GSEB Solutions Class 7 Social Science Chapter 16 રાજ્ય સરકાર

   

Gujarat Board GSEB Textbook Solutions Class 7 Social Science Chapter 16 રાજ્ય સરકાર Textbook Exercise and Answers.

રાજ્ય સરકાર Class 7 GSEB Solutions Social Science Chapter 16

GSEB Class 7 Social Science રાજ્ય સરકાર Textbook Questions and Answers

1. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ

1. ગુજરાત વિધાનસભામાં સભ્યસંખ્યા ……… છે.
ઉત્તર:
182

2. રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને …………………………. કહે છે.
ઉત્તર:
વિધાનપરિષદ

3. ગુજરાતના વિધાનસભા ભવનનું નામ …………………………….. છે.
ઉત્તર:
વિઠ્ઠલભાઈ પટેલ ભવન

4. વિધાનસભાની ચૂંટણી દર …………………………….. વર્ષે થાય છે.
ઉત્તર:
પાંચ

5. દર્દીને તાત્કાલિક સેવા મળે તે માટે ગુજરાતમાં …………………………………. યોજના છે.
ઉત્તર:
108ની

GSEB Solutions Class 7 Social Science Chapter 16 રાજ્ય સરકાર

2. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ

1. મુખ્યમંત્રી અમૃતમ્ (મા) યોજના કેન્દ્ર સરકાર ચલાવે છે. (✗)
2. દિલ્લી રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ છે.(✓)
3. વિધાનસભાને નીચલું ગૃહ પણ કહેવાય છે. (✓)
4. ઉત્તર પ્રદેશમાં વિધાનપરિષદ છે.(✓)
5. વિધાનસભા કાયમી ગૃહ છે.(✗)

3. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:

પ્રશ્ન 1.
ખરડો કાયદો ક્યારે બને છે?
ઉત્તર:
સામાન્ય કે નાણાકીય ખરડાને વિધાનસભામાં વિવિધ તબક્કાઓ(ત્રણ તબક્કાઓ)માંથી પસાર કરીને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે. રાજ્યપાલની મંજૂરી મળતાં ખરડો કાયદો બને છે.

પ્રશ્ન 2.
રાજ્ય સરકારનાં અંગો જણાવો.
ઉત્તર:
રાજ્ય સરકારનાં મુખ્ય ત્રણ અંગો છેઃ

  1. ધારાસભા,
  2. કારોબારી અને
  3. ન્યાયતંત્ર.

પ્રશ્ન 3.
મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે?
ઉત્તર:
રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક કરે છે.

પ્રશ્ન 4.
વિધાનસભામાં કોના માધ્યમથી પ્રશ્ન પુછાય છે?
ઉત્તર:
વિધાનસભામાં અધ્યક્ષ સ્પીકર)ના માધ્યમથી પ્રશ્નો છે પુછાય છે.

પ્રશ્ન 5.
રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખશાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે?
ઉત્તર:
રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખશાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ રાજ્યપાલ સંભાળે છે.

4. ટૂંક નોંધ લખોઃ

પ્રશ્ન 1.
રાજ્યપાલનાં કાર્યો
ઉત્તર:
રાજ્યપાલનાં મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે:

  • તેઓ રાજ્યની વિધાનસભાના બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે.
  • તેઓ મુખ્યમંત્રીની સલાહ પ્રમાણે પ્રધાનમંડળના મંત્રીઓની નિમણૂક કરે છે.
  • તેઓ વિધાનસભાની બેઠક બોલાવે છે અને જરૂર પડે વિધાનસભાને વિખેરી નાખે છે. રાજ્યપાલ જરૂર પડે વટહુકમ બહાર પાડે છે.
  • તેઓ રાજ્યના ઍડ્વોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કરે છે.
  • તેઓ વિધાનસભામાં પસાર કરેલા ખરડા પર સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ આપે છે.
  • તેઓ તટસ્થ અને નિષ્પક્ષ રહી રાજ્યના વહીવટનું ધ્યાન રાખે છે.
  • તેઓ રાજ્ય સરકારની કામગીરી વિશે રાષ્ટ્રપ્રમુખને વાકેફ રાખે છે.
  • રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન સ્થપાય તો તેઓ ? રાષ્ટ્રપ્રમુખના પ્રતિનિધિ તરીકે રાજ્યનો વહીવટ સંભાળે છે.

GSEB Solutions Class 7 Social Science Chapter 16 રાજ્ય સરકાર

પ્રશ્ન 2.
જાહેર સ્વાથ્ય સેવાઓ
ઉત્તર:
રાજ્યનાં જાહેર આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક સારવાર કેન્દ્રો 3 (PHC),ગ્રામીણ ક્ષેત્રોમાં આરોગ્ય પેટા કેન્દ્રો, મોટાં શહેરોમાં આવેલી સિવિલ હૉસ્પિટલો, બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણ કાર્યક્રમો, સ્વચ્છતા અભિયાન, પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ, પર્યાવરણ જતનના કાર્યક્રમો, કુટુંબકલ્યાણના કાર્યક્રમો વગેરે દ્વારા જાહેર સ્વાથ્ય સેવાઓ રાજ્યના નાગરિકોને પૂરી પાડવામાં આવે છે. ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ પર અંકુશ, નશીલી દવાઓ પર નિયંત્રણ, જીવલેણ રોગો સામે રક્ષણ અને તેના નિવારણના ઉપાયો વગેરેને લીધે રાજ્યના લોકોની સુખાકારી વધે છે. તાત્કાલિક સારવારની સેવાઓ માટે સમગ્ર રાજ્યમાં 108ની સુવિધા ઉપલબ્ધ છે.

પ્રશ્ન 3.
મુખ્યમંત્રીનાં કાર્યો
ઉત્તર:
મુખ્યમંત્રીનાં મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે:

  • તે મંત્રીમંડળની બેઠકો બોલાવે છે.
  • તે દરેક મંત્રીનાં કાર્યો પર દેખરેખ રાખે છે.
  • તે જરૂર પડે મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડે છે.
  • તે મંત્રીમંડળે લીધેલા નિર્ણયોની જાણકારી રાજ્યપાલને આપે છે.
  • તે મંત્રીમંડળના મંત્રીઓને જુદાં જુદાં વહીવટી ખાતાંઓની વહેંચણી કરે છે.
  • તે આવશ્યતા અનુસાર તે પોતાને યોગ્ય લાગે તેમ મંત્રીમંડળની પુનરચના કરે છે.
  • તે વિધાનસભામાં નાણામંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરાવે છે.
  • તે રાજ્યના નાગરિકોના કલ્યાણ, સુખાકારી અને વિકાસ માટે સતત કાર્યશીલ રહે છે.
  • તે સરકારની નીતિઓના ઉદ્ઘોષક, પથદર્શક અને સુકાની તરીકેની ફરજો બજાવે છે.

પ્રશ્ન 4.
વિધાનસભાની રચના
ઉત્તર :
GSEB Solutions Class 7 Social Science Chapter 16 રાજ્ય સરકાર 1
રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ વિધાનસભા’ કહેવાય છે. બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા 60થી ઓછી અને 500થી વધારે હોઈ શકે નહિ. વિધાનસભાની રચના રાજ્યના નાગરિકો દ્વારા પ્રત્યક્ષ રીતે ચૂંટાયેલા સભ્યોથી થાય છે. રાજ્યના વિસ્તારોને જુદા જુદા મતવિભાગોમાં વહેંચવામાં આવે છે. દરેક મતવિસ્તારમાંથી એક સભ્ય ચૂંટાય છે. હાલમાં ગુજરાત રાજ્યની વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. દરેક રાજ્યની વિધાનસભાની સભ્ય સંખ્યા રાજ્યની વસ્તીના ધોરણે નક્કી થાય છે. વિધાનસભાના સભ્યોને રાજ્યના 18 કે તેથી વધુ ઉંમરના નોંધાયેલા મતદારો ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટે છે.

ચૂંટાયેલા સભ્ય ધારાસભ્ય કે વિધાનસભ્ય કહેવાય છે. અંગ્રેજીમાં તે એમ.એલ.એ.(મેમ્બર ઑફ લેજિસ્લેટિવ એસેમ્બલી)ના નામથી ઓળખાય છે. વિધાનસભાની મુદત પાંચ વર્ષની હોય છે. તેની મુદત પૂરી થતાં તેનું વિસર્જન થાય છે. કેટલીક અસામાન્ય પરિસ્થિતિઓમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે તેમ ન હોય કે સરકારની રચના થઈ શકે તેમ ન હોય ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપ્રમુખ રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખશાસન” લાદે છે. તે સમય દરમિયાન રાજ્યપાલ રાજ્યનો વહીવટ સંભાળે છે. આ પ્રમાણે રચાયેલી વિધાનસભા તેના સભ્યોમાંથી અધ્યક્ષ (સ્પીકર) અને ઉપાધ્યક્ષ(ડેપ્યુટિ સ્પીકર)ને ચૂંટી કાઢે છે.

5. નીચેના પ્રશ્નોના ઉત્તર ત્રણ-ચાર વાક્યોમાં આપો:

પ્રશ્ન 1.
રાજ્ય સરકારનાં કાર્યો જણાવો.
ઉત્તરઃ
રાજ્ય સરકારનાં મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે:

  1. તે લોકકલ્યાણ સાધે છે.
  2. રાજ્યના લોકોની પાયાની જરૂરિયાતો વીજળી, પાકા રસ્તા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાથ્ય વગેરેને લગતાં કાર્યો તે કરે છે.
  3. તે સસ્તા અનાજની દુકાનો મારફત ખાદ્યસામગ્રીનું વિતરણ કરે છે.
  4. પૂર, અતિવૃષ્ટિ, દુષ્કાળ, ધરતીકંપ, વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓ વખતે તે લોકોને તાત્કાલિક મદદ પૂરી પાડે છે.
  5. તે રાજ્યમાં લોકોને ન્યાયની વ્યવસ્થા, વાહનવ્યવહાર, શિક્ષણસંસ્થાઓ, હૉસ્પિટલો વગેરેની સુવિધાઓ પૂરી પાડે છે.
  6. તે રાજ્યમાં કાયદો, શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અગત્યની ભૂમિકા ભજવે છે.

પ્રશ્ન 2.
નાગરિકોના સ્વાથ્ય માટે રાજ્ય સરકાર કયાં કાર્યો કરે છે?
ઉત્તર:
રાજ્યના નાગરિકોના સારા સ્વાથ્ય માટે રાજ્ય સરકાર નીચે દર્શાવેલાં આરોગ્યવિષયક કાર્યો કરે છે :

  1. તે સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજનું વિતરણ કરે છે.
  2. તે ઓરી, અછબડા, પોલિયો વગેરે રોગોના નિયંત્રણ માટે રસીકરણના કાર્યક્રમોનું આયોજન કરે છે.
  3. તે દારૂબંધી અને ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ પર નિયંત્રણ મૂકે છે.
  4. તે તાત્કાલિક સેવાઓ માટે 108ની યોજના ચલાવે છે.
  5. તે સ્વચ્છતા અભિયાન અને શૌચાલય યોજનાનું સંચાલન કરે છે.
  6. તે જનઔષધિ કેન્દ્રો મારફતે સામાન્ય દવાઓ(Generic drugs)નું સસ્તા દરે વિતરણ કરે છે.
  7. મલેરિયા, કમળો, કોઢ, અંધત્વ, મધુપ્રમેહ, ક્ષય, કેન્સર વગેરે રોગો પર નિયંત્રણ લાવવા તે આરોગ્ય સેવાઓનું આયોજન કરે છે.

પ્રશ્ન 3.
વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાતો જણાવો.
ઉત્તર:
વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાતો નીચે પ્રમાણે છે:

  • તે ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
  • તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહિ.
  • તે વ્યક્તિ નાદાર, અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહિ.

GSEB Solutions Class 7 Social Science Chapter 16 રાજ્ય સરકાર

પ્રશ્ન 4.
રાજ્યની કારોબારીની રચના કઈ રીતે થાય છે?
ઉત્તરઃ
રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ (ગવર્નર), મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે. રાજ્યપાલ વિધાનસભાના બહુમતી પક્ષના નેતાને મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે. મુખ્યમંત્રીની ભલામણ પ્રમાણે રાજ્યપાલ મંત્રીમંડળના સભ્યોની નિમણૂક કરે છે. આ રીતે રાજ્યની કારોબારીની રચના થાય છે. મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામ કરતા વહીવટી અધિકારીઓનો પણ કારોબારીમાં સમાવેશ થાય છે. મંત્રીમંડળને રાજકીય કારોબારી’ અને વહીવટી અધિકારીઓને “વહીવટી કારોબારી’ કહેવામાં આવે છે.

પ્રશ્ન 5.
રાજ્યની કારોબારીની ફરજો લખો.
અથવા રાજ્યની કારોબારીનાં કાર્યો જણાવો.
ઉત્તરઃ
રાજ્યની કારોબારીની મુખ્ય ફરજો (કારોબારીનાં કાર્યો) નીચે પ્રમાણે છે :

  • તે વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો રાજ્યમાં અમલ કરાવે છે.
  • તે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે છે.
  • તે રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવા પ્રયત્ન કરે છે.
  • તે રાજ્યના નાગરિકોની ગરીબી અને બેકારી દૂર કરવા માટે આયોજન તૈયાર કરે છે.
  • તે રાજ્યમાં શિક્ષણ, સ્વાચ્ય, વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર, વીજળી વગેરે સેવાઓ પૂરી પાડે છે.
  • તે નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે તેનું આયોજન કરે છે.
  • તે સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે તેની કાળજી રાખે છે.
  • તે પ્રજા-કલ્યાણનાં કાર્યો કરે છે.
  • તે વિધાનસભામાં ખરડા દાખલ કરે છે અને તેમને કાયદાનું સ્વરૂપ અપાવે છે.
  • નાણામંત્રી રાજ્યનું અંદાજપત્ર તૈયાર કરે છે અને તેને વિધાનસભામાં પસાર કરાવી, તે મુજબ રાજ્યનાં નાણાંનો વહીવટ કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *