ઉપર મંદ HCl(ઍસિડ)નાં ટીપાંનો છંટકાવ કરી, કપડું સુંઘતાં તેમાંથી લવિંગના તેલની વાસ આવશે. જે સૂચવે છે કે, ઍસિડ એ ધ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી.
પરંતુ લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડા ઉપર મંદ NaOH(બેઇઝ)નાં ટીપાંનો છંટકાવ કરી, કપડું સુંઘતાં તેમાંથી લવિંગના તેલની વાસ દૂર થશે. જે સૂચવે છે કે, બેઇઝ એ ધ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરે છે.

પ્રશ્ન 5.
ઝિંક ધાતુની મંદ HCl કે મંદ H2SO4 સાથેની પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન થાય છે, પણ મંદ HNO3 સાથેની પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન થતો નથી? કેમ?
ઉત્તર:
ઝિક ધાતુ મંદ HCl કે મંદ H2SO4 સાથે પ્રક્રિયા કરીને H2 વાયુ ઉત્પન્ન કરે છે, કારણ કે Zn ધાતુ એ H2 વાયુ કરતાં વધુ ક્રિયાશીલ હોવાથી તે મંદ HCl કે મંદ H2SO4 માંથી સરળતાથી H2 વાયુનું વિસ્થાપન કરે છે.
જેમ કે,
Zn(s) + 2HCl(aq) (મંદ) → ZnCl2(aq) + H2(g)
Zn(s) + H2SO4(aq) (મંદ) → ZnSO4(aq) + H2(g)
પણ મંદ HNO3ની Zn ધાતુ સાથે પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન થતો નથી, કારણ કે મંદ HNO3 પ્રબળ ઑક્સિડેશનકર્તા છે. આથી તે પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા H2 વાયુનું H2Oમાં ઑક્સિડેશન કરે છે.

પ્રશ્ન 6.
ઝિંક ધાતુની મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ અને સોડિયમ હાઇડ્રૉક્સાઇડના દ્રાવણ સાથેની સમતોલિત પ્રક્રિયા લખો.
ઉત્તર:
GSEB Solutions Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 1

પ્રશ્ન 7.
કઈ ધાતુઓ મંદ ઍસિડ સાથે H2 વાયુ મુક્ત કરે છે અને કઈ ધાતુઓ મંદ ઍસિડ સાથે H2 વાયુ મુક્ત કરતી નથી?
ઉત્તર:
જે ધાતુ હાઇડ્રોજન કરતાં વધુ સક્રિય હોય, તે ઍસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે.
દા. ત., Zn(s) + 2HCl (aq) →ZnCl2(aq) + H2(g)
Mg(s) + 2HCl(aq) → MgCl2(aq) + H2(g)
Fe(s) + H2SO4(aq) → FeSO4(aq) + H2(g)
જે ધાતુ હાઇડ્રોજન કરતાં ઓછી સક્રિય હોય, તે ઍસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે નહીં.
દા. ત., 4Cu(s) + 10HNO3(aq) → 4Cu(NO3)2(aq) + N2O(g) + 5H2O(l)

પ્રશ્ન 8.
સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું – મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ સાથેનું સમતોલિત સમીકરણ લખો.
ઉત્તર:
Na2CO3(s) + 2HCl (aq) → 2NaCl (aq) + H2O(l) + CO2(g)
NaHCO3(s) + HCl(aq) → NaCl(aq) + H2O(l) + CO2(g)

પ્રશ્ન 9.
કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડના દ્રાવણમાં ઓછા પ્રમાણમાં અને વધુ પ્રમાણમાં કાર્બન ડાયૉક્સાઇડ વાયુ પસાર કરતાં કઈ નીપજો – મળે છે? મળતી નીપજની પાણીમાં દ્રાવ્યતા જણાવો.
ઉત્તર:
જો કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડના દ્રાવણમાં ઓછા પ્રમાણમાં – કાર્બન ડાયૉક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે, તો પાણીમાં અદ્રાવ્ય કૅલ્શિયમ કાર્બોનેટ (CaCO3 ચૂનાનો પથ્થર) બને છે. જેથી દ્રાવણ દૂધિયું બને છે.

GSEB Solutions Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 2
આ દૂધિયા દ્રાવણમાં વધુ પ્રમાણમાં કાર્બન ડાયૉક્સાઈડ વાયુ પસાર કરવામાં આવે, તો પાણીમાં દ્રાવ્ય કૅલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ [Ca(HCO3)2] નીપજ બનવાને લીધે દ્રાવણનો દૂધિયો રંગ દૂર થાય છે.
CaCO3(s) + H2O(l) + CO2(g) → Ca(HCO3)2(aq) (પાણીમાં દ્રાવ્ય)

GSEB Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર

પ્રશ્ન 10.
કેલ્શિયમ કાર્બોનેટ કુદરતમાં કયા સ્વરૂપે મળે છે?
ઉત્તરઃ
કૅલ્શિયમ કાર્બોનેટ કુદરતમાં લાઈમસ્ટૉન (ચૂનાના પથ્થર), ચાક, આરસપહાણ, પરવાળાં, શંખ વગેરે જુદાં જુદાં સ્વરૂપે મળે છે.

પ્રશ્ન 11.
સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે, તો કઈ નીપજ મળે છે? મળતી નીપજની પાણીમાં દ્રાવ્યતા લખો. પ્રક્રિયા સમીકરણ લખો.
ઉત્તરઃ
સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી વધુ પ્રમાણમાં કાર્બન ડાયૉક્સાઈડ વાયુ પસાર કરવામાં આવે, તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ (NaHCO3) મળે છે.
સોડિયમ હાઇડ્રોજન કાબનેટની પાણીમાં દ્રાવ્યતા ખૂબ જ છે ઓછી છે.
Na2CO3(aq) + H3O(l) + CO3(g) → 2NaHCO3(aq)
(નોંધઃ KHCO3ની પાણીમાં દ્રાવ્યતા ખૂબ જ વધુ છે.]

પ્રશ્ન 12.
NaOH અને ફિનોલ્ફથેલિનના મિશ્ર દ્રાવણમાં મંદ HClનાં બે ટીપાં ઉમેરતાં રંગમાં શું પરિવર્તન થાય છે? આ રંગપરિવર્તન માટેનું કારણ જણાવો.
ઉત્તર:
NaOH અને ફિનોલ્ફથેલિનના મિશ્ર દ્રાવણનો રંગ ગુલાબી છે. જો તેમાં મંદ HClનાં બે ટીપાં ઉમેરવામાં આવે, તો દ્રાવણનો ગુલાબી રંગ દૂર થાય છે.
આ રંગપરિવર્તન થવાનું કારણ તટસ્થીકરણ પ્રક્રિયા છે. જેમાં ઍસિડ દ્વારા બેઇઝ (NaOH)ની અસર નાબૂદ થાય છે.

પ્રશ્ન 13.
કૉપર ઑક્સાઇડની મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ સાથે પ્રક્રિયા કરતાં શું બને છે? દ્રાવણના રંગમાં શો ફેર પડે છે? સમતોલિત સમીકરણ લખો.
ઉત્તર:
કૉપર ઑક્સાઇડની મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ સાથે પ્રક્રિયા કરતાં કૉપર (II) ક્લોરાઇડ બને છે. પરિણામે દ્રાવણનો રંગ વાદળી-લીલો બને છે.
CuO(s) + 2HCl(aq) → CuCl(aq) + H2O(l)

પ્રશ્ન 14.
બેઝિક ઑક્સાઇડ કોને કહે છે? ધાત્વીય ઑક્સાઇડ કેવા પ્રકારના ઑક્સાઇડ છે? ઉદાહરણ આપો.
ઉત્તર:
જે ઑક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી બેઇઝ બનાવતા હોય તેમને બેઝિક ઑક્સાઇડ કહે છે.
ધાત્વીય ઑક્સાઇડ બેઝિક ઑક્સાઇડ છે, કારણ કે તેઓ પાણી સાથે પ્રક્રિયા કરી બેઇઝ બનાવે છે.
GSEB Solutions Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 3
આમ, ધાત્વીય ઑક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે.
ઉદાહરણ: Na2O, MgO, CaO, BaO

