GSEB Class 11 Gujarati Vyakaran કહેવતો અને અનુવાદ

Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Std 11 Gujarati Vyakaran Kahevat Ane Anuvad કહેવતો અને અનુવાદ Questions and Answers, Notes Pdf.

GSEB Std 11 Gujarati Vyakaran Kahevat Ane Anuvad

Std 11 Gujarati Vyakaran Kahevat Ane Anuvad Questions and Answers

કહેવતો અને અનુવાદ સ્વાધ્યાય

કહેવતો:

પ્રશ્ન 1.
નીચે આપેલી કહેવતોને પાંચ-સાત લીટીમાં સમજાવો.

(1) ત્રેવડ ત્રીજો ભાઈ છે.
ઉત્તરઃ
અર્થ : કરકસર કરીને ભેગી કરેલી રકમ ખરા સમયે ભાઈની જેમ મદદરૂપ થાય છે.

સમજૂતીઃ આપણી દૈનિક આવકમાંથી આપણે થોડી થોડી બચત કરવી જોઈએ, કરકસર કરવી જોઈએ. આ રીતે એકઠી કરેલી રકમ જ્યારે ઓચિંતી જરૂરિયાત ઊભી થાય ત્યારે આશીર્વાદરૂપ બનતી હોય છે. કઈ જરૂરિયાતમાં કાપ મૂકી શકાય તે આપણે જાતે જ નક્કી કરવું જોઈએ; જેમ કે જ્યાં બસમાં જઈ શકાય તેમ હોય ત્યાં રિક્ષા કરીને ન જવું જોઈએ.

GSEB Class 11 Gujarati Vyakaran કહેવતો અને અનુવાદ

(2) દૂધના દૂધમાં ને પાણીના પાણીમાં.
ઉત્તરઃ
અર્થઃ નીતિથી મેળવેલી રકમ જ ટકે છે, અનીતિથી કરેલી કમાણી વેડફાઈ જાય છે.

સમજૂતીઃ દૂધમાં પાણી ભેળવીને વેચતાં પૈસા તો મળે છે, પરંતુ આ જ પૈસા ક્યારેક નદી-તળાવ ઓળંગતાં પાણીમાં પડી જાય છે. અનીતિથી એકઠું કરેલું ધન આકસ્મિક ખોટો ખર્ચ આવી પડતાં વપરાઈ જાય છે કે અન્ય રીતે આપણી પાસેથી જતું રહે છે. આથી આપણે હંમેશાં નીતિથી જ કમાવું જોઈએ.

(૩) અન્ન તેવો ઓડકાર.
ઉત્તરઃ
અર્થ જેવું અન્ન ખાઈએ તેવો ઓડકાર આવે, જેવાં કર્મ કરીએ તેવાં ફળ મળે.

સમજૂતીઃ આપણા વિચારો આપણા ખોરાક પર આધારિત છે. શુદ્ધ સાત્ત્વિક ખોરાક ખાવાથી પવિત્ર વિચારો આવે છે. તીખો, તળેલો ખોરાક ખાવાથી તમોગુણ વધે છે. એ જ રીતે સદ્ધાર્થનું સારું ફળ મળે અને દુષ્કર્મનું પાપ દરેકે ભોગવવું જ પડે.

(4) સંપ ત્યાં જંપ.
ઉત્તરઃ
અર્થ જ્યાં સંપ હોય ત્યાં શાંતિ હોય.

સમજૂતી : સોને શાંતિમય જીવન પસંદ હોય છે. શાંતિમય જીવન જીવવું હોય તો સૌ સાથે સંપીને રહેવું જોઈએ. કોઈ સાથે ખોટો સંઘર્ષ કરવાથી આપણું જીવન અશાંત બને છે; આપણે તણાવમાં રહીએ છીએ. થોડી સહનશીલતા કેળવીને, થોડું જતું કરીને, સારાં કામોમાં સહકાર આપીને સૌ સાથે હળીમળીને રહેવું જોઈએ. તેમ કરવાથી જીવન આનંદમય બને છે.

GSEB Class 11 Gujarati Vyakaran કહેવતો અને અનુવાદ

(5) પૂછતા નર પંડિત.
ઉત્તરઃ
અર્થ જે પૂછે છે તે માણસ પંડિત થાય છે.

સમજૂતીઃ કેટલાક માણસો પોતાને ન સમજાય તો બીજાને પૂછતાં સંકોચ અનુભવે છે, શરમાય છે. તેઓ આગળ વધી શકતા નથી.

કોઈ આપણને ભલે મૂર્ખ સમજે, પણ આપણે આપણને ન સમજાય તે સમજવા તે બાબતની જાણકારી જેની પાસે હોય તેને વિના સંકોચે || પૂછવું જોઈએ. ઘડીભર મૂર્ખ બની જવું, પણ જિંદગીના મૂર્ખ ન રહેવું. પૂછતા રહેવાથી આપણે આગળ વધી શકીએ છીએ.

(6) પછેડી પ્રમાણે સોડ તણાય.
ઉત્તર :
અર્થઃ ચાદર પ્રમાણે પગ લંબાવાય, શક્તિ હોય તે પ્રમાણેની ભક્તિ થાય.

સમજૂતી: Cut your coat according to your cloth. કે આપણે આપણી શક્તિ પ્રમાણેનું સાહસ કરી શકીએ, અન્યનું આંધળું ? અનુકરણ કરવું જોઈએ નહિ. આપણી સ્કૂટર ખરીદવાની શક્તિ હોય તો દેખાદેખીથી ગાડી ખરીદવાનું સાહસ કરવું જોઈએ નહિ. તેમ છે ન કરવાથી આપણી માનસિક શાંતિ હણાય છે, આપણે બિનજરૂરી તણાવમાં આવી જઈએ છીએ.

GSEB Class 11 Gujarati Vyakaran કહેવતો અને અનુવાદ

(7) જીભમાં ઝેર તો જગતથી વેર.
ઉત્તરઃ
અર્થ : જીભમાં ઝેર હોય તો જગત સાથે વેર જ બંધાય છે. કર્કશ વાણી સંબંધો બગાડે છે, દુશ્મનાવટ વધારે છે. સમજૂતીઃ જેની જીભમાં અમી, તેને દુનિયા ગમી. જીભમાં ઝેર છે તેમ અમૃત પણ છે. કર્કશ વાણી ઝેર છે અને મીઠી વાણી અમૃત છે. “આંધળાનો પુત્ર આંધળો’ એવી દ્રોપદીની કર્કશ વાણીએ મહાભારત સર્જાયું. આપણે સત્ય પણ પ્રિય બોલવું જોઈએ.

(8) ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર
ઉત્તરઃ
અર્થ ડુંગર ખોદ્યો પણ તેમાંથી માત્ર ઉંદર જ મળ્યો. મહેનતના પ્રમાણમાં ફળ ન મળવું, પરિણામ ન આવવું.

સમજૂતી માણસ ઘણી મહેનત કરે, મૂડી રોકે, સાહસ કરે છતાં ઘણી વાર તેનું ધાર્યું પરિણામ મળતું નથી, ધાર્યા પ્રમાણે નફો મળતો નથી. વિદ્યાર્થી ઘણી મહેનત કરે, કોચિંગ વર્ગમાં જાય છતાં ઘણી વાર તેને તેની મહેનતના પ્રમાણમાં પરિણામ મળતું નથી.

(9) કકળાટ(કજિયા)નું મોં હંમેશાં કાળું.
ઉત્તરઃ
અર્થઃ કકળાટ કરવાથી સારું પરિણામ આવતું નથી.

સમજૂતીઃ કજિયાખોર સ્વભાવ સારો નહિ. કજિયાખોર સ્વભાવ { ધરાવતી વ્યક્તિ દરેકની સાથે નાની નાની બાબતે ઝઘડો કરે છે;

આવી વ્યક્તિ સાથે સંબંધ રાખવાની કોઈની ઇચ્છા હોતી નથી. તેને સૌ દૂરથી જ સલામ કરે છે.

આપણે મળતાવડો સ્વભાવ રાખી જીવનને આનંદમય બનાવવું જોઈએ, સૌનો પ્રેમ જીતવો જોઈએ.

GSEB Class 11 Gujarati Vyakaran કહેવતો અને અનુવાદ

(10) ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન.
ઉત્તરઃ
અર્થ ઉજ્જડ ગામમાં એરંડાને પ્રધાન જેવું માન મળે છે.

સમજૂતીઃ નાનો સમુદાય હોય, તેમાં રહેલી વ્યક્તિઓ સામાન્ય હોય ત્યારે તેમાંની કોઈ વ્યક્તિ અન્ય કરતાં થોડું વધારે જ્ઞાન ધરાવતી હોય તો તેને સૌ માન આપે છે. આવા સમયે તે વ્યક્તિ કૂવામાંના દેડકાની જેમ ફુલાય છે.

પ્રશ્ન 2.
તમારા પાઠ્યપુસ્તકમાં વપરાયેલી કોઈ પણ પાંચ કહેવત શોધી તેને પાંચ-સાત લીટીમાં સમજાવો.
નોંધઃ પાઠ્યપુસ્તકમાં કોઈ કહેવત નથી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *