GSEB Std 12 Biology MCQ Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ in Gujarati

   

Solving these GSEB Std 12 Biology MCQ Gujarati Medium Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ will make you revise all the fundamental concepts which are essential to attempt the exam.

GSEB Std 12 Biology MCQ Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ in Gujarati

પ્રશ્ન 1.
આપણી પૃથ્વી પર કીડીની કેટલી જાતિઓ જોવા મળે છે ?
(A) 20,000
(B) 28,000
(C) 2,00,000
(D) 3,00,0000
ઉત્તર:
(A) 20,000

પ્રશ્ન 2.
આપણી પૃથ્વી પર માછલીની કેટલી જાતિઓ જોવા મળે છે ?
(A) 2,00,000
(B) 28,000
(C) 3,00,000
(D) 20,000
ઉત્તર:
(B) 28,000

પ્રશ્ન 3.
આપણી પૃથ્વી પર ભૃગકીટકની કેટલી જાતિઓ જોવા મળે છે ?
(A) 2,00,000
(B) 30,000
(C) 3,00,000
(D) 20,000
ઉત્તર:
(C) 3,00,000

પ્રશ્ન 4.
જૈવવિવિધતા શબ્દ કયા સામાજિક જીવવૈજ્ઞાનિક દ્વારા પ્રચલિત કરવામાં આવ્યો ?
(A) ઍડવર્ડ જેનર
(B) ઍડવર્ડ વિલ્સન
(C) રૉબર્ટ મે
(D) રૉબર્ટ વિલ્સન
ઉત્તર:
(B) ઍડવર્ડ વિલ્સન

પ્રશ્ન 5.
ભારત જનીનિક રીતે ભિન્ન ચોખાની કેટલી ધાન્યજાતિઓ ધરાવે છે ?
(A) 20,000
(B) 25,000
(C) 30,000
(D) 50,000
ઉત્તર:
(D) 50,000

GSEB Std 12 Biology MCQ Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ in Gujarati

પ્રશ્ન 6.
ભારતમાં કેરીની કેટલી જાતિઓ ધરાવે છે ?
(A) 500
(B) 1000
(C) 10,000
(D) 30,000
ઉત્તર:
(B) 1000

પ્રશ્ન 7.
પરિસ્થિતિકીય વિવિધતાનું ઉદાહરણ જણાવો.
(A) ક્ષારયુક્ત વિસ્તાર
(B) ચોખાની જાતો
(C) પશ્ચિમ ઘાટના ઉભયજીવી
(D) કેરીની જાતો
ઉત્તર:
(A) ક્ષારયુક્ત વિસ્તાર

પ્રશ્ન 8.
IUCNનું પૂર્ણ નામ જણાવો.
(A) International Union for Conservation of nature and Natural resources.
(B) Indian Union for Control of nature and Natural resources.
(C) Indian Union for Conservation of nature and Natural resources.
(D) International Union for Control of nature and Natural resources.
ઉત્તર:
(A) International Union for Conservation of nature and Natural resources.

પ્રશ્ન 9.
રોબર્ટ મેના અંદાજ પ્રમાણે વૈશ્વિક જાતિવિવિધતા …………………….. જેટલી છે.
(A) 70 લાખ
(B) 2 મિલિયન
(C) 20 લાખ
(D) 4 મિલિયન
ઉત્તર:
(A) 70 લાખ

પ્રશ્ન 10.
પ્રાણીઓમાં કયો વર્ગીકરણીય સમૂહ સૌથી વધારે જાતિસમૃદ્ધિ ધરાવે છે ?
(A) સંધિપાદ
(B) સરીસૃપ
(C) કટક
(D) નૂપુરક
ઉત્તર:
(C) કટક

પ્રશ્ન 11.
ભારત વિશ્વના કુલ જમીનવિસ્તારના ……………………………. જમીન વિસ્તાર ધરાવે છે.
(A) 2.2 %
(B) 2.4 %
(C) 5 %
(D) 4 %
ઉત્તર:
(B) 2.4 %

પ્રશ્ન 12.
ભારતની વૈશ્વિક જાતિવિવિધતા પ્રભાવશાળી રીતે …………………….. છે.
(A) 1.5 %
(B) 5.4 %
(C) 8.9 %
(D) 8.1 %
ઉત્તર:
(D) 8.1 %

GSEB Std 12 Biology MCQ Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ in Gujarati

પ્રશ્ન 13.
રોર્બટ મેના વૈશ્વિક અંદાજમાંથી અત્યાર સુધી માત્ર કુલ જાતિઓના ……………………….. જાતિઓની શોધ થઈ છે.
(A) 12 %
(B) 22 %
(C) 50 %
(D) 52 %
ઉત્તર:
(B) 22 %

પ્રશ્ન 14.
વિષુવવૃત્તથી ધુવો તરફ જઈએ તેમ જાતિવિવિધતામાં શો તફાવત જોવા મળે છે ?
(A) વધતી
(B) એકસરખી
(C) ઘટતી
(D) અનિયમિત
ઉત્તર:
(C) ઘટતી

પ્રશ્ન 15.
વિષુવવૃત્તથી નજીક રહેલ કોલંબિયામાં પક્ષીઓની કેટલી જાતિઓ જોવા મળે છે ?
(A) 1200
(B) 1400
(C) 2200
(D) 2000
ઉત્તર:
(B) 1400

પ્રશ્ન 16.
41° ઉત્તરમાં રહેલ ન્યૂયોર્કમાં ……………………………. જેટલી પક્ષીઓની જાતિઓ જોવા મળે છે.
(A) 105 K
(B) 56
(C) 1400
(D) 1200
ઉત્તર:
(A) 105 K

પ્રશ્ન 17.
71° ઉત્તરમાં સ્થિત ગ્રીનલેન્ડમાં પક્ષીઓની જાતિઓ કેટલી છે?
(A) 56
(B) 105
(C) 1200
(D) 100
ઉત્તર:
(A) 56

પ્રશ્ન 18.
સૌથી વધારે જૈવ-વિવિધતા દર્શાવતો પ્રદેશ કયો છે ?
(A) એમેઝોનના ઉષ્ણકટિબંધીય વર્ષાવનો
(B) ઉ. ભારતનાં જંગલો
(C) દ. ભારતનાં જંગલો
(D) અંદામાન નિકોબાર ટાપુ
ઉત્તર:
(A) એમેઝોનના ઉષ્ણકટિબંધીય વર્ષાવનો

GSEB Std 12 Biology MCQ Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ in Gujarati

પ્રશ્ન 19.
સંશોધન વધારો કરવા સાથે કોઈ પ્રદેશની જાતિસમૃદ્ધિમાં વધારો થાય છે. જે અમુક મર્યાદા સુધી થાય છે. આ કોના દ્વારા દર્શાવવામાં આવ્યું હતું ?
(A) રૉબર્ટ મે
(B) એલેક્ઝાંડર વોન હોલ્ટ
(C) ઍડવર્ડ વિલ્સન
(D) રૉબર્ટ બ્રાઉન
ઉત્તર:
(B) એલેક્ઝાંડર વોન હોલ્ટ

પ્રશ્ન 20.
જાતિસમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેનો સંબંધ ……………………… સ્વરૂપે જોવા મળે છે.
(A) લંબચોરસ અતિવલય
(B) ચોરસ અતિવલય
(C) ચડતા ક્રમમાં
(D) ઊતરતા ક્રમમાં
ઉત્તર:
(A) લંબચોરસ અતિવલય

પ્રશ્ન 21.
લઘુગુણક માપ આધારિત જાતિસમૃદ્ધિ સંબંધનું સાચું સમીકરણ જણાવો.
(A) log C = log S + Z log A
(B) log S = log C + Z log A
(C) log Ą = log C + Z log S
(D) Z log A = log C + log S
ઉત્તર:
(B) log S = log C + Z log A

પ્રશ્ન 22.
જાતિસમૃદ્ધિ આધારિત સમીકરણમાં S, A, Z અને C અનુક્રમે શું દશવિ છે ?
(A) Y – આંતર્હદ, રેખાનો ઢાળ, જાતિસમૃદ્ધિ, વિસ્તાર
(B) જાતિસમૃદ્ધિ, વિસ્તાર, Y – આંતછંદ, રેખાનો ઢાળ
(C) જાતિસમૃદ્ધિ, વિસ્તાર, રેખાનો ઢાળ, Y – આંતછંદ
(D) વિસ્તાર, જાતિસમૃદ્ધિ, રેખાનો ઢાળ, Y – આંતછંદ
ઉત્તર:
(C) જાતિસમૃદ્ધિ, વિસ્તાર, રેખાનો ઢાળ, Y – આંતછંદ

પ્રશ્ન 23.
ઉષ્ણકટિબંધીય જંગલોમાં ફળાહારી પક્ષીઓ અને સસ્તનોની 1 રેખાનો ઢોળાવ કેટલો જોવા મળશે ?
(A) 0.2
(B) 0.6
(C) 1.2
(D) 1.15
ઉત્તર:
(D) 1.15

પ્રશ્ન 24.
પરિસ્થિતિવિદોના મત મુજબ 1 રેખાનું મૂલ્ય કેટલી ક્ષેત્રમર્યાદામાં હોય છે ?
(A) 0.1 થી 0.2
(B) 0.1 થી 1.2
(C) 0.2 થી 0.6
(D) 0.1 થી 0.5
ઉત્તર:
(A) 0.1 થી 0.2

GSEB Std 12 Biology MCQ Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ in Gujarati

પ્રશ્ન 25.
ક્રાયોપ્રિઝર્વેશનમાં પ્રવાહી નાઇટ્રોજનને લગભગ કેટલા તાપમાને જાળવવામાં આવે છે ?
(A) -196° સે.
(B) 169° સે.
(C) -169° સે.
(D) 196° સે.
ઉત્તર:
(A) -196° સે.

પ્રશ્ન 26.
IUCN રેડ લિસ્ટ 2004ના દસ્તાવેજી પુરાવાઓ પ્રમાણે પાછલા 500 વર્ષમાં કેટલી જાતિઓ લુપ્ત થઈ છે ?
(A) 7840
(B) 784
(C) 500
(D) 338
ઉત્તર:
(B) 784

પ્રશ્ન 27.
નીચે આપેલ પૈકી કઈ જાતિ તાજેતરમાં લુપ્ત થયેલ છે ?
(A) ડોડો
(B) કવેગા
(C) થાયલેસિન
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 28.
લુપ્ત થયેલ જાતિમાંથી વાઘની કઈ ઉપજાતિ લુપ્ત થઈ છે?
(A) બાલી
(B) જાવાન
(C) કાસ્પિયન
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 29.
વિશ્વવ્યાપી કેટલી જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે ?
(A) 15, 500
(B) 1000
(C) 5500
(D) 10, 500
ઉત્તર:
(A) 15, 500

પ્રશ્ન 30.
3 બિલિયન વર્ષ પહેલાં જ્યારથી પૃથ્વી પર જીવનો ઉદ્ભવ થયો ત્યારથી આજ સુધીમાં કેટલી વખત જાતિઓના સામૂહિક વિલોપનનો ઘટનાક્રમ થયો છે ?
(A) છ
(B) પાંચ
(C) બે
(D) ત્રણ
ઉત્તર:
(B) પાંચ

GSEB Std 12 Biology MCQ Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ in Gujarati

પ્રશ્ન 31.
કોઈ પ્રદેશમાં જૈવ-વિવિધતાને નુકસાન થવાથી કઈ અસર થાય તે જણાવો.
(A) વન-ઉત્પાદકતા અને રોગચક્રો જેવી નિવસનતંત્રકીયા પ્રક્રિયાઓમાં પરિવર્તનશીલતા વધવા પામવી.
(B) દુષ્કાળનું નિમ્ન પ્રતિરોધન
(C) વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 32.
જૈવ-વિવિધતાની નુકસાનીના કારણ જણાવો.
(A) વસવાટી નુકસાન અને અતિશોષણ
(B) વિદેશી જાતિઓનું અતિક્રમણ
(C) સહવિલોપન
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 33.
પૃથ્વી ગ્રહના ફેફસાં તરીકે કોને ઓળખવામાં આવે છે ?
(A) પશ્ચિમઘાટ
(B) હિમાલય
(C) એમેઝોન
(D) પૂર્વધાટ
ઉત્તર:
(C) એમેઝોન

પ્રશ્ન 34.
હાલમાં વર્ષાવનો પૃથ્વીની સપાટીના કેટલા વિસ્તારને આવરે છે ?
(A) 6 %
(B) 14 %
(C) 20 %
(D) 2.1 %
ઉત્તર:
(A) 6 %

પ્રશ્ન 35.
એમેઝોન જંગલને શાની ખેતી માટે કાપીને સાફ કરી દેવામાં આવ્યું છે ?
(A) સોયાબીન
(B) ઘઉં
(C) ચોખા
(D) આપેલ તમામ
ઉત્તર:
(A) સોયાબીન

પ્રશ્ન 36.
મનુષ્યો દ્વારા થતા અતિશોષણના કારણે કઈ જાતિ લુપ્ત થઈ ગઈ છે ?
(A) સ્ટીલર સી કાઉ
(B) નાઈલ પર્શ
(C) પેસેન્જર પીજીઅન
(D) (A) અને (C)
ઉત્તર:
(D) (A) અને (C)

GSEB Std 12 Biology MCQ Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ in Gujarati

પ્રશ્ન 37.
કઈ અફ્રિકન કેટફિશને ગેરકાયદેસર રીતે આપણી નદીઓમાં લાવવામાં આવી છે ?
(A) સ્ટીલર સી કાઉ
(B) નાઈલ પર્શ
(C) કલેરિયસ ગેરિપિનસ
(D) (B) અને (C)
ઉત્તર:
(C) કલેરિયસ ગેરિપિનસ

પ્રશ્ન 38.
આક્રમક નીંદણ જાતિ કઈ છે ?
(A) ગાજર ઘાસ
(B) જળકુંભી
(C) ગંધારી
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 39.
એમેઝોન જંગલો પ્રકાશસંશ્લેષણ દ્વારા પૃથ્વીના વાતાવરણમાં કુલ ઓક્સિજનના ………………………… જેટલો ઓક્સિજન ઉત્પન્ન કરે છે.
(A) 50 %
(B) 20 %
(C) 40 %
(D) 60 %
ઉત્તર:
(B) 20 %

પ્રશ્ન 40.
વાઘને બચાવવા માટે સમગ્ર જંગલને બચાવવું પડે છે. આ અભિગમને ………………………… .
(A) સ્વસ્થાન સંરક્ષણ
(B) નવસ્થાન સંરક્ષણ
(C) બાહ્યસ્થાન સંરક્ષણ
(D) (A) અને (C)
ઉત્તર:
(A) સ્વસ્થાન સંરક્ષણ

પ્રશ્ન 41.
વિલોપનના સંકટમાંથી બચાવવા ત્વરિત પગલાં લેવાની આવશ્યકતા હોય ત્યારે ઈચ્છનીય અભિગમને …………………… .
(A) બાહ્યસ્થાન સંરક્ષણ
(B) સ્વસ્થાન સંરક્ષણ
(C) નવસ્થાન સંરક્ષણ
(D) સ્થાનિકતા
ઉત્તર:
(A) બાહ્યસ્થાન સંરક્ષણ

પ્રશ્ન 42.
શરૂઆતમાં કેટલા જૈવ-વિવિધતાના હોટસ્પોટ્સની ઓળખ કરવામાં આવી હતી ?
(A) 25
(B) 34
(C) 9
(D) 30
ઉત્તર:
(A) 25

GSEB Std 12 Biology MCQ Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ in Gujarati

પ્રશ્ન 43
નીચેનામાંથી પરિસ્થિતિકીય જૈવવિવિધતાનો સાચો ક્રમ કયો છે ?
(A) નિવસનતંત્રો → નિવાસસ્થાન → વસતિ → જીવનપદ્ધતિઓ
(B) નિવાસસ્થાનો → નિવસનતંત્ર → જીવનપદ્ધતિઓ → વસતિ
(C) નિવસનતંત્રો → નિવાસસ્થાનો → જીવનપદ્ધતિઓ → વસતિ
(D) નિવાસસ્થાનો → જીવનપદ્ધતિઓ → નિવસનતંત્ર → વસતિ
ઉત્તર:
(C) નિવસનતંત્રો → નિવાસસ્થાનો → જીવનપદ્ધતિઓ → વસતિ

પ્રશ્ન 44.
આપણા દેશની ઉચ્ચ જૈવ-વિવિધતાનાં ક્ષેત્રોને આવરી લેતા હોટસ્પોટ કયા છે ?
(A) પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા
(B) હિમાલય
(C) ઇન્ડો બર્મા
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 45.
જનીનનિધિ એટલે શું ?
(A) જવલ્લે પ્રાપ્ત જનીનોની જાળવણી
(B) બધે પ્રાપ્ત જનીનોની જાળવણી
(C) જનીનનું જૂથ
(D) જનીનોનું માપન
ઉત્તર:
(A) જવલ્લે પ્રાપ્ત જનીનોની જાળવણી

પ્રશ્ન 46.
કયાં પવિત્ર ઉપવનો એ દુર્લભ અને સંકમાં રહેલા વનસ્પતિઓની ઘણી સંખ્યા માટેના અંતિમ શરણાર્થીઓ છે ?
(A) પશ્ચિમ ઘાટ
(B) મેઘાલય
(C) અરવલ્લી ટેકરીઓ
(D) મધ્ય પ્રદેશ
ઉત્તર:
(B) મેઘાલય

પ્રશ્ન 47.
નવસ્થાન સંરક્ષણ માટે કોણ સેવાઓ આપે છે ?
(A) વનસ્પતિ ઉદ્યાન
(B) પ્રાણી ઉદ્યાન
(C) વન્યજીવ સફારી ઉદ્યાન
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 48.
જાતિઓના જન્યુઓને કઈ પદ્ધતિના ઉપયોગથી જીવિત અને જનનસક્ષમ સ્થિતિમાં જાળવી શકાય છે ?
(A) ક્રાયોપ્રિઝર્વેશન
(B) પેશી સંવર્ધન
(C) પેશીપ્રિઝર્વેશન
(D) (A) અને (B)
ઉત્તર:
(A) ક્રાયોપ્રિઝર્વેશન

GSEB Std 12 Biology MCQ Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ in Gujarati

પ્રશ્ન 49.
જૈવિક વિવિધતાનું ઐતિહાસિક સંમેલન કયા વર્ષમાં યોજવામાં આવ્યું હતું ?
(A) 1990
(B) 1992
(C) 2001
(D) 1999
ઉત્તર:
(B) 1992

પ્રશ્ન 50.
The Historic convention on biological diversity ક્યાં યોજવામાં આવ્યું હતું ?
(A) રિયો-ડી-જાનેરો
(B) મેક્સિકો
(C) અમેરિકા
(D) ભારત
ઉત્તર:
(A) રિયો-ડી-જાનેરો

પ્રશ્ન 51.
વર્ષ 2002 માં દક્ષિણ અફ્રિકાના ………………………… માં ટકાઉ વિકાસ પર વિશ્વ પરિષદ યોજવામાં આવી.
(A) જોહાનિસબર્ગ
(B) રિયો
(C) આફ્રિકા
(D) પ્રિટોરિયા
ઉત્તર:
(A) જોહાનિસબર્ગ

પ્રશ્ન 52.
જૈવવિવિધતાની જાળવણી માટેના અભિગમો કયા છે ?
(A) સ્વસ્થાન
(B) નવસ્થાન
(C) (A) અને (B) બંને
(D) એક પણ નહિ
ઉત્તર:
(C) (A) અને (B) બંને

પ્રશ્ન 53.
હાલનો જાતિની લુપ્તતાનો દર ભૂતકાળના દર કરતાં કેટલા ગણો વધારે છે ?
(A) 1000 થી 2000 ગણો વધારે
(B) 2000 થી 3000 ગણો વધારે
(C) 1000 થી 10,000 ગણો વધારે
(D) 100 ગણો વધારે
ઉત્તર:
(C) 1000 થી 10,000 ગણો વધારે

પ્રશ્ન 54.
ગીર અભયારણ્ય શેના માટે જાણીતું છે ?
(A) એશિયાઈ સિંહ
(B) ચિત્તા
(C) ઘુડખર
(D) વાઘ
ઉત્તર:
(A) એશિયાઈ સિંહ

GSEB Std 12 Biology MCQ Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ in Gujarati

પ્રશ્ન 55.
નવસ્થાન જાળવણી કેવી રીતે કરી શકાય ?
(A) અભયારણ્ય
(B) પ્રાણીસંગ્રહાલયો
(C) રાષ્ટ્રીય ઉદ્યાન
(D) આપેલ પૈકી કોઈ નહીં
ઉત્તર:
(B) પ્રાણીસંગ્રહાલયો

પ્રશ્ન 56.
ભારતમાં કેટલા તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો (Hot spot) આવેલા છે ?
(A) 25
(B) 34
(C) 3
(D) 581
ઉત્તર:
(C) 3

પ્રશ્ન 57.
જનીનસ્રોતોની તેના પ્રાકૃતિક નિવાસસ્થાનથી બહાર થતી જાળવણીને શું કહે છે ?
(A) સ્વસ્થાની જાળવણી
(B) વનસ્થાન જાળવણી
(C) નવસ્થાન જાળવણી
(D) આરક્ષિત જૈવવિસ્તારો
ઉત્તર:
(C) નવસ્થાન જાળવણી

પ્રશ્ન 58.
વસતિના બધા જ જનીનોને નીચે પૈકી શું કહેવાય ?
(A) જનીનોનો જથ્થો
(B) જનીનપુલ
(C) જનીનગુચ્છ
(D) જનીનવૈવિધ્ય
ઉત્તર:
(B) જનીનપુલ

પ્રશ્ન 59.
જૈવવિવિધતાના હેતુમાં કોનો સમાવેશ થાય છે ?
(A) નિવસનતંત્રનો અભ્યાસ
(B) Hot spotની ઓળખ
(C) જૈવ ભૌગોલિક વિસ્તારોનો અભ્યાસ
(D) આપેલ તમામ
ઉત્તર:
(D) આપેલ તમામ

પ્રશ્ન 60.
ભારતમાં ઉષ્ણકટિબંધમાં પક્ષીઓની જાતિઓની સંખ્યા કેટલી ?
(A) 120
(B) 1200
(C) 112
(D) 1122
ઉત્તર:
(B) 1200

GSEB Std 12 Biology MCQ Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ in Gujarati

પ્રશ્ન 61.
“અમુક મર્યાદા સુધી જેમ જેમ ભૌગોલિક વિસ્તાર વધતો જાય, તેમ તેમ બાયોડાયવર્સિટી વધતી જાય” આ મત કોણે | આપ્યો?
(A) હેલમોન્ટ
(B) હમ્બોલ્ટ
(D) ૬ વિસ
(C) ડાર્વિન
ઉત્તર:
(B) હમ્બોલ્ટ

પ્રશ્ન 62.
એક અંદાજ પ્રમાણે વિશ્વમાં લગભગ કેટલી જાતિઓ હોવાનો અંદાજ મુકાય છે ?
(A) 5 લાખ
(B) 5 કરોડ
(C) 50 લાખ
(D) લગભગ 70 લાખ
ઉત્તર:
(D) લગભગ 70 લાખ

પ્રશ્ન 63.
હાલ અંદાજિત પ્રાણી અને વનસ્પતિની કેટલી જાતિઓ ઓળખાયેલી છે ?
(A) 1.7 મિલિયન
(B) 1.8 બિલિયન
(C) 1.5 મિલિયન કરતાં વધારે
(D) 1.7 થી 1.8 બિલિયન
ઉત્તર:
(C) 1.5 મિલિયન કરતાં વધારે

પ્રશ્ન 64.
નીચે પૈકી કયું મુખ્ય કારણ ભારતમાં જૈવ વિવિધતાની સમૃદ્ધિ માટે જવાબદાર છે ?
(A) આબોહવા
(B) અક્ષાંશીય પરિસ્થિતિકીય લક્ષણો
(C) (A) અને (B) બંને
(D) એક પણ નહીં
ઉત્તર:
(C) (A) અને (B) બંને

પ્રશ્ન 65.
ભારત વિશ્વના કુલ વિસ્તારનો કેટલો વિસ્તાર ધરાવે છે ?
(A) 12 %
(B) 24 %
(C) 2.4 %
(D) 1.2 %
ઉત્તર:
(C) 2.4 %

પ્રશ્ન 66.
ભારતમાં કુલ કેટલાં આરક્ષિત જેવાવરણ છે ?
(A) 12
(B) 16
(C) 10
(D) 14
ઉત્તર:
(D) 14

GSEB Std 12 Biology MCQ Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ in Gujarati

પ્રશ્ન 67.
એમેઝોન વર્ષાજંગલ કોના ઉછેર માટે કપાઈ રહ્યા છે ?
(A) સોયાબીન
(B) ઘઉં
(C) ડાંગર
(D) શેરડી
ઉત્તર:
(A) સોયાબીન

A : (Assertion) વિધાન દશવિ છે.
R : (Reason) કારણ દશવિ છે.
(a) A અને B બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
(b) A અને B બંને સાયાં છે, પરંતુ R એ Aની સમજૂતી નથી.
(c) A સાચું છે અને R ખોટું છે.
(d) A ખોટું છે અને R સાચું છે.

પ્રશ્ન 68.
A : વિશ્વ પરિષદમાં 100 દેશો પ્રતિજ્ઞા લઈ વચનબદ્ધ થયા.
R : 2010 સુધીમાં વૈશ્વિક, પ્રાદેશિક તેમજ સ્થાનિક સ્તરે ઘટતા જતા જૈવ-વિવિધતાના દરમાં ઘટાડો કરશે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(D) d

પ્રશ્ન 69.
A : વનસ્પતિઓને પેશી-સંવર્ધન પદ્ધતિઓના ઉપયોગથી પ્રસર્જિત કરી શકાય છે.
R : જનીનિક જાતોના બીજને બીજબેન્કોમાં લાંબા સમય માટે રાખી શકાય છે.
(A) a
(B) b
(C) c
(D)
ઉત્તર:
(B) b

પ્રશ્ન 70.
A : નાઈલ પર્શને પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં દાખલ કરવામાં આવી.
R : પરિસ્થિતિકીય અજોડ સ્થાનિક સિચલિડ માછલીઓની – 200 જાતિઓ એકસાથે લુપ્ત થઈ.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a

પ્રશ્ન 71.
A : કોઈ એક જાતિના સજીવોના જનીનોના બંધારણમાં રહેલા ફેરફારોને તે જાતિની જનીન વિવિધતા કહે છે.
R : જનીન વિવિધતાને કારણે જ ઉર્વિકાસની પ્રક્રિયામાં નૈસર્ગિક પસંદગીની તક રહે છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(B) b

પ્રશ્ન 72.
A : પૃથ્વી પરના જૈવાવરણ અને તેમાંનાં નિવસનતંબોની જાળવણીમાં જૈવવૈવિધ્ય મહત્ત્વનું છે.
R : નિવસનતંત્રની સેવાનું મૂલ્ય એક વર્ષમાં 16 થી 44 ટ્રિલિયન Us ડોલર જેટલું છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(C) c

GSEB Std 12 Biology MCQ Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ in Gujarati

પ્રશ્ન 73.
A : વ્યક્તિ તરીકે, સમાજ તરીકે તથા રાષ્ટ્રો તરીકે આપણે આજે જે નિર્ણયો કરીશું તેના પર ભાવિ અવલંબે છે.
R : જેવાવરણની જાળવણી એ આપણી નૈતિક જવાબદારી છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(A) a

પ્રશ્ન 74.
A : બીજનિધિ એ વિવિધતાની જાળવણી માટેનો એક ઉચિત માર્ગ છે.
R : જનીનનિધિ એ જવલ્લે પ્રાપ્ત જનીનોની જાળવણી માટે વિકસાવાય છે.
(A) a
(B) b
(C) c
(D) d
ઉત્તર:
(B) b

પ્રશ્ન 75.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I (એમેઝોન જંગલના સજીવ) કોલમ – II સંખ્યા
(a) વનસ્પતિ (v) 427
(b) મત્સ્ય (w) 1300
(c) પક્ષીઓ (x) 3000
(d) ઉભયજીવી (y) 40, 000

(A) (a – z) (b – x) (c – v) (d – w) (e – y)
(B) (a – y) (b – w) (c – x) (d – z) (e – v)
(C) (a – z) (b – w) (c – x) (d – y) (e – v)
(D) (a – y) (b – x) (c – w) (d – v) (e – z)
ઉત્તર:
(D) (a – y) (b – x) (c – w) (d – v) (e – z)

પ્રશ્ન 76.
કોલમ – I અને કોલમ – II યોગ્ય રીતે જોડો.

કોલમ – I કોલમ – II
(a) અનાવૃત બીજધારી (v) 23 %
(b) ઉભયજીવી (w) 12 %
(c) સસ્તન (x) 32 %
(d) પક્ષી (y) 31 %

(A) (a – y) (b – x) c – w) (d – v)
(B) (a – x) (b – y) (c – w) (d – v)
(C) (a – y) (b – x) (c – v) (d – w)
(D) (a – v) (b – w) (c – x) (d – y)
ઉત્તર:
(C) (a – y) (b – x) (c – v) (d – w)

પ્રશ્ન 77.
વૈશ્વિક જૈવવિવિધતામાં નીચે પૈકી કોણ સૌથી વધુ જાતિઓની સંખ્યા ધરાવે છે ? [NEET – 2013
(A) મોસીઝ અને ફર્ન
(B) લીલ
(C) લાઈન
(D) ફૂગ
ઉત્તર:
(D) ફૂગ

પ્રશ્ન 78.
નીચેના પૈકી કઈ પદ્ધતિ નવસ્થાન (એક્સસીટ) વાનસ્પતિક સંરક્ષણ માટે વપરાતી નથી ? [NEET – 2013]
(A) બોટાનિકલ ગાર્ડન્સ
(B) ખેત જનીનનિધિ-ફિલ્ડ બૅન્ક
(C) બીજનિધિ-સીડ બૅન્ક
(D) શીટિગ કલ્ટીવેશન
ઉત્તર:
(D) શીટિગ કલ્ટીવેશન

GSEB Std 12 Biology MCQ Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ in Gujarati

પ્રશ્ન 79.
નીચેના પૈકી કઈ સંસ્થા જાતિઓનું રેડ લિસ્ટ પ્રદર્શિત કરે છે? [NEET – 2014]
(A) ICFRE
(B) IUCN
(C) UNED
(D) WWF
ઉત્તર:
(B) IUCN

પ્રશ્ન 80.
નજીકના ભવિષ્યમાં લુપ્ત થતી જાતિને શું કહે છે? [NEET – 2014]
(A) સંવેદનશીલ જાતિઓ
(B) સ્થાનિક જાતિઓ
(C) ગંભીર નાશપ્રાય જાતિઓ
(D) લુપ્ત જાતિઓ
ઉત્તર:
(C) ગંભીર નાશપ્રાય જાતિઓ

પ્રશ્ન 81.
નીચે આપેલ ચાર્ટ એ અપષ્ઠવંશીઓમાં જોવા મળતી જૈવવિવિધતા દશવિ છે. જેમાં કયો સમૂહ કેટલું પ્રમાણ દશવિ છે? [NEET – 2014]
GSEB Std 12 Biology MCQ Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ in Gujarati 1
ઉત્તર:
(D)

પ્રશ્ન 82.
નવસ્થાન જાળવણીનું ઉદાહરણ કર્યું છે? [NEET – 2010, 2014]
(A) રાષ્ટ્રીય ઉદ્યાન
(B) બીજનિધિ
(C) અભયારણ્ય
(D) આરક્ષિત જૈવવિસ્તાર
ઉત્તર:
(B) બીજનિધિ

પ્રશ્ન 83.
સામાન્ય રીતે વ્યક્તિ ઉનાળાની ગરમીથી બચવા દિલ્હીથી સિમલા જાય છે, એ જ રીતે લાખો સ્થાનાંતરિત પક્ષીઓ સાઈબિરીયા અને ઉત્તરના પ્રદેશોની ઠંડીથી બચવા ક્યાં જાય છે? [NEET – 2014]
(A) વેસ્ટર્ન ઘાટ્સ (પશ્ચિમી ઘાટ્સ)
(B) મેઘાલય
(C) કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન
(D) કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન
ઉત્તર:
(D) કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન

પ્રશ્ન 84.
જે જાતિ અમુક ચોક્કસ વિસ્તાર પૂરતી જ મર્યાદિત હોય અને બીજે ક્યાંય જોવા ન મળે તેને શું કહે છે ? [NEET – 2015]
(A) અસામાન્ય (Rare)
(B) મધ્યવર્તી(Key stone)
(C) પરદેશી (Alien)
(D) સ્થાનિક (Endemic)
ઉત્તર:
(D) સ્થાનિક (Endemic)

પ્રશ્ન 85.
નોર્મન મેયર્સ દ્વારા આજ સુધીના જૈવવિવિધતાયુક્તના તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો (Hot spots) વિશ્વમાં કેટલા છે ? [NEET – II – 2016]
(A) A
(B) 45
(C) 17
(D) 25
ઉત્તર:
(A) A

GSEB Std 12 Biology MCQ Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ in Gujarati

પ્રશ્ન 86.
નીચે આપેલ પૈકી કયો નેશનલ પાર્ક એ વિખ્યાત કસૂરી ધરાવતાં હરણ કે હગુલનું રહેઠાણ છે ? [NEET – II – 2016]
(A) ઇગ્લેનેસ્ટ જંગલી જીવોનું અભયારણ્ય (અરુણાચલ પ્રદેશ)
(B) દચિગામ નેશનલ પાર્ક (જમ્મુ અને કાશ્મીર)
(C) કેઇબુલ લામાઓ નેશનલ પાર્ક (મણીપુર)
(D) બાંધવગઢ નેશનલ પાર્ક (મધ્યપ્રદેશ)
ઉત્તર:
(B) દચિગામ નેશનલ પાર્ક (જમ્મુ અને કાશ્મીર)

પ્રશ્ન 87.
નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડેલ છે? (NEET – II-2016]
(A) પાર્થેનિયમ હાયસ્ટરોફોરસ – જૈવવિવિધતા સામે ભય
(B) સ્તરીકરણ – વસતિ
(C) વાયુતક પેશી – ફાફડોથોર
(D) ઉંમરના પિરામિડ – બાયોમ
ઉત્તર:
(A) પાર્થેનિયમ હાયસ્ટરોફોરસ – જૈવવિવિધતા સામે ભય

પ્રશ્ન 88.
રેડ લિસ્ટ મુદ્દાઓ કે માહિતી કોની ધરાવે છે ? [NEET – II – 2016]
(A) નાશપ્રાય જાતિઓ
(B) ફક્ત દરિયાઈ પૃષ્ઠવંશી પ્રાણીઓ
(C) આર્થિક અગત્યતા ધરાવતી અગત્યની વનસ્પતિઓ
(D) આંતરરાષ્ટ્રીય વેપારમાં જોવા મળતી વનસ્પતિઓની નીપજો
ઉત્તર:
(A) નાશપ્રાય જાતિઓ

પ્રશ્ન 89.
ભારતમાં કયા વર્ષ દરમિયાન સંયુક્ત વન વ્યવસ્થાપનની યોજનાની રજૂઆત કરવામાં આવી હતી ?[NEET – I – 2016]
(A) 1970
(B) 1980
(C) 1990
(D) 1960
ઉત્તર:
(B) 1980

પ્રશ્ન 90.
પ્રાણીઓ અને વનસ્પતિઓનો લોપ થવા માટે નીચે પૈકી કયું અગત્યનું કારણ છે ? [NEET – I – 2016, 2019].
(A) વિદેશી જાતિઓનું આક્રમણ
(B) વસવાટ નાબૂદી અને તેનો નાશ થવો
(C) સહલુપ્તતા
(D) અતિશોષણ
ઉત્તર:
(B) વસવાટ નાબૂદી અને તેનો નાશ થવો

પ્રશ્ન 91.
એલેકઝાન્ડર વોન હમ્બોટે સૌપ્રથમ શેને માટે વર્ણન કર્યું છે ? [NEET – 2017].
(A) પરિસ્થિતિકીય જૈવવિવિધતા
(B) જૂનતમના પરિબળોનો સિદ્ધાંત
(C) જાતિવિસ્તાર સંબંધો
(D) વસતિ વૃદ્ધિનું સમીકરણ
ઉત્તર:
(C) જાતિવિસ્તાર સંબંધો

GSEB Std 12 Biology MCQ Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ in Gujarati

પ્રશ્ન 92.
આરક્ષિત જૈવવિસ્તાર તે કાયદાકીય રીતે આરક્ષિત છે અને ત્યાં કોઈ માનવ પ્રવૃત્તિ કરવા દેવામાં આવી નથી. તેને શું કહે છે ? [NEET – 2017].
(A) નાભિપ્રદેશ
(B) બફર પ્રદેશ
(C) સંક્રાન્તિ પ્રદેશ
(D) પહેલાંની સ્થિતિ જાળવતો વિસ્તાર
ઉત્તર:
(A) નાભિપ્રદેશ

પ્રશ્ન 93.
નીચેનામાંથી કયું ભયજનક વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે નવસ્થાન જાળવણી માટે છે ? [NEET – 2017)
(A) વન્યજીવ સફારી ઉદ્યાન
(B) જૈવવિવિધતા હૉટસ્પૉટ
(C) એમેઝોનના વર્ષા જંગલો
(D) હિમાલય વિસ્તાર
ઉત્તર:
(A) વન્યજીવ સફારી ઉદ્યાન

પ્રશ્ન 94.
નીચે પૈકી કઈ પદ્ધતિ જૈવવિવિધતાના સ્વ-સ્થાન સંરક્ષણ માટેની પદ્ધતિ નથી ? [NEET – 2019]
(A) પવિત્ર સ્થાનો
(B) આરક્ષિત જૈવાવરણ (બાયૉસ્ફિયર રિઝર્વ)
(C) વન્યજીવ અભયારણ્ય (વાઇલ્ડલાઇફ સેન્યુરી)
(D) વનસ્પતિ ઉદ્યાન
ઉત્તર:
(D) વનસ્પતિ ઉદ્યાન

પ્રશ્ન 95.
log S = log C + Z log A સમીકરણ ………………….. સૂચવે છે. [માર્ચ – 2020]
(A) જૈવવિવિધતાની નુકસાની
(B) જૈવવિવિધતા
(C) જાતિ-વિસ્તારના સંબંધ
(D) અક્ષાંશીય ઢોળાંશ
ઉત્તર:
(C) જાતિ-વિસ્તારના સંબંધ

પ્રશ્ન 96.
વનસ્પતિઓ અને પ્રાણીઓના વિલોપનનું સૌથી મુખ્ય કારણ છે. [માર્ચ – 2020].
(A) વિદેશી જાતિઓનું અતિક્રમણ
(B) અતિશોષણ
(C) વસવાટી નુકસાન અને અવખંડન
(D) સહલુપ્તતા
ઉત્તર:
(C) વસવાટી નુકસાન અને અવખંડન

પ્રશ્ન 97.
અત્યારે ભારતમાં ………………. રાષ્ટ્રીય ઉદ્યાનો અને ……………….. વન્યજીવ અભયારણ્યો છે. [માર્ચ – 2020]
(A) 110 – 548
(B) 90 – 448
(C) 75 – 348
(D) 90 – 248
ઉત્તર:
(B) 90 – 448

પ્રશ્ન 98.
આપેલ અપૃષ્ઠવંશી પ્રાણીના ચાર્ટમાં જૈવવિવિધતાની દૃષ્ટિએ સૌથી વધુ અને સૌથી ઓછા વર્ગકા અનુક્રમે કયા છે ? [ઓગસ્ટ – 2020]
GSEB Std 12 Biology MCQ Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ in Gujarati 2
(A) સ્તરકવચી, મૃદુકાય
(B) કીટક, સ્તરકવચી
(C) મૃદુકાય, કીટક
(D) કીટક, અન્ય પ્રાણી સમૂહો
ઉત્તર:
(B) કીટક, સ્તરકવચી

GSEB Std 12 Biology MCQ Chapter 15 જૈવવ-વિવિધતા અને સંરક્ષણ in Gujarati

પ્રશ્ન 99.
વિધાન A : વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જઈએ તેમ જાતિ વિવિધતા ઘટી જાય છે.
કારણ – R : દક્ષિણ અમેરિકામાં એમેઝોનના મોટા ભાગના ઉષ્ણકટિબંધીય વર્ષાવનો પૃથ્વી પર સૌથી ઓછી જૈવ વિવિધતા ધરાવે છે. [ઓગસ્ટ – 2020]
(A) વિધાન A સાચું અને કારણ R ખોટું છે.
(B) વિધાન A અને કારણ R બંને સાચાં છે. કારણ R એ વિધાન Aની સમજૂતી છે.
(C) વિધાન A અને કારણ R બંને સાચાં છે. કારણ R એ વિધાન Aની સમજૂતી નથી.
(D) વિધાન A ખોટું અને કારણ R સાચું છે.
ઉત્તર:
(A) વિધાન A સાચું અને કારણ R ખોટું છે.

પ્રશ્ન 100.
રશિયામાં તાજેતરમાં લુપ્ત થયેલ સજીવ …………………………. . [ઓગસ્ટ – 2020].
(A) થાયલેસિન
(B) ક્વેગા
(C) ડોડો
(D) સ્ટીલર-સી કાઉ
ઉત્તર:
(D) સ્ટીલર-સી કાઉ

પ્રશ્ન 101.
દક્ષિણ અમેરિકાના એમેઝોન વર્ષાવનોમાં ………. પક્ષીઓની જાતિ જોવા મળે છે. [GUJCET – 2020].
(A) 1300
(B) 3000
(C) 427
(D) 378
ઉત્તર:
(A) 1300

પ્રશ્ન 102.
પૃથ્વીના નીચે પૈકીના પ્રદેશોમાંથી કયો સૌથી વધુ જાતિ વિવિધતા દશવેિ છે ? [NEET – 2020]
(A) ભારતના પશ્ચિમી ઘાટ
(B) મેડાગાસ્કર
(C) હિમાલય
(D) એમેઝોનનાં જંગલો
ઉત્તર:
(D) એમેઝોનનાં જંગલો

પ્રશ્ન 103.
રોબર્ટ મે અનુસાર, પૃથ્વીની જાતિ વિવિધતા આટલી છે. [NEET – 2020]
(A) 1.5 મિલિયન
(B) 20 મિલિયન
(C) 50 મિલિયન
(D) 7 મિલિયન
ઉત્તર:
(D) 7 મિલિયન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *