GSEB Solutions Class 7 Science Chapter 15 પ્રકાશ

Gujarat Board GSEB Solutions Class 7 Science Chapter 15 પ્રકાશ Textbook Questions and Answers, Textbook Activities Pdf.

પ્રકાશ Class 7 GSEB Solutions Science Chapter 15

GSEB Class 7 Science પ્રકાશ Textbook Questions and Answers

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

1. ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું નથી તેને ………………….. કહે છે.
ઉત્તરઃ
આભાસી પ્રતિબિંબ

પ્રશ્ન 2.
બહિગળ ……………………… વડે રચાતું પ્રતિબિંબ હંમેશાં આભાસી અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે.
ઉત્તરઃ
અરીસા

GSEB Solutions Class 7 Science Chapter 15 પ્રકાશ

પ્રશ્ન 3.
……………………… અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશાં વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે.
ઉત્તરઃ
સમતલ

પ્રશ્ન 4.
જે પ્રતિબિંબને પડદા પર મેળવી શકાય છે, તેને …………………. પ્રતિબિંબ કહે છે.
ઉત્તરઃ
વાસ્તવિક

પ્રશ્ન 5.
અંતર્ગોળ ……………………. વડે રચાતા પ્રતિબિંબને પડદા પર ક્યારેય 11 મેળવી શકાતું નથી.
ઉત્તરઃ
લેન્સ

2. સાચા વિધાન સામે ‘T’ કરો અને ખોટા વિધાન સામે ‘F’ કરોઃ

પ્રશ્ન 1.
બહિર્ગોળ અરીસા વડે આપણે ચતું અને વિવર્ધિત પ્રતિબિંબ મેળવી શકીએ છીએ.
ઉત્તરઃ
F

GSEB Solutions Class 7 Science Chapter 15 પ્રકાશ

પ્રશ્ન 2.
અંતર્ગોળ અરીસો હંમેશાં આભાસી પ્રતિબિંબ જ રચે છે.
ઉત્તરઃ
F

પ્રશ્ન 3.
અંતર્ગોળ અરીસા વડે આપણે વાસ્તવિક, વિવર્ધિત અને ઊલટું પ્રતિબિંબ મેળવી શકીએ છીએ.
ઉત્તરઃ
T

પ્રશ્ન 4.
વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નથી.
ઉત્તરઃ
F

પ્રશ્ન 5.
અંતર્ગોળ અરીસો હંમેશાં વાસ્તવિક પ્રતિબિંબ રચે છે.
ઉત્તરઃ
T

પ્રશ્ન ૩.
કૉલમ Iમાં આપેલી વિગતોને કૉલમ II સાથે જોડોઃ
ઉત્તરઃ

કૉલમ I કૉલમ II
(1) સમતલ અરીસો (a) ઍગ્નિફાઇંગ ગ્લાસ તરીકે વપરાય છે.
(2) બહિર્ગોળ અરીસો (b) વસ્તુના પ્રતિબિંબને મોટા વિસ્તારમાં ફેલાવી શકે છે.
(3) બહિર્ગોળ લેન્સ (c) દાંતનું વિવર્ધિત પ્રતિબિંબ મેળવવા માટે દાંતના ડૉક્ટર વાપરે છે.
(4) અંતર્ગોળ અરીસો (d) પ્રતિબિંબ હંમેશાં વિવર્ધિત અને ઊલટું હોય છે.
(5) અંતગોળ લેન્સ (e) પ્રતિબિંબ ચતું અને વસ્તુ જેટલા જ પરિમાણનું હોય છે.
(f) પ્રતિબિંબ ચતું અને વસ્તુના પરિમાણ કરતાં નાનું હોય છે.

ઉત્તરઃ
(1) → (e), (2) → (b), (3) → (a), (4) → (c), (5) → (f).

GSEB Solutions Class 7 Science Chapter 15 પ્રકાશ

પ્રશ્ન 4.
સમતલ અરીસા વડે મળતાં પ્રતિબિંબની લાક્ષણિકતા આપો.
ઉત્તરઃ
સમતલ અરીસા વડે મળતાં પ્રતિબિંબની લાક્ષણિક્તાઓઃ

  1. પ્રતિબિંબ આભાસી અને ચતું હોય છે.
  2. પ્રતિબિંબ વસ્તુના પરિમાણ જેટલું જ મળે છે.
  3. પ્રતિબિંબ અરીસાની પાછળના ભાગમાં મળે છે.
  4. પ્રતિબિંબની ડાબી-જમણી બાજુ ઊલટાય છે.

પ્રશ્ન 5.
અંગ્રેજી ભાષા તથા બીજી કોઈ ભાષામાં તમને જાણીતા એવા અક્ષરો શોધો કે જેનું સમતલ અરીસામાં મળતું પ્રતિબિંબ તે અક્ષર જેવું જ હોય. તમારી શોધની ચર્ચા કરો.
ઉત્તરઃ
અંગ્રેજી ભાષાના આપેલ અક્ષરોનું સમતલ અરીસામાં પ્રતિબિંબ તે મૂળ અક્ષર જેવું જ હોય છે A, H, I, M, O, T, U, V, W, X, Y.

પ્રશ્ન 6.
આભાસી પ્રતિબિંબ એટલે શું? એવી એક પરિસ્થિતિ જણાવો જેમાં આભાસી પ્રતિબિંબ રચાતું હોય.
ઉત્તરઃ
જે પ્રતિબિંબને પડદા પર મેળવી ન શકાય તેવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે.

સમતલ અરીસો, બહિર્ગોળ અરીસો કે અંતર્ગોળ અરીસો ગમે તે હોય, પરંતુ વસ્તુ અરીસાની વધુ નજીક રાખવામાં આવે, તો તે પરિસ્થિતિમાં વસ્તુનું પ્રતિબિંબ આભાસી રચાય છે.

પ્રશ્ન 7.
બહિર્ગોળ લેન્સ તથા અંતર્ગોળ લેન્સ વચ્ચે રહેલા તફાવત આપો.
ઉત્તરઃ

બહિર્ગોળ લેન્સ અંતર્ગોળ લેન્સ
1. તેના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ જાડો હોય છે. 1. તેના કિનારીવાળા ભાગ કરતાં વચ્ચેનો ભાગ પાતળો હોય છે.
2. તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે. 2. તેના વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાતું નથી. (માત્ર નાનું પ્રતિબિંબ જ મળે છે.)
3. તેના વડે વાસ્તવિક અને આભાસી એમ બંને પ્રકારનાં પ્રતિબિંબ મેળવી શકાય છે. 3. તેના વડે ફક્ત આભાસી જ પ્રતિબિંબ મેળવી શકાય છે.

GSEB Solutions Class 7 Science Chapter 15 પ્રકાશ

પ્રશ્ન 8.
બહિર્ગોળ અરીસા તથા અંતર્ગોળ અરીસા બંને માટે એક-એક ઉપયોગ જણાવો.
ઉત્તરઃ

  1. બહિર્ગોળ અરીસાનો ઉપયોગ વાહનોમાં “સાઈડ મિરર’ તરીકે પાછળના વાહનવ્યવહારની હિલચાલ જાણવા થાય છે.
  2. અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કાર કે સ્કૂટરની હેડલાઈટમાં પરાવર્તક તરીકે થાય છે.

પ્રશ્ન 9.
કયા પ્રકારનો અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે?
ઉત્તર:
અંતર્ગોળ અરીસો વાસ્તવિક પ્રતિબિંબ આપી શકે છે.

પ્રશ્ન 10.
કયા પ્રકારનો લેન્સ હંમેશાં આભાસી પ્રતિબિંબ જ આપી શકે છે?
ઉત્તર:
અંતર્ગોળ લેન્સ હંમેશાં આભાસી પ્રતિબિંબ જ આપી શકે છે.

પ્રશ્ન 11થી 13માં સાચો વિકલ્પ પસંદ કરોઃ

પ્રશ્ન 11.
વસ્તુના પરિમાણ કરતાં મોટું અને આભાસી પ્રતિબિંબ ………………….. વડે મળે છે.
A. અંતર્ગોળ લેન્સ
B. અંતર્ગોળ અરીસા
C. બહિર્ગોળ અરીસા
D. સમતલ અરીસા
ઉત્તર:
B. અંતર્ગોળ અરીસા

GSEB Solutions Class 7 Science Chapter 15 પ્રકાશ

પ્રશ્ન 12.
ડેવિડ સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે છે. તેના પ્રતિબિંબ તથા અરીસા વચ્ચેનું અંતર 4 મીટર છે. જો તે અરીસા તરફ 1 મીટર ખસે, તો ત્યારબાદ ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર ………… થાય.
A. 3m
B. 5m
C. 6 m
D. 8 m
ઉત્તર:
C. 6 m

પ્રશ્ન 13.
મોટરકારનો “રીઅર ન્યૂ મિરર’ સમતલ અરીસો હોય છે. ડ્રાઇવર , 2 m/sની ઝડપથી કારને રિવર્સમાં લે છે. ડ્રાઇવર તેના રીઅર ન્યૂ મિરરમાં કારની પાછળ ઊભેલી ટ્રક જુએ છે, તો ડ્રાઇવરને ટ્રકનું પ્રતિબિંબ ……………….. ઝડપથી તેના તરફ આવતું જણાશે.
A. 1 m/s
B. 2 m/s
C. 4 m/s
D. 8m/s
ઉત્તરઃ
C. 4 m/s

GSEB Class 7 Science પ્રકાશ Textbook Activities

‘પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ’

પ્રવૃત્તિ 1:

સમતલ અરીસામાં થતું પ્રકાશનું પરાવર્તન દર્શાવવું.
સાધન-સામગ્રીઃ ટૉર્ચ, ત્રણ સ્લિટ ધરાવતો ચાર્ટ પેપર, લીસું લાકડાનું બોર્ડ, સમતલ અરીસો.
GSEB Solutions Class 7 Science Chapter 15 પ્રકાશ 1
પદ્ધતિઃ

  1. એક ટૉર્ચ લો.
  2. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ટૉર્ચના કાચને ત્રણ સાંકડી સ્કિટ (ખૂબ પાતળી તિરાડ) ધરાવતા ચાર્ટ પેપર વડે ઢાંકી દો.
  3. લીસા લાકડાના બોર્ડ પર ચાર્ટ પેપરના ટુકડાને પાથરી દો. તેના પર સમતલ અરીસાની પટ્ટીને ઊભી ગોઠવો.
  4. હવે ટૉર્ચને ચાલુ કરીને ત્રણેય ટિમાંથી આવતા પ્રકાશને અરીસા પર પડવા દો.
  5. ટૉર્ચને એવી રીતે ગોઠવો કે જેથી સ્લિટમાંથી આવતો પ્રકાશ પાથરેલા ચાર્ટ પેપર પર જોઈ શકાય.
  6. હવે, અરીસાને એવી રીતે ગોલ્વો કે જેથી ટૉર્ચમાંથી આવતો પ્રકાશ અરીસા પર કોઈક ખૂણો બનાવીને આપાત થાય. (જુઓ આકૃતિ)

શું અરીસો તેના પર પડતા પ્રકાશની દિશા બદલે છે?
હવે ટૉર્ચને તેની સ્થિતિમાંથી જ સહેજ આજુબાજુ હલાવો.
તમને પરાવર્તિત પ્રકાશની દિશામાં કોઈ ફેરફાર જણાય છે ખરો?

અવલોકન :
સમતલ અરીસો તેના પર પડતા પ્રકાશની દિશા બદલે છે.

નિર્ણયઃ
સમતલ અરીસા વડે પ્રકાશનું પરાવર્તન થાય છે.

GSEB Solutions Class 7 Science Chapter 15 પ્રકાશ

પ્રવૃત્તિ 2:

સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ આભાસી અને ચતું હોય છે તે દર્શાવવું.
સાધન-સામગ્રીઃ સમતલ અરીસો, મીણબત્તી, ઊભો પડદો.
GSEB Solutions Class 7 Science Chapter 15 પ્રકાશ 2
(આકૃતિ સમતલ અરીસામાં મીણબત્તીનું પ્રતિબિંબ)
પદ્ધતિઃ

  1. એક સમતલ અરીસાને ઊભો ગોઠવો.
  2. સમતલ અરીસાની સામે સળગતી મીણબત્તી સ્ટેન્ડ પર ગોઠવો. અરીસામાં મીણબત્તીની જ્યોતને જોવાનો પ્રયત્ન કરો. પ્રતિબિંબ સીધું (ચ) મળે છે. તેનું પરિમાણ વસ્તુ જેટલું જ હોય છે.
  3. હવે, અરીસાની સામે મીણબત્તીને જુદા જુદા સ્થાને ગોઠવો. પ્રત્યેક કિસ્સામાં તેના પ્રતિબિંબનું અવલોકન કરો.
  4. હવે, અરીસાની પાછળના ભાગમાં ઊભો પડદો ગોઠવો. પડદા પર મીણબત્તીનું પ્રતિબિંબ મેળવવા પ્રયત્ન કરો. તમને પડદા પર પ્રતિબિંબ મળે છે? હવે પડદાને અરીસાની આગળના ભાગમાં ગોઠવો.

શું હવે તમને પડદા પર પ્રતિબિંબ મળ્યું?

