Class 9 Gujarati Textbook Solutions Chapter 6 ભાષા જાય તો સંસ્કૃતિ જાય

Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions Chapter 6 ભાષા જાય તો સંસ્કૃતિ જાય Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 9 Gujarati Textbook Solutions Chapter 6 ભાષા જાય તો સંસ્કૃતિ જાય

Class 9 Gujarati Textbook Solutions Chapter 6 ભાષા જાય તો સંસ્કૃતિ જાય Textbook Questions and Answers

ભાષા જાય તો સંસ્કૃતિ જાય સ્વાધ્યાય

1. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો :

પ્રશ્ન 1.
પિતાને ગુજરાતીમાં બોલતા સાંભળીને દીકરાને કઈ લાગણી થાય છે?
(A) દીકરો હરખાય છે.
(B) દીકરાને ગુસ્સો ચડે છે.
(C) દીકરો પણ ગુજરાતીમાં બોલવા લાગે છે.
(D) દીકરો પિતાને શાંતિથી સાંભળે છે.
ઉત્તરઃ
(B) દીકરાને ગુસ્સો ચડે છે.

Class 9 Gujarati Textbook Solutions Chapter 6 ભાષા જાય તો સંસ્કૃતિ જાય

પ્રશ્ન 2.
ગુજરાતી ભાષા જવાથી લેખકને કયો ભય દેખાય છે?
(A) ભારતીય સંસ્કૃતિ જવાનો
(B) અંગ્રેજી ભાષા શીખવાનો
(C) અન્ય સંસ્કૃતિના તિરસ્કારનો
(D) કશો જ ભય દેખાતો નથી
ઉત્તરઃ
(A) ભારતીય સંસ્કૃતિ જવાનો

પ્રશ્ન 3.
ગીતાજીનાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો ગુજરાતીમાં બોલતી વખતે શો અનુભવ થાય એમ લેખક કહે છે?
(A) કશો જ અનુભવ થતો નથી.
(B) દિલમાં અનેરો આનંદ, શાંતિ અને સાત્ત્વિકતાનો અનુભવ થાય છે.
(C) અશાંતિ અનુભવાય છે.
(D) કશી જ સમજ પડતી નથી.
ઉત્તરઃ
(B) દિલમાં અનેરો આનંદ, શાંતિ અને સાત્ત્વિકતાનો અનુભવ થાય છે.

પ્રશ્ન 4.
ઉપનિષદની વિશ્વવિખ્યાત પ્રાર્થના ‘અસત્યો માંહેથી’નો ઉલ્લેખ કયા પાઠમાં છે?
(A) વારસાગત
(B) છબિ ભીતરની
(C) ભાષા જાય તો સંસ્કૃતિ જાય
(D) સો ટચનું સોનું
ઉત્તરઃ
(C) ભાષા જાય તો સંસ્કૃતિ જાય

Class 9 Gujarati Textbook Solutions Chapter 6 ભાષા જાય તો સંસ્કૃતિ જાય

2. બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
વિદેશમાં ગુજરાતી ભાષાને ટકાવી રાખવા માટેના લેખકનાં સૂચનોની નોંધ કરો.
ઉત્તર :
ભાષા જાય તેની સાથે સંસ્કૃતિ પણ જાય. આથી વિદેશમાં આવો પણ ગુજરાતી ભાષા ટકાવી રાખવી ખૂબ જરૂરી છે. તે માટે લેખક પ્રાર્થન નીચેનાં સૂચનો કરે છે ઘરમાં નાનાં છોકરાંઓની જોડે જરૂર ગુજરાતી બોલો. સ્કૂલમાં એનો અભ્યાસ દાખલ કરાવી શકો તો કરાવો, એ ન બને તો સ્કૂલના અંગે સમય પછી સ્કૂલના મકાનમાં ગુજરાતી ભણાવો. દેશથી ગુજરાતી માસિકો મંગાવો. ગુજરાતીમાં પ્રવચનો ગોઠવો. ગુજરાતી ભજનો ગાઓ. આ રીતે ગુજરાતી ભાષાનું ગૌરવ જરૂર સાચવી શકાશે.

પ્રશ્ન 2.
પરદેશ જવામાં લેખકને કયો ગેરલાભ દેખાય છે?
ઉત્તર :
પરદેશ જવામાં લેખકને મા-બાપનો વિયોગ, કામનો અતિરેક, ઓછું કૌટુંબિક જીવન, લઘુમતીનાં જોખમ, સંસ્કૃતિનો હાસ વગેરે ગેરલાભ દેખાય છે. તે સાથે ભાષા અને સંસ્કૃતિ જશે તેનું નુકસાન દેખાય છે.

3. નીચેના પ્રશ્નોના છ-સાત વાક્યોમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
લંડન મુલાકાતના લેખકના અનુભવો વર્ણવો.
ઉત્તર :
લંડનની મુલાકાત દરમિયાન લેખકને ગુજરાતી ભાષા અને સંસ્કૃતિના કેટલાક કડવા અનુભવો થયા. લેખક એક ગુજરાતી વિશ્વ મિત્ર સાથે ગુજરાતીમાં વાત કરતા હતા ત્યારે દીકરાએ પોતાના બાપને છે. : કહ્યું: “ફાધરની સાથે શું કામ ગુજરાતીમાં બોલો છો? એમને અંગ્રેજી આવડે છે.” બીજા એક ઘરમાં મમ્મીએ ક્યાંક કાર્યક્રમમાં જવા સુંદર સાડી પહેરી. દીકરાએ મમ્મીને કહ્યું, “મમ્મી, સાડી ન પહેરે તો ન ચાલે? તું સાડી પહેરે એ મને બિલકુલ ગમતું નથી, જરા ડ્રેસ બદલી આવો ને…” ત્રીજા એક ઘરમાં બહેનોનું મિલન હતું. એની શરૂઆત પ્રાર્થનાથી કરવાની હતી. લેખકે “અસત્યો માંહેથી પ્રાર્થના બોલવા કહ્યું, પણ ઉપનિષદની એ વિશ્વવિખ્યાત પ્રાર્થના કોઈને મોઢે ન હતી.

Class 9 Gujarati Textbook Solutions Chapter 6 ભાષા જાય તો સંસ્કૃતિ જાય

પ્રશ્ન 2.
‘ભાષા જાય તો સંસ્કૃતિ જાય” આ વાક્યની સમજ આપો.
ઉત્તર :
ભાષા અને સંસ્કૃતિ એકબીજાની સાથે એવી તો સંકળાયેલી રહેશે, છે કે એક જાય તો બીજી જાય. ભાષા સંસ્કૃતિ સાથે ઓતપ્રોત છે, વણાયેલી છે, એક થયેલી છે. આર્ય સંસ્કૃતિ આર્ય ભાષાઓમાં જ ટકે. ભાષા જાય એની સાથે એની આવડત જાય, એની સમજણ જાય. એનો ઉપયોગ જાય એની સાથે મૂળ દેશની સાથેનો સંપર્ક જાય, વારસાગત સંસ્કૃતિ અને સંસ્કારો જાય. ગીતાજીનાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો ગુજરાતીમાં બોલીએ ત્યારે દિલમાં અનેરો આનંદ, શાંતિ અને સાત્ત્વિક્તાનો અનુભવ વગેરે થાય છે, પરંતુ અંગ્રેજીમાં વાંચતાં એવો અનુભવ થતો નથી.

Std 9 Gujarati Textbook Solutions Chapter 6 ભાષા જાય તો સંસ્કૃતિ જાય Additional Important Questions and Answers

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર લખો :

પ્રશ્ન 1.
લેખક વિદેશમાં વસતા ગુજરાતીઓની ગુજરાતી ભાષા અંગે શી ચિંતા વ્યક્ત કરે છે?
ઉત્તર :
લેખકે વિદેશમાં વસતા ગુજરાતીઓનાં કેટલાંક ઘરની મુલાકાત લીધી. તેમના અનુભવથી ગુજરાતી ભાષા અંગે ચિંતા વ્યક્ત કરતાં કહે છેઃ “ગુજરાતી ત્યાં ટકવાનું નથી. એનું ગૌરવ સચવાવાનું નથી, એના લાભ મળવાના નથી. બહુ બહુ તો એક-બે પેઢી થોડું રહેશે. બે પેઢી પછી એનું નામનિશાન નહિ રહે.”

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 2.
લેખક “અસત્યો માંહેથી પ્રાર્થના અંગે શું કહે છે?
ઉત્તર :
લેખક કહે છે કે ઉપનિષદની ‘અસત્યો માંહેથી પ્રાર્થના – વિશ્વવિખ્યાત છે. દુનિયાના શ્રેષ્ઠ પ્રાર્થનાસંગ્રહોમાં એનું અગ્રસ્થાન છે. ગુજરાતની કોઈ પણ સ્કૂલના વિદ્યાર્થીઓને એ મોઢે છે જ અને – વિનાસંકોચે એ બોલી શકે છે.

Class 9 Gujarati Textbook Solutions Chapter 6 ભાષા જાય તો સંસ્કૃતિ જાય

પ્રશ્ન 3.
લેખક સાડી અંગે શું કહે છે?
ઉત્તર :
લેખક કહે છે કે સાડી પશ્ચિમના ભદ્ર સમાજમાં એક રુચિકર, પ્રતિષ્ઠિત, કલાત્મક વેશ ગણાય છે. ભારતીય સ્ત્રીઓ એમની આગવી છટાથી સાડી પહેરીને આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં જાય ત્યારે ખૂબ શોભે છે અને વખણાય છે.

પ્રશ્ન 4.
આફ્રિકાના એક મુલકમાં ગુજરાતીઓમાં ગુજરાતી ભાષાને ટકાવવા શો પ્રયોગ કર્યો છે?
ઉત્તર :
આફ્રિકાના એક મુલકમાં ગુજરાતીઓમાં ગુજરાતી ભાષાને ટકાવવા એક પ્રયોગ કર્યો છે. ગુજરાતી લખવામાં ઘણાને તકલીફ ન પડે તે માટે સરળ જોડણી અને સરળ નિયમો અપનાવ્યાં છે. બધી ઈ દીર્ઘ (ઈ) અને બધા ઉ હૃસ્વ (). જોડાક્ષર નહિ. અનુસ્વાર નહિ અને કોઈ ભૂલ હોય તોય ભૂલ નહિ ગણાય. સારી સગવડ અને ઉદારતા છે.

પ્રશ્ન 5.
પરદેશથી આવેલા ગુજરાતી સાક્ષરે લેખકને શું કહ્યું?
ઉત્તરઃ
પરદેશથી આવેલા ગુજરાતી સાક્ષરે લેખકને ભારપૂર્વક કહ્યું: ‘પરદેશમાં વસતા આપણા ભાઈઓએ જેમ-તેમ કરીને ગુજરાતીનું ! જ્ઞાન ચાલુ રાખવું પડશે, નહિ તો એ લોકો નરસિંહ-મીરાને, અરે, સુન્દરમ્-રાજેન્દ્ર-મકરંદને કેવી રીતે વાંચશે?”

Class 9 Gujarati Textbook Solutions Chapter 6 ભાષા જાય તો સંસ્કૃતિ જાય

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો શેમાં છે?
ઉત્તર :
સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો ગીતામાં છે.

પ્રશ્ન 2.
ભાષા જાય તો તેની સાથે શું જાય?
ઉત્તર :
ભાષા જાય તો તેની સાથે સંસ્કૃતિ જાય.

પ્રશ્ન 3.
ઉપનિષદની વિશ્વવિખ્યાત પ્રાર્થના કઈ છે?
ઉત્તર :
“અસત્યો માંહેથી’ ઉપનિષદની વિશ્વવિખ્યાત પ્રાર્થના છે.

પ્રશ્ન 4.
સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો કઈ ભાષામાં છે?
ઉત્તર :
સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો સંસ્કૃત ભાષામાં છે.

Class 9 Gujarati Textbook Solutions Chapter 6 ભાષા જાય તો સંસ્કૃતિ જાય

પ્રશ્ન 5.
પશ્ચિમના ભદ્ર સમાજમાં એક રુચિકર, પ્રતિષ્ઠિત, કલાત્મક વેશ કોને ગણવામાં આવે છે?
ઉત્તર :
પશ્ચિમના ભદ્ર સમાજમાં સાડીને એક રુચિકર, પ્રતિષ્ઠિત, કલાત્મક વેશ ગણવામાં આવે છે.

પ્રશ્ન 6.
કોણ “સવાયા ગુજરાતી કહેવાય છે?
ઉત્તર :
કાકાસાહેબ કાલેલકર “સવાયા ગુજરાતી કહેવાય છે.

પ્રશ્ન 7.
‘ભાષા જાય તો સંસ્કૃતિ જાય’ ગદ્યમાં કઈ ભાષાનું વાજબી રે મહત્ત્વ દર્શાવાયું છે?
ઉત્તર :
“ભાષા જાય તો સંસ્કૃતિ જાય’ ગદ્યમાં ગુજરાતી ભાષાનું વાજબી મહત્ત્વ દર્શાવાયું છે.

વ્યાકરણ (Vyakaran)

1. સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો:

પ્રશ્ન 1.
શરૂઆત
(અ) પ્રારંભ
(બ) આદર
(ક) અંત
ઉત્તરઃ
(અ) પ્રારંભ

Class 9 Gujarati Textbook Solutions Chapter 6 ભાષા જાય તો સંસ્કૃતિ જાય

પ્રશ્ન 2.
આમંત્રણ
(અ) મંત્ર
(બ) વિદ્યા
(ક) નિમંત્રણ
ઉત્તરઃ
(ક) નિમંત્રણ

પ્રશ્ન 3.
વિશ્વવિખ્યાત
(અ) નામચીન
(બ) શ્રેષ્ઠ
(ક) જગપ્રસિદ્ધ
ઉત્તરઃ
(ક) જગપ્રસિદ્ધ

પ્રશ્ન 4.
પ્રતિષ્ઠા
(અ) મૂર્તિપૂજા
(બ) આબરૂ
(ક) પ્રેમ
ઉત્તરઃ
(બ) આબરૂ

Class 9 Gujarati Textbook Solutions Chapter 6 ભાષા જાય તો સંસ્કૃતિ જાય

પ્રશ્ન 5.
વ્યાખ્યાન
(અ) ભાષણ
(બ) ઉપદેશ
(ક) વાંચન
ઉત્તરઃ
(અ) ભાષણ

પ્રશ્ન 6.
વ્યર્થ
(અ) નકામું
(બ) અર્થ
(ક) સરસ
ઉત્તરઃ
(અ) નકામું

પ્રશ્ન 7.
તટસ્થ
(અ) સીધું
(બ) નિષ્પક્ષ
(ક) કડક
ઉત્તરઃ
(બ) નિષ્પક્ષ

Class 9 Gujarati Textbook Solutions Chapter 6 ભાષા જાય તો સંસ્કૃતિ જાય

પ્રશ્ન 8.
વખાણ
(અ) પ્રશંસા
(બ) પ્રસાદ
(ક) પૂજ્ય
ઉત્તરઃ
(અ) પ્રશંસા

2. સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો :

પ્રશ્ન 1.
સાક્ષર
(અ) રક્ષક
(બ) અક્ષર
(ક) નિરક્ષર
ઉત્તરઃ
(ક) નિરક્ષર

પ્રશ્ન 2.
અણગમો
(અ) ગમો
(બ) નમો
(ક) ભમો
ઉત્તરઃ
(અ) ગમો

Class 9 Gujarati Textbook Solutions Chapter 6 ભાષા જાય તો સંસ્કૃતિ જાય

પ્રશ્ન 3.
સુખદ
(અ) દુઃખદ
(બ) દુઃખ
(ક) સખેદ
ઉત્તરઃ
(અ) દુઃખદ

પ્રશ્ન 4.
હાજરી
(અ) ઘેરહાજરી
(બ) ગેરહાજરી
(ક) હયાતી
ઉત્તરઃ
(બ) ગેરહાજરી

પ્રશ્ન 5.
મિલન
(અ) મલિન
(બ) વિરહ
(ક) સંકલન
ઉત્તરઃ
(બ) વિરહ

Class 9 Gujarati Textbook Solutions Chapter 6 ભાષા જાય તો સંસ્કૃતિ જાય

પ્રશ્ન 6.
ઉત્તમ
(અ) અધમ
(બ) કનિષ્ઠ
(ક) શ્રેષ્ઠ
ઉત્તરઃ
(અ) અધમ

પ્રશ્ન 7.
સગવડ
(અ) લાગવગ
(બ) અગવડ
(ક) સગડ
ઉત્તરઃ
(બ) અગવડ

પ્રશ્ન 8.
ભદ્ર
(અ) અભદ્ર
(બ) કુભદ્ર
(ક) સુભદ્ર
ઉત્તરઃ
(અ) અભદ્ર

Class 9 Gujarati Textbook Solutions Chapter 6 ભાષા જાય તો સંસ્કૃતિ જાય

3. આપેલા શબ્દોમાંથી સાચી જોડણી શોધીને લખો:

પ્રશ્ન 1.
(અ) પતીષ્ઠા
(બ) પ્રતિષ્ઠા
(ક) પ્રતીષ્ઠા
ઉત્તરઃ
(બ) પ્રતિષ્ઠા

પ્રશ્ન 2.
(અ) નુકસાન
(બ) નુકશાન
(ક) નૂકશાન
ઉત્તરઃ
(અ) નુકસાન

પ્રશ્ન 3.
(અ) કૌટુંબીક
(બ) કોટુંબિક
(ક) કૌટુંબિક
ઉત્તરઃ
(ક) કૌટુંબિક

Class 9 Gujarati Textbook Solutions Chapter 6 ભાષા જાય તો સંસ્કૃતિ જાય

પ્રશ્ન 4.
(અ) પ્રાર્થના
(બ) વીશ્વવખ્યાત
(ક) સંસ્કૃતી
ઉત્તરઃ
(અ) પ્રાર્થના

પ્રશ્ન 5.
(અ) પેઠી
(બ) સંસ્કૃત
(ક) સાત્વીક
ઉત્તરઃ
(બ) સંસ્કૃત

પ્રશ્ન 6.
(અ) ભારતીય
(બ) પશ્ચીમ
(ક) ફરીયાદ
ઉત્તરઃ
(અ) ભારતીય

Class 9 Gujarati Textbook Solutions Chapter 6 ભાષા જાય તો સંસ્કૃતિ જાય

4. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવોઃ
પ્રાર્થના, સંસ્કૃતિ, ફરિયાદ, પ્રતિષ્ઠા, પરદેશ, લક્ષણ
ઉત્તર :
પરદેશ, પ્રતિષ્ઠા, પ્રાર્થના, ફરિયાદ, લક્ષણ, સંસ્કૃતિ

5. લિંગ શબ્દ ઓળખાવોઃ

પ્રશ્ન 1.
પુંલ્લિંગ શબ્દ ઓળખાવો.
(અ) કાર્યક્રમ
(બ) સુખ
(ક) સંસ્કૃતિ
ઉત્તરઃ
(અ) કાર્યક્રમ

પ્રશ્ન 2.
સ્ત્રીલિંગ શબ્દ ઓળખાવો.
(અ) વ્યાખ્યાન
(બ) પ્રાર્થના
(ક) સામયિક
ઉત્તરઃ
(બ) પ્રાર્થના

Class 9 Gujarati Textbook Solutions Chapter 6 ભાષા જાય તો સંસ્કૃતિ જાય

પ્રશ્ન 3.
નપુંસકલિંગ શબ્દ ઓળખાવો.
(અ) પ્રયોગ
(બ) પ્રતિષ્ઠા
(ક) લક્ષણ
ઉત્તરઃ
(ક) લક્ષણ

6. વચન બદલો

પ્રશ્ન 1.
લક્ષણ
(અ) લક્ષણો
(બ) લક્ષણું
(ક) લક્ષણો
ઉત્તરઃ
(અ) લક્ષણો

પ્રશ્ન 2.
મિત્રો
(અ) મિત્રા
(બ) મિત્ર
(ક) મૈત્રી
ઉત્તરઃ
(બ) મિત્ર

Class 9 Gujarati Textbook Solutions Chapter 6 ભાષા જાય તો સંસ્કૃતિ જાય

પ્રશ્ન 3.
વિદ્યાર્થી
(અ) વિદ્યાર્થીઓ
(બ) વિદ્યાર્થિઓ
(ક) વિદ્યા
ઉત્તરઃ
(અ) વિદ્યાર્થીઓ

7. અનુગ શોધોઃ

પ્રશ્ન 1.
અમે બંને ગુજરાતીમાં વાતો કરતા હતા.
ઉત્તરઃ
માં

પ્રશ્ન 2.
એણે મારી તરફ દુઃખદ નજરે જોયું.
ઉત્તરઃ

8. નામયોગી શોધોઃ

પ્રશ્ન 1.
ભાષા અને સંસ્કૃતિ એકબીજાની સાથે સંકળાયેલી છે.
ઉત્તરઃ
સાથે

Class 9 Gujarati Textbook Solutions Chapter 6 ભાષા જાય તો સંસ્કૃતિ જાય

પ્રશ્ન 2.
જરૂર જજો પણ આંખો બંધ કરીને નહિ.
ઉત્તરઃ
કરીને

9. સંધિ છૂટી પાડોઃ

પ્રશ્ન 1.
વ્યાખ્યાન
(અ) વ્યા + ખાન
(બ) વિ + આખ્યાન
(ક) વિ + ખ્યાન
ઉત્તર :
(બ) વિ + આખ્યાન

પ્રશ્ન 2.
સાક્ષર
(અ) સ + અક્ષર
(બ) સા + અક્ષર
(ક) સા + ક્ષર
ઉત્તર :
(અ) સ + અક્ષર

Class 9 Gujarati Textbook Solutions Chapter 6 ભાષા જાય તો સંસ્કૃતિ જાય

10. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો?

પ્રશ્ન 1.
દર માસે પ્રગટ થતું સામયિક
(અ) પાક્ષિક
(બ) અઠવાડિક
(ક) માસિક
ઉત્તર :
(ક) માસિક

પ્રશ્ન 2.
અક્ષરજ્ઞાન ધરાવનાર
(અ) નિરક્ષર
(બ) સાક્ષર
(ક) શિક્ષક
ઉત્તર :
(બ) સાક્ષર

Class 9 Gujarati Textbook Solutions Chapter 6 ભાષા જાય તો સંસ્કૃતિ જાય

પ્રશ્ન 3.
જેની બુદ્ધિ સ્થિર છે તે
(અ) સ્થિતપ્રજ્ઞ
(બ) અજ્ઞ
(ક) સુજ્ઞ
ઉત્તર :
(અ) સ્થિતપ્રજ્ઞ

ભાષા જાય તો સંસ્કૃતિ જાય Summary in Gujarati

ભાષા જાય તો સંસ્કૃતિ જાય પાઠ-પરિચય
કાલસ જી. વાલેસ “ફાધર વાલેસ’ (જન્મઃ 04-11-1925)

આજે ઘણા લોકો પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમની નિશાળોમાં ભણવા મોકલે છે અને તેમનાં બાળકો પરદેશમાં સ્થાયી થાય તેમ ઇચ્છે છે. ગુજરાતી ભાષા અને સંસ્કૃતિને કેવી રીતે બચાવવી એ એક ચિંતાનો વિષય છે.

આ નિબંધમાં લેખકે – ફાધર વાલેસે – ગુજરાતી ભાષાનું મહત્ત્વ સમજાવ્યું છે. તે કહે છે કે જ્યારે ભાષાનો હ્રાસ થાય ત્યારે તે સમાજની સંસ્કૃતિનો પણ હૃાસ થાય છે. હવે તો પરદેશમાં રહેતાં ગુજરાતી બાળકોને તેમનાં મા-બાપ ગુજરાતી બોલે કે પારંપરિક પોશાક પહેરે તે ગમતું નથી. તે કહે છે કે પરદેશમાં રહેતાં મા-બાપનો વિયોગ, કામનું ભારણ, ઓછું કૌટુંબિક જીવન, લઘુમતીનાં જોખમ તો છે જ, પરંતુ સંસ્કૃતિનો હ્રાસ એ સૌથી મોટું જોખમ છે.

આપણે ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનું મહત્ત્વ સમજવું જોઈએ અને તે બચાવવા માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ.

[Today many people send their children to study in English medium schools and wish their children settle in foreign countries. It is a question of worry how to save Gujarati language and culture.

Class 9 Gujarati Textbook Solutions Chapter 6 ભાષા જાય તો સંસ્કૃતિ જાય

In this essay, the writer – Father Vales – has described the importance of Gujarati language. He says when a language is destroyed, the culture of the society is also destroyed. Now, children in foreign countries, dislike when their parents speak in Gujarati and wear traditional dresses. He also warns us that there is a risk of parents’ separation, overload work, lack of family-life and risk of minority people in living there. But the destruction of culture is the greatest risk.

We must understand the importance of Gujarati language and culture and try sincerely to save them.]

ભાષા જાય તો સંસ્કૃતિ જાય શબ્દાર્થ (Meanings)

  • અણગમો – અપ્રિય; dislike.
  • ગુસ્સાથી આવેશથી; angrily.
  • લાડ-વહાલ; fondling.
  • મિલન -મિલાપ; get together.
  • શરૂઆત – પ્રારંભ; beginning.
  • વિશ્વવિખ્યાત – જગપ્રસિદ્ધ; worldfamous.
  • અગ્રસ્થાન – આગળ પડતું – મુખ્ય સ્થાન; prominent place.
  • વિનાસંકોચે – સંકોચ વગર; without hesitation.
  • ભદ્ર – સભ્ય, ખાનદાન; cultured.
  • પ્રતિષ્ઠા – આબરૂ; reputation, credit.
  • પ્રિષ્ઠ 185 ઉદારતા – ઓદાર્થ; મનની વિશાળતા; generosity, liberality.
  • આમંત્રણ – નિમંત્રણ; invitation.
  • વ્યાખ્યાન – ભાષણ; speech, lecture.
  • આતિથ્ય – મહેમાનગીરી, પરોણાચાકરી; hospitality.
  • માસિક દર માસે પ્રગટ થતું સામયિક; monthly.
  • પ્રવચન – વ્યાખ્યાન; lecture. Class 9 Gujarati Textbook Solutions Chapter 6 ભાષા જાય તો સંસ્કૃતિ જાય
  • ભ્રમણા – ભ્રાંતિ, ખોટો ખ્યાલ; illusion, wrong notion.
  • વ્યર્થ-નકામું; in vain. પેઢી –વંશનો
  • તબક્કો; generation.
  • સાક્ષર – અક્ષરજ્ઞાન ધરાવતું, શિક્ષિત; learned (person.
  • સંપર્ક – સંબંધ; contact.
  • વારસાગત – વારસામાં મળેલું; hereditary.
  • તટસ્થ – નિષ્પક્ષ, અલિપ્ત, મક્કમ; disinterested, unprejudiced.
  • ઓતપ્રોત – તલ્લીન, એકરૂપ થયેલું, એકબીજા સાથે વણાઈ ગયેલું; engrossed in, mixed up.
  • સ્થિતપ્રજ્ઞ – જેનું ચિત્ત આશા-નિરાશા, સુખ-દુઃખ, હર્ષ-શોક, ઇતર વંદ્વોથી પર છે એવું, જેની બુદ્ધિ સ્થિર છે એવું; one who is free from hope and despair, pleasure and suffering, etc.; the person who has steady mind.
  • સાત્ત્વિકતા – સત્ત્વવાળું; purity.
  • સ્પષ્ટ – ચોખ્ખું, ખુલ્લું; clear, plain.
  • પૃષ્ઠ 19 આંખો બંધ કરીને – વિચાર્યા વગર, without thinking.
  • લઘુમતી – સરખામણીમાં ઓછા લોકો; minority.
  • હાસ -નાશ; decay, destruction.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *