Gujarat Board GSEB Class 6 Gujarati Textbook Solutions પુનરાવર્તન 3 Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 6 Gujarati Textbook Solutions પુનરાવર્તન 3
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
પ્રશ્ન 1.
‘આલાલીલા વાંસડિયા રે વઢાવું’ લોકગીતના આધારે વાંસળીનું વર્ણન તમારા શબ્દોમાં લખો.
ઉત્તર :
જુઓ કાવ્ય 10 : ‘આલાલીલા વાંસડિયા’નો સ્વાધ્યાય પ્રશ્ન 1, (2).
પ્રશ્ન 2.
થિયેટર હાઉસફૂલ હોવા છતાં લેખક અને તેમના મિત્રને ફિલ્મ જોવા માટે મૅનેજરે શી વ્યવસ્થા કરી ?
ઉત્તર :
થિયેટર હાઉસફુલ હતું. ફિલ્મ જોવાની કોઈ શક્યતા ન હતી, આવે સમયે લેખકના મિત્ર નિરંજનને એક યુક્તિ સૂઝી. તેની પાસે ખરાબ અક્ષરે લખાયેલો એક પત્ર હતો. આ પત્ર તેના દૂરના કાકાએ લખેલો હતો. નિરંજને આ ‘વેદ સાહેબનો પત્ર છે’ એમ કહી તે પત્ર મેનેજરને આપ્યો. મૅનેજરે તેને ભલામણપત્ર સમજી લેખક અને તેમના મિત્ર માટે બાલ્કનીમાં બે એકસ્ટ્રા ચેર્સ મૂકાવી.
પ્રશ્ન 3.
‘રાવણનું મિથ્યાભિમાન’ કાવ્યનો સાર તમારા શબ્દોમાં લખો.
ઉત્તર :
‘રાવણનું મિથ્યાભિમાન’ કાવ્ય રામાયણ પર આધારિત છે, રાજા જનકે સીતાજીનો સ્વયંવર ઓ છે, સ્વયંવરમાં શિવજીનું સંબક નામનું ધનુષ્ય મૂક્યું છે અને જાહેર કર્યું છે કે, જે કોઈ આ ધનુષ્ય ઉપાડશે એની સાથે પુત્રી સીતાનાં લગ્ન થશે. આ સાંભળી રાવણ અભિમાનપૂર્વક ધનુષ્યને ઉપાડવાનો પ્રયત્ન કરે છે પણ હસીને પાત્ર બને છે, ધનુષ્યની નીચે ચગદાઈ જાય છે, તેની ખૂબ જ ફજેતી થાય છે.
પ્રશ્ન 4.
‘ભાલકાતીર્થ’ વિશે માહિતી મેળવીને લખો.
ઉત્તર :
‘ભાલકાતીર્થ’ જૂનાગઢ જિલ્લામાં આવેલું છે. અહીં એક મોક્ષ પીપળો છે. આ પીપળાની નીચે શ્રીકૃષ્ણ આરામ કરવા બેઠા હતા ત્યારે એક પારધીએ તીર માર્યું હતું. તે તીર શ્રીકૃષ્ણને પગમાં વાગ્યું હતું. ત્યાં જ શ્રીકૃષ્ણ દેહત્યાગ કર્યો હતો.
2. નીચે ‘આ’ વિભાગમાં કૃતિનાં નામ આપ્યાં છે. ‘બ’ વિભાગમાં તેના સર્જકનાં નામ આપ્યાં છે. તેને યોગ્ય રીતે જોડો :
પ્રશ્ન 1.
ઉત્તર :
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. એક જાદુઈ પત્રની વાર્તા | 4. રતિલાલ બોરીસાગર |
2. રાવણનું મિથ્યાભિમાન | 1. ગિરધર |
3. સાગરકાંઠાનો પ્રવાસ | 2. રઘુવીર ચૌધરી |
3. નીચે આપેલા શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :
પ્રશ્ન 1.
- કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સમારંભ
- મોટો સોનાનો પર્વત
- ચારે દિશાઓમાં વિજય
- વંશપરંપરાથી ચાલતું
- ફરીથી થતું નિર્માણ
ઉત્તર :
- કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સમારંભ – સ્વયંવર
- મોટો સોનાનો પર્વત – સુમેરુ
- ચારે દિશાઓમાં વિજય – દિગ્વિજય
- વંશપરંપરાથી ચાલતું – પરંપરાગત
- ફરીથી થતું નિર્માણ – જીર્ણોદ્ધાર
4. નીચેનાં વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો :
પ્રશ્ન 1.
‘આવો, બેસો ! ચા લેશો ને ?’
ઉત્તર :
મૅનેજર બોલે છે અને નિરંજનને કહે છે.
પ્રશ્ન 2.
‘મહારાજ શિવ સંકટહરણ, રાખજો મારી લાજ’
ઉત્તર :
સીતાજી બોલે છે અને શંકર-પાર્વતીને કહે છે.
પ્રશ્ન 3.
‘સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે !’.
ઉત્તર :
રેવતી બોલે છે અને વરુણને કહે છે.
પ્રશ્ન 4.
‘કંદુકની પેરે ઉછાળું મેરુ, મંદ્રાચળ પરવત.’
ઉત્તર :
રાવણ બોલે છે અને રાજ જનકને કહે છે.
5. કોઈ પણ એક યાત્રાધામ વિશે આઠથી દસ વાક્યો લખો.
પ્રશ્ન 1.
ઉત્તર :
ભગવાન શિવજી મારા આરાધ્યદેવ હોવાથી સોમનાથ મારું ગમતું યાત્રાધામ છે, અહીં, મારા જેવા લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. દરિયાકિનારે આવેલું સોમનાથ મંદિર પ્રાચીન અને ઐતિહાસિક છે, તે ભારતના પ્રસિદ્ધ બાર જ્યોતિલિંગોમાંનું એક છે. તેની પ્રસિદ્ધિ અને જાહોજલાલીથી આકર્ષાઈ મહંમદ ગઝનીએ સોમનાથ પર અનેકવાર આક્રમણ કર્યું. આજે જીણોદ્ધાર પામીને તેણે ફરીથી ભૂતકાળની ભવ્યતાને પ્રાપ્ત કરી છે. દર શ્રાવણ માસે ભગવાન શિવજીનાં દર્શન કરવા હું સોમનાથ અચૂક જાઉં છું.
6. નીચેનાં વાક્યોમાંથી નામપદ શોધીને લખો :
પ્રશ્ન 1.
- સીતાએ શિવને પ્રાર્થના કરી.
- નિરંજનના પત્રની અસર થઈ.
- માધવ મોરલી વગાડે છે.
- સીતાએ રામને વરમાળા પહેરાવી.
- આ દક્ષિણધ્રુવની દિશા છે.
ઉત્તર :
- સીતા, શિવ
- નિરંજન, પત્ર
- માધવ, મોરલી
- સીતા, રામ, વરમાળા
- દક્ષિણ, ધ્રુવ, દિશા
7. નીચેનાં વાક્યોમાંથી ક્રિયાપદ શોધીને લખો :
પ્રશ્ન 1.
- વાંસળીમાં ફૂમકા લટકે છે.
- થિયેટર પર હાઉસફૂલનું પાટિયું ઝૂલતું હતું.
- ફિલ્મ જોવાની મઝા પડી.
- જીતની મમ્મી ઊભી છે.
- અમે વડોદરાનું સંગ્રહસ્થાન જોયું.
ઉત્તર :
- લટકે છે.
- ઝૂલતું હતું.
- ભજ પડી.
- ઊભી છે.
- જોયું.