GSEB Solutions Class 7 Social Science Chapter 13 આપત્તિ-વ્યવસ્થાપન

Gujarat Board GSEB Textbook Solutions Class 7 Social Science Chapter 13 આપત્તિ-વ્યવસ્થાપન Textbook Exercise and Answers.

આપત્તિ-વ્યવસ્થાપન Class 7 GSEB Solutions Social Science Chapter 13

GSEB Class 7 Social Science આપત્તિ-વ્યવસ્થાપન Textbook Questions and Answers

1. ખાલી જગ્યાઓ પૂરો :

1. આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે ……………………………………… નામે ઓળખાય છે.
ઉત્તર:
પ્રકોપ

2. પ્રચંડ વાતાવરણીય તોફાનોને વાવાઝોડું કે …………………………………. નામે ઓળખાય છે.
ઉત્તર:
ચક્રવાત

GSEB Solutions Class 7 Social Science Chapter 13 આપત્તિ-વ્યવસ્થાપન

૩. સાગરના તળિયે થતા ભૂકંપોથી ઉદ્ભવતાં વિનાશકારી મોજાં ……………………………. નામે ઓળખાય છે.
ઉત્તર:
સુનામી

2. યોગ્ય રીતે જોડકાં જોડો:

‘અ’ ‘બ’
(1) ભૂકંપ (1) આગાહી કરી શકાય છે.
(2) પૂર (2) આગાહી કરવી શક્ય નથી.

ઉત્તર:

‘અ’ ‘બ’
(1) ભૂકંપ (2) આગાહી કરવી શક્ય નથી.
(2) પૂર (1) આગાહી કરી શકાય છે.

3. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :

પ્રશ્ન 1.
કુદરતી આપત્તિનાં કોઈ પણ ચાર નામ લખો.
ઉત્તર:
કુદરતી આપત્તિઓ : ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી અને વાવાઝોડું.

પ્રશ્ન 2.
વાવાઝોડું એટલે શું?
ઉત્તર:
વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાથી ઉદ્ભવતાં પ્રચંડ વિનાશકારી વાતાવરણીય તોફાનને વાવાઝોડું (ચક્રવાત) કહે છે.

GSEB Solutions Class 7 Social Science Chapter 13 આપત્તિ-વ્યવસ્થાપન

પ્રશ્ન 3.
પૂર આવવા માટે કયાં કયાં કારણો જવાબદાર છે?
ઉત્તર:
પૂર આવવા માટે મુખ્યત્વે અતિવૃષ્ટિ કે એકધારો વરસાદ તેમજ કુદરતી ઢોળાવને અવગણી કરાયેલ બાંધકામ, કુદરતી જલનિકાલના માર્ગોમાં અવરોધ વગેરે માનવસર્જિત કારણો પણ જવાબદાર છે.
[આ ઉપરાંત, પૂર આવવા માટે વર્ષાઋતુમાં નદીના ઉપરવાસમાં થતો ભારે વરસાદ, નદી પરના બંધનું તૂટવું, હિમક્ષેત્રમાં બરફ પીગળવો વગેરે કારણો પણ જવાબદાર છે.]

4. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ?
ઉત્તર:
ભૂકંપ સમયે નીચે પ્રમાણેની સાવચેતી રાખવી જોઈએ :

 • તમે શાળામાં હો તો વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું.
 • વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું.
 • માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો પરથી કે ટેલિવિઝનથી આવતા સમાચારો સાંભળવા.
 • ભૂકંપ સમયે ગભરાઈ ન જવું. બૂમાબૂમ કે નાસભાગ ન કરવી.
 • બહુમાળી મકાનોમાંથી નીચે ઊતરવા માટે લિફ્ટનો ઉપયોગ ન કરવો.
 • ખાતરી કર્યા વિના ઘરમાં વીજળી, ગૅસ વગેરે ચાલુ ન કરવાં, ગૅસ ગળતરને લીધે વિસ્ફોટ થઈ શકે છે.
 • અફવાઓથી દોરવાવું નહિ.

પ્રશ્ન 2.
આપત્તિની અસરો જણાવો.
ઉત્તર:
આપત્તિની મુખ્ય અસરો નીચે પ્રમાણે છે :

 • ભૂકંપ, પૂર, સુનામી, વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓમાં સ્થાવર અને જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે કે નાશ પામે છે.
 • આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં રસ્તાઓ, મકાનો, પુલો, જાહેર સગવડની ઇમારતો વગેરેને મોટી ક્ષતિ પહોંચે છે. તેમનું પુનઃનિર્માણ કરતાં વર્ષો લાગે છે તેમજ ખર્ચનું ફરીથી આયોજન કે કરવું પડે છે.
 • આપત્તિમાં સ્વજનો ગુમાવવાથી કુટુંબીજનો ભારે શોક, આઘાત અને હતાશા અનુભવે છે. તેઓ માનસિક સ્વસ્થતા ગુમાવે છે.
 • જે કુટુંબોએ કમાવનાર વ્યક્તિઓ ગુમાવ્યા હોય તેમની આર્થિક સ્થિતિ કફોડી બને છે.
 • નિર્દોષ બાળકો અને સ્ત્રી-પુરુષોનું અકાળે અવસાન થાય છે. કેટલાય લોકો કાયમી વિકલાંગ બને છે તેમજ તેમના પુનર્વસનની સમસ્યા ભારે વિકટ બને છે.
 • રાબેતા મુજબનું જીવન ખોરવાઈ જતાં સામાન્ય લોકોને અનેક મુશ્કેલીઓ અને હાડમારીઓ વેઠવી પડે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *