This GSEB Class 7 Social Science Notes Chapter 15 લોકશાહીમાં સમાનતા covers all the important topics and concepts as mentioned in the chapter.
લોકશાહીમાં સમાનતા Class 7 GSEB Notes
→ ભારત વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે.
→ બંધારણ દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા છે. ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે. દેશના સુચારુ સંચાલન માટે બંધારણની રચના કરવામાં આવી છે.
→ ભારતના બંધારણે દેશના બધા નાગરિકોને સમાન તક આપી છે. સમાનતા એટલે સૌ સમાન, સૌને સમ્માન તેમજ સૌને સમાન તક.
→ સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ.
→ કાયદાના આધારે મળેલી સમાનતા:
- ભિન્ન ભિન્ન ધર્મની વ્યક્તિઓમાં સમાનતા.
- વ્યક્તિગત વિકાસમાં સમાનતા.
- ભાષા કે બોલીને આધારે સમાનતા.
- લિંગ આધારિત સમાનતા.
- શિક્ષણ મેળવવામાં સમાનતા.
- વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા.
→સો નાગરિકોના સર્વાગીણ વિકાસ દ્વારા દેશનો વિકાસ કરવા માટે સમાનતાનો અધિકાર ખૂબ મહત્ત્વનો છે.
→ અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનના મત અનુસાર લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતા શાસનને-તંત્રને – લોકશાહી કહેવામાં આવે છે. લોકશાહી એટલે જેમાં લોકોએ મતાધિકારનો ઉપયોગ કરીને ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા લોકોની ઇચ્છા પ્રમાણે વહીવટ ચાલતો હોય એવી શાસનવ્યવસ્થા. આપણા દેશમાં લોકશાહી શાસનવ્યવસ્થા છે.
→ લોકશાહીના સૌથી નાના એકમ ગ્રામપંચાયતથી શરૂ કરીને દેશની સૌથી મોટી પંચાયત – સંસદની ચૂંટણી મતદાન દ્વારા થાય છે.
→ ભારતના બંધારણે દેશના 18 કે 18 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના મતાધિકાર આપ્યો છે.
→ કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલા સૌ મતદારો મતદાન કરી શકે એ માટે ચૂંટણીપંચ ખાસ વ્યવસ્થા ગોઠવીને તટસ્થ રીતે ન્યાયી ચૂંટણી કરાવે છે. તે મહિલા અને દિવ્યાંગ મતદારો માટે મતદાનની વિશેષ સુવિધા ઊભી કરે છે.
→ બાળમજૂરી એ આપણા સમાજની એક અસમાનતા છે. તે શિક્ષણ મેળવવાના અધિકારનો પણ ભંગ ગણાય છે.
→ ભારતના બંધારણે દેશના દરેક બાળકને 6થી 14 વર્ષ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર આપ્યો છે. તેથી 14 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાનૂની ગુનો બને છે.
→ એક જ સરખા કામમાં પુરુષ અને મહિલાને મહેનતાણું ચૂકવવામાં ભેદભાવ રાખવામાં આવે છે. ઓછી મજૂરી આપવી પડે એ માટે કોઈક જગ્યાએ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકને અને દિવ્યાંગને મજૂરીએ રાખવામાં આવે છે. દિવ્યાંગો, સ્ત્રીઓ અને નાનાં બાળકોને ઓછું મહેનતાણું આપવું એ અન્યાય છે.
→ લોકશાહીમાં સમાનતાનો અધિકાર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. આપણે કોઈને સમ્માન આપીએ તો કોઈ આપણને સમ્માન આપે. જો આપણે સ્વચ્છતા રાખીએ તો જ આપણે કોઈને સ્વચ્છતા માટે કહી શકીએ.
→ ગામમાં સમાનતાના ભંગનો એકાદ બનાવ પણ બને તો તેની સામાજિક સમરસતા પર વિઘાતક અસર થાય છે.