અવલોકનઃ
સમતલ અરીસામાં પ્રતિબિંબ ચતું અને વસ્તુના પરિમાણ જેટલું જ હોય છે. કોઈ પણ કિસ્સામાં પડદા પર મીણબત્તીનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી.

નિર્ણયઃ
સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ આભાસી, ચતું તેમજ વસ્તુના પરિમાણ જેવડું હોય છે.

પ્રવૃત્તિ 3:

સમતલ અરીસામાં વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર વચ્ચેનો
સંબંધ મેળવો. સાધન-સામગ્રી: એસબોર્ડ, સમતલ અરીસો, શાર્પનર.
GSEB Solutions Class 7 Science Chapter 15 પ્રકાશ 3
[આકૃતિઃ સમતલ અરીસામાં પ્રતિબિંબનું સ્થાન શોધવું.]
પદ્ધતિઃ

  1. એક ચેસ રમવા માટેનું ચેસબોર્ડ લો.
  2. તેની મધ્યમાં રહેલી લીટીને જાડી કરો.
  3. આ જાડી લીટી પર સમતલ અરીસાને ઊભો ગોઠવો.
  4. હવે, કંપાસપેટીમાં રહેલા પેન્સિલ છોલવા માટેના સંચાલશાર્પનર)ને અરીસાથી ગણતરી કરવા ત્રીજા ચોરસની ધાર પર ગોઠવો.
  5. અરીસામાં દેખાતા શાર્પનરના પ્રતિબિંબને જુઓ.
  6. હવે, શાર્પનરને અરીસાથી દૂર ચોથા ખાનાની ધાર પર ગોઠ્ઠીને તેના પ્રતિબિંબને જુઓ. તમારાં અવલોકનોની નોંધ કરો.

GSEB Solutions Class 7 Science Chapter 15 પ્રકાશ

અવલોકનઃ
વસ્તુ અરીસાથી જેટલા અંતરે છે, તેટલા જ અંતરે વસ્તુનું અરીસામાં પ્રતિબિંબ મળે છે.

નિર્ણયઃ
સમતલ અરીસામાં વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સમાન હોય છે.

પ્રવૃત્તિ 4:

સમતલ અરીસામાં વસ્તુના રચાતાં પ્રતિબિંબમાં બાજુઓ ડાબી જમણી ઊલટાય છે તે દર્શાવવું.
સાધન-સામગ્રીઃ ડ્રેસિંગ રૂમનો સમતલ અરીસો.
GSEB Solutions Class 7 Science Chapter 15 પ્રકાશ 4
પદ્ધતિઃ

  1. સમતલ અરીસાની નજીક છે, તેની સામેના ભાગમાં ઊભા રહીને તમારું પોતાનું પ્રતિબિંબ જુઓ.
  2. હવે, તમારો ડાબો હાથ ઊંચો કરો. તમારા પ્રતિબિંબનો કયો હાથ ઊંચો થયેલો દેખાય છે? (આકૃતિ જુઓ)
  3. હવે, તમારા જમણા કાનનો એ સમતલ અરીસામાં તમારા સ્પર્શ કરો, તો પ્રતિબિંબમાં તમારા કયા કાનનો સ્પર્શ થતો દેખાય છે? કાળજીપૂર્વક નિરીક્ષણ કરજો.

અવલોકન :
સમતલ અરીસાનાં પ્રતિબિંબના કિસ્સામાં, તમારા શરીરનો ડાબો ભાગ એ પ્રતિબિંબમાં જમણો ભાગ બની જાય છે. તે જ રીતે તમારા શરીરનો જમણો ભાગ એ પ્રતિબિંબમાં ડાબો ભાગ બની જાય છે. (અહીં ખાસ નોંધ કરો કે, માત્ર બાજુઓ જ ઊલટાય છે. પ્રતિબિંબ ઊંધું થઈ જતું નથી.)

નિર્ણયઃ
સમતલ અરીસામાં વસ્તુ અને તેનાં પ્રતિબિંબની બાજુઓ ડાબી જમણી ઊલટાય છે.

GSEB Solutions Class 7 Science Chapter 15 પ્રકાશ

પ્રવૃત્તિ 5:

સ્ટેઈનલેસ સ્ટીલના ચમચાની બહારની અને અંદરની સપાટી પર ચહેરાનાં પ્રતિબિંબ જોઈ ગોલીય અરીસામાં રચાતાં પ્રતિબિંબો વિશેની સમજ મેળવવી.
સાધન-સામગ્રી સ્ટેઇનલેસ સ્ટીલનો ચમચો.
GSEB Solutions Class 7 Science Chapter 15 પ્રકાશ 5
GSEB Solutions Class 7 Science Chapter 15 પ્રકાશ 6
પદ્ધતિઃ

  1. સ્ટેઈનલેસ સ્ટીલનો ચમચો લો.
  2. તેનો પાછળનો એટલે કે બહાર નો ભાગ તમારા તરફ ધરો અને તેમાં જુઓ. તમને તેમાં તમારું પ્રતિબિંબ દેખાય છે તે જુઓ. શું આ પ્રતિબિંબ તમને જણાતા સમતલ અરીસાના પ્રતિબિંબ કરતાં જુદું જણાય છે? શું આ પ્રતિબિંબ સીધું છે? પ્રતિબિંબનું પરિમાણ નાનું, મોટું કે તમારા કદ જેટલું જ છે?
  3. હવે, ચમચાની અંદરના, ખાડાવાળા ભાગમાં તમારું પ્રતિબિંબ નજીકથી જુઓ.
  4. આ વખતે તમને તમારું પ્રતિબિંબ સીધું પરંતુ મોટા પરિમાણવાળું જણાશે. જો તમે ચમચાને તમારા ચહેરાથી દૂર લઈ જઈને અંતર વધારશો તો તમને તમારું પ્રતિબિંબ ચમચાની ઊલટાઈ ગયેલું દેખાશે.

અવલોકનો :

  1. ચમચાના બહારના ભાગમાં રચાતું ચહેરાનું પ્રતિબિંબ આભાસી, ચતું અને નાનું જણાય છે.
  2. ચમચાની અંદરના ભાગમાં નજીક ચહેરો રાખતા ચહેરાનું પ્રતિબિંબ આભાસી, ચતું અને મોટું દેખાય છે. તેને ચહેરાથી દૂર લઈ જતાં પ્રતિબિંબ ઊલટું દેખાય છે.

નિર્ણયઃ
સ્ટેઈનલેસ સ્ટીલના ચમચાની બહારની સપાટી બહિર્ગોળ અરીસા તરીકે અને અંદરની સપાટી અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે.

પ્રવૃત્તિ 6:

અંતર્ગોળ અરીસા વડે સૂર્યનું પ્રતિબિંબ મેળવવું.
સાધન-સામગ્રી: અંતર્ગોળ અરીસો, કાગળનો ટુકડો.
GSEB Solutions Class 7 Science Chapter 15 પ્રકાશ 7
પદ્ધતિઃ

  1. એક અંતર્ગોળ અરીસો લો. તેને સૂર્યની સામે ધરો.
  2. તેનું કાગળના ટુકડા પર પ્રતિબિંબ મેળવવા પ્રયત્ન કરો.
  3. કાગળ તથા અરીસા વચ્ચેનું અંતર તે બંનેને આગળ-પાછળ કરીને એવી રીતે ગોઠવો કે જેથી કાગળ પર સૂર્યનું તેજસ્વી તથા સ્પષ્ટ પ્રતિબિંબ મળે.
  4. હવે, અરીસા તથા કાગળને થોડી મિનિટો સુધી સ્થિર પકડી રાખો.

શું કાગળ બળવાની શરૂઆત કરે છે?

અવલોકન :
અંતર્ગોળ અરીસા વડે સૂર્યનું નાનું અને તેજસ્વી પ્રતિબિંબ કાગળ પર મળે છે. કાગળ પર પ્રતિબિંબ થોડો સમય સ્થિર રાખતાં કાગળ સળગવા માંડે છે.

નિર્ણય :
અંતર્ગોળ અરીસા વડે સૂર્યનું વાસ્તવિક અને નાનું પ્રતિબિંબ કાગળ પર મળે છે.

GSEB Solutions Class 7 Science Chapter 15 પ્રકાશ

પ્રવૃત્તિ 7:

અંતર્ગોળ અરીસાની સામે વસ્તુ(સળગતી મીણબત્તી)ને જુદા જુદા અંતરે મૂકી રચાતાં પ્રતિબિંબોનો અભ્યાસ કરવો.
સાધન-સામગ્રી: અંતર્ગોળ અરીસો, મીણબત્તી, માપપટ્ટી, પડદો.
GSEB Solutions Class 7 Science Chapter 15 પ્રકાશ 8
પદ્ધતિઃ

  1. અંતર્ગોળ અરીસાને સ્ટેન્ડ પર ગોઠવી, તેને ટેબલ પર મૂકો.
  2. આશરે 15 cm × 10 cmના માપનો સફેદ કાગળ કાર્ડબોર્ડ શીટ ટેબલ પર ઊભી ગોઠવો. તે પડદા તરીકે કાર્ય કરશે.
  3. અંતર્ગોળ અરીસાથી 50 cm દૂર સળગતી મીણબત્તીને ટેબલ પર ગોઠવો. પડદા પર મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ મેળવવા પ્રયત્ન કરો.
  4. તેના માટે પડદાને આગળ-પાછળ ખસેડીને એવા સ્થાને લાવો કે જેથી જ્યોતનું સ્પષ્ટ પ્રતિબિંબ પડદા પર મળે.
  5. હવે, મીણબત્તીને અરીસા તરફ ખસેડતા-ખસેડતા જુદા જુદા સ્થાને ગોઠવીને પડદા પર પ્રતિબિંબ મેળવવા પ્રયત્ન કરો. (જો પડદા પર પ્રતિબિંબ ન મળે તો અરીસામાં પ્રતિબિંબ જોવું. તમારાં અવલોકનોની કોષ્ટક 15.1માં નોંધ કરો.

અવલોકનોઃ
કોષ્ટક 15.1: જુદા જુદા અંતરે મૂકેલ વસ્તુનું અંતર્ગોળ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ
GSEB Solutions Class 7 Science Chapter 15 પ્રકાશ 9
નિર્ણયઃ

  1. અંતર્ગોળ અરીસાથી વધુ દૂર મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક અને ઊલટું મળે છે.
  2. અંતર્ગોળ અરીસાથી નજીક મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ આભાસી, ચાં અને મોટું મળે છે.

પ્રવૃત્તિ 8:

બહિર્ગોળ અરીસા વડે રચાતાં પ્રતિબિંબોનો અભ્યાસ કરવો.
સાધન-સામગ્રી : બહિર્ગોળ અરીસો, મીણબત્તી, માપપટ્ટી.
GSEB Solutions Class 7 Science Chapter 15 પ્રકાશ 10
પદ્ધતિઃ

  1. બહિર્ગોળ અરીસાને સ્ટેન્ડ પર ગોઠવી તેને ટેબલ પર મૂકો.
  2. બહિર્ગોળ અરીસાથી 50 cm દૂર સળગતી મીણબત્તીને ટેબલ પર મૂકો.
  3. મીણબત્તીનું પ્રતિબિંબ અરીસાના પાછળના ભાગમાં રચાય છે તે જુઓ. આ પ્રતિબિંબ કેવું છે તે નોંધો.
  4. હવે, મીણબત્તીને અરીસા તરફ ખસેડતા-ખસેડતા જુદા સ્થાને 40 cm, 30 cm, 20 cm, વડે મળતું પ્રતિબિંબ 10 cm અને 5 cm અંતરે ગોઠવી તેના અરીસામાં પ્રતિબિંબ મેળવો.
  5. દરેક વખતે રચાતાં પ્રતિબિંબ વિશેનાં તમારાં અવલોકનો કોષ્ટક બનાવી નોંધો.

બહિર્ગોળ અરીસા પડદા પર મળે છે ખરાં? પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું મળે છે ખરું?

અવલોકનો : બહિર્ગોળ અરીસા વડે રચાતાં પ્રતિબિંબો
GSEB Solutions Class 7 Science Chapter 15 પ્રકાશ 11
નિર્ણયઃ
બહિર્ગોળ અરીસા વડે વસ્તુને ગમે ત્યાં મૂકતાં રચાતાં પ્રતિબિંબો આભાસી, ચત્તા અને વસ્તુ કરતાં નાનાં મળે છે.

પ્રવૃત્તિ 9:

બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ વડે સૂર્યનું પ્રતિબિંબ મેળવવું.
સાધન-સામગ્રીઃ બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ, કાગળનો ટુકડો.
GSEB Solutions Class 7 Science Chapter 15 પ્રકાશ 12
પદ્ધતિઃ

  1. એક બહિર્ગોળ લેન્સ લો.
  2. તેને સૂર્યપ્રકાશના માર્ગમાં મૂકો.
  3. તેની નીચે કાગળનો ટુકડો મૂકો.
  4. લેન્સ અને કાગળ વચ્ચેનું અંતર એવી રીતે ગોઠવો કે જેથી કાગળ પર પ્રકાશિત ટપકું તમને મળે.
  5. થોડીક મિનિટો સુધી લેન્સ તથા કાગળને યથાવત્ સ્થિતિમાં પકડી રાખો. કાગળ બળવાની શરૂઆત કરે છે?
  6. હવે, બહિર્ગોળ લેન્સના સ્થાને અંતગળ લેન્સ વાપરી સૂર્યનું કાગળ પર પ્રકાશિત ટપકું મેળવવા પ્રયત્ન કરો.

અવલોકનોઃ

  1. બહિર્ગોળ લેન્સ વડે સૂર્યનું કાગળ પર નાનું અને પ્રકાશિત પ્રતિબિંબ મેળવી શકાય છે. વધુ સમય સુધી લેન્સને સ્થિર પકડી રાખતાં કાગળ બળવા માંડે છે.
  2. અંતર્ગોળ લેન્સ વડે સૂર્યનું પ્રતિબિંબ કાગળ પર મેળવી શકાતું નથી.

નિર્ણયઃ
બહિર્ગોળ લેન્સ વડે કાગળ પર વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકાય છે, જ્યારે અંતર્ગોળ લેન્સ વડે કાગળ પર પ્રતિબિંબ મેળવી શકાતું નથી.

GSEB Solutions Class 7 Science Chapter 15 પ્રકાશ

પ્રવૃત્તિ 10 (A):

બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને જુદા જુદા અંતરે મૂકતાં રચાતાં પ્રતિબિંબોનો અભ્યાસ કરવો.
સાધન-સામગ્રી બહિર્ગોળ લેન્સ, લેન્સનું સ્ટેન્ડ, પડદો, માપપટ્ટી, સળગતી મીણબત્તી.
પદ્ધતિઃ

  1. એક બહિર્ગોળ લેન્સ લો. તેને સ્ટેન્ડ પર ગોઠવો.
  2. લેન્સને સ્ટેન્ડ સાથે ટેબલ પર મૂકો.
    GSEB Solutions Class 7 Science Chapter 15 પ્રકાશ 13
  3. બહિર્ગોળ લેન્સથી આશરે 50 cm દૂર સળગતી મીણબત્તી મૂકો.
  4. લેન્સની બીજી બાજુએ ગોઠવેલા પડદા પર મીણબત્તીનું પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરો.
  5. મીણબત્તીની જ્યોતનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવવા માટે પડદાને લેન્સથી સહેજ આગળ કે પાછળ ખસેડો.
    GSEB Solutions Class 7 Science Chapter 15 પ્રકાશ 14
  6. હવે, લેન્સથી મીણબત્તીનું અંતર 40 cm, 30 cm અને 20 cm રાખી પ્રત્યેક વખતે, પડદાને ખસેડીને મીણબત્તીનું પડદા પર પ્રતિબિંબ મેળવો.
  7. હવે, લેન્સથી મીણબત્તીનું અંતર 10 cm અને 5 cm રાખી પડદા પર પ્રતિબિંબ મેળવવા પ્રયત્ન કરો અથવા લેન્સમાં જુઓ.
    GSEB Solutions Class 7 Science Chapter 15 પ્રકાશ 15
    કોષ્ટક બનાવી તમારાં અવલોકનોની નોંધ કરો.

અવલોકનોઃ
કોષ્ટકઃ જુદા જુદા અંતરે મૂકેલ વસ્તુનાં બહિર્ગોળ લેન્સ વડે રચાતાં પ્રતિબિંબો
GSEB Solutions Class 7 Science Chapter 15 પ્રકાશ 16
નિર્ણય:

  1. બહિર્ગોળ લેન્સ વડે વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબ એમ બંને પ્રકારનાં પ્રતિબિંબ મળે છે.
  2. બહિર્ગોળ લેન્સ વડે વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ મળે છે. આ પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું તેમજ નાનું (તથા સમાન કદનું) મળે છે.
  3. બહિર્ગોળ લેન્સ વડે આભાસી પ્રતિબિંબ ચતું અને વસ્તુ કરતાં મોટું મળે છે.

GSEB Solutions Class 7 Science Chapter 15 પ્રકાશ

પ્રવૃત્તિ 10 (B):

અંતર્ગોળ લેન્સની સામે વસ્તુને જુદા જુદા અંતરે મૂકતાં રચાતાં પ્રતિબિંબોનો અભ્યાસ કરવો.
GSEB Solutions Class 7 Science Chapter 15 પ્રકાશ 17
પદ્ધતિ:

  1. એક અંતર્ગોળ લેન્સ લો. તેને સ્ટેન્ડ પર ગોઠવો.
  2. લેન્સને સ્ટેન્ડ સાથે ટેબલ પર મૂકો.
  3. અંતર્ગોળ લેન્સથી આશરે 50 cm, 40 cm, 30 cm, 20 cm, 10 cm અને 5 cm દૂર સળગતી મીણબત્તી મૂકી લેન્સની પાછળ કે આગળ પડદો મૂકી તેના પર પ્રતિબિંબ મેળવવા પ્રયત્ન કરો.
  4. પડદા પર પ્રતિબિંબ મેળવી શકાશે નહિ. હવે લેન્સમાં પ્રતિબિંબ જોવા પ્રયત્ન કરો. તમારાં અવલોકનો કોષ્ટકમાં નોંધો.

અવલોકનોઃ
કોષ્ટક જુદા જુદા અંતરે મૂકેલ વસ્તુનાં અંતર્ગોળ લેન્સ વડે રચાતાં પ્રતિબિંબો
GSEB Solutions Class 7 Science Chapter 15 પ્રકાશ 18
નિર્ણય:
અંતર્ગોળ લેન્સ સામે વસ્તુને ગમે તે અંતરે મૂકવામાં આવે તોપણ પ્રતિબિંબ આભાસી, ચતું અને વસ્તુના પરિમાણ કરતાં નાનું મળે છે.

GSEB Solutions Class 7 Science Chapter 15 પ્રકાશ

પ્રવૃત્તિ 11:

પ્રિઝમ વડે થતું પ્રકાશનું વિભાજન દર્શાવવું.
સાધન-સામગ્રી પ્રિઝમ, પડદો.
GSEB Solutions Class 7 Science Chapter 15 પ્રકાશ 19
[આકૃતિઃ પ્રિઝમ વડે સૂર્યપ્રકાશનું સાત રંગોમાં વિભાજન].
પદ્ધતિઃ

  1. કાચનો પ્રિઝમ લો.
  2. અંધારા ઓરડાની કોઈ બારીના છિદ્રમાંથી આવતા સૂર્યપ્રકાશના સાંકડા કિરણપુંજને જુઓ.
  3. આ કિરણપુંજને પ્રિઝમની એક સપાટી પર આપાત કરો.
  4. પ્રિઝમની બીજી બાજુની સપાટીમાંથી નિર્ગમન પામી આવતા પ્રકાશને કાગળના સફેદ પૂંઠાં કે દીવાલ પર પડવા દો. તમારું અવલોકન નોંધો.

અવલોકનઃ
પ્રિઝમની બીજી બાજુની સપાટીમાંથી સાત રંગનો પ્રકાશનો પટ્ટો જોવા મળે છે. આ સાત રંગો અનુક્રમે ઉપરથી નીચે તરફ લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, નીલો તથા જાંબલી છે.

નિર્ણયઃ
પ્રિઝમ વડે સૂર્યપ્રકાશનું સાત રંગોમાં વિભાજન થાય છે.

પ્રવૃત્તિ 12:

‘ન્યૂટનની તકતી’ (કે ન્યૂટનનું ચક્ર) બનાવવું.
સાધન-સામગ્રીઃ 10 સેમી વ્યાસવાળી કાર્ડબોર્ડની ગોળાકાર તક્તી, કલરબોક્સ, બૉલપેનની રીફિલ.
GSEB Solutions Class 7 Science Chapter 15 પ્રકાશ 20
પદ્ધતિઃ

  1. આશરે 10 સેમી વ્યાસવાળી કાર્ડબોર્ડની ગોળાકાર તકતી લો.
  2. આ તકતીને તેના કેન્દ્રમાંથી પસાર થતી રેખાઓ વડે સાત વિભાગમાં વહેંચી દો.
  3. તેમાં સાત મેઘધનુષ્યમાં જોવા મળતા રંગ પૂરો. તમે આ વિભાગો પર રંગીન કાગળ પણ ચોંટાડી શકો છો.
  4. તકતીના કેન્દ્ર પર નાનું છિદ્ર પાડો. બૉલપેનની રીફિલની ટોચ પર આ તકતી સહેજ ઢીલી રહે તેમ ગોઠવો. તકતી સરળતાથી ભ્રમણ કરી શકે છે તેની ખાતરી કરો.
  5. દિવસના અજવાળામાં આ તકતીને ગોળ-ગોળ ભ્રમણ કરાવો. જ્યારે તકતીને ઝડપથી ભ્રમણ કરાવવામાં આવે છે ત્યારે આ બધા રંગો પરસ્પર ભળી જાય છે અને તકતી સફેદ જણાય છે. આવી તકતી ‘ન્યૂટનની તકતી’ (કે ન્યૂટનચક્ર)ના નામથી લોકપ્રિય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *