Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Chapter 16 મોન એ જ વીરતા Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 11 Gujarati Textbook Solutions Chapter 16 મોન એ જ વીરતા
Class 11 Gujarati Textbook Solutions Chapter 16 મોન એ જ વીરતા Textbook Questions and Answers
મોન એ જ વીરતા સ્વાધ્યાય
1. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
કૂતરું જાણે શાથી શાંત થઈ ગયું ?
ઉત્તરઃ
પોતાના માલિક પર આગંતુકોને ક્રોધે ભરાયેલા જોઈને કૂતરું શાંત થઈ ગયું.
પ્રશ્ન 2.
પડોશીને શાથી આશ્ચર્ય થયું ?
ઉત્તરઃ
પોતાના માલિક પર આગંતુકોને ક્રોધે ભરાયેલા જોઈને કૂતરું શાંત થઈ ગયું, એ જોઈને પડોશીને આશ્ચર્ય થયું.
પ્રશ્ન 3.
પડોશીને પોતાની કઈ ભૂલ સમજાઈ ?
ઉત્તર :
પોતે ચૂપ ન રહ્યા અને શ્વાનના માલિકને દુભવ્યા તે ભૂલ પડોશીને સમજાઈ.
પ્રશ્ન 4.
લેખકની દૃષ્ટિએ કોણ ગરજે છે ?
ઉત્તરઃ
“મૌન એ જ વીરતા’ પાઠના લેખકની દષ્ટિએ આંતરિક ખાલીપાવાળા માણસો ગરજે છે.
પ્રશ્ન 5.
ઈશ્વરનો અવાજ આપણે કેમ સાંભળી શકતા નથી ?
ઉત્તરઃ
ધાંધલ – ધમાલ અને શોરબકોરના કારણે આપણે ઈશ્વરનો અવાજ સાંભળી શકતા નથી.
2. નીચેના દરેક પ્રશ્નનો બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
પ્રશ્ન 1.
લેખક “વાણી’ અને ‘શોર’ વિશે શું કહે છે ?
ઉત્તરઃ
મૌન એ જ વરતા’ પાઠના લેખક કહે છે કે “મીન’ સર્વોત્તમ ભાષણ છે. “શોર” એ માણસની સમજશક્તિનું દેવાળું છે.
પ્રશ્ન 2.
“સંયમજન્ય મૌનમાં વીરતા’ છે એમ લેખક શા માટે કહે છે ?
ઉત્તરઃ
“સંયમજન્ય મૌનમાં વીરતા છે એમ લેખક માને છે કારણ કે વાચાળતા સુલભ છે, તેને માટે ખાસ પ્રયત્ન કરવો પડતો નથી, પરંતુ મૌન માટે સાધના કરવી પડે છે.
3. પાઠને આધારે “વિવેક અને વાણી’ વિશે તમારા શબ્દોમાં પાંચ વાક્યો લખો.
ઉત્તરઃ
રોજિંદા જીવનમાં તેમજ મનની શાંતિ માટે વિવેક અને વાણીનું ઘણું મહત્ત્વ છે. શબ્દની પોતાની શક્તિ છે. તે સંબંધો વિકસાવી શકે છે તેમજ સંબંધો બગાડી પણ શકે છે.
“આંધળાનો પુત્ર આંધળો જેવા દ્રૌપદીના શબ્દોએ મહાભારત ખેલાયું. સત્ય પણ પ્રિય બોલવું જોઈએ અને વર્તનમાં વિવેક રાખવો જોઈએ.
Std 11 Gujarati Textbook Solutions Chapter 16 મોન એ જ વીરતા Additional Important Questions and Answers
1. નીચેના પ્રશ્નોના બે – ત્રણ વાક્યોમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
આગંતુકે શ્વાનના માલિકને શું કહ્યું? આગંતુકોને ક્રોધે ભરાયેલા જોઈને કૂતરાએ શું કર્યું?
ઉત્તરઃ
આગંતુકે શ્વાનના માલિકને કહ્યું: ‘તમને કૂતરાં પાળવાનો શોખ છે, તો એમને કેળવવાની પણ આદત રાખો.” પોતાના માલિક પર આગંતુકોને ક્રોધે ભરાયેલા જોઈને કૂતરું શાંત થઈ ગયું.
2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
પડોશીની ઊંઘમાં ખલેલ કેમ પડી?
ઉત્તરઃ
એક માણસનું પાલતુ કૂતરું ખરા બપોરે ભસતું હતું, એને કારણે પડોશીની ઊંઘમાં ખલેલ પડી.
પ્રશ્ન 2.
કયા મૌનમાં કાયરતા છે?
ઉત્તરઃ
ભયજન્ય મૌનમાં કાયરતા છે.
પ્રશ્ન 3.
કયા મૌનમાં વીરતા છે?
ઉત્તરઃ
સંયમજન્ય મૌનમાં વીરતા છે.
3. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
“મૌન એ જ વીરતા’ પાઠના લેખકનું નામ જણાવો.
(a) રાઘવજી માધડ
(b) ચંદ્રકાન્ત મહેતા
(c) લિયો ટૉલ્સટૉય
(d) દિલીપ રાણપુરા
ઉત્તરઃ
(b) ચંદ્રકાન્ત મહેતા
પ્રશ્ન 2.
“મોન એ જ વીરતા’ પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
(a) ચિંતન
(b) નવલિકા
(c) નાટ્યખંડ
(d) ચરિત્રલેખ
ઉત્તરઃ
(a) ચિંતન
પ્રશ્ન ૩.
ચંદ્રકાન્ત મહેતાનું ઉપનામ જણાવો.
(a) દર્શક
(b) ઉશનસ્
(C) શશિન્
(d) દ્વિરેફ
ઉત્તરઃ
(c) શશિન્
મોન એ જ વીરતા વ્યાકરણ Vyakaran
1. નીચેનાં વાક્યો ભાષાની દષ્ટિએ સુધારીને ફરીથી લખોઃ
(1) શ્વાનના માલિકને દુઃખ થયો દુભવ્યા બદલ.
(2) તમારું કૂતરો સમજુ ભારે છે !
(3) સાધના માટે મોન કરવી પડે છે.
ઉત્તરઃ
(1) શ્વાનના માલિકને દુભવ્યા બદલ દુઃખ થયું.
(2) તમારું કૂતરું ભારે સમજુ છે !
(3) મૌન માટે સાધના કરવી પડે છે.
2. નીચેનાં વાક્યોમાંથી પ્રત્યય શોધીને લખો:
(1) ભયજન્ય મૌનમાં કાયરતા છે.
(2) સંસ્કૃતિ મોન – મહિમાની ગાયિકા છે.
(3) એક માણસનું પાલતુ કૂતરું ખરા બપોરે ભસતું હતું.
ઉત્તરઃ
(1) માં
(2) ની
(3) નું, એ
3. નીચે “અ” વિભાગમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો બ” વિભાગમાંથી શોધીને લખો:
“અ” વિભાગ – બ” વિભાગ
(1) શોર – ભક્ત, સાધક
(2) ઉપાધિ – કોલાહટ, ઘોંઘાટ
(3) ઉપાસક – સભ્યતા, સુધારો
(4) સંસ્કૃતિ – પીડા, આપદા
ઉત્તરઃ
(1) શોર – કોલાહટ, ઘોંઘાટ
(2) ઉપાધિ – પીડા, આપદા
(3) ઉપાસક – ભક્ત, સાધક
(4) સંસ્કૃતિ – સભ્યતા, સુધારો
4. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખોઃ
- આવશ્યક
- કાયરતા
- સંસ્કૃતિ
- આંતરિક
- શાંતિ
- સમજુ
ઉત્તરઃ
- આવશ્યક ✗ અનાવશ્યક
- કાયરતા ✗ વીરતા
- સંસ્કૃતિ ✗ વિકૃતિ
- આંતરિક ✗ બાહ્ય
- શાંતિ ✗ અશાંતિ
- સમજુ ✗ અણસમજુ
3. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખોઃ
- જન્મસીદ્ધ
- સમૃધિ
- સંસ્કુતી
- વિક્રતી
- ઉપાધી
- મહત્વ
- મહાશક્તી
- આંતરીક
- સડીદાર
- આંગતુક
ઉત્તરઃ
- જન્મસિદ્ધ
- સમૃદ્ધિ
- સંસ્કૃતિ
- વિકતિ
- ઉપાધિ
- મહત્ત્વ
- મહાશક્તિ
- આંતરિક
- છડીદાર
- આગંતુક
6. નીચેના શબ્દોની સંધિ છૂટી પાડો:
(1) અનાવશ્યક
(2) સર્વોત્તમ
ઉત્તરઃ
(1) અનાવશ્યક = અન + આવશ્યક
(2) સર્વોત્તમ = સર્વ + ઉત્તમ
7. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ
- મહાશક્તિ –
- શોરબકોર –
- લોકપ્રિયતા –
- ભયજન્ય –
- સંયમજન્ય –
- આત્મમૈત્રી –
- જન્મસિદ્ધ –
ઉત્તરઃ
- મહાશક્તિ – કર્મધારય સમાસ
- શોરબકોર – દ્વન્દ સમાસ
- લોકપ્રિયતા – તપુરુષ સમાસ
- ભયજન્ય – ઉપપદ સમાસ
- સંયમજન્ય – ઉપપદ સમાસ
- આત્મમૈત્રી – પુરુષ સમાસ
- જન્મસિદ્ધ – મધ્યમપદલોપી સમાસ
મોન એ જ વીરતા Summary in Gujarati
મોન એ જ વીરતા પ્રાસ્તાવિક
ચંદ્રકાન્ત મહેતા [જન્મ: 6 – 8 – 1939].
આ ગદ્યખંડમાં મૌનનો મહિમા દર્શાવ્યો છે. ભસવું એ કૂતરાનો સ્વભાવ છે અને મૌન એ માનવીનો. ભસતાં કૂતરાં મૌન ધારણ કરીને એમ કહેવા ઇચ્છે છે કે હું માણસ પાસેથી બોલવાનું નહિ શીખી શકું, પણ માણસ મારી પાસેથી ચૂપ રહેવાનું શીખે તોય ઘણું છે!
સંયમ અને સમજપૂર્વકનું મૌન માનવીને ઘણી વાર બિનજરૂરી પીડામાંથી મુક્તિ અપાવે છે. આપણે પરમાત્માનાં પગલાંનો અવાજ મૌનમાં સાંભળી શકીએ છીએ.
સંસ્કૃતિ મન – મહિમાની ગાયિકા છે, જ્યારે વિકૃતિ છે શોરબકોરની છડીદાર !
મોન એ જ વીરતા શબ્દાર્થ
- શ્વાન – કૂતરું.
- આગંતુક – આવી ચડેલું, વગર નોતરે આવેલું.
- દુભવવું – દુભાવવું, દુખી કરવું.
- શોર – કોલાહટ, ઘોંઘાટ.
- જન્મસિદ્ધ – જન્મથી જ પ્રાપ્ત થયેલું.
- ઉપાધિ – પીડા, આપદા, ચિંતા.
- લહાણી – ખુશાલીના પ્રસંગે ભેટની વહેંચણી.
- દેવાળું – નાદારી.
- સુલભ – સહેલાઈથી મળે એવું.
- સાધના – સાધવું તે, સાધવા કે સિદ્ધ કરવા આવશ્યક પ્રયત્ન કે ક્રિયા કરવાં તે.
- ઉપાસક – ભક્ત, સાધક.
- સંસ્કૃતિ – સભ્યતા, સુધારો, સામાજિક પ્રગતિ, સિવિલિઝેશન.
- વિકૃતિ – વિકાર.
- છડીદાર – છડી ઝાલનાર.