This GSEB Class 6 Social Science Notes Chapter 12 નકશો સમજીએ Class 6 Notes covers all the important topics and concepts as mentioned in the chapter.
નકશો સમજીએ Class 6 GSEB Notes
→ “Map’ શબ્દ મૂળ લેટિન ભાષાનો શબ્દ Mappa Mundi (એપ્પા મુન્ડી) ઉપરથી અપભ્રંશ થઈને બન્યો છે. તેનો અર્થ હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો” એવો થાય છે.
→ “નકશો’ એટલે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગનું સપાટ કાગળ પરનું આલેખન. નકશામાં મોટા વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણી બધી વિગતોને સમાવી શકાય છે.
→ પૃથ્વી અથવા તેના વિશાળ ભૂમિભાગની અનેક પ્રકારની વિગતો દર્શાવતા નકશાઓના સમૂહને “નકશાપોથી’ કહે છે. તેમાં રાજકીય, વહીવટી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલ હોય છે.
→ નકશાના મુખ્ય બે પ્રકાર છેઃ
- હેતુ આધારિત નકશા અને
- માપ પ્રમાણેના નકશા.
→ કુદરતનિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નકશા’ કહે છે. તેમાં પૃથ્વીનાં પ્રાકૃતિક ભૂમિસ્વરૂપો જેવાં કે પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો, નદીઓ, મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે.
→ ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશાઓને ખગોળીય નકશા’ કહે છે.
→ ગામ, શહેર, તાલુકા, જિલ્લા, રાજ્ય, દેશ, ખંડ, વિશ્વ વગેરેની સરહદો દર્શાવતા નકશાને “રાજકીય નકશા’ કહે છે. રાજકીય નકશાનાં બે ઉદાહરણો
- ગાંધીનગર જિલ્લાનો નકશો અને
- ભારતનો રાજકીય નકશો.
→ માનવસર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને “સાંસ્કૃતિક નકશા’ કહે છે. તેમાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓને દર્શાવવામાં આવે છે.
→ ઔદ્યોગિક ક્ષેત્રો, ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરેની માહિતી આપતા નકશાને “ઔદ્યોગિક નકશા’ કહે છે.
→ સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણમાપ 1 સેમી 50 કિલોમીટર કરતાં ઓછું હોય તેને “મોટા માપના નકશા’ કહે છે.
→ નાના માપના નકશાના ચાર પ્રકાર છે:
- ઍટલાસ નકશા
- કેડેસ્ટ્રલ નકશા
- સ્થળવર્ણન નકશા અને
- ભીંત નકશા.
→ નકશાનાં મુખ્ય ત્રણ અંગો છે:
- દિશા
- પ્રમાણમાપ અને
- રૂઢ સંજ્ઞાઓ.
→ નકશામાં ઉત્તર દિશા મળી ગયા પછી બીજી દિશાઓ આપોઆપ જાણી શકાય છે.
→ તમે ઊગતા સૂર્યની સામે મુખ રાખીને ઊભા રહો તો તમારો ડાબો હાથ ઉત્તર દિશા તરફ અને જમણો હાથ દક્ષિણ દિશા તરફ આવશે.
→ચાર મુખ્ય દિશાઓ આ પ્રમાણે છે:
- ઉત્તર
- દક્ષિણ
- પૂર્વ અને
- પશ્ચિમ.
→ ચાર ખૂણાઓ (મધ્યવર્તી દિશાઓ) આ પ્રમાણે છેઃ
- ઈશાન
- અગ્નિ
- મૈત્ય અને
- વાયવ્ય.
→પ્રમાણમાપ એટલે નકશા પરનાં કોઈ પણ બે સ્થળો વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરનાં તે જ સ્થળો વચ્ચેનાં વાસ્તવિક અંતર વચ્ચેનું પ્રમાણ નકશામાં રૂઢ સંજ્ઞાઓ દર્શાવવા માટે નિશ્ચિત અક્ષરો, છાયાપ્રકાશ, રંગો, ચિત્રો અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે.
→નકશામાં પ્રમાણમાપના આધારે કોઈ પણ બે સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર જાણી શકાય છે.
→ નકશામાં ભૂમિસ્વરૂપ દર્શાવવા કથ્થઈ કે બદામી, જળસ્વરૂપ દર્શાવવા વાદળી, વનસ્પતિ પ્રદેશ દર્શાવવા લીલો, રેલમાર્ગ દર્શાવવા કાળો, જમીન માર્ગ દર્શાવવા લાલ અને ખેતીવિષયક વિગતો દર્શાવવા પીળા રંગનો ઉપયોગ કરવામાં આવે છે.
→ દિશા, પ્રમાણમાપ, રૂઢ સંજ્ઞાઓ અને જુદા જુદા રંગોનો ઉપયોગ કરીને નકશા બનાવવામાં આવે છે.
→ ભારત પૃથ્વી પર ઉત્તર-પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે.
→ ભારતની ઉત્તરે હિમાલયની પર્વતમાળા આવેલી છે.
→ ભારતની પૂર્વે બંગાળની ખાડી (બંગાળાનો ઉપસાગર) અને પશ્ચિમે અરબ સાગર આવેલો છે.
→ ભારતના મુખ્ય ભૂમિખંડોનો વિસ્તાર 84′ થી 37°6′ ઉત્તર અક્ષાંશવૃત્તો અને 687 થી 9725′ પૂર્વ રેખાંશવૃત્તો વચ્ચે આવેલો છે.
→ ભારતના લગભગ મધ્ય ભાગમાંથી કર્કવૃત્ત પસાર થાય છે.