પ્રશ્ન 15.
ઍસિડિક ઑક્સાઇડ કોને કહે છે? અધાત્વીય ઑક્સાઇડ કેવા પ્રકારના ઑક્સાઇડ છે? ઉદાહરણ આપો.
ઉત્તર:
જે ઑક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી ઍસિડ બનાવતા હોય તેમને ઍસિડિક ઑક્સાઇડ કહે છે.
અધાત્વીય ઑક્સાઇડ ઍસિડિક ઑક્સાઇડ છે, કારણ કે તેઓ પાણી સાથે પ્રક્રિયા કરી ઍસિડ બનાવે છે.
GSEB Solutions Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 4
આમ, અધાત્વીય ઑક્સાઇડ સ્વભાવે ઍસિડિક હોય છે.
ઉદાહરણ : SO2, Cl2O7, CO2, N2O5

પ્રશ્ન 16.
ઍસિડિક અને બેઝિક વર્તણૂક માટે જવાબદાર આયનો જણાવો. ઍસિડિક અને બેઇઝ વર્તણુક પાણી સાથેની પ્રક્રિયા દ્વારા સમજાવો.
ઉત્તર:
ઍસિડિક વર્તણૂક માટે H+(aq) આયન અથવા H3O+(aq) અને બેઝિક વર્તણૂક માટે OH(aq) આયન જવાબદાર છે.
HCl(aq) + H2O → Cl(aq) + H3O+(aq)
આમ, HClના જલીય દ્રાવણમાં H+(aq) આયન ઉત્પન્ન થતો હોવાથી HCl એ ઍસિડ છે એમ કહેવાય.
NaOH(s) \(\stackrel{\mathrm{H}_{2} \mathrm{O}}{\longrightarrow}\) Na+(aq) + OH(aq)
આમ, NaOHના જલીય દ્રાવણમાં OH(aq) આયન ઉત્પન્ન કે થતો હોવાથી NaOH એ બેઇઝ છે એમ કહેવાય.

GSEB Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર

પ્રશ્ન 17.
(1) શું બધા જ બેઇઝ પાણીમાં દ્રાવ્ય હોય છે?
(2) પાણીમાં દ્રાવ્ય બેઇઝ કયા નામે ઓળખાય છે ?
(૩) તેના ગુણધર્મો અને ઉદાહરણ આપો.
ઉત્તર:
(1) ના
(2) પાણીમાં દ્રાવ્ય બેઇઝ એ આલ્કલી તરીકે ઓળખાય છે.
(3) ગુણધર્મો તે સ્પર્શે સાબુ જેવા ચીકણા, સ્વાદે તૂરા અને ક્ષારીય હોય છે.
ઉદાહરણ : NaOH, KOH

પ્રશ્ન 18.
મંદન પ્રક્રિયા કોને કહે છે? સમજાવો.
ઉત્તર:
ઍસિડ અથવા બેઇઝને પાણી સાથે મિશ્ર કરતાં એકમ કદદીઠ આયનો(H3O+ અથવા OH)ની સાંદ્રતામાં ઘટાડો થાય છે. આવી પ્રક્રિયાને મંદન (Dilution) કહે છે અને આવા ઍસિડ કે બેઇઝને મંદીત (Diluted) ઍસિડ કે બેઇઝ કહે છે.
દા. ત., સાંદ્ર HNO3 કે H2SO4ને પાણીમાં ખૂબ જ ધીરે ધીરે સતત હલાવતા રહીને ઉમેરતાં, સાંદ્ર HNO3 કે H2SO4 ની સાંદ્રતા ઘટે છે અને છેવટે દ્રાવણ મંદ બને છે.

પ્રશ્ન 19.
રસાયણોની બૉટલોના લેબલ પરનાં ચેતવણી ચિહ્નો દોરી, તેનો અર્થ લખો.
ઉત્તર:
રસાયણોની બૉટલોના લેબલ પરનાં ચેતવણી ચિહ્નો નીચે પ્રમાણે છે :
GSEB Solutions Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 5

પ્રશ્ન 20.
ટૂંક નોંધ લખો : pH માપક્રમ
ઉત્તર:
દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયન(H+(aq))ની સાંદ્રતા માપવા માટેના માપક્રમને pH માપક્રમ કહે છે.

  • pHમાં p જર્મન શબ્દ ‘પોટેન્ઝ’ અર્થાત્ ‘શક્તિ’ સૂચવે છે.
  • pH માપક્રમ દ્વારા આપણે (ખૂબ જ ઍસિડિક)થી 14 (ખૂબ જ આલ્કલાઇન (બેઝિક)) સુધીની pHનું માપન કરી શકીએ છીએ. હ
  • જેમ કે, pH માપક્રમ પર 7થી ઓછાં મૂલ્યો ઍસિડિક દ્રાવણનું સૂચન કરે છે. 7થી વધુ મૂલ્યો બેઝિક દ્રાવણનું સૂચન કરે છે. જ્યારે 7 મૂલ્ય એ તટસ્થ દ્રાવણનું સૂચન કરે છે, જે નીચેની આકૃતિ 2.6 પરથી જોઈ શકાય છે:
    GSEB Solutions Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 6
  • વધુમાં, જેમાં pH મૂલ્ય 7થી 14 સુધી વધે છે તેમ તે દ્રાવણમાં OH આયનની સાંદ્રતામાં વધારો થાય છે અર્થાત્ આલ્કલીની પ્રબળતામાં વધારો થાય છે. આથી દ્રાવણ વધુ બેઝિક બને છે. સામાન્ય રીતે pH માપવા માટે સાર્વત્રિક સૂચક વડે સંસેચિત પેપરનો ઉપયોગ થાય છે.
  • ટૂંકમાં, જેમ હાઇડ્રોનિયમ આયન(H+(aq))ની સાંદ્રતા વધુ તેમ ઍસિડિકતા વધુ પણ pHનું મૂલ્ય ઓછું અને જેમ હાઇડ્રોનિયમ આયન(H+(aq)ની સાંદ્રતા ઓછી તેમ ઍસિડિકતા ઓછી પણ pHનું મૂલ્ય વધુ.

યાદ રાખો
pH + pOH = 14
pH = – log10(H+(aq)] or
pOH = -log10 [OH(aq)]
GSEB Solutions Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 7

પ્રશ્ન 21.
સાર્વત્રિક સૂચક (Universal indicator) શું છે? તેનો ઉપયોગ લખો.
ઉત્તર:
સાર્વત્રિક સૂચક એ કેટલાંક સૂચકોનું મિશ્રણ છે. તેનો ઉપયોગ કરીને દ્રાવણમાંના હાઇડ્રૉક્સિલ કે હાઇડ્રૉક્સાઇડ આયનની જથ્થાત્મક માત્રા જાણી શકીએ છીએ.
દા. ત., સાર્વત્રિક સૂચક એ દ્રાવણમાંના હાઇડ્રૉક્સિલ આયનોની જુદી જુદી સાંદ્રતાએ જુદા જુદા રંગ દર્શાવે છે.

GSEB Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર

પ્રશ્ન 22.
ઍસિડ અને બેઇઝની પ્રબળતા કેવી રીતે નક્કી થાય?
અથવા
નિર્બળ અને પ્રબળ ઍસિડ તથા નિર્બળ અને પ્રબળ બેઇઝ કોને કહે છે?
ઉત્તર:
ઍસિડ અને બેઇઝની પ્રબળતા અનુક્રમે તેમાંથી ઉદ્ભવતા H+ આયનો અને OH આયનોની સંખ્યા પર આધાર રાખે છે.
દા. ત., એક મોલર HCl અને એક મોલર CH3COOH એ જુદા જુદા પ્રમાણમાં H+ આયનો ઉત્પન્ન કરે છે. આથી સાંદ્રતા સમાન હોવા છતાં તેમની ઍસિડ તરીકેની પ્રબળતા જુદી જુદી હોય છે.

  • જે ઍસિડ પાણીમાં વધુ માત્રામાં H+ આયનો આપે છે, તેને પ્રબળ ઍસિડ કહે છે. દા. ત., HCl, HNO3, H2SO4, વગેરે.
  • જે ઍસિડ પાણીમાં ઓછી માત્રામાં H+ આયનો આપે છે, તેને નિર્બળ ઍસિડ કહે છે. દા. ત., HCOOH, CH3COOH, HCN વગેરે.
  • જે બેઇઝ પાણીમાં વધુ માત્રામાં OH આયનો આપે છે, તેને પ્રબળ બેઇઝ કહે છે. દા. ત., NaOH, KOH, Cu(OH)2 વગેરે.
  • જે બેઇઝ પાણીમાં ઓછી માત્રામાં OH આયનો આપે છે, તેને નિર્બળ બેઇઝ કહે છે. દા. ત., NH3, NH4OH વગેરે.

પ્રશ્ન 23.
દૈનિક જીવનમાં pHનું મહત્ત્વ સમજાવો.
ઉત્તરઃ
દૈનિક જીવનમાં pHનું મહત્ત્વ નીચે પ્રમાણે છે :
(1) સજીવના અસ્તિત્વમાં pHનું મહત્ત્વ સામાન્ય રીતે માનવશરીરમાં થતી દેહધાર્મિક ક્રિયાઓ 7થી 7.8 pHની મર્યાદામાં થાય છે. જો આ pHમાં ફેરફાર થાય, તો જૈવિક પ્રક્રિયાઓમાં ખલેલ પહોંચે છે.

સામાન્ય પાણીની pH લગભગ 7.0 હોય છે, જ્યારે વરસાદી પાણીની pH લગભગ 5.6ની આસપાસ હોય છે. જે વરસાદની pH 5.6 કરતાં ઓછી હોય તેવા વરસાદને ઍસિડવર્ષા કહે છે. ઍસિડવર્યાનું પાણી જ્યારે નદી કે તળાવ જેવાં જળાશયોમાં ભળે છે ત્યારે તેમાંના પાણીની pH ઘટે છે. પરિણામે આ જળાશયોની માછલીઓ, સૂક્ષ્મ જીવો અને જલજ વનસ્પતિઓ જેવી જલીય જીવસૃષ્ટિનું અસ્તિત્વ જોખમાય છે.

(2) જમીનમાં pHનું મહત્ત્વ: વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે વિશિષ્ટ pH મર્યાદાની જરૂરિયાત હોય છે. :

  • જે જમીનની pH 6.5થી 7.3ની વચ્ચે હોય તેવી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે.
  • આથી ખેડૂત ઍસિડિક જમીનને તટસ્થ કરવા જમીનમાં લાઇમ (CaO) ઉમેરે છે અને બેઝિક જમીનને તટસ્થ કરવા જમીનમાં જિપ્સમ (CaSO4 2H2O) ઉમેરે છે.

(3) પાચનતંત્રમાં pHનું મહત્ત્વ: આપણે જાણીએ છીએ તેમ, ખોરાકના પાચનમાં જઠર અગત્યનો ભાગ ભજવે છે.

  • જઠર હાઇડ્રોક્લોરિક ઍસિડ ઉત્પન્ન કરે છે. તે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે. પરંતુ અપચા દરમિયાન જઠર ખૂબ વધુ માત્રામાં ઍસિડ ઉત્પન્ન કરતો હોવાથી જઠરમાં દર્દ અને બળતરા થાય છે, જેને ઍસિડિટી કહે છે.
  • ઍસિડિટીના ઉપચાર માટે બેઇઝનો ઉપયોગ કરીએ છીએ, જેને : ઍન્ટાસિડ (પ્રતિઍસિડ પદાર્થ) કહે છે. તે જઠરમાં રહેલા વધારાના ઍસિડનું તટસ્થીકરણ કરે છે.
    ઍન્ટાસિડ તરીકે મંદ બેઝિક પદાર્થો જેવા કે ખાવાનો સોડા (NaHCO3) : અને મિલ્ક ઑફ મૅગ્નેશિયા (Mg(OH)2) ઉપયોગમાં લેવાય છે.

(4) દાંતનું ક્ષયન (સડવું) રોકવામાં pHનું મહત્ત્વ: જ્યારે – મોના અંદરના ભાગની pH 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો (ક્ષયન) શરૂ થાય છે.

  • દાંતનું ઉપરનું પડ (આવરણ) કૅલ્શિયમ ફોસ્ફટ (Ca3(PO4)2) જેવા કઠિન પદાર્થોનું બનેલું હોય છે. તે પાણીમાં ઓગળતું નથી. પરંતુ, મોંની અંદરની pH 5.5 કરતાં ઘટી જાય ત્યારે તે પડ ખવાઈ જાય છે, જેને દાંતનું ક્ષયન થયું કહેવાય છે.
  • મોંમાં હાજર બૅક્ટરિયા જમ્યા પછી મોંમાં બાકી રહી ગયેલા ખોરાકના કણો અને શર્કરાના વિઘટનથી ઍસિડ ઉત્પન્ન કરે છે, જે દાંતના ક્ષયન માટે જવાબદાર છે. આથી ખોરાક ખાધા પછી દાંત સાફ કરવા જોઈએ.
  • દાંત ચોખ્ખા કરવા માટે વપરાતી ટૂથપેસ્ટમાં સામાન્ય રીતે બેઝિક પદાર્થો હોય છે, જે વધારાના ઍસિડને તટસ્થ કરે છે. પરિણામે દાંતનો સડો અટકાવી શકાય છે.

(5) મધમાખીના ડંખની અસરના ઉપચારમાં મધમાખી જ્યારે ડંખ મારે છે ત્યારે તેનો ડંખ ઍસિડ મુક્ત કરે છે, જેને લીધે દર્દ અને સોજો આવે છે.
મધમાખીના ડંખની અસરમાં રાહત મેળવવા માટે બેકિંગ સોડા (ખાવાના સોડા) જેવા બેઝિક પદાર્થના જલીય દ્રાવણને ડંખની આસપાસના ભાગમાં લગાવવામાં આવે છે, જે ઍસિડિક ઝેરનું તટસ્થીકરણ કરે છે.
આ ઉપરાંત, કોવચ (Nettle) નામની એક તૃણીય વનસ્પતિનાં પાંદડાના ડંખ મારતા રોમ મિથેનોઇક ઍસિડ મુક્ત કરે છે. આથી તેના સ્પર્શથી દાહક દર્દ અનુભવાય છે.

પ્રશ્ન 24.
એવા કુદરતી સ્ત્રોત જણાવો કે જેમાં ઍસિડ હોય છે.
ઉત્તર:
GSEB Solutions Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 8

પ્રશ્ન 25.
ક્ષાર-પરિવારનો અર્થ લખો. સોડિયમ ક્ષાર, ક્લોરાઇડ ક્ષાર અને મૅગ્નેશિયમ ક્ષાર પરિવારનાં બે-બે ઉદાહરણ આપો.
ઉત્તર:
એકસમાન ધન અથવા કણ આયનો (મૂલકો) ધરાવતા ક્ષારોને ક્ષાર-પરિવાર કહે છે.
સોડિયમ ક્ષાર-પરિવારનાં ઉદાહરણ : NaCl, Na2SO4
ક્લોરાઇડ ક્ષાર-પરિવારનાં ઉદાહરણ : NaCl, KCl
મૅગ્નેશિયમ ક્ષાર-પરિવારનાં ઉદાહરણ : MgCl2, MgSO4

GSEB Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર

પ્રશ્ન 26.
તટસ્થ ક્ષાર, ઍસિડિક ક્ષાર અને બેઝિક ક્ષારનાં pH મૂલ્યો લખો.
ઉત્તર:
પ્રબળ ઍસિડ અને પ્રબળ બેઇઝમાંથી બનતા તટસ્થ ક્ષારની pH 7 હોય છે.
પ્રબળ ઍસિડ અને નિર્બળ બેઇઝમાંથી બનતા ઍસિડિક ક્ષારની pH 7 કરતાં ઓછી હોય છે.
પ્રબળ બેઈઝ અને નિર્બળ ઍસિડમાંથી બનતા બેઝિક ક્ષારની 3 pH 7 કરતાં વધુ હોય છે.

પ્રશ્ન 27.
હાઇડ્રોક્લોરિક ઍસિડ અને સોડિયમ હાઇડ્રૉક્સાઇડના દ્રાવણના સંયોગીકરણથી ઉદ્ભવતા ક્ષારનું નામ અને અણુસૂત્ર લખી, તેનો ઉપયોગ અને સ્વભાવ લખો.
ઉત્તર:
હાઇડ્રોક્લોરિક ઍસિડ અને સોડિયમ હાઇડ્રૉક્સાઈડના દ્રાવણના સંયોગીકરણથી સોડિયમ ક્લોરાઇડ ક્ષાર ઉદ્ભવે છે.
અસુસૂત્ર: NaCl
ઉપયોગ: ખોરાકમાં
સ્વભાવ : તટસ્થ

પ્રશ્ન 28.
દરિયાના પાણીમાં ઓગળેલ ક્ષારો જણાવો.
ઉત્તર:
દરિયાના પાણીમાં ઓગળેલ મુખ્ય ક્ષારો NaCl, KCl, NaBr, RBr, MgBr2 તથા NaIO3 (સોડિયમ આયોડેટ) છે.

પ્રશ્ન 29.
ખનિજ ક્ષાર (રૉક સોલ્ટ) કોને કહે છે?
ઉત્તર:
દરિયામાં ઓગળેલા દ્રાવ્ય ક્ષારોને ઘન ક્ષારમાં નિક્ષેપિત કરતાં મોટા સ્ફટિકો અશુદ્ધિઓને કારણે કથ્થાઈ રંગના બને છે, જેને ખનિજ ક્ષાર (રૉક સોલ્ટ) કહે છે.

પ્રશ્ન 30.
ટૂંક નોંધ લખોઃ સોડિયમ હાઇડ્રૉક્સાઈડ (NaOH)
ઉત્તર:
બનાવટઃ સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણ(ક્ષારીય જળ)નું વિદ્યુતવિભાજન કરતાં ઍનોડ પાસે ક્લોરિન વાયુ મુક્ત થાય છે, જ્યારે કૅથોડ પાસે હાઈડ્રોજન વાયુ મુક્ત થાય છે તથા દ્રાવણમાં સોડિયમ હાઇડ્રૉક્સાઇડ બને છે. 2NaCl (aq) + 2H2O(l) » 2NaOH(aq) + Cl2(g) + H2(g)
આ પદ્ધતિ ક્લોર-આલ્કલી ક્રિયા તરીકે પણ ઓળખાય છે, કારણ કે તેમાં ઉત્પન્ન થતી નીપજો ક્લોર એટલે ક્લોરિન અને આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રૉક્સાઇડ છે.
આ પદ્ધતિમાં ઉદ્ભવતી ત્રણેય નીપજ ઉપયોગી છે.
ઉપયોગો (1) ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા માટે, (2) સાબુની બનાવટમાં, (3) પેટ્રોલિયમના શુદ્ધીકરણમાં, (4) સુતરાઉ કાપડને સુંવાળું બનાવવા માટે અને (5) પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે.

GSEB Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર

પ્રશ્ન 31.
H2 અને Cl2ના ઉપયોગો લખો.
ઉત્તર:
H2ના ઉપયોગો (1) બળતણ તરીકે, (2) વનસ્પતિ તેલના હાઇડ્રોજીનેશનમાં અને (3) એમોનિયાની બનાવટમાં.

Cl2ના ઉપયોગો (1) જળ ઉપચારમાં, (2) પાણીને જંતુ રહિત બનાવવા માટે, (3) PVCની બનાવટમાં, (4) CFCsની બનાવટમાં અને (5) બ્લીચિંગ પાઉડરની બનાવટમાં.

પ્રશ્ન 32.
ક્લોર-આલ્કલી ક્રિયામાં ઉદ્ભવતી ત્રણેય નીપજોની ઉપયોગિતા ચાર્ટ સ્વરૂપે લખો.
ઉત્તર:
GSEB Solutions Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 9

પ્રશ્ન 33.
ટૂંક નોંધ લખો : વિરંજન પાઉડર (બ્લીચિંગ પાઉડર)
અથવા
બ્લીચિંગ પાઉડરની બનાવટ અને ઉપયોગી લખો.
ઉત્તર:
બનાવટઃ ક્લોરિનની શુષ્ક ફોડેલા ચૂના (Slaked lime – Ca(OH)2) સાથેની પ્રક્રિયા દ્વારા વિરંજન પાઉડર બને છે.
Cl2 + Ca(OH)2 → CaoCl2 + H2O
વિરંજન પાઉડરને CaOCI) દ્વારા દર્શાવાય છે, જેનું રાસાયણિક નામ કૅલ્શિયમ ઑક્સિક્લોરાઇડ છે.

વિરંજન પાઉડરનો ઉપયોગ : (1) ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ તેમજ લિનનના વિરંજન માટે, કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે તેમજ લૉન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજન માટે(2) અનેક રાસાયણિક ઉદ્યોગોમાં ઑક્સિડેશનકર્તા તરીકે. (3) પીવાના પાણીને રંતુ રહિત કરવા જંતુનાશક તરીકે.

પ્રશ્ન 34.
ટૂંક નોંધ લખો : બેકિંગ સોડા (ખાવાનો સોડા – NaHCO3)
અથવા
બેકિંગ સોડાની બનાવટ અને ઉપયોગો લખો.
ઉત્તર:
બનાવટઃ સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં CO2g) અને NH3(g) પસાર કરતાં બેકિંગ સોડા બને છે.
NaCl(aq) + H2O(1) + CO2(g) + NH3(g) → GSEB Solutions Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 10
સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી કાર્બન ડાયૉક્સાઈડ વાયુ પસાર કરતાં બેકિંગ સોડા પ્રાપ્ત થાય છે.
Na2CO3(aq) + H2O(l) + CO 2(g) → 2NaHCO3(aq)
બેકિંગ સોડાનું રાસાયણિક નામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ છે. તે મંદ બિન ક્ષારીય બેઇઝ છે.

ખોરાક રાંધતી વખતે તેને જ્યારે ગરમ કરવામાં આવે છે, ત્યારે હું નીચે મુજબ પ્રક્રિયા થાય છે અને સોડિયમ કાર્બોનેટ બને છે.
ઉષ્મા
2NaHCO3(s) → 11 Na2CO3(s) + H2O(g) + CO2(g)
ઉપયોગો:

  1. બેકિંગ સોડા અને ટાર્ટરિક ઍસિડ જેવા મંદ ખાદ્ય ઍસિડનું મિશ્રણ બેકિંગ પાઉડરની બનાવટમાં વપરાય છે,
  2. તેને ગરમ કરવામાં આવે અથવા પાણી સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે તેમાંથી ઉદ્ભવતા CO2 વાયુને લીધે પાઉં (Bread), કેક તથા ભજિયાં ફૂલે છે. પરિણામે તે નરમ અને પોચા બને છે. NaHCO3 + H+ CO2 → H2O + ઍસિડનો સોડિયમ ક્ષાર (કોઈ પણ ઍસિડમાંથી),
  3. ઍસિડિટીમાં રાહત મેળવવા ઍન્ટાસિડ તરીકે,
  4. સોડા-ઍસિડ અગ્નિશામકમાં આગ બુઝાવવા,
  5. ચેપનાશક તરીકે,
  6. પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે,
  7. ઘરગથ્થુ ઉપયોગ તરીકે.

GSEB Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર

પ્રશ્ન 35.
ટૂંક નોંધ લખો : ધોવાનો સોડા (વૉશિંગ સોડા – Na2CO3 . 10H2O)
અથવા
ધોવાના સોડાની બનાવટ અને ઉપયોગ જણાવો.
ઉત્તર:
બનાવટઃ બેકિંગ સોડાને ગરમ કરવાથી સોડિયમ કાર્બોનેટ મળે છે.
GSEB Solutions Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 11
ધોવાનો સોડા એ બેઝિક ક્ષાર છે.

ઉપયોગો:

  1. કાચ અને સાબુ જેવાં સંયોજનોના ઉત્પાદનમાં,
  2. બોરેક્ષ જેવા સોડિયમ સંયોજનની બનાવટમાં,
  3. ઘરમાં સફાઈકર્તા તરીકે,
  4. પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે,
  5. કાગળ અને કાપડ ઉદ્યોગમાં,
  6. પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે.

પ્રશ્ન 36.
સ્ફટિક જળ શું દર્શાવે છે? સ્ફટિક જળ ધરાવતા સ્ફટિકો લખો.
ઉત્તર:
સ્ફટિક જળ એ ક્ષારના સ્ફટિકમય સ્વરૂપમાં પ્રત્યેક એકમ સૂત્રદીઠ રાસાયણિક રીતે જોડાયેલા પાણીના અણુઓની નિશ્ચિત સંખ્યા છે.
દા. ત., CuSO4 . H2O, CaSO4 ∙ 2H2O,
FeSO4 · 7H2O આને Na2CO3 ∙ 10H2O

પ્રશ્ન 37.
શુષ્ક કસનળીમાં કૉપર સલ્ફટના સ્ફટિકને ગરમ કરતાં શા માટે તે રંગવિહીન બને છે?
ઉત્તર:
કૉપર સલ્ફટના એક એકમ સૂત્રમાં પાણીના પાંચ અણુઓ હાજર હોય છે. આ પાણીના અણુઓની હાજરીને કારણે કૉપર સલ્ફટના સ્ફટિક ભૂરા રંગના દેખાય છે. હવે, આવા સ્ફટિકને ગરમ કરવામાં આવે, તો પાણીના અણુઓ દૂર થાય છે. પરિણામે સ્ફટિક રંગવિહીન બને છે.

પ્રશ્ન 38.
ટૂંક નોંધ લખોઃ પ્લાસ્ટર ઑફ પૅરિસ –POP
અથવા
પ્લાસ્ટર ઑફ પેરિસની બનાવટ અને ઉપયોગી લખો.
ઉત્તર:
બનાવટ : જ્યારે જિપ્સમ(ચિરોડી)ને 373 K તાપમાને ગરમ કરવામાં આવે છે, ત્યારે તે પાણીના અણુઓ ગુમાવીને પ્લાસ્ટર ઑફ પૅરિસ બને છે.
GSEB Solutions Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 12
આમ, પ્લાસ્ટર ઑફ પૅરિસ (POP) એ કૅલ્શિયમ સલ્ફટનો હેમી (અડધો) હાઇડ્રેટ છે. જેમાં બે Ca2+ અને બે SO42- આયનો સાથે પાણીનો એક અણુ જોડાયેલો હોય છે.
પ્લાસ્ટર ઑફ પૅરિસ સફેદ પાઉડર છે અને પાણી સાથે મિશ્ર કરતાં તે સખત ઘન પદાર્થ જિપ્સમમાં ફેરવાય છે.
GSEB Solutions Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 13
જિપ્સમ ઉપયોગો:

  1. બાંધકામ ઉદ્યોગમાં તથા પ્લાસ્ટરમાં થાય છે.
  2. ફૂંક્યર થયેલાં હાડકાંને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે.
  3. દાંતનાં ચોકઠાં માટેનાં બીબાં બનાવવા માટે.
  4. રમકડાં અને પૂતળાં બનાવવા માટે.
  5. બ્લેકબોર્ડ પર લખવાના ચૉક બનાવવા માટે.
  6. પ્રયોગશાળામાં સાધનો અથવા પાત્રોને હવાચુસ્ત કરવા માટે તેનું પ્લાસ્ટર લગાડાય છે.

હેતુલક્ષી પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો :
(1) જિપ્સમ અને પ્લાસ્ટર ઑફ પૅરિસમાં રહેલા પાણીના અણુઓનો તફાવત કેટલો હશે?
ઉત્તર:
જિસમમાં પાણીના 2 અણુ હોય છે, જ્યારે પ્લાસ્ટર ઑફ પૅરિસમાં પાણીનો \(\frac{1}{2}\) અણુ છે. આથી, પાણીના અણુનો તફાવત = 2 – \(\frac{1}{2}\) = 1\(\frac{1}{2}\) હશે.

(2) સોડાલાઈમ એટલે શું? તેમાં કળીચૂનાની ભૂમિકા શું છે?
ઉત્તર:
કોસ્ટિક સોડા (NaOH) અને કળીચૂના(લાઈમ – CaO)ના મિશ્રણને સોડાલાઇમ કહે છે.
તેમાં કળીચૂનાની ભૂમિકા ભેજ શોષવાની છે.

GSEB Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર

(3) અગ્નિશામક સોડા-ઍસિડ આગને કેવી રીતે બુઝાવે છે?
ઉત્તર:
સોડા-ઍસિડ હવાનો સંસર્ગ બંધ કરીને આગને બુઝાવે છે.

(4) પાણી, હાઈડ્રોક્લોરિક ઍસિડ અને ઍસિટિક ઍસિડને તેમની ઍસિડિકતાના ઊતરતા ક્રમમાં ગોઠવો.
ઉત્તર:
ઍસિડિકતાનો ઊતરતો ક્રમ: હાઈડ્રોક્લોરિક ઍસિડ > ઍસિટિક ઍસિડ > પાણી.

(5) ક્લોર-આલી પ્રક્રિયા દરમિયાન થતી પ્રક્રિયાનું સમતોલિત સમીકરણ લખો.
ઉત્તર:
2NaCl(aq) + 2H2O(l) → 2NaOH(aq) + Cl2(g) + H2(g)

(6) મંદન પ્રક્રિયા કોને કહે છે?
ઉત્તર:
ઍસિડ અથવા બેઇઝને પાણી સાથે મિશ્ર કરતાં એકમ કદદીઠ આયનોની સાંદ્રતામાં ઘટાડો થાય છે. આ પ્રક્રિયાને મંદન પ્રક્રિયા કહે છે.

(7) ઝિકની સોડિયમ હાઈડ્રૉક્સાઈડ સાથે પ્રક્રિયા થતા મળતી નીપજનું નામ અને અણુસૂત્ર લખો.
ઉત્તર:
સોડિયમ ઝિકેટ – Na2ZnO2

(8) સામાન્ય રીતે ધાતુ અને અધાતુ તત્ત્વોના ઑક્સાઇડ કેવો ? ગુણ ધરાવે છે?
ઉત્તર:
સામાન્ય રીતે ધાતુ તત્ત્વોના ઑક્સાઈડ બેઝિક, જ્યારે અધાતુ તત્ત્વોના ઑક્સાઈડ ઍસિડિક ગુણ ધરાવે છે.

(9) દૂધમાંથી દહીં બને ત્યારે કયો ઍસિડ ઉત્પન્ન થાય છે?
ઉત્તર:
દૂધમાંથી દહીં બને ત્યારે લૅક્ટિક ઍસિડ ઉત્પન્ન થાય છે.

(10) ઍસિડિક અને બેઝિક ગુણધર્મો માટે જવાબદાર આયનો કયા છે?
ઉત્તર:
ઍસિડિક ગુણધર્મ માટે H+(aq) આયન અને બેઝિક ગુણધર્મ માટે OH(aq) આયન જવાબદાર છે.

(11) યૂરિયાના જલીય દ્રાવણમાંથી વિદ્યુતનું વહન થશે? શા માટે?
ઉત્તરઃ
ના, કારણ કે યૂરિયાના જલીય દ્રાવણમાં OH(aq) કે H3O+ આયનો મુક્ત થતા નથી.

(12) આલ્કલી પ્રબળ બેઈઝનાં બે ઉદાહરણ આપો.
ઉત્તર:
NaOH અને KOH એ બે પ્રબળ આલ્કલી બેઈઝ છે.

(13) ભોજન પહેલાં અને ભોજન પછી લાળનો સ્વભાવ કેવો બને છે?
ઉત્તર:
ભોજન પહેલાં લાળનો સ્વભાવ બેઝિક હોય છે, પરંતુ ભોજન પછી લાળનો સ્વભાવ ઍસિડિક બને છે.

(14) ઍસિડવર્ષા કોને કહે છે?
ઉત્તર:
જે વરસાદી પાણીની pH 5.6 કરતાં ઓછી હોય તેને ઍસિડવર્ષા કહે છે.

(15) કેટલી pH મર્યાદામાં જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે?
ઉત્તર:
જે જમીનની pH 6.5થી 7.3ની મર્યાદામાં હોય તેવી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે.

GSEB Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર

(16) લાલ કીડી ચટકો ભરે છે ત્યારે આપણને બળતરા કેમ થાય છે?
ઉત્તર:
લાલ કીડી ચટકો ભરે છે ત્યારે તેના દ્વારા આપણા શરીરમાં ફૉર્મિક ઍસિડ (મિથેનોઇક ઍસિડ) દાખલ થાય છે, જેને પરિણામે આપણને બળતરા થાય છે.

(17) pHનું મૂલ્ય 5 અને 9 હોય, તો તેમાંથી કયા pH મૂલ્યવાળું દ્રાવણ વધુ બેઝિક હશે? શા માટે?
ઉત્તર:
9 pH મૂલ્યવાળું દ્રાવણ વધુ બેઝિક હશે, કારણ કે તેમાં H+(aq) કરતાં OH(aq) આયનની સાંદ્રતા વધુ હશે.

પ્રશ્ન 2.
એક શબ્દમાં ઉત્તર આપો?
(1) કૉસ્ટિક પોટાશનું રાસાયણિક સૂત્ર લખો.
ઉત્તર:
KOH

(2) ઍક્વારિજીયા એ કોનું મિશ્રણ છે?
ઉત્તર:
1 ભાગ સાંદ્ર HNO3 + 3 ભાગ સાંદ્ર HCl

(3) સોડા ઍશનું સૂત્ર લખો.
ઉત્તર:
Na2CO3

(4) કયું સંયોજન ક્લોરિન સાથે પ્રક્રિયા કરીને વિરંજન પાઉડર બનાવે છે?
ઉત્તર:
Ca(OH)2

(5) નારંગીમાં કયો ઍસિડ હોય છે?
ઉત્તર:
ઍસ્કોર્બિક ઍસિડ

(6) માનવરુધિરનું pH મૂલ્ય જણાવો.
ઉત્તર:
7.36થી 7.42 (અંદાજિત 7.4)

(7) સામાન્ય તાપમાને પદાર્થને વાતાવરણમાં રાખતાં તે સ્ફટિકીકરણનું પાણી મુક્ત કરે છે, જે કયા નામે ઓળખાય છે?
ઉત્તર:
પ્રફુટન

(8) ઍસિડમાં બેઇઝ ઉમેરવાની પ્રક્રિયા કયા નામે ઓળખાય છે?
ઉત્તર:
તટસ્થીકરણ પ્રક્રિયા

GSEB Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર

(9) સોડિયમ, પોટેશિયમ તત્ત્વો શેના તરીકે ઓળખાય છે?
ઉત્તર:
આલ્કલી તત્ત્વો

(10) ખોરાકમાં ઉપયોગી હોય તેવા જાણીતા ક્ષારનું રાસાયણિક નામ લખો.
ઉત્તર:
સોડિયમ ક્લોરાઈડ

પ્રશ્ન 3.
વ્યાખ્યા આપો :
(1) ધ્રાણેન્દ્રિય સૂચક
ઉત્તરઃ
જે પદાર્થોની ઍસિડિક કે બેઝિક માધ્યમમાં વાસ બદલાય છે, તેવા પદાર્થોને ધ્રાણેન્દ્રિય સૂચક કહે છે.

(2) તટસ્થીકરણ પ્રક્રિયા
ઉત્તરઃ
જે પ્રક્રિયામાં ઍસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે, તેવી પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે.

(૩) મંદન પ્રક્રિયા
ઉત્તર:
ઍસિડ અથવા બેઇઝને પાણી સાથે મિશ્ર કરતાં એકમ છે કદદીઠ H+ અથવા OH આયનની સાંદ્રતામાં ઘટાડો થાય તે પ્રક્રિયાને મંદન પ્રક્રિયા કહે છે.

(4) pH માપક્રમ
ઉત્તરઃ
દ્રાવણમાં રહેલા હાઈડ્રોજન આયનો [H+(aq)ની સાંદ્રતા માપવા માટેના માપક્રમને pH માપક્રમ કહે છે.

(5) ક્ષાર-પરિવાર
ઉત્તર:
એકસમાન ધન અથવા ત્રણ આયનો ધરાવતા ક્ષારોને ક્ષાર-પરિવાર કહે છે.

(6) ખનિજ ક્ષાર (રૉક સોલ્ટ)
ઉત્તર:
દરિયામાં ઓગળેલા દ્રાવ્ય ક્ષારોને ઘન ક્ષારોમાં નિક્ષેપિત કરતાં મોટા સ્ફટિકો અશુદ્ધિઓને કારણે કથ્થાઈ રંગના બને છે, જેને ખનિજ ક્ષાર કહે છે.

પ્રશ્ન 4.
ખાલી જગ્યા પૂરોઃ
(1) ઍસિડ અને બેઇઝ વચ્ચે તટસ્થીકરણ પ્રક્રિયા થઈ …………………. અને ……………… બને છે.
ઉત્તર:
ક્ષાર, પાણી

(2) ઍસિડિક દ્રાવણની pH ………. કરતાં ઓછી હોય છે.
ઉત્તર:
7

(3) 4pHવાળા જલીય દ્રવણ કરતાં 2 pHવાળું જલીય દ્રાવણ વધુ ……………………. હોય છે.
ઉત્તર:
ઍસિડિક

(4) મિલ્ક ઑફ મૅગ્નેશિયાનો ઉપયોગ …………………. તરીકે થાય છે. હું
ઉત્તર:
ઍન્ટાસિડ

(5) જિસમનું આવીય સૂત્ર ……………… છે.
ઉત્તર:
CaSO4 . 2H2O

GSEB Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર

(6) છાશ …………………. સ્વભાવ ધરાવે છે.
ઉત્તર:
ઍસિડિક

(7) હળદર એ એક ……………….. સૂચક છે.
ઉત્તર:
કુદરતી

(8) ઍસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં …………………. પદાર્થ ઉમેરે છે.
ઉત્તર:
લાઇમ (CaO)

(9) MgO એ ……………… ઑક્સાઈડ છે.
ઉત્તર:
બેઝિક

(10) ……………. ગ્રહનું વાતાવરણ સક્યુરિક ઍસિડના સફેદ અને પીળાશપડતા જાડાં વાદળોનું બનેલું છે.
ઉત્તર:
શુક્ર

(11) સામાન્ય રીતે pH માપવા માટે સાર્વત્રિક સૂચક સાથે ……………….. કાગળનો ઉપયોગ થાય છે.
ઉત્તર:
ઍરંતરત્નારિત (Impregnated)

(12) કવચના ડંખથી …………….. નો સ્ત્રાવ થવાને કારણે આપણને પીડા થાય છે.
ઉત્તરઃ
મિથેનોઇક ઍસિડ(ફૉર્મિક ઍસિડ)

પ્રશ્ન 5.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :
(1) સોડિયમ ઝિકેટનું આવીય સૂત્ર Na2Zn(OH)4 છે.
ઉત્તરઃ
ખોટું

(2) ધોવાના સોડાનું જલીય દ્રાવણ ઍસિડિક સ્વભાવ ધરાવે છે.
ઉત્તરઃ
ખોટું

(3) જમ્યા બાદ મોંમાં રહેલ ખોરાકના કણોનું બૅક્ટરિયા દ્વારા વિઘટન થઈ બેઇઝ પેદા થાય છે.
ઉત્તરઃ
ખોટું

(4) લોહીની pH 7થી વધુ હોય છે.
ઉત્તરઃ
ખરું

(5) નારંગીમાં સાઇટ્રિક ઍસિડ હોય છે.
ઉત્તરઃ
ખરું

(6) બેઇઝની રાસાયણિક પ્રક્રિયા માટે OH(aq) આયન જવાબદાર છે.
ઉત્તરઃ
ખરું

(7) ફિનોલ્ફથેલીન એ કુદરતી સૂચક છે.
ઉત્તરઃ
ખોટું

(8) Ca(HCO3)2 એ પાણીમાં દ્રાવ્ય છે.
ઉત્તરઃ
ખરું

(9) Cl2O7 એ બેઝિક ઑક્સાઈડ છે.
ઉત્તરઃ
ખોટું

(10) લૂકોઝનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરતું નથી.
ઉત્તરઃ
ખરું

(11) પાણીની ઉપસ્થિતિમાં HCl માં હાઇડ્રોજન આયનો ઉદ્ભવે છે.
ઉત્તરઃ
ખરું

GSEB Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર

(12) ઍસિડ અને બેઇઝની પાણીમાં ઓગળવાની પ્રક્રિયા ઉષ્માશોષક હોય છે.
ઉત્તરઃ
ખોટું

(13) pHમાં ) જર્મન શબ્દ પોટેઝ સૂચવે છે.
ઉત્તરઃ
ખરું

(14) પ્રબળ ઍસિડ અને પ્રબળ બેઈઝના ક્ષાર pHના 7 મૂલ્ય સાથે તટસ્થ હોય છે.
ઉત્તરઃ
ખરું

(15) ખોરાકને ઝડપી રાંધવા માટે બેકિંગ પાઉડર વપરાય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 6.
જોડકાં જોડોઃ
(1)
GSEB Solutions Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 32
ઉત્તર:
(1 – q), (2 -p), (3 – r), (4 – s).

(2)
GSEB Solutions Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 33
ઉત્તર:
(1 – r), (2 – s), (3 – p), (4 – q).

(3)
GSEB Solutions Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 34
ઉત્તર:
(1 – r), (2 – s), (3 – p), (4 – q).

પ્રશ્ન 7.
નીચે આપેલી પ્રક્રિયાઓ પૂર્ણ કરો:
(1) CaO(s) + H2O(l) →
ઉત્તર:
Ca(OH)2(aq)

(2) 2HNO3(aq) + Ca(OH)2(aq) →
ઉત્તર:
Ca(NO3)2(aq) + 2H2O(l)

(3) 2HNO3(aq) + CaO (s) →
ઉત્તર:
Ca(NO3)2(aq) + H2O

(4) HCl(aq) + NaHCO3(aq) →
ઉત્તર:
NaCl(aq) + H2O(l) + CO2(g)

(5) 2NaOH(aq) + H2CO3(aq) →
ઉત્તર:
Na2CO3(aq) + 2H2O(l)

(6) CH3COOH(aq) + NaOH(aq) →
ઉત્તર:
CH3COONa(aq) + H2O(l)

(7) HNO3(aq) + KOH(aq) →
ઉત્તર:
KNO3(aq) + H2O(l)

GSEB Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર

(8) BaCl2(aq) + H2SO4(aq) →
ઉત્તર:
BaSO4(aq) + 2HCl(aq)

પ્રશ્ન 8.
નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:
1. દાંતનું શયન ક્યારે થાય છે?
A. જ્યારે મોંના અંદરના ભાગની pH 5.5 કરતાં ઓછી હોય ત્યારે
B. જ્યારે મોંના અંદરના ભાગની pH 5.5 કરતાં વધુ હોય ત્યારે
C. જ્યારે મોંના અંદરના ભાગની pH 5.5 હોય ત્યારે
D. જ્યારે મોંના અંદરના ભાગની pH 7.0 હોય ત્યારે
ઉત્તર:
A. જ્યારે મોંના અંદરના ભાગની pH 5.5 કરતાં ઓછી હોય ત્યારે

2. નીચેના પૈકી કયું દ્રાવણ વધુ બેઝિક છે?
A. pH = 8.2
B. pH = 9.3
C. pH = 11.5
D. pH = 10.6
ઉત્તર:
C. pH = 11.5

Hint:
ઍસિડિક દ્રાવણની pH < 7 અને pOH > 7
બેઝિક દ્રાવણની pH > 7 અને pOH < 7

3. NH CIના જલીય દ્રાવણની pH કેટલી હશે? A. pH = 7 B. pH > 7
C. pH < 7
D. pH = 0
ઉત્તર:
C. pH < 7

Hint:
NH4Clનું જલીય દ્રાવણ ઍસિડિક હોવાથી તેની pH < 7 થશે.

4. નીચેના પૈકી કયો ઍસિડ પ્રબળ છે?
A. ઍસિટિક ઍસિડ
B. સાઇટ્રિક ઍસિડ
C. ઑક્ઝલિક ઍસિડ
D. નાઈટ્રિક ઍસિડ
ઉત્તર:
D. નાઈટ્રિક ઍસિડ

GSEB Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર

5. જો જલીય દ્રાવણો A, B, C અને Dની pH અનુક્રમે 1.9, 2.5, 2.1 અને 3.0 હોય, તો ઍસિડિકતાનો ક્રમ શું થશે?
A. A < C < B < D
B. D < C < B < A
C. D < B < C < A D. D > C > B > A
ઉત્તર:
C. D < B < C < A

Hint:
જે જલીય દ્રાવણની pH ઓછી તે વધુ ઍસિડિક બને.

6. કયું દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે?
A. ખાટાં ફળોનો રસ
B. લીંબુનો રસ
C. ધોવાના સોડાનું દ્રાવણ
D. મીઠાનું જલીય દ્રાવણ
ઉત્તર:
D. મીઠાનું જલીય દ્રાવણ

7. જલીય દ્રાવણમાં ભૂરું લિટમસપત્ર નાખતા લાલ બને, તો તે દ્રાવણનું pH મૂલ્ય કેટલું હોય?
A. 0થી 7 વચ્ચે
B. 7થી 14 વચ્ચે
C. 14
D. 0
ઉત્તર:
A. 0થી 7 વચ્ચે

8. દાંતનું બહારનું પડ શાનું બનેલું છે?
A. કૅલ્શિયમ ફૉસ્ફટ
B. કૅલ્શિયમ નાઇટ્રેટ
C. પોટૅશિયમ ફૉસ્ફટ
D. સોડિયમ ફોસ્ફટ
ઉત્તર:
A. કૅલ્શિયમ ફોસ્ફટ

9. કયા ક્ષારના જલીય દ્રાવણની pH 7 હોય છે?
A. Na2CO3
B. CH3COONa
C. NH4Cl
D. KNO3
ઉત્તર:
D. KNO3

Hint:
KNO3 ના જલીય દ્રાવણમાં પ્રબળ ઍસિડ (HNO3) અને પ્રબળ બેઇઝ (KOH) ઉત્પન્ન થવાથી.

10. CaCl2 + x → CaSO42 + 2NaCl x =
A. Na2SO4
B. CaSO3
C. Na2SO3
D. CaSO2
ઉત્તર:
A. Na2SO4

GSEB Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર

11. નીચેના પૈકી કઈ જોડ યોગ્ય નથી?
A. ખાટાં ફળો – સાઇટ્રિક ઍસિડ
B. દહીં – લૅક્ટિક ઍસિડ
C. કીડીનો ડંખ – મિથેનોઈક ઍસિડ
D. ટામેટાં – ટાટરિક ઍસિડ
ઉત્તર:
D. ટામેટાં – ટાટરિક ઍસિડ

Hint:
ટામેટામાં સાઇટ્રિક ઍસિડ હોય છે

12. નીચેના પૈકી કયા ક્ષારના જલીય દ્રાવણમાં OH આયનોનું પ્રમાણ વધારે હશે?
A. NaCl
B. Na2SO4
C. CH3COONa
D. બધામાં સમાન
ઉત્તર:
C. CH3COONa

Hint:
CH3COONaના જલીય દ્રાવણમાં નિર્બળ ઍસિડ (CH3COOH) અને પ્રબળ બેઇઝ (NaOH) બનતો હોવાથી.

13. નીચેના પૈકી કયો પદાર્થ મંદ ઍસિડ સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયૉક્સાઈડ આપતો નથી?
A. માર્બલ
B. ચૂનાનો પથ્થર
C. ચૂનો
D. ખાવાનો સોડા
ઉત્તરઃ
C. ચૂનો

મૂલ્યો આધારિત પ્રશ્નોત્તર
(Value Based Questions with Answers)

પ્રશ્ન 1.
રમેશના બાપુજી એક ખેડૂત છે. તેઓ તેમના ખેતરની જમીનમાં કે કોઈ પણ પાક ઉગાડી ના શકતા હોવાથી નિરાશ છે, કારણ કે તેમની જમીન વધુ પડતી બેઝિક હતી. આ થવાનું કારણ નજીકમાં સ્થપાયેલ કાગળ ઉદ્યોગનું નકામું પ્રવાહી કેનાલમાં ઠલવાતું હતું, જે પાણી ખેતરની જમીનમાં વહન પામે છે. રમેશે ગામના અન્ય યુવકો સાથે મળીને કાગળ ઉદ્યોગના માલિકને તેમના દ્વારા થતા પ્રદૂષણની જાણ કરી.
(1) પાકના યોગ્ય વિકાસ માટે કેવા પ્રકારની જમીન હોવી જોઈએ?
(2) ખાતરોનો ઉપયોગ જમીનની pH માં બદલાવ લાવે છે. ખેડૂતો કેવી રીતે આ સમસ્યા ઉકેલે છે?
(3) ઉપરોક્ત ઉદાહરણમાં રમેશના કયા ગુણનું પ્રતિબિંબ પડે છે?
ઉત્તર:
(1) ખેતરની જમીન વધુ પડતી ઍસિડિક અથવા બેઝિક ના હોવી જોઈએ. એટલે કે પાકના વિકાસ માટે જમીન તટસ્થ હોવી જોઈએ.
(2) જો જમીન વધુ પડતી ઍસિડિક હોય, તો તેમાં ચૂનો ઉમેરીને જમીનને તટસ્થ કરવી જોઈએ અને જો બેઝિક હોય, તો તેમાં ઍસિડિક ક્ષારો ઉમેરીને જમીનને તટસ્થ કરવી જોઈએ.
(3) રમેશના જવાબદાર જાગૃત નાગરિક તરીકે અને સમૂહકાર્ય જેવા ગુણોનું પ્રતિબિંબ પડે છે.

પ્રશ્ન 2.
રીટાની માતાને જ્યારે મધમાખીએ હાથમાં ડંખ માર્યો ત્યારે સખત દુખાવો થતો હતો. રીટાના દાદીએ દર્દમાંથી છુટકારો મળે તે માટે ડિંખવાળા વિસ્તારમાં લોખંડ ઘસ્યું. પરંતુ રીટાએ રસોડામાંથી ખાવાનો સોડા લઈને ડંખવાળા હાથ પર ઘસ્યો. જેથી ઝડપથી દુખાવામાં રાહત મળી.
(1) મધમાખી કરડવાથી શા માટે દુખાવો થાય છે?
(2) ખાવાનો સોડા મધમાખીના ડંખના દુખાવાને કઈ રીતે દૂર કરે છે?
(3) ઉપરની ઘટનામાં રીટાનો કયો ગુણ દેખાય છે?
ઉત્તર:
(1) મધમાખીના ડંખ ઍસિડ ધરાવે છે, જે શરીરમાં મુક્ત થતાં દુખાવો અને બળતરા થાય છે.
(2) ખાવાના સોડાનો સ્વભાવ બેઝિક છે. તે મધમાખીના ડંખ ૬ દ્વારા શરીરમાં મુક્ત થયેલ ઍસિડનું તટસ્થીકરણ કરે છે. હું પરિણામે દુખાવો દૂર થાય છે.
(3) રીટાના ત્વરિત, ચોક્કસ અને જવાબદાર વર્તણૂક જેવા ગુણ દેખાય છે.

GSEB Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર

પ્રશ્ન 3.
ભરતનો મિત્ર જયદીપ કૉફીનો શોખ ધરાવે છે. તે દરરોજ સવારે શાળામાં બે કપ કૉફી પીવે છે અને અવારનવાર પેટના દુખાવાની ફરિયાદ કરે છે. ભરતે તેને સવારમાં કૉફી ના પીવાની સલાહ આપે છે.
(1) પેટમાં દુખાવાનું કારણ શું છે?
(2) કૉફી પીધા પછી પેટમાંના પાચક રસોની pH કેટલી થશે?
(3) આ કાર્યમાં ભરતનો કયો ગુણ પ્રદર્શિત થાય છે?
ઉત્તર:
(1) કૉફી ઍસિડિટી કરે છે, જે અંતે પેટના દુખાવામાં પરિણમે છે.
(2) કૉફી પીધા પછી પેટના પાચક રસોની pH5 થાય છે.
(3) ભરતના કાળજી, લગાવ અને જાગૃતિના ગુણ પ્રદર્શિત થાય છે.

પ્રશ્ન 4.
આશિષે નોંધ્યું કે, તેનો મિત્ર ટિફિનમાં કાયમ મીઠાઈ લાવે છે. જેના લીધે તેના દાંતમાં સડો થાય છે. આશિષે તેના મિત્રને સૂચન કર્યું છે કે તે શાળાના સમય દરમિયાન મીઠાઈ ઓછી ખાય, જેથી દાંતનો સડો અટકાવી શકાય.
(1) મીઠાઈ ખાવાથી દાંતમાં શા માટે સડો થાય છે?
(2) મીઠાઈ ખાધા પછી મુખની pH કેટલી થાય છે?
(3) આ કાર્યમાં આશિષનો કયો ગુણ દેખાય છે?
ઉત્તર:
(1) મીઠાઈ ખાવાથી મીઠાઈના કણો દાંતની અંદરની બાજુએ ચોંટી જાય છે. મીઠાઈના કણો પર બૅક્ટરિયા ઉછરે છે અને ઍસિડ ઉત્પન્ન થાય છે, જેથી દાંતમાં સડો થાય છે.
(2) મીઠાઈ ખાધા પછી મુખની pH 2થી 6ના ગાળામાં રહે છે.
(3) આશિષના મિત્રતામાં નિષ્ઠા, જવાબદારી અને કાળજી રાખવાનો ગુણ દેખાય છે.

પ્રાયોગિક કૌશલ્યો આધારિત પ્રશ્નોત્તર
(Practical Skill Based Questions with Answers)

પ્રશ્ન 1.
પ્રયોગશાળામાં કસનળીનો ઘોડો મૂકેલો છે. કસનળીઓમાં થોડોક ઍસિડ ભરેલો છે. આ ઍસિડોનું વર્ગીકરણ કેવી રીતે કરશો?
ઉત્તર:
ઍસિડનું વર્ગીકરણ કરવા માટે આપણે ઍસિડની pH ચકાસવી જોઈએ અને તેમને પ્રબળ અથવા નિર્બળ ઍસિડમાં વર્ગીકૃત કરવા જોઈએ.

પ્રશ્ન 2.
પાણીની pH શું છે? તે પાણીને ગરમ કરતાં pHમાં શું ફેરફાર થશે? શા માટે?
ઉત્તર:
સામાન્ય રીતે શુદ્ધ પાણીની pHનું મૂલ્ય 25 °C તાપમાને 7.0 હોય છે. પાણીને ગરમ કરતાં તેનું pH મૂલ્ય બદલાય છે, કારણ કે પાણીને ગરમ કરતાં તેનું વધુ H+(aq) આયનમાં આયનીકરણ થતાં H+(aq)ની સાંદ્રતા વધતાં pH મૂલ્ય ઘટે છે.

GSEB Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર

પ્રશ્ન ૩.
પ્રયોગશાળામાં જુદાં જુદાં ઠંડાં પીણાંઓની pH શોધવા માટે કસોટી યોજવામાં આવી. અવલોકન કોઠો દોરી, પ્રયોગની એકઠી કરેલ માહિતી આપો. પરિણામનું પ્રાકથન કરો.
ઉત્તર:
એકઠી કરેલ માહિતીનો અવલોકન કોઠો :
GSEB Solutions Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 35
પ્રાકકથન: ઘેરા ઠંડા પીણાંની pHનું મૂલ્ય ઊંચું હશે. જે વધુ પડતું કૅફિન ધરાવે છે. જે વધુ ઍસિડિક છે અને ઠંડા પીણાં ઉઘાડતાં જે વધુ પરપોટા મુક્ત કરે છે. તે વધુ પડતા ઍસિડિક છે. જેમાં કાર્બોનેટેડ પાણી હાજર છે. તેની pH વધુ હશે.

Memory Map

GSEB Solutions Class 10 Science Important Questions Chapter 2 ઍસિડ, બેઇઝ અને ક્ષાર 36

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *