GSEB Solutions Class 8 Science Chapter 9 પ્રાણીઓમાં પ્રજનન

Gujarat Board GSEB Textbook Solutions Class 8 Science Chapter 9 પ્રાણીઓમાં પ્રજનન Textbook Questions and Answers, Notes Pdf.

પ્રાણીઓમાં પ્રજનન Class 8 GSEB Solutions Science Chapter 9

GSEB Class 8 Science પ્રાણીઓમાં પ્રજનન Textbook Questions and Answers

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રસ્નોત્તર

પ્રશ્ન 1.
સજીવોમાં પ્રજનનનું મહત્ત્વ સમજાવો.
ઉત્તરઃ
સજીવોમાં પ્રજનનનું મહત્ત્વ:

  1. પોતાના જેવા જ બાળ સજીવોનું નિર્માણ થાય છે.
  2. જે-તે જાતિના સભ્યોની સંખ્યામાં વધારો થાય છે.
  3. સજીવોમાં પેઢી દર પેઢી નિરંતરતા બનાવી રાખવાનું સુનિશ્ચિત કરે છે.
  4. જાતિઓનું સાતત્ય જાળવી રાખે છે.

પ્રશ્ન 2.
મનુષ્યમાં ફલનની પ્રક્રિયા સમજાવો.
ઉત્તરઃ
મનુષ્યમાં લિંગી પ્રજનન થાય છે. ફલનની ક્રિયા સ્ત્રી શરીરની અંદર થાય છે. તેને અંતઃફલન કહે છે.
મૈથુનક્રિયા દરમિયાન પુરુષના શુક્રકોષો સ્ત્રીના પ્રજનન માર્ગમાં મુક્ત થાય છે. આ શુક્રકોષો સ્ત્રી શરીરની અંડવાહિનીમાં અંડકોષના સંપર્કમાં આવે છે. ફક્ત એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈને એક થઈ જાય છે. શુક્રકોષ અને અંડકોષના આ જોડાણને ફલન કહે છે.
ફલનની ક્રિયાના પરિણામે યુગ્મનજનું નિર્માણ થાય છે.

પ્રશ્ન 3.
યોગ્ય ઉત્તરની પસંદગી કરોઃ

પ્રશ્ન 1.
અંતઃલન ——- થાય છે.
A. માદાના શરીરમાં
B. માદાના શરીરની બહાર
C. નરના શરીરમાં
D. નરના શરીરની બહાર
ઉત્તરઃ
માદાના શરીરમાં

પ્રશ્ન 2.
જે પ્રક્રિયા દ્વારા ટેકપોલ પુખ્ત દેડકામાં વિકસિત થાય છે તે પ્રક્રિયા ………….. છે.
A. ફલન
B. કાયાંતરણ
C. સ્થાપન
D. કલિકાસર્જન
ઉત્તરઃ
કાયાંતરણ

પ્રશ્ન 3.
એક યુગ્મનજમાં જોવા મળતા કોષકેન્દ્રની સંખ્યા ………… હોય છે.
A. શૂન્ય
B. એક
C. બે
D. ચાર
ઉત્તરઃ
એક

પ્રશ્ન 4.
નીચેનાં સાચાં વાક્યો માટે (T) અને ખોટાં વાક્યો માટે (F) દર્શાવોઃ

પ્રશ્ન 1.
અંડપ્રસવી પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે.
ઉત્તરઃ
F

પ્રશ્ન 2.
પ્રત્યેક શુક્રકોષ એકકોષીય રચના છે.
ઉત્તરઃ
T

* સુધારો કરેલ છે.

પ્રશ્ન 3.
દેડકામાં બાહ્ય ફલન થાય છે.
ઉત્તરઃ
T

પ્રશ્ન 4.
જે કોષમાંથી નવા મનુષ્યનો વિકાસ થાય છે, તેને જન્યુ કહેવાય છે.
ઉત્તરઃ
F

પ્રશ્ન 5.
ફલન બાદ મૂકવામાં આવતું ઈંડું એકકોષીય રચના છે.
ઉત્તરઃ
T

પ્રશ્ન 6.
અમીબા કલિકાસર્જન દ્વારા પ્રજનન કરે છે.
ઉત્તરઃ
F

પ્રશ્ન 7.
અલિંગી પ્રજનનમાં પણ ફલન આવશ્યક હોય છે.
ઉત્તરઃ
F

પ્રશ્ન 8.
દ્વિભાજન અલિંગી પ્રજનનની પદ્ધતિ છે.
ઉત્તરઃ
T

પ્રશ્ન 9.
ફલનના પરિણામસ્વરૂપે યુગ્મનજ બને છે.
ઉત્તરઃ
T

પ્રશ્ન 10.
ભૂણ એક જ કોષનો બનેલ હોય છે.
ઉત્તરઃ
F

પ્રશ્ન 5.
ફલિતાંડ અને ગર્ભ વચ્ચે બે તફાવત જણાવો.
ઉત્તરઃ

ફલિતાંડ

ગર્ભ

1. તે એકકોષી છે. 1. તે બહુકોષી છે.
2. શુક્રકોષ અને અંડકોષના જોડાણથી ગર્ભનું નિર્માણ થાય છે. 2. ફલિતાંડમાં થતા વારંવાર વિભાજનથી ફલિતાંડ નિર્માણ પામે છે.
3. ફલનની ક્રિયાથી ફલિતાંડ બને છે. 3. ગર્ભવિકાસ ક્રિયાથી ગર્ભ બને છે.

પ્રશ્ન 6.
અલિંગી પ્રજનનની વ્યાખ્યા આપો. પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની બે પદ્ધતિઓ વર્ણવો.
ઉત્તરઃ
અલિંગી પ્રજનનઃ એક જ પિતૃ ભાગ લેતો હોય અને જન્યુઓના નિર્માણ વગર નવા બાળ સજીવનું નિર્માણ કરવાની પ્રજનન પદ્ધતિને અલિંગી પ્રજનન કહે છે.
પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની પદ્ધતિઓઃ

(1) કલિકાસર્જનઃ હાઈડ્રામાં શરીરની સપાટી પર એક કે વધુ ઊપસેલા ભાગ ઉત્પન્ન થાય છે. આ ઊપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ છે. તેને કલિકા કહે છે. આ કલિકા બાળ હાઈડ્રા સ્વરૂપમાં વિકાસ પામે છે. પિતૃ હાઈડ્રાથી અલગ પડી સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે.
આવા અલિંગી પ્રજનનને કલિકાસર્જન કહે છે.
GSEB Solutions Class 8 Science Chapter 9 પ્રાણીઓમાં પ્રજનન 1

(2) દ્વિભાજન અમીબા એકકોષી પ્રાણી છે. દ્વિભાજનની શરૂઆત કોષકેન્દ્રના બે ભાગમાં વિભાજનથી થાય છે. ત્યારબાદ કોષરસનું પણ વિભાજન થાય છે. કોષના વિભાજનથી ઉત્પન્ન થતા બંને ભાગમાં કોષકેન્દ્ર અને કોષરસ હોય છે. આમ એક પિતૃ અમીબામાંથી બે સંતતિ ઉત્પન્ન થાય છે.
આ અલિંગી પ્રજનન પદ્ધતિને દ્વિભાજન કહે છે.
GSEB Solutions Class 8 Science Chapter 9 પ્રાણીઓમાં પ્રજનન 2

પ્રશ્ન 7.
માદાના કયા પ્રજનન અંગમાં ગર્ભનું સ્થાપન થાય છે?
ઉત્તરઃ
માદાના ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન થાય છે.

પ્રશ્ન 8.
કાયાંતરણ એટલે શું? ઉદાહરણ આપો.
ઉત્તર:
કેટલાંક પ્રાણીઓમાં નવજાત બાળપ્રાણી પુખ્ત પ્રાણીથી અલગ હોય છે. નવજાત બાળપ્રાણીમાં વૃદ્ધિ અને વિકાસની સાથે વિશેષ પરિવર્તનો થાય છે. આ પરિવર્તનો વડે પુખ પ્રાણી જેવા સ્વરૂપમાં રૂપાંતર પામે છે. આ ક્રિયાને કાયાંતરણ કહે છે.

ઉદાહરણઃ

  1. રેશમના કીડાની ઇયળ(યુપા)નું રેશમના કીડામાં કાયાંતરણ
  2. નવજાત ટડપોલનું પુખ્ત દેડકામાં કાયાંતરણ

પ્રશ્ન 9.
અંતઃફલન અને બાહ્ય ફલનનો તફાવત જણાવો.
ઉત્તરઃ

અંતઃફલન

બાહ્ય ફલન

1. નર અને માદા પ્રજનનકોષનું જોડાણ માદાના શરીરની બહાર પાણીમાં થાય છે. 1. નર અને માદા પ્રજનનકોષનું જોડાણ માદાના શરીરમાં થાય છે.
2. મનુષ્ય, ગાય, કૂતરા, મરઘી વગેરેમાં અંતઃફલન થાય છે. 2. તારા માછલી, માછલી, દેડકા વગેરેમાં બાહ્ય ફલન થાય છે.

પ્રશ્ન 10.
નીચે આપેલ ચાવીઓની મદદથી આપેલ શબ્દના અંગ્રેજી શબ્દ વડે કોયડાને પૂર્ણ કરો:
(OVARY, FERTILIZATION, ZYGOTE, INTERNAL, TESTIS, BUDS, OVIPAROUS, BINARY)
આડી ચાવી :
1. એ પદ્ધતિ કે જેમાં જન્યુઓનું જોડાણ થાય છે.
6. મરઘીમાં ફલનનો પ્રકાર
7. હાઇડ્રાના શરીર પર ઊપસેલી રચનાઓ માટે કયો શબ્દ વપરાય છે.
8. અંડકોષો અહીં ઉત્પન્ન થાય છે.

ઊભી ચાવીઃ

2. નરના આ પ્રજનન અંગમાં શુક્રકોષો ઉત્પન્ન થાય છે.
3. ફલિત અંડકોષનો અન્ય શબ્દ
4. આ પ્રાણી ઈંડાં મૂકે છે.
5. અમીબામાં જોવા મળતા વિભાજનનો પ્રકાર
ઉત્તર:
GSEB Solutions Class 8 Science Chapter 9 પ્રાણીઓમાં પ્રજનન 3

GSEB Class 8 Science પ્રાણીઓમાં પ્રજનન Textbook Activities

પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ

પ્રવૃત્તિ 1:
દેડકાનાં ઈંડાંઓનો રંગ અને કદ નક્કી કરવું.
પદ્ધતિઃ

  1. ચોમાસાની ઋતુમાં કોઈ તળાવ કે ઝરણાંની મુલાકાત લો.
  2. પાણીમાં દેડકાનાં તરતાં ઈંડાંઓ શોધો.
  3. આ ઈંડાંના સમૂહમાંથી એક-બે ઈંડાં અલગ કરી તેનું કદ નોંધો.
  4. ઈંડાંના સમૂહનો રંગ જોઈ નોંધ કરો.

અવલોકનઃ
દેડકાનાં ઇંડાંનું કદ 1 mmથી 2 mm જેટલું હોય છે. આમ, છતાં દેડકાની જુદી જુદી જાતોમાં ઈંડાનું કદ જુદું જુદું હોય છે. પરંતુ 5 mmથી વધુ હોતું નથી. ઈંડાનો સફેદ રંગ અને તેમાં કાળું ટપકું જોવા મળે છે.

પ્રવૃત્તિ 2:
વિવિધ અંડપ્રસવી પ્રાણીઓનાં ઈંડાં એકત્રિત કરી તેનાં ચિત્રો તૈયાર કરવાં.

પદ્ધતિઃ

  1. જુદાં જુદાં પ્રાણી દેડકો, ગરોળી, પતંગિયું, ફૂદાં, કાગડો, કબૂતર, મરઘી વગેરેનાં ઈંડાં એકત્રિત કરવાનો પ્રયત્ન કરો.
  2. તમારા વર્ગના વિદ્યાર્થીઓ વચ્ચે આ કાર્ય વહેંચો.
  3. એકત્રિત થતાં ઈંડાંને વિષયશિક્ષકની મદદથી શાળાની પ્રયોગશાળામાં સંગ્રહ કરો.
  4. જુદાં જુદાં પ્રાણીનાં આ સંગ્રહિત ઈંડાનું કાળજીપૂર્વક અવલોકન કરો.
  5. તેના ફોટોગ્રાફ લઈ, વૉલપેપર પર ચોંટાડો.
  6. ઇંડાંના ફોટોગ્રાફ નીચે જે-તે પ્રાણીનું નામ લખો.
  7. આ રીતે તૈયાર કરેલા વૉલપેપરને તમારા વર્ગમાં ભીંત (દીવાલો પર પ્રદર્શિત કરો.
    GSEB Solutions Class 8 Science Chapter 9 પ્રાણીઓમાં પ્રજનન 4

પ્રવૃત્તિ 3:
સૂક્ષ્મદર્શક યંત્રમાં હાઈડ્રાની કાયમી આસ્થાપનનું અવલોકન કરવું.
સાધન-સામગ્રી: સૂક્ષ્મદર્શક યંત્ર, હાઇડ્રાની કાયમી સ્લાઈડ.
GSEB Solutions Class 8 Science Chapter 9 પ્રાણીઓમાં પ્રજનન 5
પદ્ધતિઃ

  1. શાળાની જીવવિજ્ઞાન પ્રયોગશાળામાં તમારા વિષયશિક્ષક સાથે જાઓ.
  2. પ્રયોગશાળામાં હાઇડ્રાના કાયમી આસ્થાપનનું સૂક્ષ્મદર્શક યંત્રમાં અવલોકન કરો.
  3. હાઈડ્રાના અવલોકનમાં શરીર સપાટી પર ઊપસેલી સંરચનાઓનું અવલોકન કરી, તેની સંખ્યાની ગણતરી કરો.
  4. અવલોકનના આધારે હાઇડ્રાની આકૃતિ દોરો.

અવલોકનઃ
હાઇડ્રાની શરીર સપાટી પર ઊપસેલી સંરચનાની સંખ્યા 2 છે. તેનું કદ નાના કોષસમૂહ જેટલું છે.
નિર્ણયઃ
આ ઊપસેલી સંરચના કલિકા છે. તેનું કાર્ય નવા બાળ હાઈડ્રાનું નિર્માણ કરવાનું છે.

વધારાની પ્રવૃત્તિઓ

પ્રવૃત્તિ 1:
એક પોસ્ટ્રી ફાર્મની મુલાકાત લો. ફાર્મના મૅનેજર સાથે ચર્ચા કરો અને નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરો:

પ્રશ્ન 1.
પોલ્ટી ફાર્મમાં “લેયર્સ” તેમજ “બ્રોઈલર્સ શું છે?
ઉત્તર:
પોસ્ટ્રી ફાર્મમાં ઈંડાં ઉત્પાદન માટેની મરઘીઓ લેયર્સ, જ્યારે માંસ મેળવવા માટે બ્રોઈલર્સ છે.

પ્રશ્ન 2.
શું મરઘી અફલિત ઈંડાં મૂકે છે?
ઉત્તર:
હા, મરઘીને ખોરાકમાં અંતઃસ્ત્રાવ આપવામાં આવે કે અંતઃસ્ત્રાવના ઈન્વેક્શન આપવામાં આવે ત્યારે મરઘી અફલિત ઈંડાં મૂકે છે.

પ્રશ્ન ૩.
તમે ફલિત તેમજ અફલિત ઈંડાં કેવી રીતે પ્રાપ્ત કરશો?
ઉત્તર:
મરઘીમાં પ્રજનન પછી ઈંડાં મેળવવા આવે તે ફલિત હોય છે. જ્યારે અંતઃસ્ત્રાવ સારવાર આપી પ્રજનન વગર ઈંડાં અફલિત પ્રાપ્ત થઈ શકે.

પ્રશ્ન 4.
દુકાનોમાં વેચાતાં ઈંડાં ફલિત હોય છે કે અફલિત?
ઉત્તર:
દુકાનોમાં વેચાતાં ઈંડાં અફલિત હોય છે.

પ્રશ્ન 5.
શું તમે ફલિત ઈંડાં ખાઈ શકો છો?
ઉત્તર:
ના

પ્રશ્ન 6.
શું ફલિત ઈંડાં તેમજ અફલિત ઈંડાંની પોષક ક્ષમતામાં કોઈ ફેર છે?
ઉત્તરઃ
અફલિત ઈંડાંની પોષક ક્ષમતા વધારે હોય છે.

પ્રવૃત્તિ 2:
તળાવ કે ખાડા-ખાબોચિયાંના પાણીમાં જીવંત હાઈડ્રાનો અભ્યાસ કરવો.
સાધન-સામગ્રી : કાચની બરણી, જલીય નીંદણ, વૉચ-ગ્લાસ, બિલોરી કાચ.
GSEB Solutions Class 8 Science Chapter 9 પ્રાણીઓમાં પ્રજનન 6
પદ્ધતિ

  1. કાચની બરણીમાં બંધિયાર તળાવમાંથી થોડું પાણી ભરો.
  2. આ બરણીમાં થોડું જલીય નીંદણ ભરો.
  3. 2-3 દિવસ પછી બરણીની દીવાલનું અવલોકન કરો.
  4. બરણીને હલાવી થોડા સમય બાદ ફરી અવલોકન કરો.
  5. બરણીમાંથી થોડા હાઇડ્રા વૉચ-ગ્લાસમાં લઈ બિલોરી કાચ વડે અવલોકન કરો.

અવલોકનઃ
2 -3 દિવસ પછી બરણીની દીવાલ પર નાના કદના હાઇડ્રા ચોટેલા જોવા મળે છે.
બરણીના પાણીને હલાવતાં હાઈડ્રા સંકોચાઈને વધુ નાના થઈ જાય છે.

વૉચ-ગ્લાસમાં બરણીનું પાણી લઈ બિલોરી કાચ વડે જોતાં, હાઇડ્રા જેલી જેવા પારદર્શક જોવા મળે છે. તેમાં સૂત્રોગો વડે હલનચલન જોઈ શકાય છે.
નિર્ણયઃ હાઈડ્રા નીચલી કક્ષાનું, સંવેદનશીલ સૂત્રાંગો ધરાવતું પ્રાણી છે.

પ્રવૃત્તિ ૩:
કોઈ ડૉક્ટર સાથે ચર્ચા કરીને જાણવાનો પ્રયત્ન કરો કે જોડિયાં બાળકો કેવી રીતે પેદા થાય છે. તમારી આજુબાજુ અથવા મિત્રોમાં કોઈ જોડિયાં હોય, તો તેને શોધો. તપાસ કરો કે તે સમાન દેખાતા (આઈડેન્ટિકલ) છે કે સમાન નહીં દેખાતા (નોન-આઇડેન્ટિકલ). તે પણ તપાસ કરો કે, આઈડેન્ટિકલ વિન્સ હંમેશાં એક જ જાતિના કેમ હોય છે? જો તમે જોડિયાંની કોઈ વાર્તા જાણતા હોય તો તેને તમારા શબ્દોમાં લખો.
ઉત્તર:
સ્ત્રી પ્રજનનાંગ વિશેષજ્ઞ (ગાયનેકોલૉજિસ્ટ) દ્વારા મળેલી માહિતી મુજબ જોડિયા બાળક સર્જાવાં માટે બે કારણો હોઈ શકે છેઃ –

(1) કોઈક કારણસર સ્ત્રીમાં અંડપિંડ એકના બદલે બે અંડકોષ મુક્ત કરે અને બંને અંડકોષનું ફલન થઈ બે યુગ્મન બની સ્વતંત્ર રીતે વિકસે. સમાન ના દેખાતા(નોન-આઇડેન્ટિકલ)ને ડાયઝાયગોટિક વિન્સ કહે છે. તે એક જ જાતિના કે અલગ જાતિના (એક છોકરો અને એક છોકરી) હોઈ શકે છે. કારણ કે બે સ્વતંત્ર યુગ્મનજના નિર્માણ દ્વારા ઉત્પન્ન થાય છે.

અથવા

(2) એક યુગ્મનજ બન્યું હોય, પરંતુ તેના વિભાજનથી ઉત્પન્ન થતા બે કોષ છૂટા પડી સ્વતંત્ર ગર્ભ તરીકે વિકસે.
સમાન દેખાતા(આઇડેન્ટિકલ)ને મૉનોઝાયગોટિક વિન્સ કહે છે. તે એક જ યુગ્મનજમાંથી ઉત્પન્ન થાય છે. તે હંમેશાં એક જ જાતિ (બંને છોકરા અથવા બંને છોકરી) હોય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *