This GSEB Class 7 Social Science Notes Chapter 1 રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો covers all the important topics and concepts as mentioned in the chapter.
રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો Class 7 GSEB Notes
→ ઈ. સ. 700થી ઈ. સ. 1200 વચ્ચેનાં 500 વર્ષના મધ્યયુગના આ સમયગાળાને રાજપૂતયુગ કહેવામાં આવે છે.
→ સાતમી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં અને પુલકેશી બીજાના અવસાન બાદ દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં. મધ્યયુગના આ સમયને ભારતના ઇતિહાસમાં “રાજપૂતયુગ’ કહેવામાં આવે છે.
→ ભારતના રાજપૂતો બહાદુર, ટેકીલા, નીડર અને ગૌબ્રાહ્મણ પ્રતિપાલક હતા. તેઓ દુશ્મનને પીઠ બતાવવા કરતાં મૃત્યુને વધારે પસંદ કરતા. તેઓ શરણે આવેલાઓનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા. યુદ્ધના મેદાનમાં તેઓ કદાપિ અધર્મ આચરતા નહિ.
→ ભારતની રાજપૂતાણીઓ વીરત્વ, સતીત્વ, નીડરતા અને પ્રાણના ભોગે પણ સત્યના પાલન માટે પ્રખ્યાત હતી. તેઓ પતિ, પુત્ર અને ભાઈને હસતે મુખે યુદ્ધમાં વિદાય આપતી હતી. તેઓ જરૂર પડે તો હાથમાં શસ્ત્રો લઈને રણમેદાનમાં નીકળી પડતી.
→ સાતમી સદીના અંતમાં ભારતમાં સામંતશાહી શક્તિઓ ઉદય થતાં ભારત અનેક નાના-મોટા ભાગોમાં વહેંચાયો. દેશમાં અનેક રાજપૂત રાજવંશોનો ઉદય થયો. આ સમયને “મધ્યયુગ’ કહે છે.
→ ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન પછી ગઢવાલ, બુંદેલખંડ (જેજાકભુક્તિ), માળવા, અણહિલવાડ પાટણ, ડાહલ, શાકંભરી, ગોહિલ વગેરે રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં.
→ ગઢવાલ રાજ્યની સ્થાપના ચંદ્રદેવે કરી હતી. તેણે કનોજ અને કાશીને રાજધાની બનાવી હતી.
→ ચંદેલોનું બુંદેલખંડ રાજ્ય પાછળથી જાકભુક્તિ નામે ઓળખાયું હતું. બુંદેલખંડ રાજ્યમાં યશોવર્મન, કીર્તિવર્મન, પરમદિવ (પરમાર) વગેરે મહાન શાસકો થઈ ગયા. ખજૂરાહો, કાલિંજર અને મહોબા ચંદેલોનાં મુખ્ય નગરો હતાં. ખજૂરાહો તેનાં ભવ્ય મંદિરોને કારણે તીર્થસ્થાન બન્યું હતું.
→ માળવાનો પ્રદેશ પ્રાચીનકાળથી અવંતિ અથવા ઉજ્જૈન રાજ્ય તરીકે જાણીતો છે. ઈ. સ. 820માં કૃષ્ણરાજે અહીં પરમારવંશની સ્થાપના કરી હતી.
→ ભોજ પરમારવંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તેની ખ્યાતિ ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકેની હતી. (1) રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. (2) ફરતી ટેકરીઓની વચ્ચે તેણે ભોજપુર (ભોપાલ) નામનું સુંદર નગર વસાવ્યું હતું.
→ આઠમી સદીમાં ચૌહાણ વંશની એક શાખા રાજસ્થાનના સાંભર સરોવર નજીક શાકંભરી નામના સ્થળે રાજ્ય કરતી હતી. વાસુદેવે શાકંભરીના ચાહમાન(ચૌહાણ)વંશની સ્થાપના કરી હતી.
→ બારમી સદીના આરંભમાં શાકંભરીની ગાદીએ અજયરાજ બેઠા હતા. તેણે અજમેરુ નામના નગરની સ્થાપના કરી હતી, જે હાલમાં અજમેર નામે ઓળખાય છે.
→ સોલંકીવંશના સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીનાં લગ્ન શાકંભરીના
→ ચૌહાણવંશના અણરાજ સાથે થયાં હતાં. અણરાજનો પૌત્ર પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે, કારણ કે તેણે ઈ. સ. 1191માં થાણેશ્વર અને કર્નાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં ગઝનીના સુલતાન શિહાબુદ્દીન ઘોરીને સજ્જડ હાર આપી હતી.
→ઈ. સ. 1192માં તરાઈના યુદ્ધમાં ગઝનીના સુલતાન શિહાબુદ્દીન ઘોરી સાથેના યુદ્ધમાં દિલ્હીના રાજા પૃથ્વીરાજ ચૌહાણની હાર થતાં દિલ્લી ઉપરથી રાજપૂત શાસનનો અંત આવ્યો અને દિલ્લીની ગાદી પર મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ. તેથી તરાઈની લડાઈ ભારતના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે.
→ વનરાજ ચાવડાએ ઈ. સ. 756માં સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણ નામના નગરની સ્થાપના કરી હતી. દુઃખમાં સાથ આપનાર પોતાના બાળમિત્ર અણહિલ ભરવાડના નામ પરથી વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું નામ અણહિલવાડ પાટણ’ પાડ્યું હતું.
→ ચાવડાવંશના શાસકો ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં રાજ્ય કરતા હતા. આ બધા શાસકોમાં સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે.
→ સોલંકીવંશમાં સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા.
→ ભીમદેવ પ્રથમનાં લગ્ન જૂનાગઢના શાસક રા’ખેંગારની રાજકુમારી ઉદયમતિ સાથે થયાં હતાં. રાણી ઉદયમતિએ પાટણમાં વિશ્વપ્રસિદ્ધ ‘રાણીની વાવ બંધાવી હતી. આ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે. સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવી (મયણલ્લદેવી) આદર્શ રાજમાતા કહેવાતાં હતાં. તેમણે સોમનાથની યાત્રાવેરો
→ ઉદા. બંધ કરાવ્યો હતો. તેમના કહેવાથી સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બંધાવ્યાં હતાં.
→ સિદ્ધરાજ જયસિંહે “કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસે ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ નામના વ્યાકરણના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી.
→ સોલંકી રાજા કુમારપાળ પર “કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીનો ઘણો પ્રભાવ હતો.
→ સોલંકી રાજા મૂળરાજ બીજાએ નાની ઉંમરે ઈ. સ. 1178ની આસપાસ ગઝનીના સુલતાન શિહાબુદ્દીન ઘોરીને હરાવ્યો હતો. આ લડાઈમાં તેને નાડોલના ચાહમાન (ચૌહાણ) રાજા કલ્હણ અને તેના ભાઈ કીર્તિપાલની મદદ મળી હતી.
→ વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા. તેમની વફાદારીરૂપ સેવાના બદલામાં સોલંકીઓએ વ્યાધ્રપલ્લી (વાઘેલ) ગામ અર્ણોરાજને ભેટમાં આપ્યું હતું. ભેટમાં મળેલા ગામના નામ ઉપરથી અરાજના વંશજો વાઘેલા કહેવાયા. તેઓ મૂળ ચૌલુક્ય (ચાલુક્ય) જાતિના હતા.
→ વાઘેલાવંશના વીર ધવલ, વીસળદેવ, અર્જુનદેવ, સારંગદેવ વગેરે શાસકોએ ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું. વીર ધવલના શાસનકાળ દરમિયાન ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ નામના બે સમર્થ મંત્રીઓ મળ્યા હતા.
→ વાઘેલાવંશના છેલ્લા શાસક કર્ણદેવના સમયમાં ઈ. સ. 1304ની આસપાસ ગુજરાતમાં દિલ્લી સલ્તનતની સ્થાપના થઈ.
→ આઠમી સદીના મધ્યભાગમાં બંગાળમાં પાલવંશનું શાસન હતું. પાલવંશના સ્થાપક (ગોપાલ) અને તેના વંશજોનાં નામોના પાછળના ભાગમાં ‘પાલ’ શબ્દ આવતો હોવાથી બંગાળના પાલવંશને પાલવંશ’ કહેવામાં આવે છે.
→ પાલવંશના પતન બાદ બંગાળમાં ઈ. સ. 1095માં સેનવંશની . સ્થાપના થઈ.
→ દિલ્લીના સુલતાનો ગુજરાતનો વહીવટ કરવા નાઝિમો| (સુબાઓ)ની નિમણુક કરતા. સોળમી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થતાં સલ્તનતકાળ પૂરો થયો હતો.
→ નર્મદા નદીની દક્ષિણે આવેલાં રાજ્યોને દક્ષિણનાં રાજ્યો કહેવામાં આવે છે. જયસિંહ ચાલુક્યવંશનો પ્રથમ રાજા હતો. પુલકેશી પ્રથમે ઈ. સ. 540માં વાતાપી(વર્તમાન સમયમાં બાદામી)ને રાજધાની બનાવીને સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું.
→ ચાલુક્યવંશમાં પુલકેશી પ્રથમ, કીર્તિવર્મન, પુલકેશી બીજો વગેરે મહાન શાસકો થઈ ગયા.
→ વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખાએ ગોદાવરી અને કૃષ્ણા નદીઓની વચ્ચેના પ્રદેશમાં પોતાની સત્તા સ્થાપી. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ તેમની રાજધાની બેંગીમાં રાખી હોવાથી તેઓ ‘વેંગીના ચાલુક્યો’ના નામે ઓળખાયા.
→ ચાલુક્યવંશની એક બીજી શાખાએ કલ્યાણીમાં તેની સત્તા સ્થાપી હોવાથી એ ચાલુક્યો “કલ્યાણીના ચાલુક્યો’ તરીકે ઓળખાયા.