GSEB Solutions Class 7 Science Chapter 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત

Gujarat Board GSEB Solutions Class 7 Science Chapter 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત Textbook Questions and Answers, Textbook Activities Pdf.

પવન, વાવાઝોડું અને ચક્રવાત Class 7 GSEB Solutions Science Chapter 8

GSEB Class 7 Science પવન, વાવાઝોડું અને ચક્રવાત Textbook Questions and Answers

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
નીચેનાં વાક્યોમાં ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
પવન એ …….. હવા છે.
ઉત્તરઃ
ગતિશીલ

પ્રશ્ન 2.
પવનની ઉત્પત્તિનું કારણ પૃથ્વીની સપાટીની ……. ગરમ થવાની ઘટના છે.
ઉત્તરઃ
અસમાન

GSEB Solutions Class 7 Science Chapter 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત

પ્રશ્ન 3.
પૃથ્વીની સપાટી નજીક ………. હવા ઉપર ચડે છે, જ્યારે ……….. હવા નીચે આવે છે.
ઉત્તરઃ
ગરમ, ઠંડી

પ્રશ્ન 4.
હવાનો પ્રવાહ દબાણવાળા વિસ્તારથી દબાણવાળા વિસ્તાર તરફ હોય છે.
ઉત્તરઃ
ઊંચા, નીચા

પ્રશ્ન 2.
આપેલા સ્થળે પવનની દિશા જાણવા માટેની બે પદ્ધતિઓ જણાવો.
ઉત્તરઃ
આપેલા સ્થળે પવનની દિશા જાણવાની બે પદ્ધતિઓ નીચે મુજબ છે:

  1. મુઠ્ઠીમાં ધૂળ લઈ ધીમે ધીમે નીચે પડવા દેવાથી ધૂળ જે દિશામાં જાય તે પવનની દિશા છે એમ કહી શકાય.
  2. વિન્ડવૅન કે વિન્ડકૉક સાધનની મદદથી પવનની દિશા જાણી શકાય છે.

પ્રશ્ન 3.
પુસ્તકમાં આપેલાં ઉદાહરણો સિવાય બીજા બે તમારા અનુભવો જણાવો કે જે દર્શાવે કે હવા દબાણ કરે છે.
ઉત્તર:
હવા દબાણ કરે છે તેનો અનુભવ કરાવતી ઘટનાઓ:

  1. ઠંડાં પીણાંને સ્ટ્રોં વડે પી શકાય છે. અહીં સ્ટ્રૉ વડે હવા ખેંચવાથીસ્ટ્રૉમાં હવાનું દબાણ ઘટી જાય છે. આથી બૉટલમાંથી સ્ટ્રૉમાં પ્રવાહી ઊંચે ચડે છે.
  2. કાચની પોલી નળીને પાણીમાં અડધી ડુબાડી નળીના ઉપરના ખુલ્લા છેડા પર આંગળી દબાવી નળીને પાણીની બહાર કાઢવા છતાં નળીમાંથી પાણી નીચે પડતું નથી.

પ્રશ્ન 4.
તમે ઘર ખરીદવા માગો છો. શું તમે બારીઓ ધરાવતું પરંતુ વેન્ટિલેટર (હવાબારી) વગરનું ઘર ખરીદશો? તમારો જવાબ સમજાવો.
ઉત્તરઃ
ના, આવું ઘર ખરીદવું આરોગ્ય માટે યોગ્ય નથી.
કારણઃ ઘરમાં ચોખ્ખી હવા બારીમાંથી દાખલ થાય છે. ગરમ હવા ઘરના ઉપરના ભાગમાં આવેલા વેન્ટિલેટર દ્વારા બહાર નીકળી જાય છે અને તેની જગ્યા લેવા બારીમાંથી હવા ઘરમાં દાખલ થાય છે. આમ થતાં હવાની અવરજવર ચાલુ રહે છે. આમ, ઘરમાં બારી અને વેન્ટિલેટર બંનેનું હોવું જરૂરી છે.

પ્રશ્ન 5.
લટકતાં જાહેરાતનાં કપડાં કે પ્લાસ્ટિકનાં બૅનરો તથા જાહેરાતનાં હૉડિંગ પર કાણાં શા માટે પાડવામાં આવે છે?
ઉત્તરઃ
હવા દબાણ કરે છે. આ દબાણને લીધે જાહેરાતનાં કપડાં કે પ્લાસ્ટિકનાં બૅનરો તથા હૉર્ડિંગ પવન આવવાથી ધ્રૂજે છે અને કપડું કે બૅનર ફાટી જાય છે. જો તેમનાં પર કાણાં પાડવામાં આવે, તો તેમાંથી હવા પસાર થાય છે. આથી હવાના દબાણની અસર થતી નથી. પરિણામે જાહેરાતનાં કપડાં કે પ્લાસ્ટિકના બૅનરો તથા : જાહેરાતના હૉડિંગ ફાટી જતાં નથી.

GSEB Solutions Class 7 Science Chapter 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત

પ્રશ્ન 6.
તમારા ગામ / શહેરમાં ચક્રવાત ચાલી રહ્યો હોય ત્યારે તમારા પડોશીને તમે કેવી રીતે મદદ કરશો?
ઉત્તર:
ચક્રવાત ચાલી રહ્યો હોય ત્યારે પડોશીને નીચે મુજબ મદદ કરીશું:

  1. દૂરદર્શન, રેડિયો અને સમાચારપત્રોના માધ્યમ દ્વારા અપાતી ચેતવણીથી તેમને માહિતગાર કરીશું.
  2. ચક્રવાત વખતે પડોશીને પોલીસ, ફાયરબ્રિગેડ અને મેડિકલની જરૂર હોય તો મદદ કરીશું.
  3. આવી પરિસ્થિતિમાં બિનજરૂરી બહાર ન નીકળવા સમજાવીશું.
  4. ઘરગથ્થુ જરૂરી વસ્તુઓ સહીસલામત જગ્યાએ ખસેડવા મદદ કરીશું.

પ્રશ્ન 7.
ચક્રવાત વડે ઉભવતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે કયાં આયોજનો જરૂરી છે?
ઉત્તરઃ
ચક્રવાત વડે ઉદ્ભવતી પરિસ્થિતિને પહોંચી વળવા નીચેનાં આયોજનો કરવાં જરૂરી છે:

  1. આપણે અનિવાર્ય ઘરેલું સામાન, પાલતુ જાનવરો અને વાહનોને સુરક્ષિત સ્થાને પહોંચાડવા માટે પ્રબંધ કરવો જોઈએ.
  2. જરૂરી ગૃહોપયોગી વસ્તુઓ પૅક કરી તૈયાર રાખવી.
  3. આકસ્મિક સેવાઓ જેવી કે પોલીસ, ફાયરબ્રિગેડ અને મેડિકલ સેન્ટરના નંબરની માહિતી સાથે રાખવી.
  4. જરૂરી પાણીનો, ખાવાની વસ્તુઓનો સંગ્રહ કરી રાખવો.
  5. ઇલેક્ટ્રિક સાધનોનાં જોડાણ છોડી નાખવાં.
  6. અજાણ્યા ભરાયેલા પાણીમાં વાહન ચલાવવું નહિ.

પ્રશ્ન 8.
નીચે આપેલાં સ્થળોમાંથી કયાં સ્થળોએ ચક્રવાત આવવાની સંભાવના હોતી નથી?
(1) ચેન્નઈ
(2) મંગલૂરુ (મંગલોર)
(3) અમૃતસર
(4) પુરી
ઉત્તર:
(3) અમૃતસર

પ્રશ્ન 9.
નીચે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન સત્ય છે?
(1) શિયાળામાં પવન જમીનથી સમુદ્ર તરફ વહે છે.
(2) ઉનાળામાં પવન જમીનથી સમુદ્ર તરફ વહે છે.
(૩) ખૂબ જ ઊંચું દબાણ અને તેની આસપાસ હવાના ઝડપથી ભ્રમણને લીધે ચક્રવાત સર્જાય છે.
(4) ભારતના દરિયાકાંઠા પર ચક્રવાત આવવાની સંભાવના નથી.
ઉત્તરઃ
(1) શિયાળામાં પવન જમીનથી સમુદ્ર તરફ વહે છે.

GSEB Class 7 Science પવન, વાવાઝોડું અને ચક્રવાત Textbook Activities

પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ

પ્રવૃત્તિ 1:
હવા દબાણ કરે છે તે સાબિત કરવું.
સાધન-સામગ્રીઃ ઢાંકણા સાથેનો ટિનનો (પતરાનો) ડબો, બન્સન બર્નર, ત્રિપાઈ, તારની જાળી, પાણી.
આકૃતિ:
GSEB Solutions Class 7 Science Chapter 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત 3

પદ્ધતિઃ

  1. ઢાંકણા સાથેનો ટિનનો (પતરાનો) ડબો લો.
    ઢાંકણું ખોલી દો. હવે તેમાં અડધા ભાગ સુધી પાણી ભરો.
  2. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડબાને બન્સન બર્નર વડે ગરમ કરો.
  3. ડબામાંથી પાણીની વરાળ બહાર નીકળે ત્યારે ડબાને નીચે ઉતારી તરત જ કાળજીપૂર્વક ડબાનું ઢાંકણું ચુસ્ત રીતે બંધ કરી દો.
  4. ડબાને ધાતુના પહોળા છીછરા પાત્રમાં મૂકો.
  5. ડબા પર ઠંડું પાણી રેડો. ડબાના આકારમાં શો ફેરફાર થાય છે તેનું અવલોકન કરો.

અવલોકનઃ ડબો કચડાઈ જાય છે અને તેનો આકાર વિકૃત બને છે.
આમ થવાનું કારણઃ ડબા પર ઠંડું પાણી રેડતાં ડબાની અંદર રહેલી પાણીની વરાળ ઠંડી પડી પાણીમાં રૂપાંતર પામે છે. પાણીની વરાળ કરતાં બનેલું પાણી ઓછી જગ્યા રોકે છે. આથી ડબાની અંદરની હવાનું દબાણ ઘટી જાય છે. ડબાની બહારના ભાગનું હવાનું દબાણ વધારે હોવાથી ડબાના કચડાઈ જવાનું કારણ બને છે.
નિર્ણયઃ હવા દબાણ કરે છે.

GSEB Solutions Class 7 Science Chapter 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત

પ્રવૃત્તિ 2:
પવનની ઝડપ વધવાને લીધે ત્યાં હવાનું દબાણ ઘટે છે તે દર્શાવવું.
સાધન-સામગ્રી સાંકડા મોંવાળી બૉટલ, કાગળના ટુકડાનો ડૂચો.

પદ્ધતિઃ

  1. સાંકડા મોંવાળી ખાલી બૉટલ લો.
  2. બૉટલના મુખના કદ કરતાં નાના કદનો કાગળનો ડૂચાનો દડો બનાવો.
    GSEB Solutions Class 7 Science Chapter 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત 2
  3. બૉટલને તેની બાજુમાંથી પકડી આડી રાખો જેથી બૉટલનું મુખ તમારી તરફ રહે.
  4. તમે બનાવેલ કાગળના ડૂચાનો દડો બૉટલના મુખ પર મૂકો.
  5. હવે તેને ફૂંક મારીને બૉટલમાં અંદરની તરફ ધકેલવાનો પ્રયત્ન કરો. તમારું અવલોકન જણાવો.
  6. જુદાં કદની બૉટલો માટે ઉપરોક્ત પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો.

અવલોકન: કાગળનો દડો બૉટલમાં ધકેલી શકાતો નથી.
આમ થવાનું કારણઃ ફૂંક મારવાથી પવનનો વેગ વધે છે. આથી કાગળના દડા પર હવાનું દબાણ ઘટે છે. બૉટલમાં હવાનું દબાણ વધારે હોવાથી કાગળના દડા પર હવા બહારની તરફ ધક્કો પેદા કરે છે. આથી કાગળનો દડો બૉટલમાં અંદર ધકેલાતો નથી, પરંતુ બહાર નીકળી જાય છે.
નિર્ણયઃ પવનની ઝડપ વધવાને લીધે ત્યાં હવાનું દબાણ ઘટે છે.

પ્રવૃત્તિ ૩:
પવનની ઝડપ વધવાને લીધે ત્યાં હવાનું દબાણ ઘટે છે તે દર્શાવવું. સાધન-સામગ્રી સમાન કદના બે ફુગ્ગા, પાણી, પાતળી લાકડી.

પદ્ધતિઃ

  1. લગભગ સમાન કદના બે ફુગ્ગા લો.
  2. બંનેમાં થોડું પાણી ભરો.
    GSEB Solutions Class 7 Science Chapter 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત 1
  3. બંને ફુગ્ગાને લગભગ સમાન કદમાં ફુલાવીને તે દરેકની સાથે દોરી બાંધો.
  4. હવે પાતળી લાકડી પર બંને ફુગ્ગાને એવી રીતે બાંધો કે જેથી તેમની વચ્ચે આશરે 8થી 10 સેમીનું અંતર રહે.
  5. હવે બંને ફુગ્ગાની વચ્ચેના ભાગમાં ફૂંક મારો. શું થાય છે તેનું અવલોકન કરો.

અવલોકનઃ બે ફુગ્ગાના વચ્ચેના ભાગમાં ફૂંક મારવાથી તેઓ એકબીજાની નજીક આવે છે.
આમ થવાનું કારણ: બે ફુગ્ગાના વચ્ચેના ભાગમાં ફૂંક મારવાથી વચ્ચેની જગ્યામાં હવાનું દબાણ ઘટે છે. આથી બે ફુગ્ગા વચ્ચેની જગ્યામાં ધકેલાતાં એકબીજાની નજીક આવે છે.
નિર્ણયઃ પવનની ઝડપ વધવાને લીધે ત્યાં હવાનું દબાણ ઘટે છે.

પ્રવૃત્તિ 4:
પવનની ઝડપ વધવાને લીધે ત્યાં હવાનું દબાણ ઘટે છે તે દર્શાવવું.
સાધન-સામગ્રીઃ 20 સેમી લાંબી અને 3 સેમી પહોળી કાગળની પટ્ટી.

પદ્ધતિઃ

  1. 20 સેમી લાંબી અને 3 સેમી પહોળી કાગળની પટ્ટી લો.
  2. તેને તમારા હાથના અંગૂઠા તથા પહેલી આંગળી વચ્ચે પકડો.
    GSEB Solutions Class 7 Science Chapter 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત 4
  3. હવે કાગળની પટ્ટીની ઉપરના ભાગમાં ફૂંક મારો. શું થાય છે તેનું અવલોકન કરો.

અવલોકન: પટ્ટી ઉપર ઊંચકાઈ જાય છે.
આમ થવાનું કારણ: પટ્ટીની ઉપરના ભાગમાં ફૂંક મારવાથી ત્યાં હવાનું દબાણ ઘટે છે. આથી પટ્ટી તે તરફ ઊંચકાય છે.
નિર્ણયઃ પવનની ઝડપ વધવાને લીધે ત્યાં હવાનું દબાણ ઘટે છે.

GSEB Solutions Class 7 Science Chapter 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત

પ્રવૃત્તિ 5:
હવા ગરમ થવાથી તેનું કદ વધે છે અને ઠંડી પડવાથી તેનું કદ ઘટે છે તે દર્શાવવું.
સાધન-સામગ્રી કસનળી, રબરનો ફુગ્ગો, બેબીકર, ઘેરી.
GSEB Solutions Class 7 Science Chapter 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત 5

પદ્ધતિઃ

  1. એક કસનળી લો.
  2. તેના મોંઢા પર રબરના ફુગ્ગાને સહેજ ખેંચીને બાંધી દો.
  3. બીકરમાં ગરમ પાણી પાણીમાં મરો. તેમાં કસનળીને મૂકો.
  4. બે કે ત્રણ મિનિટ સુધી અવલોકન કરો. ફુગ્ગાના આકારમાં કોઈ ફેરફાર થાય છે?
  5. હવે કસનળીને બીકરમાંથી બહાર કાઢી લો. તેને ઠંડી પડવા દો. શું થાય છે તે જુઓ.
  6. બીજા બકરમાં બરફનું ઠંડું પાણી લઈ તેમાં ફુગ્ગાવાળી કસનળીને બે કે ત્રણ મિનિટ સુધી મૂકી રાખો. ફુગ્ગાના આકારમાં થતા ફેરફારનું અવલોકન કરો.

અવલોકન:

  1. જ્યારે ગરમ પાણીમાં ફુગ્ગાવાળી કસનળીને મૂકવામાં આવે છે ત્યારે ફુગ્ગો ફૂલે છે.
  2. ગરમ પાણીમાં મૂકેલી કસનળીને બહાર કાઢતાં ઠંડી પડે છે. આ વખતે ફૂલેલો ફુગ્ગો સંકોચાવા લાગે છે.
  3. બીજા બીકરના બરફના ઠંડા પાણીમાં કસનળી મૂકતાં ફુગ્ગો વધુ સંકોચાઈ જાય છે.

નિર્ણયઃ હવા ગરમ થવાથી તેનું કદ વધે છે અને ઠંડી પડવાથી તેનું કદ ઘટે છે.

પ્રવૃત્તિ 6:
ગરમ હવા ઠંડી હવાની સરખામણીમાં હલકી હોય છે તે દર્શાવવું.
સાધન-સામગ્રી: સમાન કદની કાગળની બે કોથળીઓ, લાકડાની લાંબી સળી, મીણબત્તી, દોરી.
આકૃતિ:
GSEB Solutions Class 7 Science Chapter 8 પવન, વાવાઝોડું અને ચક્રવાત 6
(આકૃતિ ગરમ હવા ઠંડી હવા કરતાં હલકી હોય છે.]

પદ્ધતિઃ

  1. સમાન કદની બે ખાલી કાગળની કોથળીઓ લો.
  2. હવે લાકડાની સળીના બને છેડા પર બે ખાલી કોથળીઓને દોરી વડે ઊંધી એવી રીતે લટકાવો કે તેમના ખુલ્લા ભાગ નીચે તરફ રહે.
  3. હવે લાકડાની સળીના મધ્ય ભાગમાં મજબૂત દોરીનો ટુકડો બાંધી આધાર સાથે લટકાવી ત્રાજવા જેવી સમતોલ સ્થિતિ તૈયાર કરો.
  4. હવે ગમે તે એક કોથળીના ખુલ્લા ભાગની નીચે સહેજ દૂર રહે તેમ સળગતી મીણબત્તી ગોઠવો. શું થાય છે તેનું અવલોકન કરો.

અવલોકન : સળગતી મીણબત્તીની ઉપરની કોથળીમાં ગરમ હવા ભરાવાથી તે કોથળીવાળું પલ્લું ઉપર ઊંચકાય છે.
આમ થવાનું કારણ : મીણબત્તી સળગવાથી ગરમ હવા કોથળીમાં ભરાય છે. બીજી કોથળીમાં ઠંડી હવા છે. ગરમ હવા ઠંડી હવા કરતાં હલકી હોવાથી ગરમ હવાવાળું ત્રાજવાનું પલ્લું હલકું બની ઉપર ઊંચકાય છે.
નિર્ણયઃ ગરમ હવા ઠંડી હવાની સરખામણીમાં હલકી હોય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *