GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati

Solving these GSEB Std 12 Physics MCQ Gujarati Medium Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો will make you revise all the fundamental concepts which are essential to attempt the exam.

GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati

પ્રશ્ન 1.
મેક્સવેલના સમીકરણો ………………………. ના મૂળભૂત નિયમો વર્ણવે છે.
(A) માત્ર વિદ્યુતશાસ્ત્ર
(B) માત્ર ચુંબકત્વ
(C) માત્ર યંત્રશાસ્ત્ર
(D) (A) અને (B) બંને
જવાબ
(D) (A) અને (B) બંને
મૅક્સવેલના સમીકરણો વિદ્યુતચુંબકત્વના મૂળભૂત નિયમને વર્ણવે છે.

પ્રશ્ન 2.
બે સમાંતર પ્લેટો વચ્ચેનું અંતર d અને પ્લેટોનું ક્ષેત્રફળ A ને અચળ પ્રવાહ I વડે ચાર્જ કરેલું છે. ધારો કે \(\frac{A}{2}\) ક્ષેત્રફળવાળી પ્લેટને કેપેસિટરની બે પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે છે, તો આ ક્ષેત્રફળમાંથી પસાર થતો સ્થાનાંતર પ્રવાહ ………………………..
(A) I
(B) \(\frac{\mathrm{I}}{2}\)
(C) \(\frac{\mathrm{I}}{4}\)
(D) \(\frac{\mathrm{I}}{8}\)
જવાબ
(B) \(\frac{\mathrm{I}}{2}\)
t સમયે કૅપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર q = It
આ સમયે પ્લેટો વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર
E = \(\frac{q}{\mathrm{~A} \varepsilon_0}=\frac{\mathrm{I} t}{\mathrm{~A} \varepsilon_0}\) ……………… (1)
⇒ \(\frac{A}{2}\) ક્ષેત્રફળમાંથી પસાર થતું ફૂલક્સ
ΦE = (\(\frac{A}{2}\))E = \(\frac{A}{2}\)(\(\frac{\mathrm{I} t}{\mathrm{~A} \varepsilon_0}\)) પરિણામ (1) પરથી
∴ ΦE = \(\frac{\mathrm{I} t}{2 \varepsilon_0}\)
⇒ સ્થાનાંતર પ્રવાહ
Id = ε0\(\frac{d \phi_{\mathrm{E}}}{d t}\)
= ε0\(\frac{d}{d t}\left(\frac{\mathrm{I} t}{2 \varepsilon_0}\right)\)
= \(\frac{\mathrm{I}}{2}\)

પ્રશ્ન 3.
વિદ્યુતચુંબકીય તરંગોની આગાહી કરનાર વૈજ્ઞાનિક …………………. હતો.
(A) હર્ટ્ઝ
(B) ફેરેડે
(C) માર્કોની
(D) મૅક્સવેલ
જવાબ
(A) હર્ટ્ઝ

પ્રશ્ન 4.
વિદ્યુતચુંબકીય તરંગોની પ્રાયોગિક સાબિતી આપનાર વૈજ્ઞાનિક …………………….. હતો.
(A) હર્ટ્ઝ
(B) ઍમ્પિયર
(C) ગૉસ
(D)મૅક્સવેલ
જવાબ
(A) હર્ટ્ઝ

પ્રશ્ન 5.
વિદ્યુતચુંબકીય તરંગોના વિકલ સમીકરણમાં ખૂટતી વિગત પૂરી પાડનાર વૈજ્ઞાનિકનું નામ આપો.
(A) હર્ટ્ઝ
(B) મૅક્સવેલ
(C) ઍમ્પિયર
(D) ગૉસ
જવાબ
(B) મૅક્સવેલ

પ્રશ્ન 6.
વિદ્યુતચુંબકીય તરંગોના વિકલ સમીકરણમાં ખૂટતી બાબત કયા સ્વરૂપમાં પૂરી પાડવામાં આવી હતી ?
(A) સ્થાનાંતર પ્રવાહ
(B) વિદ્યુતપ્રવાહ
(C) ઉષ્માપ્રવાહ
(D) ઊલટસૂલટ પ્રવાહ
જવાબ
(A) સ્થાનાંતર પ્રવાહ

GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati

પ્રશ્ન 7.
નીચેનામાંથી કઈ બાબત સ્થાનાંતર પ્રવાહ દર્શાવ છે ?
(A) ε0\(\frac{d \mathrm{~B}}{d t}\)
(B) ε0\(\frac{d \phi_{\mathrm{E}}}{d t}\)
(C) ε0\(\frac{d \phi_{\mathrm{B}}}{d t}\)
(D) ε\(\frac{d \mathrm{I}}{d t}\)
જવાબ
(B) ε0\(\frac{d \phi_{\mathrm{E}}}{d t}\)

પ્રશ્ન 8.
ચુંબકત્વ અંગેનો ગોસનો નિયમ દર્શાવતું હોય તેવું સમીકરણ આપો.
(A) \(\oint \overrightarrow{\mathrm{E}} \cdot d \vec{a}=\frac{q}{\varepsilon_0}\)
(B) \(\oint \overrightarrow{\mathrm{B}} \cdot d \vec{a}\) = 0
(C) \(\oint \overrightarrow{\mathrm{B}} \cdot d \vec{l}-\frac{d \phi_{\mathrm{B}}}{d t}\)
(D) \(\oint \overrightarrow{\mathrm{E}} \cdot d \vec{l}\) = µ0(ic + id).
જવાબ
(B) \(\oint \overrightarrow{\mathrm{B}} \cdot d \vec{a}\) = 0

પ્રશ્ન 9.
સ્થાનાંતર પ્રવાહનો SI એકમ શું છે ?
(A) કુલમ્બ
(B) ફૅરેડે
(C) ઍમ્પિયર
(D) વેબર
જવાબ
(C) ઍમ્પિયર

પ્રશ્ન 10.
A ક્ષેત્રફળવાળી બે પ્લેટોના બનેલા કેપેસિટર પર Q વિધુતભાર હોય, તો તેમની વચ્ચેનું વિધુતક્ષેત્ર ……………..
(A) E = \(\frac{\mathrm{Q}}{\varepsilon_0 \mathrm{~A}}\)
(B) E = \(\frac{\mathrm{Q}}{2 \varepsilon_0 \mathrm{~A}}\)
(C) E = \(\frac{2 \mathrm{Q}}{\varepsilon_0 \mathrm{~A}}\)
(D) E = \(\frac{\varepsilon_0 \mathrm{~A}}{\mathrm{Q}}\)
જવાબ
(A) E = \(\frac{\mathrm{Q}}{\varepsilon_0 \mathrm{~A}}\)

પ્રશ્ન 11.
કેપેસિટરની ક્ષમતા 2PF છે. કેપેસિટરની અંદરનું વિધુતક્ષેત્ર 1012 Vs-1 ના દરે બદલાતું હોય તો સ્થાનાંતર પ્રવાહ ……………………
A છે. (DPMT – 2002)
(A) 2
(B) 3
(C) 6
(D) 9
જવાબ
(A) 2
I = \(\frac{d \mathrm{Q}}{d t}\) પણ Q = CV મૂકતાં
= \(\frac{\mathrm{d}}{\mathrm{dt}}\) (CV) = C. \(\frac{d \mathrm{~V}}{d t}\)
= 2 × 10-12 × 1012 ∴ I = 2A

પ્રશ્ન 12.
વિદ્યુતચુંબકીય તરંગો ધારણ કરે છે ……………………
(A) માત્ર ઊર્જા, વેગમાન નહીં.
(B) માત્ર વેગમાન, ઊર્જા નહીં.
(C) ઊર્જા અને વેગમાન બંને
(D) બેમાંથી એક પણ નહીં.
જવાબ
(C) ઊર્જા અને વેગમાન બંને

GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati

પ્રશ્ન 13.
ચુંબકીય ક્ષેત્ર …………………… વડે ઉત્પન્ન થઈ શકે છે.
(A) ગતિમાન વિદ્યુતભાર
(B) બદલાતા જતા વિદ્યુતક્ષેત્ર
(C) (A) અને (B) બંને
(D) આમાંથી એકેય નહીં
જવાબ
(C) (A) અને (B) બંને

પ્રશ્ન 14.
એમ્પિયરના સર્કિટલ નિયમનું મેક્સવેલે સુધારેલું સ્વરૂપ ……………………
(A) \(\oint \overrightarrow{\mathrm{B}} \cdot \overrightarrow{\mathrm{dA}}\) = 0
(B) \(\oint \overrightarrow{\mathrm{B}} \cdot \overrightarrow{\mathrm{dA}}\) = μ0I
(C) \(\oint \overrightarrow{\mathrm{B}} \cdot \overrightarrow{d l}=\frac{d \phi_{\mathrm{B}}}{d t}\)
(D) \(\oint \vec{B} \cdot \overrightarrow{d l}\) = μ0iC + μ0ε0\(\frac{d \phi_{\mathrm{B}}}{d t}\)
જવાબ
(D) \(\oint \vec{B} \cdot \overrightarrow{d l}\) = μ0iC + μ0ε0\(\frac{d \phi_{\mathrm{B}}}{d t}\)

પ્રશ્ન 15.
મેક્સવેલે આપેલ સમીકરણ નીચેનામાંથી કર્યો નિયમ દર્શાવે છે ?
(A) ઍમ્પિયરનો નિયમ
(B) વિદ્યુત માટેનો ગૉસનો નિયમ
(C) ફેરેડેનો નિયમ
(D) ચુંબકત્વ માટેનો ગૉસનો નિયમ
જવાબ
(C) ફેરેડેનો નિયમ

પ્રશ્ન 16.
ઉત્તર દિશામાં ગતિ કરતાં વિદ્યુતચુંબકીય તરંગોમાં વિધુતક્ષેત્રનો સદિશ ઉપર તરફ છે તેથી ચુંબકીય ક્ષેત્રનો ……………….. સદિશ દિશામાં હશે.
(A) ઉત્તર
(B) પૂર્વ
(C) પશ્ચિમ
(D) નીચે તરફ
જવાબ
(B) પૂર્વ

પ્રશ્ન 17.
શૂન્યાવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગોની ઝડપ …………………
(A) વિકિરણના ઉદ્ગમ પર આધાર રાખે છે.
(B) γ-કિરણોથી રેડિયો તરંગો જતાં વધે છે.
(C) γ-કિરણોથી રેડિયો તરંગો જતાં ઘટે છે.
(D) વર્ણપટના બધા ગાળામાં સમાન હોય.
જવાબ
(D) વર્ણપટના બધા ગાળામાં સમાન હોય.
વર્ણપટના બધા ગાળામાં શૂન્યાવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગોની ઝડપ સમાન હોય છે એટલે કે 3 × 108 m/s હોય છે.

પ્રશ્ન 18.
સમતલ વિદ્યુતચુંબકીય તરંગના એક પૂર્ણ ચક્ર દરમિયાન નીચેના કયા ક્ષેત્રનું સરેરાશ મૂલ્ય શૂન્ય હોય ?
(A) વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંનેનું
(B) માત્ર વિદ્યુત ક્ષેત્રનું
(C) માત્ર ચુંબકીય ક્ષેત્રનું
(D) માત્ર ચુંબકીય ઊર્જાનું
જવાબ
(A) વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર બંનેનું

GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati

પ્રશ્ન 19.
શૂન્યાવકાશની પરમિટિવિટીનો એકમ ……………………… છે.
(A) C2 N-2 m-2
(B) C2 N-1 m-2
(C) C2 N-1 m-1
(D) C2 N-2 m-1
જવાબ
(B) C2 N-1 m-2

પ્રશ્ન 20.
શૂન્યાવકાશમાં એક વિદ્યુતચુંબકીય તરંગ સાથે સંકળાયેલ વિધુતક્ષેત્ર E = 40 cos(kz – 6 × 108t)î વડે આપેલું છે. જ્યાં E એ \(\frac{\mathrm{V}}{\mathrm{m}}\), z એ m અને t એ sમાં છે, તો તે સદિશ k નું મૂલ્ય ……………………. થાય.
(A) 2 m-1
(B) 0.5 m-1
(C) 6m-1
(D) 3m-1
જવાબ
(A) 2m-1
આપેલ સમીકરણ વ્યાપક સમીકરણ,
E = E0cos(kz – ωt)i7 સાથે સરખાવતાં,
ω = 6 × 108 t
પણ c = \(\frac{\omega}{k}\) માટે k = \(\frac{\omega}{c}\)
∴ k = \(\frac{6 \times 10^8}{3 \times 10^8}\) = 2 m-1

પ્રશ્ન 21.
વિદ્યુતચુંબકીય તરંગોના ગુણધર્મ માટે નીચેનામાંથી કર્યું ખોટું છે ?
(A) બંને ક્ષેત્રો એક જ સમયે અને એક જ સ્થાને મહત્તમ અને ન્યૂનતમે પહોંચે.
(B) બંને ક્ષેત્રોમાં ઊર્જા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સદિશો વચ્ચે સમાન રીતે વિભાજિત થાય છે.
(C) બંને ક્ષેત્રોના સદિશો એકબીજાને સમાંતર અને તરંગ પ્રસરણની દિશાને લંબ છે.
(D) આ તરંગોના પ્રસરણ માટે કોઈ દ્રવ્ય માધ્યમની જરૂ૨ નથી.
જવાબ
(C) બંને ક્ષેત્રોના સદિશો એકબીજાને સમાંતર અને તરંગ પ્રસરણની દિશાને લંબ છે.

પ્રશ્ન 22.
માઇક્રોવેવ ઓવન પાણીના અણુ ધરાવતી ખોરાકની વાનગીને જે સ્થિતિમાં સૌથી વધારે કાર્યક્ષમતાથી ગરમ કરે છે તે સ્થિતિમાં માઇક્રોવેવ ……………………….
(A) ઉષ્મા તરંગો છે તેથી હંમેશાં ગરમી ઉત્પન્ન કરે છે.
(B) ઓવનમાં અધોરક્ત તરંગો છે જે વધારે ગરમી ઉત્પન્ન કરે છે.
(C) ની આવૃત્તિ પાણીનાં અણુઓની આવૃત્તિ સાથે અનુનાદ થવાથી વધારે ગરમી ઉત્પન્ન કરે છે.
(D) ની આવૃત્તિને પાણીનાં અણુઓની આવૃત્તિ સાથે કોઈ સંબંધ નથી.
જવાબ
(C) ની આવૃત્તિ પાણીનાં અણુઓની આવૃત્તિ સાથે અનુનાદ થવાથી વધારે ગરમી ઉત્પન્ન કરે છે.

પ્રશ્ન 23.
એક માધ્યમમાં પ્રગામી સમતલ વિદ્યુતચુંબકીય તરંગ EZ = 100cos(6 × 108t + 4x) Vm-1 છે, તો માધ્યમનો વક્રીભવનાંક ……………………..
(A) 1.5
(B) 2.0
(C) 2.4
(D) 4.0
જવાબ
(B) 2.0
આપેલા સમીકરણને EZ = E0cos(ωt + kx) સાથે સરખાવતાં
E0 = 100\(\frac{\mathrm{N}}{\mathrm{C}}\), ω = 6 × 108 rads-1 k = 4 rad m-1
∴ માધ્યમમાં તરંગનો વેગ
v = \(\frac{\omega}{k}=\frac{6 \times 10^8}{4}=\frac{3}{2}\) × 108 ms-1
∴ વક્રીભવનાંક μ = \(\frac{c}{v}=\frac{3 \times 10^8}{3 / 2 \times 10^8}\) = 2

પ્રશ્ન 24.
I(\(\frac{\mathrm{W}}{\mathrm{m}^2}\))તીવ્રતાવાળા વિદ્યુતચુંબકીય તરંગનું અપરાવર્તક સપાટી પર દબાણ …………………. (c એ પ્રકાશનો વેગ છે)
(A) Ic
(B) Ic2
(C) \(\frac{\mathrm{I}}{c}\)
(D) \(\frac{\mathrm{I}}{c^2}\)
જવાબ
(C)
દબાણ P = \(\frac{\mathrm{I}}{c}\)

GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati

પ્રશ્ન 25.
દેશ્ય પ્રકાશનું વિકિરણ દબાણ (Nm-2) માં કયા ક્રમનું હોય છે ?
(A) 10-2
(B) 10-4
(C) 10-6
(D) 10-8
જવાબ
(C) 10-6
ઈ.સ. 1903 માં અમેરિકન વૈજ્ઞાનિકો નિકોલ્સ અને હુલ નામના વૈજ્ઞાનિકોએ દશ્યપ્રકાશના વિકિરણનું દબાણ માપ્યું અને તે 7 × 10-6 Nm-2 હતું.

પ્રશ્ન 26.
E અને B અનુક્રમે વિધુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય દર્શાવે છે, તો નીચેનામાંથી કર્યું પરિમાણરહિત છે ?
(A) \(\sqrt{\mu_0 \varepsilon_0} \frac{E}{B}\)
(B) μ0ε0\(\frac{E}{B}\)
(C) μ0ε0(\(\frac{B}{E}\))2
(D) \(\frac{\mathrm{E}}{\mathrm{B}} \cdot \frac{\mu_0}{\varepsilon_0}\)
જવાબ
(A) \(\sqrt{\mu_0 \varepsilon_0} \frac{E}{B}\)
\(\sqrt{\mu_0 \varepsilon_0}=\frac{1}{c}\) અને \(\frac{E}{B}\) = c
∴ \(\sqrt{\mu_0 \varepsilon_0} \cdot \frac{\mathrm{E}}{\mathrm{B}}=\frac{1}{c}\) × c = 1 ∴ પરિમાણરહિત.

પ્રશ્ન 27.
મુક્ત અવકાશમાં વિધુતચુંબકીય તરંગનાં વિધુતક્ષેત્રને સદિશ Y-દિશામાં અને ચુંબકીય ક્ષેત્રનો સદિશ Z-દિશામાં છે, તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?
(A) \((\overrightarrow{\mathrm{E}} \times \overrightarrow{\mathrm{B}}) \cdot \overrightarrow{\mathrm{E}}\) = 1
(B) \((\overrightarrow{\mathrm{E}} \times \overrightarrow{\mathrm{B}}) \cdot \overrightarrow{\mathrm{B}}\) = 1
(C) \((\overrightarrow{\mathrm{E}} \times \overrightarrow{\mathrm{B}}) \cdot \overrightarrow{\mathrm{B}}\) = 0
(D) એક પણ નહીં.
જવાબ
(C) \((\overrightarrow{\mathrm{E}} \times \overrightarrow{\mathrm{B}}) \cdot \overrightarrow{\mathrm{B}}\) = 0
\((\vec{E} \times \vec{B}) \perp \vec{B}\) હોવાથી \((\overrightarrow{\mathrm{E}} \times \overrightarrow{\mathrm{B}}) \cdot \overrightarrow{\mathrm{B}}\) = 0 થાય.

પ્રશ્ન 28.
ઋણ X-અક્ષની દિશામાં ગતિ કરતા વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુત અને ચુંબકીય સદિશોની દિશા આકૃતિ (1) અને આકૃતિ (2)માં દર્શાવી છે તે પરથી સત્યાર્થતા ચકાસો.
GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati 1
(A) (1) સાચું છે, (2) ખોટું છે.
(B) (1) અને (2) બંને સાચા છે.
(C) (2) સાચું છે, (1) ખોટું છે.
(D) (1) અને (2) બંને ખોટા છે.
જવાબ
(A) (1) સાચું છે, (2) ખોટું છે.

પ્રશ્ન 29.
એકબીજા સાથે સંલગ્ન વિધુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રના કંપવિસ્તારનો સંબંધ ……………………
(A) E0 = B0
(B) E0 = cB0
(C) E0 = \(\frac{\mathrm{B}_0}{c}\)
(D) E0 = \(\frac{c}{\mathrm{~B}_0}\)
જવાબ
(B) E0 = cB0
વિદ્યુતચુંબકીય તરંગોની લાક્ષણિકતા પરથી \(\overrightarrow{\mathrm{E}}\) અને \(\overrightarrow{\mathrm{B}}\) ના મૂલ્યો વચ્ચેનો સંબંધ \(\frac{E}{B}\) = c છે.
જ્યાં |\(\overrightarrow{\mathrm{E}}\)| = E0 sin(ωt – kx) અને
|\(\overrightarrow{\mathrm{B}}\)| = B0 sin(ωt – kx) મૂકતાં,
\(\frac{\mathrm{E}_0}{\mathrm{~B}_0}\) = c ∴ E0 = cB0

પ્રશ્ન 30.
B0 = μ0H0 સૂત્રનો ઉપયોગ કરીને સમતલ વિદ્યુતચુંબકીય તરંગ માટે \(\frac{\mathrm{E}_0}{\mathrm{H}_0}\) નો ગુણોત્તર શોધો.
(A) \(\frac{c}{\mu_0}\)
(B) μ0c
(C) \(\frac{\mu_0}{c}\)
(D) μ0c2
જવાબ
(B) μ0c
\(\frac{\mathrm{E}_0}{\mathrm{B}_0}\) = c પણ B0 = μ0H0
∴ \(\frac{\mathrm{E}_0}{\mu_0 \mathrm{H}_0}\) = c ⇒ \(\frac{\mathrm{E}_0}{\mathrm{H}_0}\) = μ0с

GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati

પ્રશ્ન 31.
ધન X-દિશામાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગો માટે \(\overrightarrow{\mathrm{E}}\) નાં દોલનો Y-અક્ષ પર છે, તો નીચેનામાંથી કઈ બાબત સાચી છે ?
(A) Ex = Ey = 0, Ez ≠ 0
(B) Ex = Ez = 0, Ey ≠ 0
(C) Ex ≠ Ey, Ez ≠ 0
(D) Ex = Ey = Ez
જવાબ
(B) Ex = Ez = 0, Ey ≠ 0
વિદ્યુતચુંબકીય તરંગોમાં \(\overrightarrow{\mathrm{E}}\) માં દોલનો Y-અક્ષ પર થાય છે. તેથી Ey ≠ 0, અને Ex = Ez = 0.

પ્રશ્ન 32.
વિદ્યુતચુંબકીય તરંગોની દિશા નીચેનામાંથી કોની દિશામાં હોય છે ?
(A) \(\frac{\overrightarrow{\mathrm{E}}}{\overrightarrow{\mathrm{B}}}\)
(B) \(\overrightarrow{\mathrm{E}} \times \overrightarrow{\mathrm{B}}\)
(C) \(\overrightarrow{\mathrm{B}} \times \overrightarrow{\mathrm{E}}\)
(D) \(\overrightarrow{\mathrm{B}}\)
જવાબ
(B) \(\overrightarrow{\mathrm{E}} \times \overrightarrow{\mathrm{B}}\)
વિદ્યુતચુંબકીય તરંગોના પ્રસરણની ઘટનામાં દિશાઓને ધ્યાનમાં લેતાં, \(\overrightarrow{\mathrm{E}}\) ⊥ \(\overrightarrow{\mathrm{B}}\) ⊥ \(\vec{v}\) હોય છે. જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી,
\(\overrightarrow{\mathrm{E}} \times \overrightarrow{\mathrm{B}} \perp \vec{v}\)
∴ \(\overrightarrow{\mathrm{E}} \times \overrightarrow{\mathrm{B}}=\vec{v}\) થાય.

પ્રશ્ન 33.
εr = 1.3 અને µr = 2.14 ધરાવતા માધ્યમમાં વિદ્યુતચુંબકીય તરંગગતિ કરે છે, તો આ માધ્યમમાં વિદ્યુતચુંબકીય તરંગની ઝડપ ……………………… હશે.
(A) 3.6 × 108 m/s
(B) 1.8 × 108 m/s
(C) 1.8 × 106 m/s
(D) 13.6 × 106 m/s
જવાબ
(B) 1.8 × 108 m/s
GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati 2
∴ v = 1.796 × 108
∴ v ≈ 1.8 × 108 m/s

પ્રશ્ન 34.
એક વિદ્યુતચુંબકીય તરંગના વિધુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય E = E0sin ωt(t – \(\frac{x}{v}\)) સૂત્ર દ્વારા મળે છે, તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા B0 નું મૂલ્ય ………………….
(A) \(\frac{\mathrm{E}_0}{c}\) sin ω(t – \(\frac{x}{v}\))
(B) \(\frac{\mathrm{E}_0}{c}\) sin ω(t – \(\frac{y}{c}\))
(C) \(\frac{\mathrm{E}_0}{c}\) sin ω(t – \(\frac{y}{z}\))
(D) (B) અને (C) બંન
જવાબ
(A) \(\frac{\mathrm{E}_0}{c}\) sin ω(t – \(\frac{x}{v}\))
E = E0sin ω(t – \(\frac{x}{v}\)) સૂત્ર પરથી કહી શકાય કે આ સૂત્ર ધન x દિશામાં પ્રસરતા પ્રગામી હાર્મોનિક તરંગનું સમીકરણ છે.
હવે, c = \(\frac{\mathrm{E}_0}{\mathrm{~B}_0}\) ⇒ ∴ B0 = \(\frac{\mathrm{E}_0}{c}\)
∴ માગેલ સમીકરણ \(\frac{\mathrm{E}_0}{c}\) sin ω(t – \(\frac{x}{v}\))

પ્રશ્ન 35.
બે વિજાતીય વિદ્યુતભારિત કણો મુક્ત અવકાશમાં તેમના મધ્યમાનસ્થાનની આસપાસ 109 Hz આવૃત્તિથી દોલન કરે છે. તેમને અનુરૂપ ઉત્પન્ન થયેલા વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઇ ……………………. હશે.
(A) 0.3 m
(B) 3 × 1017m
(C) 109 m
(D) 3.3m
જવાબ
(A) 0.3 m
c = fλ ⇒ λ = \(\frac{c}{f}\)
c = 3 × 108 m/s
f = 1 × 109 Hz
∴ λ = \(\frac{3 \times 10^8}{10^9}\) = 0.3 m

પ્રશ્ન 36.
અવકાશમાં એક વિદ્યુતચુંબકીય તરંગની આવૃત્તિ 2 MHz છે. જેની સાપેક્ષ પરમિટિવિટી εr = 4.0 હોય તેવા માધ્યમમાંથી આ તરંગ પસાર થાય ત્યારે તેની તરંગલંબાઈ ………………… અને આવૃત્તિ …………………..
(A) બમણી થાય, અડધી થાય.
(B) બમણી થાય, અચળ રહે
(C) અડધી થાય, બમણી થાય.
(D) અડધી થાય, અચળ રહે
જવાબ
(D) અડધી થાય, અચળ રહે
GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati 3
આમ, આવૃત્તિ f અચળ રહેશે અને તરંગલંબાઈ અડધી થશે.

GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati

પ્રશ્ન 37.
હવાનો ડાઇ-ઇલેક્ટ્રિક અચળાંક 1.005 છે અને હવામાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગની ઝડપ a × 1010 cm/s હોય તો a = ……………………
(A) 3
(B) 3.55
(C) 2.5
(D) 2.8
જવાબ
(A) 3
ડાઇ-ઇલેક્ટ્રિક અચળાંક 1.005 હોવાથી તે લગભગ 1 ગણાય અને તેથી હવાનું માધ્યમ લગભગ શૂન્યાવકાશની માફક વ અને શૂન્યાવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગોની ઝડપ
3 × 108 m/s છે. તેથી આપેલ ઝડપ a × 108 m/s સાથે સરખાવતાં a = 3.

પ્રશ્ન 38.
એક વિદ્યુતચુંબકીય તરંગની આવૃત્તિ 25MHz છે. આ તરંગમાં કોઈ સમયે કોઈ બિંદુએ વિધુતક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય 6.3Vm-1 હોય તો તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય …………………. Wb/m2 છે. (CBSE – 1995)
(A) 3.9 × 10-2
(B) 2.52 × 10-7
(C) 2.1 × 10-8
(D) 7.5 × 10-3
જવાબ
(C) 2.1 × 10-8
વિદ્યુતચુંબકીય તરંગોનો વેગ 3 × 108 m/s છે.
∴ c = \(\frac{E}{B}\)
∴ B = \(\frac{\mathrm{B}}{c}=\frac{6.3}{3 \times 10^8}\)
∴ B = 2.1 × 10-8 T

પ્રશ્ન 39.
μ0 અને ε0 નાં મૂલ્યો અનુક્રમે 2 NA-2 અને 8 C2N-1m-2 છે, તો પ્રકાશની ઝડપ ………………………. m/s.
(A) 0.25
(B) 0.5
(C) 0.75
(D) 1.0
જવાબ
(A) 0.25
c = \(\frac{1}{\sqrt{\mu_0 \varepsilon_0}}=\frac{1}{\sqrt{2 \times 8}}=\frac{1}{4}\)
∴ c = 0.25 ms-1

પ્રશ્ન 40.
1.5 વક્રીભવનાંક ધરાવતાં માધ્યમના ડાઇઇલેક્ટ્રિક અચળાંક 2 હોય તો આ માધ્યમની પરમિઐબિલિટી ………………….. TmA-1) હોય. (μ0 = 4π × 10-7TmA-1
(A) 0.45π × 10-7
(B) 5π × 10-7
(C) 5π × 10-7
(D) 4.5π × 10-7
જવાબ
(D) 4.5π × 10-7
GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati 4
μ = 4.5π × 10-7 TmA-1

પ્રશ્ન 41.
શૂન્યાવકાશમાંથી પસાર થતાં વિદ્યુતચુંબકીય તરંગને E = E0 sin(ωt – kx) વડે આપી શકાય છે, તો નીચે પૈકીની ……………………. ભૌતિકરાશિ તેની તરંગલંબાઈથી સ્વતંત્ર હશે.
(A) \(\frac{k}{\omega}\)
(B) k
(C) ω
(D) ωk
જવાબ
(A) \(\frac{k}{\omega}\)
k = \(\frac{2 \pi}{\lambda}\) ω = 2πf = \(\frac{2 \pi c}{\lambda}\)
ωk = 2πf . \(\frac{2 \pi}{\lambda}\)
ωk = (\(\frac{2 \pi}{\lambda}\))2c
અહીં k, ω અને ωk નાં સમીકરણમાં λ હોવાથી તે તરંગલંબાઈથી સ્વતંત્ર નથી.
\(\frac{k}{\omega}=\frac{2 \pi}{\lambda} \times \frac{1}{2 \pi f}\)
= \(\frac{2 \pi}{\lambda} \times \frac{\lambda}{2 \pi c}\) (∵ c = fλ ⇒ f = \(\frac{c}{\lambda}\))
= \(\frac{1}{c}\)

પ્રશ્ન 42.
સમતલ વિદ્યુતચુંબકીય તરંગોમાં ચુંબકીય ક્ષેત્રને B = 200 sin [(4 × 1015 S-1) (t – \(\))]µT વડે આપી શકાય
તો મહત્તમ વિધુતક્ષેત્ર …………………….. N/C હશે. (c = 3 × 108 m/s)
(A) 2 × 104
(B) 6 × 104
(C) 5 × 104
(D) 3 × 104
જવાબ
(B) 6 × 104
E0 = cB0
= (3 × 108 m/s) (200 × 10-6T)
= 60000 N/C
E0 = 6 × 104 N/C

GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati

પ્રશ્ન 43.
X-દિશામાં ગતિ કરતાં પ્રકાશીય કિરણજૂથનાં વિધુતક્ષેત્રનું સમીકરણ Ey = 300 sin (t – \(\frac{x}{c}\)) Vm-1 વડે આપી શકાય છે. તેના પરિણામે ઇલેક્ટ્રોન Y- દિશામાં 2 × 10-7 m/s નાં વેગથી ગતિ કરે છે. તો અહીં ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય …………………… હશે.
(A) 9 × 1010 T, – Z દિશામાં
(B) 9 × 1010 T, + Z દિશામાં
(C) 10-6 T, + Z દિશામાં
(D) 10-6 T, Z દિશામાં
જવાબ
(C) 10-6 T, + Z દિશામાં
c = \(\frac{\mathrm{E}_0}{\mathrm{~B}_0}\) ∴ B0 = \(\frac{\mathrm{E}_0}{c}\)
= \(\frac{300}{3 \times 10^8}\)
B0 = 10-6 T
પરંતુ \(\overrightarrow{\mathrm{E}} \times \overrightarrow{\mathrm{B}} \| \vec{c}\)
અહીં \(\overrightarrow{\mathrm{B}}\), +Z દિશામાં અને \(\overrightarrow{\mathrm{B}}\) Y દિશામાં છે અને \(\vec{c}\) + X-દિશામાં છે.
માટે \(\overrightarrow{\mathrm{B}}\), 10-6 T, + Z દિશામાં.

પ્રશ્ન 44.
એક વિદ્યુતચુંબકીય તરંગ સાથે સંકળાયેલ વિધુતક્ષેત્રનું મૂલ્ય, E = 4.24sin [(7.54 × 106) (t – \(\frac{x}{3 \times 10^8}\))]\(\frac{\mathrm{mV}}{\mathrm{m}}\) છે, તો આ તરંગ સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્રની ઊર્જા ઘનતા ………………….
(A) 796 × 10-19 J
(B) 796 × 10-19 J/m3
(C) 7.96 × 10-19 J/m3
(D) 796 × 10-19 W
જવાબ
(B) 796 × 10-19 J/m3
અહીં, Em = 4.24 \(\frac{\mathrm{mV}}{\mathrm{m}}\)
∴ Erms = \(\frac{\mathrm{E}_{\mathrm{m}}}{\sqrt{2}}=\frac{4.24}{1.414}\) = 2.998 \(\frac{\mathrm{mV}}{\mathrm{m}}\)
∴ Erms 3 × 10-3 \(\frac{\mathrm{mV}}{\mathrm{m}}\)
હવે, ઊઘનતા ρ = ε0 \(\mathrm{E}_{\mathrm{rms}}^2\)
= 8.85 × 10-12 × (3 × 10-3)2
= 79.65 × 10-18 ≈ 796 × 10-19 J/m3

પ્રશ્ન 45.
વિદ્યુતચુંબકીય તરંગના વિધુતક્ષેત્રનો ઘટક નીચે મુજબ રજૂ થાય છે :
Ex = 102 sin(л(9 × 1014t – 3 x 106z)),
Ey = 0, Ez = 0 તો વિકિરણની તીવ્રતા ……………………
(A) 13.3 Wm-2
(B) 0.133 Wm-2
(C) 1.33 Wm-2
(D) 13.3 × 10-2 Wm-2
જવાબ
(A) 13.3 Wm-2
વિકિરણની તીવ્રતા
I = c ε0 \(\mathrm{E}_{\mathrm{rms}}^2\)
= 3 × 108 × 8.85 × 10-12 × \(\frac {100}{2}\) [∵ Erms = \(\frac{\mathrm{E}_{\mathrm{m}}}{\sqrt{2}}\)
∴ I = 13.3 Wm-2

પ્રશ્ન 46.
વિદ્યુતચુંબકીય તરંગો માટે વિધુતક્ષેત્રને આપેલ સમીકરણ વડે રજૂ કરવામાં આવે છે : E = 50sin (ωt – \(\frac{x}{c}\))NC-1
તરંગની તીવ્રતા …………………. Wm-2.
(A) 50
(B) 1.1 × 10-8
(C) 3.3
(D) 5.5 × 10-19
જવાબ
(C) 3.3
અહીં, Em = 50 NC-1
∴ Erms = \(\frac{50}{\sqrt{2}}\) NC-1
તરંગની તીવ્રતા I = с ∈0 \(\mathrm{E}_{\mathrm{rms}}^2\)
= \(\frac{3 \times 10^8 \times 8.85 \times 10^{-12} \times 2500}{2}\)
= 3.3 Wm-2

પ્રશ્ન 47.
10 MHz આવૃત્તિવાળા વિકિરણ સાથે સંકળાયેલ વિધુતક્ષેત્ર E = 10 sin (kx – ωt) \(\frac{\mathrm{mV}}{\mathrm{m}}\) હોય, તો તેની ઊર્જાઘનતા ……………….. Jm-30 = 8.85 × 10-12 C2N-1m-2)
(A) 4.425 × 10-16
(B) 6.26 × 10-14
(C) 8.85 × 10-16
(D) 8.85 × 10-14
જવાબ
(A) 4.425 × 10-16
ρE = \(\frac{1}{2} \varepsilon_0 \mathrm{E}_{\mathrm{m}}^2\)
= \(\frac {1}{2}\) × 8.85 × 10-12 (10 × 10-3)2
= 4.425 × 10-12 × 10-4
= 4.425 × 10-16 Jm-3

GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati

પ્રશ્ન 48.
1.328 W/m2 વિદ્યુત ધરાવતા વિદ્યુતચુંબકીય વિકિરણનું વિધુતક્ષેત્ર \(\overrightarrow{\mathbf{E}}\) = Е0 sin [л (9 × 1014t – 3 × 106)] î
વડે આપી શકાય છે. તો વિધુતક્ષેત્રનો X ઘટક Ex = …………………… V/m.
(A) 100
(B) 10\(\sqrt{10}\)
(C) 0.1
(D) 1000
જવાબ
(B) 10\(\sqrt{10}\)
GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati 5

પ્રશ્ન 49.
એક વિદ્યુતચુંબકીય તરંગના વિધુતક્ષેત્રનું સમીકરણ E = 10 sin (30 × 1014t – 107x) છે, તો વિકિરણ વડે લાગતું દબાણ …………………..
(A) 4.42 × 10-8 Pa
(B) 442 Pa
(C) 4.42 × 10-10 Pa
(D) 4.93 × 1010 Pa
જવાબ
(C) 4.42 × 10-10 Pa
GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati 6

પ્રશ્ન 50.
એક વિદ્યુતચુંબકીય તરંગ સાથે સંકળાયેલ વિધુતક્ષેત્રનું મૂલ્ય E = 8.284 (7.54 × 106) t – \(\frac{x}{3 \times 10^8}\))] \(\frac{V}{m}\) છે, તો આ તરંગ સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રની ઊર્જાઘનતા ………………………
(A) 318.5 × 10-9 J
(B) 318.5 × 10-9 W/m3
(C) 318.5 × 10-19 J/m3
(D) 318.5 × 10-19 W
જવાબ
(B) 318.5 × 10-9 W/m3
ઊર્જા ઘનતા (ρ) = ε0 \(\mathrm{E}_{\mathrm{rms}}^2\)
ρ = \(\frac{\varepsilon_0 \mathrm{E}_0^2}{2}\)
ρ = \(\frac{8.85 \times 10^{-12} \times(8.484)^2 \times 10^{-6}}{2}\) × 10-6
ρ = 318.5 × 10-9 W/m3

પ્રશ્ન 51.
એક સપાટીનું ક્ષેત્રફળ 1256 m2 છે, તેના પર 25 W ની વિકિરણ ઊર્જા આપાત થાય અને સંપૂર્ણપણે શોષાય છે, તો સપાટીને એકમ સમયમાં મળતું વેગમાન …………………. N. (c = 3 × 108m/s)
(A) 8.33 × 10-8
(B) 83.3 × 10-8
(C) 3.83 × 10-8
(D) 38.3 × 10-8
જવાબ
(A) 8.33 × 10-8
Δp = \(\frac{\Delta \mathrm{U}}{c}=\frac{25}{3 \times 10^8}\) = 8.33 × 10-8 kg \(\frac{\mathrm{m}}{\mathrm{s}}\)
F = \(\frac{\Delta p}{\Delta t}\) = 8.33 × 10-8 N

પ્રશ્ન 52.
50 W જેટલી વિકિરણ ઊર્જા આપાત થાય છે. જો બધી જ ઊર્જાનું સંપૂર્ણ શોષણ થતું હોય, તો Erms અને Brms નાં મૂલ્યો
અનુક્રમે ……………………. V/m અને …………………… Tથાય. (A = 25.8 m2 cl.)
(A) 15, 5 × 10-8
(B) 21, 7 × 10-8
(C) 18, 6 × 10-8
(D) 27, 9 × 10-8
જવાબ
(D) 27, 9 × 10-8
GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati 7

પ્રશ્ન 53.
સૂર્યથી પૃથ્વી પર પહોચતાં સૂર્ય પ્રકાશના એકરંગી વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતા 1380 Wm-2 છે. આ તરંગનાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય ……………….. T હશે.
(A) 3.4 × 10-6
(B) 5 × 10-4
(C) 4.2 × 10-6
(D) 2.6 × 10-4
જવાબ
(A) 3.4 × 10-6
અહીં, I = 1380 W/m2
I = ρc
GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati 8
B0 = 3.4 × 10-6 T

GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati

પ્રશ્ન 54.
p વેગમાન અને E ઊર્જાવાળા સમતલ વિદ્યુતચુંબકીય તરંગો જો કોઈ પદાર્થની સપાટી પર અથડાય તો P અને E નાં મૂલ્યો ………………….. હશે.
(A) P = 0, E = 0
(B) p ≠ 0, E = 0
(C) p = 0, E ≠ 0
(D) p ≠ 0, E ≠ 0
જવાબ
(D) p ≠ 0, E = 0

પ્રશ્ન 55.
એક સપાટીનું ક્ષેત્રફળ 12.56 m2 છે, તેના પર 25 W ની વિકિરણ ઊર્જા આપાત થાય અને તે સંપૂર્ણ શોષાય તો
તરંગની તીવ્રતા ………………….. Wm-2
(A) 2 × 10-2
(B) 2 × 102
(C) 2
(D) 2 × 104
જવાબ
(B) 2 × 102
I = \(\frac{\mathrm{P}}{\mathrm{A}}=\frac{25}{12.56}\) ≈ 2 × 102 Wm-2

પ્રશ્ન 56.
18 Wm-2 તીવ્રતાવાળો પ્રકાશ અપારદર્શક સપાટી પર તેને લંબરૂપે આપાત થાય છે. સપાટીનું ક્ષેત્રફળ 20 m2 હોય, તો 30 min માં સપાટી પર લાગતું સરેરાશ બળ ……………………
(A) 6.48 × 105 N
(B) 3.60 × 103 N
(C) 1.2 × 106 N
(D) 2.16 × 10-3 N
જવાબ
(D) 2.16 × 10-3 N
Δp = \(\frac{\mathrm{P}}{c}=\frac{\mathrm{IA}}{c}\)
∴ F = \(\frac{\mathrm{IA}}{c}\)Δt
= \(\frac{18 \times 20 \times 30 \times 60}{3 \times 10^8}\) = 2.16 × 10-3

પ્રશ્ન 57.
B0 = 1.0 × 10-4 T ધરાવતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગની તીવ્રતા ………………… Wm-2 હોય.
(c = 3 × 108 ms -1, μ0 = 4π × 10-7 NA-2)
(A) 2.38 × 106
(B) 1.19 × 106
(C) 6 × 105
(D) 4.76 × 106
જવાબ
(B) 1.19 × 106
Brms = \(\frac{\mathrm{B}_0}{\sqrt{2}}\) ∴ \(\mathrm{B}_{\mathrm{rms}}^2=\frac{\mathrm{B}_0^2}{2}\)
c = 3 × 108 m/s, B0 = 1 × 10-4 T
μ0 = 4π × 10-7 NA2
તીવ્રતા I = \(\frac{c \mathrm{~B}_{\mathrm{rms}}^2}{\mu_0}\)
∴ I = \(\frac{c \mathrm{~B}_0^2}{2 \mu_0}\)
∴ I = \(\frac{3 \times 10^8 \times 10^{-8}}{2 \times 12.56 \times 10^{-7}}\)
= 1.19 × 106 Wm-2

પ્રશ્ન 58.
વિદ્યુતચુંબકીય તરંગોની તીવ્રતા 0.02 વૉટ/મીટ2 હોય અને અવકાશમાં તેનો વેગ 3 × 108 ms-1 હોય તો વિકિરણની
ઊર્જા ઘનતા ……………………… Jm-2 છે.
(A) 6.67 × 1011
(B) 6.67 × 10-11
(C) 1.5 × 1010
(D) 1.5 × 10-10
જવાબ
(B) 6.67 × 10-11
ρ = \(\frac{I}{c}=\frac{0.02}{3 \times 10^8}\) = 6.67 × 10-11/sup> Jm-2

પ્રશ્ન 59.
કોઈ વિધુત ગોળામાંથી દર સેકન્ડે મળતી વિકિરણ ઊર્જા 25 જૂલ/સેકન્ડ હોય અને વિદ્યુતચુંબકીય તરંગોનો વેગ ૮ હોય, તો સપાટીને એક સેકન્ડમાં મળતું બળ ……………………. .
(A) 8.33 × 10-8 J
(B) 8.33 × 10-8 N
(C) 75 × 108 N
(D) 75 × 10-8 N
જવાબ
(B) 8.33 × 10-8 N
F = \(\frac{U}{c}=\frac{25}{3 \times 10^8}\) = 8.33 × 10-8N

પ્રશ્ન 60.
વિકિરણની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર નીચેનામાંથી કયું છે ? (2006, ’07)
(A) M1L2T-2
(B) M1L0T3
(C) M1L0T-3
(D) M0L2T-2
જવાબ
(C) M1L0T-3
I = \(\frac{\mathrm{E}}{\mathrm{A} t}\) પરથી \(\frac{\mathrm{M}^1 \mathrm{~L}^2 \mathrm{~T}^{-2}}{\mathrm{~L}^2 \mathrm{~T}^1}\) = M1L0T-3

GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati

પ્રશ્ન 61.
કૃત્રિમ ઉપગ્રહોમાં પ્રસરણ માટે કયા તરંગોનો ઉપયોગ કરે છે ?
(A) માઇક્રોવેવ
(B) ઇન્ફ્રારેડ તરંગો
(C) રેડિયો તરંગો
(D) અલ્ટ્રાસૉનિક તરંગો
જવાબ
(A) માઇક્રોવેવ

પ્રશ્ન 62.
સોનોગ્રાફી માટે કયા તરંગોનો ઉપયોગ થાય છે ?
(A) માઇક્રોવેવ
(B) ઇન્ફ્રારૅડ તરંગો
(C) રેડિયો તરંગો
(D) અલ્ટ્રાસૉનિક તરંગો
જવાબ
(D) અલ્ટ્રાસૉનિક તરંગો

પ્રશ્ન 63.
શૂન્યાવકાશમાં કયા તરંગો ગતિ કરી શકતા નથી ?
(A) ક્ષ-કિરણો
(B) રેડિયો તરંગો
(C) ઇન્ફ્રાસૉનિક તરંગો
(D) UV તરંગો
જવાબ
(C) ઇન્ફ્રાસૉનિક તરંગો

પ્રશ્ન 64.
(1) માઇક્રો તરંગોની તરંગલંબાઈ, UV કિરણોની તરંગલંબાઈ કરતાં મોટી છે.
(2) ઇન્ફ્રારેડની તરંગલંબાઈ, UV કિરણોની તરંગલંબાઈ કરતાં ઓછી છે.
(3) માઇક્રોતરંગોની તરંગલંબાઈ, ઇન્ફ્રારેડ તરંગોની તરંગલંબાઈ કરતાં ઓછી છે.
(4) વિદ્યુતચુંબકીય વર્ણપટમાં સૌથી ઓછી તરંગલંબાઈ ગેમા કિરણોની છે.
આપેલા વિધાનો પૈકી ……………………..
(A) (1) અને (2) સાચાં
(B) (2) અને (3) સાચાં
(C) (3) અને (4) સાચાં
(D) (1) અને (4) સાચાં
જવાબ
(D) (1) અને (4) સાચાં

પ્રશ્ન 65.
નીચેનામાંથી કયા તરંગોને વિદ્યુતચુંબકીય પ્રકૃતિ નથી ?
(A) X-કિરણો
(B) ગેમા કિરણો
(C) કૅથોડ કિરણો
(D) પા૨૨ક્ત કિરણો
જવાબ
(C) કૅથોડ કિરણો

પ્રશ્ન 66.
નીચે વિદ્યુતચુંબકીય વર્ણપટ અને તેના ઉત્પન્ન થવાની રીત આપેલ છે, તો તેમાંથી કયું સાચું નથી ?
(A) ગેમા કિરણો → રેડિયો ઍક્ટિવ ન્યુક્લિયસના ક્ષય
(B) અલ્ટ્રાવાયોલેટ → મૅગ્નેટ્રૉન વાલ્વ
(C) પારરક્ત કિરણો → અણુ અને પરમાણુના દોલનો
(D) X-કિરણો → કુલિજ ટ્યૂબ
જવાબ
(B) અલ્ટ્રાવાયોલેટ → મૅગ્નેટ્રૉન વાલ્વ

GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati

પ્રશ્ન 67.
સ્ફટિકમય રચના ………………….. વડે શીખી શકાય ?
(A) UV કિરણો
(B) X-કિરણો
(C) પારજાંબલી કિરણો
(D) માઇક્રોતરંગો
જવાબ
(B) X-કિરણો

પ્રશ્ન 68.
X-ray, ગેમા કિરણો અને માઇક્રો તરંગોને, શૂન્યાવકાશમાં ………………………… હોય છે.
(A) સમાન તરંગલંબાઈ પણ જુદા વેગ
(B) સમાન આવૃત્તિ પણ જુદા વેગ
(C) સમાન વેગ પણ જુદી તરંગલંબાઈ
(D) સમાન વેગ અને સમાન આવૃત્તિ
જવાબ
(C) સમાન વેગ પણ જુદી તરંગલંબાઈ

પ્રશ્ન 69.
જળ પરિવહનમાં …………………… તરંગો ઉપયોગી છે.
(A) રેડિયો
(B) પારરક્ત
(C) UV
(D) માઇક્રોવેવ
જવાબ
(D) માઇક્રોવેવ

પ્રશ્ન 70.
ગરમ પદાર્થો એટલે કે ગરમ અણુઓમાંથી મોટા ભાગે ……………………. તરંગો ઉદ્ભવે છે.
(A) રેડિયો
(B) માઇક્રોવેવ
(C) પારરક્ત
(D) UV
જવાબ
(C) પારરક્ત

પ્રશ્ન 71.
માઇક્રોવેવ ઓવનમાં ગરમ થતાં ખોરાકના ઘટકણોના દોલનની આવૃત્તિ v1 અને માઇક્રોવેવની આવૃત્તિ v2 હોય, તો ……………………..
(A) v1 < v2
(B) v1 > v2
(C) v1 = v2
(D) v1 = 0 અને v2 = ∞
જવાબ
(C) v1 = v2

GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati

પ્રશ્ન 72.
ખોરાક રાંધવા અથવા ગરમ કરવા માઇક્રોવેવ ઓવનમાં માઇક્રોવેવની કઈ આવૃત્તિનો ઉપયોગ થાય છે ? (2013)
(A) 0.915 GHz
(B) 0.651 GHz
(C) 0.501 GHz
(D) 0.5051 GHz
જવાબ
(A) 0.915 GHz

પ્રશ્ન 73.
ટ્રાફિક પોલિસ દ્વારા ઇન્ટરસેપ્ટર વાનમાં …………………….. તરંગોનો ઉપયોગ થાય છે.
(A) રેડિયો
(B) માઇક્રોવેવ
(C) ઇન્ફ્રારૅડ
(D) UV
જવાબ
(B) માઇક્રોવેવ

પ્રશ્ન 74.
ખોરાકને રાંધવા ……………………. તરંગોનો ઉપયોગ થઈ શકે છે.
(A) રેડિયો
(B) ગેમા કિરણો
(C) ક્ષ-કિરણો
(D) માઇક્રોવેવ
જવાબ
(D) માઇક્રોવેવ

પ્રશ્ન 75.
ફિઝિયોથેરાપીમાં ……………………. લેમ્પનો ઉપયોગ કરવામાં આવે છે.
(A) પારરક્ત
(C) X-કિરણો
(B) પારજાંબલી
(D) UV
જવાબ
(A) પારરક્ત

પ્રશ્ન 76.
UV કિરણો લાંબા સયમ સુધી ચામડી પર પડે, તો તે ……………………. ઉત્પન્ન કરે છે.
(A) બૅન્ગેનીઝ
(B) મૅન્ગેનીન
(C) મેલેમાઇન
(D) મેલેનીન
જવાબ
(D) મેલેનીન

પ્રશ્ન 77.
નીચેનામાંથી CFCs કયો વાયુ છે ?
(A) O3 જવાબ
(B) CO2
(C) CO
(D) ફ્રિઑન
જવાબ
(D) ફ્રિઑન

GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati

પ્રશ્ન 78.
હાડકામાં ફ્રેકચર (તિરાડ) ……………………….. ના ઉપયોગથી જાણી શકાય છે.
(A) ક્ષ-કિરણો
(B) ગેમા કિરણો
(C) પા૨૨ક્ત કિરણો
(D) UV કિરણો
જવાબ
(A) ક્ષ-કિરણો

પ્રશ્ન 79.
કેન્સરગ્રસ્ત કોષોનો નાશ કરવા માટે …………………………… નો ઉપયોગ થાય છે. (માર્ચ – 2020)
(A) ક્ષ-કિરણો
(B) ગેમા કિરણો
(C) પારરક્ત કિરણો
(D) પારજાંબલી કિરણો
જવાબ
(B) ગેમા કિરણો

પ્રશ્ન 80.
સંદેશાવ્યવહારમાં તથા રડારમાં માઇક્રો તરંગોનો ઉપયોગ થાય છે, કારણ કે ……………………
(A) તેમની તરંગલંબાઈ ખૂબ જ ઓછી છે.
(B) તેમનું વિવર્તન ખૂબ જ ઓછું થાય છે.
(C) તેમનું વિવર્તન વધુ પ્રમાણમાં થાય છે.
(D) તેઓ ઝડપથી પ્રસરી શકે છે.
જવાબ
(B) તેમનું વિવર્તન ખૂબ જ ઓછું થાય છે.

પ્રશ્ન 81.
ઓઝોનસ્તર ………………………. નું શોષણ કરે છે.
(A) પારરક્ત વિકિરણો
(B) ક્ષ-કિરણો
(C) પારજાંબલી વિકિરણો
(D) γ-કિરણો
જવાબ
(C) પારજાંબલી વિકિરણો
પૃથ્વીના વાતાવરણના ઓઝોનસ્તરમાં સૂર્યમાંથી આવતા પારજાંબલી તરંગોનું શોષણ થાય છે.

પ્રશ્ન 82.
………………… Å કરતા ઓછી તરંગલંબાઈવાળા લગભગ બધા જ વિદ્યુતચુંબકીય તરંગોનું ઓઝોનસ્તરમાં શોષણ થાય છે.
(A) 4000 Å
(B) 3000 Å
(C) 5000 Å
(D) 6000 Å
જવાબ
(B) 3000 Å

પ્રશ્ન 83.
નીચે કેટલીક વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઈ આપેલ છે, તેમને વધતા ક્રમમાં ગોઠવો :
ટૂંકા રેડિયો તરંગો-λ1 માઇક્રો તરંગો-λ2
પારજાંબલી તરંગો-λ3
(A) λ1, λ32
(B) λ1, λ2, λ3
(C) λ3, λ2, λ1
(D) λ2, λ1, λ3
જવાબ
(C) λ3, λ2, λ1
વિદ્યુતચુંબકીય વર્ણપટ પરથી.

પ્રશ્ન 84.
ઇન્ફ્રારેડ તરંગોની તરંગલંબાઈ …………………… છે.
(A) 400 nm થી 1 nm
(B) 1 mm થી 700 nm
(C) > 0.1 m
(D) 0.1 m થી 1 mm
જવાબ
(B) 1 mm થી 700 nm

GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati

પ્રશ્ન 85.
સોડિયમ જોડકાં (Doublet)ની તરંગલંબાઇઓ 5890 Å અને 58964 વિદ્યુતચુંબકીય વર્ણપટના ……………… વિસ્તારમાં આવે છે.
(A) ઇન્ફ્રારેડ
(B) દૃશ્યપ્રકાશ
(C) અલ્ટ્રાવાયોલેટ
(D) માઇક્રોવેવ
જવાબ
(B) દૃશ્યપ્રકાશ

પ્રશ્ન 86.
વિદ્યુતચુંબકીય વર્ણપટમાં સૌથી નાની તરંગલંબાઈવાળો પ્રકાશ …………………. છે.
(A) અલ્ટ્રાવાયોલેટ
(C) ગેમા કિરણો
(B) પારરક્ત કિરણો
(D) માઇક્રોવેવ
જ્વાબ
(C) ગેમા કિરણો

પ્રશ્ન 87.
નીચેનામાંથી કયા વિદ્યુતચુંબકીય તરંગોની તરંગલંબાઈ સૌથી વધુ છે ?
(A) રેડિયોતરંગો
(B) માઇક્રોતરંગો
(C) અલ્ટ્રાવાયોલેટ કિરણો
(D) γ-કિરણો
જવાબ
(A) રેડિયોતરંગો

પ્રશ્ન 88.
નીચેનામાંથી કયા જૂથમાં વિદ્યુતચુંબકીય તરંગોની આવૃત્તિ વધતા ક્રમમાં છે ?
(A) માઇક્રોવેવ, પારજાંબલી કિરણો, ક્ષ-કિરણો
(B) રેડિયો તરંગો, દશ્યપ્રકાશ, પારરક્ત વિકિરણો
(C) ગેમા કિરણો, દૃશ્યપ્રકાશ, પારજાંબલી કિરણો
(D) ગેમા કિરણો, પારજાંબલી કિરણો, રેડિયો તરંગો
જવાબ
(A) માઇક્રોવેવ, પારજાંબલી કિરણો, ક્ષ કિરણો

  • વિદ્યુતચુંબકીય વર્ણપટમાં આવૃત્તિના વધતા ક્રમમાં તરંગો નીચે મુજબ ગોઠવાય.
  • રેડિયો તરંગો → માઇક્રોવેવ → પારરક્ત વિકિરણો → દૃશ્ય પ્રકાશ → પારજાંબલી કિરણો → ક્ષ-કિરણો → ગેમા તરંગો.

પ્રશ્ન 89.
નીચેનામાંથી કયા વિધુતચુંબકીય તરંગો નથી ?
(A) કૉસ્મિક કિરણો
(B) ગેમા કિરણો
(C) માઇક્રો તરંગો
(D) ક્ષ–કિરણો
જવાબ
(A) કૉસ્મિક કિરણો

પ્રશ્ન 90.
સેલ્યુલર ફોન વડે કયા વિધુતચુંબકીય તરંગોનો ઉપયોગ સંદેશાવ્યવહાર માટે થાય છે ?
(A) માઇક્રોવેવ
(B) ઇન્ફ્રારેડ વેવ
(C) અલ્ટ્રાવાયોલેટ વેવ
(D) અલ્ટ્રા હાઇફ્રિકવન્સી
જવાબ
(D) અલ્ટ્રા હાઈફ્રિકવન્સી

GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati

પ્રશ્ન 91.
LASIK સર્જરીમાં ………………… નો ઉપયોગ થાય છે.
(A) રેડિયો તરંગો
(B) માઇક્રો તરંગો
(C) પારરક્ત કિરણો
(D) પારજાંબલી કિરણો
જવાબ
(D) પારજાંબલી કિરણો

પ્રશ્ન 92.
વોટર પ્યુરિફાયરમાં જીવાણુઓનો નાશ કરવા …………………. નો ઉપયોગ થાય છે.
(A) ઇન્ફ્રારેડ લૅમ્પ
(B) અલ્ટ્રાવાયોલેટ લૅમ્પ
(C) ઇન્ફ્રારેડ LED
(D) અલ્ટ્રાવાયોલેટ LED
જવાબ
(B) અલ્ટ્રાવાયોલેટ લૅમ્પ

પ્રશ્ન 93.
સાપની આંખ ……………………. કિરણો માટે સંવેદના અનુભવે છે.
(A) પારજાંબલી
(B) પારરક્ત
(C) ક્ષ-કિરણો
(D) ગેમા કિરણો
જવાબ
(B) પારરક્ત

પ્રશ્ન 94.
લડાકુ વિમાનોમાં …………………. તરંગો ઉપયોગી છે.
(A) રેડિયો
(B) માઇક્રોવેવઝ
(C) પારરક્ત
(D) પારજાંબલી
જવાબ
(B) માઇક્રોવેવઝ

પ્રશ્ન 95.
ક્રિકેટની રમતમાં બોલરે નાંખેલા દડાની ઝડપ માપવા …………………… તરંગો (રડાર સિદ્ધાંત પરથી) ઉપયોગી છે.
(A) રેડિયો
(C) પારજાંબલી
(B) માઇક્રોવેવઝ
(D) પારરક્ત
જવાબ
(B) માઇક્રોવેવઝ

GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati

પ્રશ્ન 96.
TV માં ……………………. આવૃત્તિનો ઉપયોગ થાય છે.
(A) 530 kHz થી 1710 kHz
(B) 88 MHz થી 108 MHz
(C) 0.3 GHz થી 300 GHz
(D) 54 MHz થી 890 MHz
જવાબ
(D) 54 MHz થી 890 MHz

પ્રશ્ન 97.
………………….. ની મદદથી પારરક્ત વિકિરણની પરખ થઈ શકે છે. (2002)
(A) સ્પેક્ટ્રોમીટર
(C) નેનોમીટર
(B) પાયરોમીટર
(D) ફોટોમીટર
જવાબ
(B) પાયરોમીટર
આ એક એવું સાધન છે કે જેની મદદથી ઊંચા તાપમાને રહેલી ગરમ વસ્તુમાંથી ઉત્સર્જાતા વિકિરણની સાપેક્ષ તીવ્રતા માપીને તે પદાર્થનું તાપમાન માપી શકાય છે.

પ્રશ્ન 98.
નીચે આપેલાં કિરણો પૈકી ……………………. ની તરંગલંબાઈ લઘુતમ છે. (2003)
(A) γ-કિરણો
(B) β-કિરણો
(C) α-કિરણો
(D) X-કિરણો
જવાબ
(A) γ-કિરણો
વિદ્યુતચુંબકીય વર્ણપટ પરથી

પ્રશ્ન 99.
અવકાશની પરમિટિવિટી 4.0 હોય તેવા માધ્યમમાંથી પસાર થતા વિદ્યુતચુંબકીય તરંગની આવૃત્તિ 3 MHz હોય ત્યારે …………………. (2004)
(A) λ બમણી થાય અને v અચળ રહે છે.
(B) λ બમણી થાય અને v અડધી થાય છે.
(C) λ અડધી થાય અને v અચળ રહે છે.
(D) λ અને v બંને અચળ રહે છે.
જવાબ
(C) λ અડધી થાય અને v અચળ રહે છે.
વિદ્યુતચુંબકીય તરંગનો વેગ (માધ્યમ માટે)
GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati 9
અને ઉદ્ગમ બદલાતું નથી તેથી તેની આવૃત્તિ અચળ જ રહે છે.
આમ, તરંગલંબાઈ અડધી થાય અને આવૃત્તિ અચળ રહે છે.

પ્રશ્ન 100.
અચળ અને સમાન તથા પરસ્પર લંબ એવા વિધુતક્ષેત્ર \(\overrightarrow{\mathrm{E}}\) અને ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{\mathrm{B}}\) ના બનેલા વિસ્તારમાં એક વિધુતભારિતકણ \(\vec{v}\) વેગથી \(\overrightarrow{\mathrm{E}}\) અને \(\overrightarrow{\mathrm{B}}\) બંનેને લંબ દિશામાં પ્રવેશે છે અને વેગમાં કોઈ પણ પ્રકારના ફેરફાર સિવાય બહાર આવે છે, તો જો કણ પરનો વિધુતભાર q હોય, તો ………………….
GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati 10
જવાબ
GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati 11
વિકલ્પ (C) અને (D)માં v = \(\frac{\mathrm{B}}{\mathrm{E}}\) મળતું હોવાથી બંને વિકલ્પો સાચા ન હોય તેથી વિકલ્પ (A) અને (D) માટે જમણા હાથના નિયમ પરથી \(\vec{v}\) ની દિશા લેતાં વિકલ્પ (B) જ સાચો છે.

GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati

પ્રશ્ન 101.
શૂન્યાવકાશમાં પ્રસરતા એક વિદ્યુતચુંબકીય તરંગમાં વિધુતક્ષેત્ર \(\overrightarrow{\mathrm{E}}\) અને ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{\mathrm{B}}\) પરસ્પર લંબરૂપે દોલનો કરે છે. જો આ તરંગના પ્રસરણની દિશા k̂ હોય
તથા ધ્રુવીભૂત પ્રકાશ સદિશની દિશા \(\overrightarrow{\mathbf{x}}\) હોય તો …………………. અને ………………… થાય.
GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati 12
જવાબ
\(\overrightarrow{\mathbf{X}} \| \overrightarrow{\mathbf{E}}[latex] અને k̂||[latex]\vec{E} \times \vec{B}\)
ધ્રુવીભૂત પ્રકાશમાં પ્રકાશ સદિશની દિશા \(\vec{x} \| \vec{E}\) અને વિદ્યુતચુંબકીય તરંગના પ્રસરણની દિશા \(\vec{E} \| \vec{B}\) છે, જે અહીં k̂ તરીકે આપેલ છે. તેથી k̂|| \(\vec{E} \times \vec{B}\)

પ્રશ્ન 102.
પ્રગામી વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય 20 nT છે, તો વિધુતક્ષેત્રની તીવ્રતાનું મહત્તમ મૂલ્ય ………………………. હોય. (2013)
(A) 12\(\frac{\mathrm{V}}{\mathrm{m}}\)
(B) 3 \(\frac{\mathrm{V}}{\mathrm{m}}\)
(C) 6 \(\frac{\mathrm{V}}{\mathrm{m}}\)
(D) 9 \(\frac{\mathrm{V}}{\mathrm{m}}\)
જવાબ
(C) 6 \(\frac{\mathrm{V}}{\mathrm{m}}\)
C = \(\frac{E_0}{B_0}\)
∴ E0 = CB0 = 3 × 108 × 20 × 10-9
∴ E0 = 6 \(\frac{\mathrm{V}}{\mathrm{m}}\)

પ્રશ્ન 103.
લિસ્ટ-1 માં વિદ્યુતચુંબકીય તરંગના પ્રકાર અને લિસ્ટ-2 માં તેના આનુષંગિક ઉપયોગ આપેલા છે, તો તેમને સાચી રીતે જોડો.

લિસ્ટ-1 લિસ્ટ-2
(a) પારરક્ત તરંગ (i) સાંધાના દુ:ખાવાની સારવાર માટે
(b) રેડિયો તરંગ (ii) પ્રસારણ માટે
(c) ક્ષ-કિરણો (iii) હાડકામાં પડેલ તિરાડના નિદાન માટે
(d) પારજાંબલી કિરણો (iv) વાતાવરણના ઓઝોન સ્તર દ્વારા થતું શોષણ

(IIT JEE-2013)

(A) (a → i) (b → ii) (c → iv) (d → iii)
(B) (a → iii) (b → ii) (c → i (d → iv)
(C) (a → i) (b → ii) (c → iii) (d → iv)
(D) (a → iv) (b → iii) (c → ii) (d→ i)
જવાબ
(C) (a → i), (b→ ii), (c → iii), (d → iv)

પ્રશ્ન 104.
વિદ્યુતચુંબકીય તરંગના માધ્યમમાં પ્રસરણ દરમિયાન ……………………. (IIT JEE-2014)
(A) વિદ્યુતઊર્જા ઘનતા, ચુંબકીય ઊર્જા ઘનતા કરતાં અડધી હોય છે.
(B) વિદ્યુતઊર્જા ઘનતા, ચુંબકીય ઊર્જા ઘનતા જેટલી હોય છે.
(C) બંને વિદ્યુત અને ચુંબકીય ઊર્જા ઘનતાઓ શૂન્ય હોય છે.
(D) વિદ્યુતઊર્જા ઘનતા, ચુંબકીય ઊર્જા ઘનતા કરતાં બમણી હોય છે.
જવાબ
(B) વિદ્યુતઊર્જા ઘનતા, ચુંબકીય ઊર્જા ઘનતા જેટલી હોય છે.
GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati 13
∴ \(\frac{\rho_{\mathrm{E}}}{\rho_{\mathrm{B}}}=\frac{1}{c^2} \times c^2\) × c2 [∵ ε0μ0] = \(\frac{1}{c^2}, \frac{\mathrm{E}_{\mathrm{rms}}}{\mathrm{B}_{\mathrm{rms}}}\) = c]
= 1
∴ ρE = ρB

પ્રશ્ન 105.
એક લાલ LED 0.1 watt ના દરે તેને ફરતે સમાન રીતે પ્રકાશ ઉત્સર્જે છે. ડાયોડ થી 1 m અંતરે પ્રકાશના વિધુતક્ષેત્રનો કંપવિસ્તાર ……………….. થશે. (JEE-2015)
(A) 1.73 V/m
(B) 2.45 V/m
(C) 5.48 V/m
(D) 7.75V/m
જવાબ
(B) 2.45 V/m
GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati 14

પ્રશ્ન 106.
નિમ્ન પ્રતિ ક્વૉન્ટમ વિદ્યુતચુંબકીય વિકિરણોને તેમની ઊર્જાના વધતા ક્રમમાં ગોઠવો : (JEE-2016)
A : વાદળી પ્રકાશ B : પીળો પ્રકાશ
C : X-કિરણો D : રેડિયોતરંગ
(A) D, B, A, C
(B) A, B, D, C
(C) C, A, B, D
(D) B, A, D, C
જવાબ
(A) D, B, A, C
ક્વૉન્ટમ ઊર્જા = hf
= \(\frac{h c}{\lambda}\) માં hc અચળ
∝ \(\frac{1}{\lambda}\)
આપેલા વિકિરણોની તરંગલંબાઈને ઘટતાક્રમમાં ગોઠવતાં,
રેડિયો તરંગો > પીળો પ્રકાશ > વાદળી પ્રકાશ > X-કિરણો રા ના પી લી વાની જા
∴ ક્વૉન્ટમ ઊર્જાને ચઢતા ક્રમમાં ગોઠવતાં,
રેડિયો તરંગો > પીળો પ્રકાશ > વાદળી પ્રકાશ > X-કિરણો D > B > A > C

GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati

પ્રશ્ન 107.
એક EM તરંગ હવામાંથી માધ્યમમાં દાખલ થાય છે, તેમના વિધુતક્ષેત્રો અનુક્રમે હવામાં \(\overrightarrow{\mathrm{E}_1}\) = E01 x̂cos [2 πv (\(\frac{z}{c}\) – t)] અને માધ્યમમાં \(\overrightarrow{\mathrm{E}_2}\) = E02 x̂cos [k (2z – ct)] વડે આપવામાં આવે છે. જ્યાં તરંગ સંખ્યા અને આવૃત્તિ n એ હવાને અનુલક્ષીને છે. માધ્યમ અચુંબકીય છે. જો εr1 અને εr2 અનુક્રમે હવા અને માધ્યમની સાપેક્ષ પરમિટિવિટીઓ હોય તો નીચે આપેલ પૈકી કયો વિકલ્પ સાચો છે ? (JEE 2018)
(A) \(\frac{\varepsilon_{r_1}}{\varepsilon_{r_2}}\) = 4
(B) \(\frac{\varepsilon_{r_1}}{\varepsilon_{r_2}}\) = 2
(C) \(\frac{\varepsilon_{r_1}}{\varepsilon_{r_2}}=\frac{1}{4}\)
(D) \(\frac{\varepsilon_{r_1}}{\varepsilon_{r_2}}=\frac{1}{2}\)
જવાબ
(C) \(\frac{\varepsilon_{r_1}}{\varepsilon_{r_2}}=\frac{1}{4}\)
GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati 15

પ્રશ્ન 108.
મુક્ત અવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગો માટે જો (UE) અને (UB) એ ક્રમશઃ વિધુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સાથે
સંકળાયલ ઊર્જા છે, તો ………………………. (JEE 2019)
(A) UE < UB
(B) UE > UB
(C) UE = UB
(D) UE = \(\frac{\mathrm{U}_{\mathrm{B}}}{2}\)
જવાબ
(C) UE = UB
વિદ્યુતક્ષેત્રનું rms મૂલ્ય Erms અને મહત્તમ મૂલ્ય E0 ચુંબકીય ક્ષેત્રનું rms મૂલ્ય Brms અને મહત્તમ મૂલ્ય B0 છે.
GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati 16
∴ પરિણામ (1) અને (2) પરથી
UE = UB

પ્રશ્ન 109.
ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ \(\overrightarrow{\mathbf{B}}\) = 3 × 10-8 sin[ωt – kx + Φ]
ĵ આપેલું છે તો વિધુતક્ષેત્ર (\(\overrightarrow{\mathbf{E}}\)) માટેનું આશરે સમીકરણ …………………….. હશે. (JEE Jan.- 2020)
(A) 3 × 10-9 sin(ωt – kx + Φ) k̂
(B) 9 sin(ωt – kx + Φ)k̂
(C) 16 × 10-9 sin(ωt – kx + Φ) k̂
(D) 20 × 10-9 sin(ωt – kx + Φ) k̂
જવાબ
(B) 9 sin(ωt – kx + Φ)k̂
આપણે જાણીએ છીએ કે \(\frac{\left|\overrightarrow{\mathrm{E}}_0\right|}{\left|\overrightarrow{\mathrm{B}}_0\right|}\) = c
\(\frac{\mathrm{E}_0}{\mathrm{~B}_0}\) = c
∴ E0 = B0 c
∴ E0 = 3 × 10-8 × 3 × 108
[∴ આપેલ સમીકરણ પરથી B0 = 3 × 10-8 T]
∴ E0 = 9 N/C
∴ વિદ્યુતક્ષેત્રનું સમીકરણ
\(\overrightarrow{\mathbf{E}}\) = E0 sin[ωt – kx + Φ) k̂
∴ \(\overrightarrow{\mathbf{E}}\) = 9 sin[ωt – kx + Φ) k̂
વિદ્યુતક્ષેત્ર z – દિશામાં હશે.

પ્રશ્ન 110.
જો એક માધ્યમની સાપેક્ષ પરિમિટિવિટી અને સાપેક્ષ પરમિએબિલિટી અનુક્રમે 3 અને \(\frac {4}{3}\) હોય, તો આ માધ્યમ માટે ક્રાંતિકોણ શોધો. (JEE Jan.- 2020)
(A) 15°
(B) 30°
(C) 45°
(D) 60°
જવાબ
(B) 30°
જો માધ્યમમાં પ્રકાશની ઝડપ v હોય, તો v = \(\frac{1}{\sqrt{\mu \varepsilon}}\)
અને વક્રીભવનાંક n = \(\frac{c}{v}\)
\(\frac{1}{\sqrt{\mu_r \varepsilon_r}}\) = n
\(\sqrt{\frac{4}{3} \times 3}\) = n
2 = n
2 = \(\frac{1}{\sin C}\)
∴ sin C = \(\frac {1}{2}\)
∴ C = 30°

પ્રશ્ન 111.
વિદ્યુતચુંબકીય તરંગ વર્ણપટના જુદા-જુદા ભાગની તરંગલંબાઈ સંબંધિત સાચો વિકલ્પ પસંદ કરો : (JEE Main – 2020)
(A) λ રેડિયો તરંગો > λ માઇક્રોતરંગો > λ દૃશ્ય તરંગો > λ ક્ષ-તરંગો
(B) λ માઇક્રોતરંગો < λ રેડિયો તરંગો < λ દશ્ય તરંગો < λ ક્ષ-તરંગો (C) λ ક્ષ-તરંગો > λ રેડિયો તરંગો > λ માઇક્રોતરંગો > λ દશ્ય તરંગો
(D) λ ક્ષ-તરંગો > λ રેડિયો તરંગો > λ દૃશ્ય તરંગો > λ માઇક્રોતરંગો
જવાબ
(A) λ રેડિયો તરંગો > λ માઇક્રોતરંગો > λ દૃશ્ય તરંગો > λ ક્ષ-તરંગો

GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati

પ્રશ્ન 112.
સમતલ વિદ્યુતચુંબકીય તરંગોનું વિધુતક્ષેત્ર \(\overrightarrow{\mathbf{E}}\) = E0(x̂ + ŷ) sin(kz – ωt) તો તેના ચુંબકીય ક્ષેત્રને ……………………. વડે અપાય છે. (JEE Main – 2020)
(A) \(\frac{E_0}{C}\) (x̂ + ŷ)sin(kz – ωt)
(B) \(\frac{E_0}{C}\) (x̂ – ŷ)sin(kz – ωt)
(C) \(\frac{E_0}{C}\)(x̂ – ŷ)cos(kz – ωt)
(D) \(\frac{E_0}{C}\)(-x̂ + ŷ)sin(kz – ωt)
જવાબ
(D) \(\frac{E_0}{C}\)(-x̂ + ŷ)sin(kz – ωt)
\(\overrightarrow{\mathrm{E}} \times \overrightarrow{\mathrm{B}} \| \overrightarrow{\mathrm{C}}\)

પ્રશ્ન 113.
માનવશરીર વિકિરણનું ઉત્સર્જન કરે છે તેમ સ્વીકારતાં નીચેના પૈકી કયું વિધાન સત્ય છે ? (CBSE PMT – 2003)
(A) ઉત્સર્જિત વિકિરણ પારજાંબલી વિભાગમાં હોવાથી દૃશ્ય નથી.
(B) ઉત્સર્જિત વિકિરણ પા૨૨ક્ત વિભાગમાં આવે છે.
(C) વિકિરણ માત્ર દિવસ દરમિયાન જ ઉત્સર્જિત થાય છે.
(D) વિકિરણ ઉનાળામાં ઉત્સર્જાય છે અને શિયાળામાં શોષાય છે.
જવાબ
(B) ઉત્સર્જિત વિકિરણ પારરક્ત વિભાગમાં આવે છે.
ઉત્સર્જિત વિકિરણ આવૃતિના મૂલ્ય પર આધારિત છે અને માનવશરીરના તાપમાન મુજબ ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ પારરક્ત વિભાગમાં આવે છે.

પ્રશ્ન 114.
ε0 પરમિટિવિટી અને µ0 પરમિએબિલિટીવાળા માધ્યમમાં વિદ્યુતચુંબકીય વિકિરણનો વેગ ………………….. (CBSE PMT-2008, AIIMS – 2008)
(A) \(\frac{1}{\sqrt{\mu_0 \varepsilon_0}}\)
(B) \(\sqrt{\frac{\mu_0}{\varepsilon_0}}\)
(C) \(\sqrt{\frac{\varepsilon_0}{\mu_0}}\)
(D) \(\sqrt{\mu_0 \varepsilon_0}\)
જવાબ
(A) \(\frac{1}{\sqrt{\mu_0 \varepsilon_0}}\)

પ્રશ્ન 115.
માધ્યમમાં વિદ્યુતચુંબકીય તરંગનો વિધુતક્ષેત્ર ભાગ Ex = 0,
Ey = 2.5_cos ((2π × 106 t – π × 10-2x) ;
Ez = 0 તો આ તરંગ ………………………. છે. CBSE PMT – 2009)
(A) 106 Hz આવૃત્તિથી x – અક્ષની દિશામાં ગતિ કરતું અને 100મી તરંગલંબાઈવાળું છે.
(B) 106 Hz આવૃત્તિથી x – અક્ષની દિશામાં ગતિ કરતું અને 200મી તરંગલંબાઈવાળું છે.
(C) 106 Hz આવૃત્તિથી ઋણ x- અક્ષની દિશામાં ગતિ કરતું અને 200મી તરંગલંબાઈવાળું છે.
(D) 2π × 106Hz આવૃત્તિથી y- અક્ષની દિશામાં ગતિ કરતું અને 200મી તરંગલંબાઈવાળું છે.
જવાબ
(B) 106 Hz આવૃત્તિથી x – અક્ષની દિશામાં ગતિ કરતું અને 200મી તરંગલંબાઈવાળું છે.
તરંગ સમીકરણ
Ey = 2.5 cos (2π × 106 t – π × 10-2 x) ને
Ey = E cos (ωt – kx) સાથે સરખાવતાં,
ω = 2πf = 2π × 106 rads-1
અને k = \(\frac{2 \pi}{\lambda}\) = π × 10-2m-1
∴ f = 106 Hz તથા \(\frac{1}{\lambda}=\frac{1}{2 \times 10^2}=\frac{1}{200}\)
∴ λ = 200 m

પ્રશ્ન 116.
શૂન્યાવકાશમાં વિધુતક્ષેત્રના વિદ્યુતચુંબકીય તરંગો \(\overrightarrow{\mathrm{E}}\) = 10cos(107t + kx)j\(\frac{\mathrm{V}}{\mathrm{m}}\) છે જ્યાં t સેકન્ડમાં અને x
મીટરમાં છે, તો અનુમાન કરી શકીએ કે ………………………….
(i) તરંગલંબાઈ 188.4m છે.
(ii) તરંગ સદિશ 0.33 રેડિયન/મી છે.
(iii) તરંગનો કંપવિસ્તાર 10\(\frac{\mathrm{V}}{\mathrm{m}}\) છે.
(iv) તરંગ fx દિશામાં પ્રસરે છે.
આમાંથી નીચે આપેલી કઈ જોડ સાચી છે ? (AIPMT – 2010 M)
(A) (3) અને (4)
(B) (1) અને (2)
(C) (2) અને (3)
(D) (1) અને (3)
જવાબ
(D) (1) અને (3)
E = E0cos(ωt + kx) સાથે આપેલ સમીકરણ,
E = 10cos(107t + kx) ને સરખાવતાં,
E0 = 10\(\frac{\mathrm{V}}{\mathrm{m}}\) અને ω = 107 rad/s તથા
હવે C = λf
∴ C = \(\frac{\lambda \omega}{2 \pi}\) [∵ f = \(\frac{\omega}{2 \pi}\)]
∴ λ = \(\frac{2 \pi \mathrm{C}}{\omega}\)
= \(\frac{2 \times 3.14 \times 3 \times 10^8}{10^7}\) = 188.4 m
હવે k = \(\frac{\omega}{C}=\frac{10^7}{3 \times 10^8}\)
∴ k = 0.333 × 10-1 = 0.033 રેડિયન/મી
તેથી વિધાન (1) અને (3) સાચાં છે.

GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati

પ્રશ્ન 117.
Z- અક્ષની દિશામાં જતા વિદ્યુતચુંબકીય તરંગો સાથે સંકળાયેલ વિધુત અને ચુંબકીય તરંગો …………………….. દ્વારા દર્શાવાય છે. (CBSE PMT – 2011)
(A) (\(\overrightarrow{\mathrm{E}}\) = E0î, \(\overrightarrow{\mathrm{B}}\) = B0ĵ)
(B) (\(\overrightarrow{\mathrm{E}}\) =E0k̂, \(\overrightarrow{\mathrm{B}}\) = E0î)
(C) (\(\overrightarrow{\mathrm{E}}\) = E0ĵ, \(\overrightarrow{\mathrm{B}}\) = B0î)
(D) (\(\overrightarrow{\mathrm{E}}\) = E0ĵ, \(\overrightarrow{\mathrm{B}}\) = B0k̂)
જવાબ
(A) (\(\overrightarrow{\mathrm{E}}\) = E0î, \(\overrightarrow{\mathrm{B}}\) = B0ĵ)
અહીં વિદ્યુતચુંબકીય તરંગ z અક્ષની દિશામાં જતું હોવાથી વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર દિશો x- અને y- અક્ષની દિશામાં હશે કારણ કે ત્રણેય પરસ્પર લંબ છે.

પ્રશ્ન 118.
પારરક્ત, માઇક્રોવેવ, પારજાંબલી અને ગેમા કિરણોને તરંગલંબાઈના ઘટતાં ક્રમમાં જણાવો. (CBSE PMT – 2011)
(A) માઇક્રોવેવ, પારરક્ત, પારજાંબલી, ગેમા કિરણો
(B) ગેમા કિરણો, પારજાંબલી, પારરક્ત, માઇક્રોવેવ
(C) માઇક્રોવેવ, ગેમા કિરણો, પારરક્ત, પારજાંબલી
(D) પા૨૨ક્ત, માઇક્રોવેવ, પારજાંબલી, ગેમા કિરણો
જવાબ
(A) માઇક્રોવેવ, પાર૨ક્ત, પારજાંબલી, ગેમા કિરણો

પ્રશ્ન 119.
ખોરાકમાં પાણીના અણુઓ વધુ પ્રમાણમાં હોય ત્યારે માઇક્રોવેવ ઓવન ખોરાકને કઈ શરતથી પક્યે છે ? (NEET – 2013)
(A) માઇક્રોવેવ એ ગરમીના તરંગો છે તેથી હંમેશાં ગરમી ઉત્પન્ન કરે.
(B) માઇક્રોવેવ ઓવનમાં પારરક્ત તરંગો ગરમી ઉત્પન્ન કરે.
(C) માઇક્રોવેવની આવૃત્તિને પાણીનાં અણુઓની કુદરતી આવૃત્તિ સાથે કોઈ સંબંધ નથી.
(D) માઇક્રોવેવની આવૃત્તિ, પાણીના અણુઓની અનુનાદીય આવૃત્તિ જેટલી હોવી જ જોઈએ.
જવાબ
(D) માઇક્રોવેવની આવૃત્તિ, પાણીના અણુઓની અનુનાદીય આવૃત્તિ જેટલી હોવી જ જોઈએ.
માઇક્રોવેવની આવૃત્તિ પાણીના અણુઓની અનુનાદીય આવૃત્તિ જેટલી હોવી જ જોઈએ કે જેથી તરંગની ઊર્જા પૂરી ક્ષમતાથી પાણીના અણુઓની ગતિઊર્જામાં રૂપાંતર થાય.

પ્રશ્ન 120.
25 × 104\(\frac{\mathrm{W}}{\mathrm{m}^2}\) ની પ્રકાશની તીવ્રતા સંપૂર્ણ પરાવર્તક સપાટી પર લંબરૂપે આપાત થાય છે. જો સપાટીનું ક્ષેત્રફળ 15 cm2 હોય, તો સપાટી પર આપાત સરેરાશ બળ ………………… (NEET – 2014)
(A) 1.25 × 10-6 N
(B) 2.50 × 10-6 N
(C) 1.20 × 10-6 N
(D) 3.0 × 10-6 N
જવાબ
(B) 2.50 × 10-6 N
સંપૂર્ણ પરાવર્તક સપાટી પર લાગતું સરેરાશ બળ,
F = \(\frac{2 \mathrm{IA}}{\mathrm{C}}=\frac{2 \times 25 \times 10^{+4} \times 15 \times 10^{-4}}{3 \times 10^8}\)
= 250 × 10-8 N = 2.5 × 10-6 N

પ્રશ્ન 121.
સંપૂર્ણ પરાવર્તક સપાટી પર લંબરૂપે E જેટલી વિકિરણ ઊર્જા આપાત થાય છે, તો સપાટીને મળતું વેગમાન ………………………….
(જ્યાં C પ્રકાશનો વેગ છે.) (NEET MAY-2015)
(A) \(\frac{2 \mathrm{E}}{\mathrm{C}^2}\)
(B) \(\frac{\mathrm{E}}{\mathrm{C}^2}\)
(C) \(\frac{E}{C}\)
(D) \(\frac{2 \mathrm{E}}{\mathrm{C}}\)
જવાબ
(D) \(\frac{2 \mathrm{E}}{\mathrm{C}}\)
વિકિરણની ઊર્જા E = hf
= \(\frac{h \mathrm{C}}{\lambda}\)
વેગમાન P = \(\frac{h}{\lambda}=\frac{\mathrm{E}}{\mathrm{C}}\) [∵ hf = E અને \(\frac{1}{\lambda}=\frac{f}{C}\)
∴ આપાત વેગમાન pi = \(\frac{E}{C}\)
∴ સપાટી પરથી પરાવર્તિત વેગમાન pr = pi = –\(\frac{E}{C}\)
∴ સપાટીને મળતું વેગમાન = Pi – Pf
= \(\frac{E}{C}-\left(-\frac{E}{C}\right)=\frac{E}{C}+\frac{E}{C}\)
= \(\frac{2 \mathrm{E}}{\mathrm{C}}\)

પ્રશ્ન 122.
કોઈ વિદ્યુતચુંબકીય તરંગની ઊર્જા 15keV ના ક્રમની છે. તો આ વર્ણપટના કયા ભાગનો સભ્ય છે ? (AIPMT July – 2015)
(A) ગેમા કિરણો
(B) ક્ષ-કિરણો
(C) પા૨૨ક્ત કિરણો
(D) પારજાંબલી કિરણો
જવાબ
(B) ક્ષ-કિરણો
કિરણની તરંગલંબાઈ λ = \(\frac{h c}{\mathrm{E}}\) [∵ E = hf = \(\frac{h c}{\lambda}\)]
∴ λ = \(\frac{6.625 \times 10^{-34} \times 3 \times 10^8}{15 \times 10^3 \times 1.6 \times 10^{-19}}\)
∴ λ = 0.828 × 10-10 m
∴ λ = 0.828 Å
X-raysની તરંગલંબાઈ 0.001 Å થી 100 Å છે અને 0.828 Å એ આ ગાળામાં આવે છે તેથી X-rays.

GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati

પ્રશ્ન 123.
100 Ω ના અવરોધ અને 100 Ω ના રિએક્ટન્સ કેપેસિટરને 220 V ના ઉદ્ગમ સ્રોત સાથે શ્રેણીમાં જોડેલાં છે. કેપેસિટર પર 50% વિધુતભાર થવા માટે ડિસપ્લેસમેન્ટ (સ્થાનાંતરિત) પ્રવાહનું મહત્તમ મૂલ્ય કેટલું થશે ?
(A) 4.4 A
(B) 11√2A
(C) 2.2 A
(D) 11 A
જવાબ
(C) 2.2 A
GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati 17

પ્રશ્ન 124.
શૂન્યાવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગમાં સરેરાશ વર્ગિત વિધુતક્ષેત્રનું મૂલ્ય Erms = 6Vm-1 છે, તો ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય …………………… (NEET – 2017)
(A) 2.83 × 10-8 T
(B) 0.70 × 10-8 T
(C) 4.23 × 10-8 T
(D) 1.41 × 10-8 T
જવાબ
(A) 2.83 × 10-8 T
C = \(\frac{\mathrm{E}_0}{\mathrm{~B}_0}\) પણ Erms = \(\frac{\mathrm{E}_0}{\sqrt{2}}\) ⇒ E0 = √2Erms
B0 = \(\frac{\sqrt{2} \times \mathrm{E}_{\mathrm{rms}}}{\mathrm{C}}\)
= \(\frac{\sqrt{2} \times 6}{3 \times 10^{+8}}\) = √2 × 2 × 10-8
= 2.828 × 10-8 ≈ 2.83 × 10-8 T

પ્રશ્ન 125.
એક વિદ્યુતચુંબકીય તરંગ વેગ \(\vec{v}\) = vî સાથે કોઈ એક માધ્યમમાં પ્રસારણ પામે છે. આ વિદ્યુત ચુંબકીય તરંગનું તત્કાલીન દોલિત વિદ્યુત ક્ષેત્ર +y અક્ષ તરફ છે. તો આ વિદ્યુતચુંબકીય તરંગના દોલિત ચુંબકીય ક્ષેત્રની દિશા હશે, (NEET – 2018)
(A) -x દિશા
(B) -z દિશા
(C) -y દિશા
(D) +z દિશા
જવાબ
(D) +z દિશા
\(\vec{v}=\overrightarrow{\mathrm{E}} \times \overrightarrow{\mathrm{B}}\)
∴ î = ĵ × k̂ ∴ \(\overrightarrow{\mathrm{B}}\) ની દિશા +z દિશા

પ્રશ્ન 126.
જેનો સ્થિતિમાન 3 V/s થી બદલાતો હોય તેવા વોલ્ટેજ ઉદ્ગમ વડે એક 20 uF કેપેસિટરના એક સમાંતર પ્લેટ કેપેસિટરને ચાર્જ કરવામાં આવેલ છે, જોડાણ તારોમાંથી પસાર થતો વાહક પ્રવાહ અને કેપેસિટરની પ્લેટમાંથી પસાર થતો ડિસપ્લેસમેન્ટ પ્રવાહ ક્રમશઃ ……………………….. હશે. (NEET – 2019)
(A) શૂન્ય, શૂન્ય
(B) શૂન્ય, 60 μA
(C) 60 μA, 60 μA
(D) 30 μA, શૂન્ય
જવાબ
(C) 60 μA, 60 μA
V = \(\frac{Q}{C}\)
∴ Q = VC
∴ \(\frac{d \mathrm{Q}}{d t}\) = C\(\frac{d \mathrm{V}}{d t}\)
∴ i = 20 × 10-6 × 3 = 60 × 10-6 A
∴ i = 60 μA
કૅપેસિટરની બંને પ્લેટો વચ્ચેનો ડિસપ્લેટમેન્ટ પ્રવાહ એ વહન પ્રવાહ જેટલો જ હોય.

પ્રશ્ન 127.
પ્રકાશના કયા રંગની તરંગલંબાઈ મહત્તમ છે ? (NEET – 2019)
(A) જાંબલી
(B) લાલ
(C) ભૂરો
(D) લીલો
જવાબ
(B) લાલ

પ્રશ્ન 128.
20 cm2 ક્ષેત્રફળ ધરાવતી એક અપરાવર્તિત સપાટી પર 20W/cm2 સરેરાશ લક્સ ધરાવતો પ્રકાશ લંબરૂપે આપાત થાય છે. 1 મિનિટ સમય ગાળામાં આ સપાટી દ્વારા પ્રાપ્ત થતી ઊર્જા છે. (NEET-2020)
(B) 12 × 103 J
(A) 10 × 103 J
(C) 24 × 103 J
(D) 48 × 103 J
જવાબ
(C) 24 × 103J
I = \(\frac{\mathrm{E}}{\mathrm{At}}\)
∴ E = IAt
= 2 × 105 × 2 × 10-3 × 60
= 24 × 103 J

અહીં I = 20\(\frac{\mathrm{W}}{\mathrm{cm}^2}\) = 20\(\frac{W}{10^{-4} \mathrm{~m}^2}\)
I = 2 × 105 Wm-2
A = 20 cm2= 2 × 10-3 m2
t = 1 min = 60 s

GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati

પ્રશ્ન 129.
વિદ્યુતચુંબકીય તરંગની તીવ્રતામાં વિધુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર ઘટકોનાં યોગદાનનો ગુણોત્તર ………………….. છે. (NEET-2020)
(c = વિદ્યુતચુંબકીય તરંગની ઝડપ)
(A) c : 1
(B) 1: 1
(C) 1 : c
(D) 1 : c2
જવાબ
(B) 1:1

પ્રશ્ન 130.
શૂન્યાવકાશમાં વિધુતચુંબકીય તરંગોનો વેગ 3 × 108m/s છે. રેડિયો તરંગોની તરંગલંબાઈ 150 m છે, તો તેની આવૃત્તિ ……………………….. (1996)
(A) 20 kHz
(B) 45 MHz
(C) 2 kHz
(D) 2 MHz
જવાબ
(D) 2 MHz
f = \(\frac{\mathrm{C}}{\lambda}=\frac{3 \times 10^8}{150}\) = 2 × 106 Hz = 2 MHz

પ્રશ્ન 131.
સામાન્ય રીતે માઇક્રોવેવની તરંગલંબાઈ …………………….. (1996)
(A) પારરક્ત તરંગની તરંગલંબાઈ કરતાં વધારે.
(B) રેડિયોતરંગની તરંગલંબાઈ કરતાં વધારે.
(C) પારરક્ત તરંગની તરંગલંબાઈ કરતાં ઓછી.
(D) પારજાંબલી તરંગની તરંગલંબાઈ કરતાં ઓછી.
જવાબ
(A) પારરક્ત તરંગની તરંગલંબાઈ કરતાં વધારે.

પ્રશ્ન 132.
નીચેના પૈકી …………………..એ પારરક્ત કિરણોની તરંગલંબાઈ છે. (1997)
(A) 10-4cm
(B) 10-5cn
(C) 10-6 cm 104 cm
(D) 10-7cm
જવાબ
(A) 10-4cm

પ્રશ્ન 133.
મેક્સવેલની પરિકલ્પના અનુસાર વિધુતક્ષેત્રને બદલતાં ………………………… ઉત્પન્ન થાય છે. (1998)
(A) emf
(B) વિદ્યુતપ્રવાહ
(C) ચુંબકીય ક્ષેત્ર
(D) વિકિરણ દબાણ
જવાબ
(C) ચુંબકીય ક્ષેત્ર

પ્રશ્ન 134.
પ્રકાશના તરંગો સીધી રેખા પર ગતિ કરતા દેખાય છે, કારણ કે ……………………… (1998)
(A) તેમની તરંગલંબાઈ ઘણી જ નાની છે.
(B) તે આજુબાજુ (પરિસરમાં) શોષાતું નથી.
(C) તેમનો વેગ ઘણો જ મોટો છે.
(D) તે પરિસરથી પરાવર્તિત થાય છે.
જવાબ
(A) તેમની તરંગલંબાઈ ઘણી જ નાની છે.

પ્રશ્ન 135.
SOLAR નીચેનામાંથી કયા તરંગો ઉત્સર્જિત કરે છે ? (1999)
(A) અલ્ટ્રાસાઉન્ડ
(B) રેડિયો
(C) પ્રકાશ
(D) એક પણ નહીં
જવાબ
(A) અલ્ટ્રાસાઉન્ડ

પ્રશ્ન 136.
ક્ષ-કિરણોના બીમ પર …………………… ની અસર થાય છે. (2001)
(A) વિદ્યુતક્ષેત્ર
(B) ચુંબકીય ક્ષેત્ર
(C) તરંગલંબાઈ
(D) તરંગ પ્રકૃતિ
જવાબ
(D) તરંગ પ્રકૃતિ

GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati

પ્રશ્ન 137.
પ્રકાશનો વેગ = …………………… (2002)
(A) \(\sqrt{\varepsilon_0 \mu_0}\)
(B) \(\sqrt{\frac{\varepsilon_0}{\mu_0}}\)
(C) \(\frac{\varepsilon_0}{\mu_0}\)
(D) \(\sqrt{\frac{1}{\varepsilon_0 \mu_0}}\)
જવાબ
(D) \(\sqrt{\frac{1}{\varepsilon_0 \mu_0}}\)

પ્રશ્ન 138.
અપરાવર્તક સપાટી પર I તીવ્રતાવાળા વિદ્યુતચુંબકીય તરંગો કેટલું દબાણ લગાડી શકે ? (2005)
(A) IC
(B) IC2
(C) \(\frac{\mathrm{I}}{\mathrm{C}}\)
(D) \(\frac{\mathrm{I}}{\mathrm{C}^2}\)
જવાબ
(C) \(\frac{\mathrm{I}}{\mathrm{C}}\)

પ્રશ્ન 139.
સૂર્યના કયા તરંગોનો ઉપયોગ વિદ્યુતઊર્જા મેળવવા થાય ? (2007)
(A) રેડિયો તરંગો
(B) પારરક્ત તરંગો
(C) દૃશ્ય પ્રકાશ
(D) માઇક્રોવેવ તરંગો
જવાબ
(B) પારરક્ત તરંગો
પારરક્ત તરંગોને ગ૨મીના તરંગો કહે છે અને તેનો ઉપયોગ થરમૉકપલમાં વિદ્યુત ઉત્પન્ન કરવામાં થાય છે.

પ્રશ્ન 140.
µ0ε0 નું પારિમાણિક સૂત્ર ………………….. છે. (2018)
(A) M0L-2T2
(B) M0L2T-2
(C) M0L1T-1
(D) M0L-1T1
જવાબ
(A) M0L-2T2
µ0ε0 = \(\frac{1}{\mathrm{C}^2}\) જમાં C = પ્રકાશનો વેગ
∴ [µ0ε0 = (C-2) = (M0L1T-1)-2 = (M0L-2T2)

પ્રશ્ન 141.
જુદા જુદા વિકિરણોની આવૃતિઓ નીચે મુજબ છે. (2018)
fv → દેશ્ય પ્રકાશ
fr → રેડિયો તરંગો
fUV→ અલ્ટ્રાવાયોલેટ તરંગો
તો આપેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો છે ?
(A) fUV < fv < fr
(B) fr < fv < fUV
(C) fv < fr + < fUV
(D) fUV < fr < fv
જવાબ
(B) fr < fv < fUV

પ્રશ્ન 142.
સ્થાનાંતર પ્રવાહનો સ્રોત …………………… છે. (2020)
(A) સ્થિર વિદ્યુતક્ષેત્ર
(B) બદલાતું વિદ્યુતક્ષેત્ર
(C) બદલાતું ચુંબકીય ક્ષેત્ર
(D) સ્થિર ચુંબકીય ક્ષેત્ર
જવાબ
(B) બદલાતું વિદ્યુતક્ષેત્ર

પ્રશ્ન 143.
પારજાંબલી કિરણોની તરંગલંબાઈ ………………. થી ………………….. વિસ્તરેલી છે. સુધી (2020)
(A) 700 nm થી 400 nm
(B) 0.1 m થી 1 mm
(C) 1 mm થી 700 nm
(D) 400 nm થી 1.0 nm
જવાબ
(D) 400 nm થી 1.0 nm

  • સાચો વિકલ્પ નથી પણ સન્નિકટ મૂલ્ય લેતાં સાચો જવાબ મળે.
  • પાઠ્યપુસ્તકમાંની માહિતી અનુસાર આ વિસ્તાર 4 × 10-7m (400 nm) થી 6 × 10-10 m (0.6 nm) છે. આથી 0.6 nm નું સન્નિકટ મૂલ્ય લેતાં 1.0nm ગણી શકાય.

પ્રશ્ન 144.
\(\frac{1}{\mu \varepsilon}\) નું પરિમાણ ……………………… ના પરિમાણ જેવું છે.
(જ્યાં μ = પરમિએબિલિટી, ε = પરમિટીવિટી) (માર્ચ 2020)
(A) વેગ
(B) પ્રવેગ
(C) વેગના વર્ગ
(D) વેગમાન
જવાબ
(C) વેગના વર્ગ
માધ્યમમાં વિદ્યુતચુંબકીય તરંગોની ઝડપ,
V = \(\frac{1}{\sqrt{\mu \varepsilon}}\)
∴ V2 = \(\frac{1}{\mu \varepsilon}\)
આમ, \(\frac{1}{\mu \varepsilon}\) નું પરિમાણ વેગના વર્ગના પરિમાણ જેવું છે.

GSEB Std 12 Physics MCQ Chapter 8 વિદ્યુતચુંબકીય તરંગો in Gujarati

પ્રશ્ન 145.
FM રેડિયો બેન્ડની આવૃત્તિ ………………… છે. (માર્ચ 2020)
(A) 88 kHz થી 108 kHz
(B) 54 MHz થી 890 MHz
(C) 88 MHz થી 108 MHz
(D) 54 kHz થી 890 kHz
જવાબ
(C) 88 MHz થી 108 MHz

પ્રશ્ન 146.
કેન્સરગ્રસ્ત કોષોને નષ્ટ કરવા ………………….. વપરાય છે. (માર્ચ 2020)
(A) ગામા કિરણો
(B) પારજાંબલી કિરણો
(C) ક્ષ-કિરણો
(D) પારરક્ત કિરણો
જવાબ
(A) ગામા કિરણો

પ્રશ્ન 147.
એક 25 MHz આવૃત્તિ ધરાવતું વિધુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં X-દિશામાં ગતિ કરે છે. ચોક્કસ સમયે અને અવકાશના એક ચોક્કસ બિંદુ આગળ \(\overrightarrow{\mathbf{E}}\)6.3ĵ Vm-1 છે. તો આ બિંદુ આગળ \(\overrightarrow{\mathbf{b}}\) = …………….. . (ઓગષ્ટ 2020)
(A) 2.1 × 10-8k̂T
(B) 2.1 × 108k̂T
(C) 2.1 × 10-8ĵ T
(D) 2.1 × 108ĵT
જવાબ
(A) 2.1 × 10-8k̂T

પ્રશ્ન 148.
આંખની સર્જરી LASIK માં …………………… નો ઉપયોગ કરવામાં આવે છે. (ઑગષ્ટ 2020)
(A) રેડિયો તરંગો
(B) પારરક્ત તરંગો
(C) માઇક્રો તરંગો
(D) પારજાંબલી તરંગો
જવાબ
(D) પારજાંબલી તરંગો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *