This GSEB Class 6 Social Science Notes Chapter 9 આપણું ઘર પૃથ્વી Class 6 Notes covers all the important topics and concepts as mentioned in the chapter.
આપણું ઘર પૃથ્વી Class 6 GSEB Notes
→ સૌરપરિવાર(સૌરમંડળ)માં સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, – ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેનો સમાવેશ થાય છે.
→ સૂર્યની સપાટી પર અનેક કિમી લાંબી પ્રજ્વલિત થતી (લપકારા મારતી) પ્રચંડ અગ્નિજ્વાળાઓને “સૌરજ્વાળાઓ’ કહે છે.
→ સૂર્યમાં રહેલા હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે.
→ સૂર્ય આપણને – પૃથ્વીને પ્રકાશ અને ગરમી આપે છે.
→પૃથ્વી પરની સમગ્ર જીવસૃષ્ટિનું જીવન (અસ્તિત્વ) સૂર્યની ઊર્જાશક્તિ પર આધારિત છે. આથી સૂર્યને ‘સજીવોના પાલક તરીકે ઓળખવામાં આવે છે.
→ સોરપરિવારના આઠ ગ્રહોનાં નામ આ પ્રમાણે છેઃ
- બુધ
- શુક્ર
- પૃથ્વી
- મંગળ
- ગુરુ
- શનિ
- યુરેનસ અને
- નૈમૂન
→ બુધ સૂર્યની સૌથી નજીક છે. પૃથ્વી પરથી આપણને બુધનો ગ્રહ સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી થોડો સમય આકાશમાં દેખાય છે.
→શુક્રનો ગ્રહ પૃથ્વીના જોડિયા ભાઈ જેવો લાગે છે, કારણ કે તેનાં કદ અને વજન લગભગ પૃથ્વી જેટલાં છે.
→ મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિને પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાય છે.
→ શનિની આસપાસ વીંટી આકારનાં નીલા (લીલા) રંગનાં ત્રણ તેજસ્વી વલયો આવેલાં છે. આ વલયો માથા પર પહેરેલી પાઘડી જેવાં લાગતાં હોવાથી શનિને પાઘડિયો ગ્રહ’ પણ કહે છે.
→ચંદ્ર પર પાણી અને વાતાવરણ નથી. તેથી ત્યાં જીવન નથી.
→ ચંદ્રની સપાટી પર ઉલ્કાપાત થતા જ રહે છે. તેથી તેની સપાટી પર ખૂબ મોટા (વિશાળ) ખાડા પડી ગયા છે.
→ મંગળ લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે. તેને બે ઉપગ્રહો છે.
→ ગુરુ સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. તેને 79 ઉપગ્રહો છે. ગુરુ ભીમકાય ગ્રહ પણ કહેવાય છે.
→યુરેનસની શોધ ઈ. સ. 1781માં વિલિયમ હર્ષલ નામના ખગોળશાસ્ત્રીએ કરી હતી.
→નૈમૂન લીલા રંગનો ગ્રહ છે. અહીં પૃથ્વીની જેમ ઋતુ-પરિવર્તન થાય છે.
→ અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડાને કે ગ્રહોના નાના ભાગોને “ઉલ્કા’ કહે છે.
→ અવકાશમાં કુલ 27 નક્ષત્રો છે.
→ધ્રુવના તારાને સપ્તર્ષિ તારકના ઝૂમખાની મદદથી સરળતાથી શોધી શકાય છે.
→ ધ્રુવના તારાની સ્થિરતા અને પૃથ્વીના લગભગ ગોળાકારને લીધે ધ્રુવના તારાને દક્ષિણ ગોળાર્ધમાંથી જોઈ શકાતો નથી.
→પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે, તો તે રેખાથી વિષુવવૃત્તીય કાલ્પનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો થાય તેટલો તે સ્થળનો “અક્ષાંશ’ કહેવાય છે.
→ પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાર્ધમાં વિષુવવૃત્તથી સરખાં કોણીય અંતરે મળેલાં સ્થળોને જોડનારું પૂર્વ-પશ્ચિમ સળંગ વર્તુળને “અક્ષવૃત્ત કહેવાય.
→ પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીની ધરી સાથે કાટખૂણે જોડી દઈએ, તો તે રેખાથી મૂળ રેખાવૃત્તની કાલ્પનિક સપાટી (જે પૃથ્વીની ધરીને અડકે છે.) સાથે ધરી આગળ જેટલા અંશનો ખૂણો બનાવે તેટલો તે સ્થળનો રેખાંશ’ કહેવાય છે.
→ પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃત્તની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વીસપાટીએ સરખાં કોણાત્મક અંતરે આવેલાં સ્થળોને જોડનારી ઉત્તર-દક્ષિણ સળંગ રેખાને રેખાવૃત્ત’ (અર્ધવર્તુળ) કહે છે..
→ 0° વિષુવવૃત્તથી ઉત્તર તરફનો ભાગ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ તરફનો ભાગ દક્ષિણ ગોળાર્ધ કહેવાય છે.
→ વિષુવવૃત્ત 0° અક્ષાંશ પર આવેલું સૌથી મોટું અક્ષાંશવૃત્ત છે. તે પૃથ્વીના ગોળાને બે સરખા ભાગોમાં વિભાજિત કરતી એક કલ્પિત રેખા છે.
→ વિષુવવૃત્તથી ઉત્તરે 23.5° ઉત્તર અક્ષાંશરેખાને “કર્કવૃત્ત’ અને વિષુવવૃત્તથી દક્ષિણે 23.5° દક્ષિણ અક્ષાંશરેખાને “મકરવૃત્ત’ કહે છે.
→ વિષુવવૃત્તથી ઉત્તરે 66.5° ઉત્તર અક્ષાંશરેખાને ‘ઉત્તર ધ્રુવવૃત્ત’ (Artic Circle) અને વિષુવવૃત્તની દક્ષિણે 66.5° દક્ષિણ અક્ષાંશરેખાને દક્ષિણ ધ્રુવવૃત્ત’ (Antarctic Circle) કહે છે.
→ વિષુવવૃત્તથી ઉત્તરે કર્કવૃત્ત સુધી અને દક્ષિણે મકરવૃત્ત સુધી દેખાતી સૂર્યની ગતિને “અયન’ કહેવામાં આવે છે.
→ ઇંગ્લેન્ડના ગ્રિનિચ શહેર (ગ્રિનિશ ઇંગ્લેન્ડનું શહેર નથી પણ તે લંડનનું એક પરું – Suburb છે.) પરથી પસાર થતી 0° રેખાંશવૃત્તને ગ્રિનિચ રેખા’ કહે છે. આ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે.
→ 180° રેખાંશવૃત્ત “આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા” કહેવાય છે. આ રેખા ઓળંગતાં તારીખ અને વાર બદલાય છે.
→પૃથ્વીનાં તાપમાન, પ્રકાશ અને ગરમી-ઠંડીના આધારે પૃથ્વી જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ જાય છે, જેને કટિબંધો કહે છે. કટિબંધો મુખ્ય ત્રણ છેઃ
- ઉષ્ણ કટિબંધ
- સમશીતોષ્ણ કટિબંધ અને
- શીત કટિબંધ.
→ પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વમાં 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. પૃથ્વીની આ પરિભ્રમણ(ધરીભ્રમણ)ગતિને દેનિક ગતિ’ કહે છે.
→ પૃથ્વી સૂર્યની આસપાસ 365 દિવસ અને 6 કલાકમાં એક પરિક્રમા પૂરી કરે છે. પૃથ્વીની આ પરિક્રમણ(કક્ષાભ્રમણ)ગતિને “વાર્ષિક ગતિ’ કહે છે.
→પૃથ્વી અવકાશમાં એક નિશ્ચિત કાલ્પનિક માર્ગે સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે. એ માર્ગને પૃથ્વીની કક્ષા’ (Orbit) કહેવામાં આવે છે.
→ પૃથ્વી પોતાની ધરી પર 23.5° અને કક્ષા સાથે 66.5નો ખૂણો બનાવીને સૂર્યની આસપાસ ફરે છે. પૃથ્વીના આ ધરી- નમનને કારણે ઋતુઓ અને દિવસ-રાત લાંબા-ટૂંકાં થાય છે.
→ સૂર્યનાં સીધાં કિરણો 21 જૂનના દિવસે કર્કવૃત્ત પર અને 22 ડિસેમ્બરના દિવસે મકરવૃત્ત પર બરાબર સીધાં પડે છે.
→21 માર્ચ અને 23 સપ્ટેમ્બર માસમાં પૃથ્વી પર દિવસ અને રાત સરખાં હોય છે.
→ વર્ષના જે સમયગાળા દરમિયાન વાતાવરણીય ગરમી વધારે અનુભવાય તે સમયગાળાને ‘ઉનાળો’ કહેવાય અને જે સમયગાળા દરમિયાન વાતાવરણીય ગરમી ઓછી અનુભવાય તે સમયગાળાને “શિયાળો’ કહેવાય.
→પૃથ્વી પર મુખ્ય બે ઋતુઓ છે :
- ઉનાળો અને
- શિયાળો.
→ 22 જૂનથી સૂર્યનાં સીધાં કિરણો કર્કવૃત્તથી ખસીને દક્ષિણ તરફ – વિષુવવૃત્ત તરફ – પડવાનું શરૂ થાય છે. તેને ‘દક્ષિણાયન” કહે છે.
→ 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરના દિવસોએ સૂર્યનાં કિરણો વિષુવવૃત્ત પર સીધાં પડતાં હોવાથી પૃથ્વી પર દિવસ અને રાત સરખાં થાય છે, જે ‘વિષુવદિન’ તરીકે ઓળખાય છે.
→ દર ચાર વર્ષે ફેબ્રુઆરી માસમાં એક દિવસ વધારવામાં આવે, છે. 28 દિવસને બદલે 29 દિવસ ગણવામાં આવે છે. આ , વર્ષને “લીપવર્ષ’ કહેવામાં આવે છે.
→ ગ્રહણના બે પ્રકાર છેઃ
- સૂર્યગ્રહણ અને
- ચંદ્રગ્રહણ. ચંદ્ર સૂર્ય કરતાં નાનો હોવાથી તે સૂર્યને સંપૂર્ણ ઢાંકી શક્તો નથી. પરિણામે સૂર્યગ્રહણ આખી દુનિયામાં એકસાથે જોઈ શકાતું નથી.
→ ચંદ્રગ્રહણ ચંદ્ર પર પૃથ્વીના પડછાયાથી બને છે. ચંદ્રગ્રહણ માત્ર પૂનમની રાત્રિએ જ થાય છે.