GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati

Solving these GSEB Std 11 Chemistry MCQ Gujarati Medium Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ will make you revise all the fundamental concepts which are essential to attempt the exam.

GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો :
પ્રશ્ન 1.
H2S, PH3, CaH2, BeH2 સંયોજનો પૈકી ક્યા સંયોજનોમાં Hનો ઑક્સિડેશન આંક સમાન છે ?
(A) H2S, CaH2
(B) PH3, BeH2
(C) H2S, PH3
(D) H2S, BeH2
જવાબ
(C) H2S, PH3
CaH2, BeH2 હાઇડ્રાઇડ સંયોજનો હોવાથી H નો ઑક્સિડેશન આંક −1 છે, જ્યારે H2S, PH3 માં H નો ઑક્સિડેશન આંક +1 છે.

પ્રશ્ન 2.
નીચેના પૈકી કઈ જોડ અયોગ્ય છે ?
(A) H2O2, Na2O2
(B) BaO2, K2O2
(C) H2O2, O2F2
(D) H2O, H2SO4
જવાબ
(C) H2O2, O2F2
H2O2 માં 0 નો ઑક્સિડેશન આંક → -1 છે, જ્યારે O2F2, માં O નો ઑક્સિડેશન આંક → +1 છે.

પ્રશ્ન 3.
(NH4)2CrO4 માં Cr નો ઓક્સિડેશન આંક અને N નો ઑક્સિડેશન આંક ક્રમશ : જણાવો
(A) +6, +5
(B) -6, -3
(C) +6, -3
(D) -3, +6
જવાબ
(C) +6, -3

પ્રશ્ન 4.
CH3CHO(s) + Ag2O(s) → CH3COOH + 2Ag
પ્રક્રિયામાં ક્યો પદાર્થ રિડક્શનાં છે ?
(A) CH3COOH
(B) Ag2O
(C) CH3CHO
(D) Ag
જવાબ
(C) CH3CHO

પ્રશ્ન 5.
\(\mathrm{MnO}_4^{-}\) + 5Fe+2 + 8H+ → Mn+2 + 5Fe+3 + 4H2O પ્રક્રિયામાં ક્યા તત્ત્વના પરમાણુના ઑક્સિડેશન આંક્માં ઘટાડો થાય છે ?
(A) Mn
(B) Fe
(C) O
(D) H2
જવાબ
(A) Mn
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 1

GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati

પ્રશ્ન 6.
3MnO2 + 4Fe → 3Mn + 2Fe2O3
પ્રક્રિયામાં ક્યા તત્ત્વના ઓ. આંક્માં ફેરફાર થતો નથી ?
(A) Mn
(B) Fe
(C) O
(D) Mn અને Fe બંને
જવાબ
(C) O

પ્રશ્ન 7.
Na2CrO4 ને સ્ટૉક નોટેશન પદ્ધતિ દ્વારા દર્શાવો.
(A) સોડિયમ ડાયક્રોમેટ (VI)
(B) સોડિયમ ક્રોમેટ (VI)
(C) ક્રોમિયમ (VI) ઑક્સાઇડ
(D) સોડિયમ ક્રોમેટ (IV)
જવાબ
(B) સોડિયમ ક્રોમેટ (VI)

પ્રશ્ન 8.
P4 + OH → PH3 + H2PO2 (બેઝિક માધ્યમ) પ્રક્રિયામાં રિડક્શન અર્ધપ્રક્રિયા લખો.
(A) P4 → H2PO2
(B) P4 → PH3
(C) OH → PH3
(D) PH3 → P4
જવાબ
(B) P4 → PH3

પ્રશ્ન 9.
નીચેનામાંથી ક્યા સંયોજનમાં નાઇટ્રોજનનો ઑક્સિડેશન આંક -1 છે ?
(A) NH2 – NH2
(B) NH3
(C) NH2OH
(D) NH4OH
જવાબ
(C) NH2OH
NH2OH ⇒ N + 3 (H) + O = 0
⇒ N + 3 – 2 = 0
⇒ N = – 1

પ્રશ્ન 10.
N2H4 + ClO3 → NO + Cl (બેઝિક માધ્યમ) રેડોક્ષ પ્રક્રિયામાં રિડક્શન અર્ધ-પ્રક્રિયામાં ઑક્સિડેશન આંક્યા તફાવતના આધારે કેટલા \(\bar{e}\) ઉમેરાય ?
(A) 8 \(\bar{e}\)
(B) 6 \(\bar{e}\)
(C) 5 \(\bar{e}\)
(D) 4 \(\bar{e}\)
જવાબ
(B) 6 \(\bar{e}\)

પ્રશ્ન 11.
નીચેનામાંથી કઈ પ્રક્રિયા રેડોક્ષ છે ?
(A) NaOH(aq) + HCl(aq) → NaCl(aq) + H2O(l)
(B) CH3COOH + CH3OH → CH3COOCH3 + H2O
(C) K2SO4(aq) + BaCl2(aq) → 2KCl(aq) + BaSO4(l)
(D) H2S(aq) + 3H2SO4(aq) → 4SO2(g)+ 4H2O (l)
જવાબ
(D) H2S(aq) + 3H2SO4(aq) → 4SO2(g) + 4H2O(l)

GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati

પ્રશ્ન 12.
O2F2, H2O, H2O2, CO2 પૈકી ક્યા બે સંયોજનોમાં ઑક્સિજનનો ઓક્સિડેશન આંક +1 અને 0.5 મળશે ?
(A) H2O, CsO2
(B) O2F2, CsO2
(C) H2O2, H2O
(D) H2O2, CsO2
જવાબ
(B) O2F2, CsO2

પ્રશ્ન 13.
NH4NO3 માં રહેલા બંને N પરમાણુના ઓક્સિડેશન આંક ક્રમશઃ જણાવો.
(A) -3, +3
(B) +1, -1
(C) -3, +5
(D) +3, -5
જવાબ
(C) -3, +5
NH4NO3 → NH4+ + NO3
NH4+1 ⇒ N + 4(H) = +1
∴ N + 4(1) = +1
∴ N + 1 – 4
∴ N = -3
NO3 ⇒ N + 3(O) = – 1
∴ N + 3(- 2) = – 1
∴ N= – 1 + 6
∴ N = +5

પ્રશ્ન 14.
નીચેની પ્રક્રિયામાં x, y, z અનુક્રમે કેટલા થશે ?
xS + уHNO3 → xSO2 + уNO + zH2O
(A) 3, 4, 2
(B) 4, 3, 3
(C) 2, 4, 3
(D) 2, 1, 3
જવાબ
(A) 3, 4, 2

પ્રશ્ન 15.
P4 → H2PO2, ઓક્સિડેશન અર્ધપ્રક્રિયા બેઝિક માધ્યમમાં સંતુલિત કરતાં સાચી પ્રક્રિયા ……………………….
(A) P4 + 8OH → 4H2PO2 + 4OH
(B) P4 + 8H+ → 4H2PO2 + 12H+
(C) P4 + 4OH → 4H2PO2
(D) P4 + 8OH → 4e + 4H2PO2
જવાબ
(D) P4 + 8OH → 4e + 4H2PO2

પ્રશ્ન 16.
નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં H2SO4 ઑક્સિડેશનકર્તા તરીકે વર્તે છે ?
(A) 2KOH + H2SO4 → K2SO4 + 2H2O
(B) 2HCl + H2SO4 → Cl2 + SO2 + 2H2O
(C) Ba(OH)2 + H2SO4 → BaSO4 + 2H2O
(D) NaCl + H2SO4 → NaHSO4 + HCl
જવાબ
(B) 2HCl + H2SO4 → Cl2 + SO2 + 2H2O

પ્રશ્ન 17.
N2H4 એ 10 મોલ e ગુમાવીને નવું સંયોજન Y બને છે. બનતા નવા સંયોજનમાં N ની સંખ્યામાં ફેરફાર થતો નથી તો Y માં N નો ઑક્સિડેશન આંક જણાવો.
(A) -1
(B) -3
(C) +3
(D) +5
જવાબ
(C) +3
N2H4 માં બે N પરમાણુઓનો કુલ ઑ.આંક -4 છે.
કુલ ઑ. આંક −4 છે.
Y = – 4 + 10 = + 6
∴ Y માં N નો ઑ.આંક = \(\frac{+6}{2}\) = +3

GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati

પ્રશ્ન 18.
એક મોલ Fe(C2O4,) નું એસિડિક માધ્યમમાં ઑક્સિડેશન કરવા માટે કેટલા મોલ KMnO4 ની જરૂર પડે ?
(A) 0.6
(B) 1.67
(C) 0.2
(D) 0.4
જવાબ
(A) 0.6
MnO4 + 8H+ + 5e → Mn+2 + 4H2O
Fe+2 + C2O4-2 → Fe+3 + 2CO2 + 3e
∴ 1 મોલ Fe(C2O4) નું ઑક્સિડેશન કરવા માટે જરૂરી
KMnO4ના મોલ = \(\frac{3}{5}\) = 0.6

પ્રશ્ન 19.
એક મોલ Sn+2 દ્વારા કેટલા મોલ K2Cr2O7 નું રિડક્શન
થાય ?
(A) \(\frac{1}{6}\)
(B) \(\frac{1}{3}\)
(C) \(\frac{2}{3}\)
(D) 1
જવાબ
(B) \(\frac{1}{3}\)
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 2

પ્રશ્ન 20.
નીચેનામાંથી શેમાં H2O2 રિડક્શન િતરીકે વર્તે છે ?
(A) Ag2O + H2O2 → 2Ag + H2O + O2
(B) 2KI + H2O2 → 2KOH + I2
(C) 2FeSO2 + H2O2 + H2SO4
Fe2(SO4)3 + 2H2O
(D) HNO2 + H2O2 → HNO3 + H2O
જવાબ
(A) Ag2O + H2O2 → 2Ag + H2O + O2

પ્રશ્ન 21.
ઑક્સિડેશન[ KMnO4 કેટલા e મેળવી MnO4-2,
MnO2, Mn2O3, Mn+2 માં રૂપાંતર કરે છે ?
(A) 4, 3, 1, 5
(B) 1, 5, 3, 7
(C) 1, 3, 4, 5
(D) 3, 5, 7, 1
જવાબ
(C) 1, 3, 4, 5
KMnO4 \(\stackrel{+1 e^{-}}{\longrightarrow}\) (MnO4)-2 [Mn (+6)]
KMnO4 \(\stackrel{+3 e^{-}}{\longrightarrow}\) MnO2 [Mn (+4)]
KMnO4 \(\stackrel{+4 e^{-}}{\longrightarrow}\) \(\frac{1}{2}\) Mn2O3 [Mn (+3)]
KMnO4 \(\stackrel{+5 e^{-}}{\longrightarrow}\) Mn+2 [Mn (+2)]

પ્રશ્ન 22.
SO3-2, S2O4-2 અને S2O6-2 માં S ના ઑક્સિડેશન આંક્નો ક્રમ જણાવો.
(A) S2O4-2 < SO3-2 < S2O6-2
(B) SO3-2 < S2O4-2 < S2O6-2
(C) S2O4-2 < S2O6-2 < SO3-2
(D) S2O6-2 < S2O4-2 < SO3-2
જવાબ
(A) S2O4-2 < SO3-2 < S2O6-2
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 3

પ્રશ્ન 23.
ઍસિડિક માધ્યમમાં સલ્ફાઇટ આયન (SO3-2) સાથે પ્રક્રિયા કરવા માટે કેટલા મોલ KMnO4 ની જરૂર પડે ?
(A) 1
(B) \(\frac{1}{5}\)
(C) \(\frac{2}{5}\)
(D) \(\frac{3}{5}\)
જવાબ
(C) \(\frac{2}{2}\)

  • 2MnO4 + 6H+ + 5SO3-2 → 2Mn+2 + 3H2O + 5SO4-2
  • 1 મોલ SO3-2 માટે \(\frac{2}{5}\) મોલ KMnO4 ની જરૂર પડે.

પ્રશ્ન 24.
નીચેના પૈકી ક્યા સેટમાં ઑક્સિજનનો ઑ.આંક ચઢતા ક્રમમાં ગોઠવેલ છે ?
(A) OF2 < KO2 < BaO2 < 03
(B) BaO2 < KO2 < O3 < OF2
(C) KO2 < OF2 < O3 < BaO3
(D) BaO2 < O3 < OF2 < KO2
જવાબ
(B) BaO2 < KO2 < O3 < OF2
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 4

GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati

પ્રશ્ન 25.
NH2NH2 નો એક મોલ 10 મોલ ઇલેક્ટ્રૉન ગુમાવી નવું સંયોજન x બનાવે છે, તો સંયોજન x માં N2 નો ઑક્સિડેશન આંક જણાવો.
(અહીં H નો ઑક્સિડેશન આંક પણ બદલાતો નથી.)
(A) -3
(B) +3
(C) -1
(D) +5
જવાબ
(B) +3
N2H4 → x + 10ē
∴ N2H4 – 10ē → x
∴ 2x + 4 = 0
∴ 2x = -4
અહીં પ્રક્રિયા દરમિયાન 10ē છૂટા પડતા હોવાથી તેટલો ઉમેરો કરવામાં આવે છે.
2x = – 4 + 10
∴ x = +3

પ્રશ્ન 26.
નીચેનામાંથી ક્યું રેડોક્ષનું ઉદાહરણ નથી ?
(A) 2H2 + O2 → 2H2O
(B) Cu++ Zn → Zn++ + Cu
(C) HCl + H2O → H2O+ + Cl
(D) Cl2 + 2H2O + SO2 → 4H+ + SO4-2 + 2Cl
જવાબ
(C) HCl + H2O → H2O+ + Cl
આ પ્રક્રિયામાં H2Oનું ફક્ત રિડક્શન થાય છે. આથી તે રેડોક્ષ પ્રક્રિયા થતી નથી.

પ્રશ્ન 27.
H3PO4 માં રહેલા P ના ઓક્સિડેશન આંક નીચેના …………………. સંયોજનમાં P સાથે સામ્ય છે.
(A) PH3
(B) P2O3
(C) P2O7-4
(D) બધા જ
જવાબ
(C) P2O7-4
P2O7-4 = 2x + 7(-2) = -4
2x = 10 ∴ x = +5
H3PO4 = 3(+1) + x + 4(-2) = 0
= 3 + x – 8 = 0
∴ x = +5

પ્રશ્ન 28.
HCHO + Ag2O → HCOOH + 2Ag
પ્રક્રિયામાં ક્યો પદાર્થ રિડક્શનાં છે ?
(A) HCHO
(B) Ag
(C) HCOOH
(D) Ag2O
જવાબ
(A) HCHO
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 5
અહીં Ag2O નું Ag માં રિડક્શન થાય છે, જ્યારે HCHO માં ઑક્સિડેશન થાય છે.
∴ HCHO રિડક્શનકર્તા છે.

પ્રશ્ન 29.
LiAlH4, NaBH4, NaHCO3, MgH2 સંયોજનોમાંથી H નો ઑક્સિડેશન આંક બધાથી અલગ ક્યા સંયોજનમાં છે ?
(A) MgH2
(B) NaHCO3
(C) LiAlH4
(D) NaBH4
જવાબ
(B) NaHCO3
MgH2, LiAlH4, NaBH4‚ આ બધા સંયોજનોમાં ધાતુ સાથે H જોડાયેલ હોવાથી તે હાઇડ્રાઇડ સંયોજનો છે. જેમાં H નો ઑક્સિડેશન આંક -1 છે, જ્યારે NaHCO3 માં H નો ઑક્સિડેશન આંક +1 છે.

પ્રશ્ન 30.
નીચેના પૈકી ક્યા સેટમાં ઑક્સિજનનો ઑક્સિડેશન આંક ચઢતા ક્રમમાં છે ?
(A) RbO2 < OF2 < O3 < BaO2
(B) BaO2 < RbO2 < O3 < OF2
(C) BaO2 < O3 < OF2 < RbO2
(D) OF2 < RbO2 < BaO2 < O3
જવાબ
(B) BaO2 < RbO2 < O3 < OF2
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 6

GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati

પ્રશ્ન 31.
આપેલ રેડોક્ષ પ્રક્રિયા
(a) MnO + (b)Br + (c)H+ → Mn2+ + Br + HO માં (a), (b) અને (c) સહગુણાંકો અનુક્રમે
(A) 2, 10, 16
(B) 1, 5, 16
(C) 2, 10, 8
(D) 16, 5, 1
જવાબ
(A) 2, 10, 16

પ્રશ્ન 32.
નીચે આપેલ રેડોક્ષ પ્રક્રિયાનું સંતુલિત સમીરણ આપો. Br2 + OH → BrO3 + HBr (બેઝિક માધ્યમ)
(A) 3Br2 + 6OH → 5Br + 5BrO3 + 6H2O
(B) 3Br2 + 6OH → 5Br + BrO3 + 3H2O
(C) 6Br2 + 6OH → 4Br + 6BrO3 + 3H2O
(D) 3Br2 + 3OH → 3Br + 3BrO3 + 3H2O
જવાબ
(B) 3Br2 + 6OH → 5Br + BrO3 + 3H2O
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 7

પ્રશ્ન 33.
નીચેના પૈકી ક્યા સંયોજનમાં Fe ની ઑક્સિડેશન અવસ્થા સૌથી ઓછી હશે ?
(A) K3 [Fe(CN)6]
(B) K2 [FeO4]
(C) [Fe(OH)6]-3
(D) FeSO4 · (NH4)2 · SO4 · 7H2O
જવાબ
(D) FeSO4 · (NH4)2 · SO4 · 7H2O

પ્રશ્ન 34.
પોટેશિયમ પરમેગેનેટ ઑક્સિડેશનર્સા તરીકે વર્તે ત્યારે તેનું MnO4-2, Mn2O3, MnO2 અને Mn+2 માં રૂપાંતર થાય છે. તેમાં થતો ઇલેક્ટ્રોનનો ફેરફાર જણાવો.
(A) 4, 3, 1, 5
(B) 1, 4, 3, 5
(C) 3, 4, 1, 2
(D) 3, 5, 1, 4
જવાબ
(B) 1, 4, 3, 5

પ્રશ્ન 35.
નીચેનામાંથી ક્દ જોડમાં ‘S’ નો ઑક્સિડેશન આંક ઊતરતા ક્રમમાં ગોઠવવામાં આવેલ છે ?
(A) H2SO4 > SO2 > H2S > H2S2O8
(B) H2S2O7 > Na2S4O6 > Na2S2O3 > S8
(C) SO2 > SO4-2 > SO3-2 > HSO4
(D) H2SO5 > SCl2 > H2SO3 > H2S
જવાબ
(B) H2S2O7 > Na2S4O6 > Na2S2O3 > S8
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 8

પ્રશ્ન 36.
આપેલ રેડોક્ષ પ્રક્રિયામાં IO3 + xI + yH+ → ZH2O + 3I2 માં x, y, z ના મૂલ્યો……
(A) 5, 6, 3
(B) 5, 3, 6
(C) 5, 3, 3
(D) 3, 5, 3
જવાબ
(A) 5, 6, 3

GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati

પ્રશ્ન 37.
સમાન ક્દ ધરાવતા 1M KMnO4 અને 1M K2Cr2O7ના દ્રાવણો Fe+2 નું Fe+3 માં ઍસિડિક માધ્યમમાં ઑક્સિડેશન રે છે, તો Fe+2 નું ઓક્સિડેશન…..
(A) KMnO4 દ્વારા વધુ થાય.
(B) K2Cr2O7 દ્વારા વધુ થાય.
(C) બંનેમાં સમાન.
(D) નક્કી ન થઈ શકે.
જવાબ
(B) K2Cr2O7 દ્વારા વધુ થાય.
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 9
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 10
આથી, 1 મોલ K2Cr2O7 દ્વારા 6 મોલ Fe+2 નું, જ્યારે 1 મોલ KMnO4 દ્વારા 5 મોલ Fe+2 નું ઑક્સિડેશન થાય છે.

પ્રશ્ન 38.
નીચેના પૈકી કઈ રેડોક્ષ પ્રક્રિયા નથી ?
(A) CaCO3 → CaO + CO2
(B) O2 + 2H2 → 2H2O
(C) Na + H2O → NaOH + \(\frac{1}{2}\)H2
(D) MnCl3 → MnCl2 + \(\frac{1}{2}\)Cl2
જવાબ
(A) CaCO3 → CaO + CO2
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 11
ઑક્સિડેશન આંકમાં ફેરફાર થતો નથી.

પ્રશ્ન 39.
નીચેની રેડોક્ષ પ્રક્રિયા
2S2O3-2 + I2 → S4O6-2 + 2I
(A) S2O3-2 નું S4O6-2 માં ઑક્સિડેશન થાય છે.
(B) S2O3-2 નું S4O6-2 માં રિડક્શન થાય છે.
(C) I2 નું I માં રિડક્શન થાય છે.
(D) I2 નું I માં ઑક્સિડેશન થાય છે.
જવાબ
(A) S2O3-2 નું S4O6-2 માં ઑક્સિડેશન થાય છે., (C) I2 નું I માં રિડક્શન થાય છે.
અહીં S2O3-2 નું S4O6-2 માં ઑક્સિડેશન, જ્યારે I2 નું I માં રિડક્શન થાય છે.

પ્રશ્ન 40.
આપેલ રેડોક્ષ પ્રક્રિયામાં
As2s5 + xHNO3 → 5H2SO4 + yNO2 + 2H3AsO4 + 12H2O. x અને y જણાવો.
(A) 40, 40
(B) 10, 10
(D) 30, 30
(C) 20, 20
જવાબ
(A) 40, 40

પ્રશ્ન 41.
નીચેના પૈકી કઈ જોડ સૌથી વધુ ઓક્સિડેશન આંક ધરાવે છે ?
(A) K3 [Fe(CN)6], [Co(CN)3]
(B) [NiCl4]-2, K[CoCl4]
(C) MnO2, FeSO4
(D) KMnO4, CrO2Cl2
જવાબ
(D) KMnO4, CrO2Cl2
KMnO4 → Mn+7
CrO2Cl2 → Cr+6

પ્રશ્ન 42.
H2S + Cl2 → S + Cl રેડોક્ષ-પ્રક્રિયા માટે નીચેના પૈકી કઈ સંતુલિત પ્રક્રિયા છે ?
(A) H2S + Cl2 → S + 2Cl + 2H+
(B) H2S + Cl2 + 4H+ → S + 2Cl + 2H2O
(C) H2S+2Cl + 2H+ → S + Cl2 + 2H2O
(D) H2S + Cl2 → S + 2C1 + 2H+
જવાબ
(A) H2S + Cl2 → S + 2Cl + 2H+

GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati

પ્રશ્ન 43.
સંકીર્ણ સંયોજન [Fe(H2O)5NO+] SO4 માં Fe નો ઑક્સિડેશન આંક જણાવો.
(A) +1
(B) +2
(C) 0
(D) +3
જવાબ
(A) +1
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 12
∴ x + 0 + 1 = +2
∴ x = +1

પ્રશ્ન 44.
નીચેના પૈકી કઈ રેડોક્ષ પ્રક્રિયા છે તે જણાવો.
(A) Ca(OH)2 + 2HCl → CaCl2 + 2H2O
(B) BaCl2 + MgSO4 → BaSO4 + MgCl2
(C) 2S2O7-2 + 2H2O → 4SO4-2 + 4H+
(D) Cu2S + 2FeO → 2Cu + 2Fe + SO2
YAG
(D) Cu2S + 2FeO → 2Cu + 2Fe + SO2
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 13
Fe અને Cu નો ઑક્સિડેશન આંક ઘટે છે, જ્યારે S નો ઑક્સિડેશન વધે છે.

પ્રશ્ન 45.
PbS + O2 → PbO + SO2 પ્રક્રિયાને સમતુલિત કરવા દરેક ઘટક્ના મોલ અનુક્રમે ………………… મળે.
(A) 2, 3, 2, 2
(B) 3, 2, 2, 2
(C) 3, 2, 3, 2
(D) 2, 3, 3, 2
જવાબ
(A) 2, 3, 2, 2

પ્રશ્ન 46.
Cu ના સળિયાને ZnSO4 ના દ્રાવણમાં ડુબાડતાં કઈ પ્રક્રિયા થાય છે ?
(A) \(\mathrm{Zn}_{(\mathrm{aq})}^{2+}\) + Cu(s) → \(\mathrm{Zn}_{(\mathrm{aq})}^{2+}\) + Zn(s)
(B) Zn(s) + Cu(s) + \(\mathrm{SO}_{4(\mathrm{aq})}^{2+}\) → CuSO4(s) + \(\mathrm{Zn}_{(\mathrm{aq})}^{2+}\)
(C) \(\mathrm{Zn}_{(\mathrm{g})}^{2+}+\mathrm{Cu}_{(\mathrm{aq})}^{2+}\) → \(\mathrm{Zn}_{(\mathrm{aq})}^{2+}\) + Cu(s)
(D) પ્રક્રિયા થતી નથી.
જવાબ
(D) પ્રક્રિયા થતી નથી.

પ્રશ્ન 47.
Znની પટ્ટીને Cu(NO2)2 ના દ્રાવણમાં ડુબાડતાં ઇલેક્ટ્રોનનો ફેરફાર કેવી રીતે થશે ?
(A) દરેક Cu પરમાણુ એક ઇલેક્ટ્રૉન મેળવશે.
(B) દરેક Cu પરમાણુ એક ઇલેક્ટ્રૉન ગુમાવશે.
(C) દરેક Zn પરમાણુ બે ઇલેક્ટ્રૉન મેળવશે.
(D) દરેક Zn પરમાણુ બે ઇલેક્ટ્રૉન ગુમાવશે.
જવાબ
(D) દરેક Zn પરમાણુ બે ઇલેક્ટ્રૉન ગુમાવશે.

પ્રશ્ન 48.
Li3N માં N નો ઑક્સિડેશન-આંક કેટલો ?
(A) -2
(B) -1
(C) -3
(D) +3
જવાબ
(C) -3

પ્રશ્ન 49.
Cu(NO3)2ના દ્રાવણમાં Znની પટ્ટી મૂકતાં અંતિમ સ્થિતિમાં કયો રંગ દૂર થાય છે ?
(A) વાદળી
(B) સફેદ
(C) જાંબલી
(D) લાલ
જવાબ
(A) વાદળી

GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati

પ્રશ્ન 50.
નીચેનામાંથી કયા સંયોજનમાં ઑક્સિજન પરમાણુનો ઑક્સિડેશન-આંક +1 હોય છે ?
(A) HCIO3
(B) K2O
(C) O2F2
(D) H2O2
જવાબ
(C) O2F2

પ્રશ્ન 51.
HCHOમાં કાર્બન પરમાણુનો ઑક્સિડેશન-આંક કેટલો છે ?
(A) શૂન્ય
(B) એક
(C) બે
(D) ત્રણ
જવાબ
(A) શૂન્ય

પ્રશ્ન 52.
Cr2O3ને સ્ટૉક-નોટેશન પ્રમાણે કયા નામથી ઓળખાય છે ?
(A) ક્રોમિયમ (II) ઑક્સાઇડ
(B) ક્રોમિયમ (III) ઑક્સાઇડ
(C) ક્રોમિયમ ટ્રાયૉક્સાઇડ
(D) ડાયક્રોમિયમ ટ્રાયૉક્સાઇડ
જવાબ
(B) ક્રોમિયમ (III) ઑક્સાઇડ

પ્રશ્ન 53.
સ્ટૉક-નોટેશનનો ઉપયોગ કેવાં તત્ત્વો માટે થાય છે ?
(A) અધાતુઓ
(C) અવાહક
(B) ધાતુ
(D) અર્ધવાહક
જવાબ
(B) ધાતુ

પ્રશ્ન 54.
P4 → PH3 + H2\(\mathrm{PO}_2^{-}\), રેડોક્ષ-પ્રક્રિયા બેઝિક માધ્યમ માટે નીચેના પૈકી કઈ સંતુલિત પ્રક્રિયા છે ?
(A) P4 + P4 + OH → 4PH3 + 4H2\(\mathrm{PO}_2^{-}\)
(B) 3P4 + 6OH → 4PH3 + 12H3\(\mathrm{PO}_2^{-}\)
(C) P4 + 3OH + 3H2O → PH3 + 3H2\(\mathrm{PO}_2^{-}\)
(D) 4P4 + 12OH → 4PH3 + 12H2\(\mathrm{PO}_2^{-}\)
જવાબ
(C) P4 + 3OH + 3H2O → PH3 + 3H2\(\mathrm{PO}_2^{-}\)

પ્રશ્ન 55.
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 14 માં કાર્બોક્સિલિક એસિડ સમૂહમાંના કાર્બન પરમાણુનો ઑક્સિડેશન-આંક કેટલો હશે ?
(A) -3
(B) +3
(C) +2
(D) 0
જવાબ
(B) +3

પ્રશ્ન 56.
મૅગેનીઝ (VII) ઑક્સાઇડ સંયોજનનું આણ્વીય સૂત્ર કયું છે ?
(A) Mn2O7
(B) Mn2O3
(C) Mn2O4
(D) MnO4
જવાબ
(A) Mn2O7

GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati

પ્રશ્ન 57.
Fe2(SO4)3 નું સ્ટૉક-નોટેશન પ્રમાણે નામકરણ કેવી રીતે દર્શાવાય છે ?
(A) ફેરિક ટ્રાયસલ્ફેટ (III)
(B) આયર્ન સલ્ફેટ (III)
(C) આયર્ન (III) સલ્ફેટ
(D) ફેરસ (II) સલ્ફેટ
જવાબ
(C) આયર્ન (III) સલ્ફેટ

પ્રશ્ન 58.
Ba(H2PO2)2 માં ફોસ્ફરસ પરમાણુનો ઑક્સિડેશન આંક કેટલો ?
(A) +3
(B) +2
(C) +1
(D) – 1
જવાબ
(C) + 1

પ્રશ્ન 59.
P4 + \(\mathrm{NO}_3^{-}\) → \(\mathrm{NO}_4^{3-}\) + NO2 રેડોક્ષ-પ્રક્રિયા ઍસિડિક માધ્યમ માટે નીચેના પૈકી કઈ સંતુલિત પ્રક્રિયા છે ?
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 15
જવાબ
(C) P4 + 20\(\mathrm{NO}_3^{-}\) + 8H+ + 4\(\mathrm{PO}_4^{3-}\) + 20NO2 + 4H2O

પ્રશ્ન 60.
I2 + S2\(\mathrm{O}_3^{2-}\) → I + S4\(\mathrm{O}_6^{2-}\) રેડોક્ષ-પ્રક્રિયા માટે નીચેના પૈકી કઈ સંતુલિત પ્રક્રિયા છે ?
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 16
જવાબ
(C) I2 +2S2\(\mathrm{O}_3^{2-}\) → 2I + S4\(\mathrm{O}_6^{2-}\)

પ્રશ્ન 61.
x KMnO4 + y NH3 → KNO3 + MnO2 + KOH + H2O d x, y …….
(A) x = 4, y = 6
(B) x = 3, y = 8
(C) x = 8, y = 6
(D) x = 8, y = 3
જવાબ
(D) x = 8, y = 3

પ્રશ્ન 62.
\(\mathrm{PO}_4^{3-}\) માં ફોસ્ફરસનો, \(\mathrm{SO}_4^{2-}\) માં સલ્ફરનો અને Cr2\(\mathrm{O}_7^{2-}\) ક્રોમિયમ પરમાણુના ઑક્સિડેશન-આંક અનુક્રમે કયા થશે ?
(A) -3, +6 અને +6
(B) +5, +6 અને +6
(C) +3, +6 અને +5
(D) +5, +3 અને +6
જવાબ
(B) +5, +6 અને +6

પ્રશ્ન 63.
4Fe(s) + 3O2(g) → \(4 \mathrm{Fe}_{(\mathrm{aq})}^{3+}+6 \mathrm{O}_{(\mathrm{aq})}^{2-}\) પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વાક્ય ખોટું છે ?
(A) રેડોક્ષ પ્રક્રિયા છે.
(B) Fe રિડક્શનકર્તા છે.
(C) Fe3+ ઑક્સિડેશનકર્તા છે.
(D) Feનું Fe+2માં રૂપાંતર થાય છે.
જવાબ
(D) Feનું Fe+2માં રૂપાંતર થાય છે.

GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati

પ્રશ્ન 64.
આપેલ રેડોક્ષ-પ્રક્રિયા \(\mathrm{MnO}_4^{-}\) + Br → Mn2+ + Br2 માટે નીચેના પૈકી કઈ સંતુલિત પ્રક્રિયા છે ?
(A) \(2 \mathrm{MnO}_4^{-}\) + 5Br 16H+ → 2Mn2+ + 5Br2 + 8H2O
(B) \(\mathrm{MnO}_4^{-}\) + 10Br + 8H+ → 2Mn2+ + 5Br2 + 4H2O
(C) \(2 \mathrm{MnO}_4^{-}\) + 10Br + 16H+ → 2Mn2+ + 5Br2 +8H2O
(D) \(\mathrm{MnO}_4^{-}\) + 5Br2 + 16H+ → 2Mn2+ + 5Br + 10H2O
જવાબ
(C) \(2 \mathrm{MnO}_4^{-}\) + 10Br + 16H+ → 2Mn2+ + 5Br2 +8H2O

પ્રશ્ન 65.
નીચેનામાંથી કયો સૌથી પ્રબળ ઑક્સિડેશનકર્તા છે ?
(A) F2
(B) Cl2
(C) Br2
(D) l2
જવાબ
(A) F2
ફ્લોરિન સૌથી પ્રબળ ઑક્સિડેશનકર્તા છે, કારણ કે તેનો E° = +2.5 વૉલ્ટ છે.

પ્રશ્ન 66.
HOClમાં ક્લોરિનની ઑક્સિડેશન અવસ્થા જણાવો.
(A) -1
(B) +1
(C) +3
(D) + 2
જવાબ
(B) +1

પ્રશ્ન 67.
નીચેનામાંથી કયો ઍસિડ ઑક્સિડેશનકર્તા, રિડક્શનકર્તા અને સંકીર્ણ રચવાના ગુણો ધરાવે છે ?
(A) HNO3
(B) H2SO4
(C) HCl
(D) HNO2
જવાબ
(D) HNO2
HNO2 (નાઇટ્રસ ઍસિડ) ઑક્સિડેશનકર્તા અને રિડક્શનકર્તા તરીકે વર્તે છે વળી સંકીર્ણ બનાવવાનો ગુણ ધરાવે છે.

પ્રશ્ન 68.
H2O2 માં ઓક્સિજનનો ઑક્સિડેશન આંક જણાવો.
(A) +1
(B) -1
(C) +2
(D) -2
જવાબ
(B) -1

GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati

પ્રશ્ન 69.
આલ્ક્લી ધાતુતત્ત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા જણાવો.
(A) +2
(B) +1
(C) -2
(D) -1
જવાબ
(B) +1

પ્રશ્ન 70.
ઑક્સિડેશનકર્તા અને રિડક્શનકર્તા બંને તરીકે વર્તતું સંયોજન ………………… છે.
(A) KMnO4
(B) H2O2
(C) BaO2
(D) K2Cr207
જવાબ
(B) H2O2
H2O2 (હાઇડ્રોજન પેરૉક્સાઇડ) તે ઑક્સિડેશનકર્તા અને રિડક્શનકર્તા તેમ બંને તરીકે વર્તે છે.

પ્રશ્ન 71.
[Fe(H2O)5NO+]SO4 માં Fe નો ઑક્સિડેશનઆંક જણાવો.
(A) +2
(B) +3
(C) 0
(D) 1
જવાબ
(D) 1
[Fe(H2O)5NO+]+2
∴ x + 10(H) + 6(O) + 1(N) = +2
∴ x + 10(1) + 6(-2) + 1(+3) = +2
∴ x + 10 – 12 + 3 = +2
∴ x = +1

પ્રશ્ન 72.
NH2OH માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક જણાવો.
(A) -3
(B) +2
(C) +1
(D) -1
જવાબ
(D) -1
N + 3(H) + 1(O) = 0
N + 3(+1) + 1(-2) = 0
= N + 3 – 2 = 0
∴ N = -1

પ્રશ્ન 73.
Ba(H2PO2)2 માં ફોસ્ફરસનો ઑક્સિડેશન આંક કેટલો થાય?
(A) +1
(B) +3
(C) +5
(D) -1
જવાબ
(A) +1

પ્રશ્ન 74.
NO3 + 4H+ + e → 2H3O + NO પ્રક્રિયા સંતુલિત કરવા માટે જરૂરી e ની સંખ્યા જણાવો.
(A) 4
(B) 3
(C) 1
(D) 2
જવાબ
(B) 3

પ્રશ્ન 75.
PO4-3, P4O10 અને P2O7-4 માં ફૉસ્ફરસનો ઑક્સિડેશન આંક જણાવો.
(A) -3
(B) +5
(C) +3
(D) 3.5
જવાબ
(B) +5

પ્રશ્ન 76.
[Cr(CO)6] માં Cr નો ઑક્સિડેશન આંક જણાવો.
(A) 0
(B) +2
(C) -2
(D) +6
જવાબ
(A) 0

GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati

પ્રશ્ન 77.
K2Cr2O7 માં Cr નો ઑક્સિડેશન આંક જણાવો.
(A) +4
(B) +7
(C) +2
(D) +6
જવાબ
(D) +6

પ્રશ્ન 78.
નીચેની પ્રક્રિયાઓ પૈકી કઈ રેડોક્ષ પ્રક્રિયા નથી ?
(A) 2H2 + O2 → 2H2O
(B) CaCO3 → CaO + CO2
(C) 2Mg + O2 → 2MgO
(D) 2Na + 2H2O → 2NaOH + H2
જવાબ
(B) CaCO3 → CaO + CO2

પ્રશ્ન 79.
નીચેના પૈકી કઇ જોડમાં લીટી રેલા પરમાણુમાં ઑક્સિડેશન આંક્માં સૌથી વધુ તફાવત જોવા મળે છે ?
(A) NO2 અને N2O4
(B) P2O5 અને P4O10
(C) N2O અને NO
(D) SO2 અને SO3
જવાબ
(D) SO2 અને SO3

પ્રશ્ન 80.
આપેલ પ્રક્રિયામાં રિડક્શનર્ઝા જણાવો.
14H+ + Cr2O7-2 + 3Ni → 2Cr+3 + 7H2O + 3Ni+2
(A) Ni
(B) Cr+3
(C) H+
(D) Cr2O7-2
જવાબ
(A) Ni

પ્રશ્ન 81.
નીચેના પૈકી કોણ ધન અથવા ઋણ બંને પ્રકારની ઑક્સિડેશન અવસ્થા ધરાવે છે ?
(A) F
(B) Cl
(C) Mg
(D) Ne
જવાબ
(B) Cl

પ્રશ્ન 82.
નીચે આપેલ પ્રક્રિયા માટે પ્રક્રિયક્તા યોગ્ય સહગુણક જણાવો.
x Cu + y HNO3 → Cu(NO3)2 + NO + NO2 + H2O
(A) 2, 3
(B) 2, 6
(C) 1, 3
(D) 3, 8
જવાબ
(B) 2, 6
સંતુલિત સમીકરણ :
2Cu + 6HNO3 → 2Cu(NO3)2 + NO2 + NO + 3H2O

પ્રશ્ન 83.
નીચેનામાંથી ક્યા સંયોજનમાં N નો ઑક્સિડેશન આંક -1 છે ?
(A) NO
(B) NH2OH
(C) NH2 · NH2
(D) NO3
જવાબ
(B) NH2OH
NH2OH : N + 3(H) + 1(O) = 0
∴ N + 3 – 2 = 0
∴ N = – 1

GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati

પ્રશ્ન 84.
નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં 5e નો ફેરફાર થાય છે ?
(A) CrO4-2 → Cr+3
(B) Cr2O7-2 → 2Cr+3
(C) MnO4 → MnO2
(D) MnO4 → Mn+2
જવાબ
(D) MnO4 → Mn+2

પ્રશ્ન 85.
નીચેની પ્રક્રિયામાં કયો પદાર્થ રિડક્શનકર્તા તરીકે વર્તે છે ?
14H+ + Cr2\(\mathrm{O}_7^{2-}\) + 3Ni → 2Cr3+ + 7H2O + 3Ni2+
(A) H2O
(B) Ni
(C) H+
(D) Cr2\(\mathrm{O}_7^{2-}\)
જવાબ
(B) Ni
પ્રક્રિયા દરમિયાન Ni નો ઑક્સિડેશન આંક શૂન્યમાંથી (+2) થાય છે, જેથી Ni રિડક્શનકર્તા છે.

પ્રશ્ન 86.
K3[Cr(C2O4)3] માં Cr નો ઑક્સિડેશન આંક ………………. છે.
(A) 3
(B) 2
(C) 1
(D) 4
જવાબ
(A) 3

પ્રશ્ન 87.
\(\mathrm{O}_2^{2-}\) આયનમાં ઓક્સિજન પરમાણુનો ઑક્સિડેશન આંક….
(A) -3
(B) -1
(C) -5
(D) -2
જવાબ
(D) -2
ઑક્સિજન પરમાણુ એક આણ્વીય (એક જ પરમાણુનો બનેલો) છે. જે આયનો એક જ પરમાણુના બનેલા હોય તેનો ઑક્સિડેશન આંક જે-તે આયનના વીજભારની સંખ્યાને સમાન ગણાય છે. આથી ઑક્સિડેશન આંક -2 થાય.

પ્રશ્ન 88.
પ્રક્રિયા માટે 2FeCl3 + H2S → 2FeCl2 + 2HCl + S સાચું ……….. છે.
(A) FeCl3 ઑક્સિડેશનકર્તા તરીકે વર્તે છે.
(B) H2S અને FeCl3 બંનેનું ઑક્સિડેશન થાય છે.
(C) FeCl3 નું ઑક્સિડેશન અને H2S નું રિડક્શન થાય છે.
(D) H2S ઑક્સિડેશનકર્તા તરીકે વર્તે છે.
જવાબ
(A) FeCl3 ઑક્સિડેશનકર્તા તરીકે વર્તે છે.

પ્રશ્ન 89.
K[Co(CO)4] માં કોબાલ્ટનો ઓક્સિડેશન આંક જણાવો.
(A) 0
(B) -1
(C) -3
(D) +2
જવાબ
(B) -1
CO એક તટસ્થ લિગેન્ડ છે. જેનો ઑ.આંક શૂન્ય ગણાય છે.

પ્રશ્ન 90.
(NH4)2SO4 માં N નો ઓક્સિડેશન આંક જણાવો.
(A) –\(\frac{1}{3}\)
(B) +2
(C) -3
(D) +1
જવાબ
(C) -3

પ્રશ્ન 91.
આપેલ પ્રક્રિયા માટે 3Br2 + 6CO3-2 + 3H2O → 5Br+ BrO3 + 6HCO3 સાચું …………… છે.
(A) બ્રોમિનનું ઑક્સિડેશન અને કાર્બોનેટનું રિડક્શન થાય છે.
(B) બ્રોમિનનું ઑક્સિડેશન અને પાણીનું રિડક્શન થાય છે.
(C) બ્રોમિનનું ઑક્સિડેશન કે રિડક્શન થતું નથી.
(D) બ્રોમિનનું ઑક્સિડેશન અને રિડક્શન બંને થાય છે.
જવાબ
(D) બ્રોમિનનું ઑક્સિડેશન અને રિડક્શન બંને થાય છે.

GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati

પ્રશ્ન 92.
પ્રક્રિયા : 2P2O5 + 2HNO3 → P4O10 + X ઉપરના સમીકરણમાં ‘X’ તરીકે શું થશે ?
(A) N2O4
(B) H2O
(C) N2O5
(D) NO2
જવાબ
(C) N2O5
2P2O5 + 2HNO3 → P410 + N2O5 + H2O

પ્રશ્ન 93.
CH2Cl2 માં C નો ઑક્સિડેશન આંક જણાવો.
(A) +2
(B) +4
(C) -4
(D) 0
જવાબ
(D) 0

પ્રશ્ન 94.
KMnO4 નો અણુભાર M હોય તો ઍસિડિક માધ્યમમાં તુલ્યભાર કેટલો થશે ?
(A) \(\frac{\mathrm{M}}{2}\)
(B) \(\frac{\mathrm{M}}{4}\)
(C) \(\frac{\mathrm{M}}{5}\)
(D) 2M
જવાબ
(C) \(\frac{\mathrm{M}}{5}\)

પ્રશ્ન 95.
પ્રક્રિયા : 4Fe + 3O2 \(\rightleftharpoons\) 4Fe3+ + 6O22- ઉપરોક્ત પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
(A) ધાત્વિક આયર્ન એ રિડક્શનકર્તા છે.
(B) Fe3+ એ ઑક્સિડેશનકર્તા છે.
(C) તે રેડોક્ષ પ્રક્રિયા છે.
(D) ધાત્વિક આયર્નનું Fe3+ વડે રિડક્શન થાય છે.
જવાબ
(D) ધાત્વિક આયર્નનું Fe3+ વડે રિડક્શન થાય છે.
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 17
આ રેડોક્ષ પ્રક્રિયામાં આયર્ન એ ઇલેક્ટ્રૉન ગુમાવતો હોવાથી તે રિડક્શનકર્તા છે. એટલે કે Fe → Fe3+ + 3e કારણ કે Fe સરળતાથી Fe3+ માં ફેરવાય છે. આથી તે ઑક્સિડેશન પામે છે.

પ્રશ્ન 96.
S8S2F2 અને H2S માં S નો ઓક્સિડેશન આંક અનુક્રમે જણાવો.
(A) 4, +1, -2
(B) 0, +1, -2
(C) 0, +1, +2
(D) 0, -2, -2
જવાબ
(B) 0, + 1, -2

પ્રશ્ન 97.
Fe3O4 માં Fe નો ઑક્સિડેશન આંક જણાવો.
(A) 2
(B) +5
(C) +3
(D) \(\frac{8}{3}\)
જવાબ
(D) \(\frac{8}{3}\)

પ્રશ્ન 98.
ધાતુ આયન M+3 એ 3e ગુમાવે તો તેનો નીપજમાં ઑક્સિડેશન આંક જણાવો.
(A) -3
(B) +3
(C) 0
(D) +6
જવાબ
(D) +6

GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati

પ્રશ્ન 99.
નીચેના પૈકી ક્યા ઋણઆયનના ઍસિડિક દ્રાવણમાં KMnO4 ના થોડા ટીપાં ઉમેરતા તે KMnO4 નો જાંબલી\ રંગ દૂર કરી રંગવિહીન તો નથી ?
(A) CO3-2
(B) NO2
(C) S-2
(D) Cl
જવાબ
(A) CO3-2
CO3-2 માં Cનો ઑક્સિડેશન આંક +4 સૌથી વધુ છે. આથી તે રિડક્શનકર્તા તરીકે વર્તી શકતું નથી. જ્યારે બીજા રિડક્શનકર્તા તરીકે વર્તી શકે છે.

પ્રશ્ન 100.
OsO4 માં ઓસમિયમ (Os) ની ઓક્સિડેશન અવસ્થા કઈ છે ?
(A) +4
(B) +6
(C) +7
(D) +8
જવાબ
(D) +8

પ્રશ્ન 101.
નીચેના પૈકી કોણ રિડક્શનક્ત નથી ?
(A) SO3
(B) SO2
(C) NO2
(D) \(\mathrm{NO}_2^{-}\)
જવાબ
(A) SO3

પ્રશ્ન 102.
નીચેના પૈકી શેમાં ધાતુતત્ત્વનો ઑક્સિડેશન આંક +6 છે ?
(A) \(\mathrm{MnO}_4^{-}\)
(B) \(\mathrm{Cr}(\mathrm{CN})_6^{3-}\)
(C) \(\mathrm{NiF}_6^{-2}\)
(D) CrO2Cl2
જવાબ
(D) CrO2Cl2

પ્રશ્ન 103.
નીચેની પ્રક્રિયા કઈ છે ?
2H2O → 4H+ + O2 + 4e
(A) રેડોક્ષ
(B) ઑક્સિડેશન
(C) જળવિભાજન
(D) રિડક્શન
જવાબ
(B) ઑક્સિડેશન

પ્રશ્ન 104.
નીચેની પ્રક્રિયામાં A ની જગ્યાએ ક્યો યોગ્ય વિક્લ્પ મૂકી શાય ?
2Fe+3 + Sn+2 → 2Fe+2 + A
(A) Sn+2
(B) Sn+3
(C) Sn+4
(D) Sn
જવાબ
(C) Sn+4

પ્રશ્ન 105.
5H2O2 + x ClO2 + 2OH → x Cl + y O2 + 6H2O ઉપરની પ્રક્રિયામાં સંતુલન ક્યારે થશે ?
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 18
જવાબ
(D)

પ્રશ્ન 106.
[Cr (PPh3)3 (CO)3] માં Cr નો ઑક્સિડેશન આંક જણાવો.
(A) +3
(B) +8
(C) 0
(D) +5
જવાબ
(C) 0

પ્રશ્ન 107.
PPhg (ટ્રાયફિનાઇલ ફૉસ્ફીન) અને CO બંને તટસ્થ લિગેન્ડ છે. આથી સંકીર્ણ કોઈ વીજભાર ધરાવતું નથી, માટે. ક્લોરિનના ચાર ઑક્સિઍસિડોમાંથી તેમના મંદ જલીય દ્રાવણમાં સૌથી પ્રબળ ઑક્સિડેશનકર્તા કયો છે ?
(A) HClO4
(B) HClO3
(C) HClO2
(D) HOCl
જવાબ
(A) HClO4
આ બધામાં HClO4 સૌથી પ્રબળ ઑક્સિડેશનકર્તા છે. તેમનો ઑક્સિડેશનકર્તા તરીકેનો પ્રબળતાનો ક્રમ નીચે પ્રમાણે છે :
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 19

GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati

પ્રશ્ન 108.
HNO2 રિડક્શનકર્તા અને ઑક્સિડેશનકર્તા બંને તરીકે વર્તે છે, જ્યારે HNO3 ફક્ત ઓક્સિડેશનકર્તા તરીકે જ વર્તે છે, જેનું કારણ તેમની…
(A) દ્રાવ્યતાની ક્ષમતા
(B) મહત્તમ ઑક્સિડેશન આંક
(C) લઘુતમ ઑક્સિડેશન આંક
(D) સૌથી ઓછા સંયોજક્તા ઇલેક્ટ્રૉન
જવાબ
(B) મહત્તમ ઑક્સિડેશન આંક
HNO2 માં N નો ઑક્સિડેશન આંક +3 છે અને HNO3 માં N નો ઑક્સિડેશન આંક +5 છે. HNO3 માં N મહત્તમ +5 સ્થિતિમાં હોવાથી ફક્ત ઑક્સિડેશનકર્તા છે, જ્યારે HNO2 માં N મહત્તમ +5 સ્થિતિ તેમજ નીચી સ્થિતિ મેળવી બંને ગુણો દર્શાવે છે.

પ્રશ્ન 109.
નાઇટ્રિક એસિડ ………………… તરીકે વર્તે છે.
(A) ઍસિડ
(B) રિડક્શનકર્તા
(C) ઑક્સિડેશનકર્તા
(D) (A) અને (C) બંને
જવાબ
(D) (A) અને (C) બંને

પ્રશ્ન 110.
1 મોલ \(\mathrm{MnO}_4^{2-}\) એ તટસ્થ જલીય માધ્યમમાં કોને ડિસપ્રપોરનેટેડ થશે ?
(A) \(\frac{2}{3}\) મોલ \(\mathrm{MnO}_4^{-}\) અને \(\frac{1}{3}\) મોલ MnO2
(B) \(\frac{1}{3}\) મોલ \(\mathrm{MnO}_4^{-}\) અને \(\frac{2}{3}\) મોલ MnO2
(C) \(\frac{1}{3}\) મોલ Mn2O7 અને \(\frac{1}{3}\) મોલ MnO2
(D) \(\frac{2}{3}\) મોલ Mn2O7 અને \(\frac{1}{3}\) મોલ MnO2
જવાબ
(A) \(\frac{2}{3}\) મોલ \(\mathrm{MnO}_4^{-}\) અને \(\frac{1}{3}\) મોલ MnO2
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 20

પ્રશ્ન 111.
નીચેના પૈકી કઈ જોડ સૌથી વધુ ઓક્સિડેશન આંક ધરાવે છે ?
(A) MnO2, FeCl3
(B) \(\mathrm{MnO}_4^{-}\), CrO2Cl2
(C) [Fe(CN)6]-3, [Co(CN)3]
(D) [NiCl6]-2, [CoCl4]
જવાબ
(B) \(\mathrm{MnO}_4^{-}\), CrO2Cl2
\(\mathrm{MnO}_4^{-}\) માં Mn+ છે અને CrO2Cl2 માં Cr+6 છે.

પ્રશ્ન 112.
નીચેનામાંથી કયો પદાર્થ ઑક્સિડેશનકર્તા તેમજ રિડક્શનકર્તા તરીકે વર્તી શકે છે ?
(A) Na2O
(B) SnCl2
(C) Na2O2
(D) NaNO2
જવાબ
(D) NaNO2

  • NaNO2 (સોડિયમ નાઇટ્રાઇટ) ઑક્સિડેશનકર્તા અને રિડક્શનકર્તા તેમ બંને તરીકે વર્તે છે, કારણ કે તેમાં N પરમાણુ +3 ઑક્સિડેશન સ્થિતિમાં છે. (જે મધ્યસ્થ ઑક્સિડેશન અવસ્થા છે.)
  • NaNO2 ની ઑક્સિડેશનકર્તા ગુણની પ્રક્રિયા :
    2NaNO2 + 2Kl + 2H2SO4 → Na2SO4 + K2SO4 + 2NO + 2H2O + l2
  • NaNO2 ની રિડક્શનકર્તા ગુણની પ્રક્રિયા :
    NaNO2 + H2O2 → NaNO3 + H2O

પ્રશ્ન 113.
O3 દ્વારા કોનું ઑક્સિડેશન થતું નથી ?
(A) KI
(B) FeSO4
(C) KMnO4
(D) K2MnO4
જવાબ
(C) KMnO4

પ્રશ્ન 114.
સંતુલિત રાસાયણિક પ્રક્રિયા :
IO-3 + aI + bH+ → cH2O + dI2 પ્રક્રિયાને અનુરૂપ a, b, c અને તેં અનુક્રમે કયા હશે ?
(A) 5, 6, 3, 3
(B) 5, 3, 6, 3
(C) 3, 5, 3, 6
(D) 5, 6, 5, 5
જવાબ
(A) 5, 6, 3, 3
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 21

GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati

પ્રશ્ન 115.
Cl2 નું \(\mathrm{ClO}_3^{-}\) માં પરિવર્તન થાય ત્યારે Cl ના ઑક્સિડેશન આંક્માં થતો ફેરફાર જણાવો.
(A) 0 થી +5
(B) 0 થી −3
(C) + 1 થી + 5
(D) 0 થી +3
જવાબ
(A) 0 થી + 5

પ્રશ્ન 116.
CrO3 માં Cr નો ઓક્સિડેશન આંક જણાવો.
(A) 4
(B) 5
(C) 6
(D) 0
જવાબ
(C) 6

પ્રશ્ન 117.
CaOCl2 માં Cl નો ઓક્સિડેશન આંક જણાવો.
(A) 0
(B) +1
(C) -1
(D) +1, -1
જવાબ
(D) +1, -1
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 22

પ્રશ્ન 118.
નીચેના પૈકી ક્યો સેટ રિડક્શનર્સા તરીકે વર્તે છે ?
(A) HNO3, Fe+2, F2
(B) F, Cl, \(\mathrm{MnO}_4^{-}\)
(C) I, Na, Fe+2
(D) Cr2O7-2, \(\mathrm{CrO}_4^{-2}\), Na
જવાબ
(C) I, Na, Fe+2

પ્રશ્ન 119.
આપેલ પ્રક્રિયામાં Ca નો તત્ત્વયોગમિતીય ગુણાંક જણાવો.
Ca + Al+3 → Ca+2 + Al
(A) 2
(B) 1
(C) 3
(D) 4
જવાબ
(C) 3
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 23

પ્રશ્ન 120.
જલીય દ્રાવણમાં નીચેનામાંથી કઈ સંક્રાંતિ આયન યુગ્મ વધારે પ્રબળ ઑક્સિડેશનકર્તા છે ?
(A) V2+ અને Cr2+
(B) Ti2+ અને Cr2+
(C) Mn અને Co3+
(D) V2+ અને Fe2+
(E) Ni2+ અને Fe2+
જવાબ
(C) Mn3+ અને Co3+

  • “જે પોતે રિડક્શન પામી બીજાનું ઑક્સિડેશન કરે તેઓ ઑક્સિડેશનકર્તા હોય છે.”
  • Mn3+ અને Co3+ પ્રબળ ઑક્સિડેશનકર્તા તરીકે વર્તી શકે છે; કારણ કે તેમની નીચી ઑક્સિડેશન સ્થિતિ +2 સ્થાયી શક્ય છે, જેથી તેઓ તેમની +3 સ્થિતિમાંથી +2 ઑક્સિડેશન સ્થિતિમાં રિડક્શન પામીને પ્રબળ ઑક્સિડેશનકર્તા તરીકે વર્તે છે.
    નોંધ : જ્યારે બાકીના સંક્રાંતિ આયનો +2 સ્થિતિમાંથી રિડક્શન પામી વધુ નીચી ઑક્સિડેશન સ્થિતિ પ્રમાણમાં સરળતાથી પ્રાપ્ત કરતા નથી.

પ્રશ્ન 121.
KO3, Na2O2 માં ઓક્સિજનનો ઑક્સિડેશન આંક જણાવો.
(A) 3, 2
(B) 1, 0
(C) 0, 1
(D) 0.33, -1
જવાબ
(D) 0.33, -1
KO3 = 1 + 3x = 0 ∴ x = – 0.33
Na2O2 = 2 × 1 + 2x = 0 ∴ x = – 1

GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati

પ્રશ્ન 122.
\(\mathrm{IO}_3^{-}\), \(\mathrm{IO}_4^{-}\), KI અને l2 માં આયોડિનનો ઑક્સિડેશન આંક અનુક્રમે ………………… છે.
(A) -1, -1, 0, +1
(B) +3, +5, +7, 0
(C) +5, +7, -1, 0
(D) -1, -5, -1, 0
(E) -2, -5, -1, 0
જવાબ
(C) +5, +7, -1, 0
\(\mathrm{IO}_3^{-}\) : x + 3(-2) = -1
x – 6 = -1 ∴ x = 5
KI : 1 + x = 0 ∴ x = -1

\(\mathrm{IO}_4^{-}\) : x + 4(-2) = -1
x – 8 = -1 ∴ x = 7
I2 : 2x = 0 ∴ x = 0

પ્રશ્ન 123.
જ્યારે KMnO4 એ બેઝિક માધ્યમમાં MBr સાથે પ્રક્રિયા કરીને બ્રોમેટ આયન આપે છે ત્યારે Mn ની ઑક્સિડેશન અવસ્થા +7 થી બદલાઈને કઈ થાય છે ?
(A) +6
(B) +4
(C) +3
(D) +2
જવાબ
(B) +4
\(2 \mathrm{MnO}_4^{-}\) + Br + H2O → 2MnO2 + \(\mathrm{BrO}_3^{-}\) + 2OH

પ્રશ્ન 124.
એક મોલ નાઇટ્રાઇડ આયનમાં સંયોજકતા ઇલેકટ્રોનની સંખ્યા કેટલી છે ?
(A) 2 મોલ
(B) 3 મોલ
(C) 8 મોલ
(D) 5 મોલ
જવાબ
(C) 8 મોલ
નાઇટ્રાઇડ N3-
ઇલેક્ટ્રૉનની મોલ સંખ્યા = 3 + 5= 8

પ્રશ્ન 125.
ફેરસોફેરિક ઑક્સાઇડમાં આયર્ન પરમાણુનો ઑક્સિડેશન આંક દર્શાવો.
(A) \(\frac{8}{3}\)
(B) 3
(C) 8
(D) 2
જવાબ
(A) \(\frac{8}{3}\)
Fe3O4 માં Fe નો ઑક્સિડેશન આંક = x
3x + 4(-2) = 0 x = \(\frac{8}{3}\)

પ્રશ્ન 126.
Pu + 3O2F2 → PuF6 + 3O2
ઉપરોક્ત પ્રક્રિયામાં રિડક્શનકર્તા સંયોજન કયું છે ?
(A) Pu
(B) Pu અને O2F2 બંને
(C) O2F2
(D) PuF2
જવાબ
(A) Pu
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 24
Pu નું ઑક્સિડેશન થતું હોવાથી તે રિડક્શનકર્તા છે.

પ્રશ્ન 127.
(NH4)2S2O8 માં સલ્ફરનો ઑક્સિડેશન આંક
(A) 7
(B) 5
(C) 6
(D) 4
જવાબ
(C) 6
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 25

પ્રશ્ન 128.
\(\mathrm{BrO}_3^{-}\) + Br + H+ → Br2 + H2O
ઉપરોક્ત રેડોક્ષ પ્રક્રિયા સંતુલિત થયા પછી પ્રોડક્ટ તરફ સંતુલિત વિધુતભાર, બ્રોમીન પરમાણુની સંખ્યા અનુક્રમે
(A) -1, 2
(B) 0, 2
(C) 0, 6
(D) -1, 6
જવાબ
(C) 0, 6

પ્રશ્ન 129.
સાયનાઇડ આયન, એમોનિયમ આયન, નાઇટ્રાઇટ આયન અને નાઇટ્રેટ આયનમાં રહેલા નાઇટ્રોજન પરમાણુનો ઑક્સિડેશન આંક અનુક્રમે
(A) -3, -3, +3, +5
(B) -3, +3, -3, +5
(C) -3, +5, -3, +4
(D) +3, +1, -3, +5
જવાબ
(A) -3, -3, +3, +5
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 26

GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati

પ્રશ્ન 130.
નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે થતી તત્ત્વયોગમિતીય પ્રક્રિયા માટે કયો વિકલ્પ ખોટો છે ?
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 27
(A) દ્રાવણમાં રહેલ બધા જ સિલ્વર આયનોનું સંપૂર્ણ રિડક્શન કરવા માટે 90 ગ્રામ Al ની જરૂર પડે છે.
(B) 54 ગ્રામ Al વડે 648 ગ્રામ સિલ્વર આયનોનું રિડક્શન પામે છે.
(C) જો 81 ગ્રામ Alનું ઑક્સિડેશન થાય તો દ્રાવણમાં પ્રક્રિયાના અંતે 972 ગ્રામ સિલ્વર આયનનું રિડક્શન પામ્યા વગરનું રહેશે.
(D) 5 મોલ Alનું ઑક્સિડેશન થાય તે દરમિયાન 90.33 × 1023 Ag+ આયનોનું રિડક્શન થશે.
જવાબ
(C) જો 81 ગ્રામ Alનું ઑક્સિડેશન થાય તો દ્રાવણમાં પ્રક્રિયાના અંતે 972 ગ્રામ સિલ્વર આયનનું રિડક્શન પામ્યા વગરનું રહેશે.

પ્રશ્ન 131.
Cu + HNO3 → Cu(NO3)2 + NO2 + H2 O એસિડિક માધ્યમમાં આપેલ પ્રક્રિયા સંતુલિત કર્યા પછી નીપજો તરફની બાજુએ નાઇટ્રોજન પરમાણુની સંખ્યા, પાણીનાં અણુઓની સંખ્યા અને વીજભાર અનુક્રમે…
(A) 3, 2, 0
(B) 6, 3, 0
(C) 4, 2, 2
(D) 4, 2, 0
જવાબ
(D) 4, 2, 0
Cu + 4HNO3 → Cu(NO3)2 + 2NO2 + 2H2O

પ્રશ્ન 132.
આપેલા સાચાં વિધાનો માટે T અને ખોટાં વિધાનો માટે F સંકેતો વડે દર્શાવી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(i) સ્ટૉક નોટેશન નામકરણ કોઈ પણ ધાતુ અને અધાતુનાં સંયોજનો માટે ઉપયોગમાં લઈ શકાય છે.
(ii) ફ્લોરિન (F)ના કોઈ પણ સંયોજનમાં ફ્લોરિન પરમાણુનો ઓક્સિડેશન આંક હંમેશાં -1 હોય છે.
(iii) CrO5 પેરોક્સિ વલય રચના ધરાવે છે તેમાં ક્રોમિયમ પરમાણુનો ઑક્સિડેશન આંક +6 છે.
(iv) HOF અને \(\mathrm{HO}_2^{-}\) માં ઓક્સિજન પરમાણુનો ઑક્સિડેશન આંક અનુક્રમે 0 અને -1 છે.
(A) FTTF
(B) FTFT
(C) FTTT
(D) FFTT
જવાબ
(C) FTTT

પ્રશ્ન 133.
નીચે પૈકી કઈ પ્રક્રિયા રેડોક્ષ પ્રક્રિયા છે ?
(A) H2SO3 + 2H2S → 3S + 3H2O
(B) \(\mathrm{HSO}_4^{-}\) + H2O → H3O+ + SO42-
(C) HClO4 + P2O5 → H3PO4 + Cl2O7
(D) 4H3PO4 + H+ → PH+4 + 3H3PO3
જવાબ
(A) H2SO3 + 2H2S → 3S + 3H2O, અને (D) 4H3PO4 + H+ → PH+4 + 3H3PO3

પ્રશ્ન 134.
ઍસિડિક માધ્યમમાં નીચેની રેડોક્ષ પ્રક્રિયા માટે સંતુલિત રિડક્શન અર્ધ પ્રક્રિયામાં, ઇલેક્ટ્રોન, વીજભાર અને હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ડાબી બાજુ તરફ અનુક્રમે કેટલી થાય ?
Cr3+ + ClO3 → Cr2O72- + \(\mathrm{ClO}_2^{-}\)
(A) 6, -4, 6
(B) 6, -2, 6
(C) 6, -3, 6
(D) 6, +3, 6
જવાબ
(C) 6, -3, 6
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 28

પ્રશ્ન 135.
નીચે આપેલ રેડોક્ષ પ્રક્રિયા સંતુલન કરતાં જ.બા. અને ડા.બા. P, O અને H ની સંખ્યા કેટલી હોય છે ?
P4 + OH → PH3 + H4\(\mathrm{PO}_2^{-}\)
(A) P = 4, O = 6, H = 9
(B) P = 4, O = 3, H = 3
(C) P = 4, O = 6, H = 6
(D) P = 16, O = 12, H = 24
જવાબ
(A) P = 4, O = 6, H = 9
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 29
સંતુલિત રેડોક્ષ પ્રક્રિયા :
P4 + 3 OH + 3H2O → PH3 + 3H2\(\mathrm{PO}_2^{-}\)

GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati

પ્રશ્ન 136.
કેલ્શિયમ ફોસ્ફાઇડમાં ફૉસ્ફરસનો ઑક્સિડેશન આંક શું છે ?
(A) +5
(B) -3
(C) +3
(D) -5
જવાબ
(B) -3
કૅલ્શિયમ ફૉસ્ફાઇડ
⇒ Ca3P2
⇒ 3(Ca) + 2(x) = 0
⇒ 3(+2) + 2x = 0
⇒ +6 + 2x = 0 ⇒ x = -3

પ્રશ્ન 137.
કેરોઝ ઍસિડ માટે કયું વિધાન સાચું છે ?
(A) તેમાં બે ઑક્સિજનનો ઑક્સિડેશન આંક −1 છે.
(B) તેમાં S નો ઑક્સિડેશન આંક +7 છે.
(C) તેનું સૂત્ર H2S2O8 છે.
(D) તેમાં બધા જ ઑક્સિજનનો ઑક્સિડેશન આંક -2 છે.
જવાબ
(A) તેમાં બે ઑક્સિજનનો ઑક્સિડેશન આંક −1 છે.
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 30

પ્રશ્ન 138.
કયા પદાર્થમાં ઑક્સિજન પરમાણુનો ઑક્સિડેશન આંક -1 છે ?
(A) H3O
(B) \(\mathrm{HO}_2^{-}\)
(C) OF2
(D) KO2
જવાબ
(B) \(\mathrm{HO}_2^{-}\)
\(\mathrm{HO}_2^{-}\)
(+1) + 2(x) = -1
∴ +1 + 2x = -1
∴ 2x + 1 = -1
∴ 2x = -2 ∴ x= -1

પ્રશ્ન 139.
નીચે આપેલ રેડોક્ષ પ્રક્રિયામાં બે મોલ S2O3-2 કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે ?
I2 + 2S2\(\mathrm{O}_3^{2-}\) → 2I + S4\(\mathrm{O}_6^{2-}\)
(A) 2
(B) 1
(C) 0.5
(D) 2.5
જવાબ
(A) 2
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 31

પ્રશ્ન 140.
સ્ટૉક નોટેશન નામકરણ પદ્ધતિ અનુસાર આયર્ન (III) ઑક્સાઇડનું સૂત્ર ………………….
(A) Fe2O3
(B) Fe3O4
(C) FeO
(D) FeO2
જવાબ
(A) Fe2O3

પ્રશ્ન 141.
ઑક્સિડેશનકર્તા તરીકેના ગુણધર્મ સંદર્ભે N, O, F અને CL ની સક્રિયતાનો સાચો ક્રમ કયો છે ? [ઑક્ટોબર-2013]
(A) F > O > Cl > N
(B) O > F > N > Cl
(C) Cl > F > O > N
(D) F > Cl > O > N
જવાબ
(A) F > O > Cl > N

GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati

પ્રશ્ન 142.
નીચેનામાંથી કઈ પ્રક્રિયા રેડોક્ષ છે ?
(A) NaOH(aq) + HCl(aq) → NaCl(aq) + H2O(l)
(B) H2S(aq) + 3H2SO4(aq) → 4SO2(g) + 4H2O(l)
(C) K2SO4(aq) + BaCl2(aq) → 2KCl(aq) + BaSO4(s)
(D) CH3COOH + CH3OH → CH3COOCH3 + H2O
જવાબ
(B) H2S(aq) + 3H2SO4(aq) → 4SO2(g) + 4H2O(l)

પ્રશ્ન 143.
CrO5 માં Cr નો ઑક્સિડેશન આંક જણાવો.
(A) +6
(B) +10
(C) +7
(D) +5
જવાબ
(A) +6

પ્રશ્ન 144.
BaO2 અને SiO2 માં લીટી દોરેલા પરમાણુના ઑક્સિડેશન આંક કયા ક્રમમાં છે ? [ઑક્ટોબર-2013]
(A) +2, +4
(B) +4, +4
(C) +4, +2
(D) +2, +2
જવાબ
(A) +2, +4

પ્રશ્ન 145.
આપેલ પ્રક્રિયામાં રિડક્શનકર્તા પદાર્થના કેન્દ્રીય પરમાણુના ઑક્સિડેશન આંકમાં કુલ વધારો જણાવો.
પ્રક્રિયા : N2H4 + Cu(OH)2 → N2 + Cu
(A) 2
(B) 0
(C) 8
(D) 4
જવાબ
(D) 4

પ્રશ્ન 146.
રેડોક્ષ પ્રક્રિયા : CuS + \(\mathrm{SO}_4^{2-}\) → CuO + SO2 સંતુલિત રેડોક્ષ પ્રક્રિયા માટે ઑક્સિડેશન આંકનો ફેરફાર અને વીજભાર અનુક્રમે
(A) 4, -4
(B) 4, -6
(C) 6, 0
(D)2, 0
જવાબ
(C) 6, 0
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 32
CuS + 3\(\mathrm{SO}_4^{2-}\) + 6H+ → CuO + 4\(\mathrm{SO}_2^{-}\) + 3H2O
ઑક્સિડેશન આંકનો ફેરફાર = 6
વીજભાર = 0

પ્રશ્ન 147.
ઍસિડિક માધ્યમમાં નીચેની રેડોક્ષ પ્રક્રિયા માટે સંતુલિત રિડક્શન અર્ધપ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અને વિભાજન અનુક્રમે ડાબી બાજુ તરફ સાચાં મૂલ્યો કયાં છે ?
\(\mathrm{Cr}^{3+}+\mathrm{ClO}_3^{-} \rightarrow \mathrm{ClO}_2^{-}+\mathrm{Cr}_2 \mathrm{O}_7^{2-}\)
(A) 6, -3
(B) 6, 3
(C) 6, -4
(D) 6, -2
જવાબ
(A) 6, -3
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 33
ઇલેક્ટ્રૉનની સંખ્યા = 2 × 3 = 6, વીજભાર = 3
ઉપરની પ્રક્રિયાને સંપૂર્ણ રીતે લખવા ત્રણ વડે દરેક ઘટકને ગુણવા પડે.

પ્રશ્ન 148.
નીચેની રેડોક્ષ પ્રક્રિયા સંતુલિત હોય ત્યારે પ્રક્રિયાની ડાબી તરફ P, H, O અને વીજભાર અનુક્રમે
P4 + OH1- → PH3 + H2\(\mathrm{PO}_2^{-}\)
(A) 4, 1, 1, -1
(B) 4, 6, 9, -3
(C) 4, 9, 6, -3
(D) 2, 9, 6, 0
જવાબ
(C) 4, 9, 6, -3
સંતુલિત પ્રક્રિયા :
P4 + 3OH + 3H2O → PH3 + 3H2\(\mathrm{PO}_2^{-}\)

GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati

પ્રશ્ન 149.
નીચેનામાંથી કયા સંયોજનમાં નાઇટ્રોજનનો ઑક્સિડેશન આંક-1 છે ?
(A) NH2-NH2
(B) NH4OH
(C) NH2OH
(D) NH3
જવાબ
(C) NH2OH

પ્રશ્ન 150.
CH3CHO + Ag2O → CH3COOH + 2Ag પ્રક્રિયામાં કયો પદાર્થ રિડક્શનકર્તા છે ?
(A) CH3COOH
(B) Ag
(C) CH3CHO
(D) Ag2O
જવાબ
(C) CH3CHO

પ્રશ્ન 151.
જો M બીજા સમૂહનું તત્ત્વ તથા X 17 મા સમૂહનું તત્ત્વ હોય, તો કયા પ્રકારનું સંયોજન બનશે ?
(A) MX
(B) M2X
(C) M2X3
(D) MX2
જવાબ
(D) MX2
જેમ કે, BaCl2, MgCl2

પ્રશ્ન 152.
નીચેના પૈકી કયા સંયોજનમાં ઑક્સિજનનો ઑક્સિડેશન આંક ધન છે ?
(A) F2O
(B) BaO2
(C) KO2
(D) FeO
જવાબ
(A) F2O
જ્યારે ‘O’ એ F સાથે હોય ત્યારે તે ધન ઑક્સિડેશન આંક ધરાવે છે. આયર્ન (III) સલ્ફેટનું અણુસૂત્ર ક્યું છે ?

પ્રશ્ન 153.
(A) Fe2(SO4)3
(B) Fe3(SO4)2
(C) Fe3SO
(D) FeSO4
જવાબ
(A) Fe2(SO4)3
Fe2(SO4)3 માં SO4 નો ઑક્સિડેશન આંક -2 × 3 = -6 થાય તે પેલી બાજુ જાય તો +6 તેના ભાગ્ય 2 કરતાં +3 આવશે. એટલે કે (III)

પ્રશ્ન 154.
પરડાયસલ્ફ્યુરિક એસિડમાં સલ્ફરનો ઑક્સિડેશન આંક કેટલો છે ?
(A) -1
(B) +4
(C) +6
(D) -2
જવાબ
(C) + 6
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 34

પ્રશ્ન 155.
નીચેનામાંથી કયો પરમાણુ ધન અને ઋણ ઑક્સિડેશન આંક તેના સંયોજનોમાં ધરાવી શકે ?
(A) Li
(B) Ne
(C) Br
(D) F
જવાબ
(C) Br

પ્રશ્ન 156.
Ag ના સળિયાને CuSO ના દ્રાવણમાં મૂકતા …………………
(A) CuSO4 ના વાદળી રંગની તીવ્રતા વધે છે.
(B) CuSO4 ના વાદળી રંગની તીવ્રતામાં કોઈ ફેરફાર થશે નહિ.
(C) CuSO4 ના વાદળી રંગની તીવ્રતા પહેલા વધે અને પછી ઘટે.
(D) CuSO4 ના વાદળી રંગની તીવ્રતા ઘટે છે.
જવાબ
(B) CuSO4 ના વાદળી રંગની તીવ્રતામાં કોઈ ફેરફાર થશે નહિ.

GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati

પ્રશ્ન 157.
2H2(g) + O2(g) → 2H2O(l) પ્રક્રિયા …………………. છે.
(A) રિડક્શન
(B) રેડોક્ષ
(C) વિઘટન
(D) ઑક્સિડેશન
જવાબ
(B) રેડોક્ષ

પ્રશ્ન 158.
નીચે આપેલી સંયોજનોની કઈ જોડમાં Pનો ઑક્સિડેશન આંક સમાન છે ?
(A) H3PO3 અને H3PO4
(B) H3PO2 અને H3PO4
(C) H3PO4 અને H4P2O7
(D) H3PO2 અને H3PO3
જવાબ
(C) H3PO4 અને H4P2O7

પ્રશ્ન 159.
નીચેના પૈકી કઈ રાસાયણિક પ્રક્રિયામાં H2SO4 ઑક્સિડેશનકર્તા તરીકેની વર્તણૂક દર્શાવે છે ?
(A) 2PCl5 + H2SO4 → 2POCl3 + 2HCl + SO2Cl2
(B) Ca(OH)2 + H2SO4 → CaSO4 + 2H2O
(C) NaCl + H2SO4 → NaHSO4 + HCl
(D) 2HI + H2SO4 → I2 + SO2 + 2H2O
જવાબ
(D) 2HI + H2SO4 → I2 + SO2 + 2H2O
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 35
(2)નો ઘટાડો (Red) એટલે કે oxi કર્તા તરીકે વર્તે છે.

પ્રશ્ન 160.
કૉલમ – I માં પ્રક્રિયા આપેલ છે. કોલમ – II માં પ્રક્રિયામાં મળતી નીપજમાંના ઋણ આયન દર્શાવેલ છે. બંને કોલમને યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 36
(A) 1 → m, 2 → h, 3 → i, 4 → l
(B) 1 → j, 2 → h, 3 → h, 4 → k
(C) 1 → j, 2 → i, 3 → h, 4 → l
(D) 1 → j, 2 → i, 3 → i, 4 → k
જવાબ
(C) 1 → j, 2 → i, 3 → h, 4 → l
(1) 6CaO + P4O10 → 2Ca3 (PO4)2
(2) 2NH3 + H2O + CO2 → (NH4)2 CO3
(3) Na2CO3 + H2O + CO2 → 2NaHCO3

પ્રશ્ન 161.
આર્સેનિક સલ્ફાઇડ (AS2S3) ની સલ્ફ્યુરિક એસિડ (H2SO4) સાથે પ્રક્રિયા થતા આર્સેનિક એસિડ (H3AsO4) અને સલ્ફર ડાયોક્સાઇડ (SO2) બને છે. તો આ સંતુલિત રેડોક્ષ પ્રક્રિયામાં H2SO4 H3AsO4 અને SO2 ના સહગુણાંક અનુક્રમે કયા હશે ?
(A) 2, 2 અને 3
(B) 11, 2 અને 14
(C) 2, 2 અને 4
(D) 11, 2 અને 11
જવાબ
(B) 11, અને 14
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 37
AS2S3 + 11H2SO4 → 2H3AsO4 + 3SO2 + 11SO2
AS2S3 + 11H2SO4 → 2H3ASO4 + 14SO2 + 8H2O

પ્રશ્ન 162.
કૉલમ – Iમાં આપેલા સંયોજનોમાં ઑક્સિજનનો ઓક્સિડેશન આંક કોલમ – IIમાં આપેલ આંક સાથે યોગ્ય રીતે જોડી સાચો વિકલ્પ પસંદ કરો.

કૉલમ – I કૉલમ – II
(i) BaO2 (p) – \(\frac{1}{2}\)
(ii) SiO2 (q) +1
(iii) RO2 (r) -2
(iv) F2O2 (s) -1
(t) +2

(A) (i) → s, (ii) → t, (iii) → p, (iv) → t
(B) (i) → r, (ii) → t, (iii) → s, (iv) → p
(C) (i) → t, (ii) → q, (iii) → p, (iv) → s
(D) (i) → s, (ii) → r, (iii) → p, (iv) → q
જવાબ
(D) (i) → s, (ii) → r, (iii) → p, (iv) → q

GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati

પ્રશ્ન 163.
2KMnO4 + 16HCl → 2MnCl2 + 2KCl + 5Cl2 + 8H2O ઉપરોક્ત પ્રક્રિયામાં કેટલા મોલ HClનું ઑક્સિડેશન થશે?
(A) 14
(B) 10
(C) 5
(D) 16
જવાબ
(B) 10

પ્રશ્ન 164.
નીચે પૈકી કઈ પ્રક્રિયામાં H2O2 રિડક્શનકર્તા તરીકે વર્તતું નથી ?
(A) I2 + H2O2 + 2OH → 2I + 2H2O + O2
(B) PbS + 4H2O2 → PbSO4 + 4H2O
(C) 2KMnO4 + 3H2O2 → 2MnO23 + 2KOH + 2H2O + 3O2
(D) HOCl + H2O2 → H3O+ + Cl + O2
જવાબ
(B) PbS + 4H2O2 → PbSO4 + 4H2O

પ્રશ્ન 165.
ઍન્ટીમની સલ્ફાઈડ (Sb2S3)ની સલ્ફયુરિક એસિડ (H2SO4) સાથેની પ્રક્રિયાથી ઍન્ટીમોનિક ઍસિડ (H3SbO4) અને સલ્ફર ડાયોક્સાઈડ (SO2) વાયુ બને છે. આ સંતુલિત રેડોક્ષ પ્રક્રિયામાં H2SO4, H3SbO4, SO2ના સહગુણાંક અનુક્રમે કયા છે ?
(A) 11, 2, 11
(B) 2, 2, 4
(C) 2, 2, 11
(D) 11, 2, 14
જવાબ
(D) 11, 2, 14

પ્રશ્ન 166.
નીચે આપેલ પ્રક્રિયામાં રિડક્શનકર્તા પદાર્થ કયો છે ?
2Al + Fe2O3 → 2Fe + Al2O3
(A) O2
(B) Fe
(C) Al2O3
(D) Al
જવાબ
(D) Al
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 38
આ સમીકરણમાં Alનું ઑક્સિડેશન થતું હોવાથી તે રિડક્શનકર્તા તરીકે વર્તે છે.

પ્રશ્ન 167.
હીરામાં કાર્બનનો ઑક્સિડેશન આંક શું છે ?
(A) +2
(B) +3
(C) +4
(D) 0
જવાબ
(D) 0

પ્રશ્ન 168.
કેરોઝ ઍસિડનું આણ્વીય સૂત્ર ઓળખો.
(A) H2SO3
(B) H2SO5
(C) H2S2O8
(D) H2SO4
જવાબ
(B) H2SO5

પ્રશ્ન 169.
સ્ટૉક નોટેશન નામકરણ પદ્ધતિ પ્રમાણે TiO2નું નામ કર્યું થાય?
(A) ટિટાનિયમ ઑક્સાઇડ (IV)
(B) ટિટાનિયમ (IV) ઑક્સાઇડ
(C) ટિટાનિયમ (V) ઑક્સાઇડ
(D) ટિટાનિયમ (II) ઑક્સાઇડ
જવાબ
(B) ટિટાનિયમ (IV) ઑક્સાઇડ

પ્રશ્ન 170.
ક્યા સંયોજનમાં ફૉસ્ફરસની ઑક્સિડેશન અવસ્થા +3 છે ?
(A) ઓર્થ્રોફૉસ્ફોરિક ઍસિડ
(B) મેટા ફૉસ્ફોરિક ઍસિડ
(C) ફૉસ્ફરસ ઍસિડ
(D) હાઇપો ફૉસ્ફરસ ઍસિડ
જવાબ
(C) ફૉસ્ફરસ ઍસિડ
OsO4 માં Os નો ઑક્સિડેશન આંક x લેતાં,
∴ x + 4 (-2) = 0 ∴ x = +8

પ્રશ્ન 171.
એક સંયોજનમાં A, B અને C ત્રણ તત્ત્વો છે. જો તેમનો ઑક્સિડેશન આંક અનુક્રમે +2, +5 અને -2 હોય તો સંયોજનનું સૂત્ર જણાવો.
(A) A3(BC4)2
(B) A3(B4C)2
(C) ABC2
(D) A3(BC3)2
જવાબ
(A) A3(BC4)2
A3(BC4)2 માં બધાં તત્ત્વોના ઑક્સિડેશન આંકનો સરવાળો શૂન્ય થાય.

GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati

પ્રશ્ન 172.
નીચેનામાંથી કઈ પ્રક્રિયા રેડોક્ષ છે ?
(A) NaCl + KNO3 → NaNO3 + KCl
(B) CaC2O4 + 2HCl → CaCl2 + H2C2O4
(C) Mg(OH)2 + 2NH4Cl → MgCl2 + 2NH4OH
(D) Zn + 2AgCN → 2Ag + Zn(CN)2
જવાબ
(D) Zn + 2AgCN → 2Ag + Zn(CN)2
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 39

પ્રશ્ન 173.
વહાણના તળિયે મૅગ્નેશિયમના કેટલાંક ચોસલા ગોઠવવાનો હેતુ……
(A) શાર્ક માછલીઓને દૂર કરવા.
(B) વહાણને હલકું બનાવવા માટે.
(C) પાણી અને ક્ષારોની અસર અટકાવવા માટે.
(D) દરિયાના તળિયે રહેલા ખડકો વડે વહાણમાં કાણાં પડતાં અટકાવવા માટે.
જવાબ
(C) પાણી અને ક્ષારોની અસર અટકાવવા માટે.
મૅગ્નેશિયમનું ઑક્સિડેશન લોખંડ કરતાં સરળ હોવાથી પાણી અને ક્ષારની અસરથી થતું Fe નું ઑક્સિડેશન, મૅગ્નેશિયમનાં ચોસલાં અટકાવે છે. Mg → Mg+ + 2e (થાય છે.) પણ Fe → Fe2+ + 2e (અટકે છે.)

પ્રશ્ન 174.
ક્લોરિનજળમાં ઑક્સિડેશનકર્તા કયો છે ?
(A) HCl
(B) HClO2
(C) HOCl
(D) આમાંથી એક પણ નહીં
જવાબ
(C) HOCl

  • Cl2 + H2O → HCl + HOCl
    HOCl → HCl + [O]
  • HOCl રિડક્શન પામી ઑક્સિડેશનકર્તા બને છે.
    [O(-2) થી O(0)] HOCl નવજાત ઑક્સિજન પૂરો પાડે છે, ઑક્સિડેશનકર્તા છે.

પ્રશ્ન 175.
નીચેની પ્રક્રિયામાં બ્રોમિન ઈ રીતે વર્તે છે ?
H2O + Br2 → HOBr + HBr
(A) ફક્ત ઑક્સિડેશન થાય છે.
(B) ફક્ત રિડક્શન થાય છે.
(C) ઑક્સિડેશન અને રિડક્શન બંને થાય છે.
(D) H+ નો સ્વીકાર કરે છે.
જવાબ
(C) ઑક્સિડેશન અને રિડક્શન બંને થાય છે.

પ્રશ્ન 176.
નીચેની રાસાયણિક પ્રક્રિયાઓમાંથી કઈ H2SO4 ની ઑક્સિડેશનકર્તા ગુણ દર્શાવ છે ?
(A) 2Hl + H2SO4 → l2 + SO2 + 2H2O
(B) Ca(OH)2 + H2SO4 → CaSO4 + 2H2O
(C) NaCl + H2SO4 → NaHSO4 + HCl
(D) 2PCl5 + H2SO4 → 2POCl3 + 2HCl + SO2Cl2
જવાબ
(A) 2HI + H2SO4 → I2 + SO4 + 2H2O
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 40
આ પ્રક્રિયા રેડોક્ષ છે, તેમા H2SO4 માંના S નું +6 માંથી +4 રિડક્શન થાય છે, H2SO4 ઑક્સિડેશનકર્તા છે.

પ્રશ્ન 177.
PO4-3 માં P, SO4-2 માં S અને Cr2O7-2માં Cr ની ઑક્સિડેશન અવસ્થાનાં મૂલ્યો…
(A) +3, +6 અને +5
(B) +5, +3 અને +6
(C) 3, +6 અને +6
(D) +5, +6 અને +6
જવાબ
(D) +5, 46 અને +6
PO4-3 = P + 4(-2) = -3
∴ P – 8 = -3
∴ P = 8 – 3 = +5

PO4-2 = S + 4(O) = -2
= S – 8 = -2
∴ S = 8 – 2 = +6

Cr2O7-2
= 2Cr + 7(O) = -2
= 2Cr – 14 = -2
∴ 2Cr = 14 – 2 = 12
∴ Cr = +6

પ્રશ્ન 178.
પરૂ અટકાવનાર (antispectic) તરીકે વપરાતો ઑક્સિડેશનકર્તા ક્યો છે ?
(A) KBrO3
(B) KMnO4
(C) CrO3
(D) KNO3
જવાબ
(B) KMnO4

GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati

પ્રશ્ન 179.
કાર્બનિક પ્રક્રિયાઓમાં, પ્રવાહી એમોનિયમ લિથિયમ ધાતુ ………………. તરીકે વર્તે છે.
(A) ઑક્સિડેશનકર્તા
(B) રિડક્શનકર્તા
(C) સ્વચ્છતાકર્તા
(D) નિર્જલીકરણકર્તા
જવાબ
(B) રિડક્શનકર્તા
પ્રવાહી એમોનિયામાં લિથિયમ ધાતુ એમોનિયામય ઇલેક્ટ્રૉન ધરાવે છે, જે રિડક્શનકર્તા તરીકે વર્તે છે.
Li(NH3) → LINH(3)+ + e– (ઑક્સિડેશન)

પ્રશ્ન 180.
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય છે ?
(A) FeCl3, SnCl2
(B) HgCl2, SnCl2
(C) FeCl2, SnCl2
(D) FeCl3, KI
જવાબ
(C) FeCl3, SnCl2
FeCl2 અને SnCl2 બંને રિડ્યુસીંગ ઍજન્ટ છે અને નિમ્નતમ ઑક્સિડેશન આંક ધરાવે છે.

પ્રશ્ન 181.
એસિડિક માધ્યમમાં H2O2, Cr2O72-નું CrO5માં રૂપાંતર કરે છે કે જેમાં બે (- O – O -) બંધ રહેલા છે, તો Cr નો ઑક્સિડેશન આંક CrO5 માં કેટલો થાય ?
(A) +5
(B) +3
(C) +6
(D) -10
જવાબ
(C) +6
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 41

પ્રશ્ન 182.
M નીચે આપેલી પ્રક્રિયાઓમાંથી કઈ એક રેડોક્ષ પ્રક્રિયાનું ઉદાહરણ છે ?
(A) XeF4 + O2F2 → XeF6 + O2
(B) XeF2 + PF5 → [XeF]+ \(\mathrm{PF}_6^{-}\)
(C) XeF6 + H2O → XeOF4 + 2HF
(D) XeF6 + 2H2O → XeO2F2 + 4HF
જવાબ
(A) XeF4 + O2F2 → XeF6 + O2
પ્રક્રિયા (B), (C) અને (D) એ રેડોક્ષ પ્રક્રિયા નથી. જ્યારે પ્રક્રિયા (A) માં O2F2 એ ઑક્સિડેશનકર્તા છે અને XeF4 એ રિડક્શનકર્તા છે.

પ્રશ્ન 183.
રેડોક્ષ પ્રક્રિયા માટે,
\(\mathrm{MnO}_4^{-}+\mathrm{C}_2 \mathrm{O}_4^{2-}\) + H+ → Mn2+ + CO2 + H2O સંતુલિત પ્રક્રિયા માટે પ્રક્રિયકોના સાચા ગુણાંકો (Coefficients) શોધો.
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 42
જવાબ
(D)
GSEB Std 11 Chemistry MCQ Chapter 8 રેડોક્ષ પ્રક્રિયાઓ in Gujarati 43

પ્રશ્ન 184.
ઍસિડિક માધ્યમમાં ઓક્ઝેલેટની પરમેંગેનેટ સાથેની પ્રક્રિયામાં 1 મોલ CO2 ઉત્પન્ન થાય ત્યારે મુક્ત થતા \(\bar{e}\) ની
સંખ્યા….
(A) 10
(B) 1
(C) 5
(D) 2
જવાબ
(B) 1
2MnO4 + 5C2O4-2 + 16H+ → 2Mn+2 + 10CO2 + 8H2O
∴ 5C2O4-2 → 10CO2 + 10\(\bar{e}\)
10 મોલ CO2 માટે 10\(\bar{e}\) તેથી 1 મોલ CO2 માટે મુક્ત થતા \(\bar{e}\) ની સંખ્યા 1.

પ્રશ્ન 185.
આપેલા સંયોજનો K2O, K2O2 અને KO2 માં K નો ઑક્સિડેશન નંબર અનુક્રમે ……………… છે.
(A) +0.5, +4, +1
(B) +2, +1, +0.5
(C) +1, +1, +1
(D) +0.5, +1, +2
જવાબ
(C) +1, +1, +1
આલ્કલી ધાતુનો ઑક્સિડેશન આંક હંમેશાં +1 હોય છે. જ્યારે ત્રણે સંયોજનોમાં ઑક્સિજનનો ઑક્સિડેશન આંક બદલાય છે. K2O માં O નો ઑક્સિડેશન આંક = −2, K2O2, માં −1 અને KO2 માં –\(\frac{1}{2}\) હોય છે.

પ્રશ્ન 186.
નીચે આપેલ પ્રક્રિયામાં કાર્બનના ઑક્સિડેશન આંકમાં થતો ફેરફાર શું છે ?
CH4(g) + 4Cl2(g) → CCl4(l) + 4HCl(g)
(A) -4 થી +4
(B) 0 થી −4
(C) +4 થી +4
(D) 0 થી +4
જવાબ
(A) -4 થી +4
CH4(g) + 4Cl2(g) (Cl4(l) + 4HCl(g))
CH4માં Cનો ઓક્સિડેશન આંક = −4
CCl2માં Cનો ઓક્સિડેશન આંક = +4
ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર = −4 થી +4

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *