This GSEB Class 6 Social Science Notes Chapter 6 મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક Class 6 Notes covers all the important topics and concepts as mentioned in the chapter.
મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક Class 6 GSEB Notes
→ ચાણક્યના માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યે ઈ. સ. પૂર્વે 321માં નંદવંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની ગાદી પર મૌર્યવંશની સ્થાપના કરી.
→ ચાણક્ય લખેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે. ચંદ્રગુપ્ત ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને ચાર પ્રદેશો :
- કાબુલ
- કંદહાર
- હેરાત અને
- બલુચિસ્તાન જીત્યા હતા.
→ સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. તેણે પોતાનો રાજદૂત મૅગેસ્થનિસને ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો હતો.
→ મૅગેસ્થનિસે લખેલ પુસ્તક “ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના વહીવટ વિશેની આધારભૂત જાણકારી મળે છે.
→ ચંદ્રગુપ્ત પોતાની વીરતા અને ચાણક્યના રાજનીતિ માર્ગદર્શનથી ભારતના મોટા ભાગના વિસ્તારમાં મોર્યવંશની સત્તાનો પ્રસાર કર્યો હતો. ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું.
→ ચંદ્રગુપ્ત પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને સૌરાષ્ટ્રમાં રાષ્ટ્રીય (રાજ્યપાલ) તરીકે નીમ્યો હતો.
→ પુષ્યગુપ્ત ગિરિનગર(જૂનાગઢ)માં ગિરનારની તળેટીમાં સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું.
→ દક્ષિણ ભારતના કોંકણ, મહારાષ્ટ્ર, કર્ણાટક વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા.
→ ચંદ્રગુપ્ત જીવનનો અંતિમ સમય જૈનમુનિ ભદ્રબાહુ પાસે શ્રવણ બેલગોડા(હાલ કર્ણાટકના મૈસૂર)માં વિતાવ્યો હતો. ચંદ્રગુપ્ત 24 વર્ષ રાજ કરીને ઈ. સ. પૂર્વે 297માં અવસાન પામ્યા હતા. છેલ્લાં વર્ષોમાં ચંદ્રગુપ્ત જૈનધર્મ અપનાવ્યો હતો.
→ ભારતમાં મોર્યવંશની સ્થાપના પહેલાનો ઇતિહાસ આઘઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે.
→ મૌર્યવંશની જાણકારી મેળવવાના સ્રોત અર્થશાસ્ત્ર (ચાણક્ય), ઈન્ડિકા (મંગેસ્થનિસ), દીપવંશ અને મહાવંશ (બૌદ્ધગ્રંથો – સિલોન), મુદ્રારાક્ષસ (વિશાખદત્ત), મૌર્ય સમ્રાટોએ કોતરાવેલ શિલાલેખો, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો, વિહારો વગેરે.
→ ગ્રાન્ડ ટૂંક રોડ (STR) એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. તેનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યે કરાવ્યું હતું. એ પછી શેરશાહ સૂરીએ અને અંગ્રેજ ગવર્નર જનરલ ડેલહાઉસીએ આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું.
→ વર્તમાન સમયમાં GTR દિલ્લીથી કોલકાતા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે.
→ ચંદ્રગુપ્ત પછી તેનો પુત્ર બિંદુસાર ગાદીએ આવ્યો. તેણે ઈ. સ. પૂર્વે 297થી ઈ. સ. પૂર્વે 273 સુધી રાજ્ય કર્યું હતું.
→ બિંદુસારે રાજકુમાર સુશીમને તક્ષશિલાના અને રાજકુમાર અશોકને અવંતિના રાષ્ટ્રીય (રાજ્યપાલ) તરીકે નિમણૂક કરી હતી.
→ ઈ. સ. પૂર્વે 273થી ઈ. સ. પૂર્વે 232 સુધીનો સમયગાળો અશોકનો શાસનકાળ હતો.
→ અશોકનો રાજ્યવિસ્તારઃ અશોકનું રાજ્ય વાયવ્ય સરહદે કંદહારથી પેશાવર, ઉત્તર ભારતમાં નેપાલ સુધી, દક્ષિણે મૈસૂર સુધી, પશ્ચિમે ગુજરાત-સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં કલિંગ (ઓડિશા) સુધી વિસ્તરેલું હતું.
→ મગધના પાડોશી રાજ્ય કલિંગને મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવા રાજા બન્યા પછી આઠમા વર્ષે (ઈ. સ. પૂર્વે 261) અશોકે કલિંગ પર ચડાઈ કરી. આ યુદ્ધમાં કલિંગના રાજા જયંત સામે અશોકની જીત થઈ.
→ કલિંગના વિજય પછી યુદ્ધમાં થયેલી ખુવારી જોઈ અશોકના મનની શાંતિ હણાઈ ગઈ અને તેનું હૃદયપરિવર્તન થયું. કલિંગનું યુદ્ધ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ હતું.
→ બોદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશ પછી સમ્રાટ અશોકે બૌદ્ધધર્મ અંગીકાર કર્યો હતો.
→ આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે.
→ ગિરનાર પર્વત(જૂનાગઢ – ગુજરાત)ની તળેટીમાં અશોકનો શિલાલેખ મળી આવેલ છે. તે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. આ શિલાલેખમાં ત્રણ રાજવીઓના લેખ છે.
→ અશોકે દેશભરમાં બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી હતી. તેણે પોતાની પ્રજાને ધમ્મ(ધર્મ)નો માર્ગ બતાવવા રાજ્યમાં ઠેરઠેર શિલાલેખો અને ખંભાલેખો કોતરાવ્યા હતા.
→ અશોકે રાજ્યમાં ધર્મખાતાની રચના કરી હતી. આ ખાતાના ઉપરીને ધમ્મ મહામાત્ર અધિકારી કહેવામાં આવતો. તેણે બૌદ્ધધર્મનો પ્રચાર કરી પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું.
→ અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તેણે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના ફેલાવા પર ભાર મૂક્યો હતો.
→ અશોકે ઈ. સ. પૂર્વ 251માં પાટલિપુત્રમાં મોગલીપુત્ત તિષ્ય (તિસ્સા)ના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી.
→ અશોકે ભારતમાં કશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરલ; વિદેશમાં બ્રહ્મદેશ (મ્યાનમાર), સિલોન (શ્રીલંકા), સિરિયા, – ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં બૌદ્ધધર્મના પ્રચાર માટે
મંડળો મોકલ્યાં હતાં.
→ અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધધર્મના પ્રચાર માટે સિલોન (શ્રીલંકા) મોકલ્યાં હતાં.
→ અશોકે ધર્મના પ્રચાર ઉપરાંત, મનુષ્ય-પશુઓની સારવારની વ્યવસ્થા કરવી અને કૂવા ખોદાવવા, વૃક્ષો રોપાવવાં, રસ્તા બનાવવા તથા વિશ્રામગૃહોનું નિર્માણ જેવાં પ્રજાકલ્યાણનાં કાર્યો પણ કર્યા હતાં.
→ ગુણો અને કાર્યોને લીધે અશોક ઇતિહાસમાં મહાન રાજવી કહેવાય છે. ઈ. સ. પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું.
→ મૌર્યયુગમાં વહીવટી તંત્રના ત્રણ વિભાગો હતા :
- કેન્દ્રીય,
- પ્રાંતીય અને
- પ્રાદેશિક (સ્થાનિક).
→ મૌર્યયુગમાં સમ્રાટ શાસનવ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો. તે સામ્રાજ્યનો વહીવટ, લશ્કર અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું પદ વંશપરંપરાગત હતું.
→ વિશાળ સામ્રાજ્યને વહીવટી સરળતા માટે વહીવટી તંત્રને પાંચ ભાગમાં વહેંચવામાં આવ્યું હતું.
→ પ્રાંતના વડા તરીકે રાજ્યપાલ (રાષ્ટ્રીય) હતો. આ પદ પર મોટા ભાગે રાજકુમારની નિમણૂક કરવામાં આવતી.
→ વહીવટી સરળતા માટે કોઈ પણ પ્રાંતને આહાર (જિલ્લો) અને આહારના પ્રદેશ(તાલુકાઓમાં વહેંચવામાં આવતો.
→ આહારનો અધિકારી રાજુક (આહારપતિ સ્થાનિકો અને પ્રદેશનો અધિકારી પ્રાદેશિક (ગોપ) કહેવાતો. વહીવટીતંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ હતું. તેનો ઉપરી “ગ્રામણી” કહેવાતો.
→ મૌર્યવંશમાં કુલ 9 કે 10 રાજાઓએ 137 વર્ષ શાસન કર્યું – હતું.
→ મૌર્યવંશના અંતિમ રાજા બૃહદ્રથની તેના સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે હત્યા કરીને મગધમાં શૃંગવંશની સ્થાપના કરી.